Book Title: Pragnav Bodh Part 01 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/009272/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી બ્રહ્મચારીજી પ્રણીત જી પ્રણીત શ્રી બ્રહ્મચા પ્રજ્ઞાવબોધ ભાગ-૧ પ્રજ્ઞાવબોધ ભાગ-૧ વિવેચન વિવેચન Page #2 -------------------------------------------------------------------------- ________________ eeeeeeeeeeee ક eeeeeeeee COCO પ્રજ્ઞાવબોધ-લેખક-પૂ.શ્રી બ્રહ્મચારીજી પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ CUO C O COCO વિવેચક પારસભાઈ જૈન GOGOGGEGOOOOOOOOOOOOOOO પ્રકાશક શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર, બાંઘણી eeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રથમાવૃત્તિનું નિવેદન પૂજ્યશ્રી બ્રહ્મચારીજી કૃત “પ્રજ્ઞાવબોથ” ગ્રંથનો સંક્ષિપ્ત અર્થ અત્રે આપીએ છીએ. આ ગ્રંથ પૂજ્યશ્રીની એક અજોડ, અદ્ભુત કૃતિ છે. આખો ગ્રંથ કાવ્યમાં હોવા છતાં તેઓશ્રીનું વિશાળ શાસ્ત્રજ્ઞાન, કાવ્યકળા તથા અનેકવિધ પ્રજ્ઞાના એમાં દર્શન થાય છે. તેમજ પરમકૃપાળુદેવ પ્રત્યેની અનન્ય પ્રેમભક્તિ દરેક પાઠની પ્રથમ ગાથામાં ઝળકી ઊઠે છે. મુમુક્ષુને પરિચિત એવા સુંદર ગેય રાગોમાં આ ગ્રંથની રચના કરી પૂજ્યશ્રીએ આપણા ઉપર અનન્ય ઉપકાર કર્યો છે. શ્રી “મોક્ષમાળા'ના ચોથા ભાગરૂપે આ “પ્રજ્ઞાવબોઘ’ ગ્રંથની સંકલના પરમકૃપાળુદેવે સ્વયં, “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથના પત્રાંક ૯૪૬માં લખાવેલ છે. તેના આધારે પૂજ્યશ્રીએ આ ગ્રંથની રચના કરી છે. તથા પરમકૃપાળુદેવના પત્રોને પણ વિષયને અનુરૂપ આ ગ્રંથમાં વણ્યા છે. તે પત્રોને તે તે ગાથાઓ નીચે આ ગ્રંથમાં મૂકવામાં આવ્યા છે, જેથી તે તે ભાવોની વિશેષ વૃઢતા થાય. તથા “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથના પૃષ્ઠ ૬૬૪ ઉપર પરમકૃપાળુદેવે ઉપદેશમાં સ્વયં જણાવેલ છે કે “એનો “પ્રજ્ઞાવબોઘ’ ભાગ ભિન્ન છે તે કોઈ કરશે.”તે પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ રચી પરમકૃપાળુદેવની ભવિષ્યવાણી પુરવાર કરી છે. એવા ગ્રંથો કોઈ આત્મઅનુભવી પુરુષો જ લખી શકે, બીજાનું ગજું નથી. અગાસ આશ્રમના સભામંડપમાં “પ્રજ્ઞાવબોઘ” ગ્રંથ ક્રમશઃ વંચાયો ત્યારે મુમુક્ષુઓએ એવી ભાવના દર્શાવેલી કે આ સંપૂર્ણ ગ્રંથ કાવ્યમાં હોવાથી આના અર્થ જો છપાય તો સમજવામાં વિશેષ સુગમતા રહે. તેથી મુમુક્ષુઓની ભાવનાને લક્ષમાં લઈ આ અર્થ છપાવવાનો નિર્ણય કર્યો છે. સાથે ૩ર પ્રાસંગિક રંગીન ચિત્રો ઉમેરવામાં આવ્યા છે. આ અર્થ ગાથાને ટૂંકાણમાં ક્રમપૂર્વક કિંચિત્ સમજવા અર્થે અલ્પમતિ અનુસાર લખેલ છે. “સત્પરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં, અનંત આગમ રહ્યા છે” એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે તેમ આ ગાથાઓમાં પણ અનંત અર્થ સમાયેલો છે, જે જ્ઞાનીપુરુષના હૃદયમાં છે. જ્ઞાનીપુરુષ આ ગાથાઓનો વિસ્તાર કરે તો હજારો પેજ થાય એવું એમાં ગૂઢ તત્ત્વ, દૈવત રહેલું છે, કેમકે ઘણા શાસ્ત્રોનું એમાં દોહન છે. સુજ્ઞ વાચકવર્ગને અર્થમાં ક્યાંય ભાવભેદ જણાય તો ધ્યાન દોરવા વિનંતી. આ ગ્રંથમાં અવતરણ નીચે પુસ્તકનું નામ સંક્ષેપમાં આ પ્રમાણે સમજવા યોગ્ય છે :શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.....) વ. વચનામૃત. પૃ.=પૃષ્ઠ, ઉ=ઉપદેશામૃત, બો.૧, ૨, ૩= બોઘામૃત ભાગ-૧, ૨, ૩. આ ગ્રંથ મુમુક્ષ સમુદાયને આત્મહિત સાધવામાં સહાયભૂત થાઓ એવી શુભેચ્છા સહ વિરમું છું. –આત્માર્થ ઇચ્છક, પારસભાઈ જૈન (૩) Page #4 -------------------------------------------------------------------------- ________________ પુષ્પાંક વિષય પ્રથમાવૃત્તિનું નિવેદન પૂજ્યશ્રી બ્રહ્મચારીજીનું |જીવન ચરિત્ર પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧ની અનુક્રમણિકા પુષ્પાંક વિષય ૨૫ ૨૬ ૨૭ પ્રજ્ઞાવોધ વિવેચન :– હિત-પ્રેરણા ૧ ર જિનદેવ-વન ૩ |નિગ્રંથ ગુરુ ગીત ૪ દયાની પરમ ધર્મના ૫ |સાચું બ્રાહ્મણપણું ૬ મૈત્રી આદિ ચાર ભાવના સત્શાસ્ત્રનો ઉપકાર ૭ ८ પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર મહાવીર દેવ ભાગ-૧ 99 '' ૨ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ત્રણ આત્મા ૧૬ સભ્યન ૧૭ પાર્શ્વનાથ પરમાત્મા ભા-૧ ,, ૧૮ ૨ ૧૯ ૩ ૨૦ મહાત્માઓની અસંગતા ૨૧ સર્વોત્કૃષ્ટ સિદ્ધિ ૨૨ અનેકાન્તની પ્રામાણિકતા મન-ભ્રાન્તિ ૨૩ ૨૪ તપ 99 33 ,, ૩ ત્રણ મનોરથ ચાર સુખશબ્દા વ્યાવહારિક જીવોના ભેદ "" 39 પૃ (૩) » (૫) 8× ૪૭ પ્ણ છ ૧૩ ૨૧ ૨૮ ૨૯ (૪) *છ છછ જ્ઞાન ક્રિયા આરંભ-પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલો ઘણો ભાર શ્રી નેમિનાથ પ્રભુ ભા-૧ ,, ૨ 23 29 દાન ૩૨ | નિયમિતપણું ૩૩ | જિનાગમ-સ્તુતિ નવ તત્ત્વનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ ૭૩ ૩૫ સાર્વજનિક કાય ૮૬ ૩૬ ૧૦૩ ૩૭ ૧૨૦ ૩૮ ૧૨૬ ૩૯ ૧૩૫ ૪૦ ૧૪૩ ૪૧ ૧૫૦ ૪ર ૧૯૩ ૪૩ ૨૦૮ ૪૪ ૨૨૨ ૪૫ ૨૩૮ ૪૬ ૨૫૧ ૪૭ ૨૬૩ ૪૮ | સરળપણું ૨૬૮ ૨૭૭ સદ્ગુણ દેશ ધર્મ વિષે વિચાર મૌન શરીર પુનર્જન્મ પંચમહાવ્રત વિષે વિચાર નિર્દોષ નર-શ્રી રામ ભા૧ ૨ ૩ ,, 23 29 સ્વ-દેશ-બોથ પ્રશસ્ત યોગ 23 33 ૩ 39 ૪૯ | નિરભિમાનપણું ૫૦ બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું મુ ૨૮૩ ૨૯૫ ૩૧૦ ૩૨૩ ૩૩૭ ૩૫૨ ૩૬૬ ૩૮૮ ૩૯૪ ૪૦૧ ૪૦૮ ૪૧૮ ૪૩૦ ૪૩૭ ૪૪૩ ૪૫૩ ૪૬૩ ૪૭૧ ૪૮૪ ૪૯૯ ૫૧૪ ૫૨૩ ૫૩૨ ૫૪૦ ૫૪૬ ૫૫૩ Page #5 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રી બ્રહ્મચારીજી Page #6 -------------------------------------------------------------------------- ________________ પરમપૂજ્ય શ્રી બ્રહ્મચારીજીનું જીવનચરિત્રા “(સંક્ષિપ્ત) જન્મ પરમપૂજ્ય શ્રી બ્રહ્મચારીજીનો જન્મ વિક્રમ સંવત ૧૯૪પના જન્માષ્ટમીના શુભ દિને ગુજરાતના ચારુતર પ્રદેશમાં બાંઘણી નામના ગામમાં થયો હતો. જન્માષ્ટમી, મહાત્મા શ્રી કૃષ્ણનો જન્મ દિવસ છે. શ્રી કૃષ્ણનું બીજું નામ ગોવર્ઘનઘર છે, તેને અનુસરતું એમનું નામ પણ ગોવર્ધન રાખવામાં આવ્યું. તેમના પિતાશ્રીનું નામ શ્રી કાળિદાસ દ્વારકાદાસ હતું. તેઓ મહાત્મા શ્રી કૃષ્ણના પરમભક્ત હતા. મંદિરના જીર્ણોદ્ધાર વગેરેમાં દ્રવ્ય ખર્ચતા. મથુરાની ત્રીજી યાત્રા કરી મર્યાદા (મરજાદ) લઈ આવ્યા, અને પોતાની અંતિમ અવસ્થા કુટુંબથી દૂર રહી તેમણે ભગવભક્તિમાં પૂર્ણ કરી. તેમના માતુશ્રીનું નામ જીતાબા હતું. તેઓ પણ ભક્તહૃદયી હતા. પુત્રનો જન્માષ્ટમીનો જન્મ તેમજ જન્મથી જ તેને પરમ શાંત, આનંદી જોઈને તેમને થતું કે આ કોઈ દૈવીપુરુષ છે. એક વખત જોષીએ પુત્રના જમણા પગના ઢીંચણે લાક્ષણિક ચિહ્ન જોઈને ઊમળકાથી કહ્યું–આ તો કોઈ મહાપુરુષ છે! આ વચનો સાંભળી માતાની એ માન્યતા વિશેષ દ્રઢ થઈ, અને જન્માષ્ટમીએ જન્મેલા પોતાના પુત્રમાં તેમને બાલકૃષ્ણ ગોવર્ધનના દર્શન થયા. બાલ્યાવસ્થા ઉંમર વધતા તેમનું વિશાળ ભાલ, ગાલે ખંજન, કાનની ભરાવદાર બટ્ટીઓ તેમજ ગૌર વદન પર નિર્દોષ હાસ્ય સૌને આનંદનું કારણ થતું. બાળવયથી જ તેઓ સ્વભાવે શાંત, વિનયી, બુદ્ધિશાળી અને આજ્ઞાંકિત હતા. અભ્યાસકાળ મેટ્રિક સુધીનો અભ્યાસ તેમણે પેટલાદ બોર્ડિંગમાં રહી કર્યો. ત્યાં આદર્શ શિક્ષક તરીકે નામાંકિત થયેલ શ્રી કરુણાશંકર માસ્તરના સાહિત્યપ્રેમ અને ઉચ્ચ આદર્શોથી પ્રભાવિત થઈ પોતે સુંદર કાવ્યો લખતા થયા અને વાંચનનો શોખ પણ વધ્યો. તેમજ ત્યાં શ્રી મોતીભાઈ અમીનની નિઃસ્વાર્થ સેવાથી અંજાઈ, દેશોદ્ધારની ભાવના પણ જન્મી. બાલવયથી કરુણાળુ સ્વભાવ હોવાથી તેઓ પોતાને મળતા ઈનામો અને સ્કૉલરશિપનો ઉપયોગ ગરીબ વિદ્યાર્થીઓની મદદ માટે કરતા. મેટ્રિક પછી વડોદરામાં આર્ટ્સ કૉલેજમાં જોડાયા. અભ્યાસ ઉપરાંત, બીજાં ઘણું વાંચતા. તેમને મન સમય અમૂલ્ય હતો. તેથી પળેપળનો તેઓ ઉપયોગ કરી જાણતા. તે જોઈ બીજા ઘણા વિદ્યાર્થીઓ પણ તેમનાથી પ્રભાવિત થતા. વડોદરાથી ઈન્ટર આર્ટ્સ પાસ કરી પેટલાદ બોર્ડિંગનાં જૂના મિત્રોને મળવાનું થયું. દેશને સ્વતંત્ર કરવા કાયદાની કલમે નહીં પણ ઉચ્ચ પ્રકારનું શિક્ષણ મેળવી, દેશભરમાં પ્રજાને જાગૃત કરી, સ્વતંત્રતાનું ખમીર રેડવું એમ સંકલ્પ કર્યો. સર્વત્ર અંગ્રેજીનું વિશેષ મહત્ત્વ હોવાથી તે સંબંધી ઉચ્ચ કોટીનું જ્ઞાન પ્રાપ્ત કરવા મુંબઈની વિલ્સન કૉલેજમાં જોડાયા. ઈસ્વી સન્ ૧૯૧૪માં બી.એ. પાસ કરી બોમ્બે પ્રેસિડેન્સીમાં પ્રસિદ્ધ થયેલ વિદ્વાન પ્રોફેસર સ્કૉટ પાસેથી અંગ્રેજી સાહિત્યનું એવું ઉચ્ચ કક્ષાનું જ્ઞાન મેળવ્યું કે તેમના * શ્રી શાંતિભાઈ પટેલ દ્વારા રચિત “જીવનરેખા”ના આઘારે સંક્ષિપ્ત કરનાર - શ્રી પારસભાઈ જૈન, અગાસ આશ્રમ Page #7 -------------------------------------------------------------------------- ________________ લેખો ટાઈમ્સ ઑફ ઇન્ડિયામાં પણ છપાવા લાગ્યા. સંયુક્ત કુટુંબ (Joint Family) ઉપર લખેલો તેમનો લેખ ઘણો જ પ્રસિદ્ધિ પામ્યો હતો. આદર્શ શિક્ષક તેઓશ્રી હવે ગ્રેજ્યુએટ થયા તેથી માતુશ્રી તેમજ મોટા ભાઈના મનમાં થયું કે હવે તેઓ મોટા અમલદાર બનશે. પણ તેઓશ્રીના મનમાં દેશોદ્ધાર અને જનસેવાની ભાવના નાનપણથી જ ઘર કરી ગયેલી. તેથી તેમને મન તો આખી સૃષ્ટિ જ પોતાનું કુટુંબ હતું. “વસુધૈવ કુટુંબકમ્” શ્રી મોતીભાઈ અમીનની આગેવાની હેઠળ ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના થઈ. તેમાં પોતે ઈ.સન્ ૧૯૧૫માં સ્વયંસેવક તરીકે જોડાયા. ત્યાંથી તેઓ માત્ર પોતાના ભરણ પોષણ જેટલું જ મહેનતાણું લેતા. આણંદમાં ઈ.સન્ ૧૯૨૦-૨૧માં દાદાભાઈ નવરોજી (ડી.એન.) હાઈસ્કૂલમાં બે વર્ષ હેડમાસ્તર તરીકે સેવા બજાવી. તે બન્ને વર્ષે મેટિક કક્ષાનું પરિણામ સો ટકા આવ્યું હતું. વિદ્યાર્થીઓને ભણાવવામાં તેઓ એવા તલ્લીન થઈ જતા કે પિરિયડના અંતે ઘંટના ટકોરા પણ તેમને સંભળાતા નહીં. - વિદ્યાર્થીઓને સુઘારવાની આગવી રીત | વિદ્યાર્થીનો ગમે તેવો ગુનો હોય તો પણ તેને તે વખતે નહીં પણ બીજે દિવસે જ શિક્ષા કરવી એમ શિક્ષકોને ભલામણ કરેલી. આથી શિક્ષકનો તાત્કાલિક આવેશ સમાઈ જતો અને વિદ્યાર્થીને સુઘરવાની તક મળતી. તેમજ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંઘ મીઠો બનતો. છાત્રાલયમાં અમુક વિદ્યાર્થીઓ કૂવે સ્નાન કરી ઘોતિયા ઘોયા વગર ત્યાં ને ત્યાં જ રહેવા દેતા. એક બે વખત તેઓશ્રીએ ઘોતિયા જાતે જ ઘોઈ વિદ્યાર્થીઓની ઓરડીએ સૂકવી દીધા. તેથી શરમાઈને વિદ્યાર્થીઓએ પોતાની ટેવ સુઘારી દીથી. આચાર્ય થવા સમ્યકજ્ઞાન અને ઉત્તમ આચાર ડી.એન. હાઈસ્કૂલ ‘વિનયમંદિર' બનતાં તેઓ હેડમાસ્તરને બદલે ‘આચાર્ય થયા. તેઓને મન તો આચાર્ય” થવા માટે સાચું જ્ઞાન અને ઉત્તમ આચાર જોઈએ; તેમજ મન, વાણી અને વર્તનની એકતા જોઈએ; તેના વિના ‘આચાર્ય” કહેવડાવવું યોગ્ય નથી. તે યોગ્યતા લાવવા શ્રી અરવિંદ કે તેવા કોઈ મહા પુરુષ પાસે જઈ જીવન ઉન્નત કરવાની તેમને ઝંખના જાગી. અગાઉની દેશોદ્ધારની ભાવના હવે આત્મોદ્ધાર કરવા ભણી વળી. મહાપુરુષનું મિલન અને જીવનપલટો સંવત્ ૧૯૭૭ની દિવાળીની રજાઓમાં તેઓશ્રી બાંધણી આવેલા. ત્યાં શ્રી ભગવાનભાઈ પાસેથી પરમપૂજ્ય પ્રભુશ્રીજીનું નામ સાંભળી, દશેરાના દિવસે તેમની સાથે અગાસ આશ્રમમાં આવ્યા. આશ્રમમાં રાયણ તળે પ.પૂ.પ્રભુશ્રીજીના પ્રથમ દર્શનથી તેમજ બોઘથી તેમને ઘણો જ સંતોષ થયો. પૂર્વના સંસ્કારે તેમને મનમાં થયું કે પિતાશ્રીની સેવા તો ન મળી; પણ આ મહાપુરુષની જો સેવા મળે તો જીવન સફળ થઈ જાય, કૃતાર્થ થઈ જાય. મંત્રદીક્ષા પ.પૂ.પ્રભુશ્રીજીએ વાત્સલ્યભાવથી પૂ.શ્રી બ્રહ્મચારીજીને કાળી ચૌદશ જેવા સિદ્ધિયોગને દિવસે મંત્ર (૬) Page #8 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા આપી અને પોતાની સેવામાં રહેતા શ્રી મોતીભાઈ ભગતજીને ઉલ્લાસમાં આવી કહ્યું કે “આવું સ્મરણ મંત્ર હજી સુધી અમે કોઈનેય આપ્યું નથી.” “પવિત્ર પુરુષોની કૃપાદ્રષ્ટિ એ જ સમ્યક્દર્શન છે” -શ્રીમદ્ રાજચંદ્ર. જીવનનો નિશ્ચય પ.પૂ.પ્રભુશ્રીજીએ તેઓને તત્ત્વજ્ઞાનમાં મંત્ર ઉપરાંત કેટલાક છૂટક વચનો લખી આપેલ. તેમાં “સ્વચ્છેદ ટાળી અપ્રમત્ત થા, જાગૃત થા. પ્રમાદથી મુક્ત થઈ સ્વરૂપને ભજ' ઇત્યાદિ વચનોએ તેમને ખૂબ જાગૃત કર્યા. તેથી તેમણે મનમાં નિશ્ચય કર્યો કે હવે મારે સ્વચ્છેદ તજી, પ્રમાદ છોડી, પ.પૂ.પ્રભુશ્રીજીની સેવામાં જોડાઈ જવું. આજ્ઞા એ જ ઘર્મ, આજ્ઞા એ જ તપ” એક વાર પ.પૂ. પ્રભુશ્રીજી અમદાવાદ હતા. તેઓશ્રીના વિરહથી રહ્યું ન ગયું. તેથી પૂ.શ્રી બ્રહ્મચારીજી ભાડાના પૈસાની પૂરી ગણતરી કર્યા વિના જ સીધા અમદાવાદ ગયા. ત્યાં પ.પૂ. પ્રભુશ્રીજીના દર્શન કરી ઊભા રહ્યાં. પ.પૂ.પ્રભુશ્રીજીએ તેમને પ્રસાદ અપાવ્યો. તે આરોગી પાછા તેઓશ્રીની પાસે આવ્યા, ત્યારે ૫.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું “પ્રભુ! પધારો.” પૂજ્યશ્રી તેમના દર્શન કરી ‘આજ્ઞા ગુણમ્ વવારીયાની જેમ આજ્ઞા શિરોધાર્ય કરી વિના વિલંબે ત્યાંથી સીઘા રવાના થઈ આખી રાત ચાલીને સવારે આણંદ ઘેર પાછા આવી પહોંચ્યા. તેઓને મન “આજ્ઞા એ જ ઘર્મ અને આજ્ઞા એ જ તપ’ હતું, એ વાતની કસોટી થઈ. આમ કોઈ કોઈ કંઈ કામ કાઢી જશે” તેઓશ્રીના લગ્ન માત્ર તેર વર્ષની નાની વયે જ થઈ ગયેલા. તેમના ઘર્મપત્ની પોતાના પુત્ર જશભાઈને માત્ર અઢી વર્ષના જ મૂકી સ્વર્ગસ્થ થયા. તેથી ચિરંજીવી જશભાઈની સંભાળ રાખવાનું તેમજ તેનામાં સુસંસ્કાર પડે તે માટે તે કામ પોતાની ફરજ સમજીને જાતે જ કરતા અને પોતાના સસરા સાથે આણંદમાં જ રહેતા. તેઓશ્રીને સ્વજનો તરફથી ફરી પરણાવવાની તૈયારી થયેલી. પણ પ્રભુશ્રીજીની સેવામાં તે પ્રતિબંઘરૂપ લાગવાથી ન પરણવાનો વિચાર તેમણે મક્કમ રાખ્યો હતો. તે સમયે ત્યાગ વૈરાગ્યની વૃત્તિ પણ પ્રબળ હતી અને ફરજનું ભાન પણ તીવ્ર હતું. તેથી દર અઠવાડિયે આશ્રમમાં આવવાને બદલે હવે પાસ લઈ દરરોજ રાત્રે આશ્રમમાં પ.પૂ. પ્રભુશ્રીજી પાસે આવી સવારે આણંદ જવાનું રાખ્યું. એક વાર પ.પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું “આ ગિરધરભાઈ રોજ પાસ લઈ આણંદથી આવે છે. વાંચન કરે છે, તેમાંય પહેલાના કરતાં કેટલો ફેર! બધું મૂકી દીધું. એમ આ પ્રમાણે કોઈ કોઈ કંઈ કામ કાઢી જશે.” બ્રહ્મચર્ય દીક્ષા પૂ. શ્રી બ્રહ્મચારીજીને પ.પૂ.પ્રભુશ્રીજીની સેવામાં રહેવાની તીવ્ર ઉત્કટ ભાવના જાગી. તે અર્થે પોતાના મોટા ભાઈ શ્રી નરશીભાઈને સવિસ્તર પત્ર લખી પોતાના પુત્ર ચિ.જશભાઈને તેમના હાથમાં સોંપી, પ.પૂ.પ્રભુશ્રીજીની આજ્ઞા મેળવી, સંવત્ ૧૯૮૧માં સર્વસંગપરિત્યાગ કરી તેઓશ્રીની સેવામાં સર્વાપર્ણપણે જોડાઈ ગયા. તેમની સત્પાત્રતા જોઈ પ.પૂ.પ્રભુશ્રીજીએ તેમને “બ્રહ્મચર્ય દીક્ષા અંગીકાર કરાવી. તે વખતે આશ્રમમાં બીજા બ્રહ્મચારી ભાઈઓ હોવા છતાં પ.પૂ.પ્રભુશ્રીજી તેમને જ “બ્રહ્મચારી’ એવા નામથી બોલાવતા. તેથી અનુક્રમે તે યથોચિત સંબોઘન વિશિષ્ટતાને પામ્યું, અને તેઓશ્રી Page #9 -------------------------------------------------------------------------- ________________ “બ્રહ્મચારીજી'ના નામે જ સર્વત્ર ઓળખાવા લાગ્યા. નિશદિન નૈનમેં નીંદ ન આવે, નર તબ હી નારાયણ પાવે પૂ.શ્રી બ્રહ્મચારીજી રોજ રાત્રે ભક્તિ પછી અગિયાર વાગ્યા સુધી પ.પૂ.પ્રભુશ્રીજી પાસે વાંચન કરતા; બાર-બે વાગ્યા સુધી ડાયરીઓ, ઉતારા, પુસ્તકોનું સંકલન, ભાષાંતરો તેમજ મુમુક્ષુઓના પત્રોના જવાબો લખતા અને સવારમાં વહેલા ત્રણ વાગે પ.પૂ. પ્રભુશ્રીજી પાસે ગોમ્મસાર આદિ શાસ્ત્રોનું વાંચન કરતા. ત્યાર પછી ભક્તિ અને પ.પૂ. પ્રભુશ્રીજીની સેવામાં આખો દિવસ સતત હાજર રહેતા. કોઈ જિજ્ઞાસુ મુમુક્ષુ પ.પૂ.પ્રભુશ્રીજી પાસે મંત્ર લેવા આવે ત્યારે પૂ. શ્રી બ્રહ્મચારીજીને મંત્ર આપવાની તેઓશ્રી આજ્ઞા કરતા. આમ પ્રબળ પુરુષાર્થ પૂજ્યશ્રીએ આદર્યો હતો. ઊંઘ નજીવી જ લેતા. નૈષ્ઠિક બ્રહ્મચર્યના પ્રતાપે અત્યંત શ્રમ કરતા છતાં પણ હંમેશા આનંદમાં જ રહેતા. “નિશદિન નૈનમેં નીંદ ન આવે, નર તબ હી નારાયણ પાવે.’ એ મુદ્રાલેખને જ જાણે ચરિતાર્થ કરતા હોય એમ જણાતું હતું. ગુરુગનની પ્રાપ્તિ સંવત્ ૧૯૮રમાં પ.પૂ. પ્રભુશ્રીજીએ પરમકૃપા કરી ‘સમાધિશતક' મનન અર્થે તેમને આપ્યું. તેનો છ છ વર્ષ સ્વાધ્યાય કરી એવું તો પચાવ્યું કે તેના ફળમાં પ.પૂ. પ્રભુશ્રીજીએ સંવત્ ૧૯૮૮ના જેઠ સુદ નવમીના દિવસે પૂ.શ્રી બ્રહ્મચારીજીને, યોગ્યતા વિના ભલભલાનેય ન મળે તેવી અપૂર્વ વસ્તુ “ગુરુગમ” આપી. પ્રસંગોપાત્ત પ.પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું કે એને સમ્યગ્દર્શન છે એ જ એને છાપ છે. છાપની જરૂર નથી. ઘર્મની સોંપણી ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ, પોતાનું કાર્ય પૂરું કરી જીવનલીલાને સંકેલી લેવા માગતા હોય તેમ સં. ૧૯૯૨ના ચૈત્ર સુદ પાંચમના પવિત્રદિને માર્ગની સોંપણી કરી. તેમાં “મુખ્ય બ્રહ્મચારી સોંપણી” એમ જણાવ્યું. તેમજ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીને ખાનગીમાં પણ આ સોંપણી સંબંધી જણાવ્યું. “મંત્ર આપવો, વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપનાનો પાઠ, સાત વ્યસન, સાત અભક્ષ્ય જણાવવાં. તને ઘર્મ સોંપું છું.” -(શ્રી બ્રહ્મચારીજીની નોંધપોથી) ઘર્મ એટલે શું? “ઘર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોઘનથી મળવાની નથી. અપૂર્વ અંતર સંશોઘનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતર સંશોધન કોઈક મહાભાગ્ય સગુરુ અનુગ્રહે પામે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૪૭) એવો “ધર્મજ ગુપ્ત છે તે આ દુષમકાળમાં મહાપ્રભાવશાળી એવા પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીને, પરમઇષ્ટદેવ પરમાત્મસ્વરૂપ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ દ્વારા મળ્યો. તે જ “ગુ ઘર્મ” ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ પોતાના સંપૂર્ણ જ્ઞાતિ શિષ્ય પૂ.શ્રી બ્રહ્મચારીજીને તેમની સત્પાત્રતા અને અધિકારીપણું જોઈને અનંત કૃપા કરી આપ્યો. તેઓશ્રીની સત્પાત્રતાના સંબંધમાં એક વાર સંવત ૧૯૭૯ના ચૈત્ર મહિનામાં રાત્રે ૧૦ વાગ્યે ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી પૂર્ણ ઉલ્લાસમાં આવી ૫૦-૬૦ મુમુક્ષુઓ તેમજ શ્રી માણેકજી શેઠ સમક્ષ બોઘમાં બોલ્યા કે “પરમકૃપાળુદેવના માર્ગનું મંડાણ થઈ ચૂક્યું છે. અમે અમારી પાછળ એક બ્રહ્મચારી મૂકી જઈશું. જે પરમકૃપાળુદેવના માર્ગનો પરમ ઉદ્યોત કરશે, પરમ પ્રભાવના કરશે.” બીજા પ્રસંગે પણ શ્રી માણેકજી શેઠ, શ્રી જીજી કાકા અને શ્રી કલ્યાણજી કાકા વગેરે મુમુક્ષુઓએ (૮) Page #10 -------------------------------------------------------------------------- ________________ આશ્રમના ભાવિ હિત માટે ચિંતા વ્યક્ત કરતાં પ.પૂ.પ્રભુશ્રીજીને પૂછ્યું : “પ્રભુ! આપના પછી અમારે આઘાર કોણ?” પ્રત્યુત્તરમાં પ.પૂ.પ્રભુશ્રીજી બોલ્યાઃ “જેની આણે જમનાજી માગ આપે એવો કૃષ્ણ જેવો બાળ બ્રહ્મચારી અમે પાછળ મૂકતા જઈશું, જે અમારી સેવામાં ૧૧ વર્ષ રહેશે.” તેઓશ્રીના સાતિશય વચનો પ્રમાણે જ પૂ.શ્રી બ્રહ્મચારીજી ૧૧ વર્ષ તેઓશ્રીની સતત સેવામાં રહ્યાં, અને ત્યાર પછી પણ ૧૮ વર્ષ પ.પૂ.પ્રભુશ્રીજીની આજ્ઞાનુસાર ઘર્મની ધુરા સંભાળી પરમકૃપાળુદેવના માર્ગનો પરમ ઉદ્યોત કર્યો. એક વાર પ.પૂ.પ્રભુશ્રીજીની છેલ્લી વિશેષ માંદગી જોઈને આશ્રમના ઉપપ્રમુખ શ્રી પુનશીભાઈ શેઠના ઘર્મપત્ની શ્રી રતનબહેને પ.પૂ.પ્રભુશ્રીજીને પૂછ્યું: “પ્રભુ! આપના પછી અમારે આઘાર કોણ?” ત્યારે પ્રભુશ્રીજી બોલ્યા : (પૂ.શ્રી બ્રહ્મચારીજીનો હાથ પકડી તેમને બતાવી કહ્યું:) “અમે આને મૂકી જઈએ છીએ. ગાદી ખાલી નથી. અમારી આગળ જેમ પેટ ખોલીને વાત કરે છે તેમ બધી વાત આને કરવી. આ (બ્રહ્મચારીજી) કુંદન જેવો છે. જેમ વાળીએ તેમ વળે છે.” આ સાંભળી તેમના મનને શાંતિ થઈ ગઈ. વિરહાગ્નિ હવે સંવત્ ૧૯૯૨ના વૈશાખ સુદ ૮ના પવિત્ર દિને પ.પૂ. પ્રભુશ્રીજીનું નિર્વાણ થવાથી પૂ. બ્રહ્મચારીજીના માથે સકળ સંઘની જવાબદારી આવી પડી. તેમજ પ્રભુશ્રીજીનો વિરહ પણ તેમના માટે અસહ્ય થઈ પડ્યો. તે વિરહને હળવો કરવા પ.પૂ.પ્રભુશ્રીજીનું જીવન ચરિત્ર તેમણે લખવું શરૂ કર્યું. તેમજ પ.પૂ. પ્રભુશ્રીજી જે જે તીર્થોમાં વિચરેલા તે તે તીર્થોની યાત્રા કરી. પણ તેમ કરવાથી તો પ.પૂ. પ્રભુશ્રીજીની સ્મૃતિ વિશેષ તાજી થઈ અને વિરહાગ્નિ વઘારે ભભૂકી ઊઠ્યો. આખરે તેનું ફળ, પરમકૃપાળુદેવ લખે છે તેમ, સુખદ આવ્યું કે “અતિશય વિરહાગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત્ તેની પ્રાપ્તિ હોય છે. તેમજ સંતના વિરહાનુભવનું ફળ પણ તે જ છે.” તે જ પ્રમાણે યાત્રાની અંતિમ રાત્રિએ સંવત્ ૧૯૯૩ના જેઠ વદ ૬ના દિવસે તેઓશ્રીને અપૂર્વ બ્રહ્મ – અનુભવ થયો તે પોતાની ડાયરીમાં “ઘર્મરાત્રિ” નામના કાવ્યમાં પ્રકાશે છે : ઘર્મરાત્રિ “યાત્રાની અંતિમ રાત્રિએ, જાગૃત ભાવ જણાયો રે; માંગલિક શુભ અધ્યવસાયે, અંધકાર ગમાયો રે. શાંત સુરાત્રિ આત્મહિતમાં, ઘર્માત્મા જન ગાળે રે; તો કળિકાળ નડે નહિ તેને, બ્રહ્મ અપૂરવ ભાળે રે.” થોડા સમય બાદ અનુભવ જ્ઞાનની સાક્ષીરૂપ તેમણે “વિવેક બાવની' નામનું કાવ્ય રચ્યું તેમજ “જ્ઞાનસાર” અને “જ્ઞાનમંજરી” જેવા ગહન ગ્રંથોના અનુવાદ પણ કર્યાં. અનન્ય ગુરુભક્તિ પૂજ્યશ્રીના તીવ્ર સપુરુષાર્થની પાછળ અખૂટ આંતરિક બળ શું હતું? તો કે તેઓશ્રીની અનન્ય ગુરુભક્તિ. તેઓશ્રી કહેતા “જ્ઞાન જ્ઞાનીમાં છે. તેની પ્રાપ્તિ માટે સૌથી સુગમ અને સચોટ ઉપાય આ કાળમાં એક માત્ર પરમકૃપાળુદેવની ભક્તિ છે.” પોતે તો જાણે સદૈવ પરમકૃપાળુદેવની ભક્તિમાં જ તન્મય હોય એમ તેમની મુદ્રા, વાણી અને વર્તનથી જણાતું. પૂજ્યશ્રી એક કાવ્યમાં લખે છે – Page #11 -------------------------------------------------------------------------- ________________ નથી નાથ જગમાં સાર કાંઈ, સાર સદગુરુ પ્યાર છે.” તેઓને મન સદ્ગુરુ પરમકૃપાળુદેવની ભક્તિ એજ “સહજાત્મસ્વરૂપ પ્રગટાવવાનો સાચો ઉપાય હતો. તેઓશ્રીની પરમ અલૌકિક નિષ્કામ પ્રેમ-ભક્તિનું દર્શન તેમણે રચેલ “પ્રજ્ઞાવબોઘ'ના દરેક પાઠની પ્રથમ ગાથામાં થાય છે. આ ગ્રંથની રચના વિશેષપણે રાત્રિના સમયે થયેલ છે. આમ રાતદિવસ ધ્યાન અને સ્વાધ્યાયરૂપ સતત પુરુષાર્થના ફળસ્વરૂપે આત્મદશા વર્ધમાન થઈ તેઓશ્રીને વિશિષ્ટ આત્મઅનુભવ પ્રગટ થયો. સદ્ગુરુ સ્વરૂપની અભેદરૂપે પ્રાપ્તિ સંવત ૧૯૯૬ના વૈશાખ વદ નવમીને દિવસે, ગુરુવારે પૂજ્યશ્રી પોતાની ડાયરીમાં નોંધે છે - “આજ ઊગ્યો અનુપમ દિન મારો, તત્ત્વપ્રકાશ વિકાસે રે; ઇન્સદ્ગુરુ સ્વરૂપ અભેદ અંતરે, અતિ અતિ પ્રગટ પ્રભાસે રે.” ભાવાર્થ – આત્મતત્ત્વનો પ્રકાશ વિકસિત થવાથી આજનો દિવસ મારા માટે અનુપમ છે. સદ્ગુરુ પરમકૃપાળુદેવનું સહજ સ્વરૂપ મારા અંતરાત્મામાં અભેદરૂપે અત્યંત અત્યંત પ્રત્યક્ષ પ્રકૃષ્ટપણે ભાસી રહ્યું છે, અર્થાત્ અભેદરૂપે અત્યંત અત્યંત પ્રગટ સ્પષ્ટ અનુભવમાં આવી રહ્યું છે. પરમાત્મપદના આનંદમાં ઝીલ્યા ત્યાર પછી તો પૂ.શ્રી બ્રહ્મચારીજીનું જીવન આનંદની લહેરીઓથી વિશેષ ઊભરાવા લાગ્યું. આ વિષે પૂજ્યશ્રીના અગ્નિસંસ્કાર વખતે આશ્રમના એક વિચારવાન ટ્રસ્ટી શ્રી પરીખજીએ તેઓશ્રીને આપેલ અંતિમ અંજલિમાં તેનું સ્પષ્ટ દિગ્દર્શન થાય છે “પરમકૃપાળુ લઘુરાજ સ્વામીના દેહાવસાન પછી લગભગ સત્તર વર્ષ સુધી તેઓશ્રી (પૂ.શ્રી બ્રહ્મચારીજી) પરમાત્મપદના આનંદમાં અતિ ઉત્સાહપૂર્વક પોતે ઝીલ્યા અને આપણ સર્વ મુમુક્ષુઓને ઝિલાવ્યા. તે માટે સ્વપરહિતાર્થે જ અપ્રમત્તપણે જેણે જીવન ગાળ્યું એવા આ પાવન આત્માની ગુણસ્મૃતિ શું કરી શકાય?” તેઓશ્રીનું આનંદી ગૌર વદન પરમાત્માના સચ્ચિદાનંદ સ્વરૂપની ઝાંખી કરાવતું, અને ઘર્મ પરમ આનંદ રૂપ છે એમ જણાતું. નિર્દોષ વ્યક્તિત્વ સ્વભાવમાં નિર્દોષતાને કારણે તેઓશ્રીમાં વિશ્વબંધુત્વની ભાવના હતી. હર કોઈને તેમના પ્રત્યે આત્મીયતાનો અનુભવ થતો. તેઓ સાગર જેવા ગંભીર હતા અને બાળક જેવા નિરભિમાની હતા. વિશાળ શાસ્ત્રજ્ઞાન હોવા છતાં સદાયે શમાયેલા રહેતા. મુમુક્ષુઓ તેમની આગળ બાળકની જેમ નિખાલસપણે પોતાના દોષો ઠાલવી યોગ્ય માર્ગદર્શન મેળવતા. હજારો મુમુક્ષુઓને તેઓશ્રીએ પરમકૃપાળુદેવનું શરણ અંગીકાર કરાવ્યું હતું. તેમનો વૈરાગ્ય અદ્ભુત હતો, તેમજ આંખમાં ચમત્કાર હતો. તેમની આંખ ગમે તે દશામાં પણ ન્યારી જ લાગતી. તેઓ સંસારના ભાવોથી સાવ અલિપ્તપરમ સંયમી હતા. વાણીની વિશેષતા તેઓશ્રીની વાણીની વિશેષતા એ હતી કે તેમની વાણી મુમુક્ષુઓના અંતરને ઠારતી શીતળીભૂત કરતી અને જાણે કલાકો સુધી સાંભળ્યા જ કરીએ તેવો અનુભવ થતો. વાણીમાં સહજ સ્વાભાવિક સત્યતા (૧૦) Page #12 -------------------------------------------------------------------------- ________________ હતી. વચનાતિશયયુક્ત વાણીમાંથી ભૂત અને ભવિષ્યકાળની ઘટનાઓના સહજ સંકેત મળતા અને મુમુક્ષુઓના મનમાં ઊઠતા અનેક પ્રશ્નોના સમાધાન આપોઆપ થઈ જતા. મૌનની મહાનતા મૌન દશામાં પણ તેઓશ્રી બોથમૂર્તિ સમા લાગતા અને તેમના દર્શન માત્રથી જ સંકલ્પ વિકલ્પ અને કષાયો મંદ પડી જતા. કાયાનું સંયમન તેઓશ્રીએ કાયાને તો કમાન જેવી રાખેલી. ઊંચા ડુંગરો હોય તો પણ ચાલવામાં સર્વથી આગળ ને આગળ! બ્રહ્મચર્ય વ્રત લીધું ત્યારથી જ, નહીં સ્નાન કે સ્પંજીગ, નહીં મર્દન કે માલિશ છતાં તેઓશ્રીના શરીરની સૌમ્ય કાંતિ બ્રહ્મતેજના પ્રતાપે અતિ નિર્મળ તેમજ સતેજ હતી. તેઓશ્રી ઘણું ખરું આખી રાત્રિ પદ્માસન કે કાયોત્સર્ગ ધ્યાનમાં ગાળતા. માત્ર એકાદ બે કલાક જ શરીરને આરામ આપતા. તીર્થયાત્રા અને પ્રતિષ્ઠાઓ ચરોતર, મારવાડ, ઘામણ વગેરે પ્રદેશોમાં યાત્રા કરી મુમુક્ષુઓને ઘર્મમાં જાગૃત રાખતાં. યાત્રામાં સો-બસો મુમુક્ષુઓનો સંઘ પણ સાથે જોડાઈ જતો. સમેતશિખરજી, શત્રુંજય, ગિરનાર આદિની યાત્રાઓમાં તે તીર્થોનું માહાત્મ બતાવી ચતુર્થકાળનું સ્મરણ કરાવતા. - તેઓશ્રીના સાન્નિધ્યમાં કાવિઠા, ઘામણ, આહોર, ભાદરણ, સડોદરા વગેરે સ્થળોએ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમોમાં ચિત્રપટોની સ્થાપના કરવામાં આવેલ છે અને ઘણા મુમુક્ષુઓના ઘરોમાં પણ તેઓશ્રીના હાથે પરમકૃપાળુદેવ તેમજ પ.પૂ. પ્રભુશ્રીજીના ચિત્રપટોની સ્થાપના થયેલ છે. તેમજ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસના રાજમંદિરમાં પ.પૂ. પ્રભુશ્રીજીના રંગીન ચિત્રપટની સ્થાપના પણ તેઓશ્રીના કરકમળ સંવત ૨૦૦૯ના આસો વદ રના શુભ દિને થયેલ છે. સાહિત્ય સર્જન તેઓશ્રી દ્વારા રચાયેલ સાહિત્યમાં પ્રવેશિકા, શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા, શ્રીમદ્ લઘુરાજસ્વામીનું જીવનચરિત્ર, પ્રજ્ઞાવબોઘ, સમાધિશતક-વિવેચન અને આત્મસિદ્ધિ વિવેચન મૌલિક રચનાઓ છે. તેમજ ભાષાંતરોમાં સમાધિ સોપાન અને જ્ઞાનમંજરી ગદ્યમાં તથા તત્ત્વાર્થસાર, દશવૈકાલિક, બૃહ દ્રવ્યસંગ્રહ, વિવેકબાવની, જ્ઞાનસાર અને લધુ યોગવાસિષ્ઠસાર પદ્યમાં છે. તેમણે આત્મસિદ્ધિનું અંગ્રેજી પદ્યમાં પણ ભાષાંતર કરેલ છે. તેઓશ્રીએ મોક્ષમાળા ઉપર કરેલ વિવેચન ઉપરથી મોક્ષમાળા વિવેચન તેમજ પરમ કપાળુદેવના પદો ઉપર કરેલ વિવેચન ઉપરથી નિત્યનિયમાદિ પાઠ પુસ્તકની સંકલના થઈ છે. આઠ દ્રષ્ટિની સક્ઝાયના વિવેચન પરથી “આઠ દ્રષ્ટિની સક્ઝાય (અર્થ સહિત)' પુસ્તક બનેલ છે. તેઓશ્રીએ આપેલ બોઘ ઉપરથી બોઘામૃત ભાગ-૧ તેમજ વચનામૃત ઉપર કરેલ વિવેચન પરથી બોઘામૃત ભાગ૨ (વચનામૃત વિવેચન) અને મુમુક્ષુઓ ઉપર લખેલ પત્રોના સંગ્રહરૂપ બોઘામૃત ભાગ–૩ (પત્રસુઘા) ગ્રંથનું સર્જન થયું છે. “આલોચનાદિ પદ સંગ્રહમાં તેઓશ્રીએ રચેલ પદ્યોમાંથી આલોચના અધિકાર, જિનવર દર્શન અધિકાર, વૈરાગ્યમણિમાળા, હૃદયપ્રદીપ, સ્વદોષ દર્શન, યોગ પ્રદીપ, કર્તવ્ય ઉપદેશ, દ્વાદશ અનુપ્રેક્ષા (૧૧) Page #13 -------------------------------------------------------------------------- ________________ આદિ પદ્યો પ્રકાશિત થયેલ છે. પરમકૃપાળુદેવને પ્રગટમાં લાવનાર કોણ? એક વાર આશ્રમમાં પરમકૃપાળુદેવના દીકરી પૂ.જવલબહેને પૂજ્યશ્રીજીને પ્રશ્ન કર્યો કે “પરમકૃપાળુદેવને થઈ ગયા બાદ પચાસ વર્ષે ઘર્મની ઉન્નતિ કોણ કરનાર છે? અને તેમને કોણ પ્રગટમાં લાવનાર છે?” ત્યારે પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ જણાવ્યું કે “જે પરમકૃપાળુદેવને ઈશ્વરતુલ્ય માની તેમની ભક્તિમાં જોડાયા છે. બાકીના બઘા તો તેમને પ્રગટમાં લાવનાર ન કહેવાય, પણ ઢાંકનાર કહેવાય.તેઓશ્રીના (પરમકૃપાળુદેવના) વચનો ઉપરથી ગમે તે અર્થ કરી વાત થતી હોય તો પણ પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે અમે મહાવીર સ્વામીનું હૃદય શું હતું તે જાણીએ છીએ, તેમ પરમકૃપાળુદેવનું હૃદય શું હતું તે જે જાણે તે જ તેમને પ્રગટમાં લાવી શકે તેમ છે. તેમનું હૃદય, સહેજે ક્યાં સમજાય તેમ છે?” પરમકૃપાળુદેવને શરણે જ જીવન અને તેના શરણે જ મરણ પૂજ્યશ્રી વારંવાર કહેતા કે બીજા શાસ્ત્રો વાંચવા છે તે પણ પરમકૃપાળુ દેવના વચનોને સમજવા માટે. પરમકૃપાળુદેવને સમજવા માટે જ જીવવું છે; પરમકૃપાળુદેવને શરણે જ જીવવું છે, અને પરમકૃપાળુદેવના શરણે જ આ દેહનો ત્યાગ કરવા યોગ્ય છે. - પૂજ્યશ્રી પોતાના દેહોત્સર્ગના આગલા દિવસે સંવત ૨૦૧૦ના કાર્તિક સુદ ૬ના બોઘમાં જણાવે છે કે “હવે તો સમાધિમરણ કરવાનું છે. આપણેય માથે મરણ છે ને?... આપણને પણ મરણ આવવાનું છે. આપણે ગભરાઈ જઈએ તો તે વખતે મરણ બગડી જાય. જે થવાનું છે તે તલભાર આઘુંપાછું થવાનું નથી. આપણા મનને દ્રઢ કરવું. મંત્રમાં ચિત્ત રાખવું. કૃપાળુદેવનું શરણ છોડવા જેવું નથી... જે થવાનું હશે તે થશે, રૂડા રાજને ભજીએ... મહેમાન જેવા છીએ. જેનું આયુષ્ય પૂરું થાય તેને જવું પડે.” | (બોઘામૃત ભાગ-૧, પૃષ્ઠ ૩૩૩, ૩૩૫, ૩૩૬) દરરોજ સવારના પ.પૂ. પ્રભુશ્રીજીના બોઘની પ્રેસ કૉપી તપાસવા તેઓશ્રી ત્રણચાર મુમુક્ષુઓ સાથે બેસતા. કાર્તિક સુદ પના દિવસે તેમણે જણાવ્યું કે હવે તો સાંજે પણ બેસવું છે, જેથી કામ પૂરું થઈ જાય. તે પ્રમાણે સં.૨૦૧૦ના કાર્તિક સુદ સાતમને સાંજના બોઘનું કામ પૂરું કરી, દરરોજની જેમ જંગલ જઈ આવી, હાથ પગ ધોઈ, રાજમંદિરમાં પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ કાયોત્સર્ગધ્યાનમાં ઊભા રહ્યા. તે જ કાયોત્સર્ગ મુદ્રામાં સ્વરૂપમગ્ન બની પરમકૃપાળુદેવના શરણે જ આ નશ્વર દેહનો ત્યાગ કરી તેઓશ્રીએ અપૂર્વ એવું સમાધિમરણ સાધ્યું. પ્રશસ્તિ આવું અપૂર્વ સમાધિમરણ સાઘનાર પૂજ્યશ્રી બ્રહ્મચારીજી આજે દેહઘારી રૂપે વિદ્યમાન નથી. પણ તેઓશ્રીના જીવનમાં વણાઈ ગયેલ પરમકૃપાળુદેવ પ્રત્યેની પરમ ભક્તિની ભાવના તેમના અક્ષરદેવચનો દ્વારા આજે પણ મુમુક્ષુઓને જાગૃત કરે છે; મોક્ષનો અપૂર્વ માર્ગ ચીંઘી કલ્યાણ બક્ષે છે. ઘન્ય છે એવા પવિત્ર પુરુષોના પરમ ઉપકારને કે જેમણે પરમકૃપાળુ સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું શરણ અપાવી આપણા આત્માનું અનંત હિત કર્યું. પ્રત્યુપકાર વાળવાને સર્વથા અસમર્થ એવા અમારા આપના ચરણારવિંદમાં કોટિશઃ પ્રણામ હો, પ્રણામ હો. (૧૨) Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદગુરવે નમો નમઃ પ્રજ્ઞાવબોઘ-વિવેચન (પ્રજ્ઞાવબોધ -મોક્ષમાળા પુસ્તક ચોથું) પ્રથમ પુષ્પ (૧) હિત-પ્રેરણા (શિખરિણી) જય પ્રજ્ઞા-પૂર્ણ પ્રભુ, પરમ હિતસ્વ જગને. દયાદ્રષ્ટિ યાચું, અરજ મુજ આ આપ ચરણે; મહા મુક્તિમાર્ગ પ્રગટ કરતા રાજગુરુને નમીને, ઇચ્છું છું અનુસરણ આ આપ ચરણે. ૧ અર્થ:- હે પ્રકૃષ્ટ જ્ઞાનથી પૂર્ણ એવા પ્રજ્ઞાવંત પરમકૃપાળુ પ્રભુ! આપનો સદા જય હો, જય હો. આપ તો જગત જીવોના પરમ હિતસ્વી છો; અર્થાત્ જગત જીવોના સર્વોત્કૃષ્ટ આત્મહિતના કરનાર છો. માટે આપના ચરણકમળમાં મારી આ અરજ છે કે આપની દયામય કૃપાદ્રષ્ટિ સદા મારા જેવા પામર પર વરસ્યા કરો. તેમજ હું પણ, સર્વ દુઃખથી મુક્ત થવાનો મહાન મુક્તિમાર્ગ જે આ વિષમકાળમાં પ્રાયે લુપ્ત જેવો થઈ ગયો છે, તેને પ્રગટ કરનાર એવા આપ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુદેવના ચરણકમળમાં નમસ્કાર કરીને, આપની આજ્ઞાનું જ અનુસરણ કરવાને ઇચ્છું છું; તે આપની કૃપાએ સફળ થાઓ, સફળ થાઓ. એવા પ્રભુ, પ્રેરો સૌને સુખદ નિજ વસ્તુ સમજવા, જવા જૂના માર્ગો દુખદ ફળ દેનાર અથવા, થવાને નિર્મોહી, સ્વહિતરત, નિઃસ્વાર્થી બનવા, નવા આનંદોથી સ્વ-પર-શિવ સાથી સુખી થવા. ૨ અર્થ - હે પ્રભુ! આપ સર્વ જીવોને અનંતસુખ આપનાર એવી નિજવસ્તુ તે શુદ્ધ આત્મા, તેને સમજવાની પ્રેરણા આપો. તથા રાગ, દ્વેષ, મોહ, કામ, ક્રોધાદિ વિકારીભાવો જે અનાદિના જાના માર્ગો છે તેને હવે ભૂલી જવાની ભાવના અંતરમાં પ્રગટાવો, કેમકે તે જીવોને દુખદફળ એટલે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવની ચારે ગતિઓમાં દુઃખના ફળને જ આપનાર સિદ્ધ થયા છે. અથવા હે પ્રભો! અમને દેહાદિમાં અહંભાવ તથા પરપદાર્થમાં મમતાભાવરૂપ મોહ છે તે છોડી નિર્મોહી થઈ સ્વઆત્મહિતમાં જ રત એટલે લીન રહીએ એવી પ્રેરણા કરો. તેમજ ભક્તિ, સ્વાધ્યાય, તપ, જપાદિ પણ, આ લોક પરલોકના સુખનો સ્વાર્થ મૂકી દઈ માત્ર આત્માર્થે નિઃસ્વાર્થપણે આરાઘવાની ભાવના ઉપજાવો. તથા નવા સાચા આત્મિક નિર્દોષ આનંદવડે સ્વ-પરનું શિવ એટલે કલ્યાણ સાથી અમે Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ શાશ્વત સુખશાંતિને પામીએ એવી આપ પ્રભુ પ્રત્યે અમારી પ્રાર્થના છે તે સફળ થાઓ. ઘરા ત્રિવિધિના તાપે અશરણ બધો લોક બળતો, ભૂલી અજ્ઞાને હા! સ્વપ નિજ, દુ:ખે ઊકળતો; તમારી વાણી ને શરણ વિણ ના તાપ ટળતો, તથાપિ ના શોધે શરણ તુજ, એ ખેદ ૨ળતો. ૩ ૨ - અર્થ :– હે પ્રભુ! ઊર્ધ્વ, અથો અને મધ્ય એવા ત્રણેય લોકમાં જેને કોઈનું શરણ નથી એવા અશરણ પ્રાણીઓ આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી જગતમાં બળી રહ્યા છે. હા! આશ્ચર્ય છે. કે અનાદિકાળથી પોતાના સ્વસ્વરૂપને અજ્ઞાનના કારણે ભુલી જઈ, જન્મ, જરા, મરણના કે ત્રિવિદ્ય તાપાગ્નિના દુઃખમાં જ તે ઊકાળ્યા કરે છે. તે ત્રિવિદ્ય તાપ માત્ર તમારી વીતરાગ વાણી કે તમારા અન્ય શરણ વિના ટળી શકે એમ નથી. તો પણ હે નાથ ! મારો આત્મા ભારે કર્મવશાત્ આપનું શરણ લેવાને શોધતો નથી એ જ મોટો ખેદ વર્તમાનમાં મને દુઃખ આપે છે તેને હે નાથ ! તું નિવાર, નિવાર. ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં પત્રાક ૨૧૩માં પરમકૃપાળુદેવે ઉપરોક્ત ભાવ વ્યક્ત કર્યો છે. તેને આ કડીમાં વણી લેવામાં આવ્યો છે. તે આ પ્રમાણે છે : “આ લોક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝવાના પાણીને લેવા દોડી તૃષા છિપાવવા ઇચ્છે છે, એવો દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલ ખેદ, જ્વરાદિક રોગ, મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને તે અનુભવે છે; એવી અશરણતાવાળા આ જગતને એક સત્પુરુષ જ શરણ છે; સત્પુરુષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે સત્પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ.” (વ.પૃ.૨૬૯) અસાતા સંસારે ભરપૂર ભરી ત્યાંય સુખી જો કદી કોઈ પ્રાણી, અનુભવી શકે પુણ્યન્સી જો; તમે બોધેલું તે અનુસરી કમાણી શુભતણી, કરીને પામ્યો છે સુખ, પણ ભૂંલે છે Ăળ ઘણી. ૪ અર્થ :— આ સંસારમાં અશાતા વેદનીય ભરપૂર ભરેલી છે. ત્યાં પણ કદી કોઈ પ્રાન્ની સુખી દેખાય છે અથવા પુણ્યરૂપી સખી સાથે સુખ અનુભવતા નજરે પડે છે, તે પણ હે કૃપાળુ ! તમારા બોધેલા બોધને અનુસરીને જે પુણ્યની કમાણી જીવોએ કરી છે તેથી જ તે બાહ્ય સુખ સામગ્રીને પામ્યા છે. છતાં તે સુખના મૂળભૂત કારણ એવા આપ ઘણીને જ ભૂલી જાય છે; એ આશ્ચર્ય છે. ઉપરોક્ત ભાવ ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથના પત્રાંક-૨૧૩માં નીચે પ્રમાણે છે : “સંસાર કેવળ અશાતામય છે. કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા છે, તે પણ સત્પુરુષનો જ અનુગ્રહ છે; કોઈ પણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી; અને એ પુણ્ય પણ સત્પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી; પણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢિને આધીન થઈ પ્રવર્તે છે; તેથી જાણે ને ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક સત્પુરુષ જ છે; માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ, તેનું સત્પુરુષ જ કારણ છે.' (પૃ.૨૯) કરી સત્કાર્યોને પરભવ વિષે નૃપતિ થયો, છતાં ભુલ્યો હેતુ સફળ ભવ મોહે નહિ થયો; Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર Page #17 -------------------------------------------------------------------------- ________________ (૧) હિત-પ્રેરણા વળી બુદ્ધિશાળી સચિવ સમ ભૂલે સ્વહિત તે, ન આરાઘુ ઘર્મ પ્રગટ સુખહેતું પ્રબળ જે. ૫ અર્થ :- આ ભવમાં શુભ કાર્યો કરીને બીજા ભવમાં રાજા થયો, છતાં તે રાજપદ પ્રાપ્તિના કારણને ભૂલી ગયો, અને પંચેન્દ્રિય વિષયોના મોહમાં પડી જઈ મનુષ્યભવની સફળતા કરી નહીં. તેમજ કોઈ બુદ્ધિશાળી સચિવ એટલે મંત્રી હોય પણ સ્વઆત્મહિતને ભૂલી જઈ પ્રગટ સુખહેતુ એવા પ્રકૃષ્ટ બળવાળા ઘર્મને ન આરાઘે તેના જેવું જ સર્વ સામગ્રી પ્રાપ્ત છતાં મેં કર્યું છે. એજ મારા અજ્ઞાનનું પ્રબળપણું છે. આપણા ઘનાદિના લોભે, વિષય-વિષ-ભોગે જન લે, જીંતી બાજી હારે, નરભવ-મણિ ખોઈ રઝળે; પરાયી પંચાતે નિજહિત ગુમાવે, ન પલળે સુણી વાણી પ્રાણી, પરમ પુરુષે બોથી સુકળે. ૬ અર્થ - અનાદિના કુસંસ્કારે સંસારી જીવો ઘન, માન, કુટુંબાદિના લોભમાં પડી જઈ તથા વિષ જેવા વિષય ભોગમાં આસક્તિ પામી સ્વઆત્મહિતને ભૂલે છે, જીતેલી બાજી હારી જાય છે; અર્થાત્ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિકાયના ભવો, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિયના ભવોને વટાવી રત્નચિંતામણિ જેવો આ મનુષ્યભવ પામીને પણ રાગ દ્વેષ, કામક્રોધાદિ ભાવોમાં જ રાચી રહી તે ચાર ગતિરૂપ સંસારમાં જ રઝળ્યા કરે છે. તથા આત્મા સિવાય બધું પર છે. એવી જગતની ભૌતિક વસ્તુઓની પરપંચાતમાં અમૂલ્ય માનવદેહના સમયને વેડફી નાખી પોતાના આત્મહિતને ગુમાવે છે. તેમજ ભારે કર્મના પ્રભાવે, પરમપુરુષે સમ્યકકળાપૂર્વક અર્થાતુ ઉત્તમ દ્રષ્ટાંતાદિ વડે જે બોઘનો ઘોઘ વરસાવ્યો છે તેને પણ સાંભળીને આ જીવ પલળતો નથી, એ જ એના ભારે કર્મની પ્રગટ નિશાની છે. કા. અરે! એરંડાની બળ ઉભય છેડેથી લકડી, કીડો તેમાં પામી પરમ દુખ, મૂઓ તરફડી; સ્થિતિ તેવી સૌની જનમ-મરણોથી સળગતી બઘાંની કાયામાં ઑવ તરફડે દુઃખથી અતિ. ૭ અર્થ - અરે! એરંડાની લાકડી જે વચ્ચેથી સાવ પોલી હોય તેના ઉભય એટલે બન્ને બાજાના છેડે અગ્નિ લાગવાથી તેના વચમાં રહેલ કીડો તે બિચારો પરમ દુઃખ પામી તરફડીને મરી ગયો. તેવી જ સ્થિતિ સર્વ સંસારી જીવોની જન્મ અને મરણરૂપ બેય છેડાથી સળગતી છે. તેના વચમાં રહેલ જીવનકાળમાં પ્રાણીઓ શારીરિક વેદના, માનસિક દુઃખ, ઇષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ અને અનેક પ્રકારની ઉપાધિ ભોગવતો સદા દુઃખથી અતિ તરફડતો રહે છે. છતાં અરે આશ્ચર્ય છે કે તે દુઃખનું પણ જીવને ભાન આવતું નથી. શા સુખી સાચા સંતો ઍવિત ઘન-આશા તર્જી તરે, સહે કષ્ટો ભારે શરીરથી, ઉરે બોઘ નીતરે; સ્મૃતિથી સંતોની સકળ દુઃખના કારણે ગળે, સદા સેવા ચાહું સમીપ વસવા સંત-પગલે. ૮ Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ:- આવા શાતા અશાતામય જીવનકાળમાં એક માત્ર સુખી સાચા સંત પુરુષો છે કે જે જીવિત એટલે જીવવાની કે ઘનની આશાને તજી ભવસાગર તરી જાય છે. કર્મના ફળમાં આવેલ ભારે કષ્ટો એટલે ઉપસર્ગો, પરિષહો વગેરેને તે શરીરથી સહન કરે છે. તથા તેમના પવિત્ર હૃદયમાં સદા સત્પરુષો દ્વારા આપેલ બોઘની ઘારા નીતરતી રહે છે. જે સંતપુરુષોની સ્મૃતિ માત્રથી સર્વ દુઃખના કારણે ગળી જાય છે એવા સંતપુરુષોની હું સદા સેવા ચાહું છું. તથા તેવા સંતપુરુષોના ચરણ સમીપમાં વસવાની સદા કામના હૃદયમાં ઘારી રાખું છું કે જેથી શીધ્ર મારા આ સંસારનો અંત આવે. Iટા ઘણા શિષ્યો ટોળે કરીં ભજન ગાતો ભગતમાં, બની સાથે સૂરિ જગગુરુ ગણાયો જગતમાં; ઘણાં શાસ્ત્રો શીખ્યો, પરભવ વિષે જ્ઞાન ન થયું, ગણી “હું ને મારું ભ્રમણ ભવમાં પુષ્કળ થયું. ૯ અર્થ :- ઘણા શિષ્યોના ટોળા કરી ભગત બની અનેક ભવોમાં ભજન કર્યા તથા સાધુ કે સૂરિ એટલે આચાર્ય બની અથવા મોટો મહંત બનીને જગતમાં જગગુરુ તરીકે પંકાયો, પરભવમાં ઘણા શાસ્ત્રો શીખ્યો છતાં જ્ઞાન ન થયું. કેમકે પરપદાર્થમાં રહેલ હું અને મારાપણાનો ભાવ હજું સુધી મારા હૃદયમાંથી વિલય ન પામ્યો. તેના ફળસ્વરૂપ ચાર ગતિરૂપ સંસારમાં મારું પુષ્કળ ભ્રમણ થયું અને હજું પણ તે ચાલુ છે. કેમકે સાચા ભાવે ભગવંતને ઓળખી તેમની આજ્ઞાને હૃદયમાં અવઘારી નથી, તો હે પ્રભુ! મારો કેવી રીતે ઉદ્ધાર થાય. લા. શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં પત્રાંક ૧૬૬માં ઉપરોક્ત ભાવ નીચે પ્રમાણે : “અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે.” (વ.પૃ.૨૪૬) નહીં સાચે સાચા કદ મળી ગયા સંત સુગુરું, નહીં સાચા ભાવે શ્રવણ પણ પામ્યો વળી પેં; નહીં શ્રદ્ધા સાચી કરી લીથી કદી કોઈ ભવમાં, નહીં તેથી ભ્રાંતિ ટળી હજીં, ભમેં આમ ભવમાં. ૧૦ અર્થ - અનંતકાળના પરિભ્રમણમાં કદી સાચા સંત કે સદ્ગુરુ ભગવંતનો મને યોગ મળ્યો નથી. જો મળ્યો હોય તો તેમના ઉપદેશનું સાચા ભાવે મેં પૂરેપૂરુ શ્રવણ કર્યું નથી. તેને સહુ જાણી પૂર્વ ભવોમાં સાચી શ્રદ્ધા કરી નથી. તેના કારણે હજી મારી આત્મભ્રાંતિ ટળી નહીં; અર્થાત્ દેહને જ આત્મા માની આ ચારગતિરૂપ સંસારમાં હું ભમ્યા કરું છું. “શ્રીમદ્ રાજચંદ્ર' પત્રાંક ૧૬૬માંનો ભાવ ઉપરોક્ત કડીમાં વણ્યો છે. તે નીચે પ્રમાણે : “માત્ર “સ” મળ્યા નથી, “સ” સુચ્યું નથી, અને “સ” શ્રધ્યું નથી, અને એ મળે, એ સુશ્કે અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.” (વ.પૃ.૨૪૬) I/૧૦ હવે તો હે! સ્વામી, તવ ચરણની ભેટ થઈ તો, સુણાવો સબોઘો, ભવતરણ શ્રદ્ધા પ્રગટજો; ટું, છૂટું ક્યારે?” સ્વગત ભણકારા જગવજો, વિસારું શા સારું? સમરણ તમારું સતત હો! ૧૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ (૧) હિત-પ્રેરણા અર્થ હવે તો હે નાથ! તમારા ચરણકમળની મને ભેટ થઈ છે તો આત્મબોઘ એટલે આત્મા સંબંઘીનું જ્ઞાન મને આપો કે જેથી આ સંસાર સમુદ્રથી તારનાર એવી દ્રઢ આત્મશ્રદ્ધા મારા અંતઃકરણમાં પ્રગટ થાય અને અવશ્ય મારા સર્વ દુઃખનો અંત આવે. આ દુઃખના દરિયારૂપ સંસારથી હું ક્યારે છૂટું? ક્યારે છૂટું? એવા ભણકારા સ્વગત એટલે મારા આત્મામાં સદા જાગ્યા કરો, તથા તમારા શુદ્ધ સહજાત્મસ્વરૂપના સ્મરણને હવે હું શા માટે વિસારું? અર્થાતુ તેનું સ્મરણ મારા હૃદયમાં હવે સતત ચાલુ રહે એવી આપ પ્રભુ મારા ઉપર કૃપા કરો. ||૧૧|| કરું શ્રદ્ધા સાચી, અચળ, મરણાંતે ટકી રહે, વળી વાણી-કાર્યો ઉપશમ અમીનો રસ વહે; લહું અંતે શાંતિ પરમ સુખઘામે પ્રગટ છે, અનંતી આત્માની અખુંટ વિભૂતિ એકરૃપ તે. ૧૨ અર્થ - આપના શુદ્ધ સ્વરૂપની એવી સાચી શ્રદ્ધા કરું કે જે અચળપણે મને મરણની છેલ્લી ઘડી સુધી ટકી રહે. વળી મારા વાણીકાર્યમાં કહેતા વાણી બોલવામાં પણ જાણે કષાયની ઉપશાંતતા થઈ હોય એવો અમી એટલે અમૃતમય મીઠી નિર્દોષ વાણીનો રસ વહે. તેના ફળસ્વરૂપ જીવનના અંત સમયે હું એવી પરમ આત્મશાંતિને પામું કે જે “સ્વયં જ્યોતિ સુખધામ” સ્વરૂપ એવા આત્મામાં સદા પ્રગટ છે. આત્મામાં અનંત અખૂટ ગુણોની વિભૂતિ એટલે વૈભવ તે એકરૂપ થઈને સર્વકાળ સ્વભાવમાં રહેલો છે તેને હું આપની કૃપાએ હવે પ્રગટ કરું. ૧૨ના વરો શાંતિ સર્વે અનુપમ સદા સિદ્ધપદની, લહી ભક્તિ તારી સ્વફૅપ સમજી તન્મય બની; પ્રીતિ તોડી બીજી, વિમલ હૃદયે મોક્ષ-રુચિની અભિલાષા રાખી, ગુરુચરણ સેવો, પ્રભુ ગણી. ૧૩ અર્થ - હે ભવ્યાત્માઓ! તમે અનુપમ એવી સિદ્ધપદની પરમશાંતિને સર્વકાળને માટે પામો. તે પરમશાંતિને પામવા માટે પરમકૃપાળુ પ્રભુ પ્રત્યે ભક્તિ પ્રગટાવી, તેના શુદ્ધ સહજાત્મસ્વરૂપને સમજી, તેના ધ્યાનમાં તન્મય બનો. વળી તે સ્વરૂપધ્યાનમાં તન્મય થવા અર્થે જગતની બીજી બધી પ્રીતિને તોડી, નિર્મળ હૃદય કરી, તેમાં માત્ર મોક્ષની અભિલાષા રાખી, શ્રી સદ્ગુરુ દેવને પ્રભુ ગણી તેમના ચરણકમળને ભાવભક્તિપૂર્વક સેવો, તો જરૂર તે અનુપમ આત્મશાંતિને તમે પામશો. [૧૩ ભલે થોડું તોયે પરમ સુખનું કારણ બનો, સુણી વાણી તારી, હિત-અહિત જાણી પરિણામો; કરુણાળુ સ્વામી, સહજ પરમાર્થી ભવિજનો, કળિકાળે તારું શરણ પકડી નિર્ભય બનો. ૧૪ અર્થ – હે પરમકૃપાળુદેવ! ભલે થોડી આરાઘના કરું પણ તે સાચી રીતે કરું કે જેથી મારા આત્માને તે પરમ શાશ્વત સુખનું કારણ થાય. તથા હે કૃપાળુ! તારી અમૃતમય વાણી સાંભળીને આ મારે હિતરૂપ છે અને આ માટે અહિતરૂપ છે એમ જાણી મારા જીવનમાં તે રૂપે પરિણમો. તેમજ હે કરુણાળુ સ્વામી! સહજ સ્વરૂપને પામવાના પરમ અથ એવા ભવિજનો, આ કળિકાળમાં તારું અનન્ય શરણ Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ગ્રહણ કરીને સદા નિર્ભય બની સુખી રહો, એવી આપ પ્રભુ પ્રત્યે મારી પ્રાર્થના છે; તે સફળ થાઓ, સફળ થાઓ. એમ પૂ.શ્રી બ્રહ્મચારીજી પરમકૃપાળુ પ્રભુ પ્રત્યે સ્વપરહિતની ભાવના ભાવે છે. ૧૪ પહેલા પાઠમાં સર્વનું હિત કરવા સમર્થ એવા પરમકૃપાળદેવ પ્રત્યે પ્રથમ સ્વહિતની પ્રાર્થના કરીને હવે સદૈવ એવા શ્રી જિનેશ્વર ભગવાનની સર્વજ્ઞદશાનું અદ્ભુત ભાવવાહી સ્તવન એટલે ગુણગાન આ બીજા પાઠમાં કરે છે. તે નીચે પ્રમાણે : (૨) જિનદેવ-સ્તવન (રાગ : ‘જય જય ગરવી ગુજરાત'ના જેવો) જય દેવ જિનેન્દ્ર મહાન, જય અહો! જિનેન્દ્ર મહાન. લાખો સુર-નર-પશુપંખીને ઉપકારી ભગવાન, શુદ્ર સાઘન-સામગ્રી મુજ, શું કરી શકું તુજ ગાન? જય અહો! જિનેન્દ્ર મહાન, જય દેવ જિનેન્દ્ર મહાન. ૧ અર્થ - જિનેન્દ્ર એટલે જિનોમાં ઇન્દ્ર જેવા મહાન જિનેશ્વર શ્રી વીતરાગદેવનો સદા જય હો. અહો! આશ્ચર્યકારક એવું આપનું વીતરાગ શાસન સદા જયવંત વર્તા, જયવંત વર્તો. લાખો સુર એટલે દેવતા, મનુષ્ય કે પશુપંખીને પણ આપના ઉપદેશવડે ઉપકાર થાય છે; પણ મુદ્ર એટલે હલકી અર્થાત ભાવભક્તિ વગરની મારી બધી બાહ્ય સામગ્રી હોવાથી આપ જેવા મહાન પરમાત્માના ગુણગાન હું સાચાભાવે શું કરી શકું? સત્સંગ અને નિવૃત્તિના જોગરૂપ બાહ્ય સાઘન સામગ્રી પણ પૂરેપૂરી નહીં મળવાથી આપના ગુણોમાં મને તલ્લીનતા આવતી નથી. છતાં આપ જેવા મહાન જિનેન્દ્ર પ્રભુનો સદા જય હો, જય હો એવા શબ્દોનો ભાવભક્તિથી ઉચ્ચાર કરું છું. ||૧|| કોટિ ભવ ભમતાં ના મળિયું આત્મભાવનું ભાન, પશુ પણ પામી શકે તુજ સમીપે, તેવું ઉત્તમ દાન. જય અહો! જિનેન્દ્ર મહાન, જય દેવ જિનેન્દ્ર મહાન. ૨ અર્થ - અનાદિકાળથી સંસારમાં કરોડો ભવ સુધી ભટકતા છતાં પણ મને આત્મભાવના ભાવવાનું ભાન આવ્યું નહીં. અર્થાત “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે” તેનું ભાન થયું નહીં. જ્યારે પશુઓ પણ તમારા સત્સમાગમના યોગથી ઉત્તમ એવું આત્મભાવનું દાન પામી સમ્યગ્દર્શનને પામી ગયા છે. જેમકે શ્રી મહાવીર ભગવાનનો જીવ પૂર્વ ભવે સિંહના ભવમાં જ્ઞાન પામી ગયો, કે શ્રી મુનિસુવ્રત ભગવાનના સમાગમથી ઘોડો પ્રતિબોઘ પામ્યો વગેરે અનેક દ્રષ્ટાંતો શાસ્ત્રોમાં મળે છે. પણ મને હજુ સુધી મારા સ્વસ્વરૂપનું ભાન થયું નહીં; એ જ મારી ગાઢ અજ્ઞાનતાનું પ્રાબલ્યપણું સૂચવે છે. અહો! મહાન એવા આપ જિનેન્દ્ર પ્રભુનો સદા જયજયકાર હો. રા Page #21 -------------------------------------------------------------------------- ________________ (૨) જિનદેવ-સ્તવન કતલ કરવા પાછળ પડિયો શત્રુ કોઈ મહાન, તુજ સમીપતા પામી બન્ને બને સુમિત્ર સમાન. જય અહો! જિનેન્દ્ર મહાન, જય દેવ જિનેન્દ્ર મહાન. ૩ અર્થ – કોઈ મનુષ્ય કે પશુ વૈરભાવથી કોઈને શત્રુ માની તેને કતલ કરવા પાછળ પડ્યો હોય તે પણ તમારી પાસે આવતાં આપના પ્રશાંત યોગબળે બન્ને શત્રુ હોવા છતાં પણ મિત્ર બની જાય છે. એવું અદ્ભુત આત્મસામર્થ્ય આપનું હોવાથી મહાન એવા જિનેન્દ્ર પ્રભુનો સદા જય હો જય હો. સા. અંતરંગ અરિ કામ-ક્રોઘ સૌ તજતા નિજ તોફાન, તુજ સમીપ તે શાંત બનીને, ભૂલે નિજ ગુમાન. અહોહો! દેવ જિનેન્દ્ર મહાન, જય દેવ જિનેન્દ્ર મહાન. ૪ અર્થ - અંતરમાં રહેલા ષડરિપુ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આદિ સૌ કષાય ભાવો પણ આપની સમીપતા પામી શાંત બની જાય છે અને પોતાના ગુમાન એટલે ગર્વ, અભિમાનને ભૂલી જાય છે. એવી આપની વીતરાગ દશા ત્રિકાળ જયવંત વર્તા, જયવંત વર્તો. જા. કર્મ-સંગ આ અમને અનાદિ, કર્મ-કૃપાએ જ્ઞાન, શ્વાસોચ્છવાસ વડે વળી જીવીએ-એવું અમ અજ્ઞાન. અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. જય દેવ જિનેન્દ્ર મહાન, ૫ અર્થ - આત્માની અનંત શક્તિ હોવા છતાં કર્મોનો સંગ અમને અનાદિકાળથી છે. તે કર્મની કૃપા એટલે તે કર્મોનો ક્ષયોપશમ થાય અર્થાતુ જેટલી ઇન્દ્રિયોની કે મન વગેરેની પ્રાપ્તિ થાય તેના આધારે માત્ર શ્વાસોચ્છવાસ વડે અમે જીવીએ છીએ. એવી અમારી અજ્ઞાનદશા હાલમાં વર્તે છે. પણ મૂળસ્વરૂપે જોતાં જ્ઞાનદર્શનવડે જીવનારો એવો હું જીવ છું. તો પોતાના સહજ સ્વરૂપમાં જ ત્રિકાળ નિવાસ કરીને હું કયારે રહીશ? એ સહજ સ્વરૂપનું ભાન કરાવનાર મહાન એવા આપ જિનેન્દ્ર દેવનો સદા જય હો. પા. અહિતમાં હિત માની બેઠો, હિતતણું નહીં ભાન, શાશ્વત નિજ સત્તાના જાણું, અનિત્યનું અભિમાન. જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૬ અર્થ - પાંચ ઇન્દ્રિયના વિષયો તથા ક્રોઘાદિ કષાયભાવો કે જે આત્માને અહિતરૂપ છે તેમાં હું હિત માની બેઠો છું. અને આત્માને હિતરૂપ એવા વૈરાગ્યભાવમાં, કે ક્ષમા, સરળતા, વિનય, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય આદિ આત્મઘર્મને ઘારણ કરવામાં કે ઇન્દ્રિય જય કરવામાં અથવા કષાયોને ઉપશાંત કરવામાં ખરેખર મારું હિત રહેલું છે તેનું મને હજું સુધી ભાન નથી. તથા મારી શાશ્વત ત્રિકાળ રહેનાર, કદી મરનાર નહીં એવી નિજ આત્મસત્તા છે તેનું પણ મને જ્ઞાન નથી. અને વળી તેથી વિપરીત અનિત્ય એવા શરીર, ઘન, કુટુંબાદિને મારા માની તેનું અભિમાન કરું છું એ જ મારી અજ્ઞાનતાની પરાકાષ્ટા છે. માટે મહાન આશ્ચર્યકારક એવા વીતરાગ સ્વરૂપને ધારણ કરનાર આપ જિનેન્દ્ર પ્રભુને ઘન્ય છે ઘન્ય છે. કા. અજકુળમાંના સિંહ-શિશું સમ દુઃખ ખમું વિણ ભાન, સ્વફૅપ તમારું નાખી સ્વામી, વાણી આવી જ્યાં કાન. IT II Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૭ અર્થ :- અજ એટલે બકરાના કુળમાં જન્મથી વસેલ સિંહનું બચ્ચું પોતાને પણ બકરું માની બધાની સાથે ભય પામી ભાગીને દુ:ખ ખમે છે. પણ એકવાર સિંહને જોઈ પોતાનું રૂપ પણ તેવું જ છે એમ જાણી તે નિર્ભય બન્યું. તેમ હું પણ આપના સ્વરૂપને નીરખી તેમજ આપની વાણીને કાનવડે સાંભળી, મારું સ્વરૂપ પણ આપના જેવું જ છે એમ જાણી નિર્ભય થયો. માટે હે પરમ ઉપકારી! મહાન શ્રી જિનેન્દ્ર પ્રભુ આપનો ઉપકાર કદી વિસરાય એમ નથી. //શા. દેહ છતાંય વિદેહ દશા તુજ સમજી આવે સાન, અહો! સર્વજ્ઞ દશા, વીતરાગી! તુજ મુજ શક્તિ સમાન જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૮ અર્થ - દેહ હોવા છતાં આપની વિદેહ દશાને જાણી મને પણ સાન એટલે ભાન આવ્યું કે અહો! આશ્ચર્યકારક એવી પ્રભુની સર્વજ્ઞદશા છે કે જે દેહમાં રહેલા હોવા છતાં પણ વીતરાગ છે, તથા જગતના સર્વ પદાર્થોને પોતાના નિર્મળ જ્ઞાન વડે જાણે છે અને જુએ છે. આપને સર્વજ્ઞદશાની સંપૂર્ણ પ્રાપ્તિ થયેલ છે. શક્તિ અપેક્ષાએ જોતાં તમારી અને મારા આત્માની દશા સમાન છે. એમ આપના ઉપદેશ વડે ભાન આવ્યું એવા આપ મહાન જિનેન્દ્ર પ્રભુનો જગતમાં સદા જય જયકાર હો. ૮ાા નિર્દોષી પરહિત-ઉપદેશી, આપ્ત જ મોક્ષ-નિદાન, તુમ સમ ઉત્તમ નિમિત્ત નહિ કો મુજ હિત કાજ પ્રમાણ. જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૯ અર્થ :- અઢાર દૂષણથી રહિત એવા નિર્દોષી પરમાત્મા! આપ પરહિતનો ઉપદેશ કરનારા છો, તથા આત એટલે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર હોવાથી મોક્ષના નિદાન એટલે સાચા કારણ આપ જ છો. તમારા સમાન મારા આત્માના હિતકાર્ય માટે ઉત્તમ નિમિત્ત બીજું કોઈ નથી. તમે યથાર્થ પ્રમાણભૂત છો. તેથી જગતમાં આપ મહાન છો, મહાન છો. તમારી હરોળમાં બીજા કોઈ દેવ આવી શકે એમ નથી. વીતરાગ સમો લેવો, ન મુતો ભવિષ્યતિ' વીતરાગ સમાન જગતમાં બીજો કોઈ દેવ થયો નથી અને ભવિષ્યમાં થશે પણ નહીં. ગાલા સરસ શાંતિ-સુથારસ-સાગર, ગુણરત્નોની ખાણ, ભવ્ય જીવ-કમળો વિકસાવો બોઘ-કિરણ સહ ભાણ. જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૧૦ અર્થ :- હે પ્રભુ! આપ સરસ એવા આત્મશાંતિમય સુઘારસના સાગર છો, અનંત આત્મિક ગુણરૂપ રત્નોની ખાણ છો તથા ભાણ એટલે સૂર્ય જેવા આપ હોવાથી આપના બોઘરૂપ કિરણોને વરસાવી ભવ્ય જીવાત્માઓરૂપ કમળોને વિકસિત કરો અર્થાત તેમનામાં પોતાનું આત્મકલ્યાણ કરવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરો. અહોહો! આશ્ચર્ય છે આપના રાગદ્વેષ રહિત વીતરાગ સ્વભાવને કે જે દ્વારા આપ શાંતરસના સાગર બની ગયા. ૧૦ના શુદ્ધ સનાતન સ્વરૃપ તમારું પ્રગટ કરે જે ધ્યાન, રહો નિરંતર મુજ હૃદયે એ, મુજ સ્વરૂપ-નિદાન. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૭) GOOK Rો હતો 5 UP BY SGF, “ . . 1 વાર [1'' . . , , , અગ્રાસ આશ્રમમાં શ્રી શીતલનાથ ભગવાના Page #24 -------------------------------------------------------------------------- ________________ (૨) જિનદેવ-સ્તવન જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૧૧ અર્થ :- જે ધ્યાન વડે આપનું સનાતન એટલે શાશ્વત શુદ્ધ સ્વરૂપે પ્રગટ થયું તે સહજાત્મસ્વરૂપનું ધ્યાન મારા હૃદયમાં સદા રહો. તે જ મારું શુદ્ધસ્વરૂપ પ્રગટવાનું નિદાન એટલે સાચું કારણ છે. શુદ્ધસ્વરૂપમાં સ્થિત એવા જિનેન્દ્ર દેવનો સદા જય હો જય હો. ||૧૧|| અતિશયવંતી વાણી અદભુત દે તલ્લીનતા-તાન, દેહાદિ સંસાર ભુલાવી કરે શાંત સૌ પ્રાણ. જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૧૨ અર્થ - આપની પાંત્રીસ ગુણયુક્ત અતિશયવાણી અમને અભુત તલ્લીનતા આપે છે. જે દેહ, ઘર, કુટુંબાદિ સર્વ સંસારને ભુલાવી અમારા દશેય પ્રાણોને શાંત કરે છે. પાંચ ઇન્દ્રિયો, મનબળ, વચનબળ, કાર્યબળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ દશ પ્રાણ કહેવાય છે. તે બઘાને ઉપશાંત બનાવે એવા હે મહાન જિનેન્દ્ર પ્રભુ! આપનો સદા જય હો! જય હો. ||૧૨ાા. નરદેહ સફળ તવ દર્શન પામે, આપ પરમ હિતઘામ, નહીં ગમે દેવ અન્ય કો કાળે, આપ જ મન વિશ્રામ. જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૧૩ અર્થ –આ ભવમાં આપ મહાન પ્રભુના દર્શન પામવાથી આ નરભવ સફળ થયો. આપ અમારા પરમ હિતના ગ્રામ સ્વરૂપ છો; અર્થાત્ આપના જેવું અમારું ઉત્કૃષ્ટ હિત કરનાર આ જગતમાં બીજાં કોઈ નથી. માટે હરિહરાદિક અન્ય દેવો અમને કોઈ કાળે ગમવાના નથી. આપ જ અમારા મનને પરમ વિશ્રાંતિના કારણ છો. માટે અહો આશ્ચર્યકારી પરમાત્મા આપનો સદા જય હો જય હો. ||૧૩ાા પ્રશમરસ -ભરપૂર નયન તુજ, મુખ પણ કમળ સમાન, સ્ત્રીના સંગરહિત તુજ શોભા, શસ્ત્ર વિના બળવાન. જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૧૪ અર્થ - હે પ્રભુ વિકારભાવરહિત ઉપશાંતરસથી ભરપૂર એવા આપના નયન છે. આપનું મુખ પણ કમળપત્રની સમાન સુંદર છે. આપની શોભા સ્ત્રીના સંગથી રહિત છે. તથા આપના હાથમાં કોઈ શસ્ત્ર નહીં હોવા છતાં આપ પરમ બળવાન છો. એવા અહોહો આશ્ચર્યની મૂર્તિ સમા મહાન ભગવાન જિનેન્દ્રનો ત્રણે કાળમાં જયજયકાર હો, જયજયકાર હો. દ્રષ્ટાંત :- મેરૂ પર્વત ઉપર મહાવીર ભગવાનના અભિષેક સમયે ઇન્દ્રને શંકા થઈ કે એક હજાર આઠ કલશનું જળ બાળક એવા પ્રભુ કેવી રીતે ખમી શકશે. ઇન્દ્રની એવી શંકા અવધિજ્ઞાન વડે જાણી પ્રભુએ પગની ટચૂડી આંગળી દબાવી આખા મેરૂ પર્વતને કંપાયમાન કરી દીઘો. પ્રભુનું આવું પરમબળ જાણી ઇન્દ્રની શંકા સમાઈ ગઈ. ૧૪ "प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमंकः कामिनीसंगशून्यः; करयुगमपि यत्ते शस्त्रसंबंधवंध्यं, तदसि जगति देवो वीतरागस्त्वमेव ।" “તારા બે ચક્ષુ પ્રશાંત રસમાં ડૂબેલા છે, પરમ શાંતરસને ઝીલી રહ્યાં છે. તારું મુખે કમળ પ્રસન્ન Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ છે, તેમાં પ્રસન્નતા વ્યાપી રહી છે. તારો ખોળો સ્ત્રીના સંગથી રહિત છે. તારા બે હાથ શસ્ત્ર સંબંઘ વિનાના છે. તારા હાથમાં શસ્ત્ર નથી. આમ તુ જ વીતરાગ જગતમાં દેવ છું.” (વ.પૃ.૬૭૦) મદન ત્રિલોકજિત તેં જીત્યો ઘર વૈરાગ્ય-કમાન, અડગ ધ્યાનશ્રેણી-રથ બેઠા, શમ-દમ-શ્રદ્ધા બાણ. જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૧૫ અર્થ :- જે કામદેવે ત્રણેય લોકને જીતી લીધો છે, તે કામદેવને આપે વૈરાગ્યરૂપી કમાન એટલે ઘનુષ્ય વડે તથા અડગ ધ્યાનની ક્ષપકશ્રેણીરૂપ રથ ઉપર આરૂઢ થઈ કષાયનું શમન, ઇન્દ્રિયોનું દમન તથા શાશ્વત શ્રદ્ધારૂપ બાણવડે કરીને જીતી લીધો એવા મહાન જિનેન્દ્ર દેવની જેટલી સ્તુતિ કરીએ તેટલી ઓછી છે. અહોહો! આશ્ચર્યકારક એવા આપના પુરુષાર્થને ઘન્ય છે, ઘન્ય છે. ૧૫ાા સર્વ શત્રુ જીતી નિર્ભય થઈ લો નિજ સુખ અમાન, નિર્વિકારી નીરાગી પ્રભુ, તુજ અનંત દર્શન-જ્ઞાન. જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૧૬ અર્થ:- સર્વ કર્મશત્રુઓને જીતી લઈ સદા નિર્ભય બની આપ નિજ એટલે પોતાના આત્મિક સુખના અમાન એટલે અમાપ ભોક્તા બન્યા છો. તથા આપ નિર્વિકારી, નીરાગી અને અનંત દર્શનજ્ઞાનયુક્ત પ્રભુ છો; માટે આપ મહાન જિનેન્દ્ર દેવ છો. આપનો જગતમાં ત્રણેય કાળમાં જયજયકાર હો. [૧૬ાા મોક્ષમાર્ગ-નાયક, ભેદ્યા તેં કર્મપહાડ પ્રઘાન, વિશ્વતત્ત્વના જ્ઞાતા, વંદુ બનવા ગુણ-મણિ-ખાણ. જય અહો!જિનેન્દ્ર મહાન, અહોહો!દેવ જિનેન્દ્ર મહાન. ૧૭ ભાવાર્થ:- આપ મોક્ષ માર્ગ દર્શાવનાર હોવાથી અમારા નાયક એટલે સર્વોપરી નેતા છો. આપે પ્રઘાન એટલે મોટા એવા ઘાતીયા કર્મરૂપી પર્વતોને ભેદી નાખ્યા છે. સકળ વિશ્વમાં રહેલા સર્વ તત્ત્વોના આપ પૂરેપૂરા જ્ઞાતા એટલે જાણનાર છો. માટે હું પણ ગુણરૂપ મણિઓની ખાણ બનવા આપ પ્રભુને ભાવભક્તિ સહિત પ્રણામ કરું છું. “મોક્ષમાર્ચ નેતાજું મેત્તાર કર્મભૂમૃતાં, ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये ।" “મોક્ષમાર્ગના નેતા, કર્મરૂપી પર્વતના ભેરા-ભેદનાર, વિશ્વ એટલે સમગ્ર તત્ત્વના જ્ઞાતા-જાણનાર, તેને તે ગુણોની પ્રાપ્તિ અર્થે વંદું છું.” (વ.પૃ.૬૭૨) ૧૭ના મંગલમય મંગલકારક તુજ વીતરાગ , વિજ્ઞાન, અરિહંતાદિક પદનું કારણ, નમું ઘરી બહુમાન. જય અહો!જિનેન્દ્ર મહાન, અહોહો!દેવ જિનેન્દ્ર મહાન. ૧૮ અર્થ - હે પ્રભુ! આપનું વીતરાગ વિજ્ઞાન મંગળમય છે અને જગતના જીવોને મંગલ એટલે કલ્યાણનું જ કારણ છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતની પદવી પામવાનું મૂળભૂત કારણ વીતરાગ વિજ્ઞાન છે. માટે પ્રભુના બોઘેલા એવા વીતરાગ વિજ્ઞાનને પણ હું બહુમાનપૂર્વક Page #26 -------------------------------------------------------------------------- ________________ (૨) જિનદેવ-સ્તવન ૧ ૧ નમસ્કાર કરું છું. સર્વોત્તમ સુખના કારણભૂત વીતરાગ વિજ્ઞાનના દાતાર એવા મહાન જિનેન્દ્ર પ્રભુ જગતમાં આપ જયવંત વર્તા, જયવંત વર્તા. ||૧૮. કર અભાવ ભવભાવ બઘાનો, સહજ ભાવ સુખધામ, જય અપુનર્ભવભાવ સ્વરૂપી, મુજ ઉરના વિશ્રામ. જય અહો! જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૧૯ અર્થ - હે પ્રભુ! ભવભાવ એટલે સંસારભાવ અર્થાત્ રાગદ્વેષ કામ ક્રોધાદિક બધા વિભાવિક ભાવોનો અભાવ કરીને સુખધામ એવા સહજ આત્મભાવને આપ પામ્યા. તેથી હવે અપુનર્ભવભાવ સ્વરૂપી બની ગયા અર્થાત્ ફરીથી હવે નવો ભવ ઘારણ કરવાના નથી. એવા શુદ્ધભાવને પામવાથી મારા ઉર એટલે હૃદયના આપ વિશ્રામરૂપ બન્યા છો; અર્થાત્ મારા હૃદયમાં પણ આપના જેવો શુદ્ધભાવ પ્રગટાવવાની કામના ઉત્પન્ન થઈ છે. માટે હે મહાન જિનેન્દ્ર પ્રભુ! આપનો સદા જયજયકાર હો, જયજયકાર હો. ||૧૯ાા દ્રવ્ય-ગૂણ-પર્યાયથ જે જન કરે તેજ ઓળખાણ, મોહ - ક્ષય કરી મહાપુરુષ તે પામે પદ નિવણ. જય અહો! જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૨૦ અર્થ :- હે પ્રભુ! આપનું આત્મદ્રવ્ય પરમશુદ્ધ છે, આપ અનંતગણના ઘામ છો. તેમજ સમયે સમયે આપના શુદ્ધ સ્વરૂપની પર્યાય પણ શુદ્ધ શુદ્ધ રીતે જ પરિણમી રહી છે, એવા આપ પ્રભુના સાચા સ્વરૂપની ઓળખાણ જે ભાગ્યશાળી ભવ્ય જન કરશે તે પોતાનો મોહ ક્ષય કરી મહાપુરુષ બની નિર્વાણપદ એટલે મોક્ષપદને પામશે. એવા મોક્ષપદ પ્રાપ્તિના કારણરૂપ જિનેન્દ્ર પ્રભુનું શાસન ત્રિકાળ જયવંત વર્તા, જયવંત વર્તો. “जे जाणई अरिहंते, द्रव्य गुण पज्जवेहिं य; सो जाणई निय अप्पा, मोहो खलु जाइ तस्स लयं ।" “જે ભગવાન અહંતનું સ્વરૂપ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેનો નિશ્ચય કરીને મોહ નાશ પામે.” (વ.પૃ.૫૭૧) I/૨૦ાા તજ દર્શન-પ્રીતિ પ્રગટી ઉર તે જ પુણ્ય-તરુ-પાન, તુજ સન્મુખ થવા અભિલાષા પુણ્ય-પુષ્પ વિઘાન. જય અહો! જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૨૧ અર્થ - ભવ્યાત્માના હૃદયમાં તારા બોઘેલ વીતરાગ દર્શન પ્રત્યે જો પ્રેમ પ્રગટ્યો તો તે પુણ્યરૂપી વૃક્ષની કુંપળ ફૂટવા સમાન છે. તથા તારા ઘર્મને આરાઘવાની જો અભિલાષા ઉત્પન્ન થઈ તો તે પુણ્યરૂપ વૃક્ષ ઉપર પુષ્પ ખિલવાના વિધાન એટલે ઉપાય સમાન છે; અર્થાત્ તે ભવ્ય પ્રાણીના પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય થયો. તે સર્વના કારણભૂત મહાન જિનેન્દ્ર પ્રભુને મારા અગણિતવાર વંદન હો. રના તુજ દર્શનની પ્રાપ્તિ મુજને પુણ્યત-ફળ-દાન, સકળ કર્મ-મૅળ કાપીને દે મોક્ષ સ્વરૂપ-નિશાન. જય અહો! જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૨૨ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ :- ઉપરની ગાથામાં કહ્યું તેમ ઘર્મ આરાધવાનો સાચો ભાવ ઊપજવાથી વ્યવહાર સમ્યક્દર્શનની જો મુજને પ્રાપ્તિ થઈ તો તે પુણ્યરૂપ વૃક્ષ ઉપર ફળ બેસવા બરાબર છે. તે વ્યવહાર સમ્યક દર્શન નિશ્ચય સમ્યગ્દર્શનને પ્રગટાવી, સર્વ કર્મના મૂળને કાપી સહજઆત્મસ્વરૂપ જે પોતાનું જ નિદાન એટલે ગુણના ભંડારરૂપ મોક્ષ તત્ત્વ છે તેને આપે છે. એમ સકળ સુખના કારણરૂપ પ્રભુ વીતરાગ જિનેન્દ્રનો જય હો, જય હો. If૨૨ા. મુજ મોક્ષકાર્યના કારણે ઉત્તમ તારણતરણ વહાણ, ચરણ-શરણ, સેવા દઈ સ્વામી, તારો પાપી પહાણ. જય અહો! જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૨૩ અર્થ :- મારા મોક્ષ પ્રાપ્તિના કાર્યમાં ઉત્તમ કારણરૂપ તથા તારણતરણ વહાણ કહેતા ફરી જહાજરૂપ આપ પ્રભુના ચરણ – શરણની સેવા મને આપી હે સ્વામી! મારા જેવા પાપી પહાણ એટલે પત્થરને આ ભવસમુદ્રથી તારો, પાર ઉતારો. અહોહો! આપની તારણતરણ શક્તિને હે જિનેન્દ્ર પ્રભુ! ઘન્ય છે, ઘન્ય છે. પુરા અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન, કેવળ કરુણામૂર્તિ, દેજો તમને ઘટતું દાન. જય અહો! જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૨૪ અર્થ - આપે અલૌકિક એવું શુદ્ધ આત્મપદ પ્રગટ કર્યું તો નાદાન એવો હું પણ આપની પાસે તે પદ પ્રાપ્તિની આશા રાખું છું. આપ કેવળ કરુણાની જ મૂર્તિ છે. તેથી આપના પદને શોભે એવું ઘટતું દાન મને આપજો. જેથી હું પણ સર્વકાળને માટે સુખી થાઉં. સર્વોત્તમ દાન આપનાર એવા કરુણાળુ પ્રભુ જિનેન્દ્રનો જગતમાં સદા જયજયકાર હો. રા. તુજ સમ્મતિમાં મતિ હો મારી, ગળે દેહ - અભિમાન, હૈયાનો ઉજડ હું તેમાં વસજો રાજ પ્રઘાન. જય અહો! જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૨૫ અર્થ – આપની હામાં હા ને નામાં ના એવી મારી મતિ હોજો. કે જેથી મારું અનાદિનું દેહાભિમાન નાશ પામે. હું તો પ્રભુ! હૈયાનો ઉજ્જડ છું, અર્થાત્ મારું હૃદય ખાલી છે; તેમાં યુગપ્રઘાન એવા આપ રાજ પ્રભુનો સદા વાસ હોજો એ જ આ પામરની આપ પ્રભુ પ્રત્યે ભાવભીની પ્રાર્થના છે. સર્વ સુખના મૂળભૂત મોક્ષમાર્ગના ઉપદેષ્ટા એવા મહાન શ્રી જિનેન્દ્ર પ્રભુનું શાસન ત્રણેય લોકમાં તેમજ ત્રણેય કાળમાં સદા જયવંત વર્તા, જયવંત વર્તા. 1રપી બીજા પાઠમાં જિનદેવની સ્તુતિ કરીને હવે તે જિનેશ્વર ભગવાનનું સાચું સ્વરૂપ સમજાવનાર એવા નિગ્રંથ એટલે જેની મિથ્યાત્વરૂપી ગ્રંથી છેદાઈ ગઈ છે એવા સગુરુ ભગવંતનું ગીત એટલે તેમના ગુણનું ગાન આગળના પાઠમાં કરે છે; અર્થાત્ તેમના સગુણોની પ્રશંસા ભક્તિભાવે કરે છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ (૩) નિગ્રંથ ગુરુ ગીત ૧ ૩ (૩) નિગ્રંથ ગુરુ ગીત (હરિગીત છંદ) જયવંત સંગ કૃપાળુ ગુરુનો પુણ્યના પુંજે થયો, દુર્લક્ષ જે સ્વ-સ્વરૂપનો ગુરુ-દર્શને સહજે ગયો. રે!મુક્તિમાર્ગ પિછાનવો સુખ તે વિના જગમાં નથી, સ્વચ્છંદ ને પ્રતિબંઘથી ર્જીવ રઝળતા થાક્યો નથી.” ૧ અર્થ :- સદા છે જય જેનો એવા જયવંત પરમકૃપાળુ સદગુરુદેવનો સંગ મને પૂર્વભવમાં કરેલ પુણ્યના પુંજથી થયો. જેથી સ્વસ્વરૂપ પ્રાપ્ત કરવાનો મને સદા દુર્લક્ષ હતો તે ગુરુદેવના દર્શન માત્રથી સહેજે નાશ પામ્યો; અર્થાત્ પરમકૃપાળુદેવના વચનામૃતથી સ્વસ્વરૂપ પ્રાપ્ત કરવાનો મને સહેજે લક્ષ થયો. હે ભવ્યો! જન્મ જરા મરણથી મુક્ત થવારૂપમુક્તિ માર્ગની ઓળખાણ કરો; કારણ સુખ તે વિના આ જગતમાં નથી. સંસારમાં જીવ પોતાના સ્વચ્છેદે એટલે પોતાની મરજી પ્રમાણે ચાલીને કે પ્રતિબંઘથી અર્થાત ચેતન તથા જડ પદાર્થો સાથે રાગ બંઘન કે દ્વેષબંઘન કરીને જીવ ચારગતિમાં રઝળ્યા કરે છે; તેને હજા થાક લાગ્યો નથી. આ જીવને સ્વચ્છેદ મૂકી જ્ઞાની પુરુષના આજ્ઞારૂપ ખીલે બંઘાવું ગમતું નથી. તેથી હરાયા ઢોરની જેમ ગમે ત્યાં મોટું ઘાલે છે. અને ચારગતિમાં માર ખાય છે. ગુરુની આજ્ઞામાં વર્તે તો ગુરુ પણ પ્રસન્ન થઈ તેને જ્ઞાન આપે. તેમજ ગુરુ આજ્ઞા આરાઘવામાં વિદ્ધ કરનાર એવા લોકસંબંથી બંઘન કે સ્વજન કુટુંબરૂપ બંઘનમાં રાગ કરવાનું ઘટાડે કે મટાડે તો દેહાભિમાનરૂપ બંઘન શિથિલ થઈ અંતે સંકલ્પ વિકલ્પરૂપ બંઘનથી પણ જીવ રહિત થઈ મુક્તિને પામે. એમ આ પ્રથમ ગાથામાં પૂર્વ પુણ્યના ઉદયે શ્રી ગુરુનો ભેટો થાય તો જ સ્વસ્વરૂપનો લક્ષ પામી જીવ સ્વચ્છેદ અને પ્રતિબંઘને મૂકી મુક્તિને વરી શકે, એવો નિર્દેશ કર્યો. [૧] કલ્યાણકારી વચન એવાં પ્રબળ જાગૃતિ આપતાં નથી સાંભળ્યાં, નથી આદર્યા, નથી લીનતા કરી ભાવમાં; તેથી અનાદિકાળથી હું મોહભાવની નીંદમાં ઘોરું, હવે ગુરુ-ચરણ ગ્રહીને રહીશ આપ સમીપમાં. ૨ અર્થ :- “સ્વચ્છંદને પ્રતિબંઘથી જીવ રઝળતો થાકતો નથી એવા આત્માને કલ્યાણકારી પ્રબળ જાગૃતિ આપનાર વચનોને નથી કદી સાંભળ્યા કે નથી જીવનમાં ઉતાર્યા કે નથી તેવા ઉત્તમ ભાવોમાં કદી લીનતા કરી. તેથી જ અનાદિકાળથી હું શરીર કુટુંબાદિ મોહભાવની નીદમાં ઘોરી રહ્યો છું. પણ હવે પરમકૃપાળુ ગુરુદેવના ચરણનું શરણ ગ્રહણ કરીને હે પ્રભુશ્રી ! આપની સમીપ જ રહીશ. એમ પૂજ્યશ્રી બ્રહ્મચારીજી જણાવે છે. રા ગુરુના વિના નિજકલ્પના ને આગ્રહ કર્દી ના ટળે. અતિ ઊછળતા હંફાવતા કામાદિ પાછા ના વળે; Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧ ૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સગુરુનું ગ્રહતાં શરણ અરિબળ ટળી શાંતિ મળે, ગુરુ-સાક્ષીએ યમનિયમ લેતાં અલ્પ યત્ન તે પળે. ૩ અર્થ :- સદ્ગુરુના ઉપદેશ વિના પોતાની અનેક પ્રકારની કલ્પનાઓ કે મતાગ્રહો કદી ટળી શકે નહીં. તેમજ અનાદિના અતિ ઉછાળા મારતા કે મનને હંફાવી નાખતા એવા કામ ક્રોધાદિ ભાવો પાછા વળી શકે નહીં. પણ સગુરુનું સાચાભાવે શરણ ગ્રહણ કરતાં વિષય કષાયરૂપ શત્રુઓનું બળ ઘટી જઈ આત્માને શાંતિ મળે છે તેમજ શ્રી ગુરુની સાક્ષીએ યમનિયમ ગ્રહણ કરતાં તે પણ અલ્પયત્નથી પળે છે. સા નિગ્રંથ પથ સગ્રંથને પણ સુગમ સદ્ગુરુ શ્રી કરે, કળિકાળમાં વળી બાળજીંવને યોગ્ય બોઘ મુખે ઘરે; નરનારને અવિકાર ઔષઘ પુષ્ટિદાયક ગુણ કરે, નિજ માતના ઘાવણ સમી હિતકારી ગુરુ કરુણા ઝરે. ૪ અર્થ - નિગ્રંથ પથ એટલે મિથ્યાત્વરૂપી ગ્રંથીને છેદવાનો મૂળ મોક્ષમાર્ગ, તે સગ્રંથ એટલે મિથ્યાત્વરૂપી અનાદિની ગાંઠવાળા કે ગ્રંથોને જાણનાર એવા પંડિતોને પણ પ્રાપ્ત થવો દુષ્કર છે, તેને શ્રી સદગુરુ ભગવંત સુગમ બનાવી દે છે. તથા આ કળિકાળમાં બાળજીવોને એટલે અજ્ઞાની જીવોને તેમની ભૂમિકાને યોગ્ય બોઘ આપી સદ્ગુરુ તેમનું પણ કલ્યાણ કરે છે. વળી જગતના નરનારીઓને અવિકારભાવ ઉત્પન્ન કરે એવું પુષ્ટિદાયક ભાવ ઔષઘ તે ઉપદેશરૂપે આપી સર્વનું હિત કરે છે. બાળકોને માતાનું ઘાવણ વિશેષ માફક આવે તેમ જેને જે યોગ્ય હોય તેવો બોઘ આપી શ્રી ગુરુની અનંતી કરુણાનો શ્રોત સદા વહ્યા કરે છે. જો ગુરુગુણ અમાપ અનંત, નહિ સર્વજ્ઞ સર્વ કહી શકે. આ રંકનું ગજું કેટલું? અપમાન કોઈ કહે, રખે ! બહુમાન હૃદયે જો રહ્યું અપમાન સમ ના ગણે, ટુંકારી બોલે બાળ તોતડી વાણી પણ મીઠી માતને. ૫ અર્થ - શ્રી ગુરુના ગુણ અનંત અને અમાપ છે. તેનું સંપૂર્ણ વર્ણન સર્વજ્ઞ પુરુષો પણ ન કરી શકે. તો મારા જેવા પામર રંકનું ગજ કેટલું કે જે તેના ગુણનું વર્ણન કરી શકે ? જો હું અલ્પબુદ્ધિથી શ્રી ગુરુના થોડાક ગુણનું વર્ણન કરું તો રખેને કોઈ કહેશે કે એણે તો ગુરુના અનંતગુણને અલ્પમાત્ર બતાવી શ્રી ગુરુનું અપમાન કર્યું. પણ શ્રી ગુરુ પ્રત્યે મારા હૃદયમાં પૂરેપૂરું બહુમાન રહેલું છે તો સમજા પુરુષો તેને અપમાન ગણશે નહીં. બાળક પોતાની તોતડી ભાષામાં માતાને ટુંકારો કરીને બોલાવે તો પણ તે ભાષા માતાને મીઠી લાગે છે. કેમકે બાળકના હૃદયમાં માતા પ્રત્યે અખૂટ પ્રેમ ભરેલો છે. તેમ શ્રી સદગુરુ ભગવંત પ્રત્યે મારો સાચો પ્રેમ છે તો તેમના ગુણની સ્તુતિ મારા ગજા પ્રમાણે હું કરું તો તેમાં કોઈ બાઘ હોઈ શકે નહીં. પાા પરમાત્મપદ અરિહંતનું સમજાય સગુરુ-સંગથી, દૂરબીનથી જેવી રીતે દેખાય હિમગિરિ ગંગથી. શાસ્ત્રો કહે વાતો બઘી નકશા સમી ચિતારથી, ગુરુગમ વિના બીના ન હૃદયંગમ બને વિચારથી. ૬ Page #30 -------------------------------------------------------------------------- ________________ (૩) નિગ્રંથ ગુરુ ગીત ૧ ૫ અર્થ - શ્રી અરિહંત ભગવંતનું પરમાત્મપદ પણ સદગુરુના સમાગમથી જ સમજાય એમ છે. “સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ” -શ્રીમદ્ રાજચંદ્ર. જેમ દૂરબીનથી દૂર રહેલ હિમાલય પર્વત કે ગંગાનદીને પણ જોઈ શકાય તેમ શ્રી સદગુરુ ભગવંતે અનુભવેલ અરિહંત પદનું ભાન તેમના દ્વારા થઈ શકે છે. શાસ્ત્રો છે તે પરમાત્મપદને પામવા માટેની વાતોને જેમ નકશો દોરેલ હોય તેમ ચિતરીને બતાવે છે. પણ તે વાતો ગુરુગમ એટલે ગુરુએ આપેલી સમજ વિના તેની વાસ્તવિક બીના એટલે હકીકત માત્ર વિચાર કરવાથી હૃદયંગમ બની શકે નહીં; અર્થાત્ વાસ્તવિક રીતે તેનો ભાવ હૃદયમાં ભાસે નહીં. તે વિષે પત્રાંક.....માં જણાવે છે કે - “શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે પણ મર્મ તો પુરુષના અંતર્માત્મામાં રહ્યો છે.” -શ્રીમદ્ રાજચંદ્ર માટે નિગ્રંથ ગુરુ વિના અરિહંત ભગવંતનું પરમાત્મપદ પામી શકાય નહીં એમ સમજાવ્યું. કા શાસ્ત્રો ઘણાં વળી વાંચતા વિચારતાં ફળ આ મળે, આજ્ઞા ઉપાસ્ય સત્પરુષની દુઃખ આત્યંતિક ટળે; સહજાત્મફૅપ સન્દુરુષ વિના જાય છૅવ જાણ્યો નહીં, એવી અચળ શ્રદ્ધા થવી તે વાત ગુરુયોગે રહી. ૭ અર્થ - ઘણા શાસ્ત્રોને વાંચતાં કે વિચારતાં પણ આ જ તાત્પર્ય નીકળે છે કે સત્પરુષની આજ્ઞાને ઉપાસવાથી આત્યંતિક એટલે સંપૂર્ણપણે દુઃખની નિવૃત્તિ થઈ શકે એમ છે. સહજાત્મસ્વરૂપમાં સ્થિતિ છે જેની એવા સત્પરુષ વિના જીવ જાણ્યો જાય એમ નથી. “સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર એવા સહજાત્મરૂપી આત્મામાં રમનારા સપુરુષ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા થવી એ વાત પણ સદ્ગુરુના યોગે જ સંભવે છે. આવા હું દ્રમક સમ હીંનપુણ્ય પણ તુજ દ્વાર પર આવી ચડ્યો, સુસ્થિત શ્રીમદ્ રાજચંદ્ર તણી કૃપાનજરે પડ્યો; ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમસહ સામે મળ્યા, મુજ દ્રષ્ટિરોગ મટાડવા જાતે પરિશ્રમમાં ભળ્યા. ૮ હવે પૂ.શ્રી બ્રહ્મચારીજી આ ગાથામાં પોતાનો અનુભવ જણાવે છે - અર્થ - ‘ઉપમિતિ ભવ પ્રપંચ' નામના ગ્રંથમાં કહ્યું તેમ હીનપુણ્ય એવા દ્રમક જેવો હું પણ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના મુખ્ય દ્વાર પર આવી ચઢયો અને સુસ્થિત મહારાજા જેવા શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની કૃપાનજરે પડયો. ત્યાં રાયણ તળે બિરાજમાન સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમસહ સામો મળ્યા. તથા મારો દ્રષ્ટિરોગ એટલે અનાદિનો આત્મભ્રાન્તિરૂપ રોગ મટાડવા પોતે જાતે પરિશ્રમમાં ભળ્યા; અર્થાત્ સ્વયં પ્રભુશ્રીજીએ તે જ કાલી ચૌદસના રવિવારે પ્રથમ મુલાકાતના દિવસે, મને મંત્ર દીક્ષા આપી કતાર્થ કર્યો. 'ટા દર્શન અલૌકિક આપનું સ્થિર હે!પ્રભુ મુજ ઉર વસો, વિતરાગતાફૅપ વદન તુજ મુજ નજરથી દંર ના ખસો; એ આત્મદ્રષ્ટિ આપની મુજ મન વિષે ચોટી રહો, શ્રુત-ભાનરૂપી કાનનું નહિ ભાન ભુલાશો, અહો!૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - હે પ્રભુ ! આપનું સ્થિર એટલે અનાદિકાળથી ચાલ્યું આવતું અલૌકિક એવું વીતરાગ દર્શન અર્થાત્ સનાતન જૈનધર્મ મારા હૃદયમાં સદા વાસ કરીને રહો. તથા આપની વીતરાગતા સૂચક મુખમુદ્રા મારા નજર આગળથી કદી દૂર ના ખસો. આપની સર્વમાં સમ એવી આત્મદ્રષ્ટિ તે જ મારા હૃદયમાં સદા ચોટી રહો. અહો! આશ્ચર્યકારી એવા શ્રતનું ભાન કરાવનાર કાનનો ઉપયોગ સત્કૃતના શ્રવણમાં જ રહો. કારણ મહાપુરુષો દ્વારા ઉપદિષ્ટ સત્કૃત વિના મોક્ષનો માર્ગ જાણ્યો જાય તેમ નથી. લા. ગુરુગમ-પકડની ટેકરૅપ તુજ નાક કદ વસરાય ના, સત્સંગ શ્વાસોચ્છવાસ તે સ્મૃતિપટ થકી ભૂંસાય ના; જગજીવને ઉપકારકારક કર નિરંતર શિર રહો! સ્વફૈપાચરણદ્વૈપ ચરણ ઉર અંકિત ટંકોત્કીર્ણ હો! ૧૦ અર્થ :- દેહથી ભિન્ન આત્મા છે વગેરે ગુરુગમની પકડ કરવારૂપ ટેક એ જ નાક અર્થાત્ પોતાની ઇજ્જત છે, તે કદી વીસરાય નહીં. તેમજ શ્વાસોચ્છવાસે સત્સંગ કરવો એવો જે આપનો ઉપદેશ, સ્મૃતિમાંથી કદી ભૂંસાય નહીં એમ ઇચ્છું છું. જગતના જીવોને ઉપકારક એવો આપનો કર એટલે હાથ તે સદૈવ મારા શિર ઉપર સ્થાપિત રહો. તથા સ્વરૂપાચરણરૂપ ચારિત્ર જ સુખરૂપ છે એવો ભાવ સદા મારા હૃદયમાં ટાંકણાથી કોતરેલ હોય તેમ અંકિત રહો. એ જ મારી આપ પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે. ૧૦ના ગુરુ રાજના વિશ્વાસરૃપ આસન અડોલ રહો ઉરે, સ્વ-સ્વરૃપ-તન્મયતારૂપી અવગાહના નિજ ગુણ ઘરે; ને ત્યાગ જગ-વિસ્મૃતિરૃપ વળી ધ્યાન સંત સ્વરૂપનું, અતિ નિર્વિકલ્પ થવા વિકલ્પો જન્મતા મરવા ગણું. ૧૧ અર્થ - શ્રી ગુરુરાજની દ્રઢ શ્રદ્ધારૂપ અડોલ આસન મારા હૃદયમાં સદા રહો. તથા મારા આત્મસ્વરૂપમાં જ તન્મયતારૂપી અવગાહના હો કે જે નિજ આત્મગુણોને ઘારણ કરીને રહેલ છે. વળી જગતની વિસ્મૃતિરૂપ ખરો અંતરંગ ત્યાગ મારા હૃદયમાં વાસ કરો. તથા સંત પુરુષોને પ્રાપ્ત એવા સહજાત્મસ્વરૂપનું ધ્યાન મને સદા રહો. તે આત્મધ્યાનમાં સાવ નિર્વિકલ્પ થવા પુરુષાર્થ કરતાં પૂર્વ કર્મના ઘક્કાથી જે વિકલ્પો આવે તે મરવા આવે છે એમ હું માનું એવી કૃપા કરો. /૧૧ાા. આશ્ચર્યકર આચાર્ય પદવીને દપાવી ગૌતમે, પોતે ન કેવળજ્ઞાન પણ શિષ્યો વરે કેવળ ક્રમે; ગુરુભક્તિ તો ખરી તેમની જેનું હૃદય વીરમાં રમે, શ્રુતકેવળી પણ શિર પરે ગુરુ-આણ ઘારે ઉદ્યમે. ૧૨ અર્થ :- આશ્ચર્યકારક એવી આચાર્ય પદવીને શ્રી ગૌતમસ્વામીએ દીપાવી હતી. પોતે કેવળજ્ઞાની નહીં હોવા છતાં, તેમનાં શિષ્યો ક્રમપૂર્વક કેવળજ્ઞાનને પામતા હતા. સાચી ગુરુભક્તિ તો તેમની જ હતી કે જેનું હૃદય સદા મહાવીર પ્રભુમાં રમતું હતું. પોતે શ્રુતકેવળી હોવા છતાં પણ મહાવીર પ્રભુને પોતાના ગુરુ માની તેમની જ આજ્ઞાને સદા ઉદ્યમપૂર્વક શિરોધાર્ય કરતા હતા. ||૧૨ા Page #32 -------------------------------------------------------------------------- ________________ (૩) નિગ્રંથ ગુરુ ગીત કળિકાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે, એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા હવેનિઃશંક માર્ગ બતાવતા, જે માર્ગ અનુભવથી જુવે, શિર ઘર્મ-જોખમ ઘારીને સદ્ગુરુ-કૃપાબળ ફોરવે. ૧૩ અર્થ - આ કળિકાળમાં પણ તેની સાચી ગુરુભક્તિનો સંભવ છે. એવો અનુભવ આપતા મેં શ્રી લઘુરાજ સ્વામીને જોયા કે જેમને રોમે રોમે ગૌતમ સ્વામીની જેમ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે પ્રેમ હતો. તેમનાથી જે મોક્ષમાર્ગ જાણ્યો અને સ્વયં અનુભવ્યો તે જ મોક્ષમાર્ગ નિઃશંકપણે ભવ્ય જીવોને તેઓ બતાવતા હતા. તથા પોતાના શિર ઉપર ઘર્મનું જોખમ ઘારણ કરી પોતામાં સદ્ગુરુ કૃપાએ જે આત્મબળ પ્રગટ્યું હતું, તેને ફોરવતા હતા. જેથી અનેક ભવ્યો સતુમાર્ગને પામી ગયા. ||૧૩ પરિષહ સહી ભારે વર્યા શ્રદ્ધા અચળ આત્મા તણી, ગંભીર સાગર સમ, ઘરા જેવી ક્ષમા ઉરે ઘણી, રવિથી વિશેષ પ્રતાપ પામ્યા, શાંતિ શશથી પણ ઘણી; સૌ આત્મહિતના સાઘકો સેવે ચરણરજ આપની. ૧૪ અર્થ - ભારે પરિષહો સહન કરીને પણ આપ પ્રભુશ્રી આત્માની અચળ શ્રદ્ધાને પામ્યા. તેમજ સાગર સમાન ગંભીર બન્યા. જેના હૃદયમાં ઘરા એટલે પૃથ્વી જેવી અખૂટ ક્ષમા હતી. જગતમાં સૂર્યથી વિશેષ આપનો પ્રતાપ એટલે પ્રભાવ જીવો પર પડ્યો, તથા આપનામાં શશી એટલે ચંદ્રમાંથી પણ અધિક શીતળતારૂપ શાંતિ હતી. તેથી સૌ આત્મહિતના સાધકો આપના ચરણરજની સેવા કરવાને સદા તત્પર રહેતા હતા. ||૧૪ વળી તર્જી સુખ સંસાર જે ત્યાગી મહાભાગી થયા ને મુખ્ય સાવર્ગમાં ઝટ નામના પામી ગયા; નિજ રાસ જોડાયા, ગવાયા, જીવન તપમાં ગાળતા, જ્ઞાની ગુરુનો યોગ મળતાં મોહનો મળ ટાળતા. ૧૫ અર્થ :- વળી આપ ત્રીસ વર્ષની યુવાન વયે સુખી સંસારનો ત્યાગ કરી મહાભાગ્યશાળી બન્યા તથા પુરુષાર્થના બળે મુખ્ય સાઘુવર્ગમાં ઝટ નામના પામી ગયા. આપની ખ્યાતિ ખૂબ વધવાથી આપના નામના રાસ જોડાયા, ગવાયા; છતાં આપ તો એકાંતરા ઉપવાસ વગેરે કરી જીવન તપમાં ગાળતા હતા. આપની છત્રીસ વર્ષની ઉંમરમાં જ્ઞાની પરમકૃપાળુ સદ્ગુરુદેવનો યોગ મળતાં અનાદિના દર્શનમોહના મળને ટાળી આપ સ્વયં આત્મજ્ઞાની મહાત્મા બની ગયા. ૧પ/ નહિ સાથે સંસારી ગણે, ગ્રહી એક ટેક સુમુક્તિની, બહુ પુણ્ય કેરા પુંજથી મળી યુક્તિ સદ્ગુરુભક્તિની, વિસ્મૃતિ કરી સંસારની ગુરુપદ લહ્યું ગુરુમ્ભક્તિથી, દીવે દીવો પ્રગટાવી, પદવી ગોપવી અતિ યુક્તિથી. ૧૬ અર્થ – જ્ઞાની ગુરુદેવ સાધુ વેશમાં છે કે સંસારી વેષમાં અર્થાત્ ગૃહસ્થ વેષમાં છે તેની દરકાર કર્યા વગર, પ્રથમ ગુરુદેવ આત્મજ્ઞાની છે કે નહીં તે ખાસ જાણી પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર દેવને ગુરુ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧ ૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ તરીકે સ્વીકારી એક માત્ર મુક્તિની જ ટેક અર્થાતુ માત્ર મોક્ષ અભિલાષ જ હૃદયમાં રાખ્યો હતો. એવા પ્રભુશ્રીજીને બહુ પુણ્યના પુંજથી સગુરુ ભક્તિની યુક્તિ પણ મળી આવી. જેથી સંસાર ભાવોની વિસ્મૃતિ કરીને સ્વયં પરમકૃપાળુદેવની ભક્તિથી ગુરુપદ પામ્યા. સગુરુ ભગવંત પ્રગટ દીવો હતા. તેથી પોતાની પણ આત્મજ્યોત પ્રગટાવી પ.પૂ.પ્રભુશ્રીજીએ પોતાની ગુરુ પદવીને અતિયુક્તિવડે ગોપવી દીધી. તે કેવી રીતે? તો કે પ.પૂ.પ્રભુશ્રીજી કહેતા કે પ્રભુ! અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવી દઈએ છીએ, અમારા ગુરુ તે તમારા ગુરુ માનવા, એમ કહી પોતાના ગુરુ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રને જ પ્રખ્યાતિમાં લાવવા પોતે આજીવન પ્રયત્ન કર્યો. ૧૬ાા. રે! નરસ આહારે નિભાવે દેહ મમતા મૂકીને, વિલાસની તર્જી લાલસા સૌ; સ્વપર મતને જાણીને, ઉપદેશની અમદાર વર્ષે સર્વનું હિત તાકીને, સુંધર્મ-તીર્થ દીપાવતા તે પરમ કરુણા આણીને. ૧૭ અર્થ:- પોતાના દેહ પ્રત્યેનો મમત્વભાવ મૂકી દઈ માત્ર દેહને ટકાવવા અર્થે જેઓ નીરસ આહાર લેતા હતા. તથા મનથી ભોગ વિલાસની લાલસાઓને જેણે તજી દીધી હતી, એવા પ.પૂ.પ્રભુશ્રીજી કે જેણે સ્વ શું? અને પર શું? એવી માન્યતાઓને સમ્યપણે જાણી સર્વના હિતાર્થે ઉપદેશની અમૃતવારા વર્ષાવી હતી. તથા જગતના જીવોના કલ્યાણ અર્થે હૃદયમાં પરમ કરુણાભાવ લાવી પરમકૃપાળુદેવે ઉદ્ભૂત સભ્ય ઘર્મરૂપ તીર્થને પરમકૃપા કરી દીપાવ્યું હતું. ૧થી. આચાર પંચ ઘરી ઉરે, દાતાર તેના અન્યને, કૃતઘર્મનો આઘાર ઘર ઉદ્ધારનાર અનન્ય છે, શિષ્યોની પણ સેવા કરે સહી કષ્ટ જાતે, ઘન્ય તે, ગુરુ મર્મસ્પર્શી મઘુર વચને શરણ દે, સૌજન્ય એ! ૧૮ અર્થ :- મુનિના પંચ આચારને હૃદયમાં ઘારણ કરી બ્રહ્મચારી ભાઈ-બહેનો તથા મુમુક્ષુઓ વગેરેને આચારના બોઘનું દાન આપતા હતાં. તેમજ શ્રતમાં ઉપદિષ્ટ ઘર્મનો આધાર લઈ ભવ્ય જીવોનો અનન્ય રીતે ઉદ્ધાર કરનાર હતા. જરૂર પડ્યે શિષ્યોની પણ સેવા જાતે કષ્ટ વેઠીને કરતા એવા પ્રભુશ્રીજીને ઘન્ય છે. વળી પોતાની મર્મસ્પર્શી મધુર વાણીથી જીવોને સમજાવી પરમકૃપાળુદેવનું શરણ અપાવતા હતા, એ એમનું સૌજન્ય એટલે સજ્જનતા અથવા ભલાઈ કરવાની ભાવનાની નિશાની હતી. ૧૮ વ્યવહારકુશળ વર્તતા ગુરુગમ સહિત ઘીરજ ઘરી, છોડી પ્રમાદ સુકાર્ય યોજી સંઘ-સેવા આદરી; દર્શાવતા શરણાગતોને મોક્ષમાર્ગ દયા કરી, ગુરુનો પ્રગટ ગુણ તે પ્રકર્તા નામનો ગાયો સ્મરી. ૧૯ અર્થ - પોતાના ગુરુ પરમકૃપાળુદેવથી ગુરુગમ પામી ઘીરજ ધરીને વ્યવહાર-કુશળ રીતે જેઓ વર્તતા હતા. સ્વયં પ્રમાદ તજી સંઘને આત્મહિતના કાર્યમાં જોડી સંઘની સેવા આદરી હતી. દયા કરીને જે શરણાગતોને મોક્ષનો માર્ગ બતાવતા હતા. એ ગુરુનો પ્રગટ પ્રકર્તા નામનો ગુણ છે; તેને અહીં સ્મરીને ગુણગાન કર્યું છે. ૧૯ો. Page #34 -------------------------------------------------------------------------- ________________ પ.ઉ.૫.પૂ. પ્રભુશ્રીજી Page #35 -------------------------------------------------------------------------- ________________ (૩) નિગ્રંથ ગુરુ ગીત ૧ ૯ રત્નત્રયીના નાશકારક આત્મઘાતી દોષનો, ઉપાય સદ્ગુરુ દાખવે, દેખાડ મારગ મોક્ષનો; કંપે હૃદય ઉપદેશવેગે, નીર પણ નયને ઝરે, સંસારથી ઉદ્ધારનારી શુદ્ધતા હૃદયે ઘરે. ૨૦ વળી પ્રકર્તા ગુણના ઘારક શ્રી ગુરુ કેમ પ્રવર્તે છે તે નીચેની ગાથાઓથી જણાવે છે : અર્થ:- સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને નાશ કરનાર એવા આત્મઘાતી દોષોને દૂર કરવાનો ઉપાય બતાવી શ્રી સદ્ગુરુ શિષ્યોને મોક્ષનો સાચો માર્ગ દેખાડે છે. શ્રી ગુરુના ઉપદેશના વેગ વડે શિષ્યનું હૃદય કંપાયમાન થાય છે અને પોતાના દોષ જણાવતાં આંખમાંથી આંસુ પણ ઝરે છે. એમ શ્રી ગુરુના ઉપદેશથી શિષ્ય, સંસારથી ઉદ્ધારનારી શુદ્ધતાને પશ્ચાતાપ વડે હૃદયમાં ઘારણ કરે છે.૨૦ના શું શિશુ સમ સમજાવતા સ્નેહે ગુરું અપરાથીને! નિજ દોષ દર્શાવી, સુખે સાથે સુશિષ્યો શુદ્ધિને; માયાથી કોઈ છુપાવતો નિજદોષ જો ગુરુ આગળ, તો સિંહ સમ ગુરુ ગર્જતા કે દોષ ઑકે તે પળે. ૨૧ અર્થ - બાળકને પ્રેમથી સમજાવે તેમ શ્રી ગુરુ અપરાથી એવા પોતાના શિષ્યને સ્નેહપૂર્વક સમજાવે છે. જેથી સુશિષ્યો પોતાના દોષ શ્રી ગુરુને જણાવી સુખે આત્મશુદ્ધિને સાથે છે. પણ માયાથી કોઈ શિષ્ય ગુરુ આગળ જો પોતાના દોષને છુપાવે તો સિંહ સમાન શ્રી ગુરુ ગર્જના કરે કે જેથી શિષ્ય તે જ પળે પોતાના દોષને ઓકી કાઢે છે. રા. ઘમકી ગણે ના કોઈ તો ગુરુ આમ ઘડૂકીને કહેઃ “દેખાડતો નહિ મુખ તારું મલિન, માયા જો ગ્રહે; વ્રત, નિયમ, સંયમ સર્વને માયા છૂપી રીતે દહે; જે આત્મ-ઉવળતા ચહે તે ર્જીવ જ ગુરુશરણું ગ્રહે.” ૨૨ અર્થ - કોઈ શિષ્ય એવો હોય કે જે શ્રી ગુરુની ઘમકીને પણ ગણે નહીં. તો શ્રી ગુરુ ઘડૂકીને તેને આમ કહે કે હજુ દોષ કહેવામાં માયા રાખે છે માટે અહીંથી ચાલ્યો જા. તારું દોષોથી મલિન એવું મુખ મને દેખાડતો નહીં. કેમકે વ્રત, નિયમ કે સંયમ એ સર્વને માયા છૂપી રીતે બાળી નાખે છે. માટે તેવી માયાને ઘરી રાખનાર શિષ્યને ગુરુ પાસે રાખે નહીં. પણ જે આત્માની ઉજવળતાને ઇચ્છે તે જીવ જ સદ્ગુરુના શરણને ગ્રહણ કરી શકે છે. આમ શિષ્યના દોષોને કઢાવી નિર્મળ આચાર પળાવવાં, એ પ્રકર્તા નામનો શ્રી ગુરુનો એક ગુણ છે. રજા ગુણગાન ગુણનિધિ સદ્ગુરુંનાં સાંભળી શ્રદ્ધા કરે, નજરે ન દીઠા હોય તોયે પ્રીતિ સુશિષ્યો ઘરે. વળી શિષ્યજનના દોષ હરવા ઉર ગુરુ નિષ્ફર કરે, માતા દયાળું બળ કરી કડવી દવા શિશુમુખ ઘરે. ૨૩ અર્થ - ગુણનિધિ એટલે ગુણના ભંડાર સમા પરમકૃપાળુ સગુરુ ભગવંતના ગુણગાન પ.પૂ.પ્રભુશ્રીજી પાસેથી સાંભળીને શિષ્યો પરમકૃપાળુદેવની શ્રદ્ધા કરે છે. ભલે પરમકૃપાળુ સગુરુદેવને Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ નજરે ન દીઠા હોય તો પણ તેમના પ્રત્યે સુશિષ્યો પ્રીતિને ધારણ કરે છે. વળી શિષ્યના દોષોને હરવા શ્રી ગુરુ હૃદયને નિષ્ફર પણ કરે. જેમ દયાળુ એવી માતા બાળકનો રોગ હરવા બળ કરીને પણ કડવી દવા બાળકના મુખમાં રેડે છે, કે જેથી તેનો રોગ નાશ પામે. તેમ શ્રી ગુરુ શિષ્યના દોષો કઢાવવા કદી હૃદયને કઠોર કરે, પણ પરિણામમાં તો જેને અનંતી દયા જ વર્તે છે. ર૩મા વિશ્વાસ ઘર શિષ્ય કહેલા દોષ ગુરુ નહિ ઉચ્ચરે, જાણે, ન જાણે કાન બીજો તેમ ગુણિ તે ઘરે; દ્રષ્ટિ મીઠી પલટાય ના કર્દી, દોષ જાય બઘા ગળી, પૂરી પ્રતીતિ સંઘને : “નહિ દોષ શકશે નીકળી.” ૨૪ અર્થ - વિશ્વાસ રાખીને શિષ્ય કહેલા દોષને શ્રી ગુરુ બીજાને કદી કહે નહીં. તેમનો બીજો કાન પણ જાણે નહીં એવી ગુપ્તતાને શ્રીગુરુ ઘારણ કરે છે. દોષો કહેવા છતાં પણ શિષ્ય પ્રત્યેની તેમની મીઠી દ્રષ્ટિ કદી પલટાતી નથી. એવા શ્રી ગુરુને બઘા દોષ જણાવવાથી તે દોષો ગળી જાય છે અર્થાત્ નાશ પામે છે. શ્રી સંઘને પણ એવા સગુરુ ભગવંત પ્રત્યે પૂર્ણ પ્રતીતિ એટલે વિશ્વાસ છે કે શ્રી ગુરુના મુખથી અમારા દોષ કદી પણ નીકળી શકશે નહીં, કેમકે શ્રી ગુરુ ભગવંત સાગર જેવા ગંભીર હોય છે. ર૪. વળી કુશળ નાવિક સમ ગુરું સંસાર પાર ઉતારતા, સઘર્મરૂપ નવી નાવમાં નિશ્ચલપણે બેસારતા. અંતે સમાધિમરણ સાથે શિષ્ય તેવો બોઘ દે, નિશ્ચય અને આશ્રય કરી, સ્વ-સ્વરૃપ ભાથું બાંથી લે. ૨૫ અર્થ - કુશળ નાવિક સમાન શ્રી ગુરુ શિષ્યોને સંસાર સમુદ્રથી પાર ઉતારનારા છે. તે માટે આત્મઘÍરૂપી નવી નાવમાં એટલે સફરી જહાજમાં દ્રઢ શ્રદ્ધા કરાવી જિજ્ઞાસુઓને બેસાડે છે. તથા શિષ્યને એવો બોઘ આપે છે કે જેથી પોતાના અંત સમયે તે સમાધિમરણને સાથે છે. તથા સધ્ધર્મનો નિશ્ચય અને દ્રઢ આશ્રય કરી પોતાના આત્મસ્વરૂપના કલ્યાણ માટેનું ભાથું પણ સાથે બાંધી લે છે. ગરપા ભયભીતને નિર્ભય કરે, નિસ્તેજને જાગ્રત કરે, વળી ખેડછાયા દેખતાં, નિઃખેદ કરી નિજબળ ભરે; ગુરુ મોહમમતાવંતને નિર્મોહીં સમપદમાં ઘરે. એવા ચમત્કારી ગુરુંથી સુગુમહિમા વિસ્તરે. ૨૬ અર્થ - સંસારમાં રહેલા મરણાદિ ભયથી સહિત જીવોને શ્રી ગુરુ નિર્ભય બનાવે છે, નિસ્તેજ એવા પ્રમાદીને બોથ વડે જાગૃત કરે છે, મુખ પર ખેદની કે દુઃખની છાયા દેખતા શ્રી ગુરુ પોતાનું આત્મબળ તેમાં ભરી તેને ખેદ રહિત કરે છે. વળી મોહ મમતાથી યુક્ત જીવને શ્રી ગુરુ ઉપદેશ આપી નિર્મોહી એવા સમભાવવાળા પદમાં સ્થિતિ કરાવે છે. એવા ચમત્કારી શ્રી ગુરુથી સદ્ગુરુ ભગવંતનો મહિમા જગતમાં વિસ્તાર પામે છે. રજા નાસે નિરાશા દૂર દૂર, વળી દીનતા દેખાય ના, કાયરપણું ક્યાંથી ટકે? પામરપણું પેખાય ના. Page #37 -------------------------------------------------------------------------- ________________ (૪) દયાની પરમ ઘર્મતા ૨ ૧ તે થિંગથર્ટીનું શરણ ઘરતાં ઘરજ દ્રઢ હૃદયે રહે, મરણાંત સંકટ વિકટ તોયે વીર્ય સમભાવે વહે. ૨૭ અર્થ :- ચમત્કારી એવા શ્રી ગુરુના શરણથી નિરાશાઓ દૂર દૂર ભાગી જાય, દીનતા એટલે લઘુગ્રંથિ નાશ પામે તથા પામરપણું પણ જણાય નહીં તો ત્યાં કાયરપણું ક્યાંથી ટકી રહે? અર્થાત સદ્ગુરુનો આશ્રિત તેમના બોઘબળે શૂરવીર બની જાય છે. ધીંગઘણી એવા સગુરુ ભગવંતનું સાચું શરણ લેતાં હૃદયમાં એવી દ્રઢ ઘીરજ આવે કે જે મરણાંત વિકટ સંકટ આવી પડે તો પણ તેનું આત્મવીર્ય સમભાવમાં જ વહ્યા કરે. એવો શ્રી ગુરુનો મહિમા જગતમાં સદા પ્રસિદ્ધ છે. શા અરિહંત-સિદ્ધ-સ્વરૂપ-ભોગી સગુરું હૃદયે રમે, જેના વચનબળથી જીંવો ભ્રાંતિ અનાદિની વમે; યુક્તિ-પ્રયુક્તિ પ્રેમ ને દ્રષ્ટાંત ચેષ્ટા સહજ જ્યાં, વ્યસની ભેંલે વ્યસનો બઘાં, પ્રભુપ્રેમરસ રેલાય ત્યાં. ૨૮ અર્થ - અરિહંત, સિદ્ધ ભગવંતને પ્રાપ્ત એવા સહજાત્મસ્વરૂપના ભોગી શ્રી સદ્ગુરુ ભગવંત જેના હૃદયમાં રમે છે, તે જીવો તેમના વચનબળે અનાદિકાળથી ચાલી આવતી એવી આત્મભ્રાંતિને જરૂર વમે છે. શ્રી સદગુરુ ભગવંતના વચનમાં આવતી અનેક યુક્તિ પ્રયુક્તિઓ અને સત્ પ્રત્યેનો પ્રેમ અને દ્રષ્ટાંતો તેમજ શ્રી ગુરુની સહજ આત્મચેષ્ટા જાણીને વ્યસની પણ બઘા વ્યસનોને ભૂલી જાય છે અને તેમાં પણ પ્રભુ પ્રેમનો રસ રેલાતો થઈ જાય છે, અર્થાત્ તે પણ પ્રભુ પ્રત્યેની ભક્તિમાં તન્મય બને છે. એવા પરમાત્મપદ પ્રાપ્ત શ્રી સદ્ગુરુ દેવના ઉપકારનો મહિમા અનહદ છે કે જેનું વર્ણન કોઈપણ પ્રકારે થઈ શકે એમ નથી. એવા નિગ્રંથ સદગુરુ ભગવંતને અમારા કોટિશઃ પ્રણામ હો, પ્રણામ હો. બીજા અને ત્રીજા પાઠમાં સાચા દેવ અને સાચા ગુરુનું સ્વરૂપ સમજાવી હવે આ ચોથા પાઠમાં સાચાઘર્મનું સ્વરૂપ સમજાવવામાં આવે છે. કેમ કે સાચો ઘર્મ દયામૂળ છે. જ્યાં દયા નથી ત્યાં ઘર્મ નથી. અહિંસા પરમો ઘર્મ' અહિંસા એટલે દયા એ જ પરમ ઘર્મ છે. સર્વ જીવો પ્રત્યે દયા રાખી તેમને મન વચન કાયાથી હણવા નહીં એ જ સર્વોત્કૃષ્ટ ઘર્મ છે. તે દયાનું યથાર્થ સ્વરૂપ હવે આ પાઠમાં વર્ણવવામાં આવે છે. - (૪). દયાની પરમ ઘર્મતા (દોહરા) દીનદયાળ દયા કરો, પરમ ઘર્મ-આઘાર; તુમ સમ સમર્થ કોઈ નહિ, આત્મબોઘા-દાતાર ૧ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ:- હે દીન દયાળુ પ્રભુ! મારા જેવા આત્મલક્ષ્મીથી હીન એવા દીન પર દયા કરો. કેમકે આપ દયાની પરમ ઘર્મતા એટલે અહિંસા પરમો ઘર્મના યથાર્થ જાણકાર હોવાથી ભારે પરમ આધારરૂપ છો. તમારા સમાન આત્મા સંબંધીનો બોધ આપનાર બીજો કોઈ સમર્થ પુરુષ નથી. [૧] દ્રવ્ય-ભાવ રૅપ ભેદથી કહો કરી વિસ્તાર; મધુરી વાણી ગુરુતણી ભાવ જગાવે સાર. ૨ અર્થ :- દ્રવ્યદયા અને ભાવદયારૂપ ભેદનો વિસ્તાર કરી મને સમજાવો. કેમકે શ્રી ગુરુની મીઠી વાણી એ જ દયા પાળવાનો સાચો ભાવ જગાડનાર છે. રા. જગમાં જન્મી, સ્વાર્થમય કરતો કાર્ય અનેક; પરદુખ રજ દેખું નહીં, ઘરતો નહીં વિવેક. ૩ અર્થ:- હે પ્રભુ! આ જીવ જગતમાં જન્મ લઈને, અનેક સ્વાર્થમય કાર્યો કર્યા કરે છે. તેમાં પોતાના સ્વાર્થ માટે બીજાના રંગ માત્ર પણ દુઃખને જોતો નથી. મને દુઃખ અપ્રિય છે તેમ બીજાને પણ અપ્રિય થશે એવો વિવેક પણ એને પ્રગટતો નથી. હા, અબુધ અવિવેકી છતાં શરણે રાખો નાથ, ઇચ્છું ઉસંગે રમું સસલા સમ શશી સાથ.૪ અર્થ - હે નાથ! હું અબુધ એટલે અજ્ઞાની છું. અવિવેકી એટલે હિતાહિતનું મને ભાન નથી, છતાં હે પ્રભુ! મને આપના શરણમાં રાખો. હું આપની આજ્ઞારૂપ ઉત્સગ એટલે ખોળામાં સદા રમવા ઇચ્છું છું. જેમ ચન્દ્રમાના ખોળામાં સસલું રમે છે તેમ. //૪ ચંદ્રપ્રભા સમ તુજ ગુણે સ્વરૂપ મુંજ જણાય; માંગુ તુજ ગુણ રમણતા, દયા કરો ગુરુ રાય. ૫ અર્થ - ચંદ્રમાની પ્રભા સમાન આપના અનેક શીતળ ગુણવડે મારા આત્મસ્વરૂપનો મને ખ્યાલ આવે છે. તેથી હું પણ હવે આપના ગુણોમાં રમણતા કરવા ઇચ્છું છું. માટે તેમ કરાવી, હે ગુરુ રાજ! મારા પર દયા કરો. પાા માર” ભાવને મારવા તુજ ઉપદેશ અપાર; અણુ પણ જીંવહિંસા નહીં તુજ ઉરમાંહી, ઉદાર. ૬ અર્થ :- કોઈને મારવાનો ભાવ છે તે ભાવને જ મારી નાખવાનો આપનો ઉપદેશ છે. કેમકે ઉદાર એવા આપના હૃદયમાં અણુ માત્ર પણ જીવહિંસાના પરિણામ નથી. કા. કેવળ કરુણામૂર્તિ તું સૌ જીંવને હિતકાર; દયા કરી દર્શાવતું દયા-ઘર્મ સુખકાર. ૭ અર્થ - હે પ્રભુ! તું તો કેવળ કરુણાની જ મૂર્તિ છો. સર્વ જીવોનું હિત કરનાર છો. તેથી દયા કરીને અમને દયા-ઘર્મ જ એક માત્ર સુખરૂપ છે, તે ભાવને સ્પષ્ટ રીતે વિસ્તારથી સમજાવી અમારું કલ્યાણ કરો. Ifશા. Page #39 -------------------------------------------------------------------------- ________________ (૪) દયાની પરમ ધર્મના દયા-પ્રતાપે દીપનું જગમાં સુંદર સર્વ; દયાવેલ વિસ્તારવા યોજાયાં સૌ પર્વ. ૮ અર્થ :— જગતમાં સુંદર એવી સુખ શાંતિ સર્વત્ર જણાય છે, તે દયાના પ્રતાપે છે. જો એકબીજામાં દયાના પરિણામ ન હોય તો આ જગતનું સ્વરૂપ ભયંકર થઈ પડે. સર્વ પર્વોની યોજના પણ આ દયાવેલને વિસ્તારવા માટે કરવામાં આવેલ છે. જેમકે બીજ, પાંચમ, આઠમ, અગ્યારસ, ચૌદશ, પૂર્ણિમા વગેરે કે પર્યુષા, દીવાળી પર્વ વગેરેના દિવસોમાં લીલોતરી કે રાત્રિભોજન ત્યાગ આદિની યોજના બીજાં જીવોના રક્ષણ માટે કરવામાં આવેલ છે. તેમજ પોતાના આત્માની દયા ખાવા વિશેષ આરાઘના પર્વ દિવસોમાં થાય એ પણ મુખ્ય હેતુ એમાં સમાયેલ છે. ૮ાા ૨૩ દયાપાળથી થંભિયો દરિયો જળભંડાર, જગત હૂઁબાડી દે નહીં; એ અચરજ ઉર ઘાર. ૯ અર્થ :– દયાપાલનથી જ જળથી ભરેલો એવો દરીયો પોતાની મર્યાદા મૂકી જગતને ડૂબાડતો નથી. આ આશ્ચર્યકારી વાતને તું હૃદયમાં ઘારણ કરી, દયાપાલનમાં સદૈવ તત્પર રહે. IIII જીવદયા મહા યજ્ઞરૂપ વૃષ્ટિ વશ કરનાર; હિંસા જગમાં જ્યાં વઘી, દુકાળ પણ પડનાર. ૧૦ અર્થ :જીવોની દયા પાળવી એ મહા યજ્ઞરૂપ છે. એ અતિવૃષ્ટિને વશ કરનાર છે અર્થાત્ અતિવૃષ્ટિ થાય તે દયાની હીનતાનું પરિણામ છે. જગતમાં જ્યાં હિંસાની વૃદ્ધિ થઈ ત્યાં દુકાળ પણ પડે છે. ।।૧૦।। દયામંત્રથી વશ કર્યો, સ્વાર્થપિશાચ મહાન, ‘ખાઉં ખાઉં' વી બધું જગ કરશે વેરાન. ૧૧ અર્થ :- દયારૂપી મંત્ર વડે સ્વાર્થરૂપી મહાન પિશાચ એટલે રાક્ષસને વશ કરો. નહીં તો સર્વને ‘ખાઉં ખાઉં' કહી આખા જગતને વેરાન એટલે ઉજ્જડ બનાવી દેશે. પૈસાના લોભથી સ્વાર્થવશ જીવ કોઈ પણ પ્રકારના પાપ દયા મૂકીને કરવા લલચાઈ જાય છે. જો સર્વ જીવમાં સ્વાર્થવૃત્તિ વૃદ્ધિ પામશે તો આખું જગત ખેદાનમેદાન થઈ જશે. માટે દયા એ જ ધર્મ છે. એને મંત્ર માની તેને આઠરી સર્વ જગતના જીવોનું હિત કરો. ।।૧૧।। ઘરે દયા માતાસમી વત્સલતા સુવિશાળ, શરણાગતને કે શણ, તે સૌની સંભાળ, ૧૨ અર્થ :— જે હલુકર્મી જીવ દયાધર્મને ધારણ કરશે તેને તે દયા, માતા સમાન અંત૨માં સર્વ જીવો પ્રત્યે સુવિશાળ એવી વાત્સલ્યતા પ્રગટાવશે. તેના પરિણામે તે દયાધર્મ, પોતાને શરણે આવેલા શરણાગતને શરા આપી સદૈવ તે આત્માની સંભાળ લેશે અર્થાત્ તેનું કલ્યાણ કરશે. ।।૧૨। સ્વજનસમા સૌ જગğવો, વિશ્વ મહાન કુટુંબ; દયા વિશાળ ઘરો ઉરે, ટળે અનાદિ દંભ. ૧૩ અર્થ :— જગતના જીવો સાથે પૂર્વે મારે અનંતી સગાઈ થઈ ચૂકી છે. માટે તે બધા મારા સ્વજન Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સમાન છે. તેથી આખું વિશ્વ મારે મન મહાન કુટુંબરૂપ છે. એવી વિશાળ દયાને હૃદયમાં ધારણ કરવાથી અનાદિકાળનો દંભ અર્થાત્ સ્વાર્થવશ થતો માયા કપટનો ભાવ, તેનો નાશ થાય છે. [૧૩ દયા ર્જીવન જેનું બની તેની સન્મુખ સર્વ સિંહ-હાથી, અહિ-નોળિયા-વેર લે તડેં ગર્વ. ૧૪ અર્થ :–દયામય જીવન જેનું બની ગયું છે એવા મહાપુરુષની સમક્ષ સિંહ, હાથી, અહિ એટલે સર્પ અને નોળિયા સર્વ પરસ્પર વેર ભૂલી જઈ નમ્રતાથી વર્તન કરે છે. I/૧૪ સુરપતિ, નરપતિ સેવવા ચરણ ચહે દિનરાત, વાણી ગુણખાણી બને, સુણતાં ઘર્મ-પ્રભાત. ૧૫ અર્થ - એવા મહાપુરુષના ચરણ સેવવાને સુરપતિ એટલે ઈન્દ્ર અને નરપતિ એટલે રાજા વગેરે સર્વ રાતદિવસ ઇચ્છે છે. જેની વાણી ગુણની ખાણરૂપ છે અથવા તે વાણી સાંભળવાથી સ્વયં ગુણની ખાણ બને છે અને ધર્મનો પ્રભાત થાય છે અર્થાત ઘર્મ આરાઘવાનો સાચો ભાવ ઉપજે છે. I૧પણા વેદમંત્રના ઘોષથી કરે યજ્ઞ, દે દાન, પણ હિંસાસહ ઘર્મ તે વિષ-મિશ્રિત પકવાન. ૧૬ અર્થ - વેદના મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરે, દાન આપે પણ તે ઘર્મ હિંસા સાથે હોવાથી વિષ મળેલા પકવાન જેવો છે. અર્થાતુ પકવાન છે પણ અંદર ઝેર હોવાથી માણસને મારી નાખે છે, તેમ ઘર્મના નામે યજ્ઞ વગેરે કરે પણ તેમાં જીવોની હિંસા થવાથી તે ઝેર સમાન દુર્ગતિને આપનાર થાય છે. [૧૬ના આપઘાત કરનારને કમોત બહુ ભવ થાય; પણ પરઘાતે બાંઘિયુ વૈર ઘણું લંબાય. ૧૭ અર્થ :- જેમ આપઘાત કરનારને ઘણા ભવ સુધી કમોત થાય અર્થાત જળ, અગ્નિ કે શસ્ત્ર વગેરેથી મરવાનું થાય. તેમ પર જીવોનો ઘાત કરે તેથી વૈર બંઘાય અને તે વૈર ઘણા ભવ સુધી લંબાય છે. અનેક ભવ સુધી પરસ્પર એકબીજાને વેરભાવથી મારે છે. ૧ળા આપણને જો ‘મર” કહે, તોયે બહુ દુખ થાય; તો પર જીંવને મારતાં કેમ નહીં અચકાય? ૧૮ અર્થ - આપણને કો “મર' કહે તો પણ બહુ દુઃખ થાય; તો બીજા જીવોને મારતાં આ જીવ કેમ અચકાતો નથી? II૧૮. અનંત ભૂત ભવે થયાં કોણ ન નિજ મા-બાપ? તો પરને હણતાં ગણો સ્વજન હણ્યાનું પાપ. ૧૯ અર્થ :–ભૂતકાળના અનંતભવમાં કોણ પોતાના મા કે બાપ થયા નથી? તો હવે તે જીવોને મારતાં સ્વજન હણ્યાનું પાપ ગણો. કેમકે પૂર્વભવમાં મા-બાપ થયેલા એવા જીવોને જ આજે આપણે હણીએ છીએ. ૧૯ો. સ્વજન વિયોગ ન ઘડી ગમે તો જીંવ હણો ન કોય; વિયોગ સદાનો મરણથી, દીર્ઘ દ્રષ્ટિથી જોય. ૨૦ Page #41 -------------------------------------------------------------------------- ________________ (૪) દયાની પરમ શર્મતા ૨ ૫ અર્થ -સ્વજનનો વિયોગ આપણને ઘડી પણ ગમતો નથી તો કોઈપણ જીવને હણો નહીં. કેમકે જેને આપણે માર્યો, તેનું મરણ થવાથી તેના કુટુંબીઓને સર્વ કાળ માટે તેનો વિયોગ થઈ ગયો, તે તેને કેમ ગમે? એમ દીર્ઘ દ્રષ્ટિથી જોઈને કોઈપણ જીવને હણવો એ મહાપાપ છે એમ માનવું. ૨૦ાા કહે, “તને મારી પછી ઇન્દ્ર બનાવું” તોય, કંઠે પ્રાણ છતાં ચહે જીંવવાને સૌ કોય. ૨૧ અર્થ :- કોઈ એમ કહે કે તને હું મારી નાખી ઇન્દ્ર બનાવું, તો કંઠે પ્રાણ આવ્યા હોય તો પણ સૌ જીવવાને ઇચ્છે છે, મરવાને કોઈ ઇચ્છતું નથી. યજ્ઞમાં પશુઓને હણી સ્વર્ગે મોકલે પણ પશુઓ પોતે મરીને સ્વર્ગે જવા ઇચ્છતા નથી. ૨૧ તેથી ત્રિભુવન-રાજ્યથી જીવન જીંવને પ્રિય, અભયદાન ઉત્તમ ગણી, કરો નહીં અપ્રિય. ૨૨ અર્થ :- ત્રણે ભુવનના રાજ્યથી પણ જીવોને પોતાનું જીવન વઘારે પ્રિય છે. તેથી અભયદાનને સદૈવ ઉત્તમ ગણી તેને કદી અપ્રિય કરશો નહીં. ગારરા દેહનાશ સમ વચન-ઘા મન બાળે, બહુ ક્લેશ, પાંખ આંખ તું તોડ ફોડ’ એ હિંસક આદેશ. ૨૩ અર્થ :કોઈના દેહનો નાશ કરવા સમાન કઠોર કે મર્મ વચનનો ઘા પણ જીવોના મનને બાળે છે. તથા બહુ ક્લેશનું કારણ બને છે. જેમકે આની તું પાંખ તોડી નાખ, આની આંખ ફોડી નાખ વગેરે બોલવું તે હિંસક આદેશ છે. આવા વચન ઉચ્ચારવા દયાઘર્મના ઘાતક છે. રક્ષા હિંસક ઑવને મારવા કહેતો કોઈ અજાણ; કહેનારો તે કોટિનો હિંસા-શિક્ષક જાણ. ૨૪ અર્થ :- કોઈ અજ્ઞાની પ્રાણી હિંસક જીવોને મારી નાખવાનું કહે તો કહેનારો પણ હિંસાની શિક્ષા આપનાર હોવાથી તે પણ તે જ કોટીનો ઠર્યો. ૨૪ો દયા, રિબાતાને હયે” એમ કહે મતિમૂઢ; કર્મ ન છોડે કોઈને; હણો કર્મ ગતિ-ગૂઢ. ૨૫ અર્થ - કોઈ મતિમૂઢ એમ કહે કે જે બિચારો દુઃખથી રીબાતો હોય તેને મારી નાખવો; તેથી તે દુઃખથી છૂટી જશે. એમ પરને મારી તેના પર મેં દયા કરી એમ માને, પણ એમ મારી નાખવાથી તેના કરેલા કર્મ છૂટી જાય નહીં. માટે કર્મની ગતિ ગૂઢ છે. તેને પ્રથમ સમ્યક્ પ્રકારે જાણવી. પછી તે કર્મોને હણવાનો પ્રયત્ન કરવો, તો વાસ્તવિક રીતે દુઃખથી છૂટાય. //રપાઈ સૂર્યકિરણથી શીત વધે, જળ મથતાં ઘી થાય, શશીકિરણથી દાઝીએ તો હિંસા સુખદાય. ૨૬ અર્થ :- સૂર્યના કિરણથી શીતળતા વધે, જળને મથતાં જો ઘી થાય અને ચંદ્રમાના કિરણથી જો દાઝીએ, એમ જો બને તો હિંસા સુખ આપનારી થાય. ૨૬ાા Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સર્પમુખે અમૃત મળે, તુષ ખાંચે કણ થાય, સુત વંધ્યાનો જો જડે, તો હિંસા સુખદાય. ૨૭ અર્થ - સર્પના મુખમાંથી અમૃત મળે, ફોતરાં ખાંડવાથી અનાજના કણ મળે અથવા વંધ્યા સ્ત્રીનો પુત્ર ક્યાંય જડે તો હિંસા સુખદાયી થાય. /રા તેલ ઝરે રેતી પીધે, ઝેર વડે જ જિવાય, સૂરજ ઊગે રાત્રિએ, તો હિંસા સુખદાય. ૨૮ અર્થ :- રેતી પીલવાથી તેલ ઝરે અને ઝેર વડે જીવી શકાય તથા રાત્રે સૂર્યનો ઉદય થાય તો હિંસા સુખદાયી થાય. ૨૮. જડ જાણે જો જીવને, જીવ કદી જડ થાય, દેહધારી કો ના મરે, તો હિંસા સુખદાય. ૨૯ અર્થ :- જડ વસ્તુઓ જો જીવ તત્ત્વને જાણે અથવા જીવ કદી જડ બની જાય તથા દેહધારી કોઈ મરે નહીં તો હિંસા સુખદાયક થાય. એમ ત્રિકાળમાં પણ બની શકે નહીં. માટે હિંસા કરનાર જીવ કદી સુખ પામે નહીં પણ સરવાળે દુઃખનો જ ભોક્તા થાય. ૨૯ દુખ દીઘે દુખ પામિય, સુખ દીઘે સુખ થાય, સમ્યગદ્ગષ્ટિ આવતાં, દેહ દ્રષ્ટિ દૂર જાય. ૩૦ અર્થ - કોઈપણ જીવને દુઃખ આપવાથી સ્વયં દુઃખને પામે અને બીજાને સુખ આપવાથી સ્વયં સુખનો ભોક્તા થાય. એવી સમ્યકદ્રષ્ટિ જ્યારે આવશે ત્યારે સર્વમાં દેહ જોવાની દ્રષ્ટિ દૂર થઈ આત્મદ્રષ્ટિનો ઉદય થશે. ૩૦ના લાંબુ આયુષ્ય, યશ મળે, નીરોગ સૌ સુખ હોય, સત્સંગતિ, સુંદર શરીર-ફળ કરુણાનાં જોય. ૩૧ અર્થ :- લાંબુ આયુષ્ય કે યશની પ્રાપ્તિ થવી, નિરોગીપણું અથવા સર્વ પ્રકારના ભૌતિક સુખ મળવા, સજ્જન પુરુષોની સત્સંગતિનો જોગ થવો અથવા સુંદર શરીર મળવું; તે સર્વ પૂર્વ ભવોમાં કરેલ કરુણાનું ફળ જાણવું. ll૩૧ાા ઉત્તમ પદ નિર્ભય, સબળ, શોકરહિત મન હોય, કળાકુશળ, સુખી જીંવનભર-ફળ કરુણાનાં જોય. ૩૨ અર્થ – ઉત્તમ પદવી પ્રાપ્ત થવી, નિર્ભયપણું, બળવાનપણું, મનનું શોકરહિત હોવું, કળામાં કુશળતા, જીવનભર સુખી રહેવું એ સર્વ કરુણા એટલે દયા પાળવાના ફળ જાણવા.૩રા. દયાપાત્ર ને દયાળુ – એ બન્નેને સુખરૂપ; દયાપ્રવાહે જગ જીંવે, સમજો દયાસ્વરૂપ. ૩૩ અર્થ - જેના ઉપર દયા કરવામાં આવે એવા દયાપાત્ર જીવનું કામ થાય અને દયાળુ પુરુષને બીજા પ્રત્યે દયા કરવાથી પુણ્યનો બંઘ થાય એમ દયાથર્મ બન્નેને સુખરૂપ છે. એકબીજા પ્રત્યે દયાના પ્રવાહને લીધે આખું જગત સુખે જીવી રહ્યું છે. માટે હે ભવ્યો! સર્વ સુખના મૂળભૂત એવા દયાઘર્મના Page #43 -------------------------------------------------------------------------- ________________ (૪) દયાની પરમ શર્મતા ૨ ૭ સ્વરૂપને તમે જરૂર સમજો. ૩૩ાા પ્રથમ જ્ઞાન ને પછી દયા’ કહે વીર ભગવંત; મોહદયા સમકિત વિના નહિ આણે ભવ અંત. ૩૪ અર્થ - પ્રથમ જ્ઞાન વડે કરી દયાનું સ્વરૂપ સમજવું, પછી દયાનું સમ્યક્ રીતે પાલન કરવું. એમ પ્રથમ જ્ઞાન અને પછી દયા શ્રી મહાવીર ભગવંતે સિદ્ધાંતમાં કહી છે. તે દયાનું સ્વરૂપ સમજ્યા વિના ઘરના સ્વજન, કુટુંબાદિ પ્રત્યે જીવને હોય મોહ અને માને દયા એવી મોહસહિત દયા, સમ્યક્દર્શન વિના ભવનો અંત આણી શકે નહીં. ૩૪ કષ્ટ હરે કર્મો હણે, ભવતરણી, જીંવ-માય, સમતા, સ્નેહ ઉરે ભરે, મોક્ષ દયાથી થાય. ૩૫ અર્થ - દયાઘર્મ સર્વ કષ્ટોને હરે, કર્મોને હણે તથા ભવ તરવાનો સાચો ઉપાય છે. દયાઘર્મ જીવમાત્રમાં સમતાભાવ અને સ્નેહભાવ હૃદયમાં ભરનાર છે. અંતમાં મોક્ષપદની પ્રાપ્તિ પણ જીવને દયાઘર્મથી થાય છે. ઉપરા યત્નાપૂર્વક વર્તવું ઑવરક્ષાને કાજ, ‘દ્રવ્યદયા” તે જાણવી, એમ કહે જિનરાજ. ૩૬ અર્થ - હવે દયાઘર્મના પ્રકાર સમજાવે છે - જીવરક્ષાને માટે યત્નાપૂર્વક એટલે સાવઘાનીપૂર્વક પ્રત્યેક વર્તન કરવું તેને ‘દ્રવ્યદયા’ શ્રી જિનરાજ કહે છે. “પ્રથમ દ્રવ્યદયા - કોઈપણ કામ કરવું તેમાં યત્નાપૂર્વક જીવરક્ષા કરીને કરવું તે “દ્રવ્યદયા”.” (વ.પૃ. ૬૪) દુર્ગતિને ઑવ સાઘતો જાણી દે ઉપદેશ, નિષ્કારણ કરુણા વડે “ભાવદયા’થી જિનેશ. ૩૭ અર્થ - જીવને પાપ વડે કરી દુર્ગતિને સાઘતો જોઈ નિષ્કારણ કરૂણાશીલતાથી શ્રી જિનેશ્વર ભગવંત ઉપદેશ આપે તે “ભાવદયા’નું સ્વરૂપ જાણવું. “બીજી ભાવદયા બીજા જીવને દુર્ગતિ જતો દેખીને અનુકંપાબુદ્ધિથી ઉપદેશ આપવો તે “ભાવદયા'.” (વ.પૃ.૬૪) //૩૭માં ભાવદયાને કારણે દ્રવ્યદયા’ને ઘાર, ભાવદયા પરિણામનો દ્રવ્યદયા વ્યવહાર. ૩૮ અર્થ - ભાવદયાને પામવા દ્રવ્યદયાને ઘારણ કર. કેમકે દ્રવ્યદયા તે ભાવદયાનું કારણ છે. અંતરમાં જો ભાવદયા છે તો તેનું પરિણામ એટલે ફળ બહારમાં દ્રવ્યદયારૂપે વ્યવહારમાં આવે છે. “સાતમી વ્યવહાર દયા – ઉપયોગપૂર્વક અને વિધિપૂર્વક જે દયા પાળવી તેનું નામ “વ્યવહાર દયા.” ” (વ.પૃ.૬૪) //૩૮. અનાદિનો મિથ્યાત્વથી ભમ્ ચાર ગતિમાંય, તત્ત્વ ન સમજ્યો વળી નહીં પાળી જિનાજ્ઞા કાંય. ૩૯ અર્થ – અનાદિકાળથી મિથ્યાત્વના પ્રભાવે હું ચાર ગતિમાં ભટકું છું. હજાં સુધી આત્મતત્ત્વને Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સમજ્યો નથી; તેથી જિન આજ્ઞાને પણ કાંઈ ભાવપૂર્વક મેં પાળી નથી. ૩૯ાા એમ ચિંતવી ઘર્મનું આરાઘન ઉર ઘાર, સ્વ-દયા’ તો ત્યારે પળે, જ્યાં જાગે સુવિચાર. ૪૦ અર્થ :- એમ પોતાની પતિત સ્થિતિનું ચિંતન કરી ઘર્મના આરાઘનને હૃદયમાં ઘારણ કરે ત્યારે સુવિચારદશા જાગૃત થાય છે. અને તેથી “સ્વદયા” જે ભગવંતે કહી તે પાળી શકાય છે. “ “ત્રીજી સ્વદયા - આ આત્મા અનાદિકાળથી મિથ્યાત્વથી ગ્રહાયો છે, તત્ત્વ પામતો નથી, જિનાજ્ઞા પાળી શકતો નથી એમ ચિંતવી ઘર્મમાં પ્રવેશ કરવો તે “સ્વદયા.” ” I૪૦ના સગુરુના ઉપદેશથી સૂક્ષ્મ વિવેકી થાય, સ્વઑપનવિચારે પ્રગટતી “સ્વઑપદયા’ સુખદાય. ૪૧ અર્થ :- “સદગુરુના બોઘથી વિચારવું કે મારું ખરું સ્વરૂપ શું છે? હું દેહથી ભિન્ન આત્મા છું. મારા ગુણો જ્ઞાનદર્શન છે. તે મારું જ્ઞાન નિર્મળ કેમ થાય? એમ દ્રવ્ય, ગુણ પર્યાયના વિચારથી તે સૂક્ષ્મ વિવેકવાળો થાય છે.” તેથી આવી સ્વરૂપ વિચારદશા પ્રગટતા સુખદાયક એવી “સ્વરૂપ દયા’નો ઉદય થાય છે. અને જ્યાં સ્વઆત્માની દયા આવી ત્યાં ‘પદયા” તો હોય જ છે. સ્વદયા રાખનાર જીવ પરજીવને હણે નહીં. પાંચમી સ્વરૂપદયા-સૂક્ષ્મ વિવેકથી સ્વરૂપવિચારણા કરવી તે ‘સ્વરૂપદયા.'”II૪૧ના શિષ્યદોષ કાંટા સમા, ઉખાડવા ગુરુરાજ, કઠિન વચન ભોંકે કદી ઊંડી સોય સમ આજ; ૪ર અર્થ :- શિષ્યના કાંટા જેવા દોષોને ઉખેડી નાખવા શ્રી ગુરુરાજ ઊંડી સોય ભોંકવા સમાન કઠિન વચન કહે. તે પણ શિષ્યના ભલા માટે છે. જેમ પગમાં કાંટો વાગ્યો હોય તો ઊંડી સોય નાખીને પણ કાંટો કાઢીએ છીએ તેમ. II૪રા તોય અયોગ્ય ગણાય ના, દયામૂલ પરિણામ, તે “અનુબંઘ દયા’ કહી, શિષ્યહિતનું કામ.૪૩ અર્થ :- તો પણ શ્રી ગુરુના વચન અયોગ્ય ગણાય નહીં. કેમકે કઠોર વચનના ભાવમાં પણ દયાનું મૂલ રહેલું છે. તેથી તે શિષ્યના કલ્યાણનું જ કારણ હોવાથી તેને “અનુબંધદયા’ કહી છે. “છઠ્ઠી અનુબંઘદયા – ગુરુ કે શિક્ષક શિષ્યને કડવા કથનથી ઉપદેશ આપે એ દેખાવમાં તો અયોગ્ય લાગે છે, પરંતુ પરિણામે કરુણાનું કારણ છે, એનું નામ “અનુબંઘદયા”.” (વ.પૃ. ૬૪) શુદ્ધ સાધ્ય ઉપયોગમાં રહે એકતાભાવ, અભેદ ઉપયોગે ગણો “નિશ્ચયદયા’ પ્રભાવ.૪૪ અર્થ :- સદ્ગુરુએ જે શુદ્ધ સ્વરૂપ કહ્યું અને પ્રગટ કર્યું, તે શુદ્ધ સ્વરૂપ જ સાઘવા યોગ્ય છે. અને એ જ મારું સ્વરૂપ છે. અર્થાત્ સદ્ગુરુના સ્વરૂપમાં અને મારા સ્વરૂપમાં કંઈ ભેદ નથી એમ વિચારવું તે એકતાભાવ અને સમ્યકજ્ઞાન-દર્શન–ચારિત્રમય આત્મામાં લીનતા કરવી તે અભેદ ઉપયોગ તેને ‘નિશ્ચય દયા'નું સ્વરૂપ જાણવું. “આઠમી નિશ્ચયદયા – શુદ્ધ સાધ્ય ઉપયોગમાં એકતાભાવ અને અભેદ ઉપયોગ તે “નિશ્ચયદયા'.” (વ.પૃ.૬૪) Page #45 -------------------------------------------------------------------------- ________________ (૪) દયાની ૫૨મ ધર્મતા ચિત્તભૂમિમાં રોપજો દાવેલ સુખમૂલ, વિનથવારિથી સિંચતા ગુરુભક્તિરૂપ ફૂલ, ૪૫ અર્થ :— । ભવ્યો! તમારી ચિત્તરૂપી ભૂમિમાં સુખના મુલરૂપ એવી દયાની વેલને રોપજો. તે દયાવેલને વિનયરૂપી વારિ એટલે પાણીથી સિંચન કરતાં તેના ઉપર ગુરુ પ્રત્યે ભક્તિભાવ પ્રગટવારૂપ ફૂલ ઊગી નીકળશે. ૫૪૫૫૫ અભેદ ભાવે ભક્તિનું ફળ આવે નિર્વાણ, તેથી સુખ અનંતનું મૂળ છે દયા, પ્રમાણ. ૪૬ અર્થ – તે ભક્તિ જો અભેદભાવે થઈ પરાભક્તિનું રૂપ લેશે તો તેનું ફળ અવશ્ય નિર્વાન્ન એટલે મોક્ષ આવશે. તેથી અનંતસુખનું મૂળ એ દયાથર્ય છે, એમ તું પ્રમાળભૂત માન. ॥૪॥ ગણ સૌ પ્રાણી આત્મવત્ મૈત્રીભાવના ભાવ; યથાશક્તિ ઉપકાર કર, દયા દિલમાં લાવ. ૪૭ ૨૯ અર્થ = દયાભાવને દિલમાં લાવી સર્વ પ્રાણીઓને પોતાના આત્મા સમાન જાણ, સર્વ પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવના ભાવ અને યથાશક્તિ સર્વ જીવોનો ઉપકાર કરવામાં પ્રવૃત્ત ધા. ૦૪૭ના અપકારી-અપરાર્થીનું બૂરું ન ચિંતવ કાંય; ભલું, ભૂંડું કરનારનું ચિંતવનું મનમાંય. ૪૮ અર્થ ::– તારો અપકાર કરનાર એવા અપરાધીનું પણ કાંઈ બૂરું ન ચિંતવ. પણ તેથી વિપરીત તારું ભૂંડુ કરનારનું પણ તારા મનમાં ભલું જ ચિંતવ. ૪૮॥ દ્વેષ ન કર, દાખવ નહીં વર્તન બેપરવાઈ, કર્મરોગ તેને પીઠે, સેવાલાયક' ભાઈ. ૪૯ અર્થ :– તારું ભૂંડું કરનાર પ્રત્યે દ્વેષ ન કર કે તેના પ્રત્યે તારુ બેપરવાઈવાળું વર્તન પણ દાખવ નહીં. કારણ તે બિચારાને કર્મરોગ પીડી રહ્યો છે. માટે હે ભાઈ! તે સેવાને લાયક છે અર્થાત્ દયા કરવાને લાયક છે; પણ તે દ્વેષ કરવાને યોગ્ય નથી. ૪૯ના સુદયા ધર્મ પરમ કહ્યો, ગઠન થર્મનો મર્મ, સમજીને જે સેવશે તે લેશે શિવ-શર્મ. ૫૦ અર્થ :– સુદયા એટલે સમજણપૂર્વક દયા પાળવી તેને પરમધર્મ કહ્યો છે. એ ગહન ધર્મનો મર્મ છે. જે આ દયાના ગહન સ્વરૂપને સમજી તેનું પાલન કરશે તે જીવ શિવ-શર્મ એટલે મોક્ષની સુખશાંતિને પામશે એમાં કોઈ સંદેહ નથી. ।।૫૦।। કોટિ ગ્રંથ જે કહ્યું, 'મહાભારતે' સાર‘પરપીડા ત્યાં પાપ છે, પુણ્ય જ પરોપકાર.’૫૧ અર્થ :– કરોડો ગ્રંથોમાં કહ્યું છે. તેમજ ‘મહાભારત'નો પણ આ સાર છે કે પ૨ને પીડા આપવી -- તે પાપ છે અને પર જીવોનો ઉપકાર કરવો એ જ પુણ્ય છે. ૫૧ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ પાપપુણ્યથી પર રહી શુદ્ધ ભાવની વાત, ગુરુ-ગમથી તે જાણતાં નિજ-પર-હિત સાક્ષાત્. પર અર્થ - હવે પાપ અને પુણ્યથી પણ પર એટલે શ્રેષ્ઠ એવી જે શુદ્ધ ભાવની વાત છે તે શ્રી ગુરુગમથી જરૂર જાણી લેવી, કારણ તેમાં નિજ અને પર બન્ને જીવોનું સાક્ષાત્ હિત સમાયેલું છે. કેમકે પોતે સ્વરૂપમાં સમાઈ જવાથી પ્રતિદિન તેના દ્વારા થતી અસંખ્ય જીવોની હિંસા અટકી જાય છે. તેથી પોતાનું હિત કરતાં તેમાં પરનું હિત સહેજે થઈ જાય છે. તે ગુરુગમને પામવા સાચા સદ્ગુરુની પ્રથમ શોઘ કરવી. અને તે મળી આવ્યું શુદ્ધ દયાથર્મનું તેમની આજ્ઞાએ પાલન કરવું. તેથી સમ્યક્દર્શન પામી જીવ શાશ્વત સુખસ્વરૂપ એવા મોક્ષલક્ષ્મીનો અધિકારી થશે. ઉપરોક્ત ગાથાઓ વડે દયાઘર્મ એ જ સર્વોત્કૃષ્ટ ઘર્મ છે એમ પ્રમાણ સહિત સ્પષ્ટ સમજાવ્યું. પ૨ાા. સાચાદેવ, ગુરુ, ઘર્મની શ્રદ્ધા કરીને હવે શું કરવું? તો કે સાચું બ્રાહ્મણપણું પ્રગટાવવું. સાચું બ્રાહ્મણપણું કોને કહેવાય? તો કે બ્રહ્મ એટલે આત્મામાં રમણતા કરવી તે સાચું–બ્રાહ્મણપણું. એ જ મુનિપણું છે. પ્રથમ ભગવંતો મુનિર્મની દેશના આપે છે. તેવી યોગ્યતા ન હોય તો શ્રાવકઘર્મ અંગીકાર કરવાનો ભગવાનનો ઉપદેશ છે. માટે આ પાઠમાં પ્રથમ સાચા મુનિ અર્થાત સાચા બ્રાહ્મણપણા સંબંધીનો વિસ્તારથી બોઘ કરવામાં આવે છે : સાચું બ્રાહ્મણપણું (અનુરુપ) બ્રાહ્મણો, શ્રમણો, ભિક્ષુ, નિર્ગુન્હો નામ ચાર એ, બ્રહ્મજ્ઞાની સુસાધુનાં, સાચા બ્રાહ્મણ ઘાર તે. ૧ અર્થ - બ્રાહ્મણો એટલે બ્રહ્મમાં રમનારા, શ્રમણો એટલે મુનિઓ, ભિક્ષુ એટલે ભિક્ષા વડે જીવન ચલાવનારા મુનિઓ અને નિગ્રંથો એટલે જેમની મિથ્યાત્વરૂપી ગ્રંથી અર્થાત્ ગાંઠ ગળી ગઈ છે તે. એ ચારેય નામ બ્રહ્મજ્ઞાની કહેતા આત્મજ્ઞાની સાચા સાધુપુરુષોના છે. તે બ્રહ્મમાં એટલે આત્મામાં રમનારા હોવાથી સાચા બ્રાહ્મણ છે એમ જાણવું. ||૧ાા. લક્ષણો શાસ્ત્રનાં સાચાં, સાચાં બ્રાહ્મણનાં સુણો, બીજા અંગે વિરે ભાખ્યા સાચા બ્રાહ્મણના ગુણો - ૨ અર્થ - શાસ્ત્રમાં કહેલા સાચા બ્રાહ્મણના સાચા લક્ષણો સાંભળો કે જે શ્રી મહાવીર ભગવંતે દ્વાદશાંગીના બીજા અંગ “સૂત્રકતાંગસૂત્ર'માં ઉપદેશ્યા છે. તે લક્ષણો નીચે પ્રમાણે છે – પારા પાપકર્મો બઘાં ત્યાગે, રાગ ને દ્વેષથી હઠે, ઝઘડા જે મચાવે ના, અછતા દોષ ના કથે. ૩ Page #47 -------------------------------------------------------------------------- ________________ (૫) સાચું બ્રાહ્મણપણું ૩ ૧ = અર્થ :— જે સાચું બ્રાહ્મણપણું ધરાવે છે તે હિંસા, જાઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ આદિ સર્વ પાપોના ત્યાગી હોય, રાગદ્વેષથી પાછા હઠવાના ક્રમમાં હોય, તથા અજ્ઞાનીની જેમ જે ઝઘડા કરે નહીં તેમજ બીજા અર્થના દોષની કથની કરે નહીં. છિદ્રો શોધે ગુણો દેખી, તેવું પૅશુન્ય ના કરે, હંસ શા ગુણગ્રાહી તે, કોઈના દોષ ના વઢે, ૪ અર્થ :— જે ૫૨ના ગુણો દેખી તેમાં છિદ્ર શોઘી પૈશુન્ય એટલે તેની ચાડી ચુગલી કરતા નથી. તેમજ હંસ સમાન ગુણગ્રાહી હોવાથી કોઈના દોષ પણ કહેતા નથી. જેમ હંસ દૂધ અને પાણી એક હોવા છતાં તેમાંથી દૂધ દૂધ ગ્રહણ કરી પાણીને છોડી દે છે. તેમ જે ગુણગ્રાહી છે તે બીજાનાં દોષ ભણી દૃષ્ટિ ન કરતાં તેમાં જે ગુણ હોય તે ગ્રહણ કરી લે છે. ।।૪। પારકી ના કરે નિન્દા, રતિ-અતિ ના વહે, જૂઠ્ઠું બોલે ન માયાથી, અસત્ય મત ના ગ્રહે. ૫ અર્થ :— જે પારકી એટલે બીજાની નિંદા કરતા નથી, રિત-અરિત એટલે ગમવા-અણગમવાના પ્રવાહમાં વહેતા નથી, માયાથી જૂઠું બોલતા નથી. તેમજ ખોટા મતની પકડ રાખતા નથી. ‘આત્મા છે’ એમ જે જાણે, ‘નિત્ય છે’ એમ માનતો, ‘કર્તા છે’ કર્મનો પોતે, ‘ભોક્તા છે’નિજ કર્મનો. ૬ અર્થ :— જે પ્રથમ પદ ‘આત્મા છે’ એમ જાણે, અને બીજું પદ ‘આત્મા નિત્ય છે’ એમ માને છે, તેમજ ત્રીજું પદ ‘આત્મા કર્મનો કર્તા છે' અને ચોથું પદ ‘આત્મા ભોક્તા છે” એમ પોતે જ પોતાના કર્મનો કર્તા ભોક્તા તે યથાર્થ જાણે અને માને છે. તો ‘મોક્ષ છે’ એમ તે માને, ‘મોક્ષ-ઉપાય’ સાઘતો, સ્થાનકો છ વિચારી આ, શ્રદ્ધા દુર્લભ ધારતો. ૭ અર્થ :— જે પાંચમું પદ “મોક્ષપદ” છે એમ માની, છઠ્ઠું પદ જે ‘મોક્ષનો ઉપાય છે' તેને સાઘવા પ્રયત્નશીલ છે. એમ છ પદના સ્થાનકોને વિચારી જે દુર્લભ એવી આત્મશ્રદ્ધાને ધારણ કરેલ છે. ના દર્શનો સર્વ (ષટ્) સંક્ષેપે આ ષટ્ સ્થાનકથી ગ્રહે, સાચો બ્રાહ્મણ તે જાણો, શ્રદ્ધા સર્વોપરી લહે. ૮ અર્થ :— આ ષટ એટલે છ પદ સ્થાનકોથી જે છએ દર્શન એટલે વેદાંતાદિ સર્વ ધર્મોને સંક્ષેપથી સ્યાદ્વાદ વડે સમજે તેને સાચો બ્રાહ્મણ જાણવો; અને તે જ સર્વોપરિ સાચી શ્રદ્ધાને ધારણ કરે છે. ટા યત્નાથી વર્તવું તે ને સમિતિ-ગુપ્તિ તે ઘરે, જ જ્ઞાન, દર્શન, ચારિત્ર, આત્માર્થે વર્ષી આદરે. ૯ અર્થ :– જે યત્નાપૂર્વક વર્તે છે. તેમજ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને ધારણ કરે છે તથા પોતાના = આત્માના અર્થે જે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ધર્મને આચરે છે. ।।૯।। સદા સંયમમાં યત્ન કરે, ટાળી કષાયને, દુષ્ટ પ્રત્યે ય ક્રોથી ના, માની ના તપથી બને. ૧૦ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - જે ચારેય કષાય ભાવોને ટાળીને સદા સંયમમાં વર્તવાનો યત્ન કરે છે. દુષ્ટ વર્તન કરનાર પ્રત્યે પણ જેને ક્રોઘ નથી, તેમજ ઘણું તપ કરવા છતાં પણ જેમાં માનનો પ્રવેશ નથી. II૧૦ના માયા, લોભ કરે દૂર, નિર્જરા સત્ય સાઘતો, તે બ્રાહ્મણ, ભણે જ્ઞાની, પોતે તરે ય તારતો. ૧૧ અર્થ – જે માયા અને લોભ કષાયને દૂર કરી કર્મોની સાચી નિર્જરા સાથે છે. તેને જ્ઞાનીઓ સાચો બ્રાહ્મણ ભણે છે અર્થાત્ કહે છે. જે પોતે સંસાર સમુદ્રથી તરે છે અને બીજાને પણ તારે છે. ૧૧. પાળે નવે વિધિથી , બ્રહ્મચર્ય મહાવ્રત, તે જ દ્વિજ ખરો જાણો, આત્મામાં જે રહે રત. ૧૨ અર્થ :- જે નવે વિધિથી એટલે નવવાડ સહિત બ્રહ્મચર્ય મહાવ્રતને પાળે છે તેને ખરો દ્વિજ એટલે બ્રાહ્મણ જાણો. જે સદા આત્મામાં રત એટલે લીન રહે છે. [૧૨ના ઉત્તરાધ્યયને જોજો, સાચા બ્રાહ્મણની કથા, ભાખી યજ્ઞીય અધ્યાયે, જાણવા યોગ્ય છે તથા. ૧૩ અર્થ - ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ જેમાં સંગ્રહિત છે એવા “ઉત્તરાધ્યયન' સૂત્રમાં સાચા બ્રાહ્મણની કથા જોજો. તેમાં યજ્ઞીય નામના અધ્યાયમાં તે ભાખેલ છે. તે આરાધકોએ જાણવા યોગ્ય છે, માટે અત્રે આપીએ છીએ. તે નીચે પ્રમાણે છે. ૧૩ના વારાણસી પુરી વિષે પૂર્વે બ્રાહ્મણ ભાઈ બે, વિજય ને જયઘોષ ચારે વેદ ભણેલ તે. ૧૪ અર્થ - વારાણસીપુરીમાં પૂર્વે બે બ્રાહ્મણ ભાઈઓ વસતા હતા. એક વિજય અને બીજો જયઘોષ નામે હતો. અથર્વવેદ, ઋગવેદ, યજુર્વેદ અને સામવેદ એ ચારેય વેદને ભણેલા હતા. ll૧૪ જયઘોષે ર્દીઠી લીલા મૃત્યુની નિર્દીને તીરે, દેડકો સાપના મુખે વેદના–રવ જ્યાં કરે; ૧૫ અર્થ :- એકવાર જયઘોષ બ્રાહ્મણે નદીના કિનારે મૃત્યુની લીલા જોઈ. ત્યાં સાપના મુખમાં પકડાયેલો દેડકો વેદનાથી રવ એટલે અવાજ કરતો હતો. ૧૫ના નોળિયો એક ત્યાં આવી સાપને પકડે, અરે! તે દેખીને જયઘોષ વૈરાગ્ય ઉરમાં ભરે. ૧૬ અર્થ :- ત્યાં વળી એક નોળિયે આવીને સાપને પોતાના મુખમાં પકડી લીધો.અરે! આ બધા મૃત્યુની દાઢમાં સપડાયેલા છે, તેને જોઈ જયઘોષના હૃદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો અને વિચારવા લાગ્યો. ||૧૬ના અરે! મૃત્યુ પેંઠે લાગ્યું, કોઈને નહિ મૂકશે; માયામાં જે ભમે ભૂલી, આત્મહિત જ ચૂકશે. ૧૭ Page #49 -------------------------------------------------------------------------- ________________ (૫) સાચું બ્રાહ્મણપણું ૩ ૩ અર્થ :- અરે! આ મૃત્યુ બઘાની પાછળ લાગેલ છે, તે કોઈને પણ છોડશે નહીં. છતાં મોહમાયામાં પોતાની જાતને ભૂલી સંસારમાં જે ભમ્યા કરશે તે પ્રાણીઓ પોતાના આત્મહિતને જ ચૂકી જશે. કાળરૂપી મગરમચ્છના મોઢામાં બેઠેલો છે. તે ક્યારે મોટું દબાવી દેશે તેની ખબર નથી. માટે મૃત્યુ આવે તે પહેલા આત્મહિત કરી લેવું. /૧ળા “જન્મ, મૃત્યુ જરા દુઃખો દીઠાં સંસારમાં મહા, કોઈ સંપૂર્ણ સુખી ના, તો શું ત્યાં રાચવું, અહા!” ૧૮ અર્થ - જ્યાં મહાન દુઃખના હેતુ એવા જન્મ, જરા અને મૃત્યુ સંસારમાં પ્રત્યક્ષ દેખાય છે, જ્યાં કોઈ સંપૂર્ણ સુખી નથી તેવા સંસારમાં અહો! મોહ કરીને શું રાચવું. એવો વૈરાગ્યભાવ નદી કિનારે મૃત્યુની લીલા જોઈ જયઘોષ બ્રાહ્મણને ઉત્પન્ન થયો. ૧૮ાા ગુરુ સાચા કને દીક્ષા જયઘોષે લીંથી ભલી; મહાવ્રતોરૃપી યજ્ઞો કરે સન્શાસ્ત્ર સાંભળી. ૧૯ અર્થ :-- તેથી સાચા આત્મજ્ઞાની ગુરુ પાસે જઈને જયઘોષ બ્રાહ્મણે ભલી એટલે આત્માને કલ્યાણકારી એવી દીક્ષા ગ્રહણ કરી. તથા સન્શાસ્ત્રોને સાંભળી પંચ મહાવ્રતરૂપી સાચો યજ્ઞ કરવા લાગ્યા. ||૧૯ો ઇન્દ્રિયોને વિષયોથી વારી સંયમસજ્જ તે મોક્ષમાર્ગે પ્રવર્તે છે, તીર્થ જંગમ રૂપ તે. ૨૦ અર્થ :- પાંચે ઇન્દ્રિયોને પોતાના વિષયોથી નિવારી સંયમસજ્જ એટલે સંયમ પાળવામાં સજ્જ બની મોક્ષમાર્ગે પ્રવર્તે છે, એવા શ્રી જયઘોષ મુનિ હવે જંગમ એટલે હાલતાચાલતા તીર્થરૂપ બન્યા. ૨૦ણા વારાણસી પુરીમાં તે વિહાર કરતાં ગયા, ગામ બહાર ઉદ્યાને યાચીને સ્થળ ઊતર્યા. ૨૧ અર્થ - એકવાર તે વિહાર કરતા પોતાની વારાણસીપુરીમાં ગયા અને ગામ બહાર ઉદ્યાનમાં રહેવા માટેનું સ્થળ યાચીને એટલે પૂછીને ત્યાં ઊતર્યા. ર૧ાા. એક માસ અનાહારી તપના શુભ પારણે, ભિક્ષાર્થે ચાલતા આવ્યા વિજયઘોષ બારણે. ૨૨ અર્થ - એક મહિનાના અનાહારી એટલે ઉપવાસ તપના શુભપારણાના દિવસે ભિક્ષા અર્થે ચાલતા તે પોતાના સંસારીભાઈ વિજયઘોષને બારણે આવ્યા. રરા મલિન ફૅશ ભાઈને યતિવેષે ન ઓળખે, વિજયઘોષ બોલ્યા કે, “ભિક્ષુ યજ્ઞ ન પારખે? ૨૩ અર્થ - મલિન છે વસ્ત્ર જેના અને કશ છે કાયા જેની એવા યતિવેષે એટલે અનિવેષમાં રહેલા પોતાના ભાઈને ન ઓળખવાથી વિજયધોષ બ્રાહ્મણ બોલ્યો કે અરે ભિક્ષુ! આ યજ્ઞ ચાલી રહ્યો છે તેને તું પારખતો નથી? અર્થાત તેના ભાવને તું જાણતો નથી? ા૨૩મા Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩ ૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ તને ભિક્ષા નહીં આપું, કોઈ બીજે સ્થળે જજે; અહીંની આ રસોઈ તો શ્રેષ્ઠ બ્રાહ્મણ કાજ છે. ૨૪ અર્થ :- અરે ભિક્ષ! અહીંથી બીજે સ્થળે જા. તને ભિક્ષા નહીં આપું; કેમકે અહીંની આ રસોઈ તો શ્રેષ્ઠ બ્રાહ્મણો માટે છે. ૨૪ વેદ-પારગ યજ્ઞાર્થી, જ્યોતિષાંગ ભણેલ છે, ઘર્મજ્ઞ, સ્વ-પર-ત્રાતા યજ્ઞયોગ્ય ગણેલ છે.” ૨૫ અર્થ:-જે વેદના પારગામી છે, યજ્ઞના અર્થી છે, જ્યોતિષના અંગોને ભણેલા છે, જે ઘર્મજ્ઞ એટલે ઘર્મતત્ત્વને જાણવાવાળા છે, જે સ્વ અને પરના ત્રાતા એટલે રક્ષક છે. તેવા બ્રાહ્મણોને આ યજ્ઞ કરવાને યોગ્ય ગણેલ છે. ૨પા. તજી આહારની ઇચ્છા, કાંઈ ઓછું ન આણતાં, સાચું દ્વિજત્વ દર્શાવા પૂછે શાસ્ત્ર-પ્રમાણ ત્યાં ૨૬ અર્થ :- ઉપરોક્ત બ્રાહ્મણની વ્યાખ્યા સાંભળી આહારની ઇચ્છાને તજી દઈ, મનમાં કાંઈ પણ ઓછું ન આણતાં સાચું દ્વિજત્વ એટલે સાચું બ્રાહ્મણપણું દર્શાવવા માટે શ્રી જયઘોષ મુનિ ત્યાં શાસ્ત્રનું પ્રમાણ પૂછવા લાગ્યા. ૨૬ હે! બ્રાહ્મણ, કહો શું છે વેદનું મુખ, યજ્ઞનું? નક્ષત્રોનું કહો મુખ, ઘર્મોનું વળી મુખ શું? ૨૭ અર્થ - હે બ્રાહ્મણ ! કહો વેદનું મુખ શું છે? તથા યજ્ઞ અને નક્ષત્રોનું મુખ શું? તેમજ ઘર્મોનું મુખ શું છે? અર્થાત્ વેદ, યજ્ઞ, જ્યોતિષ અને ઘર્મશાસ્ત્ર એ ચારેયમાં ખરેખર મુખ એટલે મુખ્ય શું છે? તે કહો. પારણા કરે ઉદ્ધાર પોતાનો, અન્યને વળી તારવા, સમર્થ કોણ છે એવા? ઇચ્છું છું હુંય જાણવા. ૨૮ અર્થ :- જે પોતાનો ઉદ્ધાર કરે અને અન્યને પણ તારવા સમર્થ છે એવા મહાત્મા પુરુષ કોણ છે? તેને જાણવા હું પણ ઇચ્છું છું. ૨૮ વિજયઘોષ બોલાવે આવેલા વિપ્ર પંડિતો, કહી પ્રશ્નો બઘાને તે પ્રેરે : “પ્રશ્નોત્તરો વદો'. ૨૯ અર્થ :- એમ સાંભળી વિજયધોષ પોતાને ત્યાં આવેલ બ્રાહ્મણ પંડિતોને બોલાવી બધાને ઉપરના પ્રશ્નો કહી તેના ઉત્તરો આપવા પ્રેરણા કરી. ૨૯ કોઈ સમર્થ ના જોતાં વીનવે તે જ મુનિને, હાથ જોડી બઘા વિપ્રો, “યો જો ઉત્તર સુણીએ.”