________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૩૮૫ હોવાનો સંભવ છે. આથી કાદંબરી' અને “મામકી આખ્યાન'ની પુષ્પિકાઓમાં જણાવેલી “ત્રવાડી' અટક મને યોગ્ય જણાય છે.” (પૃ.૮) આગળ ઉપર રા.ચુ. મોદી કહે છે કે, “દવે પુરુષોત્તમ મંગળજીનો લખેલો કાગળનો ટુકડો મળ્યો હતો તેમાં એના પિતાનું નામ મંગળજી દેવાળજી આપેલું છે, પરંતુ આ કાગળ વિશ્વાસલાયક નથી. કેમકે, સ્વ. ભારતી જ તેના સંબંધમાં લખે છે કે, અક્ષર ગુજરાતી, તેનો મરોડ એવો છે કે કોઈ ગામડાના શિખાઉ વાણિયાના અક્ષરો હોય.'(પૃ.૯)
રા.ચુ. મોદી અહીં પૂરા શાસ્ત્રીય લાગે છે. તેમણે સામગ્રીની શંકા માટે જે બે-ત્રણ કારણો પ્રસ્તુત કર્યા એ તથા આંતરપ્રમાણોને આધારે એમાંથી મળતી અટક સ્વીકારવાનું સૂચવવાનું તેમનું વલણ પાછળથી તમામ સંશોધકોએ સ્વીકાર્ય ગયું છે.
નારાયણ ભારતીની ચર્ચાના મુદ્દાઓમાંથી ભાલણનું નામ પુરુષોત્તમ અને એનો જન્મસમય ઇ.સ. ૧૪૦૫ હોય એ વાત રા.સુ.મોદી સ્વીકારી લે છે તે સમજાય તેવું નથી. એક બાજુ જે સામગ્રીને અવિશ્વસનીય ગણી છે તે જ સામગ્રીને પુનઃસ્વીકારવી અને પછી એના ઉપર વિશેષ તર્કપૂર્ણ રજુઆતો કરીને ભાલણનું નામ પુરુષોત્તમ હતું અને એનો જન્મ ઇ.સ. ૧૪૦૫માં થયો હતો એવું સ્થાપિત કરવાનું તેમનું વલણ ભાલણની ચરિત્ર અને સમયવિષયક ચર્ચાને વધારે ગૂંચવે છે. આ કારણે જ મોટાભાગના પ્રશ્નો પાછળથી ઉપસ્થિત થયેલા છે. રા.ચુ. મોદી જણાવે છે કે, ભીમ નામના કવિએ 'પ્રબોધ પ્રકાશ' (ઇ.સ. ૧૪૯0)માં જેનો ઉલ્લેખ કર્યો છે તે આ પુરુષોત્તમ હોવા જોઇએ. વળી ચાંદીના પતરામાં પણ પુરુષોત્તમ મહારાજ પાટણના” એવો ઉલ્લેખ મળે છે તથા ભીમના ગુરુ ‘પુરુષોત્તમનું વ્યક્તિત્વ ભાલણને જ મળતું આવે છે.” “હરિલીલા ષોડશકલા (ઇ.સ. ૧૪૮૫)માં ભીમે ગુરુ પુરુષોત્તમ નામનો ઉલ્લેખ નથી કર્યો એટલે તે સમયે ગુરુ હયાત હશે અને હયાત ગુરુનો નામોલ્લેખ નથી થતો હોતો માટે એ કૃતિમાં ગુરુનું નામ નહીં મુકાયું હોય. આવાં ત્રણેક તારણોને આધારે રા.ચુ. મોદી ભાલણ તે જ પુરુષોત્તમ એવી ચરિત્રવિષયક સામગ્રી અને એનું જન્મવર્ષ ઇ.સ. ૧૪૦૫ પ્રસ્તુત કરીને અંતે એને આધારે ભાલણનો (સમય) જીવનકાળ ઇ.સ. ૧૪૦૫ થી ૧૪૮૯નો સૂચવે છે.
રા.ચુ. મોદી આ ભાલણનો (સમય) જીવનકાળ સૂચવનારા પહેલા સંશોધક છે. પરંતુ રા.ચુ. મોદીની તક શાસ્ત્રીય જણાતો નથી હયાત ગુરુનું નામ ન મૂકવાની પ્રણાલિકા, ચાંદીનું પતરું અને કાગળના ટૂકડા એ બધા તર્કઆધારો વિશ્વસનીય નથી. કે.કા. શાસ્ત્રી :
રાં.. મોદીનો મત ન સ્વીકારીને કે.કા. શાસ્ત્રી પોતાના તરફથી ચાર દલીલો પ્રસ્તુત કરે છે. : (૧) પુરુષોત્તમ મહારાજ પાટણના એમ લખ્યું છે તે નારાયણ ભારતીને મળેલું પતરુ નવા અક્ષરોમાં છે. (૨) પુરુષોત્તમ એ જ ભાલણ હોય, એ માટેનો ખરો પુરાવો શો ? (૩) ભાલણ એવો મોટો વેદાન્તી લાગતો નથી. (૪) ભાલણ અને ભીમની કાવ્યપદ્ધતિને કશો જ સંબંધ હોય એવું જણાતું નથી એટલે તે રીતે
પણ ગુરુશિષ્ય હોવાની શક્યતા નથી.