________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૯૪
અણહિલપુરમાંથી તો સંકડો વિદ્વાનો અને કવિઓ થઇ ગયા છે. જેઓએ વિદ્વતા પ્રચુર ગ્રંથો લખી ભારતમાં અને બહારના દેશોમાં ભારે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. આટલી મોટી સંખ્યામાં તો નહિ પણ કેટલાક વિદ્વાનો હાલના પાટણમાં પણ થઇ ગયા છે. જેઓએ ગુજરાતભરમાં સારી એવી લોકેષણા પ્રાપ્ત કરી હતી. આવા વિદ્વાનો પૈકી કવિ ભાલણ સૌથી આગળ તરી આવે છે. તેને ગુજરાતી ભાષામાં કાર્દભરી જેવા કેટલાક કઠીન ગ્રંથો રચ્યા છે. આ ઉપરાંત ઉદ્ધૃવ, વિષ્ણુદાસ, મધુસુદન, વિશ્વનાથ જાની, નાથ ભવાન વગેરે કેટલાક વિદ્વાન કવિઓ પાટણમાં થઇ ગયા છે. આમ હાલનું પાટણ અણહિલપુરના વિનાશમાંથી પ્રકટટ્યું હોવાથી, તેની યત્કિંચિત પ્રતિભા જાળવી રહ્યું છે અને પ્રાચીન પાટણનું ગૌરવ પ્રાપ્ત કરવા તેના આદર્શોને પહોંચી વળવાની અમર ભાવના સેવી રહ્યું છે.
સહસ્રલિંગ સરોવરના તટ ઉપર રૂપાના જેવો ઉજ્જવળ કીર્તિસ્તંભ ઉંચો શોભી રહ્યો છે, તે આકાશગંગાનો પ્રવાહ જાણે ઉતરી ન આવ્યો હોય તેવો લાગે છે.
આ સરોવર શિવાલયોના સમૂહથી ઘણું જ સુશોભિત લાગે છે. વળી તે રાજહંસોથી પણ અલંકૃત છે. એવા આ સરોવરથી (અણહીલપુર)નગર પણ શોભે છે.
(કીર્તિ કૌમુદી)