૩૦ અર્થ :- બ્રાહ્મણોમાંથી ઉત્તર આપવા કોઈ સમર્થ નહીં જોતાં તે જ બ્રાહ્મણો હાથ જોડીને કહેવા લાગ્યા કે હે મુનિ! જો આનો ઉત્તર આપો તો અમે પણ સાંભળીએ. ||૩૦ના Page #51 -------------------------------------------------------------------------- ________________ (૫) સાચું બ્રાહ્મણપણું ૩ ૫ સાધુ બોલ્યા “સુણો, મુખ વેદોનું અગ્નિહોત્ર છે, યજ્ઞાર્થી મુખ યજ્ઞોનું, નક્ષત્રમુખ ચંદ્ર છે. ૩૧ અર્થ - ત્યારે શ્રી જયઘોષ સાધુ બોલ્યા કે સાંભળો. વેદોમાં મુખ્ય અગ્નિહોત્ર છે. યજ્ઞોમાં મુખ્ય યજ્ઞાર્થી છે અને નક્ષત્રોમાં મુખ્ય ચંદ્રમા છે. ૩૧ ઋષભદેવ છે મુખ ઘર્મોનું; દેવ-દેવ તે, તારે, તરે; ન વિપ્રો કો યજ્ઞવાદી ગણાય છે. ૩૨ અર્થ - સર્વ ઘર્મોમાં મુખ્ય શ્રી ઋષભદેવ છે. દેવોના દેવ છે કે જે બીજાને તારે અને પોતે પણ તરે. પણ વિપ્ર એટલે બ્રાહ્મણ નામ ઘરાવા માત્રથી તે કંઈ યજ્ઞવાદી ગણાય નહીં. ૩૨ાા રાખથી અગ્નિ ભારેલા જેવા વેદાદિ ગોખતા, તપસ્વી તોય અજ્ઞાની મોક્ષમાર્ગ ન દેખતા. ૩૩ અર્થ :- રાખથી ભારેલો એટલે ઢાંકેલો એવો અગ્નિ સાક્ષાતુ હોવા છતાં જેમ તે દેખાતો નથી. તેમ વેદ આદિને ગોખતા કે તપસ્વી નામ ઘરાવતા છતાં પણ તે અજ્ઞાનીને સાચો મોક્ષમાર્ગ દેખાતો નથી. [૩૩. સાચા બ્રાહ્મણના ગુણો કહ્યા કુશળ જ્ઞાનીએ, તે કહું સાંભળો સર્વ જાણીને ઉર ઘારીએ - ૩૪ અર્થ:- સાચા બ્રાહ્મણના એટલે સાચા આત્મજ્ઞાની મહાત્માના ગુણો કુશળ એવા જ્ઞાની પુરુષોએ કહ્યાં છે તે કહું છું તે સર્વ સાંભળો. સાંભળીને, જાણીને તે ગુણોને હૃદયમાં ઘારણ કરો. ૩૪ “આવેલામાં ન આસક્તિ, જતામાં શોક ના કરે, રમે જે આર્ય-વાણીમાં, હેમ-નિર્મળતા ઘરે. ૩૫ અર્થ - કોઈ વસ્તુની પ્રાપ્તિમાં જેને આસક્તિ નથી, કોઈ વસ્તુ જતી રહેવાથી તેને શોક નથી, પણ જે હમેશાં આર્યવાણીમાં એટલે મહાપુરુષોની વાણીમાં રમે છે; તેમજ જે હેમ એટલે સોના જેવી શુદ્ધ આત્મ નિર્મળતાને ઘારણ કરીને જીવવામાં જ પોતાનું હિત માને છે. //રૂપા રાગ-દ્વેષ-ભયાતીત, તપસ્વી, કૃશકાય છે, વ્રતી, માંસાદિના ત્યાગી, ઘીર ઇન્દ્રિયનિગ્રહે. ૩૬ અર્થ - રાગ, દ્વેષના ભયથી જે દૂર છે, તપસ્વી છે, જેની કાયા તપ વડે કુશ થઈ છે, જે વ્રતી છે, માંસ મદિરા વગેરે સસ વ્યસનના ત્યાગી છે તથા ઇન્દ્રિયનિગ્રહ કરવાથી જે સદા ધૈર્યવાન છે. //૩૬ાા. જાણે જીવો વિષે ઝાઝું, હિંસા ત્રિવિદ ના કરે, હાસ્યથી કે ભયે લોભે અસત્ય તે ન ઉચ્ચરે. ૩૭ અર્થ - જે જીવો વિષે ઘણું જાણે છે અર્થાત્ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તેમજ ત્રસકાયમાં કયા ક્યા જીવો રહેલા છે તે સર્વ જાણે છે. તેથી ત્રિવિધ એટલે મન વચન કાયાથી હિંસા કરતા નથી અર્થાત્ જે અહિંસા વ્રતના ઘારક છે. તેમજ હાસ્યથી કે ભયથી કે લોભથી જેઓ અસત્ય વચનનો ઉચ્ચાર કરતા નથી અર્થાત્ જે સત્ય મહાવ્રતને પાળનારા છે. [૩ળા Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ આપ્યા વિના ન લે કાંઈ સજીવ નિર્જીવ કદી, દેવો-પશુ-મનુષ્યોશું મૈથુન સેવતો નથી. ૩૮ ભાવાર્થ – જે આપ્યા વિના કદી કાંઈ સજીવ કે નિર્જીવ વસ્તુને લેતા નથી. અર્થાત જે અચોર્ય મહાવ્રતના ઘારક છે. તેમજ દેવો, પશુ કે મનુષ્યો સાથે મૈથુન સેવન કરતા નથી અર્થાત નવવિઘ અખંડ બ્રહ્મચર્યના જે પાલનહાર છે. ૩૮ાા. પાણીમાં પંકજો જેવો અલિપ્ત કામ-ભોગથી, ના ગૃહી ના રસે લુબ્ધ, ભિક્ષા-જીવી સુયોગથી. ૩૯ અર્થ - પાણીમાં રહેતા છતાં પંકજો એટલે કમળો જેમ અસ્પર્શાયેલા રહે છે તેમ એ મહાત્માઓ જગતમાં રહેતા છતાં કામભોગથી સદા અલિપ્ત રહે છે. ગૃહી એટલે ઘરમાં જે મમતા વગરના છે, તેમજ ભોજનરસમાં પણ લુબ્ધતા વિનાના છે. માત્ર ભિક્ષા જીવી એટલે ભિક્ષા લઈને જીવનાર છે અને તે પણ સુયોગથી એટલે બેતાલીશ દોષ રહિત પ્રાસુક આહાર મળે તો જ લેનાર છે. ૩૯થા અકિંચન, ન સંસર્ગ ગૃહસ્થોનો કર્યા કરે, સંબંધો પૂર્વના છોડી આસક્તિ ફરી ના ઘરે. ૪૦ અર્થ - અકિંચન એટલે જે પરિગ્રહ રહિત છે. જે ગૃહસ્થોનો સંસર્ગ એટલે સમાગમ કર્યા કરતા નથી. પૂર્વના સગા સંબંધીઓ કે કુટુંબીઓને એકવાર છોડી દીધા પછી ફરીથી તે પ્રત્યે આસક્તિભાવ ઘરાવતા નથી, અર્થાત્ શુદ્ધ રીતે જે પરિગ્રહત્યાગ મહાવ્રતના ઘારક છે તે જ સાચા બ્રાહ્મણ છે. ૪૦ના પશુઓ મારી હોમ્યાનું યજ્ઞમાં પાપકર્મ જે, બચાવે પાપીને ક્યાંથી? છે ના શરમ કર્મને.૪૧ અર્થ –પશુઓને મારી યજ્ઞમાં હોમ્યાનું જે પાપકર્મ છે તે પાપીને અર્થાત્ યજ્ઞાર્થીને જન્મ જરા મરણથી ક્યાંથી બચાવી શકે, કેમકે કર્મોને કોઈ શરમ નથી. જે પાપકર્મ કરશે તે દુઃખી થશે એવો કર્મનો નિયમ છે. ૪૧ાા સાધુ ના માત્ર મૂંડાવ્ય, બ્રાહ્મણ પ્રણવે નહીં; માત્ર વલ્કલવેશે ના તાપસો, વનમાં રહી–૪૨ અર્થ - માત્ર મુંડન કરાવવાથી સાધુ કહેવાય નહીં. પ્રણવ એટલે ઉૐકાર મંત્રનો જાપ કરવાથી કંઈ સાચો બ્રાહ્મણ થાય નહીં. વનમાં રહીને માત્ર વલ્કલ એટલે ઝાડની છાલ કે પાંદડાના વસ્ત્ર પહેરવાથી કિંઈ તાપસ કહેવાય નહીં. ૪રા મુનિના બાહ્ય ચિહ્નોથી; પરંતુ પૂજ્ય છે ગુણો; સાધુ તો સમતા સાથ્ય, બ્રહ્મચર્ય જ બ્રાહ્મણો. ૪૩ અર્થ :- ઉપરોક્ત બાહ્ય ચિતો માત્રથી મુનિ થાય નહીં. પણ મુનિ તો તેના ગુણોથી ગણાય છે અને ગુણો જ સર્વત્ર પૂજ્ય છે. જેમ સમતાને સાધ્ય કરવાથી સાચું સાધુપણું આવે છે તેમ બ્રહ્મચર્ય ઘારણ કરવાથી જ સાચું બ્રાહ્મણપણું પ્રગટે છે. ૪૩ા. આત્મજ્ઞાને મુનિ માનો, તાપસો તપ આદર્યું, કર્મથી બ્રાહ્મણાદિ છે, દ્વિજ સંસ્કાર સંઘર્યો. ૪૪ Page #53 -------------------------------------------------------------------------- ________________ (૫) સાચું બ્રાહ્મણપણું ૩ ૭ અર્થ - જ્યાં આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું માનો. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય” -શ્રીમદ્ રાજચંદ્ર તપ આચરવાથી તાપસ કહેવાય છે. તેમ કર્મથી એટલે પોતાના ઉત્તમ કાર્યથી સાચું બ્રાહ્મણપણું પ્રગટે છે. તેમજ દ્વિજ નામ પણ ઉત્તમ સંસ્કારને સંઘરવાથી યથાર્થ કહેવાય છે. ૪૪ જ્ઞાનીઓએ કહેલા આ સ્પષ્ટ ગુણે જ સ્નાતક, સાચો બ્રાહ્મણ, માહણ, કર્મથી મુક્ત સાઘક. ૪૫ અર્થ - જ્ઞાની પુરુષોએ કહેલા આ સ્પષ્ટ ગુણો મેળવ્યે જ તે સ્નાતક કહેવાય. અર્થાત્ તેનો અભ્યાસ પૂરો થયો ગણાય. સાચો બ્રાહ્મણ તે જ છે કે જે માહણ છે અર્થાત્ કોઈને પણ મન વચન કાયાથી હણતો નથી, તથા જે નવીન કર્મ કરવાથી મુક્ત છે; તેને સાચો સાધક જાણવો. ૪પાા દ્વિજોત્તમ કહ્યો તે જે સમર્થ તર, તારવા; જન્મથી બ્રાહ્મણો માનો આત્મહિત વિસારવા.”૪૬ અર્થ - તેને જ ઉત્તમ દ્વિજ એટલે બ્રાહ્મણ પણ કહ્યો કે જે સ્વયં સંસારસમુદ્રથી તરી બીજાને તારવા સમર્થ છે. પણ બ્રાહ્મણકુળમાં જન્મવાથી સાચા બ્રાહ્મણ માનવા તે આત્મહિતને વિસારવા જેવું છે. તેનાથી બીજાનું હિત થઈ શકે નહીં કેમકે પોતે જ આત્મકલ્યાણને પામ્યો નથી. II૪૬ના જયઘોષમુનિ-વાણી સુણીને ઓળખે હવે, વિજયઘોષ ભક્તિથી મુનિને આમ વીનવેઃ ૪૭ અર્થ - જયઘોષ મુનિની વાણી સાંભળીને હવે ઓળખી લીધા કે આ તો મારા ભાઈ જ છે. તેથી વિજયઘોષ ભક્તિથી મુનિને નીચે પ્રમાણે વિનવવા લાગ્યા. //૪ના સાચી બ્રાહ્મણતા બોથી, સાચા યજ્ઞાર્થી આપ છો, વેદવેત્તા તમે સાચા, જ્યોતિષાંગ પ્રવીણ છો. ૪૮ અર્થ - હે ભાઈ! આપે અમને સાચું બ્રાહ્મણપણું કોને કહેવું તેનો બોધ આપ્યો માટે સાચા યજ્ઞાર્થી એટલે કર્મોને બાળી નાખવારૂપ સાચો યજ્ઞ કરનાર તો આપ જ છો. વેદના મર્મને જાણનાર સાચા વેદવેત્તા પણ તમે જ છો. તેમજ જ્યોતિષાંગ એટલે જ્યોતિષના અંગને જાણવામાં પણ તમે જ પ્રવીણ છો. ૪૮. ઘર્મનો પાર પામ્યા છો, તમે ઉદ્ધારનાર છો, ભિક્ષશ્રેષ્ઠ, ગ્રહો ભિક્ષા, કૃપાના કરનાર, હો!”૪૯ અર્થ - તમે ઘર્મનો પાર પામ્યા છો, માટે અમારો ઉદ્ધાર કરવા સમર્થ છો. તમે જ શ્રેષ્ઠ ભિક્ષુ એટલે મુનિ છો, માટે હે કૃપાના કરનાર! આ ભિક્ષાને આપ ગ્રહણ કરો. ૪૯ાા જયઘોષ કહે, “વિપ્ર મારે ભિક્ષા ન જોઈએ, પરંતુ તું ગ્રહી દીક્ષા, સંસારપંક ઘોઈ લે. ૫૦ અર્થ :- જવાબમાં જયઘોષ મુનિ બોલ્યા કે હે વિપ્ર ! મારે ભિક્ષા જોઈતી નથી. પણ તું દીક્ષાને ગ્રહણ કરી આ સંસારરૂપી અંક એટલે કિચડને ઘોઈ નાખ. //૫૦ના Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩ ૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ જન્મ-મૃત્યુ-ભયે પૂર્ણ સંસારે ભમ, ભાઈ, ના; ભોગેચ્છા બંધનો તોડી, અભોગી, મુક્ત થા સદા. ૫૧ અર્થ :- જન્મ અને મૃત્યુના ભયથી પૂર્ણ એવા આ સંસારમાં હે ભાઈ! હવે તું ભમ મા, અર્થાત્ ભટકવાનું મૂકી દે. ભોગની ઇચ્છાના બંઘનોને તોડી અભોગી બનીને સદા દુઃખરૂપ આ સંસારથી હવે મુક્ત થા. //૫૧ાા. ભીની માટી તણો ગોળો ભીંતે ચોટે, ન જો ટૂંકો; વૈરાગી તેમ ચોટે ના સંસારે, વાસના મેંકો.”પર અર્થ - ભીની માટીનો ગોળો ફેંકવાથી તે ભીંતે ચોંટી જાય પણ જો તે સૂકો હોય તો ચોંટે નહીં. તેમ વૈરાગી જીવ સંસારમાં આસક્ત થાય નહીં. માટે સંસારની અનાદિની વાસનાને હવે મૂકો. | પરા વિજયઘોષ દીક્ષા લે સાંભળી મુનિબોઘ આ; તપસ્યા-સંયમે બન્ને મોક્ષે કર્મક્ષયે ગયા. પ૩ અર્થ :- આ પ્રમાણે મુનિનો બોઘ સાંભળીને વિજયઘોષે પણ દીક્ષા ગ્રહણ કરી. બન્ને ભાઈ તપશ્ચર્યા તથા સંયમને સમ્યક પ્રકારે આરાધી કર્મક્ષય કરીને મોક્ષે પઘાર્યા. આપવા મોક્ષમાર્ગ ઘરે ઉરે, જનોઈઘાર તે ખરા, નવ ગુણો વિના ઘારે ઘર્મલોપક વાનરા. ૫૪ અર્થ :- રાગ દ્વેષ જેથી ક્ષય થાય એવા સાચા મોક્ષમાર્ગને જે હૃદયમાં ધારણ કરે તે ખરા જનોઈધારી બ્રાહ્મણ જાણવા. પણ નવ ગુણો વિના જે જનોઈને ઘારણ કરે તે ઘર્મનો લોપ કરનાર નર નહીં પણ વાનર સરખા જાણવા. //પ૪ "ક્ષમા, વિજ્ઞાન, સંતોષ અદત્તત્યાગ, "સક્રિયા, અષ્ટમૂળગુણો, ત્યાગ, ‘સમિતિ, ‘શીલ લેખિયા. પપ તે નવ ગુણો આ પ્રમાણે છે : અર્થ :- (૧)ક્ષમા, (૨વિજ્ઞાન, (૩સંતોષ (૪)અદત્તયાગ, (૫)સક્રિયા, અષ્ટમૂળગુણો : મધ, માંસ, મદિરા, વડના ટેટા, પીપળાના ટેટા, પીંપળના ટેટા, ઉમરડા અને અંજીર એ આઠેયના ત્યાગને શ્રાવકના મૂળ ગુણ કહ્યા છે. (૭)ત્યાગ, (૮)સમિતિ, અને (૯)શીલ એને લેખિયા એટલે ભેગા ગણવાથી નવ થયા છે. પપા યજ્ઞોપવીત માટે આ નવે ગુણો જરૂરના, દુર્ગતિહેતુ નિન્દી ને હાંસીને પાત્ર તે વિના. ૧૬ અર્થ :- યજ્ઞોપવીત એટલે જનોઈને ઘારણ કરવાવાળા માટે ઉપર કહ્યાં એ નવ ગુણો જરૂરના છે. એ ગુણો વિના જનોઈ ઘારણ કરીને સાચું બ્રાહ્મણપણું જગતના જીવોને બતાવવું તે દુર્ગતિનું કારણ છે, તેમજ નિંદા અને હાંસીને પાત્ર છે. પકા સાપ પાળે વિના મંત્ર, જડીબુટ્ટી ન જાણતો, મે'માન મૃત્યુનો થાશે; ગુણો એ જડ-મંત્ર જો. ૫૭ Page #55 -------------------------------------------------------------------------- ________________ (૫) સાચું બ્રાહ્મણપણું ૩ ૯ અર્થ - જેમ કોઈ સાપ પાળે પણ તેને વશ કરવાનો મંત્ર જાણતો નથી અથવા તે ઝેરને ઉતારનારી જડીબુટ્ટીને જાણતો નથી તો તે કોઈ સમયે ઝેર ચઢી જવાથી મૃત્યુનો મહેમાન થશે. તેમ ઉપર કહેલા નવગુણોને સંસારરૂપી સાપના ઝેરને મારવા માટે જડીબુટ્ટી કે મંત્ર સમાન જાણવા. પગા મહાપુરાણમાં ભાખ્યો વિસ્તારે અધિકાર આ; પાંચમા વેદમાં વ્યાસે સાતમા પર્વમાં કહ્યા – ૫૮ અર્થ - મહાપુરાણ ગ્રંથમાં આ અધિકારને વિસ્તારથી કહ્યો છે. તેમજ પાંચમા વેદના સાતમા પર્વમાં વ્યાસજીએ પણ સાચા બ્રાહ્મણનું સ્વરૂપ વર્ણવ્યું છે તે નીચે પ્રમાણે – I૫૮ાા ગુણો બ્રાહ્મણના જોજો: “શીલ તો શણગાર છે. સ્વાત્મતુલ્ય ગણે સૌને દયાના ઘરનાર તે; ૫૯ અર્થ - સાચા બ્રાહ્મણના ગુણોમાં પ્રથમ શીલ એટલે સદાચાર છે. તે જ તેનો શણગાર અર્થાત્ તેની શોભા છે. તે દયાના ઘરનાર હોવાથી સર્વ જીવોને પોતાના આત્મા સમાન ગણે છે. પલા વેશ વૈરાગ્યને પોષે; નહીં મોહ ઉરે ઘરે; બેફિકર બનીને ના દુષ્ટ આચાર આચરે. ૬૦ અર્થ - જેનો વેષ પણ વૈરાગ્યને પોષે એવો હોય છે. જે મોહભાવને હૃદયમાં ઘારતા નથી. જે શુદ્ધ આચારના બળે બેફિકર બનીને કદી દુષ્ટ આચરણને સેવતા નથી. //૬૦ાા કામી ને વિષયી પેઠે વિષયોમાં ન લીન તે; લંપટી-કામીને મુખે સ્ત્રીવાર્તા સુણી ના રીઝે. ૬૧ અર્થ :- કામી અને વિષયી જીવોની પેઠે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં લીન રહેતા નથી તથા લંપટી એવા કામીના મુખે સ્ત્રીવાર્તા સાંભળીને જે રાજી થતા નથી. II૬૧ના પોતે સ્ત્રીનાં કૂંપાદિની નહીં કામકથા કહે; પરંતુ બોઘ દે તેથી કામ-ક્રોથાદિ સૌ દહે. ૬૨ અર્થ - પોતે સ્વયં સ્ત્રીના રૂપાદિની કામકથા કહે નહીં, પણ તેથી વિપરીત એવો બોધ આપે કે જેથી બીજાના પણ કામ ક્રોધાદિ ભાવો બળીને ભસ્મ થઈ જાય. કરા. શરીર શણગારે ના, વાહનો વાપરે ન તે, દયાના કારણે ચાલે, ચાલતાં ભૂમિ નીરખે. ૬૩ અર્થ :- જે શરીરનો શણગાર કરતા નથી. વાહનનો ઉપયોગ કરતા નથી; પણ દયાના કારણે ચાલીને વિહાર કરે છે. તેમજ ચાલતા પણ ભૂમિને નીરખે છે. I૬૩ાા કરે ના દાતણો લીલાં, સન્ક્રિયા સઘળી કરે, સાચવે બ્રહ્મચર્યાદિ : બ્રહ્મપદવી તે ઘરે. ૬૪ અર્થ :- જે લીલા દાતણો વગેરે કરે નહીં પણ સન્ક્રિયાઓ સઘળી કરે છે. જે બ્રહ્મચર્યાદિ ગુણોને સંપૂર્ણ સાચવે તે જ સાચી બ્રહ્મપદવી એટલે આત્મજ્ઞાનીની પદવીને પામે છે. ૬૪ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સેવવાયોગ્ય સર્વેને આ ક્રિયાઓ સહિત જો; તે વિના ન ક્રિયા-બ્રહ્મ, કુશીલવંત જાણજો. ૬૫ અર્થ :- એવા સાચા બ્રાહ્મણના ગુણોના ઘારક આત્મજ્ઞાની મહાત્માઓ સર્વને સેવવા યોગ્ય છે. પણ જે બ્રહ્મની સતુ ક્રિયા કરતા નથી તે નામધારી બ્રાહ્મણને કુશીલવંત જાણવા. કપાઈ ક્રિોથી, લોભી, અહંકારી, મમત્વી બ્રાહ્મણો કદી શીલવાન જનોને તો સેવવાયોગ્ય તે નથી. ૬૬ અર્થ :- ક્રોથી. લોભી, અહંકારી, મમત્વી એવા નામઘારી બ્રાહ્મણો શીલવાનજનોને કદી સેવવા યોગ્ય નથી. II૬૬ાા. કુલ બ્રાહ્મણ તે જાણો આ ક્રિયાઓ રહિત જે.” વેદવ્યાસ મુનિ સાચું મહાભારતમાં વિદે. ૬૭ અર્થ :- ઉપર સન્ક્રિયાઓ ઉપદેશી છે, તે ક્રિયાઓથી રહિત એવા બ્રાહ્મણ કુળમાં જન્મેલા તે માત્ર કુલ બ્રાહ્મણો જાણો. એવું વેદવ્યાસ મુનિ મહાભારતમાં સાચું કહે છે. કથા મનુષ્યજાતિ તો “જાતિ-નામકર્મથી એક છે; વૃત્તિભેદે થયા ભેદો, ચતુર્વર્ણાદિ ટેક જે. ૬૮ અર્થ – જાતિ-નામકર્મથી જોઈએ તો સર્વ મનુષ્યજાતિ એક છે. છતાં તેમાં પણ મનુષ્યોની જાદી જુદી વૃત્તિઓ હોવાના કારણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એવા ચાર વર્ણભેદ બન્યા હતા. ૬૮. તપ કુંત અને જાતિ કારણે બ્રાહ્મણો ગણો; તપ મૃત વિનાનો તે જાતિ-બ્રાહ્મણ નિર્ગુણો. ૬૯ અર્થ :- તપ અને શ્રુત એટલે શાસ્ત્રજ્ઞાન સહિત બ્રાહ્મણ જાતિમાં જન્મેલાને બ્રાહ્મણ જાણો. પણ તપ અને શ્રુત વિનાનો માત્ર બ્રાહ્મણ જાતિમાં જન્મેલ બ્રાહ્મણ તે નિર્ગુણી છે; તે પૂજવા યોગ્ય નથી. લા. બ્રાહ્મણ વ્રત-સંસ્કારે, ક્ષત્રિય શસ્ત્ર-ઘારવે, ન્યાય વ્યાપારથી વૈશ્ય, શુદ્રની નીચ વૃત્તિ છે. ૭૦ અર્થ :- સાચો બ્રાહ્મણ વ્રત અને સંસ્કાર ઘારણ કરવાથી થાય છે. તથા શસ્ત્ર ઘારણ કરવાથી ક્ષત્રિય ગણાય છે. ન્યાયપૂર્વક વ્યાપાર કરનાર તે વૈશ્ય એટલે વણિક કહેવાય છે અને નીચ છે વૃત્તિ જેની અર્થાત્ જેના આચાર વિચાર હલકા છે તે શુદ્રની કોટીમાં આવે છે. //૭૦મા. જિનસેનસૂરિ ભાખે એવું મહાપુરાણમાં; સાચી બ્રાહ્મણતા સાથો, માત્ર જન્મ વખાણ મા. ૭૧ અર્થ:- શ્રી જિનસેનસૂરિ મહાપુરાણમાં આવું ભાખી ગયા છે. જેથી હે ભવ્યો!સાચા બ્રાહ્મણપણાને સાધ્ય કરો. માત્ર બ્રાહ્મણકુળમાં જન્મ થવાથી તેના વખાણ કરો મા. કેમકે કુળ બ્રાહ્મણપણાથી કલ્યાણ નથી પણ સાચા બ્રાહ્મણના ગુણો પ્રગટાવવાથી જ જીવનું કલ્યાણ છે. [૭૧ાા Page #57 -------------------------------------------------------------------------- ________________ (૬) મૈત્રી આદિ ચાર ભાવના ૪ ૧ ગુણો છે યોગ્ય પૂજાને, વેશ કે વય કોઈ ના; આત્મગુણો વિના જાગ્યે દુર્ગુણો ગુણને ગમ્યા. ૭૨ અર્થ - ગુણી પુરુષોના ગુણો પૂજાને યોગ્ય છે. વેષ કે વય કોઈ પૂજાના કારણ નથી. આત્માના વાસ્તવિક મૂળ ગુણો જ્ઞાન દર્શનાદિને જાણ્યા વિના તો બીજા ગુણોને પણ દુર્ગુણો ગણ્યા છે. રા. સુજ્ઞ તો સાનમાં ચેતી આત્મભાવ સુધારતા, ઝવેરી રત્નને જાણે પરીક્ષાબુદ્ધિ ઘારતા. ૭૩ અર્થ :- સુજ્ઞ પુરુષો તો સાનમાં એટલે ઈશારામાં સમજીને ચેતી જઈ પોતાના આત્મભાવોને સુઘારી લે છે. જેમ ઝવેરી પોતાની પરિક્ષકબુદ્ધિ વડે રત્નને શીધ્ર ઓળખી લે છે તેમ. I૭૩ાા કાયાની શુદ્ધિ પાણીથી જળ-જીવો હણાય જ્યાં; બ્રહ્મચર્ય-સુતીર્થે જા, ઘર્મસ્નાન ગણાય ત્યાં. ૭૪ અર્થ - કાયાની શુદ્ધિ પાણીથી થાય પણ ત્યાં જળકાયના જીવો હણાય છે. માટે બ્રહ્મચર્યરૂપી સાચા તીર્થમાં જા કે જ્યાં ઘર્મરૂપી જળમાં સ્નાન કરવાથી આત્માની શુદ્ધિ થાય છે. II૭૪ અગ્નિથી જીવહિંસા છે, યજ્ઞ તો નામમાત્ર તે; તપ-અગ્નિ ખરો યજ્ઞ, કરે આત્મા પવિત્ર જે. ૭૫ અર્થ :- યજ્ઞમાં અગ્નિ સળગાવવાથી જીવોની હિંસા થાય છે, તેથી તે નામમાત્ર યજ્ઞ છે. પણ બાર પ્રકારના તપરૂપી અગ્નિને સળગાવવો એ ખરો યજ્ઞ છે. કે જેમાં બધા કમોં બળીને ભસ્મીભૂત થઈ આત્મા પરમ પવિત્ર બની ઝળકી ઊઠે છે. એવા તારૂપી અગ્નિવડે સર્વ કર્મને ભસ્મીભૂત કરનાર સાધકને જ સાચો બ્રાહ્મણ જાણવો. કેવળ બ્રાહ્મણકુલમાં ઉત્પન્ન થવા માત્રથી સાચો બ્રાહ્મણ કહેવાય નહીં. ૭૫ પાંચમાં પાઠમાં સાચું બ્રાહ્મણપણું એટલે સાચા મુનિપણા વિષે બોઘ કરવામાં આવ્યો. તે મુનિપણું આત્મજ્ઞાન સહિત હોય. આત્મજ્ઞાનને મેળવવા માટે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ એવી ચાર ભાવનાઓ ભાવવી જોઈએ. એ ભાવનાઓ ભાવવાથી આત્મજ્ઞાન મેળવવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. માટે આ પાઠમાં ચાર ભાવનાઓનું વર્ણન કરવામાં આવે છે : (૬) મૈત્રી આદિ ચાર ભાવના (રાગ –ચામર-નારાજ ને સમાની-પ્રમાણીને મળતો, કૂચ ગીતની ઢબ) મૈત્રી ભાવના મૈત્રીભાવ ભાવનાર માનવી મહાન છે, વૈરભાવ ઘારનાર મૈત્રીનો અજાણ છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રાવોધ-વિવેચન ભાગ-૧ મૈત્રીભાવ ભાવનાર માનવી મહાન છે. ૧ અર્થ :– સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ભાવનાર માનવી મહાન છે. પણ જીવો પ્રત્યે જેને વૈરભાવ છે તેને મૈત્રીભાવમાં કેવું સુખ રહેલું છે, તેનો તે અજાણ છે. સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ એટલે પ્રેમભાવ રાખનાર મનુષ્ય જગતમાં મહાન એવી મોક્ષપદવીને પામે છે. ।।૧।। ૪૨ સ્વસુખની સ્પૃહા થરી, અનેક યત્ન આદરી, દુઃખ દૂર થાય તેમ આચરે સુજાણ જે. મૈત્રી૨ અર્થ :— જેને પોતાના આત્માને સુખી કરવાની ઇચ્છા છે, તે તો અનેક પ્રકારે પ્રયત્ન કરીને પણ બીજાનું દુઃખ દૂર થાય અથવા બીજાને મારા વતી દુઃખ ન થાય તેમજ આચરે છે. તે જ સુજાણ એટલે સમ્યક્ રીતે સુખના માર્ગનો જાણનાર છે. ।।૨।। સગાઈ સર્વ જીવથી ઘરી અનેક રીતથી, ભવો અનેક ઘારી, જો વિચારી સૌ સમાન છે. મૈત્રી૩ અર્થ :— જગતમાં રહેલ સર્વ જીવો સાથે મારે પુત્રપણે, પિતાપણે, સ્ત્રીપણે, ભાઈપણે વગેરે અનેક રીતથી અનેક ભવોમાં સગાઓ થઈ ચૂકી છે. જો આવો વિચાર કરવામાં આવે તો સર્વ પ્રાણીઓ માટે મન સમાન છે, કેમકે સર્વ જીવો સાથે મારે અનેકવાર સંબંધો થઈ ચૂક્યાં છે. તેથી સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખવો એ જ મારે યોગ્ય છે. ||૩|| માત તાત કો થયા, સુપુત્ર મિત્ર કો કહ્યા, પ્યારી નારી મૃત્યુ પામી પશુ બને પ્રમાણ એ. મૈત્રી૦૪ અર્થ :– કોઈ જીવો માતા થયા કે કોઈ પિતારૂપે થયા, કોઈ પુત્રરૂપે અવતર્યા તો કોઈ મિત્રરૂપે થયા. તેમ પોતાની પ્રિય ગણાતી સ્ત્રી પણ મરીને પશુપણે અવતરે છે. તો મારે હવે કોના પ્રત્યે વૈરભાવ રાખવો. અનેક દૃષ્ટાંતોથી પણ આ વાત પ્રમાણભૂત થાય છે. માટે સર્વ જીવો પ્રત્યે મને મૈત્રીભાવ જ હો, પણ વૈરભાવ કદી ન હો. ।।૪।। ક્રુર ભાવ કેમ થાય? પ્રેમ સર્વશું ઘરાય, કુટુંબ તુલ્ય વિશ્વ થાય આત્મદૃષ્ટિવાનને. મૈત્રીપ અર્થ :– કોઈ પણ જીવો પ્રત્યે ક્રુરભાવ કેમ કરાય. સર્વ સાથે પ્રેમભાવ જ રખાય એવો ભાવ આત્મદૃષ્ટિવાનને હોય છે. કેમકે તેને મન તો આખું વિશ્વ કુટુંબ તુલ્ય છે. પા ત્રિવિધ તાપમાં મુઝાય જીવ સૌ સંસારમાંય, સંત કલ્પદ્રુમાંય શરણ શીતલ માન એ. મૈત્રીૐ અર્થ :— સંસારમાં રહેલા સૌ પ્રાણીઓ આધિ, વ્યાધિ અને ઉપાઘિમય ત્રિવિધ તાપથી સદા મુંઝાય છે. તે સર્વ જીવો પ્રત્યે સદૈવ મૈત્રીભાવ રાખનાર એવા સંત પુરુષોનું શરણ જ કલ્પદ્રુમની શીતલ છાયા સમાન સુખરૂપ છે, એમ તું માન. સર્વ જીવો પ્રત્યે નિર્વૈર બુદ્ધિ રાખનાર અર્થાત્ સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ભાવનાર માનવી જગતમાં મહાન છે. III ‘મૈત્રી – સર્વ જગતના જીવ ભણી નિર્વૈર બુદ્ધિ...' શ્રીમદ્ રાજચંદ્ર Page #59 -------------------------------------------------------------------------- ________________ (૬) મૈત્રી આદિ ચાર ભાવના ૪ ૩ (૨) પ્રમોદ ભાવના પ્રમોદ પ્રેમી-ઉરમાં ગુણાનુરાગરૂપમાં, સદૈવ દીપ દીપતો, જ્યાં દ્વેષનું ન નામ છે. મૈત્રી ૭ પ્રમોદ–અંશમાત્ર પણ કોઈનો ગુણ નીરખીને રોમાંચિત ઉલ્લસવા.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૮૮) અર્થ - પ્રમોદ ભાવના પ્રત્યે જેને સદા પ્રેમ છે તેના હૃદયમાં બીજાના ગુણાનુરાગરૂપમાં સદૈવ પ્રમોદ ભાવનો દીપક દેદીપ્યમાન રહે છે, અને ત્યાં શ્રેષનું નામ નિશાન રહેતું નથી. બીજાના અંશમાત્ર ગુણ જોઈને તેના રોમાંચ ઉલ્લસિત થાય છે. શા. પુણ્ય-અમી ઊભરાય મન-વચન-કાયમાંય, ત્રિભુવન સૌખ્યકારી સંત શશી સમાન છે. મૈત્રી૦૮ અર્થ - પ્રમોદ ભાવનાને કારણે જેના મન વચન કાયામાં પુણ્યરૂપી અમૃત ઉભરાય છે; અર્થાત્ મનથી બીજાના ગુણો ચિંતવી આનંદ પામે છે, વચનથી તેમના ગુણગાન કરે છે તથા કાયા વડે તેમની સેવા પણ કરે એવા ત્રિભુવનમાં સુખને આપનાર સંત પુરુષો જગતમાં શશી એટલે ચંદ્રમા સમાન આત્મશીતળતાને આપનાર છે. દા. અન્યના ગુણાંશ આ ગિરિ સમા પ્રશંસતા, પ્રફુલ્લ તરુ કદંબ શા સુસંત વિરલ જાણ એ. મૈત્રી ૯ અર્થ - અન્ય પુરુષોના ગુણોના અંશને પણ જે ગિરિ એટલે પહાડ સમાન ગણીને પ્રશંસા કરે, તેમજ કદંબ એટલે કેસુડાના વૃક્ષ સમાન બીજાના ગુણો જોઈ જે પ્રફુલ્લિત થાય, તેવા સાચા સંત પુરુષો જગતમાં વિરલા છે એમ જાણો. માટે જ કહ્યું કે મૈત્રીભાવ ભાવનાર માનવી મહાન છે. કેસુડાનું વૃક્ષ વસંતઋતુને જોઈ ખીલી ઊઠે છે. આખું ઝાડ કેસરી રંગના ફુલોથી છવાઈ જાય છે. પાન કરતા પણ ફુલો વિશેષ હોય છે. એવું આ વિરલ ઝાડ છે. તેમ બીજાના ગુણો જોઈ પ્રફુલ્લિત થનાર સંતપુરુષો કોઈ વિરલા છે. ગાય ખાય ઘાસ તોય દૂઘ તો અમૃત જોય, જલધિમૂલ જલદનું ફલ ઈક્ષરસ સમાન છે. મૈત્રી ૧૦ અર્થ :- ગાય ઘાસ ખાઈને પણ તે ઘાસમાંથી અમૃત જેવું દૂઘ બનાવી આપે છે, તેમ બીજાના દોષોમાંથી પણ ગુણ ગ્રહણ કરવા જોઈએ. અથવા જલધિમૂલ એટલે સમુદ્ર છે મૂળ જેનું એવા જલદ એટલે વાદળાનું ફળ પણ ઈક્ષરસ એટલે શેરડી સમાન મીઠા જળને આપનાર થાય છે. અર્થાત્ સમુદ્રનું ખારું પાણી જે પીવાને લાયક નથી તેવા ખારા પાણીને પણ વાદળાઓ વરાળરૂપ બનાવી મીઠું કરીને જગતને આપે છે. જે પાણી શેરડીના રસ સમાન પીવાને લાયક બને છે. અથવા તે જ જળ શેરડીમાં જઈ સાકર બની મીઠા સ્વાદને આપે છે. તેમ ગમે તેવા દોષી જીવમાંથી પણ પ્રમોદભાવવડે ગુણ ગ્રહણ કરીને જીવનને અમૃતમય બનાવી શકાય છે. ૧૦ ગુણગ્રાહી દત્તાત્રય અનેક-ગુરુ-ગુણાલય, ગુણઘામ લોકત્રય ગુણાનુરાગવાનને. મૈત્રી ૧૧ Page #60 -------------------------------------------------------------------------- ________________ ४४ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - ગુણગ્રાહી એવા દત્તાત્રય નામના સંત થઈ ગયા. જેને ગુણના ઘરરૂપ અનેક ગુરુઓ કર્યા હતા. જેનામાંથી ગુણ ગ્રહણ કરે તેને પોતાના ગુરુ માનતા. ગુણ પ્રત્યે છે અનુરાગ જેને એવા ગુણાનુરાગવાનને તો ત્રણેય લોક ગુણના ઘામરૂપ છે. શ્રીકૃષ્ણ મહાત્માની કે શ્રી યુધિષ્ઠિરની દ્રષ્ટિ પણ એવી ગુણાનુરાગવાળી હતી. [૧૧ાા વૈરાગ્યદાયી વાદળી, સુજ્ઞાન દે રવિ વળી; આજે ગુરુ અંજન-શળી તો વિશ્વગ્રંથ-ખાણ છે. મૈત્રી ૦૧૨ અર્થ - વાદળી જેવો, ત્રિવિઘ તાપથી બળતા આત્માને શીતળતા આપનાર વૈરાગ્ય હોય અને સૂર્ય જેવું પ્રકાશ આપનાર જેમાં સમ્યજ્ઞાન હોય, તેને શ્રી ગુરુ અંજન આંજવાની સળીથી ગુરુગમરૂપી અંજન આજે તો તેને આખું વિશ્વ ગ્રંથની ખાણરૂપ બની જાય અર્થાત્ તેની દ્રષ્ટિ પછી જ્યાં જ્યાં પડે ત્યાં ત્યાં દ્રવ્યદ્રષ્ટિવડે સર્વમાં ગુણ જ દેખાય અને પ્રમોદભાવ ઊપજે એવો શ્રી ગુરુનો મહિમા છે. ૧રા પ્રમોદ એટલે ગુણજ્ઞ જીવ પ્રત્યે ઉલ્લાસપરિણામ.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૦૧) કરુણા ભાવના દુઃખ દેખ પારકું કરુણ ઉર કંપતું, દયા કરી સહાય દે અનુકંપાવાન એ. મૈત્રી ૧૩ કરુણા-જગતજીવના દુઃખ દેખીને અનુકંપિત થવું.' શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૮૮) અર્થ :- બીજાનું દુઃખ જોઈને કરુણા ભાવનાવડે જેનું હૃદય કંપાયમાન થાય છે અને તેના પર દયા કરીને સહાય આપે તે અનુકંપાવાન જાણવો. ૧૩ના. પરહિત એ જ નિજ હિત સમજવું, અને પરદુઃખ એ પોતાનું દુઃખ સમજવું.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૪) રુધિર વહે પરું ઝરે દુર્ગધ મૂત્ર-મળ કરે, તોય ગ્લાનિ ના ઘરે શુશ્રષા-સુજાણ એ. મૈત્રી ૧૪ અર્થ - કોઈના શરીરમાં રુધિર એટલે લોહી વહેતું હોય, પરું ઝરતું હોય, કે દુર્ગઘમય મળમૂત્ર કરતા હોય, તો પણ એની સેવા શુશ્રષા કરવામાં જે ગ્લાનિ એટલે દુગંછાભાવ લાવતા નથી, તેને કરુણા ભાવનાના સાચા સુજાણ જાણવા. એવું નિર્વિચિકિત્સકપણું તે સમ્યફષ્ટિનું એક અંગ છે../૧૪ો. તણાય વીંછ પાણીમાંય કાઢતાં દે ડંખ તોય, ખમી અનેક ડંખને ઉગારનાર પ્રાણ તે. મૈત્રી. ૧૫ અર્થ :- પાણીમાં તણાતા વીંછીને કાઢતા અનેકવાર ડંખ આપે તો પણ તેના ડંખને સહન કરીને કરુણા ભાવનાવડે તેના પ્રાણને ઉગારે તેને ખરો કરુણા ભાવનો જાણનાર સમજવો. જેમ વીંછીને ડંખ મારવાનો સ્વભાવ છે તેમ સાચી કરુણાને જાણનાર પણ પોતાની દયા કરવાનો સ્વભાવ છોડતો નથી. એ એની સાચી મિત્રતાની મહાનતાનું પ્રમાણ છે. [૧૫ાા દયા સદા દિલે વસે, દ્વેષ ના ઉરે ડસે, દિલ દુખાય આર્ત દેખ, પરોપકારવાન એ. મૈત્રી. ૧૬ Page #61 -------------------------------------------------------------------------- ________________ (૬) મૈત્રી આદિ ચાર ભાવના ૪ ૫ અર્થ - જેના દિલમાં સદા દયાનો વાસ છે તેના હૃદયને દ્વેષરૂપી નાગ ડસતો નથી. બીજાનું આર્ત એટલે દુઃખ દેખી જેનું દિલ દુભાય છે તે ખરા પરોપકારવાની છે. તેના હૃદયમાં સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવનું પવિત્ર ઝરણું વહ્યા કરે છે. ||૧૬ના જીવનતણા સટોસટે અન્યદુઃખ જો મટે, પ્રેમપંથ-પાવકે કો ઝંપલાય જાણ તે. મૈત્રી૧૭ અર્થ - જેના હૃદયમાં કરુણાભાવ ભરેલ છે તે પોતાના જીવનતણા સટોસટ કહેતા જીવન નિર્વાહની ભીડમાં પણ જો અન્યનું દુઃખ નાશ પામતું હોય તો પ્રેમપંથ પાવકે અર્થાત્ પરજીવો પ્રત્યેની પ્રેમમાર્ગરૂપી અગ્નિમાં પોતાને ઝંપલાવી દે છે, અર્થાતુ બીજાનું ભલું કરવા તત્પર થાય છે. તે જ સાચું પરહિત કરનાર જાણવા. ||૧ળી દુઃખસુખ ના ગણે, સ્વદેહ મિટ્ટ શો ભણે. સર્વ સુખી થાય તેમ કરે કૃપાવાન જે. મૈત્રી૧૮ અર્થ - જે કપાવાન પુરુષો છે તે પોતાના દુઃખ સુખને ગણતા નથી. પોતાના દેહને માટી જેવો માને છે. બીજા સર્વ જીવો સુખી કેમ થાય, એ જેનો લક્ષ છે. જગતનાજીવો પ્રત્યે આવો મૈત્રીભાવ ઘરાવનાર પુરુષો ખરેખર મહાન છે. I/૧૮ના કરુણા–કોઈપણ જીવને જન્મમરણથી મુક્ત થવાનું કરવું.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૦૧) (૪) ઉપેક્ષા ભાવના શી રીતે સુખી થવાય? દુઃખ દૂર કેમ થાય? એ વિકલ્પ જો શકાય તો ઉપેક્ષાવાન એ. મૈત્રી૧૯ અર્થ - સંસારમાં શી રીતે સુખી થવાય? અથવા સર્વ દુઃખ કેમ દૂર થાય? એવા વિકલ્પ જેના સમાઈ ગયા, તે ઉપેક્ષાવાન છે અર્થાત તે મધ્યસ્થ ભાવનાના ઘારક છે. ||૧૯થા ઉપેક્ષા એટલે નિસ્પૃહ ભાવે જગતમાં પ્રતિબંઘને વિસારી આત્મહિતમાં આવવું.” -શ્રીમદ્ રાજચંદ્ર સહનશીલતા સથાય, નિર્વિકાર ચિત્ત થાય, પ્રિય કે અપ્રિય કાંઈ નથી ક્ષમાવાનને. મૈત્રી ૨૦ અર્થ - જેનામાં સહનશીલતા સધાયેલી છે, જેનું ચિત્ત નિર્વિકાર થયેલું છે. જેને પ્રિય કે અપ્રિય કાંઈ નથી તે જ ખરો ક્ષમાવાન છે. ૨૦ના કોઈ કરે સ્તુતિ અતિ વા વગોવે મૂઢમતિ, તોય ચિત્ત ના ચલે સુદૃષ્ટિ શમવાન તે. મૈત્રી ૨૧ અર્થ - જેની કોઈ અતિ સ્તુતિ એટલે અત્યંત પ્રશંસા કરે અથવા કોઈ મૂઢમતિ તેના વગોવણા કરે તોય જેનું ચિત્ત ચલાયમાન થાય નહીં તે જ સુદ્રષ્ટિ એટલે સમ્મદ્રષ્ટિ એવો શમવાન પુરુષ છે અર્થાત્ જેના કષાયો સમાઈ ગયા છે. ૨૧ાા. હર્ષ શોક કેમ થાય? કામ-ક્રોથ બળી જાય, મટે માન, લોભ, માયા સમભાવવાનને. મૈત્રી. ૨૨ Page #62 -------------------------------------------------------------------------- ________________ ४५ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - સમ્યકુદ્રષ્ટિ જીવને હર્ષ શોક કેમ થાય? કેમકે જેના કામ ક્રોઘ બળી ગયા છે. માન, લોભ કે માયા જેના મટી ગયા છે તે જ ખરા સમભાવવાળા છે. તેથી ખરી મધ્યસ્થ ભાવનાને તે ઘારણ કરી શકે છે. ૨૨ા. માધ્યસ્થ કે ઉપેક્ષા–શુદ્ધ સમદ્રષ્ટિના બળવીર્યને યોગ્ય થવું. -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૮૮) દુર્ગધ ગંદકી ભલે, સુગન્ધ સ્વાદ વા મલે, કુરૂપ રૂપવંત સર્વ સમ સમજવાનને. મૈત્રી ૨૩ અર્થ:- ભલે દુર્ગઘ હો કે ગંદકી હો અથવા સુગંઘ હો કે સ્વાદની પ્રાપ્તિ હો, કુરૂપ હો કે રૂપવંત હો, તે સર્વ જેને સમાન ભાસે છે તે જ ખરો સમજવાન છે અર્થાત્ પદાર્થના વાસ્તિવક સ્વરૂપને તે યથાર્થ જાણનારો છે અને તે જ સર્વ પદાર્થો પ્રત્યે ઉપેક્ષાભાવ રાખી શકે છે. (૨૩ના સંસારી જીવ સર્વ દીન, કર્મયંત્રને અઘીન, ભવ-નાટકે પ્રવીણ સાક્ષી ભાનવાન છે. મૈત્રી ૨૪ અર્થ - સંસારી જીવો સર્વ કર્મરૂપી યંત્રને આધીન હોવાથી દીન એટલે ગરીબ જેવા છે. જે બિચારા કર્મોને આધીન હોવાથી સંસારરૂપી નાટકમાં નૃત્ય કરવાને માટે જાણે પ્રવીણ થયેલા છે. પણ જેને આત્માનું ભાન થયું છે તેવા જ્ઞાની પુરુષો તો માત્ર સાક્ષીભાવે આ સંસારમાં કર્મના ઉદયથી રહેલા છે. તેથી ખરી ઉપેક્ષાભાવના અથવા મધ્યસ્થભાવનાના તે ઘારક છે. તેમને અંતરથી સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ છે, માટે તે પુરુષો જગતમાં સર્વથી મહાન ગણાય છે. રજા ઉપસંહાર સર્વ પ્રાણી થાવ જ્ઞાની તજો પાપ-પંકખાણ, આત્યંતિક દુઃખ-હાણિ ભાવે મૈત્રીમાન એ. મૈત્રી ૨૫ અર્થ - જગતમાં રહેલા સર્વ પ્રાણીઓ પાપરૂપી અંક એટલે કીચડની ખાણ સમા વિષય કષાયને મૂકીને જ્ઞાની બનો, સર્વના જન્મ, જરા, મરણ કે આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ દુઃખની આત્યંતિક એટલે સંપૂર્ણપણે હાનિ થાઓ, એમ જે હૃદયમાં ભાવે છે તે જગત જીવોથી મૈત્રીભાવ રાખનાર સાચા મહાપુરુષ છે. રપા ગુણો મહાન સંતના વિરલ લોકમાં ઘણા, પામતાં ન કો ભણા, પ્રમોદ ગુણ પ્રમાણ એ. મૈત્રી૨૬ અર્થ :- ત્રણેય લોકમાં મહાન સંતપુરુષોના ગુણો પામવા ઘણા વિરલ છે. જેમાં કોઈપણ પ્રકારની મણા અર્થાતુ ખામી નથી, એવા મહાનપુરુષોના ગુણો જોઈને પ્રમોદભાવ એટલે ઉલ્લાસભાવ પામીએ તો તે ગુણો પામવાનો પ્રમાણભૂત એટલે યથાર્થ ઉપાય છે. /૨૬ાા દૈન્ય, દુઃખ દૂર થાઓ, નિત્ય શાંતિમાં સમાઓ, કોઈ જીવ ના દુભાઓ, ભાવે દયાવાન એ. મૈત્રી. ૨૭ અર્થ - જગતમાં જીવોનું દૈન્ય એટલે દીનપણું અર્થાતુ ગરીબાઈ તેમજ બીજા પણ સર્વ દુઃખો દૂર થાઓ, અને પ્રાણીઓ રાગદ્વેષ અજ્ઞાનનો ભાવ મૂકી દઈ સદા આત્મશાંતિમાં સમાઈ જાઓ, કોઈપણ Page #63 -------------------------------------------------------------------------- ________________ (૬) મૈત્રી આદિ ચાર ભાવના ४७ જીવનું મન ન દુભાઓ, એવી કરુણાભાવનાને જે ભાવે છે, તેને સાચો દયાવાન જાણવો. રશા કોઈ દેવ-ગુરુ નિંદે, વેરથી પડી આનંદે, સમર્થ તોય ખમીબુંદે એ ઉપેક્ષાવાન છે. ૨૮ અર્થ :- કોઈ અજ્ઞાની જીવ દેવ, ગુરુભગવંતની નિંદા કરે, અથવા કોઈ વેરભાવથી પીડા આપી. આનંદ માને; તેને નિવારવા પોતે સમર્થ છે છતાં આત્મવિચારથી તેને ખમીખૂંદે તે જ ખરો ઉપેક્ષાવાન છે અર્થાત્ તે જ સાચો મધ્યસ્થ ભાવનાનો ઘારક પુરુષ છે એમ જાણવું. ૨૮. મધ્યસ્થતા-નિર્ગુણી જીવ પ્રત્યે મધ્યસ્થતા.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૦૧) દેહભાવ ટળી જતાં, આત્મમાં નિમજ્જતાં, સંસાર સૌ વિચારતાં અને ભગવાન એ. મૈત્રી ૨૯ અર્થ :- ઉપરોક્ત ચારેય યોગ્યતા આપનારી ભાવનાઓને ભાવતાં જ્યારે દેહભાવ ટળી જાય અને આત્મામાં નિમતાં એટલે આત્મામાં નિમગ્ન થતાં સંસારભાવની સર્વથા જેને વિસ્મૃતિ થાય તે પુરુષ ભગવાન બને છે. રા. સુયોગથી શ્રવણ થાય, દુરાગ્રહો દંરે પલાય, વિવેકદીપ પ્રગટાય સ્વભાવથી સુજાણ એ. મૈત્રી-૩૦ અર્થ – એવા ભગવાનસ્વરૂપ જ્ઞાની પુરુષનો સમ્યક્ યોગ થાય, તેના બોઘનું શ્રવણ થાય ત્યારે અનાદિના ખોટા આગ્રહો દૂર થાય છે. અને આત્મસ્વભાવમાંથી વિવેકરૂપી દીપકનો પ્રકાશ પ્રગટ થાય છે, તેને સુજાણ એટલે સમ્યતત્ત્વનો જાણનાર માનવો. (૩૦ સુભાવના સુકાર્ય-હેતુ દુર્દશાનો ધૂમકેતુ, ભવોદધિમાંહી સેતુ પામે ભાગ્યવાન છે. મૈત્રી૦૩૧ અર્થ :- આ ચાર મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને મધ્યસ્થતાની સમ્યભાવનાઓ તે આત્માના કલ્યાણરૂપ સુકાર્ય કરવાના હેતુ માટે છે. જે આત્માની અનંતકાળની અજ્ઞાનમય દુર્દશાને નાશ કરવા ધૂમકેતુ એટલે પૂછડીયા તારા જેવી છે. તેમજ ભવોદધિ એટલે સંસારરૂપી સમુદ્રમાંથી પાર ઉતારવા માટે સેતુ એટલે પુલ સમાન છે. આ ભાવનાઓને જે ભાગ્યવાન પુરુષ છે તે જ પામી શકે. બીજા સામાન્ય વ્યક્તિનું ગજું નથી કે જે આ ઉત્કૃષ્ટ ભાવનાઓને ભાવી શકે. /૩૧ાા કર્મગતિ વિચિત્ર છે. નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના રાખશો. મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વેરબુદ્ધિ, પ્રમોદ એટલે કોઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવો, કરુણા એટલે સંસારતાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી અને ઉપેક્ષા એટલે નિસ્પૃહભાવે જગતના પ્રતિબંઘને વિસારી આત્મહિતમાં આવવું. એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે.” (વ.પૃ.૧૮૩) અહો!પરમકૃપાળુનાથ, સાચો મને મળ્યો સાથ, ગ્રહો હવે પ્રભુજીં હાથ, લાગો એકતાન એ. મૈત્રી ૩ર અર્થ :- અહો આશ્ચર્ય છે કે આવા ભયંકર ઠંડાઅવસર્પિણી કાળમાં પણ મને પરમકૃપાળનાથનો સાચો સાથ મળ્યો. માટે હે પ્રભુજી! હવે મારો હાથ ઝાલો અર્થાત્ મને સાચું માર્ગદર્શન આપો કે જેથી હું Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧ જગતને ભૂલી આપની ભક્તિમાં એકતાનપણે લીન થઈ જાઉં. ।।૩૨।। ૪ ૮ મૈત્રી આદિ ચાર ભાવનાઓનું સંપૂર્ણ સ્વરૂપ જાણવા માટે કે સકળ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જાણવા માટે સત્શાસ્ત્રો આપણને પરમ ઉપકારી છે. જ્ઞાનીપુરુષના વિરહમાં તો તે સુપાત્ર જીવને સંસારથી તરવા માટે પરમ આઘારભૂત છે. “આત્માદિ અસ્તિત્વના, જે નિરુપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહીં, ત્યાં આઘાર સુપાત્ર.'' આત્મસિદ્ધિ શાસ્ત્ર એક અપેક્ષાએ જોતાં ભગવાનની પ્રતિમા કરતાં પણ સત્શાસ્ત્રોનો આપણા ઉપર પરમ ઉપકાર છે. કારણ કે ભગવાનની પ્રતિમાનું માહાત્મ્ય જણાવનાર પણ તે જ છે. સાસ્ત્ર કહો કે ભગવાનની વાણી કહો બન્ને એક જ છે. એવા સત્શાસ્ત્રોનું પરમ માહાત્મ્ય છે, જે આગળના પાઠમાં વિસ્તારથી વર્ણવે છેઃ— (૭) સત્શાસ્ત્રનો ઉપકાર * અહોહો! પરમ શ્રુત-ઉપકાર! વિને શ્રુત પરમ આધાર.-ધ્રુવ. પરમ શાંતિ પામ્યા તે નરને, નમું નિત્ય ઉલ્લાસે; પરમ શાંતિરસ પ્રેમે પાયે, વર્તે તે વિશ્વાસે. -અહોઠો પરમ શ્રુત-ઉપકાર. ૧ અર્થ : અહોહો! શ્રુત એટલે શાસ્ત્રોનો મારા ઉપર પરમ ઉપકાર છે. ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવનાર દીવા જેવા શ્રુતનો અમને પરમ આધાર છે. પરમ એટલે ઉત્કૃષ્ટ આત્મશાંતિને પામ્યા એવા શ્રી પરમકૃપાળુ પરમાત્માને હું નિત્ય ઉલ્લાસભાવે નમસ્કાર કરું છું. જે અમારા આત્માને પરમ શાંતિ ઊપજે એવો જ્ઞાનરસ પ્રેમપૂર્વક પાએ છે. માટે હું સદા તેમના વિશ્વાસે જ વસ્તું અર્થાત્ તે કહે તેમ જ કરું, તેમની આજ્ઞામાં જ મારું ક્લ્યાણ માનું. અહોહો ! આશ્ચર્ય છે કે શ્રુતજ્ઞાને અમારા ઉપર પરમ ઉપકાર કર્યો છે. ।।૧।। સર્જીત શાંત રમે છલકાતું શાંત સરોવર જાણે, શાંત રસ-હેતુએ સર્વે ૨સ ગર્ભિત પ્રમાણે અહોહોર અર્થ :— શાંતરસુધી છલકાતું એવું સશ્રુત તો જાણે શીતળ જળથી ભરેલ શાંત સરોવર હોય તેવું ભાસે છે. કે જે બીજા અનેકની તૃષા છીપાવવા સમર્થ છે. તે સમ્રુત એટલે સત્શાસ્ત્રોમાં મુખ્ય શાંતરસનું પ્રતિપાદન કરેલ છે, બીજા પણ તેમાં વી૨૨સ, હાસ્યરસ, વિભત્સરસ કે શ્રૃંગા૨૨સ આદિનું વર્ણન હોય, પણ તે માત્ર શાંતરસરૂપ ઔષધને આપવા માટે ‘ગોલ સાથે ગોલી’ આપવાની જેમ વર્ણવેલા છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ (૭) સન્શાસ્ત્રનો ઉપકાર ૪ ૯ “શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે. સર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવાં શાસ્ત્રનો પરિચય તે સત્કૃતનો પરિચય છે.” (વ.પૃ.૬૧૮) //રા ત્રિવિઘ તાપથી બળતા જગને સદ્ભુત શાંતિ આપે, શાંત હૃદયના ઉગારો તે કળિયળ સર્વે કાપે અહોહો.૩ અર્થ :- આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ત્રિવિઘ તાપથી બળતા જગતના જીવોને સત્કૃત પરમ શાંતિ આપનાર છે. તે સત્કૃત મહાપુરુષોના શાંત હૃદયના ઉદ્ગારો છે. તેથી સંસારી જીવોના સર્વે કળિયળને એટલે પાપરૂપ મળને કાપવા સમર્થ છે. અહોહો! સત્કૃતનો અમારા ઉપર પરમ ઉપકાર છે. ગાયા સંસાર વાસના ઉરમાં જેને તે શું સત્ય જણાવે? અસંસારગત વાણી સુણ જે તે સંસાર હણાવે –અહોહો ૪ અર્થ :- જેના હૃદયમાં સંસારની વાસનાઓ ઊભરાઈ રહી છે એવા વાસિતબોઘવાલા નામઘારી ગુરુઓ તે અમને શું સત્ય તત્ત્વ જણાવી શકે? પણ જેનો સંસારભાવ નાશ પામી ગયો છે એવા મહાપુરુષોની વાણી સાંભળવાથી જ અમારો સંસારભાવ હણી શકાય; એ જ એનો સાચો ઉપાય છે. “અસંસારગત વાણીનો અસ્વચ્છંદ પરિણામે જ્યારે આઘાર પ્રાપ્ત થાય છે ત્યારે તે સંસારનો આકાર-નિરાકારતાને પ્રાપ્ત થતો જાય છે.” (વ.પૃ.૩૬૩) I/૪ મહામોહથી મીઠા લાગે જગજીવોને ભોગો, કલ્પિત કથા મોહીં જન જોડે; અપથ્ય વઘારે રોગો –અહોહો૦૫ અર્થ - મહામોહ એટલે દર્શનમોહના કારણે જગતવાસી જીવોને પાંચ ઇન્દ્રિયના વિષયભોગ મીઠા લાગે છે. તેમાં વળી મોહી પુરુષો કલ્પિત કથાઓને જોડી તે મોહમાં વિશેષ વૃદ્ધિ થાય તેમ કરે છે. જેમ અપથ્ય ભોજન કરવાથી રોગોની વૃદ્ધિ થાય છે તેમ મોહવાલી કલ્પિત કથાઓ વાંચવાથી જીવોનો મોહરૂપી રોગ વિશેષ વૃદ્ધિ પામે છે. શ્રી બનારસીદાસે શૃંગારરસનો ગ્રંથ લખ્યો હતો પણ સમયસાર વાંચતા તે ખોટો લાગવાથી નદીમાં પઘરાવી દીધો. “નાગ ડસ્યો તબ જાનીઓ, રુચિકર નીમ ચવાય; મોહ ડસ્યો તબ જાનીઓ, જિનવાણી ન સુહાય.”ાપા રત્નદીપ જઈ લાવેલો નર રત્નો જનને આપે; તેમ જ્ઞાનીજન શબ્દરન દઈ દુઃખ-દારિદ્રો કાપે અહોહો.૬ અર્થ - રત્નદ્વીપમાં જઈને રત્નો લાવેલો મનુષ્ય જેમ બીજાને રત્નો આપે તેમ જ્ઞાની પુરુષો શબ્દરત્ન એટલે બોઘરૂપી બહુમૂલ્ય રત્નો દઈને જીવોના દુઃખ દારિદ્રને કાપે છે. સત્પરુષો દ્વારા આપેલી એક એક શિખામણ તે બહુમૂલ્યવાન રત્નો કરતાં પણ વિશેષ છે. કેમકે રત્ન તો એક ભવના દુઃખને કાપે પણ સાચી સમજ તો અનંત ભવનાં અનંત દુઃખને કાપવા સમર્થ છે. કા. જગમાં જે જે શુભ આચારો, સુવિચારો, ઉપકારો, તે સત્કૃત થકી સમજી લો અનેક પુણ્યપ્રકારો –અહોહો૦૭ અર્થ :- જગતમાં પ્રચલિત જે મુનિ કે ગૃહસ્થના શુભ આચાર તથા વિષય કષાય ખરાબ છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫ ૦. પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ વગેરેના સુવિચારો અથવા દુઃખી પ્રત્યે ઉપકાર કરવો વગેરે પુણ્યના પ્રકારો છે તે સત્કૃત થકી સમજાય છે. માટે અહોહો! આ સત્કૃતનો ઉપકાર તો જીવનમાં કદી ભુલાય તેમ નથી. શા સન્શાસ્ત્રો સાધુના નેત્રો મોક્ષમાર્ગ જોવાને; શાસ્ત્રયોગ” સત્રદ્ધાળુને પ્રમાદમળ ટળવાને અહોહો.૮ અર્થ – સાધુપુરુષોને પણ મોક્ષમાર્ગ જોવા માટે સન્શાસ્ત્રો તે દિવ્ય નેત્ર સમાન છે. તેનાથી ત્રણે લોકમાં રહેલા પદાર્થો જણાય છે. શું કરવાથી નરકે જવાય? શું કરવાથી સ્વર્ગે જવાય? તિર્યંચ કેવા ભાવ કરવાથી થાય? વગેરે બધુ સલ્લાસ્ત્ર જણાવે છે. તેમ સસ્ત્રદ્ધાળુ જીવને સન્શાસ્ત્રનો યોગ થવો તે તેના પ્રમાદરૂપી મળ ટાળવાને માટે સત્ સાઘનરૂપ છે. “જેવી રીતે અંઘકારવાળા મહેલમાં, હાથમાં દીવો લઈ બઘા પદાર્થો આપણે જોઈએ છીએ, તેવી રીતે ત્રિભુવનરૂપ મંદિરમાં પ્રવચનરૂપી દીવાવડે સૂક્ષ્મ, પૂલ, મૂર્તિક કે અમૂર્તિક પદાર્થોને દેખીએ છીએ. પ્રવચનરૂપી નેત્રવડે મુનિશ્વર ચેતન આદિ ગુણવાળા સર્વ દ્રવ્યોનું અવલોકન કરે છે.” (સમાધિસોપાન પૃ.૨૩૩) //ટા ગુરુગમ વિણ સૌ શાસ્ત્રો શસ્ત્રો, અપાત્રને દુઃખદાયી, સુપાત્રને આઘાર પરમ છે ગુરુ-વિરહે સુખદાયી અહોહો૦૯ અર્થ :- ગુરુગમ વગર સૌ શાસ્ત્ર શસ્ત્રરૂપ છે. “ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે” (વ.પૃ.૨૨૧) અપાત્ર જીવને તે દુઃખદાયી છે. પણ સુપાત્ર જીવને તે પરમ આઘારરૂપ છે. તે શાસ્ત્રોને સદ્ ગુરુના વિરહમાં પ્રત્યક્ષ સત્પરુષ તુલ્ય જાણી વાંચતા પરમ સુખના આપનાર સિદ્ધ થયા છે. પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહીં, ત્યાં આઘાર સુપાત્ર” -શ્રીમદ્ રાજચંદ્ર અહોહો! સત્કૃતનો ઉપકાર તો કંઈ કહ્યો જાય એમ નથી કે જે શ્રી સદ્ગુરુ ભગવંતના વિરહમાં પણ સદ્ગુરુનો બોઘ આપવા સમર્થ છે. Inલા સજ્જન સાથે અતિ નિર્જરા સત્કૃતના સ્વાધ્યાયે, ઘર્મધ્યાનનું કારણ સત્કૃત ચઢતા અધ્યવસાયે-અહોહો.૧૦. અર્થ :- સજ્જન પુરુષો સત્કૃતના સ્વાધ્યાયથી ચઢતા અધ્યવસાયે એટલે ચઢતા પરિણામથી અત્યંત નિર્જરાને સાથે છે. સદ્ભૂત એ ઘર્મધ્યાનનું પ્રબળ કારણ છે. છઠ્ઠા ગુણસ્થાનકે ઘર્મધ્યાન મધ્યમ છે. જ્યારે સાતમા ગુણસ્થાનકે ઘર્મધ્યાનની ઉત્કૃષ્ટતા છે. ||૧૦ના શુક્લ ધ્યાનમાં પણ આલંબન કેવળજ્ઞાન સુધી તે, સન્શાસ્ત્રોને કેમ વિસારે હિત-ઇચ્છક સું-ઘી જે? અહોહો. ૧૧ અર્થ :- આઠમા ગુણસ્થાનથી શુક્લધ્યાનની શરૂઆત છે. તે શુક્લધ્યાનમાં પણ સત્કૃતનું આલંબન છે, અને તે છેક બારમા ગુણસ્થાનના અંત સુધી જ્યાં કેવળજ્ઞાન પ્રગટે છે ત્યાં સુધી સત્કૃતના આશયનો આઘાર છે. માટે પોતાના હિત-ઇચ્છક એવા સુ-ઘી એટલે સમ્યક્ છે બુદ્ધિ જેની એવા આરાઘનો સન્શાસ્ત્રોને કેમ ભૂલે? ન જ ભૂલે. અહોહો! કેવળજ્ઞાન પ્રગટવા સુઘી પણ જેની જરૂર છે એવા શાસ્ત્રોનો અમારા ઉપર પરમ ઉપકાર છે. બારમે ગુણસ્થાનકે વર્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીનાં વચનોનો આશય ત્યાં આઘારભૂત છે, એવું પ્રમાણ જિનમાર્ગને વિષે વારંવાર કહ્યું છે.” (વ.પૃ.૪૫૫) ૧૧ાા Page #67 -------------------------------------------------------------------------- ________________ (૭) સન્શાસ્ત્રનો ઉપકાર ૫ ૧ શ્રવણ કરી જ્ઞાનીનાં વચનો ઑવ ઉલ્લાસ ઘરતો, ભિન્ન સ્વરૂપે જડ-ચેતનની સત્ય પ્રતીતિ કરતો –અહોહો. ૧૨ અર્થ - જ્ઞાનીપુરુષના વચનોને સાંભળીને ઉલ્લાસને ઘારણ કરતો એવો જીવ જડ અને ચેતન બન્ને ભિન્ન ભિન્ન દ્રવ્ય છે, તેની સત્ય પ્રતીતિને પામે છે અર્થાત તેને સાચી શ્રદ્ધા ઉપજે છે કે જડ એવા શરીરાદિ મારા આત્મસ્વરૂપથી સાવ ભિન્ન છે. જ્ઞાનીનાં વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ, ચેતન, જડને ભિન્નસ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે.” (વ.પૃ.૬૪૨) I/૧૨ યથાસ્થિત અનુભવ આસ્વાદી સ્વàપસ્થિતિ ઍવ વરતો; સન્શાસ્ત્રો સગુરુથી શીખી શું શું જીવ ન કરતો? અહોહો. ૧૩ અર્થ :- દેહથી ભિન્ન આત્માની સાચી પ્રતીતિ આવ્યા પછી યથાસ્થિત એટલે જેમ છે તેમ આત્માના અનુભવને આસ્વાદી તે જીવ સ્વરૂપસ્થિતિને પામે છે. “યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા યોગ્ય છે.” (વ.પૃ.૧૪૨) એમ સદ્ગગમે શાસ્ત્રોના મર્મને જાણી જીવ શું શું નથી કરતો? અર્થાત્ સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ પણ મેળવી લે છે. [૧૩ના સ્વરૃપસ્થિતિ પર લઈ આવે છે શબ્દ બ્રહ્મ, મૃતદેવી, દર્પણ સમ નિજ રૂપ બતાવી, અલોપ થઈ જાય એવી -અહોહો૧૪ અર્થ - અહો મૃતદેવી કેવી છે? તો કે પોતાના શબ્દ બ્રહ્મ એટલે બ્રહ્મને બતાવનાર એવા શબ્દો વડે જીવને પોતાના શુદ્ધ સ્વરૂપની સુખરૂપ સ્થિતિ પર લઈ આવે છે, અને પોતે શરીરનું રૂપ બતાવનાર એવા દર્પણ સમાન બની આત્માનું સ્વરૂપ બતાવીને અલોપ થઈ જાય છે. અહોહો! આ શ્રુતદેવીનો ઉપકાર તો પરમ અદ્ભુત છે કે જે જીવને શાશ્વત સાચા સ્વરૂપસુખમાં બિરાજમાન કરી પોતે અલોપ થઈ જાય છે. ૧૪મા શાસ્ત્ર' શબ્દની વ્યુત્પત્તિ તો રક્ષણ, શિક્ષણ” જાણો; ભયભીત જીંવને કર્મ-ત્રાસથી ત્રાતા શાસ્ત્ર પ્રમાણો અહોહો. ૧૫ અર્થ - “શાસ્ત્ર' શબ્દની વ્યુત્પત્તિ કરીએ તો તેનો અર્થ “રક્ષણ” અને “શિક્ષણ થાય છે. રક્ષણ એટલે જે ખોટા પાપ કરવાથી બચાવી સંસારના શોક સંતાપથી રક્ષણ આપે અને “શિક્ષણ” એટલે જે સર્વ દુઃખના નાશનો ઉપાય બતાવવા શિક્ષણ આપે. તેમજ સંસારથી ભયભીત એવા જીવને આધિ, વ્યાધિ, ઉપાધિ કે જન્મ, જરા, મરણના કારણરૂપ કર્મના ત્રાસથી બચાવનાર એવા ત્રાતા શાસ્ત્રોનો અહોહો! અમારા પર અનંત ઉપકાર છે. ||૧૫ના. મોક્ષમાર્ગ ઉપદેશ શાસ્ત્રો, જીવન્મુક્તની વાણી, શ્રવણ થયું તો મહાભાગ્ય આરાઘો ઊલટ આણી -અહોહો૦૧૬ અર્થ - મોક્ષમાર્ગને ઉપદેશનારા શાસ્ત્રો તે જીવન્મુક્ત એટલે જીવતા છતાં મુક્ત એવા જ્ઞાની પુરુષોની વાણી છે. તે વાણી જો સાંભળવામાં આવી તો તમારું મહાભાગ્ય સમજો. તે વાણીની ઊલટ એટલે Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ ઉત્સાહપૂર્વક આરાધના કર અર્થાત્ ભગવાનની વાણીને સાંભળી, શ્રદ્ધી તે પ્રમાણે વર્તવાનો પુરુષાર્થ કરી તો અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય. I॥૧૬॥ ૫૨ આ ભવ પર ભવ બન્ને સુધરે તેવો ઘર્મ બતાવે, તેવા વક્તા, શ્રોતા મળતા પૂર્વે સહજ સ્વભાવે અહોહો॰૧૭ અર્થ :– ભગવાનની વાણી, આપણને આ ભવ, પરભવ બન્ને સુધરે તેવો આત્મધર્મ બતાવે છે. તેવા વક્તા એટલે જ્ઞાનીપુરુષો તથા શ્રોતા એટલે તેમના બોઘને સાંભળનાર પુરુષો પૂર્વે અર્થાત્ ચોથા આરામાં સહજ સ્વભાવે મળી આવતા હતા. ।।૧૭મા તો પણ તેવા યુગમાં દુર્લભ અંગીકાર કરનારા, વર્તમાનમાં વર્તન તે શું? ક્યાં વક્તા, સુણનારા?અહોહો૰૧૮ અર્થ :— તો પણ તેવા સત્યુગમાં તે ભગવાનના વચનોને અંગીકાર કરનારા તો દુર્લભ જ હતા. = પણ વર્તમાનમાં તો વર્તનની વાત દૂર રહો પણ તેવા વક્તા એટલે સાચા આત્મજ્ઞાની મહાપુરુષો કે તેના ઉપદેશને ભાવપૂર્વક સાંભળનારા પણ મળવા મુશ્કેલ થઈ પડ્યા છે. ।।૧૮। ગફલત-નીંદ કરી દૂર જનની વિવેકનેત્ર ઉઘાડે, હિત વિષે વર્તાવી સર્વે કષાય શાંત પમાડે. અહોહો-૧૯ અર્થ :– જ્ઞાનીપુરુષના વિરહમાં પણ મોહની ગફલત નિદ્રાને દૂર કરી જે વિવેકરૂપ નેત્ર ઉઘાડે તથા જીવને પોતાના આત્મતિમાં લગાડી સર્વ કષાયભાવોને શાંત પમાડે, એવી જ્ઞાનીપુરુષોની વાણી છે તે સદ્ભાગ્ય વિના ક્યાંથી સાંભળવામાં આવે. ।।૧૯। સમ્યક્ તત્ત્વરૂપી આત્માનો નિર્ણય જેહ કરાવે, એવી સંત પુરુષની વાણી ક્યાંથી શ્રવણે આવે?–અહોહો૦૨૦ અર્થ :– સાત તત્ત્વોમાં મુખ્ય એવું આત્મતત્ત્વ તેનો નિર્ણય કરાવી શકે એવા સંતપુરુષોની વાણી ભાગ્ય વિના ક્યાંથી સાંભળવામાં આવે. અહોહો ! આ શાસ્ત્રો તો અમારા ઉપર પરમ ઉપકાર કરનાર છે; પણ તે ઉપકારને પામવા માટે જીવની યોગ્યતા જોઈએ. ।।૨૦।। સત્શાસ્ત્રો સદ્ગુરુકૃપાથૅ યોગ્ય થવા ભણવાનાં, સત્પ્રદ્ઘા ને સદાચરણની દૃઢતા પછી દેવાનાં. “અહોહો॰૨૧ અર્થ :– સત્શાસ્ત્રો સદ્ગુરુ ભગવંતની કૃપાદૃષ્ટિને પાત્ર થવા માટે ભણવાના છે. કેમકે 'સત્પુરુષોની કૃપાદૃષ્ટિ એ જ સમ્યક્દર્શન છે.' શ્રીમદ્ રાજચંદ્ર સત્શાસ્ત્રોનો અભ્યાસ થયે તે પ્રત્યે પ્રથમ સાચી શ્રદ્ધા પ્રગટશે, પછી સદાચરણમાં દૃઢતા એટલે સભ્યશ્ચારિત્રમાં પણ સ્થિરતા આવશે. એમ સશ્રુત વડે જીવને પરમ ઉપકાર થાય છે. ।।૨૧।। વિધિ-નિષેધો, બંઘ-મોક્ષની સમજણ શાસ્ત્ર કરાવે; અમુક કાળ સુધી તેથી તે સૌ સાધકને ભાવે. અહોહો ૨૨ અર્થ ઃ– વિધિ-નિષો એટલે આ પ્રમાણે કરવા યોગ્ય છે અને આ પ્રમાણે કરવાયોગ્ય નથી, તેમજ કર્મબંધનો માર્ગ શું? અને સર્વ દુઃખથી મુક્ત થવાનો માર્ગ શું? તેની સમજણ પણ શાસ્ત્ર આપે છે. – Page #69 -------------------------------------------------------------------------- ________________ (૭) સત્શાસ્ત્રનો ઉપકાર માટે તે અમુક કાળ સુધી અર્થાત્ છઠ્ઠા ગુણસ્થાનક સુધી તે સૌ સાધક જીવોના મનને ગમે છે. અહોહો ! સર્વ સુખના કારણભૂત શાસ્ત્રોનો ઉપકાર મહાન છે. ભવિજીવોને કલ્યાણ કરવામાં શ્રુત ! પરમ આધાર છે. સારા * પદ્મનંદી મુનિ ભાવે ભાવનાઃ ‘‘કદી ક્લેશ નહિ ઘારું, ગુરુવચન જો ઉરે જાગતું નિત્ય સૌખ્ય દેનારું. અહોહો ૨૩ અર્થ :— વગડાઉ એવા પદ્મનંદી મુનિ ભાવના ભાવે છે કે હું કદી પણ મનમાં ક્લેશને ઘારણ કરીશ નહીં. કેમકે શ્રી ગુરુના સૌષ્ય એટલે સુખને આપનારા એવા વચન મારા હૃદયમાં સદા જાગૃત છે. ।।૨૩।। ભિક્ષા ભલે ગૃહી ના આપે, મુનિજન સ્નેહ ન રાખે, નિર્ધનતામાં ભલે રિબાઉં, રોગ શરીરે આખે. અહોહો૦૨૪ અર્થ – મને ભલે ગૃહીજનો ભિક્ષા ન આપે, મુનિજનો પણ મારા પ્રત્યે સ્નેહ ન રાખે, બાહ્ય સામગ્રી ન મળવારૂપ નિર્ધનતામાં ભલે રિબાઉ, અથવા આખા શરીરે રોગ વ્યાપે તો પણ મને ગુરુ વચનો વડે સદા શાંતિ જ રહેશે. ।।૨૪।। નગ્ન દેખી મુજને જન નિંદે, હાંસી કરે, ધિક્કારે, મુક્તિદાયક ગુરુ-વચનોથી શાંતિ સર્વ પ્રકારે.” અહોહો॰૨૫ -- અર્થ :— મને નગ્ન જોઈ કોઈ મારી નિંદા કરે, હાંસી કરે કે ધિક્કાર આપે તો પણ મુક્તિને દેવાવાળા એવા શ્રી ગુરુના વચનામૃતના પાન થકી મારા હૃદયમાં સર્વ પ્રકારે શાંતિ જ રહેશે. ।।૨૫।। જે કોઈ સાચા અંતઃકરણે સત્પુરુષોની વાણી ગ્રહશે તે તો સત્ય પામશે’, ‘કહે રાજગુરુજ્ઞાની. અહોહો૦૨૬ ૫ ૩ જે કોઈ સાચા હૃદયથી સત્પુરુષોની વાણીને ગ્રહણ કરશે તે જરૂર સત્યને પામશે એમ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાની ગુરુ ભગવંત ઉપદેશે છે. “જે કોઈ સાચા અંતઃકરણે સત્પુરુષના વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે એમાં સંશય નથી.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ. ૦૦૪) ||૨|| રાગદ્વેષનાં પ્રબળ નિમિત્તો પ્રગટ્ય ક્ષોભ ન વ્યાપે, તે જ્ઞાનીના આત્મજ્ઞાનનો વિચાર નિર્જરા આપે. અહોહો૦૨૭ અર્થ ::- રાગદ્વેષના પ્રબળ નિમિત્તો મળવા છતાં પણ જેના મનમાં ક્ષોભ ઉત્પન્ન થતો નથી. તેવા જ્ઞાનીપુરુષના આત્મજ્ઞાનનો વિચાર કરવા માત્રથી પણ જીવના ઘણા કર્મોની નિર્જરા થાય છે. ।।૨૭।। કેળ-થડે અંદર પડ જે સત્યંતના અર્થો પણ તેવા, ચમત્કૃતિરૂપ ભાસે, નિર્મળ જ્ઞાન પ્રકાશે. અહોહો૦૨૮ અર્થ :– કેળના થડને અંદરથી તપાસતા પડ ઉપર પડ જામેલા જોઈ ચમત્કારરૂપ ભાસે છે; અર્થાત્ એક પડને ઉખેડતાં બીજું પડ નિકળે, તેને ઉખેડતા વળી ત્રીજું નિકળે, એમ ઠેઠ સુધી પડ ઉપર પડ નીકળ્યા કરે છે. તેમ નિર્મળજ્ઞાનના પ્રકાશ વડે સમ્રુતના અર્થોને વિચારતાં તેમાંથી પણ જુદા જુદા અર્થો નીકળ્યા કરે છે. ।।૨૮।। Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ સત્પુરુષના વાક્ય વાક્યે અનંત આગમ વ્યાપે, માત્ર મંત્રરૂપ શબ્દ પણાનાં ભવદુઃખ સર્વે કાપે. અહોહો ૨૯ અર્થ -- 'સત્પુરુષના એકેક વાક્યમાં, એક એક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે.’ (વ.પૂ.૨૪૬) સત્પુરુષના વાક્યે વાક્યે અનંત આગમ વ્યાપેલ છે. સત્પુરુષે આપેલ માત્ર મંત્રરૂપ શબ્દ 'સહજાત્મસ્વરૂપ પરમગુરુ' ઘણાના ભવદુઃખને કાપવા સમર્થ થયેલ છે. માટે સત્પુરુષના સત્કૃતનો મર્તિમા તો અપરંપાર છે. ।।૨૯।। વિષય-કષાયે જે દિન વીત્યા તે તો સર્વે ભૂંડા, સત્શાસ્ત્રોના અભ્યાસે જે વીતે તે દિન રૂડા. અહોઠો ૩૦ અર્થ : વિષયકષાયના ભાવોમાં આજ સુધી જે દિવસો વ્યતીત થયા તે સર્વે ભૂંડા છે પણ સત્શાસ્ત્રોના અભ્યાર્સ જે દિવસો વ્યતીત થશે, તે જ રૂડા છે. ‘નથી થયું. દેહ વિષય વધારવા; નથી ઘર્યાં દેશ પરિગ્રહ ઘારવા.' - શ્રીમદ્ રાજચંદ્ર (૩૦૫) સત્શાસ્ત્રોના સ્વાધ્યાયે શુભ ધ્યાન વિષે મન રાખો, પ્રમાદ, પાતક તો ઝટ છૂટે, ઉપશમ-અીરસ ચાખો. અહોહો ૩૧ અર્થ :– સાસ્ત્રોના સ્વાઘ્યાય વડે શુભ ધ્યાનમાં મન રાખો તો પ્રમાદ અને પાતક એટલે પાપોથી શીઘ્ર છૂટકારો થશે અને સ્વાઘ્યાયવડે કષાયોનું શમન થવાથી ઉપશમરૂપ અમૃતરસનો આસ્વાદ મળશે. ।।૩૧।। સત્શાસ્ત્રોના સેવન વિણ તો ભવ, તન, ભોગાદિમાં, વૃત્તિ ફરતી કદી ન અટકે, ક્યાંથી વિરાગ વધે ત્યાં?-અહોહો॰૩૨ અર્થ :— સત્શાસ્ત્રોના સેવન વિના તો ભવ એટલે સંસાર, તન એટલે શરીર અને ભોગ એટલે પાંચ ઇન્દ્રિયો આદિના વિષયોમાં ફરતી વૃત્તિ કદી અટકે નહીં. તો પછી તે પ્રત્યે વૈરાગ્ય ક્યાંથી આવશે? “શાસ્ત્રને જાળ સમજનારા ભૂલ કરે છે. શાસ્ત્ર એટલે શાસ્તાપુરુષનાં વચનો. એ વચન સમજાવા દૃષ્ટિ સમ્યક્ જોઈએ.’” શ્રીમદ્ રાજચંદ્ર વિ.પૃ.૬૬૩) II૩રા આગમના અભ્યાસે ઉજ્વલ સૌ વ્યવહાર સઘાતો, પોષાયે પરમાર્થ-વિચારો, ઉજ્વલ યશ ફેલાતો. અહોહો૩૩ અર્થ - - મહાપુરુષો દ્વારા રચિત આગમનો અભ્યાસ કરવાથી અથવા આત્મજ્ઞાની મહાપુરુષોના વચનામૃતના અભ્યાસથી સૌ વ્યવહાર પણ ઉજ્વલ રીતે અથવા પરમાર્થને પોષે એમ સધાય છે. તેથી પરમાર્થના એટલે જીવને આત્માર્થ સાધવાના વિચાર પણ ઉદ્ભવે છે. જેના પરિણામે સહજ ઉજ્જ્વલ ચા પણ જગતમાં ફેલાય છે, તે આગમોની રચના મહાપુરુષોએ શા માટે કરી છે તેનું કારણ પરમકૃપાળુદેવ જણાવે છે :– “તે પુરુષનાં વચનો આગમસ્વરૂપ છે, તોપણ વારંવાર પોતાથી વચનયોગની પ્રવૃત્તિ ન થાય તેથી, તથા નિરંતર સમાગમનો યોગ ન બને તેથી, તથા તે વચનનું શ્રવણ તાદૃશ સ્મરણમાં ન રહે તેથી, તેમજ કેટલાક ભાવોનું સ્વરૂપ જાણવામાં પરાવર્તનની જરૂર હોય છે તેથી, અને અનુપ્રેક્ષાનું બળ વૃદ્ધિ પામવાને અર્થે વીતરાગશ્રુત, વીતરાગ શાસ્ત્ર એક બળવાન ઉપકારી સાધન છે; જો કે તેવા મહાત્માપુરુષ દ્વારા જ Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર' વચનામૃત વચનામૃત વીતરાગના, પરમશાંતરસ મૂળ ઔષઘ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.” શ્રીમદ્ રાજચંદ્ર ‘જેણો આત્મા જાય તેeો સર્વ જાણ્યું. -નિગ્રંથ પ્રવચન શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ Page #72 -------------------------------------------------------------------------- ________________ (૭) સન્શાસ્ત્રનો ઉપકાર ૫ ૫ પ્રથમ તેનું રહસ્ય જાણવું જોઈએ, પછી વિશુદ્ધ દ્રષ્ટિ થયે મહાત્માના સમાગમના અંતરાયમાં પણ તે શ્રુત બળવાન ઉપકાર કરે છે, અથવા જ્યાં કેવળ તેવા મહાત્માઓનો યોગ બની જ શકતો નથી, ત્યાં પણ વિશુદ્ધ દ્રષ્ટિવાનને વીતરાગધ્રુત પરમોપકારી છે, અને તે જ અર્થે થઈને મહત્મપુરુષોએ એક શ્લોકથી માંડી દ્વાદશાંગપર્યત રચના કરી છે.” (વ.પૃ.૭૭૮) //૩૩ી. સમ્યજ્ઞાન જ ઉત્તમ ઘન છે, સૃહદ શ્રેષ્ઠ વિચારો, સ્વાધીન આપસ-સંપદમાં ઉર-કંઠે શોભન ઘારો. અહોહો ૩૪ અર્થ - આ જગતમાં સમ્યકજ્ઞાન જ ઉત્તમ ઘન છે. તે જ્ઞાનવડે શ્રેષ્ઠ વિચારો કરવા તે સુહૃદ એટલે સગાં ભાઈ સમાન હિતકારી છે. તે વિચારો અને જ્ઞાન તે સ્વાધીન ઘન છે. તે સમ્યકજ્ઞાન આપત્તિ સમયે દુઃખમાં ગરકાવ ન થવા દે, અને સંપત્તિ સમયે ફુલાવા ન દે એવું છે. માટે તેને હૃદયમાં તેમજ કંઠે એટલે મુખપાઠ કરીને ઘારી રાખો. તે જ્ઞાન વડે હૃદયની કે કંઠની શોભા છે. માટે તેને જરૂર ઘારણ કરી જીવન ઘન્ય બનાવો. ૩૪ જ્ઞાન-દાન પોતાને દેજો વળી સંતાનાદિને, કોટિ ઘનથી પણ તે અઘિકું, હણશે મદ આદિને. –અહોહો ૩પ અર્થ - જ્ઞાનરૂપી દાન પોતાના આત્માને દેજો. વળી પોતાના સંતાન આદિને પણ જ્ઞાનદાન આપવું. તે તેમને કરોડોનું ઘન આપવા કરતા પણ વિશેષ છે. જે તેમના મદ એટલે અહંકાર આદિ દોષો હશે તેને હણી નાખશે. ૩પા શ્લોક, કડી, લીટી કે પદ પણ નિત્ય ભણે જે ભાવે, તે પારગ શાસ્ત્રોનો બનશે પ્રવચન-ભક્તિ-પ્રભાવે.અહોહો ૩૬ અર્થ - એક શ્લોક, કડી, લીટી કે પદ પણ જે ભાવપૂર્વક નિત્ય ભણશે તે પુણ્યાત્મા પ્રવચન પ્રત્યેની ભક્તિના પ્રભાવે સર્વ શાસ્ત્રોમાં પારંગત બનશે. અહોહો! સત્કૃતનો પ્રભાવ કેવો અદભૂત છે. ૩૬ાા સમ્યજ્ઞાન ગુરું. આપે તે જ પરમ ઉપકારી, ત્રણે લોકમાં તેના સમ નહિ, હૃદયે રાખો ઘારી. અહોહો૦૩૭ અર્થ - શ્રી ગુરુ જે સમ્યકજ્ઞાન એટલે સાચી સમજણ આપે તે જ પરમ ઉપકારી છે. ત્રણે લોકમાં તેના જેવી ઉપકાર કરનાર કોઈ વસ્તુ નથી. માટે શ્રી ગુરુ દ્વારા આપેલ સમ્યકજ્ઞાનની દ્રઢ શ્રદ્ધા કરીને, હૃદયમાં સદા તેને ઘારણ કરીને રાખો. કદી તેની વિસ્મૃતિ ન થાય એ જ જીવને કલ્યાણકારક છે. “સમકિતદાયક ગુરુ તણો, પ્રત્યુપકાર ન થાય; ભવ કોડાકોડી લગે, કરતાં ક્રોડ ઉપાય.” ૩ણા અખંડ નિશ્ચય આ છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો, ખરા ઉપકારીના ઉપકારો ઓળવનારો પાક્યો.” -અહોહો. ૩૮ અર્થ :- શ્રી સદ્ગુરુ ભગવંત સમાન ત્રણે લોકમાં બીજો કોઈ પરમ ઉપકાર કરનાર નથી. એવો અખંડ નિશ્ચય અંતરમાં રાખું. તે નિશ્ચય હું છોડું તો મેં આત્માર્થનો જ ત્યાગ કર્યો અને ખરા ઉપકારી એવા Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સદ્ગુરુ ભગવંતના ઉપકારને ઓળવનારો હું પાક્યો એમ માનીશ. ૩૮ એમ વિચારી કદી કૃતઘી બની ન ગુરુ-ગુણ લોડો, આજ્ઞાંકિત વિનયી બન ગુરુના, બોઘ-બીજ ઉર રોપો. અહોહો૩૯ અર્થ - ઉપરની ગાથા પ્રમાણે વિચારીને કદી પણ કૃતધ્રી એટલે કરેલા ઉપકારને ઓળવનાર બની શ્રી ગુરુના ગુણનો લોપ કરો નહીં. અર્થાત્ જે ગુરુથી પોતે જ્ઞાન પામ્યો, ગુણો પ્રાપ્ત કર્યા તે ગુરુને પોતાની મોટાઈ મેળવવા કદી ગૌણ કરો નહીં. પણ શ્રી ગુરુના વિનયપૂર્વક આજ્ઞાંકિત બની, શ્રી ગુરુએ જે બોઘ આપ્યો હોય તે બોઘરૂપી બીજ તમારા હૃદયમાં રોપો અર્થાતુ વાવો કે જેથી આગળ જતાં તે સમ્યકજ્ઞાનરૂપ બીજ કેવળજ્ઞાનરૂપ વૃક્ષ થઈને મોક્ષરૂપ ફળને આપનાર થાય. આત્મસિદ્ધિશાસ્ત્ર” શ્રી દેવકરણજીએ આગળ પર અવગાહવું વઘારે હિતકારી જાણી હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાહવાનું લખ્યું છે; તોપણ જો શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તો પ્રત્યક્ષ સપુરુષ જેવો મારા પ્રત્યે કોઈએ પરમોપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ, અને આત્માને પુરુષનો નિત્ય આજ્ઞાંકિત રહેવામાંજ કલ્યાણ છે એવો ભિન્નભાવરહિત, લોકસંબંથી બીજા પ્રકારની સર્વે કલ્પના છોડીને, નિશ્ચય વર્તાવીને, શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાહવામાં હાલ પણ અડચણ નથી. ઘણી શંકાઓનું સમાઘાન થવા યોગ્ય છે.” (વ.પૃ.૫૫૮) Il૩૯ાા. પરમ શાંતરસ-પ્રતિપાદક, જે વીતરાગની વાણી, તે સત્કૃત, ઔષઘ ઉત્તમ, દે ચિત્ત-સ્થિરતા આણી. અહોહો ૪૦ અર્થ :- પરમ શાંતરસ એટલે વિષય કષાયરહિત સંપૂર્ણ આત્મશાંતિનો માર્ગ બતાવનાર શ્રી વીતરાગ પુરુષોની વાણી તે સત્કૃત છે, અને આત્મભ્રાન્તિરૂપી રોગને નાશ કરનાર તે ઉત્તમ ઔષઘ છે તથા ચંચળ એવા ચિત્તની સ્થિરતાને પણ આણી આપનાર તે જ છે. પરમ શાંત શ્રતનું મનન નિત્ય નિયમપૂર્વક કર્તવ્ય છે.” (વ.પૃ.૬૪૧) સત્સમાગમના અભાવે વીતરાગકૃત, પરમ શાંતરસ પ્રતિપાદક વીતરાગવચનોની અનુપ્રેક્ષા વારંવાર કર્તવ્ય છે. ચિત્તસ્થર્ય માટે તે પરમ ઔષઘ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર ૪૦ ઇન્દ્રિય-નિગ્રહ સહ આરાધો સત્કૃત અમૃતવેલી, શંકા તર્જી, સત્રદ્ધા પામી, કરજો અસંગ-કેલી. -અહોહો ૪૧ અર્થ - ઇન્દ્રિય-નિગ્રહ એટલે વિષય કષાયમાં જતી વૃત્તિને રોકી, પુરુષોની વાણીને તમે વાંચો, વિચારો. કેમકે તે સત્કૃત અમૃતની વેલ સમાન છે. જેમ વેલ વૃદ્ધિ પામે તેમ જ્ઞાન પણ વૃદ્ધિ પામે છે. માટે તે સમ્યકજ્ઞાન વડે શંકાઓને તજી દઈ સઋદ્ધાને પામી, આત્માના અસંગ સ્વરૂપમાં કેલી કરજો અર્થાતુ રમણતા કરજો. અહોહો! સત્કૃતનો પરમ ઉપકાર છે કે જે આત્માના પરમ અસંગ શુદ્ધ સ્વરૂપને પણ મેળવી આપે છે. “ઇન્દ્રિયોના નિગ્રહપૂર્વક સત્સમાગમ અને સદ્ભુત ઉપાસનીય છે.” (વ.પૃ.૯૩૯) Page #74 -------------------------------------------------------------------------- ________________ (૭) સન્શાસ્ત્રનો ઉપકાર ૫ ૭ “પરમ શાંત કૃતના વિચારમાં ઇન્દ્રિયનિગ્રહપૂર્વક આત્મપ્રવૃત્તિ રાખવામાં સ્વરૂપસ્થિરતા અપૂર્વપણે પ્રગટે છે.” (વ.પૃ.૬૪૦) //૪૧| ઉપશમ સ્વફૅપ જિનાગમનું, ઉપદેશક ઉપશમવંતા, ઉપશમ અર્થે ઉપદેશ્યાં, ઉપશમ આત્માર્થ ગÍતા. અહોહો૦૪૨ અર્થ - જિન આગમ છે તે ઉપશમ સ્વરૂપ છે, અર્થાતુ કષાયનું ઉપશમન કરાવનાર છે. એ જિન આગમના ઉપદેશક પુરુષો પણ ઉપશમવંત છે, અર્થાત્ જેના કષાયો સંપૂર્ણ શાંત થઈ ગયા છે. તે પુરુષોએ બીજા જીવોના કષાયો પણ ઉપશમ પામે તે અર્થે આ ગ્રંથોમાં ઉપદેશ આપ્યો છે. કેમકે કષાયભાવોને ઉપશમાવવા એને જ જ્ઞાની પુરુષોએ આત્માર્થ ગણ્યો છે. જિનાગમ છે તે ઉપશમસ્વરૂપ છે. ઉપશમસ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યાં છે. ઉપદેશ્યાં છે. તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી.” (વ.પૃ.૩૩૧) //૪રા આત્માર્થે જો ના આરાધ્યાં વાચન-શ્રવણ નકામું, આર્જેવિકા, કીર્તિ, મદ માટે સાધે બંઘન સામું. અહોહો ૪૩ અર્થ - આત્માના કલ્યાણ અર્થે જિન આગમનું આરાઘન કરવામાં ન આવ્યું તો તે ગ્રંથોનું વાંચન શ્રવણ નકામું છે. આજિવિકા અર્થે કે કીર્તિ એટલે માન મેળવવા માટે અથવા તે શાસ્ત્રોનો અભ્યાસ કરી મદ એટલે અહંકાર વધારવામાં તેનો ગેરઉપયોગ કર્યો તો તે શાસ્ત્રો તેને સામા કર્મબંઘ કરાવનાર થશે અર્થાત્ તે શાસ્ત્રો તેને શસ્ત્રરૂપ થઈ પરિણમશે. “આત્માર્થમાં જો તેનું આરાઘન કરવામાં ન આવ્યું, તો તે જિનાગમનું શ્રવણ, વાંચન નિષ્ફળરૂપ છે; એ વાર્તા અમને તો નિઃસંદેહ યથાર્થ લાગે છે.” (વ.પૃ.૩૩૧) ૪૩. ચાર વેદ સમ જિન-આગમ પણ ચાર ભેદફૅપ જાણો, ચરણ, કરણ ને દ્રવ્ય, પ્રથમ-એ અનુયોગો ઉર આણો. અહોહો ૪૪ અર્થ :- વેદાંત ઘર્મમાં જેમ ઋગવેદ, યજુર્વવેદ, અથર્વવેદ અને સામવેદ એમ ચાર વેદ પ્રચલિત છે. તેમ જૈન ઘર્મમાં પણ જિન આગમના ચાર ભેદ છે. તે ચરણાનુયોગ, કરણાનુયોગ, દ્રવ્યાનુયોગ અને પ્રથમાનુયોગ છે. તેનો ભાવ હૃદયમાં સમજવા પ્રયત્ન કરો. કેમકે આશ્ચર્યકારક એવું પોતાનું સ્વરૂપ તે આ સદ્ભુત વડે જીવને પ્રાપ્ત થાય છે. ઉપદેશના ચાર મુખ્ય પ્રકાર છે : (૧) દ્રવ્યાનુયોગ. (૨) ચરણાનુયોગ. (૩) ગણિતાનુયોગ. (૪) ઘર્મકથાનુયોગ.” (૧) લોકને વિષે રહેલાં દ્રવ્યો, તેનાં સ્વરૂપ, તેના ગુણ, થર્મ, હેતુ, અહેતુ, પર્યાયાદિ અનંત અનંત પ્રકારે છે, તેનું જેમાં વર્ણન છે તે “દ્રવ્યાનુયોગ.” (૨) આ દ્રવ્યાનુયોગનું સ્વરૂપ સમજાયા પછી કેમ ચાલવું તે સંબંઘીનું વર્ણન તે “ચરણાનુયોગ.” (૩) દ્રવ્યાનુયોગ તથા ચરણાનુયોગથી તેની ગણતરીનું પ્રમાણ, તથા લોકને વિષે રહેલા પદાર્થ, ભાવો, ક્ષેત્ર, કાળાદિની ગણતરીના પ્રમાણની જે વાત તે “ગણિતાનુયોગ.” (૪) સપુરુષોનાં ઘર્મચરિત્રની કથાઓ કે જેનો ઘડો લઈ જીવને પડતાં અવલંબનકારી થઈ પરિણમે Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫ ૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ તે “ઘર્મકથાનુયોગ.' (વ.પૃ.૭૫૫) “ઉપર જણાવેલ ચાર અનુયોગનું તથા તેના સૂક્ષ્મ ભાવોનું જે સ્વરૂપ, તે જીવે વારંવાર વિચારવા યોગ્ય છે, જાણવા યોગ્ય છે. તે પરિણામે નિર્જરાનો હેતુ થાય છે, વા નિર્જરા થાય છે. ચિત્તની સ્થિરતા કરવા માટે સઘળું કહેવામાં આવ્યું છે; કારણ કે એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ જીવે જો કાંઈ જાણ્યું હોય તો તેને વાસ્તે વારંવાર વિચાર કરવાનું બને છે; અને તેવા વિચારથી જીવની બાહ્યવૃત્તિ નહીં થતાં અંદરની અંદર વિચારતાં સુધી સમાયેલી રહે છે.” -વ્યાખ્યાનસાર - ૧ (વ.પૃ.૭૫૬) ૪૪ કષાય ટળે પ્રથમાનુયોગે, પ્રમાદ ચરણે ટાળો, જડ જેવું મન જગાડવા, કરુણાનુંયોગ વાળો. -અહોહો૦૪૫ અર્થ - પ્રથમાનુયોગ એટલે ઘર્મકથાનુયોગ વડે જીવના કષાયભાવોને ટાળી શકાય છે. મહાન શત્રુ એવા પ્રમાદને ટાળવા ચરણાનુયોગ હિતકારી છે. જડ જેવા થયેલા મનને જગાડવા માટે કરણાનુયોગ કલ્યાણકારી છે. ૪પા આત્માદિ તત્ત્વોનો નિર્ણય હો દ્રવ્યાનુયોગે, ચિત્ત નિઃશંક હશે તો ફળશે યત્નો મોક્ષ-પ્રયોગે.અહોહો૦૪૬ અર્થ – આત્મા છે, તે નિત્ય છે વગેરે તત્ત્વોનો નિર્ણય કરવા માટે દ્રવ્યાનુયોગ પરમ ઉપકારી છે. જીવ અજીવાદિ તત્ત્વોના નિર્ણયમાં ચિત્ત નિઃશંક હશે તો જ મોક્ષ માટે કરેલા પ્રયત્નો ફળીભૂત થશે; નહિં તો નહિં થાય. “મન જો શંકાશીલ થઈ ગયું હોય તો “દ્રવ્યાનુયોગ’ વિચારવો યોગ્ય છે; પ્રમાદી થઈ ગયું હોય તો “ચરણકરણાનુયોગ” વિચારવો યોગ્ય છે; અને કષાયી થઈ ગયું હોય તો “ઘર્મકથાનુયોગ” વિચારવો યોગ્ય છે; જડ થઈ ગયું હોય તો “ગણિતાનુયોગ’ વિચારવો યોગ્ય છે.” (વ.પૃ.૧૬૫) //૪૬ાા જિન-આગમ છે કલ્પતરું સમ, જ્યાં જીવાદિ પદાર્થો, ફળ-ફુલ સમ શ્રત-સ્તંઘ નમાવે અનુ-એકાંતિક અર્થો. અહોહો ૪૭ અર્થ - જિન આગમ છે તે કલ્પવૃક્ષ સમાન છે. જેમાં જીવ, અજીવ, આસ્ટવ, સંવર, બંઘ, મોક્ષ નિર્જરા, પાપ, પુણ્ય વગેરે તત્ત્વોનું વર્ણન, ફળ, ફૂલ, સમાન બનીને તે શ્રુતસ્કંઘરૂપી કલ્પવૃક્ષને નમાવે છે. અર્થાતુ ઉપરોક્ત તત્ત્વોનું વર્ણન જેમાં ભરપૂર ભરેલું છે તે તત્ત્વોના અર્થો અનેકાંતિક રીતે એટલે સ્યાદ્વાદની રીતે કરવામાં આવેલાં છે. સ્યાદ્વાદ એ વીતરાગ દર્શનનો પ્રાણ છે કે જેથી અનંત ગુણ ઘર્માત્મક વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ યથાર્થ રીતે જાણી શકાય છે. I૪ળા. વચનપર્ણથી પૂર્ણ છવાયું અનેક નયશાખાઓ, સમ્યક્રમતિઑપ મૂળ પ્રબળ, મનમર્કટ ત્યાં જ રમાવો. અહોહો ૪૮ અર્થ - તે શ્રુત સ્કંદોરૂપી વૃક્ષ વચનપર્ણથી એટલે ઉત્તમ વચનોરૂપી પાંદડાઓથી પૂર્ણ છવાયેલ છે. જેની અનેક નયશાખાઓ છે, અર્થાત્ અનેક નય, નિક્ષેપ, પ્રમાણથી જેનું વર્ણન કરવામાં આવેલું છે. તે જિન આગમરૂપ કલ્પવૃક્ષનું મૂળ પ્રબળ છે; અર્થાત્ જે પૂર્વાપર અવિરોઘ છે. કેમકે તેનું મૂળ સમ્યક્રમતિરૂપ છે, અર્થાત્ સંપૂર્ણ સમ્યમતિ જેને પ્રાપ્ત થઈ છે એવા કેવળી ભગવાન દ્વારા ઉપદિષ્ટ તે વચનામૃતો છે. માટે તમારા મર્કટ એટલે વાંદરા જેવા અત્યંત ચપળ મનને તે ભગવંતના ઉત્તમ વચનામૃતોમાં જ નિશંકપણે રમાવો કે જેથી તે પણ સ્થિર થાય. અહોહો! શ્રતનો પરમ ઉપકાર છે કે જે અનાદિ એવા ચપળ મનને પણ સ્થિર કરી દે, માટે તે ભવિજનોને પરમ આધારરૂપ છે. ૪૮ાા Page #76 -------------------------------------------------------------------------- ________________ (૭) સત્શાસ્ત્રનો ઉપકાર સત્શાસ્ત્રોને વિચારવાનો સુયોગ નિશદિન સાથે, તેનું ચિત્ત ન ચાહે ચપળા, ભાવ-મોક્ષ આરાઘે. અહોહો ૪૯ અર્થ :– સત્શાસ્ત્રોને વિચારવાનો નિશદિન જે સુયોગ સાથે છે અર્થાત્ જે હંમેશાં નિયમિત સત્શાસ્ત્રોનું ચિંતન મનન કરે છે, તેનું ચિત્ત ચપળા એટલે ચંચળ સ્ત્રી અથવા લક્ષ્મીમાં આસક્ત થતું નથી. તે ભવ્ય પ્રાણી પ્રતિદિન ભાવથી મોક્ષની આરાધના કરે છે. ૫૪૯૫ જ્ઞાન-સમુદ્રે નિર્ભય વિચરો, સત્શાસ્ત્રો છે વહાણો; યુક્તિ શુક્તિ સમજી સંગ્રહી લ્યો, વિરતિ મૌક્તિક આણો. અઠોઠો ૫૦ ૫૯ અર્થ ઃ— હે ભવ્યો ! જ્ઞાનરૂપી સમુદ્રમાં નિર્ભયપણે વિહાર કરો. એમાં બીજા સમુદ્રની જેમ ડૂબવાનો ભય નથી. કારણ જેમાં વિહાર કરવા માટે સત્શાસ્ત્રોરૂપી વહાણો છે. શાસ્ત્રરૂપી વહાણોમાં બેસી મોક્ષ પ્રાપ્ત કરવાની યુક્તિરૂપી શક્તિ એટલે છીપોને સમજી તેનો સંગ્રહ કરો. અને તેમાંથી વિરતિરૂપી મૌક્તિક અર્થાત્ સાચા ત્યાગરૂપ મોતીઓને ગ્રહણ કરો. કેમકે ‘જ્ઞાનસ્ય ફળ વિરતિ’ છે અર્થાત્ જ્ઞાનનું ફળ વિરતિ એટલે ત્યાગ છે. માટે સમ્યજ્ઞાન મેળવી જીવનમાં સાચો અંતર્વાંગ પ્રગટાવી શાશ્વત સુખ શાંતિરૂપ મોક્ષને પામો. ।।૫૦ના અલોક-લોકને કેવળ શાને જાણી કી જે વાણી, સત્શાસ્ત્રોમાં તે ગૂંથાણી, અનંત નયની ખાણી. અહોહો૫૧ = અર્થ :— લોકાલોકને કેવળજ્ઞાન વડે જાણીને ભગવંતે ‘અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી’ એવી વાણીને ઉપદેશી છે. તે સત્શાસ્ત્રોમાં ‘અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે’ અર્થાત્ તે વાણી અનંતનયની ખાણરૂપ હોવાથી સત્શાસ્ત્રોમાં ગૂંથાયેલી છે. ૫૧ જિનવાણી સૌને ઉપકારી મોશત્રુને મારે, મોક્ષમાર્ગમાં નિશદિન પ્રેરે, ભવથી પાર ઉતારે. અહોહો પર અર્થ :– જિનવાણી જગતના સર્વ જીવોને ઉપકાર કરનાર તેથી ‘સકલ જગત હિતકારિણી' છે. વળી મોહ શત્રુને મારનાર હોવાથી ‘કારિણી મોહ’ છે તથા ભવસમુદ્રથી પાર ઉતારનાર હોવાથી ‘તારિણી ભવાબ્ધિ' છે. તેમજ મોક્ષમાર્ગમાં નિશદિન પ્રેરનારી હોવાથી ‘મોક્ષ ચારિણી’ છે તથા પરમસત્યનો ઉપદેશ કરનારી હોવાથી ‘પ્રમાણી’ છે. અહોહો! આશ્ચર્યકારી એવી જિનવાણીરૂપ પરમશ્રુતનો ઉપકાર તો જગતના જીવો ઉપર અત્યંત છે કે જે ભવ્યાત્માને ભવસાગરમાં બુડતા ઘરી રાખવામાં પરમ આધારરૂપ છે. પરા સત્શાસ્ત્રો આપણા પરમ ઉપકારી હોવા છતાં પણ જાવ પ્રમાદવશ તેનો લાભ લઈ શકતો નથી. માટે પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર આગળના પાઠમાં કરવામાં આવે છે તે નીચે પ્રમાણે છે :– ‘પ્રમાદ = પ્ર એટલે પ્રકૃષ્ટપણે, મદ એટલે ચૂકી જવું. આત્માનો લક્ષ ચૂકીને બીજા કામમાં પ્રવર્તવું તે પ્રમાદ છે.’’ બો. ભા.૨ (પૃ.૧૧૬) ‘ઘર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય એ સઘળા પ્રમાદના લક્ષણ 15.' (પૃ.૯૪) Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬ o પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ (૮) પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર (ઇન્દ્રવજા) જે તીવ્રતા જ્ઞાનની અપ્રમાદે, સાથી, પ્રકાશી ગુરુ રાજચંદ્ર, ઈ તે સર્વ રીતે અવિરોઘ જાણી લેવું, નમી નિત્ય અગાઘ વાણી. ૧ અર્થ :- જે આત્મજ્ઞાનની તીવ્રદશાને અપ્રમાદપણે કહેતાં નિરંતર સદા આત્મજાગૃતિ સેવીને ગુરુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુએ સાધ્ય કરી તે જ આત્મદશા બીજા જીવો પણ પામે તેના માટે તે આત્મજ્ઞાન પ્રાપ્તિનો માર્ગ પરમકૃપાળુદેવે પ્રકાશ્યો છે. તે જ મોક્ષમાર્ગને સર્વ પ્રકારે અવિરોઘ જાણીને હું પણ એવું અર્થાત્ તેમના દ્વારા ઉપદિષ્ટ અગાધ એટલે અતિ ઊંડા ગંભીર આશયવાલા વચનોને સદા પ્રણામ કરીને હું પણ તે પ્રમાણે વર્તવા પ્રયાસ કરું. “સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે, તેને શ્રી જિને તીવ્રજ્ઞાનદશા કહી છે. જે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંઘનમુક્ત થાય નહીં, એવો સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યો છે; જે અખંડ સત્ય છે.” (વ.પૃ.૪૫૪) I/૧ાા આત્મજ્ઞ તો આત્મસમાધિ સાથી; જાગૃતિ સેવે, કદી ના પ્રમાદી, તેથી સદા નિર્ભય હોય મેનિ; નિત્યે પ્રમાદે ભયમાં અમુનિ. ૨ અર્થ :- આત્મજ્ઞ એટલે આત્માને જાણનાર એવા જ્ઞાની પુરુષો તો પોતાના આત્માની સમાધિ એટલે આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર “સમાધિ' કહે છે.' એવી આત્મસમાધિને સાથી તે જ્ઞાની પુરુષો હંમેશાં સ્વરૂપ જાગૃતિ સેવે છે. અર્થાત્ પ્રમાદવશ થઈને કદી પણ સ્વરૂપને ભૂલતા નથી. તેથી તે આત્મજ્ઞાની મુનિ મહાત્માઓ સદા નિર્ભય હોય છે. પણ નિત્ય પ્રમાદને સેવનારા મુનિઓ ચાર ગતિરૂપ સંસારમાં રઝળવાના ભયથી ગ્રસિત હોવાથી અમુનિ છે. મુનિનો વેષ હોવા છતાં પણ મુનિપણું નથી. કહ્યું છે કે – “જે જીવો મોહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે; નિરંતર આત્મવિચાર કરી મુનિ તો જાગૃત રહે; પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી, એમ શ્રી જિને કહ્યું છે.” (વ.પૃ.૪૫૧) //રા આત્મા મળેલું સ્વછૂપે ય ભૂલે, ડૂબી પ્રમાદે, ભવમાં ફૈલે છે; તેથી મહાશત્રુ ગણી તજો તે, શિક્ષા ઉરે કોતરી રાખજો એ. ૩ અર્થ – આત્માને પોતાના સ્વરૂપનું ભાન થયું હોય છતાં પ્રમાદવશ તે સ્વરૂપને ભૂલી જઈ, ફરીથી સંસારમાં રઝળતો થઈ જાય છે. “પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. (વ.પૃ.૧૬૪) “ચૌદપૂર્વઘારી અગિયારમેથી પાછો પડે છે તેનું કારણ પ્રમાદ છે. પ્રમાદના કારણથી તે એમ જાણે કે “હવે મને ગુણ પ્રગટ્યો.” આવા અભિમાનથી પહેલે ગુણસ્થાનકે જઈ પડે છે; અને અનંત કાળનું ભ્રમણ કરવું પડે છે. માટે જીવે અવશ્ય જાગ્રત રહેવું; કારણ કે વૃત્તિઓનું પ્રાબલ્ય એવું છે કે તે હરેક પ્રકારે છેતરે છે.” (વ.પૃ.૬૮૯) માટે પ્રમાદને પોતાનો મહાશત્રુ ગણી તજી દેજો. આ શિક્ષાને હૃદયમાં કોતરી રાખજો, Page #78 -------------------------------------------------------------------------- ________________ (૮) પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર ૬ ૧ અર્થાત્ આ વાતને કદી ભૂલશો નહીં. ચૌદપૂર્વઘારી ભાનુદત્ત મુનિ પણ નિદ્રા અને પ્રમાદને વશ થવાથી ચૌદપૂર્વને ભૂલી જઈ યાવત્ નિગોદમાં પડ્યા છે. માટે સદા જાગ્રત રહી પ્રમાદને દૂર કરવો. આવા આયુષ્યદોરી તૂટી તે તૂટી જો, તે સાંઘવાની ન જગે બૅટી કો, તેથી મળેલી તક ના જવા દે, શાણા ગુમાવે પળ ના પ્રમાદે. ૪ અર્થ :- આયુષ્યરૂપી દોરી જો એકવાર તૂટી ગઈ તો તેને સાંઘવાની આ જગતમાં કોઈ જડીબુટ્ટી નથી; અર્થાત્ રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ હાથમાંથી ચાલ્યો ગયો તો તે ફરી મળનાર નથી. તેથી શાણા એટલે વિચારવાન સમજુ પુરુષો તો આવી મળેલી તકને વ્યર્થ જવા દેતા નથી. તેઓ આવા ઉત્તમ અવસરની એક પળ પણ પ્રમાદમાં વ્યર્થ વહી જવા ન દેતાં તેનો પૂરો સદુપયોગ કરે છે. શ્રી યશોવિજયજી મહારાજ આ વિષે જણાવે છે કે – “અવસર પામી આળસ કરશે, તે મૂરખમાં પહેલોજી; ભૂખ્યાને જેમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘેલોજી. સેવો ભવિયાં વિમલ જિણેસર, દુલહા સજ્જન-સંગાજી.” નિત્યક્રમ (પૃ.૧૩૮) વળી શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં જણાવે છે કે – “દુર્લભ યોગ જીવને પ્રાપ્ત થયો તો પછી થોડોક પ્રમાદ છોડી દેવામાં જીવે મૂંઝાવા જેવું અથવા નિરાશ થવા જેવું કંઈ જ નથી.” (વ.પૃ.૬૧૯) I૪ કાળ ખરે પાન પીળા બનીને, જીવિત તેવું જનનું ગણી લે; તેથી મળેલી તક ના જવા દે, શાણા ગુમાવે પળ ના પ્રમાદે. ૫ અર્થ - કાળ પાયે ઝાડના પાન પીળા બનીને ખરી પડે છે તેમ મનુષ્યોનું જીવન પણ તેવું જ જાણો. આયુષ્યકર્મ પૂરું થયે આ મનુષ્ય પર્યાયનો પણ અવશ્ય નાશ થશે. કાળ વ્યતીત થતાં ઝાડના સૂકા પાંદડા સફેદ થઈને ખરી પડે છે. તેવું જ મનુષ્યનું જીવન છે. તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ ન કર.” -‘ઉત્તરાધ્યયન સૂત્ર' દ્રુમપત્રક અધ્યયન (પૃ.૭૦) તેથી આત્મકલ્યાણ સાધવાની મળેલી આ તકને જવા ન દેવી. શાણા પુરુષો તો એક પળનો પણ પ્રમાદ કરતા નથી. “અતિ વિચક્ષણ પુરુષો સંસારની સર્વોપાથિ ત્યાગીને અહોરાત્ર ઘર્મમાં સાવઘાન થાય છે. પળનો પણ પ્રમાદ કરતા નથી. વિચક્ષણ પુરુષો અહોરાત્રના થોડા ભાગને પણ નિરંતર ઘર્મકર્તવ્યમાં ગાળે છે, અને અવસરે અવસરે ઘર્મકર્તવ્ય કરતા રહે છે. પણ મૂઢ પુરુષો નિદ્રા, આહાર, મોજશોખ અને વિકથા તેમજ રંગરાગમાં આયુ વ્યતીત કરી નાખે છે. એનું પરિણામ તેઓ અઘોગતિરૂપ પામે છે.”(વ.પૃ.૯૪) પા! ટીપું ટકે કેટલી વાર ઘાસે? વાથી ખરી જાય, સુકાઈ જાશે; તેવું જ વિઘોથી ઑવિત તૂટે, માટે મુમુક્ષુ ખૂબ લાભ લૂંટે. ૬ અર્થ - ઘાસ ઉપર પડેલ ઝાકળનું ટીપું કેટલી વાર ટકશે? વા આવ્યે કાં તો ખરી જશે અથવા તડકાથી સુકાઈ જશે. તેવી રીતે અનેક પ્રકારના વિધ્રોથી આ જીવિતનો નાશ થાય છે. જેમકે પાણીમાં ડૂબી મરવાથી, અગ્નિમાં બળી જવાથી, ઝેરથી કે અસાધ્ય રોગથી અથવા અણચિંતવ્યો અકસ્માત વગેરેથી આ આયુષ્ય પૂર્ણ થઈ જાય છે. તેથી અવસરનો જાણ એવો મુમુક્ષુ પોતાના આત્માનું કલ્યાણ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ કરવાનું રહી ન જાય એમ વિચારી ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, સ્મરણ કરીને ખૂબ લાભ લૂંટે છે. એ વિષે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં જણાવેલ છે કે – ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૌતમને કહ્યું કે, હે ગૌતમ! મનુષ્યનું આયુષ્ય ડાભની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે. જેમ તે બિંદુને પડતાં વાર લાગતી નથી, તેમ આ મનુષ્યાય જતાં વાર લાગતી નથી. એ બોઘના કાવ્યમાં ચોથી કડી સ્મરણમાં અવશ્ય રાખવા જેવી છે. “સમર્થ ગોયમ મા પમU' - એ પવિત્ર વાક્યના બે અર્થ થાય છે. એક તો હે ગૌતમ! સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવો અને બીજો એ કે મેષાનુમેષમાં ચાલ્યા જતા અસંખ્યાતમા ભાગનો જે સમય કહેવાય છે તેટલો વખત પણ પ્રમાદ ન કરવો. કારણ દેહ ક્ષણભંગુર છે; કાળશિકારી માથે ઘનુષ્યબાણ ચઢાવીને ઊભો છે. લીઘો કે લેશે એમ જંજાળ થઈ રહી છે, ત્યાં પ્રમાદથી ઘર્મકર્તવ્ય કરવું રહી જશે.”(વ.પૃ.૯૪) //ફા. ક્યાંથી મળે માનવજન્મ આવો? માટે મળેલી પળ ના ગુમાવો. જુવાની ચાલી જતી આ જણાય, ઉતાવળે આવી રહી જરાય; ૭ અર્થ :- આવો શ્રી સદ્ગુરુ ભગવંતના યોગસહિતનો માનવ જન્મ ફરી ક્યાંથી મળે? માટે મળેલી આવી ઉત્તમ પળોને વ્યર્થ ગુમાવવી નહીં. પણ ‘ઝબકે મોતી પરોવી લે તેમ તે પળ પળનો પૂરો સદુપયોગ કરી આત્માનું હિત કરી લેવું. “જ્ઞાનીઓ કહે છે કે, એ ભવ બહુ દુર્લભ છે; અતિ પુણ્યના પ્રભાવથી એ દેહ સાંપડે છે; માટે એથી ઉતાવળે આત્મસાર્થક કરી લેવું. અયમંતકુમાર, ગજસુકુમાર જેવાં નાનાં બાળકો પણ માનવપણાને સમજવાથી મોક્ષને પામ્યા. મનુષ્યમાં જે શક્તિ વધારે છે તે શક્તિ વડે કરીને મદોન્મત્ત હાથી જેવાં પ્રાણીને પણ વશ કરી લે છે; એ જ શક્તિ વડે જો તેઓ પોતાના મનરૂપી હાથીને વશ કરી લે તો કેટલું કલ્યાણ થાય!” (વ.પૃ.૫૮) યુવાન અવસ્થા સમયે સમયે વ્યતીત થઈ રહી છે અને જરા અવસ્થા ઉતાવળે આવી રહી છે; તેનો ખ્યાલ કરી ચેતી જાઓ; નહીં તો આખરે પસ્તાવું પડશે. આ વિષે શ્રી લઘુરાજ સ્વામી, ઉપદેશામૃતમાં જણાવે છે કે – “જ્યાં સુધી કાયા સારી છે ત્યાં સુઘી ઘર્મ કરી લો; પ્રમાદ કર્તવ્ય નથી. મનુષ્યભવ મહા દુર્લભ છે. એકલો આવ્યો છે અને એકલો જશે. એક ઘર્મ સાથે છે. માટે ચેતી જાઓ. આવો જોગ ફરી મળવો દુર્લભ છે. આ શરીર સારું છે, ત્યાં સુઘી તેનાથી કામ કરી લેવું. ભક્તિ કરવામાં આ મનુષ્ય દેહનો ઉપયોગ કરી લેવો. આ હાડકાં, ચામડાં, લોહી એ કાંઈ આત્મા છે? આત્મા અપૂર્વ વસ્તુ છે. તેનું સુખ અચિંત્ય છે.” -ઉપદેશામૃત (પૃ.૩૬૯) જરા ન પડે જ્યાં સુઘી, વ્યાધિ વઘી ન જાય; મંદ પડે ના ઇન્દ્રિયો, ત્યાં સુઘી ઘર્મ સઘાય.” પૂ.શ્રી બ્રહ્મચારીજી //શા વ્યાધિ, પીડા, ફિકર ને ઉપાધિ, ઘેરી રહી, ક્યાંથી મળે સમાધિ? તાકી રહેલો વળી કાળ ભાળો, તેથી પ્રમાદે નહિ કાળ ગાળો. ૮ અર્થ :- આ સંસારમાં ત્રિવિધ તાપરૂપ વ્યાધિ, પીડા, ફિકર-ચિંતા અને ઉપાથિએ સર્વ સંસારી જીવોને ઘેરી લીઘા છે, તો ત્યાં આત્માને શાંતિરૂપ સમાધિ ક્યાંથી પ્રાપ્ત થાય. વળી, તારે માથે કોપી રહ્યો કાળ રે, ઊંઘ તને કેમ આવે, પાણી પહેલાં બાંઘી લેને પાળ રે ઊંઘ તને કેમ આવે?” એમ માથા ઉપર કાળ તાકીને ઊભો છે તેને ભાળો અને પ્રમાદમાં હવે એક પળ પણ ન ગાળો. Page #80 -------------------------------------------------------------------------- ________________ (૮) પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર ૬ ૩ કાળરૂપી અજગરના મોઢામાં બેઠો છે તે મોટું ક્યારે બંઘ કરશે તેની ખબર નથી માટે એક સમય પણ પ્રમાદ ન કરવો. “જીવને પ્રમાદમાં અનાદિથી રતિ છે, પણ તેમાં રતિ કરવા યોગ્ય કાંઈ દેખાતું નથી.” ૐ (વ.પૃ.૬૧૩) I/૮ાા ઉત્પત્તિ, મૃત્યુ વળી શોક, દુઃખ ટાળી પમાડે પરમાત્મ-સ્ખ, એવા સુઘર્મે મન જોડી દેવું, શાને પ્રમાદે નર-આયુ ખોવું? ૯ ઉત્પત્તિ એટલે જન્મ, મૃત્યુ અને વળી શોક ચિન્તા કે દુઃખ એ બઘા સંસારમાં રહેલા છે. જન્મ, જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ.” શ્રીમદ્ રાજચંદ્ર આ બધા દુઃખોને ટાળી પરમાત્મસુખને સર્વ કાળને માટે પમાડે એવા સુધર્મમાં મનને જરૂર જોડી દેવું, પણ પ્રમાદમાં પડ્યા રહી આ દુર્લભ મનુષ્યઆયુને શું કામ હોવું જોઈએ. કોઈ સગ્રંથનું વાંચન પ્રમાદ ઓછો થવા અર્થે રાખવા યોગ્ય છે.” (વ.પૃ.૩૮૩) “પ્રમાદ વિષે પ્રથમ આપને લખેલું “એક પળ ખોવી તે એક ભવ ગુમાવવા તુલ્ય છે.” તે વિષે પાછળના પત્રોમાંથી જોવા વિનંતી છેજી. પરમાં વૃત્તિ રમે તે ખરી રીતે પ્રમાદ છે. તે અનાદિની કુટેવ ટાળવા દ્રઢ નિશ્ચયની જરૂર છે. તે ઓછો કરવાનો જેણે નિશ્ચય કર્યો છે તે મહાપુરુષો કાળના મુખમાં પેસતી અનેક પળોને ઝૂંટવી લઈ જેટલો અવકાશ મળે તેમાં મોક્ષમાર્ગ કે આત્માના વિચારમાં રહે છે. પ્રમાદ ઓછો કરવો જ છે એ લક્ષ ચુકાય નહીં તો જે કરવું છે તેનો વિચાર થાય; અને “કર વિચાર તો પામ” કહ્યું છે તેમ આત્મસ્વરૂપનો નિર્ણય થયે તેમાં પ્રમાદ ન થાય ત્યાં સુથી અપ્રમત્ત રહેવાય તે જ માર્ગમાં કે આત્મામાં સ્થિતિ છે.” - ઓથામૃત ભાગ-૩, પત્રાંક-૨૨૨ ll નિર્મૂળ સૌ દુઃખ થવા બતાવે, સન્માર્ગ જે વીર મહા પ્રભાવે; સંક્ષેપમાં તે સમજાય તેવું, આ કાવ્યમાંથી હિત ઘારી લેવું. ૧૦ અર્થ - સંસારમાં જન્મ, જરા, મૃત્યુ કે આધિ, વ્યાધિ, ઉપાધિ કે રોગ, શોક, ચિંતા કે ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ વગેરે દુઃખો રહેલા છે, તે સર્વ દુઃખોને નિર્મળ કરવા માટે શ્રી વીર પરમાત્માએ મહાન અતિશયોના પ્રભાવ સહિત જે ઉપદેશ આપ્યો છે તે સંક્ષેપમાં સમજાય તેમ આ કાવ્યમાં વર્ણવ્યું છું. તેને જાણીને તે પ્રમાણે વર્તી આત્માનું હિત સાથી લેવું. ૧૦ના સંપૂર્ણ જે જ્ઞાનવિકાસ સાથે, અજ્ઞાન ને મોહ અશેષ ઘાતે; જે રાગ ને ષ સમૂળ છેદે, તે મોક્ષ-એકાંતિક-સુખ વેદે. ૧૧ અર્થ - જે ભવ્યાત્મા પોતાના સંપૂર્ણ જ્ઞાનવિકાસને સાથે છે અર્થાત્ કેવળજ્ઞાનને પ્રગટાવે છે, તે અજ્ઞાન એટલે દર્શનમોહ અને ચારિત્રમોહનો પણ અશેષ એટલે સંપૂર્ણપણે નાશ કરે છે. એમ જે રાગ અને દ્વેષને સમૂળગા છેદે તે જ મોક્ષના એકાન્તિક એટલે જ્યાં માત્ર અવ્યાબાધ સુખ રહ્યું છે એવા મોક્ષસુખનો ભોક્તા થાય છે. ૧૧૫ તેનો કહું માર્ગ સુણો સુચિત્તે સદ્ગરુ, મોટા નર સેવવા તે, અજ્ઞાનના સંગથી દૂર નાસો, સ્વાધ્યાય સલ્ગાસ્નતણો ઉપાસો- ૧૨ અર્થ:- તે શાશ્વત સુખરૂપ મોક્ષનો માર્ગ કહું છું, તેને ચિત્તની એકાગ્રતાપૂર્વક સાંભળો. તેના માટે Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ મોટા પુરુષ એવા શ્રી સદગુરુ ભગવંતની પ્રથમ શોઘ કરીને તેની સેવા કરવી અર્થાતુ તેમની આજ્ઞા ઉપાસવી. અને અજ્ઞાની એવા કુગુરુના સંગથી સદા દૂર રહેવું, તથા પ્રતિદિન સન્શાસ્ત્રનો સ્વાધ્યાય કરવો. ||૧૨ાા ને સ્વસ્થતાથી પરમાર્થ ખોજો, એકાન્તમાં ઘર્મરહસ્ય જોજો. સાધુ, તપસ્વી સુસમાધિ પોષે, પામી મિતાહાર રહિત-દોષ. ૧૩ અર્થ – ચિત્તની સ્થિરતા કરીને પરમાર્થ એટલે આત્માને હિતરૂપ એવા તત્ત્વની ખોજ કરવી અને એકાન્તમાં બેસી ઘર્મનું રહસ્ય શું છે તે જાણવા પ્રયત્ન કરવો. સાધુ અને તપસ્વી પુરુષો પણ દેહને ટકાવવા ૪૬ દોષરહિત મિતાહાર એટલે માપસર આહાર કરીને સુસમાધિને પોષે છે અર્થાત્ આત્મપરિણામની સ્વસ્થતાને જાળવવાનો પ્રયાસ કરે છે. ૧૩. એકાન્ત શોથે સ્થળ નિરુપાધિ; નિપુણ તત્ત્વજ્ઞ સુસાથી સાથી, વિશેષ ગુણી ન સુસાથી હોય, તો શોઘવાનો સમગુણી કોય. ૧૪ અર્થ - વળી નિરુપાથિમય એકાંત સ્થળને શોધે છે. તથા તત્ત્વમાં નિપુણ એટલે તત્ત્વને સારી રીતે જાણનારા એવા સાથીદારને શોધી તેની સાથે રહે છે. વિશેષ ગુણવાન એવો સાથીદાર ન મળે તો પોતાના સમાન ગુણવાલા સાથીદારની શોધ કરી તેની સાથે રહે છે. ૧૪ જો જોગ તેવો ય મળે ન સારો, એકાકી વિહાર-વિધિ વિચારો, નિષ્પાપ વર્તે તાઁ ભોગ-ઇચ્છા, વૈરાગ્યવૃદ્ધિ સહ શાંતિ-વાંછા. ૧૫ અર્થ :- જો સમાન ગુણવાળા સાથીદારનો પણ સારો જોગ ન મળે તો એકાકી વિહાર-વિધિ એટલે એકલાને વિચરવાનો જે વિધિ ભગવાને કહ્યો હોય તે જાણીને વિચરવું. પણ પાંચ ઇન્દ્રિયના ભોગોની ઇચ્છાને સદા તજીને નિષ્પાપ ભાવે વર્તવું તથા વૈરાગ્યની વૃદ્ધિ કેમ થાય તે સદા લક્ષ રાખવો. અને આત્મશાંતિની વાંછા એટલે ઇચ્છાને કદી ભૂલવી નહીં. “પરમ શાંતિપદને ઇચ્છીએ એ જ આપણો સર્વ સમ્મત ઘર્મ છે અને તે ઇચ્છામાને ઇચ્છામાં મળી જશે.” (વ.પૃ.૧૭૦) /(૧૫ા. ઇંડાથી પક્ષી, વળી તેથી ઇંડું, તૃષ્ણા અને મોહ સમાન જોડુ; તૃષ્ણાથી જો મોહ થતો જણાય, ને મોહ તૃષ્ણા-બીજ એ જ જાય. ૧૬ અર્થ - જેમ ઇંડાથી પક્ષીનો જન્મ થાય અને પક્ષીથી ઇંડુ જન્મે, તેમ તૃષ્ણા અને મોહનો એક સાથે સંબંઘ છે. તૃષ્ણા હોવાથી પરપદાર્થમાં જીવને મોહ થતો જણાય છે અને પરપદાર્થનો મોહ એ જ નવી તૃષ્ણાના બીજને રોપનાર છે, અર્થાત્ પરપદાર્થના ભોગથી નવી નવી તૃષ્ણા વૃદ્ધિ પામે છે. એ જ ન્યાય છે, અર્થાત્ તૃષ્ણાથી મોહ અને મોહથી વળી તૃષ્ણા એ પ્રકારે થયા કરે છે. /૧૬ાા છે રાગને વેષ વડે જ કર્મ, કર્મો થતાં મોહથી, તે અઘર્મ, કમેં ફરે જીવ ભવે અનાદિ, જન્માદિ દુઃખો અતિ ઘોર સાદિ. ૧૭ અર્થ :- રાગ અને દ્વેષ વડે જ નવા કર્મનો બંઘ થાય છે. “રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ.” -શ્રીમદ્ રાજચંદ્ર રાગદ્વેષ અને અજ્ઞાન એ મોહનીય કર્મના જ ભેદ છે, મોહનીય કર્મથી નવા કર્મોનો બંધ થાય છે Page #82 -------------------------------------------------------------------------- ________________ (૮) પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર ૬ ૫ અને એ જ અધર્મ છે, અર્થાતુ પોતાના આત્માનો તે ધર્મ એટલે સ્વભાવ નથી પણ વિભાવ છે. એ કર્મોને લઈને જીવ અનાદિકાળથી આ સંસારમાં ભમે છે. તથા જન્મ, જરા, મરણાદિના ઘોર દુઃખોને અશરણ એવો આ જીવ અનુભવ્યા કરે છે તથા નવા નવા કર્મો બાંઘી ફરી ફરી તેની સાદિ એટલે નવી નવી શરૂઆત કર્યા કરે છે. “જન્મ, જરા,મરણાદિ દુઃખે કરી સમસ્ત સંસાર અશરણ છે.” (વ.પૃ.૪૫૪) ૧ળા નિર્મોહીનું દુઃખ ગયું ભળાય, તૃષ્ણા નથી તો નથી મોહ-લાય; તૃષ્ણા ગઈ જો નહિ લોભ પાંડે, નિર્લોભીને કર્મ કદી ન ભીડે. ૧૮ અર્થ - નિર્મોહી એવા જ્ઞાની પુરુષોનું દુઃખ ચાલ્યું ગયું એમ કહી શકાય. કેમકે તેમને તૃષ્ણા નથી તો મોહની લાય એટલે બળતરા પણ નથી.જો તૃષ્ણા ચાલી ગઈ તો તેને લોભ કષાય પીડી શકતો નથી. એવા નિર્લોભી પુરુષને કર્મ પણ કદી ભીડમાં લેતા નથી. કેમકે –“જન્મ, જરા, મરણ કોનાં છે? કે જે તૃષ્ણા રાખે છે તેનાં જન્મ, જરા, મરણ છે. માટે જેમ બને તેમ તૃષ્ણા ઓછી કરતા જવું.” (વ.પૃ.૪૫૫) I૧૮ના ઉપાય રાગાદિ નિવારવાને, બોઘેલ વીરે સુણ સાવઘાને - દૂઘાદિ દીતિકર સૌ રસોને, સેવો નહીં નિત્ય યથેચ્છ, જોને. ૧૯ અર્થ - રાગ દ્વેષાદિ ભાવકને નિવારવાનો ઉપાય શ્રી મહાવીર પ્રભુએ બોઘેલ છે. તેને હું કહું છું તે તું સાવધાનીપૂર્વક સાંભળ. દૂઘ, ઘી, સાકર, મિષ્ટાન્ન આદિ રસોને ઇન્દ્રિયો માટે દીતિકર એટલે ઉત્તેજન આપનાર ગણ્યા છે. માટે તેનું હંમેશાં ઇચ્છા પ્રમાણે સેવન કરવું નહીં. ૧૯ો. ઝાડે ફળો સુંદર મિષ્ટ દેખી, ટોળે મળી ત્યાં ઘસતાં જ પંખી; તેવી રીતે કામની વાસનાઓ, ઊઠી ઘસે દીસ દિલે બલાઓ. ૨૦ અર્થ :- ઝાડ ઉપર સુન્દર મીઠા ફળોને જોઈને પક્ષીઓના ટોળેટોળા ત્યાં આવીને ઘસે છે. તેવી રીતે ઉત્તેજિત આહાર વડે કામની વાસનારૂપ બલાઓ પણ દિલમાં આવીને વસી મનને દીપ્ત એટલે ઉત્તેજિત કરે છે. //રા જો બ્રહ્મચારી જમશે યથેચ્છ, તો વિષયાગ્નિ શમશે ન, વત્સ! દાવાગ્નિ ગાઢા વનનો શમે ના, જ્યાં વાયુનો વેગ વઘી ઘમે, હા! ૨૧ અર્થ - જો બ્રહ્મચારી મનની ઇચ્છા પ્રમાણે ભોજન લેશે તો હે વત્સ! તેની વિષયરૂપી અગ્નિ કદી શમશે નહીં, અર્થાત્ ઓલવાશે નહીં. જેમ ગાઢા વનનો દાવાનલ ઓલવાય નહીં કે જ્યાં વાયુનો વેગ વઘીને તે દાવાનલને વિશેષ ઘમણની જેમ ઘમ્યા કરે છે તેમ. વાયુના વેગથી જેમ અગ્નિ વધે છે તેમ દૂઘ, મિષ્ટાન્નાદિ વિશેષ ખાવાથી ઇન્દ્રિયોની ઉન્મત્તતા વિશેષ વૃદ્ધિને પામે છે. //ર૧TI વ્યાધિ સમો રાગ-ર૬ ગણાય, ઇન્દ્રિય જીત્યે ઝટ તે હણાય; આહાર ઓછો કરજો દવા તે, એકાન્તમાં વાસ ખરી હવા છે. ૨૨ અર્થ :- શરીરમાં વ્યાધિ એટલે રોગ સમાન રાગ પણ જીવનો શત્રુ ગણાય છે. ઇન્દ્રિયોનો જય કરવાથી તે રાગરૂપ શત્રુને શીધ્ર હણી શકાય છે. ઇન્દ્રિયોનો જય કરવા આહારને ઓછો કરજો, એ જ ખરી દવા છે. તથા બ્રહ્મચારીએ એકાન્તમાં વાસ કરવો એ જ આત્માની તંદુરસ્તી માટે ખરી હવા છે. ગારા બિલાડીનો ત્રાસ સમીપવાસે, માની ભલા ઉંદર દૂર નાસે; માને મુનિ સ્ત્રી-સહવાસ તેવો, સ્ત્રીના મુકામે નહિ વાસ લેવો. ૨૩ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - બિલાડીનો ત્રાસ સમીપમાં જાણીને ઉંદર દૂર નાસી જાય છે, તેમ મુનિ પણ સ્ત્રીના સહવાસને બિલાડી જેવો જાણી દૂર વસે છે. જ્યાં સ્ત્રીનો નિવાસ છે તેવા મુકામમાં મુનિએ કે બ્રહ્મચારીએ કદી વાસ કરવો નહીં. ૨૩ ના બ્રહ્મચારી સ્ત્રી-સુરૂપ ચિંતે, વિલાસ-હાસ્ય મન કેમ રૂંઘે? મંજુલ વાણી વળી અંગ-ચેષ્ટા, ભાવે ન જુએ કદી આત્મદ્રષ્ટા. ૨૪ અર્થ - જે ખરા બ્રહ્મચારી છે તે સુરૂપવાન સ્ત્રીનું ચિંતન પણ કરે નહીં, તો તેની સાથે વિલાસ કે હાસ્ય કરવામાં મનને કેમ રોકે? મંજાલ એટલે મીઠી છે વાણી જેની એવી સ્ત્રીની અંગ ચેષ્ટાને જે ખરા આત્મદ્રષ્ટા એટલે જેને આત્મા જોવાની દ્રષ્ટિ છે એવા આત્મજ્ઞાની પુરુષ રાગભાવે કદી જુએ નહીં. //રજો સ્ત્રી-કીર્તને કેમ ઘરે પ્રતિ તે? સ્ત્રી-સુંખ ના સ્વપ્ન વિષે ય ચિંતે; જો ધ્યાન ને બ્રહ્મયમે વિચારો, તો આચરો આ હિતના પ્રકારો. ૨૫ અર્થ - એવા આત્મજ્ઞાની પુરુષો સ્ત્રી-કીર્તને એટલે સ્ત્રીના ગુણગાનમાં કે તેની પ્રશંસામાં કેમ પ્રીતિ ઘરે? તે તો સ્ત્રીના સુખને સ્વપ્નમાં પણ ચિંતવતા નથી. જો ધ્યાન અને બ્રહ્મચર્યને યમરૂપે એટલે આજીવન વ્રતરૂપે ઘારવા વિચારતા હો તો આ ઉપર કહ્યાં છે તે હિતના પ્રકારો પ્રમાણે આચરણ કરો. રપા મુનિ ભલે ઉત્તમ દેવ જોયે, ના મોહ પામે, ઘરી ગુપ્તિ તોયે, એકાંત, નારીથી રહિત વાસ, તેને ય જાણો હિતકારી ખાસ. ૨૬ અર્થ:- જે મુનિ ઉત્તમ દેવીને જોઈ ભલે મોહ પામતા નથી અને મન વચન કાયાની ગતિને ઘારણ કરીને રહે છે; તેને પણ સ્ત્રીથી રહિત માત્ર એકાંતવાસ જ ખાસ હિતકારી છે એમ જાણો. ૨૬ાા સાધુ, મુમુક્ષુ ભવભીરુ કોય, જે મોક્ષમાર્ગે સ્થિર હાલ હોય, તેને નહીં દુસ્તર કોઈ એવું, યુવાન નારી રૂપવંત જેવું. ૨૭ અર્થ – જે સાધુ હોય અથવા સંસારથી ભય પામેલો એવો કોઈ મુમુક્ષુ હોય, કે જે ભલે હાલમાં મોક્ષમાર્ગે સ્થિર હોય; છતાં તેને પણ યુવાન એવી રૂપવંત સ્ત્રી જેવું કોઈ દુસ્તર કાર્ય નથી, અર્થાત્ આવા અનુકૂળ પ્રસંગને જિતવા તે મહાત્મા પુરુષોને પણ દુષ્કર થઈ પડ્યા છે. માટે સદા પ્રમાદ છોડીને તેમનાથી દૂર રહેવું એ જ ભગવાનનો ઉપદેશ છે. આરબા સ્ત્રી-કામના જે મૂળંથી ઉખેડે, તે કામના સર્વ સદાય છોડે; મોટા સમુદ્રો તરનાર કોય, ગંગાનદીનો ન હિસાબ જોય. ૨૮ અર્થ - જે સ્ત્રીની ઇચ્છાને જડમૂળથી ઉખેડે તે બીજી બધી ઇચ્છાઓને સદા છોડી શકે છે કેમકે : આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી, ત્યાગું બઘું, કેવળ શોકસ્વરૂપ. શ્રીમદ્ રાજચંદ્ર જેમ કોઈ મોટા સમુદ્રોને તરનાર હોય, તેના માટે ગંગા નદી તરવી તે કોઈ હિસાબમાં નથી. એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર, નૃપતિ જીતતાં જીતિયે, દળ, પુર ને અઘિકાર. -શ્રીમદ્ રાજચંદ્ર સ્ત્રી કામનાને જેણે જીતી લીધી તેણે સર્વ સંસાર પર જય મેળવી લીધો. જેમ રાજાને જીતતાં તેનું દળ, પુર અને અધિકાર સર્વ આપોઆપ જિતાઈ જાય છે તેમ. ૨૮ Page #84 -------------------------------------------------------------------------- ________________ (૮) પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર ૬ ૭ ત્રિલોકના દુઃખતણું જ મૂળ, છે કામના ભોગ તણી જ શૂળ; તે ભોગનો રાગ તજી દીઘાથી, ત્રિતાપ છૂટે, ટકતી સમાધિ. ૨૯ અર્થ:- ત્રણેય લોકના દુઃખનું મૂળ પાંચ ઇન્દ્રિયોના વિષય ભોગની કામના છે. તે જ હંમેશાં શૂળ એટલે કાંટાની જેમ ચૂભ્યા કરે છે. તે ઇન્દ્રિય ભોગોનો રાગ તજી દેવાથી આધિ વ્યાધિ ઉપાધિના ત્રણેય તાપ છૂટી જાય છે અને આત્માની સમાધિ એટલે સ્વસ્થતા પણ ટકી રહે છે. રા. તત્કાળ ભોગો રસવર્ણવંત, કિંપાક જેવા પણ દુષ્ટ અંત; સાધુ સમાધિ, તપ ઇચ્છતા જે, પંચેન્દ્રિયાથું ન જરાય રાચે. ૩૦ અર્થ :- ભોગો, કિંપાકફળ જેવા તત્કાળ તો સુન્દર રસવાળા અને રંગબેરંગી વર્ણવાળા ભાસે છે પણ તેનો અંત કિંપાક ફળની જેમ દુ મરણ કરાવનાર છે અર્થાતુ આત્માના ગુણોની ઘાત કરનાર છે. સાધુ પુરુષો જે આત્મ-સમાધિને ઇચ્છે અથવા જે ઇચ્છાઓને રોકી તપ વડે કર્મને તપાવવા ઇચ્છે તે પાંચ ઇન્દ્રિયના ભોગોમાં જરાય પણ રાચતા નથી. //૩૦માં, ઇન્દ્રિય સર્વે વિષયે પ્રવર્તે, ને વિષયો, ઇન્દ્રિય યોગ્ય વર્તે, વ્યાપાર એવો સહજ બને જ્યાં, અપ્રિય કે પ્રિય છૅવો ગણે ત્યાં. ૩૧ અર્થ - સર્વ ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં પ્રવર્તે છે, અને વિષયો પણ પોતાની ઇન્દ્રિયોને યોગ્ય વર્તન કરે છે. એવો વ્યાપાર પરસ્પર જ્યાં સહેજે બની રહ્યો છે તેને સંસારી જીવો જોઈ, આ મને પ્રિય છે અને આ મને અપ્રિય છે એમ રાગદ્વેષ કર્યા કરે છે. [૩૧] તે રાગ કે દ્વેષથી દુઃખી થાય, દ્રષ્ટાંત તેનાં જગમાં ઘણાંય - રૂપે પતંગો દંપમાં બળે છે, સંગીતથી વ્યાઘ મૃગો છળે છે. ૩૨ અર્થ :- રાગ કે દ્વેષ કરવાથી જીવ દુઃખી થાય છે. તેના દ્રષ્ટાંત જગતમાં ઘણાય છે. જેમ કે રૂપમાં આસક્ત બની પતંગીયા દીપકની જ્વાલામાં બળી મરે છે અને સંગીતના મોહથી આકર્ષાયેલ મૃગોને વ્યાઘ એટલે શિકારી છળથી પકડી લે છે. IT૩૨ાા કો નાગ ઝાલે જડી-બુટ્ટગંધે, જો મત્સ્ય-તાલું રસશુળ વધે, સ્પર્શી મરે છે ઍંડ-મુખ પાડો, હાથી ન જોતો મનદોષખાડો. ૩૩ અર્થ - નાકનો વિષય ગ્રંથ છે. જડીબુટ્ટીના ગંથમાં આસક્ત એવા નાગને કોઈ ઝાલી લે છે. રસનામાં આસક્ત થવાથી મત્સ્ય એટલે માછલાનું તાળવું કાંટાથી વિંઘાઈ જાય છે. સ્પર્શેન્દ્રિયને વશ ઝૂડ-મુખ એટલે મોટા મગર જેવા મુખવાળો પાડો પણ મરણને શરણ થાય છે તેમજ સ્પર્શેન્દ્રિયને વશ થવાથી હાથી પણ બનાવટી હાથણીને જોઈ દોડીને ખાડામાં પડી રીબાઈને પ્રાણ ગુમાવે છે; પણ તેને આ ખાડો છે તે સ્પર્શેન્દ્રિયને વશ ખ્યાલમાં આવતું નથી. [૩૩. નીરાગીને વિષયદુઃખ શાના? લેપાય ના પંકજ પંકમાંના, બીજાં મહાપાપ વિષે તણાય, જે વિષયાસક્તિ વડે હણાય. ૩૪ અર્થ :- નીરાગી પુરુષોને વિષયના દુઃખ શાના હોય? કેમકે જેમ પંકજ એટલે કમલ, પંક એટલે કીચડમાં જન્મવા છતાં પણ તેનાથી લેવાતું નથી. તેમ નીરાગી પુરુષો પણ સદા ઇન્દ્રિય-વિજયી હોવાથી Page #85 -------------------------------------------------------------------------- ________________ ६८ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ વિષયોમાં લેખાતા નથી. જ્યારે બીજા જીવો વિષયાસક્તિ વડે હણાયેલા હોવાથી અનેક મહાપાપોમાં તણાય છે. અર્થાત્ વિષયવશ અઘોર પાપો કરતાં પણ ડરતા નથી. [૩૪ સુખી થવા અન્ય ઑવો હણે તે, દુઃખી કરે, વાણી જૂઠી ભણે છે, માયા રચે, ચોરી કરી ન લાજે, પરિગ્રહે તત્પર સાધુ, ગાજે. ૩૫ અર્થ - વિષયાસક્ત જીવો પોતે સુખી થવા અન્ય જીવોને હણે છે. દુઃખી કરે છે, વાણીમાં જૂઠ બોલે છે, માયા રચે છે, ચોરી કરતાં પણ લજાતા નથી અને પરિગ્રહ એકઠો કરવામાં જ તત્પર રહે છે. કોઈ સાધુપુરુષો પણ પોતાના સ્વધર્મને ભૂલી પરિગ્રહમાં રાચી કષાયવડે ગાજી ઊઠે છે. ૩પા. દુર્દમ્ય દોષે ઑવ દુઃખી થાય, ના વાંક તેમાં પરનો જરાય; ક્યાંથી વિચારે ગુઢ્યોગ વિના, કે વિષયાર્થી કદી કો સુખી ના? ૩૬ અર્થ - દુર્દમ્ય એટલે દુઃખે કરીને જેનું દમન થઈ શકે એવા વિષય કષાયાદિ દોષ વડે જીવ સ્વયં દુઃખી થાય છે, તેમાં પર જીવનો જરાય વાંક નથી. પણ શ્રી સદ્ગુરુ ભગવંતનો તેને યોગ થયા વિના તે એવું ક્યાંથી વિચારી શકે કે વિષયમાં આસક્ત જીવ, કદી કોઈ સુખી નથી. IT૩૬ાા. પ્રાપ્તિ અને રક્ષણકાજ દુઃખી, ને ભોગકાળે વ્યયથી ન સુખી, વિયોગનું દુઃખ સદાય સાલે; તૃપ્તિ થવાની નહિ કોઈ કાલે. ૩૭ ભોગની સર્વ અવસ્થાઓ દુઃખરૂપ છે. તે વાત હવે જણાવે છે : અર્થ :- ભોગોની પ્રાપ્તિ કરવામાં દુઃખે પ્રાપ્ત થયેલા ભોગ નાશ ન પામી જાય તેની રક્ષા કરવાનું દુઃખ તેમજ ભોગવતા સમયે ઘનાદિનો વ્યય થાય તે પણ જીવને રૂચિકર નથી. એમ ભોગની સર્વ અવસ્થાઓ દુઃખરૂપ છે. તથા તે ભોગોનો જો વિયોગ થઈ જાય તો તે દુઃખ સદાય સાલ્યા કરે છે. એવા ભોગોથી જીવને કોઈ કાળે તૃપ્તિ થઈ નથી અને થવાની નથી, પણ ઉલ્ટા તે ભોગોને ભોગવવાથી તૃષ્ણાની વૃદ્ધિ થાય છે. [૩૭ના સબોઘ વિના નહિ મોહ જાય, સંસારના સુખ નહીં તજાય; શ્રદ્ધા વિના ના દુખ દૂર થાય, આત્મિક આનંદ નહીં ચખાય. ૩૮ અર્થ - જ્ઞાનીપુરુષના સબોઘ વિના મોહ કદી જાય નહીં અને સંસારના કાલ્પનિક પાંચ ઇન્દ્રિયોના સુખ પણ કદી તજાય નહીં. જ્ઞાનીપુરુષના વચનો ઉપર શ્રદ્ધા આવ્યા વિના સંસારનાં દુઃખ દૂર થાય નહીં; અને આત્માના નિરાકુળ આનંદનો આસ્વાદ કદી ચખાય નહી. | સદગુરુનો યોગ સદા વિચારો, મોક્ષાભિલાષા ઉરમાં વઘારો, આજ્ઞા સુગુરુની ઉઠાવશો જો ટાળી પ્રમાદો, સુખ પામશો તો. ૩૯ અર્થ - તે આત્મિક આનંદ પ્રાપ્ત કરવા માટે પ્રથમ સદ્ગુરુનો યોગ મેળવવાની જરૂર છે, એમ સદા વિચારો, તથા મોક્ષ પ્રાપ્ત કરવાની અભિલાષાને પણ હૃદયમાં વઘારો. સદ્ગુરુ મળે જો તેમની આજ્ઞાને ઉઠાવશો તો સર્વ પ્રમાદોને ટાળી તમે જરૂર સાચા આત્મિક સુખને પામશો. “આ મનુષ્યભવમાં ઘર્મકાર્ય કરી લેવાનો ઉત્તમ અવસર આવ્યો છે, તેનો વારંવાર ખ્યાલ રહે અને જો પ્રમાદ ને આળસમાં આ અલ્પ આયુષ્ય વ્યતીત થશે તો લખચોરાશીના ફેરા ફરતાં કોઈ વખતે આવો Page #86 -------------------------------------------------------------------------- ________________ (૮) પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર ૬ ૯ લાગ આવવાનો નથી. માટે ગમે તેમ કરીને પણ આ ભવમાં તો જરૂર આત્માનું ઓળખાણ કરી લેવાનું છે. અનંતકાળ આમ ને આમ પ્રમાદમાં ગયો. પણ હવે તે દોષ ટાળી, આત્માને શાંતિ પ્રાપ્ત થાય તેવો યોગ આવ્યો છે તો તે વખત ઊંઘ આદિ લૂંટારા બહુ લૂંટી ન જાય તો જિંદગી સુખે લાંબી લાગશે. દોષ થયા પછી પણ પશ્ચાત્તાપ જીવને થાય તો ફરી તેવો પ્રસંગ આવતાં પહેલેથી ચેતવાનું બને. માટે જીવને દોષ કરતા અટકાવવા ઠપકો પણ આપતા રહેવું કે આમ ને આમ વર્તીને તારે કઈ ગતિમાં જવું છે? ઝાડ થઈને ઊંધ્યા જ કરવું છે? કે વાગોળની પેઠે લટકી જ રહેવું છે? જો હલકી પ્રવૃત્તિમાં પડી રહીશ તો પછી ઢોર-પશુના ભવમાં પરોણાના માર ખાવા પડશે, આરો ઘોંચાશે કે આડાં બરડે પડશે ત્યારે શું કરીશ? માટે સમજીને અત્યારે ઘર્મનું આરાધન કરી લે કે જેથી પછી અધોગતિમાં જવું જ ન પડે અને મોક્ષમાર્ગ આરાધી શકાય તેવો ભવ ફરી મળે. આમ વારંવાર જીવને જાગૃતિ આપતા રહેવું ઘટે છેજી.” બો. ભાગ-૩ (પૃ.૨૯૨) I/૩૯ અજ્ઞાન ને સંશય ટાળવાથી, ઘર્મ સદા આદર ઘારવાથી, ના રાગ કે દ્વેષ વશે વસ્યાથી, સ્મૃતિ-ભુલાવાથી દૂર ખસ્યાથી. ૪૦ હવે પ્રમાદને કેમ તજવો તેનો ઉપાય દર્શાવે છે – અર્થ :- અનાદિકાળથી ચાલ્યું આવતું અજ્ઞાન એટલે મિથ્યાત્વ તેને ટાળવાથી તથા સંશય એટલે ભગવાનનાં વચનોમાં થતી શંકાઓને દૂર કરવાથી, ઘર્મક્રિયામાં સદા આદરભાવ રાખવાથી, રાગ કે દ્વેષને વશ ન વર્તવાથી, આત્માનો ભુલાવો મટી જઈ તેની સ્મૃતિ રાખવાથી પ્રમાદનો નાશ થાય છે. ૪૦ના ને સાવઘાની ત્રણ યોગ કેરી વિનાશ વિપર્યયનો કર્યાથી એ આઠ રીતે તજતાં પ્રમાદ, જ્ઞાની ગણે જાગૃતિ અપ્રમાદ. ૪૧ અર્થ - વળી મન વચન કાયાના યોગ શામાં પ્રવર્તે છે તેની સાવધાની રાખવાથી, તથા વિપર્યય એટલે દેહમાં આત્મબુદ્ધિ વગેરે સમજણમાં વિપરીતતા છે તેને ટાળવાથી પ્રમાદનો નાશ થાય છે. ઉપરોક્ત આઠ રીતે જે પ્રમાદને તજે છે તેને જ્ઞાની પુરુષો આત્મજાગૃત્તિ ગણે છે અથવા અપ્રમાદદશા માને છે. IT૪૧ના ઇન્દ્રિયના વિષય પાંચ ઘાર, ને ક્રોથ, માયા, મદ, લોભ ચાર, સ્ત્રી-રાજ-આહાર-બૅમિ કથાઓ, નિદ્રા-પ્રીતિ–પંદર એ પ્રમાદો. ૪૨ અર્થ :- હવે પ્રમાદના પંદર ભેદ બતાવે છે :- પાંચ ઇન્દ્રિયના પાંચ વિષયો, ક્રોઘ, માયા, મદ એટલે માન તથા લોભ એ ચાર કષાય, પછી સ્ત્રી કથા, રાજકથા, ભોજનકથા તથા દેશની ભૂમિ વિષેની કથાઓ, તેમજ નિદ્રા અને સ્નેહ મળી પ્રમાદના મુખ્ય પંદર ભેદ છે. ૪રા. ગોમટ્ટસારે’ બહુ ભેદ ભાખ્યા, વિસ્તાર-ગ્રુચિ જીંવ કાજ દાખ્યા; ટાળે મુનિ સૂક્ષ્મ વિચારી દોષ, તો શુદ્ધ આત્મા કરી જાય મોક્ષ. ૪૩ અર્થ - ગોમટ્ટસાર જીવકાંડમાં ગાથા નંબર ૩૫ થી આ પ્રમાદના પંદર ભેદનો વિસ્તાર કરીને સાડા સાડત્રીસ હજાર ભેદ બતાવેલ છે. તે વિસ્તાર રુચી જીવને માટે ઉપયોગી છે. તેને વિચારી મુનિ પોતાના સૂક્ષ્મ દોષોને ટાળે છે. તેથી તેમનો આત્મા શુદ્ધતાને પામી મોક્ષે જાય છે. ૪૩ સંસારમાં વૃત્તિ રહે લગાર; મુમુક્ષતા તીવ્ર લહો ન સાર; માટે ફેંકીને પરભાવ સર્વ ઘારો સ્વભાવે મન, મૂક ગર્વ.૪૪ Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ હવે ભવ્યોને ધ્યાનમાં રાખવા યોગ્ય વાત જણાવે છે – અર્થ :- સંસારમાં જો લગાર માત્ર વૃત્તિ રહી ગઈ તો તીવ્ર મુમુક્ષતા જે સારરૂપ છે તેને પામી શકશો નહીં. “આ લોકની અલ્પ પણ સુખેચ્છા” એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. તે હોવાનાં કારણો નિઃશંકપણે તે “સત્” છે એવું દ્રઢ થયું નથી, અથવા તે “પરમાનંદરૂપ” જ છે એમ પણ નિશ્ચય નથી. અથવા તો મુમુક્ષતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્યશાતાનાં કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે (!) અને તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે, જેથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે.” (વ.પૃ.૨૮૯) માટે સર્વ પરભાવને મૂકી મનને સ્વભાવમાં રાખો કેમકે સ્વભાવમાં રહેવું, વિભાવથી મૂકાવું' એ જ મુખ્ય તો સમજવાનું છે. (વ.પૃ.૬૯૫) વળી પ્રમાદથી થતો ગુણપ્રાપ્તિનો ગર્વ પણ મૂકી દેવો કારણ કે – “ચૌદપૂર્વઘારી અગિયારમેથી પાછો પડે છે તેનું કારણ પ્રમાદ છે. પ્રમાદના કારણથી તે એમ જાણે કે “હવે મને ગુણ પ્રગટ્યો.” આવા અભિમાનથી પહેલે ગુણસ્થાનકે જઈ પડે છે; અને અનંત કાળનું ભ્રમણ કરવું પડે છે. માટે જીવે અવશ્ય જાગ્રત રહેવું; કારણ કે વૃત્તિઓનું પ્રાબલ્ય એવું છે કે તે દરેક પ્રકારે છેતરે છે.” (વ.પૃ.૬૮૯) //૪૪l ઉન્માદ ને આળસ છોડ, જોડો આજ્ઞા વિષે ચંચળ ચિત્ત-ઘોડો; જો વ્યર્થ કાર્ય પળ એક ખોશો હારી જશો, હા! ભવ સર્વ, રોશો. ૪૫ અર્થ - હે ભવ્યો! ઉન્માદ એટલે ઘર્મ પ્રત્યેની અત્યંત બેદરકારી, મોહનું ગાંડપણ અને આળસ એટલે વિશેષ ઊંઘ લેવાનું મૂકી દઈ આ મનરૂપી ચંચળ ઘોડાને સપુરુષની આજ્ઞામાં જોડો. કેમકે– “MID થી નાગાઈ તો !' “આજ્ઞાનું આરાઘન એ જ ઘર્મ અને આજ્ઞાનું આરાઘન એ જ તપ.” (આચારાંગ સૂત્ર) (વ.પૃ.૨૬૦) જો આત્મા સિવાય વિષય, કષાય, વિકથા, નિદ્રા અને સ્નેહ આદિ વ્યર્થ કાર્યો કરવામાં એક પળનો પણ દુરુપયોગ કરશો તો હા! આશ્ચર્ય છે કે તમે સર્વ આ અમૂલ્ય મનુષ્યભવને હારી જશો અને પરિણામમાં અંતે રડવા જેવો વખત આવશે. ૪પા થો લક્ષ ઓછો કરવા પ્રમાદ તો માર્ગવિચાર ટકે સુસાધ્ય, વિચારથી માર્ગ વિષે સ્થિતિ છે, એવા પ્રયત્ન સ્મૃતિ ના ચેંકીજે, ૪૬ અર્થ :- પ્રમાદને ઓછો કરવા લક્ષ આપો કેમ કે–“ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ એ જીવને માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે છે, અને વિચાર માર્ગમાં સ્થિતિ કરાવે છે, એ વાત ફરી ફરી વિચારી, તે પ્રયત્ન ત્યાં વિયોગે પણ કોઈ પ્રકારે કરવું ઘટે છે. એ વાત ભૂલવા જોગ્ય નથી.” (વ.પૃ.૩૬૧) જીવમાં પ્રમાદ વિશેષ છે, માટે આત્માર્થના કાર્યમાં જીવે નિયમિત થઈને પણ તે પ્રમાદ ટાળવો જોઈએ, અવશ્ય ટાળવો જોઈએ.” (વ.પૃ.૫૬૩) “કંઈક વાંચવું, કંઈક વિચારવું અને કંઈક ગોખવું. પ્રમાદમાં વખત ન જાય તે સાચવવું.” ઓ.ભા.૧ (પૃ.૨૨૩) જીવને નવરો રાખવો નથી. કંઈક કંઈક કામ સોંપવું. “જીવને પ્રમાદમાં અનાદિથી પતિ છે.” પ્રમાદ સારો લાગે છે, મીઠો લાગે છે. ઊભો હોય તો બેસવાનું મન થાય. પ્રમાદમાં રતિ છે તે કાઢવાની છે.” બો.ભા.૧ (પૃ.૨૨૩) જો પ્રમાદ ઓછો થશે તો મોક્ષમાર્ગના વિચાર સુસાધ્ય એટલે સમ્યક્ પ્રકારે ટકી શકશે. વિચાર વડે જ મોક્ષમાર્ગમાં સ્થિર રહી શકાય છે. કલિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું.” -શ્રીમદ્ રાજચંદ્ર Page #88 -------------------------------------------------------------------------- ________________ (૮) પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર ૭ ૧ વિચારમાર્ગને આરાઘવા પ્રમાદને ઓછો કરવાનો પુરુષાર્થ, સ્મૃતિમાંથી કદી ભૂલશો નહીં. હે આર્યો! હાલ તે પ્રમત્તભાવને ઉલ્લાસિત વીર્યથી મોળો પાડી, સુશીલ સહિત, સત્કૃતનું અધ્યયન કરી નિવૃત્તિએ આત્મભાવને પોષજો.” (વ.પૃ.૬૫૫) //૪૬ાા મૃત્યુ પ્રમાદે જીંવને સતાવે કે મોહ અજ્ઞાન વડે મુઝાવે; વિયોગ સૌ પ્રિયજનો તણો કે લક્ષ્મીતણાં સુખતણો ય લોકે. ૪૭ અર્થ - પ્રમાદના કારણે જીવને મૃત્યુ સતાવે છે કે હું મરી જઈશ તો આ ભોગો ભોગવવાના રહી જશે. અથવા અજ્ઞાનને કારણે આ મોહ મૂંઝવે છે કે આ મારા સ્ત્રી, પુત્રાદિ પ્રિયજનોનો મને વિયોગ થઈ ગયો તો? અથવા આ લોકમાં પ્રાપ્ત લક્ષ્મી આદિ સુખનો વિયોગ થઈ ગયો તો હું શું કરીશ? માટે કહ્યું છે કે –“પ્રમત્તભાવે આ જીવનું ભૂંડું કરવામાં કાંઈ ન્યૂનતા રાખી નથી, તથાપિ આ જીવને નિજહિતનો ઉપયોગ નથી એ જ અતિશય ખેદકારક છે.” (વ.પૃ. ૬૫૫) /૪૭ના કે દુર્ગતિનો ડર જો ડરાવે તેથી અશાંતિ ઊભરાઈ આવે. માટે ભજી લ્યો ભગવંત ભાવે, તે આશ્રયે જ્ઞાનથી શાંતિ આવે. ૪૮ અર્થ - પ્રમાદને લઈને જીવને મારી દુર્ગતિ થશે તો? એવો ડર લાગવાથી મનમાં અશાંતિ ઉભરાઈ આવે છે. તો હવે ભગવંતને ભાવપૂર્વક ભજી લ્યો. અને તે સપુરુષના આશ્રયે અર્થાત્ તેના શરણે સમ્યકજ્ઞાનનો વિચાર કરવાથી જીવને જરૂર આત્મશાંતિ પ્રાપ્ત થશે. એ વિષે જણાવે છે કે : જે જ્ઞાની પુરુષો ભૂતકાળને વિષે થઈ ગયા છે, અને જે જ્ઞાની પુરુષો ભાવિકાળને વિષે થશે, તે સર્વ પુરુષોએ “શાંતિ' (બઘા વિભાવપરિણામથી થાકવુનિવૃત્ત થવું તે)ને સર્વ ઘર્મનો આઘાર કહ્યો છે. જેમ ભૂતમાત્રને પૃથ્વી આઘારભૂત છે, અર્થાત્ પ્રાણીમાત્ર પૃથ્વીના આઘારથી સ્થિતિવાળાં છે, તેનો આઘાર પ્રથમ તેમને હોવો યોગ્ય છે, તેમ સર્વ પ્રકારના કલ્યાણનો આઘાર, પૃથ્વીની પેઠે “શાંતિ'ને જ્ઞાની પુરુષે કહ્યો છે.” (સૂયગડાંગ) (વ.પૃ.૩૯૧) ૪૮. તીર્થકરો કર્મ કહે પ્રમાદ, આત્મા અકર્મે ગણ અપ્રમાદ; સંસાર કાર્યો અવકાશ છે જ્યાં, માનો પ્રસાદે નિજ વર્તના ત્યાં. ૪૯ અર્થ - શ્રી તીર્થકર ભગવંતો પ્રમાદને કર્મ કહે છે. અને જ્યાં આત્માની અકર્મ સ્થિતિ છે અર્થાત્ જ્યાં નવીન કર્મબંધ થતો નથી તેને શ્રી જિન અપ્રમાદદશા કહે છે. “સમય માત્ર પણ પ્રમાદ કરવાની તીર્થકર દેવની આજ્ઞા નથી.” (વ.પૃ.૩૪૮) જ્યાં જીવને સંસારકાર્યમાં અવકાશ છે અર્થાત્ સંસારના કાર્યોમાં જ્યાં મન સહિત પ્રવર્તન છે ત્યાં આત્માની વર્તના પ્રમાદમાં છે એમ માનો. ૪૯ાા ના કોઈ ભાવો અવકાશ પામે આત્મા વિના, કેવળ અપ્રમાદે, સ્વપ્ન ય સંસાર ચહે ન તેવા જ્ઞાની, સદા ઉદય વેદ લેવા. ૫૦ અર્થ - આત્મા સિવાય જ્યાં બીજા સંસારી ભાવોને અવકાશ નથી અને કેવળ અપ્રમાદમાં જ સ્થિતિ છે તેવા જ્ઞાની પુરુષો સ્વપ્નમાં પણ સંસારને ઇચ્છતા નથી. તેમનું સંસારમાં જે પ્રવર્તન છે તે માત્ર ઉદય-કર્મને વેચવા પૂરતું છે. પણ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સંભાળ સંભાળી દશા ટકાવે-વ્યામોહનો સંભવ છે પ્રમાદે. મુમુક્ષુએ એ સ્મૃતિ રાખવાની વૈરાગ્ય અત્યંત વઘારવાની. ૫૧ અર્થ - જ્ઞાની પુરુષો આવા ભયંકર મોહમયી સંસારમાં સંભાળી સંભાળીને પોતાની દશાને ટકાવી રાખે છે કેમકે પ્રમાદમાં રહેવાથી ફરી વ્યામોહ એટલે આત્મભ્રાંતિનો ઉદય થવાની સંભાવના છે. “સ્વપ્નય જેને સંસારસુખની ઇચ્છા રહી નથી, અને સંપૂર્ણ નિસારભૂત જેને સંસારનું સ્વરૂપ ભાસ્યું છે, એવા જ્ઞાનીપુરુષ પણ વારંવાર આત્માવસ્થા સંભાળી સંભાળીને ઉદય હોય તે પ્રારબ્ધ વેદે છે, પણ આત્માવસ્થાને વિષે પ્રમાદ થવા દેતા નથી. પ્રમાદના અવકાશ યોગે જ્ઞાનીને પણ અંશે વ્યામોહ થવાનો સંભવ જે સંસારથી કહ્યો છે, તે સંસારમાં સાઘારણ જીવે રહીને તેનો વ્યવસાય લૌકિકભાવે કરીને આત્મહિત ઇચ્છવું એ નહીં બનવા જેવું જ કાર્ય છે; કેમકે લૌકિકભાવ આડે આત્માને નિવૃત્તિ જ્યાં નથી આવતી, ત્યાં હિતવિચારણા બીજી રીતે થવી સંભવતી નથી. એકની નિવૃત્તિ તો બીજાનું પરિણામ થવું સંભવે છે. અહિતહેતુ એવો સંસારસંબંધી પ્રસંગ; લૌકિકભાવ, લોકચેષ્ટા એ સૌની સંભાળ જેમ બને તેમ જતી કરીને, તેને સંક્ષેપીને આત્મહિતને અવકાશ આપવો ઘટે છે.” (વ.પૃ.૪૨૩) માટે મુમુક્ષુ પુરુષોએ સદા વૈરાગ્યભાવને અત્યંત વઘારવાની સ્મૃતિ રાખવી. “પ્રમાદમાં વૈરાગ્યની તીવ્રતા, મુમુક્ષતા મંદ કરવા યોગ્ય નથી; એવો નિશ્ચય રાખવો યોગ્ય છે.” (વ.પૃ.૩૧૩) //પલા કાર્ય પ્રસંગે શીખ આ ન ભૂલે, તો તે ટકે જાગૃતિ-મોક્ષમૂલે. સંસારમાં નિર્ભયતા ન ઘારો, પ્રારબ્ધ કાળે સમતા વઘારો. પર અર્થ - સંસારના કોઈપણ કાર્યમાં કે પ્રસંગમાં વૈરાગ્ય વધારવાની શિખામણને જે ભૂલશે નહીં; તે મોક્ષનું મૂળ એવી આત્મજાગૃતિમાં સદા ટકી રહેશે. જે પ્રસંગમાં મહા જ્ઞાની પુરુષો સંભાળીને ચાલે છે, તેમાં આ જીવે તો અત્યંત અત્યંત સંભાળથી, સંક્ષેપીને ચાલવું, એ વાત ન જ ભૂલવા જેવી છે એમ નિશ્ચય કરી, પ્રસંગે પ્રસંગે કાર્યું કાર્યો અને પરિણામે પરિણામે તેનો લક્ષ રાખી તેથી મોકળું થવાય તેમ જ કર્યા કરવું એ શ્રી વર્ધમાનસ્વામીની છાસ્થ મુનિચર્યાને દ્રષ્ટાંતે અમે કહ્યું હતું.” (વ.પૃ.૪૨૩) આ ભયના સ્થાનરૂપ સંસારમાં કદી પણ પ્રમાદવશ નિર્ભયપણે રહેશો નહીં, પણ વૈરાગ્યભાવને વઘારતા રહેજો. કેમકે – “સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનરૂપ એવા આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. એ નિશ્ચયમાં ત્રણે કાળને વિષે શંકા થવા યોગ્ય નથી.” (વ.પૃ.૪૯૦) તથા પ્રારબ્ધના ઉદય સમયે પણ સમતાભાવને વઘારવાનો પુરુષાર્થ કરજો. મુમુક્ષુજન સત્સંગમાં હોય તો નિરંતર ઉલ્લાસિત પરિણામમાં રહી આત્મસાઘન અલ્પકાળમાં કરી શકે છે, એ વાર્તા યથાર્થ છે; તેમ જ સત્સંગના અભાવમાં સમપરિણતિ રહેવી એ વિકટ છે; તથાપિ એમ કરવામાં જ આત્મસાઘન રહ્યું હોવાથી ગમે તેવા માઠાં નિમિત્તમાં પણ જે પ્રકારે સમપરિણતિ આવે તે પ્રકારે પ્રવર્તવું એ જ યોગ્ય છે. જ્ઞાનીના આશ્રયમાં નિરંતર વાસ હોય તો સહજ સાઘન વડે પણ સમપરિણામ પ્રાપ્ત હોય છે, એમાં તો નિર્વિવાદતા છે, પણ જ્યારે પૂર્વકર્મના નિબંઘનથી અનુકૂળ નહીં એવાં નિમિત્તમાં નિવાસ પ્રાપ્ત થયો છે, ત્યારે ગમે તેમ કરીને પણ તેના પ્રત્યે અદ્વેષપરિણામ રહે એમ પ્રવર્તવું એ જ અમારી વૃત્તિ છે, અને એ જ શિક્ષા છે.” (વ.પૃ.૩૪૮) //પરા. Page #90 -------------------------------------------------------------------------- ________________ (૯) મહાવીર દેવ ભાગ-૧ આઠમા પાઠમાં પ્રમાદના વિશેષ સ્વરૂપનું વર્ણન કર્યું. હવે એ પ્રમાદને કારણે ભગવાન મહાવીર સ્વામીના જીવને લગભગ એક કોડાકોડી સાગરોપમ સુધી આ સંસારમાં રઝળવું પડ્યું. તેમનું કેવી રીતે પરિભ્રમણ થયું તે આ “મહાવીર દેવ' નામના પાઠોમાં વર્ણન કરવામાં આવે છે. (૯) મહાવીર દેવા ભાગ ૧ (હરિગીત) જય! દેવ, અગણિત ગુણ સ્વામી, વીર, મહાવીર સ્વામી જે. સુરવર પૅજે જેને છતાં પોતે સદા નિષ્કામ છે. વળી મળી મહાવીરથી શકે સુખ મોક્ષનું માટે નમું અતિવીર, મહાવીર, સન્મતિ પ્રભુ-ગુણમાં ભાવે રમું. ૧ E અર્થ – હે અગણિત ગુણના સ્વામી ભગવાન મહાવીર દેવ! આપનો સદા જય હો જય હો. સર્વ કર્મોને હણી નાખવાથી આપ ખરેખરા વીર છો, મહાવીર છો. આપને સુરવર એટલે ઇન્દ્ર પણ પૂજે છે, છતાં આપ તો સદા નિષ્કામી અર્થાત્ નિસ્પૃહ છો. આપને કોઈ માન પૂજાદિકની ઇચ્છા નથી. વળી આપ મહાવીર સ્વામીના ઉપદેશ અનુસાર વર્તવાથી અમને પણ મોક્ષનું સુખ મળી શકે એમ છે. માટે જેના અનેક નામ અતિવીર, મહાવીર અથવા સન્મતિ છે એવા પ્રભુના ગુણમાં હું પણ ભાવપૂર્વક રમણતા કરું. ./૧૫ બળવાન બીજો પાપ હણનારો મહાવરથી નથી, જુગ જુગ જૅની લાંબી કથા સંક્ષેપથી કહીં આ મથી. સંસાર ત્રાસ ભરેલ તેથી છૂટવા જન ઇચ્છશે, વળી મોક્ષમાર્ગ પમાય શાથી, એમ પોતે પૂછશે. ૨ અર્થ :- જેને બીજા ત્રેવીશ ભગવાન જેટલા કર્મ છે એવા મહાવીર ભગવાન જેવો બીજો કોઈ પાપને હણનાર બળવાન પુરુષ નથી. જેને ભગવાન ઋષભદેવવડે પૂર્વે સમકિતનો સ્પર્શ થયેલ એવા ભગવાન મહાવીરની લગભગ એક કોડાકોડી સાગરોપમથી પણ અધિક જુની કથાને સંક્ષેપમાં અત્રે દહીંને મથી જેમ માખણ કાઢે તેમ સારરૂપે કહી છે. આ સંસાર જન્મ જરા મરણના ત્રાસથી ભરેલો છે. તેથી જે પુરુષ છૂટવાની ભાવના રાખશે તે પુરુષ બીજાને પૂછશે કે મોક્ષમાર્ગ શાથી પમાય? તેને માટે આવા મહાપુરુષોના ચરિત્રો માર્ગદર્શક નીવડશે. રા. જે ક્ષેત્રમાં મુનિગણ અનંત વિદેહ મુક્ત થયા હતા, ભાવિ વિષે પણ મુક્ત થાશે, હાલ પણ મોક્ષે જતા, તેવા વિદેહ વિષે મનોહર મધુક વન વિલસી રહ્યું યાત્રા જતાં સાગર મુનિને કર્મયોગે શું થયું? ૩ અર્થ :- જે ક્ષેત્રમાં અનંત મુનિગણ વિદેહ મુક્ત એટલે સંપૂર્ણપણે આ દેહથી મુક્ત થઈ મોક્ષને Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧ પામ્યા હતા, ભવિષ્યમાં પણ મુક્તિને પામશે તથા હાલમાં પણ મુક્તિને પામી રહ્યા છે, તેવા મહાવિદેહ ક્ષેત્રને વિષે મનોહર એવું મધુક નામનું વન વિલસી રહ્યું છે. ત્યાં યાત્રા કરવા જતાં સાગરમુનિ આવી ચઢ્યા. ત્યાં કર્મયોગે શું થયું તે હવે જણાવે છે :- ૫ગા ૭૪ તે વન વિષે પુરૂરવા ભીલરાજ સાથી સહ વસે, મૃગ માી મુનિવરને અરે! તે ભીલ હણવાને ઘસે; કલ્યાણકારી કાલિકા રાણી મના કરતી કહેઃ— “હે નાથ, હણવા ના જતા, વનદેવ એ, સૌને દહે. ૪ અર્થ :— તે વનમાં પુરુરવા નામનો ભીલોનો રાજા પોતાના સાથીદારો સાથે વસે છે. ત્યાં આવેલ આ મુનિવરને મૃગ એટલે હરણ જેવા માનીને અરે આશ્ચર્ય છે કે એ ભીલોનો રાજા તેમને હણવાને માટે તૈયાર થયો ત્યાં તેને પાપ કરતાં વારનાર કલ્યાણકારી કાલિકા નામની તેની રાણી ના પાડતી બોલી કે ‘હે નાથ! એ તો વનદેવતા છે. એને હણવા ના જતા. નહીં તો એ સૌને બાળી ભસ્મ કરી દેશે. ॥૪॥ તેને નમી પૂજા કરો, ભલું ભીલ સર્વેનું થશે”, સુણી વાણી રાણીની ભલી, ભીલ ભાવસહ ભક્તિવશે મુનિને નમી પૂજા કરે, ત્યાં મુનિ દયાળુ ઉચ્ચરે ઃ “રે! ધર્મથી ત્રણ લોકની લક્ષ્મી મળે જો આચરે. ૫ અર્થ :– આ વનદેવતાની તો નમસ્કાર કરીને પૂજા કરો. જેથી સર્વ ભીલ લોકોનું ભલું થશે. એવી પોતાની રાણી કાલિકાની વાણી સાંભળી, ભીલ ભાવપૂર્વક ભક્તિને વશ થઈ મુનિને નમી પૂજા કરવા લાગ્યો. ત્યાં દયાળુ એવા મુનિ ભગવંત ઉપદેશ આપવા લાગ્યા કે હે જીવો! જો તમે સદ્ઘર્મનું આચરણ કરશો તો તમને ત્રણ લોકની લક્ષ્મી મળશે અર્થાત્ મુક્તિને પામી ત્રણેય લોકના તમે નાથ થશો. ।।૫।। મદિરા, મધુ ને માંસ, અંજીર, ઉમરડાં, ટેટા તજો, સાચા જિનેશ્વર માની હિંસાદિ તજી અણુયમ ભજો; વ્રત બાર પાળો શ્રાવકોનાં, તે સદા સુખદાર્યો છે, જો ટેક રાખીને નિભાવે સ્વર્ગસુખ અનુયાયી લે.'' ૬ અર્થ :— વળી હે ભવ્યો ! શ્રાવકના આઠ મૂળગુણને આદરો. તે માટે આ મદિરા એટલે દારૂ, મધુ એટલે મઘ અને માંસ, અંજીર, ઉમરડા તથા વડના ટેટા, પીપળના ટેટા, પીપળાના ટેટાઓ ખાવાનો ત્યાગ કરો. શ્રી જિનેશ્વર ભગવંતને સાચા માની અણુયમ એટલે અણુવ્રતરૂપે હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મચર્ય તથા પરિગ્રહનો ત્યાગ કરો. એમ શ્રાવકના બારેય વ્રતનું પાલન કરો. તે સદા સુખને આપનારા છે. જો તેને મરણની છેલ્લી ઘડી સુધી જીવનપર્યંત ટેક રાખી નિભાવશો, તો તેનું અનુસરણ કરનાર અનુયાયી સ્વર્ગસુખને પામશે.।।૬।। મુનિવાત માની મોક્ષમાર્ગે ચાલતાં ભીલભવ ગયો, અંતે સમાધિ સહિત મરી તે દેવ ઘર્મ–બળે થયો; વર્ષી અવધિબળથી જાણી સુર તે જ્ઞાની ભક્તિ કરે, ભવ દેવનો પૂરો કરીને ભરતસુત થઈ અવતરે. ૭ Page #92 -------------------------------------------------------------------------- ________________ (૯) મહાવીર દેવ ભાગ-૧ ૭ ૫ અર્થ :— મુનિ મહારાજની એવી વાત સ્વીકારીને તે પ્રમાણે મોક્ષમાર્ગે વર્તતા ભીલનો આખો ભવ ગયો. તેમજ અંતમાં સમાઘિ સહિત મરણ કરી ધર્મના બળે તે દેવ થયો. ત્યાં પણ અવધિજ્ઞાનના બળથી પોતાના પૂર્વભવમાં શ્રી ગુરુની કૃપા જાણી જ્ઞાનીપુરુષની ભક્તિમાં રત રહેવા લાગ્યો. તેથી દેવનો ભવ સુર્ખ પૂરો કરી શ્રી ભરત મહારાજાના પુત્રરૂપે અવતાર પામ્યો. તેનું નામ મરીચિ રાખવામાં આવ્યું. ।।૭।। દાદા ઋષભ સાથું થયા ત્યારે મરીચિ મુનિ બને, ન ચક્રવર્તી તાતને દાઠા સહિત વસતા વને; દાદા ઊભા ધ્યાને વર્ન સ્થિર માસ પણ્ મેસમા અકળાય ભૂખે મરીચિ આદિ રાખી તેની ના તમા. ૮ અર્થ ઃ— જ્યારે તેમના દાદા શ્રી ઋષભદેવ સાધુ બન્યા ત્યારે મરીચિ પણ મુનિ બન્યો. પોતાના પિતા ચક્રવર્તી ભરત મહારાજાને છોડી ઠાઠા સાથે વનમાં વસવા લાગ્યો. દાદા તો વનમાં મેરુપર્વતની જેમ અડોલ સ્થિર મુદ્રાએ છ માસ સુધી ધ્યાનમાં ઊભા રહ્યા. ત્યારે આ મરીચિ આદિ મુનિઓ ભૂખથી અકળાવા લાગ્યા. તેની ધ્યાનમાં ઊભેલા પ્રભુએ કંઈ પણ તમા એટલે દરકાર રાખી નહીં. ।।૮।। થોડા દિનો ખર્મી દુઃખ થાક્યો, ભેખથી ભૂખ ના ટળે, ઘ૨ સાંભર્યું પણ ચિત્તમાં ભય ભરતનો તે અટકળે; ખાવા ફળો, પીવું સરોવર-જળ અને વસવું વર્ન, એવા વિચારે વર્તતાં તે નિંદ્ય-આચારી બને. ૯ અર્થ :– મરીચિ થોડા દિવસ સુધી દુઃખ ખમીને થાક્યો અને વિચારવા લાગ્યો કે મુનિવેષ માત્રથી આ ભૂખનું દુઃખ ભાંગી શકાતું નથી. માટે પાછો ઘેર ચાલ્યો જઉં, પણ ચિત્તમાં પિતા ભરત મહારાજાનો ભય ખટકવા લાગ્યો કે એ શું કહેશે કે તું ચારિત્રથી ભ્રષ્ટ થઈ પાછો ઘરમાં આવ્યો. માટે વનમાં જ વાસ કરી ફળો ખાવા, સરોવરનું પાણી પીવું એવા વિચારથી વર્તતા નિંદા કરવા લાયક એવા મુનિના આચારને સેવવા લાગ્યો. હ્યા તે વેષ મૂકી વર્તવા વનદેવ ધમકાવી કહે, તેથી તપસ્વી-વેશ ધારી વન વિષે ફરતો રહે; શાસ્ત્રો રચે વિપરીત મતનાં શિષ્યને શીખવે વળી, ગ્રહતો નહીં, નિર્દે કહે જે ધર્મ ઋષભ કેવળી. ૧૦ અર્થ :– ત્યારે વનદેવે તેને ધમકાવીને કહ્યું કે જો આ રીતે તારે વર્તવું હોય તો આ ભગવાન ઋષભદેવના મુનિનો વેષ મુકી દે. તેથી તે તપસ્વીનો વૈષ ધારણ કરી વનમાં જ ફરતો રહે છે. ભગવાનથી વિપરીત મતના શાસ્ત્રો રચે છે અને પોતાના શિષ્યોને પણ તે શીખવે છે. વળી ભગવાન ઋષભદેવ કેવળી થઈ જે ધર્મનો ઉપદેશ આપે છે તેને ગ્રહતો નથી; પણ તે વચનોની નિંદા કર્યા કરે છે. ।।૧૦।। જે ધર્મના આધારથી ભીલ સુરસુખો પામ્યો અતિ, તે, ચક્રવર્તી-કુમા૨પદ પામી, તત્ત્વે શું થઈ ગતિ? અજ્ઞાતતપથી દેવ૧ થઈ બ્રાહ્મણ જટિલ નામે થયો, ઊછરી અયોધ્યામાં હવે તે વેદશાસ્ત્રો ભી ગયો. ૧૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ:- જે ઘર્મના આધારથી પોતે ભીલ છતાં દેવલોકના અત્યંત સુખને પામ્યો, તે જ જીવ ભરત ચક્રવર્તીનો પુત્ર મરીચિ બની તે ઘર્મને તજતા તેમજ કુલનો મદ કરતા તેને કેવી કેવી ગતિઓમાં રઝળવું પડ્યું છે તે હવે મરીચિ પછીના મહાવીર પ્રભુના ૨૭ મોટા પૂર્વભવો આંકડાથી દર્શાવે છે. મરીચિના ભવમાં અજ્ઞાન તપના કારણે પાંચમાં બ્રહ્મદેવલોકમાં દસ સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો. ત્યાંથી તેનો સત્યાવીશમાનો પહેલો ભવ ગણાય છે. દેવલોકથી ચ્યવીને હવે બીજા ભવમાં જટિલ નામનો અયોધ્યામાં બ્રાહ્મણ થઈ વેદશાસ્ત્રોનો જાણકાર થયો. ૧૧ાા સંન્યાર્સી થઈ તપ તપ ફરી તે દેવ થઈ બ્રાહમણ થયો, તે પુષ્પમિત્ર સુનામથી વળી તે જ નગરે ઊછર્યો સંસાર ત્યાગી સાંખ્યમત વિસ્તારતો તે વિચર્યો મરી દેવ ગતિમાં ઊપજ્યો વળી વિપ્રરૂપે અવતર્યો. ૧૨ અર્થ :- ત્યાં પણ સંન્યાસી બની તપ તપીને ફરી સૌઘર્મ નામના પહેલા દેવલોકમાં બે સાગરોપમના ઉત્કૃષ્ટ આયુષ્યવાળો દેવતા થયો. ત્યાંથી ચ્યવી તે જ અયોધ્યા નગરીમાં હવે પુષ્પમિત્ર નામનો બ્રાહ્મણ થયો. ત્યાં ફરી સંસાર ત્યાગી સાંખ્યમતને વિસ્તારતો વિચારવા લાગ્યો. ત્યાંથી મરી ફરી પહેલા સૌથર્મ દેવલોકમાં એક સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો. ત્યાંથી ચ્યવી વળી બ્રાહ્મણરૂપે અવતર્યો. ૧૨ના તે અગ્નિસહના નામથી વળી ત્યાગ પરિવ્રાજક બન્યો, પછી દેવ થઈ વળી વિપ્ર મંદિરપુરમાં શાસ્ત્રો ભણ્યો; સંસ્કાર જૂના જાગતાં સંન્યાસ લઈ તપ આદર્યું, મરી દેવ થઈ, મંદિરનગરે વિપ્ર કર્મ કર્યા કર્યું. ૧૩ અર્થ:- તે આ છઠ્ઠીભવમાં અગ્નિસહના નામથી બ્રાહ્મણ થયેલ ત્યાં પણ સંસાર ત્યાગી પરિવ્રાજક સંન્યાસી બન્યો. ત્યાંથી અજ્ઞાનતપના પરિણામે સાતમા ભવમાં દેવલોકમાં સાત સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો. ત્યાંથી ચ્યવી મંદિરપુરમાં ફરીથી આઠમા ભવે અગ્નિમિત્ર નામે વિપ્ર એટલે બ્રાહ્મણ થઈ શાસ્ત્રો ભણ્યો. ત્યાં જુના સંસ્કારો જાગૃત થતાં ફરી સંન્યાસ લઈ તપ આદર્યું. તેના ફળમાં મરીને નવમાં ભવમાં ચોથા માહેન્દ્ર દેવલોકમાં દેવ થયો. ત્યાંથી ચ્યવી ફરી મંદિરનગરમાં બ્રાહ્મણ થયો. ૧૩મા ઘર નામ ભારદ્વાજ તે ત્રિદંડ થઈ સ્વર્ગે ગયો, ત્યાંથી મરી કુકર્મના ઉદયે અઘોગતિમાં રહ્યો; એકેન્દ્રિયાદિ ભવ કર્યા સંખ્યારહિત વર્ષો સુઘી. મિથ્યાત્વના ફળ દુઃખદાયી ચેતજો શાણા સુ-થી. ૧૪ અર્થ :- અહીં દસમા ભવમાં તેનું નામ ભારદ્વાજ બ્રાહ્મણ રાખવામાં આવ્યું. ત્યાં ત્રિદંડી થઈ અજ્ઞાનતાના ફળમાં ફરીથી પાછો ચોથા મહેન્દ્ર દેવલોકમાં સાત સાગરોપમના ઉત્કૃષ્ટ આયુષ્યવાળો દેવતા થયો. હવે દેવલોકથી ચ્યવીને કુકર્મના ઉદયે અહીંથી અધોગતિમાં ગયો. ત્યાં એકેન્દ્રિયાદિકના એટલે એકેન્દ્રિય, બે ઇંદ્રિય, ત્રણ ઇંદ્રિય, ચતુરેન્દ્રિય કે સંજ્ઞી અસંજ્ઞી પંચેન્દ્રિયના અસંખ્ય વર્ષો સુધી ભવો કર્યા. એમ મિથ્યા માન્યતાઓનું ફળ અત્યંત દુઃખદાયી છે, એમ જાણીને હે શાણા સુ-ઘી એટલે સમ્યક Page #94 -------------------------------------------------------------------------- ________________ (૯) મહાવીર દેવ ભાગ-૧ ૧] બુદ્ધિવાળા પ્રાણીઓ, સદા ચેતતા રહેજો. અર્થાત્ વીતરાગઘર્મ સિવાય કોઈપણ મિથ્યા માન્યતાઓને હૃદયમાં સ્થાન આપશો નહીં. ૧૪ બળવું ભલું અગ્નિ વિષે કે ઝેર પી મરવું ભલું, કે ડૂબવું દરિયે ભલે વા સિંહસંગે એકલું વસવું વને તે તો ભલું; પણ સેવવો કુસંગ ના. સંકટ નડે સૌ એક ભવ, મિથ્યાત્વ નડતું ભવ ઘણા. ૧૫ અર્થ - અગ્નિમાં બળવું ભલું કે ઝેર પી મરવું ભલું, દરિયામાં ડૂબવું ભલું કે વનમાં સિંહ સાથે એકલા વસવું તે ભલું પણ કુસંગ સેવવો સારો નહીં. કેમકે અગ્નિ, ઝેર, જળ કે સિંહના સંકટ જીવને એક જ ભવ મારે; પણ કુસંગ તો મિથ્યા માન્યતાઓ કરાવી જીવને ભવોભવ સંસારમાં રઝળાવે છે. મોટામાં મોટો કુસંગ તે કુગુરુનો છે. ૧૫ા. હિંસાદિ પાંચે પાપ ને મિથ્યાત્વ તોળો તાજવે તો પાપ મિથ્યાત્વે થતું મેરું ગિરિ સમ સરસવે; જ્ઞાની કહે તેથી તજો મિથ્યાત્વ ભયકારી મહા, મુમુક્ષ તો તે ટાળવા સમ સેવતા નહિ કો ઇહા. ૧૬ અર્થ - હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ એ પાંચે પાપને ત્રાજવાના એક પલડામાં મૂકી અને બીજા પલડામાં માત્ર એકલા મિથ્યાત્વના પાપને મૂકી જુઓ, તો મિથ્યાત્વથી થતું પાપ તે મેરુ પર્વત જેવું મહાન થશે અને બીજા પાંચે પાપો તે સરસવના દાણા સમાન જણાશે. તેથી જ જ્ઞાની પુરુષો મહા ભયંકર એવા મિથ્યાત્વને શીધ્ર તજવાનો ઉપદેશ કરે છે. મુમુક્ષુ પુરુષો પણ તે સર્વ પાપના મૂળરૂપ મિથ્યાત્વને ટાળવા સમાન બીજી કોઈ મુખ્ય ઇહા એટલે ઇચ્છા મનમાં રાખતા નથી. “મુમુક્ષુને અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં.” -શ્રીમદ્ રાજચંદ્ર ૧૬ાા બહુ નીચ યોનિમાં ભમી, તે જીવ મરીચિનો હવે થઈ રાજગૃહીમાં વિપ્ર સ્થાવર ઘર્મ કુળનો સાચવે, મિથ્યાત્વના સંસ્કારથી ભણી વેદ ત્રિદંડી થયો, તપ કાય-ફ્લેશાદિ તપી તે પાંચમે સ્વર્ગે ગયો. ૧૭ અર્થ - હવે મરીચિનો જીવ ઘણી નીચ યોનિઓમાં ભમીને રાજગૃહી નગરમાં સ્થાવર નામનો બ્રાહ્મણ થઈ પોતાના કુળથર્મને સાચવવા લાગ્યો. મિથ્યાત્વના સંસ્કારથી વેદ ભણીને ફરી ત્રિદંડી થયો. કાયક્લેશાદિ તપ તપી પાંચમા બ્રહ્મદેવલોકમાં તે સાત સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો. ૧ણા પછી રાજગૃહીમાં ૧૨વિશ્વનંદી પાટવી કુંવર થતાં, તેના પિતાએ એક દિન નભ-અભ્ર નષ્ટ થતાં દીઠાં; વૈરાગ્યવેગે રાજ્ય સોંપી ભાઈને, દીક્ષા લીઘી, યુવરાજપદ પર વિશ્વનંદીએ સ્વબળ-વૃદ્ધિ કીથી. ૧૮ અર્થ :- હવે દેવલોકથી આવી રાજગૃહી નગરમાં વિશ્વભૂતિ રાજાનો વિશ્વનંદી નામનો પાટવી Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ કુંવર થયો. એક દિન આકાશમાં શરદઋતુના વાદળાને નષ્ટ થતા જોઈ રાજાને અત્યંત વૈરાગ્ય થયો. તેથી તુરંત પોતાના ભાઈને રાજ્ય સોંપી પોતે દીક્ષા લીધી. યુવરાજ પદ ઉપર વિશ્વનંદીએ રહી પોતાના બળથી રાજ્યની વૃદ્ધિ કરી. ૧૮. વિશાખભૂતિ નામ નૃપનું, પુત્ર સ્વચ્છેદી અતિ, યુવરાજબાગ- વિલાસ દેખી કરી પિતાને વિનતિ; કે મોહવશ નૃપ મોકલે યુવરાજને અરિ જીતવા, પાછળ સમાચારો મળ્યા એ બાગ-વંચક અવનવા. ૧૯ અર્થ - વિશ્વનંદીના કાકા વિશાખભૂતિ હાલમાં જે રાજા છે, તેનો પુત્ર વિશાખનંદી, તે અત્યંત સ્વચ્છંદી હતો. યુવરાજ વિશ્વનંદીને મનોહર નામના બાગમાં વિલાસ કરતો જોઈ પોતાના પિતા જે હાલમાં રાજા છે તેમને વિનંતી કરી કે એ બાગ મને આપો; નહીં તો હું દેશ છોડી ચાલ્યો જઈશ. તે સાંભળી રાજાએ મોહવશ યુવરાજ વિશ્વનંદીને બહાનું કરી શત્રુઓને જીતવા મોકલ્યો. પાછળ વિશ્વનંદીને સમાચારો મળ્યા કે તમારો બગીચો લેવા માટે અવનવા ઠગવાના ઉપાયો કરી તેમને બહાર મોકલ્યા છે. ૧૯ાા યુવરાજ કોશભર્યો ફર્યો પાછો, ગયો નિજ બાગમાં, નૃપસુંત સંતાતો ફરે તેને લીઘો ત્યાં લાગમાં; જ્યાં સ્તંભ પથ્થરનો હતો, તેની પૂંઠે સંતાયેલો જાણી, મેંઠીથી સ્તંભ તોડ્યો, દેખી અરિ ગભરાયેલો. ૨૦ અર્થ - યુવરાજ ક્રોધથી પાછો ફર્યો અને પોતાના ઉદ્યાનમાં ગયો. ત્યાં તેને આવેલો જાણી રાજાનો પુત્ર વિશાખનંદી દોડીને સંતાતો ફરે છે. તેને લાગમાં લીધો. ત્યારે એક પથ્થરના થાંભલા પાછળ તે સંતાઈ ગયો. તે જાણીને વિશ્વનંદીએ પોતાની મુઠી મારી તે થાંભલાને પણ તોડી નાખ્યો. તે જોઈ વિશાખનંદી ખૂબ ગભરાઈ ગયો કે કદાચ મને પણ મારી નાખશે. ૨૦ગા. ધિક્કાર વિષયો પર છૂટ્યો યુવરાજને વૈરાગ્યથી, તેથી તજીને રાજસુખ, દીક્ષા ગ્રહે એ ભગવતી; વિશાખભૂતિ પણ હવે પસ્તાય પાપી કામથી, ઝટ જૈન દીક્ષા તે ગ્રહે સંસારતાપ વિરામતી. ૨૧ અર્થ - હવે વિશાખનંદીને ગભરાયેલો જોઈ વિશ્વનંદીને વિષયો ઉપર ખૂબ ધિક્કાર છૂટ્યો કે અહો વિષયો કેવા છે કે જેના માટે જીવો મરણમાં પણ સપડાઈ જાય છે; એમ વિચારી રાજ્યસુખ તજી દઈ વિશ્વનંદીએ ભગવતી દીક્ષાને ગ્રહણ કરી. તે જોઈ કાકા વિશાખાભૂતિને પણ પુત્રને મોહવશ કરેલ પાપી કામથી પસ્તાવો થયો. અને તેના પ્રાયશ્ચિત્તમાં પોતે પણ સંસારતાપથી વિરામ પમાડનારી એવી જૈન દીક્ષાને શીધ્ર ગ્રહણ કરી. If૨૧ાા નૃપપુત્ર વ્યસની નીકળ્યો, રે! જાય વેશ્યામંદિરે, નિજ રાજ્ય સર્વ ગુમાવીને નીચ નોકરી નૃપની કરે; તે એક દિન બેઠો હતો મથુરા વિષે વેશ્યાવરે, ત્યાં ઓળખ્યા મુનિ વિશ્વનંદી, ઘોર તપ જે આદરે. ૨૨ Page #96 -------------------------------------------------------------------------- ________________ (૯) મહાવીર દેવ ભાગ-૧ અર્થ - રાજા વિશાખભૂતિ તેમજ યુવરાજ વિશ્વનંદીએ દીક્ષા લીધી. તેથી હવે રાજ્ય વિશાખનંદીના હાથમાં આવ્યું. પણ આ રાજાનો પુત્ર વ્યસની નીકળ્યો. તે પોતાનું સર્વ રાજ્ય ખોઈ નાખી કોઈ રાજાનો દૂત બનીને મથુરા નગરીમાં આવેલો હતો. ત્યાં એક વેશ્યાના મકાનમાં છત ઉપર બેઠો હતો. તે વખતે મુનિ વિશ્વનંદી ઘોર તપ કરતા હતા, તેમને ત્યાં થઈને જતા જોયા અને ઓળખ્યા. રરા સૂકું શરીર મડદા સમું શક્તિ વિનાનું લઈ ફરે, ગોવત્સના ઘક્કા વડે પડતા દીઠા રસ્તા પરે; તે દુષ્ટ હાંસીમાં કહેઃ “બળ સ્તંભ-તોડ, બતાવ રે! એ ક્યાં ગયું બળ આકરું? દુર્બળ દીસે તન સાવ રે.” ૨૩ અર્થ - વિશ્વનંદી તપશ્ચર્યાને કારણે સૂકું થઈ ગયેલ શરીરને મડદા સમ શક્તિ વગરનું લઈને ફરે છે. ગાયના વાછરડાના ઘક્કા માત્રથી રસ્તા પર પડતા તેમને જોઈ દુષ્ટ એવો વિશાખનંદી હાંસીમાં બોલી ઊઠ્યો કે હવે તારું થાંભલા તોડ આકરું બળ ક્યાં ગયું? બતાવ. હવે તો તારું શરીર સાવ દુર્બળ થઈ ગયું જણાય છે. રા . મુનિ માનવશ ક્રોધે ભરાયા લાલ નેત્રે ઉચ્ચરે : હાંસીતણું ફળ ચાખશે મુજ તપબળે તું આખરે.” સર્વસ્વ તારું હું હરું” એવું નિદાન કરી મરે. નિદાન સંતો નિંદતા, દે દુર્ગતિ, તપ સૌ હરે. ૨૪ અર્થ :- મુનિ વિશ્વનંદી પણ માનવશ ક્રોધે ભરાઈ લાલ નેત્ર કરીને કહેવા લાગ્યા કે “અરે મારી હાંસી કરવાનું ફળ તું મારા તપબળે આખરે ચાખીશ.’ ‘તારું સર્વસ્વ હું હરણ કરનાર થાઉં.' એવું નિદાન મનમાં કરીને આયુષ્યપૂર્ણ થયે સ્વર્ગે ગયા. માટે સંતપુરુષો નિદાન કરવાના ભાવને નિંદે છે કે જે કાલાન્તરે પણ દુર્ગતિના ફળનું કારણ થાય છે. તેમજ કરેલ સર્વ તપને નષ્ટ કરનાર નિવડે છે. ૨૪ તે દેહ તર્જીને દેવલોકેશ૩ દેવરૂપે વિલસે; વિશાખભૂતિ પણ તે જ સ્વર્ગે શુદ્ધ તપબળથી વસે. વિશાખભૈતિનો જીવ પોદનપુરમાં પછી અવતરે નરપતિ ઘરે, બળરામપદ સહ વિજય નામે ઊછરે. ૨૫ અર્થ - ત્યાંથી વિશ્વનંદી મુનિ દેહ છોડી મહાશુક્ર નામના સાતમા દેવલોકમાં ૧૬ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા. વિશાખભૂતિ પણ તે જ દેવલોકમાં શુદ્ધ તપના બળથી આવીને વસ્યો. દેવલોકમાંથી ચ્યવીને વિશાખભૂતિનો જીવ પોદનપુરમાં રાજાને ઘેર અવતર્યો. ત્યાં તેમનું નામ વિજય રાખવામાં આવ્યું તથા બળરામપદને ઘારણ કર્યું. રપાા જીંવ વિશ્વનંદીનો થયો લઘુભાઈ વિજયનો હવે, ત્યાં પ્રથમ હરિરૂપે સુખો *ત્રિપૃષ્ટ નામે ભોગવે; કરનાર મુનિની મશ્કરી તે દુષ્ટ દુઃખે બહુ ભમી, અતિ પુણ્યયોગ વડે થયો વિદ્યાઘરેશ પરાક્રમી. ૨૬ અર્થ - વિશ્વનંદીનો જીવ પણ દેવલોકમાંથી આવી હવે વિજયનો નાનો ભાઈ થયો. ત્યાં પ્રથમ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ત્રિપૃષ્ટ નામના હરિ એટલે નારાયણ (વાસુદેવ) બની સુખ ભોગવવા લાગ્યો. મુનિની મશ્કરી કરનાર દુષ્ટ એવો વિશાખનંદીનો જીવ ચારગતિમાં બહુ દુઃખ ભોગવી ઘણો ભમીને અતિ પુણ્યના યોગે હવે પરાક્રમી એવો વિદ્યાથરેશ એટલે વિદ્યાઘરોનો રાજા થયો. જેનું નામ અશ્વગ્રીવ પાડ્યું. ૨૬ાા. એ અશ્વગ્રીવ ત્રણ ખંડ જીતી અર્થચક્રી-પદ ઘરે, અલકાપુરીમાં ચક્રરત્ન સહિત સુખ માણ્યા કરે. ત્રિપૃષ્ટ વિદ્યાઘર-સુતા પરણ્યો, સુણી ક્રોધે ભર્યો આ અશ્વગ્રવ જે અર્થચક્રી, યુદ્ધ કરવા સંચર્યો. ૨૭ અર્થ - એ અશ્વગ્રીવ ત્રણ ખંડ જીતીને અર્ધચક્રીપદ એટલે ત્રણ ખંડનો અધિપતિ બની પ્રતિ વાસુદેવની પદવીને ઘારણ કરી અલકાપુરીમાં ચક્રરત્ન સહિત સુખ ભોગવવા લાગ્યો. ત્યાં ત્રિપૃષ્ટ વાસુદેવ વિદ્યાઘરની પુત્રીને પરણ્યો. તે સાંભળી આ અર્ધચક્રી અશ્વગ્રીવ ક્રોધે ભરાયો અને ત્રિપૃષ્ટ વાસુદેવ સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યો. ૨ા હારી ગયો ત્રિપૃષ્ટથી ત્યાં ચક્ર હણવા ફેંકિયું, ત્રિપુષ્ટની જમણી ભુજા પર શાંત થઈ વિરાજિયું. એ અશ્વગ્રીવ તે ચક્રથી મરી સાતમી નરકે પડે, ક્યાં અર્ધચક્રીસુખ ને ક્યાં કષ્ટસાગરમાં રડે! ૨૮ અર્થ - ત્યાં યુદ્ધમાં ત્રિપૃષ્ટ વાસુદેવથી હારી ગયો જાણી, તેને હણવા માટે ચક્રરત્ન ફેંક્યું. પણ તે ચક્રરત્ન ત્રિપૃષ્ટની જમણી ભુજા પર આવીને શાંત થઈ વિરાજમાન થઈ ગયું. હવે ત્રિપૃષ્ટ દ્વારા ફેંકેલ આ ચક્રરત્નથી અથગ્રીવ મરીને સાતમી નરકમાં જઈ પડ્યો. ક્યાં તો અર્ધચક્રીપણાનું સુખ અને ક્યાં નરકના દુઃખનો સમુદ્ર, કે જ્યાં માત્ર રડવા જેવું દુઃખ જ છે. ૨૮. તે ચક્રરને જતિયા ત્રણ ખંડ ત્રિપુષ્ટ પછી. લે સર્વની તે શ્રેષ્ઠ વસ્તુ ભોગવે એ નૃપતિ. છે રાણી સોળ હજાર, તેવી સર્વ સામગ્રી અતિ, પણ ભોગમમતા પાપનાં મૅળ આપતાં ખોટી ગતિ. ૨૯ અર્થ :- તે ચક્રરત્ન વડે નારાયણે ત્રણ ખંડ જીત્યા. તથા સર્વની શ્રેષ્ઠ વસ્તુને લઈ ભોગવવા લાગ્યો. સોળ હજાર રાણીઓ તથા તેવી સર્વ અત્યંત સામગ્રીને પણ પામેલ છે છતાં ભોગમાં રહેલી મમતા કે જે પાપના મૂળરૂપ છે, તે નહીં જવાથી ત્રિપૃષ્ટ નારાયણ ખોટી ગતિને પામ્યા. રિલા સદ્ઘર્મને ભૂલી પરિગ્રપાપમાં મરતાં લગી, ત્રિપૃષ્ટ વાસુદેવ વસિયો તર્જી દયાને મૂલગી; મરી" સાતમી નરકે ગયો, ત્રાસી અરે! પસ્તાય ત્યાં : “માર્યા ઘણા જીવો, અરે! નરભવ ગયો અન્યાયમાં. ૩૦ અર્થ - સઘર્મ એટલે આત્મધર્મને ભૂલી, મરતા લગી પરિગ્રહના પાપમાં દયાને સમૂળગી છોડી દઈ ત્રિવૃષ્ટ વાસુદેવ તલ્લીન થઈ રહ્યો, તેના પરિણામે મરીને સાતમી નરકે ગયો. ત્યાં દુઃખથી ત્રાસી પસ્તાય છે કે અરે! મેં વાસુદેવના ભવમાં ઘણા જીવોને માર્યો. મારો નરભવ અન્યાય કરવામાં જ ચાલ્યો Page #98 -------------------------------------------------------------------------- ________________ (૯) મહાવીર દેવ ભાગ-૧ ૮ ગયો. હવે હું અહિં શું કરું? It૩૦ાા દુર્બદ્ધિવશ પાપો કરી રે! ઘનતણા ઢગલા કર્યા, ખાઘા અખાદ્ય પદાર્થ મેં, આચાર ભૂંડા આચર્યા રે! પરમ ઘર્મ ઘર્યો નહીં, વ્રતનિયમો વિસારીયા, શીલ, દાન, તપ ભાવો ક્ષમાદિ નરભવે ના ઘારિયા. ૩૧ અર્થ :- કુબુદ્ધિવશ પાપો કરી મેં ઘનના ઢગલા કર્યા. મેં નહીં ખાવા યોગ્ય અખાદ્ય પદાર્થ ખાધા. ભૂંડા આચાર સેવ્યા. રે! મેં અહિંસા પરમ ઘર્મને ઘારણ કર્યો નહીં. વળી વ્રત નિયમોને વિસારી દીધા. દાન, શીલ, તપ, ભાવ કે ક્ષમા, આર્જવ, માર્દવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન અને બ્રહ્મચર્ય જેવા ઉત્તમ દશવિઘ ઘમને મેં નરભવમાં પણ ઘારણ કર્યા નહીં. ૩૧ાા હા!હા! પડ્યો દુખસાગરે, કોનું શરણ શોધું હવે? હું ક્યાં જઉં? કોને પૂંછું? રે! કોણ મુજને સાચવે ? ત્યાં તો પકડતા નારકી બીજા ભયંકર ક્રોર્થી ,' અંગો ચીરે ને નેત્ર કાઢે, છેદ છેદી રાંથી દે. ૩૨ અર્થ – હા! હા! હવે આ નરકના દુઃખ સમુદ્રમાં પડ્યો હું કોનું શરણ શોધું? હું ક્યાં જઉં? કોને પૂછું? હવે મને કોણ સાચવે? તેટલામાં તો બીજા ભયંકર ક્રોથી નારકી જીવોએ તેને પકડી લઈ તેના અંગોપાંગ ચીરી, નેત્ર કાઢી, છેદી છેદીને રાંઘવા લાગ્યા. ૩રા પાછું શરીર આખું થતા તે વન વિષે દોડી ગયો, ત્યાં સિંહરૂપી નારકીના નખ-મુખે દુઃખી થયો; રે! નરકભૈમિની વેદના વઘુ વીંછી ડંખ હજારથી, ખાવાપીવાનું ના મળે, દુખી તરસ ભૂખ અપારથી. ૩૩ અર્થ - છેદેલું શરીર પાછું આખું થઈ જતાં ત્યાંથી તે વન વિષે દોડી ગયો. ત્યાં સિંહનું રૂપ ઘારણ કરીને રહેલ નારકીના નખ અને મુખથી છેદાતા ત્યાં પણ દુઃખી થયો. અરે! નરકભૂમિની વેદના તો હજાર વીંછીના ડંખથી પણ વિશેષ છે. જ્યા ખાવા પીવાનું મળતું નથી, તેથી ભૂખ અને તરસથી પણ જીવ ત્યાં અપાર દુઃખી છે. ૩૩ વાણી અગોચર દુઃખ ભારે; ટાઢ કેમ ખમાય ત્યાં લોખંડનો મેરું મૂક્યું શતખંડ શીતથી થાય જ્યાં? મન-વચન-ત્તનથી, પર થકી ને ક્ષેત્રથી દુખ થાય જ્યાં દિનરાત દુઃખો ભોગવે, નહિ આંખ પણ મીંચાય ત્યાં!૩૪ અર્થ - નરકભૂમિના ભારે દુઃખો તે વાણીથી અગોચર છે, વાણી દ્વારા કહી શકાય એમ નથી. ત્યાંની ટાઢ કેમ ખમાય કે જ્યાં મેરુ પર્વત જેટલો લોખંડનો ગોલો મૂકીએ તો ત્યાંની પૃથ્વીને અડતા પહેલાં ઠંડીના કારણે તેના સો ટુકડા થઈ જાય. પોતાના જ મન, વચન, કાયાથી કે પર જીવો વડે કે નરકના ક્ષેત્રથી જ્યાં દિનરાત દુઃખો જ ભોગવે છે. એવી નરકમાં આંખ પણ મીંચાતી નથી. [૩૪] Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ત્રિપુટના વિયોગથી બળભદ્ર વૈરાગી બને, મુનિપદ ઘરી તપ-ધ્યાનથી તે સર્વ કર્મોને હણે; તે મોક્ષપદવી પામિયા, જ્યાં જ્ઞાન–વીર્ય-અનંતતા બાઘારહિત ત્રિકાળ ત્યાં છે આત્મ-પરમાનંદતા. ૩૫ અર્થ - ત્રિપૃષ્ટ વાસુદેવનું મરણ થવાથી વિયોગ દુઃખે બળભદ્ર વૈરાગ્ય પામી મુનિવૃત ઘારણ કરી તપ અને ધ્યાનથી સર્વ કર્મોને હણી મોક્ષપદવીને પામ્યા, કે જ્યાં જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યની અનંતતા છે. તથા જ્યાં બાઘા પીડારહિત ત્રણે કાળ આત્માની પરમાનંદતા જ છે. [૩પ બે ભાઈમાં ગતિભેદ પાડે કર્મશત્રુ જો, અરે! અગણિત વર્ષો નરક-દુઃખે જાય, રીબી, આખરે વનિસિંહ ગિરિ ઉપરે તે સિંહ રૂપે અવતરે, હિંસાદિ પાપે સિંહ મરી, ફર નરકખાડે૧૭ ઊતરે. ૩૬ અર્થ - બળદેવ અને વાસુદેવ એ બે ભાઈઓમાં ગતિભેદ પાડનાર ખરેખર કર્મ શત્રુ છે. બળદેવ સ્વર્ગે ગયા અને ત્રિપૃષ્ટ વાસુદેવ અગણિત વર્ષો સુધી સાતમી નરકના દુઃખો ભોગવી રીબાઈને, આખરે આયુષ્ય પૂર્ણ થતાં–જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ગંગાનદીના તટ પાસેના વનિસિંહ નામના પર્વત ઉપર સિંહરૂપે અવતર્યો. ત્યાં પણ હિંસાદિ તીવ્ર પાપો કરી મરીને પાછો પહેલી રત્નપ્રભા નામની નરકમાં જઈ પડ્યો. ત્યાં એક સાગરોપમ સુથી ભયંકર દુઃખો ભોગવ્યા. /૩૬ાાં ત્યાંથી ફેંટી આ ભરતના હિમવાન પર્વત ઉપરે, તે સિંહ બની વિકરાળ રૂપે કુરતા કરતો ફરે. મૃગ મારીને ખાતો હતો, ચારણ મુનિ ત્યાં આવિયા, આકાશથી ઊતરી મુનિ પથ્થર ઉપર બિરાજિયા. ૩૭ અર્થ - તે પહેલી નરકમાંથી નિકળી આજ જંબુદ્વીપની પૂર્વ દિશામાં આવેલ ભરતક્ષેત્રના હિમવાન પર્વત ઉપર ફરી સિંહ બની વિકરાળરૂપે ક્રૂરતા કરતો ફરે છે. તે એકવાર હરણને મારી ખાતો હતો. ત્યાં આકાશમાર્ગે જતાં પરમદયાળ એવા ચારણમુનિ ત્યાં આવ્યા. તે મુનિ આકાશથી ઊતરી પત્થર પર બિરાજમાન થયા. ૩શા. શ્રી તીર્થપતિ શ્રીઘર કને વિદેહમાં મુનિએ સુણી હતી વાત કે હિમવાન પર વસનાર સિંહ મહાગુણી; તે તે જ ભરતે તીર્થપતિ ચોવીસમા, દશમે ભવે, નામે મહાર્વર અવતરી બહુ તારશે જીવો હવે. ૩૮ અર્થ :- શ્રી તીર્થકર શ્રીઘર જિન પાસે મહાવિદેહક્ષેત્રમાં આ મુનિએ વાત સાંભળી હતી કે હિમવાન પર્વત ઉપર વસનાર સિંહ મહાગુણવાન જીવ છે.તે તેજ ભરત ક્ષેત્રમાં આજથી દશમા ભવે ચોવીસમા તીર્થંકર મહાવીર નામે અવતરીને ઘણા જીવોને તારશે. ૩૮. તેથી સ્મૃતિ ભવ પૂર્વની આપવા મુનિ બોલતાઃ “હે!ભવ્ય મૃગપતિ, શબ્દ સુણ, તુજ હિતપડદા ખોલતા, Page #100 -------------------------------------------------------------------------- ________________ (૯) મહાવીર દેવ ભાગ-૧ ૮ ૩ ત્રિપૃષ્ટ નારાયણ થઈ ઇન્દ્રિય સુખ તેં આદર્યો, ત્રણ ખંડનો સ્વામી છતાં ના ઘર્મકાર્યો તેં કર્યાં. ૩૯ અર્થ - તેથી તે સિંહને પૂર્વભવની વાત અને આગલા ભવની સ્મૃતિ આપવા મુનિ બોલ્યા કે હે ભવ્ય મૃગરાજ! હું કહું તે સાંભળ તે તારા હિતમાં છે અને તારા કર્મરૂપી પડદાને દૂર કરનાર છે. પૂર્વભવમાં તું ત્રિપૃષ્ટ નારાયણ થઈ ઇન્દ્રિયના સુખોમાં તન્મય રહ્યો. ત્યાં ત્રણ ખંડનો સ્વામી હોવા છતાં તેં ઘર્મના કાર્યો કર્યા નહીં. ૩૯ વિષયાંઘ રહી, પાપો કરી, મરી સાતમી નરકે ગયો, ત્યાં નારકી જીવો વડે અતિ ઘોર પીડા પામિયો, ત્યાં તું શરણ બહુ શોઘતો પણ કોઈ રક્ષક ના જડ્યો, ત્યાંથી મરીને સિંહ બન હિંસાથી ફરી નરકે પડ્યો. ૪૦ અર્થ :- પાંચ ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત રહી, પાપો કરીને મરી તું સાતમી નરકે ગયો. ત્યાં નારકી જીવો વડે અતિ ઘોર પીડાને પામ્યો. ત્યાં તું શરણ બહુ શોઘતો હતો પણ કોઈ તારી રક્ષા કરનાર જડ્યો નહીં. ત્યાંથી મરીને સિંહ બની હિંસા કરીને મરી ફરી તું નરકગતિમાં ગયો. ૪૦ના તે ત્રાસદાયક સ્થાનથી હૂંટ સિંહ ભવ આ પામિયો, તોયે અરે! ક્રૂરતા તજે ના, નરક દુઃખો ભૂંલી ગયો? જો શીધ્ર ક્રૂરતા તું તજી સલ્લેખના વ્રત આદરે, તો પાપ-કારણ-વારણે શુભ દેવગતિ હજીંયે વરે.”૪૧ અર્થ - તે ત્રાસદાયક નરકના સ્થાનથી છૂટીને હવે તું ફરીથી સિંહનો ભવ પામ્યો છું. તોયે અરે ! આશ્ચર્ય છે કે હજુ તું ક્રૂરતાને છોડતો નથી. તો શું તું નરકના દુઃખોને ભૂલી ગયો. જો શીધ્ર તું ક્રૂરતાને તજી દઈ સલ્લેખના વ્રતને આદરે તો પાપના કારણે વારવાથી એટલે નિવારવાથી હજી પણ તું શુભ દેવગતિને પામી શકે છે. ૪૧ાા મુનિ-વચનથી જાતિસ્મરણ સુજ્ઞાન પામી જાગિયો, સંસારના દુઃખો વિચારી સર્વ અંગે કંપિયો; રે! આંખથી આંસું વહે પસ્તાય અતિશય પાપથી, હું સિંહભવમાં શું કરું?” એવું વિચારે આપથી. ૪૨ અર્થ - મુનિમહાત્માના વચનથી સિંહ જાતિસ્મરણજ્ઞાન પામવાથી જાગૃત થયો અને સંસારના સર્વ દુઃખોને વિચારી સર્વાગે કંપાયમાન થયો. આશ્ચર્ય છે કે જેના આંખમાંથી આંસુ વહે છે, પાપથી જે અતિશય પસ્તાય છે, તથા હવે હું આ સિંહ ભવમાં શું કરું? એમ પોતે પોતાના માટે વિચારે છે. In૪રા પ્રેમે મુનિ પાસે પઘાર્યા શાંત વૃત્તિ ઓળખી, ભવ પૂર્વના સૌ યાદ દે માંડી પુરૂરવ ભીલથી. ‘દશમે ભવે તું તીર્થપતિ બનનાર છે” એ સાંભળી ચેતાવવા હું આવિયો, તુજ પુણ્ય આવ્યા ઊછળી. ૪૩ અર્થ - સિંહની શાંતવૃત્તિ ઓળખીને મુનિ તેની પાસે પધાર્યા. પુરૂરવા ભીલથી માંડીને પૂર્વના Page #101 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સર્વ ભવોની તેને યાદી આપી તથા આગામી દશમે ભવે તું તીર્થપતિ એટલે તીર્થકર બનનાર છે એમ મહાવિદેહક્ષેત્રમાં તીર્થકર ભગવાન પાસે સાંભળીને હું તારા પુણ્યનો ઉછાળો આવવાથી તને ચેતવવા માટે અહીં આવ્યો છું. In૪૩ી. સાધુ અજિતજય હવે ઉપદેશ દે કરુણાકર : ભવ-હેતુ આ ચિરકાળનું મિથ્યાત્વ વમ તું આકરું. તું આત્મશુદ્ધિ-હેતુ આ સમ્યકત્વ ઘારણ જો કરે, તો તીર્થપતિપદ પામીને ગૈલોક્યની વિભૂંતિ વરે. ૪૪ અર્થ – હવે સાઘુ અજિતંજય કરુણા કરીને ઉપદેશ આપે છે કે “સંસારના હેતુભૂત અનાદિકાળથી ચાલ્યું આવતું આકરું આ મિથ્યાત્વ એટલે વિપરીત શ્રદ્ધાન તેને તું વમી નાખ. અને આત્માની શુદ્ધિ માટે જો તું સમ્યત્વને ઘારણ કરે તો તું તીર્થપતિ પદ પામીને ત્રણ લોકની વિભૂતિનો સ્વામી થઈશ. //૪જા સાઘક નહીં સૌ હિતનો સમ્યકત્વ સમ સદ્ઘર્મ કો; મિથ્યાત્વ સમ નહિ પાપ બીજું, કોષ સર્વ અનર્થનો.” સમ્યકત્વ સહ વ્રત બાર ને સંન્યાસ પણ તે આદરે, માંસાદિ હિંસાહેતુ તજતાં મરણનો ડર ના ઘરે. ૪૫ અર્થ – સમ્યક્દર્શન સમાન આત્માનું હિત કરનાર એવું સદ્ઘર્મનું બીજું કોઈ સાધન નથી. તેમજ સર્વ અનર્થનો કોષ એટલે ભંડાર એવા મિથ્યાત્વ સમાન બીજું કોઈ પાપ નથી. મુનિ ઉપદેશ સાંભળી સિંહ સમ્યકત્વ સાથે બાર વ્રતને અંગીકાર કરે છે તથા ભાવથી સંન્યાસ લઈ અનશન પણ લઈ લે છે. માંસાદિને હિંસાના કારણો જાણી તેને છોડી દેતાં મરણનો ડર પણ રાખતો નથી. II૪પા મુનિમુખ થકી સર્ઘર્મપ અમૃતરસ ઝરતો પીને, વિશુદ્ધ મનથી સિંહ મુનિને પરિક્રમા ત્રણ આપીને, મસ્તક નમાવી વ્રત વિચારી સંયમી ભાવે રહ્યો; ચિત્રલ સિંહ સમાન દીસે, બોઘમાં તન્મય થયો. ૪૬ અર્થ - મુનિના મુખકમળથી ઝરતો સદ્ઘર્મરૂપ અમૃતરસ પીને વિશુદ્ધ મનથી સિંહ, મુનિને પરિક્રમા એટલે પ્રદક્ષિણા ત્રણ આપી, મસ્તક નમાવી, વ્રતની ભાવના કરીને સંયમભાવે બોઘમાં એવો તન્મય થઈ ગયો કે જાણે ચિત્રમાં ચિત્રલ સિંહ ન હોય તેવો દેખાવા લાગ્યો. ૪૬ાા સુસમાધિ સહ તે સિંહ મરીને સિંહકેતું સુર૯ થયો, ને તીર્થપતિ આદિ તણા ઉપદેશ સુણવા પણ ગયો; યાત્રા પૂંજાદિ ભક્તિ સહ સુખ સ્વર્ગનાં પૂરા કરી તે ઘાતકી ખંડે વિદેહે રાજપુત્ર થયો મરી. ૪૭ અર્થ – સમ્યક સમાધિ સાથે મરણ કરીને તે સિંહ, સિંહકેતુ નામનો સૌઘર્મ દેવલોકમાં બે સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો. ત્યાંથી તીર્થકર ભગવાન આદિના ઉપદેશને સાંભળવા પણ ગયો. તીર્થોની યાત્રા, પૂજાઓ, ભક્તિભાવસહ કરતો સ્વર્ગમાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરી, આયુષ્ય પૂરું થયે Page #102 -------------------------------------------------------------------------- ________________ (૯) મહાવીર દેવ ભાગ-૧ મરીને ઘાતકી ખંડના મહાવિદેહ ક્ષેત્રમાં કનકપુંખ નામના વિદ્યાઘર રાજાના પુત્રણે ઉત્પન્ન થયો. ।।૪૭।। ઘી નામ ૨૦કનકોજ્વલ સુશાસ્ત્રો ભી સુમેરુ ગિરિ ગયો; ત્યાં મુનિ અવધિજ્ઞાનીનો તેને સમાગમ શુભ થયો. તે ઘર્મની પ્રાપ્તિ થવા વંદન કરીને પૂછતો ઃ— “મુનિરાજ, ધર્મસ્વરૂપ શું, જીવ જેથી મોક્ષે હોંચતો?'' ૪૮ અર્થ :— તેનું નામ કનકોજ્જવલ રાખવામાં આવ્યું. તે સત્શાસ્ત્રો ભણ્યો. એકવાર તે સુમેરુ પર્વત પર ગયો હતો ત્યાં પુણ્યયોગે અવધિજ્ઞાની મુનિનો પવિત્ર સમાગમ થયો. ત્યાં ધર્મની પ્રાપ્તિ થવા અર્થે વંદન કરી મુનિને પૂછવા લાગ્યો કે હે મુનિરાજ ! ઘર્મનું સ્વરૂપ શું? કે જેથી જીવ મોક્ષને પામે છે. ।।૪૮।। હિતકારી વાણી જ્ઞાની મુનિ કરુણા કરીને ઉચ્ચરે : “સુણ બુદ્ધિમાન, સુધર્મ તે છે તૃણ સમા જે રંક તે આ લોકમાં પણ સંપદા જે ભવ-જળેથી ઉત્તરે, ત્રિલોકપતિ તેથી બને, પામી પ્રસારે કીર્તિને. ૪૯ ૮૫ અર્થ ઃ— જ્ઞાનીમુનિ પણ કરુણા કરીને આત્માને હિતકારી એવી વાણી કહેવા લાગ્યા કે હે બુદ્ધિમાન! = સાંભળ. સાચો ધર્મ તે છે કે જે સંસારરૂપી જળમાં ડૂબતા પ્રાણીનો ઉદ્ઘાર કરે, અથવા તૃણ સમાન રંક જીવો પણ તે ધર્મના પ્રભાવથી ત્રણે લોકના અધિપતિ બની જાય, તેમજ આ લોકમાં પણ ભૌતિક એવં આત્મિક સંપત્તિ પામીને પોતાની કીર્તિને જગતમાં પ્રસરાવે છે. એવો એ ધર્મનો મહિમા છે. ૫૪૯।। ઉત્તમ પદો જગનાં બધાં સુધર્મ પાળ્યાનાં ફળો, તે ઘર્મ કેવીએ અહિંસામય કહ્યો છે નિર્મળો; યતિધર્મ મોક્ષ-ઉપાયરૂપ સર્વાંગ યૌવનમાં ઘરો, ને ક્રોથ-કામાદિ અરિ નિર્મૂળ તપ-શસ્ત્ર કરો.’” ૫૦ અર્થ ઃ— જગતમાં જે જે જિનેન્દ્ર, ઇન્દ્ર, ચન્દ્ર, નાગેન્દ્ર કે નરેન્દ્ર વગેરેની ઉત્તમ પદવીઓ છે તે બઘા સદ્ઘર્મ પાળ્યાનાં જ ફળો છે. તે ધર્મ શ્રી કેવળી ભગવંતે નિર્મળ એવો અહિંસામય કહ્યો છે. શીઘ્ર મોક્ષપ્રાપ્તિના ઉપાયરૂપ યતિધર્મ એટલે ક્ષમા આદિ દસ લક્ષણરૂપ મુનિધર્મ ભગવાને ભાખ્યો છે. તે સર્વાંગપણે એટલે સંપૂર્ણપણે યૌવન અવસ્થામાં ઘારણ કરવા યોગ્ય છે. તથા તપરૂપ શસ્ત્ર વડે ક્રોઘ કામાદિ શત્રુઓને જડમૂળથી નષ્ટ કરવા યોગ્ય છે. પગા સુણીવાણી એ ગુણખાર્ડી વિદ્યાધર વિચારે છે : “અરે! મૃત્યુ ફરે માથા પરે, બહુ બાળને પણ તે હરે! જે ઘર્મ ભૂલે તે બઘા કરી પાપ મૃત્યુમુખ પૅરે” તğ સંગ સૌ દીક્ષા ઘરી; ઉલ્લાસ બહુ તેના ઉરે. ૫૧ અર્થ :– એવી મુનિ ભગવંતની ગુણની ખાણરૂપ વાણી સાંભળીને વિદ્યાધર કનકોજ્જવલ રાજા વિચારવા લાગ્યો કે અરે! આ મૃત્યુ તો માથા ઉપર જ ફરે છે. તે તો ઘણા બાળકોને પણ હરી લે છે. જે ધર્મને ભૂલે છે, તે બધા પાપના પોટલાં બાંધીને મૃત્યુના મુખમાં પેસી દુર્ગતિને સાથે છે. એમ વિચારી સર્વ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સંગનો ત્યાગ કરી રાજાએ હૃદયમાં ઉત્સાહ સહિત દીક્ષા ગ્રહણ કરી. /પલા અંતે તજીને દેહ-મમતા વર સમાધિ, તે મરી સુખ ભોગવે સુરલોકનાં પણ ઘર્મ જાય ન વીસરી, શુભ ભાવના બહુ ચિંતવે, સમકિત-બળ ચિત્તે ઘરે, ત્યાંથી ચ્યવીર હરિષેણ નૃપરૂપે અયોધ્યા અવતરે. પર અર્થ:- અંતમાં દેહની મમતાને છોડી દઈ સમાધિમરણને સાથી સાતમા દેવલોકમાં તેર સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો. ત્યાં દેવલોકના સુખ ભોગવે છે છતાં ઘર્મને કદી ભૂલતા નથી. ત્યાં રહ્યાં પણ શુભ ભાવનાઓનું ઘણું ચિંતવન કરે છે. તથા સમકિતના બળને ચિત્તમાં ધારણ કરીને રાખે છે. તેથી તે દેવલોકમાંથી ચ્યવી હરિષેણ રાજારૂપે હવે અયોધ્યા નગરીમાં અવતાર પામે છે. પરા. (૧૦) મહાવીર દેવ ભાગ ૨ (હરિગીત) યૌવન વયે હરિષણ રાજા રાજ્ય-પદ-સુખ વિલસે. સમ્યકત્વ સહ યમ બાર ઘરી, મુનિભાવમાં મન ઉલ્લશેઃ તે એક દિન વિચારતા વિવેકપૂર્વક શાંતિમાં કિ ને “હું કોણ છું? આ શરીર શું? ક્યાં સુધી ભમવું ભ્રાંતિમાં? ૧ અર્થ - યુવાવય પાયે હરિષેણ રાજા બની રાજ્ય પદના સુખ વિલાસને અનુભવવા લાગ્યા. સમકિત સાથે બાર યમ એટલે શ્રાવકના બાર વ્રતને ઘારણ કરીને મુનિ બનવાના ભાવથી તેમનું હૃદય ઉલ્લાસમાન રહેવા લાગ્યું. તે એક દિવસ શાંતિથી બેઠા વિવેકપૂર્વક વિચારવા લાગ્યા કે હું કોણ છું? આ શરીર શું છે? આ ભ્રાંતિમાં મારે ચાર ગતિમાં ક્યાં સુધી ભમ્યા કરવું? ૧ાા અવિનાશી સુખ શાથી મળે? તૃષ્ણા શમે શાથી હવે? કર્તવ્ય શું સંસારમાં? વળી અહિત શું શું સંભવે? આ મોહ ને વિષયો સમું નથી અહિતકર્તા કોઈએ, છે વિષયસુખ તો વિષ સમું, તપ આત્મહિતે જોઈએ. ૨ અર્થ :- જે સુખનો કદી નાશ નહી થાય એવું અવિનાશી સુખ શાથી પ્રાપ્ત થાય? હવે આ પરવસ્તુઓને મેળવવાની તૃષ્ણા શાથી શમે? આ સંસારમાં હું આવ્યો છું તો હવે મારે કરવા યોગ્ય શું હશે? વળી શું શું કરવાથી મારા આત્માનું અહિત થઈ શકે? એમ વિચારતાં લાગ્યું કે આ પરવસ્તુઓનો Page #104 -------------------------------------------------------------------------- ________________ (૧૦) મહાવીર દેવ ભાગ-૨ મોહ અને આ પાંચ ઇન્દ્રિયોના વિષય જેવું આ જગતમાં જીવનું અહિત કરનાર બીજું કોઈ નથી. વિષયસુખ તો વિષ સમાન છે, જેથી આત્માના કલ્યાણ માટે તો તપ જ તપવું જોઈએ. ારા હું શરીર-મમતાને તજી, ભજીં તે જ તપ, મુક્તિ વરું; આ રાજ્ય ત હું જ્ઞાન વૈરાગ્ય મુનિપદ આચરું.” એવું વિચારી, લીથી દીક્ષા કુંતસાગર મુનિ-કરે, ભણ, સિંહ સમ એકાકી વિચરી આકરાં તપ આચરે. ૩ અર્થ - હું હવે શરીરની મમતાને તજી દઈ ઇચ્છાઓને રોકવારૂપ તપને ભજી, મુક્તિરૂપી કન્યાને જ વરું. તેમ કરવા માટે પ્રથમ આ રાજ્યને તજી દઈ હું જ્ઞાન વૈરાગ્ય સહિત મુનિપદ ઘારણ કરીને સમ્ય પ્રકારે તેનું આચરણ કરું. એવું વિચારીને શ્રી શ્રુતસાગર મુનિના કરે એટલે હાથે દીક્ષા ગ્રહણ કરી. પછી શાસ્ત્રો ભણીને સિંહ સમાન નિર્ભય બની એકલા વિચરી આકરા તપ તપવા લાગ્યા. IIકા આરાઘનાઓ સેવ ચાર સમાધિમૃત્યુથી મરે, પછી દેવ૩ દશમા સ્વર્ગમાં થઈ આત્મહિત ના વીસરે; ત્યાંથી અવી પુંડરકિણી પુરમાં જનમ નૃપઘર ઘરે, પ્રિય મિત્ર નામ યથાર્થ ઘારે; પૂર્વ પુણ્ય સુખી કરે. ૪ અર્થ - સમ્યદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચારેય પ્રકારની આરાઘનાઓને સેવી સમાધિ સહિત મૃત્યુ પામીને મહાશુક્ર નામના દશમા સ્વર્ગમાં સોલ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા. ત્યાં પણ આત્મહિતને વિસરતાં નથી. દેવલોકમાંથી ચ્યવીને પુંડરીકિણી નગરમાં રાજાને ઘેર જન્મ પામ્યા. ત્યાં તેમનું નામ પ્રિયમિત્ર રાખવામાં આવ્યું. તે સર્વને પ્રિય થઈ પડ્યા માટે તે નામ યથાર્થ હતું. પૂર્વે બાંધેલું પુણ્ય હતું તે તેમને સુખનું કારણ થયું. [૪. તે રાજ્ય કરતાં રત્ન ચૌદે પામિયા, ચક્રી બની ષટુ ખંડ જીતી, ઇન્દ્ર સમ દેવાદિ-સેવા લે ઘણી. દિન એક દર્શન તે કરે જિનેશ ક્ષેમકંર તણાં, પૂજી પ્રભુને ભાવથી વચનો સુણે હિતનાં ઘણાં. ૫ અર્થ - હવે તે પ્રિય મિત્ર રાજા બની રાજ્ય કરતાં ચૌદ રત્નોને પામ્યા. ચૌદ રત્નનો પ્રભાવ નીચે પ્રમાણે છે :-ચૌદમાંના સાત રત્નો એકેન્દ્રિ (પૃથ્વીમય) રત્નો છે : (૧) ચક્રરત્ન - છ ખંડ સાધવાનો માર્ગ બતાવનાર છે. (૨) છત્ર રત્ન - બાર યોજન લાંબી અને નવ યોજન ચૌડી છાયા કરનાર છે. તડકો તથા ઠંડીથી બચાવનાર છે. (૩) દંડરન - રસ્તામાં સડક બનાવે છે. વેતાડની બન્ને ગુફાના દરવાજાને ઉઘાડે છે. (આ ત્રણ રત્ન ચાર ચાર હાથ લાંબા હોય છે.) (૪) ખડગ રત્ન - પચાસ આંગળ લાંબુ, સોળ આંગળ ચૌડું અને અર્થો આંગળ જાડું, અતિ તિક્ષ્ણ ઘારવાળું ખડુગ હજારો કોસ દૂર રહેલા શત્રુના શિરને કાપી લાવે છે. (આ ચાર રત્નો આયુધ્ય શાળામાં ઉત્પન્ન થાય છે.) (૫) મણિરત્ન- ચાર આંગળ લાંબુ, બે આંગળી ચૌડું એનાથી બાર યોજન સુઘી ચંદ્રમાની જેમ પ્રકાશ થાય છે. એ રત્ન હાથીના કાને બાંધવાથી વિધ્ર નાશ થાય છે. (૬) કાંગણી રત્ન - ચાર ચાર આંગળ ચારે Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮ ૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ બાજાથી હોય છે. આઠ સોનૈયા જેટલું વજન હોય છે. અંધકારથી વ્યાપ્ત એવી ગુફામાં એકેક યોજનના અંતરે ૪૯ મંડળ પાંચસો પાંચસો ઘનુષ્યના ગોળાકાર કરે છે. (અથવા થાય છે, તેથી ચક્રવર્તી જીવે ત્યાં સુધી ચંદ્રમાની સમાન પ્રકાશ રહે છે. (૭) ચર્મરત્ન - બે હાથ જેટલું લાંબુ હોય છે. અને ગંગા સિંધુ જેટલી મોટી નદીમાં ૧૨ યોજન લાંબી અને નવ યોજન ચૌડી નાવ સમાન થઈ જાય છે. એમાં સર્વ સૈન્ય બેસીને પાર થઈ જાય છે. (આ ત્રણ રત્ન લક્ષ્મી ભંડારમાં ઉત્પન્ન થાય છે.) સાત પંચેદ્રિ રત્નો નીચે પ્રમાણે હોય છે :(૧) સેનાપતિ રત્ન – વચલા બે ખંડ છોડી આસપાસના ચાર ખંડ સાથે, ગુફાના કમાડ ખોલે. (૨) ગાથાપતિ રત્ન – ચર્મ રત્ન પૃથ્વીના આકારમાં જ્યારે બની જાય ત્યાર પછી તેમાં પહેલાં પહોરમાં ચોવીસ પ્રકારના અનાજ (થાન) અને સર્વ પ્રકારના ફળફુલ, પત્તાભાજી, મેવા મસાલા વાવે, બીજા પહોરમાં સર્વ તૈયાર થઈ જાય. ત્રીજા પહોરમાં મીઠું તૈયાર કરે, ચોથા પહોરમાં સર્વને જમાડી દે. (૩) વર્ધકીરત્ન – ચક્રવર્તીનું જ્યાં પડાવ હોય ત્યાં એક મુહૂર્તમાં બાર યોજન લાંબુ નવ યોજન ચૌડું નગર વસાવે, ચક્રવર્તીને માટે બેંતાલીસ ભોમિયા મહેલ પૌષધશાળા યુક્ત બનાવે. (૪) પુરોહિતરત્ન – મુહૂર્ત બતાવે, સામુદ્રિક શુકન, સ્વપ્નનું ફળ બતાવે, શાંતિપાઠ ભણે (જપ કરે) આ ચાર રત્ન ચક્રવર્તીની નગરીમાં ઉત્પન્ન થાય છે; અને ચક્રવર્તી જેટલી જ ઊંચાઈ હોય છે. (૫) સ્ત્રીરત્ન- શ્રીદેવી. વેતાઠ્ય પર્વતના ઉત્તર દિશાની વિદ્યાઘરની શ્રેણિમાં રાજકન્યા થાય છે. ચક્રવર્તીની ઊંચાઈ કરતા ચાર આંગળ ઓછી હોય છે. મહાદિવ્ય રૂપવંત, સદા કુમારિકાની જેમ યૌવનવંતી રહે છે. પુત્ર થાય નહીં. (૬) અથરત્ન – એકસો આઠ આંગળ પૂંછડાંથી મુખ સુધી લાંબો અને પગની ખરીથી તે કાન સુઘી એંસી આંગળ ઊંચો ઘોડો, ક્ષણ માત્રમાં ઇચ્છિત સ્થાને પહોંચાડે, સંગ્રામમાં વિજય કરે. (૭) ગજરત્ન – હાથી. ચક્રવર્તીથી બે ગુણો ઊંચો, મહાશોભાયમાને, અવસરનો જાણ, સવારીમાં કામ આવે. (અશ્વરત્ન અને ગજરત્ન એ બન્ને વેતાદ્ય પર્વતના મૂળમાં ઉત્પન્ન થાય છે.) નવનિધિઓ નીચે પ્રમાણે છે: (૧) નૈસર્વ નિધિ – ગ્રામાદિક વસાવાની, કટકના એટલે સેનાના પડાવની રીતિ બતાવે. (૨) પંડુક નિધિ – તોલમાપની પ્રાપ્તિ થાય. (૩) પિંગળ નિધિ – મનુષ્ય અને પશુના સર્વ પ્રકારના આભૂષણોની પ્રાપ્તિ થાય. (૪) સવરયણ નિધિ – સર્વ પ્રકારના રત્ન, ઝવેરાતની પ્રાપ્તિ થાય. (૫) મહાપા નિધિ – સર્વ પ્રકારના વસ્ત્ર તથા રંગને ઘોવાની વસ્તુની પ્રાપ્તિ થાય. (૬) કાળ નિઘિ – અષ્ટાંગ નિમિત્તના ઇતિહાસ, કુંભકારાદિકના કર્મના પુસ્તકોની પ્રાપ્તિ થાય. (૭) મહાકાલ નિધિ – સુવર્ણાદિ સર્વ ઘાતુની પ્રાપ્તિ થાય. (૮) માણવક નિધિ - સંગ્રામની વિધિના પુસ્તક, સુભટોની પ્રાપ્તિ થાય. (૯) શંખ નિધિ – ઘર્મ, અર્થ, કામ, મોક્ષની વિધિ બતાવવાળા શાસ્ત્રોની પ્રાપ્તિ થાય. અને સર્વ પ્રકારના વાજિંત્રની પ્રાપ્તિ થાય. નવ નિથાન :- આ નવ નિદાન પેટી સમાન ૧૨ યોજન લાંબી, નવ યોજન પહોળી, ૮ યોજન Page #106 -------------------------------------------------------------------------- ________________ (૧૦) મહાવીર દેવ ભાગ-૨ ઊંચી અને આઠ ચક્રવાળી હોય છે. આ નવ નિશાન જ્યાં ગંગા નદી સમુદ્રમાં ભળે છે ત્યાં રહે છે. ચક્રવર્તી એને સાથે પછી એની પગની નીચે ચાલે છે. આ નવ નિદાનમાંથી દ્રવિક વસ્તુ તો સાક્ષાત્ નીકળે છે અને કર્મીક વસ્તુ બનાવવાની વિધિના પુસ્તક નીકળે છે. એને વાંચીને ઇચ્છિત કાર્ય સિદ્ધ કરે છે. આ નવ નિદાન, ચૌદ રત્નના એકેક હજાર દેવ અધિષ્ઠાયક હોય છે. તે કાર્ય કરે છે. ફટકર રિદ્ધિ :- આત્મરક્ષક દેવ બે હજાર, છ ખંડનું રાજ, બત્રીસ હજાર દેશ, તેટલા જ મુકુટબંઘ રાજા, ચોસઠ હજાર રાણી (દિગંબરમાં છન્ન હજાર રાણી હોય છે એમ કહે છે) હાથી, ઘોડા અને રથ ચોરાશી ચોરાશી લાખ, પાયદળ છન્નુ ક્રોડ, નાટક કરવાવાળા બત્રીસ હજાર, રાજસ્થાની સોળ હજાર, દ્વીપ સોળ હજાર, બંદર નવાણુ હજાર, ગ્રામ છન્ન કરોડ, બગીચા ઓગણપચાસ હજાર, મોટા મંત્રી ચૌદ હજાર, મ્લેચ્છ રાજા સોળ હજાર, રત્નોની ખાણ સોળ હજાર, સોના ચાંદીની ખાણ વીસ હજાર, પાટણ (નગર) અડતાલીસ હજાર, ગોકુલ ત્રણ ક્રોડ, (દશ હજાર ગાયનું એક ગોકુલ હોય છે.) આયુઘ શાળા ત્રણ કરોડ, હકીમ (વૈદ) ત્રણ કરોડ, પંડિત આઠ હજાર, બેંતાલીસ માળવાળા મહેલ ચૌસઠ હજાર, ચાર કરોડ મણ અન્ન નિત્ય વપરાય. દસ લાખ મણ મીઠું નિત્ય વપરાય. બોત્તેર મણ હીંગ નિત્ય વપરાય ઇત્યાદિ ઘણી રિદ્ધિ જાણવી. આ સર્વ રિદ્ધિ સંપૂર્ણ ભરતક્ષેત્ર (છ ખંડ)માં હોય છે. ત્રણસો ત્રેસઠ રસોઈઆ તો માત્ર તેમની સેવા કરે છે. આ સર્વને છોડી સંયમ લે તો સ્વર્ગ કે મોક્ષ પ્રાપ્ત થાય. અને તે ન છોડે તો સાતમી નરકે જાય. -જૈન તત્તપ્રકાશ (પૃ.૭૬) ચક્રવર્તી બનીને છએ ખંડોને જીતી ઇન્દ્રની સમાન દેવ, મનુષ્ય આદિની સેવાના ઉપભોગી થયા એક દિવસ ક્ષેમંકર નામના જિનેશ્વર પ્રભુના દર્શન કરી, પ્રભુને ભાવથી પૂજી તેમના દ્વારા ઉપદિષ્ટ આત્મહિતકારી ઘણા વચનોને તે સ્થિરતાપૂર્વક સાંભળવા લાગ્યા. //પા. ભગવાન બારે ભાવનાનો બોઘ દઈ અંતે કહે: સુખી સુખવૃદ્ધિ સાઘવા, દુખી દુઃખ દળવા જો ચહે, તો ઘર્મસેવન જર્ફેરનું ગણી તે જ કાર્ય કર્યા કરે; આયુષ્ય ને સંસાર સૌ ક્ષણ ક્ષણ વિનાશિક છે, અરે! ૬ અર્થ :- ભગવાન ક્ષેમંકર પ્રભુ બારે ભાવનાનો બોઘ આપી અંતમાં કહેવા લાગ્યા કે સુખી પુરુષો સુખની વૃદ્ધિ કરવા માટે, તેમજ દુઃખીજનો પોતાના દુઃખને દળવા ઇચ્છતા હો તો ઘર્મનું સેવન કરવું જરૂરનું છે. એમ જાણી તે જ કાર્ય કર્યા કરવું. કેમકે આયુષ્ય અને સંસારના સર્વ પૌદ્ગલિક પદાર્થો અહો! ક્ષણ ક્ષણમાં વિનાશ પામી રહ્યા છે. કા ઘર સાપના દર રૂપ જાણી બુદ્ધિમાને ત્યાગવું, તૃષ્ણા તજી સઘર્મ-સેવનમાં અહોનિશ જાગવું.” પછી ચક્રવર્તી ચિંતવે આ દિવ્ય ધ્વનિના મર્મને નહિ તૃપ્તિ મન માને કદી અવલંબતાં આ કર્મને. ૭ અર્થ - ઘરને તો સાપના દર સમાન જાણી બુદ્ધિમાન પુરુષે તેનો ત્યાગ કરવો. પરપદાર્થ મેળવવાની તૃષ્ણાને તજી દઈ સધ્ધર્મ એટલે આત્મધર્મનું સેવન કરવામાં રાતદિવસ જાગૃત રહેવું. Page #107 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ આ પ્રભુની દિવ્ય ધ્વનિ સાંભળીને ચક્રવર્તી મનમાં તે વાણીના મર્મને ચિંતવવા લાગ્યા કે ખરેખર કર્મના અવલંબને આ મન પરપદાર્થો ભોગવવાથી તૃતિ પામતું જ નથી. શા રે! મૂર્ખ કોઈ લાગતામાં તેલ રેડી ઓલવે, તેવું કર્યું મેં શાંતિ સારું વિષય ભોગો ભોગવ્ય. જે શરીરથી ભોગો મળે તે મૂત્રમળની ખાણ છે, આ પાપકારણ રાજ્યને ધિક્કાર! ઘૂળ સમાન એ. ૮ અર્થ :- અરે! કોઈ મૂર્ખ માણસ સળગતી અગ્નિમાં તેલ રેડી તેને ઓલવવા ઇચ્છે, તેવું મેં પણ વિષય ભોગો ભોગવી શાંતિ મેળવવા માટેનો પ્રયાસ કર્યો. જે શરીરવડે ભોગોની પ્રાપ્તિ થાય તે શરીર તો મૂત્ર અને મળની ખાણ છે. ખાણ મૂત્રને મળની, રોગ જરાનું નિવાસનું ઘામ, કાયા એવી ગણીને, માન તજીને કર સાર્થક આમ.” -શ્રીમદ્ રાજચંદ્ર આ પાપના કારણરૂપ રાજ્યને પણ ધિક્કાર છે કે જે સંતોષ ઘન આવ્યું ધૂળ સમાન ભાસે. તા. છન્ન હજારે રાણીઓ રે! પાપની સૌ ખાણીઓ, કુટુંબના બંધુજનો બંઘન સમાન પ્રમાણ લ્યો; વળી વિત્ત વેશ્યાસમ ગણો, નહિ એકને સેવે કદી, રે! વિષય-સુખ સૌ ઝેર જાણો, ક્ષણિક સામગ્રી બઘી. ૯ અર્થ - અરે! આ છન્ન હજાર મારી રાણીઓ છે. તે પણ પાપ ભાવને કરાવનારી હોવાથી પાપની જ ખાણરૂપ છે. કુટુંબના ભાઈ વગેરે સ્વજનો પણ મોહ કરાવી કર્મબંઘન કરાવનાર છે. આ વાતને તમે પ્રમાણભૂત માનો. વળી વિત્ત એટલે ઘનને તો વેશ્યા સમાન ગણો કે જે કદી એકને સેવતું નથી. અરે! આ પાંચ ઇન્દ્રિયોના વિષયસુખને ઝેર સમાન જાણો કે જે જીવને પરાધીન બનાવે છે અને ક્ષણિક છે. ll હું જ્ઞાન તલવારે હવે આ મોહબંઘન કાપીને, જગપૂજ્ય દીક્ષા આદરું છું, પ્રભુ-પદે શિર થાપીને. સંયમ વિના દિન આટલા ખોયા અરે! મેં પાપીએ, તે દિન પાછા કોઈ દે તો રાજ્ય સઘળું આપીએ. ૧૦ અર્થ :- હવે હું સમ્યકજ્ઞાનરૂપી તલવાર વડે આ મોહના બંધનને કાપી નાખી જગતપૂજ્ય એવી વીતરાગદીક્ષાને પ્રભુના ચરણમાં (આજ્ઞામાં) મન રાખીને ગ્રહણ કરું છું. ઇન્દ્રિયોને રોકવારૂપ સંયમ વિના મેં પાપીએ જીવનના આટલા દિવસો વ્યર્થ ખોઈ નાખ્યા. તે દિવસોને કોઈ પાછા લાવી આપે તો હું કે સઘળું રાજ્ય આપી દઉં. /૧૦ના અહંત-દીક્ષા દુર્લભા, સૌ દેવ, તિર્યંચાદિને, રે! ચક્રવર્તી મુક્તિ માટે પાળતા દુખ વેઠીને.” સદ્ઘર્મની દઈ દેશના કરતા સદાય પ્રભાવના, સંન્યાસ સહ સાથી સમાધિ-મરણથી આરાઘના. ૧૧ Page #108 -------------------------------------------------------------------------- ________________ (૧૦) મહાવીર દેવ ભાગ-૨ ૯ ૧ અર્થ :- અહંત ભગવંત દ્વારા ઉપદેશેલી દીક્ષા તે દેવ, તિર્યંચ કે નારકીઓને દુર્લભ છે. અહો! આશ્ચર્ય છે કે ચક્રવર્તી પણ મુક્તિને માટે દુઃખ વેઠીને તે દીક્ષાનું પાલન કરે છે, એમ વિચારી પોતે પણ એક હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી. સઘર્મની ભવ્યોને દેશના આપતાં સદાય ઘર્મની પ્રભાવના કરવા લાગ્યા. અંતે સંન્યાસ સાથે સમાધિમરણની આરાધના કરીને સ્વર્ગે સિધાવ્યા. ||૧૧ તે સુરરપ સહસ્ત્રારે થયા, છે સૂર્યપ્રભનું નામ જ્યાં, અવધિ વડે જાણી લીધું કે ઘર્મફળ સુખરૂપ ત્યાં. વળી ઘર્મચર્ચા, દેવપૂજા, ભક્તિ, કલ્યાણક સમે તત્પર રહે ઉલ્લાસથી, સુખપૂર્ણ જીવન નિર્ગમે. ૧૨ અર્થ - તે આઠમા સહસ્ત્રાર સ્વર્ગમાં અઢાર સાગરોપમના આયુષ્યવાળા અનેક ઋથિઘારી સૂર્યપ્રભ નામના દેવતા થયા. ત્યાં અવધિ જ્ઞાન વડે જાણી લીધું કે ઘર્મનું ફળ સુખરૂપ છે. તેથી ત્યાં પણ ઘર્મ ચર્ચા, દેવપૂજા, ભક્તિ વગેરે કરવા લાગ્યા. અને પ્રભુના પંચકલ્યાણક ઉત્સવ સમયે ઉલ્લાસભાવથી હાજરી આપવા લાગ્યા. એમ સુખપૂર્વક ત્યાં જીવન વ્યતીત થવા લાગ્યું. ૧૨ તે નગર છત્રાકારમાં ત્યાંથી ચ્યવીને અવતરે, ને નંદકુંવર નામ ઘારે નંદિવર્ધન નૃપ-ઘરે. સમ્યકત્વ સહ નિર્મળ ઘરે વ્રત બાર સમજું ઉમ્મરે, પછી રાજ્ય મળતાં ઘર્મવૃદ્ધિ-કાર્ય ઉલ્લાસે કરે. ૧૩ અર્થ - હવે દેવલોકથી ચ્યવીને છત્રાકાર નગરમાં નંદિવર્ધન રાજાને ઘેર અવતર્યા. ત્યાં તેમનું નંદકુમાર નામ રાખવામાં આવ્યું. સમજણી ઉંમર થયે સમ્યકત્વ સાથે નિર્મળ બાર વ્રતોને ઘારણ કર્યા. પછી રાજ્ય મળતાં ઘર્મવૃદ્ધિના કાર્યો ઉલ્લાસપૂર્વક કરવા લાગ્યા. II૧૩મા પ્રોષ્ઠિલ મુનિના દર્શનાર્થે એક દિન રાજા ગયા, સુણ બોઘ દશ યતિઘર્મનો, તે મોહનદથી જાગિયા. નિર્મળ મને વિચારતા: “સંસાર દુખદરિયો, ખરે! આ ક્રોઘકામાગ્નિ ભભૂકે દેહઝૂંપડીમાં અરે! ૧૪ અર્થ - પ્રોષ્ઠિલ નામના મુનિવરના દર્શનાર્થે એકવાર રાજા ગયા. ત્યાં ક્ષમાદિ દશ મુનિઘર્મનો ઉપદેશ સાંભળીને મોહનિદ્રાથી જાગૃત થયા. જેથી નિર્મળ મને વિચારવા લાગ્યા કે અહો! ખરેખર આ સંસાર દુઃખનો દરિયો છે. અરે ! આ ક્રોથ, કામાગ્નિ વગેરે આ દેહરૂપી ઝૂંપડીમાં ભભૂકી રહ્યો છે, અને હું આ મોહરૂપી નિદ્રામાં નિશ્ચિતપણે સૂતો છું. I/૧૪ ઇન્દ્રિયચોરો ઘર્મઘનને ચોરતા ઘોળે દિને; જ્યાં ચક્રવર્તી દુઃખિયા ત્યાં સુખ શું રંકાદિને? ઇન્દ્રિયસુખ વિચારતાં નહિ ભોગયોગ્ય જણાય છે.” એવું વિચારી મુનિ બની, શ્રુતપારગામી થાય તે. ૧૫ અર્થ - ઇન્દ્રિયરૂપી ચોરો ઘર્મરૂપી ઘનને ઘોળે દિને એટલે દિવસના પ્રકાશમાં પણ ચોરી લે છે. જ્યાં ચક્રવર્તી પણ સંસારમાં દુઃખી છે ત્યાં રંકાદિને સુખની શી આશા રાખવી. એમ ઇન્દ્રિયસુખનો Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ વિચાર કરતાં, તે ભોગવવા યોગ્ય જણાતું નથી. એમ જાણી, પોતે પણ મુનિ બનીને શ્રુતના પારગામી થયા. ||૧પો તપ બાર ભેદે આચરે, ધ્યાને રહે અતિ મગ્ન એ, મૈત્રીપ્રમુખ સૌ ભાવનાઓ ભાવતા મુનિ સુજ્ઞ તે, દર્શનવિશુદ્ધિ આદિ સોળે હેતુ તીર્થકરપદે, વૃઢ ભાવથી ભાવી ઉપામ્યું જિન-બજ જે મોક્ષ દે. ૧૬ અર્થ - બાર પ્રકારના તપ આચરવા લાગ્યા તથા આત્મધ્યાનમાં વિશેષ મગ્ન રહેવા લાગ્યા. મૈત્રી છે પ્રમુખ જેમાં એવી મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ સર્વ ભાવનાઓને ભાવતાં સુજ્ઞ એવા આ મુનિએ તીર્થંકર પદ પ્રાપ્તિના કારણરૂપ દર્શન વિશુદ્ધિ આદિ સોળે ભાવનાઓને દ્રઢ ભાવથી ભાવીને જિન-બીજ એટલે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. જે અનેક ભવ્યોને મોક્ષપદ આપનાર છે. ૧૬ાા આરાઘના ઘારી સમાધિ-મરણ કરી મુનિ પામિયા શુભ ઇંદ્રપદ અય્યતર સ્વર્ગે સુખની ત્યાં પાર્ટી ના. સૌ સાહ્યબી પુણ્ય મળી તે ઘર્મનું ફળ જાણીને ઉત્તમ રીતે આરાઘનાની યોગ્યતા નથી, માનીને- ૧૭ અર્થ - આમ આરાઘનાને ઘારણ કરી સમાધિમરણ સાથીને મુનિ બારમા અશ્રુત સ્વર્ગલોકમાં બાવીસ સાગરોપમના આયુષ્યવાળું ઇન્દ્રપદ પામ્યા. ત્યાં સુખની કંઈ ખામી નથી. ત્યાં ત્રણ હાથ ઊંચું શરીર છે. બાવીસ પખવાડિયામાં એકવાર શ્વાસ લેતા હતા. બાવીસ હજાર વર્ષમાં એકવાર માનસિક અમૃતનો આહાર લેતા હતા અને બીજા શ્રેષ્ઠ પ્રકારના ભોગોથી સદા તૃપ્ત રહેતા હતા. આ સર્વ સાહ્યબી પુણ્યથી મળી છે અને તેનું કારણ પણ આ ઘર્મ છે, એમ જાણતા હતા. પણ ત્યાં દેવલોકમાં ઉત્તમ રીતે સંયમઘર્મ આરાઘવાની ગતિ આશ્રિત યોગ્યતા નથી. દેવો કે ઇન્દ્રો દેવલોકમાં સર્વ સંગ પરિત્યાગ કરી શકતા નથી. એમ માનીને આરાઘનાનો બીજો ઉપાય આચરતા હતા. /૧ળા. યાત્રા, પૂંજા, ભક્તિ, શ્રવણ, ચર્ચાદિમાં ભવ ગાળતા; પ્રારબ્ધ પૂર્વિક ભોગવે, સમ્યકત્વથી મન વાળતા. આ ભારતમાં વિદેહ સમ વિદેહ દેશે નગર આ કુંડલપુરી નામે વિરાજે બીજું અયોધ્યા સમું મહા. ૧૮ અર્થ - તીર્થ સ્થાનોની યાત્રા કરવી, પૂજા, ભક્તિ, ભગવાનના ઉપદેશનું શ્રવણ તથા ઘર્મચર્ચાઓ આદિથી દેવલોકમાં સમય નિર્ગમન કરવા લાગ્યા. ત્યાં પૂર્વનું બાંઘેલ પ્રારબ્ધ કર્મ ભોગવતા છતાં સમ્યક દર્શનના બળે મનને તે ભણીથી પાછું વાળવા લાગ્યા. હવે આ ભરતક્ષેત્રમાં વિદેહ સમાન વિદેહ નામના દેશમાં કુંડલપુરી નામનું સુંદર નગર છે. તે જાણે બીજી અયોધ્યા નગરી ન હોય એવું જણાતું હતું. ૧૮ ત્યાં શોભતાં શાં મંદિરો! શું ધ્વજા-કરથી તેડતાં? શું સ્વર્ગવાસી ઇન્દ્રભૂનમાં મુક્તિસુખ-રસ રેડતાં! સિદ્ધાર્થ રાજા, ત્રિશલા પટરાણીઃ દેવી દેવ બે; સૌઘર્મ ઇન્દ્ર છ માસ પહેલાં ભક્તિથી આદેશ દે૧૯ Page #110 -------------------------------------------------------------------------- ________________ (૧૦) મહાવીર દેવ ભાગ-૨ ૯ ૩ અર્થ - ત્યાં ઊંચા મંદિરોની શોભાનું શું વર્ણન કરું! ત્યાંના મંદિરોની ફરકતી ધ્વજાઓ જાણે કર એટલે હાથ વડે તેડતી એટલે બોલાવતી હોય તેમ જણાતું હતું. તે જાણીને સ્વર્ગવાસી ઇન્દ્રના મનમાં જાણે મુક્તિસુખનો રસ રેડાતો હોય એમ લાગતું હતું. કેમકે તે નગરીમાં દેવ દેવી જેવા સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા પટરાણી રહેતા હતા. ત્યાં ભગવાન મહાવીરનું ગર્ભ કલ્યાણક થવાનું જાણી સૌઘર્મ ઇંદ્ર છ મહિના પહેલાથી જ ભક્તિપૂર્વક કુબેરને આદેશ આપે છે. ૧૯ો. કુબેરને કે રનવૃષ્ટિ નિત્ય વર્ષાવો ભલી, પ્રભુ ગર્ભમાં આવ્યા પ્રથમ આશ્ચર્ય સૌ કરતા વળી સુગન્ધી જળવૃષ્ટિ, કુસુમ વર્ષાવતા નૃપ-મંદિરે. મહિમા અહોહો! જગતગુરુનો નિત્ય નયનાનંદ રે!૨૦ અર્થ - સૌઘર્મેન્દ્ર કુબેરને જણાવે છે કે આ રાજા સિદ્ધાર્થના ભવનના આંગણામાં સાડા સાત કરોડની પ્રતિદિન વૃષ્ટિ કરો. પ્રભુ ગર્ભમાં આવ્યા પહેલાં જ આ રત્નોની વૃષ્ટિ જોઈને સૌ આશ્ચર્ય પામતા હતા. વળી સુગંથી જળની વૃષ્ટિ તથા કુસુમ એટલે ફૂલોની વૃષ્ટિ પણ રાજાના મહેલમાં વર્ષાવતા હતા. અહોહો! જગતગુરુનો મહિમા અપરંપાર છે કે જે નિત્ય નયનને આનન્દ આપનાર છે. ૨૦ના રે! એક દિન તે ત્રિશલા માતા સુખે રાતે જુએ આનંદદાયી સોળ સ્વપ્નો, ઉર અતિ ઊભરાતું એ. અચ્યુંતથી એવી ઇન્દ્ર ત્રિશલા માતાના ગર્ભે રહ્યા એ વાત પતિમુખથી સુણીને દંપતી રાજી થયાં. ૨૧ અર્થ :- હવે એક દિન ત્રિશલા માતાએ રાત્રે સુખપૂર્વક આનંદદાયી એવા સોળ સ્વપ્નોને દીઠા. જેથી ઉર એટલે હૃદય હર્ષથી ઉભરાઈ ગયું. બારમા અય્યત દેવલોકથી ઇન્દ્રનો જીવ ચવીને ત્રિશલા માતાના ગર્ભમાં આવીને રહ્યો છે. એજ ભગવાન મહાવીરનો જીવ છે. એવી વાત પતિમુખથી સાંભળીને બેય દંપતી ઘણા રાજી થયા. ||૧૧|| શ્રી વીર જિનના ગર્ભ-કલ્યાણક મહોત્સવ કાજ આ એકત્ર થઈને દેવ ચારે જાતિના ત્યાં આવિયા; માતા પિતાને ભક્તિથી અભિષેક કરીને પૂજિયાં, સ્મરી ગર્ભમાં પ્રભુને પ્રદક્ષિણા દઈને વંદિયાં. ૨૨ અર્થ - શ્રી વીર જિનેશ્વરના ગર્ભ કલ્યાણક મહોત્સવ કરવા ભુવન, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક એ ચારે જાતિના દેવો ત્યાં આવી ચડ્યા. ભગવાનના માતાપિતાને ભક્તિથી અભિષેક કરીને પૂજી ગર્ભમાં પ્રભુ બિરાજમાન છે એમ સ્મરી પ્રદક્ષિણા આપીને પ્રભુને વંદન કર્યા. ગારા શોભે મહા-મા રત્નગર્ભા ભૂમિ સમ, જિન ઘારીને; પછ માસ નવમો પૂર્ણ થાતાં ચૈત્ર સુદ તેરસ દિને જન્મા મહાવર, અવધિ આદિ જ્ઞાન ગુણથી શોભતા, શું પૂર્વ-પુણ્ય-રવિ ઊગ્યો? ત્રિલોકમાં થઈ જ્ઞાતતા. ૨૩ અર્થ - હવે શ્રી જિનેશ્વર પ્રભુને ગર્ભમાં ઘારણ કરવાથી, રત્નગર્ભા ભૂમિ એટલે ગુણરૂપી Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ રત્નોની ખાણ સમાન પ્રભુની મહા માતા જગતમાં શોભવા લાગ્યા. પછી નવ માસ પૂર્ણ થતાં ચૈત્ર સુદ તેરસના દિવસે ભગવાન મહાવીરનો જન્મ થયો. જે મતિ, શ્રત, અવધિ એવા ત્રણ જ્ઞાનગુણથી શોભતા હતા. શું પૂર્વપુણ્યરૂપી સૂર્યનો ઉદય થયો? કે જેનું ત્રણેય લોકમાં જાણપણું થઈ ગયું. વળ કલ્પતરુનાં પુષ્પની વૃષ્ટિ, સુગંથી વાયુ, જો બહુ દેવ દોડી આવિયા, ભરી નગરની સૌ બાજુઓ; ત્યાં આંગણામાં ઈન્દ્રઇન્દ્રાણી ઘણાં શોભી રહ્યાં, ઇન્દ્રાણી તો પ્રસૂંતિગૃહે દર્શન પ્રભુનાં પામિયાં. ૨૪ અર્થ - વળી કલ્પવૃક્ષના ફૂલોની વૃષ્ટિ થઈ, સુગંધી વાયુ વાયો અને ઘણા દેવ દેવીઓ પણ દોડીને આવી પહોંચ્યા. આખું નગર ચોફેરથી ભરાઈ ગયું. ત્યાં પ્રભુના ઘર આંગણામાં ઊભેલા ઇંદ્ર ઇંદ્રાણી ઘણા શોભતા હતા. ઇંદ્રાણી તો પ્રસુતિગૃહમાં જઈને પ્રથમ પ્રભુના દર્શનને પણ પામ્યા. ૨૪ જિનમાત ને જિનને નમી સ્તુતિ શચી ત્યાં ઉચ્ચરે : “જિનદેવ-સુતને પ્રસવનારી મહાદેવી ઘન્ય હે! ત્રિલોકપતિને જન્મ આપ્યો તેથી જગમાતા તમે, તુમ સમ નહીં સ્ત્રી અન્ય કોઈ, તેથી સૌ નમીએ અમે.” ૨૫ અર્થ - હવે શચી એટલે ઇંદ્રાણી જિનમાતાને તેમજ જિનેશ્વરને નમીને સ્તુતિરૂપે ઉચ્ચાર કરવા લાગ્યા, કે હે જિનદેવ-પુત્રને જન્મ આપનારી મહાદેવી તમને ઘન્ય છે. ત્રિલોકપતિને જન્મ આપ્યો માટે તમે જગતની માતા છો. તમારા સમાન જગતમાં બીજી કોઈ સ્ત્રી નથી. માટે તમને અમે સૌ નમસ્કાર કરીએ છીએ. /રપા પછી દેવમાયા-નીંદ આપી માતને ઇન્દ્રાણીએ માયામયી બાળક મૈંકીને ઇન્દ્રને પ્રભુ આણી દે. પ્રભુ તેડતાં આનંદિયાં તે ઇન્દ્ર-ઇન્દ્રાણી અતિ; સૌ દેવ જિનમુખ દેખી અનુપમ ભાવથી કરતા સ્તુતિ. ૨૬ અર્થ :- પછી ઇંદ્રાણીએ દેવાયા વડે પ્રભુની માતાને નિદ્રા આપી, ત્યાં માયામયી બાળક મૂકી પ્રભુને લઈ ઇન્દ્રને આણી આપ્યા. પ્રભુને તેડતા ઇન્દ્ર અને ઇંદ્રાણી ખૂબ આનંદ પામ્યા. તેમજ સર્વ દેવો પણ જિનમુખ નિરખતાં આનંદ પામી અનુપમ ભાવથી સ્તુતિ કરવા લાગ્યા. રા. ઐરાવતે ચઢી ઇન્દ્ર વીરને ગોદમાં લઈ ચાલિયા, મેરું ઉપર કરીને મહોત્સવ આવ માને આલિયા; નિદ્રા કરી દૂર માતની લઈ પિતૃ–અંકે પ્રભુ ઘરે, બહુ લોક પુરના આવિયા અભિષેકની વાતો કરે. ૨૭ અર્થ - ઐરાવત હાથી ઉપર ચઢી સૌધર્મેન્દ્ર પ્રભુ વીરને ગોદમાં લઈને ચાલ્યા. મેરુ ગિરી પર જઈ જન્મ મહોત્સવ ઊજવી પ્રભુનો અભિષેક કરી પાછા માતા પાસે લાવી આપ્યા. હવે માતાની માયામયી ઊંઘ નિવારી પ્રભુને લઈ પિતાના ખોળામાં મૂક્યા. પછી ઘણા નગરના લોકો પ્રભુના દર્શન કરવા આવ્યા અને પ્રભુનો અભિષેક કરવાની વાતો કરવા લાગ્યા. તેરા Page #112 -------------------------------------------------------------------------- ________________ (૧૦) મહાવીર દેવ ભાગ-૨ તે સર્વને સંતોષવાને ઇન્દ્ર નાટક આદરે, સિદ્ધાર્થ વીરને ગોદમાં લઈ સર્વ દર્શાવ્યા કરે. મેરુ ઉપર અભિષેક કીધો તે બધું નાટક કરી, વળી પૂર્વ ભવ વીરના બતાવ્યા, ઇન્દ્ર-શક્તિ વાપરી. ૨૮ અર્થ :— તે સર્વ લોકોને સંતોષ પમાડતા ઇન્દ્ર નાટકનો આદેશ કરે છે. પિતા સિદ્ધાર્થ રાજા, પુત્ર વીર ભગવાનને ગોદમાં લઈને સર્વ નાટક દર્શાવે છે. મેરુ શિખર ઉપર પ્રભુનો અભિષેક કર્યો છે તે સર્વ નાટકરૂપે નગરજનોને બતાવ્યું તથા પ્રભુ મહાવીરના પૂર્વ ભવો પણ ઇન્દ્રે પોતાની શક્તિવડે નાટકમાં બતાવી આપ્યા. ॥૨૮॥ તે ઇન્દ્રજાલ સમાન નાટક દેખી સૌ રાજી થયાં, બહુ દેવદેવી પાર્મી સમ્યદૃષ્ટિ સૌ સ્વર્ગે ગયાં. પછી આઠમે વર્ષે પ્રભુ વ્રત બાર ધરી જનમન હરે, બહુ રાજપુત્રો સહ્ર સુખે વનમાં જઈ ક્રીડા કરે. ૨૯ અર્થ :— તે ઇન્દ્રજાલ સમાન નાટક દેખીને સર્વ રાજી થયા. તથા ઘણા દેવદેવીઓ તે નાટક જોઈને = ૯ ૫ સભ્યષ્ટિ પામી સ્વર્ગે ગયા. પછી આઠ વર્ષના પ્રભુ થયા ત્યારે બાર વ્રતને ઘારણ કરી, લોકોના મનને હરણ કરવા લાગ્યા. ઘણા રાજપુત્રો સાથે વનમાં જઈને સુખપૂર્વક ક્રીડા કરવા લાગ્યા. ।।૨૯।। દિન એક ઇન્દ્રે સુરસભામાં વીરવીર્ય વખાણિયું, પણ સંગમે નિજબળમદે સાચું ન તેને માનિયું. તેથી પરીક્ષા કાજ આવ્યો વીર જે વૃક્ષે હતા. વિકરાળ નાગ બની ચઢે વીંટાય ગાળા પર જતાં. ૩૦ અર્થ :– એક દિવસે દેવતાઓની સભામાં વી૨ ૫રમાત્માના વીર્ય એટલે બળના ઇન્દ્રે ખૂબ વખાણ કર્યા. પણ સંગમ નામના દેવતાએ પોતાના બળમદથી તે વાતને સાચી ન માની. પ્રભુના બળની પરીક્ષા કરવા માટે જે વૃક્ષ ઉપર પ્રભુ મહાવીર હતા ત્યાં આવ્યો અને નાગનું વિકરાળરૂપ ધારણ કરીને વૃક્ષ ઉપર ચઢવા લાગ્યો. આગળ જતાં થડમાંથી જ્યાં ડાળ જુદી પડે તે ગાળા ઉપર જઈ વીંટાઈ ગયો. ।।૨૯।। સૌ રાજપુત્રો ડાળ પરથી પડી પડી નાઠા ડરી, પણ વીર જિન નિઃશંક ઊભા સર્પ-શિર પર પગ થરી; ઉપસર્ગ નાનાવિધ દુખદ અતિ આકરા ધ્રુવે કર્યાં, રે! પ્રાણ છૂટે અન્યના તેવા છતાં વીર ના ડર્યા. ૩૧ અર્થ :— સૌ રાજપુત્રો તો ડરીને ડાળ પરથી પડી પડીને નાઠા. પણ મહાવીર જિન તો સર્પના માથા ઉપર પગ દઈને નિશંક થઈ ત્યાં જ ઊભા રહ્યા. નાના પ્રકારના દુઃખને દે એવા અતિ આકરા ઉપસર્ગ દેવે કર્યા, જેથી બીજાના તો પ્રાણ છૂટી જાય; છતાં બળવાન મહાવીર તેથી ડર્યા નહીં. ।।૩૧।। આશ્ચર્ય પામી પ્રગટ થઈ તે દેવ વીરગુણને સ્તવે— “ઘીર, વીર આપ અહો ! નમું છું જગમહાવીર ગી હવે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૬ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ ! વર્ધમાન, સુદેવ નક્કી સિદ્ધિ-વહૂઁ વશો તમે, હે! દેવ સાચા, આપના સ્મરણે ધીરજ વરીએ અમે.’ ૩૨ અર્થ :— આશ્ચર્ય પામી, દેવ પ્રગટ થઈને મહાવીરના ગુણની સ્તવના કરતો બોલ્યો કે અહો! ધૈર્યવાન, વીર આપ જ છો. હું હવે તમને જગતમાં મહાવીર ગણીને નમસ્કાર કરું છું. હું હૈ વર્ધમાન, તમે જ સત્ દેવ છો. તમે જરૂર સિદ્ધિ રૂપી સ્ત્રીને વરશો. તે સાચા દેવ, આપના સ્મરણથી અમે પણ ઘીરજને પામીએ છીએ. ।।૩૨।। સ્વર્ગે ગયો તે, વીર જિન પણ પુણ્યાને ભોગવે, કોમળ કમળ સમ શરીર પણ નહિ વજ્રઘાને લેખવે. બલ અતુલ તોયે દુઃખ દે ના નિરપરાધી જીવને, ત્રીસ વર્ષ સુખમાં ક્ષણ સમાં વીત્યાં, હવે ભરયૌવને– ૩૩ અર્થ – એમ સ્તુતિ કરીને સંગમદેવ સ્વર્ગે ગયો. મહાવીર જિન પણ પુણ્યફળને ભોગવા લાગ્યા. = જેનું કોમળ કમળ સમાન શરીર હોવા છતાં પણ જે વજ્રના ઘાને ગણતા નથી. પ્રભુના ભગવાનમાં અતુલ્ય બળ હોવા છતાં નિરપરાધી જીવને તે દુઃખ આપતા નથી. ત્રીસ વર્ષ સુખમાં ક્ષન્ન સમાન વ્યતીત થયા. હવે પ્રભુ ભર યૌવન અવસ્થામાં આવ્યા. ।।૩૩।। વિચાર જાગ્યો વીરને ચારિત્રમોહ ઘટી જતાં : જન્મો કરોડો રે કર્યા, નહિ પાર પામ્યો તે છતાં, કર્યો ભૂલ ભવ-ભવમાં રહી કે ભવ હજી કરવો પડ્યો? ફરી ફરી વિચારી ટાળી દેવી,' એ વિચાર કરે ઘડ્યો. ૩૪ - અર્થ :– હવે ચારિત્રમોહ ઘટી જતાં પ્રભુને વિચાર જાગ્યો કે અરે ! કરોડો જન્મ ધારણ કરતાં છતાં પણ આ સંસાર સમુદ્રથી હું પાર પામ્યો નહીં. એવી કઈ ભૂલ ભવ ભવમાં રહી જાય છે કે જીવને હજી ભવ કરવા પડે છે. તે ભૂલને હવે ફરી ફરી વિચારીને જરૂર ટાળી દેવી એવો વિચાર હૃદયમાં ઘડી રાખ્યો. ‘‘વિચારોની ઉત્પત્તિ થયા પછી વર્તમાનસ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનાદિકાળથી ચારે ગતિ વિષે અનંતથી અનંત વાર જન્મવું, મરવું થયાં છતાં, હા તે જન્મ મરણાદિ સ્થિતિ ક્ષીણ થતી નથી, તે હવે કેવા પ્રકારે સીન્ન કરવાં? અને એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરી છે, કે જે ભૂલનું આટલા સુધી પરિણમવું થયું છે? આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે સદ્બોધનાં વર્ધમાન પરિણામે વિચારતાં વિચારતાં જે ભૂલ ભગવાને દીઠી છે તે જિનાગમમાં ઠામ ઠામ કહી છે; કે જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય. જીવની ભૂલ જોતાં તો અનંતવિશેષ લાગે છે; પણ સર્વ ભુલની બીજભૂત ભૂલ તે જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે, કે જે ભૂલનો વિચાર કર્યાથી સર્વે ભૂલનો વિચાર થાય છે; અને જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે છે. કોઈ જીવ કદાપિ નાના પ્રકારની ભૂલનો વિચાર કરી ને ભુલથી છૂટવા ઇચ્છે, તોપણ તે કર્તવ્ય છે, અને તેવી અનેક ભુલથી છૂટવાની ઇચ્છા મૂળ ભુલથી છૂટવાનું સહેજે કારણ થાય છે.’’ (વ.પૂ.૩૯૯) ‘“મૂળ ભૂલ એ જ છે કે વૈરાગ્ય ઉપશમ નથી, મુમુક્ષુત્તા નથી. મુમુક્ષુતા આવે તો શું કરવા જેવું છે, તે એને સમજાય. એ મોટી ભૂલ પહેલી કાઢવાની છે. વૈરાગ્યઉપશમ જેમ જેમ વધારશો તેમ તેમ બધું સમજાશે. એ કેવળજ્ઞાનનું કારણ છે. વૈરાગ્યઉપશમની બહુ જરૂર છે. એને Page #114 -------------------------------------------------------------------------- ________________ (૧૦) મહાવીર દેવ ભાગ-૨ વઘારતાં વઘારતાં કેવળજ્ઞાન થાય છે. વૈરાગ્યઉપશમ વધે એવું શાસ્ત્રમાં ઘણું કહ્યું છે અને સિદ્ધાંતબોઘ તો થોડો જ છે.” .ભા. ૨ (પૃ.૧૬૮) ૩૪. સદ્દબોઘના વઘતા બળે એકાગ્રતા અતિ આદરી, મેંળ ભૂલ ભગવાને દઠી જે ટાળવી અતિ આકરી. વૈરાગ્યવૃદ્ધિ ત્યાં થઈ, પુરુષાર્થબળ જાગ્યું અતિ, નિશ્ચય કર્યો કે “અલ્પ વયમાં ટાળવી ચારે ગતિ. ૩૫ અર્થ :- સદ્ગોઘનું બળ હૃદયમાં વઘવાથી એકાગ્રતા અત્યંત પ્રાપ્ત થતાં જીવની મૂળ ભૂલ ભગવાને દીઠી. જે ટાળવી અત્યંત આકરી છે, એમ જાણી વૈરાગ્યની વૃદ્ધિ થઈ અને પુરુષાર્થ બળ અત્યંત જાગૃત થયું. તેથી એવો નિશ્ચય કર્યો કે હવે અલ્પ વયમાં મારે ચારે ગતિને અવશ્ય ટાળવી જ છે. (૩૫ા આ મોહ હણવાને હવે ઘરી રત્નત્રય તપ આદરું; ત્રણ જ્ઞાન છે પણ જ્ઞાનફળ વિરતિ વિના ઘરમાં ફરું? તે ઘન્ય! નેમિનાથ આદિ ર્જીવન ટૂંકું જાણીને, કુમારકાળે મોક્ષ માટે તન પીલે તપ-ઘાણીએ. ૩૬ અર્થ :- આ અનાદિના મોહને હણવાને માટે હવે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણેય રત્નને ઘારણ કરી સર્વ કર્મોને બાર પ્રકારના તપ વડે તપાવી તેથી મુક્ત થાઉં. મતિ, શ્રુત, અવધિજ્ઞાન વિદ્યમાન છે પણ “જ્ઞાનસ્ય ફળ વિરતિ’ જ્ઞાનનું ફળ વિરતિ એટલે ત્યાગ આવવું જોઈએ. પણ એ વિના હજી હું ઘરમાં જ ફરું છું. એ નેમિનાથ આદિ ભગવંતોને ઘન્ય છે કે જેણે પોતાનું જીવન ટૂંકુ જાણીને સંસારમાં પડ્યા વિના જ કુમારકાળમાં મોક્ષ માટે તારૂપી ઘાણીમાં પોતાના તનને પીલવા લાગ્યા હતા અર્થાત ઇચ્છા નિરોઘ કરવારૂપ તપ કરવા લાગ્યા હતા. ૩૬ાા અજ્ઞાનતામાં પાપ કીઘાં તે ટળે જ્ઞાને, ખરે! જે જ્ઞાન પામી પાપ કરતો, તે ઘૂંટે શાથી, અરે? રે! બાલ્યકાળ તથા જુવાનીમાં રહી ઘરમાં ઘણાં, જીંવ પાપ સેવે, તેથી તજવાં પાપ ગૃલ્લંઘન તણાં. ૩૭ અર્થ - અજ્ઞાન અવસ્થામાં કરેલા પાપોનો સમ્યકજ્ઞાન વડે જરૂર નાશ કરી શકાય છે. પણ જે સમ્યકજ્ઞાન પામીને પણ પાપ જ કરે તે જીવ અરેરે! કઈ રીતે પાપોથી છૂટી શકશે? અરેરે! બાલ્ય અવસ્થામાં કે યુવાન અવસ્થામાં જીવ ઘરમાં રહીને ઘણા પાપ સેવે છે. તેથી મારે હવે ગૃહત્યાગ કરીને ઘરમાં રહેવાથી થતાં પાપોનો જરૂર ત્યાગ કરવો છે; એમ શ્રી વીર જિન ત્રીસ વર્ષના ભર યૌવનમાં ઘરમાં બેઠા ચિંતવન કરે છે. ૩શા યૌવનવયે જે કામ જીતે સર્વને જીંતનાર એ, ને આત્મજ્ઞાને કર્મ હણીને મોક્ષસુખ વરનાર તે.” તે રાજ્યભોગાદિ થકી નિઃસ્પૃહ વિર બ્રહ્મચારી છે ગૃહ કેદ સમ સમજી ચહે બનવા અસંગનવિહારી તે. ૩૮ અર્થ - યૌવનવયમાં જે કામરાગને જીતે તે સર્વ વિષયોને જિતનાર થાય છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર; નૃપતિ ઓંતતાં જીતિયે, દળ, પુરને અઘિકાર.” -શ્રીમદ્ રાજચંદ્ર તથા આત્મજ્ઞાન વડે કર્મરૂપી શત્રુઓને હણી તે મોક્ષસુખને પામનાર થાય છે. તે ભવ્યાત્મા રાજ્યભોગ આદિ ઇન્દ્રિયના ક્ષણિક સુખ થકી નિસ્પૃહ થયેલો એવો વીર બ્રહ્મચારી છે અને તે જ જીવ ઘરને કેદ સમાન ગણીને અસંગ અપ્રતિબદ્ધ વિહારી એટલે મુનિ બનવા ચાહે છે. “વર્થમાનસ્વામીએ ગૃહવાસમાં પણ આ સર્વ વ્યવસાય અસાર છે, કર્તવ્યરૂપ નથી, એમ જાણ્યું હતું. તેમ છતાં તે ગૃહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી. તે મુનિપણામાં પણ આત્મબળ સમર્થ છતાં તે બળ કરતાં પણ અત્યંત વથતા બળની જરૂર છે, એમ જાણી મૌનપણું અને અનિદ્રાપણું સાડાબાર વર્ષ લગભગ ભર્યું છે, કે જેથી વ્યવસાયરૂપ અગ્નિ તો પ્રાયે થઈ શકે નહીં. જે વર્ધમાનસ્વામી ગૃહવાસમાં છતાં અભોગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા,નિઃસ્પૃહ હતા, અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણામી હતા, તે વર્ધમાનસ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નીરસ જાણીને દૂર પ્રવર્તી; તે વ્યવસાય, બીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે, તે વિચારવા યોગ્ય છે. તે વિચારીને ફરી ફરી તે ચર્યા કાર્યો કાર્યો પ્રવર્તને પ્રવર્તને સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રુચિ વિલય કરવા યોગ્ય છે. જો એમ ન કરવામાં આવે તો એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષપદને વિષે થઈ નથી, અથવા તો આ જીવ લોકસંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઇચ્છે છે. પણ કલ્યાણ કરવાની તેને જિજ્ઞાસા ઘટતી નથી; કારણ કે બેય જીવનાં સરખાં પરિણામ હોય અને એક બંધાય, બીજાને અબંઘતા થાય, એમ ત્રિકાળમાં બનવાયોગ્ય નથી.” (વ.પૃ.૪૧૫) //૩૮ાા હવે શ્રી વર્ધમાન બાર ભાવનાઓનું ચિંતવન કરે છે. તેમાં પહેલી અનિત્ય ભાવના : વૈરાગ્યભાવે ભાવના ભાવે વિવિઘ વિચારથી “મૃત્યુ ફરે માથા પરે, યૌવન જરારથ-સારથિ, સામ્રાજ્ય, લક્ષ્મી, ભોગ સૌ વિનાશી વાદળ સમ અહા! ક્ષણમાં જતો લૂંટાઈ નરભવ દેવને દુર્લભ મહા. ૩૯ અર્થ :- વૈરાગ્યભાવ આવવાથી મુનિ બનવાના લક્ષે વિવિધ પ્રકારના વિચારથી શ્રી વીર જિન બાર ભાવનાઓને ભાવે છે. તેમાં પહેલી અનિત્ય ભાવના આ પ્રકારે વિચારે છે – આ મરણ તો સદાય માથા ઉપર ફરે છે. વળી યૌવન છે તે જરા એટલે વૃદ્ધાવસ્થારૂપ રથને ચલાવી લાવનાર સારથિ સમાન છે. આ સામ્રાજ્ય, વૈભવ, લક્ષ્મી, પાંચ ઇન્દ્રિયોના ભોગ આદિ સર્વ પૌલિક વસ્તુઓ વાદળ સમાન અહો! વિનાશકારી છે. તથા દેવને દુર્લભ એવો આ મનુષ્યભવ પણ ક્ષણમાં લૂંટાઈ જાય એવો છે; એમાં શું મોહ કરું? એમ પહેલી અનિત્યભાવના ભાવે છે. [૩૯ાા હવે બીજી અશરણભાવના ભાવે છે : ક્ષણ ક્ષણ વિનાશી વસ્તુ જગની સર્વ વિચારી કરું, ઉદ્યમ મહા, ઝટ મોક્ષનાં સુખ કાજ તત્પરતા ઘરું. વળ મરણ કાળે શરણરૃપ નથી કોઈ સંસારી જનો; સદ્ધર્મ, ઘર્માત્મા સમા ના પ્રબળ કો અવલંબનો. ૪૦ Page #116 -------------------------------------------------------------------------- ________________ વિતસ્વામી શ્રી મહાવીર ભગવાન-નન્દિયા તીર્થ Page #117 -------------------------------------------------------------------------- ________________ (૧૦) મહાવીર દેવ ભાગ-૨ અર્થ - ક્ષણ ક્ષણમાં વિનાશ પામતી એવી જગતની સર્વ વસ્તુઓનો વિચાર કરીને હવે ઝટ મોક્ષના શાશ્વત સુખ મેળવવા માટે હું મહાઉદ્યમ કરું. વળી મરણ સમયે કોઈ પણ સંસારી જીવો જીવને શરણરૂપ નથી. તે સમયે સદ્ધર્મ કે ઘર્માત્મા સમાન સમાધિમરણ કરાવનાર બીજાં કોઈ પ્રબળ અવલંબન નથી ૪૦ શું શરણ અજ્ઞાની જનોનું કે કુદેવ, ઘનાદિનું? દુઃખદાયી આખર નીવડે, તે મૂળ છે મોહાદિનું. નિર્મોહી નરને આશ્રયે સ્વ-સ્વરૃપ-સ્થિતિ સંભવે; તેથી ન બુદ્ધિમાન એવું શરણ લે જે ભૂલવે. ૪૧ અર્થ :- મરણ સમયે અજ્ઞાની એવા સગાંકુટુંબીઓનું કે કુદેવોનું કે ઘનાદિનું શું શરણ લેવું? તે જીવને આખરે દુઃખદાયી જ નિવડે છે. કેમકે તે મોહ, રાગદ્વેષાદિના મૂળ છે, નિર્મોહી નર એવા આત્મજ્ઞાની સપુરુષોના આશ્રયે જ પોતાના સ્વરૂપમાં સ્થિતિ થવાનો સંભવ છે. તેથી બુદ્ધિમાન એવા પુરુષો એવું શરણ કદી ગ્રહણ ન કરે કે જેથી જીવને સ્વસ્વરૂપનો ભુલાવો થાય. //૪૧ાા હવે ત્રીજી સંસારભાવનાનો વિચાર કરે છે : “સંસાર-વનની તનગુફામાં સિંહરૂપ દુખવાસ છે; ઇન્દ્રિય લૂંટારા રહે ત્યાં કર્મ-અરિનો ત્રાસ છે. ભવ, ભાવ, દ્રવ્ય, ક્ષેત્ર સાથે કાળ રૅપ સંસાર તો પાંચ પ્રકારે રે! ભમ્યો છંવ, મોક્ષ એક જ સાર જો. ૪૨ અર્થ - સંસારરૂપી વનમાં આવેલ તન એટલે શરીરરૂપી ગુફામાં, સિંહરૂપે જીવનો દુ:ખમાં વાસ છે. શરીરમાં વળી ઇન્દ્રિયરૂપ લૂંટારા રહે છે. તેના કારણે જીવને કર્મરૂપી અરિ એટલે શત્રુઓનો ઘણો ત્રાસ સહન કરવો પડે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એ પાંચ પ્રકારના પરાવર્તન કરતો આ જીવ સંસારમાં અનંતકાળ ભમ્યો અને દુઃખ પામ્યો. માટે આ સંસારમાં એક મોક્ષ જ સારભૂત તત્ત્વ છે, બાકી બધું અસાર છે. “સહજસુખસાઘન'માંથી - “આ સંસાર અગાધ, અનાદિ અને અનંત છે. આ સંસારી જીવે પાંચ પ્રકારના સંસાર પરાવર્તન અનંતવાર કર્યા છે. પાંચ પરાવર્તન:- ૧. દ્રવ્ય પરાવર્તન. ૨. ક્ષેત્ર પરાવર્તન. ૩. કાળ પરાવર્તન. ૪. ભવ પરાવર્તન ૫. ભાવ પરાવર્તન. તેનું અતિ સંક્ષેપમાં સ્વરૂપ નીચે પ્રમાણે છે : (૧) દ્રવ્ય પરાવર્તન :- પુદ્ગલ દ્રવ્યના બઘાંય પરમાણુ અને ઢંઘોને આ જીવે ક્રમપૂર્વક ગ્રહણ કરી કરીને અને ભોગવી ભોગવીને છોડ્યાં છે. એવા એક દ્રવ્ય પરાવર્તનમાં અનંતકાળ વ્યતીત કર્યો છે. (૨) ક્ષેત્ર પરાવર્તન - લોકાકાશનો કોઈ એવો પ્રદેશ બાકી રહ્યો નથી કે જ્યાં ક્રમ ક્રમથી જીવ ઉત્પન્ન થયો ન હોય. એવા એક ક્ષેત્ર પરાવર્તનમાં દ્રવ્ય પરાવર્તનથી પણ દીર્ઘ અનંતકાળ વિતાવ્યો છે. | (૩) કાળ પરાવર્તન : - ઉત્સર્પિણી એટલે જે કાળચક્રમાં આયુ, કાળ, સુખ વઘતાં જ જાય છે. અવસર્પિણી એટલે જે કાળમાં એ બઘાં ઘટતાં જાય છે. આ બન્ને યુગોના સૂક્ષ્મ સમયોમાં કોઈ એવો સમય બાકી રહ્યો નથી કે જેમાં આ જીવે ક્રમ ક્રમથી જન્મ અને મરણ કર્યા ન હોય. એવા એક કાળપરાવર્તનમાં Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧ ૦ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ક્ષેત્રપરાવર્તનથી પણ અધિક અનંતકાળ વ્યતીત કર્યો છે. (૪) ભવ પરાવર્તન :- ચારેય ગતિમાં નવ ગ્રેવેયિક પર્યત કોઈ ભવ શેષ રહ્યો નથી કે જે આ જીવે ઘારણ કર્યો ન હોય. આ એક ભવપરાવર્તનમાં કાળપરાવર્તનથી પણ અધિક અનંતકાળ વીત્યો છે. (૫) ભાવ પરાવર્તન - આ જીવ આઠ કર્મોનાં બંઘન થવા યોગ્ય ભાવોને પ્રાપ્ત થયો છે. આ એક ભાવપરાવર્તનમાં ભવપરાવર્તનથી પણ અધિક અનંતકાળ ગયો છે. એમ સંસારભાવનાનું સ્મરણ કર્યું.”II૪રા હવે ચોથી એકત્વભાવનાનું ચિંતવન કરે છે : સંસારમાં ર્જીવ એકલો જન્મ, મરે દુખ-પાંગળો, વળ કર્મ બાંધે એકલો ને છોડશે પણ એકલો; સુખદુઃખ કર્મોથીન સૌને, કો ન લે-આપે જરી, આત્મા અસંગ વિચારી કેવળ જ્ઞાન પામી રહ્યું ઠરી. ૪૩ અર્થ – આ સંસારમાં જીવ એકલો જ જન્મે છે. અને ત્રિવિધ તાપના દુઃખ ભોગવી ભોગવીને પાંગળો થયેલો જીવ એકલો જ મરે છે. વળી કર્મ પણ પોતે એકલો જ બાંધે છે અને તે કર્મને છોડશે પણ એકલો જ. સૌ જીવ પોતપોતાના કર્મે કરી સુખ દુઃખને અનુભવે છે. કોઈ કોઈનું સુખ કે દુઃખ જરી પણ કોઈ લેવા કે આપવા સમર્થ નથી. આત્મા સ્વયં મૂળ સ્વરૂપે જોતાં ભૌતિક સુખ દુઃખથી રહિત અસંગ સ્વભાવવાળો છે. તે સ્વરૂપને વિચારી, પુરુષાર્થ બળે કેવળજ્ઞાન પામીને સ્વસ્વરૂપમાં સર્વ કાળને માટે સ્થિર થઈને રહું એ જ શાશ્વત સુખ પ્રાપ્તિનો સાચો ઉપાય છે. ૪૩ હવે પાંચમી અન્યત્વભાવનાનો વિચાર કરે છે – માતા, પિતા, પરિજન જુદાં; નથી કોઈ જગમાં જીવનું સાથે રહે આ શરીર નિત્યે તોય તત્ત્વ અજીવનું. મન, વચન, કાયા સર્વ જુદાં, કર્મકૃત સૌ અન્ય છે, માટે ગ્રહું હું રત્નત્રયમય શુદ્ધ રૂપ અનન્ય છે. ૪૪ અર્થ - માતાપિતા સગાંસંબંધીઓ એ સર્વ મારાથી જુદા છે. જગતમાં આ જીવનું કોઈ નથી. આ શરીર જે સદા સાથે રહેવા છતાં પણ તે અજીવ તત્ત્વનું છે, પણ મારા જીવતત્ત્વનું નથી. મન વચન કાયા એ સર્વ જીવથી જાદા છે. એ સર્વ કરેલા કર્મનું ફળ છે. માટે મારાથી સર્વ અન્ય છે. તેથી હું તો મારું જે અનન્ય રત્નત્રયમય શુદ્ધ સ્વરૂપ છે, તેને જ ગ્રહણ કરવા પ્રયત્ન કરું. I૪જા હવે છઠ્ઠી અશુચિભાવનાનું ચિંતવન કરે છે : જ્યાં કુંડ ચામડિયા, તણો મળ, માંસ, ચર્મ, રુધિર ને બહુ હોડ, આંતરડા, નસો, કફ, લાળથી ભરપૂર જે જોવા કહે કોઈ જરી તો નાક મરડે દેખતાં, ત્યાં થુંકવા પણ જાય ના; તેવું જ સૌના દેહમાં. ૪૫ અર્થ - ચામડિયાને ત્યાં મળ, માંસ, ચામડા, લોહી અને ઘણા હાડકાં, આંતરડા, નસો, કફ, લાળથી ભરપૂર એવા કુંડ હોય છે. તેને કોઈ જરા જોવા કહે તો તે જોઈને પણ દુર્ગધ સહન ન થવાથી નાક Page #119 -------------------------------------------------------------------------- ________________ (૧૦) મહાવીર દેવ ભાગ-૨ ૧ ૦ ૧ મરડે, ત્યાં થૂકવા પણ જાય નહીં. તેવું જ સર્વ જીવોના દેહમાં ભરેલું છે. એ દુર્ગઘમય સત ઘાતુથી જ બનેલો સર્વનો દેહ છે. તેમાં હે જીવ! તું શું રાગ કરે છે. ૪પાા. સો શરીર નરનારીતણાં છે ચામડે કપડે કૂંડાં, બન્ને કરી ઘો દૂર તો દેખાય કુંડ થકી કૂંડાં. રે! રે! અવિચારે રૃપાળી દેહ માની જીંવ ભમે, દુર્ગથી, ગંદી કેદમાં મુમુક્ષુ જીવો ના રમે. ૪૬ અર્થ - સર્વ નર કે નારીઓના શરીર માત્ર માંખીની પાંખ જેવા ચામડીના પડથી તેમજ ઉપર રંગબેરંગી કપડાંના ઢાંકણ વડે શોભે છે. તે બન્નેને જો દૂર કરી દ્યો તો તે ચામડીઆના કુંડથી પણ વિશેષ ભયંકર બિહામણું લાગશે. રે! રે! આશ્ચર્ય થાય છે કે શરીરનું એવું ખરું સ્વરૂપ હોવા છતાં પણ જીવ અવિચારથી તે દેહને રૂપાળો માની, તેમાં મોહ કરી આ ચારગતિરૂપ સંસારમાં ભમ્યા કરે છે. પણ આવી દુર્ગઘમય ગંદી શરીરરૂપી કેદમાં કે જેમાં આ જીવ કર્મવશ સપડાયેલો છે; તેમાં મુમુક્ષ જીવો મોહવશ રમણતા કરતા નથી. ૪૬ાા. બહુ પુષ્ટ હો કે શુષ્ક હો, પણ દેહ ચેહ વિષે જશે; આ ભોગ રોગ વઘારતાં; તપ જ્ઞાન કેવળ આપશે. બસ, શરીર-સુખ-ઇચ્છા તજી, અપવિત્ર તનથી તપ કરું; રત્નત્રયી-જળ-સ્નાનથી વર મોક્ષ-હેતું આદરું. ૪૭ અર્થ :- આ શરીર બહુ પુષ્ટ હો કે સૂકાઈ ગયેલું હો પણ અંતે તો તે ચેહ એટલે મડદા માટે ખડકેલી ચિતાને વિષે બળીને ભસ્મ થશે. તેમજ શરીરથી ભોગવાતા ભોગો પણ રોગની વૃદ્ધિનું કારણ છે. પણ આજ શરીર વડે જો હું તપ કરું તો તે મને કેવળજ્ઞાનને આપશે. માટે બસ, હવે આ શરીર સુખની ઇચ્છાને તજી દઈ અપવિત્ર એવા શરીર વડે માત્ર ઇચ્છા રોથનરૂપ તપ કરું; અને મોક્ષના હેતુરૂપ શ્રેષ્ઠ રત્નત્રયી એવા સમ્યદર્શન, જ્ઞાન, ચારિત્રરૂપી જળમાં સ્નાન કરીને મારા આત્માને સંપૂર્ણ શુદ્ધ કરું. I૪૭ના હવે સાતમી આસ્રવભાવના વિચારે છે : આ રાગ-રોષાદિ ઘણાં છિદ્રો વડે ઑવનાવમાં, પાણી સમો છે કર્મ-આસ્રવ, જો ન જીવ-સ્વભાવમાં; જ્ઞાનાદિથી તે છિદ્ર જે રૂંઘે ન, તે ભવમાં ભમે, બહુ આકરાં તપ છો તપે પણ શિવ-સુખમાં ના રમે. ૪૮ અર્થ :- આ જીવરૂપી નાવમાં રાગદ્વેષાદિરૂપ ઘણા છિદ્રોવડે પાણી સમાન કમનો આસ્રવ થઈ રહ્યો છે, જો જીવ સ્વભાવમાં નથી તો. સમ્યકજ્ઞાન દર્શનચારિત્રવડે તે રાગદ્વેષાદિરૂપ છિદ્રોને રૂંઘશે નહીં તે જીવ આ સંસારમાં જ ભમ્યા કરશે. તે ભલેને ઘણા આકરા તપ તપે પણ મોક્ષસુખની રમણતાને પામશે નહીં. [૪૮ાા હવે આઠમી સંવરભાવનાનું ચિંતવન કરે છે : વ્રત ગુપ્તિથી જો વર્તતા મુનિ જ્ઞાન-ધ્યાન ઉપાયમાં તો કર્મ-આસ્રવ-દ્વાર રૂંધ્ય, સ્વછૂંપ-સંવર થાય ત્યાં; Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧ ૦ ૨. પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ પણ તપ વડે જે પાપ રોકે શુભ મને આસ્રવ કરે, તે મોક્ષ પામે ના કદી; મનશુદ્ધિથી સિદ્ધિ વરે. ૪૯ અર્થ - આત્મજ્ઞાની મુનિ પંચ મહાવ્રત અને ત્રણ ગુતિ વડે જ્ઞાનધ્યાનમાં વર્તતા, કર્મ આવવાના સત્તાવન આસ્ત્રવધારને રૂંઘે છે. અને તેથી સ્વરૂપ-સંવર થાય છે અર્થાત્ નવીન કમ આવીને તેમના આત્મા સાથે જોડાઈ શકતા નથી. પણ જે આત્મજ્ઞાન વગર માત્ર બાહ્ય તપવડે પાપોને રોકે છે તે તો શુભભાવથી ફરી નવીન કમોંનો આસ્રવ કરે છે; તેથી તે કદી મોક્ષ પામી શકે નહીં. પણ મનના શુદ્ધભાવથી જીવ મોક્ષસિદ્ધિને પામે છે. “તેહ શુભાશુભ છેદતાં ઊપજે મોક્ષ સ્વભાવ.” -શ્રીમદ્ રાજચંદ્ર ૪૯ો. હવે નવમી નિર્જરાભાવનાનો વિચાર કરે છે : પ્રત્યેક ઑવને કર્મ ફળ આપી હૂંટે તે નિર્જરા, પણ તે જ કાળે નવન કર્મો બાંઘતા જન નિર્બળાસવિપાક નામે નિર્જરા તે મોક્ષનો હેત નથી; અવિપાક નામે નિર્જરા સંવર વડે તપથી થતી. ૫૦ અર્થ :- પ્રત્યેક જીવને કર્મનું ફળ આપી જે છૂટે તે નિર્જરા તત્ત્વ છે. પણ તે જ સમયે નિર્બળ એવો જીવ ફરી રાગદ્વેષના ભાવો કરીને નવીન કર્મનો બંઘ કરે છે. ઉદયમાં આવીને કર્મ નિર્જરે તે સવિપાક નામની નિર્જરા છે. તે જીવને મોક્ષનું કારણ થતી નથી. પણ અવિપાક નામની જે નિર્જરા છે તે મોક્ષનો હેતુ થાય છે. પણ તે જ્ઞાનસહિત તપવડે નવીન કમનો સંવર કરવાથી થાય છે. ૫૦ગા. હવે દસમી લોકભાવનાનું ચિંતવન કરે છે : નીચે નરક છે સાત લોકે, મધ્ય લોકે આપણે, છે ઊર્ધ્વ લોકે દેવ ગણ ને સિદ્ધ લોકાંતે ભણે. ચારે ગતિમાં ભટકતાં બહુ લોકયાત્રા તો કરી; પણ બોધિરૃપ ત્રણ રત્નની પ્રાપ્તિ થવી બહુ આકરી. ૫૧ અર્થ :- આ લોકમાં નીચે સાત નરકો છે. મધ્યલોકમાં આપણે છીએ. તથા ઊર્ધ્વલોકમાં દેવોનો સમૂહ વસે છે. તેમજ સિદ્ધ ભગવંતો લોકના અંતમાં બિરાજમાન છે. મારા આત્માએ ચારે ગતિમાં ભટકતા ઘણી લોકયાત્રા કરી, તો પણ સમ્યદર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ બોધિ-રત્નની પ્રાપ્તિ થઈ નહીં. તે રત્નત્રયની પ્રાપ્તિ થવી આ સંસારમાં બહુ આકરી છે. ૫૧ાા. હવે અગિયારમી બોધિદુર્લભ ભાવનાને વિચારે છે : વળી બોધિલાભ થયા છતાં તપ ના પ્રમાદે જે કરે, તો તે રખે! બોધિ-જહાજ તજી પડે રત્નાકરે. દુર્લભ અતિ યતિઘર્મ દશ, મુમુક્ષુને તે મોક્ષ દે; સર્વોપરી પુરુષાર્થ સાથું–થર્મ-મર્મ અલક્ષ છે.” પર અર્થ - વળી રત્નત્રય૩૫ બોધિની પ્રાપ્તિ થયા છતાં પણ પ્રમાદવશ જે બાર પ્રકારના અનશન, ઊણોદરી કે સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ વગેરે તપનું આચરણ કરતા નથી, તો તે રખે! એટલે કદાચ બોધિરૂપ જહાજને છોડી દઈ પાછા રત્નાકર એટલે સંસારરૂપી સમુદ્રમાં પડી જશે. Page #121 -------------------------------------------------------------------------- ________________ (૧૧) મહાવીર દેવ ભાગ-૩ ૧ ૦ ૩ હવે બારમી ઘર્મદુર્લભભાવનાનું ચિંતન કરે છે : દશ લક્ષણરૂપ ક્ષમાદિ યતિઘર્મ પ્રાપ્ત થવો તે અતિ દુર્લભ છે. તે યતિઘર્મ સંસારથી છૂટવાના ઇચ્છુક એવા મુમુક્ષુને તો મોક્ષ આપનાર થાય છે. માટે સર્વોપરી પુરુષાર્થ આદરું. કેમકે થર્મનો મર્મ જે દેહાધ્યાસ છોડવારૂપ છે તે સહજે લક્ષમાં આવવો દુર્લભ છે. ઘર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોઘનથી મળવાની નથી. અપૂર્વ અંતસંશોઘનથી તે પ્રાપ્ત થાય છે, તે અંતસંશોઘન કોઈક મહાભાગ્ય સદ્ગુરુ અનુગ્રહે પામે છે.” (વ.પૃ.૧૭૮) //પરા પ્રભુ-ભાવ જ્ઞાને જાણ લોકાંતિક દેવો આવિયા, તે પ્રાર્થના પ્રભુની કરેઃ “તપકાળ તક શુભ આવી આ. તર તારશો બહુજન તમે; વળી કોઈ તમ સમ પણ થશે, તપ આદરી સમકિત સહ મોક્ષે મહાભાગ્યે જશે.” પ૩ અર્થ :- પ્રભુના યતિધર્મ આરાધવાના ભાવ અવધિજ્ઞાનથી જાણીને લોકાંતિક દેવો ત્યાં આવી પહોંચ્યા, અને પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ! તપ આરાઘવાની શુભ તક આવી ગઈ છે. આપ સંસાર સમુદ્રને તરી બીજા અનેક ભવ્યોને તારશો. વળી કોઈ તો આપના પસાયે આપ સમાન તીર્થંકર પદ પ્રાપ્તિ કરનાર પણ થશે. આપની કૃપાએ મુમુક્ષુઓ ઇચ્છાઓનો નિરોઘ કરવારૂપ તપને આદરી સમકિત પામી મહાભાગ્ય વડે મોક્ષપદને પામશે. આપણા (૧૧) મહાવીર દેવ ભાગ ૩ (હરિગીત) દેવર્ષિ લૌકાંતિક દેવો દેવલોકે જ્યાં ગયા, ત્યાં ઇન્દ્ર આદિ અન્ય સુરગણ ભક્તિથી ભેગા થયા. તૈયારી તપ-કલ્યાણ-ઉત્સવ કાજ સર્વ કરે હવે, અભિષેક ક્ષીરોદધિ-જળ પ્રભુને કરી દેવો સ્તવે. ૧ અર્થ - દેવોમાં ઋષિ સમાન લૌકાંતિક દેવો પ્રભુને દીક્ષા માટે પ્રાર્થના કરીને દેવલોકમાં જ્યાં ગયા કે ત્યાં ઇન્દ્ર આદિ બીજા દેવતાઓ પણ ભક્તિથી ભેગા થયા અને ભગવાનના તપકલ્યાણક ઉત્સવ માટેની સર્વ તૈયારી કરવા લાગ્યા. પછી પ્રભુ પાસે આવી ક્ષીરોદધિ સમુદ્રનું જળ લાવીને પ્રભુનો અભિષેક કરી તેમની ભાવપૂર્વક સ્તુતિ કરી. લા. માતાપિતાને શ્રી મહાવીર મઘુર વચને બોઘતા, વૈરાગ્યભર વાણી વડે બહુ બહુ કરી સમજાવતા. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ આજ્ઞા મળી દીક્ષા તણી કે તુર્ત ચાલી નીકળ્યા, ઇન્દ્રે રચેલી પાલખીમાં બેસી વન ભી સંચર્યા. ૨ અર્થ :— હવે દીક્ષા લેવા માટે માતાપિતાને શ્રી મહાવીર પ્રભુ મધુર વચને બોઘવા લાગ્યા. વૈરાગ્યભરી વાણીથી ઘણા ઘણા પ્રકારે પ્રભુ તેમને સમજાવવા લાગ્યા. જ્યારે દીક્ષા લેવાની આશા મળી કે તુરત ત્યાંથી ચાલી નીકળ્યા અને ઇન્દ્રે રચેલી પાલખીમાં બિરાજમાન થઈ વન ભણી રવાના થયા. ઘેરા ખંકા મહાવનમાં શિલા પર ઊતરી સમભાવથી વસ્ત્રાદિ તાઁ નિઃસ્પૃહ તન પ્રતિ, સિદ્ધ વંદે ભાવથી; પછી મોહના ફાંસા સમા શિરકેશ ઉખાડી દોઁઘા જો, પંચમુષ્ટિથી વીરે; વ્રત ઉચ્ચરી પાંચે લીંઘા. ૩ અર્થ :— ખંકા નામના મહાવનમાં આવી પાલખી પરથી ઊતરી સમભાવથી શીલા ઉપર જઈ પોતાના શરીર ઉપર રહેલ વસ્ત્ર આભૂષણાદિને તજી, શરીર પ્રત્યે પદ્મ સાવ નિઃસ્પૃહ થઈ સિદ્ધ ભગવંતને ભાવથી વંદના કરી. પછી વાળના કારણે શરીરની સુંદરતા રહે છે અને તેથી જીવને મોહ થાય છે; એમ જાણી મોહના ફાંસા સમાન શિરકેશને પંચમુષ્ટિના લોંચ વડે ઉખાડી દીધા અને પાંચે મહાવ્રતનો ઉચ્ચાર કરી પ્રભુએ પંચ મહાવ્રત ધારણ કર્યા. “વાળ ઉપર જેટલી આસક્તિ છે તેટલો દેહાધ્યાસ છે, એ સહજ વિચારે સમજાય તેવી વાત છે. માથું હોળતાં વાળ કાંસકા ઉપર આવ્યા હોય તેને ઘરના કોઈ ખૂણામાં રાખવા કોઈ ઇચ્છતું નથી, તથા હજામત કરાવેલા વાળ દૂર ફેંકી દે છે. કોઈ કપડામાં ભરાયો હોય તો ખેંચ ખૂંચ કરે. તેવી નિરર્થક ચીજમાં વારંવાર વૃત્તિ રાખી તેની ઠીકઠાકમાં મનુષ્યભવની મોંઘી પળો ગુમાવવી એ વિચારવાનને કેમ પાલવે?'' ઔભા-૩ (પૃ.૪૨૮) ||૩|| કાર્તિકી વદની દશમસાંજે એકલા વીર મુનિ થયા ત્યાં જ્ઞાન મનપર્યાય ઉપન્યુ, સ્તુતિ કરી દેવો ગયા. પછી પારણું વીરનું પ્રથમ ખીરનું થયું નૃપમંદિરે— કુલરાય ભક્તિમાન દાતા, પાત્ર ઉત્તમ જ્ઞાની એ. ૪ = અર્થ :— કાર્તિક વદ દશમની સાંજે પ્રભુ મહાવીર એકલા જ મુનિ થયા. મુનિવ્રત ગ્રહણ કરતાં જ પ્રભુને મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. પછી પ્રભુની સ્તુતિ કરીને દેવો બઘા દેવલોકે ગયા. પ્રભુ મહાવીરનું પ્રથમ પારણું ખીરનું રાજાના મહેલમાં થયું. રાજા કુલરાય ભક્તિમાન દાતા હતા, અને જ્ઞાની ભગવંત મહાવીર જેવા ઉત્તમ પાત્ર હતો. ॥૪॥ ત્યાં પંચ આશ્ચર્યો થયાં, અનુમોદના લોકે કરી, મનવચન-કાર્ય પુણ્ય બાંધે પાત્ર-દાતાને સ્મરી; આળસરહિત પતિધર્મ પાળે સ્વાર્મી ઉપયોગી અતિ, સ્વપ્નેય દોષ ન દેખતા, વૃઢ પરમ ચારિત્રે મતિ. ૫ અર્થ :– પ્રભુ મહાવીરના પારણા સમયે પાંચ આશ્ચર્યો અથવા પંચ દિવ્ય પ્રગટ થયા. તે આ પ્રમાણે :— ૧. તેમના ઘરમાં સુગંધી જળ ૨. પુષ્પની વૃષ્ટિ ૩. આકાશમાં દુંદુભીનો ગંભીર ધ્વનિ ૪. વસ્ત્રની વૃષ્ટિ અને પ. દ્રવ્યની એટલે સોનૈયાની વૃષ્ટિ. તે જોઈ લોકોએ તેની અનુમોદના કરી. તે નિમિત્તે Page #123 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરને કરેલા નિરી અનેક ઉપસર્ગ છે હ Page #124 -------------------------------------------------------------------------- ________________ (૧૧) મહાવીર દેવ ભાગ-૩ ૧ ૦ ૫ ઉત્તમ પાત્ર પ્રભુ મહાવીર અને ભક્તિમાન દાતા શ્રી કુલરાય રાજાનું સ્મરણ કરી લોકોએ મન વચન કાયાથી પુણ્ય બાંધ્યું. અત્યંત ઉપયોગપૂર્વક આપણા સ્વામી ભગવાન મહાવીર આળસ રહિત થઈ દશ લક્ષણરૂપ યતિધર્મ પાળવા લાગ્યા. જે સ્વપ્નમાં પણ પરના દોષ જોતા નથી અને જેની બુદ્ધિ દ્રઢપણે ઉત્કૃષ્ટ ચારિત્રઘર્મ પાળવામાં જ લાગેલી રહે છે. પા રે! સખત ઠંડીમાં પ્રભું નિર્વસ્ત્ર વનમાં વિચરે, નહિ ટાઢને લીઘે કદી કર બગલમાં ઘાલી ફરે; ઠંડી અસહ્ય પચ્ચે પ્રભુ ઉપયોગસહ ઘડી ચાલતા, નિદ્રા પ્રમાદ વઘારનારી જાણી જાગ્રત થઈ જતા. ૬ અર્થ - રે! આશ્ચર્ય છે કે સખત ઠંડીમાં પણ પ્રભુ સાવ વસ્ત્ર વગર વનમાં વિચરે છે, ટાઢને લીધે કદી બગલમાં હાથ ઘાલીને પણ ફરતા નથી. સહન ન થઈ શકે એવી અસહ્ય ઠંડીમાં પણ પ્રભુ આત્મઉપયોગ સાથે ઘડીભર ચાલતા હતા. નિદ્રાને પ્રમાદ વઘારનારી જાણી શીધ્ર જાગૃત થઈ જતા હતા. કા તડકે રહીને ગ્રીષ્મમાં સુવિચારચોગ વઘારતા; વર્ષાઋતુમાં વૃક્ષ નીચે ધૈર્ય છત્રી ઘારતા. ઓછું જમે શક્તિ છતાંયે, મૌન ઘરને વિચરે, નહિ આંખ ચોળે, કે વલૂરે ગાત્ર, અરતિ ના ઘરે. ૭ અર્થ - પ્રભુ ગ્રીષ્મ ઋતુમાં પણ તડકામાં ઊભા રહી સુવિચાર-યોગ વઘારતા હતા. સુવિચાર એક મહાન યોગ છે. જે વડે આત્માનું મોક્ષની સાથે જોડાણ થઈ શકે. વર્ષાઋતુમાં પણ વૃક્ષ નીચે શૈર્યરૂપી છત્રીને ઘારણ કરી કાયોત્સર્ગ કરતા હતા. શક્તિ હોવા છતાં પણ ભગવાન ઓછું જમતા. મૌન ઘારણ કરીને વિહાર કરતા. આંખ જેવા કોમળ અંગને પણ કદી ચોળતા નહોતા કે ખાજ ખણવા માટે કદી ગાત્ર એટલે શરીરને પણ વલૂરતા નહોતા અર્થાતુ ખણતા નહોતા. તેમજ કોઈ પ્રત્યે પણ અરતિ એટલે અણગમો ઘરતા નહોતા. શા વળ લાઢ દેશ વિષે પડે જન, કૂતરાં કરડે, નડે, સમભાવથી જનમાર સહતા, દૂર-વિહારે આથડે; સ્ત્રીઓની સામે નજર ના દે, ધ્યાનમાં નિમગ્ન એ, આ કોણ છે? એવું પૅછે, તો “ ભિખુ” શબ્દ સદા વ. ૮ અર્થ - વળી લાઢ જેવા અનાર્યદેશમાં ભગવંત વિચરતા હતા. ત્યાંના લોકો ઘણી પીડા આપે, શિકારી કૂતરાં કરડે, લોકો અનેક પ્રકારે નડતરરૂપ થાય, મારે તો પણ ભગવાન સમભાવથી બધું સહન કરતા હતા. દૂર દૂર વિહાર કરી કષ્ટ સહન કરીને પણ પ્રભુ કર્મોની નિર્જરા કરતા હતા. સ્ત્રીઓની સામે નજર કરતા નહોતા, પોતાના આત્મધ્યાનમાં સદા નિમગ્ન રહેતા. કોઈ પૂછે કે આ કોણ છે? તો માત્ર હું “ ભિખુ એટલે ભિક્ષુક છું એટલો શબ્દ સદા બોલતા હતા. આટલા પ્રભુ ઉજ્જયિની નગરના પિતૃવને વળી આવિયા, કાયાણી મમતા તજી ઊભા મહાવીર યોર્ગી આ; પગને પણ પ્રોતાતેમજ " aષે પીડે "વિહારે છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧ ૦ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ઘારી પ્રતિમાયોગ નિશ્ચલ ગિરિસમાં ઊભા રહે, ત્યાં સ્થાણુ નામે રુદ્ર અંતિમ વીરબળ જોવા ચહે. ૯ અર્થ - હવે પ્રભુ ઉજ્જયની નગરીના પિતૃવન એટલે સ્મશાનમાં આવ્યા. ત્યાં કાયાની મમતા મૂકી દઈ યોગી એવા પ્રભુ મહાવીર પ્રતિમાયોગ ઘારણ કરીને નિશ્ચલપણે પર્વત સમાન અડોલ સ્થિર થઈ ધ્યાનમાં ઊભા રહ્યા હતા, ત્યાં સ્થાણું નામનો રૂદ્ર આવ્યો. તે પણ અંતમાં ભગવાન મહાવીરનું બળ જોવા ઇચ્છા કરે છે. લા. તે આંખ ફાડી, રૌદ્ર રીતે, દાંત કાઢીને હસે પિશાચરૂપે બહુ ડરાવે, તોય પ્રભુ તો ના ખસે; હથિયાર સહ બૂમ પાડી, ઘસતાં ઉપસર્ગો બહુ કરે, વીર-ઉર નિશ્ચલ દેખી, હજીં તે સિંહ-સર્પ-રૂપો ઘરે. ૧૦ અર્થ :- રુદ્ર આંખો ફાડીને રૌદ્ર એટલે ભયંકર રીતે દાંત કાઢીને અટ્ટહાસ્ય કરવા લાગ્યો. પિશાચ એટલે રાક્ષસનું રૂપ ઘરી બહુ ડરાવવા લાગ્યો છતાં પ્રભુ તો ત્યાંથી ખસ્યા નહીં. હથિયાર સાથે બૂમ પાડીને ઘસી આવી અનેક ઉપસર્ગો કર્યા. તો પણ વીર ભગવંતનું હૃદય નિશ્ચલ જાણીને હજી તે સિંહ, સર્પ વગેરેના રૂપ ધારણ કરવા લાગ્યો. ૧૦ના વળી પવન, અગ્નિ આદિથી, દુર્વચનથી દે ત્રાસ તે; તો યે મહાવીર ના ચળે, બળવાન આત્મવિકાસ છે. નિશ્ચલ રહ્યા વીર જાણીને તે રુદ્ર લજ્જા પામિયો, સ્તુતિ કરે, “હે!દેવ, જગગુરુ આપ વરવર-સ્વામી છો. ૧૧ અર્થ - વળી, તીવ્ર પવન વડે, કે અગ્નિ આદિના ઉપસર્ગો કરી કે દુર્વચન કહીને અનેક પ્રકારે ત્રાસ આપ્યા તો પણ મહાવીર પ્રભુ ચલાયમાન નહીં થયા; કેમકે જેમના આત્માનો વિકાસ ઘણો જ બળવાન છે. પ્રભુને એવા નિશ્ચલ જાણી તે રુદ્ર અંતે લજ્જા પામી પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો, કે હે! દેવ, આપ જ જગગુરુ છો, આપ જ વીરોમાં શ્રેષ્ઠ એવા સ્વામી છો. ૧૧ાા. નિઃખેદ પૃથ્વી સમ મહાવીર નામ શબ્દ યથાર્થથી, જગમાં ગવાશો સન્મતિ, અતિવીર ફેંપ પરમાર્થથી.” તે પાર્વતી સહ નાચ કરી આનંદ ઘર ચાલ્યો ગયો; શું યોગબળ સાચા પુરુષનું! શત્રુ પણ રાજી થયો. ૧૨ અર્થ - તમે નિમ્મદ એટલે અંતરમાં ખેદ રહિત છો, પૃથ્વી સમાન ઘીરજના ઘરનાર છો. આપનું મહાવીર નામ યથાર્થ છે. જગતમાં તમે સન્મતિના નામે પણ ગવાશો. તેમજ પરમાર્થથી જોતાં પણ તમે અતિવીર છો કેમકે અનાદિના મહામોહરૂપી શત્રુને આપે હણ્યો છે. તે રુદ્ર પાર્વતી સાથે ભગવાન સમક્ષ નાચ કરીને આનંદ સહિત સ્વર્ગે ગયો. અહો! સાચા પુરુષનું યોગબળ કેવું છે કે જેથી શત્રુ પણ રાજી થઈને ગયો. ૧૨ાા Page #126 -------------------------------------------------------------------------- ________________ ET સાંકળથી બાંધેલી ચંદનબાલા ચંદનબાલા ફૂટી વધારે વતા દેવી 牛 ભગવાનને વહોરાવતી ચંદનબાલા અહો દાનમ *મ દીક્ષા લઈ દેશ આપતી ચંદ્રભાલા Page #127 -------------------------------------------------------------------------- ________________ (૧૧) મહાવીર દેવ ભાગ-૩ છે ચંદના નૃપકુંવરી ચેટકતણી અતિ રૂપવતી, વિદ્યાઘરે કુદૃષ્ટિથી ઉપાડી લીધી તે સતી; વિદ્યાધરી પાછળ દીઠી તેથી તજી મહાવન વિષે, સી તો પ્રભુનું નામ લેતી ધર્મભાવ વિષે દીસે. ૧૩ અર્થ :— ચેટક રાજાની પુત્રી ચંદના અતિ રૂપવતી હતી. તે વનમાં ક્રીડા કરતી હતી. તેને જોઈ વિદ્યાધર કામબાણથી પીડિત થયો. તેથી તે સતીને ત્યાંથી વિદ્યાના બળે ઉપાડી લીધી. પછી પાછળ પોતાની સ્ત્રી વિદ્યાધરીને આવતા જોઈ તે ચંદનાને મહાવન વિષે જ મૂકી દીધી. તે સતી તો પ્રભુનું નામ લેતી ધર્મભાવમાં જ મગ્ન હોય એમ દેખાતી હતી. ।।૧૩।। તે ભીલપતિ-હાથે ચઢી, ઘનલોભથી વેચી દીધી, રાખી વૃષભ શેઠે છતાં શેઠાણીએ દુઃખી કોઁઘી; રૂપસંપદાથી શોક્ય બનશે એમ શંકા આણ્ણને, ખોરાકમાં દે કોદરી ને બાંઘી છે પગ તાણીને. ૧૪ ૧૦૭ અર્થ :— તે ચંદના સતી જંગલમાં ભીલપતિના હાથે ચઢી. તેણે વૃષભદત્ત શેઠને ઘનના લોભથી વેચી દીઘી. વૃષભશેઠે તેને ઘરમાં રાખી છતાં શેઠાણી સુભદ્રાએ તેને દુઃખી કરી. ચંદના પોતાના રૂપની સંપત્તિ વડે મારી શોક્ય બની જશે એમ મનમાં શંકા લાવીને શેઠાણી તેને ખોરાકમાં કોદરી આપતી હતી. અને તેના પગ સાંકળથી બાંધીને રાખતી હતી. ।।૧૪।। પ્રભુ તે જ કૌશાંબી પુરીમાં પારણાર્થે નીકળ્યા, દર્શન થતાં બંધન તૂટ્યાં, એ પૂર્વ-પુણ્યન્તરું ફળ્યાં. તે ચંદનાએ ભાવનાએ પ્રાર્થના પ્રભુને કરી, કે તાવડી બર્ની કનકની સુભાત બી ગઈ કોદરી. ૧૫ અર્થ :– ભગવાન મહાવીર તે જ કૌશાંબી નગરીમાં એક દિવસ તપના પારણા અર્થે આહાર લેવા નીકળ્યા. ભગવાનને જોઈને ચંદના તેમના સામે જવા લાગી. ભગવાનના દર્શન થતાં જ ચંદનાના સાંકળના બંધનો તૂટી ગયા, પૂર્વે કરેલા પુણ્યરૂપી વૃક્ષ ઉપર ફળ આવ્યા. ચંદનાએ ભક્તિભાવથી પ્રભુને આહાર ગ્રહણ કરવાની પ્રાર્થના કરી કે તેના હાથમાં રહેલી માટીની તાવડી તે કનક એટલે સોનાની બની ગઈ અને કોદરી તે ઉત્તમ ભાત બની ગયું. ।૧૫।। ત્યાં પારણું પ્રભુને કરાવ્યું ચંદનાએ ભક્તિથી, આશ્ચર્ય પાંચે ઊપજ્યાં અદ્ભુત વીરની શક્તિથી. તે પુણ્યયોગે ચંદનાનાં સ્વજન પણ આવી મળ્યાં, સુદાન ઉત્તમ ઉચ્ચ ભાવે આદર્યું દુ:ખો ટળ્યાં. ૧૬ અર્થ :– ચંદનાએ પ્રભુને ભક્તિથી પારણું કરાવ્યું કે ત્યાં ભગવાન મહાવીરની અદ્ભુત શક્તિના પ્રભાવે પંચ આશ્ચર્ય પ્રગટ થયા. (૧) સુગંધી જળ, (૨) પુષ્પ વૃષ્ટિ, (૩) આકાશમાં દુંદુભિનો ગંભીર ધ્વનિ, (૪) વસ્ત્રોની વૃષ્ટિ, (૫) દ્રવ્ય (સોનૈયા, રત્નો)ની વૃષ્ટિ. તેમજ ચંદનાનો પુણ્યયોગ વધી જતાં તેના સ્વજન કુટુંબીઓ પણ આવી મળ્યા. આ સર્વ દુઃખો દૂર થવાનું કારણ ઉચ્ચભાવ સહિત ઉત્તમ સુપાત્રદાન Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧ ૦૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ આપ્યું તે છે. I૧૬ના વળી વર્ષ સાડાબારથી વધુ કાળ વર-છઘસ્થતા, આવે ઋજુંકૂલા-કિનારે ગ્રામ છે જ્યાં જંભિકા, તે ગામના સુંદર વને સુંદર શિલા પર શોભતા, શુભ શાલ તરુ નીચે પ્રતિમાયોગ ઘર છઠ ઘારતા. ૧૭ અર્થ :- હવે જગતબંધુ મહાવીરને છદ્મસ્થ અવસ્થામાં સાડાબાર વર્ષથી વધુ કાળ વ્યતીત થયો. તે એક દિવસ જભિકા નામના ગામની પાસે આવેલ જાકૂલા નદીના કિનારે સુંદર વનમાં સુંદર શિલા ઉપર શુભ શાલ વૃક્ષની નીચે છઠ તપનો નિયમ લઈ પ્રતિમાઘારીને બિરાજમાન થયા; જે અતિ શોભાસ્પદ જણાતા હતા. /૧૭ના થર શીલ બખ્તર પર મહાવ્રત-ભાવનાàપ વસ્ત્ર જો, સંવેગ-હાથી પર ચઢી, લે રત્નત્રયરૅપ શસ્ત્ર, હો! ચારિત્ર-રણમાં ઝૂઝતા ઝટ દુષ્ટ કર્મ-અરિ હણે યોદ્ધો મહાવીર જોઈ લ્યો, સમભાવને તે બળ ગણે. ૧૮ અર્થ :- પ્રથમ પંચ મહાવ્રતની પાંચ પાંચ ભાવનારૂપ વસ્ત્ર પહેરી તેના ઉપર શીલરૂપી બખ્તર ઘારણ કર્યા. તે પ્રત્યેક અહિંસાદિ પંચ મહાવ્રતની પાંચ પાંચ ભાવનાઓ નીચે પ્રમાણે છે : સહજ સુખ સાઘન'માંથી - એ પાંચ મહાવ્રતોની દ્રઢતા માટે એક એક વ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે, જેના ઉપર વતી ધ્યાન રાખે છે. (૧) અહિંસાવ્રતની પાંચ ભાવનાઓ :- (૧) વચનગુતિ (૨) મનોગુતિ (૩) ઈર્ષા સમિતિ (૪) આદાન નિક્ષેપણ સમિતિ (૫) આલોકિત પાનભોજન એટલે – દેખી તપાસીને પીવાના પદાર્થો કે ભોજન કરવું. (૨) સત્યવ્રતની પાંચ ભાવનાઓ :- (૧) ક્રોથનો ત્યાગ (૨) લોભનો ત્યાગ (૩) ભયનો ત્યાગ (૪) હાસ્યનો ત્યાગ, કેમકે આ ચારને વશ થઈ અસત્ય બોલી જવાય છે, (૫) અનુવીચી ભાષણ એટલે – શાસ્ત્રોક્ત વચન કહેવું. (૩) અચૌર્યવ્રતની પાંચ ભાવનાઓ :- (૧) શૂન્યાગાર–શૂન્ય એકાન્ત જગાએ રહેવું. (૨) વિમોચિતાવાસ–છોડી દીધેલાં ઉજ્જડ થયેલાં સ્થાનમાં રહેવું. (૩) પરોપરોઘાકરણ–પોતે જ્યાં હોય ત્યાં બીજા આવે તો મનાઈ ન કરવી, અથવા જ્યાં કોઈ મનાઈ કરે ત્યાં ન રહેવું. (૪) શૈક્ષ્યશુદ્ધિ-શુદ્ધ ભિક્ષા અંતરાય કે દોષ ટાળીને લેવી. (૫) સાઘર્મી અવિસંવાદ-સાઘર્મી ઘર્માત્માઓ સાથે વિસંવાદ અથવા તકરાર ન કરવી. (૪) બ્રહ્મચર્ય વ્રતની પાંચ ભાવનાઓઃ- (૧) સ્ત્રી રાગકથા શ્રવણત્યાગ-સ્ત્રીઓની રાગ વઘારનારી કથાઓનો ત્યાગ, (૨) તન્મનોહરાંગ નિરીક્ષણ ત્યાગ-સ્ત્રીઓનાં મનોહર અંગોને દેખવાનો ત્યાગ, (૩) પૂર્વરતાનુસ્મરણ ત્યાગ–પહેલાં ભોગવેલા ભોગોના સ્મરણનો ત્યાગ, (૪) વૃષ્ટોષસ ત્યાગ–કામોદ્દીપક પુષ્ટ રસનો ત્યાગ, (૫) સ્વશરીર સંસ્કાર ત્યાગ–પોતાના શરીરના શૃંગારનો ત્યાગ. (૫) પરિગ્રહત્યાગ વ્રતની પાંચ ભાવનાઓ :- મનોજ્ઞ અને અમનોજ્ઞ પાંચ ઇન્દ્રિયોના પદાર્થોને Page #129 -------------------------------------------------------------------------- ________________ (૧૧) મહાવીર દેવ ભાગ-૩ ૧ ૦૯ પામીને રાગદ્વેષ ન કરતાં સંતોષ રાખવો. (પૃ.૫૪૩) પછી સંવેગ એટલે માત્ર મોક્ષ અભિલાષરૂપ હાથી પર ચઢીને રત્નત્રય એવા સમ્યકજ્ઞાન, દર્શન ચારિત્રરૂપ શસ્ત્રને હાથમાં લઈ, ચારિત્રરૂપ રણભૂમિમાં ઝઝૂમતા, ઝટ દુષ્ટ કર્મોરૂપી શત્રુઓને હણે છે એવા મહાવીરરૂપ યોદ્ધાને જોઈ લો કે જે સમભાવને જ મહાન બળ ગણે છે. ૧૮ તે કર્મ હણતાં સિદ્ધ-ગણના આઠ ગુણને ચિંતવે:સંપૂર્ણ સમ્યક જ્ઞાન-દર્શન-વીર્ય-સુખ અનંત ને સૂક્ષ્મત્વ, અવગાહન અગુરુલઘુ ગુણમાં એકત્વથી, ઘનઘાત કર્મો ક્ષય કરી, વિર થાય કેવળી તત્ત્વથી. ૧૯ અર્થ :- આ પ્રમાણે કર્મને હણતા શ્રી મહાવીર, સિદ્ધ ભગવંતમાં સમૂહરૂપે રહેલા આઠ ગુણોને ચિંતવે છે કે–સિદ્ધ ભગવંતમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને મોહનીય એ ચાર ઘાતીયાકર્મ ક્ષય થવાથી ક્રમશઃ તેમનામાં અનંત સંપૂર્ણ સમ્યજ્ઞાન, દર્શન, વીર્ય અને સુખગુણ પ્રગટ થયેલ છે, તથા અઘાતીયા એવા નામકર્મ જવાથી અમૂર્તિક અથવા સૂક્ષ્મત્વ ગુણ, આયુષ્યકર્મનો ક્ષય થવાથી અક્ષય સ્થિતિ ગુણ અથવા અટલ અવગાહના પ્રાપ્ત થઈ છે, જે હવે કોઈ દિવસ બદલાવાની નથી. તથા ગૌત્રકર્મના ક્ષયથી અગુરુ લઘુ ગુણ પ્રાપ્ત થયો તેમજ વેદનીય કર્મના ક્ષયથી અવ્યાબાદ સ્થિતિ ગુણ પ્રગટ્યો; એમ એ ગુણોના ચિંતવનમાં એકત્વભાવ પામી શ્રી મહાવીર પણ ચાર ઘનઘાતી કર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન પામ્યા. ||૧૯ાાં વૈશાખની સુદિ દશમ-સાંજે લબ્ધિ કેવળ પામિયા, દેવો વિજય-આનંદથી જયકાર કરતા આવિયા. કુબેર દેવ રચે હવે સમવસરણ અતિ શોભતું, જે એક યોજન ગોળ ને નભમાં ઘણું ઊંચુ હતું. ૨૦ અથ- વૈશાખ સુદ દશમની સાંજે શ્રી મહાવીર પ્રભુ કેવળજ્ઞાનની નવ લબ્ધિઓને પામ્યા, તે આ પ્રમાણે :- “તે ભગવાન (૧) ક્ષાયિક સમ્યકત્વ, (૨) ક્ષાયિક ચારિત્ર, (૩) કેવળજ્ઞાન, (૪) કેવલ દર્શન, (૫) અનંત દાન, (૬) અનંત લાભ, (૭) અનંત ભોગ, (૮) અનંત ઉપભોગ અને (૯) અનંત વીર્ય, એ નવ કેવલજ્ઞાનની લબ્ધિઓથી વિભૂષિત થઈને શિવરમણી એટલે મોક્ષલક્ષ્મીના મનને રંજન કરનાર પતિ થયા છે. આ જ્ઞાનકલ્યાણકના મહિમાને સાંભળીને સૌ કોઈ સુખ પામે છે.”-નિત્યનિયમાદિ પાઠ (પૃ.૨૭૨) દેવો પણ ભગવાનને ચાર ઘાતીયા કર્મ ઉપર વિજય પ્રાપ્ત થયો જાણી, આનંદથી જયજયકાર કરતા ત્યાં આવ્યા. હવે ઇન્દ્રની આજ્ઞાથી કુબેર દેવ અત્યંત શોભાયમાન સમવસરણની રચના કરે છે. જે એક યોજન પ્રમાણ ગોલાકાર અને નભ એટલે આકાશમાં ઘણું ઊંચુ હતું. //૨૦ણી. ત્રણ પીઠિકા તે મંડપે વચ્ચે સુશોભિત રત્નની, કરી ગંઘકુટ તે ઉપર સિંહાસન રચે સુયત્નથી. દ્વાદશ પરિષદ ઘેરી રહી, વર-વચન સુણવા તે મળી, ઇન્દ્રાદિને પણ સેવવા જેવા પ્રભુ સેવે વળી. ૨૧ અર્થ :- સમવસરણમાં બાર સભાઓની બરોબર વચ્ચે રત્નોની ત્રણ પીઠિકા સુશોભિત બનાવી તેના ઉપર ગંદકુટી કરી. તે ગંદકુટી ઉપર સુંદર કમળની રચના દેવે કરી. તે કમળ ઉપર Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ભગવાન અદ્ધર બિરાજમાન થયા. ભગવાનની ચોફેર, આંતરા પાડીને દ્વાદશ પરિષદ એટલે બાર સભાઓ બનાવી. તે બાર સભાઓમાંથી પહેલીમાં મુનિઓ અને ગણઘર, બીજીમાં કલ્પવાસી દેવોની દેવાંગનાઓ, ત્રીજીમાં આર્યા (સાધ્વી)ઓ, ચોથીમાં જ્યોતિષી દેવોની દેવીઓ, પાંચમીમાં વ્યંતર દેવોની દેવીઓ, છઠ્ઠીમાં ભવનવાસી દેવીઓ, સાતમીમાં ભવનવાસી દેવ, આઠમીમાં વ્યંતર દેવ, નવમીમા જ્યોતિષ દેવ, દશમીમાં કલ્પવાસી દેવ, અગિયારમીમાં મનુષ્ય અને બારમીમાં પશુ બેઠા હતાં. તે બધા ભગવાન મહાવીર સ્વામીના વચન સાંભળવા માટે ભેગા મળ્યા હતા. ઇન્દ્રો આદિને પણ સેવવા યોગ્ય પ્રભુ હોવાથી સર્વ પ્રભુની સેવા એટલે આજ્ઞા ઉઠાવતા હતા. ૨૧ ત્યાં વાદળાં સમ દેવ સહુ વર્ષાવતા પુષ્પો બહુ, મુદ્રા મનોહર દેખી વીરની ઘન્ય નેત્ર ગણે સહુ. ઇન્દ્ર સ્તુતિ પ્રભુની કરી બહુવિઘ બુદ્ધિ વાપરી, સ્વ-સ્થાનમાં બેસી રહ્યા સૌ; દિવ્ય વાણી ના ખરી. ૨૨ અર્થ - વાદળાં જેમ જળ વરસાવે તેમ સર્વ દેવો આકાશમાંથી ઘણા પુષ્પો વરસાવતા હતા. તેમજ પ્રભુની મનોહર મુદ્રાને જોઈ સર્વ પોતાના નેત્રને ઘન્ય માનતા હતા. ત્યાં સમવસરણમાં ઇન્દ્ર બહુ પ્રકારે બુદ્ધિ વાપરીને ભગવાનની પ્રથમ સ્તુતિ કરી. સર્વ દેવો કે મનુષ્યો આદિ પોતપોતાના સ્થાનમાં બેસી રહ્યા છે, છતાં પ્રભુની દિવ્યવાણી ખરી નહીં. રા. ઇન્દ્ર અવધિજ્ઞાનથી લહે ખામ ગણઘરદેવની, નહિ મુનિવરોમાં યોગ્યતા દીઠી અતુલ્ય પ્રભાવની; વળી એક વાર સુણી પ્રભુની દિવ્ય વાણી જે રચે સૌ શાસ્ત્ર, તેવા પ્રબળ દીઠા એક ગૌતમ વિપ્રને. ૨૩ અર્થ :- ઇન્દ્ર પ્રભુની વાણી નહીં ખરવાનું કારણ અવધિજ્ઞાનથી જોયું, તો ત્યાં ગણઘરદેવની ખામી જણાઈ. મુનિવરો ત્યાં જે હાજર હતા તેમાં અતુલ્ય પ્રભાવક એવા ગણઘર જેવી યોગ્યતા કોઈમાં દીઠી નહીં, કે જે એકવાર પ્રભુની દિવ્યવાણી સાંભળીને દ્વાદશાંગી વગેરે શાસ્ત્રોની રચના કરી શકે. તેવી પ્રબળ યોગ્યતાવાળા એક ઇન્દ્રભૂતિ ગૌતમને ઇન્દ્ર અવધિજ્ઞાન વડે જોયા. ર૩યા “જઈ બ્રહ્મપુરમાં, લાવવા ગૂઢાર્થ કાવ્ય દોરીને નિર્ણય કરે કે જર્ફેર લાવું વિકતાઘર-ઘોરીને; પછી વેશ લઈને વિપ્રવરનો ઇન્દ્ર ગૌતમને મળે, સવિનય કહેઃ “હે આર્યવર, સંદેહ મુજ તુમથી ટળે. ૨૪ અર્થ - તે ઇન્દ્રભૂતિ ગૌતમને ભગવાન પાસે લાવવા માટે ઇન્દ્ર નિર્ણય કર્યો કે બ્રહ્મપુરીમાં જઈને ગુઢ છે અર્થ જેનો એવા કાવ્યનો અર્થ વેદાંતના વિદ્વાનોમાં પ્રથમ એવા આ ગૌતમને પૂછીને તેને ન આવડવાથી યુક્તિથી અહીં ભગવાન પાસે દોરી લાવું. તેના માટે વિપ્ર વર એટલે શ્રેષ્ઠ બ્રાહ્મણનો વેશ લઈને ઇન્દ્ર ગૌતમ પાસે આવીને સવિનય કહેવા લાગ્યો કે હે આર્યોમાં શ્રેષ્ઠ! મને જે સંદેહ છે તે માત્ર તમારાથી ટળી શકે એમ છે. ર૪. ઉપકાર માનશ આપનો, યશવૃદ્ધિ તમને પ્રાપ્ત હો! મુજ ગુરુ મહાવીર બોલતા નથી, કાવ્ય અર્થ મને કહો.” Page #131 -------------------------------------------------------------------------- ________________ (૧૧) મહાવીર દેવ ભાગ-૩ અભિમાની ગૌતમ ઉચ્ચરે :‘ રે ! દ્વિજ કહું ઝટ અર્થ હું, તો દઈ શકે શું?'’ વચન બોલ્યા, શરત કરવા, મર્મનું. ૨૫ અર્થ :— તે સંદેહ ટળવાથી હું તમારો ઉપકાર માનીશ. તેમજ તમારા પણ યશની વૃદ્ધિ થશે. મારા ગુરુ શ્રી મહાવીર બોલતા નથી, માટે આ કાવ્યનો અર્થ મને કહો. તે સાંભળીને અભિમાની એવા ઇન્દ્રભૂતિ ગૌતમ બોલી ઊઠ્યા કે રે! દ્વિજ એટલે બ્રાહ્મણ હું તને ઝટ જો અર્થ કહું તો તું મને શું આપીશ? એવું મર્મનું વચન શરત કરવા બોલ્યા. ।।૨૫।। તે વિપ્ર વદતો : “જો મને સંતોષ અર્થી થાય તો હું શિષ્ય બની સેવા કરું; તમને ન જો સમજાય તો ?’’ ગૌતમ કહે : “તો ભાઈ ને શિષ્યો લઈ તુજ ગુરુ કને દીક્ષા લઉં, એ વચન આપું; આણ શંકા નહિ મને.” ૨૬ અર્થ :– ત્યારે બ્રાહ્મણરૂપે રહેલ ઇન્દ્ર બોલ્યા કે જો મને અર્થથી પૂરો સંતોષ થશે તો હું તમારો શિષ્ય બની સેવા કરીશ. પણ તમને જો તેનો અર્થ ન સમજાય તો શું કરશો? ત્યારે ઇન્દ્રભૂતિ ગૌતમ કહેજો ન સમજાય તો હું મારા ભાઈઓને તથા સર્વ શિષ્યોને લઈ તારા ગુરુ પાસે જઈ દીક્ષા લઉં; એ તને વચન આપું છું. એમાં જરા પણ શંકા મનમાં આણીશ નહીં. ।।૨૬।। ઇન્દ્રે કરાવી સુપ્રતિજ્ઞા, કાવ્ય ગૂઢ કહે હવે ત્રિકાળમાં ષટ્ દ્રવ્ય, ગતિ સૌ, નવ પદાર્થો સંભવે; વ્રત, સમિતિ, ગુપ્તિ, સમ તત્ત્વો અસ્તિકાયો પંચ છે સુધર્મ સિદ્ઘિમાર્ગ સમ્યગ્, જીંવ છકાય અનંત જે. ૨૭ ૧૧૧ અર્થ :– ઇન્દ્રે આમ સુપ્રતિજ્ઞા કરાવી, હવે તે ગૂઢ અર્થવાળું કાવ્ય કહ્યું કે ‘ત્રણે કાળમાં છ દ્રવ્ય, સૌ મળીને ચાર ગતિઓ અને નવ પદાર્થો સંભવે છે, પાંચ વ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, સાત તત્ત્વો તેમજ પાંચ અસ્તિકાય છે. દશ લક્ષણરૂપ સદ્ઘર્મ, સિદ્ધિનો માર્ગ સમ્યગ્દર્શન છે, તેમજ છ કાયવાળા જીવો જગતમાં અનંત છે. ।।૨૭।। વર્ષી વિશ્વ, લેશ્યા, વિધિ-જનિત ફળ; જ્ઞાન આનું જે ઘરે, તે મુક્તિગામી ભવ્ય આત્મા આત્મદર્શન પણ કરે.' ગૌતમ ઘણા ગભરાય, ‘નહિ તો આ વાત વેદ વિષે દીસે, નથી સાંભળી કર્દી કે વિચારી, કેમ કરવું તે વિષે? ૨૮ અર્થ :– તથા વિશ્વ કેટલું મોટું છે, લેશ્યાઓ કેટલી છે? તેમજ વિધિપૂર્વક વર્તવાનું ફળ શું છે? એનું જ્ઞાન જે ઘરે તે ભવ્યાત્મા આત્મદર્શન પણ કરે એમ કહ્યું છે તો તેનો અર્થ મને કહો. ઇન્દ્રભૂતિ ગૌતમ ઘણા ગભરાવા લાગ્યા કે આ વાત તો વેદમાં ક્યાંય દીઠી નથી, કે સાંભળી નથી કે કદી વિચારી નથી તો હવે તે વિષે કેમ કરવું? ।।૨૮।। અતિ ગૂઢ અર્થ ભરેલ કાવ્યે વિપ્ર મુજને મૂંઝવે, સર્વજ્ઞ કે શ્રુતકેવળી વિણ કોણ ઉત્તર સૂચવે? Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સામાન્ય વિપ્ર સમક્ષ શું આ માનભંગ ખમાય કે? તેના ગુરું પાસે વિવાદે હારતાં શું જાય છે?” ૨૯ અર્થ - અતિ ગૂઢ અર્થ ભરેલ કાવ્યથી આ બ્રાહ્મણ મને મૂંઝવે છે પણ સર્વજ્ઞ કે શ્રુતકેવળી વિના આનો ઉત્તર કોણ આપી શકે? સામાન્ય એવા આ વિપ્ર એટલે બ્રાહ્મણ સમક્ષ મારું માનભંગ કેમ ખમી શકાય? એનાં કરતાં તો તેના ગુરુ પાસે જઈ વિવાદ કરીને હારતાં શું જાય છે? ગારો. એવું વિચારીને વદેઃ “હે વિપ્ર, તુજ ગુરુની કને આનું વિવેચન કરી, વિવાદે જીતવાનું મન મને.” તે પાંચસો શિષ્ય લઈ, સૌ ભાઈ સાથે ઊપડ્યો; વાટે વિચારેઃ “વિપ્રને ઉત્તર નથી દેવા જડ્યો; ૩૦ અર્થ - ઇન્દ્રભૂતિ ગૌતમ આવું વિચારીને કહેવા લાગ્યા કે હે વિપ્ર ! તારા ગુરુની પાસે આ પ્રશ્નનું વિવેચન કરી, વાદવિવાદ કરીને જીતવાનું મારું મન છે. એમ કહી પોતાના પાંચસો શિષ્યો તથા સર્વ ભાઈઓને સાથે લઈ ભગવાન મહાવીર પાસે જવા રવાના થયો. રસ્તામાં વિચારે છે કે આ વિપ્રના પ્રશ્નોનો ઉત્તર કાંઈ જડ્યો નહીં. ૩૦ના કેવા ય તેના ગુરુ હશે, તો જીતવાની આશ શી? તો પણ સમાગમ સપુરુષનો થાય પુણ્ય-વિકાસથી, નહિ હાનિ તેમાં કોઈ રીતે; યોગ્ય આ સૌ થાય છે.” શુભ માનસ્તંભો દેખતાં મદ વિપ્રનો ગળી જાય છે. ૩૧ અર્થ :- તો એના ગુરુ પણ કેવા હશે? માટે જીતવાની કંઈ આશ જણાતી નથી. તો પણ એવા સપુરુષોનો સમાગમ ઘણા પુણ્યની વૃદ્ધિ થયે થાય છે. તેમાં કોઈ રીતે હાનિ તો નથી જ. આ સૌ યોગ્ય જ થઈ રહ્યું છે એમ વિચારતાં વિચારતાં પ્રભુના સમવસરણમાં આવેલ માનસ્તંભોને દૂરથી જોતાં જ વિપ્ર એવા ઇન્દ્રભૂતિ ગૌતમનું મદ ગળી ગયું. [૩૧ાા પછી નમ્ર ભાવે દિવ્ય વિતિ દેખી મંડપમાં ગયા, ત્યાં દિવ્યમૂર્તિ શ્રી મહાવીર દેખી આનંદિત થયા; અતિ ભક્તિથી પ્રભુને પ્રદક્ષિણા દઈ ચરણે નમે, સ્તુતિ કરે બહુ ભાવથી, પ્રભુનામ મનને બહુ ગમે. ૩૨ અર્થ - પછી નમ્રભાવથી ભગવાનના અતિશયોથી પ્રગટેલી આ દિવ્ય વિભૂતિને જોઈ તેઓ મંડપમાં પ્રવેશ્યા. ત્યાં દિવ્યમૂર્તિ ભગવાન શ્રી મહાવીરને જોઈ ખૂબ આનંદ પામ્યા. હવે ઇન્દ્રભૂતિ ગૌતમ અતિ ભક્તિવડે પ્રભુને પ્રદક્ષિણા દઈ તેમના ચરણમાં નમી પડ્યા. તથા પ્રભુની ઘણા જ ભાવથી સ્તુતિ કરવા લાગ્યા. પ્રભુનું નામ તેમના મનને બહું જ પ્રિય લાગ્યું. ૩રા “હે! ઘર્મરાજા, ઘર્મચક્રી, ઘર્મી, ઘર્માત્માગુરું સુંધર્મનેતા, ઘર્મઘોરી, ઘર્મર્તા, જગગુરું; હે શ્વેર્મબાંઘવ, ઘર્મ-થી, ઘર્મશ, ઉતીર્થકર, ૧૩વિભુ, હે વિશ્વનાયક, વિશ્વજ્ઞાયક, વિશ્વનાથ, નમું પ્રભુ. ૩૩ Page #133 -------------------------------------------------------------------------- ________________ (૧૧) મહાવીર દેવ ભાગ-૩ ૧ ૧ ૩ અર્થ - હવે અનેક ઉપનામથી ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાનની ભાવવડે સ્તુતિ કરે છે. તે આ પ્રમાણે ઃ હે! ઘર્મશાસનના ઘોરી એવા ઘર્મરાજા, હે! કર્મરૂપી શત્રુઓને હણવામાં ચક્રવર્તી સમાન ઘર્મચક્રી, સ્વભાવમાં રહેનાર હોવાથી ઘર્મી, ઘર્માત્મા જીવોને માર્ગદર્શન આપનાર હોવાથી ઘર્માત્મા-ગુરુ, સમ્યક ઘર્મને બતાવનાર હોવાથી સુઘર્મનેતા, ઘર્મમાં પ્રમુખ સ્થાને હોવાથી ઘર્મઘોરી, ઘર્મ એટલે સ્વભાવના જ માત્ર કર્તા હોવાથી ઘર્મકર્તા, ત્રણેય લોકના નાથ હોવાથી જગગુરુ, “મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી' એમ હોવાથી ઘર્મબાંઘવ, ઘર્મસંબંધી સકળ જ્ઞાનના ઘારક હોવાથી ઘર્મ-ઘી, જગતમાં રહેલ સર્વ વસ્તુના ઘર્મને સર્વ પ્રકારે જાણનાર હોવાથી ઘર્મજ્ઞ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચવિઘ તીર્થના સ્થાપક હોવાથી તીર્થકર, જ્ઞાન અપેક્ષાએ સર્વ વ્યાપી હોવાથી વિભુ, વિશ્વમાં સર્વના ઉપરી હોવાથી વિશ્વનાયક, સકળ વિશ્વના જાણનાર હોવાથી વિશ્વજ્ઞાયક, સકળ વિશ્વના નાથ હોવાથી વિશ્વનાથ એવા હે પ્રભુ! હું આપને ભક્તિભાવે નમસ્કાર કરું છું. ||૩૩ાા. દ્રષ્ટા, મહાજ્ઞાની, ૨૦મહાત્રાતા, મહાદાતા, ચવ્રતી, જગમાન્ય૩, ૨૪જગના નાથ, રપજગમાં જ્યેષ્ઠ, સૌજગના પતિ, સાચા મહાયોગી, મહાવીર દેવ, હે! વિશ્વાગ્રણી, જગસેવ્ય, "ત્રિજગપૂજ્ય, ત્રિજગબંઘુ, ત્રિજગના ઘણી. ૩૪ અર્થ - રાગદ્વેષ રહિત પણ જગતને જોનાર હોવાથી હે પ્રભુ! તમે માત્ર દૃષ્ટા છો. કેવળજ્ઞાનના ઘારક હોવાથી મહાજ્ઞાની છો. સર્વ જીવોની રક્ષા કરનાર હોવાથી મહાત્રાતા, સર્વ જીવોને અભયદાનના આપનાર હોવાથી મહાદાતા, સંપૂર્ણ મહાવ્રતોને અંગીકાર કરેલ હોવાથી વ્રતી, જગતના સર્વ ભવ્ય જીવોને માન્ય હોવાથી જગમાન્ય, જગતમાં સર્વ જીવોનું ભલું ઇચ્છનાર હોવાથી જગના નાથ, જગતમાં સર્વ શ્રેષ્ઠ ભૂમિકાને પ્રાપ્ત હોવાથી જગમાં શ્રેષ્ઠ, ઊર્ધ્વ, અઘો અને મધ્ય ત્રણેય લોકના સ્વામી હોવાથી સૌ જગના પતિ, આત્માને મોક્ષ સાથે જોડનાર હોવાથી સાચા મહાયોગી, આત્માનું મહા વીરત્વ પ્રગટ કરવાથી મહાવીર દેવ, વિશ્વમાં સૌથી અગ્ર સ્થાને હોવાથી વિશ્વાગ્રણી, જગતના સર્વ જીવોને સેવવા યોગ્ય હોવાથી જગસેવ્ય, ત્રણેય જગતમાં આપ પૂજાઓ છો માટે ત્રિજગપૂજ્ય; દેવો, મનુષ્યો કે નારકીઓ સર્વને સુખ આપનાર હોવાથી ત્રિજગબંઘુ તથા ઊર્ધ્વ, અઘો કે તિર્યલોક સર્વના નાથ હોવાથી હે પ્રભુ! આપ ત્રિજગના ઘણી છો. [૩૪ો. સર્વજ્ઞ”, “સર્વાચાર, સર્વોપરી, દયા કરતા મહા, તુજ શુદ્ધ મનથી નામ એક જ આપ સમ કરી દે, અહા!” મિથ્યામતિ ટળી, જ્ઞાન સમકિત પામિયા ગૌતમ ગણી, દીક્ષિત બની ચારિત્ર ઘારી થાય મુનિમાં અગ્રણી. ૩૫ અર્થ - જગતમાં રહેલ સર્વ દ્રવ્યો, તેના ગુણો તથા તેના પર્યાયોને જાણનાર હોવાથી આપ સર્વજ્ઞ છો, જગતના સર્વ જીવોને સુખના આધાર હોવાથી સર્વાધાર તથા જગતમાં રહેલ સર્વ ત્રેસઠ ગ્લાધ્યપુરુષોની મહાપદવીઓમાં સર્વોત્કૃષ્ટ પદવીના ઘારક હોવાથી આપ જ સર્વોપરી છો. આપ સર્વ જીવો ઉપર મહાન દયાના કરનાર છો. જો શુદ્ધ મનથી આપનું એક નામ જ લેવામાં આવે તો તે ભક્તોને અહા! આશ્ચર્ય કારક છે કે તે આપ સમાન જ બનાવી દે એવું છે. શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમની મિથ્યામતિ ટળી ગઈ અને સમ્યજ્ઞાન પામ્યા. તેથી ભગવાન પાસે દીક્ષા Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ લઈ સમ્યક્ ચારિત્રઘારી બનીને મુનિઓમાં અગ્રણી એટલે આગેવાન બની ગયા. રૂપા ગૌતમ પૂછે પ્રશ્નો સભામાં સર્વજનહિત સાઘવા, દે ઉત્તરો તેના મહાવીર પૂર્વ કર્મ ખપાવવા : ર્જીવ તત્ત્વ વિષે હે પ્રભુ, કહોઃ વાર્ણ મથુરી આપની. ચારે ગતિ શાથી થતી? કહો વાત પાપ-અપાપની.” ૩૬ અર્થ - હવે સર્વ લોકનું હિત સાધવા માટે શ્રી ગૌતમસ્વામી ભગવાનને સભામાં પ્રશ્નો પૂછવા લાગ્યા. ભગવાન મહાવીર પણ પોતાના પૂર્વ કર્મ ખપાવવા માટે તે પ્રશ્નોના ઉત્તરો દેવા લાગ્યા. તેમાં પહેલો પ્રશ્ન એ છે કે હે પ્રભુ! આપની મધુરી વાણીવડે પ્રથમ જીવ-તત્ત્વ વિષે વાત કહો. પછી જીવને ચાર ગતિઓમાં શા માટે જવું પડે છે? તથા પાપ અને અપાપ એટલે પુણ્ય સંબંધી પણ વિસ્તારથી વાત જણાવો. ૩૬ “જે પ્રાણથી વતો હતો, જીવે અને હજીં જીવશે, તે “જીવ” સાર્થક નામ, ગૌતમ ભવ્ય જન મન ભાવશે. મન, વચન, તન, ઇંદ્રિય પાંચે, આયુ શ્વાસોશ્વાસ એ દશ પ્રાણ ભાખે બુદ્ધિમાનો, રાખવો વિશ્વાસ તે. ૩૭ અર્થ :- હવે ભગવાન પ્રથમ જીવ તત્ત્વ વિષે જણાવે છે કે જે વ્યવહારથી દસ પ્રાણ વડે જીવતો હતો, જીવે છે અને જીવશે તે જીવ છે. તે “જીવ' નામ તેનું સાર્થક છે કે જે સદા જીવ જીવ જ કરે છે. કોઈ કાળે તે મરતો નથી માટે હે ગૌતમ! આ વાત ભવ્ય જીવ હશે તેને સમજાશે અને ગમશે. મન, વચન, કાયા, પાંચેય ઇન્દ્રિયો, આયુ અને શ્વાસોશ્વાસ અને બુદ્ધિમાન પુરુષો દસ પ્રાણ કહે છે, તેનો વિશ્વાસ રાખવો. ૩શા પૃથ્વી, ઉદક, વાયુ, વનસ્પતિ, અગ્નિકૂંપ કાયા ઘરે તે જીવ એકેન્દ્રિય પાંચે, ત્રસ સહિત ષટું કાય એ. જો શ્વેત સૂતર રંગભેદે ભિન્ન ભાત રચે છતાં જે શ્વેતતા મૂળમાં રહી તે પ્રગટશે રંગો જતાં. ૩૮ અર્થ - તે જીવોના છ પ્રકાર છે. પૃથ્વીકાય, ઉદક એટલે પાણીના જીવો તે જળકાય, વાયુકાય, વનસ્પતિકાય તથા જે અગ્નિરૂપ કાયાને ઘારણ કરનાર છે તે અગ્નિકાય, એમ આ પાંચે એકેન્દ્રિય સ્થાવર જીવો છે તથા બે ઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિયના જીવો સુઘીના સર્વ જીવો તે ત્રસકાય કહેવાય છે. એમ બઘા મળીને છ કાયના જીવો કહેવાય છે. હવે જીવને ચાર ગતિમાં કેમ રઝળવું પડે છે તે જણાવે છે કે જેમ સફેદ સુતર પર અનેક પ્રકારના કાચા રંગો ચઢવાથી તે રંગભેદે જોતાં અનેક જાતનું જણાય છે; પણ સૂતરના મૂળમાં જે શ્વેતતા એટલે સફેદાઈ રહેલી છે, તે રંગો ઊડી જતાં ફરીથી પ્રગટ થાય છે. (૩૮) તેવી રીતે ઑવ કર્મના સંયોગથી ભવમાં ભમે, ચારે ગતિની ભાત ટળતાં, નિત્ય, શુદ્ધ બની રમે. જુગાર, મદિરા, માંસ, ચોરી, પરવઘુ-આસક્તતા, શિકાર ને વેશ્યાગમન આ વ્યસન પાપે રક્તતા. ૩૯ Page #135 -------------------------------------------------------------------------- ________________ (૧૧) મહાવીર દેવ ભાગ-૩ ૧ ૧૫ અર્થ : - તેવી જ રીતે આ જીવ પણ રાગદ્વેષાદિ કર્મના સંયોગે ચાર ગતિરૂપ સંસારમાં ભમે છે. પણ ચારે ગતિરૂપ કર્મરંગની ભાત ટળતા ફરીથી આત્માની શ્વેતતા એટલે શુદ્ધતા પ્રગટ થાય છે અને આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં સર્વકાળને માટે રમણતા કરે છે. હવે ખરેખર પાપ કોને કહેવાય તે વિષે ભગવાન સમજાવે છે : જુગાર, દારૂ, માંસ, ચોરી, પરસ્ત્રીમાં આસક્તિ, શિકાર અને વેશ્યાગમન એ સાતેય વ્યસનમાં લીન રહેવું એ ખરેખર પાપ છે. ૩ાા બહુ પાપના ઘંઘા અને બહુ ઘન વિષે મસ્તાનતા, ને જૂઠ, હિંસા, ચોરી, જારી લૂંટમાં ગુલતાનતા; કુકર્મમાં બહુ મોહ ને નિંદા અરે! ઘર્મી તણી, વળી પાપની જે પ્રેરણા, નરકે પીડા આપે ઘણી. ૪૦ અર્થ - જે ઘંઘામાં બહુ હિંસા, જૂઠ, માયા આદિ સેવાતાં હોય તેવા પાપના ઘંઘા કરવા અને આત્માને ભૂલી ઘન કમાવવામાં મસ્ત રહેવું, તથા જૂઠ, હિંસા, ચોરી જારી એટલે વ્યભિચારપણું તથા પરિગ્રહમાં આસક્તિવશ લોકોને લૂંટવામાં ગુલતાન રહેવું એ સૌ પાપના કાર્યો છે. ખોટા કામ કરવામાં ઘણો મોહ રાખવો અને અરે ! ઘર્મી પુરુષોની નિંદા કરવી, વળી કોઈને પાપ કરવાની પ્રેરણા કરવી, એ સૌ જીવને નરકમાં ઘણી પીડા આપનાર થાય છે. ૪૦ના. કરીને કપટ પરથન હરે, દિનરાત વળી ખાયા કરે, મતિમૂઢ, મિથ્યાશાસ્ત્ર-પંડિત, પીંપળ ફેરા ફરે, બહુ વાર દિનમાં નાહ્ય ને શુદ્ધિ ગણે કુતીર્થથી, રે! શીલ, વ્રત સેવ્યા વિના મરી જાય પશુ-કુકર્મથી. ૪૧ અર્થ - કપટ કરીને પરઘનને હરણ કરવું, રાતદિવસ ખાઘા કરવું, સમ્યકજ્ઞાનથી અજાણ એવા મતિમૂઢ રહેવું, ખોટા શાસ્ત્રોમાં પંડિત બની લોકોને મિથ્યા માર્ગે વાળવા, અથવા અજ્ઞાનવશ પીપળામાં દેવ માની પ્રતિદિન તેની પ્રદક્ષિણા કરવી, દિવસમાં અનેકવાર સ્નાન કરવું કે કુતીર્થમાં સ્નાન કરીને આત્માની શુદ્ધિ ગણવી, અથવા શીલ કે વ્રત સેવ્યા વિના માત્ર પશુકર્મ જેવા ભોગાદિમાં જ જીવન વ્યતીત કરી મરી જવું, એ સૌ જીવના પાપને પુષ્ટ કરનાર અને દુર્ગતિમાં લઈ જનાર કાર્યો છે. I૪૧TI. જે તીર્થપતિ વા જ્ઞાર્ને ગુરુની ભક્તિ ભાવ વડે કરે, વળી તેમની આજ્ઞા ઉઠાવે, વ્રતતપાદિ આદરે, સમ્યકત્વ-હાર ઘરે ઉરે, ચારિત્રમોલિ મસ્તકે, સુજ્ઞાન-કુંડલ કાનમાં, શુભ ભાવથી સ્વર્ગે ટકે. ૪૨ અર્થ - હવે જીવને પુણ્યનો બંઘ શાથી થાય છે? તે વિષે જણાવે છે : જે જીવ તીર્થપતિ એટલે તીર્થકર ભગવાનની કે જ્ઞાની ગુરુની ભક્તિ ભાવવડે કરે છે, જે તેમની આજ્ઞા ઉઠાવે છે, જે શ્રાવકના વ્રતો કે બાર પ્રકારના તપ આદિને સેવે છે, જે તત્ત્વોના સમ્યક્ શ્રદ્ધાનરૂપ હારને હૃદયપટ પર ઘારણ કરે છે, જે સમ્યકારિત્રરૂપ મૌલિ એટલે મુકુટને મસ્તક પર ઘારણ કરે છે, જે સમ્યકજ્ઞાનરૂપ કંડલને કાનમાં પહેરે છે અર્થાત્ જે સમ્યકજ્ઞાનનું પ્રતિદિન શ્રવણ કરે છે, એવો જીવ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ પોતાના શુભભાવથી સ્વર્ગમાં નિવાસ કરે છે. II૪રા. કોમળ, સરળ, સંતોષ, વિનયી, સત્યવક્તા શાંત જે, સુંદેવ-સુંગુરુ-ઘર્મ-રાગી, દાન-શલઘર, દાન્ત જે, અતિ પુણ્યથી તે આર્ય ખંડે શ્રેષ્ઠ કુળમાં નર બને, સમ્યકત્વસહ ચારિત્ર પાળી, મોક્ષને આણે કને.”૪૩. અર્થ - જે જીવ સ્વભાવે કોમળ, સરળ, સંતોષી, વિનયી, સત્યવક્તા અને શાંત છે, જે સદેવ, સગુરુ અને સઘર્મનો રાગી છે, દાન અને શીલ એટલે સદાચારનો ઘારક છે અને દાન્ત એટલે ઇન્દ્રિયોને દમન કરનાર છે, એવો જીવ પોતાના અતિ પુણ્યથી આર્ય ખંડના શ્રેષ્ઠ કુળમાં મનુષ્ય અવતાર લે છે, અને ક્રમે કરી સમ્યક્દર્શન સાથે સમ્યકુચારિત્ર પાળી, મોક્ષને પોતાની પાસે લાવે છે. I૪૩ાા સંક્ષેપમાં પ્રભુએ કહેલું, સ્વલ્પ મતિમાં લ્યો ઘરી. ગૌતમ મુનિ પ્રભુને પૂંછે: “કહો મોક્ષમાર્ગ કૃપા કરી.” “સંપૂર્ણ ગુણનિથિ આત્મ-ભગવરૂપની શ્રદ્ધા બની નિશ્ચય કહી સમકિત દશા તે સ્વાનુભવકૅપ પણ ગણી. ૪૪ અર્થ :- માટે હે ભવ્યો! સંક્ષેપમાં પ્રભુએ કહેલી જીવતત્ત્વની, ચારે ગતિ થવાના કારણની,પાપની કે પુણ્યની વાતને પોતાની સ્વલ્પ મતિમાં ઘારણ કરો. વળી ગૌતમ મુનિ ભગવંતને પ્રશ્ન પૂછે છે કે હે પ્રભુ! આપ કૃપા કરી અમને મોક્ષનો માર્ગ બતાવો. ત્યારે ભગવંત પ્રત્યુત્તરમાં કહે છે કે “સંપૂર્ણ ગુણનો ભંડાર એવો જે શુદ્ધ આત્મા તે જ ભગવરૂપ છે. તેની જો શ્રદ્ધા થઈને તે આત્માનો સ્વાનુભવ થયો તો તેને નિશ્ચય સમકિત દશા કહી છે, અર્થાત્ તે જીવ નિશ્ચયનયથી સમ્યક્દર્શનને પામ્યો એમ કહ્યું છે. I૪૪ા જો પરમ પદ આત્માતણું ઑવ સ્વાનુભવથી ઓળખે, તો જ્ઞાન સમ્યક્ નિશ્ચયે તેને અનુભવીઓ લખે. સૌ બાહ્ય-અંતરના વિકલ્પો છૂટતાં જે સ્થિરતા થર્ટી આત્મમાં, તે નિશ્ચયે ચારિત્ર સમ્યક્ વીરતા. ૪૫ અર્થ :- જો જીવ સ્વાનુભવથી આત્માના પરમપદને ઓળખી લે તો તેને અનુભવીઓ એટલે જ્ઞાનીઓ નિશ્ચયનયથી સમ્યકજ્ઞાનદશા કહે છે. તથા સર્વ બાહ્ય અને અંતરના વિકલ્પો છૂટી જઈ આત્મામાં સ્થિરતા થાય તેને નિશ્ચયનયથી સમ્યકુચારિત્રદશા કહે છે. એવી આત્મામાં સ્થિરતા કરવારૂપ સમ્યક ચારિત્રદશા પ્રગટાવવી એ જ આત્માનું સાચું વીરપણું છે. //૪પા રત્નત્રયી આ નિશ્ચયે સાક્ષાત મુક્તિ આપશે, જે જે મુમુક્ષુ સેવશે તે મોહ-ફાંસો કાપશે. ત્રિકાળમાં મોક્ષે ગયા, ને જાય છે કે જે જશે તે સર્વનો આ માર્ગ એક જ રત્નત્રયરૂપી હશે.”૪૬ અર્થ - આ નિશ્ચયરત્નત્રય એટલે સ્વરૂપનો અનુભવ કરવારૂપ સમ્યગ્દર્શન, સ્વરૂપનું જ્ઞાન કરવારૂપ સમ્યજ્ઞાન અને સ્વરૂપમાં જ રમણતા કરવારૂપ સમ્યક્યારિત્ર, એ નિશ્ચય રત્નત્રય જીવને સાક્ષાત મુક્તિ આપનાર છે. જે જે મુમુક્ષુ જીવ આ રત્નત્રયની આરાધના કરશે તે અનાદિકાળથી ગળામાં Page #137 -------------------------------------------------------------------------- ________________ (૧૧) મહાવીર દેવ ભાગ-૩ પડેલ મોહના ફાંસાને જરૂર કાપી નાખશે. ત્રણે કાળમાં જે જીવો મોક્ષે ગયા છે, વર્તમાનમાં જાય છે અને ભવિષ્યમાં પણ જશે, તે સર્વ જીવોને માટે મોક્ષમાર્ગ આ રત્નત્રયરૂપ એક જ રહેશે. તે સિવાય બીજો કોઈ સત્ય મોક્ષમાર્ગ ત્રણેય કાળમાં હો નહીં. ।।૪ના પ્રશ્નોત્તરો બહુવિધ થયા તે મૂળ દ્વાદશ અંગનું, આધાર છે તે તીર્થનો, ફળ એ પરમ સત્સંગનું; ગૌતમ વિચારે : “ઘન્ય હું, પુણ્યે પ્રભુ આજે મળ્યા, વી મોક્ષમાર્ગ બતાવતા પ્રભુ ભાવથી મેં સાંભળ્યા.’૪૭ અર્થ :– આમ અનેક પ્રકારના પ્રશ્નોત્તરો ભગવાન સાથે થયા. તે દ્વાદશાંગીનું મૂળ છે, તથા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ તીર્થને મોક્ષમાર્ગ આરાઘવામાં પરમ આઘારભુત છે. ભગવાન સાથે પરમ સત્સંગ કરવાનું આવું ફળ આવે છે. ૧૧૭ ગૌતમ મુનિ વિચારે છે કે આજે મારા મહાપુણ્યના ઉદયે આવા પ્રભુ મળવાથી મારું જીવતર ઘન્ય બની ગયું. વળી આજે પ્રભુને મોક્ષમાર્ગ બતાવતા મેં ભાવથી સાંભળ્યા. ૪૩|| સૌ ભાઈઓ, શિષ્યો અને બહુ અન્ય જન સાધુ થયા, બહુ રાજકન્યાઓ વળી સ્ત્રીઓ બીજી સાધ્વી થયાં; ગૃઘર્મીનાં વ્રત ઉચ્ચરે નરનારી મુમુક્ષુ ભલાં, વર્ષી સિંહ આદિ પશુ ગૃહીનાં વ્રત લઈ તેમાં ભળ્યાં. ૪૮ અર્થ : હવે ઇન્દ્રભૂતિ ગૌતમના વાયુભૂતિ આદિ ભાઈઓ તથા સર્વ શિષ્યો અને બીજા પણ ઘણા લોકોએ પ્રભુ પાસે દીક્ષા લીધી. અનેક રાજકન્યાઓ તથા બીજી સ્ત્રીઓ પણ સાધ્વી થયાં. તથા મુમુક્ષુ એવા નરનારીઓએ પણ ગૃહસ્થઘર્મના બાર વ્રત ભગવાન પાસે ઉચ્ચર્યા. તેમજ સિંહ આદિ પશુઓએ પણ ગૃહસ્થઘર્મના વ્રત અંગીકાર કર્યા. ॥૪૮॥ “મોક્ષાર્થી જીવો વ્રત વિનાના દાન, પૂજાદિ ચહે, શક્તિ પ્રમાણે ભક્તિ, ઉત્સવ, ભાવથી કર્યાં છે. પછી ઇન્દ્ર વીરને વીનવે વિહાર દેશાંતર થવા, ત્યાં મોહનિદ્રામાં સૂતેલા ભવ્ય ક્રૅવને બોધવા. ૪૯ અર્થ :બીજા મોક્ષાર્થી જીવો દેવ, મનુષ્યાદિ કે જે વ્રત લેવાને શક્તિમાન નથી, તે દાન, પૂજા આદિ કરવા લાગ્યા તથા શક્તિ પ્રમાણે ભક્તિ તેમજ મહાપુરુષોના કલ્યાણકો નિમિત્તે થતાં ઉત્સવોમાં ભાવથી ભાગ લઈ કર્મોને બાળવા લાગ્યા. પછી ઇન્દ્ર મહાવીર પ્રભુને દેશાંતરમાં વિહાર કરવા માટે વિનવવા લાગ્યા કે જેથી મોહનિદ્રામાં સૂતેલા ભવ્ય જીવોને પણ બોધ થાય. ।।૪।। પ્રારબ્ધ જાણી વીર જિન પણ રાજગૃહ નગરે ગયા; વિપુલાચો પધરામણી સુણી રાય શ્રેણિક આવિયા. પૂજા, સ્તુતિ કરી, બોધ સુર્ણી, નિજ પૂર્વ ભવ પૂછે વળી, ગૌતમ કહે : “ભીલના ભવે સદ્ધર્મ વાત ભલી મળી. ૫૦ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ :- શ્રી વીર પરમાત્મા પણ પોતાનું એવું પ્રારબ્ધ જાણી રાજગૃહ નગરમાં આવ્યા. ત્યાં વિપુલાચલ પર્વત ઉપર પ્રભુની પધરામણી થઈ છે એમ જાણી રાજા શ્રેણિક ત્યાં આવી પહોંચ્યા. પછી પ્રભુની પૂજા, સ્તુતિ કરી, બોઘ સાંભળીને પોતાના પૂર્વભવ વિષે પૂછવા લાગ્યા. ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું કે પૂર્વે ભીલના ભાવમાં સદ્ઘર્મની વાત શ્રી ગુરુ પાસેથી તમને ભલી મળી હતી. //૫૦ રે! કાગડાનું માંસ મુનિના વચનથી તર્જી ટેકથી કરી દેવ ભવ શ્રેણિક નૃપતિ થાય જો તું વિવેકથી. સાચા પુરુષની સાક્ષીએ કે અલ્પ વ્રત બળ કેટલું? ભલભવ મટાડીને મહાવીર સમ બનાવે તેટલું. ૫૧ અર્થ - તે ભીલના ભાવમાં કાગડાનું માંસ જ્ઞાની મુનિના વચનથી તજી દીધું. તે વ્રત ટેકપૂર્વક પાળવાથી ત્યાંથી મરીને દેવ થઈ હવે શ્રેણિક રાજા થયા. તે ભીલના ભવમાં પણ વ્રત નહીં તોડવાના વિવેકથી આ સ્થિતિને પામ્યા. સાચા જ્ઞાની પુરુષની સાક્ષીએ લીઘેલું અલ્પ પણ વ્રત કેટલું બળવાન છે કે જે ભીલનો ભવ મટાડી જીવને ભગવાન સમાન તીર્થંકર પદ આપી શકે તેટલું બળવાન છે. પલા દર્શનવિશુદ્ધિ આદિ કારણ ભાવના ભાવી ભલી, ચરણે મહાર્વરને વવાશે તીર્થપતિપદ બેંજ વળી. રે! નરકગતિ બાંથી દથી છે, તેથી મારી નરકે જશો; પણ આવતી ચોવીશીમાં તો પ્રથમ તીર્થંકર થશો.” પર અર્થ - દર્શનવિશુદ્ધિ આદિ સોળ તીર્થંકર પદ પ્રાપ્તિની કલ્યાણકારક ભાવનાઓને ભાવી તમે મહાવીર પ્રભુના ચરણકમળમાં તીર્થંકર પદ પ્રાપ્તિના બીજની વાવણી કરશો. રે! આશ્ચર્ય છે કે અજ્ઞાનવશ તમે આ ભવમાં નરકગતિ બાંધી દીધી છે, માટે અહીંથી મરીને નરકે જશો; પણ આવતી ચોવીશીમાં તમે પ્રથમ પદ્મનાભ નામના તીર્થકર થશો. Ifપરા વિહાર બહુ દેશે કરી બહુ જીવને જાગ્રત કર્યા, ચંપાપુરીના બાગમાં અંતે પ્રભુજી ઊતર્યા. એ વર્ષ ત્રીસમું તીર્થનું; ત્યાં યોગ રોથી સ્થિર થયા, દિવાળીએ સૌ કર્મ બાળી વીર પ્રભુ મોક્ષે ગયા. ૫૩ અર્થ – પ્રભુએ અનેક દેશોમાં વિહાર કરીને ઘણા જીવોને મોહનિદ્રામાંથી જાગૃત કર્યા. હવે ચંપાપુરીના બાગમાં, પણ પાઠાંતરમાં સકળકીર્તિકૃત “મહાવીર પુરાણ” અનુસાર પાવાપુરીમાં અંત સમયે પ્રભુએ આવી ઉતારો કર્યો. ભગવંતને કેવળજ્ઞાન પામી તીર્થની સ્થાપના કર્યાને એ ત્રીસમું વર્ષ હતું. ત્યાં હવે મન,વચન, કાયાના યોગને રોથી ભગવંત આત્મધ્યાનમાં સ્થિર થઈ ગયા. દિવાળીના દિવસે સર્વ કમોને બાળી ભસ્મીભૂત કરીને મહાવીર પ્રભુ મોક્ષે પધાર્યા. ભગવાન ગૃહસ્થાવસ્થામાં ત્રીસ વર્ષ, દીક્ષા લઈ છદ્મસ્થ અવસ્થામાં સાડા બાર વર્ષ અને કેવળજ્ઞાન થયા પછી ત્રીસ વર્ષ મળીને કુલ ૭૨ વર્ષ લગભગ આયુષ્ય ભોગવી સિદ્ધ ગતિને પામ્યા. પ૩ી. અગિયાર ગણઘર આપના ને સાતસો વળી કેવળી, ચૌદ હજાર બધા મુનિવરને નમું ભાવે વળી; Page #139 -------------------------------------------------------------------------- ________________ (૧૧) મહાવીર દેવ ભાગ-૩ ૧ ૧૯ છત્રીસ હજાર સુસાઘવી, ત્રણ લાખ શ્રાવિકા ભલી, વ્રતવંત શ્રાવક લાખ પૂજે પ્રભુચરણકમલાવલી. ૫૪ અર્થ - ભગવાન મહાવીર પ્રભુના કુલ અગ્યાર ગણધર હતા, સાત સો કેવળી હતા તથા ચૌદ હજાર મુનિવરો હતા. તે સર્વને હું ભાવપૂર્વક નમસ્કાર કરું છું. વળી છત્રીસ હજાર સત્સાધ્વીઓ હતી, તથા ત્રણ લાખ ભલી એવી શ્રાવિકાઓ હતી તેમજ બાર વ્રતના ઘારક એવા એક લાખ શ્રાવક હતા. જે હમેશાં પ્રભુના ચરણકમળની પૂજા કરતા હતા. ૫૪ વળી દેવદેવી છે અસંખ્યાતા, પશું સંખ્યાત છે, માને પ્રભુ મહાવીરને સૌ આત્મશ્રદ્ધાવંત એ; નિર્વાણ કલ્યાણક તણો ઉત્સવ કરે ઇન્દ્રાદિ જ્યાં, ગૌતમગણીને જ્ઞાન કેવળ તે દિને પ્રગટેલ ત્યાં. ૫૫ અર્થ - વળી ભગવંત પાસે અસંખ્યાત દેવદેવીઓ આવે છે અને સંખ્યાત એવા પશુઓ પણ આવે છે, જે પ્રભુ મહાવીરને માને છે અને સર્વ આત્મશ્રદ્ધાવંત છે અર્થાતુ સૌને આત્મા નામના તત્ત્વની શ્રદ્ધા છે. પ્રભુ મોક્ષે પધાર્યા માટે નિર્વાણ કલ્યાણકનો ઉત્સવ ઇન્દ્રાદિ દેવો આદિ કરતા હતા. તે જ દિવસે ગૌતમગણી એટલે ગૌતમ સ્વામી એવા ગણઘરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પપા ઉપસંહાર “સંયમ હજારો વર્ષનો મોટા મુનિજન સંઘરે, તેથી વધુ વૈરાગ્ય વર જિન ગૃહવાસ વિષે ઘરે. જે વીરને મતિ, ધૃત, અવધિ જ્ઞાન જન્મ થકી હતાં તે પુરુષનાં ગુણગાન કરતાં કર્મ કોટી છૂટતાં.”૫૬ અર્થ - હજારો વર્ષના સંયમી એવા મોટા મુનિજન જે વૈરાગ્યને સંઘરે છે, તેથી પણ વધુ વૈરાગ્યભાવ શ્રી મહાવીર જિન જ્યારે ગૃહસ્થાવાસમાં હતા ત્યારે તેમનામાં હતો. જે મહાવીર જિનને મતિ, શ્રુત, અવધિજ્ઞાન તો જન્મ થકી જ હતા. તે પુરુષના ગુણગ્રામ કરતાં કોટી કર્મોની નિર્જરા થાય છે. “શ્રીમદ રાજચંદ્ર'માંથી :- “મહાવીર સ્વામી ગ્રહવાસમાં રહેતા છતાં પણ ત્યાગી જેવા હતા. હજારો વર્ષના સંયમી પણ જેવો વૈરાગ્ય રાખી શકે નહીં તેવો વૈરાગ્ય ભગવાનનો હતો. જ્યાં જ્યાં ભગવાન વર્તે છે, ત્યાં ત્યાં બથા પ્રકારના અર્થ પણ વર્તે છે. તેઓની વાણી ઉદય પ્રમાણે શાંતિપૂર્વક પરમાર્થ હેતુથી નીકળે છે, અર્થાત તેમની વાણી કલ્યાણ અર્થે જ છે. તેઓને જન્મથી મતિ, શ્રત, અવધિ એ ત્રણ જ્ઞાન હતાં. તે પુરુષના ગુણગ્રામ કરતાં અનંતી નિર્જરા છે.” -ઉપદેશછાયા (વ.પૃ.૭૩૦) //પકા વર્ષો પચીસસો તો થવા આવ્યાં છતાં તેની દયા, સંસારની ક્રૂર વાસનાને દૂર કરી દે યાદ આ. આ એકવીશ હજાર વર્ષો વીર-શાસન ચાલશે, ત્યાં સુધી જીંવને શરણ આપી મુક્તિ માર્ગે વાળશે. ૫૭ અર્થ :- ભગવાન મહાવીરને થયાને પચીસસો વર્ષ થવા આવ્યા છતાં પણ તેમના દ્વારા ઉપદેશેલ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ દયા-ઘર્મ હજા વિદ્યમાન છે. “તેને પચીસસો વર્ષ થયાં છતાં તેમનાં દયા આદિ હાલ વર્તે છે. એ તેમનો અનંત ઉપકાર છે. -ઉપદેશછાયા (વ.પૃ.૭૩૦) ભાખ્યું ભાષણમાં ભગવાન, ઘર્મ ન બીજો દયા સમાન; સર્વ પ્રકારે જિનનો બોઘ, દયા દયા નિર્મળ અવિરોઘ!”-મો.શિક્ષાપાઠ-૨ (વ.પૃ.૫૯) આ દયા ઘર્મના બોઘની યાદી સંસારમાં રહેલી એવી જીવની ક્રૂર પાંચ ઇન્દ્રિયોની વાસનાને પણ દૂર કરી દે એવી છે. ભગવાન મહાવીરનું આ શાસન એકવીશ હજાર વર્ષ સુધી ચાલશે. એઓનું આ ઘર્મતીર્થ પ્રવર્તે છે. તે ૨૧,૦૦૦ વર્ષ એટલે પંચમકાળની પૂર્ણતા સુથી પ્રવર્તશે એમ ભગવતીસૂત્રમાં પ્રવચન છે.” -મો.શિક્ષાપાઠ ૫૩ (વ.પૃ.૯૬) એકવીસ હજાર વર્ષના અંત સુધી ભગવાનનું આ શાસન મુમુક્ષ જીવને શરણ આપી મુક્તિમાર્ગે વાળશે. //પશા. બહુ મતમતાંતર પછી થયા તે માર્ગમાં કળિકાળથી: મધ્યસ્થ જન નહિ આગ્રહી, લે સત્યની ખરી કાળજી, વિવેક- વિચારે ઘરે મૂળ તત્ત્વ પર પ્રીતિ અતિ, શીલવાન મુનિ પર ભાવ ઘરીને, મન દમે સ્વ-વિચારથી. ૫૮ અર્થ :- ભગવાન મહાવીરના ગયા પછી બહુ મતમતાંતર વીતરાગ માર્ગમાં પડી ગયા, તે આ કળિકાળનો પ્રભાવ છે. તેમાં મધ્યસ્થ આત્માર્થીજનો મતનો આગ્રહ રાખતા નથી. પણ સત્યની શોધ કરી તેની જ ખરી કાળજી રાખે છે, તથા વિવેકપૂર્વક વિચાર કરીને આત્મઘર્મના મૂળ તત્ત્વો ઉપર અત્યંત પ્રેમભાવ રાખે છે, તેમજ શીલવાન એવા આત્મજ્ઞાની મુનિઓ ઉપર સદુભાવ રાખીને, સ્વઆત્મવિચારથી પોતાના મનને દમે છે અર્થાત્ પોતાના મનને વશ કરે છે. //૫ટા. ભગવાન મહાવીરસ્વામી સંપૂર્ણ કર્મનો ક્ષય કરી પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા, તેમ હું પણ મારા શુદ્ધ સહજાન્મસ્વરૂપને પામવા માટે નીચે પ્રમાણે આ ત્રણ મનોરથને સેવું કે જેથી મારા આત્માનું પણ કલ્યાણ થાય. “પરિગ્રહ મમતા તજી કરી, પંચ મહાવ્રત ઘાર; અંત સમય આલોચના, કરું સંથારો સાર. તીન મનોરથ એ કહ્યા, જો ધ્યાવે, નિત મન્ન; શક્તિ સાર વર્તે સહી, પાવે શિવસુખ ઘન્ન.” -નિત્યક્રમ (પૃ.૨૭૪) (૧૨) ત્રણ મનોરથ | (ઇંદવછંદ) (રાગ-બેઠત રામ હિ, ઊઠત રામ હિ, બોલત રામ હિ, રામ રહ્યા હૈ.) જે ગુરુ રાજ સમાધિરસે પરિપૂર્ણ સુખી પરમાતમ પોતે, સર્વ વિકલ્પ રહિત થયા, નહિ કોઈ મનોરથ આતમ-જ્યોતે; Page #141 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ત્રણ મનોરથ ૧ ૨૧ તે પદમાં પ્રણમી મનથી, તઓં સર્વ મનોરથ લૌકિક જે જે, સર્વ વિકલ્પ જવા ત્રણ સેવીશ શુભ મનોરથ સાઘક તે તે. ૧ અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર ગુરુદેવ સ્વરૂપ સમાધિરસ વડે પરિપૂર્ણ સુખી છે, પોતે પરમાત્મસ્વરૂપને પામ્યા છે. સર્વ વિકલ્પથી જે રહિત થયા છે. જેની આત્મજ્યોતિમાં કોઈ પ્રકારનો મનોરથ નથી અર્થાત જેને કોઈપણ પદાર્થની ઇચ્છા નથી, એવા સહજાત્મસ્વરૂપી પરમકૃપાળુદેવના ચરણકમળમાં ભાવથી પ્રણામ કરીને હું પણ જે જે લૌકિક મનોરથ ઘન, કુટુંબ, માનાદિની ઇચ્છાના છે તે સર્વનો ત્યાગ કરું, તથા સર્વ પ્રકારના વિકલ્પોને દૂર કરવા માટે શુભ એવા ત્રણ મનોરથને જ એવું કે જે મને આત્મસાધનામાં પરમ સહાયક છે. તેના કાળ અનંત ગયો મમતાવશ, ઘારી પરિગ્રહભાર, અરેરે! મોહવશે નહિ દેખી શકે દુઃખ, જન્મ-જરા-મરણે જ ફરે રે! હિંસક વૃત્તિ નહીં છૂટતી હજી, નિર્દયતા સુખકાજ ઘરે રે! ટાળ હવે મન, ઇન્દ્રિયખની ચાહ ગણી વિષ-દાહ ખરે રે! ૨ અર્થ - હવે પ્રથમ પરિગ્રહની મમતા વિષે વિચારે છે કે – અરેરે! પૂર્વે મારો અનંતોકાળ મમતાવશ પરિગ્રહનો ભાર વઘારવામાં જ વહી ગયો. દર્શનમોહ એટલે મિથ્યાત્વના ગાઢપણાને લીધે આ જીવ પોતાના આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ત્રિવિધ તાપાગ્નિના દુઃખને પણ જોઈ શકતો નથી; અને તેના ફળમાં જન્મ, જરા, મરણના અનાદિથી ફેરા જ ફર્યા કરે છે. હવે પંચ મહાવ્રત ઘારણ કરવામાં બાઘક એવી જીવની પ્રથમ હિંસકવૃતિ વિષે જણાવે છે કે – પાંચ ઇન્દ્રિયોના સુખ સાજ માટે છ કાય જીવોની હિંસા કરવાની વૃત્તિ હજા તારી છૂટતી નથી. