________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૪૫૭ અથતિ : “શ્રીમાલ જ્ઞાતિના સંઘવી ગેસલના પુત્ર સંઘવી ગોપાકે પત્ની હીરુ અને પુત્ર મુઠાસહિત, માતા-પિતાના શ્રેય માટે અને ભ્રાતા દેવદત્ત નિમિત્તે સણખલપુર (શંખલપુર)માં શ્રીસુમતિનાથનું બિંબ કરાવ્યું અને વિદ્યાધર ગચ્છના શ્રીવિજયપ્રભસૂરિના પટ્ટમાં થયેલા શ્રી હેમપ્રભસૂરિએ એની પ્રતિષ્ઠા કરી.” હાલ આ પ્રતિમા તંબોળી વાડા (પાટણ)ના મહાવીર સ્વામી દેરાસરમાં સંગ્રહીત છે.
પાટણના આ પ્રતિમા લેખોમાં પાટણનું પ્રાચીન નામ અણહિલપુર, અણહિલ્લપુર પત્તન, અણહિલપુર પાટણ, શ્રીપત્તન અને પાટણ આવે છે. લેખોમાં તપા ગચ્છ, આગમ ગચ્છ, ચૈત્ર, બૃહતપા, ખાતર, મધધારી, અંચલ પૂર્ણિમા અને પિપ્પલ ગચ્છના નિર્દેશો આવે છે. આ ઉપરાંત નાયલ ગોત્ર અને પ્રાગ્વાટ, શ્રીમાલ, પલ્લવાલ, ઓસવાલ, ઉપકેશ, દિસાવાલ જેવી જ્ઞાતિઓનાં નામ આવે છે. દાતાઓનાં નામ વાચાક, મૂલાસી, વના, દેપાલ, ભૂણા, ભાવલદે, પૂનાક, પાલ્લા, અમરા, ધનરાજ, ગોમતી, વસ્તા, હાંસી, ખીમા, પાસડ, સુર-લસી, લિંબા, પુના, સાદા, અમરાહેમાદે, શિવા-સિંગાર, લુણા-રણાદે, વીરા-રમાઇ વગેરે આવે છે. પાટણના અરબી-ફારસી શિલાલેખ:
પાટણમાંથી પ્રાપ્ત અરબી-ફારસી શિલાલેખો ગુજરાતના પૂર્વ સલ્તનત, સલ્તનત અને મુઘલ કાલના ઇતિહાસ માટે મહત્ત્વનો સ્ત્રોત છે.
અલાઉદ્દીને ગુજરાત જીતીને અણહિલવાડ પાટણ (નહરવાલ)માં પોતાનો સૂબો નિયુક્ત કર્યો, ત્યારથી માંડી અહમદશાહ ૧લાએ અમદાવાદની સ્થાપના કરી (ઇ.૧૪૧૧-૧૨) ત્યાં સુધી પાટણ ગુજરાતના મુસ્લિમ શાસકોની રાજધાની રહ્યું હતું.
- પૂર્વ સલ્તનત કાલના શિલાલેખો પાટણમાંથી ઘણા ઓછા મળે છે. ખલજી સલ્તનતના બે તૂટક શિલાલેખોમાંથી“ અલપખાન લગભગ ઈ.સ. ૧૩૦૦માં ગુજરાતના સૌ પ્રથમ સૂબા તરીકે નિમાયો હોવાનો, એણે ૧૬ વર્ષ સૂબા તરીકે રાજ્ય કર્યાનો અને પાટણમાં જામી મસ્જિદ બંધાવ્યાનો ઉલ્લેખ છે. તુઘલુક વંશના ત્રણ શિલાલેખ પાટણમાંથી મળે છે. ૧. ફિરોઝ તુઘલકનો હિજરી સન ૭૫૮, રમઝાન (ઑગસ્ટ-સપ્ટે., ઇ.સ. ૧૩૫૭)નો શિલાલેખ પાટણમાં ગંજે શાહીદાન વિસ્તારમાંના રોજાના પ્રવેશદ્વાર ઉપર લગાવેલો છે. એમાં ફિરોઝશાહના સમયમાં હુસેને હિસન ૭૫૮માં મસ્જિદ બંધાવ્યાનો ઉલ્લેખ છે.
૨. જામી મસ્જિદના મુખ્ય દરવાજા પર કોતરેલા ત્રણ પંક્તિના તક્તી લેખમાં અમીર-ઇમીરાન બલ્બીના પુત્ર હુસેને હિજરી સન ૭૫૯ (ઇ.સ. ૧૩૫૭-૫૮)માં મસ્જિદનું બાંધકામ કર્યું હોવાનું જણાવ્યું છે. આ હુસેન ફિરોઝશાહના મંત્રી અમીર-ઇ-મીરાન બલ્બીના પુત્ર મલિક નિઝામુલ