________________
७८
યુગે યુગે પાટણની પ્રભુતા છાતી ઉપર જણાય છે તે શોભામાં વધારો કરે છે. ભગવાનની કમળ જેવી અર્ધ બિડાયેલ આંખો, મૂછનો દોરો, નાસિકા અને હોઠ મૂર્તિને પ્રાણવાન જીવંત બનાવે છે. કોણી ઉપરના ભાગમાં બાંધેલા ‘બાજુબંધ' પણ નમૂનારૂપ છે.
ભગવાને કમર ઉપર બાંધેલ પિતામ્બર વસ્ત્ર પરિધાનની અદ્ભૂત શૈલી બતાવે છે. વસ્ત્રોની કરચલીઓ સુક્ષ્મ રીતે બતાવેલ છે. શરીરને ચોંટેલા અને અંગ-પ્રત્યંગ બતાવે તેવાં ઝીણાં પારદર્શક વસ્ત્રો છે કમર ઉપરના કંદોરા અનેક છે. આ ઉપરાંત જાંગ ઉપર લાગતા એક પ્રકારના કંદોરા જ ગણાય તે સુરેખ રીતે કંડારેલા છે. નાભી કમળમાં બ્રહ્માજી જણાય છે. ત્રિભુવનનો નાથ, કાળરૂપી નાગને દાબીને પણ સકળ સૃષ્ટિના પાલનની જવાબદારી લઇ આડા પડેલા જણાય છે.
આ મૂર્તિના પાછલા ભાગમાં નાની-નાની દશાવતારની મૂર્તિઓ છે. એક જ પથ્થરમાંથી આ સમગ્ર દશાવતારી શેષશાઇ ભગવાન, લક્ષ્મીજી તથા નાગ કન્યાઓ કંડારેલ છે એ શિલ્પકળાનો ઉત્તમ નમૂનો છે. મૂર્તિકળાની વાસ્તવિકતા અને ભારતીય કળાની ભાવમય આધ્યાત્મિકતા
જણાય છે.
બ્રહ્મકૂંડના વચલા કૂવામાં નીચે ઉતરતા કૂવાની દિવાલ ઉપર હનુમાનજી, ઐરાવત (હાથી) વગેરે મૂર્તિઓ પાણીના અભાવે જોવા મળે છે, જે અગાઉ જોવા મળતી ન હતી. શેષશાઈ ભગવાનની મૂર્તિ કોઈકે ખંડિત કરી ખૂબ જ નુકશાન કરેલ છે. ઉપર કરેલ વર્ણન ખંડિત કર્યા પહેલાનું છે તેની વાચકવર્ગે ખાસ નોંધ લેવી. આ ગોખના ઉપરના ભાગમાં એક આવી જ નવી મૂર્તિ તાજેતરમાં સ્થાપિત કરવામાં આવી છે. સતી માતાની દેરીનો શિલાલેખ (શ્રી ચીનુભાઈ બેરોનેટ, અમદાવાદના વડી માતાજી)
ભારતના એક મહાન વહેપારી કે જેમને અંગ્રેજ સરકારે “બેરોનેટ”નો ખિતાબ આપ્યો હતો એવા રા.રા.શ્રી ચીનુભાઈ બેરોનેટના વડવાઓનું ઘર આજે પણ પાટણમાં સંધવીના પાડામાં આવેલું છે.
પાટણમાં સુધરાઈ તરફથી પાણીની વ્યવસ્થા થઈ ત્યારે આ સ્કીમના ઉદ્ધાટન પ્રસંગે અમદાવાદથી સ્પેશીયલ સલૂન (રેલ્વેનો સુજજ ડબ્બો)માં શ્રી ચીનુભાઈ બેરોનેટ પાટણમાં પધારેલા તેમના વંશમાં અગાઉ બાઈ પ્રાણકુંવર સતી થયેલાં છે. તે અંગેનો શિલાલેખ હરિહર બ્રહ્મકુંડ પાસે આવેલ સતી માતાની દેરી ઉપર કોતરેલો છે. જે નીચે મુજબ છે.
વિક્રમ સંવત ૧૮૫૫ના શ્રાવણ વદ-૧૧ના દિવસે સતીમાં બાઈ પ્રાણકુંવર ઉમર વર્ષ પપ દિવાન આણંદરામ મુસફરના દીકરી તે મહેતા ઉદેશંકર મંગળજીના સ્ત્રી પોતાના સ્વામી સાથે આ ઠેકાણે સતી થયાં છે. તે વખતે તેમના દિકરા મહેતા છોટાભાઇના પુત્ર રણછોડભાઈ તથા પૌત્ર માધવલાલ તથા પ્રપૌત્ર ચીનુભાઈ આ મકાન તા. ૧૬ મી માર્ચ સને ૧૮૯૬ વિક્રમ સંવત ૧૯૫રના ચૈત્ર સુદ-૨ (બીજ) વારે સોમે દુરસ્ત કર્યું છે.”