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, વનસ્પતિ તથા ત્રસકાયની હિંસામાં નિર્દયતાપૂર્વક વર્તતા તને વિચાર પણ આવતો નથી કે હું આ શું કરું છું. એ વૃત્તિને હે જીવ! હવે તું ટાળ અને ઇન્દ્રિયસુખની ચાહનાને વિષ-દાહ એટલે વિષની બળતરા સમાન જાણી ત્યજી દે, કેમકે તે ખરેખર દુઃખનું જ મૂળ છે. //રા સત્ય વિષે સુખ-શાંતિ વસે, નહિ એવી પ્રતીતિ ઉરે દ્રઢ ઘારી, સત્ય-કસોટી તકે ટકતો નર તે હરિશ્ચંદ્ર સમો વ્રતધારી; સત્યવ્રતી-ઉરમાં વસશે નિજ સત્ય સ્વરૂપ સદા સુખકારી, સમ્યગ્રુષ્ટિ જ સત્યવ્રતી પરમારથને નીરખે હિતકારી. ૩ અર્થ :- હવે સત્ય મહાવ્રતનું મહાભ્ય દર્શાવે છે : જીવની સાચી સુખશાંતિ સત્યમાં વસે છે. એવી દ્રઢ પ્રતીતિ એટલે વિશ્વાસ હજા સુધી જીવમાં આવ્યો નથી. જો આવ્યો હોય તો સત્યની કસોટી સમયે સત્યવ્રતધારી રાજા હરિશ્ચંદ્રની જેમ સર્વસ્વ જાય તો પણ તે ટકી રહેશે. સત્યવ્રતને દ્રઢપણે ઘારણ કરનારના હૃદયમાં સદા સુખને આપનાર એવું પોતાના આત્માનું સત્ય સ્વરૂપ એટલે શુદ્ધ સ્વરૂપમાં તેનો વાસ થશે અર્થાતુ તેને તે સ્વરૂપ પ્રાપ્ત થશે. ખરેખર તો સમ્યકુદ્રષ્ટિ જ સત્યવ્રતી છે કેમકે તે પરમાર્થને જ હિતકારી માની પરમાર્થ સત્ય ભાષા બોલે છે અર્થાતુ પ્રથમ આત્મા જોઈને પછી તેના પર્યાયને જુએ છે. ૩ાા Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ચોર તજે નહિ ચોરર્ટી વૃત્તિ, અતિ ઘન વૈભવ હોય ભલે જો, પારકી થાળી વિષે રસ કલ્પત જીભ, રસોઈ અનન્ય મળે તો; જે નિજ આત્મસુખે નહિ તૃસ, ચહે પરચીજ અનેક પ્રકારે, ગાય હરાયી સમાન ભમી પર ક્ષેત્ર વિષે બહુ દુઃખ વધારે. ૪ અર્થ :- હવે પંચ મહાવ્રતમાં ત્રીજું અચૌર્ય મહાવ્રત છે. તેમાં બાળક એવી ચોરટી વૃત્તિ વિષે બોઘ આપે છે કે – જીવને ચોરી કરવાની આદત પડી ગઈ હોય તો અતિ ઘન, વૈભવ ભલે હોય તો પણ તે ચોરટી વૃત્તિ જીવમાંથી જતી નથી. જેમ ઘરમાં અનન્ય એવી શ્રેષ્ઠ રસોઈ મળતા છતાં પણ જીભ પારકા ઘરની થાળીમાં રસ કહ્યું છે, અર્થાત્ પારકા ઘરની રસોઈ જીવને મીઠી લાગે છે. તેમ જે જીવ પોતાના આત્મસુખ વડે તૃપ્ત નથી તે જ અનેક પ્રકારે પરવસ્તુને ઇચ્છે છે. અને તેના ફળમાં ચાર ગતિમાં ભમીને અનંત દુઃખ પામે છે. જેમ હરાયા ઢોર સમાન ગાય ભમીને પરના ક્ષેત્રમાં મોટું ઘાલે તો ડફણાનો માર પણ તેને ખાવો પડે છે. જો કામ-વિકાર વશે ઑવ ઝૂર સહે અતિ દુઃખ ભવોભવ ભારી; સ્પર્શ-વિયોગ નહીં કર્દી, તેથી અનાદિ વઘી નીંચ વિષય જારી. મૂળ મહાન પરિગ્રહનું રતિ-વૃત્તિ હણે સત્સંગતિ સાચી, આ કળિકાળ વિષે અતિ દુર્લભ સજ્જનયોગ કરે જ અયાચી. ૫ અર્થ - હવે ચોથા બ્રહ્મચર્ય મહાવ્રતમાં બાઘક એવા કામવિકારો વિષે જણાવે છે – કામ વિકારને વશ થઈને જીવ ઝૂરે છે અને તેના ફળમાં ભવોભવ અત્યંત દુઃખોને સહન કરે છે. કોઈ કાળે જીવને સ્પર્શેન્દ્રિયના વિષયનો વિયોગ થયો નથી. તેથી અનાદિકાળની જીવની નીચ એવી વિષય વાસના છૂટતી નથી. સૌ આરંભ અને પરિગ્રહનું મૂળ તે રતિ-વૃત્તિ એટલે કામવૃત્તિ છે. તે કામવૃત્તિ સાચા પુરુષોની સંગતિથી હણાય છે. સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર આ કળિકાળમાં એવા સજ્જન પુરુષોનો યોગ મળવો અતિ દુર્લભ છે કે જે જીવને સર્વકાળને માટે અયાચી એટલે ભૌતિક સુખના ભિખારીપણાનો નાશ કરી દે. આપણા “ઘર્મ ભેંલે ઘનમાં જનનાં મન, લાભ થતાં બહુ લોભ વધે છે; લોક ગણે ઘન ઉત્તમ શાર્થી? મળે સુખને યશ, લોક વદે છે. એ સુખ ને યશ કાયમ કો નર આજ સુથી ઘનથી નથી પામ્યો, તોય ગમાર વિચાર કરે નહીં, આંઘળી દોડ થકી ન વિરામ્યો.” અર્થ - હવે પંચમ પરિગ્રહ ત્યાગ મહાવ્રતમાં વિદન કરનાર ઘન પ્રત્યેની આસક્તિની વિચિત્રતા જણાછે છે કે – લોકોના મન ઘનમાં આસક્ત થઈને ઘર્મને ભૂલી જાય છે. કેમકે લાભ થતાં જીવનો લોભ બહ વધી જાય છે. તે વિષે “મોક્ષમાળા'માં શ્રીમદ્ રાજચંદ્ર જણાવે છે કે : કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવીયે વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે; ઘર્મ સંબંઘી કેટલુંક જ્ઞાન છતાં, ઘર્મની દૃઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે; વૃત્તિ એમાં જ લટકી રહે છે; પરંતુ એ વૃત્તિ કોઈ કાળે સુખદાયક કે આત્મહિતૈષી થઈ નથી. જેણે એની ટૂંકી Page #143 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ત્રણ મનોરથ ૧ ૨ ૩ મર્યાદા કરી નહીં તે બહોળા દુઃખના ભોગી થયા છે.” (વ.પૃ.૭૬) લોકો ઘનને ઉત્તમ શાથી ગણે છે? તો કે એથી સુખ અને યશ મળે છે, એમ લોકવાયકા છે. પણ એ ઘનથી સુખ અને યશ આજ દિવસ સુધી કાયમને માટે કોઈ પામ્યું નથી. તોય ગમાર એવો આ પામર જીવ હજા સુધી તે માટે વિચાર કરતો નથી અને માત્ર આંથળી દોડ જ દોડ્યા કરે છે; પણ તેથી વિરામ પામતો નથી. કાા માતપિતા, પ્રિય સ્ત્રી, તનુજો સહુ સ્વાર્થવિઘાત થતાં અરિ જાણો, પ્રીતિ ઘરો અતિ તે જ પદાર્થ કરે બહુ બંઘન, સજ્જન માનો; તે દિન ઘન્ય હશે માં જે દિન બંઘન છોડી વસું વનવાસે, ધ્યાન વિષે નિશદિન રહું, નહિ વૃત્તિ ફરે શરીરે જગવાસે. ૭ અર્થ - હવે બાહ્ય પરિગ્રહનું સ્વરૂપ જણાવે છે. તે જાણી તેનો ત્યાગ કરવા યોગ્ય છે. આ સંસારમાં માતાપિતા, પ્રિય સ્ત્રી, તનુજો એટલે પુત્રો આદિ સર્વ પોતાના સ્વાર્થનો ઘાત થતા શત્રુરૂપ થઈ જાય છે. જેમકે ઘનના લોભથી માતાએ પોતાના પુત્ર અમરને વેચી દીઘો. રાજ્યના લોભથી રાજા પોતાના પુત્રના અંગ ખંડિત કરતો હતો, જેથી તે રાજા બની શકે નહીં. પોતાની વાસના પોષાતી નથી એમ જાણી સૂર્યકાન્તા રાણીએ પતિ પરદેશી રાજાને વિષ આપ્યું. પોતાની વિષયવાસના પોષવામાં પોતાના જ પુત્ર બ્રહ્મદત્ત આડો આવે છે એમ જાણી તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો અથવા કોણિકે રાજ્યના લોભથી પોતાના પિતા શ્રેણિકને જેલમાં નાખ્યા. એવા કુટુંબીજનો ઉપર અત્યંત પ્રીતિ કરવી તે જીવને કર્મબંઘનો જ હેતુ છે, એમ હે સજ્જન પુરુષો તમે માનો. તે દિવસ મારો ઘન્ય હશે કે જે દિવસે હું સર્વ કર્મબંઘનને છોડી વનમાં વાસ કરીશ, તથા આત્મધ્યાનમાં નિશદિન રહીશ, તેમજ મારી વૃત્તિ પણ શરીરમાં કે જગતના ભોગ વિલાસમાં ફરશે નહીં. તે દિવસ મારો પરમ કલ્યાણકારી થશે. શા. પંચ મહાવ્રત શુદ્ધ સ્વભાવથી જીવન-અંત સુધી નિરવાણું, વર્તન જિનની આણ પ્રમાણથી રંચ ચતું ન અતિક્રમવા હું; કેવળજ્ઞાન થતાં સુઘી આણ શિરે ઘરી સમ્યક ભાવ વધારું, વ્યાધિ-જરા-મરણે નહિ દેહ વિષે મમતા મનમાં પણ ઘારું. ૮ અર્થ:- આ ગાથામાં અંતરંગ પરિગ્રહને ત્યાગી ભગવાનની આજ્ઞાને જ ઉપાસું એમ જણાવે છે : મારા આત્માના શુદ્ધ સ્વભાવનો અનુભવ કરી, અંતરંગ કષાય, નોકષાયને સર્વથા ત્યાગી પંચ મહાવ્રતનો જીવનના અંત સુધી નિર્વાહ કરું. તથા મારું વર્તન જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે જ રાખું. તે આજ્ઞાને રંચ માત્ર પણ અતિક્રમવા એટલે ઉલંઘવા ઇચ્છું નહીં. કેવળજ્ઞાન થતાં સુધી ભગવાનની આજ્ઞાને શિરોઘાર્ય કરી હંમેશાં સમ્યભાવને વઘાર્યા કરું તથા વ્યાધિ, વૃદ્ધાવસ્થા કે મરણના પ્રસંગે, દેહપ્રત્યે મમતાભાવ મનમાં પણ ઘારણ કરું નહીં. દા. પાપ-ઉપાધિ તજું, મુનિભાવવ્રતે દ્રઢતા, મરણાંત સુથારું, એ ત્રણ મુંજ મનોરથ આ ભવમાંથી સદાય ઘરું, ન વિસારું; આત્મસ્વભાવ સુરક્ષિત હો મુજ, દેહતણી દરકાર ન રાખું, મૌન મહાવ્રત અંતરમાં ઘરી, સત્ય સદા વચને શુભ ભાખું. ૯ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ :- પરિગ્રહ એ પાપ છે, પાપનો પિતા છે એવી પરિગ્રહરૂપી પાપઉપાધિનો ત્યાગ કરું, પંચ મહાવ્રત ધારણ કરવારૂપ મુનિભાવમાં દ્રઢતા રાખું, તથા મરણાંત સમયે પાપની આલોચના કરીને મરણ સુઘારું અર્થાત્ સમાધિમરણ કરું. આ મારા ત્રણ મનોરથ આ ભવમાં સદાય ઘારણ કરીને રાખું, પણ કદી તેને વિસારું નહીં. મારા આત્માનો સભ્ય જ્ઞાન, દર્શન, ચારિત્રમય જે સ્વભાવ છે તે સદા સુરક્ષિત રહો, તેની કાળજી રાખું પણ દેહની દરકાર કરું નહીં, અર્થાત્ નાશવંત એવા દેહની સંભાળમાં મનુષ્યભવનો અમૂલ્ય સમય વ્યતીત કરું નહીં, તથા મહાવ્રત જેવા મૌનવ્રતને હૃદયમાં ધારણ કરીને જરૂર પડ્યે સદા શુભ સત્ય વચનનો જ ઉચ્ચાર કરું. લા. ઓળખ હે! જીવ, શુદ્ધ ગુરુંપદ, તે વિણ દેહ ઘરી ભટકે તું, દેહતણી નહિ ઓળખ સાચી, ન દેક્સગાઈ જરી હિત-હેતુ. ભાન વિના ભટકે ભેંત-પ્રેત સમાન, કહે મૂળ મૂઠ જ બીજું, ખાય, પીએ, દિન સર્વ, ફરે, નહિ બંઘન-ત્રાસ પશુસમ કીધું. ૧૦ અર્થ - હવે ત્રણ મનોરથ પૂર્ણ કરવા હોય તો સદ્ગુરુ મેળવી આત્માને ઓળખવા માટે સત્સંગ, ભક્તિ, વૈરાગ્ય લાવ. હે જીવ! હવે તારા શુદ્ધ ગુરુપદનું ઓળખાણ કર, અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપમય એવા ગુરુ એટલે મહાન આત્મપદને ઓળખ. અથવા શુદ્ધ આત્મપદને પ્રાપ્ત એવા શ્રી ગુરુની ઓળખાણ કર. તે વિના તું નવા નવા દેહ ઘારણ કરીને આ ચતુર્ગતિરૂપ સંસારમાં ભટક ભટક કરે છે. દેહને તું તારું સ્વરૂપ માને છે પણ તે તારી ઓળખાણ સાચી નથી. આ દેહ સાથેની સગાઈ એટલે દેહ પ્રત્યે જે તારો પ્રેમ છે તે તારા આત્માને જરાપણ હિતનું કારણ નથી. હે જીવ! તું તારું ભાન ભૂલી, ભૂત-પ્રેત સમાન આ સંસારમાં ભટકે છે. તું તારું મૂળ સ્વરૂપ જે અનંત સુખરૂપ છે, તેને મૂકી બીજાં જ કરે છે. તું કર્માનુસાર ખાય છે, પીએ છે, આખો દિવસ ફરફર કરે છે, પણ કર્મબંધનનો ત્રાસ હજુ તને લાગતો નથી. માટે તારું જીવન પશુ સમાન છે એમ મહાપુરુષો કહે છે. ૧૦ના ભાવ ફરે સત્સંગ થયે; પણ ત્યાંય ન બોઘની સોટીં ય લાગે, તે જીંવ કેમ હવે સુથરે? નહિ હિત અહિતનવિચારથી જાગે. કર્મ મહા બળવાન છતાં પુરુષાર્થ સદાય વસે છંવ પાસે; એ જ ઉપાય ઉપાસ રહો, શુભ સાઘનનું ફળ શુભ જ થાશે. ૧૧ અર્થ :- સત્સંગ થવાથી જીવના ભાવ ફરે છે, પણ જેને સત્સંગમાં પણ સત્પરુષના બોઘની સોટી લાગતી નથી, તે જીવ હવે કેમ સુઘરે? કેમકે સત્સંગમાં આત્માનું હિત શામાં છે, અહિત શામાં છે, એવી વિચારણા થવા છતાં પણ જીવ જાગતો નથી. તેનું કારણ કર્મ મહા બળવાન છે. તો પણ જીવની પાસે સદાય પુરુષાર્થ વસે છે. એ પુરુષાર્થ કર્મને હણવાનો સાચો ઉપાય છે. માટે પુરુષાર્થની જ હંમેશાં ઉપાસના કર્યા રહો તો શુભ સાઘન કરવાનું ફળ કાલાન્તરે શુભ જ આવશે. શ્રીમદ્ લઘુરાજ સ્વામી કહે છે કે પડ્યો રહે સત્સંગમાં, સાંભળ સાંભળ કર તો કોઈ દિવસ કામ થઈ જશે. ૧૧ાા. માત્ર મનોરથ તારી શકે નહિ, બિન-મનોરથ સાઘન ક્યાંથી? સાઘન સત્ય, યથારથ શોઘી, સુભક્તિ કરે શરૂઆત જ ત્યાંથી. Page #145 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ત્રણ મનોરથ ૧ ૨ ૫. ભક્તિ કરી ભગવાન પિછાની અહોનિશ તલ્લીનતા સુખ આપે, દ્રષ્ટિ સમાન ગણી બથ સૃષ્ટિ, કરો સવળી પછી પાપ ન વ્યાપે. ૧૨ અર્થ - માત્ર મનોરથ એટલે માત્ર મનવડે કરેલી ભાવના તે જીવને સંસાર સમુદ્રથી તારી શકે નહીં. તેમજ બિન મનોરથ એટલે મનની સાચી ભાવના વિના પણ જીવ આત્મકલ્યાણના સાઘનને ક્યાંથી મેળવે. માટે પ્રથમ તે વસ્તુ મેળવવાના ભાવ કરી, તેના સત્ય સાઘન શ્રી સદ્ગુરુ, સત્સંગ આદિને યથાર્થ શોઘી, તેની સારી રીતે ભક્તિ કરે તો ત્યાંથી મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. તે ભગવાનની ભક્તિ કરીને તેનું સ્વરૂપ પિછાની એટલે સ્વરૂપની ઓળખાણ કરી, તેમાં રાતદિવસ તલ્લીન રહે તો તે જીવને સાચું સુખ પ્રગટે છે. પોતાના આત્મા સમાન જગતના સર્વ જીવોને ગણી કોઈને દુઃખ ન આપે એવી સવળી દ્રષ્ટિ જો જીવ કરે તો તેના આત્મામાં પાપ વ્યાપી શકતું નથી; અને તે છૂટી શકે છે. ૧૨ા. મોહવિકાર વડે જગ દુઃખ, ટળે સુવિચાર થકી જ વિકારો, સમ્યવ્રુષ્ટિ સદાય સુખી ગણ, હોય ભલે નરકે બહુ મારો; ચક્રતણાં સુખ પૃથ્વી વિષે બહુ, તોય ન તૃપ્તિ અનુભવનારો; ત્યાગ-વિરાગ સુદ્રષ્ટિ સહિત અનંત સુખી જીંવને કરનારો. ૧૩ અર્થ :- આખું જગત મોહના વિકાર વડે દુઃખી છે. એ મોહના વિકાર સમ્યક વિચાર વડે જ ટાળી શકાય છે. દર્શનમોહના વિકાર ટળી જઈ જેની સમ્યક દ્રષ્ટિ થઈ છે તે જીવને સદાય સુખી જાણો. પૂર્વ કર્માનુસાર તેવા જીવને નરકમાં પણ બહુ માર ખમવા પડતા હોય તો પણ સમ્યદ્રષ્ટિના કારણે તે ત્યાં પણ સુખી છે. જ્યારે ચક્રવર્તીના સુખ આ પૃથ્વી ઉપર ઘણા બધા પ્રાપ્ત હોય, છતાં આ જીવ જો વૃતિને અનુભવતો નથી તો તે સદા દુઃખી જ છે. સમ્યકદ્રષ્ટિ સહિતના ત્યાગ વૈરાગ્ય, જીવને સર્વકાળને માટે અનંત સુખના આપનાર થાય છે. II૧૩ાા. સમ્યજ્ઞાન દીવો સમજો, ઘરી દીપક હાથ ફૂવે પડશે તે જે નહિ વિરતિભાવ ઘરે, નહિ અંત સમાધિ સુખે કરશે જે; મોહ તજી, લઘુભાવ સજી, ખમી સર્વ, ખમાવી મરે જીવતાં જે તે જ સુજાગ્ય મહાજન ના ફરી જન્મ ઘરે, બની મુક્ત ભવાંતે. ૧૪ અર્થ:- સમ્યકજ્ઞાનને તમે દીપક સમાન સમજો. તે જગતમાં રહેલ સર્વ હિતાહિત પદાર્થને સ્પષ્ટ જણાવનાર છે. એ જ્ઞાનરૂપ દીપકને લઈ અર્થાત્ તત્ત્વ જાણીને પણ જે જીવ સંસારરૂપી કૂવામાં પડશે, અથવા જ્ઞાનનું ફળ વિરતિ છે એમ જાણવા છતાં જે વિરતિભાવને એટલે ત્યાગભાવને હૃદયમાં ઘારણ કરશે નહીં, તે જીવ પોતાના જીવનનો અંત સમાધિસુખ સહિત કરી શકશે નહીં. પણ જે જીવ મોહભાવને તજી, લઘુત્વભાવ ઘારણ કરી, પોતા પર આવેલ ઉપસર્ગોને ખમશે, સહન કરશે તથા બીજા સર્વ જીવોને ખમાવશે એટલે પોતાના કરેલા અપરાધોની માફી માગશે, તેમજ જીવતા છતાં જાણે મરી ગયો એવો ભાવ લાવી બાકીનું જીવન માત્ર આત્માર્થે જ ગાળશે; તે જ મહાજન સદા સમ્યક્ પ્રકારે જાગૃત છે. તેવા ઉત્તમ પુરુષ ભવના અંતે મુક્ત બનીને ફરી નવા જન્મ ઘારણ કરશે નહીં, અર્થાતુ મોક્ષસિદ્ધિને સર્વકાળને માટે પામશે. ||૧૪મા Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ જે જીવ ત્રણ મનોરથને સાચા ભાવે ઘારણ કરે તે કાળે કરીને ચાર સુખ શય્યાને પામે છે. તે ચાર સુખશય્યા કઈ કઈ છે તેનું વર્ણન હવે આ પાઠમાં કરે છે – : (૧૩) ૧૨૬ ચાર સુખશય્યા (દોહરા) * અનંત સુખશય્યા વિષે સ્થિર થયા ગુરુ રાજ, અયાચક પદ ઉર ઘરી, સુખશય્યા કહું આજ. ૧ અર્થ :– આત્માની અનંતગુણરૂપ સુખશય્યા પામીને પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુદેવ સ્વસ્વરૂપમાં સ્થિર થયા તે અયાચક પદને એટલે જે પદ પામ્યા પછી કંઈ પણ માંગવાનું રહે નહીં એવા ઉત્તમ શુદ્ધ આત્મપદને હૃદયમાં ધારણ કરી, ચાર સુખશય્યાનું વર્ણન આજે કરું છું. ॥૧॥ મોક્ષસુખ સરખાવવા કહે સુષુપ્તિરૂપ, પણ ક્યાં મોહાીત દશા ક્યાં નિદ્રા અવકૃપ! ૨ અર્થ :– મોક્ષસુખને સરખાવવા માટે જીવનની સુષુપ્તિરૂપ નિદ્રાવસ્થાનું દૃષ્ટાંત વ્યવહારથી આપવામાં આવે છે. પણ ક્યાં આત્માની મોહાતીત દશાનું અદ્ભુત સુખ અને ક્યાં અઘકૂપ એટલે પાપના ઘરરૂપ એવી નિદ્રાનો સુખાભાસ. “જે નિદ્રાને વિષે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે, ત્યાં પણ હું સુખી છું એવું જે જ્ઞાન છે, તે બાકી વધ્યો એવો જે જીવ પદાર્થ તેનું છે; બીજાં કોઈ ત્યાં વિદ્યમાન નથી, અને સુખનું ભાસવાપણું તો અત્યંત સ્પષ્ટ છે; તે જેનથી ભાસે છે તે જીવ નામના પદાર્થ સિવાય બીજે ક્યાંય તે હક્ષણ જોયું નથી.’’ (વ.પૃ.૩૬૮) ||૨|| માત્ર વિકલ્પ-રહિતતા દર્શાવે ભાન નહીં દુઃખનું ભલે, પણ ક્યાં સુખ = અર્થ :– આ ઉપરનું સુષુપ્તિનું દૃષ્ટાંત તો કેવળ વિકલ્પ-રહિતપણું દર્શાવવા માટે છે કે ખરૂં સુખ તો માત્ર વિકલ્પથી રહિત થવામાં જ છે. દૃષ્ટાંત, એકાંત!૩ ઊંઘમાં ભલે એને દુઃખનું ભાન નથી, પણ મોક્ષમાં આત્મસ્વભાવનું જે એકાંત નિરાકુળ સુખ તેનો અનુભવ ક્યાં અને આ નિદ્રાવસ્થાનો સુખાભાસ ક્યાં? એ તો માત્ર જીવને નિદ્રાના સુખાભાસનો અનુભવ હોવાથી કંઈક ખ્યાલ આવે તે માટે તુલના કરી સમજાવવા પ્રયત્ન કર્યો છે. ગા શેષનાગ-શય્યા ૫૨ે પોઢે પ્રભુ સાક્ષાત્ પૌરાણિક કથા વિષે ગૂઢ કહી કંઈ વાત. ૪ અર્થ :– શેષનાગની શય્યા ઉપર વિષ્ણુ ભગવાન સાક્ષાત પોઢે છે એવી વૈષ્ણવ ધર્મના પુરાણોમાં કથા કહી છે. પણ તે કંઈ ગૂઢ આશયવાળી વાત હોય એમ જણાય છે. ।।૪। ક્ષીરસાગર સમ્યક્ત્વ જો, શેષનાગ પ્રારબ્ધ, સેવે જાગૃતિ-લક્ષ્મી પદ, આત્મા-હરિ અબદ્ધ. ૫ Page #147 -------------------------------------------------------------------------- ________________ (૧૩) ચાર સુખશયા ૧૨૭ અર્થ - ક્ષીર સાગરરૂપ સમ્યકત્વ પામીને શેષનાગરૂપ પ્રારબ્ધ કર્મ પર આઘારિત થઈ, સદા લક્ષ્મીરૂપ આત્મજાગૃતિને સેવનાર હરિ એવો શુદ્ધ આત્મા તે સદા અબદ્ધ છે; અર્થાતુ નવીન કમોંથી બંઘાતો નથી. પા. વળી સિદ્ધાંતિક વાત પણ કહે સુખશયા ચાર: સ્વાનુભવ, સંતોષ ને સંયમ, ઘીરજ ઘાર. ૬ અર્થ - વળી સૈદ્ધાંતિક વાત જે આત્મ અનુભવથી સિદ્ધ થયેલી છે, તે હવે જણાવે છે કે સુખશય્યા ચાર છે અર્થાતુ સાચા આત્મિક સુખને પામવા માટેની ચાર સુખશય્યા છે. તે ૧. સ્વાનુભવ, ૨. સંતોષ, ૩. સંયમ અને ૪. ઘીરજ છે. કા. દુખમાં જીંવ ઊંઘી રહ્યો, પર વસ્તુમાં મગ્ન, દેહસુખો દુખગેહ જો, સુખ અંત-દુઃખ-લગ્ન. ૭ અર્થ - હવે પ્રથમ સ્વાનુભવ નામની સુખશય્યા વિષે જણાવે છે કે – અનાદિકાળથી જીવ દુઃખમાં જ સુખ માની મોહનિદ્રામાં ઊંઘી રહ્યો છે. આત્માથી પર એવા દેહ, સ્ત્રી, પુત્ર, ઘનાદિ પદાર્થોમાં જ મગ્ન બનીને રહે છે. પણ દેહથી પ્રાપ્ત થતા સુખો એ જ દુઃખના ઘરરૂપ છે એમ તું જાણ. કેમકે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું સુખ તે અંતરની દુઃખ લગની સાથેનું છે, અર્થાત્ ઇન્દ્રિય સુખ હમેશાં અંતરમાં થતી અનેક પ્રકારની ઇચ્છાઓની બળતરા સહિતનું છે. માટે તે અંતર્દાહરૂપ શાતા છે, પણ ખરું સુખ નથી. IIળા બંધનકારી બાંઘવો, અલંકાર જડ ભાર, કપડાં કપટ વઘારતાં, નારી અરિ વિચાર. ૮ અર્થ - ભાઈઓ પ્રત્યેના રાગને કર્મબંઘન કરાવનાર જાણ. શરીર ઉપર પહેરાતાં અલંકાર એટલે સોના વગેરેના દાગીનાઓને જડના ભાર ઉપાડવા સમાન જાણ, કપડાં પણ શરીરની ઉબડ ખાબડ એવી કદરૂપી વસ્તુને ઉપરથી સુંદર બતાવનાર હોવાથી માત્ર કપટને જ વઘારનારા છે, તથા નારી એટલે સ્ત્રી પ્રત્યેનો પોતાનો રાગ તેને પણ શત્રુ સમાન જાણી ઘટાડ તો સ્વ આત્માનો તને અનુભવ થશે. Iટા. વિષ-શર નરનો સ્નેહ ગણ, પુત્રપ્રેમ અહિવિષ; જ્યાં જ્યાં મન મહિમા ઘરે, તે જ કપાવે શીશ. ૯ અર્થ - સ્ત્રીઓએ પણ પુરુષ પ્રત્યેના સ્નેહને વિષના શર એટલે ઝેરી બાણ સમાન જાણવો. તથા પુત્રપ્રેમને અહિ એટલે સર્પના ઝેર સમાન જાણવો. ઝેરનું બાણ શરીરમાં પ્રવેશી વિવિલાટ કરાવે તેમ પુરુષ પ્રત્યેનો રાગ પણ જીવને અત્યંત આકુળવ્યાકુલતા જ ઉપજાવે છે. સર્પનું વિષ મરણ કરાવે તેમ પુત્રપ્રેમ પણ મોહવશ જીવને અસમાધિમરણનું કારણ થાય છે. જ્યાં જ્યાં ઉપરોક્ત પદાર્થોમાં મનને માહાભ્ય બુદ્ધિ રહે, ત્યાં ત્યાં જીવને શીશ એટલે મસ્તક કપાવા જેવું છે, અર્થાત્ તે જન્મમરણના જ કારણ થાય છે. લા રાગ-રોષ મળ ટાળવા ઘરવો ઉર વિવેક; સદગુરુ-બોઘ વિચારતાં ઝટ ટળશે અવિવેક. ૧૦ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - રાગદ્વેષરૂપ મળને ટાળવા માટે જીવે હૃદયમાં હિતઅહિતના ભાનરૂપ વિવેક પ્રગટાવવો જોઈએ. તે અર્થે સદગુરુનો બોઘ વિચારતાં અવિવેકભાવ શીધ્ર ટળશે. ||૧૦ના સદગુરુબોઘ વિચારવા ઉરમાં કર અવકાશ, ઇંદ્રિય-વિષય-વાસના, કષાય કચરો ખાસ. ૧૧ અર્થ :- સદગુરુનો બોધ વિચારવા માટે પ્રથમ બીજા વિચારો મૂકીને હૃદયમાં અવકાશ લાવ. તે બોઘને વિચારવામાં ખાસ બાઘક કારણો તે પંચેન્દ્રિયના વિષયની વાસના તથા કષાયરૂપ કચરો છે; તેને પ્રથમ દૂર કર. /૧૧ાા ઉપશમ-ત્યાગ-વિરાગથી સન્મુખ વૃત્તિ થાય, ગુરુકૃપાથી જીવને સ્વાનુભવ સમજાય. ૧૨ અર્થ - વિષય કષાયનું ઉપશમન કરવાથી જીવમાં વૈરાગ્ય અને ત્યાગભાવ પ્રગટે છે. તેથી જીવની આત્મસન્મુખ વૃત્તિ થાય છે, અને ગુરુકૃપાથી જીવને સ્વઆત્માનો અનુભવ કેમ કરવો તેનો ઉપાય સમજાય છે. ૧૨ાા વસ્તુ-ચિંતન-ધ્યાનથી મન જ્યારે સ્થિર થાય. ઇંદ્રિયાતીત નિજસુખે રહીં, અનુભવ વેદાય. ૧૩ અર્થ :- આત્મવસ્તુના ચિંતન કે ધ્યાનથી મન જ્યારે સ્થિર થાય ત્યારે ઇન્દ્રિયથી અતીત એટલે જુદા એવા નિજ આત્મસુખના અનુભવનું પોતાને સાક્ષાત્ વેદન થાય છે. “વસ્તુ વિચારત ધ્યાવતે, મન પામે વિશ્રામ; રસ સ્વાદત્ સુખ ઉપજૈ, અનુભવ યાકો નામ.” -સમયસાર નાટક ||૧૩મા સ્થિરતા બે ઘડી ત્યાં થતાં પ્રગટે કેવળ જ્ઞાન; કર્મતણા ઘક્કા થકી ટકે ન તેનું ધ્યાન. ૧૪ અર્થ - સ્વરૂપમાં બે ઘડી સુધી સ્થિરતા થતાં જીવને કેવળજ્ઞાન પ્રગટે છે. પણ કર્મના ઘક્કાથી ધ્યાનની તે શ્રેણી બે ઘડી સુધી ટકવી ઘણી મુશ્કેલ છે. ૧૪ અનુભવ જન મંડ્યા રહે અભ્યાસે ઘર ખંત, કરે નિર્જરા કર્મની કરી આત્મા બળવંત. ૧૫ અર્થ :- આત્મ અનુભવી જ્ઞાની પુરુષો ઉત્સાહ ઘરીને તે ધ્યાનની શ્રેણીને બે ઘડી સુધી ટકાવવા પુરુષાર્થના બળે મંડ્યા રહે છે, અને આત્માને અત્યંત બળવાન બનાવી અંતે સર્વ કર્મની નિર્જરા કરી કેવળજ્ઞાનને પ્રગટ કરે છે. ૧પો (૨) બાહ્ય વૃત્તિ બહુ દોડતી, કરવા પર વ્યવહાર; લોભ સર્વનું મૂળ છે, લાભ લોભ અપાર. ૧૬ અર્થ - હવે બીજી સંતોષ નામની સુખશયા વિષે બોધ આપે છે :અનાદિકાળથી જીવની બાહ્યવૃત્તિ તે પર પદાર્થના લે મેલ કરવાના વ્યવહારમાં જ આનંદ માનીને Page #149 -------------------------------------------------------------------------- ________________ (૧૩) ચાર સુખશપ્યા ૧ ૨૯ દોડતી ફરે છે. તે સર્વનું મૂળ કારણ લોભ છે. પર પદાર્થની ઇચ્છા માત્ર કરવી તે સર્વ લોભ કષાયનું કારણ છે. જેમ જેમ ભૌતિક વસ્તુની જીવને પ્રાપ્તિ થાય છે તેમ તેમ અપાર એવો લોભ પણ વધતો જાય છે. II૧૬ાા કીર્તિ-કનક-કાન્તા વિષે લોભતણો નિવાસ; મોહ ઘટે જો તેહનો તો સંતોષ-વિકાસ. ૧૭ અર્થ :- જીવને અનાદિથી કીર્તિ, ઘન કે સ્ત્રી મેળવવાનો લોભ વિશેષ છે. આ ત્રણ વસ્તુનો જો મોહ ઓછો થાય તો સંતોષભાવ વૃદ્ધિ પામે એમ છે. ||૧ળા. વારંવાર વિચારથી લોભ-લૂંટ સમજાય; તુચ્છ લોભના યોગથી આત્મા પામર થાય. ૧૮ અર્થ:- વારંવાર વિચાર કરવાથી આ લોભ કષાય મારા આત્મઘનને લૂંટી રહ્યો છે એમ સમજાય છે. સંસારની નાશવંત એવી તુચ્છ વસ્તુઓનો લોભ કરવાથી આત્મા પામરપણું ભજે છે, અર્થાત્ તુચ્છ વસ્તુઓ મેળવવા માટે ગમે તેવા કામ કરવા તે તૈયાર થઈ જાય છે. ૧૮ વા-વંટોળ તૃણ ઊંડે, તેમ જ જીવ તણાય; લોભ-થોભ જેણે કર્યો તે સૌ સુખી જણાય. ૧૯ અર્થ - હવાનો વંટોળો આવે તેમ તણખલા ઉડે તેમજ જીવ પણ લોભ કષાયમાં તણાઈ જાય છે. જેણે લોભનો થોભ કર્યો તે સૌ જીવ જગતમાં સુખી જણાય છે. “સંતોષી નર સદા સુખી.” II૧૯ના નિલભી સદગુરુતણા સેવો પ્રેમે પાય; તો સંતોષ ઉરે વસે એ જ અચૂક ઉપાય. ૨૦. અર્થ - નિલભી એવા સદગુરુ ભગવંતના ચરણકમળની પ્રેમપૂર્વક સેવા કરો અર્થાત તેમની આજ્ઞા ઉપાસો તો સંતોષભાવ જરૂર હૃદયમાં આવી વસશે. લોભ કષાયને દૂર કરવાનો એ જ અચૂક ઉપાય છે. ૨૦ણા (૩) વિષય વિષે વૃત્તિ ફરે એ જ અસંયમ જાણ, બાહ્ય ત્યાગ પણ નટ-દશા, શું સાથે કલ્યાણ? ૨૧ અર્થ - હવે ત્રીજી સુખશય્યા સંયમ છે. તેના વિષે સમજાવે છે – પાંચ ઇન્દ્રિયના શબ્દ, રૂપ, રસ, ગંઘ, સ્પર્શ વિષયોમાં જીવની વૃત્તિ ફર્યા કરે એ જ અસંયમ છે એમ તું જાણ. મનના એવા અસંયમ પરિણામ હોવા છતાં બાહ્ય પદાર્થોનો ત્યાગ કરી જગતને સાઘુ કહેવરાવવું તે નાટક કરનાર નટની સ્થિતિ જેવું છે. જેમ નટ રાજા બને પણ તે રૂપ તે નથી તેમ “વેષ ઘર્યા જો સિદ્ધિ થાય તો ભાંડ ભવૈયા મોક્ષે જાય.” અથવા “ઉપર વેષ અચ્છો બન્યો, માંહે મોહ ભરપૂરજી.” એવા જીવો આત્માનું કલ્યાણ શું સાધી શકે? “ઉપર તજે ને અંતર ભજે, એમ નવિ સરે અર્થજી; વણસ્યો રે વર્ણાશ્રમ થકી, અંતે કરશે અનર્થજી, ત્યાગના ટકે રે વૈરાગ્ય વિના.” -નિષ્કુલાનંદ૨૧ાા Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ભવ, તન, ભોગ વિચારતાં ઊપજે જે વૈરાગ્ય, ઉદાસીનતા સેવતાં અર્પે અંતરુ-ત્યાગ. ૨૨ અર્થ :- ભવ એટલે સંસાર, તન એટલે શરીર અને ભોગ એટલે પાંચ ઇન્દ્રિયના વિષયોનો વિચાર કરતાં જીવને વૈરાગ્ય ઉત્પન્ન થાય. તેનાથી પરપદાર્થો પ્રત્યે ઉદાસીનતા આવે છે. તેનું વારંવાર સેવન કરતાં જીવમાં સાચો અંતર ત્યાગ પ્રગટે છે. મારા. દેહદ્રષ્ટિ દૂર થાય તો ભોગ રોગ સમજાય; સંયમસુખ ચાખે ખરું, ભોગી ભૂંડ ભળાય. ૨૩ અર્થ :- દેહમાં આત્મબુદ્ધિ જો દૂર થાય તો પાંચ ઇન્દ્રિયના ભોગ તે રોગ ઉપજાવનાર સમજાય. પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનનો સંયમ કરવાથી જે સુખશાંતિ પ્રાપ્ત થાય છે તેનો ખરેખર સ્વાદ જો જીવ ચાખે તો આ સંસારના ભોગી જીવો તેને ભૂંડ જેવા જણાય. /૨૩ કાદવમાં ક્રીડા કરે, ભૂંડ-ભૂંડણી જેમ, મોહવશે નર, દેવ પણ, ફરે ફુલાયા તેમ. ૨૪ અર્થ - કાદવમાં ક્રીડા કરીને ભૂંડ-ભૂંડણી જેમ પોતાને સુખી માને છે તેમ મોહવશ મનુષ્ય કે દેવ પણ સંસારના કીચડ જેવા તુચ્છ ઇન્દ્રિય ભોગોમાં સુખ માની ફલાઈને ફર્યા કરે છે. ૨૪. દેહ-સ્નેહની નાથથી પશુ સમ નર દોરાય; અધોગતિ જ અસંયમે, સુખ નહિ સત્ય જરાય. ૨૫ અર્થ - દેહ પ્રત્યેના સ્નેહરૂપી નાથમાં સપડાયેલો મનુષ્ય પશુ સમાન વિષયોમાં દોરાય છે. તે વિષય વૃત્તિરૂપ અસંયમ તેને અધોગતિનું જ કારણ થાય છે. તેમાં સાચું સુખ જરા પણ નથી. / રપાઈ સમકિત પશુતા ટાળશે, દેશે શિવ-સુર-સુંખ; ક દવા સમ સંયમે ટળશે ભવનાં દુઃખ. ૨૬ અર્થ :- સમકિત એટલે સુખ આત્મામાં છે એવી સાચી માન્યતા, તે પશુ-વૃત્તિને ટાળશે, અને શિવ એટલે મોક્ષ તથા સુર એટલે દેવતાના સુખોને પણ આપશે. “પશુ ટાળી સુરરૂપ કરે જે, સમકિતને અવદાત રે. એ ગુણ વીર (રાજ) તણો ન વિસારું, સંભારું દિનરાત રે;” કટુ એટલે કડવી દવાનું સેવન જેમ રોગના દુઃખને ટાળે છે તેમ ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમનું પાલન કરવાથી સંસારના બધા દુઃખ નાશ પામશે. ||૨૬ાાં સત્ય સંયમે સુખ વસે આત્મસ્થિરતારૂપ; નથી સર્વારથસિદ્ધિમાં એવું સુંખ અનૂપ. ૨૭ અર્થ :- આત્મજ્ઞાન સહિત સાચા સંયમમાં આત્મસ્થિરતાનું જે સુખ અનુભવાય છે તેવું અનુપમ સુખ સર્વાર્થસિદ્ધિ વિમાનમાં રહેનારા એકાવતારી જીવોને પણ નથી. શા જડ, ચલ જગની એંઠથી કંટાળે મતિમાન; સુંદર આત્મ-સ્વરૂપનું ભોગ ભુલાવે ભાન. ૨૮ Page #151 -------------------------------------------------------------------------- ________________ (૧૩) ચાર સુખશય્યા ૧૩૧ અર્થ - જડ અને ચલાયમાન એવા જગતના એંઠવાડા સમાન ભોગોથી બુદ્ધિમાન જ્ઞાની પુરુષો કંટાળે છે; જ્યારે અજ્ઞાનીને તે જ ભોગો સુંદર એવા આત્મસ્વરૂપના ભાનને પણ ભૂલાવી દે છે. ૨૮ ભોગ અનુકૂળ વિધ્ર છે ભલભલા ભૂંલી જાય, માટે દંરથી તે તજો; જુઓ ઑવન વહી જાય. ૨૯ અર્થ - ઇન્દ્રિયોના ભોગ જીવને અનુકૂળ વિપ્ન સમાન છે. તેમાં ભલભલા જીવો પણ સંયમથી પડી જાય છે. માટે એવા ભોગોને તમે દૂરથી જ તજો. કેમકે ક્ષણભંગુર એવું જીવન ક્ષણે ક્ષણે વિનાશ પામી રહ્યું છે. ર૯ો નર્દીજળ મીઠાં વહ વહી દરિયે ખારાં થાય, જીવન ભોગ વિષે વૃથા જાય, પાપ બંઘાય. ૩૦ અર્થ - નદીનું મીઠું જળ પણ વહેતું વહેતું દરિયામાં ભળી જઈ ખારું થઈ જાય છે તેમ આ અલ્પ જીવન પણ ભોગમાં વપરાઈને વૃથા જાય છે અને વળી ઉપરથી પાપનો બંઘ કરાવે છે. ll૩૦ાા દુખ ભોગવવું ના ગમે, દેહ દુઃખની ખાણ; પરમાનંદ સ્વરૂપનું કરી લે ઓળખાણ. ૩૧ અર્થ – હે જીવ! જો તને દુઃખ ભોગવવું ગમતું ન હોય તો આ દેહ જ દુઃખની ખાણ છે એમ માન. “ખાણ મૂત્રને મળની, રોગ જરાને નિવાસનું થામ; કાયા એવી ગણીને, માન તજીને કર સાર્થક આમ.” -શ્રીમદ્ રાજચંદ્ર જો તને સાચા સુખની કામના હોય તો પરમાનંદમય એવા આત્માની ઓળખાણ કરી લે. ૩૧ાા (૪) ભાન નહીં નિજરૂપનું તેથી ઑવ મૂંઝાય, ઘીરજ દુઃખમાં ના ઘરે, આકુળ-વ્યાકુળ થાય. ૩૨ અર્થ :- હવે ચોથી સુખશયા “થીરજ' છે તે શૈર્યગુણને પ્રગટાવવા બોઘ આપે છે : જીવને પોતાના આત્મસ્વરૂપનું ભાન નથી. તેથી રોગાદિ દુઃખના પ્રસંગોમાં તે મૂંઝાય છે, ઘીરજ ઘરી શકતો નથી અને આકુળ-વ્યાકુળ થાય છે. ઘીરજ કર્તવ્ય છે.......દરેક માણસે આફત અને અડચણોને માટે સદા તત્પર જ રહેવું ઘટે છે. નસીબમાં ગમે તે લખ્યું હોય-સુખ કે દુઃખ-તેની સામા જોવાનો, થવાનો એક જ ઉપાય “સમતા ક્ષમા ઘીરજ’ છે. કદી હિમ્મત હારવી નહીં.” -ઉપદેશામૃત (પૃ.૬૬) I/૩રા. અકળાયે દુખ ના ટળે, કર્મ દયા નહિ ખાય; તો કાયર શાને થવું? ત્યાં જ સમજ પરખાય. ૩૩ અર્થ - ઘીરજ મૂકીને અકળાવાથી કંઈ દુઃખ જતું રહેતું નથી. ઉદયમાં આવેલ કર્મો કંઈ આપણું દુઃખ દેખી દયા ખાતા નથી. તો પછી શા માટે કાયર થઈ પોતાની નબળાઈ જાહેર કરવી? તેમ કરવાથી પોતાની કેટલી સાચી સમજ થયેલ છે તેની પણ પરખ એટલે પરીક્ષા થઈ જાય છે. ૩૩ાા Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ વીર બનીને જો સહે સર્વ પ્રકારે દુઃખ, કાળે કરી દુઃખ સૌ ટળેસમતા અંતર્મુખ. ૩૪ અર્થ - વીર બની આવેલ સર્વ પ્રકારના દુઃખને ઘીરજ રાખી જે સમભાવે સહન કરે તેના સર્વ પ્રકારના દુઃખ કાળે કરી નાશ પામે છે. કેમકે અંતર્માત્માને સુખ આપનાર સાચી સમતા જ છે. [૩૪ ભૂખ-રોગ-દુખ બહુ સહે નહિ શત્રુ દેખાય, દુખ દેનારા જો દીસે તો નહિ દુઃખ ખમાય.” ૩૫ અર્થ:- ભૂખ અને રોગના દુઃખને આ જીવ બહુ સહન કરે છે, પણ તે દુઃખ આપનાર કર્મરૂપી શત્રુ તેને નજર સમક્ષ દેખાતાં નથી, તેથી શું કરે? પણ જો તે દુઃખ આપનાર શત્રુ નજર સમક્ષ દેખાય તો તે દુઃખ તેનાથી ખમાય નહીં; અને ઘીરજ મૂકી શત્રની સામે થાય. ૩પા બાહ્ય નિમિત્ત જ માનતાં કર્મ તરફ નહિ લક્ષ; લડે બાહ્ય નિમિત્ત સહ, દુખ વેદે પ્રત્યક્ષ. ૩૬ અર્થ :- આ જીવ બાહ્ય નિમિત્તને જ દુઃખનું કારણ માને છે. પણ તેનું મૂળ કારણ તો કર્મ છે. છતાં તેના તરફ જીવનો લક્ષ નથી. બાહ્ય નિમિત્તકારણ સાથે આ જીવ લડવા મંડી પડે છે અને તેનું પ્રત્યક્ષ ફળ દુઃખ વેદે છે. ૩૬ાા વિરલા સહન કરે વચન, ઊંડું ઊતરી જાય; ઘા ઝુંઝાયે શસ્ત્રનો વચન-ઘા ન રુઝાય. ૩૭ અર્થ :- વીરલા જીવો જ કડવું વચન સહન કરે છે. “ઘીરજ રાખવી. કોઈ ગમે તે કહે તે સહન કરવાની ટેવ પાડવી. તેથી બહુ લાભ થાય છે.” (ઉ.પૃ.૧૦૭) જેને ઘીરજ નથી તેને કડવું વચન હૃદયમાં ઊંડું ઊતરી જાય છે. શાસ્ત્રનો ઘા રુઝાય પણ કડવા વચનનો પડેલ ઘા તે હદયમાં રુઝાતો નથી. ૩શા. મન, મોતી ને કાચ એ તૂટ્યાં નહિ સંથાય; સંત-સમજ સવળું કરે, અરિ પણ મિત્ર મનાય. ૩૮ અર્થ - મન, મોતી ને કાચ એ જો તૂટી ગયા તો ફરી સંઘાય નહીં. માટે ઘીરજ રાખી આવેલ દુઃખને સહન કરવાની ટેવ પાડવી. પણ કોઈને પોતાનો શત્રુ માનવો નહીં. સંતપુરુષોની સમજ સાચી હોવાથી તે સદા અવળાનું પણ સવળું કરે છે, જેથી તેમનાથી શત્રુભાવ રાખનાર પ્રત્યે પણ તેમને તો મિત્ર ભાવ જ છે. (૩૮ અંતર લાખો ગાઉનું નભનયાને ય કપાય, ગાન વિલાયતમાં થતાં અહીં બેઠાં ય સુણાય. ૩૯ અર્થ - વર્તમાનકાળમાં લાખો ગાઉનું અંતર હોય તો પણ નભચાન એટલે આકાશમાં ઉડતા વિમાન વડે કપાઈ જાય છે અથવા વિલાયતમાં થતાં ગાયન પણ અહીં બેઠા સાંભળી શકાય છે. પુદ્ગલની એવી શક્તિઓને બહાર લાવવામાં જીવનો તે વિજય ગણાય છે. એ બધા કામ ઘીરજ રાખવાથી થાય છે. ૩૯ાા Page #153 -------------------------------------------------------------------------- ________________ (૧૩) ચાર સુખશપ્યા ૧ ૩૩ યુદ્ધ-કલા-વિજ્ઞાનમાં જનમન વિજય જણાય, પણ મનને જે વશ કરે તે જ મહાન ગણાય. ૪૦ અર્થ :- યુદ્ધ, કલા કે વિજ્ઞાન વિષયમાં આ કાળમાં ઘણી પ્રગતિ થઈ છે. તેથી મનુષ્યોના મનમાં તે એક પ્રકારનો વિજય જણાય છે. પણ ખરેખર તો જે ઘીરજ રાખી મનને વશ કરે તે જ મહાન વિજયી છે એમ ગણવા યોગ્ય છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં નમિરાજ મહર્ષિએ શકેંદ્ર પ્રત્યે એમ કહ્યું કે દશ લાખ સુભટને જીતનાર કંઈક પડ્યા છે, પરંતુ સ્વાત્માને જીતનારા બહુ દુર્લભ છે; અને તે દશ લાખ સુભટને જીતનાર કરતાં અત્યુત્તમ છે. મન જ સર્વોપાર્થિની જન્મદાતા ભૂમિકા છે. મન જ બંઘ અને મોક્ષનું કારણ છે. મન જ સર્વ સંસારની મોહિનીરૂપ છે. એ વશ થતાં આત્મસ્વરૂપને પામવું લેશમાત્ર દુર્લભ નથી.” (વ.પૃ.૧૦૮) I૪૦ના બાહ્ય નિમિત્તો નહિ છતાં મન ઘડતું બહુ ઘાટ, પીંપળપાન સમાન મન ઉપજાવે ઉચાટ.૪૧ અર્થ :- બાહ્ય નિમિત્તો નહિ હોય તો પણ મન અનેક પ્રકારના ઘાટ ઘડતું રહે છે. પીંપળના પાન સમાન હમેશાં ચંચળ રહી તે જીવને ઉચાટ ઉપજાવે છે. અનેક પ્રકારના વિકલ્પો કરાવી તે જીવને દુઃખ આપે છે. ૪૧ાા પરમ પ્રેમ પ્રભુ પર વધ્યે મનબળ ભાંગી જાય, આત્મ-રમણતા રૂપ એ સત્ય થરજ સમજાય. ૪૨ અર્થ - પરમ પ્રેમ પ્રભુ ઉપર વઘવાથી ચંચળ એવા મનનું બળ ભાંગી જાય છે. અને જગતને ભૂલી આત્મસ્વરૂપમાં રમણતા કરવારૂપ સાચી ઘીરજ જીવને સમજાય છે. ૪૨ાા જો, છંવ, ઇચ્છે પરમ પદ, તો ઘીરજ ગુણ ઘાર, શત્રુ-મિત્ર, મણિ-તૃણ ભણી સમદ્રષ્ટિ ઘર સાર. ૪૩ અર્થ - હે જીવ! જો તું પરમ પદ એવા મોક્ષપદને ઇચ્છે છે તો ઘીરજ ગુણને ઘારણ કર. કારણ કે “ધીરજનાં ફળ મીઠાં છે.” સર્વ કર્માનુસાર થઈ રહ્યું છે એમ જાણીને, શત્રુમિત્ર આદિમાં કે મણિમાણિક્ય કે તૃણ વગેરેમાં સમદ્રષ્ટિને ઘારણ કર. ઉદય પ્રમાણે જે બની આવે તે સર્વમાં ઘીરજ રાખી ખમી ખુંદવાનો અભ્યાસ કર. “કષાયનું સ્વરૂપ જ્ઞાની જ જાણે છે. મરણ સમયે કષાય તોફાન મચાવે છે, વેશ્યા બગાડે છે. માટે પહેલો પાઠ શીખવાનો છે. તે એ કે “ઘીરજ.” ઓહો! એ તો હું જાણું છું, એમ નહીં કરવું. ઘીરજ, સમતા અને ક્ષમા–આ ત્રણનો અભ્યાસ વઘારવો. રોગ કે વેદની ખમી ખૂંદવાનો અભ્યાસ કરવો.” -ઉપદેશામૃત (પૃ.૩૫૬) //૪૩ો. ઉપર પોતાનું માનવું, પરલાભે અભિલાષ, ભોગેચ્છા, આકુળતા–દુખશયા ગણ ખાસ. ૪૪ અર્થ - હવે ચાર દુઃખની શય્યા શું છે તેનું વર્ણન કરે છે – પરિગ્રહની મમતાનો ત્યાગ કરી સ્વાનુભવમાં આવવાને બદલે શરીર, ઘન, સ્ત્રી આદિ પરને પોતાના માનવા એ પહેલી દુઃખ શય્યા છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ સર્વ બાહ્ય અને અંતરંગ પરિગ્રહનો ત્યાગ કરી સંતોષભાવ લાવી પંચ મહાવ્રત ધારણ કરવાને બદલે જગતની પર એવી પૌદ્ગલિક વસ્તુઓ મેળવવાનો અભિલાષ રાખવો એ બીજી દુઃખશય્યા છે. પંચેન્દ્રિયના ભોગોનો ત્યાગ કરી સંયમમાં આવી, અંત સમયે પાપની આલોચના કરવી જોઈએ તેના બદલે તે ભોગોની ઇચ્છા કર્યા કરવી તે ત્રીજી જીવને દુઃખકારક એવી શય્યા અર્થાત્ પથારી જાણવી. અંતસમયે જગતના સર્વ વિક્લ્પોથી મુક્ત થઈ ઘીરજ રાખીને આત્માને નિરાકુલ બનાવવો જોઈએ; તેના બદલે ભાવોમાં જો આકુળતા જ રહી તો તે પણ જીવને અધોગતિમાં લઈ જનાર હોવાથી ચોથી દુખીથ્યા જ જાણવી. ।।૪૪ ૧૩૪ ચારે દુખશય્યા તજે તો સુખશય્યા આપ; પણ ના સાલે દુઃખ તો ટળે શી રીતે તાપ ? ૪૫ અર્થ :ઉપરોક્ત ચારેય પ્રકારની દુઃખશય્યાને જો જીવ તજે તો પોતાનું સ્વરૂપ જ સુખશય્યારૂપ ભાસશે. પણ જીવને સંસારના ત્રિવિધ તાપનું દુઃખ જ સાલે નહીં અર્થાત્ ખૂંચે નહીં તો તે ત્રિવિધ તાપનું દુઃખ કેવી રીતે ટળે ? ।।૪૫૦ નિજ દોષો દેખી હશે તે જ મુમુકૢ જીવ, મૂળ દોષ મિથ્યાત્વને હણી, વરે સુખ શિવ. ૪૬ અર્થ :— પોતાના દોષો જોઈ, તેને દૂર કરશે તે જ મુમુક્ષુ જીવ જાણવો. સર્વ દોષોનું મૂળ પરને પોતાના માનવારૂપ અથવા પરમાં સુખ બુદ્ધિરૂપ મિથ્યાત્વ છે. તેને જે હણશે તે મુમુક્ષુ જીવ શિવસુખને વરશે અર્થાતુ પામશે. ‘દીઠા નહીં નિજ દોષ તો, તરિયે કોણ ઉપાય ?' -શ્રીમદ્ રાજચંદ્ર ||૪૬॥ આત્મા સૌષ્યસ્વરૂપ છે, નિજ ગુણ શય્યા ઘાર, અનંત ચતુષ્ટથી વર્યા. તે પ્રભુ મુજ આધાર. ૪૭ અર્થ :પોતાનો શુદ્ધ આત્મા જ અનંત સુખસ્વરૂપ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયં જ્યોતિ સુખધામ'' ” છે. તથા આત્માના જ્ઞાનદર્શનાદિ ગુણો જ સાચી સુખશય્યાના મૂળ આધાર છે. પોતાના આત્માના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોઇનીય અને અંતરાય કર્મનો ક્ષય કરી ક્રમશઃ અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંતસુખ અને અનંતવીર્ય, જે અનંત ચતુષ્ટય કહેવાય છે તેને જે પામ્યા એવા પ્રભુ મારા આત્માના ક્લ્યાણ માટે પરમ આઘારરૂપ છે. ૪૭ા જે સમ્યગ્દષ્ટિપણે શ્રદ્ધે શુદ્ધ સ્વરૂપ, ગુરુકૃપાથી તે તરે ભવસાગર દુઃખરૂપ. ૪૮ અર્થ :જે જીવ સમ્યક્દ્રષ્ટિ પામીને આત્માના શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા કરશે તે ભવ્ય પ્રાણી ગુરુકૃપાથી દુઃખરૂપ એવા ભવસાગરને જરૂર તરી જઈ શાશ્વત સુખશય્યાને પામશે. ।।૪૮।। ચાર સુખશય્યા પ્રાપ્ત કરવા માટે, ચાર ગતિમાં રઝળતા જીવોના વ્યાવહારિક ભેદ જાણવા જરૂરના છે, કે જેથી ચોરાશી લાખ જીવયોનિમાં ભટકવાનું જીવને બંથ કેમ થાય અને તેનો ઉપાય શોથી જીવ શાશ્વત સુખ શાંતિને પામે, તે ભેદો નીચે પ્રમાણે વિસ્તારથી વર્ણવવામાં આવે છે – Page #155 -------------------------------------------------------------------------- ________________ (૧૪) વ્યાવહારિક જીવોના ભેદ ૧ ૩ ૫ (૧૪) વ્યાવહારિક જીવોના ભેદ (અનુષ્ટ્રપ) કેવળ જ્ઞાન-ભાનુના પ્રકાશે જગ જાણીએ; ઉપકારી પ્રભુ શ્રીમકૃપાથી સુખ માણીએ. ૧ અર્થ - કેવળજ્ઞાનરૂપી ભાનુ એટલે સૂર્યના પ્રકાશથી આખું જગત જણાય છે. તે કેવળજ્ઞાન પ્રગટવામાં ઉપકારી એવા શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની કૃપાદ્રષ્ટિથી અમે પણ સુખ માણીએ છીએ. લા. જાણે જીવ પદાર્થોને લોકોના અભિપ્રાયથી; પદાર્થ-બોઘ પામ્યો ના જ્ઞાનીના અભિપ્રાયથી. ૨ અર્થ - લોકોના અભિપ્રાય પ્રમાણે જીવ જગતના પદાર્થોનું સ્વરૂપ જાણે છે. પણ જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે જીવ જગતના પદાર્થોનો બોઘ પામ્યો નથી. રા. જે જ્ઞાનીના અભિપ્રાયે બોઘ પામે વિચક્ષણો, સમ્યગ્દષ્ટિ થશે તેઓ; આમાં સંશય ના ગણો. ૩ અર્થ :- જે વિચક્ષણ પુરુષો જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે પદાર્થનો બોઘ પામશે તે જીવો સમ્યકુદ્રષ્ટિ થશે. તેમની દ્રષ્ટિ સમ્યક એટલે સવળી થશે. આમાં કોઈ સંશય એટલે શંકા રાખશો નહીં. “જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોઘ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોઘ પામ્યો છે તે જીવને સમ્યક્રદર્શન થાય છે.” (વ.પૃ.૩૨૫) સા. જીવ-અજીવ ભેદોને એકાગ્ર મનથી સુણી, મુમુક્ષુ સંયમે વર્તે સમ્યક્ પ્રકારથી ગુણી. ૪ અર્થ - જીવ તથા અજીવ તત્ત્વોના ભેદોને એકાગ્ર મનથી સાંભળીને જે મુમુક્ષ તે જીવોની રક્ષા કરવામાં સમ્યક્ પ્રકારે સંયમમાં પ્રવર્તશે તે જીવ ગુણી થશે અર્થાત્ ગુણનો ભંડાર થશે. જો ચૈતન્યલક્ષણે સર્વે જીવો એક પ્રકારથી; સિદ્ધ, સંસારી એવા બે ભેદો છે વ્યવહારથી. પ અર્થ :- સંસારમાં રહેલા સર્વ જીવો ચૈતન્ય લક્ષણે એટલે જ્ઞાનદર્શન ઉપયોગ લક્ષણે જોતાં સર્વ એક પ્રકારના છે. વ્યવહારથી એટલે પર્યાયથી જોતાં તે જીવો સિદ્ધ અને સંસારી એવા બે પ્રકારે છે. આપણા સિદ્ધોમાં ભેદ ના જાણો, ભેદો સંસારના બહુ; સિદ્ધો પૂર્ણ ગુણે શોભે, કર્મોવાળા બીજા સહુ. ૬ અર્થ - સિદ્ધ થયેલા જીવોમાં કોઈ ભેદ નથી. સંસારી જીવોના જ ઘણા ભેદ છે. સિદ્ધ ભગવાન તો સંપૂર્ણ ગુણ વડે શોભી રહ્યા છે. જ્યારે બીજા સર્વ જીવ તો કર્મમળથી યુક્ત છે. કાા Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ત્રસ, સ્થાવર-સંસારી જીવો બે મુખ્ય ભેદથીઃ ભયથી ત્રાસ પામીને ચાલે તે ત્રસ ખેદથી; ૭ અર્થ :- સંસારી જીવોના મુખ્ય બે ભેદ તે ત્રસ અને સ્થાવર છે. ભયથી ત્રાસ પામીને જે જીવો ખેદથી ચાલવા માંડે તે ત્રસકાયના જીવો છે. ||શા સ્થળાંતરે ન શક્તિમાનું સ્થાવરો દુઃસ્થિતિ-જડા. સ્ત્રી-નૃ-નપુંસકો વેદે જીવો ત્રિવિઘ સર્વદા. ૮ અર્થ:- સ્થળાંતર કરવામાં જે જીવો શક્તિમાન નથી તે સ્થાવર જીવો છે. તે જાણે જડ જેવા થઈને દુઃખી સ્થિતિમાં પડ્યા રહે છે. સ્ત્રી, નૃ એટલે પુરુષ અને નપુંસક એમ જીવોના ત્રણ વેદ છે. તે પ્રકારે જોતાં જગતના સર્વ જીવો એ ત્રણેય વેદમાં સમાઈ જાય છે. દા. એકેન્દ્રી વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય બીજા ત્રણે. વિકસેન્દ્રિયને ઇન્દ્રી ચાર, બે ત્રણ ગણે. ૯ અર્થ - બીજી રીતે જોતાં એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય એમ ત્રણ પ્રકારમાં સર્વ જગતના જીવોનો સમાવેશ થાય છે. વિકલેન્દ્રિય જીવોને વઘારેમાં વધારે ચાર ઇન્દ્રિયો હોય છે. કોઈને સ્પર્શ અને મુખ એમ બે ઇન્દ્રિય અને કોઈને સ્પર્શ, મુખ અને નાક એમ ત્રણ ઇન્દ્રિય અને કોઈને સ્પર્શ, મુખ, નાક અને આંખ એમ ચાર ઇન્દ્રિયો હોય છે. લા. દેવો, નારક, તિર્યંચો, મનુષ્યો ભેદ ચાર એ ગતિભેદે સુખી-દુઃખી - પશુતા મોક્ષ-કારણે. ૧૦ અર્થ - દેવ, નારકી, તિર્યંચ, અને મનુષ્ય એમ ગતિ ભેદથી પણ જીવો ચાર પ્રકારના જણાય છે. તેમાં દેવો ભૌતિક રીતે સુખી છે. નારકી જીવો સદા દુઃખી છે. તિર્યંચ જીવોમાં પશુતા એટલે વિવેક બુદ્ધિ નથી, તેમને હિતાહિતનું ભાન નથી. જ્યારે મનુષ્યો મોક્ષ પ્રાપ્તિ પણ કરી શકે છે. મનુષ્યગતિ સિવાય બીજી કોઈ ગતિથી જીવનો મોક્ષ થતો નથી. /૧૦ળા માત્ર સ્પર્શેન્દ્રિય યુક્ત તે એકેન્દ્રિય જીવ છે; દિ-ત્રિ-ચો-પંચ ઇન્દ્રિય અકેકી અઘિકી ક્રમે- ૧૧ અર્થ - માત્ર જેને સ્પર્શ ઇન્દ્રિય જ છે તે એકેન્દ્રિય જીવો છે. તે જીવો બે, ત્રણ, ચાર કે પાંચ ઇન્દ્રિય ક્રમપૂર્વક પોતાના કર્મ પ્રમાણે અઘિકી પ્રાપ્ત કરે છે. I/૧૧ના જિહા, ઘાણ, નયનો ને કર્ણ ઇન્દ્રિય પામતા, એવા પાંચ પ્રકારે જો સંસારી જીવ સામટા. ૧૨ અર્થ - એક ઇન્દ્રિયવાળા જીવોને માત્ર સ્પર્શ ઇન્દ્રિય એટલે શરીર હોય છે. બે ઇન્દ્રિયવાળા જીવોને જિલ્લા એટલે જીભ પ્રાપ્ત થાય છે. ત્રણ ઇન્દ્રિયવાળા જીવોને વઘારેમાં ધ્રાણ એટલે નાક, ચાર ઇન્દ્રિયવાળા જીવોને નયન એટલે આંખ અને પાંચ ઇન્દ્રિયવાળા જીવોને કાનની પ્રાપ્તિ હોય છે. એમ પાંચ ઇન્દ્રિયોના પાંચ પ્રકારથી સંસારના સામટા એટલે સર્વ જીવો તેમાં સમાઈ જાય છે. [૧૨ના Page #157 -------------------------------------------------------------------------- ________________ (૧૪) વ્યાવહારિક જીવોના ભેદ ૧ ૩૭ પૃથ્વી, પાણી અને અગ્નિ, વાયુ, વનસ્પતિવર્ષ ઘારે એકેન્દ્રિયો પાંચ; છઠ્ઠા ત્રસ તઘરું. ૧૩ અર્થ :- હવે જીવોના છ પ્રકાર બતાવે છે :- પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ વધુ એટલે કાયા છે જેની એવા એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર તથા છઠ્ઠો પ્રકાર ત્રણ-ત્તનું એટલે ત્રસકાયને ઘારણ કરનાર એવા ત્રસકાયના જીવો મળીને કુલ જીવોના છ પ્રકાર થયા. આ છ પ્રકારને છ કાયના જીવો કહે છે. એમાં પણ જગતના સર્વ જીવો સમાઈ ગયા. II૧૩ાા. છકાય જીવની રક્ષા ભગવંતે ભણી ઘણી; સર્વ જીવો સુખી થાય, વાણી એવી પ્રભુતણી. ૧૪ અર્થ :- આ છે કાયજીવની રક્ષા કરવા માટે ભગવંતે ઘણો બોધ આપ્યો છે. સર્વ જીવો સુખને પામે એવી પ્રભુની વાણીનો આશય છે. ૧૪ એકેન્દ્રી પાંચ જીવો ને પંચેન્દ્રી, વિકલન્દ્રિય, સાત ભેદે બઘા જીવો, જાણે જ્ઞાન અતીન્દ્રિય.” ૧૫ અર્થ - પૃથ્વી આદિ એકેન્દ્રિયના પાંચ સ્થાવર જીવો તથા પંચેન્દ્રિય, વિકસેન્દ્રિય મળીને કુલ સાત ભેદે જોઈએ તો પણ જગતના બધા જીવો તેમાં સમાઈ જાય છે. એમ અતીન્દ્રિય એટલે ઇન્દ્રિયોથી રહિત એવા કેવળજ્ઞાન વડે ભગવાને જાણ્યું છે. ૧૫ના એકેન્દ્રિય", વિક્લેન્દ્રિય, સંજ્ઞી, અસંજ્ઞા આઠ એ બે પંચેન્દ્રી તણા ભેદે, સંસારી જીંવ પાઠ તેઃ ૧૬ અર્થ - પૃથ્વી આદિ સ્થાવર જીવોના પાંચ, વિકસેન્દ્રિયનો એક ભેદ તથા સંજ્ઞી એટલે મનવાળા અને અસંજ્ઞી એટલે મન વગરના પંચેન્દ્રિય જીવો મળીને સંસારી સર્વ જીવોના કુલ આઠ ભેદ થયા. આમ શાસ્ત્રોમાં જીવોના આઠ પ્રકાર ગણવાનો પાઠ છે. (૧૬) પાંચ એકેન્દ્રી ને ચારે ત્રસના ભેદ એ નવ, જિનાગમે કહેલા તે; રોકવા પાપ-આસ્રવ. ૧૭ અર્થ :- પાંચ એકેન્દ્રિય જીવો તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયના તથા ચાર ત્રણ જીવો તે બેઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય મળીને કુલ નવ ભેદ પણ જિનાગમમાં જીવોના કહેલા છે. તે સર્વ ભેદો જીવોને બચાવી પાપ આશ્રય રોકવા માટે કહેલા છે. ||૧૭થા વનસ્પતિતણા ભેદો સાઘારણ, પ્રત્યેક બે; દશ થાયે ગયે જુદા. ભેદો એવા અનેક છે. ૧૮ અર્થ - વનસ્પતિકાયના વળી બે ભેદો છે. સાઘારણ વનસ્પતિકાય અને પ્રત્યેક વનસ્પતિકાય. એમ ઉપરની સત્તરમી ગાથામાં કહેલ ભેદોમાં એક વનસ્પતિકાયના જાદા જુદા આ બે ભેદ ગણીએ તો જીવોના નવ ભેદને બદલે દસ ભેદ થાય છે. આ પ્રમાણે એવા અનેક ભેદો જીવોના થઈ શકે છે. I/૧૮ બાદર, સૂક્ષ્મ ભેદે સૌ સ્થાવરના દશ ભેદ જો, એકાદશ ત્રસ સાથે ભેદો જાણે જ સુજ્ઞ તા. ૧૯ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ :- સૌ સ્થાવર એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયના જીવો બાદર પણ છે અને સૂક્ષ્મ પણ છે. એમ જો ગણીએ તો પાંચ સ્થાવરના જ દસ ભેદ થાય છે. અને સાથે બીજા બઘા ત્રાસ જીવોને ગણતા કુલ અગિયાર ભેદ સર્વ જીવોના થાય છે. સુજ્ઞ પુરુષો આ પ્રમાણે પણ જીવોના ભેદ જાણે છે. ૧૯ દશ સ્થાવર, પંચેન્દ્રી, વિકસેન્દ્રિય બાર એ; સંજ્ઞી, અસંજ્ઞી પંચેન્દ્રી જુદા જોતાં જ તેર તે. ૨૦ અર્થ – ઉપર પ્રમાણે સ્થાવર જીવોના બાદર અને સૂક્ષ્મ મળી દશ ભેદ તથા એક પંચેન્દ્રિયનો ભેદ તથા બીજો વિકલેન્દ્રિયનો ભેદ ગણતાં કુલ બાર ભેદ પણ જીવોના થાય છે. હવે ઉપર જણાવેલ પંચેન્દ્રિય જીવોના પણ બે ભેદ છે. તે સંજ્ઞી એટલે મન સહિત અને અસંજ્ઞી એટલે મનરહિત પંચેન્દ્રિય તે બે ભેદોને જુદા પાડતા, જીવોના બાર ભેદને બદલે તેર ભેદ થાય છે. સારા સંજ્ઞી, અસંજ્ઞી પંચેન્દ્રિ, વિકલેન્દ્રી ત્રણે વળી, સૂક્ષ્મ, બાદર એકેન્દ્રી : ભેદો સાત બઘા મળી. ૨૧ અર્થ :- હવે જીવોના ચૌદ ભેદ બતાવે છે :- સંજ્ઞી અને અસંજ્ઞી પંચેન્દ્રિય એ બે ભેદ તથા બે ઇંદ્રિય, ત્રણ ઇંદ્રિય અને ચાર ઇંદ્રિયવાળા વિકલેન્દ્રિયના ત્રણ ભેદ તેમજ એકેન્દ્રિયના સૂક્ષ્મ અને બાદર મળી બે ભેદ, એમ બધા મળીને કુલ સાત ભેદ થયા. ૨૧ાા સૌ પર્યા, અપર્યાપ્ત ચૌદે જીવ-સમાસ એ; ચોરાશી લાખ જાતિના સંસારી જીવ-વાસ છે - ૨૨ અર્થ - તે સાતેય ભેદના જીવોમાં કેટલાક પર્યાપ્ત છે. અને કેટલાક અપર્યાપ્ત જીવો પણ છે. માટે સાતેય પ્રકારના જીવોને બમણા કરતાં કુલ જીવોના ચૌદ ભેદ થયા. એમ ચૌદ પ્રકારે જીવ સમાસ અર્થાતુ સમૂહ ગણાય છે. હવે સંસારી જીવોના બધા મળીને કુલ ચોરાશી લાખ જાતિના વાસ છે. અર્થાત્ રહેવાના સ્થાન છે. તેના પ્રકાર નીચે જણાવે છે. |રરા પૃથ્વીકાય, જળકાય, અગ્નિ ને વાયુકાયની, નિત્ય, ઇતર નિગોદે, સાઘારણ હરિતની- ૨૩ અર્થ :- પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય અને વાયુકાયના તથા નિત્યનિગોદ અને ઇતરનિગોદમાં રહેલ સાઘારણ હરિત એટલે સાધારણ વનસ્પતિકાયના જીવોની હવે વાત કરે છે. રિયા જાતિ દરેકની સાત લાખ, આગમમાં ગણી; ને દશ લાખ પ્રત્યેક વનસ્પતિ-તને ભણી. ૨૪ અર્થ :- ઉપરોક્ત દરેક પ્રકારના જીવોની સાત સાત લાખ જાતિ છે. અર્થાત્ પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય તથા નિત્યનિગોદ અને ઇતરનિગોદમાં રહેલ સાઘારણ વનસ્પતિકાયના જીવો, એ દરેકની સાત સાત લાખ જાતિ આગમમાં કહેલી છે. તેમાંથી નિત્યનિગોદની સાત લાખ જાતિ અને ઇતરનિગોદની સાત લાખ જાતિ મળીને ચૌદ લાખ સાઘારણ વનસ્પતિકાય પણ તેને કહેવાય છે. તથા પ્રત્યેક વનસ્પતિકાયના જીવોની દશ લાખ જાતિ આગમમાં જણાવી છે. ૨૪ Page #159 -------------------------------------------------------------------------- ________________ (૧૪) વ્યાવહારિક જીવોના ભેદ ૧૩૯ બે-ઇન્દ્રી, ત્રીષ્ન, ચોરેન્દ્રી બબ્બે લાખ દરેક જો; દેવતા, નારકી, તિર્યક-પંચેન્દ્રી લાખ ચાર સૌ. ૨૫ અર્થ – બે ઇન્દ્રિય તથા ત્રણ ઇન્દ્રિય તથા ચાર ઇન્દ્રિયવાળા જીવોની દરેકની બબ્બે લાખ જાતિ છે. જ્યારે દેવતા, નારકી તથા તિર્યંચ પંચેન્દ્રિય દરેકની ચાર ચાર લાખ જાતિ છે. આરપા ચૌદ લાખ મનુષ્યોની યોનિ ચોરાશી લાખ એ. દયાળું જીવ, જાણી આ, સ્વ-દયા દિલ રાખજે. ૨૬ અર્થ - મનુષ્યોની ચૌદ લાખ જાતિ છે. એમ સંસારમાં બઘા જીવોની મળીને ચોરાશી લાખ જીવ યોનિ થાય છે. દયાળુ જીવે તો આ સર્વ જાણી પોતાના આત્માની સ્વ-દયા દિલમાં લાવી, તેને આ સર્વ દુઃખમાંથી છોડાવવો એ જ યોગ્ય છે. ||રકા જાતિભેદે ગણો કુલ, સંખ્યા તેની ગણાય છે : અનુક્રમે ભેમિકાય, અકાય, અગ્નિકાય ને- ૨૭ અર્થ :- જાતિના ભેદને કુલ કહે છે. ભૂમિકાય એટલે પૃથ્વીકાય, અકાય એટલે જળકાય, અગ્નિકાય આદિ જાતિ છે. તે જાતિના ભેદને કુલ કહે છે. જેમકે મનુષ્યમાં ક્ષત્રિય, વૈશ્ય કુલ અથવા તિર્યંચોમાં ગાય, ઘોડા વગેરે કે માકડ, કીડી વગેરે કુલ છે. તેમજ વનસ્પતિમાં વડ, પીંપળ વગેરે કુલ કહેવાય છે. તે કુલોની સંખ્યાની ગણતરી નીચે બતાવે છે. ૨ા વાયુકાય તણાં કુલ બાવીસ લાખ ક્રોડ જો સાત લાખ, ત્રણ લાખ, સાત લાખ કરોડ સૌ. ૨૮ અર્થ – વાયુકાય પણ એક જાતિ છે. તેના અનુક્રમે એટલે પ્રથમ પૃથ્વીકાય જીવોના બાવીસ લાખ કરોડ કુલ છે. પછી જળકાય જીવોના કુલની સંખ્યા સાત લાખ કરોડ છે, અગ્નિકાય જીવોના કુલ ત્રણ લાખ કરોડ છે તથા વાયુકાયિક જીવોના કુલની સંખ્યા સાત લાખ કરોડ છે. [૨૮ાા બેન્દ્રી, ત્રીન્દી, ચતુરિન્દ્રી હરિત કાયનાં દસે, ક્રોડ લાખ બથે, સાત, આઠ, નવ, અઠાવશે. ૨૯ અર્થ - બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને હરિતકાય એટલે વનસ્પતિકાય જીવોના ક્રમશઃ સાત, આઠ, નવ અને અઠ્ઠાવીસ લાખ કરોડ કુલ છે. અર્થાત બે ઇન્દ્રિયના સાત લાખ કરોડ, ત્રણ ઇન્દ્રિય જીવોના આઠ લાખ કરોડ, ચાર ઇન્દ્રિય જીવોના નવ લાખ કરોડ અને વનસ્પતિકાયીક જીવોના અઠ્ઠાવીસ લાખ કરોડ કુલ છે. રા. જળચરો, નભગામી, પશુ, ઘો-સર્પનાં ક્રમે સાડાબાર તથા બાર, દેશ, નવ યથાગમે. ૩૦ અર્થ - જળચર એટલે જળમાં રહેનાર પંચેન્દ્રિય જીવો માછલા, મગરમચ્છ વગેરે, નભગામી એટલે આકાશમાં ઉડનારા પંચેન્દ્રિય જીવો હંસ, ભારંડ પક્ષી વગેરે તથા ભૂચર પશુ એટલે ભૂમિ ઉપર ચાલનાર સિંહ, વાઘ વગેરે પંચેન્દ્રિય જીવો તથા છાતીને આધારે ચાલનારા ભૂચર ચંદન ઘો તથા સર્પ વગેરે પંચેન્દ્રિય જીવો તેના ક્રમપૂર્વક સાડાબાર લાખ કરોડ, બાર લાખ કરોડ, દશ લાખ કરોડ અને નવ Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રાવોધ-વિવેચન ભાગ-૧ ૧૪૦ લાખ કરોડ કુલોની સંખ્યા આગમમાં કહી છે. ।।૩૦।। નર, નારકી, દેવોનાં ચીઠ, પચ્ચીસ, છવ્વીસ કરોડ લાખ કુળો છે ક્રમે; કુલ ગણાવીશ. ૩૧ અર્થ :– નર એટલે મનુષ્ય જાતિ, નારકી એટલે નરક વાસિયોના તથા દેવલોકમાં વસનારા દેવોના ક્રમશઃ ચૌદ લાખ કરોડ, પચ્ચીસ લાખ કરોડ તથા છવ્વીસ લાખ કરોડ કુલો છે. હવે તે સર્વ કુલોની ભેગી સંખ્યા ગણાવે છે. ।।૩૧।। એક ક્રોડ અને સાડી નવ્વાણુ લાખને ગુલ્યે એક ક્રોડ થતાં કુળો સર્વ આગમ દાખવે. ૩૨ = અર્થ :— ઉપર પ્રમાણે સર્વ સંસારી પૃથ્વીકાયિક જીવોથી લગાવીને પંચેન્દ્રિય મનુષ્ય દેવાદિ જીવો પર્યંત સર્વ જીવોના ફુલોની સંખ્યા આ પ્રમાણે થાય છે —એક કરોડ અને સાડા નવ્વાણૢ લાખને એક ક્રોડ સાથે ગુણતાં જે સંખ્યા આવે તેટલી સંસારી જીવોના કુલોની સંખ્યા છે. તેને એક કેાડાકોડી તથા નવ્વાણું લાખ અને પચાસ હજાર કરોડ સંખ્યા કહેવામાં આવે છે. આ સર્વ વાત આગમમાં કહેલ છે. ।।૩૨।। કાયા, કષાય, ઇન્દ્રિય, ગતિ, યોગાદિ કારણે, ‘મૂળાચાર', વિષે ભેદો અનેક વિધિએ ગશે. ૩૩ અર્થ :— ઉપર પ્રમાન્ને સંસારી જીવોના એવા ચૌદ સ્થાનો છે કે જેમાં કોઈ પણ સંસારી જીવને શોધવાથી તે મળી આવે છે. તે કાયા, કષાય, ઇન્દ્રિય, ગતિ, યોગ, વેદ, જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, ભવ્ય, સમ્યક્ત્વ, સંન્ની અને આહાર એ ચૌદ માર્ગણાઓ છે. એ વડે જીવોના અનેક ભેદો વિધિપૂર્વક ‘મૂળાચાર’ ગ્રંથમાં વર્ણવવામાં આવેલ છે. તેમજ ‘સહજ સુખસાઘન’ ગ્રંથમાં પણ આપેલ છે. ત્યાંથી સંક્ષેપમાં અત્રે આપીએ છીએ. ચૌદ માર્ગણાઓ :– આ ચૌદ માર્ગણાઓ એક સાથે દરેક પ્રાણીમાં મળી આવે છે. એ ચૌદ માર્ગણાઓ અને તેના ભેદો નીચે પ્રમાણે છે :– (૧) કાય છે ઃ— પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. (૨) કષાય ચાર ઃ– ક્રોધ, માન, માયા, લોભ. (૩) ઇન્દ્રિય પાંચ – સ્પર્શન, રસના, પ્રાણ, ચક્ષુ, શ્રેત્ર : (૪) ગતિ ચાર :– નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ. (૫) યોગ ત્રણ ઃ- મન, વચન, કાયા. (૬) વેદ ત્રણ :– સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ. ઃ— · (૭) જ્ઞાન આઠ :– મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યવ, કેવલ અને કુમતિ, કુશ્રુત, કુઅધિ. (૮) સંયમ સાત :– સામાયિક, છેદોપસ્થાપન, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મસાંપરાય, યથાખ્યાત, દેશસંયમ અને અસંયમ. (૯) દર્શન ચાર :– ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવલ. (૧૦) લેશ્યા છ :– કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ અને શુક્લ, Page #161 -------------------------------------------------------------------------- ________________ (૧૪) વ્યાવહારિક જીવોના ભેદ ૧૪૧ (૧૧) ભવ્ય બે - ભવ્ય અને અભવ્ય. (૧૨) સમ્યકત્વ છ :- ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, મિથ્યાત્વ, સાસ્વાદન અને મિશ્ર. (૧૩) સંજ્ઞી બે :- મન સહિત તે સંજ્ઞી, મન રહિત તે અસંજ્ઞી. (૧૪) આહાર બે - આહાર, અનાહાર. સામાન્ય દ્રષ્ટિથી આ ચૌદ માર્ગણાઓ એક સાથે દરેક પ્રાણીમાં મળી આવે છે. જાણને વિરતિ સાથે, અસંસારી થવા મથે, તેને સુજ્ઞ, સુપંડિત સર્વ જ્ઞાનીજનો કર્થ. ૩૪ અર્થ - ઉપર પ્રમાણે ચોરાશી લાખ જીવ યોનિમાં ઘણું દુઃખ છે એમ જાણીને જે વિરતિ સાથે છે અર્થાત્ સંસાર ત્યાગ કરવા પ્રયત્નશીલ છે, તેમજ ભાવથી અસંસારી થવા જે મથે છે તેને સર્વ જ્ઞાની પુરુષો સુજ્ઞ એટલે સમ્યકતત્ત્વને જાણવાવાળો અને સુપંડિત એટલે ખરો વિદ્વાન કહે છે. ૩૪ સત્સંગે સવિચારે જે આજ્ઞા સદ્ગુરુની વહે, સુખે સુખે સદા આત્મા ઉન્નતિપથને લહે. ૩૫ અર્થ :- સત્સંગમાં રહી સર્વિચાર કરીને જે સદ્ગુરુની આજ્ઞાને ઉઠાવે છે, તેનો આત્મા સુખે સુખે સદા ઉન્નતિપથ પર આરુઢ થઈ આગળ વધ્યા કરે છે. (૩૫ા. વાંચી સન્શાસ્ત્ર અભ્યાસે વૈરાગ્ય, ત્યાગ કેળવે, દેહ-મોહ મટાડે તે મોક્ષનાં સુખ મેળવે. ૩૬ અર્થ :- જે અભ્યાસપૂર્વક સાસ્ત્રને વાંચી, વૈરાગ્ય અને અંતરત્યાગના લક્ષપૂર્વક બાહ્યત્યાગને કેળવે છે તથા દેહ પ્રત્યેના મોહને મટાડે છે તે ભવ્યાત્મા મોક્ષના શાશ્વત સુખને પામે છે. ૩૬ આત્મલક્ષ-અપેક્ષાએ ભેદ છે ત્રણ જીવના: આત્મહિતતણું કાંઈ એકને કશું ભાન ના. ૩૭ અર્થ - આત્મલક્ષની અપેક્ષાએ જોતાં જગતમાં જીવોના ત્રણ ભેદ છે. તેમાં પહેલા પ્રકારના જીવોને તો આત્મહિત કરવાનું કાંઈ પણ ભાન નથી. તે તો સ્ત્રી, પુત્ર, ઘનાદિમાં તદાકાર થઈને જીવન વ્યતીત કરે છે. “દોષ કરે છે એવી સ્થિતિમાં આ જગતના જીવોના ત્રણ પ્રકાર જ્ઞાની પુરુષે દીઠા છે. (૧) કોઈ પણ પ્રકારે જીવ દોષ કે કલ્યાણનો વિચાર નથી કરી શક્યો, અથવા કરવાની જે સ્થિતિ તેમાં બેભાન છે, એવા જીવોનો એક પ્રકાર છે. (૨) અજ્ઞાનપણાથી, અસત્સંગના અભ્યાસે ભાસ્યમાન થયેલા બોઘથી દોષ કરે છે, તે ક્રિયાને કલ્યાણ સ્વરૂપ માનતા એવા જીવોનો બીજો પ્રકાર છે. (૩) ઉદયાથીનપણે માત્ર જેની સ્થિતિ છે, સર્વ પરસ્વરૂપનો સાક્ષી છે એવો બોઘસ્વરૂપ જીવ, માત્ર ઉદાસીનપણે કર્તા દેખાય છે; એવા જીવોનો ત્રીજો પ્રકાર છે. એમ ત્રણ પ્રકારના જીવસમૂહ જ્ઞાની પુરુષે દીઠા છે. ઘણું કરી પ્રથમ પ્રકારને વિષે સ્ત્રી, પુત્ર, મિત્ર, ઘનાદિ પ્રાપ્તિ-અપ્રાપ્તિના પ્રકારને વિષે તદાકાર-પરિણામી જેવા ભાસતા એવા જીવો સમાવેશ પામે છે.” (વ.પૃ.૨૯૪) ૩ળા મન વિના શું વિચારે? મનવાળા ય મોહમાં તણાતા કર્મના પૂરે, તલ્લીન દેહ-મોહમાં. ૩૮ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ :- જેને પાંચ ઇન્દ્રિયો છે પણ મન નથી તે બિચારા જીવો તો શું વિચાર કરી શકે? પણ મનસહિત પંચેન્દ્રિય જીવો પણ મોહવશ કર્મના પૂરમાં તણાય છે અને દેહના મોહમાં તલ્લીન થઈને રહે છે. ૩૮ાા બીજા કોઈ વિચારીને સંસાર તરવા ચહે, ઉન્માર્ગે વર્તતાં માને મોક્ષનો માર્ગ, જે ગ્રહે. ૩૯ અર્થ– બીજા પ્રકારના જીવો જે સંસાર સમુદ્રને દુઃખરૂપ જાણીને તરવા ઇચ્છે છે પણ ઉન્માર્ગે એટલે કલ્યાણથી વિપરીત માર્ગે વર્તતાં છતાં પોતે ગ્રહેલ માર્ગને જ મોક્ષનો માર્ગ માને છે. “જુદા જાદા ઘર્મની નામક્રિયા કરતા એવા જીવો, અથવા સ્વચ્છેદ-પરિણામી એવા પરમાર્થમાર્ગે ચાલીએ છીએ એવી બુદ્ધિએ ગૃહીત જીવો તે બીજા પ્રકારને વિષે સમાવેશ પામે છે.” (વ.પૃ.૨૯૪) //૩૯માં અસગુરું મનાવે તે માનને ભવ ગાળતાં, આગ્રહો ગ્રહી ચૂકે તે, સત્યયોગ મળે છતાં. ૪૦ અર્થ:- ઉપર જણાવેલ બીજા પ્રકારના જીવો અસદ્ગુરુ જે મનાવે તે પ્રમાણે માનીને પોતાનો ભવ ગાળે છે. તથા મતનો આગ્રહ ગ્રહણ કરવાથી સાચા સદગુરુનો યોગ મળતો હોય તો પણ તેને ચૂકે છે. “પ્રત્યક્ષ સગુરુયોગમાં, વર્તે દ્રષ્ટિ વિમુખ; અસગુરુને દ્રઢ કરે, નિજ માનાર્થે મુખ્ય.” -શ્રીમદ્ રાજચંદ્ર//૪૦ણી ત્રીજા જ્ઞાની સુવૈરાગી, સાક્ષી, બોઘસ્વરૂપ છે, ઉદાસીનપણે કર્તા દેખાતા, આત્મતા ભજે. ૪૧ અર્થ – ત્રીજા પ્રકારના જીવો તે જ્ઞાની છે. જે સમ્યક્ઝકારે વૈરાગ્યને ઘારણ કરનાર છે, પર પદાર્થના તે સાક્ષીભૂત જ્ઞાતા દ્રષ્ટા છે, બોઘસ્વરૂપ એટલે જ્ઞાનસ્વરૂપ છે, ઉદાસીનપણે એટલે અનાસક્તભાવે માત્ર કર્મના કર્તા દેખાય છે પણ સદા આત્મતા એટલે આત્મસ્વરૂપને ભજનારા છે. “સ્ત્રી, પુત્ર, મિત્ર, ઘનાદિ પ્રાપ્તિ અપ્રાપ્તિ એ આદિ ભાવને વિષે જેને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે, અથવા થયા કરે છે; સ્વચ્છેદ-પરિણામ જેનું ગણિત થયું છે, અને તેવા ભાવના વિચારમાં નિરંતર જેનું રહેવું છે, એવા જીવના દોષ તે ત્રીજા પ્રકારમાં સમાવેશ થાય છે. જે પ્રકારે ત્રીજો સમૂહ સાધ્ય થાય તે પ્રકાર વિચાર છે. વિચારવાની છે તેને યથાબુદ્ધિએ,સગ્રંથે, સત્સંગે તે વિચાર પ્રાપ્ત થાય છે, અને અનુક્રમે દોષરહિત એવું સ્વરૂપ તેને વિષે ઉત્પન્ન હોય છે. આ વાત ફરી ફરી સૂતાં તથા જાગતાં અને બીજે બીજે પ્રકારે વિચારવા, સંભારવા યોગ્ય છે.” (વ.પૃ.૨૯૪) //૪૧|| ગાળી સ્વચ્છેદભાવો તે ઉદયાથી વર્તતા, સંયોગે ન તદાકાર, મોક્ષ માટે જ જીવતા. ૪૨ અર્થ - તે જ્ઞાની પુરુષો પોતાના સ્વચ્છેદભાવોને ગાળી માત્ર ઉદયાથીનપણે વર્તે છે. પ્રાપ્ત સંયોગોમાં પણ તદાકાર થતા નથી, પણ માત્ર મોક્ષ પ્રાપ્તિને માટે જ જીવે છે. એવા જ્ઞાની પુરુષો સ્વયં સાચું જીવન જીવી જગતના જીવોને માર્ગદર્શક રૂપ થાય છે. I૪રા Page #163 -------------------------------------------------------------------------- ________________ (૧૫) ત્રણ આત્મા ૧૪૩ વ્યાવહારિક જીવોના ભેદ જાણી, ચોરાશી લાખ જીવયોનિના દુઃખમાંથી નિવૃત્ત થવા અર્થે બહિરાત્મા, અંતરઆત્મા અને પરમાત્મા; એમ ત્રણ આત્માનું સ્વરૂપ જાણવું જરૂરનું છે. તે આ પાઠમાં જણાવવામાં આવે છે (૧૫) ત્રણ આત્મા (અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?–એ રાગ) * જય શ્રી સદ્ગુરુ રાજચંદ્ર દોધ, આ પામર ૫૨ અતિ કર્યાં. ઉપકાર જો; કોટિ ઉપાયે પણ બદલો દેવાય નહિ, પરમ પદ દર્શાવી ઘો સહકાર જો. જય૦૧ અર્થ :શ્રીમદ્ રાજચંદ્ર સદ્ગુરુ ભગવંતનો જગતમાં સદા જયજયકાર હો કે જે દયોદધિ કહેતાં દયાના ઉદધિ અર્થાત્ સમુદ્ર છે, જેણે મારા જેવા પામર પર અતિ ઉપકાર કર્યો છે, કરોડો ઉપાય કરીને પણ જેનો બદલો આપી શકાય એમ નથી, એવા પરમકૃપાળુ પરમાત્મા મને હવે પરમપદ અર્થાત્ શુદ્ધ આત્મપદના દર્શન કરાવવા સહાયતા આપો. દયાના ભંડાર એવા શ્રી રાજચંદ્ર પ્રભુ જગતમાં સદા જયવંત વર્તો. ।।૧।। ભવ ભવ ભમતાં જે પદ જીવ ન પામિયો, ગુરુ-કૃપા વિણ કેમ કરી સમજાય જો; તેથી શ્રીમદ્ રાજચંદ્ર-ચરણે રહ્યો, સ્તવન નમન કરી યાચું મોક્ષ-ઉપાય જો. જય૦૨ અર્થ :– અનંતકાળથી સંસારમાં ભમતા જે શુદ્ધ આત્મપદને જીવ પામ્યો નથી, તે પદ ગુરુની કૃપા વિના કેમ સમજાય? ‘સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ.' -શ્રીમદ્ રાજચંદ્ર તેથી શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં વાસ કરીને રહ્યો છું. તેમનું ભાવથી સ્તવન, નમન કરીને મોક્ષપ્રાપ્તિના ઉપાયની યાચના કરું છું, પરમકૃપાળુ સદ્ગુરુદેવનો સદા જય હો. ।।૨।। શુદ્ધ સ્વરૂપે નિજ અખંડિત આતમા, સમજી અનુભવવાનો સહજ પ્રકાર જો; અપૂર્વ કરુણા કરી આવા કળિકાળમાં દર્શાવ્યો છે, કરવા અમ ઉદ્ધાર જો. જય૦ ૩ અર્થ :— શુદ્ધ સ્વરૂપની અપેક્ષાએ પોતાનો આત્મા અખંડ છે. તે કદી ખંડિત થયો નથી. તે શુદ્ધ સ્વરૂપને સમજી, તેને અનુભવવાનો જે સહજ પ્રકાર તે જેણે અપૂર્વ કરુણા કરીને અમારા ઉદ્ધાર માટે આવા કળિકાળમાં પણ દર્શાવ્યો એવા પરમકૃપાળુ પરમાત્માનો જગતમાં સદા જય જયકાર હો. IIII તે જ સમજવા ત્રણ ભેદો વિચારીએ : બાહ્ય દશા, અંતર, પરમાતમરૂપ જો, ટાળી બાહ્ય દશા અંતર્થી સાર્થીએ પરમાતમ-પદ નિર્મળ નિજ ચિત્તૂપ જો. જય૦ ૪ અર્થ :તે શુદ્ધસ્વરૂપને જ સમજવા માટે હવે ત્રણ ભેદોનો વિચાર કરીએ. તે આત્માની બહિરાત્મદશા, અંતરઆત્મદશા અને પરમાત્મદશા છે. બહિરાત્મદશાને ટાળી, અંતરઆત્મદશા પામીને પરમાત્મપદની સાધના કરીએ કે જે પોતાના આત્માનું સહજ નિર્મળ ચિત્તૂપ એટલે શાનસ્વરૂપ છે. એવા નિર્મળ જ્ઞાનસ્વરૂપને પામેલા શ્રીમદ્ રાજચંદ્ર સદ્ગુરુ ભગવંત જગતમાં સદા જયવંત વાઁ. ।।૪।। Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ બહિરાત્મા તો મિથ્યા દ્રષ્ટિ જાણિયે, મૂળ દ્રવ્યનું જેને નહિ ઓળખાણ જો; બાહ્યદશામાં સંયોગે તલ્લીન તે દેહદૃષ્ટિને કિંચિત નહિ નિજ ભાન જો. જય૦ ૫ અર્થ :- હવે પ્રથમ બહિરાત્માના સ્વરૂપનું વર્ણન કરે છે :–બહિરાત્માને તો મિથ્યાદ્રષ્ટિ જ જાણો. કેમકે જેને મૂળ આત્મદ્રવ્યનું જ ઓળખાણ નથી. બહિરાત્મદશાના કારણે જે હમેશાં પરપદાર્થના સંયોગમાં જ તલ્લીન રહે છે. એવા દેહદ્રષ્ટિવાળા જીવને તો કિંચિત્ માત્ર પણ પોતાના આત્મસ્વરૂપનું ભાન નથી. પણ કર્મભાવમાં તન્મય તેની વૃત્તિ છે, માને કે “સુંદર', “શ્યામસ્વરૂપ” જો, હું જાડો’, ‘હું કૃશ”, “નીરોગી” “રોગ” કે “બ્રાહ્મણ’, ‘ભંગી' “નર” “નારી” તદ્રુપ જો.” જય૦ ૬ અર્થ :- કર્મોને લીધે ઉત્પન્ન થતાં રાગદ્વેષના ભાવોમાં જ તેની સદા તન્મય વૃત્તિ છે. જે દેહને જ પોતાનું સ્વરૂપ માને છે. જેથી હું સુંદર છું કે શ્યામ છું, હું જાડો છું કે કુશ એટલે પાતળો છું, નીરોગી છું કે રોગી છું, બ્રાહ્મણ છું કે ભંગી છું, નર છું કે નારી છું, એમ તદ્રુપ એટલે તે રૂપોને જ જે પોતાનું સ્વરૂપ માને છે, તે બહિરાત્મા છે. કા. દિગંબર” “શ્વેતાંબર”, “સાધુ “સાઘવી”, “વેદાન્તી”, “વૈષ્ણવ', વાબુદ્ધ', “ફકીર જો; માત, પિતા, પતિ, પત્ની, ઘન સંબંઘની ‘દેખત-ભેલીમાં બહુ મૂંઝાય બહિર જો. જય૦ ૭ અર્થ – હું દિગંબર છું, શ્વેતાંબર છું, સાધુ છું, સાધ્વી છું, વેદાન્તી છું, વૈષ્ણવ છું, અથવા બુદ્ધ છું કે ફકીર છું એમ પોતાને માને છે. માતા, પિતા, પતિ, પત્નિ કે ઘન આદિ પૂર્વ કર્માનુસાર થયેલ સંબંઘને જોઈ જોઈને “દેખત ભૂલી'માં પડ્યો છે. તે બહિર એટલે બહિરાત્મા આ પર પદાર્થોને પોતાના માની, જોઈને રાગદ્વેષ કરી પોતાના વાસ્તવિક આત્મસ્વરૂપને ભૂલી મોહમાં બહુ મૂંઝાય છે. Iળા. દેહ, દેશ, જ્ઞાતિ ખ્યાતિ મારાં ગણી, અપયશ, દુખ શત્રુવટ ના ભૂંસાય જો; અંતગ્રથિ ગાઢ કલ્પનાની વણી બહિરાત્મા હા! સંસારે રેંસાય જો.” જય૦ ૮ અર્થ - જે દેહમાં પોતે રહેલ છે તેને તથા જે દેશમાં કે જ્ઞાતિમાં પોતે જન્મ્યો છે તેને અને ખ્યાતિ એટલે કીર્તિ આદિને પોતાના માને છે. તેથી ક્યાંય અપયશ થઈ જાય તો પોતે દુઃખી થાય છે અને તેના પ્રત્યે શત્રુવટનો ભાવ રાખે છે; જે ભુસાવવો મુશ્કેલ થઈ પડે છે. આવી કલ્પનાની અંતગ્રંથિને ગાઢ વણી, આ બહિરાત્મા હા! આશ્ચર્ય છે કે આ સંસારમાં રેંસાય છે અર્થાત્ રીબાય છે. આવી બહિરાત્મદશાને દૂર કરનાર શ્રીમદ્ સગુરુ રાજચંદ્ર પ્રભુનો આ જગતમાં જય જયકાર હો. ૮ાા. (૨) સદ્ભાગ્યે જો સદ્ગશ્યોગે જીવને કેવળી કથિત સુઘર્મ સ્વરૅપ સમજાય જો, તો વિષયાદિક દેહસુખો દુઃખો ગણે, આત્માના સુખ કાજે ઉદ્યમી થાય જો. જય૦ ૯ હવે બીજી અંતરઆત્મદશાનું સ્વરૂપ સમજાવે છે : અર્થ :- સદ્ભાગ્યનો ઉદય થતાં જીવને સગુયોગે કેવળી પ્રરૂપિત સાચા આત્મધર્મનું સ્વરૂપ જો સમજાય તો પાંચ ઇન્દ્રિયના વિષયથી ઉત્પન્ન થતા દેહસુખો તેને દુઃખરૂપ ભાસે અને આત્માના સ્વભાવથી Page #165 -------------------------------------------------------------------------- ________________ (૧૫) ત્રણ આત્મા ૧૪ ૫ ઉત્પન્ન થતાં સાચા સુખની પ્રાપ્તિ માટે તે ઉદ્યમી બને છે. “સુખ વસે આત્મા વિષે, તેનો નહીં નિર્ધાર; સુખ શોધે હીન વસ્તુમાં, જડમાં નહીં જડનાર.”ાલા સમ્યગ્વષ્ટિ અંતર આત્મા તે થયો, જ્ઞાન અને વૈરાગ્ય સહિત વર્તાય જો; અહંમમત્વ દોષ અનાદિનો ગયો, વિશ્વ-વિલોકન, વિભ્રમ ટાળી, થાય જો. જય૦ ૧૦ અર્થ - ઉપરની ગાથામાં કહ્યું તેમ આત્મસુખની ઇચ્છક થવાથી તે સમ્યવૃષ્ટિ અંતરઆત્મા થયો. હવે તેનું વર્તન જ્ઞાન અને વૈરાગ્ય સહિત હોય છે. તેથી અનાદિકાળનો જીવમાં રહેલો અહંભાવ, મમત્વભાવનો દોષ નાશ પામે છે. તથા તે જીવની વિભ્રમ એટલે પદાર્થ સંબંધની ભ્રાંતિ સર્વથા ટળી જઈ કાલાન્તરે તે વિશ્વ વિલોકન કરનાર થાય છે, અર્થાત્ સમ્યગ્દર્શન વડે તે આત્મા કેવળજ્ઞાન પ્રગટાવીને આખા વિશ્વનું વિલોકન એટલે દર્શન કરે છે. “અહંભાવ મમત્વભાવ નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ છ પદની દેશના પ્રકાશી છે.” (વ.પૃ.૩૯૫) ૧૦ના આત્મા ગોરો, કાળો, રાતો ના ગણે, નહિ તે બ્રાહ્મણ, ભંગી કે નર, નાર જો. દેવ, મનુજ કે નારક, પશુ તે ના બને, ગુરું-શિષ્ય નહિ, નહીં વેષ-વ્યવહાર જો. જય૦ ૧૧ અર્થ :- સમ્યકુદ્રષ્ટિ જીવ આત્માને ગોરો, કાળો કે રાતો માનતો નથી. આત્મા બ્રાહ્મણ, ભંગી, મનુષ્ય કે સ્ત્રી નથી. ચારે ગતિમાં આત્મા દેવ, મનુષ્ય, નારકી કે પશુ સ્વભાવથી બનતો નથી. આત્મા ગુરુ નથી કે કોઈનો શિષ્ય નથી. દેવ, મનુષ્ય, નારકી કે તિર્યંચ એ બધા કર્મના વેષ છે. તેવો વેષ-વ્યવહાર આત્માને નથી. આત્મા તો સ્વભાવે સંપૂર્ણ શુદ્ધ છે. I/૧૧ાા જુદો દેહથી પોતાને જે જાણશે, દેહ અચેતન માને મ્યાન સમાન જો; તે પરનો પણ દેહ અચેતન માનશે, સ્વ-પર વિષેની ભૂલ તજે વિદ્વાન જો. જય૦ ૧૨ અર્થ :- જે સમ્યવ્રુષ્ટિ આત્મા પોતાને આ દેહથી જાદો જાણશે તે આ દેહને પણ તલવારને રહેવાના સ્થાનરૂપ અચેતન મ્યાન જેવો જાણશે, તે બીજા જીવોના દેહને પણ અચેતન એટલે જડ જેવો માનશે. એમ સ્વ શું? અને પર શું? એ અનાદિથી ચાલી આવતી ભૂલને તે ટાળશે. તેને જ જ્ઞાની પુરુષો ખરો વિદ્વાન કહે છે. II૧૨ા. જાડે કપડે દેહ ન જાડો જાણિયે, જૂને કપડે દેહ ન ઘરડો હોય જો; રાતે કપડે દેહ ન રાતો માનિયે, વસ્ત્ર-વિનાશે દેહ-વિનાશ ન જોય જો. જય૦ ૧૩ અર્થ - જાડાં કપડાં પહેરવાથી દેહને આપણે જાડો જાણતા નથી. જૂના કપડાં પહેરવાથી દેહ કંઈ ઘરડો થઈ જતો નથી. રાતાં કપડાં પહેરવાથી દેહને કંઈ રાતો માનતા નથી. તેમજ વસ્ત્રના વિનાશથી આપણા દેહનો કંઈ વિનાશ થઈ જતો નથી. ૧૩. તેમજ જાડા દેહે જાડો ર્જીવ નહીં, જીર્ણ દેહમાં જીવ ન જીર્ણ ગણાય જો; રક્ત દેહમાં જીવ ન રક્ત બને જરી, દેહ-વિનાશે જીવવિનાશ ન થાય જો. જય૦ ૧૪ અર્થ - તેમજ દેહ જાડો થતાં જીવ જાડો થતો નથી. દેહ જીર્ણ થતાં જીવ ઘરડો થતો નથી. દેહ લાલ થતાં જીવ લાલ બની જતો નથી. તેમજ દેહનો વિનાશ થતાં જીવ કદી વિનાશ પામતો નથી. /૧૪ Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ પરમાણુ બહુ દેહ વિષે પેસે, ખરે, પણ આકૃતિ એની એ જ જણાય. જો; એક જ ક્ષેત્રે જીવ-તન ક્ષીર-નીરની ૫૨ે, પણ વિલક્ષણ લક્ષણર્થી ઓળખાય જો. જય૦ ૧૫ અ – નવા નવા ઘણા પુદ્ગલ પરમાણુ આ દેહમાં પેસે છે અને જૂના ખરે છે. છતાં તેની આકૃતિ એની એ જ જણાય છે. એક જ ક્ષેત્રમાં જીવના પ્રદેશો અને શરીરના પુદ્ગલ પરમાણુઓ ક્ષીરનીર એટલે દૂધ અને પાણીની જેમ રહેલા છે, છતાં વિલક્ષણ એટલે અસાધારણ લક્ષણ વડે જીવ અને પુદ્ ગલની ઓળખાણ કરી શકાય છે. જીવનું અસાધારણ લક્ષન્ન જ્ઞાન અને દર્શન છે, તે બીજા કોઈ દ્રવ્યમાં નથી. તેમજ પુદ્ગલનું અસાધારણ લક્ષણ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ છે, તે કોઈ બીજા દ્રવ્યમાં નથી. તેથી જીવ અને પુદ્ગલની ભિન્ન ઓળખાણ કરી શકાય છે. ।।૧૫।। અંતર્ર આત્મા તત્ત્વસ્વરૂપને ઓળખે; તેથી ક્યાંથી રાગાર્દિક કરાય જા? ૧૪૬ જગજીવોને શત્રુ-મિત્ર ન તે લખે; જ્ઞાનીને જાણે તે તેવો થાય જો. જય૦ ૧૬ અર્થ ઃ– અંતરાત્મા જીવ અજીવ આદિના તત્ત્વસ્વરૂપને ઓળખે છે. માટે તેનાથી પરપદાર્થમાં રાગાદિક કેમ થાય? તે જગતના જીવોને શત્રુ કે મિત્રરૂપ માનતો નથી. એવા જ્ઞાનીપુરુષના સ્વરૂપને જે જાણે તે પણ તેવો જ થાય છે. ।।૧૬।। બુદ્ધિમાં ના આતમજ્ઞાન વિના બીજું જ્ઞાની ઘારે અધિક સમય હૈં કામ જો; વાણી, કાયાથી વર્તે જો જરૂરનું કામ પડ્યું, પણ મન રાખે નિષ્કામ જો. જય૦ ૧૭ અર્થ :— બુદ્ધિમાં આત્મજ્ઞાન વિના અધિક સમય તક જ્ઞાનીપુરુષો બીજું કોઈ કામ ધારી રાખતા નથી. કોઈ જરૂરનું કામ આવી પડે તો વાણી કે કાયાથી પ્રવર્તે છે. પણ મનને તો નિષ્કામ જ રાખે છે; અર્થાત્ મનને કોઈ બીજા ભાવમાં તન્મય થવા દેતા નથી. “આત્મજ્ઞાન વિના ક્યાંય, ચિત્ત દ્યો ચિરકાળ ના; આત્માર્થે વાી કાયાથી, વર્તી તન્મયતા વિના.'' સમાધિશતક||૧૭ના અંતર્ આત્મા આત્મવિચારે જાગતો, વ્યવહારે વર્તે સુષુપ્ત સમાન જો; જગત-કુશળ ના આત્મરસી પ્રાર્ય થતો, વિષય-કષાયે કે ભૂલી ભાન જો. જય૦ ૧૮ અર્થ :– અંતર્આત્મા સદા આત્મવિચારે જાગૃત રહે છે. તે વ્યવહારમાં સુષુપ્ત એટલે સૂતેલા સમાન વર્તે છે. તેને જગતના મિથ્યા વ્યવહાર કરવામાં રસ નથી. આત્માનો રસિક એવો આ જીવ પ્રાયે જગત વ્યવહારમાં કુશળ થતો નથી. પણ જો સ્વરૂપના ભાનને ઉદયાધીન ભૂલી જાય તો વિષયકષાયના ખાડામાં થઈ પડે છે. “વ્યવહાર સૂતો મૂકે, તો જાગે આત્મ-કાર્યમાં; ચિંતવે વ્યવહારો જે, તે ઊંઘે આત્મ-કાર્યમાં.’’ સમાધિશતક ।।૧૮।। જે દેખાતું રૂપતિ જગમાં બધું, તે ના જાણે કાંઈ, વૃથા વ્યવહાર જો; જાણે તેનું રૂપ ન નજરે આવતું, કોની સાથે વદવું? કર વિચાર જો. જય૦ ૧૯ અર્થ :— જગતમાં જે રૂપસહિત બધું દેખાય છે, તે તો પુદ્ગલ દ્રવ્ય છે. તે જડ છે, તે કંઈ જાણતું : નથી. માટે તેની સાથે વ્યવહાર કરવો તે વૃથા છે. અને જે સર્વને જાણે છે એવો સ્વપર પ્રકાશક આત્મા તેનું Page #167 -------------------------------------------------------------------------- ________________ (૧૫) ત્રણ આત્મા ૧૪૭ રૂપ નજરે આવતું નથી. કેમકે તે અરૂપી પદાર્થ છે. તો કોની સાથે વદવું? અર્થાત્ બોલવું? એનો હે જીવ તું વિચાર કર. “જે મને રૂપ દેખાય, તે તો જાણે ન સર્વથા; જાણે તે તો ન દેખાય, કોની સાથે કરું કથા?” -સમાધિશતક (૧૯ાા કોઈ મને સમજાવે', “પરને બોઘ દઉં” ગાંડાની ચેષ્ટા સમ સર્વ ગણાય જો; વચનાતીત, સ્વરૂપે નિર્વિકલ્પ હું', એમ વિચાર્યું વાણી પણ રોકાય જો. જય૦ ૨૦ અર્થ - કોઈ મને સ્વરૂપ સમજાવે અથવા હું કોઈને સ્વરૂપનો બોઘ આપું, એવો જે સર્વ વ્યવહાર તે અંતર્માત્માને ગાંડાની ચેષ્ટા સમાન જણાય છે. કેમકે આત્મા તો વચનાતીત એટલે વચનથી અગોચર છે, વચનથી તે જણાવી શકાય એમ નથી. તથા તે આત્મા નિશ્ચયથી જોતાં તો નિર્વિકલ્પ સ્વરૂપ છે. એમ વિચાર કરવાથી તેની વાણી પણ મૌનપણાને ભજે છે અને અંતર્મુખવૃત્તિ થાય છે. પરિણા બાહ્ય અને અંતર્વાચાને રોકતાં, યોગી પ્રગટાવે પરમાત્મ-પ્રદીપ જો; સર્વે ઇન્દ્રિયના સંયમને સાઘતાં કર મન સ્થિર, પરમાત્મા, તેજ સમીપ જો. જય૦ ૨૧ અર્થ :- બાહ્યવાણી અને અંતર્વાચા એટલે સંકલ્પવિકલ્પને રોકીને યોગીપુરુષો પરમાત્મસ્વરૂપમય પ્રકષ્ટ દીપકને પ્રગટાવે છે. સર્વ ઇન્દ્રિયોના સંયમને સાથી મનને સ્થિર કર તો પરમાત્મસ્વરૂપ તારા, સમીપમાં જ તને ભાસશે. “ઇંદ્રિયો સર્વ રોકીને, કરીને સ્થિર ચિત્તને; જોતાં જે ક્ષણમાં ભાસે, પરમાત્મસ્વરૂપ તે.” -સમાધિશતક ||૧| તાઁ બહિરાત્મપણું અંતમાં સ્થિર થા; સર્વે સંકલ્પોથી ભિન્ન સ્વ મ જો પરમાત્માનું, ભાવે અંતર્ આતમા; દૃઢ અભ્યાસે થાયે સ્થિર તદ્રુપ જો. જય૦ ૨૨ અર્થ :- બહિરાત્મપણું ત્યાગીને તું તારા અંતરાત્મામાં સ્થિર થા. કેમકે પરમાત્માનું સ્વરૂપ સર્વ સંકલ્પ વિકલ્પથી રહિત છે. એમ અંતર્વાત્માની સદા ભાવના હોય છે. તે પોતાના દ્રઢ અભ્યાસથી સમય આબે તદ્રુપ એટલે શુદ્ધ આત્મસ્વરૂપમાં તલ્લીન થાય છે. રા. નિત્ય, નિરંજન, પરમાનંદ સ્વરૂપ છે, જ્ઞાન અનંતનું પરમાત્મા તો ઘામ જો; શુદ્ધ, બુદ્ધ ને શાંત, શિવ અનૂપ તે, દેહરહિત ને દેહસહિત બે નામ જો. જય૦ ૨૩ હવે પરમાત્મસ્વરૂપનું વર્ણન કરે છે : અર્થ - પરમાત્માનું પરમાનંદ સ્વરૂપ તે સદા નિત્ય છે, શાશ્વત છે, નિરંજન એટલે કર્મરૂપી કાલિમાથી રહિત છે. પરમાત્મા તો અનંતજ્ઞાનના ઘામ છે. તે શુદ્ધ છે, બુદ્ધ એટલે જ્ઞાની છે અને કષાયરહિત હોવાથી શાંત છે. તે અનુપમ શિવ એટલે મોક્ષસ્વરૂપ છે. એવા પરમાત્માના દેહરહિત અને દેહસહિત એવા બે નામ છે. અરિહંત ભગવાન કે કેવળી ભગવાન તે દેહસહિત હોવાથી સાકાર પરમાત્મા છે અને સિદ્ધ ભગવાન તે દેહરહિત હોવાથી નિરાકાર પરમાત્મા કહેવાય છે. ૨૩ વર્ણ, ગંથ કે સ્પર્શ, શબ્દ રસ જ્યાં નહીં, જન્મ-મરણ વિણ જેહ નિરંજન નામ જો; ક્રોઘ, માન, મદ, માયા, મોહ રહ્યાં નથી, સ્થાન-ધ્યાન વિણ તે જ નિરંજન રામ જો. જય૦ ૨૪ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ :- પરમાત્મસ્વરૂપમાં વર્ણ, ગંધ, સ્પર્શ, શબ્દ કે રસ નથી. જે જન્મમરણ વગરના હોવાથી કર્મરૂપી અંજનથી રહિત છે, માટે જેનું નિરંજન એવું નામ છે. જેમને ક્રોઘ, માન, મદ, માયા કે મોહ રહ્યાં નથી. જેને હવે કોઈ ધ્યાન કરવાના સ્થાનની જરૂર નથી. જે સદા શુદ્ધ આત્મામાં જ રમતા રામ છે. તે જ ખરેખર નિરંજન પરમાત્મા કહેવા યોગ્ય છે. વેદ, શાસ્ત્ર, ઇન્દ્રિય જાણ્યો જાય નહિ, નિર્મળ ધ્યાને ગમ્ય, સદા દુર્લક્ષ્ય જો; અનંત ચતુષ્કાય, કેવળ લબ્ધિ જ્યાં રહી, સંત નિરંતર ઘરે અલક્ષ્ય લક્ષ્ય જો. જય૦ ૨૫ અર્થ :- એ પરમાત્મસ્વરૂપ કંઈ વેદ, શાસ્ત્ર કે ઇન્દ્રિયો દ્વારા જાણ્યું જાય એમ નથી. નિર્મળ એવા શુક્લધ્યાને જ તે ગમ્ય છે. પણ એવા નિર્મળ ધ્યાનનો જીવને સદા દુર્લક્ષ રહે છે. પરમાત્મ સ્વરૂપ પામેલા એવા પરમપુરુષને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મ એ ચાર ઘાતીયા કર્મનો ક્ષય થવાથી ક્રમશઃ અનંતજ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય એ અનંત ચતુષ્ટય પ્રાપ્ત થયેલા છે. અથવા ચાર ઘાતીયા કર્મનો ક્ષય થવાથી નીચે પ્રમાણે નવ લબ્ધિઓ પ્રગટેલી હોય છે : જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી (૧) અનંતજ્ઞાન લબ્ધિ દર્શનાવરણીય કર્મના ક્ષયથી (૨) અનંત દર્શન લબ્ધિ મોહનીય કર્મના બે ભેદ છે. તેમાંથી દર્શનમોહનીય કર્મ જવાથી (૩) ક્ષાયિક સમ્યકત્વ લબ્ધિ અને ચારિત્રમોહનીય કર્મ જવાથી (૪) ક્ષાયિક ચારિત્ર લબ્ધિ પ્રગટેલ છે. તથા અંતરાય કર્મના પાંચ ભેદ છે. તેમાંથી દાનાંતરાયકર્મનો ક્ષય થવાથી (૫) અનંતદાન લબ્ધિ, લાભાંતરાય કર્મના ક્ષય થવાથી (૬) અનંતલાભ લબ્ધિ. ભોગાંતરાય કર્મના ક્ષયથી (૭) અનંત ભોગલબ્ધિ. ઉપભોગાંતરાય કર્મના ક્ષયથી (૮) અનંત ઉપભોગ લબ્ધિ તથા વીર્યંતરાયકર્મના ક્ષયથી (૯) અનંતવીર્ય લબ્ધિ પ્રાપ્ત થયેલી છે. એમ કુલ નવ લબ્ધિઓ કેવળી ભગવાનને પ્રાપ્ત થયેલી છે. એવા અલક્ષ્ય પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિનો સંત એવા જ્ઞાની પુરુષો નિરંતર લક્ષ રાખે છે. દેવ-દેવળે વસતા જે વ્યવહારથી, કેવળજ્ઞાનકૂંપી તઘારી દેવ જો, તેની ભક્તિ થાય વિરાગ-વિચારથી; તો ભવ-વેલી બળી જશે સ્વયમેવ જો. જય૦ ૨૬ અર્થ - પ્રારબ્ધ કર્મ ભોગવવાના કારણે વ્યવહારથી જેનો આ દેહરૂપી દેવળમાં નિવાસ છે એવા સાકાર પરમાત્મા, તે નિશ્ચયથી તો કેવળજ્ઞાનરૂપી શરીરને જ ઘારણ કરનારા દેવ છે. એવા આ દેવની ભક્તિ જો વૈરાગ્યસહિત વિચારથી થાય તો સંસારરૂપી વેલ સ્વયમેવ એટલે આપોઆપ બળીને ભસ્મ થઈ જશે. રકા તારો એક અનંત ગગન વિષે દસે કેવળજ્ઞાને તેમ જ વિશ્વ-વિલાસ જો; તેવા કેવળી પણ આ વિશ્વ વિષે વસે, પણ જગરૂપ નહીં, પરમાત્મ-પ્રકાશ જો. જય૦ ૨૭ અર્થ - અનંત એવા ગગન એટલે આકાશમાં જેમ એક તારાનો પ્રકાશ દેખાય પણ તે કદી આકાશરૂપ થતો નથી. તેમ એક કેવળજ્ઞાન વડે આખા વિશ્વનો વિલાસ માણી શકાય અર્થાત્ જાણી શકાય છે તથા તેવા કેવળી ભગવંતો પણ આ વિશ્વમાં જ વસે છે અને તેના પરમાત્મ પ્રકાશમાં આખું વિશ્વ ઝળકે છે છતાં પોતે કદી તે વિશ્વરૂપ થતાં નથી. રા. મંડપ લર્ગી વેલી વર્દી વર્ષો પથરાય છે, તેમજ શેય પદાર્થો સંથી જ્ઞાન જો. સર્વ જાણવાની શક્તિ ઊભરાય છે, પણ નહિ જોય મળે તો અટકે જ્ઞાન જો. જય૦ ૨૮ Page #169 -------------------------------------------------------------------------- ________________ (૧૫) ત્રણ આત્મા ૧૪૯ અર્થ :— જ્યાં સુધી મંડપ હોય ત્યાં સુધી વેલ વઘીવધીને પથરાય છે. તેમજ જ્યાં સુધી શેયપદાર્થો વિશ્વમાં છે ત્યાં સુધી ભગવાનનું કેવળજ્ઞાન પહોંચે છે. કેવળજ્ઞાનમાં સર્વ જાણવાની શક્તિ ઊભરાય છે પણ વિશેષ શેય પદાર્થો જ ન મળે તો ત્યાં જ્ઞાન અટકી જાય છે, અર્થાત્ એવા અનંત વિશ્વ હોય તો પણ જાણવાની શક્તિ કેવળજ્ઞાનમાં રહેલી છે. ।।૨૮।। જ્ઞાનસ્વરૂપ જે મુનિગણના મનમાં વસે, દેહધારીના દેહે દેહાતીત જો, દિવ્ય દેહરૂપ ત્રિભુવનગુરુ જો ઉલ્લસે, નિજ મનમાં ગણ મુક્તિ તણી એ રીત જો. જય૦ ૨૯ અર્થ :— કેવળજ્ઞાનનું સ્વરૂપ પ્રગટાવવાનો ભાવ મુનિગણના મનમાં સદા વસે છે. તે કેવળજ્ઞાન પણ દેહધારી એવા સાકાર પરમાત્માના દેહે દેહાતીત એટલે દેહથી જાદું રહેલ છે. એવા કેવળજ્ઞાનરૂપ દિવ્ય દેહને ઘારણ કરનાર ત્રિભુવનગુરુ પ્રત્યે જો મનમાં સાચો પ્રેમભાવ સદા ઉલ્લસતો રહે તો એને જ તું મુક્તિ પામવાની સાચી રીત જાણજે. કેમકે ભક્તિ વિના કોઈની મુક્તિ થતી નથી. ।।૨૯।। વિષયપ્સુખમાં અંઘ બનેલા જીવને દિવ્ય યોગ મુક્તિદાયક દુષ્પ્રાપ્ય જો; શિવ સ્વરૂપે કેવળ શાંત મુનિ બને, જય પામો તે શિવસુખ જેને પ્રાપ્ય જો. જય૦ ૩૦ અર્થ – પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં અંધ બનેલા જીવને મુક્તિદાયક એવો પ્રભુનો દિવ્યયોગ પ્રાપ્ત દુષ્કર છે. શિવ એટલે મોક્ષસ્વરૂપને તો વિષયકષાયથી કેવળ શાંત બનેલા એવા મુનિઓ જ પામી શકે છે. એવું શિવસુખ જેને પ્રાપ્ત છે એવા ભગવંતો જગતમાં સદા જયવંત વર્તો. ।।૩૦।। થવો પરમ પુરુષ તો મુક્તિ મૂર્તિમાન છે, બોથરૂપી હાથે કરતા ઉદ્ધાર જો; ભવ-સમુદ્રે ભવ્ય હૂઁબે બેભાન જે, તેને તારે યોજી હિત-ઉપચાર જો. જય૦ ૩૧ અર્થ :- ‘મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે.’ તે બોધરૂપી હાથ વડે કરીને જીવોનો ઉદ્ધાર કરે છે. સંસારસમુદ્રમાં ભવ્યાત્માઓ સ્વસ્વરૂપના બેભાનપણાથી ડૂબી રહ્યાં છે. તે જીવોને અનેક પ્રકારના હિત ઉપચારોની યોજના કરીને જે તારે છે. “પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે; તથાપિ સ્વરૂપસ્થિતિનું કારણ હોઈ શકતું નથી; કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષજોગે વગે૨ે સમજાવ્યું પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે.’’ (વ.પૃ.૨૮૭) II૩૧|| પરમાત્માની વચનવિલાસે અતિ સ્તુતિ કરનારા વિદ્ધાનો થોકે થોક જો; બ્રહ્માનંદ-સુધા સાગરના સ્નાનથી ભવ-સંતાપ તજે, હા! વિરલા કોક જો. જય૦ ૩૨ અર્થ ઃ— જગતમાં પરમાત્માની વચનવિલાસે અનેક પ્રકારથી સ્તુતિ કરનારા વિદ્વાનો થોકે થોક છે, અર્થાત્ ભગવાનની વચનદ્વારા સ્તુતિ કરનારા તો જગતમાં અનેક છે. પણ બ્રહ્માનંદના અમૃતને અનુભવનારા એવા સત્પુરુષોના વચનામૃતરૂપ અમૃતસાગરમાં સ્નાન કરીને સર્વકાળને માટે સંસારના ત્રિવિધ તાપને શમાવનારા તો હા! આ જગતમાં કોઈક વિરલા જ છે. આવા ત્રિવિધ તાપને શમાવવામાં પ્રબળ નિમિત્તકારણરૂપ પરમકૃપાળુ શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્ર પ્રભુનો જગતમાં સદા જય જયકાર હો. ।।૩૨।। Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ પંદરમાં પાઠમાં ત્રણેય આત્માનું સ્વરૂપ વર્ણવી હવે અંતર્માત્મા થવાનો ઉપાય જણાવે છે – સામાન્ય રીતે લોકભાષામાં દર્શન એટલે જોવું - દર્શન કરવું એવો અર્થ થાય છે. અથવા મતના અર્થમાં દર્શન એટલે છ દર્શન – જૈન દર્શન, વેદાંત દર્શન, સાંખ્ય દર્શન, બૌદ્ધ દર્શન, નૈયાયિક દર્શન અને નાસ્તિક દર્શન એમ અર્થ થાય છે, અથવા દર્શનાવરણીય કર્મમાં દર્શન એટલે સામાન્ય પ્રતિભાસરૂપ દર્શન એટલે અવલોકન એમ અર્થ થાય છે. જેમકે પદાર્થનું જ્ઞાન થતાં પહેલાં આ કંઈક છે એવો ભાસ થવો તેને દર્શન કહેવાય છે. પણ અહીં તો દર્શન એટલે સમ્યગ્દર્શન અર્થાત્ સત્ શ્રદ્ધાના અર્થમાં આ શબ્દનો પ્રયોગ કરેલ છે. શ્રદ્ધા ત્રણ પ્રકારની છે. મિથ્યા શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા અને શાશ્વત શ્રદ્ધા. મિથ્યા શ્રદ્ધા તે મિથ્યાદર્શન છે, સમ્યક શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે અને શાશ્વત શ્રદ્ધા તે લાયક સમ્યગ્દર્શન છે. હવે આ પાઠમાં એવા સમ્યગ્દર્શન વિષે વિસ્તારથી સમજાવવામાં આવે છે – (૧૬) સમ્યગ્દર્શન (ઇંદવછંદ) (આજ મને ઉછરંગ અનુપમ, જન્મ તારથ જોગ જણાયો) જે ભવકારણ જ્ઞાન અનાદિથી ભાન ભુલાવી કુમાર્ગ બતાવે, - તે ક્ષણમાં ભવ-નિવૃત્તિ કારણ સમ્યગ્દર્શન-સૂર્ય બનાવે; (1) સમ્યગ્દર્શનનું પણ કારણ સગુરુદેવ કૃપાળુની વાણી, ૨ સર્વ અપૂર્વ સુહેતુ નમું ગુરુ રાજપદે ઉર ઊલટ આણી. અર્થ :- જે સંસારનું કારણ એવું મિથ્યાજ્ઞાન જીવને અનાદિકાળથી ભાન ભુલાવીને કુમાર્ગ એટલે સંસારવૃદ્ધિનો જ માર્ગ બતાવે છે, તે મિથ્યાજ્ઞાનને ક્ષણમાત્રમાં ભાવ એટલે સંસારથી નિવૃત્ત કરવાને માટે સમ્યગ્દર્શન તે સૂર્ય સમાન છે. તે પ્રગટ થતાં જ મિથ્યાત્વરૂપ અંઘકાર તે જ ક્ષણે નાશ પામે છે. અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર.” (વ.પૃ.૬૨૫) તે સમ્યક્દર્શન પ્રાપ્તિનું પણ કારણ શ્રી સદગુરુ પરમકૃપાળુદેવની વાણી છે. “સપુરુષની કૃપાદ્રષ્ટિ એ જ સમ્યગ્દર્શન છે.” -શ્રીમદ્ રાજચંદ્ર સર્વ અપૂર્વ એવા સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રાપ્તિના સુહેતુ એટલે સાચા કારણ શ્રી ગુરુરાજના ચરણકમળ છે. તેને હું હૃદયમાં ઊલટ એટલે ઉલ્લાસભાવ આણીને નમસ્કાર કરું છું. ૧ાા સમ્યગ્દર્શન-દાયકનો ઉપકાર વળે નહિ કોઈ પ્રકારે; ટાળી પશુગતિ ને નરકાદિક મોક્ષત બીજ વાવ વઘારે; સિદ્ધ થયા ભૂતકાળ વિષે, વળી ભાવિ વિષે નર સિદ્ધ થશે જે, હાલ વરે નર સિદ્ધગતિ, સહુ સમ્યગ્દર્શનવંત હશે તે. અર્થ - સમ્યગ્દર્શનદાયક એવા શ્રી ગુરુનો ઉપકાર કોઈ પ્રકારે પણ વળી શકે એમ નથી. Page #171 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સમ્યગ્દર્શન ૧ ૫ ૧ “સમકિતદાયક ગુરુતણો, પ્રત્યુપકાર ન થાય; ભવ કોડાકોડી લગે, કરતાં ક્રોડ ઉપાય.” -શ્રી યશોવિજયજી શ્રી ગુરુ, જીવની પશુગતિ અને નરક નિગોદાદિક ગતિઓને ટાળી મોક્ષરૂપી વૃક્ષના બીજની વાવણી કરી, તેને બોઘરૂપી પાણી પાવીને વઘારે છે. પશુ ટાળી સુરરૂપ કરે જે, સમકિતને અવદાત રે; એ ગુણ રાજ તણો ન વિસારુવાલા સંભારું દિનરાત રે.” -આઠ દૃષ્ટિની સઝાય જે જીવો ભૂતકાળમાં સિદ્ધ અવસ્થાને પામ્યા, વળી ભાવિ એટલે ભવિષ્યકાળમાં પણ જે મનુષ્યો સિદ્ધ પદને પામશે, તેમજ હાલમાં પણ મહાવિદેહ ક્ષેત્રમાંથી જે મનુષ્યો સિદ્ધગતિને પામે છે, તે સર્વ સમ્યગ્દર્શનવંત જ હશે, અર્થાત્ સમ્યગ્દર્શન વગર કોઈ પણ જીવ મુક્તિને પામી શકે નહીં. જરા કેવળથી નહિ કોઈ અધિક સુદેવ મનાય મનોહર ભાવે, ગ્રંથરહિત ગુરુથી નહીં અઘિકો જગમાં ગુરુ ઉરથી લાવે; કેવળી-ભાષિત ઘર્મ દયામૅળ અંકુર ઉર વિષે પ્રગટે છે, તે વ્યવહારથી સમ્યગ્દર્શન, નિશ્ચય આત્મ-અનુભવ દ તે. હવે વ્યવહાર સમ્યગ્દર્શન કોને કહે છે તે જણાવે છે – અર્થ - આ જગતમાં કેવળજ્ઞાનથી અધિક કોઈ જ્ઞાન નથી. એવા જ્ઞાનને જે ઘારણ કરે તેને મનોહરભાવે અર્થાત અંતઃકરણના પૂજ્યભાવે જે સાચા દેવ માને, તથા જેની મિથ્યાત્વરૂપી ગ્રંથિ એટલે ગાંઠ ગળી ગઈ છે અર્થાત્ જે આત્મજ્ઞાની છે એવા ગુરુથી જગતમાં કોઈ મહાન ગુરુ નથી, એવો ભાવ જેના હૃદયમાં હોય. તેમજ કેવળી પ્રરૂપતિ દયામૂળ ઘર્મ એ જ સર્વોત્કૃષ્ટ ઘર્મ જગતમાં છે એવા ભાવના અંકુર જેના હૃદયમાં પ્રગટ થયા હોય. તે જીવને વ્યવહારથી સમ્યગ્દર્શન છે એમ કહી શકાય. નિશ્ચય સમ્યગ્દર્શન તો આત્માનો સાક્ષાત અનુભવ આપે તેને કહેવાય છે. “ભગવત્ તીર્થંકરના નિગ્રંથ, નિગ્રંથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સમકિત કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. તેમાંથી કંઈક જીવોને તીર્થકર સાચા પુરુષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થકરના આશ્રયથી, અને નિશ્ચયથી સમકિત કહ્યું છે.” (વ.પૃ.૫૯૯) //૩ સમ્યગ્દર્શનની ઝૂરણા સહ સમ્યગ્દર્શન ચિંતવતા જે, તે જીંવ ત્યાગ-વિરાગ વઘારી, ગુસંગમ ઘારી સુદ્રષ્ટિ થતા તે; સ્વપ્ન વિષે પણ સમ્યગ્દર્શન દૂષિત જે ન કરે સુવિચારી, તે જીંવ સમ્યભાવ વિષે રમ, કર્મ ખપાવ વરે શિવનારી. અર્થ - સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની જેને ઝૂરણા જાગી છે તે દર્શન પરિષહ છે. તેને ઘીરજથી વેદાય તો તેમાંથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. એ વિષે શ્રીમદ્જી જણાવે છે કે – “પરમાર્થ પ્રાપ્ત થવા વિષે કોઈ પણ પ્રકારનું આકુળવ્યાકુળપણું રાખવું–થવું–તેને “દર્શન પરિષહ' કહ્યો છે. એ પરિષહ ઉત્પન્ન થાય તે તો સુખકારક છે; પણ જો ઘીરજથી તે વેદાય તો તેમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ થાય છે.” (વ.પ્ર.૩૧૭) તે જીવ સમ્યગ્દર્શન એટલે ભેદજ્ઞાનને ચિંતવે છે. જેમ કે : Page #172 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ “જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહીં, ત્રણે કાળ ચ ભાવ." શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર સમ્યગ્દર્શનની યોગ્યતા માટે ત્યાગવૈરાગ્યને વધારે છે કેમ કે :– “ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન.' શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ત્યાગ વૈરાગ્ય વધારીને ગુરુગમ એટલે ગુરુએ આપેલ સમજને યથાર્થ ઘારણ કરી તે જીવ દૃષ્ટિ એટલે સમ્યગ્દષ્ટિવંત બને છે. સમ્યગ્દર્શનની યોગ્યતા મેળવવા શ્રીમદ્લ જણાવે છે કે— “કોઈ પણ પ્રકારની આકુળતા વિના વૈરાગ્યભાવનાએ, વીતરાગભાવે, જ્ઞાની વિષે પ૨મભક્તિભાવે સત્શાસ્ત્રાદિક અને સત્સંગનો પરિચય કરવો હાલ તો યોગ્ય છે.’’ (વ.પૃ.૩૧૮) ૧૫૨ એવો જીવ સ્વપ્નમાં પણ જે સમ્યગ્દર્શન એટલે દેહ તે હું નહીં પણ આત્મા છું એવા ભાવને સમ્યક્ વિચારવર્ડ ઘારી રાખે છે પણ દૂષિત કરતા નથી, તે જીવ સમ્યક્દ્ભાવમાં સદા રમી સર્વ કર્મ ખપાવીને શિવનારી એટલે મોક્ષરૂપી લક્ષ્મીને પામે છે. એ વિષે શ્રીમદ્ જણાવે છે – “અજ્ઞાનદશારૂપ સ્વપ્નરૂપયોગે આ જીવ પોતાને, પોતાનાં નહીં એવા બીજાં દ્રવ્યને વિષે સ્વપ માને છે; અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે; અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સત્પુરુષાદિ સાઘન કહ્યાં છે; અને તે સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે, વધારે શું કરીએ? આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટયો એમાં કંઈ સંશય નથી. એ જ વિનંતી.’” (વ.પૃ.૪૩૬) II૪॥ સમ્યગ્દર્શન શુદ્ધ ઘરે નર તે વર કા૨ણ મોક્ષતણું લે, તેથી ગણાય જ જીવન્મુક્ત, મહાગુણવંત સુજાણ ગણું તે; તે વીર, ધન્ય, કૃતાર્થ, મનુષ્ય, સુપંડિત, આર્ય, મુમુક્ષુ, સુષ્ટિ, જે જડ, ચેતન ભાવ વિચારી, ગણે નિજ જીવન આતમપુષ્ટિ. અર્થ :- જે મુમુક્ષુ સમ્યગ્દર્શનને શુદ્ધ રીતે ધારણ કરે છે તે મોક્ષપ્રાપ્તિના વર એટલે શ્રેષ્ઠ કારણને પામે છે. તેથી તે જીવનમુક્ત ગણાય છે. તે જ મહાગુણવંત અને સુજાણ એટલે જીવાદિ તત્ત્વને સમ્યક્રીતે જાણનારો છે. તે જ વીર ધન્ય અને કૃતાર્થ છે. તે જ માનવપણાને સમજ્યો છે, તે જ ખરો પંડિત, આર્ય, મુમુક્ષુ કે સુદૃષ્ટિવાળો જીવ છે કે જે જડ ચેતનભાવને વિચારી પોતાના જીવનને આત્માની પુષ્ટિ અર્થે જ ગાળે છે. જ “મૈં સર્વોત્કૃષ્ટ સુખના સેતુભૂત સમ્યક્દર્શન! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે. તારા પરમાનુસાથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો.” (પૃ.૮૨૪) INIT લાભ ત્રિલોકતો ન અધિક ગણો યદિ સમ્યગ્દર્શન આવે, રાજ્ય ત્રિલોકતણું ઘૂંટી જાય, જરૂર સુદર્શન મોક્ષ અપાવે; Page #173 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સમ્યગ્દર્શન ૧ ૫૩ સૈન્ય પરીષહનું બહુ હોય છતાં નહિ સમ્યગ્દષ્ટિ ડરે છે, મૃત્યુ-પળે પણ સમ્યગ્દર્શન જે ન ભેંલે, સુસમાધિ વરે તે. અર્થ - જો સમ્યગ્દર્શન જીવને પ્રાપ્ત થાય તો એ ત્રણેય લોકના રાજ્ય મળવા કરતાં પણ અધિક છે. મળેલું ત્રણ લોકનું રાજ્ય તો છૂટી જાય પણ સમ્યગ્દર્શન જીવને જરૂર મોક્ષ અપાવે છે. ગમે તેટલા પરિષહ-કોની સેના હોય છતાં પણ સમ્યવ્રુષ્ટિ આત્માઓ તેથી ડરતા નથી. મૃત્યુના પળે પણ જે સમ્યગ્દર્શન એટલે આત્મભાવને ભૂલતા નથી તે પુણ્યાત્મા સમ્યપ્રકારે સમાધિમરણને સાથે છે. દા. સમ્યગ્દર્શન, સંયમ, જ્ઞાન અને તપ જ્ઞાનની ભક્તિથી આવે, જેમ વિધિથી અનાજન વાવણી વૃષ્ટિ વડે બહુ પાક પકાવે; સમ્યગ્દર્શન-વાહન-આરૂંઢ, સંવર-બખ્તર સંયમ ઘારે, જ્ઞાનઘનુષ્ય સજી તપ-બાણ ચલાવી અરિરૂપ કર્મ વિદારે. અર્થ – સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સંયમ એટલે સમ્મચારિત્ર તથા સમ્યક્ તપ એ બધું જ્ઞાનીની ભક્તિથી આવે છે. કેમકે શ્રીમદ્જીએ જણાવ્યું છે કે – “ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે. નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે.” (વ.પૃ.૪૩૦) “આસપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિકર, સ્વચ્છંદનિરોઘપણે આપ્તપુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સમકિત કહ્યું છે.” (વ.પૃ.૫૭૦) જેમ વિધિપૂર્વક પ્રથમ અનાજની વાવણી કરવામાં આવે, અર્થાત્ ખેતર ખેડીને સમયસર બીજ વાવવામાં આવે તો વૃષ્ટિ થયે તેના વડે ઘણો અનાજનો પાક મેળવી શકાય છે. તેમ જ્ઞાની ભગવંત પ્રત્યેના ગુણાનુરાગ સહિત આજ્ઞાની વિધિપૂર્વક સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપની આરાધના કરવામાં આવે તો ઘણો લાભ મેળવી શકાય છે. સમ્યક્દર્શનરૂપ વાહન પર આરૂઢ થઈ કર્મ આવવાના દ્વારને રોકવા માટે સંવરરૂપ બખ્તર પહેરીને સંયમી પુરુષ જ્ઞાનરૂપી ઘનુષ્યને સજ્જ કરી, તારૂપી બાણ ચલાવી કર્મરૂપી શત્રુઓનું વિદારણ કરે છે અર્થાત્ તેમને વીંધીને હણી નાખે છે. IIણા સંયમયુદ્ધ વિષે જીતી તે વર શાશ્વત રાજ્ય અનુપમ પામે, ક્ષાયિક સમ્યગ્દર્શન આદિ અનંત ચતુષ્ટયવંત સુનામે; દેહ તજી, નહિ દેહ ઘરે ફરી, દેહરહિત રહે નિજભાવે, એર્વી અલૌકિક ઉત્તમ લક્ષ્મય શાશ્વ સમ્યગ્દર્શન લાવે. અર્થ:- સંયમરૂપી યુદ્ધમાં ઇન્દ્રિયો અને મનને જીતી તે વીર પુરુષ શાશ્વત એવા મોક્ષના અનુપમ રાજ્યને પામે છે. મોક્ષ રાજ્યમાં મળેલ આત્મિક રિદ્ધિ તે ક્ષાયિક સમ્યગ્દર્શન તથા ચારેય ઘાતીયાકર્મના ક્ષય થવાથી ઉત્પન્ન થયેલ તે અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય નામની શક્તિઓ પણ ત્યાં પ્રગટ થયેલ છે. તે પુણ્યાત્મા કેવળજ્ઞાન પ્રગટ થવાથી હવે દેહ તજી ફરી નવો દેહ ધારણ કરશે નહી. પણ દેહરહિત પોતાના શુદ્ધ આત્મભાવમાં જ નિરંતર વાસ કરીને રહેશે એવી અલૌકિક ઉત્તમ શાશ્વત મોક્ષ લક્ષ્મીને આપનાર તો સમ્યગ્દર્શન જ છે. IIટા. ઇન્દ્રિય-વિષય-ઇચ્છક, આત્મિક સુંખ ચહે નહિ તે નિજ વેરી, જેમ તજી અમ, નંદન બાગ વિષે, વિષપાન કરે જન ઝેરી. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧ ૫૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ દુર્લભ ચંદન બાવળ માફક મૂરખ રાખ કરી રડવાનો, તેમજ વિષયલોભ વિષે ભવ દુર્લભ હે! જીંવ, વ્યર્થ જવાનો. અર્થ :- પાંચ ઇન્દ્રિયના વિષયનો ઇચ્છક જીવ આત્મિક સુખને ચાહતો નથી, તે પોતે જ પોતાનો વૈરી બને છે. “વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્ત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે?” (વ.પૂ.૬૨૦) જેમ મનુષ્યભવરૂપી નંદન બાગમાં આવી કોઈ અમૃત પીવાનું મૂકી દઈ વિષપાન કરે તેના જેવું છે. અથવા દુર્લભ એવા ચંદનના લાકડાને બાવળની જેમ બાળીને રાખ કરવાથી અંતે રડવાનો વખત આવે; તેમ હે જીવ! પાંચ ઇન્દ્રિયોના વિષયમાં ગાળેલ દુર્લભ એવો મનુષ્યભવ વ્યર્થ ખોવાથી અંતે દુર્ગતિમાં રડવાનો જ સમય આવશે. ગાલા રત્ન ન લે જન રત્નબૅમિ જઈ, સંગ્રહ કાષ્ઠ તણો કર લાવે, ઘર્મ તજી, ભવ ભોગ-પરિગ્રહ-સંગ્રહમાં નર તેમ ગુમાવે; પથ્થર-ભાર સમાન ગણો શમ, સંયમ, બોઘ, તપાદિ ગુણો યે સમ્યગ્દર્શન યુક્ત બઘા ગુણ રત્ન સમાન અમૂલ્ય ગણો એ. અર્થ :- રત્નભૂમિમાં જઈને પણ જે જીવ રત્નોને ન લેતા, કાષ્ઠ એટલે લાકડાના ભારાનો જ સંગ્રહ કરીને લાવે, તેમ ઘર્મ તજી આ મનુષ્યભવને ભોગ તથા પરિગ્રહના સંગ્રહમાં જે જીવ વ્યર્થ ગુમાવે તે પણ તેના જેવું જ આચરણ કરે છે. તે સંબંધી પરમકૃપાળુદેવ દ્રષ્ટાંતથી જણાવે છે : “ચાર કઠિયારાના દ્રષ્ટાંતે ચાર પ્રકારના જીવો છે –ચાર કઠિયારા જંગલમાં ગયા. પ્રથમ સર્વેએ કાષ્ઠ લીઘા. ત્યાંથી આગળ ચાલ્યા કે સુખડ આવી. ત્યાં ત્રણે સુખડ લીધી. એક કહે “એ જાતના લાકડાં ખપે કે નહીં, માટે મારે તે લેવાં નથી, આપણે રોજ લઈએ છીએ તે જ મારે તો સારાં.' આગળ ચાલતાં સોનુરૂપું આવ્યું. ત્રણમાંથી બેએ સુખડ નાખી દઈ સોનુંરૂપું લીધું, એકે ન લીધું. ત્યાંથી આગળ ચાલ્યા કે રત્નચિંતામણિ આવ્યો. બેમાંથી એકે સોનું નાખી દઈ રત્નચિંતામણિ લીઘો. એકે સોનુ રહેવા દીધું. (૧) આ જગ્યાએ એમ દ્રષ્ટાંત ઘટાવવું કે જેણે લાકડાં જ લીઘા અને બીજાં ન લીધું તે પ્રકારનો એક જીવ છે; કે જેણે લૌકિક કર્મો કરતાં જ્ઞાની પુરુષને ઓળખ્યા નહીં; દર્શન પણ કર્યા નહીં; એથી તેનાં જન્મ જરા મરણ પણ ટળ્યાં નહીં; ગતિ પણ સુઘરી નહીં. (૨) સુખડ લીધી અને કાષ્ઠ મૂકી દીધાં ત્યાં દ્રષ્ટાંત એમ ઘટાવવું કે જેણે સહેજે જ્ઞાનીને ઓળખ્યા, દર્શન કર્યા તેથી તેની ગતિ સારી થઈ. (૩) સોનું આદિ લીધું તે દ્રષ્ટાંત એમ ઘટાવવું કે જેણે જ્ઞાનીને તે પ્રકારે ઓળખ્યા માટે તેને દેવગતિ પ્રાપ્ત થઈ. (૪) રત્નચિંતામણિ જેણે લીઘો તે દ્રષ્ટાંત એમ ઘટાવવું કે જે જીવને જ્ઞાનીની યથાર્થ ઓળખાણ થઈ તે જીવ ભવમુક્ત થયો.” (વ.પૃ.૯૯૦) શમ એટલે કષાયનું ઉપશમન, સંયમ એટલે ઇન્દ્રિયો, મન આદિનો સંયમ, સપુરુષનો બોઘ તથા તપ આદિ ગુણો એ સર્વ સમ્યગ્દર્શન વગર પથ્થરના ભાર સમાન ગણાય છે. જ્યારે સમ્યગ્દર્શન યુક્ત એ બઘા ગુણો અમૂલ્ય રત્ન સમાન ગણવામાં આવે છે. “શમ, બોઘ, વૃત, તપાદિ ગુણ, પાષાણ-ભાર-સમા વૃથા, પણ તેજ જો સમ્યકત્વયુત તો પૂજ્ય ઉત્તમ મણિ યથા.” -આત્માનુશાસન /૧૦ના છે જીંવ કર્મ-મલિન અનાદિથ, બંઘન આઠ રીતે કરતો એ; આસ્રવ, બંઘતણું બીજ, તે પણ ક્રોઘ, મદાદિ થકી ઘરતો તે; Page #175 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સમ્યગ્દર્શન ૧ ૫ ૫ તે પણ અવ્રતથી પજે, બીજ એક કુદર્શન સર્વ તણું છે. ઉત્તમ યોગથી એક સુદર્શન જીવ લહે, બીજ મોક્ષતણું તે. અર્થ – અનાદિકાળથી જીવ કર્મ વડે મલિન છે. તે આઠ પ્રકારે નવિન કર્મનો બંઘ કરે છે. કર્મોનો આશ્રવ છે તે જ કર્મબંઘનું બીજ છે. તે કર્મોના આશ્રવ પણ ક્રોધ, માન, માયા, લોભાદિ ભાવોથી થાય છે. તે કષાયભાવો પણ જીવમાં અવ્રત એટલે અસંયમ હોવાથી ઊપજે છે. તે અસંયમભાવ વગેરે સર્વનું બીજ એકમાત્ર કુદર્શન અર્થાત્ મિથ્યાત્વ છે. ઉત્તમ જ્ઞાની પુરુષનો યોગ પ્રાપ્ત થયે જો જીવ સુદર્શન એટલે સમ્પ્રદર્શનને પ્રાપ્ત કરી લે તો તે મોક્ષસુખના બીજને પામ્યો એમ ગણવા યોગ્ય છે. I૧૧ાા સમ્યગ્દર્શન-કારણ-યોગ સમ્યજ્ઞાન પ્રમાણ બનાવે, સર્વ પદાર્થ-પ્રકાશક જ્ઞાન જ હિત-અહિત યથાર્થ જણાવે. હિત-અહિત-વિચારક કુશીલ છોડ, સુશીલ ઘરે પુરુષાર્થી, શીલ મહોદય દે, પછી ઉત્તમ મોક્ષતણાં સુખ લે પરમાર્થી. અર્થ - સમ્યક્દર્શનના કારણ વડે જ સમ્યજ્ઞાન પ્રમાણભૂત બને છે. તથા સર્વ પદાર્થ પ્રકાશક એવું સમ્યકજ્ઞાન જ આત્માને હિત કે અહિતરૂપ શું છે તે યથાર્થ જણાવે છે. હિત અહિતનો વિચારક એવો પુરુષાર્થી જીવ તે કુશીલ એટલે ખરાબ આચરણને તજી સુશીલ એટલે સદાચાર અથવા સમ્યક્રચારિત્રને ઘારણ કરે છે. પછી શીલ એટલે સ્વરૂપમાં રમણતારૂપ સમ્યક્રચારિત્રનો મહાન ઉદય થયે તે પરમાર્થપ્રેમી જીવ મોક્ષતણાં ઉત્તમ સુખને પામે છે. (૧૨ાા તે ત્રણ લોક વિષે ય પ્રઘાન ગણાય સુપંડિત પામ સુદ્રષ્ટિ, શાશ્વત સુંખ-નિશાન જ કેવળજ્ઞાન લહે શિવ-સાઘન-પુષ્ટિ; ઇન્દ્રિય વિષયમાં મન જેમ ઘરે રતિ, તેમ રમે નિજ ભાવે, તો નહિ મોક્ષ અતિ Èર; એમ મહાપુરુષો ર્જીવને સમજાવે. અર્થ :- સુદ્રષ્ટિ એટલે સમ્યગ્દર્શન પામેલ જીવ ત્રણેય લોકમાં પ્રઘાન ગણાય છે. તે જ સુપંડિત અર્થાત સાચો વિદ્વાન છે કે જેણે પોતાના સ્વરૂપને યથાર્થ ઓળખી લીધું. એવો જીવ શિવસાઘનની પુષ્ટિ કરીને અર્થાત્ મોક્ષ પ્રાપ્તિના સાઘન જે જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ છે તેને સેવી શાશ્વત સુખનો ભંડાર એવું કેવળજ્ઞાન જ છે, તેને પામે છે. ઇન્દ્રિયોના વિષયોમાં મન જેમ અતિ રાગપૂર્વક પ્રવર્તે છે તેમ જો પોતાના આત્મભાવમાં રમે તો મોક્ષપ્રાપ્તિ અતિ દૂર નથી. એમ મહાપુરુષો જીવને સમજાવે છે. “કામ વીર્ય વશે જેમ ભોગી, તેમ આતમ થયો ભોગી રે; શૂરપણે આતમ ઉપયોગી, થાય તેહણે અયોગી રે. વીરજીને ચરણે લાગું, વીરપણું તે માંગુ રે.” -શ્રી આનંદઘનજી ૧૩ નિર્મળતા સ્થિરતાદિ ગુણો ગણ સમ્યગ્દર્શન જો ત્રણ ભેદ, આત્મપ્રતીતિ બઘાય વિષે ગણ, ક્ષાયિક ભેદ બહુ બળને દે; અંશથી સિદ્ધપણું પ્રગટાવત એ જ રુચિ કહીં મોક્ષની સામે; તેથી મલિનપણે પ્રતીતિ ક્ષય-ઉપશમે વળ વેદક નામે; Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧ ૫ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - નિર્મળતા, સ્થિરતા આદિ ગુણોથી ગણીએ તો સમ્યગ્દર્શનના ત્રણ ભેદ થાય છે. તે ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક સમ્યગ્દર્શન છે. આત્માની પ્રતીતિ એટલે શ્રદ્ધા તો ત્રણેય સમકિતમાં છે. પણ તેમાં ક્ષાયિક સમ્યગ્દર્શન નામનો ભેદ તો આત્માને બહુ બળ આપે છે. તેને ઘારણ કરનારની આત્મપ્રતીતિ કદી જતી નથી. સમ્યગ્દર્શન અંશથી સિદ્ધપણાને પ્રગટ કરે છે. અર્થાત્ સિદ્ધ ભગવંતો કેવું સુખ અનુભવે છે તેનો અંશ અનુભવ કરાવે છે. કેમકે “સર્વ ગુણાંશ તે સમકિત.' એમ કહ્યું છે. આત્માના સુખનો અનુભવ થયે તેમાં સદા રહેવાની રૂચિ ઉત્પન્ન થાય છે. અને તે જ જીવને મોક્ષની સન્મુખ કરે છે. ક્ષયોપશમ સમ્યગ્દર્શનમાં મલિનપણે આત્માની પ્રતીતિ છે. કેમકે ત્યાં સમકિત મોહનીયનો ઉદય હોય છે. વળી વેદક નામનું પણ સમ્યગ્દર્શન છે, જે ક્ષાયિક સમ્યગ્દર્શન થતાં પહેલાં અલ્પ પુદ્ગલનું જ્યાં વેદવું રહ્યું છે તેને કહેવાય છે. “નિજ સ્વભાવજ્ઞાનમાં કેવળ ઉપયોગે, તન્મયાકાર, સહજસ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે “કેવળજ્ઞાન” છે. તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે “સમ્યકત્વ” છે. નિરંતર તે પ્રતીતિ વર્યા કરે તે “ક્ષાયિકસમ્યકત્વ” કહીએ છીએ. ક્વચિત્ મંદ, ક્વચિત્ તીવ્ર, ક્વચિત્ વિસર્જન, ક્વચિત્ સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને “ક્ષયોપશમ સમ્યકત્વ' કહીએ છીએ. તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યાં નથી; ત્યાં સુધી “ઉપશમ સમ્યકત્વ' કહીએ છીએ. આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય છે, તેને “સાસ્વાદન સમ્યકત્વ” કહીએ છીએ. અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અલ્પ પુગલનું વેદવું જ્યાં રહ્યું છે, તેને ‘વેદક સમ્યકત્વ' કહીએ છીએ. તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવ સંબંઘી અહંમમત્વાદિ, હર્ષ, શોક, ક્રમે કરી ક્ષય થાય.” (વ.પૃ.૭૨૦) I/૧૪ો. કાળ ઘણો રહી ક્ષાયિક રુચિ બને; કર્દી કર્મ-કુસંગથી ભૂલે, તો ભટકે ભવમાં પણ આખર ક્ષાયિક દૃચિથી કૈવલ્ય તે લે; ઔપશમિક સમ્યકત્વ ટકે નહિ બે ઘડીયે, પણ નિર્મળ સારું, થાય ક્ષયોપથમિક કદાચિત, ભ્રાંતિ વિષે પણ તે પડનારું. અર્થ :- ક્ષયોપશમ સમકિત ઘણા કાળ સુધી એટલે છાસઠ સાગરોપમ સુધી પણ રહી શકે છે. તેમાંથી ક્ષાયિક સમ્યગ્દર્શન થઈ શકે છે. પણ કર્મના કુસંગથી જો કદી જીવ સ્વભાવને ભૂલી જાય અને સમકિતને વમી નાખે તો ફરીથી સંસારની ચાર ગતિઓમાં ભટકવા લાગે છે. છતાં પણ આખરે ક્ષાયિક સમ્યગ્દર્શન પામી તે જીવ કૈવલ્યજ્ઞાનને પ્રાપ્ત કરે છે. ઔપશમિક સમ્યગ્દર્શન બે ઘડી એટલે અડતાલીસ મિનિટ સુધી પણ ટકી શકતું નથી, પણ તેની નિર્મળતા સારી છે. કારણ ત્યાં દર્શન મોહનીય કર્મની સાતેય પ્રકૃતિ ઉપશમ પામેલી છે, એકનો પણ ત્યાં ઉદય નથી. બે ઘડીની અંદર ઔપથમિક સમ્યકત્વમાંથી કાંતો તે ક્ષયોપથમિક સમ્યકત્વમાં આવે છે અથવા ફરી તે આત્મભ્રાંતિને પામી મિથ્યાત્વમાં ચાલ્યો જાય છે. ૧૫ા. સમ્યગ્દર્શન નિશ્ચયથી ક્ષણ એક કદી ઑવ પામી જશે જે, પુદ્ગલ અર્થ પરાવર્તને પણ નિયમથી ગણ સિદ્ધ થશે તે; એ જ અલૌકિક ભાવ સુથર્મતણો દૃઢ રંગ કદી નહિ છૂટે, નામ કહો બીજ ભક્તતણું, ન અનંત જુગો ભમતાં ય વછૂટે. અર્થ :- સમ્યગ્દર્શને નિશ્ચથી એટલે આત્માનુભવરૂપે એક ક્ષણ માત્ર પણ એટલે રાઈનો દાણો Page #177 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સમ્યગ્દર્શન ૧૫૭ ગાયના શીંગડા પર ટકે તેટલી વાર પણ જે જીવ પામી જશે તે નિયમથી કેવળજ્ઞાનને પામશે. ઉપદેશછાયા'માં આ વિષે શ્રીમદ્જી જણાવે છે કે : સમકિતને ખરેખરું વિચારે તો નવમે સમયે કેવલજ્ઞાન થાય; નહીં તો એક ભવમાં કેવળજ્ઞાન થાય; છેવટે પંદરમે ભવે કેવળજ્ઞાન થાય જ. માટે સમકિત સર્વોત્કૃષ્ટ છે.” (વ.પૃ.૭૨૨) તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી. અનંત સંસાર નથી, સોળ ભવ નથી, અત્યંતર દુઃખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મોહિની નથી, સત્ સત્ નિરુપમ, સર્વોત્તમ શુક્લ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન; સમ્યક જ્યોતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સસ્વરૂપદર્શિતાની બલિહારી છે! જ્યાં મતભેદ નથી; જ્યાં શંકા, કંખા, વિડિગિચ્છા, મૂઢદ્રષ્ટિ એમાંનું કાંઈ નથી. છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી. છે તે.” (વ.પૃ.૨૦૬) જો કદી જીવ સમ્યગ્દર્શનને વમી નાખે અર્થાતુ છોડી દે તો પણ તે ફરીથી આત્મજાગૃતિ પામી અદ્ધપુદ્ગલ પરાવર્તનમાં તો સિદ્ધ ગતિને પામશે જ એવો નિયમ છે. સમ્યદર્શનનો ભાવ તે અલૌકિક ભાવ છે. એ આવે સમ્યક આત્મઘર્મનો દ્રઢ રંગ કદી છૂટતો નથી. નવપદજીની પૂજામાં શ્રી યશોવિજયજી મહારાજ જણાવે છે કે : સમ્યગ્દર્શન તેહ નમી જે, જિન ઘર્મે દ્રઢ રંગ રે, ભવિકા સિદ્ધચક્ર પદ વંદો.”-પૂજાસંચય (પૃ.૧૭૪) તે સમ્યકત્વને ભક્તતણું બીજ કહો અર્થાત્ આ સમકિતનું બીજ જો ભક્તના હૃદયમાં રોપાઈ ગયું એટલે કે તેને એકવાર જો આત્માનો અનુભવ થઈ ગયો અને કદાચ મોહવશ તે સમકિતને વમી નાખી અનંત યુગો સુથી સંસારમાં ભટકે તો પણ તે બીજ તેના અંતરમાંથી જતું નથી. કારણ કે તે જીવના મોહનીય કર્મના હવે ત્રણ ટુકડા થઈ ગયા. ફરીથી કદી તે અનાદિ મિથ્યાત્વી થવાનો નથી. તે ત્રણ ટૂકડા મિથ્યામોહનીય મિશ્રમોહનીય અને સમકિત મોહનીયરૂપે ગણાય છે. જ્ઞાન બે પ્રકારનાં છે - એક બીજભૂત જ્ઞાન; અને બીજું વૃક્ષભૂત જ્ઞાન. પ્રતીતિએ બન્ને સરખાં છે; તેમાં ભેદ નથી. વૃક્ષભૂત જ્ઞાન, કેવળ નિરાવરણ થાય ત્યારે તે જ ભવે મોક્ષ થાય; અને બીજભૂત જ્ઞાન થાય ત્યારે છેવટે પંદર ભવે મોક્ષ થાય.” (વ.પૃ.૭૦૮) /૧૬ સમ્યદ્રષ્ટિ જ સાહસ આ કરતા ડરતા નહિ જો જગ ડોલે, તેમ પડે નભથી કદી વજ ચઢે જનનાં મન તો ચગડોળે. નિર્ભય સમ્યગ્વષ્ટિ સદા, ભય મૃત્યુ તણો ઉરમાં નહિ ઘારે; જ્ઞાનશરીર અવધ્ય સદા ગણ નિજ અનુભવને ન વિસારે. અર્થ - જે સમ્યદ્રષ્ટિ હોય છે તે જ આ સાહસ કરે છે કે આખું જગત ડોલવા લાગે અર્થાત્ પ્રલયકાળ આવી જાય તો પણ તે ડરતા નથી. કદાચ નભ એટલે આકાશમાંથી વજ પડે તો મનુષ્યોના મન તો ચગડોળે ચઢી ચક્કર ખાવા લાગી જાય, પણ સમ્યવ્રુષ્ટિ તો તે સમયે પણ નિર્ભય હોય છે, કેમકે તેમના હૃદયમાં મૃત્યુનો ભય હોતો નથી. તે તો આત્માના જ્ઞાનરૂપી શરીરને અવધ્ય જાણી અર્થાત્ આત્માને કોઈ છેદી ભેદી શકે નહીં એમ જાણી, પોતાને થયેલા આત્મ અનુભવને તે કદી ભૂલતા નથી. ||૧૭ી. પ્રાણ ફૂંટ્યાથી કહે જન મૃત્યુ, છતાં જીવ ચેતન-પ્રાણથી જીવે; જ્ઞાન જ ચેતનરૂપ સદા, નહિ જ્ઞાનપ્રકાશ હણાય કદીયે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ આમ મરે નહિ જીવ કદી, ભય જ્ઞાન સમીપ કદી નહિ આવે, જ્ઞાન જ નિત્ય નિઃશંકપણે સહજે સમજુ જન તો મન લાવે. અર્થ – હવે આગળની ગાથાઓમાં સમ્યગ્દર્શનના આઠ અંગ જણાવે છે. તેમાં પ્રથમ નિઃશંકિત અંગનું સ્વરૂપ સમજાવે છે. કર્મ સંયોગે જીવની સાથે રહેલ પાંચ ઇન્દ્રિયો, મનબળ, વચનબળ, કાયબળ તથા શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ દશ પ્રાણનો નાશ થવાથી માણસનું મૃત્યુ થયું એમ લોકો કહે છે. છતાં જીવ તો પોતાના ચેતન પ્રાણથી સદા જીવતો રહે છે. આત્માનું જ્ઞાન જ ચેતનરૂપ છે. તેનો જ્ઞાનપ્રકાશ કદી હણાતો નથી. આમ જીવનું કદી મૃત્યુ થતું નથી. તે તો સદા અજર અમર અને અવિનાશી છે. તેથી મરણનો ભય જ્ઞાનીપુરુષ સમીપે કદી આવતો નથી. આત્માનું જ્ઞાન જ ત્રિકાલિક હોવાથી તે સદા નિત્ય છે એમ નિઃશંકપણે સહજે સમ્યફષ્ટિ સમજુ જન તો મનમાં લાવે છે. એમ નિશ્ચયથી સમ્યકદ્રષ્ટિનું આ નિઃશંકિત નામનું પહેલું અંગ છે. ૧૮ દેહ કપાય ભલે છૂટી જાય, સડે, બગડે ય, ભલે બળી જાતો; જેમ થનાર થશે, નહિ એ મુજ-જ્ઞાની ન સાત ભયે ગભરાતો. કર્મ-વિપાક અનેક રીતે જિન વર્ણવતા, નહિ તે મુજ ભાવો, આત્મસ્વભાવ સુદ્રષ્ટિ ગણે નિજ; એક જ જ્ઞાન વિષે મન લાવો. અર્થ - ફરીથી એ જ અંગને સ્પષ્ટ કરે છે –દેહ કપાય કે ભલે છૂટી જાય, સડે બગડે કે ભલે બળી જાય, જેમ થવાનું હોય તે થાય, એ દેહ મારો નથી એમ જ્ઞાની માને છે. તેથી આલોકભય, પરલોકભય, મરણભય, વેદનાભય, અરક્ષાભય, અગુપ્તિભય કે અકસ્માતભય એ સાતે ભયથી તે ગભરાતા નથી. કર્મ વિપાક એટલે કર્મના ફળનું અનેક રીતે જિનેશ્વર ભગવાને વર્ણન કર્યું છે. તે કર્મના કારણ રાગદ્વેષના ભાવો છે. નિશ્ચયનયથી જોતાં તે ભાવો મારા નથી. મારો તો એક શુદ્ધ આત્મસ્વભાવ છે. એમ સમ્યકદ્રષ્ટિ માને છે. તે તો માત્ર એક આત્માના શુદ્ધ જ્ઞાન વિષે મનને રાખે છે. આ નિઃશંકિત અંગ ઉપર અંજનચોરની કથા પ્રસિદ્ધ છે તે નીચે પ્રમાણે છે : પહેલા નિઃશંકિત અંગ ઉપર અંજન ચોરની કથા – એક ઘનવંતર નામનો રાજા અને વિશ્વલોમ નામનો પુરોહિત બે મિત્ર હતા. રાજા જૈન ઘર્મી અને પુરોહિત વેદાંતી હતો. બેય દેહ છોડી અમિત પ્રભ અને વિદ્યુત પ્રભ નામના દેવ થયા. ત્યાં બેયની ચર્ચા થઈ કે કયો ઘર્મ શ્રેષ્ઠ. તે તપાસવા બેય ચકલારૂપે બની પહેલા વેદાંતના ત્રઋષિ જમદગ્નિ તપ કરતા હતા, તેની દાઢીમાં આવી બેઠા અને બોલ્યા કે અપુત્યાની ગતિ નથી. આ સાંભળી તેઓ ચલાયમાન થયા અને લગ્ન કર્યા. પછી બન્ને દેવો જિનદત્ત શેઠ ઉપવાસ કરી જ્યાં સ્મશાનમાં ધ્યાનમાં ઊભા હતા. તેમને આખી રાત ઉપસર્ગ કર્યા પણ તે ચલાયમાન થયા નહીં. તેથી દેવતાઓ તેમને આકાશગામિની વિદ્યા આપી સ્વર્ગે ગયા. માળી પાસેથી રોજ તે શેઠ ફુલ લઈને આકાશમાં ઊડતા જોઈ માળીએ તે વિદ્યા મને શીખવો કે જેથી હું પણ તમારી સાથે ભગવાનના દર્શન કરવા આવી શકું. તેથી શેઠે કહ્યું કે કાળી ચૌદસની રાત્રે વડની ડાળીએ ૧૦૮ દોરડાનું શીકું બાંઘી તેની નીચે જમીન પર તલવાર ભાલા વગેરે હથિયારો ઊભા ગોઠવવા. પછી શીકામાં બેસી નવકાર બોલીને એક એક દોરડાને કાપવું. તેમ કરવા જતાં માળીને શંકા થઈ કે જો વિદ્યા સિદ્ધ ન થઈ તો આ ભાલા તલવારથી મારું મૃત્યુ થઈ જશે. તેથી ત્યાં ચઢ ઊતર કરે છે. એટલામાં અંજનચોર જે વેશ્યા માટે Page #179 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સમ્યગ્દર્શન ૧૫૯ પ્રજાપાળ રાજાની રાણીનો હાર ચોરીને આવતાં કોટવાળે જોયો. તેથી હારને ત્યાં જ નાખી દઈ જે વડ નીચે માળી ચઢ ઊતર કરતો હતો ત્યાં આવીને બધી વાત પૂછી અને કહ્યું કે તને આ મંત્ર આપનાર પુરુષ સાચો છે? માળી કહે હું તેમને રોજ આકાશમાં ઊડતા જોઊં છું. ત્યારે અંજનચોર કહે તો લાવ મને શીકામાં બેસવા દેએણે બેસીને મંત્ર બોલતા એક સાથે જ ૧૦૮ દોરીઓ કાપી નાખી એટલે તુરંત વિદ્યા સિદ્ધ થઈ. અંજને વિદ્યાને કહ્યું કે મને આ મંત્ર આપનાર શેઠ પાસે લઈ જા. વિદ્યા ત્યાં લઈ ગઈ. શેઠને બથી હકીકત જણાવીને અંજનચોરે મુક્તિનો ઉપાય બતાવવા કહ્યું. ત્યારે શેઠ તેને ચારણ મુનિ પાસે લઈ ગયા. તેમણે માત્ર સાત દિવસનું આયુષ્ય બાકી છે એમ જણાવ્યું. તેથી દીક્ષા લઈ કેવળ જ્ઞાન પ્રગટાવી શીધ્ર મુક્તિને પામ્યા. એમ સત્ય વસ્તુ મળતાં નિઃશંકપણે ઘર્મની પૂર્ણ આરાધના કરવાથી તત્કાળ મોક્ષ મેળવી શકાય છે. ૧૯ો. ભોગર્વી ચીજ ભેંલે સમજું જન, ભાવિ તણી નહિ લાલચ રાખે. હાલ મળેલ પદાર્થ ચહે નહિ, હેય ગણે રતિભાવ ન ચાખે; રોગ સમાન ગણે સહુ ભોગ સુદ્રષ્ટિ ત્રિકાળ અનિચ્છક માનો, જે પરલોક તથા પરભાવ ચહે નર સમ્યવ્રુષ્ટિ જ શાનો? હવે બીજાં નિષ્કાંક્ષિત અંગ છે, તેનું વર્ણન કરે છે : અર્થ – સમા પુરુષો એટલે જ્ઞાની પુરુષો ભોગવેલ વસ્તુ પાંચ ઇન્દ્રિયોના વિષયો આદિને ભૂલી જાય છે, ભવિષ્યમાં તેની લાલચ રાખતા નથી. વર્તમાનમાં મળેલ પદાર્થને પણ અંતરથી ચાહતા નથી, સર્વને હેય ગણે છે, તેના પ્રત્યે રતિભાવ એટલે આસક્તિપૂર્વક રાગભાવ રાખતા નથી. ઘર્મ જનિત પણ ભોગ ઇહાં તેમ લાગે અનિષ્ટ તે મનને રે, એ ગુણ રાજતણો ન વિસારું વાલા સંભારુ દિનરાત રે.” -આઠ દૃષ્ટિની સઝાય પુણ્યથી મળેલ ભોગોને પણ તે તો મનથી અનિષ્ટ માને છે. સર્વ ભોગોને તે રોગ સમાન ગણે છે. “ભોગ બૂરે ભવરોગ બઢાવે, વૈરી હૈ જગ જી કે; બૈરસ હોય વિપાક સમય, અતિ સેવત લાગે નીકે.” -છહ ઢાલા એવા સમ્યક દ્રષ્ટિ પુરુષોને ત્રણે કાળમાં અનિચ્છક એટલે નિષ્કાંક્ષિત અંગવાળા માનો. પણ જે દેવલોકાદિ પરલોકના સુખને ઇચ્છે તથા પરભાવ એવા રાગદ્વેષમાં જ આનંદ માને તે નર સમ્યવ્રુષ્ટિ શાના? અર્થાત્ પરપદાર્થમાં જ તેની સુખબુદ્ધિ હોવાથી તે નર સમ્યક દ્રષ્ટિવાન ગણાય નહીં. આ નિષ્કાંક્ષિત અંગ ઉપર અનંતમતીની કથા પ્રચલિત છે તે નીચે પ્રમાણે છે : બીજા નિષ્કાંક્ષિત અંગ ઉપર અનંતમતીની કથા – શેઠ પ્રિયદત્ત અને માતા અંગવતીની પુત્રી અનંતમતી હતી. પિતાએ આચાર્ય પાસે આઠ દિવસનું બ્રહ્મચર્ય વ્રત લેતા અનંતમતીને પણ તે પ્રમાણે વ્રત ગ્રહણ કરાવ્યું. અનંતમતી મોટી થઈ. સગપણ વખતે તેણીએ કહ્યું મારે તો બ્રહ્મચર્ય વ્રત છે. પિતા કહે તે તો માત્ર આઠ દિવસનું વ્રત લીધું હતું. અનંતમતી કહે – આચાર્યું એવું કાંઈ સ્પષ્ટ કર્યું નહોતું. માટે મારે તો આજીવન બ્રહ્મચર્ય વ્રત છે. પછી હમેશાં તે વિદ્યાકળા અને શાસ્ત્રાભ્યાસમાં વખત ગાળવા લાગી. એક વખત બગીચામાં હીંચકા ખાતા વિદ્યાઘરના રાજાએ તેને જોઈ. તેના પર મોહિત થવાથી તેને ઉપાડી લઈ જતો હતો, તેટલામાં તેની સ્ત્રીને સામે આવતા જોઈ અનંતમતીને લઘુ વિદ્યા આપીને મહા અટવીમાં છોડી દીધી. ત્યાં ભીલોનો રાજા આવ્યો. તેણે તેણીની સાથે રાત્રે દુર્વ્યવહારના વિચાર કરતાં તેના શિયળના Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ પ્રભાવે વનદેવતાએ ભિલ્લને મારવા માંડ્યો. તેથી તેને કોઈ દેવી જાણી ત્યાંથી જતા વેપારીને આપી દીઘી. તે વ્યાપારીએ પણ તેની સાથે પરણવાની ઇચ્છા દર્શાવી, પણ અનંતમતીએ માન્યું નહીં. તેથી તેને વેશ્યાને ત્યાં આપી. ત્યાં પણ વેશ્યા થવા સંમત થઈ નહીં. તેથી સિંહરાજ રાજાને આપી. રાજાએ રાત્રે બળાત્કાર કરતાં નગરદેવતાએ આવી રાજાને ઉપસર્ગ કર્યો. તેથી ભય પામીને રાજાએ તેને ઘરની બહાર છોડી દીધી. ત્યાં રૂદન કરતી જોઈને કમલશ્રી સાધ્વીએ પોતાની પાસે રાખી. આટલા ઉપસર્ગ થયા છતાં વિઘાઘરે આપેલ વિદ્યાનો ઉપયોગ કર્યો નહીં. અથવા શિયળ ઘર્મથી મને દેવદેવી મદદ કરે એવી ઇચ્છા પણ કરી નહીં. એ તેનો નિષ્કાંક્ષિત ગુણ હતો. હવે અનંતમતીના પિતા શોકના કારણે તીર્થયાત્રાઓ કરતાં જ્યાં અનંતમતી છે ત્યાં આવી પહોંચ્યા, ત્યારે ફરીથી મેળાપ થયો. પછી પિતાને પુત્રીએ કહ્યું – મેં સંસારનું ભયંકર સ્વરૂપ જોઈ લીધું. માટે હવે મને દીક્ષાની અનુજ્ઞા આપો. પછી દીક્ષા લઈ તપ તપીને સહસ્ત્રાર નામના આઠમા દેવલોકમાં દેવ રૂપે તેનો અવતાર થયો. રા. નિર્વિચિકિત્સક ગુણ ઘરે વળી સમ્યગ્દષ્ટિ સદા સુખકારી, ભેદવિજ્ઞાનથી ઓળખતા ચીજ, પુગલ કેમ ગણે દુઃખકારી? દુઃખ ન દે નિજ ભાવ વિના કદી કોઈ, વિચાર સદા શમ વેદે, કોઈ સમે ન રુચે પર ચીજ છતાં બળ વાપરી વેષ તજે તે. અર્થ - હવે સમ્યવૃષ્ટિનું ત્રીજું અંગ નિર્વિચિકિત્સક છે. તેને સમજાવે છે. કોઈપણ વસ્તુ પ્રત્યે દુગંછા કે અણગમો ન લાવવો તે નિર્વિચિકિત્સક ગુણ છે. તે સુખકારીગુણને સમ્યગ્રુષ્ટિ જીવ સદા ઘારણ કરે છે. તે સમ્યદ્રષ્ટિ ભેદવિજ્ઞાનના બળે જડ ચેતનાત્મક વસ્તુના સ્વરૂપને ઓળખે છે. તે એમ માને છે કે જડ એવા પુદ્ગલ તે મને કદી દુઃખ આપી શકે નહીં. મારા જ રાગદ્વેષના ભાવ વિના મને કોઈ કદી દુઃખ આપવા સમર્થ નથી. એમ વિચારીને તે સદા કષાયભાવોને ઉપશમાવે છે. સમ્યદ્રષ્ટિને કોઈ પણ સમયે પર ચીજ પ્રત્યે રુચિ નથી કે રાગ નથી. છતાં બળ વાપરીને પર ચીજ પ્રત્યે તે કદી દ્વેષભાવ કે અણગમો લાવતા નથી. આ અંગ ઉપર ઉદયન રાજાની કથા આ પ્રમાણે છે : - ત્રીજા નિર્વિચિકિત્સા અંગ ઉપર ઉદયન રાજાની કથા : – એકદા સૌઘર્મેન્દ્ર પોતાની સભામાં ઉદયન મહારાજાના નિર્વિચિકિત્સક ગુણની પ્રશંસા કરી. તેની પરીક્ષા કરવા વાસવ નામનો એક દેવ જળોદરથી પીડાતા મુનિનું રૂપ લઈ આવ્યો. તેને આહાર માટે બોલાવતાં માયા વડે સર્વ આહાર જલ આરોગીને પછી અત્યંત દુર્ગઘમય ઊલટી કરી. તેના દુર્ગધથી સર્વ સેવકો નાસી ગયા. ત્યારે રાજારાણીએ તે મુનિની સેવા કરી બધું સાફ કર્યું. પરંતુ ફરીથી મુનિએ રાજા અને રાણી પ્રભાવતી ઉપર જ વમન કર્યું. ત્યારે રાજાએ સ્વનિંદા કરી કે આ મુનિને અમે કંઈ વિપરીત આહાર આપ્યો છે, તેથી બિચારા દુઃખી થાય છે. એમ વિચારી ઘણી ભક્તિપૂર્વક બધું સાફ કર્યું. પરંતુ દુર્ગાછા આણી નહીં. ત્યારે દેવે પ્રગટ થઈ બઘી વાત કરી અને સ્તુતિ કરીને સ્વર્ગે ગયો. ઉદયન રાજા અંતે શ્રી મહાવીર સ્વામી પાસે દીક્ષા લઈને મોક્ષે પધાર્યા. અને પ્રભાવતી રાણી સંયમ ગ્રહણ કરીને તપ તપી, પાંચમા બ્રહ્મ દેવલોકમાં દેવ થઈ. ર૧ શુભ અશુભ બહિર પદાર્થ સમાન ગણી, નહિ મૂઢ બને છે, સમ્યવ્રુષ્ટિ અમૂઢે ગણાય, ન મોહવશ પર નિજ ગણે તે; Page #181 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સમ્યગ્દર્શન ૧ ૬૧ સિદ્ધ ભજી; "ઉપબૃહણ કે ઉપગૃહન ગુણ સુદ્રષ્ટિ ઘરે જે, પુષ્ટ કરે નિજ આતમશક્તિ, દબાવ વિભાવ, સ્વભાવ વરે છે. અર્થ – હવે સમ્યવૃષ્ટિનું ચોથું અંગ અમૂઢદ્રષ્ટિ અને પાંચમું અંગ ઉપગૃહન અંગ છે, તેના વિષે સમજાવે છે : જે દેવ-કુદેવને, ગુરૂકુગુરુને, થર્મ-અધર્મને, ભક્ષ્ય-અભક્ષ્યને, પુણ્ય-પાપને એવા શુભ-અશુભ સર્વ બાહ્ય નિમિત્ત પદાર્થોને સમાન ગણી પોતાના આત્માને મૂઢ બનાવતા નથી. એ અમૂઢ દ્રષ્ટિવાન કહેવાય છે. આ વ્યવહારથી કથન છે. એ ઉપર રેવતી રાણીનું દ્રષ્ટાંત તે આ પ્રમાણે : અમૂઢ દ્રષ્ટિ ઉપર રેવતી રાણીની કથા - એકદા વિદ્યાઘર રાજાએ ગુણાચાર્ય પાસે ક્ષુલ્લક દીક્ષા ગ્રહણ કરી. પછી તીર્થે જતાં, આચાર્યને પૂછ્યું કે કોઈને કંઈ કહેવું છે ? ત્યારે ગુણાચાર્ય બોલ્યા કે સુવ્રતમુનિને વંદન કહેજો અને મહારાણી રેવતીને આશીર્વાદ કહેજો. ગુરુએ મહારાણી રેવતીને આશીર્વાદ શા માટે કહ્યા હશે? તેની પરીક્ષા કરું એમ વિચારી એક દિવસ દેવે અસુરોથી વંદન કરાતા બ્રહ્માનું રૂપ ધારણ કર્યું. બીજા બઘા જોવા ગયા પણ રેવતી ન આવી. પછી વિષ્ણુનું અને પછી જટાધારી શંકરનું રૂપ ઘારણ કર્યું. તો પણ રેવતી ન આવી. તેથી હવે મુનિઓથી નમન કરાતા તીર્થંકરનું રૂપ ઘારણ કર્યું. બધા લોકો આવ્યા પણ રેવતી ન આવી. રાણી રેવતીએ વિચાર્યું કે તીર્થકર ચોવીશ જ હોય. આ કોઈ માયાવી છે. પછી ક્ષુલ્લકે વાસ્તવિક રૂપ લઈ રેવતીદેવીને વંદન કર્યું. અને ગુરુનું આશિષવચન સંભળાવ્યું. તથા બધી વાત કહી. લોકોમાં તેના અમૂઢદ્રષ્ટિ ગુણની પ્રશંસા કરી. તે દેવ સ્વસ્થાને ગયો. રેવતી રાણી પણ અંતે દીક્ષા પાળીને પાંચમા બ્રહ્મ દેવલોકમાં દેવરૂપે અવતરી. એવા સમ્યફષ્ટિ જીવો અમૂઢદ્રષ્ટિવાન ગણાય છે. જે મોહને વશ થઈ આત્માથી સર્વ પરવસ્તુને કદી પોતાની માનતા નથી. પરપદાર્થને પોતાના માનવા એ નિશ્ચયથી મૂઢતા છે. સમ્યવ્રુષ્ટિ જીવ પોતાનો આત્મા જે સિદ્ધ જેવો છે તેના શુદ્ધ સ્વરૂપને ભજી ઉપબૃહંણ કહો કે ઉપગૃહન કહો તે અંગને ઘારણ કરે છે. અર્થાત્ સ્વરૂપને ભજી પોતાની આત્મશક્તિને પુષ્ટ કરે છે. અને વિભાવ એટલે રાગદ્વેષના ભાવોને દબાવી અર્થાત્ તેનું ઉપગૃહન કરી પોતાના શુદ્ધ સ્વભાવને પ્રાપ્ત કરે છે. એ નિશ્ચયથી કથન છે. જ્યારે કોઈના દોષને જાહેરમાં પ્રગટ ન કરવો તે વ્યવહારથી ઉપગૃહન અંગ કહેવાય છે. આ વિષે જિનદત્ત શેઠની કથા પ્રચલિત છે તે નીચે પ્રમાણે : ઉપગૃહન અંગ ઉપર જિનેન્દ્ર શેઠની કથા - રાજા યશોઘરનો પુત્ર સુવીર નામે હતો. સાતે વ્યસનો સેવનાર હોવાથી ઘરથી તેને કાઢી મૂક્યો. પછી તે ચોરોનો આગેવાન થયો. જિનેન્દ્ર શેઠે અત્યંત કીમતી વૈર્યમણિની પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા કરાવી હતી. તે જાણી ચોરોની પલ્લીમાંનો એક સર્ય નામનો ચોર તેને આ પ્રતિમા ચોરી લાવવાનું કામ સોંપ્યું. તે ક્ષુલ્લકનો વેષ લઈ લોકોમાં નામાંકિત થતો શેઠના ઘરે આવ્યો. શેઠને પણ તેના ઉપર વિશ્વાસ આવ્યો અને પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાનો રક્ષક કર્યો. એકદા શેઠની સમુદ્રયાત્રાએ જવા માટેની તૈયારી થતી જોઈ તે જ રાત્રિએ મૂર્તિ લઈ તેણે ભાગવા માંડ્યું. પણ મણિના તેજથી રસ્તામાં કોટવાળ તેને પકડવા પાછળ પડ્યો. હવે પકડાઈ જશે એમ જાણી તે શેઠને શરણે ગયો. શેઠે તેને ચોર જાણ્યો પણ ઘર્મની નિંદા ન થાય તેમજ તેનો દોષ ઢાંકવા માટે કોટવાલને એમ કહ્યું કે આ પ્રતિમાને તો મેં જ મંગાવી હતી. એમ કહી સમકિતીના ઉપગૃહન અંગનું રક્ષણ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ કર્યું. પછી તે લૂક રૂપે આવેલ ચોરને રાતોરાત રજા આપી રવાના કર્યો. એમ સમ્યકદ્રષ્ટિએ અજ્ઞાની બળહીન સાઘર્મીઓ વડે ઘર્મમાં લાગેલ દોષોને ઢાંકી, તેને પણ શિક્ષા કરવી. રરા સ્થિર કરે નિજ ભાવ, કુમાર્ગ ભણી ઢળતા અટકાવી સુદ્રષ્ટિ, તે સ્થિતિકારી સુગુણ ઘરે શિવ-માર્ગ વિષે સ્થિતિસ્થાપક દ્રષ્ટિ; રત્નત્રયી શિવમાર્ગ-સુસાઘક ઉપર વત્સલ ભાવ ઘરે જે, વાત્સલ્ય ગુણ સહિત સુદ્રષ્ટિ સ્વરૂપ પ્રતિ અનુરાગ કરે છે. હવે સમ્યગ્દષ્ટિનું છઠું સ્થિતિકરણ અને સાતમું વાત્સલ્ય અંગ છે તેનું સ્વરૂપ સમજાવે છે. અર્થ – સમ્યગ્દષ્ટિ જીવ પોતાના ભાવોને કુમાર્ગ એટલે મોક્ષના મિથ્યામાર્ગ ભણી ઢળતા અટકાવી પોતાના સ્વભાવમાં સ્થિર કરે છે, એ સદ્ગણવડે જેની શિવમાર્ગ એટલે મોક્ષમાર્ગમાં સ્થિતિસ્થાપકદ્રષ્ટિ છે અર્થાત્ જે પોતાના ભાવોને મોક્ષમાર્ગમાં જ સ્થિત કરે છે, વિભાવમાં જવા દેતા નથી; એ તેનું નિશ્ચયથી સ્થિતિકરણ અંગ છે. કોઈ જીવ ઘર્મથી ભ્રષ્ટ થતો હોય તેને અટકાવી પુનઃ ઘર્મમાં સ્થિર કરવો તે વ્યવહારથી સ્થિતિકરણ અંગ છે. આ ઉપર કથા છે તે નીચે પ્રમાણે : સ્થિતિકરણ અંગ ઉપર વારિષણની કથા - રાજા શ્રેણિકનો પુત્ર વારિષેણે વૈરાગ્યભાવ પામી દીક્ષા ગ્રહણ કરી. મંત્રીપુત્ર પુષ્પડાલને ત્યાં વહોરવા માટે ગયા. મિત્ર પુષ્પડાલ તેમને વહોરાવી, વળાવવા માટે સાથે આવ્યો. ત્યાં ગુરુને કહી વારિષણ મુનિએ પુષ્પડાલને દીક્ષા અપાવી. પણ પોતાની સ્ત્રી સોમિલા જે કાંણી કદરૂપી હોવા છતા તેને તે ભૂલી શક્યો નહીં. બાર વર્ષ પછી ભગવાન મહાવીરના સમવસરણમાં એક દેવને નાટક કરતો જોઈ પોતાની સ્ત્રીનું સ્મરણ થવાથી ત્યાંથી ઊઠીને ચાલવા માંડ્યું. વારિષણ પણ તેના મનની વાત જાણી તેની સાથે ગયો. અને ફરીથી ઘર્મમાં સ્થિર કરવા અર્થે તેને પોતાને ઘેર લઈ ગયો અને પોતાની ૩૨ સુંદર સ્ત્રીઓને બતાવી કહ્યું કે આ મારી સ્ત્રીઓ અને યુવરાજ પદને તું ગ્રહણ કર. આ સાંભળી પુષ્પડાલ અત્યંત લજ્જા પામ્યો અને વિચારવા લાગ્યો અહો! એણે કેવો અદ્ભુત ત્યાગ કર્યો છે અને હું મારી કાંણી અને કદરૂપી સ્ત્રીને પણ ભૂલી ન શક્યો. પછી પરમ વૈરાગ્ય પામી તપને વિષે તત્પર થયો. એમ કોઈને ઘર્મથી ભ્રષ્ટ થતા પ્રાણીને ઘર્મમાં સ્થિર કરવો તે સ્થિતિકરણ નામનું સમ્યક વૃષ્ટિનું છઠ્ઠું અંગ કહેવાય છે. સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર એ રત્નત્રય છે. એ રત્નત્રયમયી મોક્ષમાર્ગના સત્સાઘક એવા મુમુક્ષ જીવો ઉપર જે સદા વાત્સલ્યભાવ ઘરે છે; એ સમ્યવ્રુષ્ટિનું વ્યવહારથી વાત્સલ્ય અંગ છે. તે આ પ્રમાણેઃ વિષ્ણુકુમાર મુનિની વાત્સલ્યઅંગ ઉપર કથા :-- અવંતિ દેશમાં ઉજ્જયિની નગરીમાં શ્રીવર્મા નામે રાજા હતો. તે નગરીમાં અકંપનાચાર્ય ૭૦૦ મુનિઓ સાથે આવ્યા હતા. આચાર્ય વિચાર્યું કે અહીંના ચારે મંત્રીઓ સ્વછંદી છે. માટે કંઈ બોલવું જ નહીં એમ બધા મુનિઓને કહ્યું. રાજા મંત્રી વગેરે દર્શન કરવા આવ્યા પણ કોઈ બોલ્યું નહીં. એક મુનિ બહાર આહાર માટે ગયેલા હતા. રાજા મંત્રીઓ સાથે સામે મળ્યો. ત્યાં મંત્રીઓ સાથે વાદવિવાદ થતાં મુનિએ મંત્રીઓને જીતી લીધા. તેથી આચાર્યે કહ્યું કે જે જગ્યાએ તમારે વાદવિવાદ થયો છે ત્યાં જઈને ઊભા રહો નહીં તો આખા સંઘને વિપ્ન આવશે. તે મુનિ રાતના ત્યાં જઈ ઊભા રહ્યા. ચારે મંત્રીઓનું અપમાન થયેલું હતું. તેથી સંઘને મારવા માટે તેઓ આવતા હતા. ત્યાં જ રસ્તામાં તે મુનિને જોઈ ચારે જણે મારવા માટે તલવાર ઉગામી કે નગરદેવતાએ Page #183 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સમ્યગ્દર્શન ૧૬૩ મુનિની રક્ષા કરવા ત્યાં જ મંત્રીઓને થંભી દીઘા. રાજાને ખબર પડતાં ચારે મંત્રીઓને પોતાના નગરમાંથી કાઢી મૂક્યાં. હસ્તિનાપુરમાં રાજા પદ્મને ત્યાં જઈને ચારે મંત્રીઓ રહ્યાં. પદ્મ રાજાના રાજ્યમાં એક રાજા જીતાતો નહોતો. મંત્રીએ જીતી લીધો. તેથી વરદાન માંગવા કહ્યું. તેણે કહ્યું માગું ત્યારે આપજો. પછી અકંપનાચાર્ય ૭૦૦ મુનિઓ સહિત હસ્તિનાપુરમાં આવ્યા જાણી મંત્રીએ ૭ દિવસ માટે રાજ લીધું અને મુનિઓને ઉપસર્ગ કરવા લાગ્યો. ત્યારે મુનિઓ તો ધ્યાનમાં લીન થઈ ગયા. શ્રતસાગરાચાર્ય મિથિલા નગરીમાં હતા. તેમણે રાત્રિએ અવધિજ્ઞાનથી જાણી કહ્યું કે હસ્તિનાપુરમાં મુનિઓને ઉપસર્ગ થઈ રહ્યાં છે. તેથી એક ક્ષુલ્લક મુનિને કહ્યું કે એક પહાડ ઉપર વિષ્ણુ મુનિ છે તે વિક્રિય ઋદ્ધિવાળા છે એટલે કે તે પોતાના શરીરને મેરૂ પર્વત જેટલું મોટું કરી શકે અને નાનામાં નાનું પણ કરી શકે. તે આ ઉપસર્ગ દૂર કરી શકશે. તે ક્ષુલ્લક ત્યાં જઈ વિષ્ણુમુનિને બધી વાત કરી. તેથી હસ્તિનાપુરમાં આવી વામનરૂપ લઈ બળી પાસે આવ્યા. બળીએ કહ્યું તને શું આપું? બ્રાહ્મણે કહ્યું મને ત્રણ ડગલાં પૃથ્વી આપો. બળી કહે વધારે માગો. તે કહે ત્રણ ડગલા જ આપો. પછી વિષ્ણુમુનિએ એક પગલું મેરૂ પર્વત ઉપર, બીજો પગ મોનુષોત્તર પર્વત ઉપર મૂક્યો. અને ત્રીજો પગલું બળીના પીઠ ઉપર મૂકી તેને દાબી દીધો. એમ મુનિઓનો ઉપસર્ગ દૂર કર્યો. એ વાત્સલ્ય અંગ છે. ચારે મંત્રીઓએ બઘા મુનિઓની માફી માગી. અને ચારે શ્રાવક બન્યા. નિશ્ચયથી તો એ અંગસહિત સમ્યગ્દષ્ટિ જીવ પોતાના શુદ્ધ સ્વરૂપ પ્રત્યે સદા અનુરાગ અર્થાત્ વાત્સલ્યભાવ રાખે છે. ૨૩મા. જ્ઞાનની વૃદ્ધિૉપી રથ-આપૅઢ સમ્યવ્રુષ્ટિ મનોરથપંથે, આત્મપ્રભાવ વઘાર ફરે, ગુણ તે જ પ્રભાવન અષ્ટમ અંગે; નિશ્ચય સમ્યગ્દર્શનનાં ઘર આઠ સુઅંગ અરે! છંવ, નિત્ય, તો શિવમાર્ગ સઘાય, ઘૂંટે સહુ કર્મ થકી બનીને કૃતકૃત્ય. અર્થ :- સમ્યજ્ઞાનની વૃદ્ધિ કરવારૂપ રથ ઉપર આરૂઢ થઈને સમ્યવૃષ્ટિ જીવ ત્રણ મનોરથના પંથે આગળ વધે છે. પરિગ્રહની મમતાનો ત્યાગ, પંચ મહાવ્રતને ઘારણ કરવા તથા અંતસમય આલોચના કરી સમાધિમરણ સાઘવાના ત્રણ મનોરથને ઉપાસે છે. એમ પોતાના આત્મગુણોના પ્રભાવને વઘારતા ફરે છે. એ ગુણ નિશ્ચયથી એમનું આઠમું પ્રભાવના અંગ છે. વ્યવહારથી જોતાં ઘર્મના અનુષ્ઠાનો વડે ઘર્મની પ્રભાવના કરવી તે પણ પ્રભાવના અંગ કહેવાય છે. તે પ્રભાવના અંગ ઉપર નીચે પ્રમાણે દ્રષ્ટાંત: પ્રભાવના અંગ ઉપર ઉર્વિલા રાણીની કથા - મથુરામાં રાજા પૂતિગંઘ અને તેની રાણી ઉર્વિલાદેવી હતી. તે ઉર્વિલા રાણી સમ્યકદ્રષ્ટિ હતી. જિનર્મની પ્રભાવનામાં તે અતિરક્ત હતી. વર્ષમાં ત્રણવાર નંદીશ્વર અઠ્ઠાઈ વખતે જિનેન્દ્ર રથયાત્રા કાઢતી. એ જ નગરમાં એક શેઠની પુત્રી હતી. તેના માતાપિતા મૃત્યુ પામવાથી તે દરિદ્રા ફેંકી દીધેલા અન્ન ખાતી હતી. રસ્તે જતા મુનિએ કહ્યું આ બાપડી બહુ કષ્ટથી જીવે છે. ત્યારે બીજા મુનિએ કહ્યું કે એ તો અહિંના જ રાજાની પ્રિય પટ્ટરાણી થશે. આ વાત ઘર્મશ્રી નામના બૌદ્ધકવંદકે સાંભળી. તેણે વિચાર્યું કે મુનિ વચન અન્યથા હોય નહીં. તેથી તે બાલિકાને પોતાના મઠમાં લઈ ગયો. તેનું આહાર વગેરેથી શરીરનું પોષણ કરવા માંડ્યું. તે યૌવનવયમાં આવી ત્યારે એકવાર રાજાના જોવામાં આવી. રાજા તેના ઉપર મોહિત થયો. તેથી તે બૌદ્ધવંદકને વાત કરવામાં આવી. ત્યારે તેણે કહ્યું કે તમે બૌદ્ધઘર્મ સ્વીકારો તો આ કન્યા તમને પરણાવું, ત્યારે રાજાએ બૌદ્ધ ઘર્મ સ્વીકાર્યો. