________________
૩૬૬
યુગે યુગે પાટણની પ્રભુતા
વીરધવલ રાજા અને એના અમાત્યો વસ્તુપાલ અને તેજપાલ ગુજરાતને એકઠું રાખવા છેલ્લો પ્રયત્ન કરી લે છે.
શ્રીમાલપુરાણ પ્રમાણે શ્રીમાલની શ્રીને સુન્દ વૈશ્ય વિ.સ. ૧૨૦૩માં લઇ આવ્યો એનો અર્થ હું એ કરું છું કે એ સમયે અર્થાત્ કુમારપાલના શાસનમાં અણહિલપુરની શ્રી પરાકાષ્ઠાએ પહોંચી હશે. શ્રીમાલપુરાણ શ્રીને લાવવાનું માન એક વૈશ્યને આપે છે તે પણ વસ્તુસ્થિતિનું સૂચક છે. અણહિલપુરનીશ્રી એના વૈશ્યોના, ખાસ કરીને પ્રાગ્ધાટોના, પુરુષાર્થથી આવી હતી. એ વૈશ્યો મોટે ભાગે મૂળ શ્રીમાલના જ વતની હતા.
વિવિધતીર્થકલ્પ : સરસ્વતીના તીરે વનરાજે પોતાના સહાયક અણહિલ ભરવાડની સ્મૃતિ સાચવવા તેને નામે નગર સ્થાપ્યું એવી સામાન્ય માન્યતા ગુજરાતનો ઇતિહાસ ભણનાર રાખે છે. પણ જિનપ્રભસૂરિ વિવિધ તીર્થંકલ્પમાં પુરાવિદોના મુખેતી સાંભળેલી જૂદી માહિતી આપે છે. મુલ્રત્ પુરુવિતાં શ્રુત્વા । તે આ પ્રમાણે
લકખારામ : ‘પૂર્વ કાળમાં શ્રી કન્યકુબ્જ નગરમાં યજ્ઞ નામનો મોટી રિદ્ધિથી સંપન્ન જે કખ-યક્ષ નામનો નૈગમ કહેતાં વેપારી હતો. તેણે એક સમયે વાણિજ્ય કાજે બળદોના મોટા સાર્થ સાથે કરિયાણાં લઇને કાન્યકુબ્જને પ્રતિબદ્ધ અર્થાત્ તેના કબજાનો ગુર્જરદેશ કે જે કન્યકુબ્જાધિપતિની પુત્રી મહણિગાને કંચુલિકા સંબંધે આપવામાં આવ્યો હતો તે તરફ પ્રસ્થાન કર્યું. ક્રમે ક્રમે સરસ્વતી નદીના તટે ‘લકખારામમાં’ પડાવ નાંખ્યો. પૂર્વે તે અણહિલવાડ પટ્ટણનું નિવેશસ્થાન હતું. રાત્રિએ વરસાદ પડયો અને એના સર્વસ્વ જેવો બળદસાર્થ દેખાયો નહિ. તેની ચિંતામાંતે ઊંઘી શક્યો નહિ. ત્યાં અંબાદેવીએ આવી કહ્યું કે આ લકખારામમાં એક આંબલીના થડ હેઠે ત્રણ પ્રતિમાઓ છે. તે ત્રણ પુરુષો મારફતે ખોદાવીને તું લઇ લે. એક પ્રતિમા શ્રી અરિષ્ટનેમિની છે, બીજી શ્રી પાર્શ્વનાથની અને ત્રીજી અંબિકાદેવીની છે. યક્ષે પૂછ્યું : ‘અહિં આંબલીનાં થડ ઘણાં છે. તેથી કઇ રીતે આ આંબડીનું થડ ઓળખવું ? દેવીએ કહ્યું જ્યાં ધાતુમય મંડલ અને ફૂલનો ઢગલો હોય ત્યાં તે ત્રણ પ્રતિમાઓ છે.'
જિનપ્રભસૂરિ કહે છે કે ‘વિ.સ. ૮૦૨માં આ લકખારામના સ્થાન ઉપર અણહિલગોવાળે પરિક્ષિપ્ત કરેલા પ્રદેશ ઉપર વનરાજે પાટણ નિવેશિત કર્યું.’
કે
આ પુરાવિદોની શ્રુતિ પ્રમાણે લકખારામની પૂર્વે પણ ત્યાં વસાહત હોવી જોઇએ. કારણ ત્યાં કોઇ મંદિરની મૂર્તિઓ આંબલીના ઝાડ નીચે દટાયેલી હતી. એ જે હોય તે ખરું, પણ વનરાજે પોતાની રાજધાની કોઇ વેરાન સ્થલે કરી નથી, પણ પહેલાંની લક્ખારામની વસાહત ઉપર પોતાનું નગર સ્થાપ્યું છે. સંભવ છે કે આ લક્ખારામ એક નિગમ કહેતાં વેપારનું સ્થાન હોય અને એ કારણથી જ વનજરાજે એ સ્થળ પસંદ કર્યું હોય !
અણહિલપુરનો વિકાસ (૧) ચાવડા ઃ અણહિલપુર ક્રમે ક્રમે વિકાસ પામ્યું તેની માહિતી પ્રબંધોમાંથી તારવી શકાય છે. ભારુષાડસાખડના પુત્ર અણહિલે એ સ્થાન વનજરાને બતાવ્યું. યશઃપાલ મોહરાજ પરાજય નામના નાટકમાં કહે છે કે સલ્લક્ષણ પૃથ્વી જોઇ વનરાજે ત્યાં નગર વસાવ્યું. લક્ખારામની