________________
• યુગે યુગે પાટણની પ્રભુતા
૧૬૯ ૧૮૬૫નો દેવનાગરી લીપીમાં લખાયેલો ત્યાં છે તેમાંથી પણ આજ હકીકત મળે છે. આવા દરવાજાનું નામ ઍડીયો શા કારણથી પડ્યું તેના માટે એક એવી લોકવાર્તા છે કે, કુમારપાળની એક રાણી ઉદયપુરના રાજાની દીકરી હતી. તે સનાતન હિંદુ ધર્મ પાળતી હોવાથી કુમારપાળે તેને જૈન ધર્મ પાળવા દબાણ કરેલું. આથી તેના ભાટને મળી તે રાણી શહેરમાંથી ઈંડું પાડી ચાલી ગયેલી. જે આ દરવાજાથી ગઈ હતી. તેથી આ દરવાજાનું નામ “Úડીયો” પડેલું. પરંતુ કુમારપાળના સમયમાં આ પાટણનું અસ્તિત્વ જ નહતું. એટલે તે લોકકથા પાછળથી ઉપજાવી કાઢેલી હોવાનું જણાય છે. કદાચ પાટણ ઉપર હુમલો કરનારા બળવાખોરોએ મોટું લશ્કર લઇ અહીં કોટમાં ઈંડું પાડ્યું હોય તે બનવા જોગ છે અને તે કારણે તેને લોકો ઍડીયા દરવાજાથી ઓળખતા હોય એમ માની શકાય.
પૂર્વ દિશાના દરવાજાઓમાં સૌથી પ્રથમ બગવાડો દરવાજો આવે છે. જેની વિગતવાર ચર્ચા આગળ આપી ગયા છીએ. ત્યાર પછીનો બીજો દરવાજો ગુંગડીનો છે. આ દરવાજાનું નામ નજદીક આવેલા ગુંગડી તળાવના નામ ઉપરથી રાખ્યું હોય તેમ જણાય છે. આજે તો આ દરવાજો પાડી નાખવામાં આવેલો છે. પરંતુ આજથી વીસ પચીસ વર્ષો ઉપર તે સારી સ્થિતિમાં ઉભો હતો. તેમાં ડાબા-જમણી બે બાજુ બે ગોખલા હતા અને તેમાં ફારસી શિલાલેખો મૂકેલા, જે મેં તેના ફોટાઓ લેવડાવી ગુજરાત વિદ્યાસભાના ફારસી તથા ઉદૃના વિદ્વાન પ્રોફેસર સ્વ.શ્રી અબુઝફર નદવી પાસે વંચાવેલા. તેમના જણાવ્યા પ્રમાણે જમણી બાજુના ગોખલામાં ગુંગડી દરવાજાથી થોડે દૂર ખડકીબારીના દરવાજાની મરામતનો શિલાલેખ છે. જ્યારે ડાબી બાજુના ગોખલામાં આ દરવાજાની જીર્ણોધ્ધારની હકીકત જણાવી છે. તેમાં જણાવ્યું છે કે, “મેં શરૂ કરતા હું અલ્લાહ કે નામસે જો બહોત રહમવાલા હય. અય ખુદા અય મહમ્મદ મદદ અલ્લાહ કે તરફસે હય ઔર ફતહ નજદીક હય. કોંકણી દરવાજે કો બનાયા જમાદાર સીદી કાસીમને હિજરી સંવત ૧૧૭૭.” આ શિલાલેખ ઉપરથી તે હિજરી સંવત ૧૧૭૭ આશરે સંવત ૧૮૭૬-૭૭માં સુધારાવ્યો હતો. શિલાલેખમાં તો તે બંધાવ્યાનું જણાવ્યું છે. પરંતુ પાટણનો કિલ્લો તો તેનાથી ધણો જ પ્રાચીન હોવાનું આગળ જણાવી ગયા છીએ. એટલે જમાદાર સીદી કાસીમે તેને સુધરાવ્યો હશે. આ લેખમાં દરવાજાનું નામ કોંકણી છે. જે ગુંગડીનું જ ફારસી રૂપાંતર કદાચ શિલાલેખમાં રજુ કર્યું હોય. કોંકણ જવા માટે તો દક્ષિણ દિશાએથી જવાય એટલે કોંકણી નામ ગુંગડીને ઉદ્દેશીને લખાયું હોય તેમ લાગે છે. ગુંગડીનું તળાવ પંદરમાં સૈકાથી પ્રાચીન છે. જેની નોંધ શ્રી ડૉ. ભોગીલાલ સાંડેસરાએ ભારતીય વિદ્યા ત્રિમાસિકમાં છપાયેલ સંવત ૧૪૬૮ની પદ્યાનુકારી ગુજરાતી પટ્રાવલીમાંથી મળી છે. પાટણનો કોટ સંવત ૧૪૬૦ સુધીમાં લંબાઈ ચૂક્યો હતો એટલે તે વખતે ગુંગડી તળાવ તે વિદ્યમાન હતું જ. આથી દરવાજાનું નામ ગુંગડી રાખેલું એમ ચોકકસ લાગે છે.
દક્ષિણ દિશાના દરવાજાઓમાં સૌથી પહેલાં મીરાંનો દરવાજો આવેલ છે. તે પાટણના કોટમાં અગ્નિ ખૂણા ઉપર આવેલ છે. તેને પહેલાંના સમયમાં મકલીપુર દરવાજા તરીકે ઓળખવામાં આવતો. કારણ કે દરવાજાની પાસે મકલીપુર નામનો મહોલ્લો હતો. જેના સ્થાન ઉપર ગોલા લોકોની વાડી અને ઓડ લોકોએ ઘર બાંધેલાં. આજ તે ઓડવાડાથી ઓળખાય છે. પાટણની ચૈત્ય પરિપાટીઓમાં મકલીપુર તરીકે ઉલ્લેખ મળે છે. બીજુ આ દરવાજેથી મુસલમાનોના ધર્મ સ્થાન “મીરા' તરફ માર્ગ જાય છે. તેથી તે મીરાંના દરવાજા તરીકે પણ જાણીતી બનેલ છે. આજ દિશામાં બીજો દરવાજો