________________
યુગે યુગે પાટણની પ્રભુતા
ભીમદેવ પહેલો અને ક્ષેમરાજ :
ભીમદેવ પહેલો ભારે પરાક્રમી રાજવી હતો. એણે પાટણની ગાદી પર ૪૨ વર્ષ રાજ કર્યું. વૃદ્ધાવસ્થા થતાં પોતાના આત્માના ઉદ્ધાર માટે સંન્યાસ્ત લેવા નક્કી કરી ભીમદેવે રાજ ગાદી પોતાના પુત્ર ક્ષેમરાજને સોંપવા ઇચ્છા વ્યક્ત કરી. પણ ક્ષેમરાજ તો પિતા કરતાંય સવાયો નીકળ્યો. ગાદી મેળવીને પછી છોડવી તેના કરતાં ગાદી લેવી જ નહિ તે શું ખોટું ? તેવું વિચારી ગાદી સ્વીકારવા સ્પષ્ટ ના કહી. તેથી ભીમદેવ મહારાજાએ કર્ણનો રાજ્યાભિષેક કર્યો અને પોતે મોક્ષ માર્ગે પ્રયાણ કર્યું.
૧૩૯
પ્રબંધકાર નોંધે છે કે, ક્ષેમરાજે પોતાના પિતાના અનુગામી બનીને દઘિસ્થલી (સિધ્ધપુર પાસેનું હાલનું દેથળી) ગામે ઉગ્ર તપશ્ચર્યા કરીને પોતાનું જીવન સાર્થક કર્યું.
કર્ણદેવ :
સોલંકી વંશના છઠ્ઠા રાજવી કર્ણદેવ ૧લોએ વિક્રમ સંવત ૧૧૨૦ થી ૧૧૫૦ સુધીનાં ૩૦ વર્ષ રાજ કર્યું. પછી પોતાના વડવાઓની ઉજ્જવળ પરંપરા પ્રમાણે સંવત ૧૧૫૭ ના પોષ સુદ-૩ શનિવારના રોજ પોતાના ત્રણ વર્ષના પુત્ર સિદ્ધરાજને રાજગાદીયે બેસાડી પોતે પ્રેયનો માર્ગ છોડી શ્રેયનો માર્ગ સ્વીકાર્યો. આમ એણે પણ મોક્ષ માટે ઇશ્વર પ્રાપ્તિ માટે રાજગાદીનો ત્યાગ કર્યો. આ રાજવીઓ પ્રખર તપેશ્વરીઓ સિદ્ધ થયા ઃ
જે સમયે દિલ્હીના મુસ્લિમ સમ્રાટો ગાદી કબજે કરવા ભાઇ-ભાઇનું, પુત્ર-પિતાનું ખૂન કરી લોહી વહેવડાવતા હતા એ કાળમાં પાટણના રાજવીઓ સ્વેચ્છાએ મુગટધારી મટી સંન્યાસ લઇ કંથાધારી બનતા હતા. આ સોલંકી રાજવીઓનો રાજ્ય ત્યાગ કરીને મેળવેલો સંન્યાસ પાટણની રાજ્યલક્ષ્મીના વૈભવ કરતાં અનેક ઘણો મૂલ્યવાળો હતો અને તેથી જ મહાકવિ નાનાલાલ પૂછે છે કે, ‘“જગતનો કોઇપણ રાજવંશ સોલંકી વંશના આ કાર્યને આંબી શકે એવો છે ખરો ?'’
રાજા ભર્તૃહરિએ, રાજા ગોપીચંદે અને ઇંગ્લેન્ડના ડયુક ઓફ વિન્ડસરે સિંહાસનનો મોહ છોડચો હતો ખરો પણ એ ઇતિહાસમાં બનેલા છૂટા છૂટા બનાવો છે. જ્યારે પાટણની ધરતી ઉપરના સોલંકી વંશના ત્રણસો વર્ષના શાસન દરમ્યાન છ-છ રાજવીઓએ મોક્ષ માર્ગ માટે ગાદી ત્યાગ કર્યો. તેતો અપૂર્વ ઘટના જ ગણાયને ! સોલંકી વંશના સમ્રાટો જેવા રાજેશ્વરીઓ હતા તેવા જ તપેશ્વરીઓ હતા. તે વાત તેમણે કરેલા ગાદી ત્યાગથી પૂરવાર થઇ છે. છતાં જગતના ઇતિહાસમાં આ મહાન ઘટનાની નોંધ બરાબર લેવાઇ નથી.
ત્યાગ એ પાટણની ભૂમિનો પ્રતાપ ઃ
રાજાનું મૃત્યુ તો રણ મેદાનમાં કે રાજશય્યા ઉપર જ થાય પણ ઉત્તરાવસ્થામાં રાજા દશરથે માથા ઉપર માત્ર એક બે ધોળા વાળ જોતાં ગાદી જયેષ્ઠ પુત્ર શ્રીરામને સોંપી તપનો માર્ગ લેવા નક્કી કર્યું હતું. તેવી જ રીતે સોલંકી વંશના રાજવીઓના ગાદી ત્યાગના મહિમાને જેટલો હોવો જોઇએ તેટલો લોકો સમક્ષ ઇતિહાસમાં મુકાયો નથી. વૃદ્ધાવસ્થામાં વાનપ્રસ્થાશ્રમ પછીની સંન્યસ્તાશ્રમની ચોથી ભૂમિકા સ્વીકારી વીતરાગ માર્ગે જવા આરાધના તરફ આ છ રાજાઓ વળ્યા તે પાટણની ભૂમિનો જ પ્રતાપ ગણાય !