________________
• યુગે યુગે પાટણની પ્રભુતા
૧
પાટણની સ્થાપના અને પુનરુદ્ધાર
૧
પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય
પાટણની સ્થાપના વિક્રમ સંવત ૮૦૨ના મહા વદ-૭ ને શનિવાર, ઇ.સ. ૭૪૬ માં થઇ હોવાનું પ્રાચીન ગ્રંથોમાં નોંધાયું છે પાટણનો પ્રથમ રાજા વીર વનરાજ ચાવડો હતો. ચાવડા વંશના નીચે મુજબ રાજાઓ થઇ ગયા.
(૧) વનરાજ (૨) યોગરાજ (૩) રત્નાદિત્ય (૪) વૈરસિંહ (૫) ક્ષેમરાજ (૬) ચામુંડ (૭) રાહડ (૮) ભૂવડ ઉર્ફે સામંતસિંહ
આ સામંતસિંહ ચાવડા વંશનો છેલ્લો રાજા હતો. સામંતસિંહ ખૂબ જ નબળો રાજવી હતો. તેના ભાણેજ મૂળરાજ સોલંકીએ સામંતસિંહને મારી પાટણની ગાદી કબજે કરી, સોલંકી વંશની સ્થાપના કરી.
“સામંતસિંહના વખતમાં બનેલી આ વાર્તા છે.
રાજ અને બીજ નામના બે સોલંકી કુમારો યાત્રાએ નીકળેલા. બીજ અંધ હતો. એક વખત તેઓ રસ્તામાં અણહિલવાડ નગરની ભાગોળે રાતવાસો રહેવા મુકામ કર્યો. અણહિલવાડ નગરના રાજા સામંતસિંહ ચાવડાનો એક સરદાર રાજાની ઘોડીને પાણી પીવડાવવા ત્યાં લઇ આવ્યો. ત્યાં રાજ અને બીજ જેવા અજાણ્યા માણસોને જોઇ ઘોડી ભડકી અને તોફાન કરવા લાગી. આથી સરદારે ઘોડીને ચાબુક મારી. ચાબુકનો અવાજ બીજના કાને પડચો. બીજ પોતે અંધ હોવા છતાં અશ્વ પરીક્ષાનો ‘‘શાલીહોત્ર’’ ગ્રંથ ભણ્યો હતો.
તે તુર્ત જ બીલી ઉઠચો, “જા રે જા ભૂંડા ! તેં ચાબુક મારીને આ ઘોડીના પેટમાં જે પંચકલ્યાણી વછેરો છે, તેની ડાબી આંખ ફોડી નાંખી.''
સરદારને આ સાંભળી અચરજ લાગ્યું. તેને આ વાત પોતાના રાજા સામંતસિંહને કહી. રાજ તુર્ત જ ભાગોળે આવ્યો. રાજા સામંતસિંહે કહ્યું કે, ‘તમારા કહેવા મુજબ મારી ઘોડીને પંચકલ્યાણી વછેરો અવતરશે અને જો તેની ડાબી આંખ તમારા કહેવા મુજબ ફૂટેલી હશે તો મારૂં અર્ધું રાજ્ય તમને આપીશ અને તે ઉપરાંત મારી બેન લીલાવતીને તમારી સાથે પરણાવીશ અને જો તમારી વાત ખોટી નીકળશે તો તમારૂં સર્વસ્વ પડાવી લઇશ અને તમારો શિરચ્છેડ કરીશ.
અંધ બીજે આ વાત માન્ય રાખી. બંને ભાઇઓ અણહિલવાડના દરબારમાં રાજ્યના મહેમાન તરીકે રહ્યા. પંદરેક દિવસ પછી ઘોડીને પ્રસવ થયો. તેના પેટે પંચકલ્યાણી વછેરો અવતર્યો અને બીજ સોલંકીના ભવિષ્ય ભાખ્યા પ્રમાણે તેની ડાબી આંખ ફૂટેલી હતી. રાજકુમારોની ઓળખાણ સોલંકી રાજકુમારો તરીકે થઇ.