________________
યુગે યુગે પાટણની પ્રભુતા
સિદ્ધરાજ અને કુમારપાળ જેવા સંસ્કારપ્રિય રાજવીઓએ, વિમલ, ધવલ, આનંદ, પૃથ્વીપાલ, જાંબ, મુંજાલ, સાં, સજ્જન, આદિ ધર્મપ્રેમી મંત્રીઓએ અને અનેક ઉદાર શ્રેષ્ઠીઓએ પાટણની ભૂમિને જિનાલયોથી વિભૂષિત કરી દીધી, પાટણની સ્થાપનાથી માંડીને ચૌદમી સદીના પ્રારંભ સુધીમાં તો સેંકડો જિનાલયોથી પાટણ શોભી ઊઠવું.
૪૭૫
વનરાજે બંધાવેલું શ્રી પંચાસરા પાર્શ્વનાથનું જિન ચૈત્ય ‘વનરાજ વિહાર'' ના નામથી પ્રચલિત બન્યું. તેરમી સદીમાં આસાક મંત્રીએ આ ચૈત્યનો ઉદ્ધાર કરાવ્યો. આ ઉદ્ધાર કાર્યની સ્મૃતિમાં તેના પુત્ર અરિસિંહે સં.૧૩૦૧માં પોતાના પિતાની મૂર્તિ આ ચૈત્યમાં સ્થાપિત કરી.
તેરમા સૈકાના પ્રારંભમાં રચાયેલા હરિભદ્રસૂરિષ્કૃત ‘ચંદ્રપ્રભચરિત’ની પ્રશસ્તિના ઉલ્લેખ અનુસાર જયસિંહ દેવ અને કુમારપાળના મંત્રી પૃથ્વીપાલે પોતાનાં માતા-પિતાના શ્રેયાર્થે શ્રી પંચાસરા પાર્શ્વનાથના જિન ચૈત્યમાં મંડપની રચના કરાવી હતી.
જૈન મંત્રી વસ્તુપાલે પણ શ્રી પંચાસરા પાર્શ્વનાથના આ જિનપ્રાસાદનો ઉદ્ધાર કરાવ્યો હતો. શ્રી ઉદયપ્રભસૂરિ કૃત ‘‘ધર્માભ્યુદય’” મહાકાવ્યની પ્રશસ્તિ અનુસાર નાગેન્દ્ર ગચ્છના શ્રી વિજયસેનસૂરિ આ ‘વનરાજ વિહાર’” તીર્થમાં વ્યાખ્યાનો આપતા હતા.
સંપત્તિ અને સમૃદ્ધિથી છલકાતા પાટણ નગરનું કર્ણ વાઘેલાના રાજ્યકાલમાં સંવત ૧૩૫૩ થી સં. ૧૩૫૬ના ગાળામાં અલાઉદ્દીનના સેનાપતિ મલિક કાફૂરના હસ્તે પતન થયું. અનેક જિનાલયો અને મહાલયો ધરાશાયી બન્યાં. ગુલામીની જંજીરોમાં ગુજરાત જકડાઈ ગયું.
પતન પામેલું પાટણ એકાદ-બે દશકામાં જ ફરી બેઠું થયું. અલાઉદ્દીનના આક્રમણનો ભોગ બનેલું પાટણ તેના જ સીમા પ્રદેશમાં ફરીથી વસ્તું અને, અનુક્રમે પુનઃ એક સમૃદ્ધ નગર બનીને પોતાની પૂર્વ ખ્યાતિને તાજી રાખવા સમર્થ બન્યું.
‘વનરાજ વિહાર’’જિનપ્રાસાદ જૂના પાટણમાં હતો. ત્યાંથી એ પ્રતિમાઓ નવા પાટણમાં ક્યારે અને કેવી રીતે લાવવામાં આવી હશે. એ વિષે, કોઈ આધારભૂત માહિતી પ્રાપ્ત થતી નથી. છેલ્લા જીર્ણોદ્ધાર પૂર્વેના મંદિરનું સ્થાપત્ય સોળમા સૈકાનું જણાતું હતું.
સં. ૧૬૧૩માં શ્રી પંચાસરા પાર્શ્વનાથના જિનપ્રાસાદમાં નવ જિનબિંબો વિદ્યમાન હતા. અને, એક જ પટાંગણમાં પાંચ જિનાલયો હતાં. તેમાં ૮૩ પ્રતિમાઓથી યુક્ત એક શ્રી આદિનાથ પ્રભુનું પણ જિનાલય હતું. આ જિનાલય આજે વિદ્યમાન નથી.
સત્તરમાં સૈકાના મધ્યભાગમાં પણ આ એક જ પટાંગણમાં પાંચ જિનાલયો હતાં અને શ્રી પંચાસરા પાર્શ્વનાથના જિનાલયમાં કુલ આઠ જિનબિંબો બિરાજમાન હતાં.
ત્યારબાદ, આજ પટાંગણમાં એક ગુરૂમંદિરનું નિર્માણ થયું. આ ગુરૂ મંદિર ‘‘હીરવિહાર’’ તરીકે ઓળખાતું હતું. સં.૧૬૬૨માં શ્રી હીરવિજયસૂરિની અને સં. ૧૬૬૪માં શ્રી વિજયસેનસૂરિ તથા શ્રી વિજયદેવસૂરિની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી.
છેલ્લા જીર્ણોદ્ધત જિનાલયનું ખાત મુહૂર્ત સં. ૧૯૯૮ના ફાગણ વદ-૫ના શુભદિને કરવામાં