________________
યુગે યુગે પાટણની પ્રભુતા
४००
૭૫ - પાટણ
ડૉ. ભોગીલાલ સાંડેસર
प्राङ् शौर्यवृत्तौ प्राशास्त्रे प्राशमे प्राङ् समाधिषु । प्राङ् सत्ये प्राङ् षड्दर्शन्यां प्राङ्क्षडङ्यामितोजनः ॥
- માવાઈ હેમચંદ્ર
(અર્થાત્, શૌર્ય વૃત્તિમાં, શાસ્ત્રમાં, શમમાં, સમાધિમાં, સત્યમાં, વડ્રદર્શનમાં અને વેદનાં છે અંગોમાં આ નગરના લોકો અગ્રસર છે.)
નાગરિક જીવન એ સંસ્કૃતિનું ઉદ્ભવસ્થાન છે. નગર એ સંસ્કૃતિનું પ્રચાર કેન્દ્ર છે. આર્યો ભારતમાં આવ્યા ત્યારે પૂર્વે દક્ષિણ પંજાબ અને સિંધમાં વસતા દ્રાવિડ નગરવાસીઓ મોહેંજો ડેરો અને હરપ્પાના વતનીઓ સંસ્કૃતિની ઉચ્ચ કક્ષાએ પહોંચેલા હતા અને સુગ્રથિત ભારતીય સંસ્કૃતિના ત્યાર પછી થયેલા વિકાસમાં એ નગર સંસ્કૃતિઓના વારસાએ ઘણો અગત્યનો ભાગ ભજવ્યો હોવાનું હવે લગભગ પૂરવાર થયેલું છે ગ્રીક સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ ત્યાંનાં નાનકડાં નગર રાજ્યોમાં થયો હતો પછીના કાળમાં ગ્રીક સંસ્કારિતાનો વારસો રોમ અને કોન્સ્ટન્ટનોપલ એ યુરોપનાં બે પ્રધાન નગરોએ યથાશક્ય પચાવ્યો અને પસાર્યો હતો આજે પણ યુરોપીય દેશનાં પાટનગરો પોતાની રાષ્ટ્રીય સંસ્કૃતિનાં પ્રતીકો છે.
ભારતના પ્રાચીન ઇતિહાસમાં પાટલીપુત્ર, મથુરા, તક્ષશિલા રાજગૃહ ઉજ્જયિની અને વૈશાલી તથા મધ્યકાલીન ઇતિહાસમાં કનોજ, ધારા, પાટણ અને વિજયનગર જેવાં નગરોના વૃત્તાન્તો એ જ સત્ય રજૂ કરે છે. ભારતના હૃદયભાગમાં આવેલ વારાણસી નગરી સેંકડો વર્ષો થયાં ધર્મ અને સંસ્કારિતાનો પ્રચાર સમસ્ત આર્યાવર્તમાં કરી રહેલી છે.
ગુજરાતના ઇતિહાસનો આ દષ્ટિએ વિચાર કરતાં ગુજરાતનાં કેટલાંક પ્રધાન નગરોનો ઇતિહાસ જ કાલાનુક્રમે નજર સમક્ષ આવે છે. પૌરાણિક કાળમાં શ્રીકૃષ્ણની દ્વારિકા અને પછી ગિરિનગર વલભીપુર, શ્રીમાલ, પાટણ તથા છેલ્લે અમદાવાદ એટલાં નગરોના ઇતિહાસમાં ગુજરાતનો રાજકીય તેમજ સાંસ્કૃતિક ઇતિહાસ પણ મુખ્યત્વે સમાઈ જાય છે. રાજકીય તેમજ સાંસ્કારિક બળોએ પરસ્પર નીપજાવેલા આઘાત-પ્રત્યાઘાતો તથા જનસમાજ ઉપર તેમની અસરો પણ આ નગરોના ઇતિહાસમાંથી વંચાય છે. તેમાંયે શ્રીમાલ, પાટણ અને અમદાવાદની તો એક સંત પરંપરા છે. શ્રીમાલ ભાંગતાં પાટણ વસ્યું અને પાટણ ભાંગીને અમદાવાદ વસ્યું. શ્રીમાલની વસતિ પાટણમાં અને પાટણની અમદાવાદમાં આવી. “પાટણ જોઈને અમદાવાદ વચ્ચું” એ ઉકિત તો કહેવતરૂપ બનેલી જ છે.