________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૪૭૨
પહેલાં ત્રણ શિવાલયોનાં શિવલિંગો હાલના જમીને તળથી દસ-બાર ફૂટ ઉંડાણમાં છે. પ્રાચીન પાટણનું જમીન તલ હાલની જમીનથી દસ-બાર ફૂટ નીચું હતું, એમ ત્રણ દરવાજા ઉપર બાંધવામાં આવેલ નવીન ટાવરના બાંધકામ અંગે કરેલ ખોદકામ ઉપરથી માલૂમ પડયું છે. આથી એટલું તો ફલિત થાય છે કે પાટણનાં આ ચાર શિવાલયો પ્રાચીન પાટણમાં પણ વિદ્યમાન હતાં, અને તેના ભવ્ય પ્રાસાદોઆ નગરની શોભામાં અનેરૂં સૌંદર્ય અર્પીદર્શન, પૂજન, વ.થી સમસ્ત પ્રજનું કલ્યાણ સાધતા હતા. કાળના વહનમાં તે શિવમંદિરોનું જમીન તલ નીચું ને નીચું જતાં, તેમજ મંદિરોનું જીર્ણ વિશીર્ણ થઈ જવાના કારણે કેટલીયે વખત આ મંદિરોની પુનરચના થઈ તે બધાં હાલના સ્વરૂપને પામ્યાં હોવાનું જણાય છે. આજે જણાતાં મંદિરો શ્રીમંત ગાયકવાડ સરકારના રાજ્યકાળ દરમ્યાન બંધાયાં હોઇ સરકાર તરફથી તે બધાંને વર્ષાસન પણ મળે છે.