________________
યુગે યુગે પાટણની પ્રભુતા
(૩૧) વે, સુરેશચંદ્ર કનૈયાલાલ
M.A., Ph.D. શારદાપીઠ આર્ટ્સ કોલેજ, દ્વારકાના આચાર્યપદે લાંબાકાળ સુધી સેવાઓ આપી. સુરેશભાઇ સંસ્કૃતના અભ્યાસી અધ્યાપક હોવા ઉપરાંત ઇતિહાસ અને સંસ્કૃતમાં પણ ઊંડો રસધરાવતા હતા. દ્વારકામાં નિવાસ દરમ્યાન ઓખામંડળ દ્વારકાપ્રદેશ સંબંધી પુરાણો અને અન્ય ગ્રંથોના ઉલ્લેખોથી પ્રેરાઇને સંશોધન કાર્ય કર્યું. આ સંશોધનના પરિણામે દ્વારકા પ્રદેશની પ્રાચીનતા અને ઐતિહાસિકતા, ઓખામંડળમાં ચિત્ર, શિલ્પ અને સ્થાપત્યકલા તથા ‘બેટ શંખોઘ્ધાર' લેખો ગુજરાત ઇતિહાસ પરિષદના છઠ્ઠા, સાતમા અને આઠમા અધિવેશન, અનુક્રમે દ્વારકા, ભુજ અને પાટણમાં ભરાયેલ અધિવેશનોમાં રજૂ કરેલ. આ ત્રણેય અધિવેશનોમાં ‘ડૉ.યંતિલાલ ઠાકર રોપ્યચંદ્રકો એનાયત કરવામાં આવેલ. કે.કા.શાસ્ત્રીએ આ નિબંધોને આવકારતાં નોંધ્યું છે કે, “લેખોનું પ્રત્યેક વિધાન સપ્રમાણ છે એની ખાતરી લેવા જવું પડે એમ નથી. કારણ કે ઇતિહાસવિદોની નજર તળેથી ચળાઇને એ નિબંધો ચંદ્રકો વિજેતા બન્યા છે.''આ ઉપરાંત મોડાસા, સિદ્ધપુર વિશે પણ સંશોધન લેખો પ્રગટ કરેલ છે. તેમના લેખો સ્વાધ્યાય, પથિક, શારદાપીઠ-પત્રિકા વગેરે સામાયિકોમાં પ્રકાશિત થયેલ છે. કૃતિઓ : ‘ઓખા મંડળ : ઐતિહાસિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ’ (૧૯૭૮), ‘દ્વારકા સર્વસંગ્રહ', સંપા. : પુષ્કરભાઇ ગોકાણી અને સુરેશભાઇ દવે (૧૯૭૩).
(૩૨) દેસાઇ અમીધર રણછોડજી (૧૮૬૦-૧૯૧૩)
BA નાગર ગૃહસ્થ. પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજના વાઇસ પ્રિન્સિપાલ પદેથી નિવૃત્ત. સરકારી કેળવણી ખાતા દ્વારા પ્રકાશિત તેમનાં અભ્યાસક્રમલક્ષી પુસ્તકો જગતની ભૂગોળ, ગુજરાતી વ્યાકરણ વગેરે પ્રસિદ્ધિ છે.
(૩૩) દેસાઇ, શંભુધર લક્ષ્મણજી (૧૮૬૦-૧)
નાગર ગૃહસ્થ. ગર્ભશ્રીમંત, અંગ્રેજી અને સંસ્કૃતના અભ્યાસી. ‘જગતસિંહ નાટક' અને ‘સિવિલ સર્વિસમાં પ્રવેશ' ગ્રંથોનું પ્રકાશન. (૩૪) દોલતરામ પ્રાણશંકર
સુદામા અને કૃષ્ણલીલા નાટકની રચના.
૩૪૫
(૩૫) ધામી, મોહનલાલ પાર્વતીર્થંકર
જન્મ : પાટણમાં, રાજકોટમાં સ્થાયી થયા. અભ્યાસ : પાટણની ઉજમશી પીતાંબરદાસ આયુર્વેદિક કોલેજમાંથી ૧૯૨૮માં ‘આયુર્વેદ ભૂષણ’ની ઉપાધિ મેળવી. પાટણની ફતેસિંહરાવ લાઇબ્રેરી વિશે તેમને નોંધ્યું છે કે ‘‘મારા લેખક તરીકેના શોધમાં વધુને વધુ પ્રેરક બળ શ્રી ફતેસિંહરાવ લાઇબ્રેરીમાં હતું...‘ચિત્ર મંદિર’ નામનું મારું પ્રથમ પુસ્તક પુસ્તકાલયના બાંકડે બેસીને લખાયું હતું.’’ ‘સ્મરણમાધુરી’ (૧૯૮૦)માં આત્મકથાત્મક લેખોનાં સંગ્રહ છે. જૈન ઇતિહાસને વિષયવસ્તુ બનાવી ૧૫૦ થી અધિક નવલકથાઓનું સર્જન. પ્રમુખ કૃતિઓ ઃ રૂપકોશા ખંડ ૧-૨ (૧૯૫૫), રૂપગર્વિતા (૧૯૬૨), બંધન તૂટચાં (૧૯૫૬), ભેદની ભીતરમાં (૧૯૮૧) વગેરે છે. કેટલીક કૃતિઓના બંગાળીમાંથી ગુજરાતી અનુવાદો પણ આપ્યા છે.