________________
યુગે યુગે પાટણની પ્રભુતા
१७७
રોકવા લાગી, આ પતિ પત્ની વચ્ચે કુવામાં પડવાની વાતચીત થતી હતી તેવામાં રાત્રી ચર્ચા જોવા નીકળેલ સિદ્ધરાજ ત્યાં આવ્યો. સિદ્ધરાજે તેમની બધી વાત સાંભળી અને કુવામાંથી ઉષ લાવી આપ્યો. આથી તે પ્રસન્ન થયા અને સિદ્ધરાજને પાતાળ પધારવા જણાવ્યું. સિદ્ધરાજે તેને સલામત રીતે પહોંચાડવા બાબરકને પાળા મોકલ્યો. આ હકીકતમાં પણ સિદ્ધરાજને લોકોત્તર મનુષ્ય તરીકે પ્રસિધ્ધ કરવાની જ ધારણા દ્વયાશ્રયકારની હોય તેમ જણાય છે. ઐતિહાસિક દષ્ટિએ પાતાળના નાગોને બર્બર લોકો ત્રાસ આપતા હોવાથી બર્બકને મોકલી સિદ્ધરાજે બર્બર લોકોનો ત્રાસ દૂર કર્યો. એટલું જ સનાતન સત્ય છે. છતાં આચાર્ય હેમચંદ્ર લોકકથાનું સ્વરૂપ આમાં ઉતારવા પ્રયત્ન સાધ્યો છે. સરસ્વતી પુરાણકારે પણ આ વસ્તુને અંગુલી નિર્દેશ કર્યો છે. સિદ્ધરાજને લોકો ભૂતપ્રેતને વશ કરનારો દેવી માનવ તરીકે માનતા હતા. તે નિત્ય પરદુઃખ ભંજન વિક્રમની માફક રાત્રે નગર ચર્ચા જોવા નીકળતો. આથી પ્રજાની કેટલીય ખાનગી હકીકત તેના જાણવામાં આવતી. રાજ્ય સભામાં બેસી તે લોકોની વાતો ચર્ચતો ત્યારે સભાજનો તાજુબ થતાં. આ સિવાય તેને સોમનાથે સિદ્ધરસની ક્રિયા બતાવી હોવાથી તે શિકારી વિક્રમની માફક તે પ્રજાને અનુષ્ય બનાવવા ઇચ્છતો હતો. સોમનાથ સુવર્ણ સિદ્ધિ આપવાથી તે સિદ્ધરાજ કહેવાયો હોવાનું યાશ્રયકાર કહે છે. સિદ્ધરાજના સમકાલિન એક મહાન વ્યક્તિ આવી જનશ્રુતિની નોંધ સ્પષ્ટ રીતે કરે આ એક નોંધવા લાયક હકીકત છે. વધુમાં સોમનાથ જતાં રસ્તામાં લંકાના રાજા વિભિષણ સાથે થયેલ મેળાપનો ઉલ્લેખ આપેલો છે. ભગવાન રામચંદ્રને થયે હજારો વર્ષો કે અનંતકાળ થયો છતાં વિભિષણ સિદ્ધરાજને મળે તેતો એક પ્રચલિત દિંતકથાજ મનાય.
ગુજરાતમાં ઘેર ઘેર ગવાતી જશમા ઓડણની લોકકથા પરંપરાગત ભાટ ચારણોએ સારી રીતે ફેલાવી છે. સહસ્ત્રલિંગ તળાવના કામ માટે આવેલ ઓડ લોકોમાં સ્વર્ગ કિન્નરી જેવી જશમાં તેના પતિ સાથે પાટણ આવે છે. સિદ્ધરાજ તેનાં પાછળ રૂપધેલો બની પ્રણય યાચે છે. સતી જશમાં તેનો ઇન્કાર કરતાં રાજા તેના પતિ તથા કેટલાય ઓડોને મારી નાંખે છે અને જશમાં મોઢેરા પાસે સતી બની પ્રાણાપણ આપી સતીત્વ જાળવી રાખતી હોવાનું કહેવાય છે. આ પ્રસંગનો એક રાસડો ગુજરાતમાં સ્ત્રીઓ સારી રીતે ગાય છે. આ પણ એક જનશ્રુતિ જ છે. કારણ કે તેના માટે એક પણ ઐતિહાસિક પ્રમાણ હજુ સુધી મળ્યું નથી. છતાં આ પ્રસંગ ગુર્જર સમાજમાં ખૂબ ગવાઈ સિદ્ધરાજના ચારિત્ર્યમાં દોષારોપણ કરે છે. હાલનાં પાટણની ઉત્તરે સહસ્ત્રલિંગના કિનારા ઉપર આજથી આશરે ૪૦-૫૦ વર્ષે પૂર્વે તેની દહેરી બાંધવામાં આવી છે અને દર વર્ષે દેશ પરદેશથી સેંકડો ઓડ લોકો અષાઢ સુદ અગિયારશે અહીં આવી તેનો મહોત્સવ ઉજવે છે. સિદ્ધરાજ જેવો દક્ષ, વીર અને સંસ્કારી રાજવી આવો અત્યાચાર કરે તે સંભવિત નથી. છતાં આ લોકકથાનો પ્રચાર ખૂબ જોરશોરથી ચાલ્યો આવ્યો છે.
આવી જ બીજી વાત રાણકદેવી માટેની છે. સિદ્ધરાજને રાણકદેવી સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી પણ રાખેંગાર તેની સાથે લગ્ન કરી દે છે. બંને વચ્ચે કલેશ જામતાં સિદ્ધરાજે રાખેંગાર ઉપર ચઢાઈ કરી તેને મારી નાંખે છે અને રાણકદેવી વઢવાણ પાસે રાખેંગારનું માથું લઈ સતી થાય છે આ હકીકતને ઐતિહાસિક પ્રમાણેનું સમર્થન હોવા છતાં તેમાં પણ સિદ્ધરાજના ચારિત્ર પણ શંકા