________________
યુગે યુગે પાટણની પ્રભુતા
४४८
३८२ मुहकवरिबन्ध तह सोह धरहि
णं मल्लजुज्झ ससिराहु करहिँ । तह सहहिँ कुरल भमरउलतुलिअ
णं तिमिरडिम्भ खल्लन्ति मिलिअ ॥३४॥
એ નાયિકાનાં મુખ અને અંબોડો શોભા ધરે છે; જાણે કે ચંદ્ર અને રાહુ મલ્લયુદ્ધ કરે છે ! એના કેશ ભ્રમરકુળના જેવા શોભે છે; જાણે કે અંધકારનાં બચ્ચાં (એકબીજને) મળી ખેલી રહ્યાં છે.” ૩૪ ३८३-१ बप्पीहा पिउ पिउ भणवि कत्तिउ रुअहि हआस ।।
तुहु जलि महु पुणु वल्लहइ बिहुँ वि ण पूरिअ आस ॥३५॥
હે બપૈયા ! “પિઉ’ ‘પિઉ' બોલીને કેટલું રોઈશ ? હે હત-આશ ! તારી પાણી વિશેની અને મારી મારા વહાલા વિશેની, એમ બંનેની પણ આશા પુરાઈ નહિ.” ૩૫ ३८३-२ बप्पीहा काइँ बाल्लिअण णिघिण वार इ यार ।
साअरि भरिअइ विमलजलि लहहि ण अक्क इ धार ॥३६॥
હે બપૈયા ! હે નિર્લજ્જ ! વારંવાર બોલવાથી શું? સાગર વિમળ જળથી ભરેલો છે છતાં એક પણ ધાર તને નથી મળે એમ.” ૩૬ ३८३-३ आअहिँ जमि महु अण्णहिँ वि गोरि सु दज्जहि कन्तु । '
____गअ मत्तहँ चत्तङ्कुसहँ जो अभिडइ हसन्तु ॥३७॥
હે ગૌરી ! (જેઓના અંકુશ છૂટી ગયા છે તેવા) નિરંકુશ મત્ત હાથીઓની સાથે જે હસતો-હસતો આભડે છે, આખડે છે, તેવો કાંત મારા આ જન્મમાં અને બીજા જન્મમાં પણ દેજે. (અર્થાતુ કે બહાદુર પતિ આપજે.)” ૩૭. ३८५ विहि विणड़उ पीड़न्तु गह में धणि करहि विसाउ ।
___ संपइ कड्डउँ येसु जिवँ छुड़ अग्घड़ ववसाउ. ॥३८॥
“દૈવ એનો ખેલ ખેલો, ગ્રહો પીડા કર્યા કરો. હે પ્રિયા ! વિષાદ ન કર. જો વ્યવસાય હોય તો સંપદને તો વેશ = પોશાક લુગડાં)ની જેમ કાઢી લાવીશ.” (‘દેશ્ય શબ્દ છે. “જેના અર્થના ગુ, “છો” સાથે એનો સંબંધ સ્પષ્ટ જણાય છે.) ૩૮ ३८६ खग्गयिसाहिउ जहिँ लहहुँ पिअ तहिँ देसहिँ जाहुँ ।
रणदुभिक्खें भग्गाइँ विणु जुज्झें ण वलाहुँ ॥३९।। “હે પ્રિયે ! જે દેશમાં ખાંડાનું કામ અમે લઈયે (મળવિયે) તે દેશમાં અમે જઈયે છિયે. રણરૂપી દુકાળથી ભાગેલા અમે યુદ્ધ વિના પાછા વળિયે નહિ.” ૩૯ ३८७-३ पिअ. अहिं करि सल्लु कर छहि तुहुँ करवालु ।
जे कापालिअ चप्पुड़ा लेहिँ अभग्गु कवालु ॥४०॥