________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૨૮૫ • સહસ્ત્રલિંગ તળાવ પરનો એક લેખ પાટણના વિજલકુવા વિસ્તારમાં છે. શૈવમંદિરમાંના એ લેખનું વાચન પાટણ નિવાસી વિદ્વાન શ્રી રામલાલ ચુનીલાલ મોદીએ કર્યું હતું. તે લેખમાં ૭૬-૭૭૭૯ અને ૮૦માં શ્લોક વંચાય એવા છે. તેમાં ૭૯માં શ્લોકમાં :
“...તા ન મથર્ણ ત્રિશાપોવ તત:
सा पूरयामास सरः सिद्धेशकारितं" જેવો ઉલ્લેખ હોવાનું જણાવે છે. તેથી સમજાય છે કે સિધરાજ, સિદ્ધનરેન્દ્ર, સિદ્ધરાજ જેવા નામાભિધાનવાળા રાજવીએ સરોવર તૈયાર કરાવ્યું. આ લેખના લેખકનું નામ આપ્યું નથી તેથી આ લેખ શ્રીપાલનો છે કે કેમ એ પ્રશ્નનો નિવેડો આવતો નથી. - સદ્ભાગ્યે પાટણમાં પૌરાણિકોની પ્રાચીન પરંપરા ચાલુ હતી. આ પરંપરામાં સરસ્વતીપુરાણ બીજા બધા લિખિત સાહિત્યની સરખામણીમાં વધુ સ્પષ્ટ અને સુરેખ ચિત્ર સહસલિંગ તળાવ માટે સાચવ્યું છે, એમ ત્યાંના પુરાવસ્તુના પુરાવાઓને આધારે જણાય છે. સહસલિંગ તળાવ પર આચાર્ય વલ્લભાચાર્ય પધાર્યા હતા તે પરથી તળાવ સારી હાલતમાં હોવાનું સમજાય છે. સહસલિંગ તળવાની સારી સ્થિતિ ૩૧ જાન્યુઆરી ૧૫૬૧ સુધી હોવાનો પુરાવો આઇ-ને-અકબરીએ સાચવ્યો છે. આ દિવસે સહસ્ત્રલિંગ તળાવમાં હોડીમાં ફરી આવ્યા પછી બહેરામખાનનું ખૂન થયાની નોંધ છે. સત્તરમી સદીના મકબરા તથા તળાવ પર થયેલાં નવાં કામો જોતાં તળાવ થોડે ઘણે અંશે સચવાયું હોવાની કલ્પના થઇ શકે. - સહસ્ત્રલિંગ તળાવ તરફ પરદેશી મુસાફરોનું લક્ષ દોરાયું હતું. તેની કર્નલ ટૉડે સારી નોંધ લીધી છે અને જેમ્સ બર્જેસે તેની હકીકતોનો કેટલોક ઉલ્લેખ કર્યો છે. ૧૯મી સદીથી શરૂ થયેલી પ્રાચીન સ્થળની નોંધ લેવાની અને તેનો ઇતિહાસ આલેખવાની પદ્ધતિના બે કથાઓને આધારે પરંપરા તથા ઇતિહાસ આલેખવાનો પ્રયત્ન હોય છે. બીજો પ્રવાહ લેખો, પ્રચલિત કથાઓ વગેરેને પ્રાચીન અવશેષો સમેત તપાસીને તેને બળે અતીતનું દર્શન કરવાનો હોય છે.
આ પ્રવાહો પૈકી પ્રથમ પ્રવાહાનુસાર કનૈયાલાલ દવે, કનૈયાલાલ મુનશીએ પ્રયત્ન કર્યો. જ્યારે બીજા પ્રવાહાનુસાર રામલાલ ચુનીલાલ મોદી, હીરાનંદ શાસ્ત્રી, અનંત ગદ્રના પ્રયાસો હતા. એ પરંપરામાં આ પ્રયત્ન કર્યો છે. બન્ને પ્રવૃત્તિઓથી સહસ્ત્રલિંગ તળાવ માટેની માહિતી વધતી હતી. શ્રી રામલાલ મોદીનો પ્રયાસ સારો હતો, પરંતુ તેમની સાધનસામગ્રી જોતાં, તથા તેમની પ્રવૃત્તિઓ લક્ષમાં રાખતાં એ પ્રયાસ પ્રશંસનીય પરંતુ ઘણા સુધારાવધારાને પાત્ર હતો.
- સહસલિંગ તળાવનું ઉત્પલન કરવાનો વિચાર ૧૯૧૬ થી ચાલુ હતો, પરંતુ તેને ૧૯૩૬માં હીરાનંદ શાસ્ત્રીએ અમલમાં આપ્યો. આ કાર્ય ઘણાં વર્ષો સુધી ચાલુ રહ્યું. હીરાનંદ શાસ્ત્રીએ પોતાને અહેવાલો પ્રસિદ્ધ કર્યા છે પરંતુ ત્યારબાદ થયેલું કામ અપ્રસિદ્ધ હાલતમાં છે. ઉત્પનલનને પરિણામે સરસ્વતીથી સહસ્ત્રલિંગમાં પાણી લાવવાની પરવાળો, વચ્ચેના કુપો, તળાવમાં પાણી દાખલ કરવાનાં ગરનાળાં, તળાવની પાળ, ઘાટ, તથા મંદિરના અવશેષો, પૂલો વગેરે મળી આવ્યાં છે.
આ અવશેષોનું અર્થઘટન કરવના પ્રયત્નો થયા છે. રામલાલ ચુનીલાલ મોદીએ એક નકશો