________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૪૬
ત્યાગ ભૂમિ પાણ
૧૩૮
પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય
‘પાટણ એ ઇતિહાસનો મહાશબ્દ છે.’ બીજા કોઇ પણ નગર માટે નહિ પણ માત્ર પાટણ માટે જ આમ કહીને મહાકવિ નાનાલાલ દલપતરામે પાટણનું બહુમાન કર્યું.છે. પાટણની, પાટણના રાજવીઓની કથા લખીને પાટણનું નામ ગુજરાતના ઇતિહાસમાં, સાહિત્યમાં સુવર્ણાક્ષરે લખનાર મહાન સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીએ પાટણ નગરનું સન્માન અને ગૌરવ કરતાં એમ લખ્યું છે કે, “પાટણને મેં ગુજરાતની અસ્મિતાનું આધારબિંદુ માન્યું છે.''
મોક્ષ ઇચ્છાના કારણે ગાદી ત્યાગ કરનારા ઃ
ચામુંડરાજ અને દુર્લભરાજ :
:
પાટણની આ ધરતી ઉપર એવી અદ્ભૂત ધટનાઓ ધટી છે કે, તે ઇતિહાસમાં સુવર્ણાક્ષરે નોંધાઇ છે. તે વાંચીને કે સાંભળીને એવું જરૂર બોલાઇ જાય કે ‘ધન્ય ધરા પાટણની' ! એ અદ્ભૂત ઘટનાઓ તે છે કે, સોલંકી વંશના બાર રાજવીઓ પૈકી છ રાજવીઓએ મોક્ષ પામવા માટે સ્વેચ્છાએ રાજપાટ અને વૈભવ છોડીને સંન્યસ્ત સ્વિકારી વનવાસને વહાલો ગણ્યો હતો. આ છ સોલંકી રાજવીઓ મુગટધારીમાંથી કંથાધારી બન્યા હતા. આજે આપણે આ છ રાજવીઓને યાદ કરીને
તેમને વંદન કરવાં છે.
મૂળરાજ પહેલો :
પાટણની રાજગાદી ઉપર બેસનારો સોલંકી વંશનો પ્રથમ રાજા મૂળરાજ પહેલો હતો. ચાવડા વંશના છેલ્લા અને નબળા રાજવી તેવા પોતાના મામા સામંતસિંહને મારી મૂળરાજે પાટણની ગાદી કબજે કરી હતી. પંચાવન વર્ષના લાંબાકાળ સુધી રાજ્ય કર્યા પછી મૂળરાજે વિક્રમ સંવત ૧૦૫૩માં પોતાના પુત્ર ચામુંડરાજનો રાજ્યાભિષેક કરીને પોતે શ્રીસ્થળ (સિધ્ધપુર)માં સરસ્વતી નદીના કિનારે વસી ઇશ્વર સ્મરણમાં પોતાનું શેષ જીવન ગાળ્યું. સોલંકી વંશનો સંસ્થાપંક અને પ્રથમ એવો આ રાજવી જેમ રાજ્ય ગાદી મેળવવા સમર્થ નીવડયો તેમ આત્મ કલ્યાણ માટે રાજ્ય અને વૈભવ છોડવામાં પણ મહાત્યાગી પુરવાર થયો !
ચામુંડરાજે ૧૩ વર્ષ રાજ્ય કર્યું, પછી પિતાના પગલે પગલે ચાલવા રાજગાદી પોતાના પુત્ર દુર્લભરાજને સોંપી મોક્ષના માર્ગે જવા શુકલતીર્થમાં જઇ ઇશ્વરોપાસના કરતાં કરતા પોતાનું બાકી જીવન વ્યતીત કર્યું.
સોલંકી વંશના આ ત્રીજા રાજવી દુર્લભરાજે ૧૧ વર્ષ અને ૬ માસ સુધી સુપેરે રાજ્ય કર્યું. પછી પોતાના ભાઇના પુત્ર ભીમદેવ પહેલાને ગાદી સોંપી પોતે મોક્ષ પ્રાપ્ત કરવા બાકીનું જીવન કાશીમાં નિવાસ કરીને પ્રેય માર્ગ છોડી શ્રેયમાર્ગની સાધનામાં પૂરું કર્યું.