________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૨૯૨ આ વર્ણન પ્રમાણે ઉત્પનનમાંથી મળેલા અવશેષો દેખાય છે. સરસ્વતીપુરાણને આધારે તળાવની આજુબાજુનાં તીર્થો બાબત કેટલીક સ્પષ્ટતા થાય છે. પાટણમાં રાણીની વાવ, હરિહરેશ્વર મહાદેવના કુંડમાં પાણીની સપાટીથી નીચે જલશાયી વિષ્ણુની મૂર્તિ મૂકવાની પરંપરા દેખાય છે. તેવી મૂર્તિ મૂળ ગરનાળા પાસે હોવાનું સરસ્વતીપુરાણ પરથી સમજાય છે. તેની ઉત્તરે સારતીર્થ દર્શાવ્યું છે તે તળાવની ઉત્તર પાળ પર હશે. તેની સામે અથતિ પૂર્વમાં દશાવતારતીર્થ હતું. અહીંનું કુરુક્ષેત્રનું તીર્થ દશાવતારની પાસે હોવાનો સંભવ છે. તેની પાસે દશાશ્વમેઘતીર્થ ગયું છે. દશાશ્વમેઘ ઘાટનાં ઘણે સ્થળે વર્ણનો મળતાં હોઇ એ તીર્થ અહીંના ઘાટ પાસે ગણવું જરૂરી છે. .
દશાશ્વમેઘતીર્થ પછી સરસ્વતીપુરાણ સહસલિંગની હકીકત આપે છે. તેથી કેટલીક ચર્ચા જરૂરી છે. પાટણના સહસલિંગ તળાવ પર નાનીનાની હજાર દેરીઓ હોવાની કલ્પના આજે સ્વીકારાય છે. આ કલ્પનાનુસાર તળવાને કાંઠે અસંખ્ય શિવમંદિરોની હસ્તી હોવાની શક્યતા જણાય. સરસ્વતીપુરાણ આ કલ્પનાને ટેકો આપતું નથી. પુરાવસ્તુ પણ આ કલ્પનાની વિરૂદ્ધ હોવાનાં પ્રમાણ છે. તેથી સહસલિંગ માટે બીજો વિકલ્પ વિચારવો પડે.
પાટણમાં સહસ્ત્રલિંગની પરિપાટીમાં બે વિકલ્પો છે. પ્રથમ વિકલ્પ હિંગલાજ માતાના મંદિરમાં નાનાં નાનાં શિવલિંગની સ્થાપના છે. ઋષિકેશના મંદિરમાં એક લિંગ પર ઘણા આંકા પાડીને સહસ્ત્રલિંગ : બનાવ્યાં છે એ બીજો વિકલ્પ છે. સરસ્વતીપુરાણ દશાશ્વમેઘતીર્થ પછી સહસ્ત્રલિંગનું વર્ણન કરે છે. તે જોતાં તળાવના પૂર્વ કિનારે તે હોવાનું લાગે છે. આ સ્થળે હાલની રેલ્વેની દક્ષિણે રાજગઢી પાસે આરસપહાણના ઉપયોગવાળું શિવાલય હોવાનું તેના અવશેષો પરથી સમજાય છે. આ મોટું શિવાલય સહસલિંગનું હોવાનો સંભવ છે. આથી સહસ્ત્રલિંગનું એકમાત્ર સુંદર શિવાલય હિંગલાજ કે ઋષિકેશ દર્શાવે છે તેવા વિકલ્પ પૈકી એક વિકલ્પનું રાજગઢી પાસે બાંધવામાં આવ્યું હોવાની સપ્રમાણ કલ્પના થઈ શકે છે. સહસ્ત્રલિંગ ઉપરાંત દક્ષિણે પ્રભાસતીર્થ હોવાનું વર્ણન છે. સોમનાથ જેવું કોઈ મંદિર અહીં હોવાનો સંભવ છે.
સરસ્વતીપુરાણ પશ્ચિમે પીઠ હોવાનું અને તેની સાથે ઘણી દેવીઓ શિવ, વિનાયક, મહાસેન, લકુલીશનાં તીર્થો હોવાનું દર્શાવે છે. સહસ્ત્રલિંગ તળાવની પશ્ચિમમાં પાણીની જાવકના સ્થળે પડેલા આસરના સ્થંભો હાલની સૈયદ હસનની દરગાહવાળા સ્થળે આ શક્તિ પીઠ હોવાનું સૂચવે છે. શક્તિ સાથે વિનાયક, કે શિવની પ્રતિમાઓ સમાતૃકાસમૂહમાં હોવાથી આ દેવસ્થાનમાં આ તીર્થો ગણવાં યોગ્ય છે.
પીઠની પછી સરસ્વતીપુરાણ મહાકાલ, કાપાલીશ, પિશાચમોચન, કોટિતીર્થ, ભૂતમાતા આદિ શ્મશાનનાં તીર્થો વર્ણવે છે અને પશ્ચિમ જંગલ અને મહાવન હોવાનું સૂચવે છે. સહસ્ત્રલિંગ તળાવની પશ્ચિમે આજે પણ રમશાનભૂમિ છે. એ શ્મશાનના દેવોનું યોગ્ય સ્થળે વર્ણન થયું છે અને તીર્થોની પશ્ચિમે આજની સ્થિતિમાં પ્રદેશ જેવું દેખાતું દશ્ય મહાવનનું છે. તેમાં પહેલાં વધુ પ્રમાણમાં ઝાડ હશે.
સરસ્વતીપુરાણે મધ્યમાં વિંધ્યવાસિનીનું મંદિર દર્શાવ્યું છે. તળાવની અંદરના પૂલની આયંમણે