________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૩૯૨ ઇ.સ. ૧૯૩૨માં ર.ચુ. મોદી દ્વારા સંપાદિત થઈને પ્રકાશિત થયેલી. (૧૦) “ધ્રુવાખ્યાન
ધુવના પ્રાચીન કથાનક વિષયે મધ્યકાલીન ગુજરાતીમાં બીજા અગિયાર જેટલાં આખ્યાનો મળે છે. ભાલણે ૧૮ કડવાંમાં ધુવાખ્યાન રહ્યું છે. ધ્રુવાખ્યાન'નો કેટલોક અંશ “ભાલણ ઉદ્ધવ અને ભીમ'માં મુદ્રિત છે. (૧૧) “નળાખ્યાન'
નળકથાનક જૈન અને જૈનત્તર કથામૂલક સાહિત્યસ્વરૂપોમાં સતત પ્રયોજાતું રહેલ છે. નળાખ્યાન વિષયક જૈનેતર પરંપરાનો આરંભ ભાલણથી થાય છે. સમગ્ર મધ્યકાલીન સાહિત્યમાં ભાલણકૃત નળાખ્યાન બે-ત્રણ બાબતે અનોખું છે. એક તો માત્ર 'મહાભારત'ના “નલોપાખ્યાન” પર અવલંબિત થયા વગર 'નૈષધીયચરિત’ અને ‘નલચંપૂ જેવી રચનાઓને પણ નજર સમક્ષ રાખીને પોતાની રીતે કથાનકનું કડવામાં વિભાજન, પાત્રોમાં માનવભાવોનું નિરૂપણ અને અલંકાર રસ આયોજન અનુગામીઓ ઉપર ઘેરો પ્રભાવ પાડી ગયેલ છે. ત્રી.આ. (ઇ.સ. ૧૯૭૫) કે.કા.શાસ્ત્રી દ્વારા સંપાદિત થઈ પ્રકાશિત થયેલ છે. (૧૨) “કાદંબરી આખ્યાન
બાણની ગદ્યકથાને પદ્યમાં કડવાબંધમાં ઢાળવાનું બહુ મોટું કામ ભાલણે કર્યું છે. મૂળમાં ક્લિષ્ટ વર્ણનો અને દુર્બોધ કથાનકને ભાલણે અવગમનક્ષમ સરસ રીતે કડવામાં વિભાજિત કરીને પ્રસ્તુત કરેલ છે. પૂર્વ ભાગના ૨૩ કડવાં અને ઉત્તર ભાગના ૪૦ કડવાં મળીને કુલ ૬૩ કડવાંની રચના છે.
અવનવાં કથનકેન્દ્રો યોજીને, પાત્રોમાં માનવભાવોનું નિરૂપણ કરીને, શૃંગાર અને કરુણનું નિરૂપણ તથા અલંકાર, રાગ, ઢાળ વગેરેનો ઔચિત્યપૂર્વક વિનિયોગ કરીને ભાલણે પોતાની પ્રતિનિર્માણ કલા શકિતનો પૂરો પરિચય આ કૃતિ દ્વારા આપી દીધો છે. કેશવ હર્ષદ ધ્રુવ અને કે.કા. શાસ્ત્રી દ્વારા 'કાદંબરીના બંને ખંડ હસ્તપ્રતોને આધારઅપે રાખીને પાઠ નોંધીને સંપાદિત થયેલ છે. બંને સંપાદકોએ કાદંબરી ઉપલબ્ધ બે હસ્તપ્રતોમાંથી એક એકને કેન્દ્રમાં રાખીને સંપાદન કર્યું જણાય છે. ત્રીજું એક વધારાનું સંપાદન ડૉ. રમેશ મ. શુક્લ દ્વારા ઉપર્યુક્ત પ્રકાશિત સંપાદનોને આધારે તૈયાર થયું જણાય છે.
કડવાં પદ મિસબંધ (૧૩) “દશમસ્કંધ'
શ્રીમદ ભાગવતના દશમસ્કંધના ૯૦ અધ્યાયના કથાનકને ભાલણે ૪૯૭ પદ કડવામાં વિભાજિત કરીને દશમસ્કંધનું સર્જન કર્યું છે. ભાલણની અન્ય કૃતિઓમાં મળે છે તેમ અહીં સવિશેષપણે ‘ભાલણપ્રભુ રઘુનાથ” એવું નામચરણ મળે છે. આના સમાધાન માટે પ્રતીતિકર કારણ ડૉ. હરિવલ્લભ ભાયાણીએ રાસલીલા' (ઇ.સ. ૧૯૮૮) માં વાસણદાસ કૃત ‘રાધવદાસ સંપાદિત કરીને પ્રસ્તુત કરેલ છે. તેની ભૂમિકામાં જણાવેલ છે. કૃષ્ણ-રાધાની પ્રણયલીલા વિશેના રાસનું “રાઘવરાસ” એવું નામ ખુલાસો માગે છે. પંદરમી-સોળમી શતાબ્દીમાં સાહિત્યમાં વિષ્ણુના અવતાર રામ અને કૃષ્ણ વચ્ચે અભેદ માનીને રામથી કૃષ્ણનો નિર્દેશ કરાતો હોવાનું જોઈ શકાય છે. અને તે વલણ પછીની