________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૨૮૬ આલેખ્યો છે. તેમાં દર્શાવેલા સરસ્વતીના બે પ્રવાહો, તળાવનો ઘાટ, તથા તેના અર્થઘટનમાં ઘણી ક્ષતિઓ રહેલી હોઇ તે દૂર કરવાના પ્રયત્નની જરૂર હતી. ડૉ. હીરાનંદ શાસ્ત્રીએ કેટલાંક ઉખલનનાં વર્ણનો કર્યા છે. તેમને સરસ્વતીપુરાણની ખબર હોય એમ તેમની વિંધ્યવાસિની દેવીના મંદિરની કલ્પના પરથી લાગે છે. શ્રી ગદ્દેએ રૂદ્રકૂપ વ્યવસ્થિત રીતે ઓળખ્યો હતો પણ તેમણે વધુ પ્રયત્ન કર્યો
નહીં.
આ પૂર્વજોના પ્રયત્નો પ્રશંસનીય પરંતુ પૂર્તિ માગતા હતા. પાટણમાં ૧૯૭૯માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તથા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા થયેલાં ઉત્પનના વખતે મળતા સમય દરમિયાન સહસલિંગ તળાવનું સંશોધન કરવાનો પ્રયત્ન લેખક તથા તેના સહકાર્યકર્તાઓ ડૉ. સી.માર્ગબંધુ, ડૉ. કમરઅલી મોમીન, વસંત પારેખ, શ્રી નવીન ખત્રી, શ્રી નાયક, પ્રમોદ ત્રિવેદી, ડૉ. સોનાવણે, વગેરેએ કર્યો. તેથી જે માહિતી મળી છે તે તે અત્રે રજૂ કરી છે. સ્થળ :
સહસલિંગ તળાવ ઉપર જણાવ્યું તે પ્રમાણે હાલના પાટણના વાયવ્ય ખૂણા પર, રાજગઢીના ટેકરાની પાસે, સરસ્વતી નદી અને રાજગઢીની વચ્ચે આવેલું છે. આ તળાવની મોટી પાળો તેના અસ્તિત્વની મૂક સાક્ષી પૂરે છે. આ પાળો કાલપ્રવાહમાં ઘણી ધોવાઈ ગઈ છે અને માણસોએ તેને ઘણે ઠેકાણે તોડી નાખી છે. માણસોએ તળાવને નુકશાન કર્યું છે તેનાં બે સ્વરૂપો છે. નુકસાન:
તળાવ પર માણસોએ વેરેલા વિનાશનાં બે દશ્યો સ્પષ્ટ થાય છે. પ્રથમ દશ્ય જૂનું છે. તેમાં આ તળાવ પરનાં મંદિરો, સત્રો આદિનો વિનાશ ગણાવાય. જૂની ઇમારતોનો કાટમાલ અહીં ઠેરઠેર પડ્યો છે. ઘણો કાટમાળ મૂળ ઉપયોગ કરતાં તદ્દન વિકૃત રીતે વપરાયેલો દેખાય . ઘણો કાટમાલ તોડીફોડીને કોઈ ઉપયોગ માટે નવેસરથી ઘડવાનો પ્રયત્ન થયો હતો અને ઘણો કાટમાલ નવા પાટણમાં ઊંચકી જવામાં આવ્યો હતો. આ પ્રવૃત્તિને લીધે પાટણના જૈન તેમ જ સનાતની પરંપરાના લેખકોએ કરેલાં વર્ણનવાળી પરિસ્થિતિ પૈકી ઘણી ફેરવાઇ ગઇ, પરંતુ ઘણા અવશેષો સચવાયા છે.
અહીં ચાલતા વિનાશનું બીજું સ્વરૂપ નવું છે. આ વખતે નવાં સાધનોને બળે સસ્તો કાટમાલ મેળવવા માટે ખોદી કઢાતી ઇંટો, નાશ પામતા દટાયેલા અવશેષો જતાં તે પ્રવૃત્તિ માત્ર ધનલાલસાપ્રેરિત, સંસ્કારનાં તમામ તત્વોને નેવે મૂકીને ચાલતી હોવાનું સ્પષ્ટ થાય છે. જૂના અવશેષો પર હળ ચલાવી, બુલડોઝર દ્વારા જમીન સપાટ કરીને તેનો નાશ કરવામાં આવ્યો છે અને આવે છે.
આજનાં ઘણા કામો માટે જોઇતો કાટમાલ ખોદી કાઢીને જે ઝડપથી નાશની પ્રવૃત્તિ ચાલે છે તે જોતાં પાટણ પાદર થવાની ગતિ આજના જમાનામાં જેટલી વેગવંત છે તેટલી ભૂતકાળમાં કયારેય ન હતી એમ માનવાને કારણ મળે છે. જૂની મૂર્તિઓ, મંદિરના અવશેષોનો હથોડા ચલાવીને જે રીતે નાશ કરવામાં આવે છે તેની સરખામણી કરતાં પ્રાચીન જમાનાના મૂર્તિભંજકો પણ પોતાના વારસદારોના કામ માટે ગૌરવ અનુભવી પોતાના કામની શુદ્ધિકતા જોઈને શરમથી ઝૂકી જાય એવું દશ્ય જોવા મળે છે. આ મૂર્તિ ભંજકોના નવા વારસદારો, બૃતપરસ્તોના વંશજો છે એમ જ્યારે ખબર પડે