________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૪૫૫
ઉપરાંત રૂપારૂપુરમાં વાડી અને પલ્લડિકા, જેને માટે ૧ દામનો કર આપવાનો હતો, એ બધું આ - વિધિપથકમાં બલ્લાલનારાયણ અને રૂપનારાયણના મંદિરમાં નિત્યપૂજા અને નૈવૈદ તેમજ મંદિરોને સમારકામ માટે આપવામાં આવ્યું.
વાઘેલા રાજા સારંગદેવના સમયના વિ.સં. ૧૩૪૮, અષાઢ શુદિ ૧૩, રવિ (૨૯ જૂન, ઈ.સ. ૧૨૯૨) ના અનાવડા (પાટણ નજીક) શિલાલેખમાં જણાવ્યા અનુસાર અણહિલપુરમાં રાજ્ય કરતા રાજા સારંગદેવના સમયમાં શ્રી કૃષ્ણની પ્રતિમાની પૂજા, નૈવૈદ્ય તથા નાટ્ય પ્રયોગો માટે દાન આપવામાં આવ્યું હતું. અગાઉ આપેલા દાનમાં ૧૮૦ દ્રમ્પ પ્રતિવર્ષ કાયમને માટે કરણે આપેલા. માંડવીમાંથી ૭૨ દ્રમ્મ હંમેશા માટે તથા ૭૨, ૩૬ અને ૪૮ દ્રમ્મ દરેક અમાસ માટે દેવલ શેઠે પોતાની સિલકમાંથી આપેલા. નવું દાન ગામના પેથડ વગેરે પંચે, પુરોહિત-બ્રાહ્મણોએ, મહાજને, શ્રેષ્ઠી ઠક્કુર, સોની, કંસારા વગેરે વાણિજ્યકોએ અને નાવિકોએ આપેલું. દાનમાં મજીઠની એક ધડી દીઠ વેચનાર તરફથી ૧/૨ દ્રમ્મ, હીંગની એક ઘડી દીઠ વેચનાર તથા ખરીદનાર તરફથી ૧ દ્રમ્મ આપવાનો. આ લેખ અનુસાર શ્રી કૃષ્ણનું મંદિર સારંગદેવના સમય પહેલાં અસ્તિત્વમાં હોવાનું જણાય છે.
સલ્તનત અને મુઘલ કાલ દરમ્યાન (.સ. ૧૩૦૪-૧૭૫૮) મુસ્લિમ તવારીખોની જેમ અરબી-ફારસી શિલાલેખો અને સિક્કાઓ મહત્ત્વની સામગ્રી પૂરી પાડે છે. રાજકુલની વ્યક્તિઓ અને અમીરોનાં કાર્યસ્થળ, પદવી, રાજ્યપ્રણાલી, તે સમયની કર-પદ્ધતિ, પ્રજાજીવન, સુલેખન શૈલી વગેરેના અભ્યાસ માટે આ સાધનો ખૂબ મહત્ત્વનાં છે. આ સમયના કેટલાક સંસ્કૃત-ગુજરાતી 'શિલાલેખોમાં અણહિલપુર પાટણ વિશે માહિતી પ્રાપ્ત થાય છે.
ગુજરાતના સુલતાન મહમૂદશાહ ૩ જાના સમયના વિ.સં. ૧૫૯૪, શક ૧૪૫૯, માઘ શુદિ૩, ગુરૂ (૩ જાન્યુ. ઈ.સ. ૧૫૩૮)ને પાટણના શિલાલેખમાં રકુનલ (રુકનુદ્દીન) નામના મુસ્લિમ અધિકારીએ અમીર દરિયાખાનના હુકમથી ધર્મશાળા બંધાવ્યાનો ઉલ્લેખ છે.
પાટણની વાડીપુર પાર્શ્વનાથ પ્રશસ્તિ (વિ.સં. ૧૬૫૨, વૈશાખ વદિ ૧૨, ગુરુ, ઇલાહી સન ૪૧ (૧૩ મે, ઇ.સ. ૧૫૯૬)માં જણાવ્યા અનુસાર મુઘલ બાદશાહ અકબરના સમય દરમ્યાન આચાર્ય જિનસિંહ સૂરિના ઉપદેશથી પાટણમાં વાડીપુરમાં ઓસવાલ જ્ઞાતિના રત્નકુંવરજીના ભગિની બાઇ વાછી અને પુત્રી બાઈ જીવણીએ પાર્શ્વનાથ મંદિર બંધાવ્યું હતું.
પાટણમાં ફાટીપાળ દરવાજાની બહારના કૂવા નજીક આવેલા હવાડાની પાસેની દીવાલ પર ફારસી અને ગુજરાતી ભાષામાં કોતરેલ શિલાલેખ છે. ગુજરાત શિલાલેખ (વિ.સં. ૧૭૫૧, શક - ૧૬૨૨, શ્રાવણ સુદિ ૨-૨૬ જુલાઇ, ઇ.સ. ૧૭૦૧) દેવનાગરીમાં અને ફારસી શિલાલેખ (હિજરી સન ૮૨૧ જિલહિન્જ, ૨ જો રોજ- ૩૧ ડિસે., ઇ.સ. ૧૪૧૯) ફારસીમાં કોતરેલો છે. ફારસી શિલાલેખમાં નહાવાલા (પાટણ)નો કોતવાલ અબ્દુલ્લાઉસ-સુલતાની હતો. જેણે અહમદશાહના