________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૩૩૩ શિવાલય-સમૂહું આ, છે સરોવર શોભિત; ને શોભે તે પુર પણ, રાજહંસે વિભૂષિત.
કવિ અરિસિંહે વિક્રમના ૧૩માં શતકના અંત ભાગમાં રચેલ સુકૃત સંકીર્તનમાં સહસલિંગસરોવર અને કીર્તિસ્તંભનો ઉલ્લેખ કરતાં નોંધ્યું છે કે “વિશ્વે જગ યેન વિજિત્ય કીર્તિસ્તંભસ્તથાં કોપી મહાનકારિ” અર્થાત્ : જગત ઉપર વિજય મેળવીને તેણે કોઇ મહાન કીર્તિસ્તંભ કરાવ્યો હતો. સહસ્ત્રલિંગસરોવર ૧૬મી સદી સુધી અસ્તિત્વ ધરાવતું હતું. તે સંબંધી પણ અબુલ ફઝલ કૃત ‘અકબરનામા'માં વાંચવા મળે છે. “અકબરનામા” પ્રકરણ ૩રમાં સ્પષ્ટ નોંધ છે કે બહેરામખાન મકાની હજ માટે જતાં થોડોક સમય પાટણમાં રોકાયો હતો. સહસ્ત્રલિંગ સરોવરમાં નૌકાવિહાર દરમ્યાન મુબારકખાન લોહાનીએ તા. ૩૧ જાન્યુઆરી, ૧૫૬૧ના રોજ બહેરામખાનનું ખૂન કર્યું હતું આ ઘટના બાદ સહસલિંગસરોવર ક્યાં સુધી અસ્તિત્વ ધરાવતું હતું કે જ્યારે તેનો નાશ થયો તે સંબંધી કોઇ માહિતી નોંધાયેલી જાણમાં આવી નથી. સહસલિંગ મધ્યે સ્થિત ટેકરી બકસ્થળ, વિંધ્યવાસિનીનું મંદિર કે માયા ટેકરી?
સહસલિંગ સરોવરની મધ્યમાં એક મોટી ટેકરી છે, જેના ઉપર મહેલના અવશેષો પ્રાપ્ય છે. લોકવાયકા મુજબ તેને રાણીના મહેલ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ, તેનું બાંધકામ સોલંકીવંશનું માની શકાય તેવાં કોઈ જ ચિહ્નો નથી. પ્રથમ દૃષ્ટિએ જ તે મુસ્લિમયુગીન સ્થાપત્ય જણાય છે. આ બાંધકામને ઘણોબધો ભાગ વર્ષ ૨૦૦૧માં ગુજરાતમાં થયેલ ધરતીકંપમાં નાશ પામ્યો. એક અન્ય અનુશ્રુતિ મુજબ આ સ્થળને માયા ટેકરી તરીકે ઓળખવામાં આવે છે. પ્રચલિત દંતકથા મુજબ સહસલિંગ સરોવરમાં પાણી ભરાઈ રહેતું ન હોવાથી સિધરાજે માયા વણકરનું બલિદાન આપ્યું હતું. તેની સ્મૃતિમાં આ ટેકરી કરવામાં આવેલ છે. માયાના બલિદાનને બિરદાવતા અજ્ઞાત કવિ કૃત ‘માયાવેલ કાવ્યમાં પણ માયા ટેકરી સંબંધી કોઇ ઉલ્લેખ નથી. આ દંતકથાનું કોઇ ઐતિહાસિક પ્રમાણ ઉપલબ્ધ નથી. તેમજ સમકાલીન કે પરવર્તીકાલીન કોઇ સંસ્કૃત રચનામાં તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. આમ છતાં, આ લોકકથી કેમ ઉભવી ? આ લોકકથામાં સત્યાંશ કેટલો ? વગેરે પ્રશ્નો સંશોધનનો એક વિષય બની રહે છે. માયાની ઉત્પતિ વિશે ગણેશરામ વરતિયાએ તેમના ગ્રંથ મેહયાવત ક્ષત્રિયોની ઉત્પતિનો ઇતિહાસ' (૧૯૩૫)માં જણાવ્યું છે કે રાજા કર્ણદેવ અને મીનળદેવી દ્વારા તેના જન્મસંબંધી જ્યોતિષીઓની આગાહીના કારણે ત્યજાયેલું બાળક તે માયો.૧૧ હકીકતમાં સહસલિંગમાં પાણી ભરવા માટે સિદ્ધરાજે સરસ્વતી નદીનું પાણી નહેર મારફત સરોવરમાં વાળ્યું હતું, જેના અવશેષો આજે પણ ઉપલબ્ધ છે. “મોહરીપરના” (૩.૫૭-૫૮) નાટકમાં વનરાજ દ્વારા સ્થપાયેલ આ નગર વર્ણનમાં કુમારવિહાર, સરોવર અને તેના મધ્યે બકસ્થળનો સ્પષ્ટ ઉલ્લેખ છે. નીચે દર્શાવેલ શ્લોકોમાં સ્પષ્ટ જોવા મળે છે. પૂર્વ.......
કુવૈતરામ | 7 || મપિ ૨-.....
....વિમ્ ? / 58I સરસ્વતીપુરી” માં વિંધ્યેશ્વરીનું મંદિર હોવા વિશે નીચે મુજબ નોંધ છે. ૧૦