________________
યુગે યુગે પાટણની પ્રભુતા
८८
પરંતુ બ્રાહ્મણ સંમતિ આપતાં પહેલાં લોભવૃત્તિ અહીંયા પણ પૈસા માંગે છે. ત્યારે પાટણનો ધનાઢય સુનંદ વણિક આ ભ્રષ્ટ બ્રાહ્મણને નવ લાખ નિષ્ક (નાણું) આપે છે. એટલે આ બ્રાહ્મણ લક્ષ્મીજીને શ્રીમાલ છોડી ગુર્જર પ્રદેશ જવાની રજા આપે છે. મોટી રકમના બદલામાં એક બ્રાહ્મણ શ્રીમાલ છોડવા સંમત થયાની વાત વાયુવેગે પ્રસરે છે. શ્રીમાલનો સમગ્ર બ્રહ્મ સમાજ ભેગો થઈ આ બ્રાહ્મણને ઠપકો આપે છે ત્યારે દેવીએ સ્વયં પ્રગટ થઇ કહ્યું,
અસ્માતમીદશી વૃત્તિર્ગચ્છામઃ ખડગુર્જર ” અર્થાત :- અમારી એવી ઇચ્છા છે કે ગુર્જરખંડમાં જઈએ.” એટલે લક્ષ્મીજી જાતે પોતાની ઇચ્છાથી શ્રીમાલ છોડી પાટણ પધારેલાં છે.
વિક્રમ સંવત ૧૨૦૩ વૈશાખ સુદ-૮ ને દેવી મહાલક્ષ્મીજી ગુર્જર ખંડમાં પાટણમાં આવીને વસ્યા. સન ૧૨૦૩ પછી શ્રીમાળ તદ્ધ ઝાખું તેજહીન બની ગયું. જ્યારે અણહિલ પાટણ દિન પ્રતિદિન ધનવાન બનતું ગયું.
" સિદ્ધરાજ જયસિંહે વિક્રમ સંવત ૧૧૫૦ થી ૧૧૯૯ સુધી રાજ્ય કર્યું અને કુમારપાળે વિકમ સંવત ૧૧૯૯ થી ૧૨૩૦ સુધી રાજ્ય કર્યું. ઉપરની વાતોનો અર્થ એવો ઘટાવી શકાય કે કુમારપાળના શાસનમાં અણહિલપુરની શ્રી લક્ષ્મી પરાકાષ્ઠાએ પહોંચી હશે.
તાજેતરમાં શેઠશ્રી સુંદરલાલ જીવરામ ઘીવાળાની આગેવાની નીચે એક મહાલક્ષ્મી મંદિર જીર્ણોધ્ધાર કમિટિ નીમાયેલી અને આ કમિટીએ ભારે જહેમત લઈ પાટણનું પ્રાચીન મહાલક્ષ્મી માતાજીનું મંદિર જે જીર્ણ થઈ ગયું હતું તે સમગ્ર મંદિરમાં આરસ જડાવી આબેહૂબ બનાવ્યું છે. એટલું જ નહી પણ પૂજ્ય માતાજીની પ્રતિમાનું પણ સુંદર રીતે સુશોભન કરી દેદીપ્યમાન મુખારવિંદ બનાવી આકર્ષક મૂર્તિ બનાવી છે. વળી આ પ્રસંગે પ્રાણ પ્રતિષ્ઠા પણ ધામધૂમથી શાસ્ત્રોક્ત વિધિ. મુજબ યજ્ઞ કરેલો હતો.
કમિટીના તમામ સભ્યોએ ખૂબ જ સુંદર કામ કરેલ છે અને પાટણના નાગરિકોએ ઉદાર હાથે મહાલક્ષ્મી મંદિરના જીર્ણોધ્ધારમાં આર્થિક સહાય કરેલ છે. દાતાઓના નામની નામાવલી આરસની ભીંતમાં કંડારવામાં આવી છે જે કાયમી યાદગીરી રૂપે રહેશે. આ મહોલ્લાનું નામ પણ શ્રી મહાલક્ષ્મી માતાનો પાડો છે. જેને બે મોટી પોળો છે. મહાલક્ષ્મીજીની સામે ભગવાન “વારાહનારાયણ”નું સ્થાનક (મંદિર) છે. ત્રણ દરવાજા પાસે આ મહોલ્લો છે. આ મંદિરમાં ચંદનના કાષ્ટની આબેહુબ (૧) શ્રી સૂર્યનારાયણની તથા (૨) રન્નાદેવીની એમ બે અમૂલ્ય પ્રતિમાઓ દર્શનીય છે.