________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૨૬૧
૬૨
પ્રબંધોમાં પાણ (૧) દ્રવ્યસાર પારસમણિ ઉર્વીસાર ગુજરાત
પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય કવિ શંકર બારોટ એક મોટો વિદ્વાન હતો. સંસ્કૃત અને પ્રાકૃત કવિતાના ગ્રંથો તેને કંઠસ્થ હતા. પિંગળશાસ્ત્ર તેની જીભના ટેરવે હતું. તે શીઘ્ર કવિ ગણાતો. શીઘ્ર કાવ્યો અને પ્રશસ્તિઓ રચવામાં કવિ શંકર બારોટ ઘણોજ કુશળ હતો. પંચાસરના જયશિખરીના દરબારનું એ રત્ન હતો.
પંચાસરમાં ચાવડાઓનું રાજ્ય હતું ત્યાં જયશિખરી (જયશેખર) નામે રાજા રાજ્ય કરતો હતો. તેની રાણીનું નામ રૂપસુંદરી. રૂપસુંદરીનોભાઇ સુરપાળ એટલે કે રાજા જયશિખરીનો સાળો એક મહાન વફાદાર યોધ્ધો.હતો.
જય શિખરીના દરબારમાં કવિ શંકર બારોટનું સ્થાન મહામૂલું ગણાતું. કવિ નવાં નવાં કાવ્યો બનાવી જયશિખરીનું મનોરંજન પણ કરતો. કવિ શંકર બારોટ ભારે સ્વદેશાભિમાની હતો. કવિ શંકર બારોટની કીર્તિ ચારે દિશાઓમાં ફેલાયેલી હતી. તે વિવિધ રાજાઓના દરબારમાં જઇ તેમનાં પ્રશસ્તિ ગીતો ગાઇ મોટી ભેટ-સોગાદો મેળવતો. આમ તેની કીર્તિ ચારે બાજુ ફેલાવતો હતો.
વિ.સ. ૭૫૨માં આપણો આ ગુર્જર કવિ કાન્યકુબ્જ (કનોજ) ના રાજા ભૂવડ (ભૂવનાદિત્ય)ના દરબારમાં ગયો. શરૂઆતમાં તેણે ભૂવડનાં સુકૃત્યો વર્ણવતાં અને તેને બિરદાવતાં પ્રશસ્તિ ગીતો ગાયાં. એક પછી દરબારીજનો ખૂબજ પ્રસન્ન થયા. રાજાએ ખૂશ થઇ તેને રત્નજડિત આભૂષણો, મોતીની માળાઓ, વસ્રભંડાર, ઘોડાઓ વગેરે કવિને ભેટમાં આપ્યાં.
બારોટે બાક્યું ઃ
પરંતુ કવિ શંકર બારોટ એક અક્ષમ્ય ભૂલ કરી બેઠો. રાજા ભૂવડે કરેલા સન્માનથી ફુલાઇ ગયો હોય અથવા સરપાવ ઓછો પડ્યો હોય કે પછી ગુર્જર કવિમાં સ્વદેશાભિમાનનું જોશ ઉભરાઇ આવ્યું હોય તેથી અથવા આ ત્રણે મનોવિકારો એકત્ર થવાથી કવિ શંકર બારોટની ભૂવડના દરબારમાંજ એક મૂર્ખાઇ ભરેલી ભૂલે ગુર્જરભૂમિનો સર્વનાશ વહોર્યો.
કવિ શંકર બારોટે આવેશમાં આવી લલકારવા માંડત્યું, ‘“અમારો ગુર્જરેશ્વર જયશિખરી અજેય છે. ગુર્જર ધરતી અતિ રસાળ છે. કવિ શંકર બારોટે યજ્ઞકુંડ સમા અગ્નિમુખા હતા. ગુર્જત્રા ની ઉષ્મા અને ગર્જયા ‘‘દ્રવ્યસાર પારસમણિ ઉર્વીસાર ગુજરાત'' અર્થાત પૃથ્વીના સાર સમો ગુર્જર સમો દેશ છે. માટી કુંદન બરોબર છે. પદાર્થોમાં જેમ શ્રેષ્ઠ પારસમણિ છે તેમ ધરતી પર શ્રેષ્ઠ અમારો ગુર્જર દેશ