________________
પર૧
યુગે યુગે પાટણની પ્રભુતા
રાખનારા હતા.
પાટણના રાજાઓ, રાણીઓ, મહામાત્યો, શ્રેષ્ઠીઓ, સામંતો, વિદ્વાનો, વિદ્યાધરો, નાગરિકો, કારીગોર, શૂરવીરો, સુભટો, ધર્મગુરુઓ, આચાર્યો, દાનવીરો અરે, વારાંગનાઓ વગેરે મહાન હતાં, આવા પાટણનો પ્રાચીન ઇતિહાસ ત્રણ વંશમાં વહેંચાયેલો છે
(૧) ચાવડા વંશ યાને ચાપોત્કટ વંશ
(૨) સોલંકી વંશ યાને ચાલુક્ય વંશ અને
(૩) વાધેલા વંશ
ચાવડા વંશનો રાજયકાળ વિ.સં. ૮૦૨ થી વિ.સં. ૯૯૮ એમ લગભગ ૧૯૬ વર્ષનો હતો. સોલંકીવંશનો રાજ્યકાળ વિ.સં. ૯૯૮ થી વિ.સં. ૧૩૦૦ એમ લગભગ ૩૦૨ વર્ષનો હતો. વાઘેલા વંશનો રાજ્યકાળ વિ.સં. ૧૩૦૦ થી વિ.સં. ૧૩૬૦ એમ માત્ર ૬૦ વર્ષનો હતો. આમ પાટણનો ઇતિહાસ એકંદરે ૫૫૮ વર્ષનો છે. પાટણ ૫૫૮ વર્ષ હિન્દુ સામ્રાજ્યની રાજધાનીનું શહેર રહ્યું હતું. એ ગૌરવ લેવા જેવી હકીકત ગણાય.
‘‘યુગે યુગે પાટણની પ્રભુતા’’ નામનો આ નાનકડો નિબંધ વાંચવાથી પાટણ નગર વિશે અને નગરના લોકો વિશે વધુ જાણવાની વાચકમાં જરૂર ભૂખ ઉભી કરશે. એ રીતે‘આ લેખ ‘ક્ષુધા-ઉદ્દીપક’ (APPETIZER) તરીકેનું કામ કરશે એમ મારું નમ્ર મંતવ્ય છે. ધન્ય ધરા પાટણની...!
‘‘યુગે યુગે પાટણની પ્રભુતા’’ નો પમરાટ મ્હેંકી રહ્યો છે પાટણનું ગૌરવ અને પાટણનું દેવત્વ
અજોડ છે.