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ પ્રાવધ-વિવેચન ભાગ-૧ પછી લગ્ન કર્યા. હવે ફાગણ મહિનાની નંદિઘરની અઠ્ઠાઈ આવી તેથી રાણી ઉર્વિલાએ ખૂબ ધામધૂમથી રથયાત્રાની તૈયારી કરી. તે જોઈ બૌદ્ધમતી રાણીએ કહ્યું કે મારો રથ પહેલા નગરમાં ફરશે. રાજા કહે ભલે પહેલાં ફરે. ઉર્વિલાએ કહ્યું પહેલા મારો રઘુ ફરશે તો જ આહાર કરીશ. ઉર્વિલા આચાર્યના દર્શન કરવા ગઈ ત્યાં સર્વ હકીકત જણાવી. ત્યારે વજ્રમુનિએ દેવની સહાયથી એનો રથ પહેલા ફેરવ્યો. તે જોઈ રાજા તથા પટ્ટાણી પ્રતિબંધ પામી જૈન ધર્મનો સ્વીકાર કર્યો. માટે હે જીવ! નિશ્ચયથી સમ્યગ્દર્શનના આઠ અંગને તું નિત્ય ધારણ કર જેથી તને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય અને સર્વ કર્મથી છૂટી કેવળજ્ઞાન પામી નું કૃતકૃત્ય બની જાય. ।।૨૪। સમ્યવંત મહંત સદા સમ ભાવ ઘરે દુઃખ-સંકટ આવ્યું, બંઘ નવીન પડે નહિ, પૂરવ બંઘ ઢૂંઢે નિજ આતમ ભાવ્યું; પૂરણ અંગ સુદર્શનરૂપ, થરો શ્રુતજ્ઞાન અનુભવ વાઘે, એમ સર્ધ શિવમાર્ગ નિરંતર, મોક્ષ વિષે સુખ શાશ્વત લાવે. = જ અર્થ :— સમ્યગ્દષ્ટિવંત તે મહંત એટલે મહાપુરુષ છે. તે સદા દુઃખ-સંકટ આવ્યે સમભાવને ધારણ કરે છે. જેથી તેમને નવિન કર્મનો બંઘ પડતો નથી. તેમજ પોતાના આત્માની ભાવના ભાવવાથી પૂર્વકર્મની પણ બળવાન નિર્જરા થાય છે. આઠેય અંગને પૂર્ણ ઘારણ કરવા એ જ સમ્યગ્દર્શન છે. એ સમ્યગ્દર્શન સહિત શ્રુતજ્ઞાનનો અભ્યાસ કરો તો અનુભવમાં વિશેષ વૃદ્ધિ થશે. એમ નિરંતર પુરુષાર્થ કરવાથી મોક્ષનો માર્ગ સધાય છે. અને મોક્ષ પ્રાપ્તિ થયે ત્યાં આત્માનું શાશ્વત અનંત સુખ અનુભવાય છે, તેનો કદી પણ નાશ ધતો નથી. ।।૨૫।। જીવ-અજીવ વિચાર કરી, પ્રભુ, આસ્રવ-બંધ-નિરોથ ઉપાસું, સંવર-નિર્જર ભાવ વિષે રહ્ન, મુક્તિ વિના નહિ અન્ય વિમાસું દેહપ્રમુખથી ભિન્ન ગણી નિજ શુદ્ધ સ્વરૂપ-અનુભવ ચાખું, શુદ્ધ કરી મન, ધર્મ-વિચાર, સમાઘિ વિષે ઉપયોગ જ રાખું. અર્થ :– હે પ્રભુ! હવે હું પણ જીવ અને અજીવ તત્ત્વનો વિચાર કરી આશ્રવ અને બંધ તત્ત્વના નિરોધનો ઉપાય કરું. તથા સંવર અને નિર્જરા એ મોક્ષ પ્રાપ્તિના ઉપાય છે. માટે ક્રર્મોનો સંવર કેમ થાય અર્થાત્ કર્મોને આવતા કેમ રોકવા અને બંધાઈ ગયેલા કર્મોની કેમ નિર્જરા કરવી અર્થાત્ તેને કેમ દૂર કરવા તેની ભાવનામાં જ ચિત્તને રોકું. હવે તો માત્ર મોક્ષ અભિલાષ વિના અન્ય પદાર્થના વિમાસણમાં પડું નહીં. કેમકે એ બધાં જીવને કર્મ બંધનના જ કારણ છે. મુખ્ય એવા દેહથી આત્માને ભિન્ન ગણી પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવનો આસ્વાદ ચાખું. તેમજ હમેશાં મનને શુદ્ધ કરી, ધર્મ વિચારમાં રોકી આત્માની સ્વસ્થતા કેમ જળવાઈ રહે તેમાં જ મારા ઉપયોગને જોડી રાખું; કેમકે ઉપયોગ એ જ સાધના છે અને ઉપયોગ એ જ ધર્મ છે એમ ભગવંતનો ઉપદેશ છે. ।।૨૬ા સમકિતના ૬૭ બોલ : ૪ સહણા જીવ અજીવ પદાર્થ-વિચાર ગુરુગમથી સમજ્યું સંતુ 'શ્રદ્ધા, બીજી મુનિ સમક્રિ તણી કરવી ગુણરત્ન વિચારી શુશ્રુષા; Page #185 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સમ્યગ્દર્શન ૧૬૫ દર્શનભ્રષ્ટની સંગતિ ત્યાગવી એ મનમાં ગણ ત્રીજીં સુશ્રદ્ધા, *અન્ય-મતાગ્રહીં-સંગતિ ત્યાગવી ચોથ સુરક્ષક શુદ્ધ પ્રસિદ્ધી. અર્થ - સમકિત એટલે સમ્યગ્દર્શનના ૬૭ બોલ અર્થાત્ તેના ભેદ છે, તેમાંથી પ્રથમ સદુહણા એટલે શ્રદ્ધાના ચાર ભેદનું સ્વરૂપ જણાવે છે : જીવ અજીવ વગેરે તત્ત્વોને ગુરુગમપૂર્વક સમજીને ચિત્તમાં તેનું નિરંતર ચિંતવન કરવું તે પ્રથમ સતુ શ્રદ્ધા નામનો ભેદ છે. એ વિષે અભયકુમારનું દ્રષ્ટાંત આ પ્રમાણે છે : અભયકુમારનું દ્રષ્ટાંત – જીવાદિ તત્ત્વો ઉપર દ્રઢ શ્રદ્ધા. અભયકુમારને પરમાર્થ સંસ્તવ એટલે ઘર્મ પ્રત્યે બહુમાન નામની પ્રથમ શ્રદ્ધા હતી. મહાવીર ભગવાન રાજગૃહમાં સમવસર્યા. તેમને વંદન કરવા માટે અભયકુમાર ગયા. ત્યાં અત્યંત કૃશ થયેલા મહર્ષિને જોઈને અભયકુમારે ભગવાનને પૂછ્યું કે આ મહાત્મા કોણ છે? ત્યારે ભગવાને કહ્યું કે વીતભયપતનના રાજા ઉદયન છે. તેમણે અમારા ઉપદેશથી વૈરાગ્ય પામી દીક્ષા લીધી છે. આ છેલ્લા રાજર્ષિ છે. તે સાંભળી અભયકુમારને થયું કે જો હું રાજા થઈશ, તો દીક્ષા નહીં લઈ શકું. માટે મારે તો હવે શીધ્ર દીક્ષા લેવી છે. તેથી પિતાશ્રી શ્રેણિકને પૂછવા ગયા. ત્યારે શ્રેણિકે કહ્યું હું તને કહ્યું કે તું અહીંથી જતો રહે ત્યારે દીક્ષા લેજે. એ પહેલા નહીં. એક વખત શ્રેણિકરાજા કોઈ કારણસર અંતઃપુરને સળગાવાનું અભયકુમારને કહી ભગવાન મહાવીરને વંદન કરવા ગયા. ત્યાં ભગવાનને પૂછે છે કે ચેલણા સતી છે ત્યારે ભગવાને કહ્યું કે તારી બધી રાણીઓ સતી છે. તેથી અભયકુમારને પાછો ના પાડવા આવતા હતા, ત્યાં સામે જ અભયકુમાર મળ્યા. રાજાએ પૂછ્યું કે અંતઃપુર સળગાવી દીધું? અભયકુમારે કહ્યું હતું, મહારાજ. એ સાંભળીને શ્રેણિકે કહ્યું કે જા મારી નજર આગળથી જતો રહે, તેં એવું કામ વિચાર્યા વગર કેમ કર્યું? અભયકુમારે ઝટ જઈને ભગવાન પાસે દીક્ષા લઈ લીધી. એમના અંતરમાં ભગવાને કહેલા જીવાદિ તત્ત્વો ઉપર નિરંતર ચિંતન અને દ્રઢ શ્રદ્ધા છે જેથી તેમને સંસાર દુઃખરૂપ જ લાગે છે. અંતરમાં કેવો વૈરાગ્ય ઝળહળી રહ્યો હશે કે તરત જ જઈને તેમણે દીક્ષા લઈ લીધી. એ પરમાર્થ સંસ્તવ નામનો શ્રદ્ધાનો પહેલો ભેદ ગણાય છે. અભયકુમાર સમાધિમરણ સાથી સર્વાર્થસિદ્ધિ વિમાનમાં દેવતારૂપે અવતર્યા. ગુણના રત્નરૂપ સમકિતી મુનિઓ છે એમ વિચારી તેમની શુશ્રષા એટલે સેવા કરવી તે બીજો શ્રદ્ધાનો ભેદ છે. તે સેવા તત્ત્વજ્ઞાનમાં પુષ્ટિ આપનારી છે. એ વિષે દ્રષ્ટાંત નીચે પ્રમાણે – પુષ્પચૂલા સાધ્વીનું દ્રષ્ટાંત -- ગુરુ સેવાથી કેવળજ્ઞાન. જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે પૃથ્વીપુર નામના નગરમાં પુષ્પકેતુ નામે રાજા અને પુષ્પાવતી નામે રાણી હતી. તેણે પુષ્પચૂલ નામનો પુત્ર અને પુષ્પચૂલા નામની પુત્રીને એક સાથે જન્મ આપ્યો. બન્નેને પરસ્પર ગાઢ પ્રીતિ હોવાથી રાજાએ ભાઈબેનના જ લગ્ન કરી દીઘા. તે જોઈને રાણીએ વૈરાગ્ય પામી દીક્ષા લીધી. તપશ્ચર્યા કરીને દેવલોકે ગઈ. ત્યાં પોતાના પુત્ર અને પુત્રીનો આવો વ્યવહાર જોઈને પુત્રીને વૈરાગ્ય પમાડવા માટે સ્વપ્નમાં નરકના દુઃખો તથા સ્વર્ગના સુખો બતાવ્યા. તેણીએ ભય પામીને રાજાને એની વાત કરી. રાજાએ અન્ય દર્શનીયોને પૂછવાથી તેનો સરખો ઉત્તર ન મળ્યો. તેથી અગ્નિકાપુત્ર આચાર્યને બોલાવીને પૂછ્યું. તેણે નરક તથા સ્વર્ગનું આબેહૂબ વર્ણન કર્યું. તેથી રાણીએ વૈરાગ્ય પામી પોતાના પતિ રાજાની આજ્ઞા લઈને આચાર્ય ભગવંત પાસે દીક્ષા લઈ લીધી. એકવાર દુષ્કાળને કારણે આચાર્ય ભગવંતે સર્વ શિષ્યોને બીજા દેશમાં Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ મોકલ્યા, અને પોતે વૃદ્ધ હોવાથી ત્યાં જ રહ્યાં. ત્યાં પૂષ્પચૂલા સાધ્વી આચાર્ય ભગવંતને શુદ્ધ આહાર પાણી લાવી ગુરુની વૈયાવૃત્ય કરવા લાગી. ગીતાર્થ જ્ઞાની મુનિની સેવામાં આસક્ત થયેલી મહાસતી સાધ્વી પુષ્પચૂલા સર્વ કર્મનો ક્ષય કરવા વડે ઉજ્જવલ કેવળજ્ઞાનને પામી. દર્શન એટલે શ્રદ્ધાથી જે ભ્રષ્ટ થયેલા છે એવા કદાગ્રહી જીવોનો સંગ ન કરવો એમ મનમાં રાખવું તે ત્રીજી સત્સુદ્ધા નામનો ભેદ છે. એ વિષે જમાલીનું દ્રષ્ટાંત નીચે પ્રમાણે છે : જમાલીનું દ્રષ્ટાંત - દર્શનભ્રષ્ટની સંગતિ તજવી. જમાલિમુનિ એમના શિષ્યો સાથે વિહાર કરતા શ્રાવસ્તિ નગરીએ પહોંચી ઉદ્યાનમાં ઊતર્યા. ત્યાં જમાલિને દાહવર ઉત્પન્ન થયો. તેથી કહ્યું કે મારે માટે સંથારો તૈયાર કરો. શિષ્યો સંથારો કરવા લાગ્યા. થોડીવાર પછી જમાલિએ પૂછ્યું કે સંથારો થયો? સાધુએ કહ્યું – હા થઈ ગયો. ત્યાં આવી જમાલિએ જોયું તો સંથારો કરવાનું કામ હજુ ચાલુ છે. અને તમે સંથારો થઈ ગયો એમ કેમ કહ્યું? જે કામ કરતું હોય તે કર્યું કેમ કહેવાય. ભગવાનનું આ વચન ખોટું છે. તે વખતે મિથ્યાત્વનો ઉદય થઈ જવાથી એમ બોલવા લાગ્યા. સ્થવિર મુનિએ સમજાવ્યા તો પણ સમજ્યા નહીં. તેથી અમુક મુનિઓ ભગવાન પાસે ચાલ્યા ગયા. પણ પ્રિયદર્શના સાધ્વી જે ભગવાનની પુત્રી અને જમાલિની સ્ત્રી હતી તે તેમની સાથે જ વિહાર કરવા લાગી. એક દિવસ પ્રિયદર્શનાનો ઢંકનામના શ્રાવકના ઘરમાં ઉતારો હતો. ત્યાં પણ પોતાના મનની વાત ઢંકને સમજાવી. તેથી એક દિવસે પ્રિયદર્શના સ્વાધ્યાય કરતી હતી ત્યારે વસ્ત્ર ઉપર ઢંકે અંગારો નાખ્યો. તે જોઈને સાધ્વી બોલી કે હે શ્રાવક, તેં મારું વસ્ત્ર બાળી નાખ્યું. ત્યારે ટંક બોલ્યો એ મત તો ભગવાન મહાવીરનો છે, તમારો નથી. એ સાંભળીને સાધ્વી બૂઝયાં અને જમાલિ પાસે આવી કહ્યું કે ભગવાન મહાવીર કહે છે તે જ સાચું છે. છતાં પણ તેણે નહિ માન્યું. ત્યારે પ્રિયદર્શના સાધ્વીએ ભગવાન પાસે જઈ માફી માગી, અને ફરીથી માર્ગમાં આવ્યા. એમ જે સમકિતથી ભ્રષ્ટ થયા હોય તેનો સંગ કરવો નહીં. ઢંક શ્રાવકને દર્શનભ્રષ્ટનો સંગ થયો તો પણ શ્રદ્ધાનો ત્યાગ કર્યો નહીં, પણ સાધ્વીને ઠેકાણે લાવી. એમ કરવું. હવે અન્ય મતના મિથ્યાદ્રષ્ટિ આગ્રહીઓની સોબતનો ત્યાગ કરવો. એ સમ્યગ્દર્શનની સારી રીતે રક્ષા કરનારી ચોથી પ્રસિદ્ધ શુદ્ધ શ્રદ્ધા છે. એ વિષે ગૌતમ સ્વામીનું દ્રષ્ટાંત જાણવું. ગૌતમસ્વામીનું દ્રષ્ટાંત - અન્ય મતાગ્રહીઓના સંગનો ત્યાગ કરવો. જેમ ઇન્દ્રભૂતિ ગૌતમને ભગવાન મહાવીરનો સમાગમ થવાથી પોતાને સતુવસ્તુ સમજાઈ ગઈ, તેથી અન્ય મતાગ્રહીઓના સંગનો ત્યાગ કરી ભગવાનના કહેલા વચનમાં જ શ્રદ્ધા રાખતા થયા. તે અન્યમતિ પાખંડીઓના સંગનો ત્યાગ કરવારૂપ ચોથી શ્રદ્ધાનો ભેદ છે. |૨૭ળા ત્રણ લિંગ શ્રુતરુચિ ગણ લિંગ સુદ્રષ્ટિતણું વળી ઘર્મરુચિ પણ બીજું; આળસ છોડ઼ કરે ગુરુદેવની સેવ ગણો શુભ લિંગ જ ત્રીજું. અર્થ - લિંગ એટલે ચિહ્ન. સમ્યગ્દષ્ટિનું પહેલું ચિહ્ન તે શ્રુત રુચિ અર્થાત્ સત્પરુષના બોઘને સાંભળવાની રુચિ ઉત્પન્ન થવી તે. એ વિષે દ્રષ્ટાંત : સુદર્શન શ્રેષ્ઠીનું વૃષ્ટાંત – સપુરુષનો બોઘ સાંભળવાની પિપાસા. રાજગૃહ નગરની Page #187 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સમ્યગ્દર્શન ૧ ૬૭ બહાર ઉદ્યાનમાં મહાવીર ભગવાન પધાર્યા છે. તેના ખબર સુદર્શન શ્રાવકે સાંભળ્યા. તેથી ભગવાનના વચનામૃત સાંભળવાની ઇચ્છા થવાથી માતાપિતાને કહ્યું કે હું ભગવાનને વાંદવા જાઉં છું. માતાપિતાએ કહ્યું ત્યાં જવાથી અનમાળીનો ઉપસર્ગ થશે. તે સાંભળી સુદર્શન બોલ્યા કે ભગવાનનો ઉપદેશ સાંભળ્યા પછી જ હું બહાર પાણી કરીશ, તે પહેલાં કરું નહીં. એ પ્રમાણે કહી માતાપિતાની રજા લઈને ભગવાનના દર્શન કરવા ગયા. ત્યાં રસ્તામાં અર્જુનમાળી મારવા માટે આવ્યો. તે વખતે સુદર્શન શ્રાવક સાગાર અનશન કરીને કાયોત્સર્ગમાં ઊભા રહ્યા. તેમના પ્રભાવે અર્જાનમાળીમાંથી યક્ષ નીકળીને ચાલ્યો ગયો. પછી અર્જુન માળીએ પણ સુદર્શન શ્રાવક સાથે ભગવાન પાસે આવી ઉપદેશ સાંભળ્યો. તેથી વૈરાગ્ય પામી અર્જાનમાળીએ દીક્ષા ગ્રહણ કરી. તેમ હમેશાં ભગવાનના ઉપદેશ સાંભળવાની ઇચ્છા રાખવી તે સમ્યગ્દર્શનનું પહેલું લિંગ છે. બીજા લિંગ તે ભગવંતે ઉપદેશેલ ગૃહસ્થઘર્મ કે મુનિઘર્મ પ્રત્યે સભાવ થવો તે. એ વિષે દ્રષ્ટાંતઃ ચિલાતીપુત્રનું દ્રષ્ટાંત - ઘર્મપ્રાપ્તિની રુચિ. ચિલાતી પુત્રના હાથમાં કાપેલ મસ્તક હોવા છતાં જંગલમાં કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભેલા ચારણમુનિને જોઈ કહ્યું કે મુંડા મોક્ષ આપ, નહીં તો આ સ્ત્રીના મસ્તકની જેમ તારું મસ્તક પણ છેદી નાખીશ. મુનિએ યોગ્ય જીવ જાણી તેને ઉપશમ વિવેક અને સંવર એમ ત્રણ શબ્દો આપ્યા. ટૂંકામાં ત્રણ શબ્દોમાં આખો ચારિત્રઘર્મ આપ્યો. એ ત્રણે શબ્દોના વિચાર કરતાં, મુનિની જેમ કાયોત્સર્ગમાં ઊભા રહ્યા. આખું શરીર રૂધિરથી ખરડાઈ ગયેલું હોવાથી કીડીઓએ આખા શરીરને ચારણી જેવું કરી દીધું. અઢી દિવસમાં તે મહાવેદનાને સમતાભાવે સહન કરી તે ભાવમુનિ આઠમા સહસ્ત્રાર દેવલોકમાં દેવતા થયા. એમ રત્નત્રયરૂપ ઘર્મ પ્રત્યે અત્યંત પ્રીતિ ઊપજવી તે સમકિતનું ઘર્મરાગરૂપ બીજાં લિંગ ગણાય છે. ત્રીજાં શુભ લિંગ તે આળસ છોડીને સદ્ગુરુદેવની સેવા કરવાનો ભાવ ઊપજવો તે. આ વિષે દ્રષ્ટાંત – જ્ઞાની મુનિ ભગવંતની સેવા કરવારૂપ ત્રીજા લિંગ વિષે – નંદીષેણ મુનિનું દ્રષ્ટાંત - સેવા કરવાનો ઉત્કૃષ્ટ ભાવ. નંદિષેણ બ્રાહ્મણપુત્ર કદરૂપો હોવાથી કોઈ તેને પુત્રી આપતું નહીં. તેના મામાની આઠ પુત્રીઓએ પણ ના કહેવાથી તેને બહુ દુ:ખ થયું. તેથી જંગલમાં જઈ પર્વત ઉપરથી પડી મરી જવા તૈયાર થયો. ત્યાં મુનિ ભગવંત મળ્યા. તેમના ઉપદેશથી વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી. વિનયપૂર્વક શાસ્ત્રોનો અભ્યાસ કરી ગીતાર્થ થયો. પછી એવો અભિગ્રહ લીધો કે છઠ્ઠ તપ કરીને પારણાને દિવસે વૃદ્ધ, ગ્લાન, બાળમુનિની વૈયાવૃત્ય કરીને પછી આયંબિલ કરવું. દેવે પણ એમની પરીક્ષા કરી. તો પણ સેવા કરવામાં ગ્લાનીભાવ લાવ્યો નહીં. પણ મુનિને કેમ શાંતિ થાય તેવા ઉપાય જ કરવા લાગ્યો. તે જોઈ દેવ પ્રગટ થઈ તેમને વંદન કર્યા. દેવલોકમાં પણ ઇન્દ્ર એમની વૈયાવૃત્યની પ્રશંસા કરી, તે સમ્યગ્દર્શનનું ત્રીજું લિંગ કહેવાય છે. આ ત્રણે શુભ લિંગ સમ્યગ્દષ્ટિના છે. દશ પ્રકારે વિનય વિનયના દશ ભેદ સુણોઃ “અરિહંત વિદેહીની જિનપ્રતિમા, "આગમ, “ઘર્મ, મુનિ, સૂરિ, વાચક, સંઘ અને સમકિત મહિમા. હવે સમકિતને સૂચવનાર એવા વિનયના કુલ દસ ભેદ છે તે સાંભળો. અરિહંત ભગવંતનો વિનય કરવો, વિદેહી એટલે સિદ્ધ પરમાત્માનો, જિનેશ્વર પ્રભુની પ્રતિમાનો, આગમ ગ્રંથોનો, વીતરાગ ઘર્મનો, Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ આત્મજ્ઞાની મુનિનો, સૂરિ એટલે આચાર્યનો, વાચક કહેતા સૂત્ર ભણાવવાવાળા એવા ઉપાધ્યાયનો, સંઘ એટલે સાઘર્મીભાઈઓનો, તથા સમકિતની મહિમાનો હૃદયમાં સદા અહોભાવ રહેવો તે સમકિતનો વિનય છે. આ દસ પ્રકારનો વિનય સમ્યગ્દષ્ટિના હૃદયમાં હોય છે. એ વિષે નીચે પ્રમાણે દ્રષ્ટાંત છે – ભુવનતિલક રાજકુમારનું દ્રષ્ટાંત - સર્વનો યથાયોગ્ય વિનય કરવો. કુસુમપુરમાં ઘનદ નામનો રાજા રાજ્ય કરે છે. તે રાજાનો પુત્ર ભુવનતિલક નામે રાજકુમાર છે. સભામાં મંત્રી વગેરે બેઠા છે ત્યાં રત્નસ્થલ નામના નગરનો રાજા અમરચંદ્રનો પ્રઘાન ત્યાં આવ્યો. તેણે કહ્યું કે અમારા રાજાની પુત્રી યશોમતિ આપના પુત્રના વિદ્યાઘરીઓના મુખથી ગવાતા ગુણગાન સાંભળીને કુમાર ઉપર તે અનુરક્ત થઈ છે. તે સાંભળીને ઘનદ રાજાએ તેની સાથે પુત્રના વિવાહ કરવાનું સ્વીકાર્યું અને પ્રધાનો સાથે કુંવરને રવાના કર્યો. રસ્તામાં જતાં અચાનક મૂછ ખાઈને તે રથમાં પડ્યો. તેને બોલાવવા છતાં મૂંગાની જેમ તે બોલતો નથી. મંત્ર તંત્ર વગેરેથી ઘણા ઉપાય કર્યા છતાં ફેર પડ્યો નહીં. તે સમયે થોડે દૂર કેવળી ભગવંત કમળપત્ર ઉપર બેસી દેશના આપતા હતા. ત્યાં પ્રઘાનો ગયા. દેશના સાંભળ્યા પછી પ્રથાને કેવળી ભગવંતને પૂછ્યું કે કુમારને અચાનક દુઃખ પ્રાપ્તિ થવાનું કારણ શું? કેવળી ભગવંત બોલ્યા કે ઘાતકીખંડના ભરતક્ષેત્રને વિષે ભવનાગાર નામના નગરમાં સૂરિ પોતાના ગચ્છસહિત પઘાર્યા હતા. તે સૂરિનો વાસવ નામનો શિષ્ય હતો. તે મહાત્માઓના શત્રુરૂપ હતો. અવિનયવાળો હતો. ગુરુ તેને ઘણું સમજાવતા કે વિનયનું ફળ ગુરુની સેવા કરવી કે જેથી જ્ઞાનની પ્રાપ્તિ થાય. જ્ઞાનથી વિરતિ આવે છે. વગેરે અનેક પ્રકારે સમજાવવા છતાં તે માનતો ન હતો. એક દિવસ મુનિઓને મારવા માટે તે વાસવ શિષ્ય પાણીમાં તાલપુટ વિષ નાખી દીધું. પછી ભય લાગવાથી જંગલમાં ભાગી ગયો. ત્યાં દાવાનલ લાગવાથી રૌદ્રધ્યાનથી મૃત્યુ પામી પહેલી નરકે ગયો. અહીં શાસનદેવતાએ સૂરિ વગેરેને તાલપુટવાળું પાણી પીતા અટકાવ્યા. વાસવનો જીવ મસ્યાદિ અનેક ભવોમાં ભટકીને કર્મની લઘુતા થવાથી હવે એ રાજકુમાર થયો છે. તેની પાસે જઈ એનો આ પૂર્વભવ કહેશો તો તે બોલશે. તેમ કરવાથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી કેવળી પાસે આવી વૈરાગ્ય પામીને તેણે દીક્ષા ગ્રહણ કરી. પછી અહંત, સિદ્ધ જિનપ્રતિમા વગેરેનો દશ પ્રકારે યથાયોગ્ય વિનય કરવા લાગ્યો. આ પ્રમાણે વિનય કરવાથી સંપૂર્ણ કમનો ક્ષય કરી તે મોક્ષે પધાર્યા. તેમ સમકિત પામવા માટે સર્વનો યથાયોગ્ય વિનય કરવો. ૨૮ાા ત્રણ શુદ્ધિ દેવ-ગુરું-વચને મનશુદ્ધિ", કરે ગુણકીર્તન વાણી-વિશુદ્ધિ; વંદન, સેવન દેહ વડે નહિ અન્યતણું ઘર ઘર્મની બુદ્ધિ. હવે સમ્યગ્દર્શનને નિર્મળ કરનારી મન વચન કાયાની ત્રણ શુદ્ધિ છે. તે આ પ્રમાણે – અર્થ - સાચા દેવ વીતરાગ પ્રભુએ કે નિગ્રંથ ગુરુએ બોઘેલા વચનોને જ સત્ય માનવા અને મિથ્યાત્વીઓના શાસ્ત્રોને અસત માનવા તે પ્રથમ મનશદ્ધિનો પ્રકાર છે. તેના ઉપર દ્રષ્ટાંત - જયસેનાનું દ્રષ્ટાંત - સદૈવ મન શુદ્ધિ રાખવી. ઉજ્જયિની નગરીમાં વૃષભ નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તેની જયસેના નામની સ્ત્રી સમકિતવંત અને પતિવ્રતા હતી. તેને પુત્ર ન હતો. જયસેનાના આગ્રહથી ઋષભ શ્રેષ્ઠીએ બીજા લગ્ન કર્યા. Page #189 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સમ્યગ્દર્શન ૧૬૯ બીજી સ્ત્રીનું નામ ગુણસુંદરી હતું. તેને એક પુત્ર થયો. એક દિવસે ગુણસુંદરીની માતાએ ગુણસુંદરીને પૂછ્યું કે કેમ તને સુખ છે ને? ત્યારે તે બોલી કે શોક્ય ઉપર આપવાથી મને શું સુખ હોય? મારો પતિ તો શોક્યમાં જ આસક્ત છે. જ્યારે જયસેનાએ તો ઘરનો બધો ભાર એને જ સોંપી દીધો હતો. છતાં એના ઉપર એ ખોટો દ્વેષ રાખતી હતી. એક દિવસ ગુણસુંદરીની માતાએ યોગીને વશ કરીને જયસેનાને મારવાનો ઉપાય કર્યો. તેથી યોગીએ રાતના મરદામાં વેતાલનો પ્રવેશ કરાવીને કહ્યું કે જા જયસેનાને મારીને આવ. તે વેતાલ ગયો પણ જયસેના તો નિશ્ચલ ચિત્તે કાયોત્સર્ગમાં હતી. ઘર્મના પ્રભાવથી તે જયસેનાને મારી શક્યો નહીં, પણ તેને પ્રદક્ષિણા દઈને તે પાછો આવ્યો. યોગી ભયને લીઘે ભાગી ગયો. એમ ત્રણ દિવસ કર્યું પણ જયસેના તો ધ્યાનમાં જ સ્થિત હોય. ચોથે દિવસે યોગીએ કહ્યું કે જે દુષ્ટ હોય તેને મારીને આવજે. તેથી પ્રમાદી એવી ગુણસુંદરીને મારી નાખી. જયસેના મરી ગઈ હશે એમ ઘારીને ગુણસુંદરીની માતાએ ત્યાં આવીને જોયું તો પોતાની પુત્રીને જ મરેલી દીઠી. તેની ખબર રાજાને કરી તેથી રાજા જયસેનાને દરબારમાં લઈ ગયા. રાજાએ પૂછ્યું કે તેં ગુણસુંદરીને મારી છે? ત્યારે જયસેના કાંઈ બોલતી નથી. યોગી જ શાસનદેવીની પ્રેરણાથી રાજદરબારમાં આવ્યો અને જે રાતના બન્યું હતું તે કહી દીધું . જયસેના નિર્દોષ ઠરી. તેથી રાજાએ માનપૂર્વક તેને ઘેર મોકલી. સ્યાદ્વાદઘર્મના વિચારમાં જ ચિત્ત રાખનારી તથા મિથ્યાદર્શન ઉપર કિંચિત પણ રાગ નહીં રાખનારી એવી જયસેના મનની શુદ્ધિથી અનુક્રમે અનંત સુખવાળું મોક્ષપદ પામશે. આનંદશ્રાવકનું દ્રષ્ટાંત - આનંદ શ્રાવકને મનશુદ્ધિથી અવધિજ્ઞાન પ્રાપ્ત થયું. તેથી તે ઉપર પહેલા સૌઘર્મ દેવલોક સુઘી અને નીચેની પહેલી નરક સુઘી તથા તિસ્તૃલોકમાં લવણ સમુદ્ર સુઘી તથા પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ એમ ત્રણ દિશામાં પાંચસો યોજન સુધી અને ઉત્તર દિશામાં શુદ્ધ હિમાચલ સુધી સર્વ વસ્તુઓ જાએ છે. તે પણ મનશુદ્ધિનું જ કારણ છે. બીજી વચન શુદ્ધિ. વાણી વડે ભગવાનના ગુણનું કીર્તન કરે. તથા ભગવાને જીવ અજીવાદિ તત્ત્વોનું જે પ્રમાણે સ્વરૂપ જણાવ્યું હોય તે પ્રમાણે જ વાણી વડે કહે, વિપરીત ન કહે તે વાણીની વિશુદ્ધિ છે. તે ઉપર દ્રષ્ટાંત – કાલિકાચાર્યનું દ્રષ્ટાંત - નિર્ભયપણે સત્ય કહેવું. કાલિકાચાર્યનો ભાણેજ દત્ત નામે હતો. તુરમણિ ગામનો રાજા જિતશત્રુ નામે હતો. દત્તની ચાતુર્યતા જોઈને રાજાએ તેને પ્રઘાનપદ આપ્યું. પછી રાજ્યવર્ગને પોતાના કરી રાજાને પદ ભ્રષ્ટ કરી દીધો, અને પોતે રાજા થઈ બેઠો અને પશુઓને યજ્ઞમાં હોમી યજ્ઞ કરવા લાગ્યો. એક વખત દત્તના રાજ્યમાં કાલિકાચાર્ય પધાર્યા. માતાના આગ્રહથી તે કાલિકાચાર્ય મામા થાય માટે તેમને વાંદવા આવ્યો. દત્તે સૂરિને પ્રશ્ન કર્યો કે યજ્ઞનું ફળ શું? સૂરિએ રાજાનો ભય રાખ્યા વિના કહી દીધું કે યજ્ઞનું ફળ નરક છે. વળી કહ્યું કે આજથી સાતમે દિવસે કુંભીપાકની વેદના ભોગવીને તું નરકે જઈશ. આ સાંભળી દત્ત રાજાને ક્રોધ આવવાથી સૂરિને પૂછ્યું કે સાત દિવસ પછી મારું મૃત્યુ છે તેની નિશાની શું? સૂરિએ કહ્યું કે તારા મૃત્યુના સમય પહેલાં તારા મુખમાં મનુષ્યની વિષ્ઠા પેસશે. તે સાંભળીને સૂરિને મારવા માટે વિચાર કર્યો પણ પાછો વિચાર આવ્યો કે સાત દિવસ પછી જીવતો રહીશ ત્યારે મારીશ. એમ વિચારી પોતાના મહેલમાં જઈને રહ્યો. સાત દિવસ પૂરા થયા અને આજે આઠમો દિવસ છે એમ જાણી તે સુરિને મારવા માટે ચાલ્યો. રસ્તામાં માળીએ વિષ્ટા કરેલ હતી. તેના ઉપર Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧ ઘોડાનો પગ પડવાથી વિષ્ટા ઊછળીને તેના મોઢામાં આવીને પડી. સૂરિના કહેલા વચન પર વિશ્વાસ આવવાથી તેણે સેવકોને પૂછ્યું કે આજે કેટલામો દિવસ છે. સેવકોએ કહ્યું આજે સાતમો દિવસ છે. તેથી દત્ત પાછો મહેલ તરફ વળ્યો કે જિતશત્રુ રાજાના સેવકોએ તેને પકડી લીઘો. અને કુંભીમાં નાખીને પકવ્યો. તે મરીને નરકે ગયો. શ્રી કાલિકાચાર્યે રાજાનો પણ ભય રાખ્યો નહીં કે મને રાજા શિક્ષા કરશે પણ જે સત્ય હતું તે કહી દીધું. એ વચનશુદ્ધિનું સમકિતનું બીજું દ્વાર છે. = ત્રીજી કાયશુદ્ધિ સદેવગુરુધર્મ વિના બીજા મિથ્યાત્વી દેવોને ધર્મબુદ્ધિથી કાયા વડે વંદન કરે નહીં કે તેમની સેવા કરે નહીં. તે ત્રીજી કાયશુદ્ધિનો પ્રકાર છે. જે સમ્યગ્દષ્ટિમાં હોય છે. તે ઉપર દૃષ્ટાંત વજ્રકર્ણ રાજાનું દૃષ્ટાંત :- કાયાથી દર્શન કરવામાં દૃઢ. દશપુર નગરનો વજ્રકર્ણ નામે મહાપરાક્રમી રાજા હતો. તે વ્યસનોથી દૂષિત થયેલો હતો. એકદા જંગલમાં શિકાર કરતાં હરણીના ગર્ભમાંથી બચ્ચું બહાર પડ્યું. તેને તરફડતું જોઈ રાજાને દયા આવી. તેથી વિચાર્યું કે મેં નરકે જવાય એવા કામો કર્યા છે. એમ વિચારતો જંગલમાં ભ્રમણ કરવા લાગ્યો. ત્યાં એક મુનિ ભગવંતને જોઈને પૂછ્યું કે હે ભગવંત! આપ શું કરો છો ? મહાત્માએ કહ્યું – હું આત્મહિત કરું છું. રાજાએ કહ્યું કે હે સ્વામી! મને પણ આત્મહિતનો રસ્તો બતાવો. ત્યારે મુનિ બોલ્યા કે હિંસાનો ત્યાગ કરવો. દેવ ગુરુ અને ધર્મ પ્રત્યે દૃઢ શ્રદ્ધાન કરવું. અરિહંત અને સાધુ ભગવંત સિવાય બીજા કોઈને નમસ્કાર કરવા નહીં. એ સાંભળીને રાજાએ બીજા કોઈને પણ નહીં નમવાનું પચ્ચખાણ કર્યું. નગરમાં આવ્યા પછી વિચાર કર્યો કે મારો ઉપરી રાજા અવંતિનગરીનો છે. તેને મારે પ્રણામ કરવા પડશે. એમ વિચારી તેણે વીંટીમાં મુનિસુવ્રત ભગવાનની નાની પ્રતિમા બનાવી તેમાં મઢાવી અને મનવડે ભગવાનને જ નમસ્કાર કરતો હતો. જ્યારે ઉપરથી સિંહરથ રાજાને પ્રણામ કરતો દેખાતો હતો. કોઈ ખળ પુરુષે રાજા આગળ તેની આ વાત કરી. તેથી તેને મારવા માટે રાજાએ દશપુર નગરે ચઢાઈ કરી. તેને ઘેરો ઘાલ્યો. પછી દૂતને મોકલી કહેવડાવ્યું કે હે વજ્રકરણ, તું મને વીંટી પહેર્યા વિના પ્રણામ કરવા આવ. વજ્રક૨ણે કહેવરાવ્યું કે મારે રાજ્યની જરૂર નથી. મને માત્ર ધર્મદ્વાર આપો કે જેથી બીજે સ્થાને જઈને મારા નિયમનું પાલન કરું. એમ કહ્યાં છતાં પણ રાજા માન્યો નહીં પણ વિશેષ ક્રોધિત થયો, અને તેના કિલ્લાને ઘેરી રહ્યો. ત્યાં લક્ષ્મણ આવે છે અને સિંહરથને સમજાવે છે છતાં તે સમજતો નથી. તેથી તેની સાથે લડાઈ કરી તેને જીતી લે છે. પછી લક્ષ્મણ, વજ્રકરણને ઉજ્જયિનીનું રાજ્ય આપે છે અને સિંહરથને તેનો સેવક બનાવે છે. આ કથાનો સાર એ છે કે વજ્રકરણ રાજાએ સંકટ આવ્યા છતાં પણ નિયમનો ભંગ કર્યો નહીં અને કાયશુદ્ઘિ પાળવાથી તે સ્વર્ગે ગયો. ત્યાંથી અનુક્રમે મોક્ષને પામશે. પંચ દૂષણ ૧૭૦ એ ત્રણ દર્શનશુદ્ધિ કહી, વળી દૂષણ પંચ તત્ત્વે જૈતડંકા, નિર્ભયતા નહિ પામી શકે મન જો ઘ૨શે સતમાંહીં કુશંકા. ઉપર પ્રમાણે ત્રણ સમ્યગ્દર્શનની શુદ્ધિ કહી. હવે સમ્યગ્દર્શનના પાંચ દૂષણ કહે છે. તે તજવાથી વિજયનો ડંકો વાગી જશે એમ જાણવું. સમકિતનું પહેલું દૂષણ તે કુશંકા છે. વીતરાગે પ્રરૂપેલા ઘર્મને વિષે સંદેહ બુદ્ધિ રાખવી તે કુશંકા કહેવાય છે. જે પ્રાણી આવા સત્યધર્મમાં પણ કુશંકા રાખશે તેનું મન કદી નિર્ભયતા પામી શકશે નહીં. તે ઉપર દૃષ્ટાંત :— Page #191 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સમ્યગ્દર્શન ૧૭૧ બાળકોનું દ્રષ્ટાંત :- કુશંકાનું વિપરીત પરિણામ. એક ગામમાં કોઈ વ્યક્તિને બે પુત્રો હતા. એક પુત્ર શોક્યનો હતો. એક દિવસ અડદની દાળ બનાવી. તેમાં કાળા કાળા છોતરા દેખાયા. તે જોઈને શોક્યના પુત્રને શંકા થઈ કે રાબડીમાં આ બધી માખીઓ છે. આ મારી શોક્યમાતાએ કર્યું છે. આ પ્રમાણે શંકા રાખવાથી તેને વમન થયું. તે જ રીતે રોજ કંઈ ને કંઈ શંકા રાખવાથી ઊલટીઓ થવા લાગી. ઉર્ધ્વતાનો વ્યાધિ થયો અને છેવટે તે મૃત્યુ પામ્યો. પહેલો બાળક નિઃશંકપણે ભોજન કરવાથી સુખી થયો. એને પૂર્ણ વિશ્વાસ હતો કે મારી માતા મક્ષિકાવાળું ભોજન આપે નહીં. તેમ ભગવાને કહેલા તત્ત્વમાં કોઈ દિવસે પણ શંકા કરવી નહીં. ભગવાને કહ્યું તે સંપૂર્ણ સત્ય જ હોય એમ નિઃશંકતા રાખવી. //રા. કુમત-બાવળ ઇષ્ટ ગણે તર્જી સુરતરું સમ સુંગુરુ “કાંક્ષા; સંશય ઘર્મતણા ફળમાં મનમાં ઊગતાં ગણવી વિચિકિત્સા, કુમત-ઘારીંતણી સ્તવના વળી સંગતિ" અંતિમ દોષ ગણો છે. આઠ પ્રભાવક દર્શનના જિનશાસન-દીપક સુજ્ઞ સુણો તેઅર્થ - સમકિતનું બીજાં દૂષણ તે કાંક્ષા છે. કાંક્ષા એટલે ઇચ્છા. બીજા ઘર્મ વિષેનો અંશ કે સર્વથા અભિલાષ કરવો તે. સદગુરુરૂપી કલ્પવૃક્ષને તજીને કુમતવાદીરૂપી બાવળના વૃક્ષને ઇષ્ટ ગણવું. અર્થાત તેની ઇચ્છા કરવી તે કાંક્ષા નામનું દૂષણ છે. જે સમકિતને મલિન કરે છે તે ઉપર દ્રષ્ટાંત – - શ્રીઘરનું દ્રષ્ટાંત – કોઈ પણ દેવ પાસે કંઈ માંગવું નહીં. ગજપુર નગરમાં શ્રીઘર નામે વણિક રહેતો હતો. તે જૈન ઘર્મનું શ્રવણ કરીને રોજ ત્રિકાળ પૂજા કરતો. સર્પ આવ્યો તો પણ તે ભગવાનની ભક્તિ કરવામાં નિશ્ચલ જ રહ્યો. તેની નિશ્ચલતા જોઈને શાસનદેવીએ તે સર્પના માથામાંથી મણિ લઈ તેને આપ્યો, તે સુખે રહેવા લાગ્યો. હવે ઘરમાં કોઈને વ્યાધિ આવવાથી કોઈના કહેવાથી તે અન્ય અનેક દેવોને પૂજવા લાગ્યો. એક દિવસ ઘરમાં ચોરો આવ્યા અને સર્વ ઘન લઈ ગયા. તેથી દુઃખી થવાથી અનેક દેવો પાસે ઘનની આકાંક્ષા કરવા લાગ્યો; કોઈએ કંઈ આપ્યું નહીં, પણ બધા દેવો તેની મશ્કરી કરવા લાગ્યા; કે જા ગોત્રદેવી આપે. તે કહે જા ચંડિકા પાસે. છેવટે શાસનદેવી પાસે જઈ આરાધના કરવા લાગ્યો. તે જોઈ શાસનદેવી બોલી કે અરે મૂર્ખ! તેં આ બધું શું કર્યું? ઘણી ભૂલ કરી છે. કુદેવોને મૂકી હવે સાચા દેવાધિદેવને જ ભજ. કોઈ પણ જાતની આકાંક્ષા રાખ્યા વિના ભજ. આકાંક્ષા રાખવી એ તો દૂષણ છે. સમકિતને દૂષિત કરનાર છે. તે સાંભળી બધું છોડી દઈ શ્રીઘર ઇચ્છા રહિતપણે ફરીથી ભગવાનને જ ભજવા લાગ્યો. થોડાં કાળમાં તે મોક્ષપદને પામશે. - ત્રીજું દૂષણ તે વિચિકિત્સા નામે છે. કરેલી ઘર્મક્રિયાનું ફળ હશે કે નહીં એવી અંશે કે સર્વથા મનમાં શંકા ઉત્પન્ન થવી તે અથવા તે કારણે ઘર્મમાં અણગમો અથવા ઘર્મક્રિયામાં ઉત્સાહ ન થવો તે વિચિકિત્સા નામના સમકિતમાં દોષ ગણાય છે. તે ઉપર દ્રષ્ટાંત – એક શ્રેષ્ઠી પુત્રી ઘનશ્રીનું દ્રષ્ટાંત - કદી જુગુપ્સા કરવી નહીં. ઘનશ્રી નામે એક શ્રેષ્ઠીની પુત્રી હતી. એક વખત ગ્રીષ્મઋતુમાં મુનિ ભગવંત વોહરવા પધાર્યા. તે વખતે શેઠે ઘનશ્રીને કહ્યું કે મુનિઓને વહોરાવ. તે વહોરાવવા લાગી પણ ઉનાળાને લીધે મુનિઓના શરીરમાંથી પરસેવાની દુર્ગઘ આવવા લાગી. તેથી ઘનશ્રીએ પોતાનું મુખ મરડ્યું. અને વિચારવા લાગી કે આ સાધુઓ પ્રાસુક જળવડે સ્નાન કરતા હોય તો તેમાં શો દોષ? એ પ્રમાણે એણે જાગુપ્સા કરી. જાનુસારૂપ પાપકર્મની આલોચના Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧ કર્યા વગર મરણ પામીને તે ગણિકાના ઉદરમાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. તેના શરીરમાં અત્યંત દુર્ગંધને લીધે ગણિકાએ વિષ્ઠાની જેમ તેને રાજમાર્ગમાં નાખી દીધી. તેથી કોઈ દિવસ પણ જુગુપ્સા કરવી નહીં. કુમતધારી એટલે ખોટી માન્યતાના ધરનાર કે વર્તનાર એવા મિથ્યામતવાદીઓની સ્તવના એટલે તેમની પ્રશંસા કરવી તે સમકિતનું ચોથું દૂષણ જાણવું. તે ઉપર દૃષ્ટાંત · સુમતિ અને નાગિલનું દૃષ્ટાંત :- મિથ્યાત્વીઓની પ્રશંસા કરવી નહીં. સુમતિ અને નાગિલ બન્ને ભાઈ ૫રદેશ કમાવા માટે ગયા. રસ્તામાં સાધુઓનો ભેટો થયો. તેથી તેમની સાથે ચાલવા લાગ્યા. નાગિલને કેટલાક દિવસ પછી લાગ્યું કે સાધુઓની ચેષ્ટા અને વાણી કુશીલીયા જેવી લાગે છે. માટે નાગિલે સુમતિને કહ્યું કે ભાઈ આ સાધુઓની સાથે ચાલવું યોગ્ય નથી. આપણે તો કુશીલીયાનું મોઢું પણ ન જોવું એમ ભગવાન નેમિનાથ પાસે નિશ્ચય કર્યો છે ત્યારે સુમતિએ કહ્યું—તું તો દોષ જોનારો જણાય છે. મને તો એ સાધુઓ સાથે વાત કરવી યોગ્ય લાગે છે. વળી કહ્યું કે જેવો તું બુદ્ધિ વિનાનો છે તેવા તે તીર્થંકર પણ હશે કે જેણે તને આવો નિષેધ કર્યો. એ પ્રમાણે મિથ્યાત્વીઓની પ્રશંસા અને તીર્થંકરોની નિંદા કરીને તેણે ભયંકર કર્મ ઉપાર્જન કર્યું. તેથી તે અનંત કાળ સુધી સંસારમાં પરિભ્રમણ ક૨શે. જ્યારે નાગિલે મિથ્યાત્વીઓની પ્રશંસા કરી નહીં તેથી તે જ ભવે તે મુક્તિને પામ્યો. વળી તેવા મિથ્યાત્વીઓની સાથે વાતચીત, ગોષ્ઠી કે તેમની સંગતિ કરવી તે સમકિતનું અંતિમ પાંચમું દૂષણ જાણવું. તે ઉપર દૃષ્ટાંત – ધનપાલ કવિનું દૃષ્ટાંત :– ભાવથી મિથ્યાત્વીઓની સંગત કરવી નહીં. ધનપાલ કવિને દ્રવ્યથી રાજા વગે૨ે મિથ્યાત્વીઓનો પરિચય હોવા છતાં પણ ભાવથી તેવા પાપસંગના નાશની સ્પૃહાવાળા ધનપાલે સર્વ દોષરહિત સમકિતને ઘારણ કર્યું તેવી રીતે સર્વ જીવોએ કરવું. સમ્યગ્દષ્ટિ આત્મા એ પાંચે દૂષણથી દૂર રહે છે. હવે જિનશાસનને દીપાવનાર દીપક સમા અને સુજ્ઞ એવા જૈન દર્શનના આઠ પ્રભાવકની વાત સાંભળો. ।।૩૦।। આઠે પ્રભાવક જે શ્રુતનો ૫૨માર્થ અપાર છતાં ગુણઘામ મુનિ-ઉર સ્ફુરે, ધર્મકથા કરનાર સચોટ પ્રભાવ વડે જનસંશય ચરે, વાર્થી પ્રભાવક તર્ક બળે પરવાર્તી જીતી જિન-શાસન ઓપે, જોષી પ્રભાવક ભાખી ભવિષ્ય સુધર્મ વિષે જનનાં મન રોપે. જે અર્થ :— વીતરાગદર્શનના આઠ પ્રભાવકમાંના પહેલા પ્રવચન પ્રભાવક વિષે જણાવે છે :— શ્રુત । એટલે શાસ્ત્રનો પરમાર્થ અપાર હોવા છતાં પણ, ગુણના ઘરરૂપ મુનિના હૃદયમાં તે શ્રુતનો આશય ભાવ સ્કુરાયમાન થાય છે એવા મુનિ સમય અનુસારે આગમની પ્રરૂપણા કરી ચતુર્વિધ સંઘને શુભમાર્ગે પ્રવર્તાવે તે પ્રવચન પ્રભાવક નામે ઓળખાય છે. તે ઉપર દૃષ્ટાંત વજ્રસ્વામીનું દૃષ્ટાંત :- પ્રવચન પ્રભાવક. તેઓ આઠ વર્ષના થયા ત્યારે તેમના પ્રવચનથી પ્રભાવિત થઈને સૂરિએ તેમને આચાર્યપદ આપ્યું. એક વખત બા૨વર્ષનો દુષ્કાળ પડવાથી સર્વ સંઘ અત્યંત વ્યાકુળ થયો. તે જોઈ વજસ્વામી સર્વ Page #193 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સમ્યગ્દર્શન ૧૭૩ સંઘને એક કપડાં પર બેસાડી આકાશગામિની વિદ્યાના બળથી સુકાળવાળી નગરીએ લઈ ગયા. ઘર્મના સંકટ વખતે મહાપુરુષો વિદ્યાનો પ્રયોગ કરી આ પ્રમાણે પ્રભાવના કરે છે. જે મુનિ, હેતુ, યુક્તિ અને દ્રષ્ટાંત વડે ઘર્મકથા કરીને જનસમુહ ઉપર સચોટ પ્રભાવ પાડી તેમના સંશય એટલે શંકાઓને ચૂરી નાખે તે ઘર્મકથક નામના બીજા પ્રભાવક કહેવાય છે. તે ઉપર દ્રષ્ટાંત – | સર્વજ્ઞસૂરિનું ધૃષ્ટાંત – ઘર્મકથા પ્રભાવક. શ્રીપતિ નામે એક શ્રેષ્ઠિનો પુત્ર કમલ નામે હતો. તે ઘર્મથી પરાગમુખ અને સાતે વ્યસનોમાં તત્પર હતો. શેઠના કહેવાથી આચાર્યે તેને ઉપદેશ આપ્યો પણ કિંઈ અસર થઈ નહીં. પછી સર્વજ્ઞસૂરિ પધાર્યા. તેમને શેઠે કહ્યું કે મારા પુત્રને ઘમેની રુચિ થાય તેમ કરો. તેથી ગુરુએ તેની વૃત્તિ જાણીને કહ્યું હે કમલ! સ્ત્રીઓ ચાર પ્રકારની હોય છે. પદ્મિની, હસ્તિની, ચિત્રણી અને શંખિની. સ્ત્રી સબંઘી વાત કરતાં કમલને તેમાં રસ પડવા લાગ્યો. તેથી ગુરુ એક માસ ત્યાં રહ્યા ત્યાં સુઘી રોજ તે આવવા લાગ્યો. સૂરિએ જતી વખતે કહ્યું કે તું કંઈક નિયમ લે. ત્યારે કમલ કહે નિયમ શેનો ? પથ્થર નહીં ખાઉં, ઇંટ ન ખાઉં તેનો નિયમ આપો. એમ કહી ગુરુની મશ્કરી કરી. ત્યારે ગુરુએ કહ્યું કે કમલ એમ કરવાથી કર્મ બંઘાય. પશુ થવું પડે કે નરકમાં જાય. અમારા સમાગમથી કંઈક તારે નિયમ લેવો જોઈએ. તે સાંભળી તે શરમાઈ ગયો અને કહ્યું : અમારી સામે એક ટાલવાળો કુંભાર રહે છે તેની ટાલ જોઈને હું જમીશ એ નિયમ આપો. સૂરિએ એવો નિયમ આપ્યો. તે નિયમનું રોજ પાલન કરે છે. એક દિવસ મોડું થવાથી જમવા બેઠો અને નિયમ યાદ આવ્યો. તેથી કુંભારને ઘેર ગયો. પણ કુંભાર માટી ખોદવા ગયો હતો તેથી તેની પાછળ ગયો. કુંભારને માટી ખોદતાં ચરુ નીકળ્યા. ત્યાં કમલ તેની ટાલ દેખવાથી બોલ્યો કે જોયું-જોયું એમ કહીને દોડવા લાગ્યો. ત્યારે કુંભારે બોલાવીને કહ્યું કે ભાઈ બૂમ માર નહીં. ભલે તું બધું લઈ લેજે. પછી ત્યાં આવીને જોયું તો ચરુ જોયા. ચરુમાંથી થોડું ઘન કુંભારને આપ્યું અને બીજું પોતે લીધું. તેના પરથી તે વિચારવા લાગ્યો કે અહો! પ્રતિજ્ઞા પાલનથી મને ચરુ મળ્યા. માટે તે મહાત્મા મળે તો હવે હું શ્રાવક ઘર્મ અંગીકાર કરું. પછી ગુરુને શોધી, તેમની પાસેથી બારવ્રત અંગીકાર કરી કલ્યાણ સાધ્યું. જે આચાર્ય નય નિક્ષેપ કે પ્રમાણ ગ્રંથોના બળે કે સિદ્ધાંતના બળથી કે તર્કથી પરમતવાદીઓને જીતી જિનશાસનની શોભાને વધારે તે ત્રીજા વાદી પ્રભાવક કહેવાય છે. તે ઉપર દ્રષ્ટાંત – શ્રી વૃદ્ધવાદી સૂરિનું દ્રષ્ટાંત :- વાદી પ્રભાવક. સિદ્ધસેન નામનો બ્રાહ્મણ પંડિત વિક્રમ રાજાનો ઘણો માનીતો હતો. તે મિથ્યાત્વી હોવાથી પોતાની બુદ્ધિના અતિશયપણાને લીધે આખા જગતને નૃણ સમાન માનતો. તેણે પ્રતિજ્ઞા કરી કે “મને વાદમાં જીતે તેનો હું શિષ્ય થઈ જાઉં.” વૃદ્ધવાદીની કીર્તિ સાંભળી તે સહન નહીં થવાથી સિદ્ધસેન તેમની સાથે વાદવિવાદ કરવા ચાલ્યા. રસ્તામાં તે મળી જતાં તે બોલ્યો કે મારાથી વાદ કરો. ત્યારે વૃદ્ધવાદી બોલ્યા કે બહુ સારું પણ સાક્ષી કોણ છે? સિદ્ધસેન બોલ્યાઃ આ ગોવાળ લોકો સાક્ષી છે. ગોવાળકો બોલ્યા કે સિદ્ધસેન તું જ પ્રથમ વાદ શરૂ કર. સિદ્ધસેન તર્કશાસ્ત્રની વાતો સંસ્કૃતમાં બોલવા લાગ્યો. તેથી ગોવાળીયાઓ કંઈ સમજી શક્યા નહીં. તેથી તે બોલ્યા કે એ તો ભેંસની જેમ બરાડા પાડી કાન ફોડી નાખે છે. માટે આ તો મૂર્ખ છે. તેથી હે વૃદ્ધ! તમે કાંઈક કાનને સારું લાગે એવું બોલો. તે સાંભળી વૃદ્ધવાદી સૂરિ અવસરના જાણ હોવાથી બોલ્યા કે “કોઈ પ્રાણીને મારવો નહીં, કોઈનું ઘન ચોરવું નહીં, પરસ્ત્રી પ્રત્યે નમન કરવું નહી.....” એ સાંભળી ગોવાલીયાઓ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ બહુ આનંદ પામ્યા અને બોલ્યા કે આ સૂરિએ બ્રાહ્મણને હરાવ્યો. આ પ્રમાણે પોતાની નિંદા સાંભળી સિદ્ધસેને કહ્યું કે “હે પૂજ્ય! મને દીક્ષા આપો. ત્યારે વૃદ્ધસૂરિએ કહ્યું કે રાજસભામાં વાદ કરીશું. પછી ત્યાં વાદ વિવાદ શરૂ થયો અને વૃદ્ધસૂરિ જીત્યા. તેથી સિદ્ધસેને વૃદ્ધસૂરિ પાસે દીક્ષા લીધી. જૈન શાસ્ત્રમાં પ્રવીણ થયા. પછી સિદ્ધસેન દિવાકર એવું તેમને બિરૂદ આપી ગુરુએ પોતાનું સૂરિપદ આપ્યું. એમ વાદવિવાદ કરીને સૂરિએ જૈનધર્મની પ્રભાવના કરી. જે મુનિ અષ્ટાંગ નિમિત્ત જ્ઞાનવડે ભવિષ્ય ભાખી સાચા આત્મિક ઘર્મમાં મનુષ્યના મનને રોપે અર્થાત્ સ્થિર કરે તે જોષી પ્રભાવક કહેવાય છે. તે ઉપર દૃષ્ટાંત – - શ્રી ભદ્રબાહ સ્વામીનું દ્રષ્ટાંત - જ્યોતિષ પ્રભાવક. દક્ષિણ દેશમાં પ્રતિષ્ઠાનપુરને વિષે ભદ્રબાહુ અને વરાહમિહિર નામના બે પંડિત ભાઈઓએ યશોભદ્રસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. મોટા ભાઈ ભદ્રબાહએ અનુક્રમે ચૌદપૂર્વનો અભ્યાસ કર્યો. તેથી યોગ્ય જાણીને ગુરુએ તેમને સૂરિપદ આપ્યું. એક દિવસ વરાહમિહિરે જ્ઞાનના ગર્વથી મોટાભાઈ પાસે સૂરિપદની માગણી કરી. ત્યારે મોટાભાઈએ કહ્યું કે હે ભાઈ! તું વિદ્વાન છો પણ અભિમાની હોવાથી તેને સૂરિપદ અપાય નહીં. એ સાંભળીને વરાહમિહિરે દીક્ષા છોડી દઈ બ્રાહ્મણનો વેષ અંગીકાર કર્યો. લોકોમાં પોતાની પ્રસિદ્ધિ કરવા માટે તે કહેવા લાગ્યો કે સૂર્યદેવે મારા પર પ્રસન્ન થઈ તેમના વિમાનમાં બેસાડીને બધું જ્યોતિશ્ચક્ર બતાવ્યું. તે જાણીને હું કૃતાર્થ થયો છું. તે સાંભળી રાજાએ વરાહને રાજ્યપુરોહિત બનાવ્યો. વરાહ ગર્વને લીધે જૈનમુનિઓ ઉપર દ્વેષ રાખી તેમની નિંદા કરતો હતો. જેથી શ્રાવકોએ ભદ્રબાહ સ્વામીને મોટા ઉત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યો. તે જોઈ વરાહ ખેદ પામ્યો. થોડા દિવસ પછી રાજાને ઘેર પુત્રજન્મ થયો. તેની જન્મપત્રિકા વરાહે કરીને કહ્યું કે તે સો વર્ષના આયુષ્યવાળો થશે. પછી રાજાને ઘેર પુત્રપ્રસવનો હર્ષ દેખાડવા માટે ગામના લોકો આવ્યા. ત્યારે વરાહે રાજાને કહ્યું કે ઇર્ષાળુ ભદ્રબાહુસૂરિ તમને મળવા આવ્યા નથી. ત્યારે રાજાએ મંત્રીને ભદ્રબાહુસ્વામી પાસે મોકલ્યા. આપ કેમ રાજપુત્રના જન્મના હર્ષ માટે આવ્યા નહીં. ત્યારે સૂરિએ કહ્યું કે બે વખત આવવાનું કષ્ટ શા માટે કરવું? કેમકે સાત દિવસમાં તેનું બિલાડીથી મૃત્યુ થવાનું છે. મંત્રીએ તે વાત રાજાને જણાવી. તેથી શહેરમાની બધી બિલાડીઓને બાહર કાઢી મૂકી. પછી સાતમે દિવસે બિલાડીના આકારનો આગળો તેના ઉપર પડ્યો અને તે મરી ગયો. રાજાએ વરાહનો તિરસ્કાર કર્યો. ભદ્રબાહુસ્વામીએ નિમિત્ત જ્ઞાનવડે જાણ્યું. તેથી રાજા જૈનધર્મી થયો. એમ નિમિત્તજ્ઞાનવડે પ્રભાવના કરનાર શ્રી ભદ્રબાહુસ્વામી પ્રસિદ્ધ થયા. /૩૧ાાં અંતર્ બાહ્ય, તપે મુનિ ઘર્મ-અતિશય લોક વિષે પ્રસરાવે દેવ સહાયથી, મંત્રબળે વળી કોઈ પ્રભાવક સંઘ બચાવે; અંજનયોગથી કોઈ પ્રભાવક ઘાર્મિક કાર્યથી ઘર્મ ગજાવે, કાવ્ય વડે પ્રતિબોઘ કરે નૃપ આદિ મહાજનને મુનિ-ભાવે. અર્થ - અંતરંગ અને બાહ્ય અનેક પ્રકારની તપશ્ચર્યા કરીને જે મુનિ લોકમાં જૈન ઘર્મની અતિશય પ્રભાવના કરે તે પાંચમા તપસ્વી પ્રભાવક કહેવાય છે. તે ઉપર દ્રષ્ટાંત – શ્રી કાષ્ઠમુનિનું દ્રષ્ટાંત - તપસ્વી પ્રભાવક. રાજગૃહ નગરમાં કાષ્ઠ નામે શ્રેષ્ઠી રહેતો હતો. Page #195 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સમ્યગ્દર્શન ૧૭૫ ' ના, ઘરનો ભાર પોતાની સ્ત્રીને સોંપી પૈસા કમાવવા માટે તે પરદેશ ગયો. તેની સ્ત્રી વજા કુલટા હતી. કાષ્ઠ શ્રેષ્ઠી પરદેશથી ઘેર આવ્યા ત્યારે પોતાની સ્ત્રીનું આવું ચરિત્ર સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લીધી. પછી અનેક પ્રકારની તપશ્ચર્યા કરીને જૈનધર્મનો પ્રભાવ વધાર્યો. તેથી તે તપસ્વી પ્રભાવક નામે પ્રસિદ્ધ થયા. જે મુનિ દેવના સહાયથી કે મંત્ર, યંત્ર વગેરે વિદ્યાના બળે કરીને સંઘને સંકટમાંથી બચાવે તે છઠ્ઠા વિદ્યા પ્રભાવક ગણાય છે. તે ઉપર દ્રષ્ટાંત – શ્રી હેમચંદ્રાચાર્યનું દ્રષ્ટાંત :-- વિદ્યા પ્રભાવક. શ્રી હેમચંદ્રાચાર્યે વિદ્યાના પ્રભાવથી કુમારપાળરાજાને દ્રઢ જૈનધર્મી બનાવ્યો. નવરાત્રિના દિવસે દેવીના પૂજારીએ આવીને રાજાને કહ્યું કે હે મહારાજ ! કુળદેવી આગળ સાતમને દિવસે સાતસો પાડા, આઠમને દિવસે આઠસો પાડા અને નોમને દિવસે નવસો પાડાનો વઘ કરવાની કુળ પરંપરા આગળથી ચાલી આવે છે. તે પ્રમાણે નહીં કરશો તો દેવી વિઘ્ન કરશે. તે સાંભળીને રાજાએ સૂરિ પાસે જઈ બધી વાત કરી. સૂરિએ કહ્યું કે જે દિવસે જેટલા પાડા હણાય છે તેટલા પ્રાણીઓ તે દેવી પાસે ઘરીને કહેવું કે – હે દેવી! આ શરણરહિત પશુઓ તમારી પાસે મૂક્યા છે, હવે જેમ તમને યોગ્ય લાગે તેમ કરો. પછી રાજાએ સૂરિના કહેવા પ્રમાણે કર્યું. દેવીએ એકે પ્રાણીનું ભક્ષણ કર્યું નહીં. પરંતુ નવમીની રાત્રિએ હાથમાં ત્રિશૂળને ઘારણ કરી દેવીએ આવી રાજાને કહ્યું કે હે રાજા! પરંપરાથી ચાલતી આવતી રીતને તેં કેમ ભૂલવી દીધી? રાજાએ જવાબ આપ્યો કે હું જીવું ત્યાં સુધી તો એક કીડીનો પણ વઘ કરીશ નહીં. તે સાંભળી દેવીએ રાજાના માથા પર ત્રિશૂળનો પ્રહાર કર્યો. તેથી તત્કાળ કોઢનો વ્યાધિ ઉત્પન્ન થયો. રાજા મરવાને તૈયાર થયા. તે વાત ઉદયન મંત્રીએ સૂરિને કહી. તેથી સૂરિએ જળ મંત્રીને ઉદયન મંત્રીને આપ્યું. તે રાજાને છાંટવાથી તેનો દેહ પાછો સુવર્ણની કાંતિ જેવો થઈ ગયો. પ્રાતઃકાળે રાજા ગુરુના દર્શન કરવા ગયો. ત્યાં એક થાંભલે બાંધેલી દેવીને રુદન કરતી દીઠી. ત્યારે સૂરિ બોલ્યા–હે રાજા! તેની પાસેથી કંઈ માંગી લે. ત્યારે રાજાએ તે દેવી પાસે અઢાર દેશમાં જીવરક્ષા માટે કોટવાળપણું માંગ્યું. તે વાત દેવીએ સ્વીકારી. એટલે તેને આચાર્યે બંઘનથી મુક્ત કરી. વિદ્યાના પ્રભાવથી હેમચંદ્રાચાર્યે ચમત્કાર બતાવી જૈન ઘર્મની પ્રભાવના કરી જેથી કુમારપાળ રાજા દ્રઢ જૈનધર્મી થયો. અંજન, ચૂર્ણ કે લેપ વગેરે સિદ્ધ કરેલા પ્રયોગથી કોઈ ઘાર્મિક કાર્ય કરીને જે ઘર્મને ગજાવે તે સાતમા સિદ્ધ પ્રભાવક કહેવાય છે. તે ઉપર દૃષ્ટાંત – પાદલિપ્તસૂરિનું દ્રષ્ટાંત - સિદ્ધ પ્રભાવક. પાદલિપ્તસૂરિ વિહાર કરતા અન્યદા ખેટકપુર નગરમાં આવ્યા. ત્યાં પાદલેપ વિદ્યાના બળે કરી પ્રતિદિન પાંચ તીથએ જઈ વંદના કરીને પછી ભોજન કરતા હતા. એકદા સૂરિ ઢંકપુરે આવ્યા. નાગાર્જુન નામનો યોગી પાદલેપ વિદ્યા શીખવા માટે સૂરિ પાસે આવી શ્રાવક થઈને રહ્યો. રોજ સૂરિના ચરણને વંદન કરવાથી ઔષથીઓને ઓળખી લીધી. તેથી તે સર્વ ઔષથીઓને પાણીમાં મેળવી પોતાના પગે લેપ કરી આકાશમાં ઊડવા લાગ્યો. પણ થોડે દૂર જઈ પાછો પડી જાય. તેથી તેના શરીરે ચાઠા પડી ગયા. તે જોઈ સૂરિએ તેને કહ્યું કે શરીરે ક્ષત શાના છે. યોગીએ સત્યવાત કહી. તેથી સૂરિએ રંજિત થઈ તેને વિદ્યા શીખવાડી કે સર્વ ઔષધિઓને ચોખાના ઓસામણમાં એકત્ર કરી પછી લેપ કરવો. તેથી તેને તે વિદ્યા સિદ્ધ થઈ. પછી તે યોગી પણ દ્રઢ શ્રાવક બની ગયો. એકવાર નાગાર્જુને ઘણા દ્રવ્યનો વ્યય કરી સુવર્ણસિદ્ધિ નિપજાવી. પછી ગુરુનો ઉપકાર વાળવા માટે એક રસકુપી ભરીને ગુરુ પાસે મોકલી. તે જોઈ ગુરુએ શિષ્યને કહ્યું કે અમે તૃણ અને સુવર્ણને સરખું Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ગણીએ છીએ. અને તે કુપીમાં પોતાનું મૂત્ર ભરીને તે યોગીના શિષ્યને આપ્યું. તે લઈ શિષ્ય નાગાર્જુનને આપ્યું. તેથી તેણે ક્રોઘ પામી તે કુપીને પત્થર ઉપર પછાડી કે તે આખો પત્થર સોનાનો બની ગયો. તે જોઈ યોગીએ વિચાર્યું કે સૂરિના શરીરમાં કેવી કેવી સિદ્ધિઓ પ્રગટેલી છે. મેં સુવર્ણસિદ્ધિ માટે ખોટી મહેનત કરી. એમ વિચારી નાગાર્જુન કલ્પવૃક્ષ સમાન ગુરુની સેવા તથા વંદન કરવામાં તત્પર થયો. લેપ વગેરે અનેક સિદ્ધિઓ વડે જૈનશાસનની અનેક પ્રકારે પ્રભાવના કરી આચાર્ય સ્વર્ગે પધાર્યા. જે મુનિ અભુત ભાવથી યુક્ત કાવ્ય રચીને રાજા આદિ મહાજનોને પ્રતિબોધ પમાડે તે કવિ પ્રભાવક નામના આઠમા પ્રભાવક ગણવામાં આવેલ છે. તે ઉપર દ્રષ્ટાંત માનતુંગસૂરિનું દ્રષ્ટાંત - કવિ પ્રભાવક, ઘારાનગરીમાં બાણ અને મયૂરી નામના બે પંડિતો રહેતા હતા. બાણ, મયૂરનો સાળો હતો. બહેનના શ્રાપથી બાણ કુષ્ટી રોગવાળો થયો હતો. બન્ને પંડિતો રાજસભામાં એકઠા થયા. ત્યારે મયૂરે પોતાના સાળા બાણને કુષ્ટી કહીને બોલાવ્યો. તેથી તેણે મોટો ખાડો કરી તેમાં અંગારા ભર્યા. પછી ઉપર શીકું બાંધી તેની અંદર બેઠો. પછી સૂર્યની સ્તુતિ કરતાં દોરી કાપતાં છઠ્ઠી શ્લોકે છઠ્ઠી દોર કપાતાં અંગારામાં નહીં પડતાં સૂર્ય દેવે પ્રત્યક્ષ થઈ તેના દેહને વ્યાધિરહિત સુવર્ણમય કરી દીધો. તેથી બાણે મયૂરને કહ્યું કે હે ક્ષુદ્ર પક્ષી! ગરુડની પાસે કાળા કાગડાની જેમ મારી પાસે તારી શી શક્તિ છે? જો હોય તો મારી જેમ પ્રત્યક્ષ દેખાડ. ત્યારે મયૂરે પણ પોતાના હાથ પગ કાપી નાખ્યા. પછી ચંડીદેવીની સ્તુતિ કરતા તેના હાથપગ સાજા થઈ ગયા અને શરીર વજમય બની ગયું. તે જોઈ રાજાએ આશ્ચર્ય પામી મયૂરને ઘણું માન આપ્યું. તે જોઈ જૈનધર્મના દ્વેષી બ્રાહ્મણોએ રાજાને કહ્યું કે “જો જૈનોમાં પણ કોઈ આવો પ્રભાવશાળી હોય તો જ આ દેશમાં જૈનોને રહેવા દેવા; નહિં તો તે સર્વને દેશ બહાર કાઢી મૂકવા જોઈએ.” આવું વચન માનતુંગ આચાર્યના સાંભળવામાં આવ્યું. તેથી જૈન શાસનનો પ્રભાવ બતાવવાની ઇચ્છા કરી. રાજસભામાં આવ્યા. રાજા પાસે પોતાના શરીર પર ચૂમ્માલીશ બેડીઓ નખાવી અને ઓરડાની અંદર ઓરડો એવા ચૂમ્માલીશ ઓરડામાં પોતે બેઠા. બધા ઓરડાઓને પણ તાળા લગાડી દીઘા. પછી માનતુંગ સૂરિએ ભક્તામર સ્તોત્ર રચ્યું. એક એક ગાથા બોલતાં જાય તેમ તેમ શરીર ઉપરની એક એક બેડી તૂટતી જાય અને એક એક ઓરડાનું તાળું પણ તૂટતું જાય. એમ બધા તાળા તૂટી ગયા. એટલે સૂરિ મહારાજ સભામાં આવી પહોંચ્યા. એમ ઉત્તમ કાવ્ય રચીને સૂરિએ જૈનશાસનનો મોટો પ્રભાવ પ્રગટ કરી સર્વને આશ્ચર્ય ચકિત કર્યા. ૩રા પંચ ભૂષણ ભૂષણ પંચ સુદર્શનનાં વિધિ-કુશળતા, વળ તીરથ-સેવા, દેવ-ગુરુ પ્રતિ પૂજનભક્તિ, સુદર્શન-ભાવ ચળે નહિ તેવા; પંચમ ભૂષણ ઘર્મ-પ્રભાવ અનેક પ્રકારથી લોક વખાણે; તેમ સુવર્તન, દાન, દયા, તપ, જ્ઞાન ઘરે નિજ શક્તિ પ્રમાણે. અર્થ :- હવે ભૂષણ એટલે જે સમકિતનું ઘરેણું છે. તેના પાંચ પ્રકાર છે. તેમાં વિવિઘ કુશળતા એટલે છ આવશ્યકાદિક ક્રિયાઓ કરવામાં જે કુશળ હોય તે સમકિતનું પહેલું ભૂષણ છે. (૧) પ્રતિક્રમણ, (૨) પચ્ચખાણ, (૩) સામાયિક, (૪) સ્તવન એટલે ભગવાનના ગુણગાન, (૫) વંદન એટલે ભગવાનના દર્શન તથા (૬) કાયોત્સર્ગ. એ છ આવશ્યક ક્રિયાઓ ગણાય છે. તે ઉપર દ્રષ્ટાંત – Page #197 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સમ્યગ્દર્શન ૧૭૭. આવશ્યક ક્રિયાઓમાં કુશળતા-આવશ્યકાદિક ક્રિયાઓને વિષે જેની કુશળતા હોય તે સમકિતનું પહેલું ભૂષણ કહેવાય છે. તેનું ભવ્ય પ્રાણીએ આચરણ કરવું. તે સંબંધમાં ઉદાયી રાજાનું દ્રષ્ટાંત નીચે પ્રમાણે છે : ઉદાયી રાજાનું દ્રષ્ટાંત :- રાજગૃહ નગરમાં કોણિક રાજાની રાણી પદ્માવતીએ પુત્રને જન્મ આપ્યો તેનું નામ ઉદાયી પાડવામાં આવ્યું. જ્યારથી ઉદાયી રાજા બની પાટલીપુરમાં આવ્યો ત્યારથી તેના પ્રતાપરૂપી સૂર્યના ઉદયને નહીં સહન કરતા એવા શત્રુ રાજાઓ ઘુવડની જેમ અંઘ થઈ ગયા. ઉદાયી રાજાએ પ્રતિદિન દાન, યુદ્ધ અને ઘર્મનો ઘણો વિસ્તાર કર્યો. જૈનઘર્મની પૃથ્વી પર સર્વત્ર પ્રભાવના કરી, સદ્ગુરુ પાસે બારવ્રત અંગીકાર કર્યા. તેનું સમકિત અત્યંત દ્રઢ હતું. મહિનામાં ચાર દિવસ ઉપવાસ કરી, દેવગુરુને વંદન કરી, છ આવશ્યકાદિ ક્રિયાઓ કરી, પૌષધ ગ્રહણ કરીને આત્માને પવિત્ર કરતો હતો. તેણે અંતઃપુરમાં જ પૌષધશાળા કરાવી હતી. તેમાં રાત્રીને સમયે વિશ્રાંતિ લઈ સાઘુની જેમ સંથારો કરતો હતો. આ પ્રમાણે તે જૈનધર્મની સર્વ ક્રિયાઓમાં અત્યંત કુશળ હતો. એ જ એમનું ભૂષણ એટલે આભૂષણ હતું. બીજાં ભૂષણ તીર્થસેવા છે. જેથી તરાય તે તીર્થ છે. સંસારભાવથી વિરક્ત છે એવા સત્પરુષો તો જંગમ એટલે હાલતાં ચાલતાં તીર્થરૂપ છે. અને મહાપુરુષોએ સ્પર્શેલ ભૂમિઓ તે સ્થાવર તીર્થ છે. એવા તીર્થોની સેવા કરવી તે સમકિતનું બીજાં ભૂષણ છે. તે ઉપર દ્રષ્ટાંત – જેથી તરાય તે તીર્થ છે. જ્યાં સત્સંગ કે સત્પરુષનો જોગ થાય એવા સતુતીર્થની સેવા મોટો ગુણ ઉત્પન્ન કરે છે. પુરુષો જંગમ તીર્થરૂપ છે. પણ અપ્રશસ્તતીર્થની સેવા કાંઈપણ ગુણનું કારણ થતી નથી. તે જણાવવા નીચે પ્રમાણે દ્રષ્ટાંત છે – ગૌતમી શ્રાવિકાનું દ્રષ્ટાંત - તુંબડીને તીર્થસ્નાન છતાં કડવાશ ગઈ નહીં. વિષ્ણુ સ્થળ નગરમાં ગૌતમી નામે એક સાર્થવાહની સ્ત્રી પરમ શ્રાવિકા હતી. તેને ગોવિંદ નામે પુત્ર હતો. તે મિથ્યાત્વી હતો. માતાએ તેને જૈનધર્મ પમાડવા માટે ઘણો સમજાવ્યો પણ તે માન્યો નહીં. ગોવિંદ લૌકિકતીર્થની યાત્રા કરવા નીકળ્યો. તેને પ્રતિબોઘ કરવા માટે માતાએ એક કડવી તુંબડી આપીને કહ્યું કે ગંગા વગેરેમાં તું સ્નાન કરે ત્યારે એને પણ સ્નાન કરાવજે. એ વાત માન્ય કરી તે યાત્રાએ ગયો. પોતે ગંગા વગેરેમાં સ્નાન કરી મુંડન વગેરે કરાવીને પાછો ઘેર આવ્યો. માતાના હાથમાં તે તુંબડી આપી. માતાએ તેનું શાક બનાવ્યું. ગોવિંદ જમતી વખતે શાક ચાખતાં તે કડવું લાગવાથી કહે કે માતા તુંબડીનું શાક તો બહું કડવું છે. ત્યારે માતાએ કહ્યું - તુંબડીને ગંગા વગેરે તીર્થોમાં સ્નાન કરાવ્યું તો પછી તેમાં કડવાશ શેની? ગોવિંદ કહે જળમાં સ્નાન કરાવવા માત્રથી કંઈ અંદરની કડવાશ જાય નહીં. ત્યારે માતાએ કહ્યું : તેમ હિંસા, અસત્ય, ચોરી, મૈથુન વગેરેથી લાગેલા પાપોના સમૂહ તે કંઈ જળમાં સ્નાન કરવા માત્રથી જાય નહીં. તે સાંભળી ગોવિંદ માતા સાથે સમ્મત થઈ ગુરુ પાસે ગયો અને બારવ્રત અંગીકાર કર્યા અને પ્રાંતે શત્રુંજય તીર્થ પર સિદ્ધિ સુખને પામ્યો. સતુદેવ ગુરુ પ્રત્યે સાચી અંતરંગ ભક્તિ ઉપજવી તે સમકિતીનું ત્રીજાં પૂજન ભક્તિ નામનું ભૂષણ છે. તે ઉપર દૃષ્ટાંત – જીરણશેઠનુ વૃષ્ટાંત - અંતરંગ પૂજન ભક્તિભાવનું ફળ. વિશાળ નગરીના ઉદ્યાનમાં મહાવીર ભગવાન ચાતુર્માસી તપ કરીને પ્રતિમા ઘારણ કરી રહ્યા હતા. તે નગરનો રહેવાસી જીર્ણ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ શ્રેષ્ઠીએ પ્રભુને જોઈ વિજ્ઞપ્તિ કરી કે હે પ્રભુ! આજે પારણા માટે મારે ઘેર પધારવા કૃપા કરજો.” એમ કરતા ચાર મહિના સુધી રોજ ભગવાનને વિનંતી કરતો હતો. આજે વિચાર્યું કે ચોમાસું પુરું થવાથી જરૂર ભગવાન મારે ઘેર પારણા માટે પધારશે. એમ ભાવના કરતાં મોતીનો થાળ લઈ ભગવાનને વઘાવવા માટે ઘરના દ્વાર પાસે ઉભા છે. ભાવના કરે છે કે પ્રભુ પધારશે. પ્રભુને વઘાવીને પારણું કરાવીશ વગેરે અનેક પ્રકારની ભાવના ભાવતા હતા. પછી બાકી રહેલું અન્ન હું ખાઈશ. ઇત્યાદિ મનોરથની શ્રેણિપર આરૂઢ થઈ તેમણે બારમા દેવલોકને યોગ્ય પુણ્ય ઉપાર્જન કર્યું. પણ પૂરણશેઠને ત્યાં ભગવાનનું પારણ થવાથી દેવ-દુંદુભીના નાદથી વિચારવા લાગ્યા કે મને ધિક્કાર છે કે ભગવાનનું પારણું મારે ત્યાં થયું નહીં. એમ વિચારતાં તેમના ધ્યાનમાં ભંગ પડ્યો. નહીં તો એ વિચારની ઘારામાં ને ઘારામાં શ્રેણી માંડીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરત. એમ પ્રભુની ભક્તિવડે કેવળજ્ઞાન સુધી પહોંચી શકાય છે. જેના સુદર્શન એટલે સઘર્મમાં દ્રઢતાના ભાવ-શ્રદ્ધા, તે દેવના ઉપસર્ગવડે પણ ચલાયમાન નહીં થાય તે સુદર્શન-ભાવ અથવા ધૈર્ય નામનું સમકિતીનું ચોથું ભૂષણ છે. તેના ઉપર દ્રષ્ટાંત સતી સુલસાનું દ્રષ્ટાંત - વીતરાગ દર્શનમાં અચળ સ્થિરતા. એકદા ચંપાનગરીમાં શ્રી મહાવીરસ્વામીને નમી અંબડ નામનો પરિવ્રાજક જે જૈનધર્મને પામ્યો હતો તે રાજગૃહી નગરી તરફ જવાનો હતો. તે વખતે શ્રી મહાવીર સ્વામીએ તેને કહ્યું કે - “તમે રાજગૃહી નગરીમાં સુલસા શ્રાવિકા રહે છે તેને અમારો ઘર્મલાભ કહેજો.” તે પ્રભુનું વાક્ય અંગીકાર કરી અંબડ શ્રાવકે રાજગૃહી નગરીએ આવી વિચાર કર્યો કે ભગવાને સુલતાને ઘર્મલાભ કહેવડાવ્યો છે તો તેની ઘર્મમાં કેવી દ્રઢતા છે તેની પરીક્ષા કરું. એમ વિચારી પારિવ્રાજકે જુદી જુદી દિશાઓમાં ત્રણ દિવસ બ્રહ્મા, વિષ્ણુ, મહેશના જુદા જુદા રૂપ વિક્ર્યા. તેથી ગામના બઘા લોકો તેના દર્શન કરવા ગયા. સુલતાને લોકોએ કહ્યું કે વંદન માટે ચાલો. તો પણ વીતરાગ ઘર્મમાં સ્થિરતાવાળી એવી સુલસા વંદન કરવા ગઈ નહીં. તેથી ચોથે દિવસે તેણે ઉત્તર દિશા તરફ સમવસરણમાં બિરાજેલ તીર્થકરનું રૂપ વિકુવ્યું. તો પણ તુલસા વંદન કરવા ગઈ નહીં. ત્યારે અંબડે તેને બોલાવવા માણસ મોકલ્યો અને કહેવડાવ્યું કે પચ્ચીસમા તીર્થંકર પધાર્યા છે તો વંદન કરવા કેમ જતા નથી. ત્યારે સુલતાએ કહ્યું કે ભાઈ! તે જિનેશ્વર નથી પણ કોઈ વિદ્યાઘારી પાખંડી લોકોને છેતરે છે. એવી રીતે સુલસા ચલિત થઈ નહીં. પછી અંબડ, શ્રાવકનું રૂપ લઈ સુલતાને ઘેર આવ્યો ત્યારે તેનું આદર કર્યું. તેણે સુલતાને કહ્યું કે ભગવાને તમને ઘર્મલાભ કહેવડાવ્યો છે. તે સાંભળીને હર્ષિત થયેલી સુલસાએ ઊભા થઈ ભગવાનની દિશામાં સ્તુતિ કરી. એવી દ્રઢતા ઘર્મમાં જોઈએ; તો સમ્યક્દર્શન નિર્મળ રહે છે. અનેક પ્રકારથી લોકો ઘર્મના વખાણ કરે એવાં ઘર્મના વિવિઘ કાર્યો કરી જૈનશાસનની ઉન્નતિ કરે તે ઘર્મપ્રભાવના નામનું સમકિતીનું પાંચમું ભૂષણ છે. જેમકે સુવર્તન એટલે સદાચારપૂર્વક વર્તી પોતાની શક્તિ પ્રમાણે દાન, દયા, તપ અને જ્ઞાનને ઘારણ કરી જૈન ઘર્મની શોભાને વધારે છે. તે ઉપર દ્રષ્ટાંત – દેવપાલનું દૃષ્ટાંત - ઉત્તમ કાર્યો વડે ઘર્મની પ્રભાવના. ઘર્મના અનેક કાર્યો કરવા વડે નિરંતર જૈનશાસનની ઉન્નતિ કરવી, તે પ્રભાવના નામનું સમકિતનું ભૂષણ જાણવું. અચલપુર નગરમાં જિનદત્ત નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તેને ત્યાં દેવપાળ નામનો ચાકર હતો. તે વનમાં ગાયોને ચરાવવા જાય. એક દિવસ વર્ષાઋતુમાં નદીના કાંઠા ઉપર આદિનાથ ભગવાનની મૂર્તિના Page #199 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સમ્યગ્દર્શન તેને દર્શન થયા. તેથી દેવપાળે ઘાસની ઝૂંપડી બનાવી તેમાં તે મૂર્તિને સ્થાપના કરીને પુષ્પવડે તેની પૂજા કરી અને નિયમ કર્યો કે હું આપનાં દર્શન-પૂજા કર્યા વગર ભોજન કરીશ નહીં. વરસાદના કારણે સાત દિવસ સુધી દર્શન કરવા જવાયું નહીં, તેથી સાત ઉપવાસ થયા. પછી આઠમે દિવસે પાણીનું પૂર ઊતર્યું એટલે દર્શન કરવા ગયો. ભગવાનની મૂર્તિ આગળ સિંહ બેઠો હતો છતાં તેનાથી ડર્યા વિના ભગવાન પાસે જઈ દર્શન કરીને સ્તુતિ કરી કહ્યું કે હે ભગવાન! આપના દર્શન વિના મારા સાતેય દિવસો વૃથા ગયા. તેના સત્વથી દેવ પ્રસન્ન થઈને બોલ્યો કે - માગ તારે જે જોઈએ તે માગ. દેવપાળ કહે મારે ભગવાનની ભક્તિ સિવાય કાંઈ જોઈતું નથી. છતાં દેવે તુષ્ટમાન થઈ તેને રાજ્ય આપ્યું. તેથી ભગવાનનું મોટું મંદિર બનાવી તેમાં ભગવાનની પ્રતિમાને સ્થાપિત કરી પછી ત્રણે કાળ ભગવાનની પૂજા ભક્તિ કરતાં તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. અને ઘર્મના અનેક કાર્યો કરી જૈનધર્મની પ્રભાવના કરીને અંતે દીક્ષા લઈ સ્વર્ગને પામ્યો. [૩૩મા પાંચ લક્ષણ લક્ષણ પાંચ સુદર્શનનાં શમ, મોક્ષરુચિ, ભવખેદ, દયા ને નિઃસ્પૃહીં સંતની વાણી વિષે મન-તલ્લીનતા ગણ “આસ્તિકતા એ. અર્થ - હવે સમ્યગ્દર્શનના પાંચ લક્ષણ જણાવે છે. જે સમ્યવ્રુષ્ટિ જીવને હોય છે. તેમાં પહેલું શમ એટલે જેના ક્રોધાદિ કષાયો ઉપશમેલા હોય. તે ઉપર દ્રષ્ટાંત – કુગડું મુનિનું દ્રષ્ટાંત – કષાયોનું શમન. જે મોટો અપકાર કરનાર ઉપર પણ સમભાવ રાખીને ક્રોધાદિકને શાંત કરે. તેનામાં શમ નામનું પહેલું લક્ષણ છે. તેનાથી સમકિત ઓળખાય છે. કુરગડું મુનિ તિર્યંચ ગતિમાંથી આવ્યા હોવાથી તપશ્ચર્યા થતી નહોતી. તેથી ગુરુએ કહ્યું કે હે વત્સ! તું ક્ષમાનો જ આશ્રય કર. તેમ કરવાથી તે સર્વે તપનું ફળ પામીશ. બીજા ચાર તપસ્વીઓ હતા. તે કુરગડું મુનિને નિત્યભોજી કહીને તેની નિંદા કરતા. એક દિવસે દેવીએ કુરગડું મુનિને વંદન કર્યા અને કહ્યું કે આજથી સાતમે દિવસે એક મુનિને કેવળજ્ઞાન થશે. સાતમે દિવસે કુરગુડું મુનિએ ખીચડીનો શુદ્ધ આહાર લાવી ગુરુ અને તપસ્વીઓને બતાવ્યો. ત્યારે ક્રોઘથી તપસ્વીઓએ તેમાં કફનો બળખો નાખ્યો. તો પણ મનમાં તેને ઘી માની સમભાવથી પોતાના નિત્ય ભોજન કરવાની મનમાં નિંદા કરતાં અને ખીચડી મથતા મથતા શ્રેણી માંડીને કેવળજ્ઞાન પામ્યા. એમ કષાયને શમાવી સારા ખોટામાં સમભાવ રાખવો એ સમકિતનું પહેલું લક્ષણ છે. બીજાં મોક્ષરુચિ એટલે જેને મોક્ષ પ્રાપ્ત કરવાની જ રુચિ હોય. તે ઉપર દ્રષ્ટાંત – અનાથીમુનિનું દ્રષ્ટાંત - માત્ર મોક્ષ અભિલાષ. અનાથી કુમારને આંખની વેદના ઉત્પન્ન થઈ. માતાપિતાએ અનેક પ્રકારની દવા કરાવી તો પણ વેદના ઘટી નહીં. તેથી અનાથી કુમારે એક દિવસ એમ વિચાર્યું કે જો હું વેદનાથી મુક્ત થાઉં તો ખંતી, દંતી અને નિરારંભી એવી પ્રવજ્યા ઘારણ કરું. એમ વિચારીને શયન કરી ગયો. તેના ઉત્તમ માત્ર મોક્ષ અભિલાષથી તે વેદના શમી ગઈ. પછી બીજે દિવસે તેણે દીક્ષા લીધી. એમ માત્ર મોક્ષ અભિલાષ થવો તે સમકિતનું સંવેગ નામનું બીજું લક્ષણ છે. ત્રીજાં ભવ ખેદ એટલે જેને સંસાર પ્રત્યે વૈરાગ્ય હોય. તે ઉપર દ્રષ્ટાંત – હરિવહન રાજાનું દ્રષ્ટાંત -- હે જીવ! હવે ઘણી થઈ થોભ. સંસારરૂપી કારાગૃહને ત્યાગ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ કરવાની જેની બુદ્ધિ હોય તે પુરુષ નિર્વેદવાન કહેવાય છે. ભોગવતી નગરીમાં કેવળી ભગવંત પધાર્યા. તે હરિવહન રાજાના પિતા છે. તેમને વાંદવા હરિવાહન રાજા ગયો. ત્યાં કેવળી ભગવંત દેશના આપે છે કે વિષયરૂપી માંસમાં લુબ્ધ થયેલા પ્રાણીઓ આ જગતને શાશ્વત માને છે, પરંતુ સમુદ્રના મોજાં જેવા ચપલ આયુષ્યને તે જોતા કે જાણતાં પણ નથી. ઇત્યાદિ ઘર્મદેશના સાંભળીને રાજાએ કેવળી ભગવંતને પૂછ્યું કે હે ભગવંત! મારું આયુષ્ય કેટલું બાકી છે? કેવળીએ કહ્યું કે નવપ્રહર માત્ર. તે સાંભળીને સંસારને કારાગૃહ સમાન માની હે જીવ હવે ઘણી થઈ થોભ એમ વિચારી રાજાએ દીક્ષા લઈ એકત્વ ભાવનાવડે શુભધ્યાન ધ્યાતાં મૃત્યુ પામીને સર્વાર્થસિદ્ધિ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ચોથું દયા એટલે જેને જગતના સર્વ જીવો પ્રત્યે દયાભાવરૂપ અનુકંપાબુદ્ધિ હોય. તે ઉપર દ્રષ્ટાંત– ચાર રાણીઓનું દ્રષ્ટાંત - સર્વ જીવો પ્રત્યે સ્વાત્મતુલ્ય બુદ્ધિ કર્તવ્ય. વસંતપુરમાં અરિદમન નામે રાજા હતો. તે એક દિવસ પોતાની ચાર રાણીઓ સાથે ગોખમાં બેઠો હતો. તે વખતે એક ચોરને વથસ્થાન પર લઈ જવાતો જોઈ મોટી રાણીએ રાજાને કહ્યું કે એક દિવસ એને મુક્ત કરી મને સોંપો. પછી રાણીએ તેને સુખી કરવા એક હજાર રૂપિયાનો ખર્ચ તેની પાછળ કર્યો. બીજી રાણીઓએ પણ વિશેષ વિશેષ ખર્ચ કરીને તેને સુખી કરવા માટે પ્રયત્ન કર્યા. ચોથી રાણીએ તે ચોરને કહ્યું કે તું હવે ચોરી ન કરે તો તને ફાંસીમાંથી મુક્તિ કરાવી દઉં. ચોરે કહ્યું કે હવે હું કદી ચોરી નહીં કરું. તેથી રાણીએ તેને ચોરી નહીં કરવાનો નિયમ આપ્યો. પછી રાણીએ અનુકંપા કરી રાજાને કહીને તેને ફાંસીમાંથી મુક્ત કરાવ્યો. એટલું જ નહીં, પણ ચોરીનો ત્યાગ કરાવવાથી તેનો પરભવ પણ સુથાય. બીજી રાણીઓએ કહ્યું કે છેલ્લી રાણીએ એને શું સુખી કર્યો? એક પૈસાનો પણ ખર્ચ તો કર્યો નથી. એમ વિવાદ કરવા લાગી. પછી રાજાએ ચોરને જ બોલાવીને પૂછ્યું કે તને વઘારે સુખી કઈ રાણીએ કર્યો. ત્યારે તે કહે કે મહારાજ આપની છેલ્લી રાણીએ મને વિશેષ સુખી કર્યો છે. બીજી રાણીઓએ તો સુંદર ભોજન સ્નાન વગેરે કરાવવા છતાં પણ મારા મનમાં તો એમ હતું કે કાલે સવારે તો મારે ફાંસીએ ચઢવાનું છે. તેથી મને કંઈ સુખ ભાસ્યું નહીં. પણ છેલ્લી રાણીએ તો મને અભયદાન આપ્યું. તેથી મારા આનંદનો પાર રહ્યો નહીં. આ પ્રમાણે સર્વ જીવોને પોતા સમાન માની અનુકંપા બુદ્ધિ રાખવી તે સમ્યક્દર્શનનું ચોથું લક્ષણ છે. તથા જેને નિઃસ્પૃહી એવા સંતપુરુષોની વાણીમાં મનની તલ્લીનતા હોય, તેને આસ્તિકતા અર્થાત્ શ્રદ્ધા કે આસ્થા લક્ષણ કહ્યું છે. તે ઉપર દૃષ્ટાંત – સદેવગુરુઘર્મમાં દ્રઢ શ્રદ્ધા. બીજા ઘર્મમતનું શ્રવણ કર્યા છતાં પણ વીતરાગ પ્રભુએ જે કહ્યું તે જ સત્ય છે એમ જે નિઃશંક પણે માને તેને આવી આસ્થા હોય છે. પદ્રશેખર રાજાનું દ્રષ્ટાંત - પૃથ્વીપુરનો પદ્મશેખર નામે રાજા, વિનયંઘર નામના આચાર્યશ્રીથી પ્રતિબોધ પામીને જૈનધર્મી થયો હતો. જૈનઘર્મ આરાધવામાં તે સદા તત્પર હતો. તે રાજસભા સમક્ષ નિરંતર લોકો પાસે ગુરુનું આ પ્રમાણે વર્ણન કરતો હતો. જે ગુરુ અન્ય જનોને ઉપદેશ વડે જાગૃત કરે, મોક્ષની ઇચ્છાવાળા જીવોને હિતકારી ઉપદેશ આપે તે સુગુરુ કહેવાય છે. એમને કોઈ વંદન કરે તો રાજી થતા નથી અને નિંદા કરે તેથી ખેદ પામતા નથી. Page #201 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સમ્યગ્દર્શન ૧૮૧ ઇત્યાદિક ગુરુના ગુણોનું વર્ણન કરીને તે રાજાએ ઘણા લોકોને ઘર્મમાં આસ્થાવાળા કર્યા. પરંતુ એક જય નામનો વણિક નાસ્તિક હતો. તે ઘણા લોકોને ભરમાવતો કે પુણ્ય, પાપ, પરભવ વગેરે કંઈ નથી. તેથી રાજાએ તેને શિક્ષા કરવા માટે પોતાનો હાર જયના દાગીનામાં ગુપ્ત રીતે મુકાવી દીધો. પછી ઘોષણા કરાવી કે રાજાનો હાર ખોવાઈ ગયો છે તેને લાવીને જે આપશે તેને શિક્ષા કરવામાં આવશે નહીં. નહીં તો શિક્ષા કરવામાં આવશે. પછી બઘી તપાસ કરતાં જયના ઘરમાંથી હાર નીકળવાથી જયને બાંધીને રાજા પાસે લાવ્યા. રાજાએ વધ કરવાની આજ્ઞા કરી. સ્વજનોએ એને છોડાવવા માટે રાજાને પ્રાર્થના કરી. ત્યારે રાજાએ કહ્યું કે તેલનો ભરેલો થાળ લઈ આખા ગામમાં ફરીને આવે. ટીપું એક પણ પડશે તો તલવારથી માથું ઉડાડી દેવામાં આવશે. એ બચવાના ઉપાય મળવાથી તે જય તેલનો થાળ લઈ ઉપયોગપૂર્વક આખા ગામમાં ફરીને રાજા પાસે આવ્યો. પછી રાજાએ તેને આસ્તિક ઘર્મનો ઉપદેશ આપ્યો. તેથી પ્રતિબોઘ પામી તેણે શ્રાવક ઘર્મના વ્રતો અંગીકાર કર્યા. રાજાને ભગવાને કહેલા તત્ત્વ ઉપર જેવી દ્રઢ શ્રદ્ધા હતી તેવી શ્રદ્ધા રાખવાથી સમ્યક્દર્શન નિર્મળ થાય. એ પાંચેય લક્ષણ વિષે શ્રીમદ્જી જણાવે છે કે :“સમ્યક્દશાનાં પાંચ લક્ષણો છે: શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા.” ક્રોઘાદિક કષાયોનું સમાઈ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી, અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી તે ‘શમ”. મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઇચ્છા નહીં, અભિલાષા નહીં તે “સંવેગ. જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું ત્યારથી હવે ઘણી થઈ, અરે જીવ! હવે થોભ, એ “નિર્વેદ'. માહાભ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે “શ્રદ્ધા–“આસ્થા”. એ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે “અનુકંપા”. આ લક્ષણો અવશ્ય મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઇચ્છવા યોગ્ય છે, અનુભવવા યોગ્ય છે. અઘિક અન્ય પ્રસંગે”. (વ.પૃ.૨૨૬) //૩૪ો. છ જયણા છે જયણા ષટુ ભેદ સુદર્શન-દીપક તે વ્યવહાર દીપાવે, કુગુરુ-દેવ પ્રતિકર જોડી ન શિર નમાવ ભજે ગુરુભાવે. દાનન દે બહુ વાર ભલા ગણ, વાત કરે ન પરિચિત દાખે. લાભ-અલાભ-વિચાર કરી વરતે, જયણા વ્યવહારથી રાખે. અર્થ - હવે સમ્યગ્દર્શનની જયણા એટલે જતના અર્થાત્ સાવધાનીઓ છે. તેના ષ એટલે છ ભેદ છે. તે સમ્યકદર્શનરૂપ દીપકને દીપાવનાર હોવાથી સમકિતીના વ્યવહારને પણ દીપાવે છે. જે કુગુરુ, કુદેવને હાથ જોડે નહીં એ પહેલો ભેદ, બીજો તે કુગુરુ કુદેવને શિર નમાવે નહી તે એ વિષે દ્રષ્ટાંત – મિથ્યાત્વી દેવોને હાથ જોડવા કે શિર નમાવી વંદન કરવું નહીં. (૧) કુદેવ કગરુને હાથ જોડવા નહીં અને (૨) તેમને શિર નમાવવું નહીં તે વિષે. (૧) અન્ય તીર્થીઓના શંકરાદિ દેવોનું વંદન વગેરે કરવું નહીં કે શિર નમાવવું નહીં. (૨) સાંખ્ય, બૌદ્ધાદિક અન્ય દર્શનીઓએ ગ્રહણ કરેલ અરિહંત મૂર્તિઓનું પણ પૂજન વંદન કદાપિ કરવું નહીં. Page #202 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧ સંગ્રામસૂર રાજાનું દૃષ્ટાંત ઃ– એક સંગ્રામસૂર નામનો રાજા હતો. તેણે સમુદ્રની અંદર રાજકન્યાને જોઈ તેને લેવા માટે ગયો. ત્યાં તેને મરણાંત સંકટ આવ્યું. ત્યાં રાક્ષસે એમ કહ્યું કે તું મારી પ્રતિમાને બનાવીને પૂજ, નહિં તો તને હું ખાઈ જઈશ. તે કહે ભલે મારા પ્રાણ જાય પણ હું તેમ કરવાનો નથી. પછી તે રાક્ષસે કહ્યું કે વિષ્ણુ સાથે જિનપ્રતિમા છે તેને પ્રણામ કરી પૂજન કર; નહીં તો હું આ કન્યાનું ભક્ષણ કરીશ. તે સાંભળી કુમાર બોલ્યો કે “કલ્પાંત કાળે પણ તારા કહેવા પ્રમાણે હું કરવાનો નથી, તો શા માટે વારંવાર પૂછ્યા કરે છે.’’ આ પ્રમાણે તેના દૃઢ નિશ્ચયથી સંતુષ્ટ થયેલો રાક્ષસ તરત જ પોતાનું દિવ્યરૂપ પ્રગટ કરીને બોલ્યો કે ‘હે સાહસિક શિરોમણિ ! ઇન્દ્રે કરેલી તારી પ્રશંસાને નહીં માનતો એવો હું તારી પરીક્ષા કરવા માટે આવ્યો હતો. તારા પ્રસાદથી મને પણ સમકિત પ્રાપ્ત થયું છે. પછી તે દેવ રાજકન્યા સાથે સંગ્રામશૂરના ગાંધર્વ લગ્ન કરાવી પોતાના સ્થાને ગયો. સંગ્રામસૂર રાજા સમકિત શુદ્ધિ અર્થે બે યત્નાને વિષે સાવધાન ચિત્તવાળો થઈને કષ્ટમાં પણ અહિંસાદિક નિયમો પાળી પાંચમા દેવલોકમાં ગયો. ત્યાંથી ચ્યવી એક અવતાર લઈ મોક્ષપદને પામશે. ત્રીજો ભેદ કે તેમને ગુરુભાવે ભજે નહીં, ચોથો ભેદ તે કુગુરુ કુદેવને ભલા જાણી ઘણીવાર પૂજ્યબુદ્ધિએ દાન આપે નહીં. આવી ચઢે તો અનુકંપાબુદ્ધિથી આપી છૂટે. તેમની સાથે વાત કરે નહીં એ પાંચમો ભેદ અને તેમની સાથે પરિચય વધારે નહીં એ જતનાનો છઠ્ઠો ભેદ છે. સદેવગુરુને વંદન, પૂજન વગેરે ક૨વામાં આત્મલાભ જાણી તથા કુગુરુ કુદેવને વંદનાદિ કરવાથી મિથ્યાત્વને પોષણ મળતું જાણી તજે. એમ લાભ-અલાભનો વિચાર કરી વ્યવહારથી જતનાને સમ્યગ્દષ્ટિ જીવ પાળે છે. કુગુરુ ભજન, તેને દાન, વાત, પરિચયનો ત્યાગ. મિથ્યાત્વે કરીને લિક્ષ છે ચિત્ત જેના એવા તાપસોને ગુરુભાવે ભજી તેમને કુશળ પૂછવું કે તેમને ગુરુમાની ધર્મબુદ્ધિથી એકવાર અથવા અનેકવાર ભોજનાદિ આપવું, તે મિથ્યાત્વને પોષણ આપનાર છે. પણ તે ક્રિયાનું વર્જવું તે સમકિતની ત્રીજી અને ચોથી યત્ના કહેવાય છે. તેમજ તે મિથ્યાત્વીઓ સાથે વાત કરવી નહીં કે પરિચય વધારવો નહીં. તે સમકિતશુદ્ધિની પાંચમી તથા છઠ્ઠી યત્ના કહેવાય છે. તે ઉપર દૃષ્ટાંત— સદ્દાલપુત્રનું દૃષ્ટાંત :– પોલ્લાસપુર નામના નગરમાં સદ્દાલપુત્ર નામનો શ્રાવક રહેતો હતો. તે ગોશાળાના નિયતવાદને માનનાર હતો. તે ગોશાલકને ગુરુ માનતો હતો. પણ એકવાર ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળ્યો. તે કુંભાર હોવાથી ભગવાને તેને પૂછ્યું કે હે સદ્દાલપુત્ર! આ માટીના વાસણો કેમ બનાવ્યા? તે કહે માટીનો પિંડ ચક્ર ઉપર મૂકીને તૈયાર કર્યા છે ? ભગવાને કહ્યું આ તો ઉદ્યમથી તૈયાર કર્યા કે ઉદ્યમ વિના? ત્યારે નિયતવાદ પ્રમાણે એણે કહ્યું કે તે ઉદ્યમ વિના થાય છે. ફરી ભગવાને પૂછ્યું-એ વાસણો કોઈ ફોડી નાખે તો તેને તું શું દંડ કરે ? ત્યારે પોતાના નિયતવાદ પ્રમાણે તો જે થવાનું હોય તેમ થાય છે તે વાત મૂકી હું તેને તર્જના કરું. ત્યારે ભગવાને કહ્યું જે કંઈ પણ થાય છે તે પુરુષાર્થથી જ થાય છે. છતાં ઉદ્યમ વિના થાય છે એમ તારું કહેવું મિથ્યા છે. એકાંતે માનેલું સર્વ અસત્ય છે. પણ સ્યાદ્વાદથી માને તે જ સત્ય છે. ઇત્યાદિ ભગવાનની યુક્તિથી પ્રતિબોધ પામેલા શ્રેષ્ઠીએ પોતાની સ્ત્રી સહિત શ્રાવકના વ્રત અંગીકાર કર્યા અને ગોશાળા પ્રત્યેની શ્રદ્ધાનો ત્યાગ કર્યો. ૧૮૨ હવે એકવાર સદ્દાલપુત્રને ત્યાં ગોશાળો આવ્યો. પણ તેને ગુરુભાવે સેવ્યો નહી. પણ તેની સામે મહાવીર ભગવાનના યથાર્થ ગુણગાન કર્યા અને બોલ્યો કે તમને ભોજન, વસ્ત્ર વગેરે જે આપું છું તે ધર્મબુદ્ધિથી આપતો નથી એમ કહી તેની સાથે વિશેષ વાત પણ કરી નહીં તથા પરિચય પણ વધાર્યો નહીં. Page #203 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સમ્યગ્દર્શન એમ તેને ધર્મમાં દૃઢ જાણી ગોશાળો વિલખો થઈ ત્યાંથી વિહાર કરી ગયો. શ્રી જિનેન્દ્રના વાક્યથી જેનું ચિત્ત બોધ પામ્યું છે, જેણે ગોશાળાના મિથ્યાપક્ષનો ત્યાગ કર્યો છે અને જે સમ્યક્ત્વની યત્નાઓને ઘારણ કરવામાં પ્રવીણ છે તેવો સદ્દાલપુત્ર શ્રાવક ધર્મની આરાધના કરી સ્વર્ગે ગયો. ।।૩૫।। છ આગાર છૂટ છ ભેદી શાસ્ત્ર વિષે કહી આપ-ધર્મ સમાન, ન ભાવે; રાજબળે, સમુદાયવશે, વળી ફોજ વિષે, "સુરત્રાસ સતાવે, તેમ પવડીલ–દબાણ થતાં; વન, ઘોર દુકાળ વિષે ğવિકાર્થે જો વિપરીત સુદૃષ્ટિતણું પણ વર્તન હોય, ન દોષ પરાર્થે. ૧૮૩ અર્થ :– હવે શાસ્ત્રોમાં સમ્યગ્દર્શનના છ આગાર અર્થાત્ છ પ્રકારની છૂટ જણાવેલ છે; તે ઘર્મમાં આવેલ આપત્તિ સમાન ગણી છૂટોનો ઉપયોગ સમ્યદૃષ્ટિ જીવ ભાવપૂર્વક કરતા નથી. તેમાંની પહેલી છૂટ તે રાજાના બળથી કોઈ કામ કરવું પડે, બીજાં લોકોના સમુદાયવશ કોઈ કાર્ય કરવું પડે, ત્રીજું ફોજમાં જઈ કોઈ કાર્ય કરવું પડે, ચોથું દેવતાના ત્રાસથી કંઈ કરવું પડે અને પાંચમું મિથ્યાત્વી એવા માતાપિતા વગેરે વડીલોના દબાણથી કંઈ કરવું પડે તથા છઠ્ઠું-કોઈ વનમાં આવી પડ્યા હોઈએ કે ભયંકર દુષ્કાળમાં આજીવિકા અર્થે કોઈ નિષેધ કરેલ કાર્ય કરવું પડે તો તે સર્વ આગાર એટલે છૂટરૂપે ગણાય છે. આ સર્વમાં સમ્યગ્દષ્ટિ જીવનું વિપરીત વર્તન હોય તો પણ તેને વ્રતાદિનો ભંગ માનેલ નથી. કેમકે તે પરના દબાણથી કરવામાં આવેલ છે, સ્વેચ્છાએ નહીં. તે ઉપર દૃષ્ટાંત – કાર્તિકશેઠનું દૃષ્ટાંત :– રાજાના બળથી કાર્ય કરવું પડયું. પૃથ્વીભૂષણ નગરમાં મુનિસુવ્રત સ્વામીથી પ્રતિબોધ પામેલો કાર્તિક શેઠ રહેતો હતો. એક દિવસ નગરમાં ગૈરિક નામનો તાપસ આવ્યો. કાયમ એક મહિનાના ઉપવાસ કરીને પારણું કરતો હતો. કાર્તિક શેઠ સિવાય સર્વ લોકો તેના ભક્ત બન્યા. તેથી તાપસ કાર્તિક શેઠ ઉપર દ્વેષ રાખવા લાગ્યો. એક દિવસ રાજાએ તાપસને પોતાને ત્યાં પારણા માટે બોલાવ્યો. ત્યારે તાપસ કહે કે કાર્તિક શેઠ મને પીરસે તો જ હું પારણું કરું. તેથી રાજાએ શેઠને બોલાવી કહ્યું કે આ તાપસને મારા ઘરે આવી જમાડો. શેઠે કહ્યું – આપની આજ્ઞાથી હું જમાડીશ. મનમાં આગાર છે તેથી વ્રતનો ભંગ નથી. પણ મારી ઇચ્છાથી જમાડતો નથી. જમાડતી વખતે તાપસે પોતાના નાક ઉપર આંગળી ઘસીને ઇશારો કર્યો કે હવે તારું નાક કપાયું કે મને જમાડવા આવવું પડ્યું. અવસર આવ્યે કાર્તિક શેઠે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. આરાધના કરી સૌધર્મેન્દ્ર થયા અને તે તાપસ મરીને સૌ ધર્મેન્દ્રનો એરાવણ નામનો હાથી થયો. ઇન્દ્ર એના ઉપર બેસવા જાય છે કે તે હાથી અનેક રૂપ કરે છે. ઇન્દ્ર ઉપયોગથી જોયું તો એ ઐરિક તાપસનો જીવ છે એમ જાણી તેની તર્જના કરી. તેથી તે મૂળસ્વરૂપમાં આવ્યો. કાર્તિક શેઠ ઇન્દ્રનો જીવ છે, તે મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય અવતાર લઈ મોક્ષપદને પામશે. એમ સ્વેચ્છાએ નહીં પણ સમુદાયવશ, કે દેવના ત્રાસથી કે વડીલોના દબાણથી વગેરે કંઈ કરવું પડે તો તેને છ આગારરૂપે ગણવામાં આવેલ છે. ।।૩૬।। છ ભાવના સમ્યગ્દર્શનની ઉપમા ષટ્ ચિંતવવી ઉપયોગી ગણી છે :મોક્ષતરુંĂલ, દ્વાર સુથર્મતણું, શિવમંદિર-પીઠ ભણી તે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧ *ગુણ-નિઘાન તિજોરી સમાન, ભૂમિ સમ સર્વ સહે સમકિતી, ભાજન છે સત્, શીલતણું, નહિ પાત્ર વિના ટકતો રસ, નીતિ. અર્થ :– હવે સમ્યગ્દર્શનની છ ભાવનાઓ જણાવે છે :— સમ્યગ્દર્શનની નીચે પ્રમાણે છ પ્રકારની ઉપમાઓનું ચિંતવન કરવું તે આત્માને કલ્યાણરૂપ માનેલ છે. તેમાં પહેલું એ કે સમ્યગ્દર્શનને મોક્ષરૂપી વૃક્ષનું મૂલ જાણવું, બીજું તેને આત્મધર્મમાં પ્રવેશ કરવાનું દ્વાર જાણવું, ત્રીજું તેને મોક્ષમંદિર ચણવામાં પીઠ એટલે પાયા સમાન જાણવું, ચોથું તેને તિજોરી સમાન ગુણનો ભંડાર જાણવું કેમકે ‘સર્વ ગુણાંશ તે સમકિત છે.', પાંચમું તેને ભૂમિ સમાન જાણવું કેમકે સમકિતી જીવ પૃથ્વી સમાન સર્વ સંકટને સહન કરે છે. છઠ્ઠું સમ્યગ્દર્શનને સત્ એટલે આત્મા અને શીલ એટલે સદાચારનું ભાજન અર્થાત્ પાત્ર જાણવું કેમકે પાત્ર વિના આત્મઅનુભવરૂપ ૨સ ટકી શકતો નથી. એ જ નીતિ અર્થાત્ રીતિ છે. એ વિષે શ્રીમદ્જીએ કહ્યું કે – “પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિકજ્ઞાન; પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન.” -શ્રીમદ્ રાજચંદ્ર છ ભાવનાઓ ઉપર દૃષ્ટાંત નીચે મુજબ – વિક્રમરાજાનું દૃષ્ટાંત :– છ ભાવનાથી યુક્ત સમકિતમાં રાખેલ દૃઢતા. કુસુમપુરને વિષે હરિતિલક નામે રાજા હતો. તેને વિક્રમ નામે પુત્ર થયો. તેને બત્રીસ રાજકન્યા પરણાવી હતી. એકદા અશુભ કર્મના ઉદયથી કુમારને કાસ, શ્વાસ અને જ્વરાદિક વ્યાધિઓનો ઉપદ્રવ થયો. તેણે નિવારવા માટે ઘણા મંત્ર તંત્ર અને ઔષધાદિ કર્યા છતાં રોગ મટ્યો નહીં. છેવટે વ્યાધિ શાંત થવા માટે રાજાએ ઘનંજય નામના યક્ષની માનતા કરી કે જો પુત્રને સારું થઈ જશે તો સો પાડાનું બલિદાન આપીશ. તો પણ રોગ મટ્યો નહીં. = એક દિવસ નગરના ઉદ્યાનમાં કેવળી ભગવંત પધાર્યા. તેના દર્શન માટે રાજા તેના પુત્રને પણ સાથે લઈ ગયો. દેશના સાંભળ્યા પછી રાજાએ પૂછ્યું કે મારા પુત્રને આ મહાવ્યાધિ થવાનું કારણ શું? કેવળી ભગવંત બોલ્યા કે – પૂર્વે આ કુમાર પદ્મનામે રાજા હતો. તેણે એક દિવસ ઘ્યાનમાં ઊભેલા મુનિને બાણવડે મારી નાખ્યા. તેથી પ્રધાનોએ તે રાજાને પાંજરામાં નાખી તેના પુત્રને રાજ્ય પર બેસાડ્યો. થોડા દિવસો પછી રાજાને પાંજરામાંથી છોડી મૂક્યો. ત્યાંથી જંગલમાં ગયો. ત્યાં ફરીથી મુનિને જોઈ તાડન કર્યું. તેના ફળમાં અંતે મરીને સાતમી નરકે ગયો. બધી નરકોમાં બબ્બે ત્રણ ત્રણવાર ઉત્પન્ન થયો. પછી ત્યાંથી પાંચે સ્થાવરમાં તથા અનંતકાયમાં ઘણું ભટક્યો. અનંત અવસર્પિણિ ઉત્સર્પિણિઓ વ્યતીત કરી પછી અકામ નિર્જરાવડે પૂર્વ ભવમાં શેઠ પુત્ર થઈ ત્યાં તાપસી દીક્ષા લીધી. ત્યાંથી હવે આ ભવમાં તારો પુત્ર થયો છે. મુનિઘાતના બાકી રહેલા પાપ કર્મોનાં ઉદયથી આ રોગની ઉત્પત્તિ થઈ છે. એ સાંભળી કુમારને જાતિસ્મરણજ્ઞાન ઊપજ્યું. તેથી કેવળી ભગવંતને કુમારે કહ્યું કે હે પૂજ્ય! મારા પર કૃપા કરીને મને સંસારરૂપી કુવામાંથી ધર્મરૂપી દોરડાવડે ખેંચી કાઢો. તે સાંભળી કેવળી ભગવંતે દયાવડે ઉપર જણાવેલ ભાવનાથી યુક્ત એવા સમકિતનું માહાત્મ્ય વર્ણવ્યું. તેથી સમકિત સહિત તેણે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. એક દિવસ તે યક્ષ આવ્યો અને કહે કે મારી શક્તિથી તારો આ વ્યાધિ શાંત થયો છે માટે મને સો પાડા આપ. કુમાર હસીને બોલ્યો કે મારો રોગ તો કેવળી ભગવંતની કૃપાથી ગયો છે. માટે તને પાડા Page #205 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સમ્યગ્દર્શન ૧૮ ૫ માંગતા શરમ કેમ નથી આવતી? હું એક કુંથુઆની પણ હિંસા કરવાનો નથી. ત્યારે યક્ષ કહે હું મારું બળ બતાવીશ. એમ કહી અદ્રશ્ય થઈ ગયો. એક દિવસ વનમાં આવેલ મંદિરમાં પ્રભુની પૂજા કરીને કુમાર ઘરે આવતો હતો. તે વખતે માર્ગમાં કુમારના બે પગ પકડીને તેને પૃથ્વી પર પછાડીને યક્ષ બોલ્યો કે અરે ! હજા સુધી તું તારો આગ્રહ મૂકતો નથી? ત્યારે કુમાર કહે કે હે યક્ષ! તું જીવ હિંસા છોડી દે. કહ્યું છે કે પરોપકાર કરવો તે પુણ્યને માટે છે. અને પરને પીડા આપવી તે પાપને માટે છે.' કુમારનું આવું વચન સાંભળી યક્ષ બોલ્યો કે તું જીવ હિંસા ન કરે તો માત્ર મને પ્રણામ કર. કુમાર કહે – પ્રણામ ઘણા પ્રકારના છે. હાસ્યપ્રણામ, વિનયપ્રણામ વગેરે ઘણા તેના પ્રકાર છે. ત્યારે યક્ષ કહે ભાવપ્રણામ કર. કુમાર કહે - તું જ સંસારસાગરમાં ડુબેલો છે તો તને ભાવપ્રણામ કરવાથી મને શો લાભ થાય. આ પ્રમાણે યુક્તિથી રાજકુમારે યક્ષને પ્રતિબોઘ પમાડ્યો. એટલે સંતુષ્ટ થઈ તેણે કુમાર ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને કહ્યું કે સંકટ સમયે યાદ કરજે. એમ કહી પોતાના સ્વસ્થાનકે ચાલ્યો ગયો. વિક્રમરાજાની જેમ સમકિતનું છ ભાવનાથી યુક્ત માહાસ્ય જાણી તેને વળગી રહેવાથી આ ભવ પરભવ બન્નેમાં શુભનો ઉદય થાય છે. In૩ળા છ સ્થાનક સ્થાનક સમ્યગ્દર્શનનાં ષ સુજ્ઞ વિચાર કરી સમજી લે, હંસ સમાન વિવેક-સુચંચુ અનુભવ-અમૃતનો રસ પી લેઃછે જીવ ચેતન-લક્ષણવંત, અજીવ શરીર સદા શબ જેવું; જીવ વિના ન જણાય કશુંય, નહીં નિજ ભાન, ગણાય જ કેવું? છે જીંવ નિત્ય, વિચાર કરો, શિશુને સ્તનપાન ન કોઈ શિખાવે, પૂર્વ ભવે પુરુષાર્થ કરેલ અનુભવમાં વળી કોઈક લાવે. અર્થ :- હવે સમ્યગ્દર્શનના છ સ્થાનક છે તેને જણાવે છે : આ છ સ્થાનકને હે સુજ્ઞ! તું વિચાર કરીને સમજી લે. તથા હંસ પક્ષીની જેમ વિવેકરૂપી સમ્યક ચાંચવડે જડ ચેતનનો ભેદ કરી આત્મઅનુભવરૂપ અમૃતરસનું પાન કરી લે. તેના માટે નીચે પ્રમાણે છે સ્થાનકનું સ્વરૂપ વિચારવું. પહેલું સ્થાનક તે “પ્રથમ પદ આત્મા છે.” તે જીવ ચેતન લક્ષણવંત છે. જ્યારે અજીવ એટલે અચેતન એવું શરીર તે તો સદા શબ એટલે મડદા જેવું છે. જગતમાં જીવ નામનો પદાર્થ ન હોય તો કશુંય જણાય નહીં. આપણા આત્માને પોતાનું ભાન નથી તો તે કેવું જ્ઞાન કહેવું. “ઘટ પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન.”-આત્મસિદ્ધિ બીજા સ્થાનક તે “આત્મા નિત્ય છે.” જો તે જીવ નિત્ય ન હોય તો જન્મતા બાળકને સ્તનપાન કરવાનું કોણ શીખવે છે? કોઈ નહીં. તે તો એના પૂર્વભવના સંસ્કાર છે, પૂર્વભવમાં શીખેલું જ છે માટે તેને આવડે છે. પૂર્વભવમાં જે જે પુરુષાર્થ કર્યા હોય તે વળી કોઈક ને કોઈક ભવમાં અનુભવમાં આવી જાય છે. અર્થાત જાતિસ્મરણજ્ઞાનડે પૂર્વભવમાં તેણે શું શું કરેલ તે જાણી જાય છે. એથી એ જ આત્મા પૂર્વભવમાં હતો, તે તેના નિત્યપણાની સિદ્ધિ કરે છે. તે ઉપર દ્રષ્ટાંત – Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ઇન્દ્રભૂતિ ગૌતમનું દ્રષ્ટાંત - આત્મા છે, તે નિત્ય છે. ઇન્દ્રભૂતિ ગૌતમ પોતાની બુદ્ધિથી વ્યાકરણ વગેરે સર્વ શાસ્ત્રો ભણીને વિદ્વાન થયા. પરંતુ તેમને વેદનો અર્થ વિચારતાં જીવના હોવાપણા વિષેનો સંશય હતો. પરંતુ તેને સર્વજ્ઞપણાનું ડોળ કરતાં હોવાથી કોઈને પૂછીને સંશય દૂર કરી શકતા નહોતા. મહાવીર ભગવાનને વાદમાં જીતવા માટે ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન પાસે આવ્યા. ભગવાનની સમવસરણની રિદ્ધિ જોઈ વિચાર કરતા હતા. તેટલામાં ભગવંત બોલ્યા કે હે ઇન્દ્રભૂતિ ગૌતમ! તમને સુખ શાતા છે? તે સાંભળી ગૌતમે વિચાર્યું કે અહો! શું મારું નામ પણ એ જાણે છે? વળી વિચાર થયો કે જગતમાં પ્રસિદ્ધ એવું મારું નામ કોણ ન જાણે? પણ એમના મીઠા વચનથી હું સંતોષ પામું તેમ નથી. જો મારા મનના સંશયને દૂર કરે તો હું ખરા સર્વજ્ઞ માનું. તેટલામાં પ્રભુએ કહ્યું “હે ઇન્દ્રભૂતિ! તું જીવ છે કે નહીં એવી શંકા કરે છે અને તેમાં દલીલો કરે છે કે ઘટ, પટ, લાકડા વગેરે પદાર્થોની જેમ જીવ હોય તો તે પ્રત્યક્ષ કેમ દેખાતો નથી? માટે તે છે નહીં એવું જે તારું માનવું છે તે અયોગ્ય છે. હે આયુષ્યમાન ! તે આત્મા ઇંદ્રિયો વડે અગ્રાહ્ય હોવાથી, તે આત્મા નથી એમ કહ્યું. પણ જેમ તારા મનનો સંશય મેં જાણ્યો તેમજ હું પ્રત્યક્ષ રીતે સર્વત્ર એવા જીવને જોઉં છું. કેવળ હું જ જોઉં છું એમ નથી; પરંતુ તું પણ “હું' એવો શબ્દ બોલી તારા દેહમાં આત્મા રહેલો છે એમ બતાવી આપે છે. છતાં તેનો તું અભાવ કહે છે આ તો જેમ કોઈ કહે કે માતા વંધ્યા છે અથવા મારા મોંઢામાં જીભ છે કે નહીં એ વાક્યની જેમ તારા પોતાના વાક્યમાં વિરોઘ આવે છે. તે આત્માનું સ્વસંવેદન પ્રત્યક્ષ છે માટે તેનો તું સ્વીકાર કર. આ પ્રમાણે ત્રણ જગતના સ્વરૂપને જાણનાર ભગવંતે સર્વ જીવોને પ્રતિબોઘ કરવાના ઉપાયની નિપુણતાથી ગૌતમનો સંશય દૂર કર્યો અને સર્વને તે આત્મા નિત્ય છે એમ સમજાવી આપ્યું. એટલે પચાસ વર્ષની વયે ઇન્દ્રભૂતિ ગૌતમે પાંચસો શિષ્ય સહિત ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી. ભગવાને તેમને પ્રથમ ગણધર પદે સ્થાપન કર્યા. -ઉ.પ્રા.ભા.ભા.૧ ૩૮. છે કરતા જીંવ જ્ઞાનતણો, સમભાવ-વિભાવ રૃપે બનનારો, કર્મ વિભાવ વડે વળગે બહુ, શુભ અશુંભ અનાદિ વચારો; ભોગવતો ર્જીવ કર્મ-ફળો, ફરી ચાર ગતિ દુખદાયી, અરે રે! પુણ્યથી સુખ મળે પરનું, વળી પાપથી દુઃખ, ન તેથી તરે રે! અર્થ :- નિશ્ચયનયથી જીવ પોતાના જ્ઞાનાદિ ગુણોનો જ કર્તા છે. પણ વ્યવહારનયથી તે આત્મા સમભાવ કે વિભાવભાવનો કર્તા બને છે. જેમ કુંભાર માટી, ચક્ર અને દંડ વડે ઘડાનો કર્તા થાય છે તેમ આત્મા કષાયાદિક વિભાવભાવો વડે અશુભ કે શુભભાવો વડે શુભ કર્મોનો કર્તા બને છે. વિભાવ ભાવથી જીવને ઘણા કર્મનું વળગણ થાય છે. આ શુભ અશુભ ભાવના વિચારો જીવને અનાદિકાળથી લાગેલા છે. હવે ચોથું સ્થાનક તે “આત્મા ભોક્તા છે.” આ જીવ પોતાના જ બાંધેલા કર્મોના ફળને ભોગવે છે. તે કર્મફળ ભોગવતા છતાં અરેરે! ફરી રાગદ્વેષ કરી નવા કર્મ બાંઘી દુઃખદાયી એવી ચાર ગતિમાં રઝળ્યા કરે છે. તેમાં પુણ્યવડે તેને પર એવા ભૌતિક પદાર્થોનું શાતાવેદનીય સુખ મળે છે અને પાપથી જન્મ જરા મરણ કે આધિ વ્યાધિ ઉપાધિ વગેરેના દુઃખો જીવને ભોગવવા પડે છે. એ શુભાશુભ ભાવના કારણે જીવ સંસારથી પાર પામતો નથી. માટે શ્રીમદ્જી કહે છે કે : “તેહ શુભાશુભ છેદતાં, ઉપજે મોક્ષ સ્વભાવ.” એ ઉપર દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે : Page #207 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સમ્યગ્દર્શન ૧૮૭ અગ્નિભૂતિનું દ્રષ્ટાંત - આત્મા કર્મનો કર્તા ભોક્તા છે. હવે અગ્નિભૂતિ પણ પોતાના પાંચસો શિષ્યોને સાથે લઈ પ્રભુ પાસે દોડી આવ્યો. શ્રી મહાવીર પ્રભુએ તેને પણ તેના ગોત્ર અને નામના સંબોધનથી બોલાવી તેના મનનો સંદેહ કહી આપ્યો કે હે ગૌતમ ગૌત્રીય અગ્નિભૂતિ! તને કર્મ છે કે નહીં? એ વિષે નિરંતર મનમાં ગૂંચવાડો રહ્યા કરે છે ! તને આ શંકા પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી થઈ છે. વળી તું એમ માને છે કે “અરૂપી આત્માને રૂપી એવા કર્મનું ગ્રહણ અને નાશ કેમ સંભવે?” તે તારું માનવું અયુક્ત છે. કારણ કે આત્માનો મુખ્ય ગુણ જ્ઞાન છે અને તે અરૂપી છે. છતાં બ્રાહ્મી જેવા ઔષધો વડે અથવા ઘી, દૂઘ વગેરે સાત્ત્વિક પદાર્થોવડે તેને લાભ થતો જોઈએ છીએ, તેમજ મદિરા કે ઝેર જેવા પદાર્થોવડે જ્ઞાનગુણ હણાતો જોવામાં આવે છે. એટલે અમૂર્ત એવા આત્માને પણ મૂર્ત એવા પદાર્થોવડે લાભ કે હાનિ થવી જરૂર સંભવે છે. જો કર્મ ન હોય તો એક સુખી અને બીજો દુઃખી, એક શેઠ અને બીજો નોકર, એવા ભેદો તથા આ સૃષ્ટિની બઘી વિચિત્રતાઓનું બીજાં કયું કારણ સંભવે? રાજા અને રંકની ઉચ્ચતા-નીચતામાં કંઈક કારણ તો અવશ્ય હોવું જોઈએ, અને તે કારણ તેમના શુભાશુભ કર્મ છે. કોઈપણ ક્રિયા નિષ્ફળ જતી નથી. દાન વિગેરે શુભ ક્રિયાઓ અને હિંસા વિગેરે અશુભ ક્રિયાઓના ફળ અવશ્ય હોય છે. તેથી ત્રીજું પદ આત્મા કર્મનો કર્તા છે તો ચોથું પદ આત્મા કર્મફળનો અવશ્ય ભોક્તા બને છે. એ પ્રમાણે પ્રભુના મુખથી પ્રકાશ પામતી યુક્તિઓ સાંભળી અગ્નિભૂતિનો કર્મ વિષયક સંશય ઊડી ગયો. તેને શ્રદ્ધા થઈ કે “કર્મ છે અને તેના ફળ પણ છે. તેથી તેજ વખતે તેણે પણ પોતાના પાંચસો શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. -કલ્પસૂત્ર /૩૯ો મોક્ષ મહા સુખદાયી નિરંતર, કર્મ ઘટાડી, મટાડી વરે જે, તે જીંવ ઘન્ય, ઘરે નહિ જન્મ ફરી ભવમાં, જગને શિખરે તે; મોક્ષ-ઉપાય સુઘર્મ ઘરો તપ, જ્ઞાન, સુદર્શન, ભક્તિ, વિરાગે, કર્મ ઘુંટે સમભાવ, ક્ષમાદિથ; મુક્તિ વરે સહુ કર્મ જ ત્યાગે. અર્થ - હવે પાંચમું સ્થાનક તે “મોક્ષપદ છે. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.” -શ્રીમદ્ રાજચંદ્ર આત્માની કર્મમળ રહિત સંપૂર્ણ શુદ્ધ અવસ્થા તે જ મોક્ષપદ છે. તે મોક્ષ સ્થાનક નિરંતર મહાસુખદાયી છે. તે મોક્ષનું અંશે સુખ, કર્મમળ ઘટવાથી સમ્યગ્દર્શનવડે મળે છે. અને તે કમનો સર્વથા નાશ થયે કેવળજ્ઞાન પ્રગટવાથી જીવ શાશ્વત સુખશાંતિને પામે છે. તે જીવ ઘન્ય છે કે જે ફરી સંસારમાં કદી જન્મ લેવાનો નથી અને જગતના શિખર ઉપર એટલે લોકના અંતે મોક્ષ સ્થાનમાં જઈને બિરાજમાન થાય છે. એ મોક્ષનું સુખ કેવું છે? તો કે ત્રણ લોકના ઇન્દ્રો, દેવો કે ચક્રવર્તીઓને જે સુખ છે, તે સર્વને એકત્ર કરીએ તો પણ તે મોક્ષસુખના અનંતમા ભાગમાં પણ આવી શકે નહીં. એમ જિનેશ્વરોએ પોતાના અનુભવથી મોક્ષપદને અનંતસુખથી ભરપૂર તથા અવિનાશી જણાવ્યું છે. હવે છઠ્ઠું સ્થાનક તે “મોક્ષનો ઉપાય છે તે મોક્ષનો ઉપાય સાચો આત્મધર્મ છે. તે બાર પ્રકારના તપ વડે, સમ્યકજ્ઞાન વડે, સમ્યક્દર્શનવડે, દેવગુરુની ભક્તિવડે તથા સમ્યક્રચારિત્રરૂપ વીતરાગભાવ વડે સાધી શકાય છે. ઉદયમાં આવેલ સુખદુઃખના પ્રસંગોમાં સમભાવ રાખવાથી તથા ક્રોધાદિ કષાયોના ઉદયમાં ક્ષમાદિ ભાવોને ઘારણ કરવાથી બાંધેલા કમને છોડી શકાય છે. અને સર્વકર્મનો ત્યાગ થયે Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ આત્મા પોતાની શુદ્ધ મુક્તદશાને પામે છે, જે અનંત સુખરૂપ છે. એ ઉપર દ્રષ્ટાંત – પ્રભાસ ગણઘરનું દ્રષ્ટાંત – મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. ચંપાનગરીમાં સોમ બ્રાહ્મણને ત્યાં યજ્ઞ થતો હતો. ત્યારે ઇન્દ્રભૂતિ વગેરે વિદ્વાનો પણ આવેલા હતાં. અને પ્રભાસ પણ આવ્યો હતો. હવે ઇન્દ્રભૂતિ વગેરે વિપ્રો મહાવીર સ્વામી ભગવાન પાસે ગયા છે એ વાત લોકોના મુખેથી સાંભળીને પ્રભાસ વિચાર કરવા લાગ્યો કે ખરેખર રૂપઘારણ કરીને સાક્ષાત્ ઈશ્વર જ પોતાના ઘામથી અમને પવિત્ર કરવા માટે આવ્યા જણાય છે. તેથી એમની ચતુરાઈ વગેરે હું પણ જોઉં તો ખરો. આ પ્રમાણે વિચારી તે પ્રભાસ પણ શ્રી ભગવાન મહાવીર પાસે આવ્યો. તેને જોઈ પ્રભુ બોલ્યા કે “હે આયુષ્યમાન પ્રભાસ! તારા મનમાં શંકા છે કે મોક્ષ છે કે નહીં? તને આવો સંશય થવાનું કારણ પરસ્પર વિરુદ્ધ એવા વેદ વાક્યો છે. વળી હે પ્રભાસ! વેદમાં પણ સંસાર અને મોક્ષનું સ્વરૂપ બતાવેલ છે. તેમાં શરીરની સાથે જે રહે તે જીવ છે. શરીર સાથે એકમેક થઈને રહેલો જીવ સુખદુઃખ પામે છે અને શરીરરહિત એટલે મોક્ષઅવસ્થામાં રહેલ જીવ સુખદુ:ખને સ્પર્શતો નથી. એમ કહેવાનો આશય આ છે કે મોક્ષમાં રહેલ જીવ ભૌતિક સુખદુ:ખને સ્પર્શતો નથી. તે તો પોતાના સ્વભાવથી જ ઉત્પન્ન થતાં સુખને અનુભવે છે. વળી તે મોક્ષ સુખ પ્રાપ્તિનો ઉપાય શું છે? તો કે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર વિના બીજા કોઈ ઉપાયથી તે મોક્ષસુખ મેળવી શકાતું નથી. તે જ તેનો સાચો ઉપાય છે. તે વિષે દર્શન-સસતિકામાં કહ્યું છે કે : સમ્યગ્દર્શન, જ્ઞાન અને સંયમ સંપૂર્ણ પ્રાપ્ત કરવા એ જ મોક્ષ સાથવાનો સાચો ઉપાય છે. તે ઉપાય નરભવને વિષે જ સાથવા યોગ્ય છે; કારણકે તત્ત્વના જાણ પુરુષો સ્વશક્તિવડે અહીં જ પ્રથમ મોક્ષ એટલે કમથી મુક્તિ મેળવે છે. પછી આયુષ્યનો અંત આવ્યે મોક્ષ સ્થાનમાં જઈ બિરાજે છે ભગવાનના મુખથી ઉપરોક્ત યુક્તિયુક્ત વચનો સાંભળીને પ્રસન્ન થયેલા પ્રભાસે પોતાનો સંશય દૂર થવાથી પોતાના ત્રણસો શિષ્ય સહિત ભગવાન પાસે આવી દીક્ષા ગ્રહણ કરી. ઉપરોક્ત પ્રમાણે સમકિતના ૬૭ બોલ એટલે ભેદ સંપૂર્ણ થયા. ૪૦ જે મન સમ્યગ્દર્શનમાં અતિ નિશ્ચલ, તે પદ ઉત્તમ લેશે, જ્ઞાન તપાદિ સુદ્રષ્ટિ વિના નહિ કોઈ રીતે શિવસાઘન દેશે: સંયમ, જ્ઞાન તણું બીજ સમ્યગ્દર્શન, તે શમ-જીવન જાણો, શ્રુત તપાદિ તણું અધિષ્ઠાન, કહે મુનિપુંગવ તે જ પ્રમાણો. અર્થ - જેનું મન સમ્યગ્દર્શનમાં અતિ દ્રઢ છે તે ઉત્તમ મોક્ષપદને પામશે. જ્ઞાન, તપ, સંયમ આદિ સમ્યગ્દર્શન વિના કોઈ રીતે પણ મોક્ષના સાધન બનશે નહીં. યથાર્થ સંયમ એટલે સમ્યક ચારિત્ર અને સમ્યક જ્ઞાનનું બીજ પણ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન સહિત જ્ઞાન અને ચારિત્રને જ શમ-જીવન જાણો, અર્થાતુ આ રત્નત્રયથીયુક્ત મહાત્માનું જીવન જ શાંતિમય કે સમતાવાળું જાણો. સમસ્ત ગ્રુત કે તપાદિનું અધિષ્ઠાન એટલે આઘાર પણ આ સમ્યગ્દર્શન છે, એમ શ્રી મુનિપુંગવ એટલે મુનિઓમાં શ્રેષ્ઠ એવા જિનેશ્વર ભગવાન કહે છે. તેને જ પ્રમાણભૂત માનો. નવપદજીની પૂજામાં પણ સમ્યગ્દર્શન વિષે જણાવે છે : “જે વિણ નાણ પ્રમાણ ન હોવે, ચારિત્ર તરુ નવિ ફળિયો; સુખ નિર્વાણ ન જે વિણ લહિયે સમકિત દર્શન બળિયો રે.” ભ૦ -શ્રી યશોવિજયજી //૪૧ાાં Page #209 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સમ્યગ્દર્શન ૧૮૯ જેમ કૃપાળુ કહે શિવમાર્ગ અચૂક જણાય, છુટાય જ તેથી, તે વિતરાગ સુલક્ષણવંતની થાય પ્રતીતિ, સુદર્શન એથી; જે વીતરાગ, કહે જ યથાર્થ, ખરો શિવમારગ તે જ સ્વીકારું, એ સુવિચાર ગણાય સુજ્ઞાનજ, જીવ-અજીવનું કારણ સારું. અર્થ :- જેમ પરમકૃપાળુપ્રભુ કહે છે તેમજ મોક્ષમાર્ગ અચૂક જણાય છે. એ માર્ગને આરાઘવાથી જ સંસારના દુઃખોથી છૂટી શકાય. તેવા સુલક્ષણવંત વીતરાગની પ્રતીતિ થાય તો એથી વ્યવહાર સમકિત આવે છે. જે વીતરાગ પુરુષો કહે છે તે જ યથાર્થ હોય. તેને ખરો મોક્ષમાર્ગ માનીને સ્વીકાર કરું. એ સુવિચાર જ સમ્યજ્ઞાન ગણાય. જે જીવ અજીવના ભેદજ્ઞાનનું સાચું કારણ છે. જેમ આ પરમકૃપાળુ કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે, તેમ જ મોક્ષમાર્ગ હોય, તે પુરુષનાં લક્ષણાદિ પણ વીતરાગપણાની સિદ્ધિ કરે છે, જે વીતરાગ હોય તે પુરુષ યથાર્થવક્તા હોય, અને તે જ પુરુષની પ્રતીતિએ મોક્ષમાર્ગ સ્વીકારવા યોગ્ય હોય એવી સુવિચારણા તે પણ એક પ્રકારનું ગૌણતાએ જીવાજીવનું જ જ્ઞાન છે.” (વ.પૃ.૫૯૯) //૪૨ા. એવી પ્રતીતિ, રુચિ, ગુરુ-આશ્રય, નિશ્ચય આણ અનુસરવાનો દે સ્ફટ, વિસ્તૃત જ્ઞાન જીંવાજીંવનું ક્રમથી, સમકિત થવાનો: એમ સુગુરુની આણ ઉપાસી, કરી ક્ષય રાગ થશે વીતરાગી. સુંગુરુ-જોગ વિના સમકિત થવું જ કઠિન ગણો, સદ્ભાગી. અર્થ - ઉપર કહી તેવી ભગવાનના વચનો પ્રત્યેની પ્રતીતિ એટલે શ્રદ્ધા, રુચિ કે શ્રી ગુરુના આશ્રયથી, તે જીવ નિશ્ચય એટલે નક્કી શ્રી ગુરુની આણ એટલે આજ્ઞાને અનુસરશે. તેથી તેને સ્કૂટ એટલે સ્પષ્ટ વિસ્તૃત એટલે વિસ્તારથી ક્રમપૂર્વક જીવઅજીવ તત્ત્વોનું જ્ઞાન થશે. પછી તે નિશ્ચય સમ્યગ્દર્શનને પામી આત્મઅનુભવને માણશે. એમ સદ્ગુરુ ભગવંતની આજ્ઞાને ઉપાસી કાલાન્તરે રાગદ્વેષનો સંપૂર્ણ ક્ષય કરી તે વીતરાગી બની જશે. પણ હે સદ્ભાગ્યવાનો! સદગુરુના પ્રત્યક્ષ યોગ વિના આવું નિશ્ચય સમકિત પ્રાપ્ત થવું કઠિન છે એમ જાણો. “તે પ્રતીતિથી, તે રુચિથી અને તે આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તારસહિત જીવાજીવનું જ્ઞાન અનુક્રમે થાય છે. તથારૂપ પુરુષની આજ્ઞા ઉપાસવાથી રાગદ્વેષનો ક્ષય થઈ વીતરાગ દશા થાય છે. તથારૂપ સપુરુષના પ્રત્યક્ષ યોગ વિના એ સમકિત આવવું કઠણ છે.” (વ.પૃ.૫૯૯) //૪૩ી. કો અવિરાઘક થાય સુદ્રષ્ટિ સુશાસ્ત્રથૈ, તીવ્ર મુમુક્ષ દશાથી, તે પણ સગુરુ-માર્ગ તણો ન ઉપેક્ષિત, ગર્વ ઘરે નહિ આથી; પ્રત્યક્ષ કોઈ સૅરિ ગુરુ-વાણીથી કોઈકને સમકિત જગાવે, દુષમ કાળ વિષે શિવ-માર્ગ ન તદ્દન લોપ, સુદર્શન ભાવે. અર્થ - કોઈ અવિરાઘક એટલે પૂર્વના આરાધક જીવ હોય કે જેની તીવ્ર મુમુક્ષુદશા એટલે સંસારના દુઃખોથી છૂટવાની તીવ્ર કામના હોય એવો જીવ જ્ઞાનીપુરુષના વચનરૂપ શાસ્ત્રોથી સમ્યવૃષ્ટિપણું પામે છે. તે પણ સદગુરુના કહેલ માર્ગનો ઉપેક્ષિત ન હોય અર્થાતુ તે પણ ગુરુ વિના જ્ઞાન હોય નહીં, એમ માને છે અને પોતાને પૂર્વભવમાં ગુરુ મળવાથી આ ભવમાં પ્રાપ્ત થયેલ યોગ્યતાનો તે ગર્વ કરતા નથી. કોઈ તીવ્ર આત્માર્થીને એવો કદાપિ સદગુરુનો યોગ ન મળ્યો હોય, અને તેની તીવ્ર કામનામાં ને Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ કામનામાં જ નિજવિચારમાં પડવાથી, અથવા તીવ્ર આત્માર્થને લીધે નિજવિચારમાં પડવાથી આત્મજ્ઞાન થયું હોય તો તે સદ્ગુરુમાર્ગનો ઉપેક્ષિત નહીં એવો, અને સગુરુથી પોતાને જ્ઞાન મળ્યું નથી માટે મોટો છું એવો નહીં હોય.” (વ.પૃ.૫૩૦) પ્રત્યક્ષમાં કોઈ સૂરિ એટલે આચાર્ય જેમ કે ૫.પૂ.પ્રભુશ્રીજી જેવા પરમકૃપાળુદેવની વાણીથી પૂ.શ્રી બ્રહ્મચારીજીને સમકિત પ્રાપ્ત કરાવે તેમ પણ બની શકે છે. કેમકે દુષમકાળમાં મોક્ષમાર્ગનો તદ્દન લોપ થઈ ગયો નથી. સગુરુના આશ્રયથી તેમની આજ્ઞાએ આજે પણ ભેદજ્ઞાનની ભાવના કરવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. “તેવા પુરુષનાં વચનરૂપ શાસ્ત્રોથી કોઈક પૂર્વે આરાઘક હોય એવા જીવને સમકિત થવું સંભવે છે; અથવા કોઈ એક આચાર્ય પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી કોઈક જીવને સમકિત પ્રાપ્ત કરાવે છે.” (વ.પૃ.૫૯૯) ૪૪. સદ્ગુરુ દે ઉપદેશઃ “અહો! બુથ, મોહરૅપી મદિરા ન પીવાની, સમ્યગ્દર્શન-ભાન ભુલાવતી; આત્મ-અનુભવ ચાખ, સુજ્ઞાની. ભોગણી અભિલાષ, દશા વિપરીત, ટળે નિજ શુદ્ધ વિચારે; સમ્યગ્દર્શન ચંદન જેવી ઉરે શમતા-સુખશાંતિ વઘારે. અર્થ :- સદ્ગુરુ ભગવંત આ પાઠના સારરૂપે હવે ઉપદેશ આપે છે કે અહો! હે બુઘ એટલે હે સમજા જીવ! હવે તારે આ અહંભાવ કે મમત્વભાવરૂપ મોહની મદિરા એટલે દારૂ પીવો નહીં. કેમકે સમ્યગ્દર્શન એટલે પોતે જ આત્મા હોવા છતાં તેના જ ભાનને ભુલાવનાર એવો આ સંસારનો મોહ છે. માટે હે સુજ્ઞાની એટલે સમ્યકુબુદ્ધિને ઘરનાર! હવે તો તું આ મોહને છોડી આત્મ અનુભવને ચાખ કે એનું કેવું અનુપમ સુખ છે. સુખની પ્રાપ્તિ માટે ભોગોનો અભિલાષ કરવો એ તારી વિપરીત દશા છે. કારણ કે તે સાચા સુખનો ઉપાય નથી. એ ભોગોની ઇચ્છા પોતાના શુદ્ધ આત્મામાં રહેલ અનંતજ્ઞાન, દર્શન, સુખ, શક્તિનો વિચાર કરવાથી ટળે છે. તથા સમ્યગ્દર્શન એટલે આત્માનો અનુભવ, તે કષાયભાવને ઘટાડી ચંદન જેવી શીતળ ઉપશમસ્વરૂપ સુખશાંતિને હૃદયમાં વધારે છે. ૪પા જ્ઞાનસમુદ્ર સમા ભગવાન સ્વ-આત્મ-પ્રતાપ વડે ઊછળે છે, શાંત રસે જગ સર્વ ડુબાડી હરે ભ્રમ-ચાદર એક પળે એ. નિશ્ચય એક, વિશુદ્ધ, અમોહીં સુદર્શન-જ્ઞાન વડે જીંવ પૂર્ણ; તન્મય ત્યાં રહીં આત્મસમાધિ-બળે કર કર્મતણું, બુધ, ચૂર્ણ. અર્થ - પોતાની અંદર જ રહેલા જ્ઞાનના સમુદ્ર સમાન શુદ્ધ આત્મારૂપ ભગવાન, તે હમેશાં પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અનંત ગુણોના પ્રતાપ વડે સદા ઊછળ્યા કરે છે; અર્થાત્ તેની જ્ઞાન જ્યોતિ સદા જ્વાજલ્યમાન છે. તે ભગવાનરૂપ આત્મા જ્યારે પોતાના નિર્વિકલ્પ શાંત અનુભવરસનો આસ્વાદ કરે છે ત્યારે આખું જગત તેમાં ડૂબી જાય છે, અર્થાત્ જગત સંબંધી સર્વ વિકલ્પો ત્યાં નાશ પામે છે અને આત્મભ્રાંતિરૂપ ચાદર એટલે પડદાને તે એક પળમાં ખસેડી નાખે છે અર્થાત્ આત્મભ્રાંતિનો ત્યાં વિનાશ થાય છે. નિશ્ચય એટલે મૂળસ્વરૂપે જોતાં તો આત્મા એક છે, સંપૂર્ણ શુદ્ધ છે, મોહ રહિત છે તથા સમ્યગ્દર્શન જ્ઞાનવડે તે પરિપૂર્ણ છે. માટે હે બુઘ એટલે સમ્યજ્ઞાનના ઇચ્છુક એવા મુમુક્ષુ! તારા Page #211 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સમ્યગ્દર્શન ૧૯૧ આત્મસ્વરૂપમાં જ તન્મય રહીને આત્મસમાધિ એટલે આત્મસ્થિરતાના બળે સર્વ કર્મોને ચૂરી શાશ્વત સુખશાંતિને પામી લે. II૪૬ાા હું મુનિ, શ્રાવક, સેવક, સ્વાર્મી રૂપે મમકાર, અહંમતિ માને; તે વ્યવહાર વિષે ડૂબી, ના પરમાર્થ સ્વરૂપ યથાર્થ પિછાને. તે તુષ-જ્ઞાન વિષે મેંઢ ચાવલબુદ્ધિ ઘરી કુશકા જ ફૂટે છે; દેહ-ગૃહાદિથી જાણી જુદો છંવ, સમ્યગ્દષ્ટિ અચૂક હૂંટે છે. અર્થ - દેહમાં જ જેની આત્મબુદ્ધિ છે એવો અહંમતિ જીવ પોતાને આત્મજ્ઞાન વગર જ મુનિ માને, આત્મજ્ઞાન સહિત શ્રાવકના બાર વ્રત વગર શ્રાવક માને, મુમુક્ષતાના લક્ષણ વગર પોતાને ભગવાનનો સેવક માને કે ભગવાનમાં સ્વામીરૂપે મારાપણું કરે, પણ તે જીવ આવા ઉપલક વ્યવહારમાં જ ડૂબેલો રહી આત્મસ્વરૂપ પ્રાપ્તિના યથાર્થ મર્મને ઓળખી શકતો નથી. તે જીવ તો માત્ર વ્યવહારજ્ઞાનરૂપ તુષ એટલે ફોતરામાં જ ચાવલની બુદ્ધિ ધરીને કુશકા એટલે છોતરાને જ કૂટ કૂટ કરે તેના જેવો છે. પણ સેમ્યવૃષ્ટિ જીવ તો આ શરીર, ઘર આદિથી પોતાને જુદો જાણી આ સંસારના દુઃખોથી અવશ્ય છૂટે છે. ૪થા દૂર બઘો કકળાટ કરી ષટ્ માસ ભલો થઈ આતમ શોથે, તો તુજ ઉર વિષે વસશે નિજરૂપ અલૌકિક સગુરુ બોઘે; પુદ્ગલથી પર ચેતન જ્યોતિ નિરંતર નિજ દશા સમજે છે, લિત બને નહિ મોહવશે કદી, લક્ષ રહે દ્રઢ જો નિજ તેજે. અર્થ:- દેહાદિ પરપદાર્થમાં અહંભાવ મમત્વભાવરૂપ બઘો કકળાટ દૂર કરી હે જીવ! હવે તું ભલો થઈ અર્થાત્ તારા આત્માનું ભલું ઇચ્છી માત્ર છ મહિના સુધી એક આત્માની જ શોઘ કર. તો તારા હૃદયમાં સગુરુના બોઘવડે અલૌકિક એવા આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થશે. જે ભવ્યાત્મા " ગલથી પર એવી ચૈતન્યજ્યોતિને જ નિરંતર પોતાની દશા સમજે છે, તથા તે આત્માની ચૈતન્ય જ્યોતિ પ્રત્યે જ જેનો સદા દ્રઢ લક્ષ રહે છે, તે જીવ કદી મોહવશે સંસારમાં લેવાશે નહીં. ૪૮ વીરસેન અને ઍરસેન હતા બે સુત ઉદાયન ભૂપ તણા, જન્મથી અંધ હતો વરસેન શીખે ગીતશાસ્ત્ર, વખાણ દીસે ના, સૂરકુમાર ઘનુષ્ય કળા ભણી, લોક વિષે વખણાય સદાય, તેથી પિતાની રજા વીરસેન લઈ, બની નમ્ર ગુરુકુલ જાય. અર્થ - વીરસેન અને સૂરસેન તે ઉદાયન રાજાના બે પુત્રો હતા. જન્મથી વીરસેન આંઘળો હતો. તે ગીતશાસ્ત્ર શીખી ગાયક બન્યો છતાં તેના કોઈએ વખાણ કર્યા નહીં. તેના ભાઈ સૂરકુમારે ઘનુષ્યકળા શીખવાથી તે સદા લોકમાં વખણાવા લાગ્યો. તેથી વીરસેન પણ પિતાની રજા લઈ નમ્ર બની બાણ વિદ્યા શીખવા ગુરુકુલમાં ગયો. ૪૯ાા. તે વિનયાન્વિત અંઘ કુમાર કરી પુરુષાર્થ થયો સ્વરથી; આશ ઘરે યશની બહુ ચિત્ત, ગણે નહિ અંઘપણું પણ તેથી. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ એક દિને દળ દુશ્મનનું ઑતવા વરસેન કહે બહુ ભાવે, આગ્રહ જાણી ભેંપાળ રજા દઈ સૈન્ય સહિત વિદાય અપાવે. અર્થ - ગુરુના વિનય વડે તે અંઘકુમાર પણ પુરુષાર્થ કરીને સ્વરભેદી બાણવિદ્યા શીખ્યો. હવે તે યશ એટલે માન મોટાઈ મેળવવાની મનમાં તીવ્ર કામનાને લીધે પોતાના અંઘપણાને પણ ગણતો નથી. તેથી એક દિવસ દુશ્મનના દળને જીતવા માટે વીરસેન બહુ ભાવપૂર્વક પોતાના પિતાને કહેવા લાગ્યો. તેનો ખૂબ આગ્રહ જાણી રાજાએ પણ રજા આપી અને સેના સહિત યુદ્ધ કરવા માટે વિદાય કર્યો. પા. શબ્દ સુણી, શર છોડૅ, હરાવ નસાડી દીધું દળ વીરકુમારે; સુણી પરાક્રમ અંઘકુમાર રિપુ પકડે બિન શબ્દ લગારે. ત્યાં સુંરસેન ચઢે મદદે રિપુ-સૈન્ય જીતી નિજ બાંઘવ લાવે. તેમ ન સમ્યગ્દર્શન તો, ફળશે નહિ જ્ઞાન, ક્રિયા; રઝળાવે. અર્થ - શબ્દો સાંભળીને સ્વરભેદી શર એટલે બાણ છોડી દુશ્મનોને હરાવી વીરસેને બધાને નસાડી મૂક્યા. પછી જાણ્યું કે આ વીરસેન કુમાર તો આંઘળો છે માટે લગાર પણ શબ્દ કર્યા વગર પરાક્રમી એવા વીરસેનને દુશ્મનોએ પકડી લીધો. પછી તેનો ભાઈ સૂરસેન મદદે આવી શત્રુસેનાને જીતી પોતાના ભાઈ વીરસેનને પાછો છોડાવી લાવ્યો. તેમ જો સમ્યગ્દર્શનરૂપ નેત્ર નહીં હશે તો શસ્ત્રવિદ્યારૂપ જ્ઞાન અને શસ્ત્ર ચલાવારૂપ ચારિત્ર સર્વ ફોક જશે, અર્થાત્ મોક્ષના કારણરૂપ નહીં થાય; પણ એ પુણ્ય એને સંસારમાં જ રઝળાવશે. ||પના. દર્શન-જ્ઞાન-ચારિત્રની આગળ “સમ્ય’ શબ્દ લખે મુનિ માત્ર, તે નીરખી, મુનિ શોથ, સુશિષ્ય કરે વિનતિ રચવા શિવ-શાસ્ત્ર, માનવ જન્મ લહી જીંવ દુર્લભ, સત્કૃતિ, સમ્યગ્દર્શન પામે તે પુરુષાર્થ કરી વિરતિ ઘર શાશ્વત સુખ લહે શિવ-થામે. અર્થ :- એક શ્રાવકે “મોક્ષશાસ્ત્ર' રચવા માટેની ઇચ્છા કરી. તેનું પ્રથમ સૂત્ર દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગઃ” એમ પોતાની ભીંત ઉપર લખ્યું. ત્યાં ઉમાસ્વામી મુનિ વહોરવા પધારતાં તે જોઈને તેમણે તે સૂત્રમાં સમ્યક્ શબ્દ ઉમેરીને “સમ્યક્ દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ એમ સુઘાર કર્યો. તે શ્રાવકે જોયું તેથી તેણે પોતાને તે કાર્ય માટે અયોગ્ય જાણી તે મુનિની શોધ કરીને તેમને શિવશાસ્ત્ર એટલે “મોક્ષશાસ્ત્ર' રચવા વિનયપૂર્વક વિનંતી કરી. જેથી તેમણે “મોક્ષશાસ્ત્ર' રચ્યું. તેમ જ્ઞાન તો સર્વ આત્મામાં છે પણ તે મિથ્યાજ્ઞાન છે. તે સમ્યક્ હોવું જોઈએ; તો જ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની એકતાવડે જીવ મુક્તિને પામે છે. જે પ્રાણી દુર્લભ એવો મનુષ્યજન્મ પામીને સત્કૃતિ એટલે સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનને મેળવે છે, તે જીવ સત્પુરુષાર્થ કરીને સમ્યગ્વારિત્રરૂપ વિરતિને ઘારણ કરી, મોક્ષઘામમાં સદાને માટે સુખશાંતિ પામે છે. એ શાશ્વત મોક્ષસુખ મેળવવાનું મૂળકારણ તે, સમ્યગ્દર્શન છે. પરા સમ્યગ્દર્શન સંબંધી વિસ્તાર ૧૬માં પાઠમાં વાંચી ગયા. હવે તે સમ્યગ્દર્શનને પરમાવગાઢ કરી Page #213 -------------------------------------------------------------------------- ________________ (૧૭) પાર્કનાથ પરમાત્મા ભાગ-૧ જેણે કેવળજ્ઞાન પ્રગટ કર્યું એવા મહાયોગીન્દ્ર શ્રી પાર્શ્વનાથ પરમાત્માનું નિર્મળ ચરિત્ર અત્રે વર્ણવવામાં આવે છે. મહાપુરુષોના જીવનચરિત્ર આપણને સાચી સુખશાંતિના માર્ગદર્શક છે. (૧૭) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૧ (દોહરો) વંદન ગુરુચરણે થતાં પ્રભુ પાર્શ્વ વંદાય; અભેદ ધ્યાને પરિણમ્યા તે રૂપ શ્રી ગુરુ રાય. ૧ અર્થ :- પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર સદ્ગુરુ ભગવંતના ચરણકમળમાં વંદન કરતા પ્રભુ પાર્શ્વનાધના પણ વંદન થાય છે. કેમકે ભગવાન પાર્શ્વનાથે જે શુદ્ધ આત્મસ્વરૂપનો અનુભવ કર્યો છે તે જ શુદ્ધ આત્માનો અનુભવ પરમકૃપાળુદેવે કરેલ છે. ધ્યાનમાં ભગવાનના સ્વરૂપ સાથે અભેદરૂપે પરિણમવાથી શ્રી ગુરુરાજનું સ્વરૂપ પણ તેજ છે. ૧૯૩ ઈડરમાં ગંટીયા પહાડ ઉપર શ્રીમદ્ભુ જે શિલા ઉપર બિરાજમાન થયેલ તે વિષે જણાવ્યું કે આ સિદ્ધશિલા અને બેઠા તે સિદ્ધ; અમે અહીં સિદ્ધનું સુખ અનુભવીએ છીએ.।।૧।। પ્રણમી પ્રગટ સ્વરૂપને સર્વ સિદ્ધ, જિનરાય, સહજ સ્વરૂપે સ્થિરતા યાચું, કરો સહાય, ૨ અર્થ :– જેણે આત્મસ્વરૂપ પ્રગટ કરેલ છે એવા શ્રી ગુરુરાજને કે સર્વ સિદ્ધ ભગવંતોને કે સર્વ જિનેશ્વર પ્રભુને પ્રણામ કરીને હું પણ એવા સહજ આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવા આપ સમક્ષ યાચના કરું છું. તે ફળીભુત થવા આપ પ્રભુ મને સહાયભૂત થાઓ. ।।૨।। તે પાર્શ્વચરિત મંગલ મહા, સુણતાં મંગલ થાય; સત્પ્રદ્ઘા મંગલ-કરણ, મંગલ મોક્ષ મનાય. ૩ = તે અર્થ :- પાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર મહા મંગલકારી છે, અર્થાત્ આત્માનું મહાન હિત કરનાર છે. તેનું શ્રવણ કરતાં જીવના મમુ+ગલ એટલે સર્વ પાપો ગલી જાય છે. તે પ્રભુ પ્રત્યે સાચી શ્રદ્ધા થવી તે પણ મંગલ-કરણ એટલે આત્માનું કલ્યાણ કરનાર છે, અને આત્માનું કલ્યાણ કરવું એને જ મોક્ષ માનવામાં આવે છે. નાણા * પોદનપુર સુંદર નગર દક્ષિણ ભરતે સાર, ઇન્દ્રસમો અરવિંદ નૃપ દયા-ધર્મ ભંડાર. ૪ અર્થ :— દક્ષિણમાં આવેલ ભરતક્ષેત્રમાં સારભૂત એવું પોદનપુર નામનું સુંદર નગર છે. ત્યાં ઇન્દ્ર સમાન અરવિંદ રાજા રાજ્ય કરે છે. જે દયાધર્મનો ભંડાર છે, અર્થાત્ દયાધર્મનું સારી રીતે પાલન કરનાર છે. ।।૪।। Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પ્રાવધ-વિવેચન ભાગ-૧ વિશ્વભૂતિ મંત્રી ફેંડો તેને બે સંતાન; મોટો મઠ કુપુત્ર ને સ૨ળ "મરુભૂતિ માન. ૫ છે. અર્થ :— તેનો રૂડો એવો વિશ્વભુતિ મંત્રી છે. તેના બે સંતાન છે. મોટો કમઠ નામનો કુપુત્ર અને બીજો મરુભૂતિ નામનો સ૨ળ સ્વભાવી પુત્ર 9.11411 છે. ॥૫॥ : માથે પળિયું પેખીને મંત્રી કરે વિચારઃ મરણ-દૂત ચેતાવતો શસ્ત્ર શોધવું સાર, ૬ અર્થ :— માથામાં પળિયું એટલે સફેદ વાળ જોઈને મંત્રી વિચાર કરવા લાગ્યો કે આ મરણ-સ્ક્રૂત આવીને ચેતાવે છે કે હવે મરણ નજીક છે માટે કોઈ સત્પુરુષનું શરણ શોધવું હિતાવહ છે. કા સદ્ગુરુ-શરણ ગ્રહી, તજે અસારરૂપ સંસાર, નૃપકરમાં સોંપી ગયો બન્ને નિજ કુમાર. ૭ અર્થ :– મંત્રીશ્વરે સદ્ગુરુની શરણ ગ્રહણ કરી અસારભૂત સંસારનો ત્યાગ કરી, પોતાના બેય પુત્રોને રાજાના હસ્તે સુપરત કરી ગયો. ।।૭।ા મરુભૂતિની નીતિથી, રાજા રાજી થાય, મઠ મંત્રી-કુમારરૂપ, રાજ્ય વિષે પોષાય. ૮ અર્થ :– મંત્રીના નાના પુત્ર મરુભૂતિના નીતિમય વર્તન વડે રાજા રાજી થાય છે. તેમજ કમઠ પણ મંત્રીનો પુત્ર હોવાથી રાજ્યમાં પોષણ પામે છે, કા એક સમય અરવિંદ નૃપ રિપુને જેંતવા જાય; મરુભૂતિ સાથે ગયો, કમઠ નગરપતિ થાય. ૯ અર્થ :— એકવાર અરવિંદ રાજા પોતાના શત્રુને જીતવા માટે ગયા ત્યારે મરુભૂતિ પણ સાથે ગયો. ત્યારે કમઠ નગરપતિ થયો. તેના હાથમાં રાજ્યનો અધિકાર આવી ગયો. ।।હ્યા દેખી સ્ત્રી મરુભૂતિની કમઠ કામવશ થાય; નારી નાના ભાઈની પુત્રી તુલ્ય ગણાય ૧૦ અર્થ – તે વખતે પોતાના નાનાભાઈ મરુભૂતિની સ્ત્રીને જોઈને કમઠ કામવશ થયો. જ્યારે નાનાભાઈની સ્ત્રી તો પોતાની પુત્રી તુલ્ય ગણાય છે. ।।૧૦।। છતાં કમઠ કામાંધ થઈ, કરે નારી-શીલ-ભંગ; હાહાકાર બર્થ થયો, વિક્ક!વિકાર અનંગ. ૧૧ અર્થ – છતાં પણ કમઠે કામાંઘ થઈ તે સ્ત્રીનું શીલભંગ કર્યું. તેથી બધે હાહાકાર થઈ ગયો. આ અનંગ એટલે કામ વિકારને સદા ધિક્કાર છે. ।।૧૧। નૃપ નગરમાં આવતાં જાણે આ ઉત્પાત; એકાન્તે મરુભૂતિને વાત કહી સાક્ષાત. ૧૨ અર્થ –રાજા અરવિંદ નગરમાં પાછા ફર્યા ત્યારે થયેલ આ ઉત્પાતને જાણી એકાન્તમાં મરુભૂતિને બોલાવી આ સાક્ષાત્ બનેલ બનાવની વાત જણાવી. ।।૧૨।। Page #215 -------------------------------------------------------------------------- ________________ (૧૭) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૧ મત મંત્રીનો રૃપ પૂછે : ‘“કહો શી શિક્ષા થાય ?' “પ્રથમ ગુન્હે માફી પટે, વળી મુજ ભાઈ ગણાય.’ ૧૩ = અર્થ :– મરુભૂતિ મંત્રી છે માટે રાજાએ આવા અપરાધની શી શિક્ષા થવી જોઈએ તેનો મત આપવા જણાવ્યું. ત્યારે મરુભૂતિએ જવાબમાં કહ્યું કે આ એનો પ્રથમ ગુન્હો છે અને વળી મારો ભાઈ પણ ગન્નાય છે માટે એને માફી આપવી ઘટે. ૫૧૪/ સુર્ગી એ ઉત્ત૨ મંત્રીને નૃપ કહે : ‘‘કરવો ન્યાય; રાનીતિથી વર્તીશું, શોક ન કરીશ જરાય'' ૧૪ અર્થ :– મંત્રી મરુભૂતિનો આવો ઉત્તર સાંભળી રાજાએ કહ્યું કે એનો યથાયોગ્ય ન્યાય કરવો પડશે. અમે રાજનીતિ પ્રમાણે વર્તીશું. તું જરાય પણ તે વિષે શોક કરીશ નહીં. ।।૧૪।। વિદાય કરીને મંત્રીને, તેડ્યો કમકુમાર, ધમકાવ્યો જન દેખતાં; ધ્રુજે કમઠ અપાર. ૧૫ અર્થ – મંત્રીને વિદાય કરી રાજાએ કમઠને બોલાવ્યો. લોકોના દેખતાં તેને બહુ ધમકાવ્યો. તેથી તે થરથર ધ્રુજવા લાગ્યો કે જાણે હવે મને રાજા શું કરશે? ।।૧૫।। શ્યામ મુખ શરમે બન્યું, ઉપર લગાવી મેશ, મસ્તક મૂંડાવી, હૂઁને ધોળાવે જ નરેશ. ૧૬ ૧૯૫ અર્થ – એક તો શરમને લીઘે મુખ શ્યામ બની ગયું અને વળી તે મુખ ઉપર રાજાની આજ્ઞાથી કાળી મેશ લગાડી તેનું મસ્તક મુંડાવીને આખા શરીરે ચુનાનું પોતું મારવામાં આવ્યું. ।।૧૬।। વાનર-મુખા પશુĪપ કર્યો ગધેડે સ્વાર, શેરી શેરીએ ફેરવી કાઢ્યો રાજ્ય બહાર. ૧૭ - અર્થ :— તેનું વાનર જેવું મુખ બનાવી પશુરૂપે તેને ગધેડા ઉપર સ્વાર કર્યો. પછી શેરીએ-શેરીએ ફેરવીને તેને રાજ્યની હદ બહાર કાઢી મૂક્યો. ।।૧૭।। ભૂતાચલ ગિરિ પર વસે તાપસ લોક અનેક, તેમાં ભળી તપ તે કરે સર્પ સમો ઘી ટેક. ૧૮ અર્થ : – ભૂતાચલ નામના પર્વત ઉપર અનેક તાપસ લોક વસે છે. તેમાં તે ભળી જઈ તપ કરવા લાગ્યો. પણ હૃદયમાં તો જેને સર્પ સમાન ક્રોધનો આવેશ ભરેલો છે. ।।૧૮।। બે કર ઊંચા કરી ઘરે શિલા શિર પર તેહ, જાણે ફીઘર ફેણ એ વેર-વિષે ભરી દેહ, ૧૯ અર્થ :– કમઠ પોતાના બે હાથ ઊંચા કરી શિર ઉપર મોટી શિલાને પકડીને રહેલ છે. તે એવો દેખાવ આપે છે કે જાણે ફણીઘર એટલે ફલને ઘારણ કરનાર નાગે પોતાની ફેણ ચઢાવી હોય કેમકે કમઠનો દેહ તો વેરરૂપી વિષથી ભરપૂર ભરેલો છે. ૧૯૬ સમાચાર સુર્ણા ભાઈના, ગયો મંત્રી નૃપ પાસ, વીનવે : “આશા હોય તો, તાપસ-દર્શન-આશ.' ૨૦ Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ :- પોતાના ભાઈ કમઠ તાપસ થયો છે એવા સમાચાર સાંભળીને મંત્રી મરુભૂતિ રાજા પાસે જઈ વિનવવા લાગ્યો કે આપની આજ્ઞા હોય તો મારા ભાઈ તાપસના દર્શન કરવાની ઇચ્છા છે. મારા રાજા કહે, “કરવો નહીં દુરાચારીનો સંગ; દુષ્ટ તજે નહિ દુષ્ટતા, વેશ માત્ર બહિરંગ.” ૨૧ અર્થ - ત્યારે રાજાએ કહ્યું કે હે મરુભૂતિ! દુરાચારીનો કદી સંગ કરવો નહીં. કેમકે દુષ્ટ લોક કદી પણ દુષ્ટતાને છોડતા નથી. તેનો તાપસ વગેરેનો વેષ ઘરવો એ તો માત્ર બહારના રંગ છે; અંતરમાં એવો તપનો તેને કોઈ ભાવ નથી. ૨૧ ભ્રાત-મોહવશ ના ખળ્યો, વીનવે વારંવાર; સજ્જન સરળ સ્વભાવથી કરે સ્નેહ, ઉપકાર. ૨૨ અર્થ - ભાઈના મોહવશ મરુભૂતિ રોક્યો રહ્યો નહીં, અને વારંવાર રાજાને વિનવવા લાગ્યો. કેમકે સરળ સ્વભાવી સજ્જનો હમેશાં સર્વ પ્રત્યે સ્નેહ અને ઉપકાર જ કરે છે. સારા ચંદન છેદ ખમે છતાં કરે સુવાસિત ઘાર, વળી દર્પણ ઉજ્વળ બને રાખ ઘસ્ય નિર્ધાર. ૨૩ અર્થ – જેમ ચંદનનું વૃક્ષ પોતાના ઉપર કરેલ ઘાને સહન કરી છેદનાર એવા કુહાડાને સુવાસિત જ કરે. અથવા દર્પણ ઉપર રાખ ઘસવાથી તે પણ પોતાની ઉજ્વળતાને જ પ્રગટ કરે છે. ૨૩ાા હઠ કરી મંત્રી એકલો ગયો સહોદર પાસ; કહે: “ક્ષમા કરજો, મુનિ, અપરાથી હું દાસ. ૨૪ અર્થ - તેમ હઠ કરીને મંત્રી અરુભૂતિ પોતાના સહોદર એટલે ભાઈ કમઠ પાસે એકલો ગયો. ત્યાં કમઠને કહેવા લાગ્યો કે હે મુનિ! મને ક્ષમા કરજો. હું અપરાથી છું, હું તમારો દાસ છું. રજા રાયે મુજ માન્યું નહીં, તમને દીઘો ત્રાસ; થનાર તે સૌ થઈ ગયું, તુમ વિણ રહું ઉદાસ. ૨૫ અર્થ - રાજાએ મારી વાત માની નહીં અને તમને રાજ્યમાંથી બહાર કાઢી ત્રાસ આપ્યો. જે થવાનું હતું તે થઈ ગયું. પણ હવે હું આપના વિના ઉદાસ રહું છું. //રપા એમ કહી ચરણે નમે; દુષ્ટ લહી એ લાગ, શિર પર શિલા ફેંકતો; થાય પ્રાણનો ત્યાગ. ૨૬ અર્થ - એમ કહીને મરુભૂતિ કમઠના ચરણમાં પડ્યો કે દુષ્ટ એવા કમઠે લાગ જોઈને તેના મસ્તક ઉપર હાથમાં રહેલી શિલા ફેંકી દીધી. તેથી મરુભૂતિના પ્રાણ ચાલ્યા ગયા. રજા તાપસ મળી કાઢી મૂકે, થયો ચોર ભીલ-સંગ, પકડાતાં પૂરો થયો, માર ખમી અત્યંત. ૨૭ અર્થ - તાપસે પણ મળીને અહીંથી કમઠને કાઢી મૂક્યો. તેથી તે હવે ભીલોનો સંગ કરીને ચોર થયો. તે એકવાર પકડાતાં અત્યંત માર ખમીને મરી ગયો. રશા Page #217 -------------------------------------------------------------------------- ________________ (૧૭) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૧ ૧૯૭ અવધિજ્ઞાની મુનિ મળે, નંદી પૂછે રાય : “મંત્રી મુજ આવ્યો નહીં, કારણ નહીં કળાય.” ૨૮ અર્થ :- એકવાર અવધિજ્ઞાની મુનિ મળતાં તેમની વંદના કરીને રાજા પૂછવા લાગ્યો કે મારો મંત્રી મરુભૂતિ પાછો આવ્યો નહીં અને તેનું કારણ પણ કળવામાં આવ્યું નથી. ૨૮ સુણી મરુભૂતિનું મરણ નૃપ થયો દિલગીર, વાય પણ વેગે ગયો, દરિયે ગંગા-નીર. ૨૯ અર્થ - અવધિજ્ઞાની મુનિના મુખથી મરુભૂતિના મરણને સાંભળીને રાજા ઘણો દિલગીર થયો, અને વિચારવા લાગ્યો કે મેં તેને ઘણો વાર્યો છતાં પણ તે ભાતૃપ્રેમના વેગથી તેને મળવા ગયો. જેમ ગંગાના પાણીને વાર્યું પણ વારી શકાય નહીં પણ તે સમુદ્રમાં ભળી જઈ પોતાનું અસ્તિત્વ ખોઈ દે છે તેમ મરુભૂતિ પણ વાય ન વળ્યો અને વેગથી જઈને મોતને ભેટી પોતાના અસ્તિત્વને ખોઈ નાખ્યું, અર્થાત્ હતો ન હતો થઈ ગયો. ર૯વા સુખદાયક સંગતિ બૅલી કરે દુષ્ટનો સંગ, અધોગતિ તે નોતરે, કરો ન કોઈ કુસંગ. ૩૦ અર્થ –સુખદાયક એવી સત્સંગતિને ભૂલીને જે દુષ્ટ લોકોનો સંગ કરે છે તે અધોગતિને જ નોતરે છે. માટે કદી પણ કોઈએ કુસંગ કરવો નહીં. ૩૦ના આર્તધ્યાન અંતે થતાં મંત્રી હાથી થાય, સલક વનમાં વિચરે, ગિરિ સમ સુંદર કાય. ૩૧ અર્થ - મરુભૂતિ મંત્રીને મરણ વખતે આર્તધ્યાન થવાથી, તે મરીને હાથી થયો; અને સલકી નામના વનમાં ફરવા લાગ્યો. તે હાથીની કાયા પહાડ જેવી વિશાળ અને સુંદર હતી. ||૩૧ાા એક દિન અરવિંદ નૃપ દેખે વાદળ રૂપ; જિન-મંદિર બનાવવું, આવું એક અનુપ-૩૨ અર્થ - એક દિન રાજા અરવિંદ વાદળાનું રૂપ જોઈને તેના આકારનું એક અનુપમ જિનમંદિર બનાવવું એવો વિચાર કરવા લાગ્યો. ૩રા એમ વિચારી ચીતરે ત્યાં વાદળ વિખરાય, ઉર અંકુર વૈરાગ્યનો પ્રગટી વઘતો જાયઃ ૩૩ અર્થ - એમ વિચાર કરી તે વાદળાનો આકાર ચીતરવા લાગ્યો. તેટલામાં તો વાદળા વીખરાઈ ગયા. તેથી તેના હૃદયમાં વૈરાગ્યનો અંકૂર ફૂટ્યો અને તે સમયે સમયે વઘવા લાગ્યો. ૩૩યા. આમ શરીર છૂટી જશે, અસ્થિર સર્વ જણાય, મોહ નહીં દે સૂઝવા, આત્મહિત રહી જાય. ૩૪ અર્થ - તે વૈરાગ્ય દિશામાં વિચારવા લાગ્યા કે મારું આ શરીર પણ અકસ્માત આમ છૂટી જશે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ પ્રાવોધ વિવેચન ભાગ-૧ વાદળાની જેમ આ જગતમાં સર્વ અસ્થિર જન્નાય છે, છતાં આ મોહ મને કંઈ સવળું સૂઝવા દેશે નહીં. અને મારું આત્મઠિત કરવું રહી જશે. ।।૩૪। ખાતાં મેણા કોદરા ભાન રહે નહિ જેમ, ભાન વિના ભવ-દુઃખ હું સહું મોવશ તેમ. ૩૫ અર્થ :– જેમ મેલા કોદરા ખાવાથી તેના નશા વડે કંઈ ભાન રહેતું નથી તેમ મારા સ્વરૂપના ભાન વગર હું પણ મોહવશ સંસારના અનંત દુઃખોને સહન કર્યા કરું છું, ।।૩૫।। એમ વિચારી અંતરે સદ્ગુરુ-શરણે જાય, ઉત્તમ દીક્ષા આઠરે, અવધિજ્ઞાની થાય. ૩૬ = અર્થ :– એમ અંતરમાં વિચાર કરીને અરવિંદ રાજા સદ્દગુરુના શરણે જઈ ઉત્તમ દીક્ષા આદરીને પુરુષાર્થ કરી અવધિજ્ઞાની થયા. ।।૩૬।। સાર્થવાહ સંગે મુનિ યાત્રા અર્થે જાય, સલ્લી વનમાં આવતાં કોપ્યો તે ગજરાય. ૩૭ અર્થ :– હવે એ મુનિ કોઈ સાર્થવાહની સાથે યાત્રા અર્થે જતાં તે સલ્લકી નામના વનમાં આવ્યા. ત્યાં તે મરુભૂતિનો જીવ જે હાથી થયો હતો તે આ બધા સાથેવા વગેરેને જોતાં કોપાયમાન થયો. ।।૩૭।। છિન્નભિન્ન કરી સંઘને માર્યાં પ્રાણી અનેક, જે મુનિ ભણી દોડચો કરી મદઝરતો અવિવેક, ૩૮ અર્થ :— આખા સંઘને છિન્નભિન્ન કરીને તેણે અનેક પ્રાણીઓને મારી નાખ્યા. મદઝરતો અવિવેકી એવો તે કરી એટલે હાથી હવે અરવિંદ મુનિ ભણી દોડવા લાગ્યો. ।।૩૮।। આત્મદર્શીના દર્શને, પૂર્વિક પાપ પળાય, પુણ્યતફળ ચાખતાં, શાંતિ ૨ ભળાય, ૩૯ અર્થ :— આત્માનું દર્શન જેને થયેલ છે એવા આત્મદર્શી અરવિંદમુનિના દર્શન માત્રથી તેના પૂર્વે કરેલા પાપ ભાગવા લાગ્યા, અર્થાત્ પાપની અવધિ પૂરી થવા લાગી અને પુણ્યરૂપી વૃક્ષના ફળનો ઉદય થયો. તે ફળનો રસ ચાખતા તેના હૃદયમાં શાંતિનો ઉદય થયો. ।।૩૯।। મુનિ-ઉર પર શ્રીવત્સનું દેખી લક્ષણ સાર, ગજ જાણે અરવિંદ આ, પૂર્વસ્મૃતિ-અનુસાર. ૪૦ અર્થ - અરવિંદમુનિના હૃદય ઉપર શ્રીવત્સ એટલે સાર્થીઓનું સારભૂત લક્ષન્ન જોઈને હાથીને = જાતિસ્મરન્નજ્ઞાન ઊપજ્યું તેથી જાણ્યું કે ઓહો! આ તો મારા પૂર્વજન્મના અરવિંદ રાજા છે. II૪૦ મુનિચરણે માથું Ăકી કરતો પશ્ચાત્તાપ, કૃપા કરી મુનિ બોધ દે હરવા ગજસંતાપઃ ૪૧ અર્થ :– હવે મુનિભગવંતના ચરણમાં માથું મૂકીને તે હાથી પશ્ચાત્તાપ કરવા લાગ્યો. મુનિ પણ કૃપા કરીને હાથીનો સંતાપ દૂર કરવા બોથ દેવા લાગ્યા. ।।૪૧|| Page #219 -------------------------------------------------------------------------- ________________ (૧૭) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૧ ૧૯૯ મંત્રી મર હાથી થયો, આર્તધ્યાનનો દોષ; પાપ કર્યા તેં બહુ અરે! પશુયોનિ દુખકોષ. ૪૨ અર્થ - હે ગજરાજ! તું પૂર્વે મંત્રી હતો. પણ મરણ વખતે આર્તધ્યાનના દોષસહિત મરણ કરીને તું હાથી થયો છું. તેં બહુ પાપ કર્યા છે. અરે! આ પશુયોનિ તો દુઃખનો જ કોષ એટલે ભંડાર છે. ૪રા. ઘર્મધ્યાન ઘર હે કરી સમ્યગ્દર્શન ઘાર, પ્રાણ ટકે ત્યાં લગી હવે પાળ અણુવ્રત બાર.૪૩ અર્થ - હે! કરી એટલે હાથી હવે તું ઘર્મધ્યાન કર. તથા સમ્યગ્દર્શનને ઘારણ કરીને જ્યાં સુધી તારા પ્રાણ ટકે ત્યાં સુધી બાર અણુવ્રતનું પાલન કર. II૪૩ કોમળહૃદયી હાથી એ મન નિદે નિજ પાપ; સત્ય ઘર્મ-વિધિ મુનિએ ઉપદેશી નિષ્પાપ.૪૪ અર્થ - કોમળ હૃદયવાળો હવે તે થઈને પોતાના પાપની મનમાં નિંદા કરવા લાગ્યો. તેથી મુનિએ પણ હાથીને હવે નિષ્પાપ એવી સત્ય ઘર્મવિધિનો ઉપદેશ આપ્યો. ૪પા સમ્યગ્દર્શન સહ ઘરે ગજ વ્રત ગુરુની સાખ, મુનિ સંઘ સહ ચાલિયા, વન સુથી હાથી સાથ. ૪૫ અર્થ -સમ્યગ્દર્શન સાથે ગુરુની સાક્ષીએ તેણે બાર વ્રત ઘારણ કર્યા. હવે મુનિ સંઘ સાથે ચાલવા મંડ્યા ત્યારે તે હાથી પણ વન સુધી તેમની સાથે આવ્યો. ૪પા વર્તી ગજપતિ વનમાં વસે, વઘારતો વૈરાગ્ય, સગુવચન ન વીસરે ભાવમુનિ મહાભાગ્ય. ૪૬ અર્થ :- વ્રતી થયેલો ગજરાજ હવે વનમાં વૈરાગ્ય વઘારતો વસવા લાગ્યો. તે સદગુરુએ આપેલ પ્રતિજ્ઞાઓરૂપ વચનને ભૂલતો નથી. તે હવે મહાભાગ્યશાળી ભાવમુનિ બનેલ છે. ૪૬ાા હણે નહીં ત્રસ જીવને, સાવઘાન ગજરાજ, મૈત્રી, ક્ષમા, સમતા ઉરે, જીવે સંયમ કાજ. ૪૭ અર્થ :- ત્રસજીવોને હવે હણતો નથી. જીવદયા પાળવામાં સદા સાવધાન રહે છે. જેના હૃદયમાં સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવના છે, ક્ષમા છે તથા સમતા છે. તેનું જીવન હવે સંયમને માટે છે. I૪૭ના ઉપવાસ-સાહસ કરે, ખાય સેંકા તૃણ પાન, વપરાતે રસ્તે ફરે, ડૉળા જળનું પાન.૪૮ અર્થ - ઉપવાસ કરવાનો પણ જે સાહસ કરે છે. સૂખા ઘાસના પાંદડાને ખાય છે. વપરાયેલ રસ્તામાં જ ફરે છે. અને ડોળાએલા જળનું જ જે પાન કરે છે. ૪૮. દેખ્યા વિણ ડગ ના ભરે, નહિ જળ-પંકે ન્હાય, શીલ-ભંગ કર્દી ના કરે, હાથણી ભણી ન જાય. ૪૯ અર્થ - જોયા વગર પગ મૂકતો નથી. પંક એટલે કીચડ જેવા પાણીમાં જીવજંતુનો સદ્ભાવ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨ ૦ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ જોઈને જે નાહતો નથી. કદી પોતાનું શીલભંગ કરતો નથી. બ્રહ્મચર્ય પાળે છે, માટે કદી હાથણી ભણી પણ જતો નથી. II૪૯ાા આત્મવિચાર વિષે રહે, દેવ, ગુરું પર પ્રેમ; તપથી નિર્બળ, ક્ષીણ તન થયું હાથીનું એમ. ૫૦ અર્થ - જે આત્મવિચાર કરે છે, દેવ, ગુરુ પર જેને પ્રેમ છે. ઉપવાસ આદિ તપનું આરાઘન કરવાથી હાથીનું શરીર હવે નિર્બળ અને ક્ષીણ બની ગયું. //૫વા એક દિને તૃષાપીડિત પેઠો નદીપટ માંય, કાદવ-ખાણ વિષે કળ્યો, મરણ વિચારે ત્યાંય. ૫૧ અર્થ - એક દિવસે પાણીની તરસથી પીડિત થયેલો તે નદી પટ એટલે નદીની પહોળાઈમાં પેઠો. પાણીની અંદર કાદવની ખાણમાં તે કળી ગયો. હવે ત્યાંથી બહાર નીકળી શકતો નથી. માટે અહીં મરણ થશે એમ વિચારવા લાગ્યો. પલા. જ્ઞાનીનું શરણું ગ્રહી, બની નિર્ભય, તૈયાર, ઊભો કર્મ ખપાવવા; સહનશીલતા સાર. પર અર્થ - મનમાં જ્ઞાનીનું શરણ ગ્રહીને નિર્ભય બની, હવે મરવા તૈયાર થયો. સહનશીલતાને જ સારરૂપ ગણીને હવે કર્મ ખપાવવા ત્યાં ઊભો રહ્યો. પરા કમઠ કલંકી મરીં થયો, ઊડણ સાપ નર્દી-તીર, ગજ ઉપર પડી તે ડસે, મરણ કરે ગજવીર. ૨૩ અર્થ - કર્મથી કલંકિત એવો કમઠ મરીને હવે તે નદીના તીર ઉપર ઉડણ સર્પ થયો. તે હાથી ઉપર પડીને તેને ડસ્યો. તેથી જેણે આત્મ વીરત્વ વઘાર્યું છે એવા ગજવીરનું ત્યાં મરણ થયું.પા. નિર્મળ ભાવે મરી કરી સ્વર્ગ બારમે જાય, ઘર્મપ્રભાવ મહાન છે; ગુરુ-શરણે સુખ થાય. ૫૪ અર્થ - નિર્મળભાવથી કરી એટલે હાથીનું મરણ થવાથી તે બારમા અશ્રુત નામના સ્વર્ગમાં ઉત્પન્ન થયો. ઘર્મનો પ્રભાવ મહાન છે કે જેથી ગુરુશરણ વડે હાથી જેવા પશુને પણ સુખ થયું. ૫૪ો. લોકોત્તમ સૌ સંપદા, અનુપમ ઇન્દ્રિય-ભોગ, સુફળ ફળ્યું તપ-કલ્પતરુ, મળ્યો સકળ સુખ જોગ. ૫૫ અર્થ - લોકમાં ઉત્તમ એવી સંપત્તિને તે પામ્યો. સ્વર્ગમાં અનુપમ ઇન્દ્રિયભોગની તેને પ્રાપ્તિ થઈ. કરેલ તારૂપી કલ્પવૃક્ષના સલ્ફળ તેને મળ્યા. જેથી સ્વર્ગમાં સકળ સુખનો જોગ તેને મળી આવ્યો. //પપા જયવંતો વર્તા સદા, જૈન ઘર્મ જગમાંય, પશુ સરખાં તે સેવતાં, દુખદરિયો તરી જાય. પ૬ અર્થ - જગતમાં જૈનધર્મ સદા જયવંત વર્ગો કે જેની સેવન કરવાથી પશુ સરીખા પ્રાણીઓ પણ સંસારના દુઃખ દરિયાને તરી જાય છે. પકા Page #221 -------------------------------------------------------------------------- ________________ (૧૭) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૧ ૨ ૦ ૧ સુખમાં તે ખળી ના રહ્યો, ઘર્મ ઘરે ઉરમાંય, યાત્રા, કલ્યાણક પૂંજા, ઘર્મ-શ્રવણ પ્રિય ત્યાંય. ૫૭ અર્થ - દેવલોકમાં પણ તે પાર્શ્વનાથ ભગવાનનો જીવ ઇન્દ્રિયસુખમાં મળી રહ્યો નહીં, પણ ઘર્મને હૃદયમાં ઘારી રાખીને તીર્થોની યાત્રા કે ભગવાનના કલ્યાણકમાં જાય છે. ત્યાં પ્રભુની પૂજા કરે છે તથા પ્રભુના મુખે ઘર્મશ્રવણ કરવું એ તેને પ્રિય લાગે છે. પલા વિદેહમાં વિજયાર્થનો વિદ્યુતગતિ ભૂપાળ, અગ્નિવેશકુમાર રૃપ થયો દેવ ચવ બાળ. ૫૮ અર્થ - મહાવિદેહ ક્ષેત્રમાં વિજયાર્થ નામના પર્વત ઉપર વિદ્યાથરોનો રાજા વિદ્યુતગતિ રહે છે. ત્યાં ભગવાન પાર્શ્વનાથનો જીવ જે દેવરૂપે થયેલ છે તે સ્વર્ગમાંથી ચ્યવી અગ્નિવેગકુમાર નામે વિદ્યાઘર રાજાના પુત્રરૂપે જન્મ્યો. પટા. ઉમ્મર સહ ભક્તિ અને ભલાઈ વઘતી જાય; જ્ઞાની સાધુ-સંગથી જ્ઞાન-વિરાગી થાય. ૫૯ અર્થ :- તેમની ઉંમરની વૃદ્ધિ સાથે ભગવાન પ્રત્યેની ભક્તિ તથા ભલાઈ પણ વઘતી ગઈ તથા જ્ઞાની સાધુપુરુષોના સંગથી તેને જ્ઞાન વૈરાગ્યની પ્રાપ્તિ થઈ. /પલા ઘરી મહાવ્રત મુનિ થયા, શાસ્ત્ર-નિપુણ પણ તેહ; હિમગિરિની ગુફા વિષે ઘરે ધ્યાન વિદેહ. ૬૦ અર્થ – જેથી પંચમહાવ્રત ઘારણ કરીને મુનિ બન્યા. તથા શાસ્ત્રજ્ઞાનમાં પણ નિપુણતા મેળવી. એકવાર હિમગિરિ નામના પર્વતની ગુફામાં વિદેહ એટલે દેહભાન ભૂલીને તે ધ્યાનમાં લીન થયા. ૬૦ના કમઠ જીવ નરકે જઈ દુઃખ સહી ચિર-કાળ, અજગર હિમગિરિમાં થયો, દેહ અતિ વિકરાળ. ૬૧ અર્થ :- કમઠનો જીવ નરકે જઈ ચિરકાળ સુધી દુઃખ ભોગવીને આ હિમગિરિ પર અજગર થયો, જેનો દેહ અતિ વિકરાળ એટલે ભયંકર હતો. પ્રેરિત કુસંસ્કારથી ગયો ગુફામાં કુર, ગળે મુનિના દેહને; મુનિ સમભાવે શુર. ૬૨ અર્થ -પૂર્વના કુસંસ્કારથી પ્રેરાઈને ક્રુર એવો તે ગુફામાં ગયો. ત્યાં મુનિના શરીરને ગળી ગયો છતાં શૂરવીર એવા મુનિ તો સમભાવમાં જ સ્થિત રહ્યા. //૬રા સ્વર્ગ સોળમે ઊપજ્યો મુનિર્જીવ પદેવ મહાન, અવધિજ્ઞાને જાણિયું: સુખ નહિ ઘર્મ સમાન. ૬૩ અર્થ :- મુનિનો જીવ કાળધર્મ પામી સોળમાં દેવલોકમાં મહાન રિદ્ધિઘારી દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં પણ અવધિજ્ઞાનથી જાણ્યું કે ઘર્મ સમાન જગતમાં કોઈ સુખી કરનાર નથી. ૬૩ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ પ્રાવોધ-વિવેચન ભાગ-૧ ભીડ ભોગની ઘણી છતાં દેવ ન વીસરે ધર્મ; સમ્યગ્દર્શન નિશદિન દર્શાવે શિવ-શર્મ. ૬૪ અર્થ :— દેવલોકમાં ભોગોની ઘણી ભીડ હોવા છતાં પણ તે દેવ, ધર્મને વિસરતા નથી પણ સમ્યગ્દર્શન હોવાથી તે હમેશાં શિવ-શર્મ એટલે મોક્ષસુખને જ સર્વશ્રેષ્ઠ દર્શાવે છે. ૬૪ અશ્વપુરે વિદેહમાં વજ્રવીર્ય નૃપનામ; વિજયા પટરાણી-કૂંખે દેવ-જન્મ અભિરામ. ૬૫ અર્થ :— વિદેહક્ષેત્રમાં અશ્વપુરમાં વજવીર્ય નામના રાજાની વિજયા નામે પટરાણીના કૂખે પાર્શ્વનાથ ભગવાનનો જીવ દેવલોકથી ચ્યવીને અભિરામ એટલે મનોહર સ્વરૂપે અવતર્યો. તેનું નામ વજ્રનાભિ રાખવામાં આવ્યું. આ ભગવાનનો છઠ્ઠો ભવ છે. ।।૫।। વજ્રનાભિ સુલક્ષણો જનમન-રંજનહાર; વિદ્યા ભણ્ણ યશ પામિયો, રાજ્ય કરે સુખકાર. ૬૬ અર્થ – વજ્રનાભિ સુલક્ષણાયુક્ત હોવાથી લોકોના મનને રંજન કરનાર થયો. અનેક પ્રકારની વિદ્યા ભણીને જગતમાં યશ પામ્યો, તથા મોટો થયે તે સર્વને સુખ આપતો રાજ્ય કરવા લાગ્યો. ।।૬૬॥ ચક્રરત્ન પુણ્યોદયે આયુધ-શાળામાંય, પ્રગટ્યા પછી ષટ્ ખંડને જીતી વસે સુખમાંય. ૬૭ અર્થ :— પુણ્યોદયે તેની આયુ શાળામાં ચક્રરત્ન પ્રગટ્યું. તેથી છ ખંડને જીતીને સુખમાં વસવા લાગ્યો. આશ્ચર્યની વાત એ છે કે તે ચક્રવર્ડ એકપણ જીવની હિંસા કર્યાં વગર તેણે તે ખંડને સાધ્યા. ॥૬॥ ચૌદ રત્ન, નવ નિધિ સૌ સુખ-સામગ્રી હોય, પૂર્વ પુણ્યની વેલનાં અનુપમ ફળ એ જોય, ફ્રૂટ અર્થ :— :– તેના રાજ્યમાં ચૌદ મહારત્નો તથા નવ નિધાન હતા કે જે વડે ઇચ્છિત વસ્ત્ર, શસ્ત્ર, અલંકાર, શાસ્ત્ર, વાજીંત્ર, વાસણ અને રત્નાદિ મેળવી શકાય. તથા છતું કરોડ ગામ તેના તાબામાં હતા. બત્રીસ હજાર રાજા મહારાજાઓનો તે સ્વામી હતો. સાતસો ઉત્તમ રત્નની ખાણ હતી તથા જેને છન્નુ હજાર રાણીઓ હતી. કરોડોની સેના તથા ચા૨ાશી હજાર હાથી વગેરે હતા. અદ્ભુત સિંહાસન, છત્ર, ચામર વગેરે તેનો વૈભવ હતો. એમ સર્વ પ્રકારની ભૌતિક સુખસામગ્રી જેને ત્યાં ઉપલબ્ધ હતી. આ સર્વ પૂર્વ જન્મમાં કરેલ પળ્યરૂપી વેલના, અનુપમ ફળો તેને પ્રાપ્ત થયા. કાટા ખેડૂત દાણા ખાય પણ, બીજ સાચવતા જેમ; ચક્રવર્તી સુખ ભોગવે ધર્મ સાચવી તેમ. ૬૯ અર્થ : ખેડૂત લોકો દાણ ખાય છે પણ ફરીથી અનાજની વાવણી માટે બીજને સાચવી રાખે છે, = તેમ આ ચક્રવર્તી પણ સુખને ભોગવતા છતાં ધર્મરૂપી બીજને સાચવી રાખે છે. લા ક્ષેમંકરમુનિ-આગમન સુી હરખ્યો નૃપરાય, સદ્ગુરુભક્તિવેગથી વંદન કાજે જાય. ૭૦ Page #223 -------------------------------------------------------------------------- ________________ (૧૭) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૧ ૨૦ ૩ અર્થ - ક્ષેમકર નામના મુનિ ભગવંતનું આગમન સાંભળીને રાજાનું મન ઘણું હર્ષિત થયું. સગુરુક્તિના વેગથી એટલે અતિ ઉત્સાહથી તે રાજા મુનિ ભગવંતને વંદન કરવા ચાલ્યા. //૭૦ના પ્રદક્ષિણા ત્રણ દઈ નમે ગુરુ-ચરણે ઘરી ભાવ, વિનય સહિત બેસે સમીપ, ગણી સફળતા-દાવ. ૭૧ અર્થ – શ્રીગુરુને ત્રણ પ્રદક્ષિણા દઈ ભાવપૂર્વક ગુરુના ચરણમાં નમન કર્યું. અને મારા જીવનને સફળ બનાવવાનો દાવ આવ્યો છે એમ જાણી વિનયસહિત તેમના સમીપમાં બેઠો. II૭૧ાા ગુરુ-ઉપદેશ સુણી વધ્યો વજનાભિ-વૈરાગ્ય; રમણી, રાજ્ય બઘાં નીરસ માને ભૂપ સુભાગ્ય. ૭૨ અર્થ - શ્રી ગુરુનો ઉપદેશ સાંભળી વજનાભિ ચક્રવર્તીનો વૈરાગ્યભાવ ઘણો વધી ગયો. તેથી સુભાગ્યવાન એવો રાજા તે રમણી, રાજ્ય આદિ સર્વને નીરસ માનવા લાગ્યો. ૧૭૨ાા ભવ-તન-ભોગ-સ્વરૂપનો નરવર કરે વિચારઃ “ભવાટવીમાં બહુ ભમ્યો, તોય ન પામ્યો પાર. ૭૩ અર્થ - હવે નરવર એટલે નરોમાં શ્રેષ્ઠ એવો ચક્રવર્તી રાજા ભવ એટલે સંસાર, તન એટલે શરીર અને પાંચ ઇન્દ્રિયના ભોગના સ્વરૂપનો વિચાર કરવા લાગ્યો, કે અહો! હું સંસારરૂપી અટવી એટલે જંગલમાં ઘણો ભમ્યો તો પણ આ સંસારના પારને પામ્યો નહીં. ત્રાહિ ત્રાહિ પોકારતો નરક વિષે બહુ વાર; પશું પરાથી મૂઢ થઈ પામ્યો દુઃખ અપાર. ૭૪ અર્થ - ચક્રવર્તી રાજા ચારગતિરૂપ સંસારના દુઃખોનો હવે વિચાર કરે છે : જ્યારે નરકગતિમાં જન્મ્યો ત્યારે દુઃખનો માર્યો ઘણીવાર “ત્રાહિ ત્રાહિ' એટલે મારી કોઈ રક્ષા કરો, રક્ષા કરો એમ પોકાર કરતો હતો. પશુયોનિમાં પણ જન્મ લઈ પરાધીન અવસ્થા ભોગવી મૂઢ થઈને અપાર દુઃખને હું પામ્યો. ૭૪ પરસંપત્તિ પેખીને ઝૂર્યા સુરગતિમાંય, નરગતિનાં દુખ તો પ્રગટઃ ભવમાં સુખ નહિ ક્યાંય. ૭૫ અર્થ - દેવગતિમાં પણ પરની સંપત્તિ જોઈને ઈર્ષ્યા વડે ઘણો ઝુર્યો. તથા મનુષ્યગતિમાં ગર્ભ જન્મ, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, રોગ, મરણાદિ દુઃખે તો પ્રત્યક્ષ જણાય છે. માટે ચારગતિરૂપ સંસારમાં ક્યાંય સુખ નથી. ૭૫ા. પુણ્યાદ્રિ તીર્થકરો તજતા સુખસંયોગ, ભવવાસે સુખ હોત તો સાઘત નહિ શિવયોગ. ૭૬ અર્થ - પુણ્યાદ્રિ એટલે પુણ્યના પર્વત જેવા તીર્થકર ભગવંતો પણ આ સંસારમાં મળેલ દેવતાઈ સુખસંયોગનો ત્યાગ કરે છે. જો આ સંસારવારમાં સુખ હોત તો તે પણ મોક્ષની સાથે જોડાણ થાય એવા શિવયોગની સાધના કરતા નહીં. ૭૬ાા તન અસ્થિર વૃણાજનક, તેમાં સાર ન કોય; સાગરભર જળથી શુઓ તોય પવિત્ર ન હોય. ૭૭ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨ ૦૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - હવે શરીરનું સ્વરૂપ કેવું છે તે ચક્રવર્તી વિચારે છે : આ શરીર અસ્થિર છે, નાશવંત છે. ધૃણા ઉત્પન્ન કરે તેવા મળ-મૂત્રની ખાણ છે. તેમાં કંઈ સારભૂત તત્ત્વ નથી. સમુદ્ર જેટલા પાણીથી એને ઘોવામાં આવે તો પણ તે પવિત્ર થાય એમ નથી. /૭૭ળા. સત ઘાતુમય મળ-ભરી ચર્મ કોથળી કાય; ઉલટાવી જરી જો જુઓ અતિ અપવિત્ર જણાય. ૭૮ અર્થ :- ચામડાની કોથળી એવી આ કાયામાં સાત ઘાતુમય મળ ભરેલ છે. એને જરા ઉલટાવીને જુઓ અર્થાત્ અંદરનું બહાર લાવીને જુઓ તો હાડ, માંસ, મળ, મૂત્રાદિ એવા અતિ અપવિત્ર પદાર્થો જ દ્રષ્ટિગોચર થશે. ૭૮ નિશદિન નવ તારો મલિન, ત્રિવિથ તાપનું મૂલ; તેમાં સુખ શું શોઘવું? હે! જીંવ, હવે ન ભૂલ. ૭૯ અર્થ - શરીરના મલિન એવા નવે દ્વારમાંથી રાતદિવસ મેલ જ નિકળે છે. એ આધિ, વ્યાધિ અને ઉપાધિનું મૂળ છે, અર્થાત્ શરીર છે તો આધિ, વ્યાધિ અને ઉપાધિ છે. સિદ્ધોને શરીર નથી તો આ ત્રિવિધ તાપ પણ નથી. માટે આવા મળમૂત્રની ખાણ સમા શરીરમાં શું સુખ શોધવું? હે જીવ! હવે તું ભૂલ મા. //૭૯ાાં પોષાતાં દુખ-દોષ દે, શોષાતાં સુખકાર; દુર્જન-દેહ-સ્વભાવ સમ, ઉપકારે અપકાર. ૮૦ અર્થ - આ શરીરને પોષતાં તે વિકારનું કારણ થઈ દુઃખરૂપ એવા અનેક દોષ ઊભા કરે છે. અને એને તપાદિ વડે શોષતા શાંત પડ્યું રહી સુખનું કારણ થાય છે. દુર્જન અને આ દેહનો સ્વભાવ બરાબર છે. ઉપકારનો અપકાર આપે એવો આ કૃતધ્રી દેહ છે. ૮૦ના નરતન પામી તપ કરું, એ નહિ મમતા કાજ; આત્મયોગ ઉપજાવીને કરું સફળ શિવ-સાજ. ૮૧ અર્થ - માનવ દેહ પામીને હવે હું ઇચ્છાઓને રોકવારૂપ તપ કરું. આ શરીર મમતા એટલે મારાપણું કરવાને લાયક નથી. પણ આ દેહ વડે આત્મયોગ એટલે આત્મજ્ઞાન પ્રગટે એવા જ્ઞાની પુરુષનો યોગ મેળવી તેની આજ્ઞાથી મોક્ષ પ્રાપ્તિના સાઘન સેવી તેને સફળ કરું. ૮૧ાા અરે! અરિ જગ જીવના ભોગ જ દે ભવ-રોગ; ભોગવતાં લાગે ભલા, પછી પડાવે પોક. ૮૨ અર્થ - હવે ચક્રવર્તી રાજા ભોગની ભયંકરતાને ચિંતવે છે - અરે! આશ્ચર્ય છે કે આ ભોગ જ જગત જીવોના શત્રુ છે. એ જ સંસાર રોગને વઘારે છે. ભોગવતાં તે મીઠા લાગે પણ તેના ફળમાં દુઃખ આપીને પોક પડાવે છે. “કામ ભોગ પ્યારા લગે, ફળ કિંયાક સમાન; મીઠી ખાજ મુજાવતા, પછે દુઃખી ખાન!” -બૃહદ આલોચના ૮૨ાા વિષથર-વિષથી પણ વધું, દુખદાયી બહુ કાળ; ઘર્મ રત્ન હર જાય વળી, પોષે લાલચ-લાળ. ૮૩ Page #225 -------------------------------------------------------------------------- ________________ (૧૭) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૧ ૨ ૦ ૫ અર્થ - વિષઘર એટલે સર્પના વિષથી વધારે દુઃખદાયી એવા આ ભોગ છે. વિષ તો એક ભવ મારે પણ આ ભોગો તો ઘણા કાળ સુધી, ઘણા ભવો સુધી જીવને દુ:ખના આપનાર થાય છે. ઘર્મરૂપી રત્નને આ ભોગો હરી જાય છે અને તેની લાલચ-લાળ એટલે ભોગોની લાલસાને વિશેષ તે વધારી દે છે. “વિષયરૂપ અંકૂરથી, ટળે જ્ઞાનને ધ્યાન; લેશ મદીરા પાનથી, છાકે જ્યમ અજ્ઞાન.” -શ્રીમદ્ રાજચંદ્ર ૮૩યા. જેમ જેમ મળતા રહે ભોગ ચોગ જે વ્હાય, તેમ તેમ તૃષ્ણા વધે, અહિ-વિષ-લહરી વાય. ૮૪ અર્થ - જેમ જેમ જીવને ઇચ્છિત ભોગનો યોગ મળતો રહે તેમ તેમ વિશેષ મેળવવાની તૃષ્ણા પણ વધતી જાય છે. જેમ અહિ એટલે સર્પનું ઝેર શરીરમાં વધતું જાય તેમ તેમ તેના ઘેનની લહેરીઓ પણ વધતી જાય છે. ૮૪. વંતૂરો પીનારને કંચન સર્વ જણાય, તેમ મોહવશ જીવને ભોગ ભલા સમજાય. ૮૫ અર્થ - જેમ ઘતૂરો પીનારને બીજાં બધું પીળું સોના જેવું જણાય છે તેમ મોહને આધીન એવા જીવને ભોગ પણ ભલા એટલે સુખકર ભાસે છે. પા. ચક્રવર્તી-પદ પાર્ટીને ભોગ વિષે ગરકાવ, રહ્યો, તોય મન ના ઘરે જરાય તૃતિભાવ. ૮૬ અર્થ - હું ચક્રવર્તી પદ પામીને ભોગોમાં ચિરકાળ ગરકાવ થઈને રહ્યો. છતાં મન જરા પણ તૃતિને પામતું નથી. ૮૬ાા. રાજસાજ બીજ પાપનું, પાય વેરસૃપ ઝેર, વેશ્યા સમ લક્ષ્મી ચપળ, મોહરિપુનો કેર. ૮૭ અર્થ - આ રાજનો સાજ એટલે ઠાઠમાઠ તે પાપનું બીજ છે. તે બીજા સાથે શત્રુવટ બાંધીને વેરનું ઝેર વઘારે છે. આ લક્ષ્મી પણ વેશ્યા જેવી ચપળ છે, પુણ્યવંતની દાસી છે. પુણ્ય પરવાર્યું કે તે જતી રહે છે. આ બધો કેર એટલે જાલ્મ તે મોહરૂપી શત્રુનો જ છે. II૮૭ના કેદ સમો ગૃહવાસ ગણ, પગ-બેડી નિજ નાર, સ્વજન સિપાઈ સાચવે, સંકટરૃપ આહાર.૮૮ અર્થ - હે જીવ! હવે તું ગૃહવાસને કેદ સમાન જાણ. પોતાની સ્ત્રીને પગની બેડી સમાન જાણ. પુત્ર, સગાં, આદિ કુટુમ્બીજનોને સિપાહી સમાન જાણ કે જે તને સાચવીને એ કેદમાંથી બહાર નીકળવા દેતા નથી. અને તે કેદમાં પડ્યો પડ્યો તું ત્રિવિધ તાપરૂપ સંકટને ભોજનરૂપે સદા આરોગે છે. II૮૮ાા સમ્યગ્દર્શન-જ્ઞાન-વૃત્ત, તપ આદિ છે સાર, આ ભવ, પરભવ સુખ દે; બાકી સર્વ અસાર.”૮૯ અર્થ - સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આદિ પદાર્થો જ આ જગતમાં સારરૂપ છે. જે આ ભવ તેમજ પરભવમાં પણ સુખ આપનાર છે. તે સિવાય બાકી બધું અસાર છે. ૮૯ll Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨ ૦ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ એમ વિચારી ત્યાગી દે ચક્રવર્તી-પદ-ભાર, સોંપી સુતને રાજ્ય તે બને મહા અણગાર. ૯૦ અર્થ - એમ વિચારીને ચક્રવર્તીપદનો બધો ભાર મનથી ઉતારી પોતાના પુત્રને રાજ્ય સોંપી તેઓ મહા અણગાર એટલે મહા મુનિ મહાત્મા બની ગયા. /૯૦ના ઘન્ય!સમજ દેનારને, ઘન્ય! સમજ ઘરનાર, ઘન્ય વીર્ય ને ધૈર્યને, મોક્ષમાર્ગ-સરદાર. ૯૧ અર્થ - એવી ઉત્તમ સમજ દેનાર સદગુરુ ભગવંતને ઘન્ય છે. તેમજ એવી સમજ લેનાર એવા નિકટ મોક્ષગામી ચક્રવર્તીને પણ ઘન્ય છે. એના શુરવીરપણાને તેમજ એની ઘીરજને પણ ઘન્ય છે કે જે મોક્ષમાર્ગના સરદાર અર્થાત્ મોક્ષમાર્ગમાં પણ મુખિયા બનીને રહ્યા. II૯૧ાા શ્રુત-સાગરમાંહી રમે, વહે મોક્ષને પંથ, નિજ સ્વભાવે સ્થિર થતા, વજનાભિ નિગ્રંથ. ૯૨ અર્થ :- હવે વજનાભિ ચક્રવર્તી નિગ્રંથ મુનિ બનીને શાસ્ત્ર સમુદ્રમાં જ સદા રમી, મોક્ષના માર્ગે આગળ વધ્યા કરે છે, તથા નિજ સ્વભાવમાં સ્થિર રહીને આત્મધ્યાનને જ પોષે છે. ૯રા એક દિને વનમાં ઊભા મુનિવર ઘરને ધ્યાન, સ્તંભ સમાન અડોલ છે; પૂર્વ કર્મ બળવાન. ૯૩ અર્થ :- એક દિવસ વનમાં મુનિવર સ્તંભ સમાન અડોલ ધ્યાન ઘરીને ઊભા છે. પણ પૂર્વકર્મ બળવાન હોવાથી આવેલ ઉપસર્ગને સહન કરે છે. II૯૩યા કમઠ જીવ અજગર મટી છઠ્ઠી નરકે જાય, બાવીસ સાગર દુખ ખમી ભીલ ભીષણ તે થાય. ૯૪ અર્થ - કમઠનો જીવ અજગરના ભવમાંથી મરી છઠ્ઠી નરકમાં જાય છે. ત્યાં બાવીસ સાગરોપમ સુઘી દુઃખ ભોગવીને ભીષણ એટલે ભયંકર એવો ભીલનો અવતાર પામે છે. II૯૪ શિકાર ભીલ કરતો ફરે, આવ્યો જ્યાં ભગવાન, યોગારૂઢ રહ્યા, ગણે કાદવ કંકુ સમાન. ૯૫ અર્થ - તે ભીલ જંગલમાં શિકાર કરતો ફરે છે. હવે જ્યાં મુનિ ભગવંત ધ્યાનમાં ઊભા છે ત્યાં તે આવી ચઢ્યો. મુનિ ભગવંત તો મન, વચન, કાયાના યોગને દમી આત્મધ્યાનમાં આરૂઢ થઈને રહ્યાં છે. તેમને મન તો કાદવ હો કે કંકુ બન્ને સમાન છે. II૯પા કંચન કાચ સમાન છે, તેમ મહેલ મસાણ, દુષ્ટ, દાસ; જીવન, મરણ; નહીં દેહનું ભાન. ૯૬ અર્થ – સમભાવવાળા આ મુનિ ભગવંતને તો સોનું કે કાચનો ટુકડો બેય સમાન છે. મહેલ હો મસાણ એટલે સ્મશાન હો બન્ને સમાન છે. કોઈ દુષ્ટ બનીને દુઃખ આપે કે દાસ બનીને સેવા કરે, અથવા જીવન હો કે મરણ હો, બન્ને પ્રત્યે તેને સમભાવ છે. આત્માકાર વૃત્તિ થતાં પોતાના દેહનું પણ જેને ભાન નથી, એવા આ મુનિ ભગવંત છે. I૯૬ાા Page #227 -------------------------------------------------------------------------- ________________ (૧૭) પાર્શ્વનાથ પરમાત્માભાગ-૧ ૨ ૦ ૭ નિર્મમ, નિર્ભય, નગ્નફૅપ દેખી કોપે ભીલ; બાણે મુનિતન વીંઘતો તે નિર્દય, કુશીલ. ૯૭ અર્થ - નિર્મમત્વભાવવાળા, નિર્ભય એવા મુનિનું નગ્નરૂપ જોઈને તે ભીલ કોપાયમાન થયો. નિર્દયી અને કુશીલ સ્વભાવવાળા એવા ભીલે તે મુનિ મહાત્માના શરીરને બાણથી વીંધી નાખ્યું. થીરજ મુનિવર ના તજે, ઘર્મધ્યાનમાં લીન; દેહ તજી રૈવેયકે ઊપજે મુનિ પ્રવીણ. ૯૮ અર્થ -બાણથી વીંઘાતા છતાં પણ મુનિવરે ઘર્મધ્યાનમાં લીન રહીને ઘીરજનો ત્યાગ કર્યો નહીં. તેથી આ નશ્વર દેહનો ત્યાગ કરી આત્મધ્યાનમાં પ્રવીણ એવા મુનિ મહાત્મા રૈવેયક સ્વર્ગમાં જઈને ઉત્પન્ન થયા. ૯૮. અવધિજ્ઞાને જાણી લે : ઘર્મતરું સુખદાય ભાવે, પોષે ત્યાં રહ્યા તંદી સૌ જિનરાય. ૯૯ અર્થ - ત્યાં અવધિજ્ઞાનવડે જાણી લીધું કે ઘર્મરૂપી કલ્પવૃક્ષનું જ આ સુખદાયક ફળ મળ્યું છે. તેથી ત્યાં પણ સર્વ જિનેશ્વરોને વંદન કરીને ઘર્મભાવને જ ભાવે છે અને પોષે છે. II૯૯ાા અહમિંદ્ર-સુર એકઠા મળતા સહજ સ્વભાવ; ઘર્મકથા, મુનિગણ-કથન કરે વઘારે ભાવ. ૧૦૦ અર્થ - સહજ સ્વભાવે અહમિંદ્ર દેવો એકઠા મળે ત્યારે ઘર્મકથા કરીને કે મુનિ મહાત્માઓના ગુણોનું સ્તવન કરીને પોતાના ભાવોમાં વૃદ્ધિ કરે છે. ૧૦૦ કામ-દાહ નહિ તેમને, સ્ત્રી-સુખ ચહે ન ચિત્ત; સમાન અહમિંદ્રો વિષે રૂપ, કળા કે વિત્ત. ૧૦૧ અર્થ - તે અહમિંદ્ર દેવોને કામ વાસનાની બળતરા નથી. તે સ્ત્રી સુખને મનથી ચાહતા નથી. તેથી ત્યાં સ્ત્રીઓ પણ હોતી નથી. સર્વ અહમિંદ્રોના રૂપ, કળા કે રિદ્ધિ સમાન હોય છે. ૧૦૧ાા રૌદ્ર-ધ્યાનથી ભીલ મરી મુનિ-હત્યાથી જાય, નરક સાતમી ભયભરી, ત્યાં તે બહુ પસ્તાય. ૧૦૨ અર્થ :- રૌદ્ર ધ્યાન વડે મરીને તે ભીલ મુનિ હત્યાના કારણે ભયથી ભરેલી એવી સાતમી તમને તમપ્રભા નરકમાં જઈને પડે છે. ત્યાં તે બહુ પસ્તાય છે, પણ છૂટવાનો કોઈ ઉપાય નથી. /૧૦૨ાા ત્યાંના દુઃખ ના કહીં શકે સર્વ પ્રકારે કોય, જાણે શ્રી ભગવાન કે જે ભોગવતા હોય. ૧૦૩ અર્થ :- નરકના દુઃખો સર્વ પ્રકારે કોઈ કહેવા સમર્થ નથી, કાં તો શ્રી કેવળી ભગવાન પોતાના જ્ઞાન વડે જાણે છે, કાં જે ભોગવતા હોય તે જ અનુભવે છે. /૧૦૩ દુઃખ ખમ્યું નવ જાય પણ નહિ કો શરણ સહાય, ક્ષણ ક્ષણ ઇચ્છે મરણ પણ મરણ અકાલ ન થાય. ૧૦૪ અર્થ -નરકનું દુઃખ ખમી શકાય એવું નથી. પણ ત્યાં જીવને કોઈ શરણ આપનાર નથી કે સહાય Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨ ૦૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ કરનાર નથી. ત્યાં જીવ ક્ષણે ક્ષણે મરણને ઇચ્છે છે. પણ અકાલે ત્યાં મરણ થઈ શકતું નથી; આયુષ્ય પૂરું થયે જ મરણ નીપજે છે. ૧૦૪ દુઃખ નિરંતર ભોગવે, નહિ નિદ્રા નિરાંત; તેનો લવ સ્વ-વશ સહે તો ર્જીવ લહે ભવાંત. ૧૦૫ અર્થ :- ત્યાં નરકમાં જીવ નિરંતર દુઃખ ભોગવે છે. તે દુઃખમાં તેને નિદ્રા નથી તેમજ ક્ષણ માત્ર પણ નિરાંત નથી. તે દુઃખનો લવ એટલે અંશ માત્ર પણ આ જીવ સ્વાધીનપણે આ ભવમાં સમભાવે ભોગવી લે તો તે જીવ આ દુઃખરૂપ સંસારના અંતને પામી જાય, અર્થાત્ મોક્ષને મેળવી લે. /૧૦૫/ (૧૮) પાર્ટ્સનાથ પરમાત્મા ભાગ-૨ (દોહરા) અયોધ્યા ઉત્તમ નગર ભરત ખંડમાં જાણ; વજબાહુ નરપતિ મહા ઈક્વાકું-કુલ-ભાણ. ૧ અર્થ - ભરતખંડમાં ઉત્તમ એવી અયોધ્યાનગરી છે તેમાં ઈક્વાકું કુલમાં ભાણ એટલે સૂર્યસમાન વજબાહુ નામનો રાજા રાજ્ય કરતો હતો. લા. પ્રભાકરી રાણી-ખે કુંવર યશનો કંદ, રૈવેયક-સુર અવતરે, નામ ઘરે ‘આનંદ. ૨ અર્થ - તે રાજાની પ્રભાકરી નામની રાણીના કુખે યશનો કંદ એવો દેવ જે રૈવેયક વિમાનમાં હતો. તે ત્યાંથી ચવીને અવતર્યો. અહીં તેનું નામ આનંદ રાખવામાં આવ્યું. આ ભગવાન પાર્શ્વનાથનો જીવ છે. રા યૌવનવય-સંપ વથી, મળ્યો સકળ સુખજોગ; મહા-મંડળીક પદ ઘરે, પૂર્વ પુણ્યસંયોગ. ૩ અર્થ – તે કુમારની યૌવનવય અને સંપત્તિ વૃદ્ધિ પામી તથા ભૌતિક સર્વ સુખ સામગ્રીનો તેને યોગ મળી આવ્યો. હવે પૂર્વ પુણ્યના સંયોગથી તે મહા-મંડળીક રાજાની પદવીને પામ્યા. ૧૩ નૃપ આનંદ-પદે નમે રાજા આઠ હજાર, નક્ષત્રો સમ નરપતિ શર્શ આનંદ વિચાર. ૪ અર્થ - આનંદરાજાના ચરણમાં આઠ હજાર રાજાઓ નમવા લાગ્યા. તારા નક્ષત્ર સમાન બીજા રાજાઓ મધ્યે આનંદ રાજા શશી એટલે ચંદ્રમા સમાન શોભાને પામ્યા. ૪ વિપુલમતિ મુનિને પૂંછે વંદી આનંદરાયઃ “સંશય મુજ મનમાં થયો, આપ-કૃપાથી જાય. ૫ Page #229 -------------------------------------------------------------------------- ________________ (૧૮) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૨ ૨૦૯ અર્થ - એકવાર આનંદરાજા વિપુલમતિ નામના મુનિરાજને કહે છે કે મારા મનમાં એક સંશય થયો છે, તે આપની કૃપાથી જાય એમ છે. પા. પ્રતિમા પથ્થર આદિની, પ્રગટ અચેતન આપ; પૂજક-નિંદકને મળે કેમ પુણ્ય કે પાપ?” અર્થ - પથ્થર આદિની ભગવાનની પ્રતિમા તે પ્રગટ અચેતન એટલે જડરૂપ જણાય છે તો તેની પૂજા કરનારને કે તેની નિંદા કરનારને પુણ્ય કે પાપનું ફળ કેવી રીતે આપી શકે? Iકા જ્ઞાની મુનિવર બોલિયાઃ “સમાઘાન સુણ, રાય; શુંભ અશુભ ભાવો વડે પુણ્ય, પાપ બંઘાય. ૭ અર્થ - મુનિઓમાં શ્રેષ્ઠ એવા વિપુલમતિ જ્ઞાની ભગવંત બોલ્યા કે હે રાજા! તેનું સમાઘાન સાંભળ. શુભ અને અશુભ ભાવો વડે જીવ પુણ્ય કે પાપનો બંઘ પાડે છે. આવા પુષ્પ-રંગના યોગથી સ્ફટિક કાંતિ બદલાય, તેમ નિમિત્તાઘીન નિજ ભાવો પણ પલટાય. ૮ અર્થ - જેમ રંગીન ફલનો સંયોગ થવાથી સ્ફટિક રત્નની કાંતિ પણ તે રંગવાળી જણાય છે તેમ નિમિત્તને આધીન પોતાના ભાવ પણ પલટાય છે. દા. દ્વિવિઘ નિમિત્તો જાણિયે : અંતરંગ, બહિરંગ; સત્ય વસે તેને ઉરે, જે સમજે સર્વાગ. ૯ અર્થ - નિમિત્તો બે પ્રકારના છે. અંતરંગ અને બહિરંગ. તેના હૃદયમાં સત્ય વસે છે કે જે સર્વાગે આ નિમિત્તાના સ્વરૂપને જાણે છે. તે જીવ બહિર્નિમિત્તો વડે અંતર્માત્માની શુદ્ધિ કરે છે. ગાલા અંતરંગ-અર્થે ગણો બાહ્ય હેતુ-સમુદાય; જેવા અંતરભાવ નિજ, તેવો બંઘ સદાય. ૧૦ અર્થ - અંતરના ભાવ સુધારવા માટે જ બાહ્ય નિમિત્તોના સાઘનો છે એમ જાણો. જેવા અંતરના ભાવ છે તેવો જ હમેશાં કર્મનો બંઘ પડે છે. ૧૦ના વીતરાગ મુદ્રા નીરખ, સાંભરશે ભગવાન; તે જ ભાવ કારણ સમજ મહા પુણ્યકર જાણ. ૧૧ અર્થ - વીતરાગ ભગવંતની મુદ્રાના દર્શન કરતાં ભગવાનના ગુણોનું સ્મરણ થશે. આવા શુભ નિમિત્તો વડે જે ભાવ થાય છે તે જ મહાપુણ્યના કરનાર જાણ. ||૧૧|| દર્પણવત્ ભગવાન છે, સુખ-દુખ-દાતા નાંહિ, રાગદ્વેષ નહિ તેમને; સમજો એ ઉર માંહિ. ૧૨ અર્થ - ભગવાન તો દર્પણ સમાન રાગદ્વેષરહિત નિર્મળ છે. તેના જ્ઞાનરૂપી દર્પણમાં આખું વિશ્વ ઝળકે છે. તે ભગવંત કોઈને પણ સુખના કે દુઃખના દેનાર નથી. કારણ તેમનામાં રાગદ્વેષનો સર્વથા અભાવ છે. આ વાતને હૃદયમાં ખૂબ વિચારીને સમજો કે ભગવાન તો વીતરાગ છે. [૧૨ાા Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ પ્રાવધ-વિવેચન ભાગ-૧ તેનું ચિંતન, ધ્યાન, જપ, સ્તુતિ, પૂજાદિ વિધાન; સુફળ ફળે નિજ ભાવથી કે મુક્તિ-સુખ-દાન. ૧૩ અર્થ :વીતરાગ ભગવાનની મુદ્રાનું ચિંતન કરવાથી કે એ વીતરાગ ભગવાનની મુદ્રાનું ધ્યાન કરવાથી કે તેના આપેલ મંત્રોનો જાપ કરવાથી કે તેના ગુણોની સ્તુતિ કરવાથી, કે તેની પૂજા આદિ વિધાન એટલે અનુષ્ઠાન વડે ભક્તિ કરવાથી પોતાના જ ભાવાનુસાર તે સત્ફળના આપનાર થાય છે. અને અંતે મોક્ષસુખના દાતાર બને છે. ।૧૩। જેવા ગુણ પ્રભુના કહ્યા, તેવી જ જિનમુદ્રા ય સ્થિર સ્વરૂપ, રાગાદિ વિણ, ધ્યાનમૂર્તિ દેખાય. ૧૪ અર્થ – શાસ્ત્રોમાં પ્રભુના જેવા ગુણ કહ્યા છે તેવાં જ જિનમુદ્રામાં જણાય છે. ભગવાન રાગદ્વેષથી રહિત હોવાથી સ્વસ્વરૂપમાં સ્થિત છે. તેવી જ ભગવાનની મૂર્તિ પણ ઘ્યાનાવસ્થામાં સ્વસ્વરૂપમાં સ્થિત જણાય છે. ।।૧૪|| કૃત્રિમ, કારીગર-રચિત, જિનવરબિંબ ગણાય; તો પણ તેના દર્શને પ્રભુ-ભાવે ઉર જાય. ૧૫ અર્થ :– જિનેશ્વર ભગવાનની પ્રતિમા તે કૃત્રિમ, કારીગર દ્વારા બનાવેલ હોવા છતાં પણ તેના દર્શન કરવાથી પ્રભુના શુદ્ધ ભાવોમાં આપણું મન જાય છે. I।૧૫। એ ઉપર દૃષ્ટાંત છે; સુણ, ભૂપતિ ગુણવાન; વેશ્યા-શબ સ્મશાનમાં, ત્યાં મુનિ, વ્યસની, દ્યાન. ૧૬ અર્થ – એના ઉપર એક દૃષ્ટાંત છે તે હૈ ગુણવાન એવા રાજા! તું સાંભળ. સ્મશાનમાં એક વેશ્યાનું મડદું પડેલું હતું. ત્યાં મુનિ, વ્યસની અને શ્વાન એટલે કૂતરાનું આવવું થયું. ।।૧૬। શબ ખાવા કૂતરો ચઢે, વ્યસનીમન લોભાય– જીવતી ગણિકા હોય તો વાંછિત ભોગ પમાય. ૧૭ અર્થ :— તે મડદાને કૂતરો ખાવા ઇચ્છે છે, વ્યસનીનું મન તે વેશ્યામાં આસક્ત થાય છે કે જો આ ગણિકા એટલે વેશ્યા જીવતી હોત તો હું એના વડે ઇચ્છિત ભોગ પામી શક્ત. ।।૧૭।। હું મુનિ મડદું દેખી કહે : ‘નરભવ દુર્લભ તોય, ગણિકાએ તપ ના કર્યું; સ્નૂલશો ક્વે ન કોય.’ ૧૮ અર્થ : જ્યારે મુનિ ભગવંતે વૈશ્યાના મડદાને જોઈને કહ્યું કે દેવદુર્લભ એવો મનુષ્ય દેહ્ર પામીને પણ આ વેશ્યાએ ઇચ્છાનિરોદ્યરૂપ તપ કર્યું નહીં, અર્થાત્ તત્ત્વ સમજી ઇચ્છાઓને ઘટાડી નહીં. તેથી ઠે ભવ્યો! એવી ભૂલ તમે કરશો નહીં, અર્થાત્ આવો મનુષ્યભવ પામીને ઇચ્છાઓને ઘટાડજો. ।।૧૮। આમ અચેતન અંગથી ત્રિવિધ ભાવ-ફળ થાય, વ્યસની નર નરકે ગયો, ભેંખ-દુખ ચાન કમાય. ૧૯ અર્થ :— આમ અચેતન એટલે જડ એવા વેશ્યાના શરીર વડે ત્રણ પ્રકારે જીવોના ભાવ થયા, અને તેનું ફળ પણ તેઓ પોતાના ભાવ પ્રમાણે પામ્યા. વ્યસની મનુષ્ય તેને ભોગવવાના ભાવવડે મરીને Page #231 -------------------------------------------------------------------------- ________________ (૧૮) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૨ ૨ ૧ ૧ નરકે ગયો. અને કૂતરાને વેશ્યાનું મડદું જોઈ ભૂખનું દુઃખ ઊભું થયું. ./૧૯ો. સાધુ સ્વર્ગ વિષે ગયા, લહી ભાવ-ફળ જેમ; તેમ અચેતન બિંબ પણ ફળ દે, ભાવે તેમ. ૨૦ અર્થ - તથા સાઘુ મુનિ મહારાજ ઉત્તમ ભાવ વડે સ્વર્ગના ભોગી થયા. જેમ આ મુનિ, વ્યસની અને કૂતરો, જડ એવા શબવડે ભાવ પ્રમાણે જુદા જુદા ફળના ભોક્તા થયા, તેમ અચેતન એવી પ્રતિમા પણ જીવોને પોતાના ભાવ પ્રમાણે ફળ આપનાર સિદ્ધ થાય છે. સારા જેમ રત્નચિંતામણિ મનવાંછિત-દાતાર; તેમ અચેતન બિંબ દે વણ માગ્યે ફળ સાર. ૨૧ અર્થ :- જેમ અચેતન એવો રત્નચિંતામણિ મનવાંછિત ફળનો દાતાર બને છે તેમ અચેતન એવી પ્રભુની પ્રતિમા પણ વગર માગ્યે જ સારરૂપ ફળને આપવામાં નિમિત્તભૂત બને છે. ૨૧ ઘર અભાવ પ્રતિમા પ્રતિ, નિંદા કરે અજાણ; ત્રિલોકે ત્રિકાળમાં અઘમાઘમ તે જાણ.” ૨૨ અર્થ - મોક્ષના કારણસમી પ્રતિમા પ્રત્યે અભાવ આણીને જે અજ્ઞાની તેની નિંદા કરે તેને તું ત્રણેય લોકમાં અને ત્રણેય કાળમાં અઘમમાં પણ અઘમ જાણ. એમ વિપુલમતિ મુનિ ભગવંતે આનંદરાજાને જણાવ્યું. ૨૨ાા. ઇત્યાદિક ઉપદેશથી આવી ઉર પ્રતીતિ; જિનપ્રતિમા–પૂજન વિષે રાય ઘરે દૃઢ પ્રીતિ. ૨૩ અર્થ - આવા અનેક ઉપદેશથી આનંદરાજાને પ્રતિમા પ્રત્યે હૃદયમાં સત્ય પ્રતીતિ આવી કે પ્રભુ પ્રતિમાનું વિધાન શાસ્ત્રોક્ત છે. તેથી જિનપ્રતિમાના પૂજન વિષે રાજાને દ્રઢ પ્રીતિ ઉત્પન્ન થઈ. //ર૩ો એક દિન આનંદ નૃપ દેખે પળિયું એક, ભોગ-ઉદાસીન ભાવ સહ કરે વિચાર-વિવેક- ૨૪ અર્થ :- એક દિવસ આનંદરાજા માથામાં એક સફેદ વાળ જોઈને પાંચ ઇન્દ્રિયોના ભોગો પ્રત્યે વિરક્તભાવવાળા થયા; અને આત્માના હિત અહિતના વિવેકપૂર્વક વિચાર કરવા લાગ્યા કે – સારા. બાયકાળ કુંપળ સમી, યૌવન પાન સમાન, પાકું પાન જરા-સમય, મરણ વાયરો માન. ૨૫ અર્થ - બાળકની કાયા તે તો ઝાડપાનના કુંપળ જેવી છે. યૌવન અવસ્થા પાન સમાન છે અને જરાવસ્થા તે પાકેલા પાન સમાન છે, કે જે ખરી જવાની તૈયારીમાં છે. તથા મરણ છે તે વાયરા સમાન છે. મરણરૂપ વાયરાનો ઝપાટો આવ્યો કે વૃદ્ધાવસ્થારૂપ પાકેલ પાન શીધ્ર ખરીને નીચે પડી જશે. એવી આ દેહની ક્ષણિકતા છે. ગરપા કોઈ ગર્ભ વિષે મરે, મરે જન્મતાં કોઈ, બાળપણામાં પણ મરે, જુવાન મરતા જોઈ- ૨૬ Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - કોઈક જીવ ગર્ભમાં આવીને મરી જાય છે, કોઈ જન્મ સમયે મરણ પામે છે. કોઈ બાળપણમાં મરે છે અને વળી કોઈ તો યુવાવસ્થામાં જ મરણ પામી જાય છે. રા. નિયમ નહીં વર્ષો તણો, મરણ અચાનક થાય, એક નિયમ નક્કી ખરો-જન્મે તે મરી જાય. ૨૭ અર્થ - આટલા વર્ષ ચોક્કસ જીવીશું એવો કોઈ નિયમ નથી. મરણ અચાનક થાય છે. પણ એક નિયમ ચોક્કસ છે કે જે જન્મે છે તે જરૂર મરી જાય છે. રક્ષા ગિરિ નીચે નદ ઊતરે, તેમ ઍવન વહીં જાય; ભોગમગ્ન ર્જીવ ઊંઘતો મરણ સમય પસ્તાય. ૨૮ અર્થ - જેમ પાણી પહાડ ઉપરથી નીચે ઊતરી નદીરૂપે સદા વહ્યા કરે છે. તેમ સમયે સમયે મનુષ્યનું જીવન પણ મૃત્યુ તરફ વહી રહ્યું છે, અર્થાત્ સમયે સમયે જીવન ઘટી રહ્યું છે. છતાં ભાગમાં મગ્ન બનેલો જીવ મોહનદ્રામાં ઊંધ્યા કરે છે અને મરણ સમયે પસ્તાય છે કે મેં કંઈ સારું કર્યું નહીં. રિટા. પાર્ટી પહેલી પાળ જે બાંધે તે જ સુજાણ; આત્મહિતમાં ઢીલ કરે, તે નર નહિ વિદ્વાન. ૨૯ અર્થ - પાણી આવતા પહેલાં જે પાળ બાંધી લે તે જ સુજાણ એટલે સમ્યક્રરીતે તત્ત્વનો જાણનાર છે. પણ જે આત્મહિતમાં ઢીલ કરે તે મનુષ્ય વિદ્વાન એટલે વિચક્ષણની કોટીમાં ગણાય નહીં. સંતપુરુષોએ કહ્યું છે કે – “તારે માથે કોપિ રહ્યો કાળ રે, ઊંઘ તને કેમ આવે, જોતજોતામાં આયુષ્ય જાય રે, ઊંઘ તને કેમ આવે, પાણી પહેલાં બાંથી લે ને પાળ રે, ઊંઘ તને કેમ આવે, તારા ડહાપણમાં લાગી લાય રે, ઊંઘ તને કેમ આવે” ૨૯ો. જીવન-જળ ઉલેચતી રાતદિવસ-ઘટમાળ, સૂર્ય-ચંદ્ર બે બળદ જો, કાળરેંટ નિહાળ. ૩૦ અર્થ - જીવનરૂપી પાણીને રાતદિવસરૂપી ઘટમાળ ઉલેચી રહી છે. અર્થાતુ બહાર ફેંકી રહી છે. રેંટને ઘટ એટલે ઘડાની માળ હોય છે. તે કુવામાંથી પાણીને બહાર કાઢી ઉલેચે છે. સૂર્ય એટલે દિવસ અને ચંદ્ર એટલે રાત. એમ રાતદિવસરૂપી બે બળદ વડે તે કાળરૂપી રેંટ સદા ફર્યા કરે છે અને તે જીવનરૂપી પાણીને રાતદિવસરૂપી ઘડાઓની માળ વડે બહાર ફેંક્યા કરે છે. અર્થાત્ સમયે સમયે જીવન ઓછું થતું જાય છે. માટે સમયસર આ અમૂલ્ય જીવનને તું આત્માર્થે ઉપયોગમાં લઈ લે, નહિં તો આખરે પસ્તાવું પડશે. ૩૦ાા. ભૂપતિ, ઘનપતિ, સુરપતિ, સુંદર-ઝુંપ-અવતાર; હાથી હોદ્દા છોડીને, સેનાપતિ મરનાર. ૩૧ અર્થ - હવે આનંદરાજા બાર ભાવનાઓને વિચારે છે : ૧. અનિત્યભાવના:- રાજા હો કે શેઠ હો, ઇન્દ્ર હો કે રૂપના અવતાર સમી સુંદરી હો, હાથી ઉપર સવારી કરનાર હો કે ઉચ્ચ હોદ્દાઓને પામેલા હો કે સેનાપતિ હો, સર્વને પોત પોતાનું આયુષ્ય પૂર્ણ થયે Page #233 -------------------------------------------------------------------------- ________________ (૧૮) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૨ ૨ ૧ ૩ અવશ્ય કરવું પડશે. એવું આ સંસારનું અનિત્ય સ્વરૂપ છે. //૩૧ાા “દળ -બળ, દેવી-દેવતા, માતપિતા પરિવાર, કોઈ બચાવી ના શકે મરણ -સમય, વિચાર. ૩૨ અર્થ - ૨. અશરણ ભાવના - સેનાનું બળ હોય કે દેવી દેવતાનું શરણ હોય, માતા, પિતા, સ્ત્રી, પુત્રાદિનો પરિવાર કે વૈદ્ય, હકીમ, ડૉક્ટર વગેરે હાજર હોય છતાં પણ મરણ સમયે જીવને કોઈ બચાવી શકનાર નથી. જેમ જંગલમાં સિંહ હરણને પકડે છે ત્યાં તેને કોઈ બચાવનાર નથી તેમ આ સંસારનું સ્વરૂપ સદા અશરણમય છે. ૩રા નિર્ઘન ઘન વિના દુખી, તૃષ્ણાવશ ઘનવાન; ક્યાંય ન સુખ સંસારમાં, વિચારી જો, વિદ્વાન. ૩૩ અર્થ :- ૩. સંસાર ભાવના - આ સંસારમાં નિર્જન પુરુષ ઘનના અભાવે પોતાને દુઃખી માને છે. તેમજ ઘનવાન પણ તૃષ્ણાને વશ થઈ વિશેષ મેળવવાની કામનાએ દુ:ખી છે. માટે આ સંસારમાં ક્યાંય સુખ નથી. એમ હે વિદ્વાન એટલે હે સમજાજન! આ વાતને તું સ્થિર ચિત્તથી વિચારી જો. //૩૩ી અજીવ એકલો અવતરે, મરે એકલો એ જ; સ્વપ્ન સમાં સાથી-સગાં, જર દુખ કોઈ ન લે જ. ૩૪ અર્થ - ૪. એકત્વ ભાવના - આ સંસારમાં જીવ એકલો જ જન્મે છે અને મરે ત્યારે પણ એકલો જ મરે છે. બઘાં સગાંસંબંધીઓ દુઃખ પ્રસંગે સ્વપ્ન સમાન બની રહે છે, અર્થાત્ તે દુઃખને જરીક પણ લેવા સમર્થ થતા નથી. પોતે એકલો જ કર્મના ફળરૂપે આવેલા દુઃખને ભોગવે છે. એમ એકત્વભાવનાની વાસ્તવિકતા ચિંતવવા યોગ્ય છે. ૩૪ "કાયા પણ પર વસ્તુ તો, જગમાં નિજ શું હોય? સ્વજન' શબ્દ યથાર્થ નહિ, અન્ય ઘનાદિક જોય. ૩૫ અર્થ :- ૫.અન્યત્વ ભાવના :- આ સંસારમાં દુઘ અને પાણીની જેમ એકમેકપણે રહેલ પોતાની કાયા એટલે શરીર પણ પર પુગલ વસ્તુ છે, અર્થાતુ પર એવા પુગલ પરમાણુનું બનેલ છે. તો આ જગતમાં બીજાં પોતાનું શું હોઈ શકે? માટે બીજા સગાં વહાલાઓને સ્વજન કહેવા એ શબ્દ યથાર્થ નથી, અર્થાત મિથ્યા છે. તેમ ઘન આદિ તો પોતાના આત્માથી પ્રત્યક્ષ જાદા જણાય છે. તેથી તે પોતાના કોઈ કાળે હોઈ શકે નહીં એમ અન્યત્વ ભાવનાનું ચિંતવન નિરંતર કર્તવ્ય છે. રૂપા ત્વચા ચાદરે દીપતા, અસ્થિ-પિંજર દેહ, અંદર નજર કરી જુઓ, દુગથી-ઘર એહ. ૩૬ અર્થ – ૬. અશુચિ ભાવના - ત્વચા એટલે ચામડીરૂપી ચાદર વડે આ હાડકાના પિંજર જેવા આ દેહની શોભા જણાય છે. એ શરીરની અંદર શું શું ભરેલ છે તે તરફ જરા નજર કરી જોશો તો તે દુર્ગઘમય એવા હાડ, માંસ, લોહી, મળ, મૂત્રાદિનું જ ઘર જણાશે. તેનું પ્રમાણ શરીરના નવે દ્વાર મળથી કરે છે. એમ શરીરનું સ્વરૂપ અશુચિ એટલે અપવિત્ર જાણીને તેનો મોહ ત્યાગવા યોગ્ય છે. ૩૬ાા Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ઝોકાં ખાતા જગજનો, મોહ-નીંદનું જોર; લૂંટતા સર્વસ્વ જ બધે અરે! કર્મ ફૅપ ચોર. ૩૭ અર્થ - ૭. આઝાવ ભાવના મોહરૂપી નિદ્રાના બળે જગતના જીવો ઝોંકા ખાઈ રહ્યા છે. તેથી કર્મરૂપી ચોરો આવીને જીવનું સર્વ આત્મઘન લૂંટી જાય છે. કર્મનું આવવાપણું તે આસ્રવ કહેવાય છે. માટે આસ્રવભાવનાને જાણી આઠેય કર્મરૂપી ચોરોને પોતાના આત્મઘનને લૂંટતા બચાવવા. ૩થા. સગુરુના ઉપદેશથી મોહ-નીંદ ઊડી જાય; તો ઉપાયો આદર્યો, કર્મચોર રોકાય. ૩૮ અર્થ - ૮. સંવર ભાવના - સદ્ગુરુના ઉપદેશથી મોહરૂપી નિદ્રાનું બળ નાશ કરી શકાય છે. માટે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તારૂપી ઢાળ વડે આવતા આઠેય કર્મરૂપી બાણોને રોકવા. સંવર એટલે આવતા કર્મને રોકવા. એ જ મુક્તિનો સાચો ઉપાય છે. ૩૮ જ્ઞાન દીપ તપ-તેલ ભરી, ઘર શોધું ભ્રમ ખોઈ; પૂર્વ ચોર કાઠું બઘા, છૂપો રહે ન કોઈ. ૩૯ અર્થ - ૯. નિર્જર ભાવના:- સમ્યકજ્ઞાનરૂપ દીપકમાં તારૂપી તેલ ભરીને આત્માની ભ્રાન્તિને છોડી દઈ, સહજાત્મસ્વરૂપમય પોતાના આત્મારૂપી ઘરની હવે શોઘ કરું. પૂર્વે બાંધેલા કર્મરૂપી ચોરોને ઉદયાવલીમાં આવતાં પહેલાં જ બાર પ્રકારના તપ આદરીને આત્મધ્યાન વડે નષ્ટ કરું. તેમાં એક પણ કર્મરૂપી ચોરને છૂપી રીતે અંતરમાં રહેવા દઉં નહીં. એમ સત્તામાં પડેલા કર્મોની નિર્જરા કરવી એ જ મોક્ષપ્રાપ્તિનો સાચો ઉપાય છે. “નિજ કાળ પાય વિઘિ ઝરના, તા સૌ નિજકાજ ન સરના; તપ કરી જો કર્મ ખિપાર્વે, સોઈ શિવરુખ દરસાવૈ.” -છહ ઢાળા અર્થ - પોતાના સમયે પાયે કર્મ ઝરે તેથી પોતાના આત્માની સિદ્ધિ થાય નહીં. પણ જે તપ કરીને કમને ખપાવે તે જ મોક્ષસુખને પામે છે. [૩૯ાા પંચ મહાવ્રત પાળતાં, સમિતિ પંચ પ્રકાર, પ્રબળ પંચ ઇન્દ્રિય જીંત્યે, થાય નિર્જરા સાર. ૪૦ અર્થ - પંચ મહાવ્રત તેમજ પાંચ સમિતિને સમ્યકપ્રકારે પાળતા તથા પ્રબળ એવી પાંચ ઇન્દ્રિયોને અંતરથી જીતતા, સારરૂપ એવી સકામ નિર્જરા સાથી શકાય છે. માટે નિર્જરા ભાવનાને ભાવી કર્મોની નિર્જરા કર્તવ્ય છે. ૪૦ના ચૌદરજ્જુ ભર લોકનું પુરુંષ સમ સંસ્થાન; તેમાં જીવ અનાદિથી ભમે ભૂલી નિજભાન. ૪૧ અર્થ - ૧૦. લોકસ્વરૂપ ભાવના:-માપમાં ચૌદરજ્જા પ્રમાણ અને છ દ્રવ્યથી ભરેલો પુરુષાકારે આ લોક છે. તેને કોઈએ બનાવ્યો નથી. તેમાં આપણો જીવ અનાદિકાળથી કર્માનુસાર પોતાના સ્વરૂપનું ભાન ભૂલીને ચારગતિરૂપ સંસારમાં ભમ્યા કરે છે. In૪૧ાા "માગ્યું સુરતરુ સુંખ દે, ચિંતામણિ પણ તેમ; વિણ માગ્યે, વિણ ચિંતવ્ય, સુખ કે સુધર્મ-પ્રેમ. ૪૨ Page #235 -------------------------------------------------------------------------- ________________ (૧૮) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૨ ૨૧૫ અર્થ - ૧૧. ઘર્મદુર્લભ ભાવના - કલ્પવૃક્ષ પાસે જે માગે તે ભૌતિક સુખ આપે છે, તેમ રત્નચિંતામણિ પણ આપે છે. પણ વીતરાગ ભગવંતે બોઘેલા સતુથર્મ પ્રત્યેનો પ્રેમ તો વગર માગ્યે તેમજ વગર ચિંતવ્ય પણ સુખનો આપનાર થાય છે. “સહજાનંદ પદ રે નીકો, ઘર્મઘુરંથર શ્રી જિનજીકો; ભવજલ તારણ નાવા, ભાખ્યો દશવિથ સહજ સ્વભાવા. સ. વાંચ્છિત સુખની રે દાતા, સુરતરુ સમ જસ છે અવદાતા; દુર્ગતિ પડતાં રે ઘારે, ઘર્મ તે કહીએ ચાર પ્રકારે. સ”ારા કનક, કીર્તિ, સુર-રાજ સુખ, સર્વસુલભ છંવ, જાણ; દુર્લભ છે સંસારમાં સમ્યક દર્શન-જ્ઞાન.”૪૩ અર્થ – ૧૨. બોધિદુર્લભ ભાવના - સુવર્ણ, યશ કે દેવતાના સુખ અથવા રાજ્યવૈભવ વગેરે આ જગતમાં પામવા તે સર્વસુલભ છે, એમ હે જીવ તું જાણ. પણ આ સંસારમાં સમ્યક્ એટલે સાચું, યથાર્થ દર્શન અને જ્ઞાન પામવું તે અતિ દુર્લભ છે. જીવ નવ ગ્રેવૈયક સુઘી અનંતવાર જઈ આવ્યો છતાં હજા સમ્યક્દર્શન જ્ઞાનને પામ્યો નથી. માટે જગતમાં સર્વથી દુર્લભમાં દુર્લભ વસ્તુ તે જ છે. IT૪૩ના હિત-ઉદ્યમ મનમાં ઘરી, સાગરદત્ત મુનિ પાસ; સર્વ તજી સંયમ લીથો; એક મોક્ષની આશ. ૪૪ અર્થ -હવે મારા આત્માનું હિત થાય-કલ્યાણ થાય એવો ઉદ્યમ જ મારે કરવો છે. એમ આનંદરાજાએ મનમાં વિચાર કરીને સાગરદત્ત નામના મુનિ ભગવંત પાસે સર્વ રાજ્યવૈભવ તજીને સંયમ ગ્રહણ કર્યો. જેને હવે માત્ર મોક્ષની જ અભિલાષા છે. II૪૪ તીર્થંકરપદ સ્થાનકો સમ્યક દર્શન સાથ, ભાવ્યાથી આનંદમુનિ થનાર પારસનાથ. ૪૫ અર્થ – હવે આનંદમુનિ આ ભવમાં સમ્યકદર્શન સાથે તીર્થંકરપદ પ્રાપ્તિના સ્થાનકોને ભાવવાથી ભવિષ્યમાં પારસનાથ ભગવાન થનાર છે. ૪પાા કુશ કરી કાય કષાય મુનિ તપ તપતા અતિ ઘોર, પ્રગટી બહુવિધ લબ્ધિઓ જણાય આતમ-જોર. ૪૬ અર્થ - કાયા અને કષાયભાવોને કુશ કરી હવે મુનિ અત્યંત ઘોર તપ તપવા લાગ્યા. જેથી અનેક પ્રકારની લબ્ધિઓ પ્રગટ થઈ તથા આત્માની શક્તિઓનું જોર વધવા લાગ્યું. [૪૬ાા મુનિ જે વનમાં વિચરે ત્યાં જળ, ફળ ભરપૂર; સિંહ-મૃગ, અહિ-મોર પણ કરે વેર-ભય દૂર. ૪૭ અર્થ - આનંદમુનિ જે વનમાં વિચરે ત્યાં જળ અને ફળ ભરપૂર છે. તથા તેમના પ્રભાવે ત્યાં સિંહ અને મૃગ, અહિ એટલે સાપ અને મોર પણ પોતાના વેરભાવોને ભૂલીને નિર્ભયપણે ફર્યા કરે છે. I૪ળા Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧ દેહભાવ ભૂલી આત્મમાં મગ્ન ઊભા મુનિરાયએક દિને ક્ષીરવન વિષે; સુણો, હવે શું થાય. ૪૮ અર્થ :— એક દિવસ ક્ષી૨વન નામના જંગલમાં દેહભાવને ભૂલી આત્મામાં મગ્ન બનીને મુનિયોમાં શ્રેષ્ઠ એવા આનંદમુનિ ધ્યાનમાં ઊભા છે. ત્યાં હવે શું થાય છે તે સાંભળો. ૫૪૮।। કમઠ જીવ મરી નરકથી ક્ષીરવને સિંહ થાય; પૂર્વ-ભવાંતર વેરથી મુનિને ફાડી ખાય. ૪૯ અર્થ :— કમઠનો જીવ નરકભૂમિમાંથી નિકળીને તે જ ક્ષીરવનમાં સિંહ બનીને ભ્રમણ કરે છે. ત્યાં મુનિને ધ્યાનમાં ઊભા જોઈ પૂર્વભવોના વેરભાવથી આનંદમુનિને ફાડીને ખાવા લાગ્યો. ।।૪૯।। પશુકૃત ઉપસર્ગો સહે ક્ષમાશૂર મુનિરાય, મરણ સુધી ઘી ભાવ શુભ, આનત-સુરેન્દ્ર થાય. ૫૦ અર્થ :– સિંહ જેવા હિંસક પશુના કરેલ ઉપસર્ગોને ક્ષમામાં શૂરવીર એવા આ મુનિ મરણના અંત સુધી શુભભાવોને ધારણ કરીને સહન કરવા લાગ્યા. તેના પરિણામે સમાધિમરણ સાઘી નવમા આનત નામના દેવલોકમાં સુરેન્દ્ર એટલે દેવોના ઇન્દ્રરૂપે અવતર્યા. ॥૫૦।। અવધિજ્ઞાને જાણિયું : “કર્યું હતું તપ ઘોર, અશુભ કર્મ દંડ્યા હતાં ધર્મ-ધનિકના ચોર; ૫૧ અર્થ – ત્યાં અવધિજ્ઞાનથી સુરેન્દ્રે જાણ્યું કે મનુષ્યભવમાં ઘણું ઘોર તપ કર્યું હતું, તથા ઘર્મરૂપી ઘનને ઘારણ કરનાર ઘનિકોના ચોર એવા અશુભ કર્મોને ખૂબ દંડ્યા હતા. તેના પરિણામે આ ઇન્દ્રના વૈભવને હું પામ્યો છું. ॥૫॥ કષાય તછેં પાળ્યું હતું સુચારિત્ર નિર્દોષ, સમ્યગ્દર્શન સહ કર્યો જિન-આજ્ઞાનો પોષ. ૫૨ અર્થ :— ક્રોથાદિ કષાયભાવો તજીને નિર્દોષપણે સમ્યક્ચારિત્રની પ્રતિપાલના કરી હતી તથા સમ્યક્દર્શન સાથે જિનેશ્વરની આજ્ઞાને પોષણ આપ્યું હતું, અર્થાત્ ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તો હતો તેનું આ ફળ છે. ૫૨ા એમ અનેક પ્રકારથી સેવ્યો ઘર્મ મહાન, દુર્ગતિ-પાત નિવારી તે દે સુરવૈભવ-દાન. ૫૩ અર્થ :– એમ અનેક પ્રકારથી મહાન એવા વીતરાગ પ્રરૂપિત આત્મધર્મને મેં સેવ્યો હતો. તે ધર્મના પ્રભાવે દુર્ગતિના પાપોને નિવારી હું આ દેવતાઈ વૈભવનું દાન પામ્યો છું. ।।૫૩॥ સમ્યગ્દર્શન નિર્મળું, માત્ર એક આધાર; વ્રત-તપ-યોગ્ય ન દેહ આ, જિનવર-ભક્તિ સાર.” ૫૪ અર્થ :— હવે અહીં આ દેવલોકમાં માત્ર મને એક નિર્મળ સમ્યગ્દર્શનનો જ આધાર છે. કેમકે વ્રત કે તપ કરવાને યોગ્ય આ દેહ નથી. દેવતાઓ ગતિ આશ્રિત વ્રત કે તપ કદી કરી શકતા નથી. માટે મારે તો હવે સારરૂપ એવી એક જિનેશ્વરની ભક્તિ જ કર્તવ્ય છે. ।।૫૪।। Page #237 -------------------------------------------------------------------------- ________________ (૧૮) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૨ ૨ ૧૭ પાંચે કલ્યાણક વિષે ભક્તિભાવથી જાય; જઈ સમવસરણમાં સુણે દિવ્ય વાણી સુખદાય. ૫૫ અર્થ - હવે પારસનાથ ભગવાનનો જીવ જે ઇન્દ્ર થયેલ છે તે ભક્તિભાવથી તીર્થકર ભગવંતોના જન્મ આદિ પાંચે કલ્યાણકોમાં જાય છે તથા સમવસરણમાં જઈને ભગવાનની સુખદાયક એવી દિવ્ય વાણીનું પણ શ્રવણ કરે છે. પપા. મિથ્યાવૃષ્ટિ દેવને દઈ ઘર્મ-ઉપદેશ, સમ્યગ્દર્શન-દાન દે, કરુણામૂર્તિ સુરેશ. ૧૬ અર્થ - દેવલોકમાં પણ કરુણાની મૂર્તિ સમા એવા આ ઇન્દ્ર મિથ્યાદ્રષ્ટિ દેવોને ઘર્મનો ઉપદેશ આપી સમ્યગ્દર્શનનું દાન દે છે, અર્થાત્ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરાવે છે. પકા કાશી દેશ આ ભરતમાં નગર બનારસ સાર, તીર્થરાજ જન સહુ કહે; અશ્વસેન નૃપ ઘાર. ૫૭ અર્થ - આ ભરતક્ષેત્રમાં કાશી નામના દેશમાં બનારસ નામનું સારભૂત નગર છે. તેને સર્વ લોકો તીર્થરાજ કહે છે. ત્યાં અશ્વસેન રાજા રાજ્ય કરે છે. આપણા અવધિજ્ઞાન સહિત તે સકળ સાર ગુણઘામ; પ્રભુરૃપ રવિનાં ઉદયગિરિ વાયારાણી નામ. ૧૮ અર્થ :- રાજાની રાણીનું નામ વામાદેવી છે. તે વામા રાણીરૂપ ગિરી એટલે પર્વતમાંથી અવધિજ્ઞાન સહિત તેમજ સર્વ સારભૂત ગુણોના ઘરરૂપ એવા પ્રભુ પારસનાથના જીવનો રવિ એટલે સૂર્યરૂપે ઉદય થયો. ૫૮ાા. મહાપુરુષ-મોતી તણી વામાદેવી છીપ; આનત-ઇન્દ્ર ચવી રહે વામા-ઉદર સમીપ. ૫૯ અર્થ - મહાપુરુષરૂપ મોતીને જન્મ આપનાર વામાદેવીરૂપ છીપ છે. તેના ઉદરમાં આનત નામના નવમાં સ્વર્ગથી ઇન્દ્ર ચ્યવીને ભગવાનરૂપે આવી વસ્યા. જેમ સમુદ્રમાં રહેલ છીપના મુખમાં સ્વાતિ નક્ષત્રમાં વર્ષેલ વર્ષાદનું બિંદુ સીધું પડતાં તે મોતી બની જાય છે તેમ. પલા સ્વપ્ન સોળ શુભ દેખીને માતા મન હરખાય, પતિ સન્મુખ વિદિત કરી પૂંછે “સુફળ શું થાય?’ ૬૦ અર્થ - ભગવાન ઉદરમાં આવવાથી તેમની માતા સોળ શુભ સ્વપ્નોને જોઈને અતિ હર્ષ પામી. તથા પતિ સન્મુખ તે સર્વ વિદિત કરીને પૂછવા લાગી કે આ સ્વપ્નોનું શું શુભ ફળ થતું હશે? ૬૦ાા. અવધિજ્ઞાને જાણીને રાય કહે ફળ સાર: “ગજેન્દ્ર-દર્શન-કારણે જગપતિ પુત્ર વિચાર. ૬૧ અર્થ - અશ્વસેન રાજા અવધિજ્ઞાનથી જાણીને તેનો સાર કહેવા લાગ્યા કે પ્રથમ સ્વપ્નમાં ગજેન્દ્ર એટલે ઉત્તમ ઐરાવત હાથીના દર્શન થવાથી તમારો પુત્ર જગપતિ એટલે ત્રણ જગતનો નાથ થશે. Iકરા Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ વૃષભ-સ્વપ્નથી શ્રેષ્ઠ તે, સિંહ-સુફળ બળવાન; *લક્ષ્મી-સ્નાન-ફળ સ્નાત્ર છે, સુરગિરિ પર સન્માન.” ૬૨ અર્થ - બીજા સ્વપ્નમાં વૃષભ એટલે ઉત્તમ બળદના દર્શન થવાથી આ સર્વમાં શ્રેષ્ઠ થશે. ત્રીજા સિંહ સ્વપ્નનું આ સલ્ફળ છે કે તે જંગલના રાજા સિંહ સમાન અતિ બળવાન થશે. ચોથા સ્વપ્નમાં ઉત્તમ હાથી વડે સ્નાન કરાતી લક્ષ્મીદેવીના દર્શન થવાથી તેના ફળમાં તે પુત્રને જન્મતા જ સુરગિરિ એટલે સુવર્ણમય એવા મેરુપર્વત પર દેવો લઈ જઈ ક્ષીર સમુદ્રના જળવડે અભિષેક કરીને તેમની સ્નાત્રપૂજા કરશે, તથા તેમની ભાવપૂર્વક ભક્તિ કરીને બહુમાન કરશે. કરો "બે માળા-ફળ સુણ સખી, દ્વિવિઘ ઘર્મ-ઉપદેશ; શશી-સૂર્ય-દર્શન ફળે, શાંતિ-કાંતિ વિશેષ. ૬૩ અર્થ - બે ફૂલની માળાના પાંચમા સ્વપ્નમાં દર્શન થયા તેનું ફળ હે સુખની સહેલીરૂપ વામાદેવી તમે સાંભળો કે તે દ્વિવિઘ એટલે બે પ્રકારે ઘર્મનો ઉપદેશ કરશે. એક મુનિઘર્મનો અને બીજો શ્રાવક ઘર્મનો. છઠ્ઠા શશી એટલે ચંદ્રમાના સ્વપ્નના ફળમાં તે પુત્ર સર્વ જીવોને શાંતિનો આપનાર થશે. તથા સાતમા સ્વપ્નમાં સૂર્યના દર્શન થવાથી તે પુત્ર વિશેષ કાંતિવાન એટલે પ્રભાવશાળી થશે. I૬૩ મસ્ય-યુગલ-ફળ જાણ આ સકળ સુખની ખાણ; કળશ-ફળ નિધિ પામશે, ૧૦સરથી લક્ષણવાન. ૬૪ અર્થ - મત્સ્ય યુગલ એટલે માછલાના જોડાના આઠમા સ્વપ્નમાં દર્શન થયા તેના ફળમાં એમ જાણો કે તે પુત્ર સર્વ સુખની ખાણરૂપ થશે. નવમાં સ્વપ્નમાં ઉત્તમ કલશ દીઠો. તેના ફળમાં તે નિથિ એટલે ઉત્તમ ઘન-વૈભવને પામશે. દશમા સર એટલે સરોવરના સ્વપ્નથી તે ઉત્તમ લક્ષણવાન પુત્ર થશે. ૬૪ ૧૧સાગર-ફળ ગંભીરતા, સિંહાસન જગરાય, વિમાન-ફળ ગણ અમર-જીંવ તુજ કૈંખમાંહી સમાય. ૬૫ અર્થ - અગ્યારમા ક્ષીરસાગર સ્વપ્નના ફળમાં તે સાગર જેવો ગંભીર થશે. બારમા સિંહાસન સ્વપ્નના ફળમાં તે જગરાય એટલે જગતમાં રાજા થશે. તેરમા દેવવિમાન સ્વપ્નના ફળમાં એમ માનવું કે તે કૂખમાં આવેલ જીવ અમર એટલે દેવલોકમાંથી આવીને અવતરેલ છે. I૬પા wઘરણીન્દ્ર-ગૃહ-દર્શને અવધિજ્ઞાન સહિત, ઉપરત્નરાશિના સ્વપ્નથી ગુણગણ-રત્નજડિત. ૬૬ અર્થ – ઘરણેન્દ્રના ઘરના દર્શન ચૌદમા સ્વપ્ન થવાથી તે પુત્ર અવધિજ્ઞાન સહિત જન્મ લેશે. તથા પંદરમા રત્નરાશિના સ્વપ્નવડે તે ગુણોના સમૂહરૂપ રત્નોથી જડિત એવો પુત્ર જન્મશે. ૬૬ાા અંગારા દીઠા થકી કર્મદહન ગુણ માન; મુખથી ગજ પેઠો દીઠો તે જ પાર્શ્વ-ભગવાન.” ૬૭ અર્થ - સોળમા સ્વપ્નમાં અગ્નિશિખાના દર્શન થવાથી તે પુત્રમાં કમને દહન કરવાનો એટલે બાળવાનો મહાન ગુણ હશે. મુખમાંથી ગજ એટલે હાથીનો પ્રવેશ થતાં જોયો માટે તે જ પાર્શ્વનાથ ભગવાનનો જીવ છે.” I૬ના Page #239 -------------------------------------------------------------------------- ________________ (૧૮) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૨ ૨ ૧૯ ચૈત્ર વદિ બીજની નિશા ગર્ભકાળ વિખ્યાત, અસંગ ઘટ-નભ ઘટ થકી તેમ પાર્શ્વ ને માત. ૬૮ અર્થ - ચૈત્ર વદી બીજની રાત્રિએ પ્રભુનું સ્વર્ગલોકથી ચ્યવન થઈ વામામાતાના ગર્ભમાં આવવું થયું. તે ગર્ભકાળ જગતમાં વિખ્યાત છે. ઘડામાં રહેલ આકાશ જેમ ઘડાથી અલિપ્ત છે, અસંગ છે તેમ વામા માતાના ઉદરમાં રહેલા હોવા છતાં પણ પાર્શ્વનાથ પ્રભુ અસંગ છે. II૬૮ાા પ્રભુના પુણ્ય-પ્રભાવથી સુર-આસન કંપાય; અવધિજ્ઞાને જાણિયો પ્રભુ-ગર્ભ-મહિમાય. ૬૯ અર્થ - પ્રભુના પુણ્ય પ્રભાવે દેવતાઓના આસન કંપાયમાન થયા. તેથી અવધિજ્ઞાનના બળે દેવોએ જાણ્યું કે અહો! આ તો પ્રભુનો ગર્ભ પ્રવેશ મહિમા છે કે જેના પ્રભાવે આપણા આસન કંપાયમાન થયા. ફલા હર્ષ સહિત ઇન્દ્રાદિ સુર ઉત્સવ કાજે જાય; વારાણસી નગરી વિષે માતપિતા પૂજાય. ૭૦ અર્થ - ઇન્દ્રાદિ દેવો હર્ષ સહિત પ્રભુનો ગર્ભ મહોત્સવ કરવા વારાણસી નગરીએ ગયા; અને ત્યાં જઈ પ્રભુના માતાપિતાની પૂજા કરી. II૭૦ાા પૂજી ભેટ ઘરી નમે ગર્ભવર્તી–પ્રભુ-પાય, જય જયકાર કરી બહું વાદ્ય સહિત ગીત ગાય. ૭૧ અર્થ - પછી ગર્ભમાં રહેલ પ્રભુને ભાવથી પૂજી, તેમના ચરણમાં ભેટ ઘરીને નમસ્કાર કર્યા. તથા બહુ જય જયકારના શબ્દો ઉચ્ચારી વાદ્ય એટલે વાજિંત્ર સહિત પ્રભુના ગુણગાન કરવા લાગ્યા. II૭૧ના દિશાકુમારી દેવઓ ભક્તિ ઊલટ ઘર ઉર, ઇન્દ્રરાજ- આદેશથી વસી નૃપ- અંતઃપુર. ૭૨ અર્થ - દશે દિશાની દિશાકુમારી દેવીઓ હૃદયમાં ભક્તિનો અતિ ઉલ્લાસ આણીને ઇન્દ્રરાજના આદેશથી રાજાના અંતઃપુરમાં જઈને વસી. ૭૨ા ઉત્સવ ઊજવી કૃતાર્થ થઈ દેવ ગયા નિજ સ્થાન; ઉપજાવે સુખ માતને બહુવિઘ દેવી સુજાણ. ૭૩ અર્થ :- ગર્ભ કલ્યાણકનો ઉત્સવ ઊજવી કૃતાર્થ થઈ સર્વ દેવો પોતપોતાના સ્થાને ગયા. પછી સુજાણ એટલે વિલક્ષણ એવી દેવીઓ બહુ પ્રકારે પ્રભુની માતાને સુખ ઉપજાવવા લાગી. //૭૩ી વસતા નિર્મળ ગર્ભમાં જ્ઞાનત્રય ભગવાન; સ્ફટિક હણ્યમાં દીપતા રત્નદીપક સમ માન. ૭૪ અર્થ - નિર્મળ એવા માતાના ગર્ભમાં મતિ, કૃતિ, અવધિ એ ત્રણ જ્ઞાનથી યુક્ત ભગવાન નિવાસ કરે છે. તે સ્ફટિકના હર્મ્સ એટલે મહેલમાં જેમ રત્નનો દીપક દેદીપ્યાન થાય તેના સમાન જાણો. ||૭૪ પૂર્વ દિશા રવિ ઊગતાં શોભે સુંદર જેમ, ત્રિભુવનપતિ સુત ઉર ઘરી શોભે માતા તેમ. ૭૫ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ 0. પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - જેમ સૂર્યનો પ્રાતઃકાળમાં ઉદય થતાં પૂર્વ દિશા સુંદર રીતે શોભાયમાન બને છે તેમ ત્રણભુવનના નાથ એવા સુત એટલે પુત્રને કુક્ષીમાં ધારણ કરવાથી માતા પણ શોભાયમાન થયા. /૭પા ગર્ભ અગાઉ છ માસથી, વળી નવ માસ કુબેર, નિત્ય પંચ આશ્ચર્યસહ કરે ભક્તિ નૃપ-ઘેર. ૭૬ અર્થ - પ્રભુના ગર્ભ-પ્રવેશ અગાઉ છ મહિનાથી તથા વળી પ્રભુ ગર્ભમાં રહ્યા તે નવ મહીના સુઘી ઇન્દ્રના આદેશથી કુબેરદેવ પ્રભુના પિતાને ઘેર હમેશાં રત્નોની, સુવર્ણની, પુષ્પની વૃષ્ટિ કરીને એ પંચ આશ્ચર્ય વડે પોતાની ભક્તિ પ્રદર્શિત કરે છે. II૭૬ના માગશર વદિ એકાદશી જગ્યા પાર્શ્વકુમાર; માતપિતા સહ ત્રિભુવને વ્યાપે હર્ષ અપાર. ૭૭ અર્થ - માગસર વદી અગ્યારસના દિવસે પ્રભુ પાર્શ્વકુમારનો જન્મ થયો. માતાપિતાના હર્ષની સાથે ત્રણેય લોકમાં અપાર હર્ષ વ્યાપ્યો. નરકના જીવોને પણ ક્ષણમાત્ર સુખ ઉપજ્યુ. II૭ળા વારાણસીને પ્રદક્ષિણા દે વદ સુર જયકાર, ઇન્દ્ર સકલ શચિવૃન્દ સૌ ઊભા નૃપઘર વ્હાર. ૭૮ અર્થ -તે સમયે દેવતાઓએ આવી વારાણસી નગરીની પ્રદક્ષિણા કરીને જયજયકારના શબ્દોચ્ચાર કર્યા તથા સર્વ ઇન્દ્રો પોતાની શચિ એટલે ઇન્દ્રાણીના વૃન્દ અર્થાત્ સમૂહ સાથે રાજાના ઘરની બહાર આવીને ઊભા રહ્યા. ૭૮. ઇન્દ્રાણી અંદર ગઈ, ગુપ્ત સ્તવે જિનરાય, ઊંઘાડી જિનમાતને, સ્પર્શે પ્રભુના પાય. ૭૯ અર્થ – સૌઘર્મેન્દ્રની ઇંદ્રાણી પ્રથમ મહેલની અંદર ગઈ અને જિનેશ્વરના દર્શન કરીને ગુપ્ત રીતે મનમાં પ્રભુનું સ્તવન કરવા લાગી. પછી પ્રભુની માતાને અવસ્થાપિની નિદ્રા વડે ઊંઘાડીને પ્રભુના ચરણનો સ્પર્શ કર્યો. અર્થાત્ પ્રભુના ચરણમાં પોતાનું મસ્તક મૂકી નમસ્કાર કર્યા. I૭૯ાા માયામય બાળક ખૂંકી પ્રભુને શચિ લઈ જાય; સોંપે પતિના હાથમાં, દર્શન સૌને થાય. ૮૦ અર્થ - પ્રભુની માતા પાસે માયામય એટલે માયાથી બનાવેલ બાળક મૂકીને ઇન્દ્રાણીએ પ્રભુને લઈ જઈ પોતાના પતિ સૌઘર્મેન્દ્રના હાથમાં સોંપ્યા. તેથી હવે સર્વને પ્રભુના અલૌકિક દર્શન થયા. //૮૦ળી પ્રભુને ખોળામાં સૂંકી ઇન્દ્ર અને સૌ સેર, સહસ્ત્ર નવાણું યોજને જાય મેરુ પર દૂર. ૮૧ અર્થ - સૌઘર્મેન્દ્ર પ્રભુને પોતાના ખોળામાં મૂકી સર્વ દેવો સાથે નવ્વાણું હજાર યોજન દૂર મેરુ ગિરિ પર જવા માટે રવાના થયા. ૧૮૧ના Page #241 -------------------------------------------------------------------------- ________________ (૧૮) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૨ ૨ ૨૧ મેરુ-શિખર પાંડુક શિલા અર્થચંદ્ર-આકાર, હેમ સિંહાસન પર ઘરે પદ્માસન પ્રભુ સાર. ૮૨ અર્થ - મેરુ ગિરીના શિખર ઉપર અર્ધચંદ્રાકારે પાંડુક નામની એક શિલા છે. તે શિલા ઉપર આવેલ હેમ એટલે સોનાના સિંહાસન ઉપર સારભૂત એવા પ્રભુ પદ્માસને બિરાજ્યા. ૮૨ાા ક્ષીર-સાગર-જળથી ભરી અમર કલશ લઈ જાય, પ્રથમ ઇન્દ્ર ઘારા કરી ન્દવરાવે જિનરાય. ૮૩ અર્થ :- ક્ષીર સમુદ્રના જળથી ભરેલ કલશાઓને અમર એટલે દેવો લઈ જવા લાગ્યા. તે જળવડે પ્રથમ ઇન્દ્ર પ્રભુના શિર પર અભિષેક કરીને પ્રભુને નવરાવ્યા. ૮૩ના નીલવર્ણા પ્રભુ-દેહ પર કલશ-નીરની ઘાર; જાણે નીલગિરિ પર થતી વૃષ્ટિ અપરંપાર. ૮૪ અર્થ - નીલવર્ણ એટલે આસમાની વર્ણ વાલા પ્રભુના દેહ ઉપર પાણીના કલશાઓની પડતી ઘાર જાણે નીલગિરિ પર્વત ઉપર અપરંપાર વરસાદની વૃષ્ટિ થઈ રહી હોય એમ જણાયું. ૮૪ ગંથોદક સ્નાને પૅરી વિધિ કરી લૂછે કાય; દિવ્ય વસ્ત્ર-ભૂષણ વડે શણગારે જિનરાય. ૮૫ અર્થ - ગંથોદક એટલે સુગંઘવાળા જળવડે પ્રભુની સ્નાનવિધિ પૂરી કરીને તેમની પરમ ઔદારિક કાયાને લૂંછી દિવ્ય વસ્ત્ર તથા આભૂષણવડે તેને શણગારવામાં આવી. II૮પા. દેખી જન્મ-મહોત્સવ સુરપતિની પ્રભુપ્રીત, બહુ સુર સત્રદ્ધા કરે, તર્જી શ્રદ્ધા વિપરીત. ૮૬ અર્થ - જન્મ મહોત્સવમાં ઇન્દ્રોની પ્રભુ પ્રત્યેની પ્રીત એટલે ભક્તિ જોઈને ઘણા દેવતાઓ સત્રદ્ધાવંત થયા અર્થાત્ પોતાની વિપરીત શ્રદ્ધાને તજી દઈ વ્યવહાર સમકિતઘારી થયા. ટકા જય જય શબ્દ દેવ સૌ ગયા બનારસ પુર, નૃપમંદિર પ્રભુને મેંકી, માતનીંદ કરી દૂર. ૮૭ અર્થ - જય હો, જય હો, પ્રભુ પાર્શ્વનાથની જય હો, એમ શબ્દોચ્ચાર કરતા કરતા સર્વ દેવો બનારસ નગરમાં ગયા. રાજમંદિરમાં પ્રભુને પધરાવી, માતાની અવસ્થાપિની નિદ્રાને હરી લીધી. II૮શા ઉત્સવ ઊજવી દેવ સૌ જાતા નિજ નિજ સ્થાન; રાજા પણ આનંદથી દેવા લાગ્યા દાન. ૮૮ અર્થ - ત્યાં પ્રભુનો જન્મોત્સવ ઉજવીને સર્વ દેવો પોતપોતાના સ્થાને ગયા. રાજા અશ્વસેન પણ પુત્રના આનંદથી સર્વને દાન દેવા લાગ્યા. ૮૮ાા. ઇન્દ્ર અમૃત મૂકીયું પ્રભુ-અંગૂઠે સાર, પોષણ પામે તે ચૂંસી, ઘાવે નહીં કુમાર. ૮૯ અર્થ - ઇન્દ્ર પ્રભુના અંગૂઠામાં અમૃતનો સંચાર કર્યો. પ્રભુ પણ તે અંગૂઠો ચૂસીને પોષણ પામે Page #242 -------------------------------------------------------------------------- ________________ પ્રાવોધ-વિવેચન ભાગ-૧ ૨૨૨ છે; પણ કદી માતાનું ધાવણ લેતા નથી. ।।૮।। વગર શીષ્યે વિદ્યા બધી, કળા અનેક પ્રકાર, જાણે, માર્ગે સુખ મહા, પૂર્વ-કર્મ-અનુસાર, ૯૦ અર્થ – પ્રભુ પાર્શ્વકુમાર વગર શીષ્યે બધી વિદ્યાઓને, અનેક પ્રકારની કળાઓને જાણે છે. તથા પૂર્વકર્માનુસાર મહાન સુખને માણે છે; અર્થાત્ ઇન્દ્રિય સુખોની ભરમારમાં પણ આત્માના મહાન એવા નિર્દોષ સુખને અનુભવે છે. ।।૯।। (૧૯) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૩ (દોહરા) * પુર્ણ જુવાની ખીલતાં પ્રભુતન શોભે એમ; શરદ પૂનમની ચાંદની નિર્મળ નભમાં જેમ, ૧ અર્થ :- પ્રભુ પાર્શ્વકુમારની પૂર્ણ યુવાની ખીલતાં પ્રભુના શરીરની શોભા એવી લાગતી હતી કે જાણે આકાશમાં શરદ પૂર્ણિમાના ચંદ્રમાની નિર્મળ ચાંદની ખીલી હોય તેમ જણાતું હતું. IIII સોળ વર્ષના પ્રભુ થયું, અશ્વસેન ભૂપાળ, સ્ને-સલિલ ભીનાં વચન વડે પિતા પ્રેમાળ, ૨ અર્થ :– પ્રભુ સોળ વર્ષના થયા ત્યારે તેમના પિતાશ્રી અશ્વસેન રાજા સ્નેહરૂપી સલિલ એટલે પાણીથી ભીના એવા પ્રેમાળ વચન કહેવા લાગ્યા. ||૨|| “એક રાજકન્યા વરો, કરો ઉચિત વ્યવહાર; વંશ-વેલ આગળ વધે, સુખ પામે પરિવાર. ૩ અર્થ :— કે પાર્શ્વકુમાર! એક રાજકન્યા સાથે પાન્નિગ્રહણ કરો અને જગતને ઉચિત એવો આ વ્યવહાર આદરો. જેથી વંશની વેલ આગળ વધે અને પરિવારના બધા સદસ્યો સુખી થાય. II૩ના નાભિરાજની આશ પણ પૂરી પ્રથમ અવતાર; તેમ અમારી કામના પૂરો, પાર્શ્વકુમાર.' ૪ : અર્થ :– નાભિરાજાની આશને પણ પ્રથમ અવતાર શ્રી ઋષભદેવજી ભગવાને પૂરી કરી હતી. તેમ અમારી કામનાને પણ હે પાર્શ્વકુમાર! તમે પૂરી કરો. ।।૪।। પિતાવચન સુણી પ્રભુ કહે વિનય સહિત તે વાર, “ઋષભદેવ સમ હું નહીં આપ જ કરો વિચાર. ૫ અર્થ :– પિતાના વચન સાંભળીને તે સમયે જ વિનયપૂર્વક પ્રભુ કહેવા લાગ્યા કે હે પિતાજી! હું Page #243 -------------------------------------------------------------------------- ________________ (૧૯) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૩ ૨૨૩ ઋષભદેવ સમાન આયુષ્યવાળો નથી. માટે એ સંબંથી આપ જ ગંભીરતાપૂર્વક વિચાર કરી જુઓ. પા મુજ જીવન સો વર્ષનું, સોળ ગયાં છે! તાત, ત્રીસ વર્ષે ત્યાગી થવું, ફરી ન કહો એ વાત. ૬ અર્થ :– મારું જીવન તો સો વર્ષનું માત્ર છે. તેમાંના પણ છે તાત! સોળ વર્ષ તો વીતી ગયા છે. અને ત્રીસ વર્ષની વયે મારે સંસાર ત્યાગી દીક્ષા ગ્રહણ કરવી છે. માટે ફરીવાર એવી વાત કૃપા કરીને મને કરશો નહીં. ॥૬॥ અલ્પ જીવનમાં અલ્પ સુખ, અલ્પ પ્રયોજન કાજ, કોણ ઉપદ્રવ સંઘરે? સમજું છો, નરરાજ.' ક અર્થ :– અલ્પ એવા આ કાળના મનુષ્ય જીવનમાં અલ્પમાત્ર ઇન્દ્રિયસુખ છે. તે અલ્પ ઇન્દ્રિયસુખ પ્રયોજન અર્થે આ ગૃહસ્થાશ્રમ સ્વીકારી ત્રિવિધતાપરૂપ ઉપદ્રવને કોણ સંઘરે ? હે નરોના રાજા ! આપ તો સમજુ છો, માટે આ વાતને સારી રીતે આપ સમજી શકો છો. IIII સુર્ણી ઉત્તર ગૃપનાં નયન આંસુથી ભીંજાય, પુત્ર વિવાહ નહીં કરે જાણી મુખ કરમાય. ૮ અર્થ :– પ્રભુ પાર્શ્વકુમારનો આવો ઉત્તર સાંભળીને રાજાના નયન આંસુથી ભીંજાઈ ગયા, અને વિચારવા લાગ્યા કે આ પુત્ર હવે વિવાહ કરશે નહીં એમ જાણી મોહવશ તેમનું મુખ કરમાઈ ગયું. IILII કમઠ જીવ મુનિ-ધાતથી પંચમ નરકે જાય, સત્તર સાગર દુખ ખમી, ત્રણ સાગર ભટકાય. ૯ અર્થ :– હવે કમઠનો જીવ મુનિ ભગવંતની ઘાત કરવાથી પાંચમી નરકે ગયો. ત્યાં સત્તર સાગરોપમ સુઘી દુઃખ ખમીને પશુગતિમાં પણ ત્રણ સાગરોપમ સુધી ભટક્યો. ।।।। પશુગતિમાં બહુ દુખ સહી પાપ પુર્ણ જ્યાં થાય, ક્રિયા શુભ કરતાં થયો મહીપાલ ન૨૨ાય. ૧૦ - અર્થ :— પશુગતિમાં ઘણા દુઃખ સહન કરીને જ્યાં પાપ પૂર્ણ થવા આવ્યા ત્યારે શુભક્રિયા કરતા તે મહીપાલ નામનો રાજા થયો. ।।૧૦।। વામા માતાના પિતા, માતામહ પ્રભુના ય, પટરાણી મરતાં ઘરે તપી ભેખ દુખદાય. ૧૧ અર્થ :— તે મહિપાલ રાજા, પ્રભુની માતા વામાદેવીના જ પિતા છે, માટે પ્રભુ પાર્શ્વકુમારના પણ - માતામ એટલે નાના થયા. તે રાજા મહીપાલે પોતાની પટરાણીનું મરણ થતાં દુઃખદાયી એવો તાપસનો વેષ અંગીકાર કર્યો. ||૧૧|| ભમતાં તપસી આવિયો નગર બનારસ બાર, વનવિહાર કરી પુરે આવે પાર્શ્વકુમાર. ૧૨ અર્થ :— તે તાપસ ભમતો ભમતો હવે બનારસ નગરની બહાર આવી ચઢ્યો. ત્યાં વનક્રીડા કરીને પાર્શ્વકુમાર પણ નગરમાં આવી રહ્યા હતા. ।।૧૨। Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ તપસી દેખી ઓળખે, ગજ-આરૂંઢ ભાણેજ; વંદન પણ કરતો નથી–ઉદ્ધત બાળ ગણે જ. ૧૩ અર્થ :- તાપસ પાર્શ્વકુમારને દેખીને ઓળખી લે છે કે આ તો હાથી પર આરૂઢ થયેલો મારો ભાણેજ છે. છતાં તે મને વંદન પણ કરતો નથી. માટે આ બાળક ઉદ્ધત છે એમ ગણવા લાગ્યા. /૧૩મા. તાપસ તપતો ધૂણઓ, કાષ્ઠ કાપવા જાય, ત્યાં પ્રભુ હિત ગણી બોલિયા: મા હણ, તાપસરાય. ૧૪ અર્થ :- વનમાં આ તાપસ પોતાની ચારેબાજા ધૂણી ઘપાવીને તપ તપે છે. ત્યાં ધૂણી અર્થે કાષ્ઠ એટલે લાકડું કાપવા તે જવા લાગ્યો ત્યારે અંતરમાં પ્રભુ તેનું હિત જાણીને બોલી ઊઠ્યા કે હે તાપસરાય! આ કાષ્ટને હણ મા! અર્થાત્ તેનો છેદ કર નહીં. ૧૪ નાગચુગલ એ કાષ્ઠમાં પેઠું છે છુપાઈ; વગર વિચાર્યું કાપશે તો જાણે છેદાઈ.” ૧૫ અર્થ – કારણ કે આ લાકડાની અંદર નાગ-નાગણિનું યુગલ છુપાઈને બેઠેલ છે. વગર વિચાર્યું આ લાકડાને કાપવાથી તે બિચારા જીવો છેદાઈ જશે. ૧૫ા. તપસી ક્રોધે ઘમઘમ્યો, “રે બાળક, નાદાન, હરિ-હર-બ્રહ્મા સમ ઘરે શું સચરાચર જ્ઞાન? ૧૬ અર્થ :- પ્રભુના આવા દયામય વચન સાંભળીને તે તાપસ ક્રોથથી ઘમઘમી ઉઠ્યો અને કહેવા લાગ્યો કે અરે બાળક, નાદાન તું શું બ્રહ્મા, વિષ્ણુ, મહેશની જેમ સચરાચર જ્ઞાન ઘરાવે છે? ચર એટલે હાલતા જીવો અને અચર એટલે સ્થિર એવા એકેન્દ્રિય જીવો વિષેનું કંઈ જ્ઞાન ઘરાવે છે? I૧૬ાા તપસી માતામહ છતાં, કરે ન વિનય-વિઘાન? મદવશ જ્ઞાની માનીને કેમ કરે અપમાન?” ૧૭. અર્થ - હું તપસી છું, તારી માતાનો પિતા છું, તારો નાનો છું. છતાં પણ તું મારા પ્રત્યે વિનયની રીત આચરતો નથી અને વળી અહંકારવશ પોતાને જ્ઞાની માની મારું અપમાન કરે છે ? ૧ણા. એમ વદી કુહાડીથી કાપે કાષ્ઠ મહાન, નાગ-નાગણી પણ હણે, તે ક્રોથી અજ્ઞાન. ૧૮ અર્થ - એમ કહીને તાપસે કુહાડીથી તે મોટું લાકડું કાપી નાખ્યું. તે ક્રોઘી એવા અજ્ઞાનીના કારણે નાગ-નાગણી પણ હણાઈ ગયા. ૧૮ાા કટકા સર્પ-શરીરના દેખી વદે કુમાર: “દયા ઘર્મનું મૂળ છે, જ્ઞાન જ પ્રથમ વિચાર. ૧૯ અર્થ - સાપના શરીરના કટકા થયેલા જોઈને પાર્શ્વકુમાર બોલી ઊઠ્યા કે “ઘર્મનું મૂળ દયા છે.” ઘર્મ આરાઘતા પહેલા જ્ઞાન મેળવવા પ્રયાસ કરવો જોઈએ. ૧૯ાા તપસી પાપ-તપ તું કરે, પોષે નિજ અજ્ઞાન, દયા ઘરે ન ઉર વિષે; વસે ન તપમાં જ્ઞાન.” ૨૦ Page #245 -------------------------------------------------------------------------- ________________ કમઠ તાપસ આવી શ્રી શાર્થીકાશ થી લાર્તાલાળ WITTTTTTTT !' Page #246 -------------------------------------------------------------------------- ________________ (૧૯) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૩ ૨૨૫ અર્થ :- હે તપસી! જેથી પાપ ઉપજે એવું તપ તું કરે છે અને પોતાના અજ્ઞાનને જ પોષે છે. કેમકે દયાઘર્મને તું હૃદયમાં ઘરતો નથી અને કેવળ તપ કરવાથી જ્ઞાન ઉપજતું નથી. ૨૦ના “તું કુંવર નિંદા કરે,” તાપસી બોલે એમ, પંચ પૅણી નિશદિન તપું, બાળક સમજે કેમ? ૨૧ અર્થ :- તપસી કહે તું કુંવર મારી નિંદા કરે છે. હું તો રાતદિવસ ચારેબાજુ ધૂણી લગાડીને અને ઉપર સૂર્યનો તાપ એમ પંચ પ્રકારે તાપાગ્નિને સહન કરું છું. તું બાળક આ વાતને શું સમજે? પારના વળી ઉપવાસ ઘણા કરું, ખાઉં સૂકાં પાન; એક પગે ઊભો રહું, કહું ખરું, તું માન.” ૨૨ અર્થ - વળી ઉપવાસ ઘણા કરું છું. ભોજનમાં પણ સૂકાં પાન ખાઉં છું અને એક પગે ઊભો રહું છું. આ હું તને ખરું કહું છું તે માન. //રરા. પ્રભુ કહે, “હિત ના થતું જો તપ હિંસાયુક્ત; વિવેક વણ વર્ચા થકી નહિ જીંવ-વઘથી મુક્ત. ૨૩ અર્થ – પ્રભુ પાર્શ્વકુમાર જવાબમાં કહેવા લાગ્યા કે જો તપ હિંસાયુક્ત છે તો તેથી આત્માનું કંઈ હિત થતું નથી. વિવેક વગર વર્તન કરવાથી કે જીવોના વઘથી કમોંથી મુક્ત થઈ શકાતું નથી. //ર૩રા. દયા વિના તપ પાપડ઼ેપ, જ્ઞાન વિના તનફ્લેશ; ખાંચે છોડાં કણરહિત શ્રમફળ મળે ન લેશ. ૨૪ અર્થ - જીવદયા વિનાનું તપ પાપરૂપ છે અને જ્ઞાન વિનાનું તપ તે માત્ર કાયક્લેશ છે. દાણા વિનાના છોડા ખાંડવાથી કરેલ શ્રમનું ફળ મળતું નથી, તેમ જ્ઞાન વિનાનું તપ પણ નિષ્ફળ છે. જીરા દાવાનલમાં અંઘ ન દોડે, પણ બળી જાય; તેમ કરો અજ્ઞાન તપ, પણ નહિ મુક્તિ થાય. ૨૫ અર્થ - દાવાનલમાં આંધળો માણસ ભલે દોડે પણ દ્રષ્ટિ નહીં હોવાથી ક્યાં જવું તે જાણી શકતો નથી, તેથી દાવાનલમાં તે બળી મરે છે. તેમ અજ્ઞાનસહિત તપ ગમે તેટલું કરો પણ તે મુક્તિને આપનાર થતું નથી. રપા પંગુ દેખે વન બળે, પણ દોડી ન શકાય; તેમ ક્રિયાવણ જ્ઞાન પણ નહિ મોક્ષે લઈ જાય. ૨૬ અર્થ - પાંગળો થયેલ માણસ વનને બળતું દેખે છતાં પણ તે દોડી શકતો નથી. તેમ ક્રિયા કર્યા વિના એકલું જ્ઞાન પણ જીવને મોક્ષે લઈ જાય એમ નથી. ર૬ જ્ઞાનસહિત આચાર જો, તો શિવનગર જવાય; આ હિત-વચન વિચારજો, શાંતિથી સુખ થાય.” ૨૭ અર્થ:- પણ સમ્યક્ જ્ઞાનની સાથે સમ્યક્ આચરણ હોય તો જ મોક્ષનગરમાં જવાય એવું છે. કહ્યું છે કે – “જ્ઞાન ક્રિષ્ણામ્ મોક્ષ:' - મોક્ષશાસ્ત્ર “જ્ઞાન સાથે ક્રિયા હોય તો જ મોક્ષની પ્રાપ્તિ છે.” Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ આ આત્માને પરમ હિતકારી વચન છે, તેનો વિચાર કરજો. વિચાર કરી આચરણમાં મૂકવાથી જીવના વિકલ્પો શમી જઈ શાંતિ થાય, અને હૃદયમાં શાંતિ થયે આત્માનું નિરાકુલ એવું સાચું સુખ અનુભવાય. ||રા નાગચુગલ સુણ જિનવચન, ક્રૂર ભાવ ભેલ જાય; પદ્માવતી-ઘરણેન્દ્ર થઈ ગાય ઘર્મ-મહિમા ય. ૨૮ અર્થ :- નાગ-નાગણી બન્ને ભગવાન પાર્શ્વનાથના આવા વચન સાંભળીને અંતરમાં ક્રૂર ભાવ ભૂલી ગયા અને ભગવાનના શરણમાં દેહત્યાગ કરીને ભવનવાસી ઘરણેન્દ્રદેવ અને પદ્માવતીદેવી નામે અવતર્યા. અને ત્યાં પણ વીતરાગ થર્મનો સદૈવ મહિમા ગાવા લાગ્યા. If૨૮ાા નાગ-યુગલના ભાગ્યનો મહિમા કહ્યો ન જાય, પ્રભુદર્શન-પ્રાપ્તિ થઈ મરણ-સમય સુખદાય! ૨૯ અર્થ :- નાગ-નાગણી યુગલના ભાગ્યનો મહિમા કહ્યો જાય તેમ નથી, કે જેને મરણ વખતે સુખદાયક એવા પ્રભુના દર્શનની પ્રાપ્તિ થઈ અને ઉત્તમ વચનો કર્ણગોચર થયા. રા. મરણાંતે તપસી થયો જ્યોતિષ સંવરદેવ, પ્રભુ પાર્શ્વ સહજે ઘરે પરોપકારની ટેવ. ૩૦ અર્થ:- તે તાપસ કરીને સંવર નામનો જ્યોતિષી દેવ થયો. અને પ્રભુ પાર્શ્વકુમાર સદા પરોપકાર કરવાની ટેવને ઘારણ કરીને જગતના જીવોને સુખ આપતાં કાળ નિર્ગમન કરવા લાગ્યા. IT૩૦ના ત્રીસ વર્ષની વય થતાં બનતો એક બનાવ; દૂત અયોધ્યા નૃપતણો દર્શાવે શુભ ભાવ. ૩૧ અર્થ :- ભગવાન પાર્શ્વકુમારની ત્રીસ વર્ષની ઉંમર થતાં એક બનાવ બન્યો. અયોધ્યાનગરીના રાજાનો દૂત આવી પ્રભુના દર્શન કરી કહેવા લાગ્યો કે અમારી અયોધ્યા નગરીના મહારાજા જયસેનને આપના પ્રત્યે ઘણો જ પ્રેમ છે, તેથી આ ઉત્તમ રત્નો વગેરે વસ્તુઓની ભેટ આપને મોકલાવી છે. ૩૧ાા પાર્શ્વ પ્રભુ દૂતને પૂંછે : “કેમ અયોધ્યા સાર?” હાથ જોડી દૂતે કહ્યા તીર્થંકર-અવતાર. ૩૨ અર્થ - પાર્થપ્રભુ દૂતને પૂછવા લાગ્યા કે અયોધ્યાનગરમાં સારભૂત શું છે? ત્યારે હાથ જોડી દૂત બોલી ઊઠ્યો કે પ્રભુ! અયોધ્યા નગરીમાં તો અનેક તીર્થકરોએ અવતાર લીધા છે. ભગવાન ઋષભદેવ, અજીતનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ અને અનંતનાથ પ્રભુની તે જન્મભૂમિકા છે. ૩રા દીક્ષા, મોક્ષતણી કથા સુણી જાગ્યો વૈરાગ્ય “સ્વર્ગ-સુખો બહુ ભોગવ્યાં દેવભવે, અવ જાગ્ય. ૩૩ અર્થ :- પૂર્વ તીર્થકરોની તથા મોક્ષપ્રાપ્તિની કથા સાંભળીને પ્રભુને તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો. અરે! પૂર્વે દેવના ભવમાં સ્વર્ગલોકના સુખો પણ આ જીવે ઘણીવાર ભોગવ્યા છતાં તૃપ્તિ થઈ નહીં, માટે હે જીવ, હવે તું જાગ. ૩૩ Page #248 -------------------------------------------------------------------------- ________________ (૧૯) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૩ ૨૨ ૭ ત્યાં તૃપ્તિ જો ના થઈ, નરભવમાં શું થાય? સાગરજળથી ના છીપી તૃષ્ણા ટીપે જાય? ૩૪ અર્થ - સ્વર્ગના સુખોથી પણ જીવને તૃપ્તિ થઈ નહીં તો આ મનુષ્યલોકના તુચ્છ સુખોથી તૃપ્તિ કેવી રીતે થશે? સમુદ્રના જળથી જે તૃષા છીપી નહીં તે માત્ર જળના બિંદુ વડે કેમ છીએ? ૩૪ ઘનથી અગ્નિ વધે, નથી ન જલધિ ઘરાય, તેમ જ તૃષ્ણા પણ વધે ભોગે કદી ન શકાય. ૩૫ અર્થ :- લાકડા નાખવાથી જેમ અગ્નિ વધે છે, નદીઓના જળથી જેમ જલધિ એટલે સમુદ્ર ઘરાતો નથી. તેવી જ રીતે તૃષ્ણા પણ ભોગથી વૃદ્ધિ પામે છે પણ કદી શકાતી નથી. રૂપા અસિ-ઘારે મઘ ચાટતાં ક્ષણ મુખ મીઠું જેમ, જીભ કપાતાં દુખ ઘણું વિષમ વિષય-ફળ તેમ. ૩૬ અર્થ - અસિ એટલે તરવારની ઘાર ઉપર ચોંટેલ મઘને ચાટતાં ક્ષણ માત્ર મોટું મીઠું લાગે, પણ તરવારની ઘારથી જીભ કપાઈ જતાં તેનું દુઃખ ઘણું ભોગવું પડે છે. તેમ પાંચ ઇન્દ્રિયના વિષયો ભોગવતા તો ભલા લાગે પણ તેના ફળ ઘણા વિષમ દુઃખકર આવે છે. ૩૬ જીવ વિષયવશ ના ઘરે હૃદયે ગુરુ-ઉપદેશ; પાપ બહુવિઘ આચરે, દયા ઘરે નહિ લેશ. ૩૭ અર્થ - વિષયને વશ પડેલો આ જીવ શ્રી ગુરુના ઉપદેશને હૃદયમાં ઘારણ કરતો નથી અને અનેક પ્રકારના પાપ આચરે છે, પણ પોતાના આત્માની દયાને લેશ માત્ર પણ હૃદયમાં વિચારતો નથી. //૩ણા અસત્ય, ચોરી, જારીનું વિષય-પોષ છે મૂળ; પરિગ્રહ, આરંભો સહું તે અર્થે, જીંવ-શુળ. ૩૮ અર્થ - જૂઠ બોલવું કે ચોરી કરવી કે વ્યભિચાર સેવવા એ બઘાનું મૂળ તો વિષય પોષવાની કામના છે, પરિગ્રહ ભેગો કરવો કે પાપ કાર્યના આરંભો કરવા તે સર્વ આના અર્થે છે. આવી મોહમયી પ્રવૃત્તિ જીવને કર્મ બંઘાવનાર હોવાથી તે શૂળરૂપ જ છે. [૩૮ાા જન સામાન્ય સમાન મેં ખોયાં વર્ષ અનેક, મમતાવશ તપ ના કર્યું, હવે ઘરું દૃઢ ટેક. ૩૯ અર્થ :- સામાન્ય લોકોની જેમ મેં અનેક વર્ષ જીવનના ખોઈ નાખ્યા. મમતાને વશ થઈ તપ પણ ના કર્યું. હવે તૃઢપણે ટેકને ઘારણ કરું, અર્થાત્ ઋષભદેવાદિ ભગવંતો જે માર્ગે ગયા તે માર્ગે જવાનો હવે દ્રઢ નિશ્ચય કરું. ૩૯. કરવી ઢીલ ઘટે નહીં, નરભવ આ વહીં જાય.” ભોગ-વિમુખ થઈને પ્રભુ ત્યાગે તત્પર થાય. ૪૦ અર્થ :- હવે ઢીલ કરવી ઉચિત નથી, અર્થાત્ સામાન્ય મનુષ્યની જેમ સંયમ વગર હવે કાળ નિર્ગમન કરવો મને ઉચિત નથી. મનુષ્યભવની અમૂલ્ય ક્ષણો સમયે સમયે વ્યતીત થઈ રહી છે એમ વિચારી પ્રભુ પાર્શ્વકુમાર ભોગથી વિમુખ થઈ સંસારને ત્યાગવા તત્પર થયા. ૪૦. l Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ લોકાંતિક સુર આવિયા જાણી જિન-વૈરાગ્ય; સ્તુતિમંગલમય ઉચ્ચરેઃ ઘ !જિન, મહાભાગ્ય. ૪૧ અર્થ - ભોગથી વિમુખ અને મોક્ષની સન્મુખ એવા પ્રભુના વૈરાગ્ય જાણી લોકાંતિક દેવો ત્યાં આવી ચઢ્યા. ભગવાનની મંગલમય સ્તુતિ કરીને કહેવા લાગ્યા કે હે મહા ભાગ્યવાન! ઇન્દ્રિયોને જીતનાર જિન આપને ઘન્ય છે.” II૪૧ના ઉદાસીન-અસિ આપની દેખી મોહ પલાય, શિવ-રમણી રાજી થઈ, ભવિજન-મન હરખાય. ૪૨ અર્થ - પ્રભુની ઉદાસીનતારૂપી અસિ એટલે તરવારને જોઈને ચારિત્રમોહની સેના ભાગવા માંડી. તેથી મોક્ષરૂપી રમણી રાજી થઈ કે હવે મને પ્રભુ આવીને મળશે. તેમજ ભવ્યાત્માઓના મન પણ પ્રભુનો વૈરાગ્યભાવ જોઈ હર્ષિત થયા. ૪રા ભવજળ નિજ ભુજા બળે કેમ અપાર તરાય? પ્રભુવાણીવિમાનથી બહુજન શિવપુર જાય. ૪૩ અર્થ :- આ સંસારરૂપી અપાર સમુદ્ર પોતાના ભુજબળે કેમ કરી શકાય? એ તો પ્રભુવાણીરૂપ વિમાનમાં બેસીને ઘણા ભવો ભવસમુદ્રને ઓળંગી મોક્ષનગરીએ જાય છે. માટે આપનો આ સંસારત્યાગ ઘણા જીવોને કલ્યાણકારક થશે. ૪૩. સ્વયંબુદ્ધને બોઘ આ, રવિ જોવાને દીપ; અણઘટતું અમને છતાં, વિનતિ આપ સમીપઃ ૪૪ અર્થ :- સ્વયંબુદ્ધ એવા આપ પ્રભુ સમક્ષ આવા બોઘસ્વરૂપ વચનો ઉચ્ચારવા તો સૂર્યને જોવા માટે દીપક ઘરવા સમાન છે. તે અમને અઘટિત છે, છતાં આપ સમીપ અમે એક વિનંતિ કરવા આવ્યા છીએ. II૪૪ અવસર આ દીક્ષાતણો જણાવવાને કાજ, અમે નિયોગે આવિયે; જાણો છો જિનરાજ.”૪૫ અર્થ :- આ અવસર આપનો દીક્ષા ગ્રહણ કરવાનો છે. એમ જણાવવાને માટે અમે નિયોગથી આવ્યા છીએ. તે હે જિનરાજ ! આપ તો સર્વ જાણો છે. અનાદિકાળથી આવી પ્રથા છે કે ભગવાનને વૈરાગ્ય ઉપજે ત્યારે પાંચમા દેવલોકના અંતમાં રહેનારા આ બ્રહ્મચારી એકાવતારી લોકાંતિક દેવો આવીને પ્રભુને ઘર્મોદ્ધાર કરવા દીક્ષા ગ્રહણ કરવાની વિનંતિ કરે છે. પાપા પ્રભુ-ચરણે વંદન કરી લોકાંતિક સુર જાય, સૌથર્માદિ સ્વર્ગના ઇન્દ્રાદિક હરખાય. ૪૬ અર્થ:- પ્રભુના ચરણકમળમાં વંદન કરીને આ લોકાંતિક દેવો પોતાના સ્થાને ગયા. પછી પ્રભુના દીક્ષા ગ્રહણ કરવાના ભાવ જાણી સૌઘર્મ આદિ સ્વર્ગલોકના ઇન્દ્રો પણ હર્ષિત થયા. ||૪૬ તપ-કલ્યાણક કારણે આવે દેવ અનેક; ક્ષીર-સાગર જળ લાવીને કરે પ્રભુ-અભિષેક. ૪૭ અર્થ :- પ્રભુના તપ કલ્યાણક અથવા દીક્ષા કલ્યાણક નિમિત્તે લાખો દેવો આવી પહોંચ્યા. ક્ષીર Page #250 -------------------------------------------------------------------------- ________________ (૧૯) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૩ ૨ ૨૯ સમુદ્રથી જળ લાવીને પ્રભુનો અભિષેક કર્યો. II૪ના વસ્ત્રાલંકારે સજી વિમળા પાલખીમાં ય. પાર્થપ્રભુ પઘરાવીને મેંકે અશ્વવનમાં ય. ૪૮ અર્થ - વસ્ત્ર અને અલંકારવડે પ્રભુને શણગારી વિમળા નામની પાલખીમાં પાર્થપ્રભુને બિરાજમાન કર્યા. તે પાલખીને ઉપાડી પ્રભુને અશ્વ નામના વનમાં લઈ ગયા. ૪૮ાા ઇન્દ્ર ઉપાડે પાલખી, અપાર જિન મહિમા ય! વડની નીચે ઊતરી, પ્રભુ દિગંબર થાય. ૪૯ અર્થ - પ્રભુની પાલખીને ઇન્દ્રોએ ઉપાડી. કેમકે જિન એવા પ્રભુનો મહિમા અપરંપાર છે. અશ્વવનમાં પ્રભુ વડની નીચે ઊતરી સર્વ વસ્ત્રાદિને પરિહરી દિગંબર થયા. દિગુ એટલે દિશા અને અંબર એટલે વસ્ત્ર, અર્થાત દિશા છે વસ્ત્ર જેના એવા દિગંબર થયા. IT૪૯ાા. પ્રભુ પંચ મુષ્ટિ વડે ઉપાડે શિર-કેશ, સર્વે પરિગ્રહ તર્જી બન્યા યથાજાત પરમેશ. ૫૦ અર્થ :- હવે પ્રભુએ પંચ મુષ્ટિ વડે માથાના સર્વ વાળ ઉખેડી નાખી, સર્વ પરિગ્રહને તજી દઈ, યથાજાત એટલે જેવા જન્મ્યા હતા તેવા દિગંબર બનીને તે પરમેશ્વરરૂપે હવે શોભવા લાગ્યા. /પા. માગશર વદિ એકાદશી પંચ-મહાવ્રતવાન, પાર્શ્વ-પ્રભુ સંયમ બળે લે મનપર્યવજ્ઞાન. ૫૧ અર્થ - માગશર વદી અગ્યારસને દિવસે પ્રભુ પંચમહાવ્રતધારી મુનિ બન્યા. તે જ દિવસે સંયમના બળે પાર્થપ્રભુને મનપર્યવજ્ઞાન ઉપર્યું. ૧પ૧પ. દેવ ગયા નિજ સ્થાનકે, પ્રભુ આરાઘે યોગ, ઘરે મૌન સમભાવ સહ, ટળે કર્મફૅપ રોગ. પર અર્થ :- સર્વ દેવો પોતપોતાના સ્થાને ગયા. અને પ્રભુ હવે મન વચન કાયાના યોગને સ્થિર કરવામાં તત્પર થયા. મૌનવ્રત ઘારણ કર્યું. અને આવેલ કર્મના ઉદયને સમભાવે સહન કરવા લાગ્યા. જેથી તેમનો કર્મરૂપી રોગ નાશ પામવા લાગ્યો. પરા દયા સ્વામીની સૌ ઉપર, સર્વતણા રખવાળ; જગવિજયી મોહાદિના ખરેખરા ક્ષય-કાળ. ૫૩ અર્થ :- પ્રભુની દયા સર્વ જીવો ઉપર છે. તે જીવની રક્ષા કરનાર છે. પણ જગત ઉપર વિજય મેળવનાર એવા મોહાદિ શત્રુઓને ક્ષય કરવા માટે તો ખરેખરા તે કાળ જેવા છે. પિયા વેર તજે વનચર ઑવો, ઘરે પરસ્પર પ્રીત, સિંહ રમાડે અજશિશું તલ્લું વર્તન વિપરીત.૫૪ અર્થ :- પ્રભુ જ્યાં વિચરે છે ત્યાં વનચર જીવો વેરભાવને ભૂલી જઈ પરસ્પર પ્રેમભાવે વર્તે છે. સિંહ જેવા કુર પ્રાણીઓ પણ પોતાનું વિપરીત વર્તન તજી દઈને અજ એટલે બકરીના બચ્ચાને પ્રેમપૂર્વક રમાડે છે. આ બધો પ્રભાવ જીવદયાથી ભરપૂર એવા પાર્શ્વ પ્રભુનો છે. પિત્તા Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ એક વખત દીક્ષાવને પ્રભુ ઊભા બન શાંત; જ્યોતિષી સંવર કમઠર્જીવ જાય ગગન એકાંત. ૨૫ અર્થ :- એક વખત, જ્યાં દીક્ષા લીધી હતી તે જ વનમાં શાંત બનીને પ્રભુ ધ્યાનમાં ઊભા છે. ત્યાં કમઠનો જીવ જે સંવર નામે જ્યોતિષી દેવ થયો છે તે એકલો આકાશમાં થઈને જાય છે. પપાા વિમાન પ્રભુ પર ખળી રહે નભમાં છત્ર સમાન; અવધિજ્ઞાને દેવને થયું વેરનું ભાન. ૫૬ અર્થ :- સંવરદેવનું વિમાન પ્રભુ ઉપર આવતા છત્ર સમાન થઈને અટકી ગયું. ત્યારે અવધિજ્ઞાનથી જાણતાં તે દેવને પ્રભુ સાથે પોતાના પૂર્વભવના વેરનું સ્મરણ થયું. /પકા ક્રોઘ કરી વર્ષાવતો વર્ષા મુશળઘાર, પ્રબળ વાયુ ફૂંકી કરે જળથળ એકાકાર. ૫૭ અર્થ :- તેથી હવે ક્રોઘ કરીને પ્રભુ ઉપર તે મુશળધાર વરસાદ વર્ષાવવા લાગ્યો. માયાના બળે પ્રબળ વાયુ ફેંકીને જળ અને થળ એકાકાર ભાસે, સર્વત્ર પાણી જ દેખાય એમ કરવા લાગ્યો. //પણા ઘર કરાળ વૈક્રિયરૃપ બન નિર્દય દે ત્રાસ; અડોલ પ્રભુ ઊભા રહ્યા, ઉપસર્ગો સહીં ખાસ. ૫૮ અર્થ :- વૈક્રિય લબ્ધિવડે ભયંકર વિકરાળ રૂપ ઘારણ કરીને નિર્દય બની તે પ્રભુને ત્રાસ આપવા લાગ્યો. પણ પ્રભુ તો ઉપસર્ગોને સહન કરતાં અડોલપણે ત્યાં જ ઊભા રહ્યાં. પ૮ રત્નદીપની જ્યોતિ ના હાલે પવને જેમ, ચિત્ત અચલ પ્રભુનું રહ્યું આપત્તિમાં તેમ. ૫૯ અર્થ:- રત્નદીપકની જ્યોતિ કદી પવન વડે ચલાયમાન થાય નહીં, તેમ આપત્તિમાં પણ પ્રભુનું ચિત્ત સ્થિરતાને ભજે છે. પલા મેરુગિરિ ડોલે નહીં પ્રલય-પવનમાં જેમ, પાર્શ્વપ્રભુનો દેહ પણ હાલ્યો અલ્પ ન એમ. ૬૦ અર્થ – પ્રલયકાળનો પવન ફૂંકાય ત્યારે પણ મેરુપર્વત ડોલાયમાન થાય નહીં. તેમ પાર્થપ્રભુનો દેહ પણ કિંચિત્માત્ર હાલ્યો નહીં. ૬૦ના વિશ્વપૂજ્ય જિનચંદ્ર પર શૂળ નાખે એ દેવ, નિજ શિર પર આવી પડે, થિક દુર્જન કુટેવ. ૬૧ અર્થ :- વિશ્વપૂજ્ય તથા જિનોમાં ચંદ્રમા સમાન એવા પ્રભુ ઉપર તે દેવ ધૂળ નાખે પણ તે જ પોતાના શિર ઉપર આવીને પડે છે. દુર્જનની આવી કુટેવને સદા ધિક્કાર છે. ૬૧. પ્રભું થકવવા પાર્ટીની રેલ ચઢાવી તુર્ત, કટિ-કંઠ-પૅર પૅર ચઢ્યું ચહે મારવા ઘૂર્ત. ૬૨ અર્થ - પ્રભુને થકવવા માટે તેણે વેગમાં પાણીની રેલ ચઢાવી. કટિ એટલે કમર સુઘી તથા Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વપ્રભુ ઉપર કલાકની ઉપસાર્થ Page #253 -------------------------------------------------------------------------- ________________ (૧૯) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૩ કંઠપુર એટલે ગળા સુધી પાણીનું પૂર ચઢાવી તે ધૂર્ત પ્રભુને મારવા ઇચ્છે છે. કરા પુણ્ય-ઉદયથી કંપતાં આસન એકાએક; ઘરણીન્દ્ર પદ્માવતી દોડી આવે છેક. ૬૩ અર્થ – પ્રભુના પુણ્યોદયે એકાએક ધરણીન્દ્ર તથા પદ્માવતીના આસન કંપાયમાન થયા. તેથી અવધિજ્ઞાનવર્ડ જાણીને તરત જ પ્રભુ પાસે તે દોડી આવ્યા. ।।૩।। પ્રભુ-ચરણ-તળ સ્પર્શીને, નિજ પીઠે ઘી પાય, જળ ઉપર પ્રભુ આણિયા; ફણા છત્રરૂપ થાય. ૬૪ ૨૩૧ == અર્થ :– પ્રભુના ચરણતળનો સ્પર્શ કરી, તે ચરણને પોતાની પીઠ ઉપર ધરી, આવેલ પૂરના જળની ઉપર પ્રભુને લાવી દીધા, તથા પ્રભુના શિર ઉપર છત્રરૂપે નાગની ફણાઓ ધારણ કરીને રહ્યો. ॥૬૪ના પદ્માવર્તી પૂજા કરે સ્તુતિ મનોહર ગાય; સંવર ફર્ગાપતિ-વૃષ્ટિથી ડરીને નાસી જાય. ૬૫ અર્થ :— પદ્માવતી દેવી પ્રભુની પૂજા કરીને મનોહર સ્તુતિ ગાવા લાગી. હવે તે સંવરદેવ જે પ્રભુને - ઉપસર્ગ કરતો હતો તે આ ફણીપતિ ઘરણેન્દ્રની દૃષ્ટિ પડતાંજ ડરીને ભાગી ગયો. ।।૬૫।। કોલાહલ મટતાં પ્રભુ સપ્તમ ગુણસ્થાન, સ્થિર થઈને આદ૨ે નિર્વિકલ્પક ધ્યાન. ૬૬ અર્થ ઃ– આ કોલાહલ મટતાં પ્રભુ ધ્યાનમાં જે સાતમા ગુણસ્થાનમાં હતા, ત્યાંથી હવે વિશેષ સ્વરૂપમાં સ્થિરતા કરીને નિર્વિકલ્પ ધ્યાનને આદરવા લાગ્યા. II) પ્રથમ શુક્લપદ ઘ્યાનમાં ક્ષપશ્રેણિ બળ સાર; બની શકે તો સર્વનો મોહ દહે, નહિ વાર. ૬૭ અર્થ :– હવે પ્રભુ આઠમા ગુન્નસ્થાનમાં આવીને શુક્લધ્યાનનો પ્રથમ ભેદ તે પૃથકત્વવિતર્ક વીચાર નામે છે, તેને આદરવા લાગ્યા અને બળવાન સારરૂપ જે ક્ષપશ્રેણિ છે તે પર આરૂઢ થયા. આ શુક્લધ્યાનની ક્ષપકશ્રેણિમાં એટલું બળ છે કે જો બની શકતું હોય તો સર્વ જીવોના મોહનીયકર્મને તે બાળી નાખે, તેમાં વાર લાગે નહીં. પણ બીજાના કર્મોને કોઈ લઈ શકતું નથી, તેથી તેમ થઈ શકતું નથી. ।।૬૩|| બીજા શુક્લપદ ઘ્યાનથી પ્રગટે કેવળજ્ઞાન; ફાગણ વદિ ચૌદશ દિને જ્ઞાન-મહોત્સવ માન. ૬૮ અર્થ :- હવે પૃથકત્વવિતર્ક વીચાર નામના શુધ્યાનના પ્રથમ ભેદવડે જેના કષાયો ક્ષય થઈ ગયા છે તે મહામુનિ બીજા એકત્વવિતર્ક અવીચાર નામના શુક્લધ્યાનને ઘ્યાવવાને યોગ્ય બને છે. તેથી ક્ષણમાત્રમાં તે સર્વ ધાતીયાકર્મનો નાશ કરી દેવળજ્ઞાન પ્રગટાવે છે. આ એકત્વવિતર્ક અવીચાર નામના બીજા શુક્લધ્યાનમાં યોગીપુરુષ પૃથકત્વરહિત એટલે જુદી જુદી રીતે વિચારરહિત પણ વિતર્ક એટલે ભાવશ્રુતસહિત એવું ધ્યાન કરતા એક દ્રવ્ય, એક અણુ અથવા એક પર્યાયને એક યોગથી ચિંતવન કરે છે. તેથી આ ઘ્યાનરૂપી અગ્નિની જ્વાલાથી દર્શનાવરણ, જ્ઞાનાવરણ, Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ મોહનીય અને અંતરાયકર્મના આવરણોને ક્ષણમાત્રમાં તે નષ્ટ કરી દે છે. અને કેવળજ્ઞાન પ્રગટાવી અત્યંત શુદ્ધ બની સમસ્ત લોકાલોકને તે યથાવત્ નિહાળે છે. તે સમયે ભગવાન સર્વકાળને માટે સર્વજ્ઞ બની જાય છે. અને અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્યના સ્વામી થાય છે. ભાવથી તે ભગવંત મુક્ત બની જાય છે. એવું કેવળજ્ઞાન પ્રભુ પાર્શ્વનાથને ફાગણ વદી ચૌદસના દિવસે ઉત્પન્ન થયું. તે દિવસ પ્રભુના કેવળજ્ઞાન મહોત્સવનો છે. ૬૮ સર્વોપર ઉપકાર આ કલ્યાણકને કાજ, અતિ ઉત્સાહે આવિયો દેવેન્દ્રાદિ સમાજ. ૬૯ અર્થ :- સર્વોપરી ઉપકારી એવા આ કેવળજ્ઞાન કલ્યાણકને ઊજવવા માટે અતિ ઉત્સાહપૂર્વક ઇન્દ્રો દેવો વગેરે ત્યાં આવી પહોંચ્યા. અનુપમ સમવસરણ રચે ઉમટે ભવિર્જીવ ત્યાંય, પામે સુર-નર-વૃંદ ને પશુ-પંખી શિવછાંય. ૭૦ અર્થ :- દેવોએ અનુપમ સમવસરણની રચના કરી. જે જોઈને ભવ્ય લોકોના ટોળા ઉમટવા લાગ્યા. ત્યાં સમવસરણમાં દેવો અને મનુષ્યોના વૃંદ એટલે સમૂહ તથા પશુપક્ષીઓ પણ શિવછાંય એટલે આત્મકલ્યાણ કરવા માટે પ્રભુના ઉપદેશથી શીતળ છાયાનો અનુભવ કરવા લાગ્યા. I૭૦ાા દયાઘર્મ-મૂર્તિ પ્રભુ, અનહદ ધ્વનિ-ઉપદેશ, સમજે સૌ નિજ વાણીમાં રહે ન સંશય લેશ. ૭૧ અર્થ - દયાઘર્મની મૂર્તિ સમા પ્રભુ અનહદ એવી ૐકાર ધ્વનિવડે ઉપદેશ આપવા લાગ્યા. સર્વ જીવો પ્રભુના વચન અતિશયવડે પોતપોતાની ભાષામાં પ્રભુની વાણીને સમજવા લાગ્યા. કોઈને પણ લેશમાત્ર સંશય રહ્યો નહીં, અર્થાત્ સર્વની શંકાનું સમાધાન થઈ ગયું. ૭૧ના શત્રુ મિત્ર બની જતા સમવસરણની માંય, સર્પ-ફેણ પર દેડકાં રમે, ભીતિ નહિ કાંય. ૭૨ અર્થ - પ્રભુના સમવસરણની અંદર શત્રુઓ પણ મિત્ર બની જાય છે. સર્પની ફેણ ઉપર દેડકા રમે છે, તેમને પણ સર્વથી કોઈ ભીતી એટલે ભય લાગતો નથી. II૭રા બિલાડી-પગ ફૂંકતા ઉંદર ભય સૌ ખોય, મૃગપતિશિર મૃગ ચાટતા, પ્રેમ પરસ્પર હોય. ૭૩ અર્થ – બિલાડીના પગને નિર્ભય બનીને ઉંદર ફૂંકે છે. મૃગપતિ એટલે સિંહના મસ્તકને મૃગ એટલે હરણ ચાટે છે. એમ પરસ્પર એક બીજા પ્રત્યે પ્રેમભાવ દર્શાવે છે. સમવસરણમાં એવો પ્રભુનો પ્રતાપ છે કે જેના યોગબળે શત્રુઓ પણ પોતાના શત્રુત્વને ભૂલી જાય છે. ll૭૩મા ઇન્દ્ર પૂંજા પ્રભુની કરે સ્તુતિ કરી બેસી જાય; સ્વયંભૂં ગણઘર ગુણ મહા પ્રશ્ન પૂંછે સુખદાયઃ ૭૪ અર્થ - સમવસરણમાં પ્રથમ ઇન્દ્ર પ્રભુની સ્તુતિ કરીને બેસી જાય છે. પછી દશ ગણઘરોમાંના Page #255 -------------------------------------------------------------------------- ________________ મીરપુરમાં શ્રી ભીડભંજનપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા Page #256 -------------------------------------------------------------------------- ________________ (૧૯) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૩ ૨૩૩ મુખ્ય એવા સ્વયંભૂ નામના મહાગુણી ગન્નઘર, ભવ્યોના કલ્યાણ અર્થે સુખદાયક એવા પ્રશ્નો પ્રભુને પૂછવા લાગ્યા. ॥૪॥ “શું પ્રભુ જગમાં જાણવું? ભજવું, તજવું શું ય? ચાર ગતિ શાથી થતી? ઇચ્છું સુણવા હું ય.” ૭૫ અર્થ :– હે પ્રભુ ! આ જગતમાં જાણવા યોગ્ય શું છે ? તથા ભજવા યોગ્ય અને તજવા યોગ્ય શું છે ? તેમજ ચારગતિમાં જીવને શા કારણથી જવું પડે છે? એ વિષે હું પણ આપના મુખેથી સાંભળવા ઇચ્છું છું, તે કૃપા કરી કહો. ।।૭૫) * ‘“સુણ સ્વયંભૂ,” પ્રભુ કહે,‘સસ તત્ત્વસમુદાય, મુખ્ય જાણવા યોગ્ય છે; તેથી શ્રદ્ધા થાય.' ૭૬ અર્થ :– ત્યારે હવે પ્રથમ શું જાણવા યોગ્ય છે તે પ્રભુ કહે છે – પ્રભુ કહે, હે સ્વયંભૂ! તે સાંભળ. સાત તત્ત્વોનો સમુદાય એ જ મુખ્ય જાણવા યોગ્ય છે. જીવ, અજીવ, આસ્રવ, સંવર, બંધ, મોક્ષ અને નિર્જરા આ સાત તત્ત્વો છે. તે જાણવાથી જ જીવને પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય છે અને તેની શ્રદ્ધા થાય છે. ।।૭૬।। જન્મ-મરણ જેથી ટળે, મોક્ષ-માર્ગ સમજાય, શિવકારણ જે ભાવ તે ગ્રહવા યોગ્ય ગણાય. ૭૭ અર્થ – તથા તે શ્રદ્ધા સહિત સંયમધર્મ પાળવાથી જીવના સર્વકાળના જન્મમરણ ટળે છે. આ મુખ્ય સાત તત્ત્વો જાણવાથી મોક્ષનો માર્ગ જીવને સમજાય છે. તથા મોક્ષના કારણરૂપ જે શુદ્ધભાવ છે તે ગ્રહણ કરવા યોગ્ય છે એમ જીવને લાગે છે. [૭૭]ા પ્રગટ-આત્મસ્વરૂપ નર ભજવા યોગ્ય મહાન, જેના વચનબળેવો પામે પદ્મ નિર્વાણ. ૭૮ અર્થ :– હવે શું ભજવા યોગ્ય છે તે જણાવે છે કે : મોક્ષની પ્રાપ્તિ અર્થે જેને આત્મસ્વરૂપ પ્રગટ છે તે જ મહાન પુરુષ સદૈવ ભજવા યોગ્ય છે. તે મહાપુરુષના વચનબળ જીવો મોક્ષમાર્ગ પામી નિર્વાણ એટલે મોક્ષપદને પામે છે. ।।૮।। દુઃખરૂપ જગવાસ આ, વિષયસુખો દુખમૂળ; વિષમ ભયંકર ભવ ગણી, તજ ભવભાવની શૂળ. ૭૯ અર્થ :— હવે શું તજવા યોગ્ય છે તે પ્રભુ જણાવે છે ઃ– આ જગતમાં વાસ કરવો એ જ દુઃખરૂપ છે. પાંચ ઇન્દ્રિયના વિષયમાં સુખની કલ્પના એ જ દુઃખનું મૂળ છે. આ સંસારને વિષમ અને ભયંકર જાણી, તે ભવભાવ એટલે સંસારભાવનાના મૂળ કારણ એવા રાગદ્વેષને શૂળરૂપ જાણી તેનો સર્વથા ત્યાગ કર. ૫૭૯૫ નકાદિક જગદુઃખનું પાપકર્મ છે મૂળ; સ્વર્ગાદિક સુખસંપદા પુણ્ય થકી અનુકૂળ. ૮૦ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ હવે ચાર ગતિમાં જવાના કારણ શું છે તે જણાવે છે : અર્થ - જગતમાં નરક, તિર્યંચાદિ ગતિઓમાં દુઃખ ભોગવવાનું મૂળ કારણ તે પાપકર્મ છે. હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ મૂર્છા અથવા સાત વ્યસન વગેરેથી જીવને પાપનો બંઘ થાય છે. તથા સ્વર્ગ, મનુષ્યાદિ ગતિયોમાં સુખસંપત્તિની અનુકૂળ સામગ્રી મળવી તે પુણ્ય થકી મળે છે. દાન, શીલ, તપ, ભાવ, ભક્તિ, સ્વાધ્યાય અને જપ આદિ કરવાથી જીવને પુણ્યનો બંધ થાય છે. ૧૮૦ના સતતત્ત્વમાં પ્રથમ જીંવ, નિજ ભૂંલથી ભમનાર, વ્યવહારે સંસાર ર્જીવ કર્મયોગ ઘરનાર. ૮૧ અર્થ - હવે જાણવા યોગ્ય જે સાત તત્ત્વ છે, તેને વિસ્તારથી સમજાવે છે : સાત તત્ત્વમાં પ્રથમ જીવ તત્ત્વ છે. જીવ પોતાના સ્વરૂપને ભૂલી જઈ પરને પોતાનું માની તે પ્રત્યે રાગદ્વેષ કરી આ સંસારમાં ભમ્યા કરે છે. વ્યવહારથી આ સંસારી જીવ કર્મયોગ સહિત છે. ૧૮૧ાા નિશ્ચય નિજ સ્વરૂપ તો શિવસુખનો ભંડાર; સર્વ કર્મ સત્સાઘને ક્ષય કીઘે ભવપાર– ૮૨ અર્થ – નિશ્ચયનયથી એટલે મૂળસ્વરૂપે જોતાં તો પોતાનો આત્મા જ મોક્ષસુખનો ભંડાર છે. સર્વ કમને સત્સાઘન વડે એટલે મોક્ષના ઉપાય એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિઆદિ વડે ક્ષય કરવાથી આ જીવ ભવપાર થઈ શકે એમ છે. ૮૨ા. લોકશિખર પર સિદ્ધ ઑવ અનંત શિવપદમાંહીં, પ્રગટ અનંત ગુણો સહિત, વસે આત્મસુખમાંહી. ૮૩ અર્થ - લોકશિખર એટલે લોકના અંતભાગમાં ભવપાર થયેલા અનંત સિદ્ધ જીવો સર્વકર્મથી મુક્ત એવા શિવપદમાં પોતાના અનંત પ્રગટ ગુણો સહિત આત્મસુખમાં બિરાજમાન થઈને રહેલા છે. દવા પુદ્ગલ, ઘર્મ, અથર્મ, નભ, કાલ, અર્જીવ અવઘાર; જીવ, અર્જીવ બે તત્ત્વકૅપ, દ્રવ્ય છયે વિચાર. ૮૪ અર્થ :- છ દ્રવ્યોનું બનેલું આ આખું વિશ્વ છે. તેમાંના જીવ દ્રવ્યની વાત ઉપરની ગાથાઓ વડે જણાવી. હવે બીજા દ્રવ્યો તે પુદ્ગલ, ઘર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, નભ એટલે આકાશાસ્તિકાય અને કાળ દ્રવ્ય છે. આ પાંચે અજીવ દ્રવ્ય છે એમ હું માન. સંક્ષેપમાં જીવ અને અજીવ તત્ત્વ કહેતા તેમાં આ છએ દ્રવ્યોનો વિચાર સમાઈ જાય છે, કેમ કે એક જીવ દ્રવ્ય વિના બાકીના બઘા દ્રવ્યો અજીવ કહેતા જડ દ્રવ્યો છે. જે પોતે કોણ છે તેને પણ જાણતા નથી. ૮૪ આસ્રવ, સંવર, નિર્જરા, બંઘ, મોક્ષ પણ તેમ; જીવ-અજીવ-દશા કહી સૌ સર્વજ્ઞ એમ. ૮૫ અર્થ - તેમ આસ્રવ, સંવર, નિર્જરા, બંઘ અને મોક્ષતત્ત્વ એ જીવ અને સજીવ એમ બે તત્ત્વોના મિશ્રણથી ઉત્પન્ન થયેલી સર્વ અવસ્થાઓ છે એમ શ્રી સર્વશે જણાવ્યું છે. ૮પાા પુગલ મુખ્ય અજીવમાં, કર્મરૂપ એ થાય, પંચેન્દ્રિય, મનનો વિષય શૂલપણે સમજાય. ૮૬ Page #258 -------------------------------------------------------------------------- ________________ (૧૯) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૩ ૨૩ ૫. અર્થ - જીવ તત્ત્વ સિવાય બાકી બધા અજીવ તત્ત્વ છે. તે અજીવ તત્ત્વમાં પણ મુખ્ય પુગલ દ્રવ્ય છે, જે કર્મરૂપે પરિણમે છે. પુદ્ગલની બનેલી કાર્મણ વર્ગણાઓને કર્મરૂપે પરિણાવવામાં પાંચ ઇન્દ્રિયો અને મન દ્વારા થતા રાગદ્વેષના ભાવો છે. માટે કર્મ બાંઘવા એ પાંચ ઇન્દ્રિયો અને મનનો વિષય છે એમ સ્થળપણે સમજાય છે. સૂક્ષ્મપણે જોતાં તો આત્માના ભાવ જ કર્મબંઘનું કારણ છે. દિવ્ય જ્ઞાને સૂક્ષ્મ પણ મૂર્ત સ્વરૂપ જણાય; બાકી પાંચે દ્રવ્ય તો અમૂર્તરૂપ મનાય. ૮૭ અર્થ દિવ્યજ્ઞાન એટલે કેવળજ્ઞાન વડે પુદ્ગલ પરમાણુનું સૂક્ષ્મ મૂર્ત એટલે રૂપી સ્વરૂપ છે તે જણાય છે. બાકી પુદ્ગલ દ્રવ્ય સિવાય બીજા જીવ, ઘર્મ, અઘર્મ, આકાશ અને કાળ દ્રવ્ય એ પાંચ દ્રવ્યો તો અમૂર્ત એટલે અરૂપી દ્રવ્યો છે. ૮ળા ગતિ સ્થિતિ પુદ્ગલ-જીવની ત્રિલોકમાં જે થાય; તેમાં ઘર્મ-અઘર્મ દે ઉદાસીન સહાય. ૮૮ અર્થ - પુદ્ગલ કે જીવ દ્રવ્યની ગતિ એટલે ચાલવાપણું કે સ્થિતિ એટલે એક ઠેકાણે સ્થિર રહેવાપણું, જે ત્રણેય લોકમાં થાય છે, તેમાં લોકમાં સર્વત્ર રહેલ ઘર્માસ્તિકાય દ્રવ્ય તે તે પદાર્થને ચાલવામાં તેમજ અઘર્માસ્તિકાય દ્રવ્ય તે તે પદાર્થને સ્થિર રહેવામાં ઉદાસીનરૂપે સહાયક હોય છે. ઉદાસીનરૂપે એટલે પોતે ચલાવે નહીં પણ જે પદાર્થ ચાલવા માંડે તેમાં તે ઉદાસીનપણે સહાયક હોય અથવા જે પદાર્થ સ્થિર રહે તે સ્થિરતામાં પણ તે ઉદાસીનપણે સહાયક હોય છે. ૮૮. તેમ જ નભ અવગાહને, પરિણમને દે કાળ; એમ અર્જીવ જડ તત્ત્વ સૌ લક્ષણથી જ નિહાળ. ૮૯ અર્થ - તેવી જ રીતે નભ એટલે આકાશ દ્રવ્ય છે. તે પદાર્થોને અવગાહના એટલે અવકાશ આપે છે. અર્થાત્ જગ્યા આપે છે તથા કાળ દ્રવ્ય છે તે પદાર્થના પરિણમનમાં સહાય કરે છે. જગતમાં રહેલ સર્વ દ્રવ્યોનો પરિણમનશીલ એવો સ્વભાવ છે. તેમાં આ કાળદ્રવ્ય સહાયભૂત છે. એમ પાંચેય અજીવ એવા જડ તત્ત્વોને તેના લક્ષણોથી જાણી શકાય છે. દા. જીંવ-લક્ષણ ઉપયોગ છે, તે ત્રણ ભેદે હોય; શુભ, અશુભ કે શુદ્ધઝુંપ; મોક્ષ શુદ્ધથી જાય. ૯૦ અર્થ - જીવ દ્રવ્યનું લક્ષણ જ્ઞાન ઉપયોગ છે. તેના ત્રણ ભેદ છે. તે શુભ ઉપયોગ, અશુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગરૂપે છે. શુદ્ધ ઉપયોગથી જ જીવને મોક્ષ પ્રાપ્તિ થાય છે. II૯૦ના શુભ-અશુંભ ભવહેતુફેંપ પુણ્ય-પાપનું મૂળ; ભાવાસ્ત્રવરૃપ ભાવ તે, દ્રવ્યાસ્ત્રવ અનુકૂળ. ૯૧ અર્થ – શુભ અને અશુભ ઉપયોગ તે સંસારના કારણરૂપ છે અથવા પુણ્ય, પાપના મૂળ છે. શુભભાવ કરવાથી શુભ કર્મોનો આસ્રવ અને અશુભભાવ કરવાથી અશુભ કર્મોનો આસ્રવ થાય છે. તે શુભ કે અશુભ ભાવ દ્રવ્ય કર્મોના આમ્રવનું એટલે આવવાપણાનું કારણ બને છે. તેને આસ્રવ તત્ત્વ કહેવામાં આવે છે. II૯૧ાા Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ *આસ્રવપૂર્વક બંઘ છે, ક્ષીર-નીર સમ જાણ; સર્વે આત્મપ્રદેશમાં અષ્ટકર્મનું સ્થાન. ૯૨ અર્થ - કર્મોનો આસ્રવ થવાથી તે જીવની સાથે બંઘાય છે, તેને બંધ તત્ત્વ કહે છે. પણ જીવ સાથેના આ કર્મબંઘને ક્ષીર-નીરવતુ જાણવો, અર્થાત્ દૂઘ અને પાણીની જેમ જુદા હોવા છતાં એકમેક થઈને રહ્યાં છે, તેવી જ રીતે કર્મ અને આત્માનો સંબંઘ જાણવો. આત્માના અસંખ્યાત પ્રદેશ છે. તે આત્મા સંસારી અવસ્થામાં પોતાના સર્વ પ્રદેશે જ્ઞાનાવરણીયાદિ આઠેય કર્મોથી બંઘાયેલો છે. I૯રા. તેમાં મુખ્ય મોહનીય સદ્ગોથે વહીં જાય; વીતરાગતા આદર્યે ઘણી નિર્જરા થાય. ૯૩ અર્થ - તે આઠેય કર્મોમાં મુખ્ય મોહનીય કર્મ છે. તેના વળી બે ભેદ છે. તેનો પહેલો ભેદ દર્શન મોહનીય છે. તે સત્પષના બોઘથી હણાય છે. અને બીજો ભેદ ચારિત્રમોહનીયનો છે. તે જેમ વીતરાગતા વધતી જાય તેમ ચારિત્ર મોહનીયને આશ્રયે રહેલા કમની ઘણી નિર્જરા થતી જાય છે. II૯૩ાા પસંવર આત્મ-સ્થિરતા, ભાવ-નિર્જરા તે જ, સર્વ કર્મનો ક્ષય થતાં મોક્ષતત્ત્વ પોતે જ.”૯૪ અર્થ - આત્મામાં સ્થિરતા થતાં દ્રવ્યકર્મો આવતા રોકાય છે. તેને સંવરતત્ત્વ કહે છે. એમ વીતરાગભાવને આદરવાથી સત્તામાં પડેલા ઘણા કર્મોની નિર્જરા થાય છે તેને નિર્જરાતત્ત્વ કહે છે. એમ કરતાં કરતાં સર્વે કર્મો જ્યારે આત્મા ઉપરથી નિર્જરી જાય અર્થાત્ ક્ષય થઈ જાય તેને મોક્ષતત્ત્વ કહેવામાં આવે છે. સર્વ કર્મોથી મુક્ત થયેલો આત્મા પોતે મુક્ત સ્વરૂપ જ છે. ‘છો મોક્ષસ્વરૂપ.” I૯૪ જિનવાણી સુણ સર્વને થયો અતિ આનંદ; સૂર્ય-કિરણ સ્પર્શી ખીલે જેમ કમળનાં વૃંદ. ૯૫ અર્થ :- આ પ્રમાણે જિનેશ્વર પ્રભુની વાણી સાંભળીને સર્વને ઘણો આનંદ થયો. જેમ સૂર્યની કિરણના સ્પર્શથી કમળના સમૂહો ખીલી ઊઠે છે તેમ સર્વજનો અતિ ઉલ્લાસને પામ્યા. II૯પા ઘણા મહાવ્રત આદરે, અણુવ્રત ઘરમાં કોઈ; પશુ-પક્ષી પણ વ્રત બને, સુરને સમકિત હોય. ૯૬ અર્થ :- ઘણા મુમુક્ષુઓએ પંચ મહાવ્રત ઘારણ કર્યા. વળી કોઈએ શ્રાવકના અણુવ્રત અંગીકાર કર્યા. પશુપક્ષીઓએ પણ વ્રત લીઘા અને કેટલાય દેવતાઓ સમતિને પામ્યા. II૯૬ાા. કમઠ-જીવ પણ પ્રભુ કને પામ્યો સમકિત રત્ન, તાપસ-જીવો સાતસો, સુણી સાથે શિવયત્ન. ૯૭ અર્થ - પ્રભુ સાથે અનેક ભવસુઘી વેર લેનાર એવો કમઠનો જીવ પણ પ્રભુ પાસે આવી ઉપદેશ સાંભળીને સમકિતરૂપી રત્નને પામ્યો. સાતસો તાપસ જીવો પણ પ્રભુનો બોઘ સાંભળીને મોક્ષ માટે સાચો પુરુષાર્થ કરવા લાગ્યા. I૯શા. ઇન્દતણી વિનતિ સુણી કરવા જન-ઉપકાર, અનેક દેશ વિષે પ્રભુ, કરતા રહ્યા વિહાર. ૯૮ Page #260 -------------------------------------------------------------------------- ________________ (૧૯) પાર્શ્વનાથ ૫૨માત્મા ભાગ-૩ ૨૩૭ અર્થ :— શકેન્દ્રની વિનતિ સાંભળીને પ્રભુ, લોકોના ઉપકાર અર્થે અનેક દેશ વિદેશમાં વિહાર કરતા વિચર્યાં. ધ્યા પ્રભુકૃપાથી મુનિ થયા સોળ હજાર પ્રમાણ; છવ્વીસ હજાર સાધવી, શ્રાવક લાખ સુજાણ. ૯૯ અર્થ :— - પ્રભુની કૃપા વડે સોળ હજાર સાધુ થયા, છવ્વીસ હજાર સાધ્વી બની અને એક લાખ મનુષ્યો શ્રાવકધર્મને પામ્યા. ।।લ્લા શ્રાવિકા ત્રણ લાખ ગણ, પશુગણ પણ સંખ્યાત, અસંખ્ય દેવી દેવ સૌ શિવપંથે પ્રખ્યાત. ૧૦૦ અર્થ :— ભગવાન પાસે ત્રણ લાખ શ્રાવિકાઓએ ગૃહસ્થઘર્મ અંગીકાર કર્યો તથા સંખ્યાત એવા પશુના સમૂહોએ પણ ભગવાનનો ઉપદેશ સાંભળ્યો. તેમજ અસંખ્યાત દેવી દેવતાઓ પણ મોક્ષના માર્ગે વળ્યા. એવા પરોપકારી પ્રભુનો જગતમાં સદા જય જયકાર હો. ૧૦૦ા * વિચરી વર્ષ સિત્તેરથી કંઈક ઓછો કાળ, સમેતગિરિ-શિખરે પ્રભુ કરે યોગ-સંભાળ. ૧૦૧ અર્થ :— સિત્તેર વર્ષથી કંઈક ઓછા કાળ સુધી આ પૃથ્વીતલને પાવન કરી હવે ભગવાન પાર્શ્વનાથ સમેતિશખર પર્વત પર આવી પહોંચ્યા. ત્યાં મનવચન-કાયાના યોગની સંભાળ કરવા લાગ્યા અર્થાત્ મનવચનકાયાના યોગને ઘ્યાનવડે સ્થિર કરવા લાગ્યા. ।।૧૦૧।। ત્રીજા શુક્લપદ ઘ્યાનથી તજે સયોગી સ્થાન, સૂક્ષ્મ કાયયોગે રહી યોગ નિરોધે, માન, ૧૦૨ = અર્થ :– હવે ભગવંત સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામના ત્રીજા શુક્લધ્યાનના ભેદ વડે તેરમા સયોગી ગુણસ્થાનને તજવા લાગ્યા. તેના માટે આત્માને પ્રથમ બાદર કાયયોગમાં સ્થિર કરીને બાદર વચનયોગ અને બાદર મનયોગને સૂક્ષ્મ કરવા લાગ્યા. પછી બાદર કાયયોગને છોડીને સુક્ષ્મ વચનયોગ અને સુક્ષ્મ મનોયોગમાં સ્થિતિ કરીને બાદર કાયયોગને સૂક્ષ્મ કરવા લાગ્યા. ત્યારપછી સૂક્ષ્મ કાયયોગમાં સ્થિતિ કરીને ક્ષણમાત્રમાં તે જ સમયે વચનયોગ અને મનોયોગ બેયનો નિગ્રહ કરવા લાગ્યા. એમ સૂક્ષ્મ એક કાયયોગમાં સ્થિતિ કરીને જે ધ્યાન કરવા લાગ્યા તે સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતી નામનો શુક્લધ્યાનનો ત્રીજો ભેદ છે. એમ સૂક્ષ્મ કાયયોગમાં રહીને મનવચનકાયાના યોગનો પ્રભુ નિરોધ કરવા લાગ્યા. ।।૧૦૨।। શુક્લ ધ્યાન અંતિમ પદે ક્રિયા સૂક્ષ્મ પણ નાંતિ, અલ્પ કાળ અયોર્ગી રહી, સદા વસે શિવમાંહી. ૧૦૩ અર્થ :– હવે શુક્લધ્યાનનો અંતિમ ચોથો ભેદ તે વ્યુપ૨તક્રિયાનિવર્તી નામનો છે. તે ધ્યાનમાં સૂક્ષ્મક્રિયા પણ છૂટી જાય છે. અને અલ્પકાળ એટલે અ ઇ ઉ ઋ ? આટલા હ્રસ્વ અક્ષર માત્ર બોલીએ તેટલો કાળ તે અંતિમ ચૌદમા અયોગી ગુણસ્થાનકમાં સ્થિતિ કરીને સર્વ કર્મોથી રહિત થઈ તે શુદ્ધાત્મા ઊર્ધ્વગામી સ્વભાવવાળો હોવાથી ઉપર ઊઠીને મોક્ષસ્થાનમાં જઈ સદા ત્યાં નિવાસ કરે છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ આ ચૌદમા અયોગી ગુણસ્થાનમાં શૈલેશીકરણ એટલે મેરુપર્વત જેવી અડગ સમાધિ હોય છે. જ્યાં મનવચનકાયાના બઘા યોગ સ્થિર થાય છે. કેવળી ભગવંતને દેહ છોડતી વખતે એવી અડગ સમાધિ હોય છે. પાંચ હ્રસ્વ અક્ષર ઉપર કહ્યા તે બોલીએ તેટલો જ વખત તે અડગ સમાધિ રહે છે પછી સંપૂર્ણ કર્મોથી રહિત થયેલ આત્મા સિદ્ધ અવસ્થાને પામી લોકાત્તે જઈ સર્વકાળ સુખમાં બિરાજમાન થાય છે. II૧૦૩ શ્રાવણ સુદ સાતમ દિને, પ્રભુ પામ્યા નિર્વાણ; શિવકલ્યાણક કાજ સૌ દેવ મળે તે સ્થાન. ૧૦૪ અર્થ –શ્રાવણ સુદ સાતમના દિવસે પ્રભુ પાર્શ્વનાથ સમેતશિખર ઉપર નિર્વાણ એટલે મોક્ષપદને પામ્યા. પ્રભુના મોક્ષકલ્યાણકને ઉજવવા માટે સર્વ દેવો તે સ્થાને આવી મળ્યા. ૧૦૪ દહનનક્રિયા-ભક્તિ કરી નિજ નિજ સ્થાને જાય, સુદર્શન, મૈત્રી, ક્ષમા, ગ્રહો સાર સુખદાય. ૧૦૫ અર્થ :- પ્રભુની ભક્તિભાવે દહનક્રિયા એટલે અગ્નિસંસ્કારની ક્રિયા કરીને સર્વ દેવો પોતપોતાને સ્થાને ગયા. માટે હે ભવ્યો! તમે પણ આ સંસારને છોડી મોક્ષપદને પામો. તેના અર્થે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરો તથા સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ભાવો અને જે કર્મ ઉદયમાં આવે તેને સમતાએ ભોગવી લઈ ક્ષમાભાવને ઘારણ કરો. કેમકે જગતમાં આ ઉત્તમ ગુણો જ સારભૂત છે. જે પરિણામે આત્માને અનંત શાશ્વત સુખના આપનાર છે. ૧૦૫. ભગવાન પાર્શ્વનાથ કેવળજ્ઞાન પામી સર્વથા અસંગ થયા. તે અસંગતા કોને કહેવાય? તો કે સર્વ પરભાવથી છૂટીને આત્માના સહજાત્મસ્વરૂપમાં રમણતા કરવી એ જ “મહાપુરુષોની અસંગતા' છે. તે અસંગતા પરમસુખરૂપ છે. તે કેમ પ્રાપ્ત થાય? તેના ઉપાય જેમાં બતાવવામાં આવ્યા છે તે આ પાઠ છે. (૨૦) મહાત્માઓની અસંગતા (સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠપદ સેવાથી શુદ્ધ જ્ઞાન થશે - એ રાગ) ને , સહ કર્યા કરું આ વિષય-વિરેચરાજચંદ્ર ગુરુ હું વંદન સદ્ગુરુપાદ-પદ્યમાં પુનિત પ્રેમ સહ કર્યા કરું, ચકોર-ચિત્ત સમ રાજચંદ્ર ગુરુ હું ય નિરંતર હૃદય ઘરું; -વિરેચક વચનામૃત તુજ અંતર્ગોળ થવા ઊંચરું, એ વારંવાર વિચારી આજ્ઞા ઉઠાવવા પુરુષાર્થ કરું. અર્થ - પરમકૃપાળુ શ્રીમદ્ ગુરુ ભગવંતના પાદ પદ્મ એટલે ચરણકમળમાં પુનિત એટલે પવિત્ર, નિર્મળ પ્રેમભાવ સહિત વંદન કર્યા કરું તથા ચકોર પક્ષીના ચિત્તમાં જેમ ચંદ્રમાનો વાસ છે તેમ હું પણ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ ભગવંતને સદા મારા હૃદયમાં ઘારણ કરીને રાખું એવી મારી અભિલાષા છે. પાંચ ઇન્દ્રિયના વિષયોનું વિરેચન કરાવનાર એવા આપના વચનામૃતોને મારા અંતરઆત્માની Page #262 -------------------------------------------------------------------------- ________________ (૨૦) મહાત્માઓની અસંગતા ૨૩૯ શોધ કરવા માટે વારંવાર તેનો પાઠ કરું. અને તેમાં દર્શાવેલ આજ્ઞાઓને પણ વારંવાર વિચારી તે પ્રમાણે વર્તવા પુરુષાર્થ કરું. ||૧|| જ્ઞાનદશા સહ વર્ત્યા સદ્ગુરુ માત્ર અસંગ સ્વરૂપ થવા, જળ-કમળ સમ યોગ વિષે નિર્લેપ રહ્યા ભવરોગ જવા; કળિકાળમાં વિકટ કાર્ય કરવા કટિબદ્ધ પ્રબુદ્ધ થયા, અથાગ યત્ન અંતર્મુખયોગે સાથી ભવીજ બાળી ગયા. અર્થ :— શ્રીમદ્ સદ્ગુરુ ભગવંત માત્ર અસંગસ્વરૂપને પામવા માટે અર્થાત્ બાંધેલા કર્મોને ભોગવી તેથી નિવૃત્ત થવા અર્થે આત્મજ્ઞાનદશા સહિત માત્ર ઉદયાધીનપણે વર્ત્યા. તેમજ ભવરોગ એટલે સંસારરૂપી રોગનું નિવારણ કરવા માટે મનવચનકાયાના યોગ પ્રવર્તાવવામાં પણ જળમાં કમળ રહે તેમ નિર્લેપ રહ્યા. આ ભયંકર કળિકાળમાં પણ આત્માનું વિકટ કાર્ય કરવા તેઓ કટિબદ્ધ એટલે કમર કસીને જાગ્રત રહી પ્રબુદ્ધ એટલે જ્ઞાની થયા. તથા અથાગ પુરુષાર્થ કરીને અંતર્મુખ ઉપયોગ રાખી આત્મકલ્યાણને સાથી ભવબીજ એટલે સંસારનું બીજ એવું જે મિથ્યાત્વ તેને બાળીને ભસ્મ કરી ગયા. ।।૨।। “સહજ સ્વરૂપે સ્થિતિ જીવની થયે મોક્ષ વર્વીતરાગ કહે, સહજસ્વરૂપ રહિત નથી ય, પણ નહિં તે નિજભાન લહે; સહજસ્વરૂપનું ભાન થવું તે સહજસ્વરૂપે સ્થિતિ સમજો, સહજસ્થિતિ ભૂલ્યો જીવ સંગે, ભાન થવાને સંગ તજો. અર્થ :- સહજ આત્મસ્વરૂપમાં જીવની સ્થિતિ ધાય તેને શ્રી વીતરાગ પ્રભુ મોક્ષ કહે છે. ૧. સહજસ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ ‘મોક્ષ’ કહે છે.’” (વ.પુ.૪૬૯) આપણો આત્મા મૂળસ્વરૂપે સહજ આત્મસ્વરૂપથી રહિત નથી. પણ હજુ સુધી તે પોતાના સ્વરૂપના ભાનને પામ્યો નથી. તે પોતાના સહજ સ્વરૂપનું જીવને ભાન થવું, તે જ જીવની સહજ સ્વરૂપે સ્થિતિ છે એમ જાણો. ૨. ‘સહજસ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજસ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થવું તે જ સહજસ્વરૂપે સ્થિતિ છે.’” (વ.પૃ.૪:) ૫૨૫દાર્થનો મોહબુદ્ધિએ સંગ કરવાથી આ જીવ પોતાના આત્માની સહજઆત્મસ્વરૂપમય અનંતઋદ્ધિને જ ભૂલી ગયો છે. માટે તેનું ભાન થવા હવે સર્વ પ્રકારના સંગનો ત્યાગ કરો. ૩. “સંગના યોગે આ જીવ સહજસ્થિતિને ભૂલ્યો છે; સંગની નિવૃત્તિએ સહજસ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે.’” (વ.પૃ.૪૬૯) ||૩|| તીર્થંકર, ગણઘર સૌ વદતા, ઉત્તમ એક અસંગપણું; સર્વે સત્સાઘન તે અર્થે ઉપદેશાયાં એમ ગણું. સકળ સશ્રુત-વચન-ઉદધિ-જળ અસંગતા-અંજલિ વિષે, સમાય છે; વિદ્વાન, વિચારો; સાર સર્વનો એ જ દીસે. અર્થ :– તીર્થંકર ભગવંતો કે ગણધરો એ સર્વે એક અસંગપણાને જ સર્વોત્તમ કહે છે. તથા ભક્તિ, સ્વાધ્યાય, જપ, તપ વગેરે સર્વે સત્સાઘનો પણ તે માત્ર અસંગપણું પામવા માટે જ ઉપદેશવામાં આવ્યા છે એમ જાણો. ૪. “એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યાં છે.’’ (વ.પૃ.૪૬૯) Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સર્વ સલ્ફાસ્ત્રના વચનરૂપી ઉદધિ એટલે સમુદ્રનું જળ તે માત્ર અસંગતારૂપી હાથની અંજલિમાં જ સમાઈ જાય છે. માટે હે વિદ્વાનો આ અસંગતાના સ્વરૂપનો વિચાર કરો. કેમકે સર્વ શાસ્ત્રોનો સાર તે માત્ર અસંગપણું પામવું એ જ જણાય છે. ૫. “સર્વ જિનાગમમાં કહેલાં વચનો એક માત્ર અસંગપણામાં જ સમાય છે; કેમકે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યાં છે.” (વ.પૃ.૪૬૯) જા. વર્ણન પરમાણુથી માંડી ચૌદ રજુભર લોકતણું વળી શૈલેશીકરણ સુઘીની સર્વ ક્રિયાનું સફળપણું ગણાય, અસંગપણું જો આવે. તે અર્થે સૌ કોઈ કરો; અસંગ લક્ષ ચૂંકી જ્ઞાનાદિ ક્રિયા કરી ભવમાં ન ફરો. અર્થ:- એક પરમાણુથી માંડીને ચૌદ રજુપ્રમાણ આ લોકનું વર્ણન કર્યું છે. તે તથા મેષોન્મેષથી માંડીને એટલે આંખના પલકારાના અસંખ્યાતમાં ભાગ માત્ર સમયની ક્રિયાથી માંડીને છેક ચૌદમાં ગુણસ્થાનની અંતિમ શૈલેશીકરણ એટલે પર્વત જેવી અડોલ સ્થિતિ પ્રાપ્ત થાય ત્યાં સુઘીની સર્વ ક્રિયાનું વર્ણન ભગવંતે કર્યું છે. તે માત્ર આ અસંગતા પ્રાપ્ત કરવા અર્થે કર્યું છે. સર્વ ક્રિયાનું સફળપણું પણ આ અસંગતા આવે તો જ ગણાય છે. તે અસંગપણું પ્રાપ્ત કરવા અર્થે જ સર્વ ક્રિયા કરો. પણ અસંગતા પ્રાપ્ત કરવાનો લક્ષ ચૂકી જઈ જ્ઞાનાદિ કે તપાદિ ક્રિયા માત્ર કરી તેના ફળમાં ચારગતિરૂપ સંસારમાં પરિભ્રમણ ન કરો. “એક પરમાણુથી માંડી ચૌદ રાજલોકની અને મેષોન્મેષથી માંડી શૈલેશીઅવસ્થા પર્વતની સર્વ ક્રિયા વર્ણવી છે, તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે.” (વ.પૃ.૪૬૯) //પા. સર્વ ભાવથી અસંગતા થવી દુષ્કરમાં દુષ્કર કરણી, આલંબન વણ તેની સિદ્ધિ થવી દુષ્કર અત્યંત ગણી, શ્રી તીર્થકર તેથી બોઘે સત્સંગતિ ભવજળ તરવા, અનુપમ આલંબન જગજીંવને સહજસ્વરૂપ-અસંગ થવા. અર્થ - સર્વ પરભાવથી છૂટવારૂપ અસંગપણું પામવું તે દુષ્કરમાં દુષ્કર કાર્ય છે. માટે આલંબને એટલે કોઈ આઘાર વિના તેની સિદ્ધિ થવી તે અત્યંત દુષ્કર ગણી છે. તેથી શ્રી તીર્થકર ભગવંતો ભવજળ તરવા માટે સત્સંગનો આશ્રય કરવા બોઘ આપે છે. તે જગતવાસી જીવને સહજસ્વરૂપમય અસંગદશા પ્રાપ્ત કરવામાં અનુપમ આલંબન છે. કેમકે તે સત્સંગ પણ એક પ્રકારનો સંગ હોવા છતાં આત્માને અસંગ બનાવે છે. ૬. “સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાઘન છે; અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થકરે સત્સંગને તેનો આઘાર કહ્યો છે, કે જે સત્સંગના યોગે સહજસ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે.” (વ.પૃ.૪૬૯) ૬ાા. સત્સંગતિ પણ ઘણી વાર ભવ ભમતાં જીંવને મળી ગઈ, એમ વદે વીતરાગ પ્રભુ, સત્સંગ-સફળતા નથી થઈ; કારણ કે સત્સંગ ઓળખી જાણ્યો નથી અતિ હિતકારી, પરમ સ્નેહથી નથી ઉપાસ્યો, પ્રાસ તકે મૂંઢતા ઘારી. Page #264 -------------------------------------------------------------------------- ________________ (૨૦) મહાત્માઓની અસંગતા ૨૪૧ અર્થ :— “સત્સંગ પણ જીવને સંસારમાં ભ્રમણ કરતાં અનેકવાર મળી ગયો એમ શ્રી વીતરાગ ભગવંત કહે છે. પણ તે સત્સંગ સફળપણાને પ્રાપ્ત થયો નહીં. કેમકે તે સત્સંગને ઓળખી આત્માને તે પરમહિતકારી છે એમ જાણ્યું નહીં. અને પરમપ્રેમે તે સત્સંગમાં થયેલ બોધ અથવા આજ્ઞાને ભાવપૂર્વક ઉપાસી નહીં. એમ તક પ્રાપ્ત થયા છતાં પણ મુઢતાને ઘારી તે તકનો ઉપયોગ જીવ કરી શક્યો નહીં. ૭. “તે સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં ળવાન થયો નથી એમ શ્રી વીતરાગે કહ્યું છે, કેમકે તે સત્સંગને ઓળખી, આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી; પરમ સ્નેહે ઉપાસ્યો નથી; અને પ્રાસ પણ અપ્રાસ ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યાં છે, એમ કહ્યું છે.” (૨.પૃ.૪૬૯) II૭।। આ જ વાતની વિચારણાથી આત્મગુણ અમને પ્રગટ્યો, સહજસમાધિ સુધી જવાયુ; તે સત્સંગતિ ભજો ભજો.” એ ઉદ્ગારો ગુરુ રાજના સર્વ વિચારક ઉર ધરો, બીજી વાત ટૂંકાવી, જન સૌ સદા સુસંગ કર્યા જ કરો. અર્થ -- ઉપરની ગાથામાં કહી એ જ વાતની વિચારણા કરવાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામ્યો એટલે આત્મગુણ પ્રગટ્યો અને છેક આત્માની સહજસમાધિ એટલે આત્મપરિણામની સ્વસ્થતા સુધી જવાયું, તે આ બધો પ્રતાપ શ્રી સત્સંગનો છે. માટે તે મળ્યો ! તમે પણ એવી સત્સંગતિની ભજના કરો અર્થાત્ આત્મજ્ઞાની પુરુષોનો કે તેના વચનામૃતોનો જ સમાગમ કર્યાં કરો એજ આત્મકલ્યાણનો સર્વથી શ્રેષ્ઠ અને સુગમ ઉપાય છે. “આ અમે કહ્યુ તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજસમાઘિ પર્યંત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું.” (વ.પૃ.૪૬૯) ઉપર કહ્યા તે ઉદ્ગારો પરમકૃપાળુ શ્રી ગુરુરાજના છે. માટે સર્વ વિચારક મળ્યો! આ વાતને હૃદયમાં ધારણ કરી, તથા બીજી સર્વ સંસારી વાતને ટૂંકાવી સદા સત્સંગ કર્યા જ કરો. “સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે; ‘સત્સંગ મળ્યો' કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે.’’ (વ.પૃ.૭૫) IIા પ્રથમ ગૌણ ગણી સૌ સાધનને, ઉપાસવો સત્સંગ સદા, મુખ્ય હેતુ નિર્વાણ તણો તે, સર્વાર્પણ સહ અતિ ઉમદા; જરૂર તેથી સુલભ થશે સૌ સાથન શિવ-સાપક કાજે, ‘આતમ-સાક્ષાત્કાર અમારો' વચન દીધું આ ગુરુ રાજે. અર્થ :— સહુથી પહેલા બીજા સર્વ સાધનને ગૌણ કરી સત્સંગની સદા ઉપાસના કરવી. કેમકે નિર્વાણ એટલે મોક્ષ પ્રાપ્તિનું મુખ્ય કારણ તે છે. તે સત્સંગ અતિ ઉમદા એટલે ઘણો જ શ્રેષ્ઠ હોવાથી તેની સર્વાર્પણપણે એટલે મનવચન કાયાના ત્રણેય યોગ વડે તેની ઉપાસના કરવી. તે સત્સંગના બળે મોક્ષને સાથે એવા સર્વ સાધનની પ્રાપ્તિ સુલભ થઈ જશે. એવો અમારો ‘આત્મ-સાક્ષાત્કાર' એટલે આત્મ- અનુભવ છે તેથી કહીએ છીએ. એમ પરમકૃપાળુ શ્રી ગુરુરાજે આપણને આ વચન આપ્યું, ૮. “અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે; કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એવો અમારો આત્મસાક્ષાત્કાર Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ પ્રાવધ-વિવેચન ભાગ-૧ છે.” (વ.પૃ.૪૯) “સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેને થયો હોય, તે પુરુષે આત્માને ગર્વષવો, અને આત્મા ગવેષવો હોય તેણે યમનિયમાદિક સર્વ સાઘનનો આગ્રહ અપ્રઘાન કરી, સત્સંગને ગર્વષવો; તેમ જ ઉપાસવો.’’ (વ.પૃ.૩૯૩) ||૯|| “તે સત્સંગતિ પ્રાપ્ત થયે ક્લ્યાણ કમાય ન જોવ તો, જરૂર આ જીવનો જ વાંક છે, અતિ-હેતું નથી તજતો. સત્સંગ-યોગ અપૂર્વ, અલભ્ય જ, અતિ દુર્લભ જગમાં જાણો, તેને બાપ કરે તે માાં કારણ ચાર કરે. આણો : અર્થ :— તે સત્સંગ પ્રાપ્ત થયા છતાં પણ જો જીવ આત્મકલ્યાણરૂપી કમાણી કરે નહીં તો જરૂર આ જીવનો જ વાંક છે. કેમકે તેવા યોગમાં તેણે આત્માને અતિકારી એવા માઠા કારણોનો ત્યાગ કર્યો નહીં. સત્સંગનો યોગ પ્રાપ્ત થવો તે અપૂર્વ વાત છે. તે અલભ્ય એટલે તેનો લાભ પ્રાપ્ત થવો સુલભ નથી. તે સત્સંગને આવા પાપમય જગતમાં પામવો તે અતિ દુર્લભ છે. એવો સત્સંગ પ્રાપ્ત થયો હોય છતાં પણ તેને બાઘ કરે અથવા ફળવાન થવા ન દે એવા ચાર માઠા કારણ છે. તેને તમે ખાસ કરીને હૃદયમાં ધારણ કરી તેથી રહેવા સદા જાગૃત રહેજો. * ૯. “તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાસ ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંકે છે; કેમકે તે સત્સંગના અપૂર્વ, અભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાથ કરનાર એવા માઠાં કારણોનો ત્યાગ ન કર્યો !'' (પૃ.૪૬૯૪ ।।૧૦।। 'મિથ્યાગ્રહ, 'સ્વચ્છંદપણું, પરમાદ અને વિષયો—ચારે રોકી રહે જન-મન, તેથી સત્-સંગ ઉપેક્ષા જીંવ થારે; તેથી જ સત્સંગ થાય સફળ ના, નિષ્ઠા એક ન સત્સંગે; જરૂર સફળ સત્સંગ થાય જો અપૂર્વ ભક્તિથી ઉર રંગે. અર્થ :— તે ચાર માઠા કારણ નીચે પ્રમાણે છે :— (૧) મિથ્યાગ્રહ (૨) સ્વચ્છંદપણું (૩) પ્રમાદ અને (૪) પાંચ ઇન્દ્રિયના વિષયો. એ ચારે વસ્તુઓ લોકોના મનને રોકી રાખે છે. તેથી જીવો સત્સંગની ઉપેક્ષા કરે છે, અર્થાત્ સત્સંગ કરવાની ખરી અભિલાષા થતી નથી. અને ઉપરોક્ત કારણોમાં મનને રોકી રાખવાથી મળેલ સત્સંગ પણ તેમને ફળવાન થતો નથી. અથવા સત્સંગમાં એકનિષ્ઠા એટલે દૃઢશ્રદ્ધા ન આવી હોય કે આથી જ મારું કલ્યાણ થશે તો પણ સત્સંગ ફળવાન થાય નહીં. પણ જો હૃદયના સાચા અપૂર્વ ભક્તિભાવથી સત્સંગની ઉપાસના કરી હોય તો જરૂર સત્સંગની સફળતા થાય. ૧૦. “મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇંદ્રિયવિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં, અથવા સત્સંગમાં એકનિષ્ઠા, અપૂર્વભક્તિ આજ્ઞી ન હોય તો ફળવાન થાય નહીં.” (૧.પૃ.૪૬૯) ‘‘અચિંત્ય જેનું માહાત્મ્ય છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર ૨હે એમ બને તો આ જગતને વિષે તે અગિયારમું આશ્ચર્ય જ છે.'' (પૃ.૫૨) “સત્સંગ ને સત્યસાધના વિના કોઈ કાળે પણ કલ્યાણ થાય નહીં. જો પોતાની મેળે કલ્યાણ થતું હોય તો માટીમાંથી ઘડો થવો સંભવે. લાખ વર્ષ થાય તોપણ ઘડો થાય નહીં, તેમ કયાણ થાય નહીં.' (વ.પુ.૪૦૩૬ ||૧૧|| Page #266 -------------------------------------------------------------------------- ________________ (૨૦) મહાત્માઓની અસંગતા ૨૪૩ એવી એક અપૂર્વ ભક્તિ સહ ઉપાસના સત્સંગતણી અલ્પકાળમાં નષ્ટ કરે મિથ્યાગ્રહ આદિ કુટેવ ઘણી; એમ અનુક્રમથી સૌ દોષ છૂંટી જીંવ થાય અસંગ સદા, એક અસંગ થવાને સેવો સત્સંગતિ સહુ નર-અમદા. અર્થ:- જો એવી એક અપૂર્વ ભાવભક્તિ સાથે સત્સંગની ખરા હૃદયથી ઉપાસના કરી હોય તો જીવના મિથ્યાગ્રહ એટલે ખોટી માન્યતાઓ કે ખોટા આગ્રહો કરવા આદિની ઘણી કુટેવો અલ્પકાળમાં નાશ પામી જાય. તથા ક્રમે કરીને તે જીવના સર્વ દોષો છૂટી જઈ સદાને માટે તે અસંગદશાને પામે. માટે એવી અનંતસુખરૂપ અસંગદશાને પામવા માટે હે નર કે પ્રમદાઓ એટલે નારીઓ! તમે સર્વ એક સત્સંગની જ ઉપાસના કર્યા કરો. “જો એવી એક અપૂર્વભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પ કાળમાં મિથ્યાગ્રહાદિ નાશ પામે, અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય.” (વ.પૃ.૪૬૯) I/૧૨ાા. પરહિત-હેતું સત્સંગની ઓળખ અતિ દુર્લભ ભવમાં, થાય મહત્ કો પુણ્યયોગથી ઓળખાણ ઊંડી ઑવમાંકે નિશ્ચય કરી આ જ સત્સંગ, સપુરુષ ઉર સાખ પૂરે; તો સંકોચવી જફૅર પ્રવૃત્તિ જીવે તક સમજી ઉરે. અર્થ - આત્માને પરમહિતકારી એવા સત્સંગની ઓળખાણ થવી જીવને જગતમાં અતિ દુર્લભ છે. કોઈ મહતું એટલે મહાન પુણ્યનો ઉદય થવાથી જ તે સત્સંગની ખરેખરી ઊંડી ઓળખાણ જીવમાં થઈ શકે છે. તેવી ઓળખાણ થયે જો નિશ્ચય થાય કે આ જ સત્સંગ છે, આ જ સપુરુષ છે એમ પોતાનું હૃદય સાક્ષી પૂરતું હોય, તો તેણે હદયમાં આ તરવાની સાચી તક મળી આવી છે એમ માનીને સંસારની મિથ્યાપ્રવૃત્તિને જરૂર સંકોચવી. કેમકે આરંભ અને પરિગ્રહ એ જ વૈરાગ્ય ઉપશમના કાળ છે. ૧૧. “સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહતું પુણ્યયોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આ જ સત્સંગ, સપુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી.” (વ.પૃ.૪૭૦) /૧૩ણી. વળી દોષ પોતાના જોવા ક્ષણે ક્ષણે, કાર્યો કાર્યો, પ્રતિ પ્રસંગે, બાર્ક નજરે, જોઈ ક્ષણ કરવા આર્યો; મરણ સ્વીકારો, પણ ના ભક્તિ-સ્નેહ બીજે વઘવા દેજો, તે સત્સંગ જ જીવન જાણી ભવહેતું ભણી ઘૂંઠ દેજો. અર્થ :- તથા પોતાના દોષો ક્ષણે ક્ષણે કોઈપણ કાર્ય કરતાં અથવા પ્રત્યેક પ્રસંગે બારીક નજરે એટલે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા, અને આર્યપુરુષોએ તે દોષને જોયા પછી પરિક્ષણ કરવા. પરિ એટલે ચારે બાજાથી જોઈ તે દોષોને ક્ષીણ કરવા, રહેવા દેવા નહીં. તે સત્સંગને માટે દેહત્યાગ કરવાનો અવસર આવે તો મરણ સ્વીકારવું પણ તે સત્સંગથી વિશેષ ભક્તિસ્નેહ બીજા કોઈ પદાર્થને વિષે થવા દેવો નહીં; એવો દ્રઢ નિશ્ચય રાખવો. તે સત્સંગને જ પોતાનું જીવન જાણી સંસારના કારણો ભણી પૂઠ દેજો, અર્થાત્ પ્રમાદે કરીને સ્વાદલપટતા આદિ દોષોના કારણે સત્સંગમાં પુરુષાર્થ ઘર્મ મંદ રહે છે અને સત્સંગ ફળવાન થતો નથી, એમ જાણીને પુરુષાર્થ વીર્ય આત્મ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ કલ્યાણ સાધવા માટે ગોપવશો નહીં. “પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યું કાર્યો અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા, જોઈને તે પરિક્ષણ કરવાનું અને તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિષે વિશેષ ભક્તિસ્નેહ થવા દેવો યોગ્ય નથી. તેમ પ્રમાદે રસગારવાદિ દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ઘર્મ મંદ રહે છે, અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવવું ઘટે નહીં.” (વ.પૃ.૪૭૦) ૧૪ સત્સંગતિ તે સન્દુરુષ છે; થઈ ઓળખ પણ જો ન રહે યોગ નિરંતર, તો સત્સંગે પ્રાપ્ત થયેલો બોઘ ચહે; પ્રત્યક્ષ સગુરુ તુલ્ય જાણ તે બોઘ વિચારે ફરી ફરી. તે આરાધ્યે સમકિત ઊપજે; અપૂર્વ વાત આ ખરેખરી !” અર્થ :- સતુ એટલે આત્મા. એવો આત્મા જેને પ્રાપ્ત છે એવા પુરુષનો સંગ તે સત્સંગ છે. એવા સત્સંગનું કે એવા સત્પરુષનું ઓળખાણ થયા છતાં પણ તેનો યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી જે બોઘ પ્રાપ્ત થયો છે તે બોઘને પ્રત્યક્ષ સદગુરુ જ મને ઉપદેશ કરી રહ્યા છે એમ જાણીને વારંવાર વિચારવો તથા આરાઘવો અર્થાત્ તે પ્રમાણે વર્તવું. એ પ્રમાણે આરાઘન કરવાથી જીવને પૂર્વે કદી ઊપજ્યું નથી એવું અપૂર્વ સમ્યગ્દર્શન પ્રગટે છે. આ ખરેખરી અદ્ભુત વાત છે, અર્થાત્ સપુરુષના પરોક્ષપણામાં પણ તે સત્પષની વીતરાગ મુદ્રાને કે તેમના વચનામૃતોને પ્રત્યક્ષ સત્પરુષ તુલ્ય જાણી આરાઘન કરવાથી સમકિત પામી શકાય છે. ૧૨. “સત્સંગનું એટલે પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાઘવો કે જે આરાઘનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે.” (વ.પૃ.૪૭૦) ૧૫ના “જીંવે મુખ્યમાં મુખ્ય રાખવો અવશ્ય નિશ્ચય આ રીતે, માત્ર આત્મહિતાર્થે જીંવવું, કરવું તે પણ તે પ્રીતે; ઉદયબળે ત્રિયોગ-વર્તના થતી હોય તે ભલે થતી. તો પણ યોગરહિત થવાને કરું ઘીમે ઘીમે કમતી. અર્થ - જીવે મુખ્યમાં મુખ્ય એવો નિશ્ચય અવશ્ય રાખવો કે મારે જે કંઈ પણ કરવું છે તે આત્માના હિત અર્થે જ ભક્તિભાવસહિત કરવું છે, અને તેને માટે જ જીવન જીવવું છે. તે આત્મકલ્યાણનો લક્ષ ભૂલ્યા વગર કર્યોદયના બળથી મનવચનકાયારૂપ એ ત્રિયોગની પ્રવર્તન જેમ થતી હોય તેમ થવા દઈને પણ તે ત્રણેય યોગથી રહિત એવી અયોગી કેવળીની દશા પ્રાપ્ત કરવા માટે ઘીમે ઘીમે સર્વ પ્રવૃત્તિને ઘટાડતા ઘટાડતા તેનો સર્વથા અંત આણું. કેમકે સર્વ દુઃખથી મુક્ત થવાનો સાચો ઉપાય એ જ છે. ૧૩. “જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો કે જે કંઈ મારે કરવું છે, તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે, અને તે જ અર્થે આ ત્રણ યોગની ઉદયબળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતાં, પણ છેવટે તે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતા સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે.” (વ.પૃ.૪૭૦) /૧૬ાા તે માટે મિથ્યાગ્રહ તજવો, વળી સ્વચ્છેદ પ્રમાદ તજો, ઇન્દ્રિયના વિષયો જીંતવા, એ મુખ્ય ઉપાય સદા સમજો; Page #268 -------------------------------------------------------------------------- ________________ (૨૦) મહાત્માઓની અસંગતા ૨૪ ૫. સત્સંગ-યોગ વિષે આરાઘન અવશ્ય આનું કર્યા જ કરો; વિયોગમાં તો જવૅર જર્ફેર તે આરાઘન કદ ના વીસરો. અર્થ – તે પ્રવૃત્તિને સંકોચવા માટે મિથ્યાગ્રહને તજવો અને સ્વચ્છંદપણે વર્તવાનું મૂકી દેવું, તથા અનાદિનો શત્રુ એવો પ્રમાદ છે તેને છોડવો, તેમજ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં જીવની આસક્તિ છે તેને ત્યાગી ઇન્દ્રિય વિજયી બનવું. પ્રવૃત્તિને સંકોચવા માટેનો ઇન્દ્રિય વિજય એ પ્રથમ મુખ્ય ઉપાય છે એમ સદા ધ્યાનમાં રાખવું. સત્સંગના યોગમાં તો આ ચાર બાબતોનું અવશ્ય આરાઘન કર્યા જ કરવું તથા સત્સંગના વિયોગમાં તો જરૂર જરૂરથી આનું આરાધન કર્યા જ રહેવું. એ વાતને કદી પણ વિસરવી નહીં. તે ઉપાય મિથ્યાગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પ્રમાદ અને ઇન્દ્રિયવિષયનો ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના યોગમાં અવશ્ય આરાઘન કર્યા જ રહેવા અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય અવશ્ય આરાઘન કર્યા જ કરવા;” (વ.પૃ.૪૭૦) //વશી સુસંગ-પ્રસંગે ન્યૂનપણું જીંવનું દૂર થાય સુસંગ-બળે; સ્વાત્મબળ વિણ વિયોગમાં તો સાઘન અન્ય ન કોઈ મળે. નિજબળ પણ સત્સંગે પ્રાપ્ત થયેલા બોઘ ભણી ન વળે, વર્તે નહિ જો બોઘ પ્રમાણે, તજે પ્રમાદ ન પળે પળે, અર્થ – સત્સંગના પ્રસંગમાં જીવનું પુરુષાર્થબળ ઓછું હોય તો સત્સંગના બળે તે જીવનું જૂનપણું દૂર થવા યોગ્ય છે. પણ સત્સંગના વિયોગમાં તો માત્ર એક પોતાનું સ્વઆત્મબળ જ સાધન છે. તે સિવાય બીજાં કોઈ તેને બળ આપનાર સાઘન નથી. માટે સત્સંગના વિયોગમાં સત્સંગથી પ્રાપ્ત થયેલા બોઘને વિચારી પોતાનું બળ વાપરીને તે પ્રમાણે વર્તે નહીં, વર્તવામાં થતા પ્રમાદને પળે પળે છોડે નહીં, તો જીવનું કોઈ દિવસે પણ કલ્યાણ થાય નહીં. કેમકે સત્સંગપ્રસંગમાં તો જીવનું કંઈક ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાઘન છે, પણ સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ જ સાઘન છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોઘને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં, તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં.” (વ.પૃ.૪૭૦) //૧૮ તો કલ્યાણ ન કોઈ દિવસે થાય જીવનું કોઈ વડે,” આ શિખામણ અમૃત સરખી જીવ બૅલી ભવમાં રખડે. અસંગતાનો માર્ગ અનુપમ, અતિ સંક્ષેપે આમ કહ્યો; સમકિત પામ્યા વિણ નહિ કદીયે અસંગતામાં કોઈ રહ્યો. અર્થ :- ઉપર પ્રમાણે સત્સંગના વિયોગમાં આત્મબળ પ્રગટાવે નહીં, તો કોઈ બીજા સાઘન વડે જીવનું કલ્યાણ કોઈ દિવસે પણ થાય નહીં. આ પરમકૃપાળુદેવે આપેલી અમૃત સરખી શિખામણ છે. તેને જો જીવ ભૂલી જશે તો ફરીથી અનંત સંસારમાં જ રખડ્યા કરશે. અસંગતા પ્રાપ્ત કરવાનો આ અનુપમ માર્ગ પરમકૃપાળુદેવે અતિ સંક્ષેપમાં આપણને ઉપર પ્રમાણે જણાવ્યો છે. સમકિત પામ્યા વગર કોઈ પણ જીવ કદીએ અસંગતામાં રહી શક્યો નથી. માટે પ્રથમ સત્પરુષની આજ્ઞાને અનુસરી સમકિત પામી અસંગતા પ્રાપ્ત કરવી એ જ જીવને શ્રેયરૂપ છે. “સંક્ષેપમાં લખાયેલાં જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારાં Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ આ વાક્યો મમHજીવે પોતાના આત્માને વિષે નિરંતર પરિણામી કરવા યોગ્ય છે; જે પોતાના આત્મગુણને વિશેષ વિચારવા શબ્દરૂપે અમે લખ્યા છે.” (વ.પૃ.૪૭૦) I/૧૯ો. સમ્યગ્દષ્ટિ મહાપુરુષની અંતર્ચર્યા ગહન કહી, બોલે તો પણ મૌન સદા તે, ખાય છતાં ઉપવાસ સહી. મહારાજ્ય-વૈભવના ભોગી, યોગી અનુપમ તો ય કહ્યા, ઘોર રણે માનવ-વઘ કરતા, અહો! અહિંસક તો ય રહ્યા. અર્થ - સમ્યવ્રુષ્ટિ મહાપુરુષની અંતર્ધાત્મચર્યા ઘણી ગહન હોય છે. તે બોલે છે છતાં સદા મૌન છે કેમકે તેમને બોલવાનો ભાવ નથી. ખાતા છતાં પણ ઉપવાસી છે કેમકે એ માત્ર શરીર ટકાવવાં આસક્તિ રહિતપણે ભોજન લે છે. મહાન છ ખંડ રાજ્યવૈભવના ભોગી હોય તો પણ તેમને અનુપમ યોગી કહ્યાં છે. કેમકે તેમને રાજ્ય પ્રત્યે અંતરથી મમત્વભાવ નથી. તેમજ ઘોર રણભૂમિમાં માનવનો વઘ કરવા છતાં પણ અહો! આશ્ચર્ય છે કે તેમને અહિંસક ગણવામાં આવ્યા છે. કેમકે તેમનું પ્રવર્તન રાજ્યની ન્યાયનીતિ પ્રમાણે દુષ્ટને શિક્ષા અને સર્જનની રક્ષા કરવા અર્થે કેવળ ઇચ્છારહિતપણે હોય છે. એકવાર ભરત ચક્રવર્તીને યુદ્ધ ભૂમિમાં માનવવઘ કરતા જાણી પુંડરિક ગણઘરે ભગવાન ઋષભદેવને પૂછ્યું કે ભગવંત! હમણાં ભરતના પરિણામ કેવા વર્તતા હશે? ત્યારે પ્રભુ કહે—તારા જેવા. અહો! ક્યાં ચાર જ્ઞાનના ઘર્તા શ્રી પુંડરિક ગણથર અને ક્યાં યુદ્ધ કરતા ભરત મહારાજા. પરિણામની લીલા આશ્ચર્યકારક છે. ૨૦ દધિ મથતાં માખણ જે જાયું પિંડàપે રહે છાશ વિષે, તોપણ તેમાં કદી ભળે નહિ; જ્ઞાનદશા ય અપૂર્વ દીસે. આત્મ-અનુભવનો મહિમા કવિ કોઈ પૂરો નહિ ગાઈ શકે; અંતર્યાગ સુદ્રષ્ટિ ઉરે વસતો, વચને ન સમાઈ શકે. અર્થ :- દથિ એટલે દહિંને મથતાં નિકળેલ માખણ જે છાસ ઉપર પિંડરૂપે જામી રહે છે, તે ફરી કદી પણ છાસમાં ભળતું નથી. તેમ જ્ઞાની પુરુષોની જ્ઞાનદશા પણ તેવી જ અપૂર્વ છે કે જે એકવાર પ્રગટ્યા પછી ફરી તે જ્ઞાની પુરુષો સંસારમાં પ્રથમની જેમ ભળી શકતા નથી. કેમકે તેમના અંતરમાં ભેદ પડી જાય છે. એકવાર અનાદિ મિથ્યાત્વના મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય કે સમકિત મોહનીયરૂપે ત્રણ ટુકડા થયા પછી તે ફરી કદી એકરૂપે થવાના નથી. ભલે તે સમકિતને વમી નાખે તોપણ તે ટુકડાઓ એક થવાના નથી. આમ આત્મઅનુભવનો મહિમા કોઈ કવિ ગમે તેટલા કાવ્ય રચે તો પણ ગાઈ શકે નહીં. જે સમ્યવ્રુષ્ટિ મહાત્માના હૃદયમાં સાચો અંતર્યાગ વસે છે, તેનું વર્ણન વચન દ્વારા કોઈ રીતે પણ થઈ શકે એમ નથી. કેમકે તે અંતરંગ આત્મચર્યા છે. ગરવા મસ્યવઘ કરનાર જનોને જણાય જળમાં જોઈ રહ્યો, પણ શર સાથી નભમાં ફરતું મત્સ્ય વધવા લક્ષ કહ્યો; તેમ મહાત્મા સમ્યવ્રુષ્ટિ જણાય જન સામાન્ય સમા, ક્રિયા અનેક કરે નહિ ચૂકે આત્મ-મહાભ્ય, ન અન્ય તમા. અર્થ :- હવે એ મહાત્માઓની કેવી અસંગ અંતરંગ આત્મચર્યા હોય છે તે નીચે સમજાવે છે : Page #270 -------------------------------------------------------------------------- ________________ (૨૦) મહાત્માઓની અસંગતા ૨૪૭ મસ્યવેદ એટલે માછલીને વીંઘનાર વ્યક્તિને જોઈ લોકોને એમ જણાય કે આ તો નીચે જલમાં જોઈ રહ્યો છે પણ તે તો શર એટલે બાણને ખેંચી નભ એટલે આકાશમાં રહેલા મત્સ્ય કહેતા માછલાની પુતલીને વીંઘવા માટે તાકી રહ્યો છે. તેમ સમ્યવ્રુષ્ટિ મહાત્માઓ દેખાવે સામાન્ય માણસ જેવા જણાય, ક્રિયા પણ અનેક કરતા હોય છતાં તેમના હૃદયમાં રહેલ આત્માનું માહાત્મ તેને કદી ચૂકતા નથી. અર્થાત્ ભૂલતા નથી. તેમના મનમાં બીજા કોઈ જગતના પદાર્થની તમા એટલે ઇચ્છા નથી. તે તો હૃદયથી સાવ નિર્લેપ છે. પુરા ચક્રવર્તી યુદ્ધોથી પાપી પરિગ્રહી છે ય ખંડ તણો, કયી ગતિમાં જાશે એવો વણિક કરે વિચાર ઘણો; ભરત ચક્રવર્તી ત્યાં થઈને જાય જનો સન્માન કરે, વણિક વિમુખ વિચારે ડૂળ્યો બેસી રહે નિજ હાટ પરે. અર્થ :- ચક્રવર્તી અનેક યુદ્ધો કરવાથી પાપી છે, છ ખંડનો અધિપતિ હોવાથી મહા પરિગ્રહી છે. માટે તે કઈ ગતિમાં જશે, એ સંબંધી ઘણા વિચાર એક વણિક પોતાની દુકાન ઉપર બેઠો બેઠો કરતો હતો. તે સમયે ભરત ચક્રવર્તીની સવારી તે તરફ થઈને જવા લાગી. ત્યારે સર્વ નગરજનો તેમનું સન્માન કરવા લાગ્યા. પણ તે વણિક તો આવા વિમુખ એટલે વિપરીત વિચારમાં ડૂબેલો હોવાથી પોતાની દુકાન ઉપર જ બેસી રહ્યો અને ભરત મહારાજાનું સન્માન કર્યું નહીં. ૨૩. ભરતભૂપ-નજરે ચઢતાં તે અવધિજ્ઞાને કળી ગયા, સૈનિક પાસે પકડાવીને વણિક પર અતિ શુદ્ધ થયા; ફરમાવી ફાંસીની શિક્ષા, મહાજનો ત્યાં વીનવી રહ્યા, “અલ્પ અપરાથી-શિર ભારે દંડ ઘટે નહિ, કરો દયા.” અર્થ - ભરત મહારાજાની નજરે તે વણિક આવી ગયો. મહારાજાએ અવધિજ્ઞાનથી બચી પરિસ્થિતિને યથાયોગ્ય જાણી લીધી. પછી સૈનિકને મોકલી તે વણિકને પકડાવી, મહારાજા તેના ઉપર અતિ ક્રોધાયમાન થયા અને ફાંસીની શિક્ષા ફરમાવી દીધી. તેથી નગરના મહાજનો ચક્રવર્તીને વિનંતિ કરવા લાગ્યા કે મહારાજ! આટલા અલ્પ અપરાધીને શિરે આટલો ભારે ફાંસીનો દંડ કરવો ઘટતો નથી માટે તેના ઉપર દયા કરો. રજા “એક જ શરતે રહે જીવતો; ”કહે ભૂપ,“જો આમ કરે, ટોકે તેલ વડે ભર થાળ લઈ શિર પર સહુ નગર ફરે; ટીપું તેલ ઢળે તે સાથે શિર કપાશે અસિ-ઘારે, ચોકી વણિક તણી કરશે આ રક્ષક ખુલ્લી તરવારે.” અર્થ :- તેના જવાબમાં મહારાજા ભરતચક્રી કહેવા લાગ્યા કે આ એક જ શરતે જીવતો રહી શકે; જો હું કહું છું તેમ કરે તો. તે આ કે ટોકે એટલે ટોચ સુઘી તેલનો ભરેલો થાળ શિર પર લઈને આખા નગરમાં ફરે. તેલનું ટીપું એક પણ ઢોળાવું જોઈએ નહીં. નહીં તો તલવારની ઘારે શિર કાપી નાખવામાં આવશે. તેના માટે ખુલ્લી તરવારે આ રક્ષકો આ વણિકની ચોકી કરશે. રપા ભયભરી શરતે પણ બચવાની બારી સુણી તૈયાર થયો, થાળ ભરી ચૌટાં ચોરાશી ફરી નગર નૃપ પાસે ગયો. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ઘણી સાવઘાનીથી થાળી નૃપ-ચરણે ઍક નમન કરે, “આપ કૃપાથી રહ્યો જીવતો” કહી શ્વાસ નિરાંતે ભરે. અર્થ - ભયથી ભરેલી શરત હોવા છતાં પણ મરણથી બચવાની બારી મળી ગઈ એમ જાણી તે તેમ કરવા તૈયાર થયો. તેલથી ભરેલા થાળને ઉપાડી આખા નગરના ચોરાશી ચૌટામાં ફરીને રાજા પાસે આવી ઘણી સાવધાનીથી થાળને રાજાના ચરણમાં મૂકીને કહેવા લાગ્યો કે મહારાજ ! આપની કૃપાએ જીવતો રહ્યો છું. એમ કહી નિરાંતનો શ્વાસ લીધો. ત્યાં સુધી શ્વાસ અદ્ધર હતા કે જો ટીપું પડી ગયું તો મારું માથું કપાઈ જશે. ૨૬ાા ભરત ભૂપ સ્મિત સહ ઉપદેશે: “આજ નથી મરનાર તમે; પ્રથમ જાણી શિખામણ કાજે કૃત્રિમ ક્રોઘ કરેલ અમે. નગર વિષે ઉત્સવની આજ્ઞા કરી હતી સૌ સ્થાન વિષે કહો બધે ફરતાં શું જોયું? કયી ચીજ સુંદર અતિશે?” અર્થ - હવે ભરત મહારાજા સ્મિત એટલે સહજ મોટું મલકાવીને કહેવા લાગ્યા કે આજ તમે મરનાર નથી એ અમે પ્રથમ અવધિજ્ઞાનથી જાણીને શિખામણ આપવા માટે જ આ કૃત્રિમ ક્રોઘ કરેલ છે. તથા નગરમાં ઉત્સવની આજ્ઞા કરીને સૌ સ્થાનને શણગારવા જણાવેલ, તે બધામાંથી કહો તમે બધે ફરતા તેમાંથી શું શું જોયું? તેમાં કઈ ચીજ અતિ સુંદર છે? તે કહો. ૨શા. વણિક કહેઃ “નથી મેં કંઈ દીઠું, જીવ હતો મુજ થાળ વિષે; કોઈ પ્રકારે રહું જીવતો એ વણ વાત ન અન્ય દીસે. મરણ તણો ભય ભારે માથે, ઊંચા શ્વાસે નગર ફર્યો, ગમે તેમ કરી નજર ન ચૂક્યો; આપ કૃપાથી હું ઊગર્યો.” અર્થ - ત્યારે વણિક કહેવા લાગ્યો કે મહારાજ! મેં એમાંથી કંઈ જોયું નથી. મારો જીવ તો થાળમાં હતો. હું કોઈ પ્રકારે પણ જીવતો રહું એ વિના બીજી વાત મારા હૃદયમાં કાંઈપણ હતી નહીં. મારે માથે તો મરણનો ભય હતો, તેથી ઊંચા શ્વાસે હું તો આખું નગર ફર્યો છું. ગમે તેમ કરીને પણ થાળમાંથી હું નજર ચૂક્યો નહીં અને આપની કૃપાથી આજે હું ઊગરી ગયો છું, અર્થાત્ બચી ગયો છું. ૨૮ ભરત ચક્રવર્તી કહે, “ભાઈ, એક જ ભવનું મરણ ટળે, તે માટે તું નજર ન ચૂક્યો, ઉત્સવ-આનંદે ન ભળે; પણ મારે છે મરણ ટાળવાં ભવો અનંત તણાં હમણાં, તો કહે કેમ નજર હું ચૂકું? રાજ્ય, રિદ્ધિ ને યુદ્ધ ઘણાં. અર્થ :- હવે ભરત ચક્રવર્તી કહેવા લાગ્યા કે ભાઈ, એક જ ભવનું તારું મરણ ટળે તેના માટે તું નજર ચૂક્યો નહીં અને ઉત્સવમાં થતા આનંદમાં તું ભૂલ્યો નહીં. જ્યારે મારે તો અનંતભવના મરણ આજ ભવમાં ટાળવાં છે. તો કહે હું કેમ નજર ચૂકું ? મારે તો અનેક રાજકાજ, રિદ્ધિ અને યુદ્ધ કરવા પડે છે. તેમાં હું ભાવપૂર્વક આત્મઉપયોગને લગાવું તો મારા જન્મમરણ કેમ ટળે? Il૨૯ 2ષભદેવનું વચન નિરંતર મુજ મન માંહી રમણ કરે, તુચ્છ જગત તેથી ભાસે છે ઉદાસીનતા ઉર ઊભરે; Page #272 -------------------------------------------------------------------------- ________________ ભરતી ચક્રવતીની જીતીશુક્રથી -દુકાને બેઠો વિચાર કરતો વણિક કી Rohe ભરત ચતવર્તીની બજારમાં સવારી સભામાં ભરતી ચક્કવર્તીઓ કરેલ વણિકને શિક્ષા વણિકે લીધેલા દીક્ષા બજારમાં તેલની બરેલી થાળી) ઉપાડીને ફરતી વણિકે I પોતાની અંતરદશા વર્ણવતા ચક્રવર્તી શ્રી ભરત Page #273 -------------------------------------------------------------------------- ________________ (૨૦) મહાત્માઓની અસંગતા ૨૪૯ તો કહે પાપ પ્રવેશે ક્યાંથી? ક્રમ હૂંટવાનો મળી ગયો, તે નિઃશંકપણે આરાશું, મુક્તભાવ દ્રઢ ઉરે રહ્યો.” અર્થ - ભગવાન ઋષભદેવનું વચન નિરંતર મારા મનમાં રમણ કરી રહ્યું છે. તેથી આ આખું જગત મને તુચ્છ ભાસે છે. તથા વૈરાગ્યના હૃદયમાં ઉભરા આવે છે. તો કહો મારામાં પાપ ક્યાંથી પ્રવેશી શકે? કેમકે ભગવાન ઋષભદેવના પ્રતાપે મને કર્મોથી છૂટવાનો ક્રમ મળી ગયો છે. તેની નિશંકપણે આરાઘના કરું છું તથા મારા હૃદયમાં સંસારના દુઃખોથી મુક્ત થવાનો ભાવ દ્રઢપણે રહેલો છે. ll૩૦ાા વણિક કહે: “મુજ ઘન્ય ભાગ્ય!