________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૭૦ ભઠ્ઠીવાડાનો છે. તેના માટે કોઇ પ્રમાણિક હકીકત જાણવામાં આવી નથી. પરંતુ ત્યાં ચૂનો બનાવનારા લોકો ચૂનાની ભઠ્ઠીઓ કરતો હોય એવું અનુમાન કરી શકાય. આજે ત્યાં ચૂનાની ભઠ્ઠીઓ જણાતી નથી. તેના માટે બીજું પણ એક અનુમાન કરવાને અવકાશ છે. પૂર્વકાળમાં આ દરવાજા પાસે ભાટી નામના રાજપૂતોનો મહોલ્લો હોય, તો પણ તેનું ભઠ્ઠીવાડો નામ પાડવા સંભવ છે. ગમે તેમ હો પણ આ દરવાજાના નામ માટે બીજુ કોઇ ઐતિહાસિક વિગતો મળતી નથી. તે હકીકત છે. આજે તો આ દરવાજા પાસેનો વિસ્તાર જંગલ જેવો બની ગયો છે. ત્યાં મુસલમાનોએ કેટલેક સ્થળે ઘોરવાડા બનાવ્યા છે. ત્યાંના વિસ્તારમાં કોઇ વસ્તી નહિ હોવાથી તે નિર્જન વેરાન જેવો લાગે છે.
દક્ષિણ દિશાનો ત્રીજો દરવાજો ખાનસરોવર નામથી ઓળખાય છે. ઝફરખાને જ્યારે પાટણનો કિલ્લો બંધાવ્યો હતો ત્યારે ખાનસરોવર તળાવ વિદ્યમાન હતું. એટલે પ્રજાવર્ગ આ દરવાજાનું નામ ખાનસરોવર રાખ્યું હશે. એમ કલ્પી શકાય. આ સરોવરની વિગતવાર ચર્ચા “પાટણનાં જળાશયો” નામક પ્રકરણમાં કરવાની છે. એટલે અહીં તેના માટે એટલો જ નિર્દેશ કરી સંતોષ માનીશું. આ દિશાનો છેલ્લો દરવાજો “મોતીશાહ”નો છે. આ દરવાજાને અડીને જ મોતી મસ્જિદ આવેલી હોવાથી તેનું નામ પડ્યું હોય તેમ કહેવાય છે. મોતીશાહ નામ ઉપરથી તે કોઇ શ્રીમંત શેઠ જાણીતા પાટણના આગેવાન હશે એવો તર્ક કરી શકાય. તેમનું મકાન આ દરવાજા પાસે હોય કે તેમણે કોઈ આત્મભોગ આપ્યાના સ્મરણમાં આ નામ રાખ્યું હોય એવી કલ્પના કરવાને અવકાશ છે. પરંતુ તેના માટે બીજી કોઇ હકીકત મળતી નથી. પૂર્વમાં ગુંગડીના દરવાજાથી દોઢસો વાર દૂર, ખડકી બારીનો દરવાજો હતો તેનો એક શિલાલેખ મળ્યો છે. પરંતુ તે દરવાજો આજે અસ્તિત્વમાં જ નથી. એટલે તેના માટે વધુ હકીકત રજુ કરી શકાય તેમ નથી. આમ પાટણના બારે દરવાજાઓનાં નામોની પ્રાપ્ત હકીકતોના આધારે સામાન્ય વિચારણા રજુ કરી છે. તેરમી બારી ગણેશ બારી હતી જે કનસડા અને ફાટીપાળ દરવાજાઓ વચ્ચે આવેલી એમ આગળ જણાવી ગયા છીએ. આજે કનસડા દરવાજા બહાર બાળકોના ક્રિડાંગણનો જે બગીચો છે. તેને અડીને જ ગણેશ દહેરી આવેલી હોઇ તે જીર્ણશીર્ણ હાલતમાં ઉભી છે. ત્યાં કોઈ સ્થળે આ બારી મૂકેલી હશે તેના કોઈ અવશેષો આજે જોવા મળતા નથી. પાટણના જે જે દરવાજાઓના મરાઠાઓના સમયમાં પુનરોદ્ધાર થયો. તે દરવાજે તેમેણ દ્વાર રક્ષક દેવ દેવીઓની પ્રતિમાઓ મૂકાવી છે. જ્યારે જે દરવાજાઓ અખંડ રહ્યા છે તે બધામાં મોટે ભાગે ફૂલવેલ પત્તીઓ અને ચિરાગ દીવા મૂકવાના ઝુમરોનાં શિલ્પો કોતરેલાં જોવા મળે છે. પાટણના બધા દરવાજાઓમાં ઈંડીયો અને ખાનસરોવર દરવાજાઓ બાંધણીની દષ્ટિએ અનન્ય હોઇ યુધ્ધો કે હુમલાઓના બચાવ માટે તે બાંધવામાં આવ્યા હોવાનું તેના તોતિંગ બુરજો અને બાંધણી ઉપરથી જણાય છે. આજે તો પાટણનો કોટ જીર્ણશીર્ણ બની ગયો છે. કેટલેક ઠેકાણેથી તો તેના પાયા પણ જોવા મળતા નથી અને ભિન્ન ભિન્ન થઈ ગયો છે. પાટણ સુધરાઇએ પણ તેના કેટલાક દરવાજાઓ પાડી નાખી માર્ગો પહોળા બનાવ્યા છે જ્યારે કેટલોક તુટેલો ભાગ લોકોની સલામતી માટે અકસ્માત ન થાય તે દષ્ટિએ પાડી નાખ્યો છે. સામાન્યતઃ પાટણના કિલ્લાનો ઘેરાવો પાંચ માઇલનો હોવાનું કહેવાય છે.
પાટણની રચના વખતે કે પાછળથી બંધાવેલા કોટ સિવાય શહેરમાં પણ બીજા કેટલાક દરવાજાઓ હમણાં સુધી વિદ્યમાન હતા. નાગરવાડેથી કપાશીવાડા તરફ જતાં વચ્ચે એક બુલંદ