________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૪૫૧
૮૧) ગુજરાતના અભિલેખોમાં પાટણ
હૌભારતી શેલત
M.A., Ph.D.
પૂર્વ નિયામક,
ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ સોલંકીકાળ એ પ્રાચીન ગુજરાતના ઈતિહાસનો સૌથી જવલંત કાલ છે, આથી એ ગુજરાતના ઇતિહાસમાં “સુવર્ણકાળ તરીકે પ્રસિદ્ધ છે.” આ કાળમાં ગુજરાતનું સહુથી પ્રબળ અને પ્રતાપી રાજ્ય સોલંકી વંશનું હતું, જેનું પાટનગર અણહિલવાડ પાટણ હતું. એ પહેલાં એ ચાવડા રાજાઓનું પણ પાટનગર હતું. સલ્તનત કાળ દરમ્યાન ઈ.સ. ૧૪૧૧માં અમદાવાદની સ્થાપના થઈ ત્યાં સુધી પાટણ ગુજરાતની રાજધાની રહ્યું. આમ લગભગ પાંચ સદીઓ સુધી આ નગર ગુજરાતનું રાજકીય, વેપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર રહ્યું હતું.
સંસ્કૃત સાહિત્યમાં પાટણનું પ્રાચીન નામ ગોહિત્રપદ, મહિલપત્તન, મહિલપુર, મહિલા પત્તાન, ઉત્તર ઈત્યાદિ મળે છે. મુસ્લિમ લેખકોએ પાટણને ‘નહરવાલે કહ્યું છે. ફારસી શિલાલેખોમાં ‘નહરવાલ” નામ જોવા મળે છે.
અણહિલવાડ પાટણના ચાવડા રાજાઓનો સહુ પ્રથમ ઉલ્લેખ કુમારપાલના વિ.સં. ૧૨૦૮ (.સ. ૧૧૫૨)ના વડનગર શિલાલેખમાં મળે છે, જ્યારે અણહિલવાડના ચાવડા વંશના પ્રથમ રાજા વનરાજનો નિર્દેશ હરિભદ્રસૂરિના નેમિનાથ ચરિય” નામના અપભ્રંશ કાવ્યની પુપિકા (વિ.સં. ૧૨૧૬-ઈ.સ. ૧૧૬૦) માં મળે છે. યશપાલના મોહરાજ પરાજય” સંસ્કૃત નાટકમાં વનરાજ અને ચાવડાઓનો ઉલ્લેખ છે. હેમચંદ્રાચાર્યના દયાશ્રય કાવ્ય પરની અભયતિલકગણિની ટીકા (વિ.સ.૧૩૧૨ ઈ.સ. ૧૨૫૬)માં અણહિલ ભરવાડની અનુશ્રુતિ રજૂ કરાઈ છે. “પ્રબંધ ચિંતામણિ'માં અણહિલવાડ પત્તનની સ્થાપનાથી માંડી વિ.સં. ૧૨૭૭ (ઇ.સ. ૧૨૨૧) સુધીના ઇતિહાસનો કાલક્રમ જણાવ્યો છે.
ભાટચારણોની પરંપરા અનુસાર ઉત્તરકાલીન ગ્રંથોમાં નિરૂપાયેલ ચાપોત્કટ (ચાવડા) વંશ પંચાસરમાં શાસન કરતો એનો રાજા જયશિખરી કનોજના રાજા ભુવડના હાથે મરાયો. પંચાસરનું પતન વિ.સં. ૭૫૨ (ઇ.સ. ૬૯૬)માં થયું હોવાનું જણાય છે. વિધવા રાણી રૂપસુંદરીએ એ જ વર્ષે બાળકને વનમાં ન્મ આપ્યો જેનું નામ વનરાજ રખાયું. એણે વિ.સં. ૮૦૨ (ઈ.સ. ૭૪૬)માં અણહિલ પાટણમાં રાજધાની સ્થાપી. વિ.સં. ૮૯૮ (ઇ.સ.૯૪૨) સુધી ત્યાં રાજ્ય કર્યું. અણહિલવાડ