________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૬૭
ગામ કે સ્થાન તરફ જવાનું હોય ? કર્ણનામ ધરાવતા પ્રાચીન સ્થાનોમાં કર્ણસાગર, કન્વેશ્વર અને કર્ણમેરૂ પ્રાસાદને ગણાવી શકાય. કર્ણ સાગર તળાવ કર્ણ સોલંકીએ બંધાવેલું. જ્યાં જવાનો માર્ગ ખાનસરોવર કે મોતીશા દરવાજેથી ચાણસ્મા થઇ કર્ણસાગર તરફ જવાય. આથી કર્ણસાગર તળાવને અનુલક્ષી આ દરવાજાનું નામ પડ્યું હોય તેમ માની શકાય નહિ. પાટણથી પૂર્વમાં વનાસણ પુનાસણ ગામ પાસે કન્ફેશ્વર નામનું ગામ આવેલું છે. જે સિદ્ધરાજે લીલા વૈદ્યને આપેલું. જેની નોંધ ‘“પ્રબંધ ચિંતામણી’' માં છે. આ ગામ આજે કનેસરાથી ઓળખાય છે. પરંતુ તે ગામ જવાનો માર્ગ ગુંગડી દરવાજાથી જાય છે. એટલે તે અનુમાન પણ અહીં બંધ બેસતું નથી. છેલ્લે આવે છે કર્ણમેરૂ પ્રાસાદ જે સિદ્ધરાજના પિતા કર્ણે અણહિલપુરમાં બંધાવ્યો હતો. આ પ્રાસાદ અણહિલપુરમાં કયા સ્થાન ઉપર બંધાવ્યો હતો તે જાણવા સાધન નથી. કદાચ કર્ણ મેરૂપ્રાસાદ જવાનો રસ્તો આ દરવાજાની દિશામાં હોય એવો તર્ક કરી શકાય. ટુંકમાં આ દરવાજાનું નામ ‘‘કર્ણ’’ નામ સાથે જોડાયેલું લાગે છે. જેથી તે નામ પાછળથી કોઇક ઐતિહાસિક તથ્ય જોડાયેલું હોવાનું અનુમાન કરી શકાય. તેના માટે બીજું કાંઇ પ્રમાણ કે હકીકત મળતી નથી.
પૂર્વના દરવાજાનું નામ ‘‘બગવાડો’’ છે. લોકકથા પ્રમાણે અહીં પાંડવોના વનવાસ દરમ્યાન ભીમે બકરાક્ષસને મારી મહાદેવનું સ્થાન બનાવેલું જે બગેશ્વરથી વિખ્યાત બન્યા હતા. આથી આ દરવાજાનું નામ બકરાક્ષસ કે બગેશ્વરને અનુલક્ષીને પડ્યું હોવાનું કહેવાય છે. બગેશ્વર મહાદેવનું સ્થાન આ દરવાજા બહાર નજદીક જ આવેલું હતું. આજે આ દરવાજા બહાર જે મસ્જિદ છે તે હિંદુ દેવાલય હોવાનું તેના સ્થાપત્ય ઉપરથી લાગે છે. મુસ્લિમ શાસનકાળે કદાચ તેનું સ્વરૂપ બદલી નાખી, ત્યાં મસ્જિદ બનાવી હોવાનું લાગે છે. તેના માટે કોઇ ચોક્કસ પ્રમાણ મળ્યું નથી પણ દરવાજાનું નામ અને જનશ્રુતિની લોકકથાને આધારે આ અનુમાન કર્યું છે. આજે બીજા બગેશ્વર મહાદેવ દરવાજાથી થોડે દૂર આવેલા છે. તેને લઇ પણ આ પુરદ્વારનું નામ પૂર્વકાળે રાખ્યું હોય તો તેના માટે કંઇ કહી શકાય નહિ. હાલના પાટણની પશ્ચિમે “બકરાતપુર’’ નામનું પરૂં આવેલું છે. જે જુના અણહિલવાડનો એક વિભાગ હતો. ત્યાં વસતા પ્રજાજનો નવા પાટણમાં વસવાટ કરવા આવ્યા ત્યારે તેમણે પોતાના મહોલ્લાનું નામ બકરાતપુરની શેરી રાખ્યું. જે આજે ગુંગડી દરવાજે જવાના રસ્તા ઉપર આવેલી છે. આમ બકરાતપુર નામનું પરૂં હતું એટલે તો ચોક્કસ જણાય છે. બકરાતપુર નામ બકરાક્ષસ પુરમાંથી જ ઉતરી આવ્યું છે. પ્રાચીન અણહિલપુરમાં આ નામનો મહોલ્લો હશે જે નગરનો નાશ થયા બાદ પરૂં બની ગયેલ. આથી અણહિલપુરના અસ્તિત્વકાળે બકરાક્ષસની પુરાણકથા આ નગરના એક મહોલ્લા સાથે જોડાયેલી. તેજ પરંપરાને જાળવી રાખતાં, આ નવીન નગરના સ્થાપત્યકાળે પૂર્વના દરવાજાનું નામ ‘‘બગવાડો’’ એવું રાખી ત્યાં મહાદેવજી નું મંદિર બાંધ્યું હોય એમ ઉપરોકત હકીકત ઉપરથી માલુમ પડે છે. અણહિલપુરમાં પણ આ મહોલ્લામાં બગેશ્વર મહાદેવનું સ્થાન જનતાનએ બનાવ્યું હશે. એવું અનુમાન કરી શકાય.
ઉત્તરના દરવાજાઓ પૈકી વાયવ્ય ખૂણા ઉપર આવેલ દરવાજાનું નામ ‘‘ફાટીપાળ’’ છે. દરવાજાનું આવું નામ કદાચ વિચિત્ર લાગે આમાં જણાવ્યા પ્રમાણે પાળ કોની ફાટેલી કે તૂટેલી ? દરવાજાની કે કોટની પાળ તૂટી ગઇ ? કોઇ મહત્વનો બનાવ બન્યો હોય એવું અનુમાન કરી શકાય. પરંતુ તેવી કોઇ હકીકત આ દરવાજા માટે મળી નથી. ખરી રીતે તેનો સંબંધ અણહિપુર અને સહસ્રલિંગ