________________
* યુગે યુગે પાટણની પ્રભુતા
૨૧
ધન્ય ધરા પાટણની
૫૯
પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય
ગુજરાતી સાહિત્યના સમ્રાટ સ્વ. કનૈયાલાલ માણેકલાલ મુનસીએ ‘પાટણની પ્રભુતા', ‘રાજાધિરાજ’ અને ‘ગુજરાતનો નાથ' જેવી મહાન ઐતિહાસિક નવલકથાઓ લખી પાટણ ઉપર ખૂબ જ ઉપકાર કર્યો છે. પાટણને અમર કર્યું છે.
ચાવડા, સોલંકી અને વાઘેલા વંશની રાજધાની પાટણને ગુજરાતમાં તેમ જ ભારતના ઇતિહાસમાં જીવંત બનાવવામાં આ નવલકથાઓનો ઘણો મોટો ફાળો છે.
રાજાઓની વંશાવળી અને માત્ર રાજકીય બનાવોની નોંધ દર્શાવતો ઇતિહાસ વાંચવો સામાન્ય માનવીને ગમતો નથી. જયારે સચ્ચાઇના પાયા ઉપર થોડાક કલ્પનાઓના રંગથી આલેખાયેલ ઉપરોકત
નવલકથાઓમાં આપણું પાટણ જીવતું જાગતું અને ધબકતું લાગે છે. વાચકોને વાંચવું ગમે છે.
શ્રુત પરંપરા પ્રમાણે અણહિલપુર પાટણની સ્થાપના ચાવડાવંશના મૂળપુરૂષ વનરાજે વિક્રમ સંવત ૮૦૨ યાને ઇન્સ. ૭૪૬માં કરી હતી. જૈન સાહિત્યની દંતકથા મુજબ અગાઉ ‘લખ્ખારામ’ નામનું શહેર સરસ્વતીના કાંઠે હતું આ જગ્યાએ પાટણની સ્થાપના કરવામાં આવી હતી.
ચાવડાઓએ મજબૂત રીતે નાખેલા પાયા ઉપર તેમાં સૈકાના અંત સુધી સોલંકીઓના વખતમાં પાટણની જાહોજલાલી સોળે કળાએ ખીલી ઉઠી હતી.
આજથી સેંકડો વર્ષ અગાઉ નાશ પામેલ પાટણ કેવું હતું તેનું કલ્પના ચિત્ર દોરવા માટે ઉપરની નવલકથાઓ ખૂબ જ ભાથું પુરૂં પાડે છે. આ ઉપરાંત બીજા પણ કેટલાક વિશ્વસનીય અને આધારભૂત લખાણો છે. જેના આધારે આપણા પ્રાચીન પાટણનો ભવ્ય ભૂતકાળ જાણી શકાય તેમ છે.
કર્નલ ટોડ લખે છે કે, અણહિલપુરનો ધેરાવો ૧૨ કોસમાં છે. (એક કોસ બરાબર ત્રણ માઇલ થાય એટલે કે પ્રાચીન પાટણનો ઘેરાવો ૩૬ માઇલ હતો.) આ શહેરમાં ૮૪ ચોક અને ૫૨ બજારો છે. સોના અને રૂપાના સિક્કા પાડવાની ટંકશાળો છે. (વડોદરા રાજ્યના વખતથી આજદિન સુધી ચાલતા ખોદકામ દરમ્યાન પથ્થરો સિવાય કાંઇ જ મળી આવ્યાનું જાણમાં નથી.) શહેરમાં દરેક જ્ઞાતિજનોના જુદા જુદા મહોલ્લા છે. (જે પરંપરા આજે પણ મહદ્ અંશે જળવાઇ રહી છે. દા.ત. નાગરવાડો, ભીલવાસ, વાઘરીવાસ, લીંબજમાતાનો પાડો, કુંભારવાસ વગેરે.)
કર્નલ ટૉડ આગળ લખે છે કે, હાથીદાંત, રેશમ, હીરા-મોતી વગેરે દરેક ચીજનું જુદું જ બજાર છે. એક શરાફોનું બજાર છે. એક તલનું બજાર, એક અત્તરોનું બજાર છે. એક વૈદોનું બજાર છે. ખારવાઓના, ભાટોના અને ચારણોના જુદા મહોલ્લા છે. આ શહેરમાં અઢારે વર્ણના (કોમના)