________________
• યુગે યુગે પાટણની પ્રભુતા
૨૮
હરિહર મહાદેવ પાસેના બ્રહ્મકુંડમાં બિરાજેલા દેવી-દેવતા
७७
પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય
સિદ્ધરાજ જયસિંહની એક એવી મહેચ્છા હતી કે, પાટણના લોકોને યાત્રા કરવા ક્યાંય બહાર જવું ના પડે. તે માટે તમામ તીર્થો, દેવસ્થાનો અને દેવી-દેવતાઓનાં મંદિરો પાટણમાં જ સ્થાપવા. તેની આ ઇચ્છા મહદ્અંશે પરિપૂર્ણ થઇ છે.
હરિહર મહાદેવ પાસેના બ્રહ્મકુંડમાં વિવિધ દેવતાઓને પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. બ્રહ્મકુંડમાં વચ્ચે મોટો કૂવો છે. કૂંડમાં ઉતરવા માટે ચારે ખૂણેથી પગથીયાં છે. બ્રહ્મકુંડની ચારેબાજુ દિવાલોમાં (૧) ગણેશજી (૨) હનુમાનજી (૩) બ્રહ્માજી અને (૪) સરસ્વતી માતાજીની દેદીપ્યમાન મૂર્તિઓ આવેલી છે. હંસ ઉપર બિરાજેલ સરસ્વતીની મૂર્તિ અપ્રાપ્ય ગણાય એવી ઉત્તમ કોટીની છે. યોગાનુયોગ પાટણની પૂર્વ દિશામાં આવેલ હાલના અઘાર (અસલ અગ્રહાર) ગામમાં કુંવારિકા સરસ્વતી માતાનું મંદિર આવેલું છે. જ્યાં દર વર્ષે મેળો ભરાય છે.
બ્રહ્મકુંડ યાને બ્રહ્મકૂપનું જે મહત્વ છે તે કૂંડમાં બિરાજેલ સાક્ષાત્ ‘બ્રહ્મ' યાને ચતુર્ભૂજ ભગવાન વિષ્ણુ શેષશૈયામાં દ્રશ્યમાન છે. તેના લીધે જ શેષસાઇ ભગવાનની આ મૂર્તિ અવર્ણનીય હોવા છતાં તેનું યથાશક્તિ વર્ણન નીચે મુજબ કરેલ છે.
સાત ફેણવાળા નાગની શય્યા બનાવેલ છે. આ નાગ ઉપર ભગવાન વિષ્ણુ અર્ધ મીચેલ આંખે સૂતેલા જણાય છે. ભગવાનના શીર ઉપર સાત ફેણોનું છત્ર ધરેલ નાગદેવતાનું દ્રશ્ય ખૂબ જ રોચક છે. શેષ નાગની પૂંછડીયે બે નાગ કન્યાઓ બેઉ કર જોડી પ્રભુની સ્તુતિ કરતી જોવા મળે છે. પ્રભુએ જમણો પગ પોતાના ડાબા પગ ઉપર ચડાવી વિભંગ સ્વરૂપના દર્શન આપ્યા છે. પ્રભુના ચરણાર્વિંદમાં લક્ષ્મીજી પોતાના કરકમળમાં ભગવાનનો જમણો પગ લઇ પાદસેવા કરી રહેલા દર્શનીય છે. લક્ષ્મીજીના હાથમાં કંકણોનો ઢગલો છે. ગળામાં હાર, માથાની દામણી, કાનમાં આભૂષણો, લક્ષ્મીજીના શૌષ્ઠવ ભરેલો દેહ કલાકારે અદ્ભૂત રીતે કંડારેલ છે. પતિની પગચંપી કરી રહેલ લક્ષ્મીજી આર્યનારીઓને દિવ્ય સંદેશો આપી રહ્યા છે. નાગ કન્યાઓના આભૂષણો પણ સુંદર રીતે કંડારેલા છે.
' ભગવાન વિષ્ણુ જે રીતે નાગ ઉપર સૂતેલા છે. તે પણ જોવાલાયક છે. ભગવાનના માથાથી માંડી પગ સુધીનો આખો દેહ નાગ ઉપર જ જોવા મળે છે. શંખ, ચક્ર, ગદા અને પદ્મ ચારે હસ્તોમાં સ્પષ્ટ દ્રશ્યમાન છે. ભગવાનનો મુગટ અકબંધ જણાય છે. મૂર્તિનું બારીકાઇથી નિરીક્ષણ કરતા ભગવાને માત્ર કેડ સુધી પિતામ્બર જ પહેરેલું છે. જ્યારે શરીરનો ભાગ ખુલ્લો જણાય છે. કારણ કે ડાબા ખભેથી નીકળતી યજ્ઞોપવિત (જનોઈ)ના ધાગા સ્પષ્ટ દેખાય છે. ભગવાનના ચારે હાથના કાંડા ઉપર તથા પગમાં જાડાં કડાં રૂપી આભૂષણો દ્રશ્યમાન છે. ગળામાં પહેરેલ કૌસ્તુભમણીની માળાઓ