________________
યુગે યુગે પાટણની પ્રભુતા
(૧) શેખ ફરીદનો રોઝો
૫૦૮
હાલના પાટણના પશ્ચિમ-ઉત્તર ખૂણામાં આસરે બે-ત્રણ કીલો મીટર દૂર સરસ્વતી નદીના કિનારે શેખ ફરીદનો પ્રખ્યાત રોઝો આવેલો છે. સહસ્રલિંગ સરોવરમાં પાણી લાવવા માટે રૂદ્રકૂપથી જોડતી પાકી નહેરના સામેના છેડે.આ ભવ્ય મુસ્લીમ સ્થાપત્ય જોવા જેવું છે.
શેખ ફરીદનું આખું નામ હજરત રૂકનુદ્દીન કુંસકર હતું. એમનો જન્મ ઇ.સ. ૧૩૦૭માં પાટણમાં જ થયો હતો. તેઓ ૧૩૫ વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવી ઇ.સ. ૧૪૩૫ (હિજરી સં. ૮૪૨, સવ્વલ ના ૨૨)માં સ્વર્ગવાસી થયા હતા.
શેખ ફરીદના રોઝાનું સ્થાપત્ય અદ્ભૂત છે. એના પરનો ઘૂમ્મટ દેલવાડાના જૈન દેરાસરની યાદ અપાવે છે. દિવાલો પરની સુંદર કોતરકામ વાળી જાળીઓમાં ફૂલવેલ, સર્પાકાર જેવાં સુંદર અને આંખોને ગમી જાય એવા છે. આ ઇસમારતના થાંભલા, જાળીયો, ઘુમ્મટની છત, બારશાખ વગેરે જોતાં જોનારને પ્રથમ નજરે એમજ લાગે પહેલાં આ જગ્યાએ કોઇ હિન્દુ મંદિર કે જૈનોનું જિનાલય હશે. જે પાછળથી મુસ્લીમ આક્રમણકારોએ અને મુસ્લીમ શાસકોએ એને મુસ્લીમ સ્થાપત્યમાં પરિવર્તન કર્યું હોય. મી. બર્જેસે પણ આવોજ મત વ્યક્ત કરેલો છે. પરંતુ બારીકાઇથી નિરીક્ષણ કરતાં સ્પષ્ટ જણાય છે કે આ સ્થાપત્ય મુસ્લીમ પધ્ધતિથી જ બંધાયું છે પણ એમાં વપરાયેલ સ્તંભો, જાળીયો, ઘુમ્મટો વગેરે તમામ સામાન પ્રાચીન હિન્દુ મંદિરો અને જિનાલયોના અવશેષોમાંથી જ નિર્માણ કર્યું છે.
હકિકત ગમે તે હોય પાટણનાં પ્રાચીન મુસ્લીમ સ્થાપત્યોમાં આ એક જોવાલાયક સ્થળ છે. દરવર્ષે ત્યાં સંદલ, મેળો વગેરે આજે પણ હોંશભેર ઉજવાય છે.
(૨)
બહેરામખાનની કબર
શેખ ફરીદના રોઝાને અડીને નજીકમાં બહેરામખાનની કબર એક વિશાળ ઘુમ્મટની નીચે આવેલી છે. આ મઝારનું સ્થાપત્ય પણ ખરેખર મુલાકાત લેવા જેવું છે.
બહેરામખન અકબરના દરબારમાં મહત્વનું સ્થાન ધરાવતો દરબારી હતો અકબરના ઉછેરમાં, તેના ઘડતરમાં બહેરામખનનો ઘણો ફાળો હતો.
બહેરામખાન ઇ.સ. ૧૫૬૧માં દિલ્હી થી મક્કા હજ કરવા નિકળ્યો તે વખતે ખંભાત બંદરેથી મક્કા જવાતું. ખંભાત પાટણના તાબામાં હતું. તેથી બહેરામખાન પ્રથમ પાટણ આવ્યો. રાજ્યના મોટા મહેમાન એવા બહેરામખાન સહસ્રલિંગ સરોવરમાં બોટમાં બેસી સહેલગાહ કરવા નિકળ્યા. સહસ્રલિંગ સરોવર ઇ.સ. ૧૫૬૧ સુધી પાણી થી ભરેલું અને બોટો ચાલી શકે એવી સારી સ્થિતિમાં હશે. બોટીંગ કરી વળતાં સહસ્રલિંગ સરોવરના રમણીય કિનારે બોટમાંથી નીચે ઉતરતાંજ મુબારકખાન નામના એક પઠાણે એના પિતાના મોતનો બદલો લેવા બહેરામખાનનું ખૂન કર્યું. આ ઘટના તા. ૩૧, જાન્યુઆરી,