________________
३४९
યુગે યુગે પાટણની પ્રભુતા (૪૬) પરીખ, કૃષણકાંત મોહનલાલ (?-૧૯૯૭)
B.A., LL.B. પાટણમાં ૧૫ વર્ષ વકીલાત કર્યા બાદ ૧૯૫૦-૬૦ ભાવનગરમાં સરકારી વકીલ તરીકે કામગીરી કરી. ૧૯૬૧ થી ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત. વ્યવસાય માટે વકીલ પરંતુ પ્રકૃતિએ સંવેદનશીલ અને સહૃદયી કવિ હતા. કૃતિઓ : અગરબત્તી અને બીજાં કાવ્યો, ગીતાનું સમશ્લોકી ભાષાંતર અને શ્રીમદ્ ભાગવતની કથાઓનું પધ રૂપાંતર (૪૭) પરીખ, તુષારભાઇ બિપિનચંદ્ર (૧૯૫૫)
M.B.B.s. પાટણના વતની પણ કડીમાં સ્થાયી થયા. “શ્વાસો શ્વાસે પાયલ’ નવલકથાની રચના. (૪૮) પરીખ, દ્વારકાદાસ પુરષોત્તમદાસ (૧૯૦૮-૧૯૭૨).
જન્મ : સોનીવાડો, પાટણ સંવત ૧૯૬૫. મેટ્રીક સુધીનો અભ્યાસ પાટણમાં. વૃંદાવન તથા કાંકરોલીમાં દીર્ઘકાલિન નિવાસ. હિંદી તથા વ્રજભાષામાં પુષ્ટિમાર્ગીય ઉત્તમ કૃતિઓની રચના. તેમની કૃતિઓ એમ.એ.ના વર્ગમાં પાઠયપુસ્તક તરીકે સ્વીકૃત. કેટલાક સંશોધકોએ તેમના માર્ગદર્શન હેઠળ સંશોધન કરી ડોકટરેટની ડિગ્રી મેળવી. પુષ્ટિમાર્ગનો ખૂબ જ ઉંડો અભ્યાસ. ૧૫ થી વધુ ગ્રંથોની રચના તથા ‘દિવ્યાદર્શ તથા શ્રી વલ્લભીય સુધા” ગુજરાતી-હિંદી સામયિકોનું સંપાદન. હિંદી : ચોર્યાસી વૈષ્ણવકી વાર્તા, દો સો બાવન વૈષ્ણવકી વાર્તા, શ્રી મહાપ્રભુ પ્રાગટચ વાર્તા, ભાવસિંધુ, બેઠક ચરિત્ર વગેરે ગુજરાતી : પ્રાચીન વાર્તા રહસ્ય ૩ ભાગ, પુષ્ટિમાર્ગ, શ્રી વિઠ્ઠલેશ ચરિતામૃત વગેરે. (૪૯) પરીખ, નટવરલાલ ચુનીલાલ
વૈષ્ણવ વણિક સુગુણ સવિતા” અને “ચંદ્રલેખા’ ગ્રંથોની રચનાનું શ્રેય. (૫૦) પરીખ, નરસિંહભાઈ અમૃતલાલ (૧૮૭૮-૧૯૭૨)
પ્રારંભમાં સિંધમાં જમીન આકારણીનું કાર્ય, ત્યારબાદ પાલનપુરમાં વકીલાત. તેમણે પાલનપુર નવાબના કુંવરના જન્મદિન પ્રસંગે પ્રશસ્તિ કાવ્યની રચના કરી હોવાથી નવાબ તરફથી મોટી ભેટસોગાત મેળવવા યશભાગી બનેલ. શીઘ્રકવિ તરીકે ખ્યાતિ પ્રાપ્ત. કૃતિઓ : “શૂરવીર વીરસિંહ યાને રાજદ્વારી ખટપટ ભાગ-૧ (૧૯૦૬) નવલકથા પ્રકાશિત. (૫૧) પરીખ, બિપિનચંદ્ર કૃષ્ણલાલ (૧૯૨૭)
M.B.E.S. કડીમાં સ્થાયી થયા. ‘નીલ સરોવર નારંગી માછલી' (૧૯૭૬) વાર્તાસંગ્રહ. (૫૨) પરીખ, રમેશભાઈ વિ. (૧૯૩૯-૧૯૯૯).
M.A, M.Ed. એજ્યુકેશન કોલેજ, મહેસાણામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ સમગ્ર જીવન પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયને સમર્પિત કર્યું. શ્રીમદ્ વલ્લભાચાર્યના ગ્રંથોનો ગહન અભ્યાસ કરી પરમ જ્ઞાતા થાય. વૈષ્ણવ સંપ્રદાયના ૫૦ થી અધિક પુસ્તકોનું સર્જન તથા વૈષ્ણવ પરિવાર” માસિકના તંત્રી. પરમ ભાગ પ્રવચનો સાંભળવા એ એક લ્હાવો હતો. કૃતિઓઃ પુષ્ટિમાર્ગનો સંક્ષિપ્ત પરિચય, પ્રેમલક્ષણાભક્તિ (સંપાદન). વ્રજ મન ભાવી (૧૯૯૮)