________________
१७८
યુગે યુગે પાટણની પ્રભુતા લાવી, તે રાણકદેવીને રાણી તરીકે લાવવા ઇચ્છતો હોવાનું લોક કથાકાર જણાવે છે. પ્રબંધકારો રાણકદેવીનું નામ સોનલ દેવી જણાવતા હોવા છતાં રાણક નામ ક્યારે અને ક્યાંથી પ્રચારમાં આવ્યું તે એક કોયડો જ છે. દંતકથા પ્રમાણે ખેંગારને મારી નાંખ્યો હતો એ વાતને ઇતિહાસથી પ્રમાણિત કરી શકાય તેમ નથી કારણ દોહદના શિલાલેખમાં તેને કારાગૃહમાં નાખી બંદીવાન બનાવ્યાની નોંધ છે. આવી જ વાત ખેંગારની લડાઈ વખતે તેના ભાણેજે દેસલ અને વીસલે ફૂટી જઇ સિદ્ધરાજને કિલ્લાના ગુપ્ત રસ્તાઓ બતાવ્યાની છે. ટુંકમાં ઐતિહાસિક હકીકત કરતાં રાણકદેવીની સારી વાત લોકકથાના આધારે વધુ પ્રચાર પામી છે. | મુસ્લિમ તવારીખકારોએ સિદ્ધરાજ માટે નોંધ લેતાં તેને મુસલમાન ધર્મ સ્વીકાર્યો હોવાનું સૂચવ્યું છે. મિરાતે અહમદીમાંથી તેવી બે ત્રણ કથાઓ મળે છે. સૈયદ મહંમદ બહમન સિદ્ધરાજના રસોઇયા તરીકે તેની પાકશાલામાં રહ્યો હતો. ઘણા વરસ રહ્યો પણ ખબર પડી નહિ એક વખત આ વાત સિદ્ધરાજના જાણવામાં આવતાં તેને અકિનમાં નાંખવા જણાવ્યું. સૈયદ મહંમદ બહમને ખુદાની : બંદગી કરી તેથી ત્યાં તાજાં ફૂલોના ઢગલા સ્વરૂપે તે અદશ્ય થયો. રાજાએ તે કૂલો સહસ્ત્રલિંગની નજદીક દટાવ્યાં. આજે દરગાહ ત્યાં બનાવવામાં આવી છે. આ મુસ્લિમ સાહિત્યકારોએ ઉપજાવેલી કેવળ કપોલ કલ્પિત દંતકથા જ છે. આવું જ બીજુ વર્ણન બાબા હાજી રજબ માટેનું છે. તેણે પણ સિદ્ધરાજને મુસલમાન ધર્મ સ્વીકારાવ્યો હોવાનું જણાવ્યું છે. ત્રીજી કથા વોરાકોમનો ધર્મગુરૂ અબદુલ્લા યમનથી ખંભાત આવ્યો. તેણે ચમત્કારોથી ખંભાતની હિંદુપ્રજાને મુસલમાન બનાવી. છેવટે સિદ્ધરાજના કાને આ વાત આવતાં તેને પકડવા લશ્કર મોકલ્યું. તેના ચમત્કારથી લશ્કર આગળ વધી શક્યું નહિ. રાજા જાતે ગયો અને તેના ઉપદેશથી મુસલમાન બન્યો. આ બધી હકીકતો કેવળ કપોલકલ્પિત રીતે ઉપજાવી કાઢેલી છે. એટલે ઐતિહાસિક દષ્ટિએ તેમાંથી કાંઇ પ્રમાણિક માહિતી મળતી નથી. સિદ્ધરાજ સર્વધર્મ ઉપર સમાન ભાવ રાખતો એ વાત ઇતિહાસ પ્રસિધ્ધ છે. તેના રાજ્યમાં મુસલમાન ધર્મોને પણ સુખશાંતિ હતા. તેની પ્રતિ ખંભાતમાં બનેલ ખતીબાના વૃતાંત પરથી થઇ જાય છે. આ કારણથી જ મુસલમાનોએ તેને મુસ્લિમ ધર્મ પ્રત્યે અનુરાગવાળો માની લીધો હોય તે બનવા જોગ છે. તે ચૂસ્ત સનાતની શૈવધર્મનો પરમ માહેશ્વર હતો. છતાં સંતો અને લોકપ્રિય બનેલી રાજાઓની પાછળ જેમ દંતકથાઓ ગુંથાય છે તેમ સિદ્ધરાજ માટે પણ આવી જનશ્રુતિઓ દરેક ધર્મવાળાઓએ ચલાવી હશે એમ સમજાય છે.
કુમારપાળના રાજ્યકાળ દરમ્યાન કેટલીક કિંવદંતીઓ જૈન અને બ્રાહ્મણ ગ્રંથકારોએ નોંધી છે. જેના માટે ઐતિહાસિક પ્રમાણો મળી શકતાં નથી. મોઢ બ્રાહ્મણોના ધર્મારણ્ય પુરાણમાં જૈન અને શૈવ ધર્મના સંધર્ષોની આવી કથાઓ સંગ્રહાઇ છે રાસમાળામાં પણ સ્વ. ફાર્બસ સાહેબે તેની નોંધ રજુ કરી છે. આ લોકવાર્તા આજે પણ પાટણમાં લાખુબાડ નામ શાથી પડયું. તેના સમર્થનમાં ગવાય છે. આચાર્ય હેમચંદ્ર અને શંકરાચાર્ય વચ્ચે અમાસ તથા પૂનમ સંબંધી વિવાદ થયો. આ હેમચંદ્ર અમાસને પૂનમે જણાવી તેમજ મંત્રતંત્રના પ્રભાવથી કૃત્રિમ ચંદ્ર બનાવ્યો. શંકરાચાર્યના કહેવાથી ઘોડા ઉપર તપાસ કરવા માણસ મોકલ્યો તેણે આવીને જણાવ્યું કે આ ચંદ્રનું અજવાળું ફક્ત બાર ગાઉ સુધી જ