________________
યુગે યુગે પાટણની પ્રભુતા
મુલ્ક હુસેન હોવાનું જણાય છે.
૩. પાટણમાં કાલી બાઝાર મસ્જિદની પશ્ચિમ દીવાલમાં ગોઠવેલ આરસના તક્તીલેખોમાંલ ખાન-ઇ-આઝમ શેરખાન મહમૂદના પુત્ર મલિક-ઇ-મુઆઝમ ફખ્રુ દૌલત વદ્દીને મસ્જિદ હિ.સ.૭૬૫, ધિલહિજ્જ, રોજ ૨૪ (સપ્ટે. ૨૨, ઇ.સ. ૧૩૬૪)માં બંધાવ્યાનો ઉલ્લેખ છે.
૪૫૮
સલ્તનત અને મુઘલ કાલના ઘણા ફારસી શિલાલેખ પ્રાપ્ત થયા છે. જેમાં મસ્જિદો, કિલ્લો, કૂવો વગેરે ઇમારતો બંધાવ્યાનો નિર્દેશ મળે છે. આ શિલાલેખોમાં ઉમરાવો, અમાત્યો, સૂફી સંતોનાં નામ અને એમના વિશેની માહિતી પ્રાપ્ત થાય છે.
હિજરી સન ૮૧૨ નો મુઝફ્ફર શાહ ૧ લાના સમયનો ફારસી શિલાલેખ બે તક્તીઓ પર કોતરેલો છે. ૧૪મી સદીના પાટણના મહાન ચિશ્તી સંત મદુમ હુસામુદ્દીનના રોજામાં આવેલી બારીની દીવાલના અંદરના અને બહારના ભાગમાં ગોઠવેલ. છે. ખાન-ઇ-આઝમ આસદખાને મુઝફ્ફર શાહના સમય દરમ્યાન હિ.સ. ૮૧૨ (ઇ.સ. ૧૪૭૯-૧૦)માં સુંદર ઇમારત બંધાવ્યાનો ઉલ્લેખ છે. હિ.સ. ૮૧૩ના આ જ સુલતાનના સમયના રંગેરેઝોન-કી-મસ્જિદના મધ્યના મહેરાબમાં કોતરેલા શિલાલેખમાં" ખ્વાજા-ખાસની ઇમારત બંધાવ્યાનો ઉલ્લેખ છે. હિ.સ. ૮૨૦ (ઇ.સ. ૧૪૧૭)ના ફૂટી મહોલ્લા-પિંજર કોટમાં આવેલી મસ્જિદના મહેરાબની ઉપર કોતરેલા શિલાલેખમાં જમાલુદ્દીન બિહામદે અહમદશાહ ૧ લાના સમયમાં આ મસ્જિદ બંધાવી હોવાનું જણાવ્યું છે.
પાટણમાં ખાટકી વાડની મસ્જિદના પરિસરમાં દક્ષિણની દીવાલ પર ગોઠવેલ હિ.સ. ૮૪૮ (ઇ.સ. ૧૪૪૪-૪૫)ના લેખમાં ઝેન સદ્રના પુત્ર બિહરામના પુત્ર તાજ સરે મસ્જિદ બંધાવી હોવાનું જણાવ્યું છે. હિ.સ. ૮૯૫ (ઇ.સ. ૧૪૯૦)ના બાઝારકી મસ્જિદના મધ્ય મહેરાબ ઉપર કોતરેલા શિલાલેખમાં મસ્જિદ બંધાવ્યાનો ઉલ્લેખ છે.૪
મ્યુનિસિપલ ઓફિસ પાછળ મામુ ભાંજાકી દરગાહમાં હિ.સ. ૯૬૨, રમજાન, ૨૦ મો રોજ (૮ ઓગષ્ટ, ઇ.સ. ૧૪૫૫)નો શિલાલેખ છે.૫ જેમાં ખાન-ઇ-આઝમ અલવલખાનની કબર એના પુત્ર મુસીખાન પુલાડીએ અબ્દુલ લતીફની સલાહથી બાંધી હોવાનું જણાવ્યું છે.
નાનીસરા વિસ્તારમાં શિવાભાઇ હીરાભાઇના ઘરની સામેના હિ.સ. ૧૧૪૦, ૨ બી II, ૧ લો રોજ (૫ નવે., ઇ.સ. ૧૭૨૭)ના શિલાલેખમાંક જણાવ્યા અનુસાર લાલ પોળનું બાંધકામ દરોગા મીર દરગાહીની દેખરેખ નીચે પૂર્ણ થયું. તે સમયે નવાબ સર બુલંદખાન બહાદુર સૂબેદાર હતા, ખ્વાજા મુહમ્મદ અમીન ફોઝદાર અને મીરઝા અલી કુલી બેગ કોટવાલ હતા.
પાટણના શાસકોના સિકકા :
અણહિલવાડ પાટણના સોલંકી રાજાઓના સિક્કાઓ પ્રાપ્ય નથી. ઝાંસી પાસે પંડવાડામાંથી માત્ર સિદ્ધરાજ જયસિઃહના બે સોનાના સિક્કા મળ્યા છે, જે હાલ લખનૌના મ્યુઝિયમમાં સંગ્રહીત