________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૩૪૮ નખશિખ સજજન. “થેન્કસ” અને “સોરી' કહેતાં એમણે શિખવાડ્યું. પેન્ટ, શર્ટ, પહેરનાર સાહેબે લેંઘો-ઝભ્ભો અપનાવી લીધો તે આજ સુધી આચાર્યવાન આચાર્ય કોઇ છોકરાને 'તું' ન કહે 'તમે' જ કહે. એમણે લખતા શિખવ્યું. સાહિત્યને પરખવાની શક્તિ આપી.” કડીમાં સાહિત્ય વર્તુળ” સ્થાપના કરી ઘણા વિધાર્થીઓ અને મિત્રોને સાહિત્યનું ઘેલું લગાડયું. તેમણે વિવિધ સાહિત્ય સ્વરૂપો જેમકે ટુંકીવાર્તા “નવચેતન' ના સપ્ટેમ્બર ૧૯૪૯ના અંકમાં પ્રગટ થઇ હતી. નવલકથાઓમાં વર્ણિત પ્રેમસબંધોની અસર વિધાર્થીઓ ઉપર ન પડે તે હેતુસર પ્રારંભમાં વર્ષો સુધી નવલકથા લેખન બંધ કરેલ. આ સંશયનું છેદન પિતામ્બર પટેલ દ્વારા થતાં આપણને કેટલીક ઉત્તમ નવલકથાઓ મળી શકી. તેમની ઉલ્લેખનીય કૃતિઓ હેતના પારખાં (૧૯૫૭), હવા તુમ ધીરે બહો(૧૯૫૪), અંતિમ દીપ (૧૯૫૯), ઝાકળમાં સૂરજ ઉગે (૧૯૯૧), ભાસ આભાસ, ક્રોસરોડ (૧૯૮૩), પ્રત્યાલંબન (૧૯૭૦), ટૂંકીવાર્તા મીમાંસા (૧૯૭૯), લાંછન (૧૯૯૮) વગેરે છે. તેમની કૃતિઓને વિવિધ પારિતોષિકોથી નવાજવામાં આવેલ છે. જેમ કે ટૂંકીવાર્તા માટે સવિતા સુવર્ણચંદ્રક (૧૯૫૪), સંદેશ સુવર્ણચંદ્રક (૧૯૭૨), કુમાર પારિતોષિક. 'પ્રત્યાલંબન ગુજરાત સરકાર દ્વારા તથા “ઝાકળમાં સૂરજ ઉગે” ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત. ૧૯૮૪માં રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકે વિભૂષિત.
શ્રી મોહનભાઈ કવિ ઉમાશંકરના પ્રીતિપાત્ર વિધાર્થી હતા. તેઓ વર્ગમાં કહેતા કે “મોહનભાઈ પાટલી ઉપર સામે બેસે છે એ તો એક અકસ્માત છે!” તેમના શિક્ષક-આચાર્મત્વને જાહેરમાં બિરદાવતાં કહેતા કે “મોહનભાઈ એક અચ્છા સાહિત્યકાર તો છે જ, પણ આપણા એક ઉમદા શિક્ષક અને આચાર્ય પણ છે. “શ્રી મુકુન્દભાઇ બ્રહ્મક્ષત્રિયએ તેમના વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરતાં નોંધ્યું છે કે “ગૃહપતિના ઉમદા કાર્યમાં કર્મયોગી, શિક્ષણના પવિત્ર કામમાં ભક્તિયોગી અને સાહિત્ય સાધનામાં જ્ઞાનયોગીનો એમ ત્રિવેણી સંગમનો સુભગ સમન્વય આપણા માનવંતા મોહનલાલ પટેલમાં જોગા મળે છે.”સમર્થ સાહિત્યકાર અને શિલવાન આચાર્યશ્રી મોહનભાઇ ન કેવળ પાટણનું પણ સમગ્ર ગુજરાતી સાહિત્યનું અને ગુજરાતનું ગૌરવ છે. (૪૪) પટેલ, વિષ્ણુભાઈ ઈશ્વરદાસ (૧૯૬૦),
વતનઃ બુટ્ટાપાલડી (જિ. મહેસાણા) કર્મભૂમિ પાટણ. ૨૦ થી ૩૦ કવિતાઓ ગુજરાતીનાં પ્રશિષ્ટ સામાયિકો જેમકે પરબ, કુમાર, કવિલોક, બુધ્ધિપ્રકાશ, શબ્દસૃષ્ટિ વગેરેમાં પ્રકાશિત થયેલ છે. અજાણ્યો જણ” નામક કવિતાને સ્વ. કવિશ્રી વ્રજલાલ દવે પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. ૧૦૦ થી વધુ કવિતાઓની રચના. ૧૯૮૩ થી પાટણ આર્ટ્સ કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે કાર્યરતુ. (૪૫) પટ્ટાણી, શાંતિલાલ નાનાલાલ (૧૯૧૮-૧૯૯૮)
તપોધન બ્રાહ્મણ, પ્રજ્ઞાચક્ષુ. સંગીત સ્નાતક (૧૯૪૪), દિલરુબા વાદનમાં સ્નાતકની પદવી . પ્રથમ નંબર મેળવવાથી રજતચંદ્રક એનાયત. આનર્ત એવોર્ડ (૧૯૯૫). પાટણમાં સંગીતશાળાની સ્થાપના તથા આચાર્ય તરીકે ૪૦ વર્ષ સેવા આપી. સંગીત સોપાન (૧૯૮૧) પુસ્તક પ્રકાશિત.