________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૩૧
પાટણમાં શ્રી મહાલક્ષમીનું આગમન
પ્રા. ભૂદભાઈ પી. બ્રહ્મક્ષત્રિય પાટણના નીચે જણાવ્યા મુજબ એકવીસ નામો આ લેખકને વિવિધ ગ્રંથોમાંથી મળી આવ્યા છે. જે નીચે મુજબ છે.
(૧) અણહિલવાડ પાટણ (૨) હરવાલા (૩) અણહિલ પાટક (૪) અણહિલવાડા (૫) અણહિલ વાટક (૬) સિદ્ધપુર-પાટણ (૩) પીરાણ પટ્ટણ (૮) અણહિલ પત્તન (૯) અણહિલપુર (૧૦) અણહિલવાડ પત્તન (૧૧) પત્તન (૧૨) અનાલવટ (૧૩) પુતભેદન (૧૪) નોહરવલ્લાહ (૧૫) અણહવિલબાડ (૧૬) અણહિલવાડથ (૧૭) અણહિલ પટ્ટણ (૧૮) પટ્ટન (૧૯) અણહિલ પટ્ટક, (૨૦) ડૉ. ભોગીલાલ સાંડેસરાએ શોધેલું નામ અઇવઉ (૨૧) પાટણ (આધુનિક).
આ પાટણમાં મહાલક્ષ્મી માતાજીનું આગમન કઈ રીતે થયું તેનો શાસ્ત્રીય પુરાવો નીચે મુજબ છે. :
“કલિબાગ શ્રીમાલે જ્ઞાત્વાગચ્છત તદા શ્રીઃ આગ ગુર્જર લક્ષ્મી પટ્ટાણે નિવાસ્થતિ ' અર્થાત- “શ્રીમાળમાં કલિયુગ આવ્યો છે એમ સમજી લક્ષ્મીની ગમન કરી જશે અને ગુજરાતમાં આવી પાટણમાં નિવાસ કરશે.”
મહાલક્ષ્મીજીએ શ્રીમાળ કેમ છોડવું ? તેની એક કથા નીચે પ્રમાણે છે. શ્રીમાલ નગરમાં કામ, ક્રોધ, લોભ વગેરે દોષો વ્યાપક રૂપમાં ફૂલ્યા ફાલ્યા છે તે જાણી કલીનો પ્રવેશ થઇ ચુક્યો છે તેમ જાયું ત્યારે માતાજીએ પાટણના રહીશ સુનંદ નામના ધનાઢય વણિકને પ્રેરણા કરી. નન્દકુલમાં ઉત્પન્ન થયેલ આ ધનાઢય સુનંદ વણિકે શ્રીમાલમાં આવી તપ કર્યું અને લક્ષ્મીજીને પ્રસન્ન કર્યા. પ્રસન્ન થયેલ લક્ષ્મીજીએ સુનંદ વણિકને વરદાન માગવા જણાવ્યું ત્યારે લક્ષ્મીજીની પ્રેરણા મુજબ વૈશ્ય વરદાન માંગ્યું કે, “મારા પાટણ દેશમાં આપ નિરંતર વાસ કરો.” દેવી લક્ષ્મીજીએ કહ્યું કે,
“આગળેિ ચ તે દેશે પટ્ટણે ગુર્જરે મયા સ્થિત તત્ર કરિગામી તવ દેશે નિરરમ ” અર્થાત “ગુજરાતમાં પાટણમાં હું આવીશ અને તારા દેશમાં કાયમ સ્થિર બનીને રહીશ.”
પરંતુ શ્રીમાલના બ્રાહ્મણોની આજ્ઞા વિના અને સંમતિ વગર શ્રીમાલ છોડાય તેમ ન હતું. તેથી ભારદ્વાજ ગોત્રના એક બ્રાહ્મણને બુદ્ધિહીન બનાવી દીધો અને પછી તેની આજ્ઞા માગતા દેવીએ
કહ્યું,
“આજ્ઞા દેહીતિ ભો વિપ્ર ગચ્છામી ગુર્જર વય ” અર્થાત - “હે બ્રાહ્મણ ! અમારે ગુર્જર પ્રદેશમાં જવું છે તો આજ્ઞા આપો.”