પ્રભુ, શિવગામી-નજરે ચઢિયો, આત્મજ્ઞાનની ગહન દશાનો ઉકેલ મુજ શ્રવણે પડિયો, મરણસ્વરૂપ બતાવી આપે, ચઢાવિયો સાચી વાટે, સત્ય, દયા, પ્રભુ પાળી આપે, અમાપ, રંક હૃદય માટે. અર્થ - હવે વણિક કહેવા લાગ્યો કે અહો! મારા ઘન્ય ભાગ્ય છે કે આવા મોક્ષગામી અલિપ્ત પ્રભુ મારી નજરે ચઢયા તથા આત્મજ્ઞાની પુરુષની અંતરંગ ગહનદશાનો ઉકેલ આજે મારા શ્રવણે પડ્યો અથોતુ મારા કાને તે દશાનો મર્મ આજે સ્પષ્ટ સાંભળવામાં આવ્યો. મરણનું સાક્ષાત્ સ્વરૂપ કેવું હોય તે આજે આપે મને બતાવી સાચા મોક્ષના માર્ગે ચઢાવી દીધો. હે પ્રભુ! મારા જેવા રંકના હૃદયને જાગૃત કરવા માટે આપે અમાપ સત્ય દયા પાળી છે એમ હવે હું માનું છું. In૩૧ના શરણ આપનું સદા રહો, ભવ-જળ તરવા મુજ નાવ બનો, આપ કહો તે કરું હવે હું, વીત્યો મોહ સ્વજન-ભવનો.” ભરત ભૂપ કહે, “નિકટ ભવ્ય છો, નમસ્કાર કરવા જેવા, હું સંસાર-ઉપાધિમાં છું, ઘરું ભાવ દીક્ષા લેવા. અર્થ:- આપ જેવા મહાન આત્માનું મને હવે સદા શરણ રહો. તથા સંસારરૂપી સમુદ્રના જળને તરવા માટે આપ નાવ સમાન બની રહો. આપ જે કહો તે કરવા તૈયાર છું. કેમકે આ ભવના સ્વજનો પ્રત્યેનો મારો મોહ હવે ઊતરી ગયો છે. તે સાંભળી ભરતેશ્વર બોલ્યા કે તમે તો નિકટ ભવ્ય છો, નમસ્કાર કરવા જેવા છો. જ્યારે હું તો પ્રારબ્બાથીન સંસારની ઉપાધિમાં પડ્યો છું; પણ દીક્ષા ગ્રહણ કરવાના ભાવ રાખું છું. Iકરા પણ પ્રારબ્ધ હજી ખેંચે છે, ત્યાગ તણું બળ નહિ ભાળ; આપ ચાહો કલ્યાણ અચૂંક તો ઋષભ શરણ લ્યો રઢિયાળું. અખિલ વિશ્વના નાથ સમીપે અસંગતા-રસમાં રમજો, પ્રથમ ચિત્ત દુભાવ્યું તે મુજ વર્તન, ભાવમુનિ, ખમજો.” અર્થ :- ચક્રવર્તી કહે હજ મારું પ્રારબ્ધ અને સંસાર ભણી ખેંચે છે. તેથી કરીને જોઈએ તેવું બાહ્યત્યાગનું બળ મારામાં હજા હું જોતો નથી. પણ આપ જો અચૂકપણે આત્મકલ્યાણને જ ઇચ્છતા હો તો ઋષભ પરમાત્માનું રઢિયાળું એવું શરણ અંગીકાર કરો. અખિલ એટલે સમસ્ત જગતના નાથ એવા ઋષભદેવ પ્રભુની સમીપે સર્વસંગ પરિત્યાગ કરી Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ આત્માના અનુભવરસમાં સદા કેલી કરજો તથા હે ભાવમુનિ! પ્રથમ મેં તમારું જે ચિત્ત દુભાવ્યું તેની તમો મારા પ્રતિ ક્ષમા કરજો. ૩૩ વિકટ કાર્ય છેએક સમય પણ કેવળ અસંગ બની, ટકવું; ત્રિલોકને વશ કરવા કરતાં વધુ વિકટ છે સ્થિર થવું. એવા અસંગપણે ત્રિકાળ રહે પુરુષાર્થ વિશેષ ઘરી, તે જયવંત મહાત્માઓની ઓળખાણ પડવી અઘરી. અર્થ :- એક સમય પણ કેવળ અસંગ બનીને સ્વરૂપમાં સ્થિર રહેવું તે ત્રણેય લોકને વશ કરવા કરતાં પણ વધુ વિકટ કાર્ય છે. એવા અસંગાણામાં પુરુષાર્થ વિશેષ આદરીને જે ત્રણે કાળ રહે છે, એવા કર્મોને હણી વિજય પામેલા મહાત્માઓની ઓળખાણ જગતમાં પડવી ઘણી દુર્લભ છે. એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે; તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે, એવા સત્પરુષનાં અંતઃકરણ, તે જોઈ અમે પરમાશ્ચર્ય પામી નમીએ છીએ.” (વ.પૃ.૨૬૯) I[૩૪ો. અન્ય પદાર્થનો તાદાત્મ અધ્યાસ જેટલો નિજ ભાવે નિવર્તવો તે ત્યાગ ગણે જિન, અસંગતા તેથી આવે; દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ, ભાવથી અસંગતા વર્તે જેને, અટળ અનુભવ સ્વરૃપ-લીનતા થયે મુક્ત દશા તેને. અર્થ - અન્ય પદાર્થ પ્રત્યે અનાદિથી થયેલો તાદાભ્ય અધ્યાસ એટલે એકમેક ભાવે થયેલો ગાઢ અભ્યાસ તે આત્મામાંથી નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે. તેથી જ અસંગતા જીવમાં આવે છે. “આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાભ્યઅધ્યાસ નિવર્તવો તેને શ્રી નિત્યાગ કહે છે.”(પૃ.૪૫૨) જગતમાં રહેલા સર્વ દ્રવ્યો એટલે પદાર્થો પ્રત્યે જેને આસક્તિ નથી, કોઈપણ પ્રકારના ક્ષેત્ર પ્રત્યે જેને રાગ નથી, ગમે તેવો કાળ એટલે સમય હોય તો પણ જેને કોઈ બાધ નથી અથવા ગમે તેવા રાગદ્વેષના નિમિત્ત હોવા છતાં પણ જેના ભાવમાં કોઈ અંતર પડતો નથી, એવું અસંગપણું જેને વર્તે છે તેને આત્માનો અટલ અનુભવ થાય છે. અને સ્વસ્વરૂપમાં લીનતા થયે તે મહાત્મા જીવતા છતાં મુક્તદશાને પામે છે. “બીજા સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે “મુક્ત” છે. અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો ત્યાંથી મુક્તદશા વર્તે છે.” (વ.પૃ.૬૦૪) //૩પા. અબોલ, અપ્રતિબદ્ધ, અસંગ, વિકલ્પરહિત થઈ મુક્ત થતા; તે ભગવાન સમા સત્પરુષો આમ અસંગપદે ચઢતા; ત્રણે કાળમાં પોતાનો મૈં દેહાદિથી સંબંધ નથી, એવી અપૂર્વ અસંગ દશાને નમન કરું હું તન-મનથી. અર્થ - એવી મુક્તદશાને પામેલા પુરુષો અબોલ એટલે મૌન થાય છે. તેમને બોલવાનો ભાવ નહીં હોવાથી પરમાર્થે બોલતાં છતાં પણ તેઓ મૌન છે. અપ્રતિબદ્ધ એટલે સર્વ પ્રકારના પ્રતિબંઘથી તેઓ Page #275 -------------------------------------------------------------------------- ________________ (૨૧) સર્વોત્કૃષ્ટ સિદ્ધિ ૨૫ ૧ મૂકાય છે. કોઈનો પણ સંગ કરવાનો અભિલાષ નહીં હોવાથી અસંગ બને છે. તથા ઉદયાથીન માત્ર વર્તન હોવાથી સર્વ પ્રકારના વિકલ્પથી તેઓ રહિત થાય છે. એવા પુરુષો કેવળજ્ઞાન પામી સર્વથા ઘાતીયા કમોંથી મૂકાઈ જઈ જીવતાં છતાં મુક્તપણે પામે છે. ઉપરોક્ત પ્રમાણે ભગવાન સમાન સન્દુરુષો અસંગપદમાં દિન પ્રતિદિન વૃદ્ધિ કરે છે. “તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે.” (વ.પૃ.૪૦૪) ત્રણે કાળમાં પોતાને આ દેહાદિ પદાર્થોથી કોઈ સંબંઘ જ નથી એવી અપૂર્વ અસંગદશા જેણે પ્રાપ્ત કરી છે, તેવા મહાત્માઓને હું તનથી એટલે શરીર નમાવીને દ્રવ્યથી તથા મનથી એટલે સાચા હૃદયના ઉત્કૃષ્ટ ભાવોલ્લાસથી વારંવાર પ્રણામ કરું છું. જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંઘ નહોતો એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સપુરુષોને નમસ્કાર છે.” (વ.પૃ.૯૦૪) I/૩૬ાા મહાત્માઓને અસંગતા જ પ્રિય છે. તે પ્રાપ્ત થયે જીવની સર્વોત્કૃષ્ટ શુદ્ધિ થાય છે. તે માટે “શ્રીમદ્ રાજચંદ્ર” પત્રાંક ૮૩૨માં જણાવે છે કે – “સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ” અર્થાત્ પાંચ ઇન્દ્રિયના વિષયો. ક્રોથાદિ કષાયો તથા પરિગ્રહાદિમાં મમત્વભાવનો ત્યાગ કરી આત્માની શુદ્ધિ કરો. જેટલી શદ્ધિ તેટલો આત્માનો આનંદ અનુભવવામાં આવશે. એવી સર્વોત્કૃષ્ટ સિદ્ધિરૂપ મુક્તિ કેમ મેળવવી તેના ઉપાય અત્રે બતાવવામાં આવે છે. (૨૧) સર્વોત્કૃષ્ટ સિદ્ધિ (મનમંદિર આવો રે કહું એક વાતલડી-એ રાગ) મનમંદિર આવો રે, મહા પ્રભુ, રાજ ઘણી, દિલ દર્શન તરસે રે, અપૂર્વ પ્રત્યક્ષ ગણી. મન૦ ૧ અર્થ - હે મહાપ્રભુ રાજ રાજેશ્વર! આપ મારા ઘણી એટલે આત્માના નાથ છો. માટે મારા મનરૂપી મંદિરમાં આપ પધારો. મારું મન સમ્યગદર્શન માટે તલસી રહ્યું છે. જેની પ્રાપ્તિ પૂર્વે અનાદિકાળના ભવભ્રમણમાં ક્યારેય થઈ નહીં, તે હવે આપના દ્વારા પ્રત્યક્ષ થઈ શકશે, એમ માનીને મારા મનમંદિરમાં પઘારવા આપને હું વિનંતી કરું છું. /૧|| તુજ વાણી મનોહર રે સ્વભાવ-પ્રકાશશશી, ઊડે ચિત્ત-ચકોરી રે શ્રી રાજપ્રભા-તરસી. મન ૨ અર્થ :- હે પ્રભુ! આપની અનંત અનંત ભાવ અને ભેદથી ભરેલી વાણી મનોહર છે, અર્થાત્ મારા મનને હરણ કરનારી છે. તથા મારા આત્મસ્વભાવને પ્રકાશવામાં તે શશી એટલે ચંદ્રમા સમાન છે. વળી મારું ચિત્તરૂપી ચકોર પક્ષી આપ રાજપ્રભુના ચંદ્રમા સમાન જ્ઞાનપ્રકાશને પામવા અર્થે જ તરસી રહ્યું છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ તેથી હે નાથ! આપ જરૂર મારા મનરૂપી મંદિરમાં પથારી મને આત્મશાંતિના દાતાર થાઓ. સારા સર્વોત્કૃષ્ટ સિદ્ધિ રે પ્રભુ તુજ ઉર રમી, તુજ ભક્તિ-પ્રસાદે રે મને પણ એહ ગમી. મન૦ ૩ અર્થ - હે પ્રભુ! આત્માની સર્વોત્કૃષ્ટ સિદ્ધિ એટલે પરમપદની પ્રાપ્તિ તે તો આપના હૃદયમાં સદાય રમી રહી છે. પણ આપના શુદ્ધ આત્માની ભક્તિરૂપી પ્રસાદી મને મળવાથી મારા મનને પણ એ જ આત્માની સર્વોત્કૃષ્ટ સિદ્ધિ ગમી ગઈ છે કેમકે “ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે. નિર્મળજ્ઞાન મોક્ષનો હેતુ થાય છે. (વ.પૃ.૫૩૦) /ફા. સમ્યકત્વ દશાથી રે ઋદ્ધિ-સિદ્ધિ જીવ વરે, સમ્યક તપ-જ્ઞાને રે વળી બહુ લબ્ધિ વરે. મન ૪ અર્થ :- આત્માની શુદ્ધ સ્વરૂપમય નિર્મળ સમ્યક્દશા પ્રાપ્ત થયે જીવ ઋદ્ધિ-સિદ્ધિને પામે છે અર્થાત્ દર્શન પ્રાપ્ત થયા પછી આવી નિર્મળ દશા આત્માની હોય છે તથા સમ્યકજ્ઞાન અને સમ્મચારિત્રરૂપ તપ વડે વળી તે નિર્મળ આત્મા બહુ લબ્ધિને પામે છે. જેમ ગૌતમ સ્વામીએ લબ્ધિના બળે ખીરના પાત્રમાં અંગૂઠો રાખી પંદરસો તાપસને જમાડ્યા હતા. “અંગૂઠે અમૃત વસે, લબ્ધિતણો ભંડાર.” અથવા વિષ્ણુ મુનિએ નમુચિ મંત્રીના મુનિઓ પર થતા ઉપદ્રવને વિક્રિયા ઋદ્ધિ વડે મોટું શરીર કરીને નિવાર્યો હતો. તેમજ ૫.ઉ.૫.પૂ. પ્રભુશ્રીજીએ સંદેશર ગામમાં ભક્તિ નિમિત્તે આવેલ ત્રણ હજાર માણસનું અકસ્માત પાંચ હજાર થઈ જવાથી ટૂંક સમયમાં રસોઈ બની શકશે નહીં અને બઘાને જમાડી શકાશે નહીં, એમ મુમુક્ષુઓના કહેવાથી પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ અક્ષીણ મહાન ઋદ્ધિના બળે ભોજન સામગ્રીને વસ્ત્ર વડે ઢંકાવી બધાને જમાડવાનો આદેશ આપ્યો હતો. જેથી બઘા જમી રહ્યા પછી પણ ભોજન સામગ્રી વધી હતી. તે રિદ્ધિઓના પ્રકાર આ પ્રમાણે છે : ૧. આઠ રિદ્ધિઓ : (૧) બુદ્ધિ ઋદ્ધિ (જ્ઞાન વૃદ્ધિ), (૨) ચારણ ક્રિયા ઋદ્ધિ (જ્યાં ઇચ્છે ત્યાં ગમન કરવાની શક્તિ), (૩) વિક્રિયા ઋદ્ધિ (શરીરનાં નાના પ્રકારનાં રૂપ બનાવી લેવા તે), (૪) તપ ઋદ્ધિ (જેથી કઠિન તપ કરી શકાય તે), (૫) બલ ઋદ્ધિ (જેના વડે મન વચન કાયાનું બળ મનમાન્યું કરી શકાય), (૬) ઔષધિ ઋદ્ધિ (જેનો પરસેવો અથવા શરીરની હવા સ્પર્શવાથી લોકોના રોગ દૂર થઈ જાય તે), (૭) રસ ઋદ્ધિ (જેના બળથી લખું સૂકું ભોજન પણ રસમય અને પૌષ્ટિક થઈ જાય) (૮) અક્ષીણ મહાન ઋદ્ધિ (જેના પ્રભાવથી ભોજન સામગ્રી અથવા સ્થાન વધી જાય.)” નિત્યનિયમાદિ પાઠ (પૃ.૨૬૫) અષ્ટ મહાસિદ્ધિઓ નીચે પ્રમાણે છે :૧. મહિમા સિદ્ધિ - કહેતા શરીરાદિકને મેરુપર્વત કરતાં પણ મોટાં કરવાની શક્તિ. ૨. લઘિમા - કહેતા શરીરાદિકને વાયુ કરતાં પણ લઘુ કરવાની શક્તિ. ૩. ગરિમા :- કહેતા શરીરાદિકને ઇન્દ્રના વજ થકી પણ અત્યંત ભારે કરવાની શક્તિ. ૪. પ્રાપ્તિ - કહેતા ભૂમિએ રહ્યાં છતાં અંગુલને મેરૂના શિખરે પહોંચાડવાની શક્તિ. ૫. પ્રાકામ્ય :- કહેતા પાણીને વિષે પણ પૃથ્વીની પેઠે ગમનાદિ કરવાની શક્તિ. ૬. ઈશિતા :- કહેતા રૈલોક્ય રિદ્ધિકરણ તથા તીર્થકર, ચક્રવર્તી, ઇન્દ્રઆદિ રિદ્ધિ વિદુર્વાની શક્તિ. Page #277 -------------------------------------------------------------------------- ________________ (૨૧) સર્વોત્કૃષ્ટ સિદ્ધિ ૨ ૫૩ ૭. વશિતા - કહેતા સર્વ જીવને વશ કરવાની શક્તિ. ૮. અપ્રતિઘાત - કહેતા પર્વતમાં પણ પ્રવેશ કરવાની શક્તિ. વળી તે ઉપરાંત પણ અંતર્ધાન, અદ્રશ્યકરણ, નાનારૂપકરણ ઇત્યાદિ અનેક ચમત્કારિક શક્તિ જીવને પ્રાપ્ત થઈ શકે છે. “(૨)લબ્ધિ = પ્રાપ્તિ; કોઈ ગુણ સમ્યકત્વ આદિ પ્રાપ્ત થાય તે લબ્ધિ છે તથા રિદ્ધિ સિદ્ધિ ચમત્કાર આદિને પણ લોકો લબ્ધિ કહે છે.” -બોઘામૃત ભાગ-૩ (પૃ.૨૦૫) શ્રીમદ્ રાજચંદ્ર' માંથી – “જે કાંઈ સિદ્ધિ, લબ્ધિ ઇત્યાદિ છે તે આત્માના જાગૃતપણામાં એટલે આત્માના અપ્રમત્ત સ્વભાવમાં છે. તે બથી શક્તિઓ આત્માને આશીન છે. આત્મા વિના કાંઈ નથી. એ સર્વનું મૂળ સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે.” -વ્યાખ્યાનમાર-૨ (પૃ.૭૭૯) “લબ્ધિ, સિદ્ધિ સાચી છે; અને તે અપેક્ષા વગરના મહાત્માને પ્રાપ્ત થાય છે; જોગી, વૈરાગી એવા મિથ્યાત્વીને પ્રાપ્ત થતી નથી. તેમાં પણ અનંત પ્રકાર હોઈને સહેજ અપવાદ છે. એવી શક્તિઓવાળા મહાત્મા જાહેરમાં આવતા નથી; તેમ બતાવતા પણ નથી. જે કહે છે તેની પાસે તેવું હોતું નથી. લબ્ધિ ક્ષોભકારી અને ચારિત્રને શિથિલ કરનારી છે. લબ્ધિ આદિ, માર્ગેથી પડવાનાં કારણો છે. તેથી કરી જ્ઞાનીને તેનો તિરસ્કાર છે. જ્ઞાનીને જ્યાં લબ્ધિ, સિદ્ધિ આદિથી પડવાનો સંભવ ઉત્પન્ન થાય છે ત્યાં તે પોતાથી વિશેષ જ્ઞાનીનો આશ્રય શોધે છે. આત્માની યોગ્યતા વગર એ શક્તિ આવતી નથી. આત્માએ પોતાનો અધિકાર વઘારવાથી તે આવે છે.” -વ્યાખ્યાનસાર-૨ (પૃ.૭૭૯-૮૦) “અષ્ટ મહાસિદ્ધિ આદિ જે જે સિદ્ધિઓ કહી છે, “ૐ' આદિ મંત્રયોગ કહ્યાં છે, તે સર્વ સાચાં છે. આત્મશ્વર્ય પાસે એ સર્વ અલ્પ છે. જ્યાં આત્મસ્થિરતા છે, ત્યાં સર્વ પ્રકારના સિદ્ધિયોગ વસે છે. આ કાળમાં તેવા પુરુષો દેખાતા નથી, તેથી તેની અપ્રતીતિ આવવાનું કારણ છે, પણ વર્તમાનમાં કોઈક જીવમાં જ તેવી સ્થિરતા જોવામાં આવે છે. ઘણા જીવોમાં સત્ત્વનું ન્યૂનપણું વર્તે છે, અને તે કારણે તેવા ચમત્કારાદિનું દેખાવાપણું નથી, પણ તેનું અસ્તિત્વ નથી એમ નથી. તમને અંદેશો રહે છે એ આશ્ચર્ય લાગે છે. જેને આત્મપ્રતીતિ ઉત્પન્ન થાય તેને સહેજે એ વાતનું નિઃશંકપણું થાય, કેમકે આત્મામાં જે સમર્થપણું છે, તે સમર્થપણા પાસે એ સિદ્ધિલબ્ધિનું કાંઈ પણ વિશેષપણું નથી.” (વ.પૃ.૪૬૭) “ઉપદેશામૃત' માંથી :- અત્રે કોઈ અદભુત વિચારો અને આત્મિક સુખ અનુભવમાં આવે છે તે કહી શકાતું નથી. અનંત શક્તિ છે, સિદ્ધિઓ છે, પૂર્વભવ પણ જણાય છે, આનંદ આનંદ વર્તે છે, એક જ શ્રદ્ધાથી! કહ્યું-લખ્યું જતું નથી.” (પૃ.૧૬) વીતરાગ સ્વભાવે રે મહામુનિ મોહ હણી, વરે કેવળ-લબ્ધિ રે નવે નિજ ગુણ ગણી. મન ૫ અર્થ - મહામુનિ તો પોતાના આત્માનો વીતરાગ સ્વભાવ પ્રગટાવી, પરપદાર્થ પ્રત્યે રહેલા મોહને સર્વથા હણી કેવળજ્ઞાનરૂપ લબ્ધિને પામે છે. કેવળજ્ઞાન પામે આત્માના ગુણોને ઘાતનાર ચાર ઘાતીયા કર્મ તે મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મ છે, તેનો ક્ષય થઈ નવ લબ્ધિઓની પ્રાપ્તિ થાય છે. તે નીચે પ્રમાણે : મોહનીય કર્મનો ક્ષય થવાથી (૧) ક્ષાયિક સમ્યકત્વ અને (૨) ક્ષાયિક ચારિત્રગુણ પ્રગટે છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી (૩) કેવળજ્ઞાન. અને દર્શનાવરણીય કર્મના ક્ષયથી (૪) કેવળદર્શનગુણ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ પ્રગટે છે. તથા અંતરાય કર્મના ક્ષયથી (૫) અનંત દાન, (૬) અનંત લાભ, (૭) અનંત ભોગ, (૮) અનંત ઉપભોગ અને (૯) અનંત વીર્ય ગુણ પ્રગટે છે. આ બઘા આત્માના ગુણો છે અથવા આત્માની જ શક્તિઓ છે તે સંપૂર્ણ પ્રગટ થાય છે. આપણા સુખ પામે અનંતું રે હવે નહિ કાંઈ કમી, બહુ ઇન્દ્ર-નરેન્દ્રો રે પૅજે પ્રભુ-પાય નમી. મન- ૬ અર્થ :- હવે કેવળ લબ્ધિને પામવાથી મહામુનિઓ આત્માનું અનંતસુખ પામે છે. તેમના સુખમાં કોઈપણ પ્રકારની ખામી નથી. એવા કેવળજ્ઞાનને પામેલા તીર્થકરોને ઘણા ઇન્દ્રો તથા નરેન્દ્રો એટલે ચક્રવર્તીઓ પણ આવીને પ્રભુના ચરણકમળમાં નમસ્કાર કરી તેમની પૂજા કરે છે. Iકા પુરુષોત્તમ ઉત્તમ રે પ્રગટ ઉપકાર કરે, ઉપદેશ અનુપમ રે સુણી બહુ જીવ તરે. મન૦ ૭ અર્થ :- સર્વોત્કૃષ્ટ આત્મસિદ્ધિ જેણે પ્રાપ્ત કરી છે એવા શ્રેષ્ઠ તીર્થંકર પુરુષોત્તમ પ્રભુ જીવોને તારવા માટે હવે પ્રગટ ઉપકાર કરે છે. તેમનો અનુપમ ઉપદેશ સાંભળીને ઘણા જીવો સંસાર સમુદ્રને તરી જાય છે. તેથી પ્રભુચરણ ઉપાસી રે પ્રભુરૂપ કોઈ થશે, તજી સંસાર-સ્ખો રે, બની મુનિ મોક્ષે જશે. મન ૮ અર્થ - સર્વોત્કૃષ્ટ સિદ્ધિના ઘારક એવા પ્રભુની આજ્ઞા ઉપાસી કોઈ શ્રીકૃષ્ણ, રાવણ કે શ્રેણિક મહારાજા જેવા તો પ્રભુરૂપ થશે અર્થાત્ પોતે પણ તીર્થકર બનશે અને બીજા અનેક જીવો પણ સંસારસુખને ત્યાગી મુનિ બનીને મોક્ષે જશે. સનતકુમાર ચક્રવર્તી હોવા છતાં પણ સર્વ ત્યાગી મુનિ બનીને મોક્ષે પધાર્યા. Tટા. દેશ-સંયમી ગૃહી રે યથાશક્તિ ભક્તિ કરે, ભાવો મુનિ સરખા રે સદા ઉરમાંહિ ઘરે. મન ૯ અર્થ :- જે મુનિદશાને અંગીકાર ન કરી શકે તે જીવો દેશ-સંયમ એટલે શ્રાવકના વ્રતોને ગ્રહણ કરીને યથાશક્તિ ભગવાનની ભક્તિ કરે છે. શ્રી હેમચંદ્રાચાર્ય લખે છે કે ભગવાન મહાવીરનો શ્રાવક પરિવાર એક લાખ ઓગણસાઠ હજાર તથા શ્રાવિકાનો પરિવાર ત્રણ લાખ અઢાર હજારનો હતો. તેમાનાં મુખ્ય દશ શ્રાવકોની આરાધનાને ભગવાને પણ વખાણી હતી. તે દશ શ્રાવકમાં (૧) આનંદ, (૨) કામદેવ, (૩) ચુલણીપિતા, (૪) સુરાદેવ, (૫) ચુલ્લશતક (૬) કુંડકોલિક (૭) સદ્દાલપુર, (૮) મહાશતક, (૯) નન્ટિની પિયા અને (૧૦) સાલિહી પિયા નામે હતા. સાચો શ્રાવક તે કહેવાય કે જેને મુનિ થવાની ભાવના હોય; પણ શક્તિના અભાવે તે મુનિવ્રત લઈ શકતો નથી. પણ મુનિ સરખા ભાવો રાખવાની જે હમેશાં કોશિશ કરે છે. ભરત ચક્રવર્તી ઘરમાં રહેતાં છતાં પણ તેવી ભાવનાવાળા હતા. ભરત ચક્રવર્તીને લડાઈ કરતાં જાણી ભગવાન ઋષભદેવને પુંડરિક ગણઘરે પૂછ્યું કે ભગવન!ભરત ચક્રવર્તીના હવે કેવા પરિણામ હશે? ત્યારે ભગવાને કહ્યું કે તારા જેવા. કયાં ગણધર ભગવાન અને ક્યાં ભયંકર યુદ્ધ કરતાં ભરત મહારાજા. પણ બન્નેના ભાવો ભગવાને સરખા કહ્યા. આમ પરિણામની લીલા અજબ છે. જનક વિદેહી પણ ઘરમાં રહેવા છતાં વિદેહીપણે વસતા હતા. લા. Page #279 -------------------------------------------------------------------------- ________________ (૨૧) સર્વોત્કૃષ્ટ સિદ્ધિ ૨ ૫ ૫ ચક્રવર્તી-પદે પણ રે નહીં સુખ તે ગણતા, વળી સિદ્ધદશાના રે અપૂર્વ ગુણો સુણતા. મન, ૧૦ અર્થ:- સમ્યવૃષ્ટિ ભરત ચક્રવર્તી જેવા ચક્રવર્તી પદ પર સ્થિત હોવા છતાં પણ તેમાં સુખ ગણતા નથી. સુખ તો આત્મ અનુભવમાં ગણે છે. તેથી દિવિજય માટે જતાં વચ્ચે સુંદર ગુફા જોઈ ત્યાં જ પંદર દિવસ આત્મધ્યાનમાં લીન રહી ગયા. વળી સિદ્ધદશાના અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અપૂર્વ ગુણોને સાંભળી ચક્રવર્તીપદને પણ તેઓ તુચ્છ ગણે છે. [૧] એમ મોક્ષના પંથે રે ભાવ-ક્રિયાથી વહે, વ્રતશક્તિ ન દેખે રે તે સત્રદ્ધા લહે. મન૦ ૧૧ અર્થ :- એમ મોક્ષના માર્ગમાં પ્રવર્તવા અર્થે ભાવ મોક્ષના રાખી ઉદયાથીન ક્રિયા કરીને આગળ વધે છે. જે સમ્યવ્રુષ્ટિ આત્માઓ પોતામાં દ્રવ્ય વ્રત પાળવાની શક્તિ જોતાં નથી એવા શ્રેણિક મહારાજા જેવા ભગવાનના વચનો પ્રત્યે અંતરથી દ્રઢ શ્રદ્ધા રાખે છે કે ભગવાને જેમ પદાર્થનું સ્વરૂપ કહ્યું છે તેમ જ છે, તેમ જ હોય, બીજી રીતે હોઈ શકે જ નહીં. ૧૧ાા વ્રત-વીર્ય વધે કે રે અણુ-મહાવ્રતો ઘરે, ગણી ઘોર ભવાટવી રે વટાવે પ્રભુ-આશરે. મન. ૧૨ અર્થ :- જે સમ્યદ્રષ્ટિના અપ્રત્યાખ્યાનાવરણીય કષાય મટી જઈ વ્રત પાળવાનું વીર્ય વધે તો તે શ્રાવકના અણુવ્રતોને ગ્રહણ કરે છે. તથા જેના પ્રત્યાખ્યાનાવરણીય કષાય ચાલ્યા જાય તે શ્રાવક મુનિના પંચ મહાવ્રતોને ઘારણ કરે છે. તે આ સંસારને ઘોર ભયંકર જંગલ જાણી પ્રભુના બોઘના આધારે બળ મેળવીને તેને વટાવી પાર કરે છે. “ગીચ ઝાડીમાં ભૂલા પડેલા માણસને વનોપકંઠે જવાનો માર્ગ કોઈ દેખાડે કે “જા, નીચે નીચે ચાલ્યો જા. રસ્તો સુલભ છે, આ રસ્તો સુલભ છે.” પણ એ ભૂલા પડેલા માણસને જવું વિકટ છે; એ માર્ગે જતાં પહોંચશું કે નહીં એ શંકા નડે છે. શંકા કર્યા વિના જ્ઞાનીઓનો માર્ગ આરાધે તો તે પામવો સુલભ છે.” (વ.પૃ.૬૬૮) સર્વોત્કૃષ્ટ શુદ્ધિ રે થતી યોગ-કર્મ ગયે, સર્વોત્કૃષ્ટ સિદ્ધિ રે સદા સહજાત્મ રહે. મન૦ ૧૩ અર્થ – આત્માની સર્વોત્કૃષ્ટ શુદ્ધિ તો ક્રમાનુસાર પુરુષાર્થ કરતાં જ્યારે મન, વચન, કાયાના યોગથી રહિત થયે તથા નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય એ ચાર અઘાતીયા કર્મનો પણ નાશ થયે પ્રગટ છે. એ જ ભાવ પરમકૃપાળુદેવે “અપૂર્વ અવસર'માં વણ્યો છે તે નીચે પ્રમાણે : “મન વચન કાયા ને કર્મની વર્ગણા, છૂટે જ હં સકળ પુદગલ સંબંઘ જો; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંઘ જો. અપૂર્વ સર્વોત્કૃષ્ટ શુદ્ધિ પ્રાપ્ત થવાથી તે આત્મા સદા સહજાત્મસ્વરૂપમાં જ રમણતા કરે છે અને તે જ સર્વોત્કૃષ્ટ સિદ્ધિ છે. ત્યાં શુદ્ધાત્માને, પર એવા એક પુદ્ગલ પરમાણુનો પણ સંગ નથી. તે તો હવે સર્વ કર્મ કલંકથી રહિત શુદ્ધ નિરંજન પરમાત્મા છે. ll૧૩ “એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજપદરૂપ જો.” અપૂર્વ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ઘર્મધ્યાન પ્રયોગે રે અશુભ વિચારો ટળે, વઘે આત્મ-વિચારો રે અતીન્દ્રિય સુખ મળે. મન. ૧૪ અર્થ - ભક્તિ, સ્વાધ્યાય, સ્મરણ આદિ ઘર્મધ્યાનનો પ્રયોગ કરવાથી આત્માના અશુભ વિચારો ટળે છે અને શુભ વિચારો આવે છે. વળી તે આત્મ વિચારો વઘતાં અંતરમાં દેહથી ભિન્ન એવો આત્મા છે તેનો ભેદ પડી જાય છે. અને તેના ફળસ્વરૂપે અતીન્દ્રિય એવું આત્માનું સુખ અનુભવમાં આવે છે. “વસ્તુ વિચારત ધ્યાવતે, મન પામે વિશ્રામ; રસ સ્વાદત સુખ ઉપજે, અનુભવ યાકો નામ.” -સમયસાર નાટકી/૧૪ો ઘર્મધ્યાનમાં લેશ્યા રે સદાયે શુક્લ રહે; આત્માર્થ જ સાથે રે કર્મ અનેક દહે. મન. ૧૫ અર્થ - જ્યારે સમ્મદ્રષ્ટિ મહાત્મા શર્મધ્યાનમાં લીન હોય છે ત્યારે તેમની સદાય શુક્લ વેશ્યા રહે છે. ત્યાં સમ્યગદ્રષ્ટિ જીવ આત્માર્થ જ સાથે છે અને અનેક પ્રકારના કર્મોને દહે છે અર્થાતુ કર્મોને બાળી નિર્જરા કરે છે. ૧૫ના વૈરાગ્ય-વિવેકે રે દેહાદિથી ભિન્ન ગણી, નીરખી નિજ શુદ્ધિ રે નિહાળે શિવ-રમણી. મન. ૧૬ અર્થ – તે સમ્યગ્દષ્ટિ જીવ વૈરાગ્ય અને વિવેક અર્થાત્ ભેદજ્ઞાનના બળે દેહાદિથી આત્માને ભિન્ન ભાવતાં ભાવતાં પોતાની વિશેષ વિશેષ આત્મશુદ્ધિને પામી મોક્ષરૂપી લક્ષ્મીને નિહાળે છે, અર્થાતુ મોક્ષના શાશ્વત સુખને પામે છે. I૧૬ાા. ઉત્તમ ઘર્મધ્યાને રે રહે અપ્રમત્તદશા, વઘતા પરિણામે રે ટકે બે ઘડી સહસા. મન. ૧૭ અર્થ :- ઉત્તમ ઘર્મધ્યાનમાં આવવાથી તે સમ્યદ્રષ્ટિ જીવ સાતમા ગુણસ્થાનકની અપ્રમત્તદશાને પામે છે. ત્યાં વઘતા પરિણામે જો સહસા એટલે ઓચિંતુ તે ઘર્મધ્યાનમાં બે ઘડી સુધી ટકી રહેવાયું તો ત્યાંથી આઠમા ગુણસ્થાનમાં જવાની શ્રેણિનો પ્રારંભ થાય છે. (૧૭થા તો શ્રેણિ મનોહર રે જીવ આરંભ શકે, શુક્લ ધ્યાનની શુદ્ધિ રે નિષ્ક્રિયતાથી ટકે. મન ૧૮ અર્થ - આત્મકલ્યાણને આપનારી તે શ્રેણિ હોવાથી મનોહર છે. એવી શ્રેષ્ઠ શ્રેણીને તેના દશાવાન પુરુષ આરંભી શકે છે, અર્થાત્ તેની શરૂઆત કરી શકે છે. ત્યાં શુક્લધ્યાનનો પ્રથમ ભેદ પૃથકત્વવિતર્કવીચાર નામનો હોય છે. તે શુક્લધ્યાનની વિશેષ શુદ્ધિ, ત્યાં નિષ્ક્રિયતા એટલે સ્થિરતા કરવાથી થાય છે. I/૧૮ ધ્યાન-ઘારણા છૂટે રે ઇંદ્રિયાતીત સ્થિતિ, કેવળ અંતર્મુખ રે વિકલ્પરહિત મતિ. મન. ૧૯ અર્થ :- આ શુક્લધ્યાનના પ્રથમ ભેદમાં પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાનની અને ઘારણાઓ બઘી છૂટી જઈને ઇન્દ્રિયથી અતીત એટલે જાદી સ્થિતિ થાય છે. ત્યાં આત્માનો ઉપયોગ કેવળ અંતર્મુખ બને છે અને મતિ વિકલ્પરહિત હોય છે. તે વડે જીવ મોહનીય કર્મનો ક્ષય કરે છે. ૧૯ાા Page #281 -------------------------------------------------------------------------- ________________ (૨૧) સર્વોત્કૃષ્ટ સિદ્ધિ ૨ ૫૭ કોટિ કર્મ ખપાવે રે મુનિ ક્ષીણમોહી બને, શ્રત-એકત્વ ધ્યાને રે બઘાં ઘાતકર્મ હશે. મન. ૨૦ અર્થ :- ઉપર પ્રમાણે શ્રેણિમાં કરોડો કમને ખપાવી આઠમું, નવમું, દસમું ગુણસ્થાનક વટાવીને મુનિ બારમા ક્ષીણમોહ ગુણસ્થાનકને પામે છે. ત્યાં શુક્લ ધ્યાનનો બીજો ભેદ એકત્વવિતર્કઅવીચાર નામનો હોય છે, તે ધ્યાન વડે શ્રત-એકત્વ એટલે ભાવકૃતના આઘારે એક શુદ્ધ આત્માનું જ ધ્યાન ધરીને ઘાતીયા કર્મ જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય નામના શેષ રહેલ છે તેને પણ ત્યાં હણે છે. રા. કેવળદર્શન-જ્ઞાને રે આત્યંતિક શુદ્ધિ વરે, લોકાલોક નિહાળે રે પ્રભુ ભાવ-મુક્તિ ઘરે. મન૦ ૨૧ અર્થ - હવે ચારેય ઘાતીયાકર્મ નષ્ટ થવાથી તે મહાત્મા કેવળજ્ઞાન અને કેવળદર્શન પામી આત્માની આત્યંતિક એટલે સંપૂર્ણ શુદ્ધ દશાને પામે છે. તેથી લોકાલોક સર્વ તેના જ્ઞાનમાં સહજે દર્શિત થાય છે. તે સમયે સયોગીકેવળી ભગવાન આ દેહમાં બિરાજતાં છતાં પણ ભાવથી તો તે મોક્ષમાં જ બિરાજમાન છે. રિલા થયા દેવ સર્વજ્ઞ રે સદાય અનંત સુખી, શીલ-ઐશ્વર્ય-સ્વામી રે સર્વોપકારી-મુખી. મન. ૨૨ અર્થ - તે હવે સર્વજ્ઞદેવ થયા છે. માટે તે સદાય અનંતસુખના ભોક્તા છે. તથા શીલ એટલે આત્મસ્વભાવરૂપ ઐશ્વર્યના સ્વામી છે. તેમજ સર્વનો ઉપકાર કરવામાં મુખ્ય છે. રજા જેનું નામ જ લેતાં રે જનમના રોગ ઘટે, ભવભ્રાંતિ અનાદિ રે ભવ્ય જીવોની મટે. મન. ૨૩ અર્થ - જે સહજાત્મસ્વરૂપી છે એવા પ્રભુનું નામ લેતા પણ જન્મમરણના રોગ ઘટે છે તથા સંસારમાં સુખ છે એવી જે અનાદિની ભવ્ય જીવોની ભ્રાંતિ છે તે પણ મટે છે. શ્રી વ્રજભાઈ ગંગાદાસ - પરમકૃપાળુદેવ એક મહિનો વસો રહી શ્રી ઉત્તરસંડાના સીમાડામાં એક બંગલો હતો ત્યાં બિરાજમાન હતા. ત્યારે હું દર્શન કરવા માટે ગયેલ. દર્શન કરતી વખતે ગળગળીને પ્રભુને મેં કહ્યું પ્રભુ મને કંઈ આવડતું નથી, ભણેલ નથી તો મારી શી વલે થશે? ત્યારે ભગવાને કહ્યું કે આ ભવમાં તમને વિશેષ સમજણ નથી તો તમો એક ભગવાનનું લક્ષ રાખજો, શ્રદ્ધા રાખજો એમ કહી “પરમગુરુ સર્વશદેવ” નો મંત્ર આપ્યો અને જણાવ્યું કે એ જ સ્મરણ રાખજો; ભણેલા કરતાં તમારું કલ્યાણ વહેલું થશે. આવતા ભવમાં જ્ઞાન થશે અને ત્રીજે ભવે મોક્ષ થશે એમ કહ્યું હતું. સારા તેના જ્ઞાન-ચરણનું રે પરમ ઐશ્વર્ય, અહો! યોગીઓને અગોચર રે કહી શકે કોણ, કહો. મન. ૨૪ અર્થ - પ્રભુના અનંતજ્ઞાન અને ક્ષાયિક ચારિત્રનું જે પરમ ઉત્કૃષ્ટ ઐશ્વર્ય છે તે અહો! યોગીઓને પણ અગોચર છે, અર્થાત્ અનંતજ્ઞાન વડે ભગવાન જે ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં થતા પદાર્થના અનંત પર્યાયોને જાણે છે તે યોગીઓના જ્ઞાનથી પણ બહારની વાત છે. તો પછી તે ઐશ્વર્યનું વર્ણન બીજા તો કોણ કરી શકે. રજા Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ છેલ્લા અંતર્મુહૂર્વે રે પ્રભુ સૂક્ષ્મ ક્રિયા કરે, પછી થાય અયોગી રે દશા અક્રિય વરે. મન. ૨૫ અર્થ - તેરમે ગુણસ્થાનકે સ્થિત એવા સયોગી કેવળી પરમાત્મા તે હવે અયોગીદશાને પામવા માટે આયુષ્યના છેલ્લા અંતર્મુહૂર્ત શરીરની ક્રિયાને સૂક્ષ્મ કરે છે, અર્થાત્ શુક્લધ્યાનનો ત્રીજો ભેદ જે સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી નામનો છે તે વડે આ શરીરથી રહિત થવા માટે સર્વ ક્રિયાને સૂક્ષ્મ કરે છે. પછી તે મન વચન કાયાના યોગથી પણ રહિત બનીને અક્રિયદશાને પામે છે. તે અયોગી કેવળી નામનું ચૌદમું ગુણસ્થાનક છે. ત્યાં ભુપતક્રિયાનિવર્સી નામનો શુક્લધ્યાનનો ચોથો ભેદ હોય છે. વ્યુપરત એટલે અટકી જવું ત્યાં સર્વ ક્રિયાઓ અટકી જઈ નિવૃત્ત થાય છે. આ અયોગી ગુણસ્થાનમાં પ્રભુ આ પાંચ હ્રસ્વ સ્વર ‘ફુ ૩ 8 ' બોલીએ તેટલો સમય રહે છે. આપણા છેક છેલ્લા સમયે રે નિર્મળ, શાંત બને; જન્મ-જરાદિ છૂટ્યાં રે રહે આનંદઘને. મન ૨૬ અર્થ - ચૌદમા ગુણસ્થાનકના છેલ્લા સમયે પર્વત જેવી અડોલ શૈલેશીકરણ અવસ્થા પામીને પ્રભુ સંપૂર્ણ શુદ્ધ બની સ્વભાવમાં સર્વથા શાંત થાય છે. સર્વકાળના જન્મજરામરણાદિ જેના છૂટી ગયા છે એવા પ્રભુ હવે આનંદઘન બનીને રહે છે, અર્થાત ભવિષ્યમાં આવનાર અનંતકાળ સુધી તેઓ અનંત આનંદનો અનુભવ કરશે. ૨૬ાા સિદ્ધાત્મા પ્રસિદ્ધ રે નિરંજન શુદ્ધ સદા, અતિ નિર્મળ નિષ્કલ રે પ્રગટ નિજ સૌ સંપદા. મન. ૨૭ અર્થ :- સર્વ કર્મોથી રહિત થયેલ પરમાત્મા સિદ્ધદશાને પામે છે તે સર્વોત્કૃષ્ટ કૃદ્ધિના કારણે સર્વોત્કૃષ્ટ સિદ્ધિને પામ્યા છે. જગતમાં એવા સિદ્ધાત્માઓ પ્રસિદ્ધ છે કે જે સદા કર્મરૂપી અંજનથી રહિત થઈને નિરંજન બની સદા શુદ્ધ સ્વરૂપમાં નિવાસ કરે છે. તેઓ અતિ નિર્મળ છે તથા નિષ્કલ એટલે શરીરથી રહિત છે. તેમજ પોતાના આત્માનું સર્વ સ્વાધીન ઐશ્વર્ય તેમને પ્રગટ થયેલ છે. રક્ષા યથાખ્યાત ચારિત્ર રે વીર્ય અનંત ઘરે, જ્ઞાન-દર્શન કરી રે સર્વોત્તમ શુદ્ધિ વરે. મન૨૮ અર્થ :- જેમને યથાખ્યાત એટલે ક્ષાયિક ચારિત્રદશા તથા અનંત વીર્યગુણ પ્રગટ થયેલ છે તેમજ અનંતજ્ઞાન અને અનંત દર્શનને પામેલ હોવાથી તેઓ સર્વોત્તમ આત્મશુદ્ધિના ઘારક છે. ૨૮ કર્મ-મુક્ત પ્રભુ તે રે સિઘાવે લોકાગ્ર ભણી, ઊર્ધ્વ ગતિથી સહજે રે અચળ સ્થિતિ ત્યાં જ ગણી. મન૦ ૨૯ અર્થ - હવે સર્વ કર્મોથી મુક્ત થયેલ પ્રભુ લોકના અગ્રભાગે રહેલ મોક્ષનગરીએ સિઘાવે છે. આત્માનો ઉર્ધ્વગામી સ્વભાવ હોવાથી સર્વકર્મથી મુક્ત એવો આત્મા સહેજે ઉપર ઉઠીને લોકાંતે પોતાની અચળ એવી આત્મસ્થિતિમાં સર્વકાળને માટે બિરાજે છે. રા. સિદ્ધ દેવાધિદેવનું રે સૌખ્ય અકથ્ય કહ્યું, અત્યંત અતીન્દ્રિય રે બાઘારહિત રહ્યું. મન. ૩૦ Page #283 -------------------------------------------------------------------------- ________________ (૨૧) સર્વોત્કૃષ્ટ સિદ્ધિ ૨૫૯ અર્થ - દેવાધિદેવ એટલે દેવોના પણ દેવ એવા સિદ્ધ પરમાત્માનું સુખ અકથ્ય કહ્યું છે, અર્થાત્ તે સુખનું વર્ણન વાણીથી કદી પણ કહી શકાય એમ નથી. તે મોક્ષ સુખ અત્યંત એટલે સંપૂર્ણપણે અતીન્દ્રિય એટલે ઇન્દ્રિયોથી રહિત છે, અર્થાત્ આત્માના સ્વભાવથી જ ઉત્પન્ન થયેલું હોવાથી તે સદા બાઘાપીડા રહિત છે. ૩૦ કૃતકૃત્ય પ્રભુનું રે સુખ અનંત છતાં, કહી શકે ન કોઈ રે પૂરું બહુ વર્ણવતાં. મન. ૩૧ અર્થ - કરવાનું જેણે સર્વ કરી લીધું છે એવા કૃતકૃત્ય પ્રભુના આત્માનું સુખ અનંત છે. તે સુખનું વર્ણન ઘણું ઘણું કરવા છતાં પણ તેનું પૂરું વર્ણન કોઈ કરી શકે એમ નથી. /૩૧ જે સુખ સુર, નર રે ભોગવે ઇન્દ્રિયથી, ત્રણ કાળના ભોગો રે ઋદ્ધિ, સિદ્ધિ-સંચયથી. મન ૩૨ અર્થ :- જે સુખ દેવતાઓ કે મનુષ્યો, ભૂત, ભવિષ્ય કે વર્તમાન ત્રણે કાળમાં પુણ્યબળે અનેક પ્રકારની ઋદ્ધિ અને સિદ્ધિઓનો સંચય કરીને ઇન્દ્રિયો વડે ભોગવે છે, તે સુખો પણ આત્માના સુખની તુલનામાં આવી શકે નહીં. ૩રા તે મનોહર સુખો રે તુચ્છ ગણાય અતિ, જીર્ણ તૃણને તોલે રે સિદ્ધિના સુખ પ્રતિ. મન ૩૩ અર્થ :- ઇન્દ્રિયોથી ભોગવાતા સુખો મનને મનોહર લાગતાં છતાં પણ તે આત્મઅનુભવના સુખ આગળ તો સાવ તુચ્છ ગણાય છે. તે સર્વોત્કૃષ્ટ સિદ્ધિ એટલે મોક્ષના સુખની તુલનામાં તો તે ઇન્દ્રિયસુખ સાવ જીર્ણ થયેલા તૃણ એટલે તણખલાની તોલે આવે છે. [૩૩ણા. સુખ એક સમયનું રે અતીન્દ્રિય સિદ્ધ તણું, સ્વભાવે ઊપજતું રે સૌથી અનંતગણું. મન ૩૪ અર્થ - અતીન્દ્રિય એવા સિદ્ધ પરમાત્માનું સ્વભાવથી જ ઉત્પન્ન થયેલું એક સમયનું સુખ તે ત્રણેય કાળના દેવ મનુષ્યોના ભૌતિક ઇન્દ્રિય સુખોથી અનંતગણું છે. ૩૪ લોકાલોક સ્વરૂપે રે વ્યોમ અનંત બળે, છે જ્ઞાન ઘનીભૂત રે સિદ્ધનું સર્વ નભે. મન૦ ૩૫ અર્થ - વ્યોમ એટલે આકાશ દ્રવ્ય સર્વત્ર લોક અલોક સ્વરૂપે અનંત પથરાયેલ છે. તેમજ સિદ્ધ ભગવંત પણ જ્ઞાનઘનના પિંડ હોવાથી તેમનું જ્ઞાન પણ સર્વ નભ એટલે સર્વ લોકાલોકને વિષે ફેલાયેલ છે. રૂપા જગ ત્રણેય જોતાં રે સિદ્ધ સમું ન જડે, તેથી સિદ્ધને સિદ્ધની રે ઉપમા દેવી પડે. મન. ૩૬ અર્થ - ઉર્ધ્વ, અઘો અને મધ્ય એમ ત્રણેય લોકને જોતાં સિદ્ધ ભગવાન સમાન કોઈ જડતું નથી. તે સિદ્ધ ભગવંત કોના જેવા છે? તો કે સિદ્ધ જેવા. એમ સિદ્ધ ભગવંતની ઉપમા સિદ્ધને જ આપવી પડે છે. કેમકે તેના જેવો સંપૂર્ણ કર્મમલથી રહિત શુદ્ધાત્મા જગતમાં બીજો કોઈ નથી. ૩૬ાા Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ નભ-કાળનો છેડો રે જણાય ન કોઈ થકી, તેમ ગુણો સ્વાભાવિક રે અનંત પ્રભુના નકી. મન. ૩૭ અર્થ :- જેમ આકાશ કે કાળનો અંત કોઈથી જાણી શકાય એમ નથી. તેમ શુદ્ધ સ્વભાવથી પ્રગટેલ પ્રભુના અનંતગુણોને પણ કોઈ જાણી શકે એમ નથી. IT૩ળા સર્વજ્ઞ જ જાણે રે માહાસ્ય એ સિદ્ધ તણું, કહે સત્ય ઘણું તે રે તોય હજીય ઊણું. મન. ૩૮ અર્થ :- એ સિદ્ધ પરમાત્માનું સંપૂર્ણ માહાભ્ય તો સર્વજ્ઞ ભગવંત જ જાણી શકે છે. તે સર્વજ્ઞ ભગવાન સિદ્ધોના માહાભ્યનું ઘણું સત્ય વર્ણન કરે છે. છતાં પણ તેમાં હજી ઉણપ જ રહે છે. ||૩૮ વાણી અગોચર રે ઘણા ગુણ સિદ્ધ તણા, સર્વ શક્તિની વ્યક્તિ રે રહી નહીં કાંઈ મણા. મન ૩૯ અર્થ - સિદ્ધ ભગવંતના ઘણા ગુણો તો વાણીથી અગોચર છે અર્થાત્ વાણી દ્વારા તે વર્ણવી શકાય એમ નથી. તે સિદ્ધ ભગવંતને સર્વ આત્મિક ગુણોની વ્યક્તિ એટલે પ્રગટતા થઈ ગઈ છે. તેમનામાં હવે કોઈ પણ પ્રકારની મણા એટલે ખામી રહી નથી. //૩લા. ત્રિલોકના તિલક રે ધન્વાતીત વસે; ત્રિલોકની ટોચે રે, નિરંતર નિજ રસે. મન ૪૦ અર્થ - તે સિદ્ધ ભગવંત ત્રણ લોકના તિલક સમાન છે, અર્થાત્ સર્વના ઉપરી છે. તથા ધંધાતીત એટલે રાગદ્વેષ, માન અપમાન, હર્ષશોક, જીવનમૃત્યુ વગેરે બઘા કંકથી જે રહિત છે. તેમજ ત્રણ લોકની ટોચ ઉપર અર્થાત લોકાન્ત મોક્ષસ્થાનમાં હમેશાં પોતાના આત્મ અનુભવ રસમાં નિમગ્ન બનીને ત્યાં જ નિવાસ કરે છે. ૪૦ના સ્વાભાવિક, નિરુપમ રે જ્ઞાન-સુખામૃતનો આસ્વાદ અનુત્તર રે માણવા સિદ્ધ બનો. મન૦ ૪૧ અર્થ - સ્વાભાવિક એટલે આત્મસ્વભાવથી પ્રગટેલો, નિરૂપમ એવો જ્ઞાનરૂપી સુખામૃત એટલે આત્માનંદનો આસ્વાદ માણવા હે ભવ્યો! તમે પણ સિદ્ધ અવસ્થાને પામો. કેમકે તે અવસ્થા અનુત્તર છે, અર્થાત જગતમાં તેનાથી ચઢિયાતી બીજી કોઈ અવસ્થા નથી. તે જ સર્વોપરી છે એમ માનો. ૪૧ાા બર્નો દીવો ઉપાસી રે દવાઑપ આપ બને, તેમ સિદ્ધની ભક્તિ રે કરે યોગી સ્થિર મને. મન ૪૨ અર્થ :- બત્તી એટલે દિવેટ, તે દિવાની ઉપાસના એટલે તેનો સ્પર્શ કરીને પોતે પણ દીવારૂપ છે. તેમ સિદ્ધ ભગવાનની ભક્તિ, યોગીપુરુષો સ્થિર મને કરી તે સિદ્ધદશાને પામે છે. II૪રા સબુદ્ધિથી ટાળી રે વિકલ્પોની જાળ જૂની, સ્થિરપદ-પરિચયથી રે તદ્રુપ થાય મુનિ. મન ૪૩ અર્થ :- પ્રથમ મહામુનિ પોતાની સબુદ્ધિવડે અનાદિની જુની વિકલ્પોની જાળને ટાળે છે. પછી સ્થિરપદ એવા શુદ્ધાત્માનો વારંવાર ધ્યાનમાં પરિચય કરીને તે સ્વરૂપમાં તદ્રુપ બને છે, અર્થાતુ તેમાં Page #285 -------------------------------------------------------------------------- ________________ (૨૧) સર્વોત્કૃષ્ટ સિદ્ધિ ૨૬૧ તન્મય થાય છે. ૪૩ી. કુશાગ્ર વિચારક રે કરે મતિ સ્થિર સદા, એક શુદ્ધ સ્વરૂપે રે વરે સિદ્ધ-સ્ખ તદા. મન ૪૪ અર્થ - તેમાં કુશાગ્ર એટલે તીક્ષ્ણ બુદ્ધિવાળા વિચારક યોગીઓ પોતાની મતિને સદા સમ્યભાવમાં સ્થિર રાખે છે. વારંવાર એક શુદ્ધ સ્વરૂપમાં જ સ્થિરતા કરતાં કરતાં અંતે શ્રેણિ માંડીને કેવળજ્ઞાન પામી સિદ્ધના શાશ્વત સુખને સર્વકાળને માટે મેળવી લે છે. II૪૪. કર્યો અન્ય વિચારો રે નહીં નિજ સુખ મળે, ગંગાજળ મીઠું રે ઢળી જલધિમાં ભળે. મન ૪૫ અર્થ - જે જીવ શુદ્ધ સહજાત્મ સ્વરૂપનું ચિંતન મૂકી દઈ અન્ય વિચારો જ કર્યા કરશે તે નિજ આત્મસુખને મેળવી શકશે નહીં. જેમ ગંગાજળ મીઠું હોવા છતાં જલધિ એટલે સમુદ્રમાં ભળી જઈને ખારું થઈ જાય છે, તેમ આત્મવિચારો મૂકી દઈ અન્ય સાંસારિક વિચારો કરનાર મનુષ્યનું જીવન ત્રિવિધ તાપના દુઃખો ભોગવીને ખારું ઝેરમય બની જાય છે. ૪પા. તેથી તીવ્ર મુમુક્ષુ રે મોહનો ઢાળ તજી, શુદ્ધ પંથ ન છોડે રે ગુરું-ગમથી સમજી. મન ૪૬ અર્થ - તેથી જે તીવ્ર મુમુક્ષુ છે તે તો આ મોહના અનાદિના ઢાળને હવે તજી દઈ, ગુરુગમથી મોક્ષપ્રાપ્તિનો શુદ્ધ માર્ગ જાણી, તેને કદી છોડશે નહીં. “તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું.” (પૃ. ૨૮૮) II૪૬ાા શેય હેય, ઉપાદેય રે યથાર્થ જો જીવ લહે, હેયતત્ત્વ તજે તે રે સિદ્ધિનું બીજ ગ્રહે. મન ૪૭ અર્થ - ગુરુગમથી જો પદાર્થના સ્વરૂપને જોય એટલે જાણવા યોગ્ય, હેય એટલે ત્યાગવા યોગ્ય અને ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય જેમ છે તેમ જો જીવ યથાર્થ સમજી લે અને ત્યાગવા યોગ્ય વસ્તુને ત્યાગી દે, તો તે સર્વોત્કૃષ્ટ સિદ્ધિનું બીજ જે સમ્મદર્શન છે તેને તે જરૂર પામે. //૪મા સુસંગ, સુશાસ્ત્રો રે ઉપાસવાં સિદ્ધિ ચહી, મોક્ષમાર્ગ જ ચૂક્યા રે આશા જો બીજી રહી. મન૦ ૪૮ અર્થ – જો તમે સર્વોત્કૃષ્ટ આત્મસિદ્ધિના સુખને પામવા ઇચ્છતા હો તો સત્સંગ અને સલ્ફાસ્ત્રોની ઉપાસના કરો અર્થાત્ સત્સંગ કરીને કે સન્શાસ્ત્રો વાંચીને તે પ્રમાણે વર્તવા પુરુષાર્થ કરો. તે શાસ્ત્રો વાંચીને જો માનાદિની કે દેવલોકાદિની ઇચ્છા રહી તો તમે મોક્ષ યા એમ માનજો. I૪૮ પ્રિય ઘન સ્ત્રી આદિ રે જ્યાં સુથી ન સિદ્ધ મીઠા, જ્ઞાન, ક્રિયા કહ્યા કરો રે, નથી હજી નાથ દીઠા. મન ૪૯ અર્થ - જ્યાં સુઘી ઘન, સ્ત્રી આદિ પ્રિય લાગે છે ત્યાં સુધી સિદ્ધિના સુખ મીઠા લાગ્યા નથી. “જ્ઞાનીપુરુષને જોયા પછી સ્ત્રીને જોઈ જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને જોયા નથી, એમ તમે જાણો.” (પૃ. ૩૭૬) Page #286 -------------------------------------------------------------------------- ________________ પ્રાવોધ વિવેચન ભાગ-૧ જ્ઞાનની મોટી મોટી વાતો કરો કે ગમે તેટલી કાયક્લેશવાળી ક્રિયા કરો પણ હજી સુધી તેણે ગુણોના પિંડ એવા પરમકૃપાળુનાથને ભાવભક્તિપૂર્વક દીઠા નથી, એમ જ્ઞાનીપુરુષો કહે છે. ૨૬૨ “સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી; અથવા જ્ઞાનીપુરુષના દર્શન પણ તેણે કર્યા નથી, એમ તીર્થંકર કહે છે.’” (પૃ. ૩૭૬) ૫૪૯।। સુવૃષ્ટિથી દેખ્યું રે રે સિદ્ધસ્વરૂપ – મણિ, ભોગ રોગ મનાયે રે તજે રાજ્ય નૃણ ગણી. મન ૫૦ અર્થ :- સમ્યગ્દષ્ટિ જો જીવની થાય તો સિદ્ધ ભગવંતનું પરમોત્કૃષ્ટ શુદ્ધ સ્વરૂપ તેને કૌસ્તુભમણિ કરતાં પણ વિશેષ મૂલ્યવાન જણાય. તથા સંસારના ભોગ તેને રોગ સમાન ભાસે. એવા જીવો રાજ્યને પણ તૃણ સમાન ગણીને તજી દે છે. પા દેશ ભિન્ન જ ભાસે રે પારકી વેઠ ગો, રહે નિત્ય ઉદાસીન રે મુર્ખ સિદ્ઘ-ગુણ ભણે. મન ૫૧ અર્થ :– સમ્યગ્દષ્ટિ મહાત્માને તો પોતાનો દેહ પણ પોતાના આત્મસ્વરૂપથી ભિન્ન ભાસે છે. જેથી ભોજન, સ્નાન આદિ દેવની ક્રિયા કરવી કે ઘરના કામકાજ કરવા તે તેમને પારકી વેઠ કરવા જેવાં લાગે છે. “જાલસી જગબિલાસ, ભાલસી ભુવનવાસ, કાલસી કુટુંબકાજ, લોકલાજ લારસી;'' બનારસીદાસ તે તો હંમેશાં ઉદાસીનભાવે જગતમાં નિર્લેપ રહે છે અને મુખથી હમેશાં સિદ્ધનો મુખ્યગુણ જે સહાજાત્મસ્વરૂપ છે તેને ભણ્યા કરે છે અર્થાત્ તેનો લક્ષ રહ્યાં કરે છે. ।।૫૧।। અર્થ : = એવી સિદ્ધની ભક્તિ રે સિદ્ધિની સીડી ખરી, તેવા ભક્તના સંગે રે લો સત્ય રંગ જરી. મન પર સહજાત્મસ્વરૂપને નિરંતર ભજવારૂપ જે સિદ્ધની ભક્તિ છે, તે જ સર્વોત્કૃષ્ટ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવાની સાચી સીડી અર્થાત્ નિસરણી છે. તેવા ભગવાનના સ્વરૂપને ભજવાવાળા ભક્તના સંગે તમે પણ જરા સાચા ધર્મના રંગને પામો. ‘સાચો રંગ તે ધર્મનો સાહેલડીયા, બીજો રંગ પતંગ રે ગુણવેલડિયા; થર્મ રંગ જીરણ નહીં સાહેલડીયા, દે તે જીરણ થાય રે ગુણવેલડિયા.' ||૫|| સર્વોત્કૃષ્ટ શુદ્ધિનું કારણ ભગવાન વીતરાગ દ્વારા ઉપદિષ્ટ સ્યાદ્વાદયુક્ત સિદ્ધાંત છે. પ્રત્યેક વસ્તુ પોતાના ગુણોથી ઓળખાય છે. અનંત ગુણધર્મોથી યુક્ત વસ્તુના સ્વરૂપને સમજાવનારી અપેક્ષા સહિત કથન પદ્ધતિને સ્યાદ્વાદ, અપેક્ષાવાદ અથવા અનેકાન્તવાદ કહે છે. એ જૈનધર્મનો પ્રાણ છે. અનેકાન્તવાદથી યુક્ત વાર્તા પ્રમાણભૂત છે, સત્ય છે. તેથી વિપરીત કોઈ પણ વાતને એકાન્તે કહેવી તે મિથ્યા છે. આ પાઠમાં અનેકાન્તવાદની પ્રામાણિકતા એટલે સત્યતાને અનેક દૃષ્ટાંતોથી સમજાવવાનો પ્રયત્ન કરેલ છે, જે નીચે પ્રમાણે છે :— = Page #287 -------------------------------------------------------------------------- ________________ (૨૨) અનેકાંતની પ્રામાણિકતા ૨૬૩ (૨૨) અનેકાંતની પ્રામાણિકતા (અનુરુપ) વાદ-વિવાદથી જાદુ સહજાત્મસ્વરૂપ છે, સિદ્ધ સ્યાદ્વાદથી, પામ્યા, વંદુ શ્રી ગુરુ રાજ તે. ૧ અર્થ - પ્રત્યેક આત્માનું મૂળસ્વરૂપ સહજાત્મસ્વરૂપ છે, અર્થાત્ તે વાદવિવાદથી સાવ જુદું છે. કેમકે સહજાત્મસ્વરૂપને પામેલા મહાત્માઓમાં કોઈ વાદ વિવાદ હોતો નથી, તે સર્વનો આત્મ-અનુભવ એક સરખો હોય છે. સિદ્ધ ભગવંત પણ સ્યાદ્વાદથી કહેવાય છે. મૂળ સ્વરૂપે જોતાં તે પણ શુદ્ધ આત્મા છે. સિદ્ધપણું તે તો તેમની એક પર્યાય અર્થાત્ અવસ્થા છે. એવી સહજાત્મસ્વરૂપમય દશાને પામેલા શ્રી ગુરુરાજને હું ભાવભક્તિ સહિત વારંવાર પ્રણામ કરું છું. ૧|| એકાંતિક મતો સર્વે દેખે મધ્યસ્થ દ્રષ્ટિએ; સમ્યક નેત્રે બધું સીધું, વૃષ્ટિ તેવી જ સૃષ્ટિ છે. ૨ અર્થ – એકાન્તવાદથી યુક્ત સર્વ મતોને અર્થાત્ થર્મોને મધ્યસ્થ દ્રષ્ટિથી એટલે સ્યાદ્વાદયુક્ત સમ્યક દ્રષ્ટિથી જોતાં તેમનું કથન પણ સવળું જણાય છે. કેમકે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ દેખાય છે. //રા વિરોઘો ખંડવા માટે સ્યાદ્વાદી જ સમર્થ છે, યથાર્થ વસ્તુઘર્મોનો જણાવે પરમાર્થ તે. ૩ અર્થ - મતમતાંતરના વિરોધોને ખંડવા અર્થાત્ ભાંગી નાખવા માટે એક સ્યાદ્વાદી જ સમર્થ છે. કેમકે તે પ્રત્યેક વસ્તુમાં રહેલ અનંત ગુણધર્મોના પરમાર્થને સ્યાદ્વાદ શૈલીથી યથાર્થ જણાવે છે. અા ઘર્મો અનંત વસ્તુમાં વસે છે તે વિચારતાં, અનેકાંત પ્રકારે તે દર્શાવાય ઉચારતાં. ૪ અર્થ - પ્રત્યેક વસ્તુમાં અનંત ગુણ વસે છે, તે વિચારતાં જણાય છે. તે અનંત ગુણઘર્મોને અનેકાન્તવાદ વડે કહેવામાં આવે તો એક પછી એક દર્શાવી શકાય છે. જો માણસે માણસે ભિન્ન મતિ વસુ-વિચારની, સાઘનો સર્વનાં ભિન્ન, રુચિ બહુ પ્રકારની. ૫ અર્થ :- માણસે માણસે વસ્તુ સંબંધી વિચાર કરવાની બુદ્ધિ ભિન્ન હોય છે, તથા તેના સાઘનો પણ જાદા જાદા હોય, તેમજ તેમની રુચિ પણ બહુ પ્રકારની હોય છે. પા. તેથી વિચિત્ર વાણીના અભિપ્રાયો ઉકેલવા, એનેકાંતિક દ્રષ્ટિ છે; ઉપાસો સૌ સુખી થવા. ૬ અર્થ :- તેથી વાણીના આવા વિચિત્ર અભિપ્રાયોને ઉકેલવા માટે એક માત્ર અનેકાંતિક દ્રષ્ટિ Page #288 -------------------------------------------------------------------------- ________________ પ્રાવધ-વિવેચન ભાગ-૧ ૨૬૪ એટલે અપેક્ષાયુક્ત કથન પદ્ધતિ જ શ્રેષ્ઠ છે. તેથી વિપરીત માન્યતાઓને ટાળી સુખી થવા માટે તેની જ ઉપાસના કરો. ૫૬ના પ્રસિદ્ધ એક દૃષ્ટાંત કહું, લેજો વિચારમાં; રાજમંદિર પાસે છે હાથી મધ્ય બજારમાં. ૭ અર્થ :— તે અપેક્ષાવાદને સમજવા માટે એક પ્રસિદ્ધ દૃષ્ટાંત કહું છું. તેને ઘ્યાનથી વિચારમાં લેજો. રાજમંદિર પાસે બજારની મધ્યમાં એક હાથી ઊભો છે. શા ચારે ભાગોળના લોકો કહે વાતો અનેક એ; પૂર્વ ભાગોળમાં બોલે, “હાથી પશ્ચિમ બાજુએ.’’ ૮ અર્થ :- ચારેય દિશાની ભાગોળમાં ઊભા રહેલા લોકો અનેક જુદી જુદી વાતો કરવા લાગ્યા. પૂર્વ દિશાની ભાગોળમાં ઊભેલ વ્યક્તિએ કહ્યું કે આ હાથી પશ્ચિમ દિશાએ ઊભો છે. ।।૮।। લોકો પશ્ચિમના બોલે, “હાથી પૂર્વ ભણી ભલો,’ ઉત્તરે વાત આ ચાલે, ‘દક્ષિણે હાથી સાંભળ્યો.'' હ -- અર્થ :— પશ્ચિમ દિશામાં ઊભેલ વ્યક્તિ કહે કે આ હાથી પૂર્વ દિશામાં ઊભો છે. ઉત્તર દિશામાં આ વાત ચાલવા લાગી કે હાથી તો દક્ષિણ દિશામાં ઊભો છે. ાહ્યા આ દક્ષિણ ભીના લોકો દેખાડે, ‘હાર્થી ઉત્તરે’; વિરોથી વચનો સર્વે, સુણી રોષ ન કો ઘરે. ૧૦ અર્થ :– દક્ષિણ દિશા ભઠ્ઠી ઊભેલા લોકો હાથીને ઉત્તર દિશામાં બતાવે છે. આ સર્વ પરસ્પર વિરોઘી વચનો છે. છતાં જે અપેક્ષાવાદને જાણે છે તે આ બધું સાંભળીને મનમાં રોષ લાવતા નથી. કેમકે અપેક્ષાથી જોતાં આ બધું કથન સત્ય છે. ।।૧૦।ા અપેક્ષા બોલનારાની સમજે સમજું જનો, તેનું નામ અનેકાંત, તત્ત્વે આગ્રહ એકનો. ૧૧ અર્થ :– જે સ્યાદ્વાને જાણે છે એવા સમાજનો બોલનારની અપેક્ષાને જાણે છે. તેનું જ નામ અનેકાન્તવાદ છે. જે એકાન્તના આગ્રહને તજે છે તેને તે સમજાય છે. ।।૧૧।। બુદ્ધિમાં વાત બેઠી તો વાદવિવાદ ના રહે : પોતાના બાપને કોઈ કાકા શબ્દ ભલે કહે. ૧૨ અર્થ :— અનેકાન્તની વાત જો બુદ્ધિમાં બેસી ગઈ તો કંઈ પણ વાદવિવાદ રહેતા નથી. પછી ભલેને કોઈ પોતાના પિતાને કાકા શબ્દથી બોલાવે. ।।૧૨।। મામા, ભાણેજ, ભત્રીજા, પિતા, પિત્રાઈ, પુત્ર કે સગાઈ જોઈને બોલે, અનેકાંતિક સૂત્ર તે. ૧૩ અર્થ :— મામા, ભાણેજ, ભત્રીજા, પિતા, પિતરાઈ કે આ મારો પુત્ર છે એમ જે કહે તે પોતપોતાની બીજા સાથેની સગાઈ જોઈને બોલે છે. તેમાં કંઈ ખોટું નથી. એ જ અનેકાંતિક સૂત્ર છે અર્થાત્ એ જ સ્યાાદ શૈલીયુક્ત કધન પદ્ધતિ છે. ૧૩ Page #289 -------------------------------------------------------------------------- ________________ (૨૨) અનેકાંતની પ્રામાણિકતા ૨ ૬૫ અનેક અંશે નિહાળે હાથીને હાથ ફેરવી, તપાસી પૂછડી બોલે “અહો! સાવરણી નવી.” ૧૪ હવે ફરી બીજાં દ્રષ્ટાંત આ વાતને વિશેષ સમજાવવા માટે આપે છે : અર્થ :- અનેક આંઘળાઓ ભેગા થયા. તે હાથી ઉપર હાથ ફેરવીને જોવા લાગ્યા કે તે વળી કેવો હોય? જે આંઘળાના હાથમાં પૂંછડી આવી તે બોલ્યો કે અહો! હાથી તો સાવરણી જેવો છે. ||૧૪. કાનને સ્પર્શતો કોઈ કહે છે “ઝૂંપડા સમો', સુંઢને સ્પર્શતો બોલે “સાંબેલું માની લો તમો.” ૧૫ અર્થ :- જે આઘળાએ હાથીનો કાન સ્પર્ધો તે કહેવા લાગ્યો કે હાથી તો સૂપડા જેવો છે. સૂંઢને સ્પર્શનાર આંઘળો બોલ્યો કે હાથીને તમે સાંબેલા સમાન માની લ્યો. //પાા ચોફેર પેટને સ્પર્શી એક “કોઠી સમો’ કહે; તપાસી પગને કોઈ સ્તંભરૂપ જ' તે લહે. ૧૬ અર્થ:- ચોફેર પેટનો સ્પર્શ કરનાર આંથળો બોલ્યો કે હાથી તો કોઠી જેવો છે. જેના હાથમાં પગ આવ્યો તે આંઘળો તપાસીને કહેવા લાગ્યો કે તે તો સ્તંભરૂપ છે અર્થાત્ થાંભલા જેવો છે. ૧૬ાા. એ આકારે જ હાથીને ગ્રહે આગ્રહી અંગનો, સર્વાગે હાથી ના માને, એકાંત મત અંઘનો. ૧૭ અર્થ :- એમ એક અંગના આકારે હાથીનું સ્વરૂપ આગ્રહથી માને અને હાથીના બીજા સર્વ અંગને ન માને. તે આંધળાનો એકાન્ત મત જાણવો. ૧થી પોતાનો પક્ષ સાચો છે', સર્વ વાદ વદે અતિ; સાચા મહાવતે સૌને, છોડાવ્યા નિજ અંગથી. ૧૮ અર્થ - પોતાનો પક્ષ સાચો છે એમ કહી સર્વ આંથળાઓ પરસ્પર અતિ વાદવિવાદ કરવા લાગ્યા. ત્યારે સત્યને બતાવવા માટે મહાવતે સૌને પોત પોતાના ઝાલી રાખેલ હાથીના અંગથી છોડાવ્યા. ૧૮ ફરી ફરી બીજાં અંગો ઝલાબે હાથ ઓળખે; યથાર્થ આકૃતિવાળો હાથી સર્વ હવે લખે. ૧૯ અર્થ - સૌ આઘળાઓને હાથીના બીજા અંગો પણ ફરી ફરી ઝલાવીને બતાવ્યા. તેથી સર્વ અંગોથી યુક્ત એ જ હાથીની યથાર્થ આકૃતિ છે એમ તે સર્વના ખ્યાલમાં એ વાત સમજાઈ ગઈ. ૧૯ાા સર્વાગે તેમ આત્માને અનેકાંતમતિ લખે, અનેક ઘર્મને જાણી આત્મા યથાર્થ ઓળખે. ૨૦ અર્થ – તેમ અનેકાંતમતિવાળો અર્થાત્ સ્યાદ્વાદ બુદ્ધિવાળો વીતરાગનો અનુયાયી આત્માને સર્વાગે એટલે તેના સર્વ પ્રકારના ઘમસહિત જાએ છે. સ્વાદુવાદથી તે આત્માના અનેક ગુણધર્મોને જાણી તેના વાસ્તવિક સ્વરૂપને ઓળખી લે છે. ર૦ના Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ એકાંતે મોક્ષની સિદ્ધિ કોઈ રીતે નહીં બને : આત્મા નથી', કહે તે તો મોક્ષ કોનો થવો ગણે? ૨૧ અર્થ :- આત્માના ગુણધર્મોને એકાંતે માનવાથી મોક્ષની પ્રાપ્તિ કોઈ રીતે પણ થાય તેમ નથી. ચારવાક દર્શનવાળા એટલે નાસ્તિક મતવાળા આત્મા નથી એમ માને છે તો પછી આત્માને મોક્ષ પ્રાપ્ત થવાનો પ્રશ્ન જ નથી. ૨૧}ા. “આત્મા એક જ માને તો અનન્ય શુદ્ધ રૂપ તે; ભવે દુઃખો ગણે શાને? મોક્ષ સાધ્ય ન તેમને. ૨૨ અર્થ :- આ વિશ્વમાં “એક જ આત્મા છે' એમ વેદાંત માને છે. તો તે અનન્ય છે અર્થાત્ તે બીજા રૂપે નથી માટે તે શુદ્ધ સ્વરૂપે જ છે. તો પછી સંસારમાં શુદ્ધ આત્માને દુઃખ શાનું? અને આત્માને દુઃખ જ નથી તો પછી મોક્ષ સાધ્ય કરવાનો ઉપાય શા માટે કરવો. તે વ્યર્થ જણાય છે. ૨૨ાા “માત્ર ક્ષણિક આત્મા” જો મોક્ષ શાશ્વત ના ઘટે; ઇશ્વરી યોજના” માળે, ના પરાઘનતા મટે. ૨૩ અર્થ :- “આત્મા તો ક્ષણિક માત્ર છે.” એમ બૌદ્ધ મતવાળા માને છે. એમ માનવાથી તે આત્મા મોક્ષમાં પણ શાશ્વત ઠરતો નથી. તથા આ જગતને “ઇશ્વરી યોજના' એટલે ઇશ્વરની લીલા માનવાથી પ્રાણીભૂતને સદૈવ ઈશ્વરની પરાધીનતા રહી. તે કદી સ્વતંત્ર થઈ શકે જ નહીં. અને સ્વતંત્રતા વિના પરાધીન અવસ્થા જીવને કદી સુખનું કારણ હોઈ શકે નહીં. ૨૩ અકર્તા માત્ર આત્મા” જો, બંઘાયો કેમ તે દસે? કર્મ-કર્તા સદા” માન્ય કર્મ-મુક્ત ન કો થશે. ૨૪ અર્થ - સાંખ્ય મતવાળા આત્માને માત્ર અકર્તા માને છે. તે ચોવીસ પ્રકૃત્તિ અને પચ્ચીસમો પુરુષ તે આત્મા એમ માને છે. ચોવીસ પ્રકૃતિથી પુરુષરૂપ આત્માનું ભિન્ન થઈ જવું તેને મોક્ષ માને છે. પણ જો આત્મા અકર્તા જ છે તો પછી તે કર્મોથી બંઘાયો કેવી રીતે? તેનો વિચાર આવવો જોઈએ. કોઈ મતવાળા એકાન્ત આત્માને કર્મનો સદા કર્તા જ માને છે. એમ માનવાથી કોઈ પણ આત્મા કદી પણ કર્મથી મુકાઈ શકશે નહીં. ૨૪. સર્વ જેમ જામ્યો છે આત્મા તેમ જ માનતાં, વિરોઘો કોઈ ના દીસે સ્યાદ્વાદ-ઘર્મ સાથતાં - ૨૫ અર્થ - સર્વજ્ઞ પુરુષોએ કેવળજ્ઞાન વડે આત્માને જેમ જામ્યો છે તેમ જ માનવાથી કોઈ પણ વિરોધાભાસ આવશે નહીં. સર્વ વિરોઘના નાશને અર્થે ભગવંતે સ્વાદુવાદ-ઘર્મનો ઉપદેશ કર્યો છે. તે પ્રમાણે સર્વત્ર જોવા યોગ્ય છે. ગરપા “આત્મા’ ચૈતન્ય રૂપે “છે', “નથી તે જડ સર્વથા; સર્વ જ્ઞાનાદિ ગુણોનો ‘એક’ આઘાર સર્વદા; ૨૬ સ્યાદ્વાદપૂર્વક સર્વ આત્માને કેવી રીતે જાણ્યો તે હવે જણાવે છે – અર્થ :- આત્મા સદા ચૈતન્ય સ્વરૂપ છે. તે સર્વથા જડરૂપે કદી થતો નથી. નિગોદમાં પણ અક્ષરના Page #291 -------------------------------------------------------------------------- ________________ (૨૨) અનેકાંતની પ્રામાણિકતા ૨૬૭ અનંતમાં ભાગે જ્ઞાન હોય છે. વનસ્પતિકાયમાં તે જડ જેવો લાગે પણ તે જડરૂપ નથી. ત્યાં પણ એની સુંદરતા આત્માને લઈને છે. સર્વ જ્ઞાન દર્શનાદિ ગુણોનો સર્વદા એક માત્ર આધાર તે આત્મા જ છે. ।।૨૬।। સ્વદ્રવ્યે ‘એકો, નિત્ય’, પર્યાવે ‘બહુ’ રૂપ તે; અશુદ્ધ સ્થિતિમાં આત્મા ‘કર્મ-કર્તા’ ગણાય છે. ૨૭ અર્થ :– પોતાના સ્વઆત્મ દ્રવ્યમાં તે અસંખ્યાત્ પ્રદેશાત્મક આત્મા એકલો જ છે. તે સ્વભાવે નિત્ય છે. તેનો ત્રિકાળમાં નાશ નથી. પણ પર્યાયની અપેક્ષાથી જોતાં તે બહુરૂપ છે. પર્યાયની અપેક્ષાએ તે આત્માની અવસ્થા સમયે સમયે પલટાય છે. જ્યારે આત્મા કર્મયુક્ત અશુદ્ધ સ્થિતિમાં હોય છે ત્યારે તે આત્મા કર્મનો કર્તા ગણાય છે. ।।૨૭ાા અવસ્થાઓ ‘વિનાશી’ સી, આત્માદિ દ્રવ્ય ‘નિત્ય’ છે; હોય તેનો નહીં નાશ, નથી તે નહિ ઊપજે. ૨૮ અર્થ :— સર્વ દ્રવ્યોની અવસ્થાઓ એટલે પર્યાયો વિનાશી છે. પણ આત્મા આદિ સર્વ મૂળ દ્રવ્યો નિત્ય છે. તેનો ત્રણે કાળમાં નાશ થતો નથી. કેમકે જે દ્રવ્ય વર્તમાનમાં છે તેનો કદી પણ નાશ થઈ શકે નહીં. અને જે દ્રવ્ય વર્તમાનમાં નથી તે કદી ઉત્પન્ન થઈ શકે નહીં. “હોય તેનો નાશ નહીં, નહીં તેમ નહીં હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય.’’ શ્રીમદ્ રાજચંદ્ર।૨૮।। અનાદિ કર્મ-સંયોગો જીવ સાથે વિભાવથી, સ્વભાવનું થતાં ભાન તૂટે કર્મની સંતતિ. ૨૯ અર્થ :– અનાદિકાળથી રાગદ્વેષ અજ્ઞાનરૂપ વિભાવના કારણે કર્મના સંયોગો જીવ સાથે વળગેલાં છે. પણ જીવને જ્ઞાન દર્શનાદિ પોતાના સ્વભાવનું ભાન થતાં કર્મની સંતતિ એટલે કર્મનો પ્રવાહ તૂટવા માંડે છે. રહ્યા મુક્તભાવે વર્ગ મોક્ષ, ભવ્ય જીવો સુયોગથી; મુક્તાત્મા પૂર્ણ સુખી છે, છૂટ્યા સંસાર-સંગથી. ૩૦ અર્થ :– ‘મુક્તભાવમાં મોક્ષ છે' પણ રાગદ્વેષ અજ્ઞાનનો સર્વથા નાશ થયે જીવ ભાવ મોક્ષને પામે - છે. તે રાગદ્વેષ અજ્ઞાનનો સર્વથા નાશ ભવ્ય જીવો સદ્ગુરુનો સમ્યગ્ યોગ પ્રાપ્ત થવાથી જ કરી શકે છે; બીજી રીતે સ્વચ્છંદે કે કુગુરુ આશ્રયે તે કરી શકતો નથી. સર્વકર્મથી મુકાયેલા મુક્તાત્માઓ સંપૂર્ણ સુખી છે, કેમકે રાગદ્વેષ અજ્ઞાનરૂપ સંસાર સંગથી જે સર્વથા છૂટયા છે માટે. ।।૩૦। શુદ્ધ ઈશ્વર, સંપૂર્ણ, તેવા સર્વ બની શકે, મોક્ષમાં સામ્ય સંપૂર્ણ કહ્યું સર્વજ્ઞ શાસકે. ૩૧ = અર્થ :— ‘સર્વ જીવ છે સિદ્ધ સમ' તેથી સર્વ જીવો શુદ્ધ, ઈશ્વર અને સંપૂર્ણ બની શકે છે. પોતાની સંપૂર્ણ આત્મશુદ્ધતાને પ્રગટાવી ઈશ્વર બની શકે છે. મોક્ષમાં ગયેલ સર્વ જીવોનું સંપૂર્ણ સામ્યપણું અર્થાત્ સરખાપણું છે. ત્યાં કોઈ પ્રકારનું ન્યૂનાધિકપણું નથી. સર્વ પોતાના સ્વભાવમાં રહી સરખા સુખના ભોક્તા બને છે. એમ સર્વજ્ઞ એટલે સર્વને જાણનાર એવા શાસક તીર્થંકર ભગવંતે કહ્યું છે. ।।૩૧। Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સગુરુ-યોગથી દ્રષ્ટિ સાધ્ય-ગ્રાહક સૌ કરો. ભુલભુલામણી છોડી સન્માર્ગે યત્ન આદરો. ૩૨ અર્થ :- શ્રી સદગુરુ ભગવંતનો યોગ પામી હવે સૌ પોતાની દ્રષ્ટિને, સાધ્ય એવો માત્ર આત્મા છે તે પ્રાપ્ત કરવાની ભાવના જાગે એવી કરો અર્થાત્ હવે સૌ આત્મ-ગ્રાહક થાઓ. અસદ્દગુરુથી થતી ભુલભુલામણીને છોડી દઈ હવે સાચા મોક્ષમાર્ગે ચાલવાનો પુરુષાર્થ આદરો. એ જ આ અમુલ્ય માનવદેહ મળ્યાનું સાર્થકપણું છે. ૩૨ાા અનેકાંત એટલે સ્વાદુવાદપૂર્વક ગુરુગમે તત્ત્વને જાણવાથી મનની ભ્રાન્તિ નાશ પામે છે. “અનંત કાળથી પોતાને પોતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે; આ એક અવાચ્ય, અદ્ભુત વિચારણાનું સ્થળ છે.” (વ.પૃ.૨૫૦) અજ્ઞાનવશ જીવને અનેક પ્રકારની ભ્રાન્તિ થઈ ગયેલ છે. જેમકે દેહને આત્મા માનવો, ઘનમાં સુખ માનવું, સ્ત્રી, પુત્રાદિને પોતાના માનવા, એમ સંસારમાં સુખબુદ્ધિ અનાદિથી ચાલી આવે છે. તે મનની ભ્રાંતિને કેમ દૂર કરવી તેના ઉપાયો આ પાઠમાં દર્શાવવામાં આવે છે. (૨૩) મન-ભ્રાંતિ (વસંતતિલકા વૃત્ત) જેને નિરાંત મનમાં સમકિત પામે, આત્મા કૃતાર્થ સમજાય, યથાર્થ જામ્યું; ભ્રાંતિ ગયે મન તણી સ્વરૂપે રમે છે, તે રાજચંદ્ર-ચરણે શિર આ નમે છે. ૧ અર્થ :- જેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થવાથી અનંતકાળનું પરિભ્રમણ મટી ગયું અને મોક્ષ નિશ્ચિત થયો એવા જ્ઞાની પુરુષોના મનમાં હવે સદા નિરાંત છે. તથા જેમ છે તેમ સ્વરૂપમાં સ્થિરતા જામવાથી અર્થાત્ થવાથી જેને આત્મા કૃતાર્થ જણાયો છે, કૃતાર્થ એટલે આ દેહે કરવા યોગ્ય જે સમકિત હતું તે કરી લીધું, એવો જણાય છે. તથા જેને દેહમાં આત્મબુદ્ધિ કરવાની, અનાદિની મનની ભ્રાંતિ ટળી જઈ સ્વરૂપમાં રમણતા થઈ છે, એવા શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં આ મારું શિર ભક્તિભાવથી નમી પડે છે. [૧] સંસાર પાર કરવા શરણું ગ્રહું હું, વિક્ષેપ-દોષ દળવા કરુણા ચહું છું; આજ્ઞા સદા હૃદયમાં રમમાણ રાખું, ભક્તિ-પ્રવાહ-પૅરમાં ભવ ગાળી નાખું. ૨ અર્થ - આ ભયંકર સંસારરૂપી વનને પાર કરવા માટે પરમકૃપાળુદેવનું હું શરણ સ્વીકારું છું. અનાદિકાળથી હું દેહાદિસ્વરૂપ છું, દેહસ્ત્રી પુત્રાદિ મારા છે એવી આત્મભ્રાંતિને લઈને થતો મારા મનનો વિક્ષેપ, તેને દળવા એટલે ચૂરી નાખવા માટે આપ પ્રભુની મારા પર સદા દયા ઇચ્છું છું, આપની પરમ કૃપા ચાહું છું. વળી આત્મશાંતિને પામવા, આપ પ્રભુની સહજાત્મસ્વરૂપના સ્મરણમાં રહેવાની આજ્ઞાને સદાય હૃદયમાં રમમાણ એટલે રમતી રાખું અર્થાત્ આત્મજાગૃતિને કદી ભૂલું નહીં. તથા આપની ભક્તિરૂપી નદીના પ્રવાહનું પૂર આવેલ છે. તેમાં ભળી જઈ બાકી રહેલ આયુષ્યને તેમાંજ પુરું કરી નાખું. રાા Page #293 -------------------------------------------------------------------------- ________________ (૨૩) મન-ભ્રાંતિ ૨ ૬૯ આઘાર એક મનનો જગમાં જણાય, વિશ્વાસ, હિતકર વાત વિષે, ગણાય; સંબંઘ સર્વ પછીના વઘતા વિશેષ, અત્યંત ગાઢ મમતા વઘતી અશેષ. ૩ અર્થ - જગતના સર્વ કાર્ય કરવામાં આધારભૂત એક આ મન છે. ભાવમને આત્મા પોતે જ છે. આ મન વિભાવભાવમાં પ્રવૃત્તવાથી બઘો સંસાર ઊભો થયો છે. બંઘ અને મોક્ષનું કારણ પણ આ મન જ છે, જ્યાં મનને હિતરૂપ એટલે સુખરૂપ જણાય ત્યાં તે વિશ્વાસ કરીને શીધ્ર દોડી જાય છે. “બુદ્ધિને હિત જ્યાં લાગે, શ્રદ્ધા તેમાં જ ચોટતી; શ્રદ્ધા જ્યાં ચોટતી ત્યાં જ, ચિત્તની લીનતા થતી.”-સમાધિશતક જ્યાં મનને સુખરૂપ ભાસે ત્યાં પછીના સર્વ સંબંધો વિશેષ વધવા લાગે છે. અને ત્યાં અત્યંત ગાઢ મમત્વભાવને અશેષપણે એટલે સંપૂર્ણપણે વઘારી દે છે. [૩] માતા પ્રતિ શિશુ તણું મન જાય શાથી? ‘એ હિતકાર જગમાં” મનમાં વસ્યાથી; ઝાઝો પરિચય થયે મમતા ઘડે છે, તેનો વિયોગ જર વાર થતાં રડે છે. ૪ મનની ભ્રાંતિને લઈને જગતમાં જાદા જાદા પદાર્થોમાં જીવ સુખ બુદ્ધિ કરે છે. તે જણાવે છે : અર્થ - માતા પ્રત્યે બાળકનું મન શાથી જાય છે ? તો કે એ મારું હિત કરનારી છે એવું તેના મનમાં પૂરેપુરું વસેલું છે તેથી જાય છે. પછી માતાનો ઝાઝો પરિચય થવાથી તેમાં મને મારાપણું સ્થાપે છે. અને તેનો થોડા સમયનો વિયોગ થતાં પણ તે બાળક રડવા બેસે છે. જો તે રીતની જ ઘનમાં મનની રુચિ જો; લક્ષ્મી વડે બથ મળે હિતકારી ચીજો; ઝંખે સદાય દિનરાત કમાણ કાજે, દુઃખો ખમે, નહિ ગણે વળી લોક-લાજે. ૫ અજ્ઞાનના કારણે ઘનમાં સુખબુદ્ધિની ભ્રાંતિ થઈ ગઈ છે તે હવે જણાવે છે – અર્થ - બાળકની જેમ સંસારી જીવને ઘનમાં સુખબુદ્ધિ થઈ ગઈ છે. તેથી મનને ઘન પ્રાપ્ત કરવામાં જ રૂચિ રહે છે. તે એમ માને છે કે ઘન હોય તો બધી ભૌતિક સુખ સામગ્રી મેળવી શકાય. માટે રાતદિવસ તે ઘન કમાવા અર્થે સદાય ઝંખતો રહે છે. તે મેળવવા અનેક પ્રકારના દુઃખોને સહન કરે છે તથા તે ઘનની પ્રાપ્તિ અર્થે ગમે તેવાં કામ કરતાં લોકલાજને પણ ગણતો નથી. //પા આસક્ત સૌ વ્યસનમાં ઑવ જે જણાય, તેમાંય માત્ર હિતબુદ્ધિ ગણી તણાય; મુખે કહે વ્યસન ના છૂટતું જરાય, તોયે અભાવ ન ખરા દિલથી કરાય. ૬ વ્યસનીને મન વ્યસન જ ભ્રાંતિથી સુખરૂપ જણાય છે. તે હવે કહે છે. અર્થ:- વ્યસનમાં જે જીવો આસક્ત છે, તે પણ તેમાં માત્ર સુખબુદ્ધિ કરીને જ તણાય છે. મોઢેથી એમ બોલે કે શું કરીએ આ વ્યસન જરાય છૂટતું નથી. પણ ખરા દિલથી તે વ્યસન પ્રત્યે જીવને અભાવ થતો નથી. કેમકે તેણે મનની ભ્રાંતિથી તેમાં સુખબુદ્ધિ કરેલ છે. કા. દેહાદિમાં મન રમે મમતા ઘરીને, સંસાર-કારણ વિષે પ્રિયતા કરીને; સંસારનો ભય નથી મન-માંકડાને, માથે ભમે મરણ, ભાન ન રાંકડાને. ૭ સંસારી જીવોનું મન હમેશાં દેહાદિમાં જ રમ્યા કરે છે તે વિષે જણાવે છે :અર્થ - સંસારી જીવ ભ્રાંતિથી દેહ, સ્ત્રી, પુત્રાદિમાં જ સુખ માની તેમાં મમતા કરીને ત્યાં જ Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ રમ્યા કરે છે. જે સંસાર વૃદ્ધિનું કારણ છે એવા આ પદાર્થોમાં જ મન પ્રિયતા ઘટે છે. પણ આ ચંચળ એવા મનરૂપી માંકડાને અર્થાત્ વાંદરાને મોહવશ આ દુઃખરૂપ સંસારવૃદ્ધિનો ભય લાગતો નથી. કેમકે અજ્ઞાન છે. માથે મરણ સદાય ભમી રહ્યું છે તો પણ આ રાંકડાને એટલે વિવેકબુદ્ધિથી હીન એવા આ ગરીબડાને કંઈ પણ તેનું ભાન આવતું નથી. //ળી સંસાર-ભાવ જનયોગથી જીવ ઘુંટે, માહાભ્ય બાહ્ય નજરે પરનું ન છૂટે; સાધુ બની, બહુ ભણી, યશલાભ લૂંટે, તોયે ન ભ્રાંતિ ઘટતી, ચઢતી જ ઊંટે. ૮ સંસારી જીવોને ભ્રાંતિથી જગતની બાહ્ય વસ્તુનું જ સદા માહાભ્ય રહ્યા કરે છે તે જણાવે છે : અર્થ - સંસારી જીવોના સંગથી જીવ સદા સંસારભાવને જ ઘૂંટ્યા કરે છે. તથા તેમની દ્રષ્ટિ સદાય બાહ્ય ભૌતિક પદાર્થો ઉપર હોવાથી તેનું માહાત્મ મનમાંથી છૂટતું નથી. સાધુ બનીને, બહુ શાસ્ત્રાભ્યાસ કરીને પણ યશનો લાભ લુંટવા મંડી પડે છે. અનાદિની જે આત્મભ્રાંતિ છે તે તો ઘટતી નથી પણ વિશેષ અભિમાન કરીને તે આત્મભ્રાંતિને વઘારી ઊંટીયું ઊભું કરે છે. IIટા જો પુણ્ય-યોગ-ઉદયે ઘટ મોહ, જાગે વૈરાગ્ય, ને અનુભવી ગુરુ હાથ લાગે; સેવા કરી સુગુરુની રુચિ મોક્ષની જો, સ્થાપે ઉરે અચળ, તે જ ખરા મુનિ તા. ૯ કોઈ સદ્ગુરુનો યોગ મળી જાય તો બધું સીધું થઈ જાય એમ જણાવે છે : અર્થ - જો પુણ્યયોગના ઉદયે મોહનીય કર્મ ઘટી જઈ સાચો વૈરાગ્યભાવ જાગે અને આત્મા અનુભવી સગુરુ જો હાથ લાગે તો જીવનું કલ્યાણ થવા સંભવ છે. એવા સદ્દગુરુ ભગવંતની સેવા કરીને અર્થાત્ તેમની આજ્ઞા ઉપાસીને રૂચિ માત્ર મોક્ષની જ હૃદયમાં અચળપણે સ્થાપે, તે જ ખરા આરાધક મુનિ કહેવા યોગ્ય છે. લા. સમ્યકત્વ પામી મમતા તર્જી વિચરે જે, ભ્રાંતિરહિત મન-શાંતિ અનુભવે છે; સન્માર્ગ હસ્તગત જો, નહિ મોક્ષ દૂર, પ્રારબ્ધ પૂર્ણ કરી, લે ઑવ શિવ-પુર. ૧૦ આત્મજ્ઞાની મહાત્માઓ જ ખરી આત્મશાંતિને અનુભવી મોક્ષને સાથે છે. તે વિષે જણાવે છે – અર્થ - સમ્યગ્દર્શનને પામી મમતાભાવને તજી દઈ જે જગતમાં વિચરે છે, એવા મુનિઓ જ આત્મભ્રાંતિ રહિત થઈને મનની શાંતિને અનુભવે છે. સમ્યગ્દર્શન વડે સાચો મોક્ષમાર્ગ હસ્તગત છે તો તેમને હવે મોક્ષ બહુ દૂર નથી. તે તો પોતાના બાંઘેલ પ્રારબ્ધ કર્મને ઉદયાથીન ભોગવી શિવપુર એટલે મોક્ષનગરમાં જઈ અનંતસુખમાં સર્વકાળને માટે બિરાજમાન થાય છે. ૧૦ાા સમ્યકત્વ કે સુગુરુ-આશ્રય મોક્ષ માટે છે ઉત્તમોત્તમ ઉપાય જ શિર-સાટે; ના કાયરો કરી શકે મનરોઘ કેમે, આ વિશ્વનાચ નભવે મનડું વહેમે. ૧૧ મનભ્રાંતિને ટાળવા માટે સદ્ગુરુનો આશ્રય સદૈવ કર્તવ્ય છે, તે જણાવે છે : અર્થ - મનભ્રાંતિને ટાળવાનો ઉત્તમોત્તમ ઉપાય સદ્ગુરુ પ્રત્યે દ્રઢ શ્રદ્ધારૂપ સમકિત અને તેનો આશ્રય છે. તે વડે જીવનો મોક્ષ થાય છે. પણ તે મોક્ષની પ્રાપ્તિ શિરના સાટે થાય છે. સંતોએ કહ્યું છે કેઃ હરિરસ મોંઘે અમૂલ છે, શિરને સાટે વેચાયજી; શિરના સાટાં રે સંતો જે કરે, મહારસ તેને દેવાયજી. હરિરસ મોંધે અમૂલ છે.” Page #295 -------------------------------------------------------------------------- ________________ (૨૩) મન-ભ્રાંતિ ૨૭ ૧ ફરી કહ્યું : “હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને; પરથમ પહેલાં મસ્તક મૂકી, વરતી લેવું નામ જોને.” કાયર પુરુષો આ મનનો રોઘ કોઈ રીતે કરી શકે નહીં. કેમકે આ મનડું તો વહેમ એટલે સંદેહ, મિથ્યાત્વ, સંશય, ભ્રાંતિ અને કલ્પના વડે જીવને ચૌદ રાજલોકરૂપ વિશ્વમાં નાચ નચાવે છે અને તેને નભવે છે અર્થાત્ તે નાચને અનાદિથી આ મનડું નવા કર્મ બંઘાવીને નભાવી રાખે છે. /૧૧ાા. ચિત્ત-પ્રપંચથી વિકાર થતા હણે જે, મુક્તિવલ્થ પરણશે, મુનિઓ ભણે છે. સવાર્થસિદ્ધિ સહજે મન દૈત્ય જીત્ય; ક્લેશો બઘા અફળ ચંચળતાથી નિત્ય. ૧૨ મનરૂપી રાક્ષસને વશ કરવાથી જ સર્વ સિદ્ધિ સાંપડે છે, તે જણાવે છે – અર્થ :- ચિત્તના પ્રપંચથી એટલે મનના વિકલ્પથી ઉત્પન્ન થતાં વિકારને જે હણશે તે મુક્તિરૂપી સ્ત્રીને પરણશે એમ મુનિ મહાત્માઓ જણાવે છે. મનરૂપી દૈત્ય એટલે રાક્ષસને જીતવાથી સર્વ અર્થની સિદ્ધિ સહજે થાય છે, અને ક્લેશના કારણો પણ બઘા અનુકૂળ થઈ જાય છે. જ્યારે મનની ચંચળતા તો જીવને સદા ક્લેશરૂપ છે. કેમકે – “ચંચળ ચિત્ત એ જ સર્વ વિષમ દુઃખનું મૂળિયું છે.” (વ.પૃ.૧૨૮) /૧૨ાા તાદાભ્ય જે સ્વપરનું શૂરવીર ભેદે, તે જ્ઞાની ચંચળપણું મનનું ય છેદે. શુદ્ધિ ખરી મન તણી, નહિ કાયશુદ્ધિ; ભ્રાંતિ ગયે મનન, જાય ઉપાધિ-બુદ્ધિ. ૧૩ સાચી શુદ્ધિ મનની છે, શરીરની નથી, તે હવે જણાવે છે – અર્થ - અનાદિથી ચાલ્યા આવતા સ્વ આત્માના દેહાદિ એવા પર પદાર્થ સાથેના તાદાભ્યપણાને એટલે એકમેકપણાને જે શૂરવીર પુરુષ જ્ઞાનરૂપી છીણી વડે ભેદી નાખશે, તે જ્ઞાની આત્મબળે કરીને આ મનના ચંચળપણાને પણ જરૂર છેડશે. ખરી શુદ્ધિ મનની છે. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા” મનની શુદ્ધિ વડે જ જીવ મોક્ષને પામે છે; નહીં કે કાયશુદ્ધિ વડે. આત્મા સિવાય પરપદાર્થમાં સુખ છે એવી મનની ભ્રાંતિ જો ચાલી ગઈ તો પરપદાર્થને ગ્રહણ કરવાની બુદ્ધિ પણ ચાલી જાય છે. પછી તે સંસારની ઉપાધિને કદી વહોરતો નથી. II૧૩ના જો ચિત્તશુદ્ધિ નથ સાથ યથાર્થ ભાવે, તો મોક્ષ-વાત વચને, ફળ અન્ય આવે; સ્વચ્છેદ વર્તન મનોરથનું ન રોકે ને ધ્યાન-વર્ણન કરે, નહિ લાજ લોકે. ૧૪ જો ચિત્તશુદ્ધિ કરીને સ્વચ્છંદ વર્તન રોકશે નહીં તો જીવનો મોક્ષ થશે નહીં એમ જણાવે છે. અર્થ - જો મનની શુદ્ધિને સાચા ભાવથી નહીં સાથી તો મોક્ષની વાત માત્ર વાણીમાં રહેશે અને ફળ પણ મનના વ્યાપાર પ્રમાણે બીજાં જ આવશે. શેઠ સામાયિકમાં બેઠા હોય પણ મન બહાર વ્યવહાર કે વ્યાપારમાં હોય તો તેનું ફળ અશુભ જ આવશે. તેમ પોતાની મરજી પ્રમાણે સ્વચ્છેદથી વર્તન કરવાનું જે રોકતા નથી અને લોકોમાં ધ્યાનનું વર્ણન કરતાં પણ જેને લાજ આવતી નથી, તેવા જીવો મોક્ષ પામવાને યોગ્ય થતા નથી. ૧૪ ભ્રાંતિ ટળી મન બને સ્થિર જેથી તત્ત્વ તે ધ્યાન, તત્ત્વ પણ તે જ ગણો મહત્વે; ગુણો પલાયન કરે, મન જો ન શુદ્ધ, આવી ઘણા ગુણ વસે, મન નો વિશુદ્ધ. ૧૫ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨ ૭૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ પરમાં સુખની ભ્રાંતિ ટળી જઈ, જો મન શુદ્ધ થાય તો ઘણા ગુણો પ્રગટે, તે હવે જણાવે છે : અર્થ :- જે આત્મા સંબંધીના તત્ત્વજ્ઞાનવડે સંસારમાં સુખ છે એવી ભ્રાંતિ ટળી જઈ મન સ્થિર થાય તેને જ ખરૂ ધ્યાન અથવા મહાન તત્ત્વજ્ઞાન જાણો. જો મનશુદ્ધિ નહીં હશે તો ગુણો બઘા પલાયન થઈ જશે અર્થાત જતા રહેશે. અને મન જો વિશુદ્ધ હશે તો ઘણા ગુણો આવીને તમારામાં નિવાસ કરશે. ૧પના જ્ઞાન, વ્રતો, શ્રત, તપો, પર-ઉપકારો, ઇંદ્રિયનો જય, કષાય-શમાદિ ઘારો; તોયે મનોજય વિના ભવનો ન આરો; પામો નહીં કણ કર્યો કુશકા-કુટારો. ૧૬ મનના જય વગર ગમે તેટલા તપ કરો પણ તેથી મુક્તિ નથી, તે વિષે હવે જણાવે છે – અર્થ - ગમે તેટલો જ્ઞાનનો ક્ષયોપશમ હોય, વ્રતો પાળે, શ્રુત એટલે શાસ્ત્રજ્ઞાન હોય, તપ કરતો હોય, પરોપકારવાળી બુદ્ધિ હોય, બાહ્યથી ઇન્દ્રિયોનો જય હોય, ક્રોધાદિ કષાયોનું શમન હોય, પણ જો મન ઉપર વિજય મેળવ્યો નથી તો આ સંસારનો પાર કદી આવશે નહીં. જેમ કુશકા એટલે છોડા ખાંડ્યું દાણ મળશે નહીં કે પાણી વલોળે માખણ નીકળશે નહીં તેમ તે જીવ મુક્તિને પામશે નહીં. મન અકસ્માત્ કોઈથી જ જીતી શકાય છે. નહીં તો અભ્યાસ કરીને જ જિતાય છે. એ અભ્યાસ નિર્ગથતામાં બહુ થઈ શકે છે; છતાં ગૃહસ્થાશ્રમે સામાન્ય પરિચય કરવા માગીએ તો તેનો મુખ્ય માર્ગ આ છે કે, તે જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી; તેમ કરવું નહીં. તે જ્યારે શબ્દસ્પર્ધાદિ વિલાસ ઇચ્છે ત્યારે આપવાં નહીં. ટૂંકામાં આપણે એથી દોરાવું નહીં. પણ આપણે એને દોરવું; અને દોરવું તે પણ મોક્ષમાર્ગમાં. જિતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ રહી છે. ત્યાગ ન ટાગ્યા જેવો થાય છે, લોક-લજ્જાએ તેને સેવવો પડે છે. માટે અભ્યાસ કરીને પણ મનને જીતીને સ્વાઘનતામાં લઈ અવશ્ય આત્મહિત કરવું.” (વ.પૃ.૧૦૮) /૧૬ો. ભ્રાંતિ સમાન નથી રોગ અતીવ ભારે, ના વૈદ્ય સદ્ગુરુ સમા ભવ જે નિવારે; આજ્ઞા સમાન નથી પથ્ય, વિચારી જોજો, સંધ્યાનસૂચક વિચાર દવા પી જોજો. ૧૭ આત્મભ્રાંતિ જેવો કોઈ રોગ નથી, તે નિવારવા તેના ઉપાય જણાવે છે : અર્થ - મનને અજ્ઞાનવશ એવી ભ્રાંતિ થઈ ગઈ છે કે દેહ તે જ હું છું. એમ દેહમાં આત્મબુદ્ધિની ભ્રાંતિ સમાન અતીવ એટલે અત્યંત ભયંકર બીજો કોઈ રોગ નથી. તે ભવ રોગને મટાડવા માટે ગુરુ જેવા બીજા કોઈ નિષ્ણાત વૈદ્ય નથી. સત્પરુષની આજ્ઞાએ ચાલવા સમાન બીજાં કાંઈ પથ્ય નથી. કેમકે જ્ઞાનીપુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંઘ જેવી છે.” (વ.પૃ.૪૧૧) તેમજ ઘર્મધ્યાનનું કારણ થાય એવા સત્પરુષના વચનોના વિચારરૂપ ઔષઘ સમાન તે આત્મભ્રાંતિને ટાળવા માટે બીજો કોઈ ઉપાય નથી. માટે પુરુષના વચનરૂપ ઔષઘને તમો જરૂર પી જોજો. જેથી અનાદિકાળનો તમારો આત્મભ્રાંતિરૂપ રોગ જરૂર નાશ પામશે. આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષઘ વિચાર ધ્યાન.”-આત્મસિદ્ધિ ૧ળા જો ભાવશુદ્ધિ મનદોડ મટાડ પામે, તો જે અલભ્ય મુનિને, પદ તેની સામે જે ના થયું તપ વડે, સહજે બને તે, કર્મો અનંત ભવનાં ક્ષણમાં ખપે છે. ૧૮ જે મનના વિકલ્પો મટાડીને ભાવશુદ્ધિ કરશે તે ઉત્તમપદને પામશે એમ જણાવે છે : Page #297 -------------------------------------------------------------------------- ________________ (૨૩) મન-ભ્રાંતિ ૨૭૩ અર્થ - મનની અનાદિની દોડ મટાડીને જે ભાવશુદ્ધિ પામશે તે ભવ્ય મુનિને પણ દુર્લભ એવા ઉત્તમ પદને પામશે. અનેક બાહ્ય તપ કરતાં જે પદની પ્રાપ્તિ મુનિને નહીં થઈ તે ભાવશુદ્ધિ વડે સહજે થાય છે અને અનંત ભવના કર્મો પણ તેથી ક્ષણમાં નાશ પામે છે. ૧૮ ભૂલી બઘા વિષય, શાંત અસંગ યોગી, અક્ષોભવૃત્તિથી થયા પરમાત્મભોગી; પાતાળ ને નભ વિષે ક્ષણમાં પહોંચે, તે ચિત્ત જીતી ન ચળે કદી ભોગ-લાંચે. ૧૯ જેની ભાવશુદ્ધિ થઈ છે તેવા મનોજયી મહાત્માઓ ભોગના નિમિત્તોમાં પણ ચલાયમાન થતા નથી તે જણાવે છે : અર્થ - જે બઘા ઇન્દ્રિયોના વિષયોને ભૂલી જઈ શાંત અસંગ યોગી બની, મનની ક્ષોભકારી વૃત્તિઓને જીતીને પરમાત્મપદના ભોગી થયા છે તે મહાત્માઓ કદી ચલાયમાન થતા નથી. ક્ષણમાં પાતાળ અને ક્ષણમાં નભ એટલે આકાશમાં પહોંચનાર એવા મનને પણ જેણે જીતી લીધું છે એવા મહાત્માઓ ભોગની લાલસાથી કદી ચલાયમાન થતા નથી. ૧૯ તે વિશ્વવંદ્ય ગુરુ છે ઉપકારી મારા, દુર્દશ્ય ચિત્ત જીંત બોઘથી તારનારા, છે દેહઘારી અશરીરી દશા વઘારી, તે ભાગ્યશાળી નરરત્ન જ મુક્તિ-બારી. ૨૦ જેણે દુરારાધ્ય મનને વશ આપ્યું એવા પરમકૃપાળુ પરમાત્મા તે અમારા પરોપકારી ગુરુ છે. તે વાતને આ ગાળામાં સ્પષ્ટ કરે છે : અર્થ - વિશ્વને વંદન કરવા લાયક એવા પરમકૃપાળુ ગુરુદેવ તે મારા પરમ ઉપકારી છે, કે જેણે દુર્દમ્ય એટલે દુઃખે કરીને દમી શકાય એવા મનને જીતી લઈ જગતના જીવોને તારવા માટે ઉપદેશ આપ્યો છે. જે દેહઘારી હોવા છતાં પણ અશરીરીભાવે જીવનાર છે. જેની આત્મદશા સમયે સમયે વૃદ્ધિ પામે છે એવા ભાગ્યશાળી નરોમાં રત્ન સમાન સદગુરુ તે ભવ્યોને મોક્ષ મેળવવા માટે બારી સમાન છે. “અમે દેહઘારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૯૦) “અશરીરીભાવપણે આત્મસ્થિતિ છે તો તે ભાવન ચરમશરીરીપણું નહીં, પણ સિદ્ધપણું છે; અને તે અશરીરીભાવ આ કાળને વિષે નથી એમ અત્રે કહીએ, તો આ કાળમાં અને પોતે નથી એમ કહેવા તુલ્ય છે.” (વ.પૃ.૩૫૪) //ર૦ાા સત્સંગ, સપુરુષયોગ વિશેષ સાઘ, અજ્ઞાન તો જ ટળશે ક્રમથી અગાઘ. અજ્ઞાન એ જ ભય, સાઘક સૌ ગણે છે; સંસાર સર્વ બળતો, પ્રભુ યે ભણે છે. ૨૧ મુમુક્ષને મન અજ્ઞાન એટલે આત્મભ્રાંતિ એ જ મોટો ભય છે. તેને નિવારવા સત્સંગ અને સપુરુષનો યોગ સાધવા હવે ભલામણ કરે છે : અર્થ - સત્સંગ અને સત્પરુષનો યોગ મેળવી તેની વિશેષ આરાધના કરવી તો જ અનાદિકાળનું અગાઘ અજ્ઞાન ક્રમપૂર્વક ટળશે. સૌથી મોટામાં મોટું પાપ અજ્ઞાન એટલે મિથ્યાત્વ છે. તેથી સૌ સાધક પુરુષો અજ્ઞાનને જ મહા ભયકારી માને છે. એ અજ્ઞાનના કારણે જ જીવ સંસારમાં રાગદ્વેષ કરીને ત્રિવિઘતાપથી આકુલિત થયા કરે છે. એમ પરમકૃપાળુ પરમાત્મા ઉપદેશે છે : મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. એક અજ્ઞાનની નિવૃત્તિ ઇચ્છવી એ રૂપ જે ઇચ્છા તે સિવાય વિચારવાન જીવને બીજી ઇચ્છા હોય Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ નહીં, અને પૂર્વકર્મના બળે તેવો કોઈ ઉદય હોય તો પણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સમસ્ત લોક દુઃખે કરી આર્ત છે, ભયાકુળ છે, રાગદ્વેષનાં પ્રાપ્ત ફળથી બળતો છે, એવો વિચાર નિશ્ચયરૂપ જ વર્તે છે; અને જ્ઞાનપ્રાપ્તિનો કંઈ અંતરાય છે, માટે તે કારાગૃહરૂપ સંસાર મને ભયનો હેતુ છે અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે.” (વ.પૃ.૪૩૫) ૨૧ જો પૂર્વ-કર્મ હણવા જૅવ બુદ્ધિ ઘારે, અજ્ઞાન દૂર કરવા દ્રઢતા વઘારે, સત્સંગ, સદ્ગુરુ ઉપાય અચૂક ઘર્મ, આરાઘતાં જર્ફેર દૂર થનાર કર્મ. ૨૨ પૂર્વકર્મ અને અજ્ઞાનને હણવાનો અચૂક ઉપાય સત્સંગ અને સદ્ગુરુનો આશ્રય છે. તે જણાવે છે : અર્થ - જો જીવ પૂર્વકર્મને હણવા માટેની બુદ્ધિને ઘારણ કરે તેમજ પરમાં સુખબુદ્ધિરૂપ અજ્ઞાનને દૂર કરવા મનમાં દ્રઢતા વધારે અને તેમ કરવા સત્સંગ અને સગુરુનો દ્રઢ આશ્રય કરે; તો તેવા આત્મઘર્મના અચૂક ઉપાયને આરાઘનાર જીવના સર્વ પ્રકારના કર્મો જરૂર નાશ પામશે. દ્રષ્ટાંત - દ્રઢપ્રહારીએ અનેક પાપ કર્યા છતાં સદ્ગુરુનો આશ્રય પામી બઘા કર્મોને નાશ કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો તો છ મહિનામાં જ સર્વ કર્મોને નષ્ટ કરી કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું. IPરરા અજ્ઞાન મૂળ ભેલ, ના સમજાય આપે, ના જાણી જોઈ ભૂલ કો મનમાંહિ થાપે; જ્ઞાની-જને જર્ફેર ઓળખીને ઉખાડી, તેની જ સંગતિ કરી ભેંલ દે મટાડી. ૨૩ અનાદિકાળના અજ્ઞાનની મૂળ ભૂલ જ્ઞાનીપુરુષો દ્વારા જ મટી શકે છે તે જણાવે છે : અર્થ - અનાદિનું અગૃહિત મિથ્યાત્વ અથવા અજ્ઞાન એ જ મૂળભૂત ભૂલ છે. તે પોતાની મેળે જીવને સમજાતી નથી. કોઈ જાણી જોઈને ભૂલ કરે નહીં કે તેને મનમાં સ્થાપે નહીં; પણ તે ભૂલનું ભાન જ જીવને આજ સુધી થયું નથી. જ્ઞાની પુરુષે જરૂર તે ભૂલને ઓળખી તેનો ઉપાય કરીને તેને ઊખેડી નાખી છે. માટે તેવા જ્ઞાની પુરુષોની સંગતિ કરી અર્થાત્ તેમની આજ્ઞાએ વર્તીને તે ભૂલ હવે જરૂર મટાડી દેવી જોઈએ. જેમકે પ્રભુશ્રીજીએ કૃપાળુદેવને કહ્યું કે અમે અનાદિકાળથી રખડીએ છીએ માટે અમારી સંભાળ લો. કૃપાળુદેવની આજ્ઞા ઉઠાવવાથી તેમની અજ્ઞાનરૂપ અનાદિની મૂળ ભૂલ હતી તે નાશ પામી. ર૩મા જો સ્વપ્નમાં મરણ નિજ જણાય, કોને? ભ્રાંતિ વિષે નહિ અશક્ય કશું ય, જોને; તેવી રીતે પરપદારથ નિજ જાણે, પોતે જ દેહમય માની વિભાવ માણે. ૨૪ મનભ્રાંતિથી પરવસ્તુને પોતાની માની આ જીવ સંસારમાં રઝળ્યા કરે છે. તે વિષે જણાવે છે કે : અર્થ - સ્વપ્નામાં જીવને પોતાનું જ મરણ જણાય છે. તે કોને જણાય છે? તો કે ભ્રાંતિથી પોતાને જ જણાય છે. એમ ભ્રાંતિ વડે કશુંય અશક્ય નથી. તેવી જ રીતે જે પદાર્થો પોતાથી સાવ પર છે તેને અજ્ઞાનવશ જીવ પોતાના માને છે. જેમકે પોતે કોણ છે? તો કે આ શરીર, તે જ હું છું. એમ પોતે જ પોતાને દેહમય માની વિભાવભાવોમાં સુખ કલ્પી રચીપચીને કર્મ ઉપાર્જન કર્યા કરે છે. “સ્વપ્નદશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્નરૂપયોગે આ જીવ પોતાને, પોતાનાં નહીં એવા બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે;” (વ.પૃ.૪૩૬) “તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું.” (વ.પૃ.૨૧૨) ૨૪ Page #299 -------------------------------------------------------------------------- ________________ (૨૩) મન-ભ્રાંતિ ૨૭૫ એ માન્યતા જ ભવહેતુ, અનાદિ સેવી, અજ્ઞાન એ જ, જનની-જનકાદિ એવી કુંકલ્પના કરી અનેક ગણી સગાઈ, તે જાય તો જફૅર મોક્ષ થનાર, ભાઈ. ૨૫ અર્થ - હું દેહાદિ સ્વરૂપ છું અને દેહસ્ત્રી પુત્રાદિ મારા છે એ માન્યતા જ ભવ એટલે સંસાર વૃદ્ધિનું કારણ છે. “બીજા દેહોતણું બીજ આ દેહે આત્મભાવના.” -સમાધિશતક અનાદિકાળથી આ જ ભાવનાને જીવે તેવી છે, એ જ તેનું અજ્ઞાન છે. તેના કારણે પરમાં માતાપિતા, સ્ત્રી, પુત્ર, મિત્ર આદિની કુકલ્પના કરીને અનેકગણી સગાઈ આ જીવે વઘારી દીધી છે. પણ હે ભાઈ, હવે એવી ભાવ કલ્પનાઓ જાય તો જરૂર તારો મોક્ષ થાય એમ છે. એ જ માન્યતા તે સંસાર છે તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે.” (વ.પૃ.૪૩૬) //રપી તે ટાળવા જ સહુ સાઘન સાધવાનાં, સત્સંગ, સપુરુષ આદિક સેવવાનાં; તે કાજ જો બળ બધું વપરાય જેનું, તેને જ સિદ્ધિ સહજે, બળ ઘન્ય તેનું! ૨૬ દેહમાં આત્મબુદ્ધિ ટાળવા માટે જેનું બળ વપરાશે તે જ સિદ્ધિને પામશે એ વાત હવે જણાવે છે – અર્થ - હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ સ્ત્રી પુત્રાદિ મારાં છે, એ માન્યતાને ટાળવા માટે જ સત્સંગ, સપુરુષ આદિ સર્વ સાઘન ઉપાસવાના છે. તે અર્થે જેનું બધું આત્મબળ વપરાશે તે આત્મસિદ્ધિને સહજ પામશે; અને તેનું જ આત્મબળ ઘન્ય ગણવા યોગ્ય છે. એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સપુરુષાદિ સાઘન કહ્યાં છે; અને તે સાઘન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. વઘારે શું કહીએ?” (વ.પૃ.૪૩૬) //રકા જો આટલું જ જીંવમાં પરિણામ પામે, તો સો વ્રતો નિયમ ભક્તિ વિના વિરામે; શાસ્ત્રો બઘાં ભણી ગયો, ભ્રમ જો મટે તો, ભ્રાંતિ જશે મનન, જો પરથી હઠે તો. ૨૭ જો દેહમાં રહેલી આત્મબુદ્ધિ ટળે તો જીવે વ્રત, નિયમ, ભક્તિ આદિ સર્વ કરી લીઘા એમ કહે છે : અર્થ :- જો આટલું જ એટલે દેહમાં પર બુદ્ધિ અને સ્વઆત્મામાં આત્મબુદ્ધિ યથાર્થ પરિણામ પામી જાય તો તે સર્વ વ્રત, નિયમ, જપ, ભક્તિ કર્યા વિના જ સર્વ વિભાવભાવથી વિરામ પામશે; કેમકે સર્વ ક્રિયા કરીને પણ દેહમાં આત્મબુદ્ધિ ટાળવાની છે. તેથી આમ જેણે કરી લીધું તે સર્વ શાસ્ત્રો ભણી ગયો. પણ આવું થશે ક્યારે ? તો કે પરને પોતાના માનવારૂપ મૂળ ભૂલ અર્થાત્ મનની ભ્રાંતિ જ્યારે મટશે ત્યારે જ ખરેખર આત્મસિદ્ધિની તેને પ્રાપ્તિ થશે. “આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી. એ જ વિનંતી.” (વ.પૃ.૪૩૬) /રશા રાગાદિ ભાવ મનમાં મૂંઢતા જગાવે, ભ્રાંતિ અતિ ઊભું કરે ભયમાં ભમાવે; લેશિત, શંકિત કરે મન રોગ-કાળે, મોક્ષાર્થી તેથી રિપુ જાણી વિભાવ ટાળે. ૨૮ આત્મભ્રાંતિનું મૂળ રાગાદિ ભાવ છે તે જણાવે છે – અર્થ – પરવસ્તુમાં થતાં રાગ દ્વેષાદિ ભાવ મનમાં મૂઢતાને જન્મ આપે છે. તે મૂઢતા અત્યંત Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ આત્મભ્રાંતિને ઊભી કરી મનમાં આલોક ભય, પરલોક ભય, અકસ્માત ભય, અગુતિ ભય, વેદના ભય વગેરે લાવીને સંસારમાં જ જીવને ભમાવે છે. રોગ વખતે પણ હું મરી જઈશ એવી શંકા મનમાં થાય છે અને મારા આ સગાં વ્હાલાનો સંયોગ છૂટી જશે આદિ ભાવો જીવને ક્લેશિત કરે છે; માટે મોક્ષનો અર્થી એવો મુમુક્ષુ જીવ તો આ રાગાદિ વિભાવ ભાવોને શત્રુ જાણીને ટાળવાનો જ પુરુષાર્થ કરે છે. ૨૮. રાગાદિ-કાદવ મનોજળના ગયા જો, સર્વે જણાય, વિતરાગ સુખી થયા તો; કમોંથી મુક્ત વિતરાગ થનાર, જો, તે રૈલોક્યનાથ ભગવાન મહાન પોતે. ૨૯ રાગાદિ ભાવો ગયે પોતે ત્રણ લોકનો નાથ થાય છે તે જણાવે છે – અર્થ - મનરૂપી જળમાં રાગદ્વેષાદિ ભાવો કાદવ સમાન છે. તે જો દૂર થાય તો તેના નિર્મળ બનેલ આત્મામાં આખું વિશ્વ ઝળકે છે. તે વીતરાગ બનીને સુખી થઈ જાય છે. જીવ કર્મોથી મુક્ત થઈને વીતરાગ બને તો તે પોતે જ ત્રણલોકના નાથ એવા મહાન ભગવાનની કોટીમાં ગણાય છે. ગારા ભ્રાંતિ વડે અશુચિ દેહ મનાય સારો, ને દેહ જે જડ, અનાત્મ મનાય મારો; તેથી સગાં, પરિજનો નિજ માની વર્તે, સંયોગને જ અવિનાશી ગણી પ્રવર્તે. ૩૦ મન ભ્રાંતિના કારણે બધું વિપરીત ભાસે છે તે હવે જણાવે છે : અર્થ:- દેહમાં આત્માની ભ્રાંતિ થઈ જવાથી અશુચિ એટલે અપવિત્ર એવો દેહ પણ જીવને સારો લાગે છે. તથા જે દેહ જડ સ્વરૂપ છે, આત્મા નથી છતાં પોતાનો મનાય છે. દેહના સગા સંબંધીઓને પણ પોતાના માને છે. તેમજ કુટુંબીઓના સંયોગને અવિનાશી જાણી તેમાં જ રાગદ્વેષ કરીને પ્રવર્તે છે. ૩૦ વિયોગમાં ઝૂરી મરે, જગ દુઃખ દેખે, ગાળે ન તોય સુવિચારર્થી આયુ લેખે; ભ્રાંતિ ટળી સ્વપર-ભેદ પડે શી રીતે? તે ચર્ચ, તે પૂંછ ગુરુજન પાસ નિત્યે; ૩૧ ભ્રાંતિ વડે વિયોગમાં થતા દુઃખને મટાડવા શ્રી સદ્ગુરુ ભગવંતને તેનો ઉપાય પૂછ એમ જણાવે છે : અર્થ :- કુટુંબીઓના વિયોગમાં જીવો ઝૂરે છે અને અંતે આયુષ્ય પૂરું થયે પોતે પણ મરે છે તથા જગતવાસી જીવોને દુઃખી જુએ છે છતાં અજ્ઞાની એવો જીવ સુવિચાર વડે પોતાના આયુષ્યને ઘર્મકાર્યમાં ગાળી લેખે લગાડતો નથી. મનની ભ્રાંતિ ટળીને પોતાનો આત્મા પર એવા દેહાદિથી ભિન્ન છે એવો ભેદ કેવી રીતે પડે? તેનો ઉપાય શ્રી સદગુરુ ભગવંત પાસે હમેશાં પૂછ અને તેની ચર્ચા કરીને આ જગતના સર્વ દુઃખનો તે અંત આણ. /૩૧ના તે ઇચ્છ, તન્મય બની ગણ ઇષ્ટ સૂત્ર, ઘેલો બની ઘનિક જેમ ચહે સુપુત્ર, જે એક વૃદ્ધવયમાં નિજ જીવ જેવો, છાનો ગયો ઘર તજી પરદેશ તેવો. ૩૨ અર્થ - અનંત સુખરૂપ એવા આત્માની પ્રાપ્તિને જ તું ઇચ્છ. તેમાં જ તન્મય બની તેને જ ઇષ્ટ સૂત્ર એટલે ધ્યેયરૂપ વાક્ય માનીને હમેશાં તે સહજત્મસ્વરૂપના જ સ્મરણમાં રહે. જેમ ઘેલો બનીને ઘનવાન હમેશાં પુત્રની ઇચ્છા કર્યા કરે છે તેમ. એક શેઠને વૃદ્ધ ઉમરમાં પુત્ર થયેલો. તે પુત્ર પૂર્વનો સંસ્કારી હતો તેથી વૈરાગ્ય પામી ઘર છોડી ચાલ્યો ગયો. શેઠને તેના પ્રત્યે ઘણો જ રાગ હોવાથી હમેશાં તેનું જ ધ્યાન રહે છે. કોઈ મળવા આવે કે પરદેશી આવે ત્યારે પણ પુત્રની જ વાત કરે છે. એકલા બેઠા હોય ત્યારે પણ તેનું જ ચિંતન રહ્યા કરે છે. તેમ વિચારવાન જીવે બીજા બધા મનના વિકલ્પો મૂકી દઈને માત્ર એક આત્મવિચારમાં Page #301 -------------------------------------------------------------------------- ________________ (૨૪) તપ ૨૭૭ જ રહેવું યોગ્ય છે કે જેથી આ મળેલો માનવદેહ સાર્થક થાય. ૩રા જેની મનભ્રાંતિ એટલે આત્મભ્રાંતિનો નાશ થયો તે જ ખરા તપસ્વી છે. કારણ કે આત્મજ્ઞાન વગરનું તપ મોક્ષનું કારણ થતું નથી. અને ઇચ્છાનો નિરોઘ કરવો એ જ ખરું તપ છે. તેને વિસ્તારથી આ ‘તપ' નામના પાઠમાં સમજાવવામાં આવે છે. (૨૪) તપ (સેવો ભવિયાં વિમલ જિનેશ્વર દુલહા સજ્જન સંગાજી - એ રાગ) વનવું સગુરુ રાજચંદ્ર પ્રભુ, સત્ય તપસ્વી-સ્વામીજી. નર્મી નર્મી પ્રભુને પાયે લાગું, આપ અતિ નિષ્કામીજી. વનવું- અર્થ - શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્ર પ્રભુને વિનયપૂર્વક મારા સંસારીભાવોને હણી નાખવા માટે વિનંતી કરું છું. કેમકે પરમકૃપાળુદેવ તે સાચા તપસ્વી છે. તેમને આખું જગત સોનાનું થાય તો પણ તૃણવત્ છે. અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે એવા પરમગુરુ તે મારા સ્વામી છે. તેમના ચરણકમળમાં વારંવાર પડીને હું નમસ્કાર કરું છું. આપ સદ્ગુરુ ભગવંત તો અતિ નિષ્કામી છો. જેને આ જગતમાંથી કાંઈ જોઈતું નથી એવા નિસ્પૃહી મહાત્માઓને અમારા સદા નમસ્કાર હો. (૧૫) “યથાયોગ્ય નિગ્રંથ દશા વણ, ક્ષણ છૅવવું ના ગોઠેજી, એ આધ્યાત્મિક વીર-ભાવના, હૈયે જે તે હોઠેજી. વીનવું ૨ અર્થ :- યથાયોગ્ય બાહ્ય અને અંતરંગ નિગ્રંથદશા વિના જેને એક ક્ષણ માત્ર જીવવું ગમતું નથી. જેને સદા આત્મસ્વરૂપમાં જ રમણતા કરવાની આધ્યાત્મિક એટલે આત્મા સંબંધીની શુરવીર ભાવના છે. જેના હૈયામાં એ જ ભાવનો વાસ છે તેથી હોઠે આવે છે. કુવામાં હોય તે જ હવાડામાં આવે છે. વૈશ્ય વેષે અને નિગ્રંથભાવે વસતા કોટી કોટી વિચાર થયા કરે છે.” (વ.પૃ.૮૦૩) //રા મનન માત્ર પરમાર્થ વિષયનું, નિશદિન જેને રહે છેજી, શયન, સ્વપ્ર, ભય, ભોગ એ જ છે, આહાર એ જ જે લે છેજી. વનવું. ૩ અર્થ - પરમકૃપાળુદેવની અંતર્દશાનું વર્ણન પત્રાંક ૧૩૩માં જોવા મળે છે. તે આ પ્રમાણે : જેને નિશદિન માત્ર એક પરમાર્થ એટલે આત્મા સંબંધીના વિષયનું મનન રહ્યા કરે છે, જે આત્માનું સુખ ત્યાગીને બીજાં કંઈ લેવા ઇચ્છતા નથી, જેને શયન, સ્વપ્ન, ભય, ભોગ કે આહાર સર્વ સમયે આત્મભાવનાની જ જાગૃતિ છે. આવા પરિગ્રહ પણ છે એ જ જેહને, રોમે રોમ વિચારેજી, હાડ, માંસ, મજ્જા સર્વાગી એ જ ધૂન (ધ્વનિ) ઉચ્ચારેજી. સ્વૈનવું જ અર્થ :- જેને આત્માના ગુણો એ જ પરિગ્રહ છે. રોમે રોમે જેને આત્મભાવનાનો જ વિચાર છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ હાડ, માંસ, મજ્જા આદિ સર્વ અંગોમાં પણ જેને એ જ આત્મધ્વનિનો રણકાર છે. પાકા તેથી નથી કંઈ જોવું ગમતું, નથી કંઈ સુંઘવું ગમતુંજી, નથી બોલવું પણ કંઈ ગમતું, નથી મન મૌને રમતુંજી. વનવું. ૫ અર્થ - જગતના સર્વ પદાર્થમાં પરમ ઉદાસીનતા હોવાથી જેને કંઈ જોવું ગમતું નથી કે કંઈ સુંઘવું ગમતું નથી. જેને કંઈ બોલવું ગમતું નથી કે નથી જેનું મન મૌનમાં રમતું. પા. નથી સાંભળવું પણ કંઈ ગમતું, નથી ચાખવું ગમતુંજી, નથી સ્પર્શવું પણ કંઈ ગમતું, વિષયે મન ના રમતુંજી. વનવું. ૬ અર્થ – જેને કંઈ સાંભળવું ગમતું નથી કે કંઈ ચાખવું ગમતું નથી, કે નથી કંઈ પણ સ્પર્શવું ગમતું. એમ વિષયોમાં જેનું મન બિલકુલ રમતું નથી. કા નથી બેસવું-ઊઠવું ગમતું, સૂવું, જાગવું સરખું જી, નથી ઉપવાસ-અશન પણ ગમતાં, સંગ-અસંગ ન પરખું જી. વનવું. ૭ અર્થ - જેને નથી બેસવું કે ઊઠવું ગમતું, જેને સૂવું કે જાગવું સર્વ સરખું છે. જેને ઉપવાસ કરવો કે અશન એટલે ભોજન કરવું પણ ગમતું નથી. જેને આ સંગ છે કે અસંગ છે એવા વિચાર માટે પણ અવકાશ નથી. જેને માત્ર આત્મસ્વરૂપમાં જ લીનતા પ્રિય છે. //શા - લક્ષ્મી-અલક્ષ્મી કોઈ ન ગમતી, ઊગે ન આશ-નિરાશાજી; દુઃખના કારણ નથી તે કોઈ, વિષમાત્માથી નિસાસાજી. વનવું. ૮ અર્થ :- જેને લક્ષ્મી એટલે ઘન ગમતું નથી કે અલક્ષ્મી એટલે નિર્થનાવસ્થા વિષેનો કાંઈ વિચાર નથી. ઉપરોક્ત પદાર્થો પ્રત્યે જેને કોઈ આશા કે નિરાશા પણ ઉગતી જણાતી નથી. દુ:ખના કારણ ઉપરના કોઈ પદાર્થ નથી. દુઃખનું કારણ તો માત્ર એક રાગદ્વેષયુક્ત વિષમ આત્મા જ છે. વિષમ આત્મા પોતાની ઇચ્છાનુસાર ન બને ત્યારે હું બહુ દુઃખી છું એમ નિસાસા નાખે છે. દા. આત્મા સમ, તો સર્વ સુખ જ છે, તે જ સમાધિ સાચીજી,” દશા આપની આવી જાણી, વૃત્તિ મુજ ત્યાં રાચીજી. વનવું૯ અર્થ - પોતાનો આત્મા જો સમદશામાં છે તો સર્વ સુખ જ છે. તે જ સર્વ અવસ્થામાં સાચી આત્મસમાધિ અર્થાત્ સ્વસ્થતા છે. આપની આવી અભુત દશા જાણીને મારી વૃત્તિ પણ આપનામાં જ રાચી છે. આપની શુદ્ધ આત્મદશાને પામવા મારું મન પણ આપ પ્રત્યે આકર્ષિત થયું છે. “આભેચ્છા એવી જ વર્તે છે કે સંસારમાં પ્રારબ્બાનુસાર ગમે તેવાં શુભાશુભ ઉદય આવો, પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો આપણે સંકલ્પ પણ ન કરવો. રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે, આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ર પણ એ જ છે, ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું? હાડ, માંસ અને તેની મજ્જાને એક જ એ જ રંગનું રંગન છે. એક રોમ પણ એનો જ જાણે વિચાર કરે છે, અને તેને લીધે નથી કંઈ જોવું ગમતું, નથી કંઈ સુંઘવુ ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું નથી કંઈ ચાખવું ગમતું કે નથી કંઈ સ્પર્શવું ગમતું, નથી બોલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું, નથી બેસવું ગમતું કે નથી ઊઠવું ગમતું, નથી સૂવું ગમતું કે Page #303 -------------------------------------------------------------------------- ________________ (૨૪) તપ ૨૭૯ નથી જાગવું ગમતું, નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું રહેવું ગમતું, નથી અસંગ ગમતો કે નથી સંગ ગમતો, નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી એમ છે; તથાપિ તે પ્રત્યે આશા નિરાશા કંઈ જ ઊગતું જણાતું નથી. તે હો તો પણ ભલે અને ન હો તો પણ ભલે એ કંઈ દુઃખનાં કારણ નથી. દુઃખનું કારણ માત્ર વિષમાત્મા છે, અને તે જો સમ છે તો સર્વ સુખ જ છે. એ વૃત્તિને લીધે સમાધિ રહે છે.” (વ.પૃ.૨૨૪) III તે જ તપસ્યા કર્મ ખપાવે, ગુસપણે આરાથીજી; વિરલા કોઈક સમજી સાથે, ટાળે ભવની વ્યાધિજી. વનવું. ૧૦ અર્થ - સમભાવ એ અંતરંગ તપ છે. સમભાવયુક્ત તપશ્ચર્યા જ કર્મ ખપાવે છે. એ ગુપ્ત તપ છે. પરમકૃપાળુદેવે જેને ગુપ્તપણે આરાધી છે. કોઈક વિરલા પુરુષ જ આ સમભાવરૂપ અંતરંગ તપશ્ચર્યાના સ્વરૂપને સમજી, સાધી શકે, અને તે જ આ ભવના જન્મજરામરણરૂપ રોગને નિવારી શકે છે. જેમકે એક કડવું વચન પણ સમભાવથી સહન કરી ક્ષમા રાખે તો છ મહીના ઉપવાસ જેટલો લાભ થાય. આ અંતરંગ તપ છે. અને સહન ન કરી ક્રોધ કરે તો હજારો વર્ષનું તપ પણ નિષ્ફળ થઈ જાય. ./૧૦/t. સમ્યગ્દર્શન વિના તપસ્યા ભાવકર્મ નહિ કાપેજી, જેમ અહિંસા જ્ઞાન વિનાની મોક્ષ કદી નહિ આપેજી. વનવું ૧૧ અર્થ - સમ્યગ્દર્શન વિનાની તપશ્ચર્યા તે રાગદ્વેષરૂપ ભાવકર્મને જડમૂળથી કાપી શકે નહીં. તેનું મંદપણું થઈ શકે પણ મૂળસહિત છેદ તો આત્મજ્ઞાન વડે જ થાય છે. તેમ આત્મજ્ઞાન વિનાની અહિંસા પણ કદી મોક્ષ આપી શકશે નહીં. માટે જ કહ્યું છે કે : “પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું; જ્ઞાનને વંદો જ્ઞાન મ નિંદો, જ્ઞાનીએ શિવસુખ ચાખ્યું રે.” -નવપદજીની પૂજા સમજણ વિનાની ક્રિયા નિરર્થક છે. જેમકે એક પાડીને કૂવાના કાંઠે ઊભી જોઈ માજીને દયા આવી કે બિચારી તરસી છે. તેથી તેને ઘક્કો મારી કુવામાં પાડી દીધી કે બિચારી પાણી પીશે, પણ આમ ક્રિયા કરવાથી તે મરી જશે તેનું એને જ્ઞાન નથી. એવી જ્ઞાન વિનાની ક્રિયા દુઃખનું કારણ થઈ પડે છે. માટે પ્રથમ સમજીને ક્રિયા કરવી તે જ મોક્ષનો હેતુ છે. ||૧૧|| જે સંસાર તજે પણ ભીતર-ભવ-ભાવો નહિ છોડેજી, કર તપ ઘોર ચહે સુર-સુખ તે આંખ મીંચીને દોડેજી. વનવું) ૧૨ અર્થ - જે જીવ સંસાર ત્યાગી દીક્ષા ગ્રહણ કરે પણ અંતરમાં રહેલી સંસારી વાસનાઓને છોડે નહીં તો તે મુક્તિને પામી શકશે નહીં. “ઉપર તજે ને અંતર ભજે, એમ નવિ સરે અર્થજી; વણસ્યો રે વર્ણાશ્રમ થકી, અંતે કરશે અનર્થજી; ત્યાગના ટકે રે વૈરાગ્ય વિના.” ઘોર તપ આદરીને પણ જો દેવલોકના સુખને ઇચ્છે તો તે પણ આંખ મીંચીને જ દોડે છે એમ માનવું. તે આગળ જતાં ખાડામાં પડી જશે પણ પોતાના સ્થાને પહોંચી શકશે નહીં. તેમ આત્માર્થના લક્ષ વગરની બધી ક્રિયા આંધળી દોડ સમાન છે. તે જીવને મોક્ષે લઈ જવા સમર્થ નથી. II૧૨ા. તજે કાંચળી સર્ષ મનોહર, પણ નહિ વિષ જો ત્યાગેજી, મહા ભયંકર જેમ જણાયે સંગ-યોગ્ય નહિ લાગેજી. વનવું) ૧૩ Page #304 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧ અર્થ ઃ— જેમ સાપ મનોહર કાંચળીને ત્યાગે પણ દાઢમાં રહેલા વિષને ત્યાગતો નથી. તેથી તે મહા ભયંકર જ ભાસે છે પણ સંગ કરવા યોગ્ય લાગતો નથી. ।।૧૩।। ૨૮૦ તેમ નિરંકુશ વર્તન જેનું, વિષય-લાલસા પૂરીજી, તેનું તપ નિજ, જગ ઠગવા વા, ખાવા શીરા-પૂરીજી. વીનવું॰ ૧૪ અર્થ :— તેમ જેનું વર્તન નિરંકુશ છે અર્થાત્ જે સ્વચ્છંદી છે, પોતાના મનની દુર્વાસનાને રોકી શકતો નથી અને પાંચ ઇન્દ્રિયોનો વિષયાભિલાષ પૂરેપૂરો છે, તેનું કરેલું તપ માત્ર પોતાને અને જગતને ઠગવા માટે છે અર્થાત્ કેવળ શીરાપૂરી ખાવા માટે છે તેવા જીવો આત્માના સુખને પામી શકે નહીં. “વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતલ એવું આત્મસુખ, આત્મતત્ત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે.’’ (વ.પૃ.૬૨૦) I॥૧૪॥ આકાંક્ષા ભવસુખની વિષ સમ, સમ્યગ્દષ્ટિ ભાળેજી; નિષ્કાંક્ષિત ગુણ શિવ-સુખ-હેતુ, તે તો ઇચ્છા બાળેજી. વીનવું॰ ૧૫ અર્થ * સંસારસુખની કે દેવલોકની ઇચ્છાને સમ્યદૃષ્ટિ આત્માઓ ઝેર સમાન જાણે છે. સમ્યગ્દષ્ટિનો નિષ્કાંક્ષિત ગુણ એટલે જેને કોઈ પણ પ્રકારના ભૌતિક સુખની આકાંક્ષા નથી, તે ગુણ જ શિવસુખનું કારણ છે. સમ્યદૃષ્ટિને માત્ર મોક્ષ અભિલાષ હોવાથી બીજી સર્વ ઇચ્છાઓને તે બાળીને ભસ્મીભૂત કરે છે. ।।૧૫।। ઇચ્છા-રોથન તપનું લક્ષણ, સમતાની એ માતાજી, કર્મ કાપવાની ફરસી એ, મોક્ષ-માર્ગ-વિધાતાજી. વીનવું॰ ૧૬ અર્થ ઃ– ઇચ્છાઓનો રોધ કરવો એ તપનું લક્ષણ છે. એથી સમતાનો જન્મ થાય છે. બાર પ્રકારના તપ વડે ઇચ્છાઓને રોકવી તે કર્મ કાપવાની ફરસી સમાન છે. અને મોક્ષમાર્ગે જવાની યોગ્યતાને ઘડનાર છે. બાર પ્રકારના તપમાં ઉપવાસ, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, ૨સ પરિત્યાગ, કાયક્લેશ અને સંલીનતા એ છ બાહ્ય તપ છે અને પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાઘ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ એ છ અત્યંતર તપ છે. ।।૧૬।। શ્રદ્ધા, જ્ઞાન, ચરણરૂપ ઘનને કામ, ક્રોધ સૌ ચોરેજી, તપરૂપ રક્ષક ભવ-અટવીમાં ચોર હણે નિજ જોરેજી. વીનવું॰ ૧૭ અર્થ : આત્માના મુખ્ય એવા દર્શન એટલે શ્રદ્ધા, જ્ઞાન અને ચરણ એટલે ચારિત્રરૂપ ઘનને આ ભવ-અટવીમાં કામ, ક્રોઘ, માન, માયા, લોભાદિ ચોરો સૌ ચોરી રહ્યા છે. ઇચ્છાઓને રોકવારૂપ તપ આ ભવા– ટવીમાં રક્ષક સમાન છે. તેને આદરી જીવ પોતાના આત્મબળે આ કામ ક્રોધાદિ ચોરોને હણી શકે છે. ।।૧૭ના પુદ્દગલસુખનો ભિખારી જે અનુપમ તપ ના સહશેજી, સાતા-શીલિયું જીવન વિતાવી, પરભવમાં દુખ ખમશેજી. વીનવું॰ ૧૮ અર્થ :— જે આ પૌલિક ઇન્દ્રિયસુખનો ભિખારી હશે તે આ ઇચ્છાઓને રોકવારૂપ અનુપમ તપને સહન કરી શકશે નહીં. તે તો એશઆરામવાળું જીવન વિતાવીને, તેના ફળમાં પરભવમાં દુઃખરૂપ પીડાને જ પામશે. Page #305 -------------------------------------------------------------------------- ________________ (ર૪) તપ ૨૮૧ “કામ ભોગ પ્યારા લગે, ફળ કૅિપાક સમાન; મીઠી ખાજ મુજાવતાં, પિછે દુઃખકી ખાનઃ”૧૮. સ્મશાન ભૂતાવળીવાળાં કે નિર્જન વન ભયકારીજી, સિંહ, વાઘ સમીપે વસતા મુનિ નિર્ભયતા ગુણ ઘારીજી. વનવું. ૧૯ સાચા તપસ્વીઓ કેમ જીવન ગાળે છે તે હવે જણાવે છે – અર્થ - સ્મશાન કે જ્યાં ભૂતપ્રેતનો વાસ હોય અથવા ભયંકર નિર્જન વન હોય ત્યાં સિંહ વાઘની સમીપ વસવા છતાં પણ મુનિ સદા નિર્ભયતા ગુણના ઘારક હોવાથી ઉપયોગને સ્થિર રાખી શકે છે. ૧૯મા રહી નિરાકુળ સ્વાધ્યાયે કે ધ્યાને રાત્રી ગાળજી, અનુકૂળ પ્રતિક્રૂળ આહારે સમતા-વ્રત-તપ પાળજી. વનવું ૨૦ અર્થ - તેવા ભયંકર વનમાં પણ સ્વાધ્યાય કે ધ્યાનમાં નિરાકુળ રહીને મુનિ ત્યાં રાત્રી ગાળે છે. ત્યાં શરીરને અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગ થાય તો પણ સહન કરે છે તથા શુદ્ધ આહાર મળે તો લે છે; નહીં તો તપની વૃદ્ધિ થઈ એમ માની સમતારૂપી વ્રતને અંગીકાર કરી ઇચ્છાઓને રોકે છે. ૨૦ણા ઘર્મ-ક્રિયા ઉત્સાહે કરતાં ખેદ નહીં મન લાગેજી; આળ મૅકે, અપમાન કરે કો, સહે સહું સમભાવેજી. વનવું ૨૧ અર્થ - ગમે તેવા પ્રસંગોમાં પણ તે મહાત્માઓ ઘર્મ ક્રિયાને ઉત્સાહપૂર્વક કરે છે. પણ મનમાં ખેદ લાવતા નથી. કોઈ તેમના ઉપર આળ મૂકે, તેમનું અપમાન કરે તો પણ સર્વ સમભાવે સહન કરે છે. કારણ કે સમભાવ પણ તપ છે. ૨૧ાા સ્તુતિ નિંદા કરનારા સરખા ગણતા તે તપ સાચુંજી, ગ્રહી મુનિપદને ના લજવે, જો મન મોક્ષે રાચ્યુંજી. વીનવું ૨૨ અર્થ - જે સ્તુતિ કે નિંદા કરનારને સરખા ગણે છે. કોઈ પ્રત્યે રાગ કે દ્વેષનો ભાવ લાવતા નથી, તો તેમનું તપ સાચું છે. માન અપમાન ચિત્ત સમગણે, સમ ગણે કનક પાષાણ રે; વંદક નિંદક સમ ગણે, ઇસ્યો હોયે તું જાણ રે. શાંતિ જિન એક મુજ વિનંતી.” -શ્રી આનંદઘનજી જે મુનિપદને ગ્રહણ કરી દોષો સેવી લજવતા નથી અને જેનું મન માત્ર મોક્ષનો જ અભિલાષ રાખે છે તે જ ખરા મહાત્મા છે. “મુક્ત થવા સિવાય બીજી કોઈપણ પ્રકારની ઇચ્છા નહીં, અભિલાષા નહીં તે “સંવેગ'.” (વ.પૃ.૨૨૬) //રરા. તપફૅપ વનમાં વસવું દુર્લભ પાપભીરુ જન ટકશેજી, સદ્ગુરુ-શરણે કોઈક વિરલા વીતરાગ પદ વરશેજી. વનવું ૨૩ અર્થ - ઇચ્છાઓને રોકી તારૂપી વનમાં વસવું તે દુર્લભ છે. જે પાપથી ડરતા હશે તે જ તેમાં ટકી શકશે. ઉપર કહ્યા પ્રમાણે સત્ય તપના સ્વરૂપને સમજી તે પ્રમાણે વર્તીને કોઈક વિરલા જીવ જ સદગુરુ શરણે વીતરાગ પદને પામશે. ૨૩મા સર્વ સંગ તર્જી સત્સંગે જે તૃષ્ણા-તરણાં બાળજી, તે નિષ્ફટક તપોવને વસ આત્મા નિર્મળ ભાળજી. વનવું ૨૪ Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - સર્વ આરંભ પરિગ્રહના સંગનો ત્યાગ કરી સત્સંગમાં રહી જે તૃષ્ણારૂપી તરણાને બાળશે તે ભવ્યાત્મા નિષ્ફટક એટલે કાંટા વગરના તારૂપી વનમાં વસીને પોતાના નિર્મળ એવા આત્માના દર્શનને પામશે. રજા. માનવ-ભવપામી, સદ્ગથી નિજ સ્વરૃપ જો જાપુંજી, મમતા તર્જી, સમતા તપ સેવે, ઘન્ય પુરુંષ પ્રમાણુંજી. વનવું૨૫ અર્થ – ઘણા પુણ્યના ઉદયે આ મનુષ્યભવ પામીને, જો સદ્ગુરુ દ્વારા પોતાનું વાસ્તવિક સ્વરૂપ શું છે? તે જો જાણી લીધું, અને તેના ફળસ્વરૂપ પરપદાર્થોમાં મમતાભાવ મૂકી દઈ જે સમતારૂપી તપને સેવશે તે જ ખરેખર ઘન્ય પુરુષ ગણવા યોગ્ય છે એમ હું માનું છું. //પા. સગુરુ-યોગે સમ્યક્ તપ ઘર તજે, વાસના પોષેજી, તેને ફરી તપ-યોગ સુલભ નહિ, નિરંકુશતા-દોષેજી. વનવું. ૨૬ અર્થ :- સદ્ગુરુના યોગે ઇચ્છાઓને રોકવારૂપ સાચું તપ અંગીકાર કરી, જે તેને પાછું તજી દે છે અને ફરીથી વાસનાને જ પોષતો થઈ જાય છે, તેને ફરી આગામી ભવોમાં તપનો યોગ થવો સુલભ નથી. કેમકે તેણે ભગવાનની આજ્ઞાને પાળી નહીં. નિરંકુશ બનીને દોષો સેવી આજ્ઞાનો ભંગ કર્યો માટે ફરીથી સત્પરુષની આજ્ઞા મળવી અને તપનો યોગ થવો તેને માટે દુર્લભ છે. તથા ભગવંતની આજ્ઞા ભંગના ફળ સ્વરૂપ ચારગતિમાં તેને ભટકવું પડશે. રકા આત્માદિકનું સ્વપૅપ ઓળખી મન વશ કરી વૈરાગ્યેજી, વિષય-વાસના-સંગ ત્યજીને આતમ-ધ્યાને લાગેજી. વીનવું૨૭ અર્થ - ખરા તપસ્વી તે જ છે કે જે આત્માદિ છ પદના સ્વરૂપને સમજી વૈરાગ્યવડે મન વશ રાખી વર્તે છે. તથા પાંચ ઇન્દ્રિયના વિષયોની વાસનાનો સંગ તજી આત્મધ્યાનમાં લાગે છે. રશા ચળે નહીં કદ કામ-વિકારે, તે જ તપસ્વી ભારેજી, મચ્છર, મઘમાખો, વીંછી કે સર્પ ડંખ જ્યાં મારેજી. વનવું ૨૮ અર્થ - અનુકુળ ઉપસર્ગ આવતાં છતાં પણ જે કામ વિકારથી ચલિત થતા નથી, તે જ ભારે તપના ઘારક એવા સાચા તપસ્વી છે. તેમને મચ્છર, મઘમાખો, વીંછી કે સર્પ ડંખ મારે તે સહન કરે છે પણ અકળાતા નથી. ૨૮ાા. વિષ વ્યાપે પણ ભય ના વ્યાપે, પૂર્વ કર્મ તપ બાળજી, દુષ્ટ વૈરી નર-સુર-ઉપસર્ગો સહતાં નહિ કંટાળજી. વનવું. ૨૮ અર્થ :- જેના શરીરમાં ઝેરી ડંખવડે ઝેર વ્યાપે પણ ભય વ્યાપતો નથી, એવા તપસ્વીઓ પૂર્વે ઉપાર્જન કરેલા કર્મોને બાળી ભસ્મ કરે છે. દુષ્ટ કે વૈરી એવા મનુષ્ય કે દેવતાના કરેલા ઉપસર્ગોને સમભાવે સહન કરતાં પણ જે કંટાળતા નથી. /૨૯ી. વેર વિરોઘ વિના સમભાવે, રહે તપોઘન ધ્યાનેજી, રાગ-દ્વેષ ત્રણે જગને જીતે તે ટળતા તપ-જ્ઞાનેજી. વનવું. ૩૦ અર્થ :- કોઈ પ્રત્યે વેર વિરોધ કર્યા વિના સમભાવમાં રહી, પરૂપ છે ઘન જેનું એવા તપોધન Page #307 -------------------------------------------------------------------------- ________________ (૨૫) જ્ઞાન ૨૮૩ મૂનિઓ સદા આત્મધ્યાનમાં લીન રહે છે. જે રાગદ્વેષે ત્રણે જગતને જીતી લીધા, તેને પણ જ્ઞાનસહિત તપ વડે ટાળી શકાય છે. આ૩૦ના તન-મન-વચન તણી ગુણિમાં આત્માને અનુભવતાજી, પાંચ સમિતિ પાળી, ટાળી વિકાર, તપ ઊજવતાજી. વીનવુ ૩૧ અર્થ - મન વચન કાયાની ગુપ્તિમાં રહી ધ્યાનમાં મહાત્માઓ આત્માના સુખને અનુભવે છે. તથા શરીરાદિની પ્રવૃત્તિ કરવી પડે તો ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમત નિખેવણ સમિતિ અને પારિષ્ઠાપનિકા સમિતિવડે ઉપયોગને જાગૃત રાખી, વિકારને ટાળી તપની ઉજ્જવળતા કરે છે. ૩૧ મૂર્તિમાન તપ મુનિવર સાચા કર્મધૂળ ખંખેરેજી, નિર્મળ શુદ્ધ સ્વરૅપના બોઘે મોક્ષમાર્ગમાં પ્રેરેજી. વનવું. ૩૨ અર્થ - મૂર્તિમાન તપ તે સાચા મુનિવર છે કે જે ઇચ્છાઓને રોકી કર્મરૂપી ધૂળને ખંખેરે છે. તથા નિર્મળ શુદ્ધ આત્મસ્વરૂપનો બોઘ આપી જીવોને સદા મોક્ષમાર્ગમાં પ્રેરે છે. એવા સ્વરૂપમાં રમનારા સાચા તપસ્વી મહાત્માઓને અમારા અગણિતવાર વન્દન હો. ૩રા તપ હોય પણ જ્ઞાન એટલે સાચી સમજ ન હોય તો તે તપ પણ બાળ તપ કહેવાય છે. સમ્યજ્ઞાનસહિતનું તપ તે મોક્ષને આપનાર છે. જેમ છે તેમ પદાર્થના સ્વરૂપને જાણવું તેનું નામ સમ્યજ્ઞાન છે. એ વિષે વિસ્તારથી આ પાઠમાં સમજાવવામાં આવે છે. (૨૫) જ્ઞાન (હરિગીત) જ્ઞાની ગુરુ શ્રી રાજપ્રભુજી શરપૂર્ણશશી સમા, લઘુરાજ રૂડી વાદળી રૃપ બોઘ-જળ-ભારે નમ્યા; સંસાર-સાગરમાં મુમુક્ષુ છીપ સમ મુખ ખોલતા, ને મંત્ર-જળબિંદુ ગ્રહી રચતા જીંવન-મુક્તા-લતા. ૧ અર્થ :- જ્ઞાન એ આત્માનો ગુણ છે. ગુણ હમેશાં ગુણીમાં રહે છે. તેથી જ્ઞાન ગુણ તે ગુણી એવા જ્ઞાનીમાં સદા સમ્યક રીતે પ્રગટ રહે છે. “જ્ઞાન જ્ઞાનીમાં કળો; જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો.” -શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનગુણના ઘારક જ્ઞાની એવા ગુરુદેવ શ્રી રાજપ્રભુજી તો શરદ પૂર્ણિમાના ચંદ્રમાં સમાન છે. તથા પ્રભુશ્રી લઘુરાજસ્વામી તે રૂડી વાદળી સમાન છે, કે જેણે પરમકૃપાળુદેવે આપેલ ખૂબ બોઘરૂપ જળને ભરી, ભવ્યોના હિત માટે વરસાવ્યું. Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સંસારરૂપી સમુદ્રમાં વસતા મુમુક્ષુ જીવો છીપ સમાન મુખ ખોલીને મંત્રરૂપી જલબિંદુના બોઘને ગ્રહણ કરી પોતાના જીવનમાં આત્મકલ્યાણરૂપ મોતીની શ્રેણીઓને રચવા લાગ્યા. તેના પુનિત એ ગુરુવર્યના પદપંકજે મુજ શિર નમે, દુર્લભ, મનોહર સંત-સેવા-વિરહથી નહિ કંઈ ગમે; એ જ્ઞાનમૂર્તિ હૃદય સ્કુરતી આંખ પૅરતી આંસુથી, નિર્મળ, નિરંજન સ્વરૃપ-પ્રેરક વચન-વિશ્વાસે સુખી. ૨ અર્થ - પુનિત એટલે પવિત્ર ગુરુઓમાં વર્થ અર્થાત્ શ્રેષ્ઠ એવા પરમકૃપાળુદેવના ચરણકમળમાં મારું શિર નમી પડે છે. તથા પ.પૂ.પ્રભુશ્રીજી જેવા મનને હરણ કરનાર સંતપુરુષની સેવા પ્રાપ્ત થઈને હવે તેનો વિયોગ થઈ ગયો; તેના વિરહથી હવે કંઈ ગમતું નથી. એ જ્ઞાનની મૂર્તિ સમા પ.પૂ.પ્રભુશ્રીજીની યાદી હૃદયમાં સ્કુરાયમાન થયા કરે છે અને આંખો આંસુથી ભરાઈ જાય છે. જે નિર્મળ અને નવીન કર્મરૂપી કાલિમાના બંધનથી રહિત એવા નિરંજન હતા. જે સ્વસ્વરૂપ પ્રાપ્તિ કરવામાં પ્રેરક હતા, તેમજ તેમના વચનના વિશ્વાસે આજે પણ સુખ અનુભવીએ છીએ. રાા સુજ્ઞાન સુખ, સુજ્ઞાન આત્મા, જ્ઞાન સૌમાં મુખ્ય છે, સુજ્ઞાન ગુરુ કે દિવ્ય દૃષ્ટિ, જ્ઞાન શિવ-સન્મુખ છે; સુજ્ઞાન ધ્યાન સમાન, કાપે જ્ઞાન-ફરશી કર્મને, સુજ્ઞાન-દાન મહાન, સ્થાપે પરબડ઼ેપ પ્રભુ ઘર્મને. ૩ અર્થ – સુજ્ઞાન એટલે સમ્યજ્ઞાન અર્થાત્ સાચી સમજણ એ જ ખરું સુખ છે. પ.પૂ.પ્રભુશ્રીજી કહે છે :- “સમજણ એ જ સુખ છે અને અણસમજણ એ જ દુઃખ છે.” સુજ્ઞાન આત્મા એટલે સમ્યજ્ઞાન એ જ આત્મા છે. આત્માના અનંતગુણોમાં જ્ઞાનગુણ એ મુખ્ય છે. જ્ઞાન વગર જીવી શ્રદ્ધા શાની કરે ? જ્ઞાન એટલે સમજણ વડે જ આત્માની ઓળખાણ થાય છે. સમ્યજ્ઞાન જ ગુરુ એટલે મહાન છે અને એ જ દિવ્ય આત્મદ્રષ્ટિને આપનાર છે. તથા જ્ઞાન વડે જ જીવશિવ-સન્મુખ એટલે મોક્ષ મેળવવાનો ઇચ્છુક થાય છે. જ્ઞાન વિના પશુ સારિખા, જાણો ઇણ સંસાર; જ્ઞાન આરાઘનથી લહ્યું, શિવપદ સુખકાર.” -જ્ઞાનપંચમીના પદો સમ્યજ્ઞાન એ ધ્યાન સમાન મહાન છે. આત્મધ્યાન જેમ કર્મને કાપે છે તેમ જ્ઞાનરૂપી ફરશી પણ કર્મને કાપનાર છે. સમ્યજ્ઞાનનું દાન એ જ મહાન દાન છે. જેમ પાણીની પરબ ઘણા તૃષા પીડિત જીવોને શાંતિ આપે તેમ પ્રભુ, ઘર્મને પરબરૂપે સ્થાપી ઘણા જીવોને જ્ઞાનરૂપી જળ પીવડાવીને આત્મશાંતિ આપે છે. પરમકૃપાળુદેવે કે ૫.પૂ.પ્રભુશ્રીજીએ ચરોતર વગેરે સ્થળોમાં વિચરી સઘર્મરૂપી પરબ સ્થાપી છે. તેથી અનેક ભવ્ય જીવો જ્ઞાનરૂપી અમૃતજળનું પાન કરીને પરમશાંતિ અનુભવે છે. હા જ્ઞાની ખરા વિતરાગ વસતા કર્મ-કાદવમાં છતાં, પંકે કનક પર કાટ નહિ, તેવા રહે નિર્લેપ ત્યાં; લોઢા સમા અજ્ઞાની જન બહુ કર્મ-કાટ ચઢે અહો! પ્રત્યક્ષ વર્તન તેમનું રાગી અને તેષી લહો. ૪ Page #309 -------------------------------------------------------------------------- ________________ (૨૫) જ્ઞાન ૨૮ ૫ અર્થ - જ્ઞાની પુરુષો ખરા વીતરાગી છે તેથી સંસારની ઉપાધિરૂપ કર્મ-કાદવમાં વસતાં છતાં પણ તેઓ સદા નિર્લેપ રહે છે. જેમ અંક એટલે કીચડમાં રહેલ કનક એટલે સોનાને કાટ લાગતો નથી, તેમ જ્ઞાની પુરુષો પણ જ્ઞાન અને વૈરાગ્યશક્તિના પ્રભાવે સંસારમાં રહ્યા છતાં પણ અલિપ્ત રહે છે. પણ અહો! આશ્ચર્ય છે કે લોઢા સમાન અજ્ઞાની જીવોને તો કર્મરૂપી કાટ ઘણો ચઢ્યા જ કરે છે. તેમનું પ્રત્યક્ષ વર્તન રાગદ્વેષવાળું હોવા છતાં પણ તેમને તેનું ભાન આવતું નથી. II૪ દવ ડુંગરે લાગે, ઝરે જળ ત્યાં ઘણાં ઝરણાં તણાં, ભારે શિલાના સમૂહ: એવાં દ્રશ્ય નેત્ર વિષે ઘણાં; પણ આંખ જરી ના દાઝતી, ના પલળતી, કચરાતી ના, છે તેમ સમભાવો મઘુર, કટુ કર્મ-ફળમાં જ્ઞાનના. ૫ અર્થ - ડુંગર ઉપર દવ લાગે, ત્યાં જળનાં ઘણાં ઝરણાં ઝરે તથા ભારે પત્થરના સમૂહના દ્રશ્યો આંખ વડે દેખાય તો પણ આંખ જરી પણ દાઝતી નથી કે પલળતી નથી કે પત્થરના ભાર વડે કચરાતી નથી. તેમ મધુર એટલે શુભકર્મના ઉદયમાં જ્ઞાની રાજી થતા નથી તેમ કટુ એટલે અશુભ કર્મના ફળમાં જ્ઞાની દુઃખી થતા નથી. તે તો સદા સમભાવમાં રહીને આત્માને તટસ્થ રાખે છે. “સુખ દુઃખ દોનું વસત હૈ, જ્ઞાની કે ઘટ માંહિ; ગિરિ સર દીસે મુકરમેં, ભાર ભીંજવો નાંહિ.” -બૃહદ આલોચના અર્થ :- સુખ દુઃખ બેય જ્ઞાનીના હૃદયમાં વસે છે. પણ જેમ પહાડ, સર એટલે તળાવનું પ્રતિબિંબ અરીસામાં પડવા છતાં તે અરીસો ભારે થઈ જતો નથી કે ભીંજાતો પણ નથી. તેમ જ્ઞાની પણ સુખદુઃખના પ્રસંગમાં હર્ષિત કે શોકિત થતાં નથી. પા. ભૂપતિ ભલે નિવેશ બદલી રંક વિનોદે બને; મા બાલ-સંગે તોતડું બોલે, ન નિજફૅપ તે ગણે; દાસી ઉછેરે રાજકુંવરો ભાવ બહુ દેખાડીને; જ્ઞાની કરે તેવી ક્રિયા નિર્લેપ રૃપ સંતાડીને. ૬ અર્થ :- રાજા ભલે પોતાનો વેષ બદલી વિનોદમાં ગરીબનું રૂપ ઘારણ કરે, માતા પોતાના બાળક સાથે તોતડું બોલે છતાં તે રૂપે પોતે નથી એમ માને છે, દાસીઓ રાજકુંવરોને ઉપરથી ઘણો ભાવ દેખાડીને ઉછેરે છતાં તેના અંતરમાં મા જેવો પ્રેમ નથી, તેમ જ્ઞાની સંસારમાં રહ્યાં છતાં ઉદયાધીન આવી પડેલી ક્રિયાઓ કરે છે પણ અંતરથી તે નિર્લેપ છે. તેમનામાં જ્ઞાન ગુણ પ્રગટ હોવાથી અંતરમાં પરપદાર્થો પ્રત્યે સંતાયેલી જાદાઈ તે તો સદા વિદ્યમાન છે. કાા અજ્ઞાનમય દેહાદિની ઉપાસના જગાઁવ કરે, અજ્ઞાનની દુકાનથી અજ્ઞાન લઈ લઈ સંઘરે. આવી અનાદિ કાળની ભૂંલ ભાગ્યશાળી ભાગશે, અજ્ઞાન-દુઃખો ઓળખી, જ્ઞાની ઉપાસી જાગશે. ૭ અર્થ - જગતવાસી જીવો અજ્ઞાનમય સ્થિતિમાં છે. તેથી દેહ, ઘર, સ્ત્રી, પુત્રાદિને પોતાના માની Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ તેમની જ સેવા ચાકરીમાં સમય વ્યતીત કરે છે. અજ્ઞાની એવા કુટુંબઆદિરૂપ દુકાનને પોતાની માની તેમાં મોહ કરીને અજ્ઞાનનો જ સંગ્રહ કર્યા કરે છે, અર્થાત્ દેહ તે હું અને આ કુટુંબીઓ આદિ મારા એવા મોહ ભાવોને દિનપ્રતિદિન ગાઢ કર્યા કરે છે. આવી અનાદિકાળની ભૂલને કોઈ ભાગ્યશાળી હશે તે જ ભાંગશે. અજ્ઞાનથી પ્રાપ્ત થતાં ચારગતિરૂપ સંસારના દુઃખોને ઓળખી કોઈ જ્ઞાની પુરુષ જ મોક્ષમાર્ગને ઉપાસી જાગૃત થશે. IIણા સંયમ સહિત સુધ્યાન જે, છે માર્ગ મોક્ષ તણો મહા, તેનો સુલક્ષ કરાવનાર ગણાય સમ્યકજ્ઞાન આ. સુશિષ્ય સગુરુની કૃપા જો વિનય કરીને પામશે, સમ્બોથ વારંવાર ઉર ઉતારતાં ગુણ જામશે. ૮ અર્થ :- સંયમ એટલે સમ્મચારિત્ર સહિત ઘર્મધ્યાનથી લગાવીને શુક્લધ્યાન સુધીનો જે મહાન મોક્ષમાર્ગ છે, તેનો સારી રીતે લક્ષ કરાવનાર આ સમ્યકજ્ઞાન છે. માટે કહ્યું છે કે : પ્રથમ જ્ઞાનને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું; જ્ઞાનને વંદો, જ્ઞાન મ નિંદો, જ્ઞાનીએ શિવસુખ ચાખ્યું.” -શ્રી નવપદની પૂજા શ્રી ગુરુની આજ્ઞાંકિત શિષ્ય જો તેમનો વિનય કરીને તેમની કૃપાને પામશે તો તેમના સદ્ગોઘને વારંવાર હૃદયમાં ઉતારતાં તેનામાં પણ અનેક ગુણો પ્રગટ થશે. આત્મા વિનયી થઈ, સરળ અને લઘુત્વભાવ પામી સદૈવ સપુરુષના ચરણકમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય. (વ.પૃ.૧૮૩) “સપુરુષોની કૃપાદ્રુષ્ટિ એ જ સમ્યગ્દર્શન છે.” -શ્રીમદ્ રાજચંદ્ર //૮ સુજ્ઞાનજળ દુર્દમ્ય તૃષ્ણા-દાહ-શોષ શમાવશે, વ્યાધિ, જરા, મરણાદિ દુખરૃપ આગને ઓલાવશે. ભવ મૂળને નિર્મૂળ કરતી જ્ઞાનનદી વહી જાય છે, સદ્ગુરુજહાજ ગ્રહી ઘણા શિવસાગરે સુખી થાય છે. ૯ અર્થ – સમ્યજ્ઞાનરૂપ જળ તે દુર્દમ્ય એટલે દુઃખે કરીને દમી શકાય એવા તૃષ્ણા એટલે ઇચ્છાના દાહથી પડતા શોષને શમાવશે તથા તે સમ્યજ્ઞાનરૂપ જળ, વ્યાધિ, જરા કે મરણાદિ સમયે ઉત્પન્ન થતી દુઃખરૂપી અગ્નિને પણ જરૂર ઓળવશે. કેમકે પરમકૃપાળદેવ જણાવે છે કે – “જ્ઞાન તેનું નામ કે જે હર્ષ શોક વખતે હાજર થાય. અર્થાત્ હર્ષ શોક થવા દે નહીં.” -શ્રીમદ્ રાજચંદ્ર સંસારરૂપી વૃક્ષના મૂળને જડથી ઊખેડતી એવી જ્ઞાનરૂપી નદી વહી જાય છે. તેમાં ઘણા જીવો સદ્ગુરુરૂપી જહાજમાં બેસી શિવરૂપી સાગરમાં જઈને સુખી થાય છે, અર્થાત્ નદી જેમ સમુદ્રમાં ભળી જઈ અક્ષય થાય છે તેમ સદ્ગુરુ આશ્રયે જીવ શિવમંદિરમાં જઈ અક્ષયપદને પામે છે. Inલા સ્તપ વિનાનું જ્ઞાન કે તપ જ્ઞાનહીંન નહિ કામનું, તેથી સુતપ, સુજ્ઞાન સહ સાથે સુસુખ શિવ-ઘામનું; જે ઉગ્ર તપથી બહુ ભવે અજ્ઞાન કર્મ વિખેરતા, અંતર્મુહૂર્ત કર્મ તે જ્ઞાની સહજ ખંખેરતા. ૧૦ Page #311 -------------------------------------------------------------------------- ________________ (૨૫) જ્ઞાન ૨૮૭ અર્થ - સમ્યક્તપરૂપ ક્રિયા વિનાનું જ્ઞાન કે સમ્યકજ્ઞાન વિનાની તારૂપી ક્રિયા તે કામની નથી. તેથી સમ્યકતપ તે સમ્યકજ્ઞાન સાથે હોય તો જ મોક્ષરૂપી ઘામનું સાચું સુખ પામી શકાય છે. “જ્ઞાન વિના કિરિયા કહી, કાશકુસુમ ઉપમાન; લોકાલોક પ્રકાશ કર, જ્ઞાન એક પ્રઘાન.” -જ્ઞાનપંચમીના પદો જે ઘણા ભવોમાં ઉગ્ર તપ કરીને અજ્ઞાની જીવ કર્મનો નાશ કરે, તેટલા કર્મોને એક અંતમુહૂર્ત માત્રમાં જ્ઞાની પુરુષો સહજમાં ખંખેરી નાખે છે. જ્ઞાની સાસોસાસમેં, કરે કર્મનો ખેહ; પૂર્વ કોડી વરસાં લગે, અજ્ઞાની ન કરે તેહ.” -જ્ઞાનપંચમીના પદો “જ્ઞાની શ્વાસોશ્વાસમાં રે, કઠિન કરમ કરે નાશ, વહ્નિ જેમ ઈઘણ દહે રે, ક્ષણમાં જ્યોતિ પ્રકાશ રે; ભવિયણ ચિત્ત ઘરો, મન, વચ, કાય, અમાય રે. જ્ઞાન ભગતિ કરો.” -જ્ઞાનપંચમીના પદો /૧૦ના સુધ્યાનમાં મન રાખી ભવ ગાળે ગુઍચરણે પૅરો, મૃત શીખતો સમભાવ અર્થે તે જ ઘવાત્મા શ્રો; કર વચનશુદ્ધિ સત્યથી, મનશુદ્ધિ સમ્યક જ્ઞાનથી, કર કાયશુદ્ધિ ગુરુ સેવી, આત્મશુદ્ધિ ધ્યાનથી. ૧૧ અર્થ – જે ભવ્યાત્મા શર્મધ્યાનમાં મન રાખી ગુરુચરણે આ ભવને પૂરો ગાળશે તથા સમભાવ કેળવવા માટે શ્રત એટલે જ્ઞાનીપુરુષના બોઘેલા વચનોને સમજવામાં જે સમય પસાર કરશે તે જ આત્મા ઘન્યવાદને પાત્ર છે, અને તે જ ખરેખરો શૂરવીર છે. સત્ય બોલીને વચનની શુદ્ધિ કરો, સમ્યકજ્ઞાનના બળે મનશુદ્ધિ એટલે ભાવશુદ્ધિ કરો, તથા શ્રી ગુરુના ચરણ સેવીને અથવા કાયાને ઉત્તમ કાર્યોમાં વાપરવાની તેમની આજ્ઞા ઉપાસીને કાયશુદ્ધિ કરો, તેમજ જ્ઞાનપ્રાપ્તિ થયે આત્મધ્યાન વડે અથવા હાલમાં વિચારરૂપ ધ્યાનવડે આત્મશુદ્ધિ પ્રાપ્ત કરો; એ જ આત્મહિત કરવાનો સાચો ઉપાય છે. ૧૧ જે વિનયથારી, સુવિચારી, ત્યાગશે કુંવાસના, તે આત્મહિત નિજ સાથશે, કર જ્ઞાનની ઉપાસના; વિનય ઘરી સુજ્ઞાનથી જે નિત્ય આત્મા ભાળશે, તેને મરણકાળે ન પશ્ચાત્તાપ-અગ્નિ બાળશે. ૧૨ અર્થ - જે વિનયગુણને ઘારણ કરી, સમ્યપણે વિચાર કરી, પાંચ ઇન્દ્રિયોની કુવાસનાને ત્યાગશે, તે જીવ સમ્યજ્ઞાનની ઉપાસના કરીને પોતાના આત્મહિતને સાવશે. જે સમ્યજ્ઞાનના બળે વિનય ઘરી, નમ્ર બનીને હમેશાં સર્વમાં આત્મા ભાળશે અર્થાત સર્વ જીવોમાં પર્યાયદ્રષ્ટિ મૂકી દઈ આત્મા જોવાની દ્રષ્ટિ કેળવશે તે જીવને મરણકાળે પશ્ચાત્તાપરૂપ અગ્નિ બાળશે નહીં; પણ કરેલી આત્મભાવનાના બળે મરણકાળે તે ભવ્યાત્મા સમાધિમરણને પામશે../૧૨ના ભવ માન માનવનો સફળ જો જ્ઞાનસેવનમાં ગયો, પ્રગટાવી વીર્ય સ-સંયમે વર્ચે અતિ ઉજ્વળ થયો; Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અભ્યાસ કરતા જ્ઞાનનો તે ધ્યાન-સ્વાધ્યાયે રહે. તપની કરે રક્ષા મુનિ જે મોક્ષનાં સુખને ચહે. ૧૩ અર્થ - આ મનુષ્યભવ જો સમ્યજ્ઞાનની ઉપાસનામાં વ્યતીત થયો તો જ તેને સફળ માન. તેમજ જ્ઞાનનું ફળ વિરતિ છે. તેથી જેણે તે સમ્યજ્ઞાનના બળે સુસંયમ અર્થાત સમ્યકુચારિત્ર પ્રગટાવી લીધું તેનો તો આ ભવ અતિ ઉજ્વળતાને પામ્યો. મુનિ મહાત્માઓનું મુખ્ય કર્તવ્ય ધ્યાન અને સ્વાધ્યાય છે. તે હમેશાં જ્ઞાનનો અભ્યાસ કરતાં આત્મધ્યાનમાં કે સ્વાધ્યાયમાં લીન રહે છે. જે મુનિ મહાત્માઓ મોક્ષના ઇચ્છુક છે તે તો હમેશાં ઇચ્છાઓના નિરોઘ કરવારૂપ તપની રક્ષા કરે છે. /૧૩ વિદ્વાન તે જ ગણાય જે નિજ વીર્ય તપમાં વાપરે, સુજ્ઞાન કર્મ વિદારવા સુપાત્ર કાજે ઘન ઘરે; તર્જી વિષય-સ્વાદની લાલસા, જીંવ અપ્રમાદી જે બને, ત્રણ રત્ન સમ્યક જ્ઞાન-દર્શન-ચરણને નિત્યે ગણે. ૧૪ અર્થ - તે જ ખરેખરા વિદ્વાન ગણાય કે જે પોતાના આત્મવીર્યને ઇચ્છાઓ રોકવારૂપ તપમાં વાપરે છે, તથા જેનું સમ્યજ્ઞાન પણ કર્મને વિદારણ એટલે કર્મ કાપવા માટે હોય છે અને જેનું ઘન પણ જ્ઞાનદાન, અભયદાન, આહારદાન તેમજ ઔષધદાનરૂપે સુપાત્ર એટલે યોગ્ય સ્થાનોમાં વપરાય છે. જે ઇન્દ્રિય વિષયના સ્વાદની લાલસાને તજી દઈને સદા અપ્રમાદી બની સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રણ રત્નને મેળવવા માટે પુરુષાર્થ કરે છે, તે જ ખરેખરા વિદ્વાન ગણવા યોગ્ય છે. ૧૪ હિંસા તજી જે એકલા વનમાં ઉપદ્રવ સહુ સહે, વનવૃક્ષ જેવા તે મુનિ, સુજ્ઞાન-ભાવ ન જો લહે. છે જાગતી જ્યોતિ ઉરે સુજ્ઞાનની વિદ્વાનને, વિકલ્પ તેથી ના ઊઠે “સુખ-દુઃખ દે છે આ મને.” ૧૫ અર્થ:- હિંસાને તજી દઈ એકલા વનમાં રહી જે સર્વ ઉપદ્રવને સહન કરે, પણ જો તે સમ્યગુજ્ઞાનના રહસ્યને જાણતા નથી તો તેને વનમાં વૃક્ષ જેવા જ ગણવા યોગ્ય છે. વૃક્ષ પણ વનમાં સદૈવ ઊભા રહી ઠંડી, ગરમી, તાપ વગેરેને તો સહન કરે છે. પણ જે વિદ્વાન એટલે જ્ઞાનીપુરુષના હૃદયમાં સદૈવ સમ્યજ્ઞાનની જ્યોતિ જાગૃત છે તેને આ વિકલ્પ ઊઠતો નથી કે આ મને સુખ કે દુઃખ આપે છે; તે તો હમેશાં સમ્યજ્ઞાનના બળે સ્વરૂપમાં જ સમાઈને રહે છે. ||૧૫ા દેહાભિમાનીની નીંદમાં બહુ કાળ જીવ પડી રહ્યો, જાણ્યું હવે નિજરૂપ સદ્ગુરુ-બોઘથી બેઠો થયોઃ સર્વ વિચારો પૂર્વના મતિ-કલ્પનાથી જે ગ્રહ્યા, તે સૂર્ય ઊગતા તારલા સમ દૂર દૃષ્ટિથી થયા. ૧૬ અર્થ :- દેહાભિમાનરૂપ મોહની નીંદમાં મારો આત્મા ઘણા કાળથી પડી રહ્યો છે. તેણે જે ભવમાં જે જે દેહ ઘારણ કર્યા તેમાં અભિમાન કરીને વર્યાં છે. પણ હવે સદ્ગુરુના ઉપદેશથી પોતાના આત્માનું વાસ્તવિક સ્વરૂપ, જે આ સર્વ દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી પર્યાયથી સાવ જાદું છે એમ જાણવાથી આત્મામાં Page #313 -------------------------------------------------------------------------- ________________ (૨૫) જ્ઞાન ૨૮૯ જાગૃતિ આવી. તથા પૂર્વ અજ્ઞાનને કારણે મતિ કલ્પનામાં જે જે વિપરીત વિચાર્યો ગ્રહ્યા હતા તે હવે સમ્યગ્નાનરૂપ સૂર્ય ઊગતા, તારલા એટલે તારાઓ જેમ અદૃશ્ય થઈ જાય તેમ થવા લાગ્યા. ।।૧૬।। જે શાસ્ત્રવનમાં ભટકતી મતિ સી સમી નહિ જાણવી, ચૈતન્ય-કુળ-ઘર જે તજે કુલટા નઠારી માનવી. મતિરૂપ ની દૂર દૂર દોઢે શાસ્ત્ર-સાગર શોથતી, પરમાત્મવેદનથી હૃદય ભેદાય તો સ્થિરતા થતી. ૧૭ - અર્થ :– કેવળ શાસ્ત્રરૂપીવનમાં ભટકતી બુદ્ધિને સત્તી સમાન જાણવી નહીં. જો તે આત્માર્થના લક્ષરૂપ પોતાના કુલીન ઘરને મૂકી દઈ પરઘરરૂપ શાસ્ત્રમાં જ ફર્યા કરે તો તેને નઠારી એવી કુલટા સમાન માનવી. કારણ આત્માર્થના લક્ષ વગરનું અધ્યયન મોક્ષાર્થે થતું નથી; પણ માત્ર અભિમાન પોષી સંસાર વધારનાર થાય છે. બુદ્ધિરૂપી નદી માત્ર દૂર દૂર દોડ કરીને શાસ્ત્રરૂપી સમુદ્રને શોધ્યા કરે તેથી કંઈ વળે નહીં. શાસ્ત્રરૂપી દૂધપાકમાં બુદ્ધિરૂપી કડછી ફર્યા કરે તેથી કંઈ તે આત્માના આસ્વાદને પામે નહીં; પણ વિષયષાથથી વિરક્ત બનીને પરમાત્મસ્વરૂપ એવા આત્માના અનુભવથી હૃદય ભેદાય તો જ આત્મામાં સ્થિરતા આવે છે. ।।૧૭|| જે મોહથી પરદ્રવ્યમાં અણુ જેટલી રતિ આદર, તે મૂઢ અજ્ઞાની બનીને સ્વરૂપ-વિપરીતતા ઘરે; તર્જી વિષય-આસક્તિ, અરે! તો ઓળખી આત્મા ખરો, કરી ભાવના આત્મા તણી, તપŞણથી મુક્તિ વરો. ૧૮ અર્થ :— જે મોહવશ બનીને આત્માથી પર એવા પૌદ્ગલિક પદાર્થમાં અણુ એટલે અંશમાત્ર પણ = કરશે. તેથી હવે તો અરે ! રતિ અર્થાત્ રાગ કરશે તે મૂઢ અજ્ઞાની એવો પ્રાણી સ્વરૂપ વિપરીતતાને પામશે, અર્થાત્ દેહભાવને તૃઢ આ વિષયાસક્તિને તજી દઈ આ વાસ્તવિક આત્માની ઓળખાણ કરી લ્યો. “રે આત્મ તારો આત્મ તારો, શીઘ્ર એને ઓળખો; સર્વ આત્મમાં સમવૃષ્ટિ થો, આ વચનને હૃદયે લખો.'' શ્રીમદ્ રાજચંદ્ર તથા આત્મભાવનાને ભાવી, ઇચ્છાઓને રોકવારૂપ તપગુણને આદરી, હવે શીઘ્ર મુક્તિને પ્રાપ્ત કરો. પરમકૃપાળુદેવે આ વિષે મંત્ર યોજી વૃઢ કરાવ્યું કે – આતમ ભાવના ભાવતાં જીવ લઇ કેવળજ્ઞાન હૈ.' શ્રીમદ્ રાજચંદ્ર ||૧૮|| સંક્લેશ મિથ્યાભાવ તજી, જિનવચનમાં રાચી રહ્યા, આજ્ઞા ગુરુની પાળતા ભાવે, નિકટભી તે કા; જિન-વચન ઔષધિ અર્મી સમી, વિષયે વિરક્તિ આપતી, વ્યાધિ, જરા, મરણાદિ દુઃખો ક્ષય કરી ભવ કાપતી. ૧૯ અર્થ :— આત્મામાં રાગદ્વેષ મોહથી ઉત્પન્ન થતા સંકલેશ પરિણામરૂપ જે મિથ્યાભાવો છે, તેને તજી દઈ જે વીતરાગ વચનમાં રાચી રહ્યા છે, તથા જે ભાવપૂર્વક શ્રી ગુરુની આજ્ઞાને પાળે છે, તેને નિકટભવી ગણવામાં આવ્યા છે. વીતરાગના વચનામૃત ભવરોગને મટાડવા માટે અમૃત ઔષઘ સમાન Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ છે. જે પાંચ ઇન્દ્રિયના વિષયોથી જીવને વિરક્તિ આપે છે તથા ભવદુઃખરૂપ વ્યાધિને મટાડે છે. તેમજ જન્મજરામરણાદિના દુઃખોને ક્ષય કરી ચારગતિરૂપ સંસારને કાપી નાખે છે. ૧૯મા સ્વાધ્યાયથી પંચેન્દ્રિયો, ત્રણ યોગ પણ વશ થાય છે, એકાગ્ર ચિત્તે ધ્યાન સાથી વિનય ગુણ પમાય છે; જો હોય સોય પરોવી સૂત્રે, ભૂલથી ખોવાય ના, જો, તેમ સૂત્રે મગ્ન મન તો ભ્રમ પ્રમાદે થાય ના. ૨૦ અર્થ :- શાસ્ત્રોના સ્વાધ્યાયથી પાંચ ઇન્દ્રિયો અને મન, વચન, કાયારૂપ ત્રણેય યોગ પણ વશ થાય છે. સ્વાધ્યાયમાં ચિત્તને એકાગ્ર કરવાથી ધ્યાનની સાઘના થાય છે, અને સ્વાધ્યાયથી સમજણ વઘતાં વિનયગુણની પ્રાપ્તિ થાય છે. વિનયગુણ વડે નમ્ર બની કર્મોને હાંકી કાઢી તત્ત્વની સિદ્ધિ કરે છે. જો સોય, સૂત્ર એટલે દોરામાં પરોવેલી હોય તો ભૂલથી પણ ખોવાય નહીં, તેમ જ્ઞાની પુરુષોના વચનરૂપી સૂત્રમાં મન મગ્ન હોય તો પ્રમાદથી ઉત્પન્ન થતી આત્મભ્રાંતિ અથવા સંસારમાં સુખ છે એવો ભ્રમ જીવને થાય નહીં. ૨૦ાા શીખેલ શાસ્ત્રો વિનય સહ તે જો પ્રમાદે ભેલ જતાં. થોડા શ્રમે તોયે ફરી પરભવ વિષે તાજાં થતાં, ભણતાં અને ગણતાં વિનય સુજ્ઞાનનો સાચો થશે, જ્ઞાને સુમાર્ગે ચાલતાં સબોઘથી ભવદુખ જશે. ૨૧ અર્થ :- આત્મ અનુભવી પુરુષોના વચનો તે જ ખરા શાસ્ત્રો છે. તેને વિનયપૂર્વક શીખ્યા હોય અને પ્રમાદવશ ભૂલી જવાય તો પણ પરભવમાં થોડા પરિશ્રમે તે ફરીથી તાજાં થાય છે. સપુરુષના વચનામૃતોને રૂચિપૂર્વક ભણતાં એટલે વાંચતા તથા ગણતાં એટલે વિચારપૂર્વક તેનો ભાવ સમજતાં, તે સમ્યજ્ઞાન પ્રત્યે હૃદયમાં સાચો વિનયભાવ પ્રગટશે તથા તે ઉત્તમ આત્મબોઘથી સંસારના જન્મ, જરા મરણાદિ દુઃખોનો નાશ થઈ જશે. ર૧ના. વસ્તુ-સ્વરૂપ યથાર્થ બોઘે વચન શ્રી વિતરાગનાં, સંદેહહર, વૈરાગ્યકર, જગહિતકર તારક તણાં; આર્યો તણા વેદો ગણો અનુયોગ ચાર પ્રકારના, શીખી યથાશક્તિ રહસ્ય કદીય જીવ વિસાર ના; ૨૨ અર્થ :- શ્રી વીતરાગપુરુષોના વચનામૃતો વસ્તુના સ્વરૂપનો યથાર્થ બોઘ આપે છે અર્થાત્ જીવને સત્યાસત્યનું ભાન કરાવે છે. તે શંકાને નિવારનાર છે, મોહનું હરણ કરી વૈરાગ્યને આપનાર છે, જગતના જીવોનું હિત કરનાર છે તથા સંસારરૂપી સમુદ્રથી તારનાર છે. શ્રી વીતરાગ દ્વારા ઉપદિષ્ટ સર્વ બોઘ, તે ઘર્મકથાનુયોગ, ચરણાનુયોગ, કરણાનુયોગ અને દ્રવ્યાનુયોગરૂપ ચાર અનુયોગમાં સમાય છે. તે આર્ય એટલે સાત્ત્વિક સજ્જનો માટે ચાર વેદ સમાન છે. તેનું યથાશક્તિ સગુરુ બોઘે રહસ્ય જાણવાથી આત્મા નામનો શ્રેષ્ઠ પદાર્થ જે પોતે જ છે તેનું કદી વિસ્મરણ થશે નહીં. ારા “આદિ પુરાણ” સમી કથા પ્રથમાનુયોગે વર્ણવી, બોધિ-સમાધિ ગોળ-વીંટી ગોળ સમ એ જાણવી; Page #315 -------------------------------------------------------------------------- ________________ (૨૫) જ્ઞાન ૨૯૧ કરણાનુયોગ વિષે જણાશે સ્વફૅપ લોક-અલોકનું, ને કર્મ-ગતિનું ગણિત રૃપ એ દર્પણે અવલોક તું. ૨૩ અર્થ - આદિપુરાણમાં કહેલી કથા સમાન પ્રથમાનુયોગ જાણવો. પ્રથમાનુયોગનું બીજું નામ ઘર્મકથાનુયોગ પણ છે. જેમાં રત્નત્રયરૂપબોઘી અને આત્મસમાધિરૂપ ગોળીને ઘર્મકથારૂપ ગોળ સાથે વીંટીને આપવાથી તે સરળતાથી જીવોને ગળે ઊતરી જાય છે અને ઘર્મની રૂચિ ઉત્પન્ન કરે છે. સપુરુષોના ઘર્મચરિત્રની કથાઓ કે જેનો ઘડો લઈને જીવને પડતાં અવલંબનકારી થઈ પરિણમે તે “ઘર્મકથાનુયોગ.” (વ.પૃ.૭૫૫), કરણાનુયોગ વડે લોકાલોકમાં રહેલા પદાર્થોની ગણતરીનું સ્વરૂપ જણાય છે. તથા કર્મના ફળમાં જીવ ચૌદ રાજલોકમાં ક્યાં ક્યાં ભટકે છે તે જાણી શકાય છે. તેમજ કેવા કર્મથી કઈ ગતિ થાય, કેવા પ્રકારનો જીવને બંઘ પડે વગેરે ગણિત જાણવા માટે આ કરણાનુયોગ દર્પણ સમાન છે. આ દર્પણમાં જોઈ ખોટા કર્મો નિવારી શકાય છે. કરણાનુયોગનું બીજાં નામ ગણિતાનુયોગ પણ છે. દ્રવ્યાનુયોગ તથા ચરણાનુયોગથી તેની ગણતરીનું પ્રમાણ તથા લોકને વિષે રહેલા પદાર્થ, ભાવો, ક્ષેત્ર, કાળાદિની ગણતરીના પ્રમાણની જે વાત તે “ગણિતાનુયોગ”.” (વ.પૃ.૭૫૫) “કરણાનુયોગમાં સિદ્ધાંતનો સમાવેશ થાય છે.” (વ.પૃ.૭૮૫) ૨૩ ચરણાનુયોગે અંશ ને સર્વાશ આચારો કહ્યા:ગૃહસ્થના આચાર અંશે, મુનિપદે પૂરા રહ્યાં; વ્રત આદરે કેવી રીતે? પોષી વઘારે શી રીતે? રક્ષા કરે કેવી રીતે? ગૃહીં કે મુનિ મુક્તિ પ્રીતે. ૨૪ અર્થ - ચરણાનુયોગમાં અંશ તથા સર્વાશ આચારનું વર્ણન છે. ગૃહસ્થના આચાર અંશરૂપ ગણાય છે. જ્યારે મુનિના આચાર સંપૂર્ણ ગણાય છે. મુનિઓ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એમ પાંચ આચારોને સંપૂર્ણ રીતે શુદ્ધપણે પાળે છે. જ્યારે ગૃહસ્થમાં તે અંશે પળાય છે. મુનિ કે ગૃહસ્થના વ્રતોને કેવી રીતે આદરવા અથવા તેને પોષણ આપી કેમ વઘારવા, અથવા તેની કેવી રીતે રક્ષા કરવી તેનું વર્ણન ચરણાનુયોગના ગ્રંથમાં જણાવેલ છે. તે વ્રતોને મુનિ મહાત્માઓ કે સદ્ગુહસ્થો મુક્તિ મેળવવાને માટે પ્રેમપૂર્વક પાળે છે. “આ દ્રવ્યાનુયોગનું સ્વરૂપ સમજાયા પછી કેમ ચાલવું તે સંબંઘીનું વર્ણન તે “ચરણાનુયોગ”.” (વ.પૃ.૭૫૫) Il૨૪ો. દ્રવ્યાનુયોગ જીંવાદિ તત્ત્વોનો પ્રકાશક દીપ ગણો, તે પુણ્ય-પાપ સ્વરૂપ સમજાવી કરે જાગ્રત ઘણો; વળી બંઘ-મોક્ષ કરાવનારાં કારણો નજરે ઘરે, તે જાણી ગુરુગમ, જાગૃતિ-પુરુષાર્થ કરી જીંવ ભવ તરે. ૨૫ અર્થ - દ્રવ્યાનુયોગ વસ્તુના મૂળસ્વરૂપને જણાવનાર છે. તેને જીવ, અજીવ, ઘર્મ, અધર્મ, આકાશ અને કાળ દ્રવ્યો કે નવતત્ત્વ આદિના સ્વરૂપને પ્રકાશવા માટે દીપક સમાન જાણો. તે પુણ્ય પાપનું સ્વરૂપ સમજાવી જીવને ઘણી જાગૃતિ આપનાર છે, તથા જીવને બંધ અને મોક્ષ કરાવનારા કયા કયા કારણો છે તેને સ્પષ્ટ સમજાવનાર છે. તે કારણોને ભવ્યાત્મા ગુરુગમ વડે જાણી આત્મજાગૃતિ પામી, Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ પુરુષાર્થ કરી, સંસાર સમુદ્રને તરી જાય છે. “લોકને વિષે રહેલા દ્રવ્યો, તેના સ્વરૂપ, તેના ગુણ, ઘર્મ, હેતુ, અહેતુ, પર્યાયાદિ અનંત અનંત પ્રકારે છે, તેનું જેમાં વર્ણન છે તે ‘દ્રવ્યાનુયોગ.” (વ.