________________
યુગે યુગે પાટણની પ્રભુતા
२८०
કલાત્મક રીતે ડીસપ્લે કરવામાં આવ્યા છે. તાજેતરમાં જિલ્લા કલેકટર શ્રી જે.ડી. ભાડે પણ આ કક્ષની મુલાકાત લીધી હતી.
માહિતી બ્યુરોની ટીમે આ સ્થળની મુલાકાત લીધી ત્યારે અત્રેની વ્યવસ્થાપક મીતાબેન ગિરિશભાઇ જ્યેષ્ઠીએ જણાવ્યું કે, લીમ્બોજ માતાના કંદોરિયાઓમાં આલ અને ભુભડીયા શાખના રબારીઓ મોઢ બ્રાહ્મણો, વાળંદ સહિત અન્ય કામોનો સમાવેશ થાય છે. વડાવલી, થરા વગેરે ગામોના શાહ, ગાંધી અને દોશી પરિવારોના જૈનો પણ લીમ્બોજ માતાના કંદોરિયા ગણાય છે. દેલમાલ ગામે જૈનો અને અન્ય શ્રધ્ધાળુઓ દ્વારા ધર્મશાળાઓ પણ નિર્માણ કરી છે. મીતાબેન જ્યેષ્ઠીએ વધુમાં ઉમેર્યુ હતું કે, દેલમાનું મ્યુઝીયમ સંવત ૨૦૬૦ ના ચૈત્ર સુદ સાતમે શરૂ કરાયું હતું. જે શિલ્પ-સ્થાપત્ય અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. પુરાતત્ત્વ ખાતા દ્વારા સંકુલની દેખરેખ માટે ઓનલુકરની વ્યવસ્થા કરવામાં આવી છે. પાટણ જિલ્લાના આ સંકુલને પ્રવાસન વર્ષની ઉજવણી દરમિયાન ખાસ અગ્રતા આપવાનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નક્કી કરાયું છે. પાટણ જિલ્લાના ટેબ્લો અને પ્રવાસનને લગતા પુસ્તકમાં પણ દેલમાને કવરેજ અપાયું છે. આ અગાઉ જિલ્લા માહિતી કચેરી દ્વારા દેલમાલ પર ઝરૂખો તૈયાર કરાયો હતો. પ્રવાસ વર્ષ દરમિયાન દેલમાલ ગામે એક જાજરમાન કાર્યક્રમ યોજવાનું પણ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા નક્કી કરાયું છે.આ સંજોગોમાં ઐતિહાસિક દેલમાન લાઇમ-લાઇટ થઇ શકશે.
દેલમાલના ઐતિહાસિક લીમ્બોજ માતા મંદિર અને તેના ઇતિહાસ સાથે દેલમાલના જ્યેષ્ઠી બ્રાહ્મણોની આગવી વિરાસત પણ જોડાયેલી છે.
આજના દિવસે દેલમાલમાં જ્યેષ્ઠી બ્રાહ્મણોનો મોટો વસવાટ છે. એક કાળે જ્યેષ્ઠી બ્રાહ્મણો કુસ્તી વિદ્યામાં ખુબ માહેર ગણાતા હતા. ખુબ બળુકા અને તાકાતવર કુસ્તીબાજોએ વીરતાના અનેક પરાક્રમો દ્વારા રાજ્ય આખાનું ધ્યાન ખેંચ્યું હતું. આજના દિવસે મંદિર નજીક અખાડાનું સંકુલ આ હકીકતને સાબિત કરે છે. આમ અનેકવિધ આયામો સાથે દેલમાલનું આ સ્થાનક ખુબ વિખ્યાત છે. દેલમાલમાં ઉત્તરાભિમુખી હનુમાનજીની જગ્યા પણ ખુબ વિખ્યાત છે. તળાવની પાળ પર શોભાયમાન બજરંગબલિના સ્થાનકમાં હનુમાનજીની આદમ કદની પ્રતિમા ભાવિકોને ભાવવિભોર બનાવે છે. આમ પાટણ જિલ્લાનું આ પ્રસિધ્ધ ગામ તેની વિરાસતને કારણે ઊડીને આંખે વળધે એવું આકર્ષણ છે. સાચ્ચેજ....!
(માહિતી બ્યુરો પાટણ જિલ્લા માહિતી ખાતાના સૌજન્યથી)