________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૫ર
૪૯ પાટણના સ્થાપક વીર વનરાજ ચાવડા સાથેની યાદગાર મુલાકાત
પ્રા, મદભાઇ પી.બ્રહ્મક્ષત્રિય પાટણનું પ્રાચીન ઐતિહાસિક નામ અણહિલવાડ. આ અણહિલવાડ અપભ્રંશ થઈને આજે અનાવાડા ગામ તરીકે ઓળખાય છે. હાલના પાટણની આથમણી બાજુએ આ અનાવાડા નામનું એક નાનકડું ગામ છે. જ્યાં ભરવાડ, ઠાકોર, હરિજન, પટેલ વગેરે સામાન્ય લોકોનો વસવાટ છે. ગુજરાતનું પ્રાચીન નગર જેણે સાડા પાંચસો વર્ષ સુધી પાટનગરીનો મોભો ભોગવ્યો હતો, તે નષ્ટપ્રાય થઇ આજે નાના ગામડામાં પરિવર્તન પામ્યું છે. છતાંય મારા જેવા પાટણપ્રેમીને અણહિલવાડ નામ સાંભળી રોમાંચ થાય છે. આ અનાવાડાના અવશેષોમાં આથડવું મને બહુ ગમે.
કારતક સુદ-૫નો એ દિવસ હતો. પાટણના વિખ્યાત પંચાસરા પરિસરમાં મણિભદ્ર વીરનાં દર્શન કરી હું શ્રી પંચાસરા પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કરવા ગયો. આ પ્રતિમાજી પાટણ જેટલી જ પુરાણી છે. બાવન જિનાલયોનું આ મહાન ચૈત્ય દેવવિમાન જેવું દર્શનીય છે. '
દર બેસતા મહિને સવારમાં શ્રી શામળા પાર્શ્વનાથનાં દર્શન કરવા જોગીવાડે હું જતો અને સાંજે શ્રી પંચાસરા પાર્શ્વનાથના દર્શનનો મારો નિયમ હતો. ચૈત્યમાં બિરાજતા શ્રી પંચાસર પ્રાર્થનાથ, શ્રી ચંદ્રપ્રભ સ્વામી અને શ્રી મહાવીર સ્વામીનાં દર્શન કરી પાછા ફરતાં બારણા પાસે પાટણનો સ્થાપક વીર વનરાજ ચાવડો તેના મામા સૂરપાળ, આચાર્ય શીલગુણીસૂરિ, કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યજી અને માતા પદ્માવતી દેવીનાં પણ દર્શન કર્યા. આ બધા જ મારા ખૂબ જ પ્રિય એવાં ઐતિહાસિક પાત્રો હતાં. એમની પ્રતિમાઓ જોઈ હું ભાવવિભોર બની જતો. '
“પોઢો રે પોઢો પારણે મારા બાલુડા વનરાજ,
ઝાડની ડાળીએ ઝુલાવું વહાલા ગુર્જરના શિરતાજ” વનરાજની વાંકડીયાળી મુછવાળી પ્રતિમા જોઈ હું ભૂતકાળમાં સરી પડ્યો. તેની માતા રૂપસુંદરી બાળ વનરાજને વનવગડામાં ઝાડની ડાળીએ ઘોડીયું બાંધી બાળકને ઝુલાવતી નજરે પડી. ખૂબ જ અહોભાવથી મારા પાટણના આદ્ય સ્થાપક વનરાજને યાદ કરી મનોમય વંદન કરી હું દેરાસરમાં આરસનાં પગથિયાં ઉતરતો હતો. સંગેમરમરના છેલ્લા પગથીયે મારો જમણો પગ અડયો. ત્યાં તો પાછળથી મારા જમણા ખભે કોઈએ હાથ મૂક્યો. હાથનું વજન હથોડા જેવું લાગ્યું. મેં એકદમ ડોક ફેરવી પાછળ નજર કરી. મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. હું આ શું જોઈ રહ્યું છું? મારી પાછળ આછા શ્યામ વર્ણનો શરીરે રૂટપુટ, માંસલધારી દેહ ધરાવતો પહેલવાન જેવો આછું ઉપવસ્ત્ર પહેરેલો ડાબા ખભે જનોઈ, વિંછીના આંકડા જેવી લીંબુ ઠરે એવી મૂછ ધરાવતો લીંબુની ફાળ જેવી પહોળી પણ