________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૪૩૧
કાલ, સલ્તનતકાલ, મુઘલકાલના શાસકોને નિર્દેશ આવે છે. રાજાઓ, મહામાત્યો, દંડનાયકો અને શ્રીકરણાધ્યક્ષોનો નિર્દેશ આવે છે.
સોલંકી કાલમાં જૈનધર્મ ગુજરાતમાં ખૂબ પ્રતિષ્ઠિત હતો. અણહિલવાડ પાટણ, ગિરનાર, વલભી અને શ્રીમાલ જૈન ધર્મનાં કેન્દ્ર હતાં. સોલંકીકાલમાં રાજાઓ, અમાત્યો, શ્રેષ્ઠીઓ જૈન મંદિરમાં ભૂમિદાન આપી મંદિરો, ચૈત્યો, ઉપાશ્રયોનો જીર્ણોધાર કરતા. મોટી સંખ્યામાં સંઘયાત્રાઓ પણ નીકળતી. આમ ગુજરાતમાં પાટણનો સંઘવી પાડાનો હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડાર ખૂબ સમૃદ્ધ હતો. મૂળરાજ પહેલો એ સોલંકી વંશનો પ્રથમ રાજવી હતો. એ અણહિલપુર પાટણનો રાજા હતો. એટલું તો એણે વિ.સ. ૧૦૫૧માં અણહિલ પાટણમાંથી દાન આપ્યું હોવાનું એના વિ.સ. ૧૦૫૧ના બલેરા તામ્રપત્રમાંથી નિસંદેહ ઠરે છે. સોલંકી વંશના તામ્રપત્રમાંથી મૂળરાજની વંશાવલિ શરૂ કરવામાં આવી છે. અને એમાં મૂળરાજને સોલંકી કુળરૂપી કમલિનીનો વિકાસ કરનાર સૂર્ય ‘‘ચાલુધિ ત્ન ળમતિની વિધાસ નૈ માર્તંડ'' કહ્યો છે. પ્રબંધ ચિંતામણી (પૃ.૧૯,૨૦) અનુસાર એણે વિ.સં. ૯૯૮ (ઇ.સ. ૯૪૨) થી વિ.સ. ૧૦૫૩ (ઇ.સ. ૯૯૭) સુધી રાજ્ય કર્યું હોવાનું જણાય છે. એના સમયના ચાર દાનપત્રો મળ્યા છે. એના પરથી મૂળરાજ સારસ્વત મંડલ (અણહિલવાડ, સિધ્ધપુર,ગાંભુ, મોંઢેરા, માંડલ, વિરમગામ, મહેસાણા) વગેરે એની ઉત્તરે સત્યપુર મંડલ (વડુમથક સત્યપુર-સાંચોર જિલ્લો જોધપુર-રાજસ્થાન) પર રાજ્ય કરતો એ “પરમ-ભટ્ટારક’’, ‘‘મહારાજાધિરાજ’’ બિરુદ ધરાવતા.૪ આચાર્ય હરિભદ્ર સૂરિના ''યોગ દૃષ્ટિ સમુચ્ચય'' ગ્રંથની તાડપત્રીય પ્રત કર્ણદેવના કલ્યાણ વિજય રાજ્યમાં સં. ૧૧૪૬ કાર્તિક સુદિ......(ઇ.સ. ૧૦૮૯, ૭ ઓટો થી ૨૨ ઓક્ટો.) ના દિવસે એના મહામાત્ય મુંજાલની વસતિમાં રહીને પાટણમાં લખાઇ હોવાનું જણાવ્યું છે.૫
જ્યારે પાટણના સંઘવીપાડા ભંડારમાં સંગ્રહિત ‘ઉત્તરાધ્યયન સૂત્ર અને પુષ્પવતી કથાની સં. ૧૧૭૯ ભાદ્રપદ વિદ ઇ.સ. ૧૧૨૨-૨૩) અને સં. ૧૧૯૧ ભાદ્રપદ સુદિ-૮ ભૌમદિનની ઇ.સ. (૧૧૩૪, ૨૮-ઓગષ્ટ સુદિ-૮)ને તાડપત્રીય હસ્તપ્રતોમાં ‘“ત્રિભુવનગંડ'' બિરુદ પ્રયોજવામાં આવ્યું છે.
પાટણના સંઘવીપાડા ગ્રંથભંડારમાંથી પ્રાપ્ત જયસિંહદેવના વિજય રાજ્યમાં લખાયેલી વિ.સં. ૧૧૭૯ ભાદ્રપદ વિદ (ઇ.સ. ૧૧૨૩)ની ઉત્તરાધ્યયન સૂત્ર-શ્રુત સ્કંધની તાડપત્રીય પુષ્પિકામાં સં.૧૧૯૧ ફાલ્ગુન વદિ-૧ની શનિવાર (૧૩, જાન્યુઆરી ઇ.સ. ૧૧૩૪)ની ‘‘આવશ્યક નિર્યુક્તની અણહિલ પાટણમાં લખાયેલી હસ્તપ્રતની પુષ્ટિકામાં તથા સં. ૧૧૯૧ ભાદ્રપદ, સુદ-૮, મંગળવારને (૨૮, ઓગષ્ટ ઇ.સ. ૧૧૩૪)ના દિવસે લખાયેલી ‘‘પુષ્પાવતી કથા’”ની હસ્તપ્રતની પુષ્પિકામાં જયસિંહદેવનું ‘‘સિધ્ધચક્રવર્તી’’બિરુદ અપાયેલું છે.
કાવ્ય પ્રકાશની પંડિત લક્ષ્મી ઘરે લખેલી વિ.સ. ૧૨૧૫, આશ્વિન સુદિ ૧૪ને બુધવારની (૮, ઓટો, ઇ.સ. ૧૧૫૮) હસ્તપ્રતની પુષ્પિકામાં