________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૩૬૧ ઉભરી આવી છે. ‘જીવન એક સંગ્રામ' નવલકથા “સંસ્કાર પારિતોષિક’ થી વિભૂષિત. ૯૮ વર્ષે અવસાન પામ્યા. (૧૦૬) શાહ, માધુરીબેન
પાટણનું ગૌરવ. સુપ્રસિધ્ધ શિક્ષણકાર. એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી, મુંબઇના કુલપતિ તરીકે તથા યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન, નવી દિલ્હીના ચેરપર્સન તરીકે સેવાઓ આપી હતી. શિક્ષણ વિષયક અનેક પુસ્તકોની રચના. (૧૦૭) શુકલ, ચંપકભાઈ (૧૯૧૩-૧૯૮૨).
- ગ્રંથાલયશાસ્ત્રના ભારતીય સ્તરના પ્રખર વિદ્વાન. અમેરીકાની મિશીગન યુનિવર્સિટીમાંથી ગ્રંથાલયશાસ્ત્રની પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. કારકિર્દીનો પ્રારંભ પ્રાથમિક શિક્ષકથી કરી અભ્યાસ અને ખંતથી એમ.એસ.યુનિવર્સિટી, વડોદરાના મુખ્ય ગ્રંથપાલ અને ગ્રંથાલયશાસ્ત્રના અધ્યક્ષપદ સુધી સેવાઓ આપી નિવૃત્ત થયા હતા. લાયબ્રેરી ઓફ કોંગ્રેસ વોશિંગ્ટનમાં પૌવંય વિભાગમાં મુખ્ય સૂચિકાર તરીકે તથા યુનેસ્કોના ગ્રંથાલય તજજ્ઞ તરીકે ઇથોપિયા (૧૯૬૫-૬૯) અને ઝામ્બિયા (૧૯૭૦-૭૬) માં સેવાઓ આપી. ગ્રંથાલયશાસ્ત્ર ઉપરાંત ઇતિહાસ, રાજનીતિ, પુરાતત્વ અને સાહિત્યમાં ઉંડો રસ ધરાવતા હતા. ૫૦ થી અધિક સંશોધન લેખો પ્રકાશિત. ગુજરાતમાં સાર્વજનિક ગ્રંથાલયોના વિકાસ માટે ગ્રંથાલય ધારા’નો મુસદ્દો ઘડવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો. નેશનલ લાયબ્રેરી કલકત્તા નિવૃત્ત ગ્રંથપાલ શ્રી કેશવને ડૉ.શુક્લને sardar Patel of Librarianship તરીકે નવાજેલ છે. રેડિયો અને ટેલિવિઝન (૧૯૪૧) વિષયક પુસ્તક સયાજી બાલજ્ઞાનમાળામાં પ્રકાશિત.. (૧૦૮) સલાટ, શિવલાલ ઉગરચંદ
પાટણના વતની. કેટલાક ગ્રંથોની રચનાની માહિતી મળે છે, પરંતુ પ્રત્યક્ષ રીતે તેમના ગ્રંથો જોવા મળ્યા નથી. ' (૧૦૦) સાધુ, મોહનદાસ
વીરમાયાનું બલિદાન” ગ્રંથ પ્રકાશિત. (૧૧૦) સાંડેસરા, ઉપેન્દ્રરાય જયચંદ (૧૯૨૧-?)
ફક્ત ધોરણ-૧૦ સુધીનો અભ્યાસ પરંતુ સંસ્કૃતના પ્રખર વિદ્વાન. વ્યવસાય શેરબજારનો પરંતુ જ્ઞાનપ્રાપ્તિની તરસ અને પૂર્વજન્મના સંસ્કાર બળે ઘેરબેઠા રામાયણ, મહાભારત પુરાણ, ધર્મશાસ્ત્ર, જૈન, બૌદ્ધ અને શીખ દર્શનશાસ્ત્ર વગેરેનો ગહન અભ્યાસ કરી વિદ્વતા હાંસલ કરી. મહર્ષિ વેદ વિજ્ઞાન અકાદમી, અમદાવાદમાં માનપ્રોફેસર તરીકે પણ સેવાઓ આપી. મહાભારત આધારિત તેમના ગ્રંથો ખૂબજ મૂલ્યવાન છે. કૃતિઓ શ્રીકૃષ્ણ : પુરષોત્તમ અને અંતર્યામી, ૨-ભાગ, શ્રીકૃષ્ણનું વૈચારિક જીવન અને રાસલીલા, મહાભારત અને ઉત્તરાધ્યયન સૂત્ર, પૂર્ણાવતાર શ્રીકૃષ્ણ, ભારત રત્ન, ગાંધારી, નચિકેતા યુધિષ્ઠિર શૌનક સંવાદ, સમદર્શી ગુરુ, શીખ દર્શન વગેરે. (૧૧૧) સાંડેસરા, ભોગીલાલ જયચંદ (૧૯૧૭-૧૯૯૫).
M.A., Ph.D. ભારતીય વિદ્યા જૈન ધર્મ અને દર્શન, ઇતિહાસ, સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને