________________
=
=
યુગે યુગે પાટણની પ્રભુતા
૫૧૩ રચના સંપૂર્ણ બની રહી. ભક્તજનો, ઋષિઓ, મુનીઓ, વિદ્વાનો, સાધુ સંતો મળી સાત દિવસ મોટો ઉત્સવ ઉજવ્યો. તેમાં બ્રહ્મા, ઇદ્ર, રૂદ્ર, કુબેર, ગાંધર્વો, કિંકરો, નાગો, અપ્સરાઓ, દિકપાળો ઇત્યાદિ સર્વ દેવોએ પણ જુદા જુદા રૂપો ધારણ ધરી ભાગ લીધો અને ધર્મનો પ્રચાર કર્યો. આ રીતે પોતાના અવતાર કાર્યની શુભમંગળ શરૂઆત કરી.
આજે પણ પાટણમાં પદ્મનાભવાડીમાં કારતક સુદ ૧૪ થી કારતક વદ ૫ સુધી પદ્મનાભ ભગવાનના રાત્રિ મેળાનું આયોજન થાય છે અને બધાજ પ્રજાપતિ ભાઇઓ-બહેનો મેળામાં ભાગ લેવા ઉમટે છે. પાટણના ખત્રીઓ પણ તેટલાજ ઉત્સાહથી મેળામાં ભાગ લે છે. પાંચમના દિવસે દિવસનો મોટાપાયે મેળો ભરાય છે જેમાં તમામ જ્ઞાતિના લોકો મળી આખું ગામ હોંશભેર ભાગ લે છે. પાટણના પ્રજાપતિ જ્યાં પણ વસતા હોય ત્યાંથી આ મેળામાં અવશ્ય આવે છે. બહારગામ રહેતા પ્રજાપતિઓ છેલ્લા બે મેળા કરવા અવશ્ય પધારે છે. હું મુંબઇથી દર વર્ષે મેળામાં વર્ષોથી અવશ્ય જાઉં છું. આ મેળામાં ખાસ “રવાડી"ના દર્શન કરવા લોકો ઉમટે છે અને પ્રસાદ તરીકે રેવડી હોય છે.
ત્યારબાદ પદ્મનાભ ભગવાન ઉમર લાયક થતાં તેમના લગ્ન પ્રજાપતિ વારિદાસની સુપુત્રી સાથે થયાં અને આ લગ્નથી ભગવાનને ચાર પુત્ર અને એક પુત્રી અવતર્યા, જેઓના નામ હરજી, હરિદાસ, માધવદાસ, વિષ્ણુદાસ અને કન્યાનું નામ મચકન પાડયું. આ પાંચે અવતારો દેવના અવતારો હતા. જેમાં હરજી એ પ્રત્યક્ષ શિવજીનો અવતાર ગણાય છે અને તેઓ પાછળથી “હરદેવ'ના નામ નામે પ્રસિદ્ધ થયા.
. એક સમયે પાટણના મુસ્લિમ બાદશાહખાન મહંમદને પીઠમાં મોટું પાડું થયું. વિવિધ ઉપચારો કર્યા છતાં પણ તે મઢ્યું નહીં. કોઈ મહાત્માએ બાદશાહખાનને સરોવર ખોદાવવા કહ્યું. અને તેના પુણ્યથી તમારા પીઠનું પાટું મટશે એમ જણાવ્યું.
આ તો બાદશાહ ! તેમને વળી કોની સંમતિ લેવાતી હોય ? તેમના મનમાં આવે તે કરે. આખા ગામમાં ઢંઢેરો પીટાવી આખા ગામના સર્વે લોકોને કામે લગાડી દીધા. આખા શહેરના સર્વે લોકો સરોવરના ખોદકામમાં કામે લાગી ગયા, ન આવ્યા પદ્મનાભ અને ધનુરાજ. કોઇકે બાદશાહખાનને ચાડી ખાધી કે પદ્મનાભ નામે એક કુંભાર છે તે સરોવર ખોદવા આવતો નથી. બાદશાહે તુરંત સિપાઇ મોકલી પદ્મનાભને બોલાવવા મોકલ્યો બાદશાહ ખાનનો સંદેશ મેળવાથી પદ્મનાભ અને ધનુરાજ બન્ને સરોવર ખોદાતું હતું ત્યાં ઉપસ્થિત થયા. બાદશાહખાને પદ્મનાભને પૂછ્યું “આખું નગર છેલ્લા સાત દિવસથી સરોવર ખોદવાના કામે લાગ્યું છે, ત્યારે તમે કેમ કામ કરવા આવતા નથી ?
શ્રી પદ્મનાભે કહ્યું, “સાત દિવસનું કામ અમો એક દિવસમાં કરી આપીશું” - બાદશાહખાને નગરના માણસોને સાત દિવસ જેટલું કામ કરેલું તેટલી જગ્યા અલગ ફાળવી પદ્મનાભને કામ કરવા ફરમાવ્યું.
બાદશાહખાનના માણસોએ તે પ્રમાણે જમીન ફાળવી અને સાત ટોપલીઓ આપી કામ કરવા જણાવ્યું. કામ આપોઆપ શરૂ થઈ ગયું. ટોપલીઓ પદ્મનાભ ભગવાનના શિરથી અદ્ધર રહે અને માટી નંખાવા માંડી. આ ચમત્કાર જોઇને એક સિપાઈ ભાગ્યો અને બાદશાહખાનને સમાચાર આપ્યા કે, જે