________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૫૪૪
ઉત્ખનન કરતાં ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે. સંસ્કૃત વાઙમયની અનેકવિધ કૃતિઓ જેમકે વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત,પુરાણો, પંચદશી, નાટચશાસ્ત્ર, કામશાસ્ત્ર, રઘુવંશ, મેઘદૂત, માલવિકાગ્નિમિત્રમ્, દૂતવાક્યમ, કાદમ્બરી, હર્ષચરિત, રત્નાવલી, નાગાનંદ, ઉત્તરરામચરિતમ, બૌધ્ધ ત્રિપિટકો તથા જાતક કથાઓ, જૈન આગમ ગ્રંથો, વસુદેવહિંડી વગેરેમાં ચિત્રકલા સબંધી પ્રત્યક્ષ યા પરોક્ષ ઉલ્લેખો મળી રહે છે. કલાઓ સબંધી શાસ્રીયગ્રંથો પૈકી વિષ્ણુધર્મોત્તરપુરાણ અંતર્ગત ચિત્રસૂત્રમ, ભોજ કૃત સમરાંગણસૂત્રધાર અને સોમેશ્વર ભૂપતિ કૃત માનસોલ્લાસમાં ચિત્રકલા સબંધી શાસ્ત્રીય ચર્ચા જોવા મળે છે. ચિત્રસૂત્રમાં
कलानां प्रवरं चित्रं धर्मकामार्थ मोक्षदम ।
मांगल्य प्रथमं चैतद गृहे यत्र प्रतिष्ठितम ॥
સર્વકલાઓમાં ચિત્રકલાની શ્રેષ્ઠતા પ્રતિષ્ઠિત કરી ધર્મ, કામ, અર્થ અને મોક્ષપ્રદા તેમજ માંગલ્યકારી ગણવામાં આવી છે. જ્યારે ભોજે
चित्रं हि सर्व शिल्पानां मुखं लोकस्य च प्रियम |
અર્થાત્ ચિત્રો સર્વશિલ્પોમાં પ્રમુખ અને લોકોના અનુરાગ વિનોદનો વિષય માનેલ છે. પાટણમાં રચાયેલ સંસ્કૃત કૃતિઓમાં ચિત્રો સંબંધી ઉલ્લેખો
પાટણમાં રચાયેલ સંસ્કૃત કૃતિઓ પૈકી ચિત્રકલા સંબંધી સૌ પ્રથમ ઉલ્લેખ કાશ્મીરી કવિ બિલ્ડણકૃત ળસુન્દરી નાટિા માં જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે બિલ્હણ સોલંકી રાજા કર્ણદેવ (૧૦૬૪-૯૪)ના રાજ્યાશ્રયમાં પાટણમાં કેટલાંક વર્ષો રહેલ. આ નાટિકામાં બિલ્ડગે નોંધ્યું છે કે કર્ણે લગ્નપૂર્વે મયણલ્લાનું ભીંતચિત્ર જોયું હતું. આ જ પ્રકારની વિગત હેમચંદ્રાચાર્યે દૂર્વાશ્રય મહાવજાન્ય (૯/૮૯-૧૭૨)માં ૮૪ શ્લોકોમાં વિસ્તારથી વર્ણવી છે. ચિત્રકારનું રાજા કર્ણના દરબારમાં આગમન, જયકેશીની પુત્રી મયણલ્લાનું ચિત્રપટ બતાવવું, રાજાનું આસક્ત થવું, ચિત્રકાર દ્વારા કર્ણનું સુંદર ચિત્ર બનાવવું વગેરે રસપ્રદ વિગતો વર્ણવી છે. ત્રિદિશતાાપુરુષતિ (પરિશિષ્ટ પર્વ ૮/૧૧૫)માં कोशाभिधाया वेश्याया गृहे या चित्रशालिका । विचित्रकामशास्त्रोक्त कारणालेखय शालिनी ।। સ્થૂલિભદ્ર અને કોશા ગણિકાના સંદર્ભમાં કોશના શયનખંડના વર્ણનમાં તેની ભીંતો ઉપર કામશાસ્ત્રપ્રેરિત કામોત્તેજક ચિત્રોના આલેખન સબંધી નોંધ છે.
હેમચંદ્રાચાર્યશ્રીના શિષ્યરત્ન રામચંદ્રસૂરિએ મારવિહારશતળ માં વર્ણવ્યું છે કે ઃ
सामुख्यं भजतां पुनर्मणि शिलाव्यासंग रंगत्विषां ।
बिंबोल्लासवेशेन चित्रघटना भिन्यंतराणामपि
ચૈત્યની અંદર આવેલી ચિત્રશાળાઓમાં કોઇ ભીંત ઉપર ચિત્રકારોએ પોતાની કારીગરીથી એવાં સુંદર ચિત્રો દોરેલાં છે કે જે તેવાં ચિત્રો બીજી ભીંતો ઉપર થઇ શક્યાં નથી. પરંતુ રત્નમય