________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૩૯૮
_
થતો હતો. તારીખે ફીરોજશાહી'માં ઝિયારૂદીનબરદીના જણાવ્યા પ્રમાણે તેના ગંભીર ગુના માટે સુલતાને તેને ફક્ત તમાચો મારીને છોડી દીધો. એટલું જ નહિ, પરંતુ તેને રાજમહેલમાં અંગરક્ષક તરીકે નીમવામાં આવ્યો. સુલતાન નબળો હોવાથી, હુસામુદ્દીનના ગુના પાછળ, ખુસરોખાનની મેલી રમતનો તેને અણસાર પણ આવ્યો નહિ. આ રીતે પોતાના ગુમ શત્રુ તરફ બેદરકારી સેવીને, સુલતાને પોતાની જ ઘોર ખોદી.
ખુસરોખાને પોતાની લાગવટનો ઉપયોગ કરીને, ગુજરાતમાંથી પોતાનાં સગાંસંબંધીઓને દિલ્હી બોલાવીને રાજ્યના ઉચ્ચ હોદ્દાઓ પર તેઓની નિમણૂંક કરાવી. તેણે ઇ.સ. ૧૩૨૦માં ગુજરાતના સૂબા તરીકે પોતાની નિમણુંક કરાવી. એ પોતે કદી એ હોદ્દાની ફરજ બજાવવા ગુજરાતમાં આવ્યો નહિ, પરંતુ પોતાનો નાયબ નીમીને વહીવટ કરતો હતો. તેણે ગુજરાતમાંથી પોતાને વફાદાર એવા ૪૦,% ઘોડેસવારોની ભરતી કરાવી. આ રીતે તેણે શાહી લશ્કરી તાકાત પોતાની તરફેણમાં કરી દીધી. તે સુલતાનની વિરૂદ્ધ યોજના ઘડે છે, અને દિવસે દિવસે વધુ ને વધુ શક્તિશાળી બનતો જાય છે, એવી ફરિયાદ મળવા છતાં, સુલતાન મુબારકશાહે તેની વિરૂદ્ધ કંઈ પગલાં ભર્યા નહિ. રાજ્યના કેટલાક અમીરો પણ પોતાના અંગત સ્વાર્થ ખાતર તેની સાથે જોડાયા.
આખરે બેવફા ખુસરોખાને એક રાત્રે શસ્ત્ર સજ્જ ગુજરાતી ભરવાડોને લઇ મહેલમાં પ્રવેશ કર્યો. તે વખતે પોતાનો જાન જોખમમાં હોવાનો મુબારકશાહને વહેમ પડ્યો. તે જમાનાખંડ તરફ દોડ્યો ત્યારે ખુસરોખાને તેને પકડવો અને તેના સાથીએ તત્કાળ તેની છાતીમાં છરી ભોંકી દીધી અને આ રીતે ૧૫ એપ્રિલ, ૧૩૨૦ની રાત્રે તેની હત્યા કરવામાં આવી. *
કુબુદ્દીન મુબારકશાહની કતલ થઈ કે તરત જ મધ્યરાત્રિએ એનુભુલ્ક, વહિદીન કુરેશી, ફખરુદ્દીન જના, બહાઉદ્દીન દાબિર વગેરે નામાંકિત અમીરો તથા સરદારોને બોલાવી તેમની સંમતિથી ખુસરોખાન નાસિરુદ્દીન ખુસરોશાહ' ખિતાબ ધારણ કરી તખ્તનશીન થયો. તેણે મસ્જિદમાં પોતાના નામનો ખુતબો વંચાવ્યો અને પોતાના નામના સિકકા પડાવ્યા. પોતાની મહત્ત્વાકાંક્ષા સંતોષવામાં સહાયરૂપ થનારા, પોતાની કોમના લોકોને લાયકાત અનુસાર હોદ્દા તથા ખિતાબો તેણે ઉદારતાપૂર્વક એનાયત કર્યા. તેણે સરકારી ખજાનામાંથી ઝવેરાત તથા સોનામહોરોની લહાણી કરી અને ગુજરાતીઓને માલામાલ કરી દીધા. અલાઉદ્દીનના નજીકના સગાસંબંધીઓની તથા તખ્ત વાસ્તે સંભવિત દાવેદારોની તેણે કતલ કરાવી, આ અંગેની વિસ્તૃત અહેવાલ ઝિયાઉદ્દીન બનીએ ‘તારીખે ફીરોઝશાહી'માં આપ્યો છે. કેટલાક મુસ્લિમ તવારીખકારોના મતાનુસાર તે હિંદુરાજ સ્થાપવાની મહેચ્છા સેવતો હતો. તે અભિપ્રાય તદ્દન આધાર વગરનો છે. કારણ કે દક્ષિણ ભારતમાં ચડાઇ કરી ત્યારે તે ઉત્સાહી મુસલમાનની માફક મૂર્તિભંજક બન્યો હતો.
તખ્તનશીન થયા બાદ તેણે પોતાના વિરોધી અમીરોની કતલ કરાવી. મુબારકશાહીની બેગમોમાંની એક બેગમ સાથે તેણે શાદી કરી. આ કાવતરામાં તેના ટેકેદાર રણધોળને ‘રોયરાયાં, તેના પિતરાઇ હુસામુદિનને ખાનખાનાન” અને ઐનુભુલ્કને ‘આલમખાન’ના ઇલકાબો આપ્યા તથા