________________
યુગે યુગે પાટણની પ્રભુતા જાય છે તે વખતે શ્રી દેવચંદ્રસૂરિના ઉપદેશથી ગુરૂના ચરણકમળમા ચંગદેવને સોંપી એક વિરાંગનાને છાજે એવી છટાથી શિશુને ત્યજી જનની ભાવને અંતરમાં ભંડારી ઉપાશ્રયમાંથી બહાર નીકળી ગઈ. તે વખતે બાળકના પિતા બહારગામ ગયેલા હતા.
શ્રી હેમચંદ્રાચાર્યનો જીવનકાળ સિદ્ધરાજ (સંવત ૧૧૫૦ થી ૧૧૯૯) અને કુમારપાળ (સંવત ૧૧૯૯ થી ૧૨૨૯) એમ બંને સમર્થ ગુર્જર સમ્રાટોના રાજ્યકાળને આવરી લે છે. એ સમયમાં ગુજરાતનો સૂર્ય સોળે કળાએ ખીલી રહ્યો હતો.
તેઓ વિક્રમ સંવત ૧૨૨૯માં કાળધર્મ પામ્યા હતા. (અવસાન પામ્યા હતા.)
નેપોલીઅન અને શેક્સપીયર વિશે સેંકડો ગ્રંથો લખાયા છે અને લખાયે જાય છે. તેમ આચાર્ય હેમચંદ્ર જેનો જગતમાં જોટો જડે તેમ નથી. તેમના વિશે જેટલું લખાય તેટલું ઓછું છે.
ગુજરાતી પ્રજામાં દેખાતાં વિવેક, અહિંસા, પ્રેમ સમન્વય, શુદ્ધ સદાચાર અને પ્રમાણિક વ્યવહાર જેવાં લક્ષણો સિંચવાનું કામ શ્રી હેમચંદ્રાચાર્યે કર્યું હતું.
ઉદયનમંત્રીએ ચંગદેવના પિતા ચાંચને સમજાવ્યું તેમનો પુત્ર એક યુગપુરૂષ બનવા અવતરેલો છે. ચંગદેવને દીક્ષા આપવામાં આવી . દીક્ષા લીધા પછી ચંગદેવનું નામ સોમચંદ્ર રાખવામાં આવ્યું હતું. જે સોળ વર્ષ પછી હેમચંદ્રસૂરિ બન્યા.
શ્રી હેમચંદ્ર વ્યાકરણ, યોગ, કાવ્ય, કોષ, તત્વજ્ઞાન, શબ્દશાસ્ત્ર, ઇતિહાસ, પુરાણ અને બીજા અનેક વિષયોમાં પ્રવિણતા કેળવી. તેઓ મૌનના મહાસાગર જેવા હતા.,
સિદ્ધરાજની રાસા ઇન્દ્રની સભા જેવી ગણાતી. તેમાં સ્થાન મેળવવું ઘણું અઘરૂં હતું. વિક્રમ સંવત ૧૧૬૬માં વૈશાખ સુદ-૩ અક્ષય તૃતીયાના દિવસે શ્રી હેમચંદ્રસૂરિને આચાર્યપદ આપવામાં આવ્યું.
આચાર્ય હેમચંદ્ર પોતાની વિદ્વતાથી ઈન્દ્રની સભા જેવી સિદ્ધરાજની રાજ્ય સભાના રત્ન બની ગયા. સિદ્ધરાજ તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયેલા. સિદ્ધરાજની વિનંતીથી હેમચંદ્રાચાર્યે “સિદ્ધહેમ શબ્દાનુશાસન” નામનું અદ્વિતીય વ્યાકરણ રચેલું, જેને સિદ્ધરાજે પોતાના માનીતા શ્રીકર નામના હાથી પર સોનાની અંબાડીમાં પધરાવી શોભાયાત્રા ફેરવી આ કૃતિનું બહુમાન કર્યું હતું.
સિદ્ધરાજ પોતે શૈવધર્મી હોવા છતાં હેમચંદ્રાચાર્યની અદ્વિતીય પ્રતિભાથી આકર્ષિત થયેલો.
સિદ્ધરાજ જયસિંહ પછી પાટણની ગાદીએ કુમારપાળ આવેલ. રાજ્યગાદી પ્રાપ્ત કર્યા પહેલાં હેમચંદ્રાચાર્યે કુમારપાળને આશ્રય આપેલો. જેથી ગાદી ઉપર આવ્યા પછી પોતાને ગુરૂપદે હેમચંદ્રાચાર્યને સ્થાપેલા અને જૈન ધર્મને સારો એવો રાજ્યાશ્રય પણ મળેલો. કેટલાકના મતાનુસાર કુમારપાળે જૈન ધર્મ સ્વીકાર્યો હતો.
શ્રી હેમચંદ્રાચાર્યનું સાહિત્ય સર્જન વિપુલ છે. સાહિત્યના તમામ ક્ષેત્રોમાં આગવું પ્રદાન છે. વાશ્રય જેવું મહાકાવ્ય તેમનું નોંધપાત્ર સર્જન ગણાય છે. આ સિવાય અભિધાન ચિંતામણી - અનેકાર્થસંગ્રહ, નિઘંટુકોષ, દેશીનામમાલા જેવા શબ્દકોષોની રચના કરી. લિંગાનું શાસન અને