________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૯૬ (૪) ઊંચી પોળ (૫) ઢાળ ઉતાર તંબોળી વાડો (૬) ત્રિશેરી, અર્થાત્ ત્રણ શેરીઓનો સમૂહ (૭) ચાચરીયું અર્થાત્ ચાર રસ્તાનો મેળાપ (૮) તરભોડા પાડો અર્થાત્ ત્રિભેટો-ત્રણ રસ્તાનો સંગમ (૯) વચલી શેરી (૧૦) ઝાંપાની ખડકી.
(૬) માણસના નામ પરથી પડેલાં નામો કોઇ આગેવાન કે વિશિષ્ટ વ્યક્તિ ધરાવતા માણસના નામ ઉપરથી નામ પડ્યાં હોય એવા પાટણમાં ઘણા મહોલ્લા-પોળો છે. જે માણસે આગેવાની લઇ મહોલ્લા-પોળ વસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હોય એ માણસનું નામ વાડા, પાડા, મહોલ્લા કે પોળ સાથે જોડી એ વ્યકિતને અમર બનાવવામાં આવ્યો છે. આવા મહોલ્લા આ પ્રમાણે છે. (૧) કનાશાનો પાડો - અર્થાતું કર્નલાલાલ શાહનો મહોલ્લો (૨) ગોદડનો પાડો - અર્થાત્ ગોદડ શેઠનો પાડો (૩) લાલા પટેલનો માઢ (૪) ચતુર્ભુજની ખડકી (૫) ભાલણ કવિની ખડકી (૬) કાળુ ચોપદારની ખડકી (૭) ઉમેદ પટેલનો માઢ (૮) ભાભાનો પાડો (૯) રામલાલ મોદીની ખડકી (૧૦) કોકાનો પાડો (૧૧) માંકા મહેતાનો પાડો હાલ ડંખ મહેતાના પાડાના નામથી - ઓળખાય છે. (૧૨) કપૂર મહેતાનો પાડો (૧૩) ભલા વૈદ્યનો પાડો.
(૭) માત્ર અટક ઉપરથી પડેલા મહોલ્લાનાં નામો: પાટણમાં કેટલાક મહોલ્લા પોળોનાં નામ માત્ર અમૂક એક ‘અટક' ઉપરથી પણ પડેલા છે. આ અટકવાળા ઘણા કુટુંબો ત્યાં રહેતા હશે. અથવા કોઈ એક અગ્રણી વ્યકિતની માત્ર અટક ઉપરથી મહોલ્લા પોળનું નામ આપવામાં આવ્યું હશે, દા.ત. (૧) પંચોલી વાડો (૨) દવેનો પાડો (૩) શાહનો પાડો અને શાહ વાડો (૪) મહેતાનો પાડો (૫) ઝાનો પાડો (૬) મોદીની ખડકી (૭) રંગરેજની ખડકી (૮) ખોખાની ખડકી - સોનીનું એક કુટુંબે ખોખાવાળા કહેવાય છે. (૯) ચિતારાની ખડકી (૧૦) કંદોઇની ખડકી. •
(૮) જ્ઞાતિના નામવાળા મહોલ્લા-પોળો : પાટણમાં કેટલાક મહોલ્લા પોળોનાં નામ અમૂક જ્ઞાતિના નામ ઉપરથી પણ પડેલા જોવા મળે છે. આ મહોલ્લાઓમાં નામવાળી જ્ઞાતિનાં બધાં અથવા વધારે ઘરો હશે જેવા કે (૧) બ્રાહ્મણવાડો (૨) ઘાંચીની શેરી (૩) ભાટીયાવાડ (૪) ગોલવાડ (૫) નાગરવાડો (૬) ગુર્જરવાડો (૩) કંપાણી પાડો. (૮) રંગરેજનો મહોલ્લો (૯) ટાંકવાડો ‘ટાંક' રજપુતોની એક અટક છે. (૧૦) લખીયારવાડો (૧૧) દીસાવળની ખડકી (૧૨) બારોટ વાસ (૧૩) વણકર વાસ (૧૪) મુલ્લાવાડ (૧૫) સોનીવાડો (૧૬) લુહારચાલ (૧૩) ઠાકોરવાસ (૧૮) ખત્રીઓનો મહોલ્લો (૧૯) ગાંધીની ખડકી.
(૯) દેવ મંદિરો ઉપરથી મહોલ્લાનાં નામો: જે દેવ કે દેવીનું મંદિર કે જિનાલય આવેલું હોય એના ઉપરથી પણ કેટલાક મહોલ્લાનાં નામ પડેલા છે. જેવા કે (૧) રઘુનાથજીનો પાડો (૨) નારણજીનો પાડો (૩) મહાલક્ષ્મીનો પાડો (૪) બહુચરાજીનો પાડો (૫) ગિરધારી પાડો (૬) પાનશ્યામજીનો પાડો (૭) ઋષિકૃષ્ણનો પાડો (૮) વાયુદેવતાની પોળ (૯) વાઘવાણી માતાનો પાડો (૧૦) ખેતરપાળનો પાડો (૧૧) વહેરાઇ ચકલી (૧૨) લોટેશ્વર ચોક (૧૩) શાન્તિનાથની . પોળ (૧૪) પંચાસરા મહોલ્લા (૧૫) ગણપતિની પોળ (૧૬) મહાદેવનો પાડો.
(૧૦) કારીગરો ઉપરથી પડેલા મહોલ્લાનાં નામે શહેરમાં જુદા જુદા કામના કારીગરો