________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૪૧૦ | ગુજરાતની પ્રસિદ્ધ પ્રાચીન રાજધાની અણહિલવાડ-પાટણની સ્થાપના અનુશ્રુતિ અનુસાર, ઇ.સ.૭૪૬માં, પણ ઇતિહાસ દષ્ટિએ ઈ.સ. ૮૪૬માં વનરાજ ચાવડાએ કરી હતી. પાટણ ચાવડા, સોલંકી અને વાઘેલાઓનું રાજકીય અને સાંસ્કૃતિક મથક રહ્યું હતું. પાટણ એ ગુર્જરથરોની રાજધાની ઉપરાંત જ્ઞાનપિપાસુઓને તૃપ્ત કરનાર વિદ્વાનોની કર્મભૂમિ પણ હતી અને તે શ્રેષ્ઠ વિદ્યાનું અને કલાનું ધામ પણ હતું.
પાટણ એ ગુજરાતની રાજધાની રહી હોવાને લઈને ત્યાં અનેક પ્રવૃત્તિઓનો વિકાસ થયેલો. સોલંકીયુગ એ ગુજરાતની કલાઓના વિકાસનો સુવર્ણયુગ” ગણાયો હતો. સમૃદ્ધિની રેલમછેલથી છલકાતા ગુજરાતમાં તે વખતે કલા અને કલાકારનું આગવું સ્થાન હતું. એ સમયના અભૂતપૂર્વ કલાકોતરણીનાં સ્થાપત્યો આજે પણ એ સુવર્ણયુગની કલા-ભાવનાના સાક્ષી બનીને સૌ કોઈને આકર્ષે છે. આવું એક અદભુત કલા-કૌશલ અને કલા-કોતરણીનું સ્થાન રાણકીવાવ છે. | ગુજરાતમાં પથ્થરની જે સુંદર અને અલંકૃત વાવો જળવાઇ રહી છે. તેમાં સૌથી પ્રાચીન વાવ રાણીવાવ છે. આ વાવ ચૌલુક્ય રાજા ભીમદેવ ૧લા (ઇ.સ.૧૦૨૨ થી ૧૦૬૪)ની પત્ની રાણી ઉદયમતિએ બંધાવી હોવાનો ઉલ્લેખ 'પ્રબંધચિંતામણિ'માં આવે છે. રાણી ઉદયમતિ સંસ્કારશીલ, લાગણીશીલ અને કલાપ્રેમી તથા ધાર્મિક વૃત્તિની હતી, જેનો ખ્યાલ આ વાવનું સ્થાપત્ય અને શિલ્પ-સમૃદ્ધિ જોતાં આવે છે. ઇ.સ. ૧૯૮૬માં ભારત સરકારનાં પુરાતત્વખાતા તરફથી એનું ખોદકામસમારકામ કરવામાં આવ્યું. એમાંથી રાણી ઉદયમતિની સુંદર પ્રતિમા પણ મળી આવી છે. અહીંથી મળેલ શિલ્પાવશેષ-સમૃદ્ધિ પરથી એ ગુજરાતની સર્વોત્તમ કોતરણીવાળી વાવ હોવાનું માલુમ પડે છે. આ વાવમાંનાં શિલ્પોને મોઢેરાના સૂર્યમંદિર અને આબુ પરના આદિનાથ મંદિરનાં શિલ્પો સાથે સરખાવી શકાય.
આ વાવનું બાંધકામ પૂર્વ-પશ્ચિમ થયેલું છે. વાવનું પ્રવેશદ્વાર પૂર્વ તરફ અને કુંડ (કૂવો) પશ્ચિમે આવેલ છે. મૂળમાં આ વાવ સાત મજલાની હતી. શિલ્પશાસ્ત્રના ગ્રંથોમાં આપેલા વાવના પ્રકારો જોતાં આ વાવને “નંદા પ્રકારની ગણવી જોઈએ. હાલમાં પ્રવેશ, બંને બાજુની દીવાલો, પગથિયાં, થોડા મંડપ, કુવાની પાછલી દીવાલ અને પાંચ મજલા જળવાયાં છે. દીવાલમાં સાત પડથાર છે. નીચેથી ઉપર તરફ જતાં છ મજલા સુધી દીવાલમાં શિલ્પો જળવાયાં છે. પ્રથમ મજલો તૂટી પડ્યો છે. આ વાવ ૬૫ મીટર લાંબી અને ૨૦ મીટર પહોળી છે. કૂવાનો ભાગ ૨૮ મીટર ઊંડો છે.
અગિયારમી સદીના ગુજરાતના લોકજીવનના ઉચ્ચતમ કલા-સંસ્કારો અને સૌંદર્યનિષ્ઠાની આ વાવ હૂબહૂ ઘોતક છે. અહીં પથ્થરોમાં કંડારાયેલી કવિતા છે. સુંદર અને રમણીય ભાવાવેશમાં અભિવ્યક્ત થતાં આ જડ પથ્થરો પણ ગરવા ગુજરાતીઓની સૌંદર્ય ઝંખના અને મનુષ્યની કલામાત્રના જીવંત પ્રતીકો છે. જ્યારે ૧૧માં સૈકામાં આ વાવ બંધાતી હશે, ત્યારે શિલ્પકલાના પારંગતો દ્વારા પથ્થર પર થતા સંયમિત પ્રહારોથી, ટાંકણાના ગૂંજનથી આ વાવ છલકાતી, મહેંકતી હશે. આ વાવ કલારસિકો અને સૌંદર્યના જિજ્ઞાસુઓ માટેનું એક નયનરમ્ય કલાધામ છે. આ વાવનાં શિલ્પોમાં