________________
૨૨૬
યુગે યુગે પાટણની પ્રભુતા ભગતે એક ડગલામાં નવ એકર જમીન માપી લીધી. બીજું એક ડગલું ભર્યું કે સરસ્વતી નદી દક્ષિણ તરફ વધવા લાગી. સુબાએ ત્રીજું ડગલું ભરવાની ના પાડી, ત્યારે ભગતે કહ્યું કે “એક ડગલામાં જે જમીન મળી છે તેના ઉપર હું મંદિર બનાવીશ.” આ નવ એકરની જમીન પર ત્રેત્રીસ કરોડ હિન્દુ દેવતાઓના નામ પ્રમાણે વેત્રીસ કરોડ ઢગલા બનાવ્યા. દરેક ઢગલા પર તુલસી અને કુંવારના છોડ રોપ્યા.
પાટણમાં ખાનસરોવરથી થોડે દૂર ભગવાન પદ્મનાભજીનું મંદિર અને માટીના ઢગલાથી ભરપૂર મંદિર આવેલાં છે. પાટણમાં વસતા પ્રજાપતિ તથા વડોદરા જિલ્લાના દક્ષિણ ભાગના ઉદા પટેલો પદ્મનાથ ભગવાનના ભકતો છે. કાર્તિક સુદ એકમથી અગિયારસ સુધી અહીં મેળો ભરાય છે. પદમા ભગતે પોતાની હયાતીમાં પોતાના શિષ્યોને આપેલ બોધના પુસ્તકનું નામ “પદમપુરાણ” છે.
પાટણના જ્ઞાનભંડારીમાં લગભગ ૩૦ હજાર પ્રતો છે. અહીંના જ્ઞાનમંદિરમાં સંવત ૧૨૮૪માં લખાયેલું એક પુસ્તક છે. વનરાજ ચાવડાની જૂની મૂર્તિ છે. તેરમા સૈકામાં પાટણ પાસેના જંગરાલ ગામમાં લખાયેલ “નૈષધ” મહાકાવ્યની બે તાડપત્રીય હસ્તપ્રતો છે. વસ્તુપાલ નરનારાયણાનંદ' મહાકાવ્ય રચ્યું છે. એ મહાકાવ્ય તાડપત્રીય ઉપર ઉપલબ્ધ છે. “કાવ્યમીમાંસા” ની બે પ્રતો, “કર્ણ સુંદરી નાટક”, “વિક્રમાકદેવચરિત્ર'કાવ્ય, બૌધ્ધ દર્શનનો” “તત્વસંગ્રહ” ગ્રંથ ચાર્વાકદર્શનનો એક જ ગ્રંથ, “તત્વોતત્સવ” યા “તત્વોપદ્ધવસિંહ” નામનો ભટ્ટ જયરાશિનો ગ્રંથ, બૌધ્ધ ન્યાયનો ધર્મકીર્તિકૃત બહેતબટીકા” “ગ્રંથ કૌટિલ્યના” અર્થશાસ્ત્ર” માં ઉત્તર ભારતી પરંપરાના કેટલાક અંશો સાચવતો અપૂર્ણગ્રંથ, “રાજસિધ્ધાંત', રાજાભોજદેવ લખેલો શૃંગારમંજરીકથા” ગ્રંથ, ગણિકાજીવન વિશેના તાડપત્ર ઉપર “કુદૃનીમત ગ્રંથ”, “શાકુન્તલ'ની હસ્તપ્રત, પ્રચીન કોટાલી ભાષાનું વ્યાકરણ આલેખતું દામોરનું “ઉકિતવ્યકિત” પ્રકરણની તાડપત્રીય નકલો, “મુદ્રારાક્ષસ” ની જૂની હસ્તપ્રત, અબ્દુલ રહેમાન નામના મુસલમાન કવિએ અપભ્રંશમાં લખેલું “સંદેશરાસક” કાવ્ય, નરસિંહ મહેતા પહેલાંનું પ્રચીન સાહિત્યની કૃતિઓ, અને આમાંના કેટલા ગ્રંથો તો સોનેરી અને રૂપેરી અક્ષરોમાં લખાયેલા છે. ઇ.સ.૧૫૦૪માં સોનાની શાહીથી લખાયેલો “કલ્પસૂત્ર” નામનો ગ્રંથ અહીં ઉપલબ્ધ છે. આચાર્ય હેમચંદ્રરચિત સિદ્ધહેમ ગ્રંથ અને ગુજરાતના ઇતિહાસને આલેખતો “પ્રભાવકચરિત્ર” પણ ઉપલબ્ધ છે.
સદીઓ જૂના આપણા અદભૂત વારસાના આપણા ગ્રંથોને કાપડમાં વીંટીને લાકડાના નાના નાના ખોખાઓમાં ગોઠવવામાં આવેલ છે. સમગ્ર જ્ઞાનમંદિરના ઇમારતનું સ્થાપત્ય બેલ્જિયમના પ્રખ્યાત સ્થપતિ ગૈસ્તરે રહ્યું છે. આ અમૂલ્ય વારસાને, સંસ્કૃતિને સાચવનાર “હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર”ને ફાયર સ્કૂફ બનાવવામાં આવેલ છે. આ જ્ઞાનમંદિરના તા. ૭-૪-૧૯૩૯ના દિવસે ઉદ્ઘાટન પ્રસંગે શ્રી કનૈયાલાલ મા. મુનશીએ જણાવ્યું હતું કે “આજે તમારી પાસે એ જ્ઞાનમંદિરના ભંડારમાં ૧૫,૦૦૦ ગ્રંથો છે જો એક વિદ્વાન જીવનપર્યન્ત એક ગ્રંથનું સંશોધન કાર્ય કરે, તેનો પુનરૂધ્ધાર કરી પ્રજાને આપે, તો એવા પંદર હજાર વિદ્ધાનોને આ ગ્રંથો પૂરા પાડી શકાશે. જે . પાટણની વિધાપીઠ નાલંદા કે યુરોપની બીજી કોઇપણ વિધાપીઠથી જરાય ઉતરે એમ ન હતી. તે પાટણ એટલું કરશે જ એવી મને આશા છે.”