________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૨ ૦૫ ૪. વસંતવિલાસ :
આ ગ્રંથના સર્જક બાલચંદ્રસૂરિ છે. મૂળ તે મોઢેરાના મોઢ બ્રાહ્મણ ધારાદેવના પુત્ર હતા. તેમની માતાનું નામ વિદ્યુત-વીજળી. તેમનું જન્મનામ મુંજાલ, જેને બાલ્યાવસ્થામાં જ મોઢેરાના મોઢગચ્છના આચાર્ય હરિભદ્રસૂરિએ દીક્ષા આપી જૈન સંપ્રદાયમાં, પોતાની ગાદી ઉપર સ્થાપ્યા હતા. આ આચાર્યશ્રીએ દીક્ષા આપ્યા બાદ તેનું બાલચંદ્ર નામ રાખેલું. તે સંસ્કૃત સાહિત્યના અભ્યાસી સારા વિદ્વાન હતા. તેમણે ચૌલુક્યોના રાજગુરુ પહ્માદિત્ય પાસે અભ્યાસ કરેલો અને દેવસૂરિગચ્છના આચાર્ય ઉદયસૂરિએ, સારસ્વત મંત્ર આપેલો જેની ઉપાસના કરતાં તેમને ભગવતી સરસ્વતીનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર થયો હોવાનું, તેમના ગ્રંથ 'વસંતવિલાસ'માં જણાવ્યું છે. આ વિદ્વાન સૂરિ વસ્તુપાળના સમકાલીન હતા, અને તેના મરણ બાદ વસ્તુપાળના પુત્ર જૈત્રસિંહના વખતમાં તે વિદ્યમાન હતા. તેમણે વસ્તુપાળના સત્કાર્યો વર્ણવતું. ‘વસંતવિલાસ’ નામનું સંસ્કૃત કાવ્ય આલંકારિક ભાષામાં, વસ્તુપાળના પુત્ર જૈત્રસિંહના વિનોદ માટે રચ્યું છે. આ કાવ્યમાંથી કેટલીક ઐતિહાસિક હકીકતો પણ મળે છે. આ ગ્રંથમાં વસ્તુપાળના મરણનાં સાલસંવત ૧૨૯૬ જણાવી હોવાથી, તે વસ્તુપાળના મરણ બાદ રચાયું હોવાનું માની શકાય. એટલે આ સંસ્કૃત મહાકાવ્ય સંવતની તેરમી સદીના અંતભાગે કે ચૌદમી સદીની શરૂઆતમાં રચાયું હતું એમ ચોક્કસ લાગે છે. આ સૂરિવર્ષે આ સિવાય કરુણવજયુદ્ધનાટક' અને કવિવર આસડના ‘વિવેકમંજરી' તથા ઉપદેશકંદળી' ગ્રંથો ઉપર ટીકાઓ રચી છે. આ પૈકી 'કરુણવયુદ્ધનાટક' તી મંત્રીધર વસ્તુપાળની આજ્ઞાથી, શેત્રુંજય ઉપર ઋષભદેવના મહામહોત્સવ વખતે ભજવાયું હતું. આ કવિવરના ‘વસંતવિલાસ” કાવ્યમાં સર્ગ બીજાની અંદર અણહિલપુરનગરનું વર્ણન આપેલું છે, તેમાં સહસલિંગ સરોવરનું વર્ણન નીચે પ્રમાણે આપેલું છે. __ यस्याग्रतो दुर्लभराजराजसरो विशालं स्फटिकज्वलांभः ।
क्रोडीकृतै तत्प्रतिरुपमुग्धै रादर्शलीलामुररीकरोतु ॥४६॥ જેની આગળ દુર્લભસરાજ’ નામનું વિશાળ સરોવર, સ્ફટિક સરખા જળવાળું આવેલું છે. જે તેમાં કીડા કરતાં મનુષ્યોનાં પ્રતિબિંબોથી, આદર્શ લીલા કરતું જણાય છે.
विस्तीर्णशालं च पुरं तदुच्चैविशालपाली वलयंसरश्च ।
पयोधिवेलावनमेखलाया भूसुभूवः कुंडलतां हि याति ॥४७॥ વિસ્તીર્ણ શાળાઓ (દેવમંદિરો, સત્રશાળાઓ અને અધ્યયનશાળા) થી શોભતા આ નગરની પાસે વિશાળ પાળવાળું, વલયને આકારવાળું ગોળ સરોવર આવેલું છે. જે મહાસાગરને વીંટાળેલી વનમેખલાથી પૃથ્વીના કુંડળ જેવું લાગે છે.
भोगावतीतोऽप्यमरावतीतोऽप्यतीवरम्यां वहतोस्य लक्ष्मीम् ।
वीचिकरोदंचितफेनवीतैनिरुक्षितो नीवसरः करोति ॥४८॥ ભોગાવતી અને અમરાવતી, જેવી અતિ રમ્ય નગરીઓ પણ, અહીંની રાજલક્ષ્મીને પોતાની તરફ ખેંચે છે, જેના ખેંચાણથી આ તળાવના પાણીમાં, ફેણ અને ઘૂમરીઓ પડે છે.