પૃ.૭૫૫) પ્રત્યક્ષ સત્સમાગમમાં ભક્તિ વૈરાગ્યાદિ દ્રઢ સાઘનસહિત, મુમુક્ષુએ સગુરુ આજ્ઞાએ દ્રવ્યાનુયોગ વિચારવા યોગ્ય છે.” (વ.પૃ.૫૦૮) રપા. સન્શાસ્ત્ર-અભ્યાસે સમજ નિજ આત્મહિતની આવશે, તે નવ નવીન સંવેગ સહ નિષ્કપ સંવર લાવશે; તપ આકરાં અઠ્ઠાઈ કરી અજ્ઞાની જે શુદ્ધિ ઘરે, તેથી બહુગુણી શુદ્ધિ થરતા તપ વિના જ્ઞાની ખરે! ૨૬ અર્થ - સન્શાસ્ત્રનો અભ્યાસ કરવાથી પોતાના આત્માનું હિત શામાં છે તેની સાચી સમજ આવશે. તે સાચી સમજ નવા નવા સંવેગ ભાવો એટલે સંસારથી મુક્ત થવાના ભાવોને જન્મ આપી આત્મામાં નિષ્ક્રપ એટલે સ્થિરપણે સંવર કરાવશે અર્થાત આવતા કર્મોને દ્રઢપણે રોકી લેશો. આકરાં તપ અઠ્ઠાઈ વગેરે કરીને અજ્ઞાની જે શુદ્ધિ કરે છે તેના કરતાં અનેકગણી શુદ્ધિ તપ વગર જ્ઞાનીઓ પોતાના અંતર્માત્મામાં પ્રગટેલ જ્ઞાન, વૈરાગ્ય વડે કરે છે. આત્મજ્ઞાનથી ઉદભવેલો પરપદાર્થ પ્રત્યેનો વિરક્તભાવ તેનું આ અદ્ભુત પરિણામ છે. /રકા ઉન્મત્ત હાથી અંકુશે વશ થાય, મન પણ જ્ઞાનથી; જ્ઞાન-ઉપયોગ રહિત મન તે પજવતું તોફાનથી, જો નાગ કાળો મંત્ર-વિધિથી વાદ-કરમાં વશ થતો, તેવી રીતે મન-દોષ પણ સુજ્ઞાન-યોગે ટળી જતો. ૨૭ અર્થ :- ઉત્તમ હાથી જેમ અંકુશથી વશ થાય છે તેમ મન પણ સમ્યજ્ઞાન વડે અર્થાત્ સાચી સમજણથી વશ કરી શકાય છે. “(ત્યમ) જ્ઞાને બાંગ્યુ મન રહે (સ) ગુરુ વિણ જ્ઞાન ન હોય” -નિત્યક્રમ સમ્યક સમજણથી રહિત મન, તે અનેક પ્રકારે મોહના વિકલ્પો કરાવી જીવને પજવે છે. જેમ કાળો નાગ મંત્રની વિધિ વડે મંત્રવાદીના હાથમાં વશ થાય છે તેવી રીતે વિષયકષાયની વૃત્તિરૂપ મનના દોષ પણ સમ્યકજ્ઞાનના યોગે અર્થાત્ સબોઘે સાચી સમજણ આવવાથી ટળી જાય છે. રક્ષા જે ચિત્ત-શુદ્ધિ સહ ઘરે છે જ્ઞાનદીપક લાગતો, તેને નથી ભય મોક્ષ-માર્ગે પતનનો, છે જાગતો; જો જ્ઞાનજ્યોતિ પ્રગટી ના તો અંધ અંધારે ભમે, નહિ મોક્ષમાર્ગે તે ચઢે, સંસાર-દુખમાંહીં રમે. ૨૮ અર્થ - જે ચિત્તશુદ્ધિ એટલે મનની શુદ્ધિ સાથે સમ્યજ્ઞાનરૂપ પ્રકાશમાન દીપકને ઘારણ કરે છે, તેને મોક્ષમાર્ગમાં આગળ વઘતાં પતિત થવાનો ભય નથી, કેમકે તે પુરુષના બોઘ બળે સદા જાગૃત રહે છે. પણ જો સત્પરુષની કપાએ સાચી સમજણરૂપ જ્ઞાન-જ્યોતિ પ્રગટી નહીં તો તે અજ્ઞાનરૂપ અંઘકારમાં જ સદા ભટક્યા કરશે. તે મોક્ષમાર્ગને પામશે નહીં પણ ચારગતિરૂપ સંસારના દુઃખોમાં જ સંતાકુકડીરૂપે રમ્યા કરશે. ૨૮ Page #317 -------------------------------------------------------------------------- ________________ (૨૫) જ્ઞાન ૨૯૩ મન ભટકતું અજ્ઞાનવશ, તે જ્ઞાનસંસ્કારે ઠરે, ના સુજ્ઞ આતમજ્ઞાનથી પર કાર્યમાં મન બહુ ઘરે; પણ કામ-પૅરતું સૌ કરે, તે વચન-કાયાથી; છતાં તન્મય બને ત્રિયોગથી ના, ભાવ નિઃસ્પૃહ સેવતાં. ૨૯ અર્થ :- અનાદિકાળથી અજ્ઞાનવશ ભટકતું આ મન જ્ઞાનસંસ્કારથી એટલે સવળી સમજણ મળતાં ઠરી જાય છે અર્થાત સ્થિર થાય છે. તેથી સુજ્ઞ એટલે સારી રીતે તત્ત્વનો જાણનાર એવો પુરુષ, આત્મજ્ઞાનથી પર એવા સાંસારિક કાર્યોમાં મન બહુ લગાવતો નથી. તે વચન અને કાયાથી જરૂર પૂરતું સર્વ કામ કરવા છતાં પણ મન, વચન, કાયાના ત્રણેય યોગથી તે તે કાર્યમાં તન્મય થતો નથી. મનથી તે નિઃસ્પૃહ રહે છે અર્થાતુ મનને તે તે કાર્યમાં આસક્ત થવા દેતો નથી. (૨લા સુજ્ઞાનમહિમા શું કહ્યું? રવિ પાપ-તમ હરનાર એ, કે મોક્ષલક્ષ્મી-ચરણને અંબુજ સમ આઘાર તે; સન્મત્ર મન્મથ-સર્પનો કે કેસરી મન-ગજ તણો, સંક્લેશ-વાદળ-વાયરો, વળી વિશ્વતત્ત્વ-દીવો ગણો. ૩૦ અર્થ - સમ્યજ્ઞાનનો મહિમા તમને હું શું કહું? તે જ્ઞાન તો રવિ એટલે સૂર્ય સમાન હોવાથી પાપરૂપી તમ એટલે અંધકારને નાશ કરનાર છે. “અંઘકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ.” -શ્રીમદ્ રાજચંદ્ર અથવા મોક્ષરૂપી લક્ષ્મીના ચરણને અંબુજ એટલે કમળ સમાન તે જ્ઞાન આધારભૂત છે. મન્મથ એટલે કામદેવરૂપી સર્પને વશ કરવા માટે જ્ઞાન એ ગારુડી મંત્ર સમાન છે, અથવા મનરૂપી હાથીને માત કરવા, જ્ઞાન એ કેસરી સિંહ સમાન છે, સંક્લેશ એટલે કષાય પરિણામરૂપ વાદળાને વિખેરી નાખવા માટે જ્ઞાન એ વાયરા સમાન છે. વળી વિશ્વના સમસ્ત તત્ત્વોને જાણવા માટે જ્ઞાન એ દીપક સમાન છે. ૩૦ના સુજ્ઞાન જાળ સમાન પકડે વિષયરૂપી માછલાં, ને રાગ નદ સેંકાવવાને જ્ઞાન રવિ-કિરણો ભલા; ચૈતન્ય-રૅપની ચિવાળા દેખ દુર્લભ ભવ વિષે, તેથી અતિ દુર્લભ ખરાં અધ્યાત્મશાસ્ત્રો પણ દીસે. ૩૧ અર્થ :- સમ્યજ્ઞાન તે પાંચ ઇન્દ્રિયના વિષયરૂપ માછલાને પકડવા માટે જાળ સમાન છે. વિષયોમાં ભટકતી વૃત્તિને જ્ઞાનવડે વશ કરી શકાય છે. તથા રાગરૂપી નદીને સુકવવા માટે જ્ઞાન એ સૂર્યના કિરણો સમાન છે. ચૈતન્યસ્વરૂપ આત્માને જાણવાની રૂચિવાળા જીવો આ ભવમાં દુર્લભ દેખાય છે. તેથી જ આત્મા સંબંધીના જ્ઞાનવાળા ખરેખરા અધ્યાત્મશાસ્ત્રો પણ મળવા આ કાળમાં અતિ દુર્લભ થઈ પડ્યા છે. ૩૧ાા ચૈતન્યપદ-દર્શક ગુરું તો અતિ અતિ દુર્લભ મહા, ચિંતામણિ સમ જ્ઞાન સમ્યક પામવું દુર્ઘટ, અહા! જો સ્વરૃપ શુદ્ધ જણાય તો તે શ્રેષ્ઠ સમ્યજ્ઞાન છે, જે કર્મ-રજ હરતો નિરંતર જ્ઞાનવાયુ, ધ્યાન તે. ૩૨ અર્થ :- ચૈતન્યમય એવા આત્મસ્વરૂપના દર્શન કરાવવાવાળા સગુરુ મળવા આ કાળમાં અત્યંત અત્યંત મહાન દુર્લભ છે. તેથી ચિંતામણિ સમાન સમ્યજ્ઞાનનું પામવું પણ અહો! મહા દુર્ઘટ થઈ પડ્યું છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ જો આત્માનું શુદ્ધ સ્વરૂપ અનુભવાય તો તે શ્રેષ્ઠ સમ્યજ્ઞાન છે. તેનાવડે સમયે સમયે જીવ કર્મરૂપી રજને જ્ઞાનવાયુવડે હરણ કરે છે, અર્થાત્ સમયે સમયે જીવ અનંતકર્મની નિર્જરાને સાથે છે અને તે જ સાચું ઘર્મધ્યાન અથવા આત્મધ્યાન ગણવા યોગ્ય છે. ૩રા જ્ઞાની ગુરુંના બોઘરૂપી ડાંગ વાગી કેડમાં, સંસાર-બળ ભાગી ગયું, જાણે પુરાયો હેડમાં; તે નારીમુખ નિહાળવામાં અંઘ સમ વર્તન કરે, મિથ્યાવચન-ઉચ્ચારમાં તે બોબડા સમ મતિ ઘરે. ૩૩ અર્થ :- જ્ઞાની એવા શ્રી ગુરુની બોઘરૂપી ડાંગ જેના કેડમાં વાગી ગઈ તેનું સંસારબળ બધું ભાંગી ગયું, અને જાણે પોતે લાકડાની હેડમાં પુરાઈ ગયો હોય એવું થઈ જાય છે અર્થાત્ હવે તેને સંસાર પ્રત્યેનો મોહ મટી જઈ ક્યાંય જવાની ઇચ્છા થતી નથી. તે સ્ત્રીનું મુખ રાગપૂર્વક જોવામાં અંઘ સમાન વર્તન કરે છે તથા તેની બુદ્ધિ જૂઠ બોલવામાં બોબડા જેવી બની જાય છે. ૩૩ કુતીર્થ-પંથે પાંગળો તે, શૂન્યમન વ્યવહારમાં, ને વિષયભોગે આળસું, નિર્બળ અહિત-પ્રચારમાં; શા કામનો ઑવ જગતમાં એવો અપંગ બની ગયો, તેથી હવે નિજ ઘર વિષે નિશદિન રહેનારો થયો. ૩૪ અર્થ - સમ્યજ્ઞાનના બળે કુતીર્થમાં દેવ-દેવીઓના માર્ગને અનુસરવા માટે તે પાંગળો થઈ જાય છે તથા વ્યવહાર કાર્યો કરવામાં તેનું મન હવે શુન્યવત્ વર્તે છે અર્થાત્ તેમાં તેનું મન હવે ચોંટતું નથી. પાંચ ઇન્દ્રિયના વિષયભોગો ભોગવવામાં પણ તે આળસુ બને છે, અર્થાત્ તેમાં તેને રસ આવતો નથી. તેમજ આત્માને જેથી કર્મ બંઘાય એવાં કાંઈ પણ અહિતકાર્યના પ્રચારમાં તેનું બળ ચાલતું નથી. એવો અપંગ બનેલો જીવ આ સંસારમાં શા કામનો છે. તેથી હવે તે પોતાના આત્મસ્વરૂપરૂપ નિજ ઘરમાં જ હમેશાં રહેનારો થાય છે. [૩૪ સુજ્ઞાન શિવ-ઉપાય સમજો, રાગ બંઘ કરાવતો, તેથી તજી સો રાગ-અંશો જ્ઞાન શુદ્ધ જગાવજો. વાંચે, સુણે, સમજે ઘણા, પણ મનન કોઈક જ કરે; શ્રવણ, મનન, નિદિધ્યાસનો ક્રમ સુવિચક્ષણ આદરે. ૩૫ અર્થ - સમ્યજ્ઞાનને મોક્ષપ્રાપ્તિનો ખરો ઉપાય સમજો તથા રાગભાવ સદા કર્મબંધ કરાવનાર છે એમ જાણી રાગના સર્વ અંશોને તજી દઈ શુદ્ધ આત્મા સંબંધીના જ્ઞાનને મેળવવાનો પ્રયાસ કરજો. ઘણા જીવો શાસ્ત્રો વાંચે, સાંભળે કે જાણે પણ તેના ઉપર મનન એટલે ચિંતન તો કોઈક જ કરે છે. પણ જે સુવિચક્ષણ છે અર્થાત્ હોશિયાર છે, તે તો શ્રવણ, મનન અને નિદિધ્યાસનના ક્રમને આદરે છે. રૂપા સુશ્રવણ લહરી સમ ટકે નહિ, છાપ મન મનને ઘરે, પરિણામ જે નિદિધ્યાસના તે ભાવકૃત ફૂપ સંઘરે; જો શ્રવણ કર કર બહુ કરે તો મનનશક્તિ આળસે, સુશ્રવણ પછીનો ક્રમ મુમુક્ષુ તેથી નિત્યે પાળશે. ૩૬ Page #319 -------------------------------------------------------------------------- ________________ (૨૬) ક્રિયા ૨૯૫ અર્થ - શાસ્ત્રોનું શ્રવણ પવનની લહેર સમાન છે. પવન જેમ આવ્યો અને ગયો તેમ તે જ્ઞાન વિશેષ ટકી શકે નહીં. પણ મન પર છાપ તો મનન કરવાથી પડે છે તથા નિદિધ્યાસન કરવાથી તે જ્ઞાન ભાવકૃતરૂપ બની અંતરમાં પરિણમે છે. જો શ્રવણ જ બહુ કરે તો મનન કરવાની શક્તિ આળસી જાય છે. તેથી ભગવાનના બોઘને સારી રીતે શ્રવણ કરીને પછીનો જે મનન કે નિદિધ્યાસન કરવાનો ક્રમ છે તેને મુમુક્ષુ જીવ હશે તે જરૂર નિત્ય પાળવાનો પ્રયત્ન કરશે. કેમકે સમ્યજ્ઞાનને યથાર્થ રીતે હૃદયમાં પરિણમાવવાનો એ સાચો ઉપાય છે. સમ્યજ્ઞાન એ આત્માનું મૂળ ઘન છે અને એ જ ખરા સુખનું કારણ છે. “શ્રવણ એ પવનની લહેર માફક છે. તે આવે છે, અને ચાલ્યું જાય છે. મનન કરવાથી છાપ બેસે છે, અને નિદિધ્યાસન કરવાથી ગ્રહણ થાય છે. વઘારે શ્રવણ કરવાથી મનનશક્તિ મંદ થતી જોવામાં આવે છે.” (વ.પૃ.૭૮૪) //૩૬ જ્ઞાન વડે ઘણું જાણવા છતાં પણ તે પ્રમાણે ક્રિયા કરે નહીં તો જીવ મુક્તિ પામે નહીં. તેમ ક્રિયા ઘણી કરે પણ તે સંબંધી જ્ઞાન મેળવે નહીં તો પણ આત્મસાર્થક થાય નહીં. જેમકે એક આંધળો અને એક પાંગળો માણસ જંગલમાં હતા. ત્યાં દવ લાગ્યો. હવે આંધળો દોડવારૂપ ક્રિયા કરી શકે પણ જ્ઞાનરૂપ નેત્ર નહીં હોવાથી તે દાવાનલમાં બળી મરે, અને પાંગળામાં જ્ઞાનરૂપ નેત્ર છે, પણ ચાલવારૂપ ક્રિયા કરવામાં તે અસમર્થ હોવાથી તે પણ બળી મરે. પણ બેયનો સમન્વય થઈ પાંગળો આંધળાની ખાંઘ ઉપર ચઢી જાય, અને પાંગળો જેમ દોરે તેમ આંધળો ચાલે તો બેય બચી જાય. તેમ જ્ઞાન સહિતની ક્રિયા કરે તો જીવનો અવશ્ય મોક્ષ થાય. જ્ઞાન અને ક્રિયા એ બન્ને રથના બે ચક્ર જેવા છે. “પઢમં નાણું તવો દયા’ ‘પ્રથમ જ્ઞાનને પછી અહિંસાની ક્રિયા કરવાનું મહાપુરુષો જણાવે છે. માટે જ્ઞાન સહિતની ક્રિયા કરવાનો આ પાઠમાં ઉપદેશ કરે છે. (૨૬) ક્રિયા (દુર્લભ ભવ લહી દોહિલો રે, કહો તરિકે કવણ ઉપાય રે પ્રભુજીંને વીનવું રે) લાયનાયક સદગુરું રે ભજતાં સર્વ ભજાય રે-ગુરુજીને વંદીએ રે રાજચંદ્ર ગુવચનને રે અનુસરી મોક્ષ જવાય રે-ગુરુજીને વંદીએ રે. ૧૦ અર્થ - આત્મજ્ઞાન અને સમતાભાવથી યુક્ત એવા લાયક તથા મોક્ષમાર્ગ બતાવવામાં નાયક એટલે નેતા સમાન પરમકૃપાળુ સદ્ગુરુ ભગવંતને ભાવપૂર્વક ભજતાં પૂર્વે શુદ્ધ આત્મસ્વરૂપને પામેલા એવા અનંત પુરુષો પણ ભજાઈ જાય છે. કેમકે સર્વ સપુરુષોનું સહજાન્મસ્વરૂપ એક સરખું છે. તેથી સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના વચનાનુસાર વર્તન કરવાથી મોક્ષે જઈ શકાય છે. માટે એવા ગુરુદેવના ચરણકમળમાં સદા વંદન કરી પાવન થઈએ. “મોક્ષમાર્ગમ્ય નેત્તાર, ભેસ્તારં કર્મ ભૂભુતામ; જ્ઞાતારું વિશ્વ તત્ત્વાનામ્ વન્દ તગુણ લબ્ધયે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૬૭૨) Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ મોક્ષમાર્ગના નેતા, કર્મરૂપી પર્વતોના ભેદનાર, સમગ્ર તત્ત્વના જ્ઞાતા એવા પ્રભુને તે ગુણોની પ્રાતિ અર્થે વંદન કરું છું. લા. “બોથ વડે બંધન તૂટે રે જો પુરુષાર્થ કરાય રે-ગુરુજીને વંદીએ રે. બંઘન પરિગ્રહ ભાવ છે રે તે તોડ્યો ગુરુરાય રે-ગુરુજીને વંદીએ રે. ૨ અર્થ - જો જીવથી પુરુષાર્થ કરાય તો બોઘબળે કર્મબંઘનને તોડી શકાય છે. બાહ્ય તેમજ અત્યંતર પરિગ્રહ પ્રત્યેનો મૂચ્છભાવ એટલે મમત્વભાવ એ જ પરિગ્રહ છે. તે મૂચ્છભાવને શ્રી ગુરુરાજે તોડી નાખ્યો માટે એવા ગુરુજીને અમારા સદા વંદન હો. રા. પુણ્ય-પાપ કિયા વિષે રે રાચ્યો જનસમુદાય રે-ગુરુજીને વંદીએ રે. તત્ત્વચિ પ્રગટાવતા રે કળિકાળે ગુરુ રાય રે-ગુરુજીને વંદીએ રે. ૩ અર્થ - જગતમાં લોકોનો સમુદાય પુણ્ય પાપની ક્રિયામાં રાચી રહ્યો છે. ઘર્મ કરીને કાં તો પૂણ્યની ઇચ્છા રાખે છે કે પાપમય ક્રિયા કરી દુર્ગતિને સાથે છે. શ્રી દેવચંદજી સ્તવનમાં જણાવે છે : “દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે, ભાવ ઘર્મ રુચિ હીન; ઉપદેશક પણ તેહવા રે, શું કરે જીવ નવીન રે. ચંદ્રાનન જિન ચંદ્રાનન જિન, સાંભળીએ અરદાસ રે; મુજ સેવક ભણી.” પણ આ કળિકાળમાં તત્ત્વરુચિ એટલે આત્મપ્રાપ્તિની રુચિ પ્રગટાવનાર શ્રી ગુરુરાજ છે, કે જેમણે કોઈ પણ ક્રિયા કરતાં લક્ષ એક આત્માર્થનો જ રાખવા ભલામણ કરી છે. સર્વ પ્રકારની ક્રિયાનો, યોગનો, જપનો, તપનો અને તે સિવાયના પ્રકારનો લક્ષ એવો રાખજો કે આત્માને છોડવા માટે સર્વે છે; બંધનને માટે નથી. જેથી બંઘન થાય એ બઘાં (ક્રિયાથી કરીને સઘળાં યોગાદિક પર્યત) ત્યાગવા યોગ્ય છે.” (વ.પૃ.૨૫૬) Il૩ી. દુર્લભ નરભવ પામિયો રે કર પુરુષાર્થ અપાર રે-ગુરુજીને વંદીએ રે. સત્યરુષાર્થ હવે થશે રે કરતાં આત્મવિચાર રે-ગુરુજીને વંદીએ રે. ૪ અર્થ - પૂર્વભવે અપાર પુરુષાર્થ કરીને આ દશ દ્રષ્ટાંતે દુર્લભ એવા નરભવને તું પામ્યો છું પણ હવે ભેદજ્ઞાન માટે આત્મવિચાર કર્તવ્યરૂપ ઘર્મ ભજવો યોગ્ય છે. તેવી આત્મભાવના ભાવતાં સપુરુષાર્થ બનવા યોગ્ય છે. “હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.” (વ.પૃ.૫૦૪) //૪ બંઘમાર્ગમાં બહ ભમ્યો રે મોક્ષમાર્ગ ઉર ઘાર રે-ગુરુજીને વંદીએ રે. પ્રયોજન પૅરતાં થતાં રે પાપ અનેક વિચાર રે-ગુરુજીને વંદીએ રે. ૫ અર્થ :- હવે નીચેની ગાથાઓ પ્રમાણે જીવને બાર પ્રકારે પાપબંઘ થયા કરે છે તે જણાવે છે - અનંતકાળથી જીવ રાગદ્વેષ અજ્ઞાનવડે કમ બાંધી બંઘમાર્ગમાં બહુ ભમ્યો છે. હવે તું તે પાપોથી છૂટવારૂપ મોક્ષમાર્ગને હૃદયમાં ઘારણ કર. ગૃહસ્થ અવસ્થામાં શરીરાદિના નિર્વાહ અર્થે પ્રયોજન પૂરતા છ કાય જીવની વિરાઘના કરવારૂપ પાપો પણ થયા કરે છે. એ કર્મબંધનો પહેલો પ્રકાર છે. પા Page #321 -------------------------------------------------------------------------- ________________ (૨૬) ક્રિયા કારણ વિના પણ કરે રે મૂઢમતિ જીવ પાપ રે-ગુરુજીને વંદીએ રે. હિંસાની ક્રિયા કરે રે વેર વધારી અમાપ રે-ગુરુજીને વંદીએ રે. ૬ અર્થ :— બીજા પ્રકારમાં કારણ વિના એટલે વગર પ્રયોજને પણ મૂઢમતિ એવો આ જીવ અનર્થદંડ, વિકથાઓ કરે, નિંદા કરે, પાપોપદેશ કરે કે ટીવી વગેરે જોઈને રાગદ્વેષ કરી કર્મ બાંધ્યા કરે છે, અથવા હાલતા ચાલતા પાંદડા તોડે વગેરે. ત્રીજા પ્રકારમાં, જીવોને મારી હિંસા કરીને અમાપ વેર વધારી દે છે. જેમકે કોઈ સાપ કે વીંછીને જોઈ તેને ઝેરી પ્રાણી જાણી મારી નાખે છે. ૨૯૭ ત્રિપુષ્ટ વાસુદેવનું દૃષ્ટાંત – ભગવાન મહાવીરના જીવે પૂર્વે ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં ભૂજા વડે સિંહને ફાડી નાખેલ. તે સિંહનો જીવ ભગવાન મહાવીરના ભવમાં ખેડૂત થયો હતો. તેણે ગૌતમસ્વામી પાસે દીક્ષા લીધી, પણ ભગવાન પાસે આવતાં પૂર્વભવના વેરના સંસ્કારથી તે પાછો ભાગી ગયો. ૬] પાપ અજાણ્યે પણ થતાં રે કર્મ સદા બંઘાય રે-ગુરુજીને વંદીએ રે. અવળી સમજણથી હણે રે જીવ નિર્દોષી ઘણાય રે-ગુરુજીને વંદીએ રે. ૭ અર્થ ::- ચોથા પ્રકારમાં અજાણપણાથી પણ જીવો પાપ બાંઘ્યા કરે છે, જેમકે પાણી, વનસ્પતિ આદિ પાંચ સ્થાવર જીવો છે, તેનો અલ્પ ઉપયોગ ન છૂટકે જરૂર પૂરતો જ કરવો જોઈએ. પણ તેનું યથાર્થ ભાન ન હોવાથી છૂટથી ઉપયોગ કરી કર્મ બાંધ્યા કરે છે. અથવા છઠ્ઠા ત્રસકાય પણ આપણા જેવા જીવો જ છે. તેની પણ રક્ષા કરવી જોઈએ. પાંચમું કારણ જીવની અવળી સમજણ હોવાથી પણ બિચારા અનેક નિર્દોષ પ્રાણીઓ હણાઈ જાય છે. જેમકે અભક્ષ્ય પદાર્થો, મઘ, માખણ કંદમૂળ વગેરેમાં ક્યા જીવ છે એમ માની તેને સેવે છે, શ્રેણિક રાજાનું દૃષ્ટાંત :– શ્રેણિક રાજા જેવા ભગવાન મહાવીર મળતાં પહેલા હિંસા વગેરેમાં પાપ છે એવી સમજણ ન હોવાથી નિશાન તાકી બાણ માર્યું, તે ગર્ભિણી હરણીના પેટને ચીરીને ઝાડમાં પેસી ગયું, તે હરણી અને તેનું બચ્ચું મરી ગયું. પણ તે સમયે અવળી સમજણના કારણે હિંસાનંદી રૌદ્રધ્યાન સેવવાથી નરકગતિનું આયુષ્ય બાંધ્યું. અને તેમને નરકગતિમાં જવું પડ્યું. ગા જૂઠા વચને વીંટતો રેર્જીવ નિજ પાપ અનેક રે-ગુરુજીને વંદીએ રે. ચોરી કરી ભવમાં ભમે રે, માઠા ભાવે છેક રે-ગુરુજીને વંદીએ રે, ૮ અર્થ :— ગ્રંથ માર્ગનો છઠ્ઠો પ્રકાર તે ાઠ છે. જૂઠા વચન બોલી અનેક પ્રકારે જીવ પાપથી વીંટાઈ જાય છે. એક જૂઠને છુપાવવા અનેક જાઠ બોલે છે. વસુદેવ રાજાનું દૃષ્ટાંત :- નારદ પર્વતના ચુકાદામાં વસુદેવ રાજા જૂઠ બોલવાથી દેવોએ સિંહાસન પરથી તેને હેઠો નાખ્યો. મરીને તે સાતમી નરકે ગયો. કર્મબંધનું સાતમું કારણ ચોરીની ક્રિયા છે. ચોરી કરીને જીવ આ લોકમાં નિંદાને પાત્ર બને છે. અથવા જેલ કે ફાંસીની સજાને પણ પામે છે. : લોહખુરચોરનું દૃષ્ટાંત – શ્રેણિકના પિતા પ્રસેનજિત રાજાના ભોજન સમયે એક ચોર અંજન આંજી તેમના ભેગો બેસી રોજ જમી લેતો. અંજન આંજવાથી તેને કોઈ જોઈ શકતું નહીં. મંત્રીએ યુક્તિથી ત્યાં પાંદડા પાથર્યાં. તે આવ્યો ત્યારે પાંદડાનો અવાજ થવાથી ધૂપ કર્યો. તેની આંખમાંથી અંજાન નીકળી ગયું. તેથી પકડાઈ ગયો. પછી આખા શહેરમાં ફેરવી તેને શૂળીએ ચઢાવ્યો. (ઉ.મા.ભા.ભાગ-૨) Page #322 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ કર્મબંધનું આઠમું કારણ માઠા ભાવો છે. તેથી જીવઅંતર્મુહૂર્ત માત્રમાં પણ સાતમી નરકનું આયુષ્ય બાંધી લે છે. ૨૯૮ : પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાંત :– પ્રસન્નચંદ્ર રાજર્ષિએ પણ ઘ્યાનમાં લડાઈના ભાવો કરી સાતમી નરક સુધીના કર્મના દલીયા બાંધી લીધા. પણ તરત જ પાછા ફરી તે બધા કર્મ ખપાવી દેવળજ્ઞાન પણ પ્રગટાવી લીધું એવી આશ્ચર્યકારી ભાવની લીલા છે. ।।૮।। મદમાતો માને કરી રે ભમે અોગતિમાંય રે-ગુરુજીને વંદીએ રે. સ્વજનો પણ ત્રાસી જતાં રે ક્રૂર સુખી નહિ ક્યાંય રે ગુરુજીને વંદીએ રે. ૯ ૧૦ અર્થ :— નવમું બંધનું કારણ માન છે. કુલ, જાતિ, રૂપ, ઘન, બળ, તપ, જ્ઞાન અને ઐશ્વર્ય એમ આઠ પ્રકારના મદમાં માતો એટલે મસ્ત બનીને માનમાં તણાઈ જઈ અધોગતિમાં જીવ ભમ્યા કરે છે. જેમ સુભુમ ચક્રવર્તીએ છ ખંડ સાધી લીઘા છતાં હું બારે ખંડ સાધું તો વિશેષ નામાંકિત થઈ જગતમાં મોટો ગણાઈશ. એમ કરવાથી સમુદ્રમાં તે બુડી મુઓ. દશમું બંઘનું કારજ્ઞ ક્રૂર ભાવ છે. ક્રૂરતાના સ્વભાવ વડે સ્વજનો પણ ત્રાસી જાય છે તથા પોતે પણ ક્યાંય સુખી થતો નથી. કંસનું દૃષ્ટાંત :– કંસે પોતાના પિતાને જેલમાં નાખી દીધા. તથા ક્રૂર સ્વભાવે વસુદેવ સાથે તેમના પુત્રોને આપી દેવાની શરત કરી. તે મેળવી મારી નાખ્યા. પણ દૈવયોગે બીજાને ત્યાંથી મરેલા પુત્રો જ તેને આપવામાં આવતા હતા. પણ તેવા ભાવના ફળમાં પોતે મરીને નરકે ગયો. કોણિકનું દૃષ્ટાંત :– કોબ્રિક પણ રાજ્યના લોભે પોતાના પિતા શ્રેણિકને જેલમાં નાખી રોજ સો કો૨ડાનો માર મરાવતો હતો. તે પણ મરીને છઠ્ઠી નરકે ગયો. ।।૯।। માયાવી' જન તુચ્છ છે રે ૫૨ને ઠગી ઠગાય રે-ગુરુજીને વંદીએ રે નિંદે નહિ નિજ દુષ્ટતા રે અઘોગતિમાં જાય રે-ગુરુજીને વંદીએ રે. ૧૦ અર્થ ઃ— કર્મબંધનો અગ્યારમો પ્રકાર માયા છે. માયાવી જન તુચ્છ છે કે જે પ૨ને ઠગવાથી ખરી રીતે પોતે જ ઠગાય છે. જો તે પોતાની દુષ્ટતાને નિંદે નહીં તો મરીને અધોગતિમાં જાય છે. “નૈગમ એક ના૨ી ઘૂતી પણ, ઘેબર ભૂખ ન ભાગી; જમી જમાઈ પાછો વળિયો, જ્ઞાનદિશા તવ જાગી. ભૂલ્યો બાજી –પૂજાસંચય (પૃ.૧૪૩) એક વાણિયાનું દૃષ્ટાંત = નૈગમ એટલે એક વાણિયાએ એક નારીને છેતરીને એક રૂપિયો વધારે કમાઈ લઈ તેના બદલામાં ઘરે ઘેબર બનાવડાવ્યા. પણ પોતે ઘેર ગયો તેના પહેલાં પોતાનો જમાઈ તેના મિત્ર સાથે આવીને તે ઘેબર જમી ગયો. તે જાણી પોતાની જ્ઞાનદિશા સદ્ગુરુના સંગથી સંગથી જાગૃત થઈ કે અહો ! પાપ તો મેં કર્યું અને ઘેબર બીજા જ જમી ગયા. હવે કઠિ એવું પાપ થાય નહીં એમ વિચારી દીક્ષા લઈ પોતાનું કલ્યાણ કર્યું. ||૧૦|| લોભમ પાપનો બાપ છે રે કરે મુનિથી મુકાય રે-ગુરુજીને વંદીએ રે. સાધુōવન જૅવવા કરો ૨ે સૌ સમ્યક્ ઉપાય રે-ગુરુજીને વંદીએ રે. ૧૧ અર્થ :– બંઘમાર્ગનો બારમો પ્રકાર લોભ છે, લોભ પાપનો બાપ છે મુનિથી પણ કરે મુકાય છે, = Page #323 -------------------------------------------------------------------------- ________________ (૨૬) ક્રિયા ૨૯૯ રત્નાકરસૂરિનું દ્રષ્ટાંત - “રત્નાકર પચ્ચીસી'ના કર્તા શ્રી રત્નાકરસૂરિ હતા. તેમના ક્ષયોપશમથી રાજી થઈ રાજા રોજે તેમને હીરા, માણેક વગેરે રત્નો આપતો. તે સંગ્રહ કરતા હતા. તેથી એક કુંડલીયા નામના શ્રાવકે તેમને ઠેકાણે લાવવા એક ગાથાનો અર્થ પૂછ્યો. ગુરુએ છ મહિના સુધી જુદી જુદી રીતે સમજાવ્યા છતાં સંતોષ ન થવાથી મહારાજ હવે હું કાલે ગામ જતો રહીશ પણ મારું સમાધાન થયું નહીં. તે જાણી રત્નાકરસૂરિને વિચાર આવ્યો કે હું રત્નો ભેગા કરી લોભમાં પડ્યો છું તો હું વાણી દ્વારા કેવી રીતે કહી શકું? તેથી તે સર્વ રત્નોનો મુનિએ દ્રવ્યથી અને ભાવથી ત્યાગ કર્યો. તે જોઈ બીજે દિવસે કુંડલીઓ શ્રાવક આવી બોલ્યો કે “હે સ્વામી! આજે હું આપના દર્શનથી જ તે ગાથાનો મૂળ અર્થ સમજી ગયો. અને આપની ક્ષમાને ઘન્ય છે કે છ મહિના સુધી એકની એક ગાથાનો અર્થ પૂછવા છતાં ક્રોઘ કર્યો નહીં. પછી નમસ્કાર કરી પોતાને ઘેર ગયો અને મુનિ અન્યત્ર વિહાર કરી ગયા. એમ લોભ જે પાપનો બાપ છે તે મુનિઓને પણ મુંઝવે છે. (ઉ.પ્રા.ભા.ભાગ-૪ આધારે) હવે તેરમી ઘર્મક્રિયા તે સાચું સાધુ જીવન છે. તે જીવવા સૌએ સમ્યક્ ઉપાય આદરવા જોઈએ. રત્નત્રયને સાથે તે સાધુ. અંતર્વાગ સહિત બહિત્યંગ હોય તો જ સાધુપણું યથાર્થ છે. “ઉપર તજે ને અંતર ભજે એમ નવિ સરે અર્થજી.” ૧૧ાા બાર ક્રિયાને ત્યાગવી રે તેરર્મી ઘર્મ સ્વરૂપ રે-ગુરુજીને વંદીએ રે. ભગવંતો ત્રણ કાળના રે કહે ક્રિયા એ રૂપ રે-ગુરુજીને વંદીએ રે. ૧૨ અર્થ :- ઉપરોક્ત બાર પ્રકારની કર્મબંઘન કરાવનારી ક્રિયાનો જીવે ત્યાગ કરવો જોઈએ. તેરમી ક્રિયા ઘર્મસ્વરૂપ છે. તેને આદરવી જોઈએ. ત્રણે કાળના ભગવંતો આ તેરમી ક્રિયાને અનુરૂપ જ ઉપદેશ કરે છે. [૧૨ા. ઘર્મ, અઘર્મ, મિશ્રરૃપે રે કહં ક્રિયા વિસ્તાર રે-ગુરુજીને વંદીએ રે. અઘર્મ તર્જીને આદરો રે ઘર્મ, મિશ્ર પ્રકાર રે-ગુરુજીને વંદીએ રે. ૧૩ અર્થ :- ઘર્મ, અઘર્મ અને મિશ્રરૂપે આ ક્રિયાના વિસ્તારને હવે કહું છું. તેમાં અથર્મને તજી દઈ ઘર્મને તથા તેના મિશ્ર પ્રકારને આદરો; તે જ આત્માને હિતકારી છે. ||૧૩ા. ઘર્માત્મા ભીખ માગતા રે દેખી કરતા રોષ રે-ગુરુજીને વંદીએ રે. વાણી કઠોર કહે વળી રે “કર મજૅરીથી પોષ રે-ગુરુજીને વંદીએ રે. ૧૪ અર્થ :- અધર્મી ક્રિયા સ્થાનક - હવે પ્રથમ અધર્મીઓની કેવી ક્રિયા હોય છે તે જણાવે છે : કોઈ ઘર્માત્મા સાધુજનોને ભિક્ષા અર્થે જતાં જોઈ રોષ કરે અને વળી કઠોર વાણીમાં કોઈ તેમને એમ પણ કહે કે મજૂરી કરીને પેટ ભર. કઠિયારા મુનિનું દ્રષ્ટાંત - એક કઠિયારો એટલે લાકડા ફાડનાર હતો. તેણે સંસારથી વૈરાગ્ય પામી દીક્ષા લીધી. તો પણ તેને કઠિયારા મુનિ એમ લોકો કહેવા લાગ્યા. તેથી અભયકુમારે એક યુક્તિ કરી કે આ રત્નોના ભરેલા ત્રણ થાળ, જે સચિત્ત જળનો ત્યાગ કરે, ઘનનો ત્યાગ કરે તથા સ્ત્રીનો ત્યાગ કરે તેને આપવાના છે. પણ કોઈ આ વસ્તુનો ત્યાગ કરવા તૈયાર થયું નહીં, એટલે અભયકુમારે જણાવ્યું કે આ મુનિએ જેને તમે કઠિયારા મુનિ કહો છો તેમણે આ બધું ત્યાગ કર્યું છે. તેમને આ રત્નના થાળ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩ ૦ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ આપવા યોગ્ય છે. પણ તે સર્વ પ્રકારના પરિગ્રહના ત્યાગી હોવાથી બિલકુલ લેવા ઇચ્છતા નથી. માટે હવેથી કદી પણ કોઈએ તેમને કઠિયારા મુનિ કહીને બોલાવવા નહીં. એમ શિક્ષા આપી. ૧૪ બાવા બાવન લાખ જો રે કરે ભિખારી દેશ રે ગુરુજીને વંદીએ રે. હાડ નમે નહિ કામમાં રે ઘરે સંતનો વેશ રે-ગુરુજીને વંદીએ રે. ૧૫ અર્થ - વળી અઘર્મીઓ કહે કે આવા બાવાઓ બાવન લાખ થઈને આખા દેશને ભિખારી બનાવી દીધો છે. કામ કરવામાં હાડકા નમતા નથી અને માત્ર સંતનો વેષ લઈ ફર્યા કરે છે. શ્રી આનંદઘનજીનું દ્રષ્ટાંત - એકવાર શ્રી આનંદઘનજી મહારાજ જંગલમાં ફરતા હતા. તે સમયે મુસલમાનનું રાજ્ય હતું. શાહજાદાનો પુત્ર એકવાર તેમની પાસે આવી ચઢ્યો, અને કહ્યું કે ક્યું બાવા! મફતકી રોટી પચાને કો જંગલમેં ધૂમ રહે હો. શ્રી આનંદઘનજીએ જવાબમાં કહ્યું - નહીં ભાઈ, મેં તો ખુદાકો ટૂંઢનેવાલા ઉનકા સેવક છું. તો પણ ખૂબ મશ્કરી કરતા ના પાડી છતાં તેમજ કરવાથી શ્રી આનંદઘનજીએ તેને કહ્યું કે શાહજાદાના બેટા ખડા રહે, કે તેનો ઘોડો ત્યાં જ ઊભો રહી ગયો અને પોતે ઘોડા ઉપર ચોટી ગયો. પછી પાછળ એના સેવકોએ આવી આજીજી કરતાં, શ્રી આનંદઘનજીએ તેને ફરી કોઈ સંતની આવી મશ્કરી કરે નહીં એમ શિખામણ આપી છૂટો કર્યો. ૧૫ા એવા નાસ્તિક લોક જે રે કરે અથર્મ-વખાણ રે-ગુરુજીને વંદીએ રે. ચિંતા નહિ પરલોકની રે ભવસુખમાં ગુલતાન રે-ગુરુજીને વંદીએ રે. ૧૬ અર્થ :- આવા નાસ્તિક લોકો અધર્મીના વખાણ કરે અને ઘર્મીની નિંદા કરે છે. પણ તેમને પરલોકની ચિંતા નથી કે આવા કૃત્યોના ફળમાં કઈ ગતિમાં જઈને પડીશું. માત્ર સંસારસુખમાં જ ગુલતાન રહીને દુર્ગતિને પામે છે. - શ્રીપાળ રાજાનું દૃષ્ટાંત – શ્રીપાળ રાજાના જીવે પૂર્વભવમાં મુનિને કહ્યું હતું કે આ તો કોઢીઆ જેવો છે, ડુંબ જેવો છે, તથા એકવાર મુનિને પકડી પાણીમાં ઝબોળ્યા હતા. તેના પરિણામે આ ભવમાં તેમને કોઢ રોગ ઉત્પન્ન થયો, ડુંબનું કલંક આવ્યું તથા સમુદ્રમાં પણ પડવું પડ્યું હતું. II૧૬ાા. પરનાં દુઃખ ન લેખવે રે હીન ક્રિયામાં લીન રે-ગુરુજીને વંદીએ રે. શરીર દ્રઢ કરવા દવા રે ખાય નિષિદ્ધ મલિન રે-ગુરુજીને વંદીએ રે. ૧૭ અર્થ - પર જીવોના દુઃખને જે ગણતા નથી અને તેમને મારવા જેવી હીન ક્રિયા કરવામાં પણ પોતે પ્રવૃત્ત થઈ જાય છે. તથા શરીરને મજબૂત કરવા માટે મલિન તેમજ ભગવાને નિષેઘ કરેલ એવી દવાને પણ ખાય છે. ચંદ્રસિંહ રાજાનું દ્રષ્ટાંત - શિકારીની જેમ એકવાર ચંદ્રસિંહ નામના રાજાએ હરણની પાછળ તેને મારવા ઘોડો દોડાવ્યો. ભયંકર અટવીમાં આવતાં તે ઠોકર ખાઈ ભડકીને ઊભો રહી ગયો. તે વખતે રાજા જાએ છે તો એક બાજુ સિંહ ઊભો છે. બીજી બાજુ કાળો નાગ પડ્યો છે. પોતે નીચે ઊતરે ત્યાં તો પોતાની જ તલવાર મ્યાનમાંથી બહાર નીકળેલ વાગી જવાનો ભય જણાય છે. તે વખતે પોતાના મરણનો ભય લાગવાથી રાજા વિચારે છે કે મને આ વખતે કોઈ બચાવે તો મારું સઘળું રાજ્ય, રાણીઓ વગેરે બધું આપી દઈ તેનો સેવક થઈને રહું. પણ ત્યાં કોણ બચાવે પણ એકવાર સંત સમાગમે નવકાર મંત્ર સાંભળેલ તે યાદ આવતાં બોલવાથી સિંહ, સાપ વગેરે જતાં રહે છે પછી મુનિનો સમાગમ કરે છે. તેથી તે પણ Page #325 -------------------------------------------------------------------------- ________________ (૨૬) ક્રિયા ૩૦૧ જૈનધર્મી બની જાય છે. ઘર્મ જ જગતમાં એક રક્ષક છે. બીજાં કોઈ જીવની રક્ષા કરનાર નથી. /૧ળા ખાન, પાન, વસ્ત્રાદિમાં રે ખામી ન રાખે ખાસ રે-ગુરુજીને વંદીએ રે. શરીર શણગારે ઘણું રે ચણે નવા આવાસ રે,-ગુરુજીને વંદીએ રે. ૧૮ અર્થ - આવા નાસ્તિક લોકો ખાન, પાન, વસ્ત્રાદિ પહેરવામાં કોઈ ખામી રાખતા નથી અને શરીરના ખૂબ શણગાર કરે છે તથા રહેવા માટે નવા નવા મકાન ચણ્યા કરે છે. ||૧૮ના સંશોભિત સામાનથી રે કળા-રસિક ગણાય રે-ગુરુજીને વંદીએ રે. સુંદર સ્ત્રી-પરિવારથી રે મોજ અનેક મણાય રે-ગુરુજીને વંદીએ રે. ૧૯ અર્થ - તેવા લોકો અનેક પૌગલિક સુશોભિત વસ્તુઓ ભેગી કરે છે. જેથી તે લોકોની દ્રષ્ટિમાં કળા રસિક ગણાય છે. સુંદર સ્ત્રી કે પરિવાર હોય તો જ અનેક પ્રકારની મોજ માણી શકાય એમ તેમની માન્યતા હોય છે. ||૧૯ાા રોશની, નાટક, નૃત્યમાં રે ખર્ચ કરી ખુશ થાય રે-ગુરુજીને વંદીએ રે. કામ ભોગ અર્થે જીંવે રે તે પરમાર્થ મનાય રે-ગુરુજીને વંદીએ રે. ૨૦ અર્થ – ઘરમાં અનેક પ્રકારની રોશની બનાવીને કે નાટક, સિનેમા, નૃત્ય વગેરે જોવામાં પૈસાનો ખર્ચ કરીને ખુશી થાય છે તથા કામ ભોગ અર્થે તેઓ માત્ર જીવન જીવે છે અને તેને જ જીવનમાં પરમાર્થ અર્થાત્ પરમ પ્રયોજનરૂપ તત્ત્વ માને છે. ૨૦ના. અણસમજું એવું લવે રે: “એ જ ખરા છે દેવ રે-ગુરુજીને વંદીએ રે. એના આઘારે જીંવતા રે બહુ જીવો કરી સેવ રે-ગુરુજીને વંદીએ રે. ૨૧ અર્થ :- તેમાં વળી અજ્ઞાની અણસમજા જીવો તો એવી લવારી કર્યા કરે છે કે પૃથ્વી પર આ રાજા, મંત્રી કે શેઠ વગેરે તો દેવ જેવા છે. એના આઘારે ઘણા જીવો એમની સેવા કરીને જીવન જીવે છે. ર૧ાા આર્ય જનો એવું વદે રે, “પાપજીંવી એ જીવ રે-ગુરુજીને વંદીએ રે. આત્મવિચાર કરે નહીં રે પરમાં લીન અતીવ રે-ગુરુજીને વંદીએ રે. ૨૨ અર્થ - પણ આર્યપુરુષો એવું કહે છે કે એ બઘા પાપ વડે જીવનારા જીવો છે. તેઓ આત્મવિચાર કરતા નથી પણ પર એવા ભૌતિક પદાર્થોમાં જ અતીવ એટલે અત્યંત લીન બનીને પોતાનું અમૂલ્ય જીવન નિરર્થક ગુમાવી દે છે. રરા ભવ ભમતાં થાક્યો નહીં રે કરે અથર્મ-ઉપાય રે-ગુરુજીંને વંદીએ રે ભૂંડા મોતે મરી જશે રે નરકે એ અસહાય રે-ગુરુજીને વંદીએ રે. ૨૩ અર્થ – ચારગતિરૂપ સંસારમાં ભમતાં હજી આ જીવ થાક્યો નથી. તેથી હજુ અઘર્મ એટલે પાપ વઘવાના જ ઉપાયો કર્યા કરે છે. એવા જીવો ભૂંડા મોતે મરી જઈ નરકમાં જઈ પડશે. ત્યાં તેમની સહાય કરનાર કોણ છે? ારકા ગૃહસ્થો, ત્યાગી ઘણા રે ઇચ્છે એવાં સુખ રે-ગુરુજીને વંદીએ રે. તૃષ્ણારૂપ દીવે પડે રે પતંગ સમ ભેલી દુઃખ રે-ગુરુજીને વંદીએ રે. ૨૪ અર્થ - સંસારમાં આ કાળમાં ગૃહસ્થો કે ત્યાગી સાધુઓ પણ એવા ઘણા છે કે જે અજ્ઞાનવશ Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧ એવા ભૌતિક સુખની ઇચ્છા કરે છે. તે જીવો તૃષ્ણારૂપી દીપકમાં પડી જઈ પતંગની જેમ ભસ્મ થઈ જશે. પતંગને દીવામાં પડતા ભાન નથી કે હું બળી મરીશ. તેમ અજ્ઞાની જીવોને વિષયોમાં પડતા ભાન નથી કે તેના ફળમાં હું કેવા ભયંકર ચારગતિના દુઃખોને પામીશ. ।।૨૪।। ક્રિયાસ્થાન અધર્મ આ ૨ે માન અશુદ્ધ અનાર્ય રે-ગુરુજીને વંદીએ રે. અન્યાયે એ ટકી રહ્યું રે ચુકાય મુક્તિ-કાર્ય રે-ગુરુજીને વંદીએ ૨. ૨૫ અર્થ :— ઉપર કહ્યા તે બધા ક્રિયાના સ્થાનકો અધર્મના છે. તેને તું અશુદ્ધ અને અનાર્ય જીવોના કૃત્યો માન. જેમ મિથ્યાત્વના આઘારે સત્તર પાપો ટકી રહ્યા છે તેમ અન્યાય વડે આ અધર્મ ક્રિયાઓ ટકી રહી છે. જેથી મુક્તિ પ્રાપ્ત કરવાનું ઉત્તમ કાર્ય તે ચુકાઈ જાય છે. ।।૨૫।। સદા અપૂર્ણ, અયોગ્ય એ રે અસંયમે ભરપૂર રે-ગુરુજીને વંદીએ રે. મિથ્યા માન્ત ન ઇચ્છતા ૨ે સજ્જન ખસતા દૂર રે-ગુરુજીને વંદીએ ૨. ૨૬ અર્થ :— ઉપર કહેલ અધર્મના કાર્યો સદા તૃષ્ણાને લીધે અપૂર્ણ રહે છે, તથા આત્માર્થ માટે સાવ અયોગ્ય છે, તેમજ અસંયમથી એટલે કુચરિત્રથી સદા ભરપૂર છે. માટે તેને ખોટા માની સજ્જન પુરુષો કદી ઇચ્છતા નથી; પણ તેથી સદા દૂર ખસતા રહે છે, અર્થાત્ તેવા કાર્યોથી સદા ડરતા રહે છે. ।।૨૬।। ક્રિયા સ્થાનક ઘર્મરૂપ રે કહ્યું આર્ય, અનુકૂળ રે-ગુરુજીને વંદીએ રે. ક્ષયકારક સૌ દુઃખનું રે શુદ્ધ તત્ત્વનું મૂળ રે-ગુરુજીને વંદીએ રે. ૨૭ અર્થ :— ધર્મ ક્રિયા સ્થાનક – હવે સર્વ દુઃખને હરનાર એવા મુનિધર્મ ક્રિયાના સ્થાનકોનું વર્ણન કરે છે :– આર્ય પુરુષોને અનુકૂળ એવા ઘર્મરૂપ ક્રિયાસ્થાનકોને હવે જણાવું છું. જે સર્વ દુઃખને ક્ષય કરનાર છે તથા જે શુદ્ધ આત્મતત્ત્વ પ્રાપ્તિનું મૂળ છે. ા૨ા માનનીય કુળના જીવો રે, સમજું, ગર્ભ-શ્રીમંત રે-ગુરુજીને વંદીએ રે. ભવદુખથી ત્રાસી ગ્રહે રે સદ્ગુરુશરણ મહંત રે-ગુરુજીને વંદીએ રે. ૨૮ અર્થ જે માનનીય એટલે આદર કરવા યોગ્ય એવા ઉત્તમકુળના સમા જીવો શાલિભદ્ર, ઘનાભદ્ર કે જંબુસ્વામી વગેરે ગર્ભથી શ્રીમંત હોવા છતાં સંસારના ત્રિવિધતાપના દુઃખોથી ત્રાસી મહાન એવા શ્રી સદ્ગુરુના શરણને સ્વીકારે છે. ‘“જો ભવવાસ વિષે સુખ હોતો, તીર્થંકર ક્યું ત્યાગે; કાહે કો શિવ સાથન કરતે, સંયમ સૌ અનુરાગે.’’।।૨૮।। શાશ્વત સત્ક્રાંતિ ચહી રે ભીંખથી કરી નિર્વાહ રે-ગુરુજીને વંદીએ રે. સત્ય સનાતન ધર્મનો રે ગ્રહે સુગુરુથી રાહ રે-ગુરુજીને વંદીએ ૨. ૨૯ અર્થ – જે શાશ્વત આત્માની સત્ક્રાંતિને ઇચ્છી, તે મેળવવા માટે સર્વ ભૌતિક અનુકૂળતાનો ત્યાગ કરી, ભિક્ષા મેળવીને પોતાનો નિર્વાહ કરે છે તથા સત્ય સનાતન એટલે શાશ્વત આત્મસ્વભાવરૂપધર્મ પામવાના માર્ગને સદ્ગુરુ દ્વારા જાણી ગ્રહણ કરે છે. ।।૨૯।। સર્વ શક્તિએ આચરે રે તō સૌ પાપસ્થાન રે-ગુરુજીને વંદીએ રે. સત્ સાધન સંપન્ન તે રે બને સિદ્ધ ભગવાન રે-ગુરુજીને વંદીએ રે. ૩૦ Page #327 -------------------------------------------------------------------------- ________________ (૨૬) ક્રિયા ૩૦ ૩ અર્થ - તે મહાત્માઓ પોતાની સર્વ શક્તિએ અઢાર પા૫ સ્થાનકને તજી સઘર્મને આચરે છે. એમ સર્વ આત્મસાધનથી સંપન્ન થઈ પંચ મહાવ્રત પાળી, શ્રેણિ માંડી, અંતે સિદ્ધ ભગવાન બને છે. ૩૦ના વિચરે છે એ માર્ગમાં રે મહાપુરુષ બળવંત રે-ગુરુજીને વંદીએ રે. મોહરહિત, નિગ્રંથ તે રે અમલ કમલ સમ સંત રે-ગુરુજીને વંદીએ રે. ૩૧ અર્થ - એ બળવાન મહાપુરુષો સદા મોક્ષમાર્ગમાં વિચરે છે. તે મોહરહિત નિગ્રંથ પુરુષો છે. જળમાં રહેલા કમળ સમાન ગમે તેવી સ્થિતિમાં રહેવા છતાં પણ અલિત એવા તે સંત પુરુષો છે |૩૧ાા ઇચ્છા-મમતાને તજી રે આજ્ઞાએ ઑવનાર રે-ગુરુજીને વંદીએ રે. - હિંસા સર્વ પ્રકારની રે જ્ઞાન-ઘાત કરનાર રે-ગુરુજીને વંદીએ રે. ૩૨ અર્થ :- સર્વ પ્રકારની ઇચ્છાઓ કે મમતાભાવને તજી દઈ જે ભગવંતની આજ્ઞાનુસાર જીવન જીવનાર છે. તથા જે છ કાયરૂપ દ્રવ્યહિંસા અને આત્માના પરિણામોમાં રાગદ્વેષ વડે થતી ભાવ હિંસાને, આત્માના મુખ્ય જ્ઞાનગુણને ઘાતનાર જાણી તેને સર્વ પ્રકારે તજી દે છે. “દ્રવ્યથકી છ કાયને, ન હણે જેહ લગાર; પ્રભુજી ભાવદયા પરિણામનો, એહી જ છે વ્યવહાર. પ્રભુજી બાહુ નિણંદ દયામયી.” ||૩૨ાા “તઓં પાપો ઍવતાં લગી રે સાવઘાન નિશદિન રે-ગુરુજીને વંદીએ રે. ક્લેશકારી નહિ કોઈને રે વા સમ બંઘનહીન રે-ગુરુજીને વંદીએ રે. ૩૩ અર્થ :- એ મહાત્માઓ જીવનભર આવા સર્વ પાપોને તજી દઈ પાંચ સમિતિ અને ત્રણ ગુતિને પાળી નિશદિન સાવઘાન ઉપયોગે રહે છે. એવા મહાત્મા પુરુષોનું વર્તન કોઈને પણ ક્લેશકારી હોતું નથી. વા એટલે વાયુને કોઈ બાંધી શકે નહીં તેમ એ મહાત્માઓને પણ નવીન કમોં બાંધી શકવા સમર્થ નથી, તેથી બંઘનહીન થઈ તે સદા ઉદયાથીન વિહાર કરે છે. ૩૩ પૃથ્વી સમ સઘળું ખમે રે તપ-તેજે દીપંત રે-ગુરુજીને વંદીએ રે. શશી સમ શાંતિ વર્ષતા રે નભ સમ નિરાલંબ રે-ગુરુજીને વંદીએ રે. ૩૪ અર્થ - તે મહાત્માઓ પૃથ્વીની જેમ આવેલ સર્વ દુઃખોને સમભાવે સહન કરે છે તથા તરૂપી તેજથી સદા દેદીપ્યમાન રહે છે. ચંદ્રમા સમાન શીતળ શાંતિના જે વર્ષાવનાર છે. તેમજ નભ એટલે આકાશ સમાન સદા નિરાલંબ છે અર્થાતુ સ્વાવલંબી છે. ૩૪ અપીટ્ય સિંહ સમા સદા રે અબદ્ધ પંપ્ન સમાન રે-ગુરુજીને વંદીએ રે. કુર્મ-અંગ સમ ઇંદ્રિયો રે વશ રાખે, તડેં માન રે-ગુરુજીને વંદીએ રે. ૩૫ અર્થ :- જે સદા અપીડ્ય સિંહ જેવા છે. અપીડ્ય એટલે સિંહને દેખતાં જ શિયાળ ખાઘેલા માંસને તત્કાળ બહાર ઓકી કાઢે છે, તેમ શિષ્ય પણ પોતાના દોષને આવા આચાર્ય પાસે તત્કાળ ઓકી કાઢે છે તથા પક્ષી સમાન સદા અબદ્ધ છે અર્થાત પક્ષીને કોઈ પણ દિશા કે ઝાડનો પ્રતિબંધ નથી તેમ આ મહાત્માઓને કોઈ દિશા કે નિવાસ સ્થાનનો પ્રતિબંધ નથી. કર્મ એટલે કાચબો પોતાના અંગોને ઢાલમાં સંકોચી રાખે છે તેમ જે પોતાની ઇન્દ્રિયોને પોતામાં જ સંકોચી વશ રાખે છે છતાં તેનું કંઈ અભિમાન કરતા નથી. રૂપા Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ મેરું સમ નિષ્કપ તે રે નિર્મળ શારદ નીર રે-ગુરુઓંને વંદીએ રે. જાગ્રત જો ભાખંડ સમા રે સાગર સમ ગંભીર રે-ગુરુજીને વંદીએ રે. ૩૬ અર્થ :- જે મેરુ સમાન નિષ્ક્રપ એટલે સ્થિર છે, શરદઋતુના જળ જેવા નિર્મળ છે, ભારંડ પક્ષી સમા જે સદા જાગૃત છે તથા સાગર સમાન જે ગંભીર છે. ૩૬ાા સંયમ-તપ-વાસિત ઉરે રે વિચરે ઉદય-પ્રયોગ રે ગુરુજીને વંદીએ રે. અંતરાય નહિ કોઈની રે દશે દિશાય અરોક રે-ગુરુજીને વંદીએ રે. ૩૭ અર્થ :- જેનું હૃદય સંયમ એટલે ચારિત્ર અને તપ આદરવાની ઇચ્છાથી વાસિત થયેલું છે. જે પોતાના કર્મોદયના આઘારે વિચરે છે. જેને માટે દશેય દિશામાં કોઈ રુકાવટ નથી અર્થાત્ તે દિશાઓમાં વિચરતાં જેને કોઈ અંતરાય કરનાર નથી. [૩શા શરીર કસે ઉપવાસથી રે લે ભિક્ષા નિર્દોષ રે-ગુરુજીને વંદીએ રે. શરીર પર મમતા નહીં રે ઘરે સદા સંતોષ રે-ગુરુજીને વંદીએ રે. ૩૮ અર્થ - જે પોતાના શરીરને ઉપવાસ કરીને કસે છે. જરૂર પડ્યે નિર્દોષ ભિક્ષા લે છે. શરીર ઉપર પણ જેને મમતાભાવ નથી. જે સદા સંતોષભાવ ઘારણ કરીને જીવે છે. [૩૮ ધ્યાન ઘરે સ્થિર આસને રે નિયમિત વર્તન સર્વ રે-ગુરુજીને વંદીએ રે. વસ્ત્રરહિત પરવા નહીં રે નહિ લબ્ધિનો ગર્વ રે-ગુરુજીને વંદીએ રે. ૩૯ અર્થ - સ્થિર આસન લગાવી જે ધ્યાન ઘરે છે. જેનું સર્વ વર્તન નિયમિત છે. વસ્ત્રરહિત હોવા છતાં જેને કોઈ પરવસ્તની પરવા નથી. લબ્ધિઓ પણ જેને પ્રાપ્ત છે છતાં વિષ્ણકુમારની જેમ કિંચિત ગર્વ નથી. ૩૯ો. સપુરુષાર્થે મુનિપણું રે જીવનભર પાબંત રે-ગુરુજીને વંદીએ રે. પરિષહ સંકટ-કાળમાં રે સહુ આહાર તર્જત રે-ગુરુજીને વંદીએ રે. ૪૦ અર્થ - સપુરુષાર્થ કરીને જીવનપર્યત મુનિપણાને પાળે છે. દેવ, મનુષ્ય કે તિર્યંચ કૃત પરિષહમાં કે ઘોર જંગલમાં વાઘ સિંહાદિના સંકટ સમયે જે ચારે પ્રકારના આહારને ત્યાગે છે અથવા સાગાર પચ્ચખાણ લે છે. ૪૦ના જે માટે ઘર નગ્નતા રે કેશ ઉપાડે આપ રે-ગુરુજીને વંદીએ રે. દાતણ, જોડા, સ્નાન તજી રે છત્રી તર્જી સહે તાપ રે-ગુરુજીને વંદીએ રે. ૪૧ અર્થ - આત્મસમાધિ અર્થે જેણે નગ્નતાને ઘારણ કરી છે કેશલોચ કરે છે. દાતણ કરવું, જોડા પહેરવા કે સ્નાન કરવું જેણે તજી દીધું છે, તથા છત્રીને તજી દઈ ગમે તેવા તાપને પણ જે સહન કરે છે. “નગ્નભાવ, મુંડભાવ સહ અજ્ઞાનતા, અદંતથોવન આદિ પરમ પ્રસિદ્ધ જો; કેશ રોમ નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો. અપૂર્વ” ||૪૧ બ્રહ્મચર્ય ઍવતાં લગી રે પર-ઘર ભિક્ષાહાર રે-ગુરુજીને વંદીએ રે. ભેમિ શય્યા કે પાટ પર રે સૂતાંય આત્મવિચાર રે-ગુરુજીને વંદીએ રે. ૪૨ અર્થ :- જે જીવતા સુથી બ્રહ્મચર્યવ્રતને પાળે છે. પરઘરથી ભિક્ષા લઈને આહાર કરે છે. જે ભૂમિ Page #329 -------------------------------------------------------------------------- ________________ (૨૬) ક્રિયા ૩ ૦ ૫ ઉપર કે પાટ ઉપર શયન કરે છે. તથા સૂતા સૂતા પણ જે આત્મવિચારમાં નિમગ્ન રહે છે. //૪રા નિંદા સ્તુતિ પણ ના ગણે રે સહે અવજ્ઞા, માર રે-ગુરુજીને વંદીએ રે. અનુક્રૂળ-પ્રતિÉળતા નહીં રે સમતા ઘરે અપાર રે-ગુરુજીને વંદીએ રે. ૪૩ અર્થ :- જે પોતાની કોઈ નિંદા કરે કે સ્તુતિ કરે, અથવા અવજ્ઞા એટલે તિરસ્કાર કરે કે મારે તો પણ તેને અનુકૂળ પ્રતિકૂળ ન માનતા અપાર સમતાને ઘારણ કરીને જે જીવે છે. II૪૩ાા તે વસ્તુ ચિત્તે ઘરે રે આરાઘના-ઉપાય રે-ગુરુજીને વંદીએ રે. અનંત અવ્યાબાઇ સુખ રે કેવળજ્ઞાને થાય રે-ગુરુજીને વંદીએ રે. ૪૪ અર્થ - આત્મવિચારને કે સમતાભાવને જે ચિત્તમાં હમેશાં ઘારણ કરીને રાખે છે, તેને જ આરાઘનાનો સાચો ઉપાય જાણે છે. તેના ફળસ્વરૂપ કાળાંતરે તેમને કેવળજ્ઞાન પ્રગટ થતાં અનંત અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે. I૪૪ નિરાવરણ પરિપૂર્ણ તે રે સર્વોત્તમ સંપૂર્ણ રે-ગુરુજીને વંદીએ રે. છેલ્લા શ્વાસે ઊપજે રે કર્મ કરે સૌ ચૂર્ણરે-ગુરુજીને વંદીએ રે. ૪૫ અર્થ – સંપૂર્ણ નિરાવરણ, પરિપૂર્ણ તથા સર્વોત્તમ સંપૂર્ણદશા તો છેલ્લા શ્વાસે ઉત્પન્ન થાય છે, કે જ્યાં સર્વ કર્મનું ચૂર્ણ થાય છે, અર્થાત્ અંત સમયે ચુપરતક્રિયાનિવૃતિ નામનો શુક્લધ્યાનનો ચોથો ભેદ પ્રગટ થઈ, શૈલેશીકરણ અવસ્થા પ્રાપ્ત થઈને સર્વ કર્મોને ચૂરી નાખે છે. ૪પા સિદ્ધ બુદ્ધ ને મુક્ત તે રે લહે સદા નિર્વાણ રે-ગુરુજીને વંદીએ રે. આત્યંતિક સૌ દુઃખનો રે મોક્ષ વિષે ક્ષય જાણ રે ગુરુજીને વંદીએ રે. ૪૬ અર્થ - ત્યારબાદ તે આત્મા સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ હમેશાં મોક્ષ સ્થાનમાં જ નિવાસ કરે છે મોક્ષમાં તો સર્વદા સર્વ પ્રકારના દુઃખનો આત્યંતિક એટલે સંપૂર્ણપણે ક્ષય જ છે એમ તું જાણ. ૪૬ાા. ક્રિયાસ્થાન શોભાવતા રે એવા શ્રી ભગવંત રે-ગુરુજીને વંદીએ રે. તે જ ભવે શિવ કો લહે રે, અલ્પ ભવે કો સંત રે-ગુરુજીને વંદીએ રે. ૪૭ અર્થ :- ઉપર જણાવેલ ઘર્મરૂપ ક્રિયાસ્થાનકને શોભાવતા ભગવાન તે જ ભવે મોક્ષને પામે છે અથવા કોઈ સંતપુરુષો એક બે ભવ કરીને મુક્તિ મેળવે છે. II૪ળા ક્રિયાસ્થાન જે મિશ્ર છે રે તે પણ આર્ય, વિશુદ્ધ રે-ગુરુઓંને વંદીએ રે. પરંપરાએ મોક્ષનું રે કારણ, બોલે બુદ્ધ રે-ગુરુજીને વંદીએ રે. ૪૮ અર્થ :- મિશ્ર ક્રિયા સ્થાનક – હવે મિશ્ર ક્રિયાનું વર્ણન કરે છે, કે જે મુખ્યત્વે શ્રાવક અથવા મુમુક્ષુ દ્વારા કરવામાં આવે છે. મિશ્ર ક્રિયાના સ્થાનક જે આર્યપુરુષો આચરે છે, તે પણ વિશેષ શુભ છે. જે પરંપરાએ એટલે આગળ ઉપર મોક્ષના કારણ બને છે, એમ બુદ્ધ એટલે જ્ઞાની પુરુષો કહે છે. ૪૮ાા અલ્પ આરંભ આદરે રે અલ્પ પરિગ્રહવંત રે-ગુરુજીને વંદીએ રે. ન્યાયયુક્ત આજીવિકા રે પ્રાપ્ત કરે વ્રતવંત રે-ગુરુજીને વંદીએ રે. ૪૯ અર્થ :- હવે ખરા શ્રાવક છે તે અલ્પ આરંભ એટલે છ કાય જીવોની હિંસા ઓછી થાય તેમ પ્રવર્તે Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ છે તથા પરિગ્રહ પણ જરૂર પૂરતો અલ્પ જ રાખે છે. તેમજ વ્રતધારી એવા તે શ્રાવક ન્યાયનીતિપૂર્વક આજીવિકાને મેળવે છે. //૪૯ો. સુશીલ શ્રમણ ઉપાસતાં રે સુણે સંત-ઉપદેશ રે-ગુરુજીને વંદીએ રે. જીવ-અજીવને ઓળખે રે ઘરે ન શંકા લેશ રે-ગુરુજીને વંદીએ રે. ૫૦ અર્થ - સુશીલ એટલે સદાચારી શ્રાવક, આત્મજ્ઞાની એવા શ્રમણ એટલે સાધુ ભગવંતની ઉપાસના કરે છે તથા પુરુષોના ઉપદેશને સાંભળે છે. ઉપદેશ સાંભળીને જીવતત્ત્વ અને અજીવ તત્ત્વની ઓળખાણ કરે છે. તેની શ્રદ્ધા કરે છે, અર્થાત્ સાત તત્ત્વ, નવ પદાર્થ, છ દ્રવ્ય, કે છ પદની શ્રદ્ધા કરે છે. પણ તેમાં લેશ પણ શંકા કરતા નથી. પા પુણ્ય-પાપ પિછાનતા રે વળી સુખદુઃખસ્વરૂપ રે-ગુરુજીને વંદીએ રે. આસ્રવ, સંવર સમજતા રે કર્મબંઘના રૂપ રે-ગુરુજીને વંદીએ રે. ૫૧ અર્થ - જે પુણ્યપાપના ફળ સુખદુઃખ આવે છે તેને બરાબર સમજે છે. તેમજ આસ્રવ તત્ત્વ કર્મબંઘનું કારણ છે અને સંવર તત્ત્વ કર્મને આવતા રોકવાનું કારણ છે એમ જે જાણે છે. પલા ખડ્ઝ, મુશળ, છરી આદિ જે રે ક્રિયા અધિકરણો ય રે-ગુરુજીને વંદીએ રે. કર્મબંઘના સાઘનો રે જાણ કરે નિયમો ય રે-ગુરુજીને વંદીએ રે. પર અર્થ:- ખજ્ઞ એટલે તરવાર, મુશળ એટલે સાંબેલું, છરી એટલે ચપ્પ વગેરે બીજાને આપવાથી તેની અઘિકરણક્રિયા લાગે છે. માટે કર્મબંઘના સાધનો જાણી બીજાને ન આપવાનો નિયમ કરે છે. પરા વળી નિર્જરા કારણે રે શુભક્રિયા સ્વાધ્યાય રે–ગુરુજીને વંદીએ રે. સગુરુ-આજ્ઞાએ કરે રે ધ્યાનાદિક ઉપાય રે-ગુરુજીને વંદીએ રે. પ૩ અર્થ - વળી કમોંની નિર્જરા કરવા માટે જે સગુરુ આજ્ઞાએ ભક્તિ, પૂજા, જપ, તપ, સામાયિક, પ્રતિક્રમણ, આલોચનાદિ શુભક્રિયાઓ કરે છે, સ્વાધ્યાય કરે છે, જેથી અશુભ કર્મો આવતાં રોકાય છે. તથા સદ્ગુરુ આજ્ઞાથી આત્માર્થના લક્ષે ધ્યાન, કાયોત્સર્ગ આદિની ક્રિયાને પણ જે આચરે છે. પિતા સ્વરૂપ સમજે મોક્ષનું રે નિઃસ્પૃહીં ને અસહાય રે-ગુરુજીને વંદીએ રે. દેવાદિકથી નહિ ચળે રે સશ્રદ્ધાથી જરાય રે-ગુરુજીને વંદીએ રે. ૫૪ અર્થ - જે સર્વ કર્મનો નાશ કરી પોતાના આત્માની શુદ્ધિ કરવી તેનું નામ મોક્ષ છે એમ જાણી નિઃસ્પૃહી અને અસહાય એટલે સ્વાવલંબી બને છે. દેવ, મનુષ્ય કે તિર્યંચ આદિના ઉપસર્ગ થયે પણ જે સતુશ્રદ્ધાથી કિંચિત્ પણ ચલાયમાન થતા નથી. કામદેવ શ્રાવકનું દ્રષ્ટાંત - કામદેવ શ્રાવક ભગવાન મહાવીરનો શિષ્ય હતો. એકવાર ઇન્દ્ર તેની ઘર્મ અચળતાની પ્રશંસા કરી. તેથી એક દેવ તેમની પરીક્ષા કરવા આવ્યો. અનેક પ્રકારના પરિષહ ઉપસર્ગ કર્યા. છતાં તે ચલાયમાન થયો નહીં. તેથી ક્ષમાવીને સ્વસ્થાનકે ગયો. “કામદેવ શ્રાવકની ઘર્મદ્રઢતા આપણને શો બોઘ કરે છે તે કહ્યા વગર પણ સમજાયું હશે. એમાંથી તત્ત્વવિચાર એ લેવાનો છે કે, નિગ્રંથપ્રવચનમાં પ્રવેશ કરીને દ્રઢ રહેવું. કાયોત્સર્ગ ઇત્યાદિક જે ધ્યાન ઘરવાનાં છે તે જેમ બને તેમ એકાગ્ર ચિત્તથી અને દ્રઢતાથી નિર્દોષ કરવાં.' ચળવિચળ ભાવથી કાયોત્સર્ગ બહુ દોષયુક્ત થાય છે. “પાઈને માટે ઘર્મશાખ કાઢનારા ઘર્મમાં દ્રઢતા ક્યાંથી રાખે? અને રાખે તો કેવી Page #331 -------------------------------------------------------------------------- ________________ (૨૬) ક્રિયા ૩ ૦ ૭ રાખે!” એ વિચારતાં ખેદ થાય છે.” (વ.પૃ.૭૩) //પ૪ો પ્રવચન સૌ વિતરાગનાં રે માને તે નિઃશંક રે-ગુરુજીને વંદીએ રે. સમકિત-ઔષધિ-વાસના રે ઊતરી હાડ પર્યત રે-ગુરુજીને વંદીએ રે. ૧૬ અર્થ - જે વીતરાગના પ્રકૃષ્ટ વચનોને નિશંકપણે માને છે. મિથ્યાત્વરૂપ રોગનું ઔષઘ સમકિત છે, એવી વાસના જેને હાડોહાડ ઊતરી ગઈ છે. પપા. આત્મઘર્મ વિણ અન્યને રે ઇચ્છે નહીં સુજાણ રે-ગુરુજીને વંદીએ રે. ઘર્માત્મા કે થર્મફળ રે આત્મહિતની ખાણ રે-ગુરુજીને વંદીએ રે. પ૭ અર્થ - એવા સમ્યગ્દષ્ટિજીવ આત્મઘર્મ સિવાય જગતના કોઈપણ પદાર્થને ઇચ્છતા નથી, માત્ર ઘર્માત્માપુરુષના સંગને કે ઘર્મના ફળને જે આત્મહિતની ખાણ માને છે. //પકા ગણી, ઘરે ના અણગમો રે પામ્યા છે પરમાર્થ રેગુરુજીને વંદીએ રે. સંશય પૂછી સૂત્રના રે અવઘાર્યા છે અર્થ રે-ગુરુજીને વંદીએ રે. પ૭ અર્થ - જેને ઘર્મના સાઘન કરવામાં અણગમો આવતો નથી. જે આત્માને હિતરૂપ એવા વાસ્તવિક પરમાર્થને સમજ્યા છે. જેણે સૂત્રમાં થતી શંકાઓના અર્થ સારી રીતે પૂછીને અવઘાર્યા છે. //પલા નિશ્ચિત અર્થ ન ભૂલતા રે કહે ઘર્મની વાત રે :- ગુરુજીને વંદીએ રે. “અહો! ભાઈ, નિગ્રંથનાં રે પ્રવચન જે સિદ્ધાંત રે-ગુરુજીને વંદીએ રે. ૫૮ અર્થ - ભગવંતે નિશ્ચિત કરેલા અર્થને જે ભુલતા નથી અને બીજાને પણ ઘર્મની વાત કરે છે કે અહો ! ભાઈ નિગ્રંથ પુરુષોના પ્રવચન છે તે તો અનુભવથી સિદ્ધ થયેલા સિદ્ધાંતો છે. તેમાં કદી પૂર્વાપર વિરોઘ આવે નહીં. તે તો ભગવાનની અવિરોઘ વાણી છે. ૫૮ આત્મ-વિચાર ઉગાડતાં રે સરસ્વતી સાક્ષાત રે-ગુરુજીને વંદીએ રે.. અજ્ઞાનીની વાણી તો રે જડ વાણીની જાત રે-ગુરુજીને વંદીએ રે. ૧૯ અર્થ - ભગવાનની પૂર્વાપર અવિરોઘ વાણી આત્મવિચારને જન્મ આપવા સમર્થ છે. તે તો સાક્ષાત્ સરસ્વતી છે. જ્યારે અજ્ઞાનીની વાણી તો અનુભવ વગરની હોવાથી જડ જેવી છે. તે આત્મવિચાર ઉત્પન્ન કરવા સમર્થ નથી. એમ જે માને છે તે જ સાચા શ્રાવક છે. પલા પુત્રાદિ ઘન ઘાવ સો રે અનર્થકારી જાણ રે-ગુરુજીને વંદીએ રે. અસાર આ સંસારનું રે વઘવાપણું પ્રમાણ રે-ગુરુજીને વંદીએ રે. ૬૦ અર્થ - વળી શ્રાવક પોતાના મનમાં જ્ઞાની પુરુષનો બોઘ પરિણામ પામવાથી એમ વિચારે છે કે પુત્ર, સ્ત્રી, ઘન, ઘાન્યાદિ એ સૌ આત્માને અનર્થ કરનાર છે. આત્મગુણોની ઘાત કરનાર છે. જેથી માત્ર અસાર એવો આ સંસાર જ વધે છે. “લક્ષ્મી અને અધિકાર વઘતાં, શું વધ્યું તે તો કહો? શું કુટુંબ કે પરિવારથી વઘવાપણું, એ નય ગ્રહો; વઘવાપણું સંસારનું નર દેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો! એક પળ તમને હવો!!!” (વ.પૃ.૧૦૭) //૬૦ના Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩ ૦૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ એવી વાત કરે સદા રે નિગ્રંથો પર રાગ રે-ગુરુઓંને વંદીએ રે નિર્મળ, હૃદય સ્ફટિક સમ રે દાનવીર શો ત્યાગ રે-ગુરુજીને વંદીએ રે. ૬૧ અર્થ :- જે ઉપરોક્ત વૈરાગ્યની વાત સદા કરે છે. જેને નિગ્રંથ એવા જ્ઞાની પુરુષો ઉપર રાગ છેપ્રેમ છે-ભક્તિ છે, જેનું હૃદય સ્ફટિક સમાન નિર્મળ છે. “નિર્મળ અંતઃકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે.” -શ્રીમદ્ રાજચંદ્ર જેના હૃદયમાં સ્ફટિક જેવી નિર્મળતા હોવાથી અલ્પ પણ દોષ પુણિયા શ્રાવકની જેમ જણાઈ આવે છે. તથા જેમાં દાનવીર જેવો સાચો ત્યાગ છે. ભોજરાજા દાન આપવામાં અતિ ઉદાર હતા. તેમ જેને પરપદાર્થ પ્રત્યે મમતાભાવ નથી તેને તે તે વસ્તુઓને ત્યાગતા દુઃખ લાગતું નથી. ૬૧ના મુનીન્દ્ર-દર્શન-લાભથી રે નિર્ભયતા ય અપાર રે-ગુરુજીને વંદીએ રે. ઉઘાડે છોગે ફરે રે, નિરર્ગલ ગૃહ-ધાર રે-ગુરુજીને વંદીએ રે. ૬૨ અર્થ - જેને મુનિઓમાં ઇન્દ્ર જેવા જ્ઞાનીપુરુષોના દર્શન સમાગમ વડે બોઘનો લાભ મળતા અપાર નિર્ભયતા આવી ગઈ છે. જે લોકનો ભય મૂકી દઈ ઉઘાડે છોગે ભક્ત બની ફર્યા કરે છે. તેમજ પરિગ્રહ પણ અલ્પમાત્ર નજીવો રાખવાથી જે નિશ્ચિતપણે ઘરના દ્વારને પણ નિરર્ગલ એટલે આગલો બંદ કર્યા વગર જ રાખે છે. કરા. રાણીવાસ સમ પર ઘરે રે પ્રવેશ-ભાવ ન હોય રે-ગુરુજીને વંદીએ રે. પર્વ-દિનોમાં મુનિ સમી રે ચર્યા શીખતો સોય રે-ગુરુજીને વંદીએ રે. ૬૩ અર્થ - રાણીવાસના મહેલ સમાન પરઘરને જાણી જેના અંતરમાં કોઈના ઘરે પ્રવેશ કરવાનો ભાવ નથી. તેમજ આઠમ ચૌદસ કે પર્યુષણાદિ પર્વ દિવસોમાં જે પ્રોષથોપવાસ કરીને મુનિચર્યાનો અભ્યાસ કરે છે. ૬૩ાા. ઔષથ, ઉપકરણો તથા રે આહાર-પાણી દેય રે-ગુરુજીને વંદીએ રે. વિહાર-ઉદ્યમી સાથુને રે સેવી લ્હાવો લેય રે-ગુરુજીને વંદીએ રે. ૬૪ અર્થ :- જે આત્મજ્ઞાની મુનિ મહાત્માઓને નિર્દોષ ઔષઘ જીવાનન્દ વૈદ્યની સમાન આપે છે. તથા ઉપકરણો અને આહાર-પાણી પણ ભાવથી આપે છે. તેમજ વિહાર કરવામાં ઉદ્યમી એવા સાધુપુરુષોની સેવા કરીને જે જીવનનો લ્હાવો લે છે. ૬૪ શ્રમણ-ઉપાસક ભાવથી રે પાળી વ્રત, તપ, શીલ રે-ગુરુજીને વંદીએ રે. જિંદગીભર સત્ સાઘતાં રે સમાધિમરણે દિલ રે-ગુરુજીને વંદીએ રે. ૬૫ અર્થ :- શ્રમણ એટલે આત્મજ્ઞાની મુનિ મહાત્માના ઉપાસક એવા શ્રાવક, ભાવથી વ્રત, તપ, શીલને પાળે છે. તથા જીવનભર સતુ એટલે આત્માની આરાધના કરતાં હૃદયમાં સમાધિમરણ કરવાની ભાવના રાખે છે. II૬પાા આફત, અસાધ્ય રોગમાં રે વસરે નહિ આત્માર્થ રે-ગુરુજીને વંદીએ રે. કાયા, કષાય સૂકવે રે ત્યાગ-નિયમથી યથાર્થ રે-ગુરુજીને વંદીએ રે. ૬૬ અર્થ - જે કોઈપણ પ્રકારની મુશ્કેલી આવી પડ્યું કે અસાધ્ય એવા રોગમાં પણ આત્માર્થને Page #333 -------------------------------------------------------------------------- ________________ (૨૬) ક્રિયા ૩ ૦૯ ભૂલતા નથી. પણ ક્રમશઃ વસ્તુઓના ત્યાગનો યથાર્થ નિયમ કરીને કાયાને કૃષ કરે છે તેમજ કષાયભાવોને સૂકવે છે. દુકા સમાધિ સહ તર્જી દેહ તેરે બનતા દેવ મહાન રે-ગુરુજીને વંદીએ રે. પછી સુંદર નર ભવ થરી રે મોક્ષે જશે પ્રમાણ રે-ગુરુજીને વંદીએ રે. ૬૭ અર્થ - આમ સમાધિપૂર્વક દેહત્યાગ કરીને જે મોટા વૈમાનિક દેવ બને છે. પછી દેવલોકમાંથી ચ્યવી સુંદર મનુષ્ય અવતાર પામી મોક્ષને સાથે છે. એ વાત પ્રમાણસિદ્ધ છે. ૬થા મંદ પ્રયત્ની હોય તો રે સાત-આઠ ભવ થાય રે-ગુરુજીને વંદીએ રે. ક્રિયા મિશ્ર આવી રીતે રે મોક્ષનિદાન ગણાય રે-ગુરુજીને વંદીએ રે. ૬૮ અર્થ :- કોઈ જીવ મંદ પુરુષાર્થી હોય તો તે સાત-આઠ ભવ કરીને મોક્ષને પામે છે, અર્થાત્ વઘારેમાં વધારે સાત ભવ દેવલોકના અને આઠ ભવ મનુષ્યના ઘારણ કરીને અંતે મુક્તિને મેળવે છે. આવી રીતે શ્રાવકની મિશ્રક્રિયા પણ પરંપરાએ મોક્ષનું કારણ થાય છે. ૬૮ાા બાર ક્રિયાસ્થાનો વિષે રે વર્તન તે જ અઘર્મ રે-ગુરુજીને વંદીએ રે. પાપોથી ના વિરમે રે કેમ છૂટશે કર્મ રે?-ગુરુજીને વંદીએ રે. ૬૯ અર્થ - પ્રથમ જણાવેલ બાર ક્રિયાસ્થાનો વિષેનું વર્ણન તે જ અઘર્મ છે. તે ક્રિયાઓ આ પ્રમાણે છે. (૧) પ્રયોજનભૂત, (૨) અપ્રયોજનભૂત, (૩) હિંસક, (૪) અજ્ઞાનથી, (૫) અવળી સમજણથી, (૬) જૂઠથી, (૭) ચોરીથી, (૮) માઠાભાવથી, (૯) માનથી, (૧૦) ક્રૂરતાથી, (૧૧) માયાથી અને (૧૨) લોભથી જે ક્રિયાઓ થાય છે તે સર્વ અઘર્મ ક્રિયાઓ છે. જે જીવ આવી પાપવાળી ક્રિયાઓથી વિરામ પામશે નહીં, તે જીવ કમથી કેવી રીતે છૂટી શકશે? Iકલા. તે બાળક સમ મૂઢને રે દુર્લભ મુક્તિ જાણ રે-ગુરુજીને વંદીએ રે. ક્રિયાસ્થાનક તેરમું રે સેવી લ્યો નિર્વાણ રે-ગુરુજીને વંદીએ રે. ૭૦ અર્થ:- બાર પ્રકારની પાપવાળી ક્રિયામાં પ્રવર્તતા બાળક જેવા મૂઢ અજ્ઞાની જીવને મુક્તિ પ્રાપ્ત થવી દુર્લભ છે એમ તું જાણ. માટે તેરમું ક્રિયાસ્થાનક સાથે જીવન છે, તેને યથાર્થપણે પાળીને નિર્વાણ એટલે મોક્ષસ્થાનને હે ભવ્યો! તમે મેળવી લ્યો. ૭૦ના સર્વ દુઃખનો ક્ષય કરો રે બનો સિદ્ધ ને બુદ્ધ રે-ગુરુજીને વંદીએ રે. દયા ઘરો નિજ જીવની રે સ્વરૃપ ઓળખો શુદ્ધ રે-ગુરુજીને વંદીએ રે. ૭૧ અર્થ – સદ્ગુરુ ભગવંતની આજ્ઞા આરાઘીને હવે સર્વ પ્રકારના દુઃખનો અંત આણી સિદ્ધ અને બુદ્ધ થાઓ, અર્થાત્ પોતાના મૂળ સિદ્ધ સ્વભાવને પ્રગટ કરી બુદ્ધ એટલે સર્વજ્ઞ બની જાઓ. “શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયજ્યોતિ સુખશામ; -શ્રીમદ્ રાજચંદ્ર હવે પોતાના આત્માની દયાને ઘારણ કરો. ત્રીજી સ્વદયા–આ આત્મા અનાદિકાળથી મિથ્યાત્વથી ગ્રહાયો છે, તત્ત્વ પામતો નથી, જિનાજ્ઞા પાળી શકતો નથી, એમ ચિંતવી ઘર્મમાં પ્રવેશ કરવો તે “સ્વદયા'. (પૃ.૬૪) Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩ ૧ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ તથા પોતાના મૂળ શુદ્ધ સ્વરૂપની ઓળખાણ કરો. “રે!આત્મ તારો!આત્મ તારો!શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો.” શ્રીમદ્ રાજચંદ્ર II૭૧// જન્મમરણ દુઃખો હણો રે કરો પરાક્રમ સાર રે-ગુરુજીને વંદીએ રે. જીવ બચાવો આપણો રે ક્રિયાસ્થાન તજીં બાર રે-ગુરુજીને વંદીએ રે. ૭૨ અર્થ - જન્મમરણના દુઃખોનો નાશ કરવા માટે હવે તમારા પરાક્રમને વાપરો કેમકે એ જ જગતમાં સારરૂપ છે. ઉપર જણાવેલ બાર પ્રકારની પાપમય ક્રિયાનો ત્યાગ કરીને પોતાના આત્માને સંસારના દુઃખરૂપ સમુદ્રમાં પડતા જરૂર બચાવો. એવી સમ્યકુમતિ આપનાર પરમકૃપાળુ સગુરુદેવને મારા વારંવાર વંદન હો. II૭૨ા. જ્ઞાનસહિત સમ્યક્ ક્રિયાને આચરવા માટે જ્ઞાનીઓએ આરંભ-પરિગ્રહની નિવૃત્તિ કરવા ઉપર ઘણો ભાર આપેલ છે. તે વિષે વિસ્તારથી હવે આ પાઠમાં જણાવશે. આરંભ એટલે શું? તો કે જ્યાં છ કાય જીવોની હિંસા થાય એવી બધી પ્રવૃત્તિ તે આરંભ છે. જેમકે ઘંઘાની પ્રવૃત્તિ, મકાન બંધાવવા કે રસોઈ વગેરેના કામ અથવા સંસાર કામની કોઈપણ પાપની પ્રવૃત્તિ તે સર્વ આરંભ છે. “પ્રમાદવશે જીવોને મારવાનો જે સંકલ્પ તે સમારંભ; હિંસાદિ પાપોની પ્રવૃત્તિનાં સાથનને એકઠાં કરવાં તે સમારંભ; હિંસાદિ કાર્યો કરવાં તે આરંભ.” -નિત્યનિયમાદિ પાઠ (પૃ.૨૮૦) તથા પરિગ્રહ એટલે આરંભની પાપવાળી પ્રવૃત્તિ કરીને જે વસ્તુ મેળવવી તે બાહ્ય પરિગ્રહ છે, અને તે તે પદાર્થોમાં મમતાભાવ લાવી મૂછ કરવી તે અંતરંગ પરિગ્રહ છે. પરિગ્રહ પ્રત્યે મૂછ કરી આનંદ માનવો તે પરિગ્રહાનંદી રૌદ્રધ્યાન છે, જે જીવને નરકગતિનું કારણ છે. તેથી રૌદ્રધ્યાનના કારણરૂપ એવા આરંભ પરિગ્રહને અવશ્ય ત્યાગવા માટેની ભલામણ આ પાઠમાં કરવામાં આવે છે : (૨૭) આરંભ-પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલો ઘણો ભાર (દોહરા) જન્મી જગમાં નરàપે ર્જીવન સફળ તો થાય, જો ગુરુરાજ ભજી લહો મુક્તિ-માર્ગ ઉપાય. ૧ અર્થ - આ જગતમાં મનુષ્યરૂપે અવતાર પામીને જીવન સફળ તો જ થઈ શકે કે જો શ્રી ગુરુરાજ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના શુદ્ધસ્વરૂપને ભજીને મોક્ષમાર્ગનો ઉપાય જાણી લઈએ તો. “છઠ્ઠ પદ –તે “મોક્ષનો ઉપાય છે.” જો કદી કર્મબંઘ માત્ર થયા કરે એમ જ હોય, તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં; પણ કર્મબંઘથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભજ્યાદિ સાધન પ્રત્યક્ષ છે; જે સાઘનના બળે કર્મબંઘ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે.” (વ.પૃ.૩૯૫) Page #335 -------------------------------------------------------------------------- ________________ (૨૭) આરંભ-પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલો ઘણો ભાર ૩૧ ૧ (૧) “દર્શન = સર્વજ્ઞ ભગવાને જડ ચેતન પદાર્થો જેમ દીઠા છે તેવી ખરેખરી ખાતરી થાય તેને ભગ-વાને સમ્યક્દર્શન કર્યું છે. “મૂળમાર્ગમાં પણ તે જ વાત બીજારૂપે કહી છે કે સગુરુના ઉપદેશથી દેહ અને આત્મા ભિન્ન છે. તે આત્માની શુદ્ધ પ્રતીતિ થવી તે સમ્યક્રદર્શન કે સમકિત છે એમ ભગવાને કહ્યું છે. () જ્ઞાન = “મૂળમાર્ગમાં કહ્યું કે દેહાદિથી આત્મા ભિન્ન છે, જ્ઞાનલક્ષણવાળો અને અવિનાશી આત્મા છે એવું સગુરુના ઉપદેશથી જાણવું તે આત્મજ્ઞાન કે સમ્યકજ્ઞાન છે. (૩) સમાધિ = “મૂળમાર્ગમાં આત્માની પ્રતીતિ આવી, સર્વથી ભિન્ન અસંગસ્વરૂપ જાણ્યું તેવો સ્થિર સ્વભાવ પ્રગટવો તે શુદ્ધ વેષવ્યવહારથી ભિન્ન (અલિંગ) ચારિત્ર જાણવું. તે જ સમાધિ છે. (૪) વૈરાગ્ય = આત્મા માટે જીવ તલપાપડ થાય, બીજે ક્યાંય મનને ગોઠે નહીં તે વૈરાગ્ય. (૫) ભક્તિ = અલ્પ મહત્તા તે વૈરાગ્ય; અને પરમપુરુષમાં તન્મયતા તે ભક્તિ.” –બો.ભાગ-૩ ના કનક-કામિની-સૂત્રથી બંઘાયા ત્રણ લોક; તે તોડી વિરલા બને સ્વાથન, સુખી, અશોક. ૨ અર્થ - કનક એટલે સોનારૂપ પરિગ્રહ તથા કામિની એટલે સ્ત્રી તેના પ્રત્યેના મોહરૂપી સૂત્ર એટલે તાંતણાથી ઉર્ધ્વ, અઘો અને મધ્ય એ ત્રણેય લોકના જીવો બંઘાયેલા છે, અર્થાત્ સ્ત્રી અને તેને લઈને ઘનમાં થતી આસક્તિ વડે સર્વ સંસારી જીવો આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ત્રિવિથ તાપમાં સદા બળ્યા કરે છે. “એક કનક અરુ કામિની, દો મોટી તરવાર; ઊઠ્યો થો જિન ભજન કું, બિચમેં લિયો માર.” -આલોચનાદિ પદ સંગ્રહ આર્દ્રકુમારનું દ્રષ્ટાંત - આદ્રકુમાર મુનિને ભોગાવલી કર્માનુસાર દીક્ષા લીઘા પછી સંસાર માંડવો પડ્યો. પુત્ર થોડોક મોટો થયો કે ફરીથી ઘર છોડી દીક્ષા લેવા માટે તૈયાર થયા, ત્યારે પુત્રે કાચા તાંતણાથી આર્દ્રકુમારના પગે બાર આંટા મારી દીઘા. તે જોઈ પુત્ર માટે ફરીથી બાર વર્ષ સંસારમાં રોકાવું પડ્યું. ત્યારબાદ ફરી દીક્ષા લઈ એકવાર તાપસના આશ્રમમાં જતાં હાથીને તેમના પ્રભાવે દર્શન કરવાના ભાવ થવાથી તેની બેડીઓ તૂટી ગઈ. તેથી કોઈએ મુનિને કહ્યું કે આપના પ્રભાવે હાથીની બેડીઓ તૂટી ગઈ ત્યારે તેમણે જવાબમાં કહ્યું કે લોખંડની બેડીઓ તોડવી સહેલી છે પણ રાગના કાચા તાંતણા તોડવા દુર્લભ છે. રાા હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈપણ મારા નથી, એવી આત્મભાવના સાચા ભાવથી ભાવીને કનક કામિનીના બંધન તોડી આત્મામાં જ રહેલ સ્વાધીન સુખને પામવા શોક રહિત બની જાય એવા જીવો આ વિશ્વમાં કોઈ વિરલા જ છે. રા. પડી મુમુક્ષના પગે બેડી બે બળવાન, આરંભ-પરિગ્રહ-જનક કનક-કામિની માન. ૩ અર્થ - જેને સંસારના જન્મજરામરણાદિ દુઃખોથી છૂટવાની ઇચ્છા છે એવા મુમુક્ષુના પગમાં પણ કર્મને આધીન બે બળવાન બેડીઓ પડેલ છે. તે આરંભ અને પરિગ્રહને જન્મ આપનાર એક કનક એટલે સોનાદિ-પરિગ્રહ પ્રત્યેનો રાગ છે અને બીજો સ્ત્રીઆદિ પ્રત્યેનો મોહભાવ છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી ત્યાગું બઘું, કેવળ શોકસ્વરૂપ.” (વ.પૃ.૮૨) કળિયુગમાં અપાર કષ્ટ કરીને સપુરુષનું ઓળખાણ પડે છે. છતાં વળી કંચન અને કાંતાનો મોહ તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. ઓળખાણ પડ્યું અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે, અને આ કળિયુગ છે; તેમાં જે નથી મુઝાતા તેને નમસ્કાર.” (વ.પૃ.૨૯૯) //૩| આરંભ, કષાય, પ્રમાદથી હિંસામય પરિણામ, પરિગ્રહ ને પરસંઘરો, મમતામૅળ દુખધામ.૪ અર્થ :- આરંભ, કષાય અને પ્રમાદથી જીવના સદા હિંસામય પરિણામ રહે છે. કેમકે આરંભ છે ત્યાં કષાયભાવ છે, અને કષાય છે ત્યાં પ્રમાદ છે અને પ્રમાદ છે ત્યાં દ્રવ્ય હિંસા અને ભાવહિંસા બન્નેય છે. આરંભ, વિષય કષાય વશ, ભમિયો કાળ અનંત; લક્ષ ચોરાશી યોનીસે, અબ તારો ભગવંત.” -આલોચનાદિ પદ સંગ્રહ પરિગ્રહ એટલે પરપદાર્થ પ્રત્યેનો મૂચ્છભાવ. તે દસમો ગ્રહ છે, સૌથી ભારે છે. તે જીવને પરિ એટલે ચારે બાજુથી ગ્રહ એટલે પકડે છે. એવા પરિગ્રહભાવને લઈને જીવ પર વસ્તુઓનો સંગ્રહ કરે છે. એ જ મમતાનું મૂળ છે. તે મમતાભાવ જીવને દુ:ખના ઘરરૂપ થઈ પડે છે. ૪. નરભવ ઉત્તમ નાવ સમ, ભવ તરવાનો દાવ; પરિગ્રહ-મમતા ભારથી ડૂબતી નાવ બચાવ. ૫ અર્થ :- ઘણા ભવના પુણ્ય સંગ્રહ વડે મળેલ આ મનુષ્યભવ તે નાવ સમાન છે. સંસારરૂપ સમુદ્ર તરવાને માટે આ ઉત્તમ દાવ એટલે લાગ આવ્યો છે તેનો જરૂર લાભ લઈ લેવો. પરિગ્રહ પ્રત્યેની મમતા એટલે મૂચ્છના ભારથી તારી આ જીવનરૂપી નાવ સંસારસમુદ્રમાં ડૂબી જાય છે. માટે મૂર્છારહિતભાવ લાવીને તેનો બચાવ કર. સુભૂમ ચક્રવર્તીનું દ્રષ્ટાંત - પરિગ્રહની મૂછથી સુભૂમે ઘાતકી ખંડના પણ છ ખંડ સાધવા માટે સમુદ્રમાં ચર્મરત્ન મૂક્યું. તેના ઉપર સર્વ સૈનિક વગેરે બધા આવી રહ્યા. તે ચર્મરત્નના એક હજાર દેવતા સેવક હોય છે. તેમાંથી એકે વિચાર કર્યો કે દેવાગંનાને તો મળી આવું. એમ એક પછી એક વિચાર કરીને બધાય ચાલ્યા ગયા; અને ચર્મરત્ન બડ્યું. પાપભાવનામાં મરીને સુભૂમ સાતમી નરકે ગયો. માટે પરમકૃપાળુદેવ જણાવે છે કે – “પરિગ્રહ એ પાપનું મૂળ છે; પાપનો પિતા છે; અન્ય એકાદશવ્રતને મહા દોષ દે એવો એનો સ્વભાવ છે. એ માટે થઈને આત્મહિતૈષીએ જેમ બને તેમ તેનો ત્યાગ કરી મર્યાદાપૂર્વક વર્તન કરવું.” (વ.પૃ.૭૬) //પા. ભૂંડા આસક્તિ-ફળો ઃ આરંભ, અવિશ્વાસ, અસંતોષ દુઃખબજ ગણી, તજો પરિગ્રહ ખાસ. ૬ અર્થ - પરિગ્રહ પ્રત્યે આસક્તિ કરવાના ફળો ઘણાં ભૂંડા આવે છે. મમ્મણ શેઠ જીવનના અંત સુઘી પરિગ્રહમાં રચ્યો પચ્યો રહી બધું મૂકીને અંતે મરી જઈ સાતમી નરકે ગયો. પરિગ્રહની મૂચ્છને કારણે જીવ ગમે તેવા આરંભ એટલે પાપના કાર્યો કરવા પણ તૈયાર થઈ જાય છે. પરિગ્રહરાગી પુરુષને બીજા પ્રત્યે અવિશ્વાસ ઉપજે છે. શંકરાચાર્યે મોહમુદુગરમાં કહ્યું છે કે : ' ' I Page #337 -------------------------------------------------------------------------- ________________ (૨૭) આરંભ-પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલો ઘણો ભાર ૩૧ ૩ 'अर्थमनर्थं भावय नित्यं, नास्ति ततः सुख लेशः सत्यं; પુત્રાડપિ થનમાનામ્ પતિ; સર્વગ્રેષા વિહિતા રીતિ.” -મોહમુદ્ગર અર્થ - અર્થ એટલે ઘન પરિગ્રહ એ જ અનર્થ છે. તેથી લેશ પણ સાચું સુખ નથી. તે પરિગ્રહ પ્રત્યેની મૂર્છાના કારણે જીવને પોતાના પુત્ર પ્રત્યે પણ અવિશ્વાસ આવે છે કે કદાચ એ ઘન વાપરી નાખે તો. જગતમાં તૃષ્ણાવશ જીવોની આજ સ્થિતિ છે. માટે અસંતોષ એટલે તૃષ્ણાને જ દુઃખનું બીજ ગણી ખાસ કરી પરિગ્રહનો તમે ત્યાગ કરો. જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી, તે પ્રાણી સુખી નથી. તેને જે મળ્યું તે ઓછું છે કારણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઇચ્છા થાય છે.” (વ.પૃ.૭૬) આરંભ પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાના થતાં અટકાવવાં; ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે.” (વ.પૃ.૩૧૮) “તૃષ્ણા આકાશ જેવી અનંત છે.” (વ.પૃ.૪૨) નમિરાજ :- (હેતુ કારણ પ્રે.) મેરુ પર્વત જેવા કદાચિત સોનારૂપાના અસંખ્યાત પર્વત હોય તોપણ લોભી મનુષ્યની તૃષ્ણા છીપતી નથી. કિંચિત્ માત્ર તે સંતોષ પામતો નથી. તૃષ્ણા આકાશના જેવી અનંત છે. ઘન, સુવર્ણ, ચતુષ્પાદ ઇત્યાદિક સકળ લોક ભરાય એટલું લોભી મનુષ્યની તૃષ્ણા ટાળવા સમર્થ નથી. લોભની એવી કનિષ્ઠતા છે. માટે સંતોષનિવૃત્તિરૂપ તપને વિવેકી પુરુષો આચરે છે.” (વ.પૃ.૪૨) IIકા રજરેણું સમ પણ નહીં ગુણ પરિગ્રહમાંય, દોષો મેરુ સમ મહા; ઠરે ન વૃત્તિ ક્યાંય. ૭ અર્થ - રજરેણુ એટલે ધૂળના કણ જેટલો પણ ગુણ પરિગ્રહમાં નથી, પણ દોષો તો મેરુ પર્વત જેટલા મહાન છે. પરિગ્રહરાગી પુરુષનું મન કોઈ ઠેકાણે સ્થિરતા પામતું નથી. નિરંતર ચળવિચળ પરિણામ રહે છે. સીતાનું મન રામમાં વસે છે. તેમ તેનું મન દામમાં વસે છે. પરિગ્રહથી નિરંતર ચળવિચળ પરિણામ અને પાપભાવના રહે છે; અકસ્માત યોગથી એવી પાપભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય તો બહુઘા અઘોગતિનું કારણ થઈ પડે.” (વ.પૃ.૭૬) IIણા પરિગ્રહ-ચિંતન માત્રથી તંદુલ મત્સ્ય, વિચાર, છેલ્લી નરકે જઈ પડે, ત્યાગ-ભાવ છે સાર. ૮ અર્થ - પરિગ્રહ પ્રત્યેના વિચાર કરવા માત્રથી જેનું આયુષ્ય કેવળ એક અંતર્મુહર્તનું છે એવો તંદુલ એટલે ચોખાના દાણા જેટલો મત્સ્ય એટલે માછલું ભાવ કરીને સાતમી નરકે ચાલ્યું જાય છે. માટે મૂછ સહિત બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરવો એ જ સારરૂપ છે. કેવળ પરિગ્રહ તો મુનીશ્વરો ત્યાગી શકે; પણ ગૃહસ્થો એની અમુક મર્યાદા કરી શકે. મર્યાદા થવાથી ઉપરાંત પરિગ્રહની ઉત્પત્તિ નથી; અને એથી કરીને વિશેષ ભાવના પણ બહુઘા થતી નથી; અને વળી જે મળ્યું છે તેમાં સંતોષ રાખવાની પ્રથા પડે છે, એથી સુખમાં કાળ જાય છે.” (વ.પૃ.૭૬) તંદલ મનું દ્રષ્ટાંત - મોટા માછલાની આંખની પાંપણ ઉપર બેઠેલ આ તંદુલ મત્સ્ય વિચારે છે કે આ મોટા માછલાના મોઢામાંથી સેંકડો માછલાઓ આવ જાવ કરે તો પણ તે તેને ખાતો નથી. પણ જો એના ઠેકાણે હું હોઉં તો એક પણ માછલાને જીવતું જવા દઉં નહીં, બઘાને ખાઈ જાઉં. એમ માત્ર ભાવ કરી કરીને અંતર્મુહૂર્ત માત્રમાં જ મરી જઈ સાતમી નરકે જઈ પડે છે. માટે સદૈવ પરપદાર્થ પ્રત્યેની મૂછ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ કે આસક્તિનો ત્યાગ જ કર્તવ્ય છે. Iટા સુખ માટે ઘન સંગ્રહે, ઘન માટે પરદેશ, પરવશ જીવન ગાળતાં નહિ સત્સુખનો લેશ. ૯ અર્થ - સુખ માટે ઘન ભેગું કરે છે. ઘન માટે ઘર કુટુંબ છોડી પરદેશ જાય છે. ત્યાં પરવશ જીવન ગાળતાં તેને લેશ પણ સાચા સુખની પ્રાપ્તિ નથી. સઘળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજ વશ તે સુખ લહીએ; -આઠ દૃષ્ટિની સઝાય પરાથીન સપને હું સુખ નાહી” સ્વાધીનતામાં સુખ છે, પરાધીનતા સદૈવ દુઃખરૂપ છે. “સર્વ પરવશ દુઃખ, સર્વ આત્મવશ સુખ, એતદ્ વિદ્યા સમાસેન, લક્ષણં સુખ દુઃખયોઃ”ાલો કુટુંબ સુખસાઘન ગણી સહતો દુઃખ અપાર, ખર સમ ભાર વહે બથો; નહિ સન્મુખ લગાર. ૧૦ અર્થ – પોતાના કુટુંબને સુખનું સાધન ગણી તેને સુખી કરવા માટે જીવ અપાર દુઃખને સહન કરે છે. ખર એટલે ગઘેડા સમાન સર્વ ઉપાધિનો ભાર પોતે ઉપાડીને ફરે છે. પણ તેને આત્માના સાચા સુખનો લગાર માત્ર પણ અનુભવ નથી. /૧૦ના નહિ નવરો ખાવા જરી, નહિ પરભવ વિચાર; પ્રાપ્ત સુખ-સાઘન તણું લહે ન સુખ લગાર.” ૧૧ અર્થ - કુટુંબાદિને પોષવા વ્યાપાર ધંધા આદિના કારણે જીવને શાંતિથી ખાવા માટે પણ જરાય નવરાશ નથી. જેમકે શ્રીપાળ રાજાના રાસમાં ઘવલશેઠ શ્રીપાળ કુમારને કહે છે કે : અમને જમવાની નહીં; ઘડી એક પરવાહ; શિરામણ વાળુ જમણ, કરીએ એક જ વાર.” વળી શ્રીપાળ કુમારને શેઠ જણાવે છે કે – “શેઠ કહે જિનવર નમો, નવરા તમે નિશ્ચિત.” તમે નવરા નિશ્ચિત છો માટે જિનેશ્વરનાં દર્શન કરો. અમને તો કામની અધિકતાને કારણે એવી નવરાશ નથી કે તમારી સાથે દર્શન કરવા આવીએ. વળી કામના બોજાને લીધે પરભવમાં અમારું શું થશે. અમે કઈ ગતિમાં જઈને પડીશું. તેનો પણ તેને કોઈ વિચાર નથી.પુણ્યોદયે ભૌતિક સુખ સાધન સામગ્રી પ્રાપ્ત છે, છતાં વિશેષ મેળવવાની તૃષ્ણામાં તેનું પણ લગાર માત્ર સુખ ભોગવાતું નથી. “પરિગ્રહની પ્રબળતામાં જે કંઈ મળ્યું હોય તેનું સુખ તો ભોગવાતું નથી પરંતુ હોય તે પણ વખતે જાય છે.” (વ.પૃ.૭૬) સુખ વસે આત્મા વિષે તેનો નહિ નિર્ધાર, શોધે સુખ-હીન વસ્તુમાં, જડમાં નહિ જડનાર. ૧૨ અર્થ - સાચું સુખ તે નિરાકુળ સુખ છે. અને તે આત્મામાં છે. પણ તેનો જીવન નિર્ધાર એટલે નક્કી નિર્ણય નથી કે ખરેખર એમ જ છે. નિરાકુળતા સુખ છે, આકુળતા છે દુઃખ; ઇચ્છામાં આકુળતા, માટે ઇચ્છા મૂક.” Page #339 -------------------------------------------------------------------------- ________________ (૨૭) આરંભ-પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલો ઘણો ભાર ૩૧ ૫ આ અજ્ઞાની જીવ જડ એવા હીન પૌગલિક ઇન્દ્રિય વિષયોમાં સુખને શોધે છે પણ તે જડમાં મળી શકે એમ નથી, કારણ કે સુખગુણ તે આત્માનો છે પણ જડનો નથી. “વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ (આત્મતત્ત્વ) ક્યાંથી પ્રતીતિમાં આવે. -શ્રીમદ્ રાજચંદ્ર પુગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતીત હો મિત્ત.” ચૈત્યવંદન ચોવીશી /૧૨ા. મિથ્યા માર્ગ તજી ગ્રહે મહપુરુષનો પંથ; છૂટે પરિગ્રહ-કલ્પના પામે સુખ અનંત. ૧૩ અર્થ - સંસારસુખનો કે ઇન્દ્રિયસુખનો જે મિથ્યામાર્ગ છે, તે તજી દઈ મહાપુરુષના બતાવેલ માર્ગે જે ચાલશે, તે ભવ્યાત્માની પરિગ્રહમાં સુખની કલ્પના છૂટી જશે અને કાલાંતરે મોક્ષના અનંતસુખને પામશે. I૧૩ના વિષયે સુખની કલ્પના આરૅભમૂળ જણાય; બાહ્ય ઉપાયો આદરી પાપે જીંવ અવરાય. ૧૪ અર્થ - પાંચ ઇન્દ્રિયના ભોગમાં સુખની કલ્પનાને લીધે જગતવાસી જીવો સર્વ પ્રકારના આરંભના કામો કરતા જણાય છે. તે ભોગાદિને અર્થે બાહ્ય પરિગ્રહ ભેગો કરી જીવ પાપથી અવરાય છે. ૧૪. ભવનું મૅળ આરંભ, જો મમતા તેનું મૂળ; મમતા અલ્પ કરાય તો મુમુક્ષુને અનુકૂળ. ૧૫ અર્થ - સંસારવૃદ્ધિનું મૂળ કારણ આરંભ એટલે હિંસાના કામો છે, અને આરંભનું મૂળકારણ પરિગ્રહ પ્રત્યેની મમતા છે. પુરુષના બોઘે કરીને જો પરિગ્રહ પ્રત્યેની મમતા એટલે મૂર્છાભાવને ઘટાડવામાં આવે તો મુમુક્ષજીવને સંસારના બંધન તોડવામાં તે અનુકૂળ છે. મમતાથી બંધાય છે, નિર્મમ જીવ મૂકાય; યા તે ગાઢ પ્રયત્ન સે, નિર્મમ કરો ઉપાય.”-ઇબ્દોપદેશ //૧૫ના. પરિચરાગી પુરુષને વિષય-ઠગો ઠગી જાય, કામવિકારો બાળતા, નારી શિકારી થાય. ૧૬ અર્થ – ઘનાદિ પરિગ્રહ પ્રત્યે જેની આસક્તિ છે તેવા પુરુષને પાંચ ઇન્દ્રિયના વિષયો છેતરી જાય છે અર્થાત તે તેમાં લોભાય છે. તેવા જીવને કામ-વિકારો બાળે છે, અને તે નારીનો શિકાર થાય છે અર્થાત કામવશ તે જીવ નારીને આધીન બને છે. ૧૬ાા. ઘરે ઉરે સંતોષ તો બને દેવ પણ દાસ, કામઘેનુ પાછળ ફરે, નવે નિશાનો પાસ. ૧૭ અર્થ - જો હૃદયમાં સંતોષભાવને ઘારણ કરે તો દેવ પણ તેના દાસ થાય છે. “ગોઘન, ગજઘન, રતનઘન, કંચનખાન સુખાન; જબ આવે સંતોષઘન, સબ ઘન ઘુલ સમાન.” –આલોચનાદિ પદ સંગ્રહ ‘નિસ્પૃહસ્ય તૃણમ્ જગત્” “આખું જગત સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત્ છે.” (વ.પૃ.૨૭૦) Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ જિન્ટે કછુ નહિ ચાહિએ, તે શાહન કે શાહ.” “જેણે પોતાનાં ઉપજીવિકા જેટલાં સાઘનમાત્ર અલ્પારંભથી રાખ્યાં છે, શુદ્ધ એકપત્નીવ્રત, સંતોષ, પરાત્માની રક્ષા, યમ, નિયમ, પરોપકાર, અલ્પરાગ, અલ્પદ્રવ્યમાયા અને સત્ય તેમજ શાસ્ત્રાધ્યયન રાખ્યું છે, જે પુરુષોને સેવે છે, જેણે નિગ્રંથતાનો મનોરથ રાખ્યો છે, બહુ પ્રકારે કરીને સંસારથી જે ત્યાગી જેવો છે, જેના વૈરાગ્ય અને વિવેક ઉત્કૃષ્ટ છે તે પવિત્રતામાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે.” સંતોષી નરની પાછળ કામઘેનુ ફરે, તેમજ નવે નિશાન પણ તેની પાસે આવવા ઇચ્છે છે. નવનિધિ : (૧) પાંડુ, (૨) કાલ, (૩) મહાકાલ, (૪) પા, (૫) નૈસર્પ, (૬) મનુષ્ય, (૭) શંખ, (૮) પિંગલ, (૯) રત્ન એ નવ નિથિઓ ક્રમથી ઘાન્ય, દરેક ઋતુ સંબંધી પદાર્થ, વાસણ, કપડાં, મકાન, હથિયાર, વાજિંત્ર, ઘરેણાં અને રત્ન આપે છે. -નિત્યનિયમાદિ પાઠ (પૃ.૨૭૮) સનત્કુમાર ચક્રવર્તી બધું ત્યાગી દીક્ષા લઈ નીકળી પડ્યા. તો પણ છ મહિના સુધી બધુ કુટુંબ, રાજરિદ્ધિ, નવ નિદાન વગેરે તેમના પાછળ ફર્યા છતાં તેઓ ચલાયમાન થયા નહીં. ૧૭ળા અભય મુનિ સંતોષથી, જે સુખ પામ્યા ગૂઢ, ઇન્દ્ર, ચક્રવર્તી સમા, પામે ક્યાંથી મૂઢ? ૧૮ અર્થ - અભયકુમાર મુનિ બની પરમ સંતોષભાવવડે જે “ચૈતન્ય ચમત્કાર સૃષ્ટિના લક્ષમાં નથી' એવા આત્મિકસુખને પામ્યા, તે સુખ ઇન્દ્ર કે ચક્રવર્તી જેવા પણ જે સંસારસુખમાં ડૂબી રહેલા હોય તે ક્યાંથી પામી શકે? “સંતોષી નર સદા સુખી, તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી.” “संतोषामृत तृप्तानाम्, यत्सुखं शांत चेतसाम्; कुतस्तद् धन लुब्धानाम्, इतस्ततश्च धावताम्" અર્થ - સંતોષરૂપ અમૃત પીને તૃપ્ત થયેલા જીવોને જે શાંતિનું સુખ પ્રાપ્ત છે તે અહીં તહીં દોડતા એવા ઘનલુબ્ધ જીવોને ક્યાંથી હોય? I૧૮. ઘાન્ય, ધાતુ, ઘન, વાસણો, ઘર, ખેતર, પશુ, યાન, દાસ, દાસી દેશ સૌ મળી બાહ્ય પરિગ્રહ માન. ૧૯ અર્થ – ઘન, ઘાન્ય, સોનુ વગેરે ઘાતુ, વાસણો, ઘર, ખેતર, પશુ કે યાન અર્થાત્ વાહન કે નોકર તથા દાસી મળીને કુલ આ દશ બાહ્ય પરિગ્રહ છે. ૧૯ાા ક્રોઘ, માન, માયા અને લોભ, હાસ્ય, રતિ, શોક, જુગુપ્સા, ભય, અરતિ વળી વેદ ત્રણે વિલોક. ૨૦. હવે ચૌદ અંતરંગ પરિગ્રહ જણાવે છે : અર્થ - ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, શોક, જુગુપ્સા, ભય, અરતિ તેમજ સ્ત્રીવેદ, પુરુષવેદ તથા નપુંસકવેદ. એમ ત્રણેય વેદ મળીને તે પ્રકાર થયા. ૨૦ મિથ્યાત્વ મળી ચૌદ એ પરિગ્રહ અંતરંગ, બને પ્રફુલ્લિત જો મળે બાહ્ય પરિગ્રહ-સંગ. ૨૧ અર્થ :- તથા મિથ્યાત્વને અંદર ભેળવવાથી બઘા મળી કુલ ચૌદ અંતરંગ પરિગ્રહ માનવામાં Page #341 -------------------------------------------------------------------------- ________________ (૨૭) આરંભ-પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલો ઘણો ભાર ૩૧૭ આવે છે. આ અંતરંગ ક્રોઘ, માન, માયા, લોભાદિ ચૌદ પરિગ્રહ જે ઉપર જણાવ્યા તે બાહ્ય ઘન, સોનુ, ઘર, વાહન વગેરે પરિગ્રહનો સંગ મળવાથી વિશેષ પ્રફુલ્લિત થાય છે, અર્થાત્ વિશેષ ફાળી ફૂલીને કર્મબંઘન કરાવનાર નિવડે છે. ૨૧ના ઊંડી જડ વૈરાગ્યની પરિગ્રહે છેદાય; સમજું-જન-મન પણ અહા! લક્ષ્મીમાં લટકાય. ૨૨ અર્થ - વૈરાગ્યભાવ ગાઢ થયો હોય છતાં જો પરિગ્રહનો સંગ રહ્યા કરતો હોય તો તે વૈરાગ્ય પણ નાશ પામી જાય છે. સમજા માણસોના મન પણ અહા! આશ્ચર્ય છે કે લક્ષ્મીમાં લુબ્ધ થઈ જાય છે. કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવીયે વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે; ઘર્મ સંબંથી કેટલુંક જ્ઞાન છતાં, ઘર્મની દ્રઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે; વૃત્તિ એમાં જ લટકી રહે છે; પરંતુ એ વૃત્તિ કોઈ કાળે સુખદાયક કે આત્મહિતૈષી થઈ નથી. જેણે એની ટૂંકી મર્યાદા કરી નહીં તે બહોળા દુઃખના ભોગી થયા છે.” (વ.પૃ.૭૬) ૨૨ાા પિશાચ સમ પરિગ્રહ નડે ભોળવી લૂંટે ભેખ; તપ-શમ-જ્ઞાનજનિત સુખ મુનિ પણ તજતા, દેખ. ૨૩ અર્થ :- પિશાચ એટલે રાક્ષસ સમાન પરિગ્રહ છે કે જે મુનિના ભેખ એટલે વેષને પણ ભોળવીને લૂંટી લે છે, અર્થાત્ મુનિ પણ પરિગ્રહમાં રાગી થઈને મુનિનો વેષ મૂકી દઈ ફરીથી સંસારી થઈ જાય છે. કુંડરિકનું દ્રષ્ટાંત - કુંડરિકે હજાર વર્ષ દીક્ષા પાળીને અંતે મૂકી દઈ ફરીથી રાજ્ય ગ્રહણ કર્યું. તે જ દિવસે અતિઆહાર કરવાથી પીડાયો. ચારિત્રથી ભ્રષ્ટ થવાથી કોઈએ તેની સેવા કરી નહીં. તેથી સવારે બધાને ફાંસીએ ચઢાવી દઈશ એવા રૌદ્રધ્યાનથી મરીને સાતમી નરકે ગયો. ઇચ્છાઓને રોકવારૂપ તપ વડે તથા કષાયના ઉપશમનથી તેમજ સાચી સમજથી ઉત્પન્ન થતાં સુખને પણ તજી દઈને મુનિઓ પરિગ્રહના રાગી બની જાય છે. તે ઉપર એક સાથ્વી, ગરોળીના અવતારને પામી તેનું દ્રષ્ટાંત નીચે મુજબ છે : એક સાધ્વીનું દ્રષ્ટાંત - એક શ્રાવિકાએ દીક્ષા લેતી વખતે પોતાના ઘરમાંથી ચાર મૂલ્યવાન રત્નો લઈને એક લાકડાની પોલી પાટલીમાં ગોઠવી પાસે રાખ્યા હતા. તેની ઉપરના મોહથી તે મરણ પામીને ગરોળી થઈ, તિર્યચપણું ને તેમાં પણ હિંસકપણું પામી. તે ગરોળી નિરંતર પેલી પાટલી ઉપર આવીને બેસે. પૂર્વભવના મોહનું અવ્યક્તપણે પણ દર્શન થાય છે. આમ વારંવાર થવાથી અન્યદા કોઈ જ્ઞાની ગુરુ ત્યાં પઘાર્યા. તેને અન્ય સાધ્વીઓએ તેનું કારણ પૂછ્યું. એટલે જ્ઞાનનો ઉપયોગ દઈ તે ગરોળીનો પૂર્વભવ જાણીને જ્ઞાનીએ કહી બતાવ્યો. તે સાંભળતા જ ગરોળીને જાતિસ્મરણજ્ઞાન થયું. તેણે અણસણ કર્યું. મરણ પામીને દેવગતિમાં ઉત્પન્ન થઈ. પરિગ્રહની મૂર્છા આવી રીતે તિર્યંચગતિમાં ઘસડી જાય છે અને સંસારમાં પરિભ્રમણ કરાવે છે. ચોસઠ પ્રકારી પૂજા-સાર્થ (પૃ.૬૯) //ર૩ી. જન્મે કામ પરિગ્રહે, કામ ક્રોઘ નિહાળ, ક્રોધે સ્વ-પર-હિંસા થતી-કર્મ અશુભની જાળ. ૨૪ અર્થ - પરિગ્રહ ભેગો કરવાથી પાંચ ઇન્દ્રિયના વિષયો ભોગવવાની ઇચ્છાઓ તીવ્ર બને છે. તેમાં કોઈ વિદન કરે તો તે પ્રત્યે ક્રોથ જન્મે છે. ક્રોધથી પોતાના આત્મગુણની ઘાત થાય છે તથા બીજાને પણ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ક્રોઘ ઉત્પન્ન કરાવી તેના ગુણની પણ વાત કરે છે, એમ અશુભ કર્મની જાળ જીવ ઊભી કરે છે. “પરિગ્રહની બળતરા કષાયની પોષણાનું કારણ છે. આખું જગત અને વ્યક્તિગત જીવો પરિગ્રહની જાળમાં ફસાઈ માછલાની પેઠે તડફડે છે. અનેક કુતર્કો, અનાચાર અને અશાંતિને અનુભવે છે. તે બળતી હોળીમાંથી સત્પરુષના આશ્રિત જીવો બચવા પ્રયત્ન નહીં કરે તો બીજા શું કરી શકશે?”ઓ. ભાગ-૩/૨૪ નરકગતિ તેથી થતી ત્યાં દુખ સહે અપાર, વાણી વર્ણવી ના શકે; પરિગ્રહ-ફળ વિચાર. ૨૫ અર્થ - અશુભ કર્મોના જાળમાં ફસાવાથી જીવની નરકગતિ થાય છે. ત્યાં અપાર દુઃખોને તે ભોગવે છે. નરકના દુઃખોનું વર્ણન વાણી દ્વારા કહી શકાય એમ નથી. તે પરિગ્રહ પ્રત્યેની આસક્તિનું ફળ છે. એમ તું વિચાર કર. તેના ઉપર સાગરશેઠનું દ્રષ્ટાંત નીચે મુજબ છે – સાગરશેઠનું દ્રષ્ટાંત – સાગરશેઠ ઘણા કંજૂસ હતા. ઘરમાં ઘણું ઘન હોવા છતાં બઘાને ખાવામાં ચોળા અને તેલ આપે. ચારેય વહુઓ બહુ કંટાળી ગઈ. ચારેય વહુઓ એકવાર ઉદાસ થઈ અગાસી ઉપર બેઠી હતી. ત્યાં થઈને જતી એક યોગીનીએ તેમને દીઠી. પૂછતાં સર્વ વિગત જાણી યોગીનીએ ખુશ થઈ તેમને આકાશગામિની વિદ્યા આપી. તેથી રોજ રાત્રે લાકડા ઉપર બેસી રત્નદીપ વગેરેમાં ફરવા માટે તે જવા લાગી. ઘરના નોકરે તે લાકડું આઘું પાછું મૂકેલ જોઈ રાત્રે તપાસ રાખતા વહુઓને જતા જોઈ પોતે તે લાકડાની અંદર રહેલા પોલાણમાં પેસી ગયો. પોતે પણ રત્નદીપથી રત્નો લાવી સુખી થયો અને હવે તે શેઠની સામે જવાબ આપવા લાગ્યો. તેથી શેઠે નોકરને પૂછતા વહુની બધી વિગત જાણી. પોતે પણ એક દિવસ લાકડાના પોલાણમાં પેઠો. રત્નદીપમાંથી જેટલા રત્નો લાકડાના પોલાણમાં ભરી શકાય તેટલા પૂરેપૂરા ભરી દીધા. વહુઓ ઉપર બેઠી ઊડીને પાછી ઘરે આવતાં રસ્તામાં લાકડું આજે બહુ ભારે જણાય છે, ઘીમે ચાલે છે. તો શું એને સમુદ્રમાં નાખી દઈએ? એમ બોલવા લાગી. તે સાંભળી અંદર પ્રવેશેલ સાગરશેઠ બોલી ઊઠ્યા કે તમારો સસરો હું અંદર છું. ત્યારે વહુઓએ વિચાર કર્યો કે આ લોભી સસરો ઘરમાં ઘણુંયે હોવા છતાં પોતે પણ ખાતો નથી અને બીજાને પણ વાપરવા દેતો નથી. માટે આ લાગ આવ્યો છે એમ જાણી જે ચાદર પર તે બેઠી હતી, તે ચાદરના છેડા પકડી લઈ તે લાકડાને સમુદ્રમાં નાખી દીધું. તેથી પરિગ્રહની આસક્તિના ફળમાં મરીને તે શેઠ નરકે ગયો. રપા ઇંદ્રિય-ગણ ગણ રાક્ષસો, કષાય શસ્ત્ર વિચાર; ગ્રહી વિત્તરૂપ માંસ તે બને નિરંકુશ ઘાર. ૨૬ અર્થ - પાંચ ઇન્દ્રિયોના સમુહને તું રાક્ષસ સમાન ગણ તથા ક્રોઘ, માન, માયા, લોભરૂપ કષાયને તે રાક્ષસના શસ્ત્ર સમાન જાણ. તે ઘનરૂપી માંસને પામી ઇન્દ્રિયોરૂપી રાક્ષસ નિરંકુશ બની જઈ પરવસ્તુમાં જીવને રાગ કરાવી સંસાર સમુદ્રમાં ઘકેલી દે છે. “यौवनम्, धनसंपत्ति, अधिकारम्, अविवेकीता; ओक्केकम् अपि अनर्थाय, किम यत्र चतुष्टयम्." અર્થ - યૌવન, ઘનસંપત્તિ, સત્તા અને મોહના ગાંડપણરૂપ અવિવેકીતા. આમાનું એક પણ હોય તો અનર્થકારક છે. તો પછી જ્યાં ચારેય હોય તેનું કહેવું જ શું? અર્થાત્ અનર્થનો ત્યાં પાર નથી. સરકા Page #343 -------------------------------------------------------------------------- ________________ (૨૭) આરંભ-પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલો ઘણો ભાર સર્વ સંગ તજવા કહે, સર્વજ્ઞ પ્રભુ, સંત; કહે અન્યથા તે જનો નિજ-૫૨-ઘાત કરંત. ૨૭ અર્થ :— ઉપરોક્ત કારણોને લઈને સર્વજ્ઞ પ્રભુ કે સંતપુરુષો સર્વ પ્રકારના બાહ્ય તેમજ અત્યંતર પરિગ્રહના સંગને ત્યાગવાનો જ ઉપદેશ કરે છે. તેથી વિપરીત પરિગ્રહને ગ્રહણ કરવાનો જે ઉપદેશ કરે તે પોતાના તેમજ પરના આત્મગુણને ઘાત કરનાર છે. ।।૨૭।। તજે તેજ રવિ કોઇ દી, ડગે મેરુ કી તોય, ઇંદ્રિય-જય કરશે નહીં સંગ-સક્ત મુનિ કોય. ૨૮ અર્થ :— કદી કોઈ દિવસ સૂર્ય પોતાના તેજને મૂકી દે કે કદી મેરુ પર્વત ડગી જાય તોપણ પરિગ્રહના સંગમાં આસક્ત એવા મુનિ ઇન્દ્રિય જય કદી કરી શકશે નહીં. રિટા અર્થ આરૅભ પરિગ્રહ માનજે ઉપશમ કેરો કાળ; ભવનો વૈરાગ્ય પણ માંડ ટકે ત્યાં, ભાળ. ૨૯ બહુ અર્થ :— આરંભ પરિગ્રહથી કષાયભાવ વધે છે માટે તેને વૈરાગ્ય અને ઉપશમના કાળ માનજે. પરિગ્રહ પ્રત્યેની લાલસા વધવાથી ઘણા ભવની સાધના વડે પ્રાપ્ત થયેલ વૈરાગ્ય પણ માંડ માંડ ટકી શકે છે. તે વિષે પરમકૃપાળુદેવ જણાવે છે કે – “જો જીવને આરંભ-પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો - વૈરાગ્ય અને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે, કેમકે આરંભ-પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપશમનાં મૂળ છે, વૈરાગ્ય અને ઉપશમના કાળ છે.’” (વ.પૃ.૪૦૮) ।।૨૯।ા -: ૩૧૯ આરંભ પરિગ્રહ જો ઘટે અસત્સંગ બળહીન; અસત્સંગ-બળ જો ટળે મળે વખત સ્વાધીન. ૩૦ અર્થ :— આરંભ પરિગ્રહ જો ઓછા થાય તો ખોટા સંગ પ્રસંગ ઓછા થાય છે, ઉપાધિ ઘટે છે. તેથી સત્સંગ કરવાનો અવસર મળે છે. સત્સંગ થવાથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી સદ્વિચાર કરવાનો સ્વાધીન અવકાશ પ્રાપ્ત થાય છે. “આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્પ્રસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે, અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે.’” (વ.પૃ.૪૫૧) ।।૩૦।। આત્મવિચારે વખત તે ગાથે થાયે જ્ઞાન; આત્મજ્ઞાને દુખ બધાં ટળે, મળે નિર્વાણ. ૩૧ આત્મવિચારમાં મળેલા તે સ્વાધીન સમયને ગાળવાથી જીવને આત્મજ્ઞાન થાય છે તથા આત્મજ્ઞાનવડે બધા દુઃખ ટળી જઈ જીવને નિર્વાણ એટલે મોક્ષની પ્રાપ્તિ થાય છે. “આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવરૂપ, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે.’” (પૃ.૪પ૧|||૩૧|| શ્રી ઠાણાંગે પણ જુઓ દ્વિ-ભંગી-વિસ્તાર ઃ આરંભ-પરિગ્રહ થકી મતિ-આવરણ ઘાર. ૩૨ અર્થ – દ્વાદશાંગીના ત્રીજા સૂત્ર શ્રી ઠાણાંગમાં પણ ત્રિભંગીનો વિસ્તાર નીચે પ્રમાણે જણાવેલ છે : = Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ જીવને આરંભપરિગ્રહ છે ત્યાં સુધી મતિજ્ઞાન ઉપર આવરણ છે એમ હું માન. ૩૨ાા આરંભ-પરિગ્રહ થકી શ્રુતજ્ઞાન અવરાય; આરંભ-પરિગ્રહ થકી અવધિજ્ઞાન ન થાય. ૩૩ અર્થ :- આરંભ-પરિગ્રહ વડે શ્રુતજ્ઞાન પણ અવરાય છે. આરંભ પરિગ્રહમાં મૂછ છે ત્યાં સુધી અવધિજ્ઞાન પણ થતું નથી. ૩૩ાા. આરંભ-પરિગ્રહ વડે મનપર્યય અવરાય; આરંભ-પરિગ્રહ છતાં કેવળજ્ઞાન ન થાય. ૩૪ અર્થ :- આરંભ-પરિગ્રહથી મન:પર્યવજ્ઞાન અવરાયેલ રહે છે તથા આરંભપરિગ્રહ હોય ત્યાં સુધી જીવને કેવળજ્ઞાન પણ થતું નથી. ૩૪. આરંભ-પરિગ્રહ-બળ અતિ, બતાવ સત્તર વાર; કહે વળી કે તે જતાં ઊપજતાં ગુણ ઘાર : ૩૫ અર્થ:- એમ આરંભ-પરિગ્રહનું અત્યંત બળ સત્તરવાર બતાવીને વળી ત્યાં કહ્યું છે કે જો આરંભપરિગ્રહથી જીવ નિવર્સે તો તેને બધા જ્ઞાન પ્રગટે. તે ગુણો કયા કયા ઉત્પન્ન થાય તે હવે જણાવે છે : આરંભ પરિગ્રહ ટળે અતિ મતિજ્ઞાન સહાયઃ આરંભ પરિગ્રહ ટળે બહુ શ્રુતજ્ઞાન પમાય. ૩૬ અર્થ :- હવે આરંભ-પરિગ્રહ ટળવાથી તેનું મતિજ્ઞાન અતિ નિર્મળ થાય તથા આરંભ-પરિગ્રહ ટળવાથી શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ પણ ઘણી સુલભ થાય. |૩૬ાા. આરંભ પરિગ્રહ ટળે અવધિ-દીપ પ્રગટાયઃ આરંભ પરિગ્રહ ટળે મનપર્યય પણ થાય. ૩૭ અર્થ :- આરંભ-પરિગ્રહ ટળવાથી અવધિજ્ઞાનરૂપ દીપક પ્રગટ થાય તથા આરંભ-પરિગ્રહ ટળવાથી મન:પર્યયજ્ઞાન પણ ઉત્પન્ન થાય. /૩શા આરંભ પરિગ્રહ ટળે ઊપજે કેવળજ્ઞાનઃ વર્ણન સત્તર વાર ફરી કરે ભલા ભગવાન. ૩૮ અર્થ - આરંભ-પરિગ્રહ ટળવાથી જીવને સર્વથી શ્રેષ્ઠ એવું કેવળજ્ઞાન ઊપજે છે. એમ ભગવાન પોતાના ઉપદેશમાં જીવોના ભલા માટે સત્તરવાર ફરી ફરી આ વાત સમજાવવા માટે કહે છે. આ બધો ભાવ પરમકૃપાળુદેવે પત્રાંક ૫૦૬માં જણાવેલ છે. ભલો થઈ જીંવ, માન તું દુઃખહેતુ એ ટાળઃ તે ટાળ્યા વિના કદી શ્રેય ન થાય, નિહાળ. ૩૯ અર્થ - હે જીવ! ભલો થઈ હવે તું આ વાતને માન અને દુઃખના કારણ એવા આ પરિગ્રહ પ્રત્યેના મૂર્છાભાવને તું ટાળ. તે પરિગ્રહભાવને ટાળ્યા વિના આ જીવનું કદી શ્રેય એટલે કલ્યાણ થાય નહીં એમ તું દ્રઢપણે માન. [૩૯ાા Page #345 -------------------------------------------------------------------------- ________________ (૨૭) આરંભ-પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલો ઘણો ભાર ૩ ૨ ૧ અનાદિ અસત્સંગવશે મૂંઢમતિને નર્થી ભાન; આરંભ આદિ ભાવ સહ ઇચ્છે છે નિર્વાણ. ૪૦ અર્થ - અનાદિકાળના અસત્સંગના કારણે મૂઢમતિ એવા આ જીવને પોતાનું ભાન નથી કે સુખ શામાં છે. આરંભ-પરિગ્રહના મમત્વવાળા ભાવ સાથે આ જીવ નિર્વાણને એટલે મોક્ષને ઇચ્છે છે પણ તે કદી શક્ય નથી. //૪૦ાા. તે ભાવોને ટાળવા કરતો નથી જીંવ યત્ન, તે ટાળ્યા વિના કદી મળે ન મુક્તિ-રત્ન. ૪૧ અર્થ :- આવા મમત્વભાવ કે મૂચ્છભાવને ટાળવા માટે આ જીવ યત્ન કરતો નથી પણ તે ભાવોને ટાળ્યા વિના જીવને મુક્તિરૂપી રત્નની પ્રાપ્તિ પણ કદી થવાની નથી, એમ તું નિશ્ચય માન. ૪૧|| સૌ આરંભ-પરિગ્રહો નિર્મળ કરવા હોય; સાઘન પરમ મળે નહીં બ્રહ્મચર્ય સમ કોય. ૪૨ અર્થ - સૌ આરંભ-પરિગ્રહ પ્રત્યેના મૂચ્છભાવને હૃદયમાંથી નિર્મળ કરવા હોય તો બ્રહ્મચર્ય સમાન બીજાં કોઈ ઉત્કૃષ્ટ સાઘન નથી. “સર્વ પ્રકારના આરંભ તથા પરિગ્રહના સંબંઘનું મૂળ છેદવાને સમર્થ એવું બ્રહ્મચર્ય પરમ સાઘન છે. યાવત્ જીવન પર્યત તે વ્રત ગ્રહણ કરવાને વિષે તમારો નિશ્ચય વર્તે છે, એમ જાણી પ્રસન્ન થવા યોગ્ય છે. (વ.પૃ.૫૦૨) //૪રા. શિખામણ દે ત્રાજવાં જો, નીચે આ જાય પલ્લું ગ્રહવા ઇચ્છતું ખાલી ઊર્ધ્વ સુહાય.”૪૩ અર્થ - ત્રાજવાં આપણને શિખામણ આપે છે કે પરિગ્રહના ભારથી પલ્લું ભારે થાય છે તે જમીનને ગ્રહવા ઇચ્છે છે, અર્થાત્ તે તે જીવ નીચેની નરકાદિ ગતિઓમાં જાય છે તથા પરિગ્રહના ત્યાગથી જે જીવનું પલ્લું ખાલી રહે છે તે જીવ દેવાદિ ઉર્ધ્વગતિમાં જઈને શોભાને પામે છે. ૪૩ આશા-ખાણ અપૂર્વ છે, ત્રિભુવનથી ન ભરાય; ખોદી પરિગ્રહ ફેંકતા સપુરુષે પુરાય. ૪૪ અર્થ - જીવની તૃષ્ણારૂપી ખાણ એવી અપૂર્વ છે કે તેમાં ત્રણે લોકમાં રહેલ દેવતા, મનુષ્ય કે ભુવનપતિના સુખો નાખી દેવામાં આવે તો પણ તે ખાણ ભરાય નહીં. પણ બધા પ્રકારના પરિગ્રહને તે તૃષ્ણાની ખાણમાંથી ખોદી ખોદીને બહાર ફેંકવામાં આવે તો તે જરૂર પુરાય એમ છે. પણ આમ બનવું તે માત્ર પુરુષના બોઘે શક્ય છે. સપુરુષના બોઘે જીવને સંતોષભાવ આવવાથી અનાદિનો તૃષ્ણારૂપી ખાડો જરૂર પુરાય એમ છે. ભોગવૃત્તિ ઉરથી તજો, કરો ન પર-પંચાત; આત્માને ઉદ્ધારવા કમર કસો, હે! ભ્રાત.૪૫ અર્થ:- ઇન્દ્રિય વિષયોની ભોગ વૃત્તિને હે ભવ્યો! હવે તેના દુઃખદાયક સ્વરૂપને વારંવાર વિચારી કાઢી નાખો. તો પરિગ્રહ પ્રત્યેની મૂચ્છનો ભાવ પણ આપોઆપ સમાઈ જશે તથા આત્માથી પર એવા Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સઘળા પદાર્થોની પંચાતમાં પડો નહીં, પણ માત્ર તમારા આત્માનો ઉદ્ધાર કરવા માટે જ હે ભાઈ! હવે તો કમર કસીને તૈયાર થાઓ. II૪પા શરીર માત્ર પરિગ્રહે આરંભ-વૃદ્ધિ જાણ; અશરણ, અનિત્ય દેહ પર રાગ કરે ન સુજાણ. ૪૬ અર્થ :- આ શરીર માત્રના પરિગ્રહ વડે સંસારી જીવ તેને સુખી કરવા માટે અનેક પ્રકારના આરંભ એટલે હિંસાના કામો કરવા તૈયાર થઈ જાય છે, પણ સુજાણ એટલે સમ્યકજ્ઞાનને ઘરનારા એવા સપુરુષો તે આ અનિત્ય અને અશરણવાળા દેહ પ્રત્યે રાગ કરતા નથી. II૪૬ાા દ્વેષ પરિગ્રહ પર કરો, ઘરો મુક્તિ પર રાગ; તઓં દુર્ગાન સુધ્યાનથી ગ્રહો પરમપદ લાગ. ૪૭ અર્થ - દ્વેષ કરવો હોય તો આ પરિગ્રહ વિષેની મૂચ્છ પ્રત્યે કરો અને રાગ કરવો હોય તો સર્વ દુઃખના ક્ષયરૂપ એવા મોક્ષ પ્રત્યે કરો. કેમકે : “પરિગ્રહ જેટલો છે તેટલું પાપ છે. જેટલા પૈસા વધે તેટલું પાપ વધે છે. છૂટવાની ભાવના છતાં એ એને ખાળી રાખે છે.” ઓ. ભા.-૧ (પૃ.૨૬૦) પરિગ્રહવડે થતા આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ત્યાગી દઈ ઘર્મધ્યાન અને શુક્લધ્યાનને આદરી પરમપદ પ્રાપ્તિનો આવેલ લાગનો લાભ લઈ લો. ૪ળા લોભ મમત્વે ઊપજે, લોભ રાગનું મૂળ; રાગે વેષ થતો તથા વેષે દુખની શુળ. ૪૮ અર્થ - પરિગ્રહ પ્રત્યે મમત્વભાવ કરવાથી જીવને લોભ કષાય ઉત્પન્ન થાય છે. લોભ કષાય એ રાગનું મૂળ છે. તથા રાગભાવ જીવમાં હોવાથી તેમાં વિઘ્ન કરનાર પ્રત્યે દ્વેષભાવ ઊપજે છે. અને દ્વેષભાવ એ જીવને પ્રત્યક્ષ દુઃખની શૂળનું કારણ થાય છે. ૪૮ નિર્મમત્વ વર તત્વ છે, નિર્મમતા સુખ-ખાણ, નિર્મમતા બીજ મોક્ષનું-જ્ઞાન-સાર આ જાણ. ૪૯ અર્થ :- મમતા રહિતપણું એ જ શ્રેષ્ઠ તત્ત્વ છે. જીવને નિર્મમત્વભાવ જ સુખની ખાણ છે. મોક્ષનું બીજ પણ નિર્મમત્વભાવ છે. માટે એને જ તું સર્વજ્ઞાનનો સાર જાણ. તજ તજ બન્ને પરિગ્રહો, આરંભ ઝટ નિવાર, પરિહર પરિહર મોહ તું, કર કર આત્મ-વિચાર. ૫૦ અર્થ – ઘન ઘાન્યાદિ દસ પ્રકારના બાહ્ય પરિગ્રહનો તથા કષાય, નૌકષાય અને મિથ્યાત્વરૂપ અત્યંતર પરિગ્રહનો ત્યાગ કર, ત્યાગ કર. તથા હિંસાના કારણરૂપ આરંભને શીધ્ર નિવાર. પર પદાર્થો પ્રત્યેના મોહનો પરિત્યાગ કર, પરિત્યાગ કર અને આત્મનો વિચાર કર, વિચાર કર. /૫૦ના ઘર ઘર, જીંવ, ચારિત્ર તું, દેખ દેખ નિજ રૂ૫; કર કર સન્દુરુષાર્થ એ શિવ-સુખ ચાખ અનુપ. ૫૧ અર્થ :- હે જીવ! હવે તું સર્વસંગ પરિત્યાગ કરી સમ્યક્રચારિત્રને ધારણ કર, ઘારણ કર. તથા પોતાના આત્મસ્વરૂપને દેખ, આત્મસ્વરૂપને દેખ. આત્મસ્વરૂપને પામવા સત્યપુરુષાર્થ કર, સત્ પુરુષાર્થ Page #347 -------------------------------------------------------------------------- ________________ (૨૮) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૧ ૩ ૨ ૩ કર. તથા અનુપમ એવા મોક્ષસુખનો તું આસ્વાદ લે, આસ્વાદ છે. ૫૧ નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકારઃ “અગ્નિ આરંભ-પરિગ્રહ બળી મરશો, નિર્ધાર.” પર અર્થ - નિષ્કારણ કરુણા કરી સંતપુરુષો પોકાર કરીને કહે છે કે આરંભ-પરિગ્રહ એ અગ્નિ જેવા છે. જો તેને છોડશો નહીં અને તેમાં જ પડ્યા રહ્યા તો નિર્ધાર એટલે નક્કી ત્રિવિઘ તાપાગ્નિરૂપ આરંભપરિગ્રહમાં બળી મરશો અને તેના ફળસ્વરૂપ જન્મજરામરણથી યુક્ત એવી ચોરાશી લાખ જીવયોનિમાં ઘોર દુઃખને પામશો. એ દુઃખ ન ગમતા હોય તો અલ્પારંભી અને અલ્પ પરિગ્રહી થઈ સત્સંગ ભક્તિમાં આ અમૂલ્ય માનવદેહનો સમય ગાળજો. તથા આત્મકલ્યાણ માટે મળેલી આ અદભુત તકને જવા દેશો નહીં. પરા સંપૂર્ણ આરંભ-પરિગ્રહની જેણે નિવૃત્તિ કરી છે એવા શ્રી નેમિનાથ ભગવાનનું જીવનચરિત્ર હવે વર્ણવે છે. પ્રભુએ પશુઓના આરંભ નિમિત્તે લગ્ન કરવાનું પણ માંડી વાળી સર્વસંગ પરિત્યાગ કરીને શાશ્વત એવાં મોક્ષસુખને મેળવ્યું; એવા શ્રી નેમિનાથ ભગવંતની કથા નીચે પ્રમાણે છે : (૨૮) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ - ૧ (હરિગીત) લૌકિક દ્રષ્ટિ દૂર કરી શ્રી રાજચંદ્ર ગુરુ સ્મરું, તે પદ અલૌકિક ઓળખીને નમન નિત્ય કર્યા કરું; જે બ્રહ્મપદ પામ્યા મહા પ્રભુ તે જ પદ મુજ સંપદા, પ્રભુ નેમિનાથ-કથા કહું, હરનાર સઘળી આપદા. ૧ અર્થ - જગતને રૂડું દેખાડવારૂપ લૌકિક દ્રષ્ટિને દૂર કરી, મારા પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુવર્યનું સ્મરણ કરું છું. તે પરમકૃપાળુદેવના અલૌકિક આત્મપદને ઓળખી તેમના ચરણકમળમાં નિત્ય હું નમન કર્યા જ કરું એવી મારી આકાંક્ષા છે. જે બ્રહ્મપદ એટલે આત્માના શુદ્ધસ્વરૂપને મહાપ્રભુ પામ્યા, તે જ શુદ્ધ આત્મપદ મારી પણ ખરેખરી સંપત્તિ છે. તે મારી ખરી આત્મસંપદાને પામવા માટે પ્રભુ શ્રી નેમિનાથ ભગવાનની તમને કથા કહું છું. જે કર્મને આધીન આવતી સઘળી આપત્તિને, માર્ગદર્શન આપી હરવા સમર્થ છે. II૧ાા હું ગાન ગાઉં, પાદ પૂજું નેમિ તીર્થકર તણા, નવ ભવ કરી ભવ પાર પામ્યા; જીવ તાર્યા, ના મણા. છે ભરત ક્ષેત્રે અચલ નગરી રાય વિક્રમશન, ગણો; ત્યાં રાણી ઘારિણી રાયને કહે: “સ્વપ્ન આવેલું સુણો : ૨ Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - હું તીર્થંકર નેમિનાથ પ્રભુના ગુણગાન ગાઉં, સ્તુતિ કરીને તેમના પાદપંકજની પૂજા કરું, કે જે સમ્યક્દર્શન પામ્યા પછી નવ ભવ કરીને આ ચારગતિરૂપ સંસારથી સર્વકાળને માટે પાર પામી ગયા. પોતે તરણતારણ બનીને બીજા હજારો જીવોને પણ તારી લીધા. તારવામાં કોઈપણ પ્રકારની મણા એટલે ખામી રાખી નહીં એવા શ્રી નેમિનાથ પ્રભુના પૂર્વે થયેલા નવ ભવોનું વૃત્તાંત હવે જણાવું છું. ભરત ક્ષેત્રમાં અચલ નગરીમાં શ્રી વિક્રમથન નામે રાજા હતો. તેને ઘારિણી નામની રાણી હતી. તેણે એકવાર રાજાને કહ્યું કે મને આજે એક સ્વપ્ન આવેલું છે તે આપ સાંભળો. રાા દીઠો પુરુષ મુજ આંગણે આંબો મનોહર વાવતો, કોયલ કરે ટહુકા મઘુર, ફળ-ભારથી લલચાવતો; ‘બીજે બીજે નવ વાર આ આંબો વવાશે,’ એ કહે ‘ઉત્તમ ફળે ફળશે અનુપમ સુખ ત્રિભુવન-જન લહે.” ”૩ અર્થ – સ્વપ્નમાં મેં આપણા ઘરના આંગણામાં એક પુરુષને સુંદર આંબો વાવતાં જોયો. તે આંબા પર કોયલ મધુર અવાજમાં ટહુકા કરી રહી હતી. અને તે આંબો કેરીઓના ફળના ભારથી ભરેલો હોવાથી મનને લલચાવતો હતો. વળી તે આંબો બીજે બીજે સ્થાને નવ વાર વવાશે, અને ઉત્તમ ફળોને આપશે, જેથી ત્રણે લોકના જીવો અનુપમ સુખને પામશે એમ તે પુરુષ કહેતો હતો. સા. નિમિત્તિયાને નોતરી નૃપતિ પૂંછે ફળ સ્વપ્નનું, “સુત જન્મશે જ સુલક્ષણો, જાણું ન ફળ નવ સ્થાનનું.” સુણ ફળ નૃપે નિમિત્તિયાને દાન દઈ રાજી કર્યો, પછી પુત્ર-જન્મ થયે મહોત્સવ સકળ દેશ વિષે થયો. ૪ અર્થ :- નિમિત્તિયાને બોલાવી રાજા સ્વપ્નનું ફળ પૂછવા લાગ્યા. તેના ઉત્તરમાં તેણે કહ્યું કે રાજન! આપને ઘેર સુલક્ષણથી યુક્ત પુત્રનો જન્મ થશે. પણ નવીન નવ સ્થાનોમાં તે આંબો વવાશે તેનું ફળ હું જાણતો નથી. આમ સ્વપ્નનું ફળ જાણી રાજાએ નિમિત્તિયાને દાન દઈ રાજી કર્યો. પછી પુત્રનો જન્મ થતાં સકળ દેશમાં જન્મ મહોત્સવ ઉજવવામાં આવ્યો. ૪. યૌવનવયે વિદ્યાકુશળ કુંવર અતિ સુંદર થયો, ત્યાં તો કુસુમપુર-ભૂપ દૂતને મોકલે હરખેભર્યો વંદી કહે – “ઘનવર્તી કુમારી યોગ્ય ઘનકુમાર છે, તો પ્રાર્થના સ્વીકારી ઉપકારી બનો, સુખકાર એ. ૫ અર્થ - યૌવનવયમાં આવતાં કુંવર વિદ્યાકુશળ અને અતિસુંદર આકૃતિને પામ્યા. ત્યારે કુસુમપુરના રાજાએ હર્ષિત થઈ એક દૂત મોકલ્યો. તે આવી વિક્રમથન રાજાને વંદન કરીને કહેવા લાગ્યો કે અમારા રાજાની ઘનવતી કુમારી આપના પુત્ર થનકુમારને યોગ્ય છે, તો આ અમારી સવિનય પ્રાર્થનાને સ્વીકારી આપ અમારા ઉપકારી બનો કે જેથી આ વાર્તા સર્વને સુખકારી થાય. //પા. છે સ્નેહ હાલ પરસ્પરે અતિ વૃદ્ધિ સગપણથી થશે, કુંડલ કનકનું મણિ જડે તો, જેમ, અતિશય શોભશે.” Page #349 -------------------------------------------------------------------------- ________________ (૨૮) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૧ ૩ ૨ ૫. આપી નૃપે અનુમતિ સુણી તે ઘનકુમાર વિચારતો, “દંત લોક મીઠી વાણી પીરસે, વાત આ ગંભીર જો – ૬ અર્થ - વર્તમાનમાં પરસ્પર સ્નેહ તો છે જ, પણ આ સગપણથી તે અતિ વૃદ્ધિ પામશે. જેમ સોનાના કુંડળમાં મણિ જડવામાં આવે તો તે અતિશય શોભાને પામે છે, તેના જેવું થશે. વિક્રમથન રાજાએ ઘનવતીકુમારી સાથે પોતાના પુત્ર ઘનકુમારના લગ્ન માટેની અનુમતિ આપી દીધી. તે સાંભળી ઘનકુમાર વિચારવા લાગ્યો કે દૂત લોકો તો મીઠી વાણીમાં વાતને પીરસી દે છે પણ આ વાત તો ઘણી ગંભીર છે. કા. દુખમૂળ નારી દુષ્ટ છે; કદી કૃપણ, કદરૂપી હશે, ગુરુ-દેવ-ભક્તિ-હીન ભાર્યા ભારરૂપ અરે! થશે.” એવું વિચારી રાજકુંવર જાય નિજ હર્પે ભલો, દંત પત્ર દે ત્યાં આવી ઘનવતી કુંવરીનો સાંભળોઃ ૭ અર્થ - આ સંસારના દુઃખનું મૂળ એવી નારી દુષ્ટ છે, જો તે કૃપણ હશે તો. વળી કદરૂપી હશે કે ગુરુ અથવા દેવભક્તિથી હીન હૃદયવાળી તે સ્ત્રી હશે તો જીવનમાં ભારરૂપ થઈ પડશે. જેમકે પરદેશી રાજાની સ્ત્રી સૂર્યકાન્તા હતી તેમ. એમ વિચાર કરીને રાજકુંવર પોતાના હર્મ્સ એટલે મહેલમાં ગયો. ત્યાં દૂતે પણ આવીને ઘનવતી કુંવરીનો પત્ર ઘનકુમારના હાથમાં આપ્યો. આશા “કરમાયેલી આ કમલિની યૌવન-શરદ ઋતુ-રાતમાં, ઇચ્છી રહી રવિ-કરગ્રહણ-ઉષા સુરમ્ય પ્રભાતમાં.” વાણી-વિલાસે કુંવરીનું ઉર ઝટ પરખી લીધું; જો ભાવ સુંદર ઉરમાં નથી રૂપ જોવાનું કીધું. ૮ અર્થ - તે પત્રમાં ઘનકુંવરીએ એમ લખ્યું કે યૌવનરૂપી શરદઋતુની રાતમાં કરમાયેલી એવી કમલિની તે એ ઇચ્છી રહી છે કે ક્યારે સૂર્યનો ઉદય થાય અને હું તેના કિરણોને ગ્રહણ કરી ખીલીને સુંદર બનું. એમ વાણીના વિલાસથી કુંવરીનું હૃદય કુંવરે ઝટ પરખી લીધું, અને વિચાર્યું કે જો ભાવ સુંદર હૃદયમાં છે તો રૂપ જોવાનું કહ્યું નથી. ll પછી પત્ર ઉત્તરરૂપ કુંવર કુંવરીને પણ લખે : “જો, કર વડે કમલિની વિકસાવી રવિ ઉર ઓળખે, તે તો સ્વાભાવિક ઘર્મ છે; ત્યાં ના કૃપા કે યાચના;” દે ઘનવતી પ્રતિ મોતમાળા પત્રસહ ગૂઢ સૂચના. ૯ અર્થ - પછી તે પત્રના ઉત્તરરૂપે કુંવરે કુંવરીને પણ લખ્યું કે જો સૂર્ય કમલિનીના હૃદયને ઓળખીને પોતાના કિરણો વડે તેને વિકસાવે અર્થાત્ પ્રફુલ્લિત કરે તો તેનો તે સ્વભાવિક ઘર્મ છે. ત્યાં કોઈ કૃપા કે યાચના કરવાની જરૂર નથી. એમ ઉત્તર લખી, ઘનવતી માટે મોતીની માળા સાથે ગૂઢ સૂચનાઓ લખી, તે પત્ર મંત્રીને આપી વિદાય કર્યો. ગાલા Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ પછી લગ્ન બન્નેના થયાં સુખમગ્ન દંપર્તીદિન જતા, ઘનકુંવરે મુનિ એકદા દીઠા વને ઉપદેશતા; નર્મી ભાવથી પૂજે વસુંઘર લબ્ધિવંત મુનિ ભલા ત્યાં તાત સહ-કુટુંબ આવી પ્રશ્ન પૂંછતા સાંભળ્યા - ૧૦ અર્થ :- પછી બન્નેના લગ્ન થયા અને સુખપૂર્વક બન્ને દંપતીના દિવસો વ્યતીત થવા લાગ્યા. એકવાર ઘનકુંવરે જંગલમાં મુનિ મહાત્માને ઉપદેશ આપતા દીઠા. તે વસુંઘર નામના લબ્ધિવંત મુનિ હતા. ત્યાં આવી ભાવપૂર્વક નમી, તેમની પૂજા કરીને તે બેઠા. ત્યાં પોતાના પિતા કુટુંબ સાથે આવીને પ્રશ્ન પૂછવા લાગ્યા, તે તેમણે સાંભળ્યા. ૧૦ના “પ્રભુ, એકદા આ રાણીએ આંબો ર્દીઠો નિજ આંગણે, નવ વાર એ આંબો વવાશે', સ્વપ્રમાં કોઈ ભણે; શું અર્થ તે ના ઊકલે, તેથી ઉરે સંશય રહે.” મુનિ લબ્ધિથી કેવળી કને નવ ભવ સુણી સર્વે કહે : ૧૧ અર્થ :- ઘનકુમારના પિતા મુનિને કહેવા લાગ્યા કે હે પ્રભો! એકવાર આ રાણીએ સ્વપ્નમાં એક જણને પોતાના આંગણામાં આંબો વાવતો દીઠો અને તેણે કહ્યું કે નવ વાર એ આંબો વવાશે તેનો શો અર્થ થાય છે તે સમજાતું નથી. તેથી મનમાં એ વિષે સંશય રહ્યા કરે છે. તે સાંભળી મુનિએ પોતાની લબ્ધિ વડે કેવળી ભગવાનને પૂછી કહ્યું કે નવ વાર તે આંબો વવાશે તેનો અર્થ એમ છે કે નવ ભવ એમના થશે અને તે આ પ્રમાણે થશે. એમ સર્વ હકીકત જણાવી દીધી. ||૧૧ાા “તે તીર્થપતિ બાવીશમા શ્રી નેમિ નવમે ભવ થશે, યદુવંશતિલક તે થશે, નહિ કોઈ નારી પરણશે.” આનંદ પામી ભૂપ આદિ પ્રણમી મુનિને, પુર ગયા; નૃપ મરણ પામ્યા એટલે ઘનરાય નૃપનાયક થયા. ૧૨ અર્થ - નવમા અંતિમ ભવમાં તમારો આ પુત્ર બાવીશમા શ્રી નેમિનાથ તીર્થકર થશે. તે યદુવંશમાં તિલક સમાન થશે તથા કોઈપણ સ્ત્રીને પરણશે નહીં અર્થાત બાળબ્રહ્મચારી જ રહેશે. એમ મુનિ ભગવંતે જણાવ્યું. તે જાણીને આનંદ પામી રાજા વગેરે મુનિને પ્રણામ કરી નગરમાં ગયા. કાળાંતરે રાજાનું મૃત્યુ થયું અને ઘનકુંવર રાજા થયા તેમજ સ્વપ્રતાપે બીજા રાજાઓના પણ નાયક થયા. /૧૨ાા મુનિચંદ્ર મુનિના યોગથી, સમકિત ઘનનૃપ પામિયા, વળી ફરી થતાં ગુરુ-યોગ મુનિ બન ગુરુ-ચરણ ઉપાસિયા; ઘનદેવ ને ઘનદત્ત બંધુ ઘનવતી સાથે તજે સંસાર, મરણાંતે બઘા સૌથર્મ સ્વર્ગે ઊપજે. ૧૩ અર્થ - મુનિચંદ્ર નામના મુનિ ભગવંતના યોગે ઘનરાજા સમકિતને પામ્યા તથા બીજી વાર તે જ મુનિનો યોગ થતાં પોતે પણ મુનિ બની ગયા અને શ્રી ગુરુના ચરણને ઉપાસવા લાગ્યા. તે સમયે પોતાના ભાઈ ઘનદેવ અને ઘનદત્ત પણ દીક્ષા લીધી તથા પોતાની ઘર્મપત્ની ઘનવતીએ Page #351 -------------------------------------------------------------------------- ________________ (૨૮) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૧ ૩ ૨૭ પણ સંસારનો ત્યાગ કરીને સંયમ અંગીકાર કર્યો. પછી ત્યાંથી મરણ થતાં બઘા સૌઘર્મ નામના પહેલા સ્વર્ગલોકમાં ઉત્પન્ન થયાં. ૧૩ તે દેવભવ પૂરો કરી ઘન-જીવ વિદ્યાઘર બને, બની ચક્રવર્તી-પુત્ર ઘરતો ચિત્રગતિ શુભ નામને; વળી નામ રત્નાવતી ઘરી ઘનવતી અને વિદ્યાઘરી નૃપ પુત્ર-વર વિષે પૂંછે નિમિત્તિયાને નોતરી. ૧૪ અર્થ – તે દેવનો ભવ પૂરો કરીને ઘનકુમારનો જીવ વિદ્યાધર થયો. તે સૂર નામના ખેચરના ચક્રવર્તી રાજાને ઘેર પુત્રરૂપે અવતરવાથી તેનું શુભ નામ ચિત્રગતિ રાખવામાં આવ્યું. તથા ઘનવતીનો જીવ આ ભવમાં રત્નવતીના નામે વિદ્યારીરૂપે અવતર્યો. તેના પિતા અસંગસિંહ નામે રાજા હતા. તેણે પોતાની આ શ્રેષ્ઠ પુત્રી વિષે નિમિત્તિયાને બોલાવી તેનું ભવિષ્ય પૂછ્યું. I/૧૪ “જે ખગ્ન દેવીનું દીધેલું આપનું જે હરી જશે, જેના ઉપર જિનમંદિરે વળી પુષ્પવૃષ્ટિ પણ થશે, તે વર વરશે રત્નવતને” એમ કહી નિમિત્તિયો લઈ દક્ષિણા, આનંદથી નિજ મંદિરે ચાલ્યો ગયો. ૧૫ અર્થ - દેવી દ્વારા આપેલ આપનું ખગ્ન એટલે તરવારને જે હરી જશે તથા જેના શિર ઉપર જિનમંદિરમાં પુષ્પની વૃષ્ટિ થશે, તે વીર પુરુષ તમારી પુત્રી રત્નાવતીને વરશે એમ નિમિત્તિયાએ જણાવ્યું. તેને રાજાએ દક્ષિણા આપી, તે લઈ આનંદથી તે પોતાના ઘેર ચાલ્યો ગયો. ૧પો. અથ ચક્રપુરમાં રાય સુગ્રીવ-પુત્ર પવ, સુમિત્ર છે; નિજ પુત્ર માટે પા-મા સુમિત્રને વિષ-અન્ન દે; સુમિત્રને મૂર્ણિત દેખી નૃપ, વિલાપ કરે અતિ, વળી ચિત્રગતિ તે અવસરે વિમાનમાં કરતો ગતિ. ૧૬ અર્થ :- અથ એટલે હવે ચક્રપુરમાં રાજા સુગ્રીવના પદ અને સુમિત્ર નામના બે પુત્ર છે. પદ્મની માં પોતાના પુત્રને રાજ્ય મળે તે માટે પોતાની શૉકના પુત્ર સુમિત્રને અન્નમાં વિષ આપ્યું. તેથી મૂર્શિત થયેલા પોતાના પુત્ર સુમિત્રને જોઈ રાજા અતિ વિલાપ કરવા લાગ્યો. તે અવસરે ચિત્રગતિ વિમાનમાં બેસીને તેમના ઘર ઉપરથી જ જતો હતો. [૧૬ાા. આજંદ સુણીને કુતૂહલે વિમાનથી તે ઊતરે, ને ચિત્રગતિનો મંત્રી મંત્રિત પાણી છાંટી વિષ હરે; સુંમિત્ર બેઠો થઈ પૂંછે : “શા કારણે ટોળે મળ્યા?” ભૂપતિ કહે, “તુજ અપરમાએ વિષ દઈ દુખિયા કર્યા; ૧૭ અર્થ – આવો આજંદપૂર્વકનો વિલાપ સાંભળીને કુતૂહલથી ચિત્રગતિનો જીવ વિમાનમાંથી નીચે ઊતર્યો. તથા ચિત્રગતિના મંત્રીએ મંત્રિત પાણી છાંટીને તે વિષનું હરણ કરી લીધું. તેથી સુમિત્ર બેઠો થઈને પૂછવા લાગ્યો કે તમે બઘા શા કારણે ભેગા થયા છે. ત્યારે રાજાએ કહ્યું કે તારી અપરમાતાએ તને વિષ આપી બઘાને દુઃખી કર્યા છે. ||૧ળા Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ તુજ પુણ્યથી આવી મળ્યા આ અતિથિઓ ઉપકાર બે. મૃત તુલ્ય તુજને ર્જીવિત કરી, અમને બન્યા સુખકારી એ.” સુમિત્ર સન્મતિથી ગણે, “ઉપકાર આ તે માતનો, જે પ્રાણદાતા મિત્ર દે, અવસર ગયો એ ઘાતનો.” ૧૮ અર્થ :- તારા પુણ્ય પ્રભાવે બે ઉપકારી અતિથિઓ આવી મળ્યા અને મરેલા જેવા તને જીવીત કરીને અમને બધાને સુખના આપનાર થયા છે. આ સાંભળી સુમિત્રે સબુદ્ધિથી વિચાર કરીને કહ્યું કે આ તો અપરમાતાનો ઉપકાર ગણવો જોઈએ કે જેણે આવું નિમિત્ત ઊભું કરવાથી મને પ્રાણના દાતા એવા મિત્રની ભેટ થઈ તથા મારા મરણની ઘાતનો અવસર પણ ટળી ગયો. ૧૮ સુમિત્ર-આગ્રહ માની, ચિત્રગતિ રહે દિન થોડલા, માગે રજા ત્યાં કેવળી વળી નિકટ વિચરે, સાંભળ્યા; સૌ વંદના કરવા ગયા, ત્યાં દેશના શુભ સાંભળે; નરપતિ પૂંછે, “વિષદાન-કારણ, કટુક ફળ કેવું મળે?” ૧૯ અર્થ :- સુમિત્રનો આગ્રહ માનીને ચિત્રગતિ જે નેમિનાથ ભગવાનનો જીવ છે તે થોડા દિવસ ત્યાં રહ્યા. ઘરે જવાની રજા માંગી, ત્યાં તો વળી નિકટમાં જ કેવળી ભગવાન વિચરી રહ્યા છે એમ સાંભળ્યું. તેથી સૌ તેમની વંદના કરવા માટે ગયા. ત્યાં પ્રભુની શુભ દેશના સાંભળતા રાજાએ પૂછ્યું કે ભગવન્! આ પુત્રને મારવા માટે કારણરૂપે વિષ આપ્યું તો તેનું કડવું ફળ તેને કેવું મળશે? I૧૯ll કેવળી કહે : “સુમિત્રને દેનાર વિષ રાણી સુણી, નહિ દોષ તેનો માનવો; શીખ મંત્રીની તેણે ગણી, સામંતની પણ પ્રેરણા;” સુણી રાય નીરખે તેમને, ભય તેમને પેઠો, પરંતુ કેવળી કહે ભૂપને ૨૦ અર્થ - કેવળી ભગવંત તે વાતને સ્પષ્ટ કરતાં બોઘરૂપે જણાવા લાગ્યા કે સુમિત્રને વિષ દેનાર રાણી છે એમ સાંભળીને તેનો દોષ માનવો નહીં. તેણે તો મંત્રીની શીખ પ્રમાણે કર્યું છે. તેમાં બીજા સામંતની પણ પ્રેરણા છે. આ સાંભળીને રાજા, મંત્રી વગેરે તરફ જોવા લાગ્યા. તેથી મંત્રી વગેરેને મનમાં ભય ઉત્પન્ન થયો. તેથી ફરી કેવળી ભગવાન રાજાને કહેવા લાગ્યા. /૨૦ાા. “નિર્દોષ તુજ સામંત, મંત્રી; અન્ય ગૃપના તે ગણો.” ત્યાં રાય વિસ્મય પામિયો, ગણ કોઈ નૃપ અરિ આપણો. મુનિવર કહે : “સુણ ભૂપતિ, બે જાતનાં છે રાજ્ય તો આંતર અને જે બાહ્ય, તેમાં બાહ્ય ભણી ના રાજ, જો. ૨૧ અર્થ :- તારા સામંત અને મંત્રી નિર્દોષ છે. તે અન્ય ગૃપના કામ છે એમ જાણો. આ સાંભળી રાજા વિસ્મય પામી વિચારવા લાગ્યો કે કોઈ અન્ય રાજા આપણો શત્રુ છે અને તેના આ બધાં કામ છે. ત્યારે કેવળી ભગવંત ફરી કહેવા લાગ્યા કે હે રાજન! બે જાતના રાજ્ય છે. એક અંતરનું રાજ્ય અને બીજાં બાહ્ય રાજ્ય. પણ અહીં બાહ્ય રાજ્ય વિષે કંઈ કહેવું નથી. ૨૧ાા. Page #353 -------------------------------------------------------------------------- ________________ (૨૮) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૧ ૩૨ ૯ બે ભેદ આત્યંતર વિષે ય: પ્રશસ્ત, અપ્રશસ્ત એ; રક્ષી પ્રથમ આ પુણ્યકૅપને, પાપડૅપ કર અસ્ત તે. ચારિત્ર-ઘર્મ સુભૂપ છે, તપ આદિ સામંતો પેંડા; ને મોહ રાજા દુષ્ટ છે, છલ આદિ સામંતો કૂંડા. ૨૨ અર્થ - અંતરના રાજ્ય વિષે જણાવવું છે. તેના વળી બે ભેદ છે. એક પ્રશસ્ત અને બીજાં અપ્રશસ્ત રાજ્ય. પ્રથમ આ પ્રશસ્તભાવના ફળમાં થતા પુણ્યરૂપ રાજ્યની રક્ષા કર અને પાપરૂપ રાજ્યનો અંત આણ. પ્રશસ્ત રાજ્યમાં પુણ્યના ફળથી યુક્ત ચારિત્રઘર્મરૂપ રાજા છે, તપ વગેરે તેના રૂડા સામંતો છે. જ્યારે અપ્રશસ્ત રાજ્યમાં પાપના ફળથી યુક્ત એવો મોહ રાજા છે. તે દુષ્ટ છે અને છલકપટ આદિ તેના બઘા કૂડા સામંતો છે. રા. વિષયાભિલાષા મંત્રી માનો કુવિવેક સહિત જે મિથ્યાભિમાન નડે નકામું, શુભ શક્તિરહિત છે, આ મોહસૈન્ય નડે બઘાને, જીતજો શૂરવીર જો, સૌ બાહ્ય શત્રુ બાપડા છે; શત્રુ આંતર ચીરજો. ૨૩ અર્થ :- આ મોહરાજાનો વિષયાભિલાષરૂપ મંત્રી છે. તે સદા કુવિવેકથી યુક્ત છે. તે જીવને સદા ખોટા અભિમાનમાં ઘકેલી જઈ નકામા નડ્યા કરે છે. તથા પોતામાં રહેલી શુભ આત્મિક શક્તિઓથી પણ તેને વંચિત રાખે છે. આ મોહરાજાના રાજ્યની સેના અંતરમાં બઘાને નડે છે. માટે શૂરવીર થઈને હવે તેને જરૂર જીતી લેજો. તેના આગળ બાહ્ય શત્રુઓ તો બાપડા કાંઈ ગણતરીમાં નથી. માટે પોતાના જ અંતરમાં રહેલા આ વિષયકષાયરૂપ શત્રુઓને ચીરવાનો પ્રયત્ન કરજો, બહારના નહીં. ર૩ાા તે રાણી વિષ દેનારી ડરીને નાસતાં થાકી ગઈ, ચોરે અલંકારો લઈ વેચી, વણિક-ઘરમાં રહી; નાસી છૂટી અટવી વિષે દાવાનળે બળીને મરે, પીડા પ્રથમ નરકે ખમી, ચંડાલણી બનશે, અરે! ૨૪ અર્થ - ભદ્રા નામની રાણીએ જેણે સુમિત્રને વિષ આપ્યું તે વાત બહાર આવતાં ડરીને તે નાસી ગઈ. નાસતાં થાકી અને ચોરોના હાથે પકડાઈ ગઈ. તેઓએ તેના બઘા આભૂષણો લઈ તેને એક વણિકને વેચી દીધી. તેના ઘરમાંથી નાસી છૂટી અને જંગલમાં દાવાનળમાં બળીને મરી ગઈ. તે રૌદ્રધ્યાન વડે મરણ પામીને પહેલી નરકમાં ગઈ. ત્યાં અત્યંત પીડા ખમીને પછી ચંડાલણી બનશે. અરે આશ્ચર્ય છે કે પાપોના કેવા ભયંકર ફળ જીવને ભોગવવા પડે છે. ૨૪ તે શોક્ય સાથે લડી મરી, જાશે ય બીજી નરકમાં, પીડા સહી, પશુયોનિ પામી, ભટકશે વળી નરકમાં; વળી નર, પર્શી ગતિમાં ભવોભવ શસ્ત્ર, વિષ, દાહે મરે, સમકિતીની ઉપઘાત ભાવે ચિંતવ્ય ભવમાં ફરે. ૨૫ અર્થ :- ચંડાલણના ભવમાં ગર્ભવતી થતાં તેની શોક્ય સાથે લડશે. તે તેને કાતી એટલે છરી વડે Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ મારી નાખશે. ત્યાંથી મરણ પામી તે બીજી નરકમાં જશે. ત્યાં અતિ પીડા ભોગવીને તિર્યંચ યોનિ પામશે. ત્યાંથી ફરી નરકમાં ભટકશે. ત્યાંથી વળી મનુષ્ય કે પશુગતિમાં જઈ ભવોભવ શસ્ત્ર કે વિષ વડે અથવા બળીને મરશે. સમકિતી પુરુષને ઝેર આપી ઘાત કરવાના ભાવ ચિંતવનથી તે સંસારમાં અનંતદુઃખને પામશે. ૨પા કર્મો કરેલાં સેંકડો કલ્પે ય ભોગવવાં પડે, જો, સેંકડો ગાયો વિષેથી વત્સને જનની જડે; તેવી રીતે જે કર્મ કરશો, પરભવે સાથે જશે, ક્ષય કર્મનો જ્ઞાન કરે તે મોક્ષ લહીં સુખી થશે.” ૨૬ અર્થ - કરેલાં કર્મો સેંકડો કલ્પ વીતી જાય તો પણ ભોગવવા પડે છે. ચાર અબજ બત્રીસ કરોડ વર્ષનો એક કલ્પકાળ કહેવાય છે. જેમાં સેંકડો ગાયો વચ્ચેથી વાછરડું પોતાની માતાને શોધી કાઢે છે તેમ જે કર્મો કરીશું તે સાથે આવશે અને અબાઘાકાળ પૂરો થયે તે કર્મ આપણને શોધી કાઢી જરૂર ફળ આપશે. પણ જે સમ્યજ્ઞાન વડે તે કર્મોનો ક્ષય કરી દેશે તે ઉત્તમ પુરુષ મુક્તિને પામી શાશ્વત સુખનો ભોક્તા થશે. સરકા સુમિત્ર તે સુણીને કહે: નિમિત્ત હું તેને થયો, ગૃહવાસ મારે ના ઘટે, મુજ ભોગ-રાગ ગળી ગયો; દ્યો અનુમતિ હે! તાત, તો દીક્ષા ગ્રહું હું ભગવતી, ક્ષય કર્મનો કરી, કોઈને ના કર્મ બંઘાવું કદી.” ૨૭ અર્થ :- સજ્જન એવો સુમિત્ર આ વાત સાંભળીને કહેવા લાગ્યો કે મારી અપરમાતાની દુર્ગતિનું હું નિમિત્ત બન્યો. માટે મારે હવે આ ઘરવાસમાં રહેવું ઘટતું નથી. મારો ભોગો પ્રત્યેનો રાગ આ સાંભળીને ગળી ગયો છે. હે તાત! હવે મને આપ આજ્ઞા આપો જેથી હું ભગવતી દીક્ષા ગ્રહણ કરી સર્વ કર્મનો અંત આણી ભવિષ્યમાં કોઈને પણ કર્મબંધનનું કારણ થાઉં નહીં એમ કરું. ગારશા આગ્રહ કરી તેના પિતાએ નૃપતિ-પદ આરોપિયું, દીક્ષા ગ્રહી કેવળી કને મન આત્મહિતે રોકિયું; પછી ચિત્રગતિ કહે : “મિત્ર, મુજને થર્મ-હેતું તું થયો; મુજ તાત મારી વાટ જાએ છે” કહી નિજ પુર ગયો. ૨૮ અર્થ - તે સાંભળી પિતાએ વળી પુત્રને આગ્રહ કરી પોતાનું રાજ-પદ તેને આપ્યું; અને પોતે કેવળી ભગવાન પાસે જઈ દીક્ષા ગ્રહણ કરીને પોતાના મનને આત્મહિત કરવામાં રોક્યું. સુમિત્રે પોતાની અપરમાતા ભદ્રા કે જેણે વિષ આપ્યું હતું તેના પુત્ર પદ્મને પણ કેટલાક ગામો આપ્યા છતાં તે દુર્વિનીત તેટલાથી અસંતુષ્ટ થઈને ત્યાંથી કોઈ ઠેકાણે ચાલ્યો ગયો. પછી ચિત્રગતિ જે નેમિનાથ ભગવાનનો જીવ છે તે કહેવા લાગ્યો કે હે મિત્ર! કેવળી ભગવાનના દર્શન કરાવીને મને તું ઘર્મવૃદ્ધિનું કારણ બન્યો છે. હવે મારા પિતા મારી વાટ જોઈ રહ્યા છે એમ કહી પોતાના નગરમાં ગયો. ત્યાં પણ ચિત્રગતિ દેવપૂજા, ગુરુની ઉપાસના, તપ, સ્વાધ્યાય અને સંયમાદિકમાં નિરંતર તત્પર રહેવાથી તે તેના માતાપિતાને અત્યંત સુખદાયક થઈ પડ્યો. ૨૮ાા Page #355 -------------------------------------------------------------------------- ________________ (૨૮) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૧ રૂપવંતી બે'ન સુમિત્ર નૃપની, જે કલિંગપતિ વરી, પણ રત્નવી-બંધુ કમલ કુંવર ગયો તેને હરી; નિજ રાજકાજ બધું તજી સુમિત્ર ચિંતાતુર થયો, તે જાણતાં ઝટ ચિત્રગતિ સુમિત્રની વા'રે ગયો. ૨૯ અર્થ :– હવે સુમિત્ર રાજાની રૂપવંતી બહેન જે કલિંગ દેશના રાજા સાથે પરણાવી હતી. તેને અનંગસિંહ રાજાનો પુત્ર અને રત્નવતીનો ભાઈ કમલકુંવર હરી ગયો. તેથી પોતાનું બધું રાજકાર્ય મૂકી દઈ સુમિત્ર ચિંતામાં ગરકાવ થઈ ગયો. ખેચરો દ્વારા આ જાણતાં ચિત્રગતિ ઝટ સુમિત્રની મદદ કરવા માટે ગયો. ।।૨૯।। તે કુલક્રમાગત ખડ્ગ સાથે ભગિની લઈ સુમિત્રની ઝટ ચિત્રગતિ પાછો ફર્યો, હરી શક્તિ શત્રુ-નેત્રની. પિતા કમલકુમારના મ્હે : “દુષ્ટ, ૫૨-સ્ત્રી-હરણથી, તેં ખડ્ગ ખોયું, હાર ખાથી; પરભવે પણ સુખ નથી. ૩૦ ૩૩૧ અર્થ :– ત્યાં યુદ્ધમાં કમલકુંવર વગેરેને હરાવી તેના પિતાને કુલક્રમાગતથી મળેલ દેવતાઈ ખગ એટલે ત૨વા૨ને તથા અખંડ શીલવાળી સુમિત્રની બહેનને લઈ ચિત્રગતિ શીઘ્ર પાછો ફર્યો. એમ શત્રુની પરસ્ત્રી પર થયેલ કુદૃષ્ટિને ચિત્રગતિએ હણી નાખી. પછી કમલકુમારના પિતા અનંગસિંહે પુત્રને કહ્યું કે અરે દુષ્ટ! પરસ્ત્રીના હરણથી આ દેવતાઈ ખડ્ગ ખોયું અને હાર પણ ખાઘી. વળી તેના ફળમાં પરભવમાં પણ સુખ નથી. ।।૩૦।। શી રીતથી તે રત્નવીના નાથની ઓળખ થશે? જિનમંદિરે તેના ઉ૫૨ હજું દેવ-પુષ્પો વરસશે. તેવા નિમિત્તે ઓળખીશું વી૨-ભક્ત મહામના; અમ કુળ પણ પાવન થશે, અંકુર ફૂટશે પુણ્યના.’’ ૩૧ અર્થ :– હવે ખડ્ગ જવાથી પિતા અનંગસિંહ રાજાને થયું કે કઈ રીતથી આ પુત્રી રત્નવતીના નાથની ઓળખાણ થશે? એક વાત તો ખડ્ગ હરી જવાથી સિદ્ધ થઈ છે, પણ બીજી વાત હજી બાકી છે કે જિનમંદિરમાં તેના ઉપર દેવો દ્વારા પુષ્પની વૃષ્ટિ થશે; તેવા નિમિત્તે તે વીરપુરુષને જે મહામના એટલે જે મોટા ઉદાર મનવાળા અને ભગવાનના ભક્ત હશે તેની ઓળખાણ થશે. તે અમારા જમાઈ થવાથી અમારું કુળ પણ પવિત્ર થશે અને પુણ્યના અંકુરો પણ ફૂટી નીકળશે. ।।૩૧।। * નિજ બે'નના નિમિત્તથી સુમિત્ર જીવન ચિંતવે : “વીત્યા અમે જે દિનો, ક્યાંથી મળે પાછા હવે? જો તાત સાથે ધર્મ સાઘત, મોક્ષ દૂર ના હોત તો, કોની ભિંગની? કોણ સર્વે? દેહમાં ના સાર કો.' ૩૨ અર્થ :— પોતાની બહેનને હરી જવાના નિમિત્તે સુમિત્ર રાજાને પહેલા પણ સંસાર ઉપર વિરક્તભાવ તો હતો જ, તે હવે વિશેષ વૃદ્ધિ પામ્યો; અને પોતાના જીવન વિષે ચિંતવવા લાગ્યા કે હે આત્મા! જે Page #356 -------------------------------------------------------------------------- ________________ પ્રાવધ-વિવેચન ભાગ-૧ ૩૩૨ અધર્મમાં દિવસો વ્યતીત થયા તે હવે પાછા ક્યાંથી મળી શકે? જો પિતાની સાથે જ દીક્ષા લઈ ધર્મની આરાધના કરી હોત તો આજે મોક્ષ દૂર હોત નહીં. આ સંસારમાં કોની ભિંગની એટલે કોની બહેન? આ બધા સંબંધો આ ભવ પૂરતા જ છે. બીજા કુટુંબાદિ પણ સર્વ કોણ છે ? ઋણાનુબંધે આવી મળ્યા છે; સર્વ જવાના છે. વળી આ દેહમાં પણ કોઈ સારભૂતતા જણાતી નથી. તે પણ મળમૂત્રની જ ખાણ છે. એમ વૈરાગ્યભાવમાં તેનું મન નિમગ્ન થઈ ગયું. II૩૨) શ્રી સુજસ કેવી પાસ લઈ દીક્ષા સુમિત્ર મુનિ બર્ન, નવ પૂર્વ ભણી, આશા લઈ એકાર્કો વિચરતા વને; ત્યાં પદ્મકુંવર વેર સ્મરીને ભાઈને બાણે હણે, નિર્વૈર બુદ્ધિ રાખી મુનિ સમતાર્થી કર્મ ખપે ગણે. ૩૩ અર્થ :– ઉપ૨ોક્ત સુવિચારે સુમિત્રરાજા શ્રી સુજસ નામના કેવળી ભગવંત પાસે જઈને મુનિ બની ગયા. નવ પૂર્વ સુથી ભણી શ્રી ગુરુની આજ્ઞા લઈ એકલા જ વનમાં વિચરવા લાગ્યા. એકવાર મુનિ કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા છે ત્યાં અપરમાતાનો પુત્ર પદ્મ આવી ચઢ્યો. તેણે પૂર્વના વેરનું સ્મરણ કરીને ભાઈને બાણથી હણ્યા છતાં મુનિ તો તેના પ્રત્યે નિવૅર બુદ્ધિ રાખી, કર્મ ખપાવવામાં તેને ઉપકારી માની, સમતાને જ સારભૂત માનવા લાગ્યા. ॥૩૩॥ આહાર-ત્યાગ તણી પ્રતિજ્ઞા જીંવન લીની લે મુનિ; શુભ ભાવથી મરી, પાંચમે સ્વર્ગે થયા સુર-સુખ-ઘણી. ને નાગ રાત્રે પદ્મને ડસતાં દુખી થઈ મરી ગયો, રે! સાતમી નરકે ભયાનક દુઃખભોકતા તે થયો. ૩૪ અર્થ = - સુમિત્ર મુનિ મૃત્યુને સમીપ જાણી સર્વ પ્રકારના આહાર ત્યાગની પ્રતિજ્ઞા જીવન પર્યંત લઈ, શુભ ભાવથી સમાધિમરણ કરી પાંચમા બ્રહ્મદેવલોકમાં ઇન્દ્રના સામાનિક દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં ઉત્તમ દેવતાઈ રિદ્ધિને પામી સુખી થયા. તે જ રાત્રે પદ્મકુંવરને નાગ ડસવાથી તે દુઃખી થઈ મરી ગયો અને સાતમી નરકના ભયંકર દુઃખોને તે ભોગવનારો થયો. ।।૩૪।। સુમિત્ર ઋષિનું મરણ સુીને ચિત્રગતિ દિલગીર થયો, સિન્દ્રાયતનની સુખદ યાત્રા કાજ નિજ જન સહ ગયો; વિદ્યાઘરો બહુ દેશથી યાત્રા વિષે આવ્યા ગણી, ત્યાં રત્નવીનો તાત પૂજા યોજતો વિધિથી ઘણી. ૩૫ અર્થ :– સુમિત્રમુનિનું તેના ભાઈ પદ્મના હાથે મરણ થયું એમ સાંભળીને ચિત્રગતિના મનમાં ઘણું દુ:ખ થયું. તેથી વૈતાઢ્ય પર્વત ઉપર આવેલ સિદ્ધાયતન નામના શાશ્વત તીર્થના દર્શન માટે યાત્રાર્થે પોતાના માણસો સાથે ગયા. બીજા વિદ્યાઘરો પણ ઘણા દેશથી આવ્યા જાણીને ત્યાં રત્નાવતીના પિતાએ વિધિસહિત પૂજા ભણાવવાની યોજના કરી. ।।૩૫।। સુમિત્ર-જૈવ દેવો સહિત યાત્રા ઉપર ત્યાં આવિયો, ત્યાં ચૈત્યવંદન ચિત્રગતિ કરતો સુણી બહુ ભાવિયો; Page #357 -------------------------------------------------------------------------- ________________ (૨૮) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૧ ૩૩૩ કરી કુસુમવૃષ્ટિ ચિત્રગતિ પર દેવલોકે તે ગયો, ને રત્નવતી આદિ ઘણાંને હર્ષ આશ્ચર્યે થયો. ૩૬ અર્થ :- સુમિત્રનો જીવ જે હવે દેવ થયો છે તે પણ અવધિજ્ઞાનથી જાણીને સિદ્ધાયતનમાં યાત્રા કરવા આવ્યો. ત્યાં ચિત્રગતિને ખૂબ ભાવપૂર્વક ચૈત્યવંદન કરતો જોઈ સુમિત્ર દેવના મનમાં ઘણો આનંદ થયો. તેથી ચિત્રગતિના ઉપર ફૂલોની વૃષ્ટિ કરીને પછી દેવલોકમાં ગયો. આ દ્રશ્ય જોઈને રત્નવતી આદિ ઘણાને સહર્ષ આશ્ચર્ય ઊપજ્યુ. ૩૬ાા ત્યાં ચિત્રગતિ ને રત્નવતનો લગ્ન-ઉત્સવ ઊજવ્યો, પછી ચિત્રગતિને ભૂપ કરી મુનિભૂપ તે પિતા થયો ન્યાયનતિથી ચિત્રગતિએ સંત, જનગણ સુખ કર્યા, કુમાર બે પરરાજ્યમાં નિજ તાત મરતાં લડી મર્યા- ૩૭ અર્થ :- હવે ચિત્રગતિ અને રત્નપતીનો લગ્ન ઉત્સવ ઊજવીને પિતા શૂર ચક્રવર્તીએ પોતાના પુત્ર આ ચિત્રગતિને રાજ્ય સોંપી પોતે મુનિઓમાં રાજા જેવા થયા. ન્યાયનીતિથી ચિત્રગતિએ રાજ્યનું પાલન કરી સંતપુરુષો અને પ્રજાજનોને ખૂબ સુખી કર્યા. એક દિવસે પરરાજ્યમાં પોતાના પિતાનું મરણ થતાં બે કુમારો રાજ્ય માટે લડીને મરી ગયા. [૩ળા તે સંણતાં સંસ્કાર નપતિ ચિત્રગતિ પણ ચિંતવે : “સામ્રાજ્ય છોડી ચક્રવર્તી એક આત્મા સાચવે; ના વિષય-વિષચુત ભોગમાં લવ આત્મસુખ-અમ સંભવે, હું નૃપ થયો બહુ વાર તોયે ના ઘરાયો આ ભવે.”૩૮ અર્થ :- સાંભળીને રાજા ચિત્રગતિ સંસ્કારી હોવાથી ચિંતવવા લાગ્યા કે અહો! પોતાનું છે ખંડનું મોટું સામ્રાજ્ય છોડીને ચક્રવર્તી પણ પોતાના એક આત્માને સાચવે છે. પણ અઘમ એવો હું વિષયરૂપ વિષથી યુક્ત એવા ભોગમાં લવ માત્ર પણ આત્મસુખરૂપી અમૃતનો સંભવ જોતો નથી છતાં; તેમજ રાજ્યસુખને અનેકવાર ભોગવ્યા છતાં પણ આ ભવમાં હું હજી ઘરાતો નથી એ જ મારી વિવેકની ખામી જણાય છે. (૩૮ તે જીર્ણ તૃણ સમ રાજ્ય તર્જી નિજ સંતને સોંપી ગયો, દમઘર સૅરિ પાસે લઈ દીક્ષા મુનિવર તે થયો; દીક્ષા લઈને રત્નવત આદિ તપોઘન બહુ થયાં, પાદોપગમ અનશન કરીને સ્વર્ગ ચોથે સૌ ગયાં. ૩૯ અર્થ:- ઉપર પ્રમાણે વિચારી રાજ્યને જીર્ણ તણખલા સમાન ગણીને, પોતાના પુત્ર પુરંદરને તે સોંપી દઈ, દમધર નામના આચાર્ય પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી પોતે મુનિ બની ગયા. રત્નવતી સાથે ચિત્રગતિના બે ભાઈ મનોગતિ અને ચપલગતિ જે પૂર્વભવમાં પણ ઘનદેવ અને ઘનદત્ત નામે બંધુ હતા. તેમણે પણ દીક્ષા અંગીકાર કરી અને તપ તપવા લાગ્યા. અંતે પાદોગમન એટલે પોતાની સેવા પોતે પણ નહીં કરે એવું અનશન વ્રત સ્વીકારીને દેહત્યાગી સર્વે ચોથા માહેન્દ્ર નામના દેવલોકમાં દેવતા તરીકે ઉત્પન્ન થયા. ૩૯ો. Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩ ૩૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ તે ચિત્રગતિ ઍવ અવતરે હરિનર્દી નૃપકુળમાં મણિ, ને નામ “અપરાજિત ઘરે, વિદેહસિંહપુરી-ઘણી; ત્યાં તે જ દિવસે મંત્રી-સુત જન્મ, સહોદર સમ બને, ઘર નામ વિમલબોઘ શુભ તે ઊછરતો કુંવર કને. ૪૦ અર્થ :- હવે ચિત્રગતિનો જીવ ચોથા દેવલોકથી ચ્યવી પૂર્વવિદેહમાં સિંહપુર નામના નગરમાં હરિનંદી રાજાને ઘેર કુળમાં મણિ સમાન અવતર્યો. પિતાએ તેનું નામ અપરાજિત રાખ્યું. ત્યાં તે જ દિવસે મંત્રીને ઘેર પણ જાણે સહોદર હોય તેમ પુત્રનો જન્મ થયો. તેનું શુભ નામ વિમલબોઘ રાખવામાં આવ્યું. તે પણ રાજકુંવરની પાસે ઊછરવા લાગ્યો. ||૪૦ગા. મોટા થતાં ઘોડે ચઢી ફરવા જતાં હય ભડકિયા, ને ઘોર વનમાં મિત્ર બન્નેને લઈ જઈ અટકિયા, આંબા તળે ઊતરી, વિસામો લે, વિચારે બે જણા કે “સિંહ, હાથી, સપુરુષ નહિ દેડકા કૂવા તણા-૪૧ અર્થ - મોટા થયે ઘોડા પર ચઢી ફરવા જતાં હય એટલે ઘોડાઓ ભડકીને તીવ્ર ગતિએ ભાગી ઘોર વનમાં બન્ને મિત્રોને લઈ જઈ થાકીને ઊભા રહી ગયા. ત્યાં આંબાની નીચે ઊતરી, વિસામો લઈ બન્ને જણ વિચારવા લાગ્યા કે સિંહ, હાથી કે સત્પરુષ કૂવાના દેડકા જેવા હોતા નથી કે જે કૂવા જેટલી જ માત્ર સૃષ્ટિને માને. સૃષ્ટિ તો ઘણી વિશાળ છે. માટે ભ્રમણ કરીને હવે આપણે તેને નિહાળીશું. ૪૧ પણ કાગ, કાયર, હરણ હમેશાં રહે સ્વ-સ્થાનમાં, જ્યાં જાય ત્યાં શૂરવીર તો ઘર માનતો વેરાનમાં; જે થાય તે માની ભલું, કૌતુકભર્યું જગ દેખવું, દુઃખો ભલે આવી પડે, નિજ નગર નથી હમણાં જવું. ૪૨ અર્થ :- કાગ એટલે કાગડા જેવા કે બાયેલા અથવા બળહીન જેવા કાયર હોય કે હરણ જેવા ભયભીત હોય તે પોતાના સ્વસ્થાનમાં રહે છે. પણ જે શૂરવીર હોય, તે તો જ્યાં જાય ત્યાં વેરાન એટલે જંગલમાં પણ પોતાનું ઘર માને છે. તથા જે થાય તેને યોગ્ય માને છે. માટે અનેક કૌતુકથી ભરેલા એવા જગતને જોવા માટે આપણે પ્રયાણ કરીશું. ભલે દુઃખો આવી પડે તો પણ હમણાં આપણે આપણા નગરમાં જવું નથી. II૪રા દેશો ફરી કરતા પરાક્રમ કીર્તિ-ગાન જગાવિયાં, બહુ રાજકુંવરીઓ વરી, સુખ પૂર્વ-પુણ્ય દેખિયાં; જ્યાં કુંડપુરી ઉદ્યાનમાં દે દેશના મુનિ કેવલી, દર્શન કરી આનંદિયા, સ્તુતિ ઉચ્ચરે કુંવર ભલી : ૪૩ અર્થ – અનેક દેશોમાં ભ્રમણ કરીને પોતાના પરાક્રમે કીર્તિ વઘારીને ખૂબ નામના મેળવી તથા અનેક રાજકુંવરીઓને પરણીને પૂર્વ પૂણ્યના ઉદયે ભૌતિક સુખને પામ્યા. Page #359 -------------------------------------------------------------------------- ________________ (૨૮) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૧ ૩૩ ૫ હવે કંડપુરી નામના ઉદ્યાનમાં કેવળીમુનિને દેશના આપતા જોઈ તેમના દર્શન કરીને ખૂબ આનંદિત થયા. તેથી ભગવંતની ભાવપૂર્વક અપરાજિત કુંવર નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. ૪૩ણા “વિદેશ-વાસ ફળ્યો, પ્રભુ, તુમ દર્શનાનંદે ભલો, ભવ સફળ આપ સમાગમે, મુજ એક અરજી સાંભળોઃ હું ભવ્ય છું કે ભવ્ય નથ? મિથ્યામતિ કે સમકિતી?” તો કેવળી કહે: “ભવ્ય છો, સમકિત ને બહુ ભવ નથી. ૪૪ અર્થ - હે પ્રભુ! મારો આ વિદેશમાં વાસ આજે આપના દર્શનનો લાભ મળતા ફળવાન થઈ ગયો તથા આપના સમાગમે મારો આ મનુષ્યભવ પણ સફળ થયો. હવે હે પ્રભુ! મારી એક અરજી સાંભળો કે હું ભવ્ય છું કે અભવ્ય છું? મિથ્યાત્વી છું કે સમકિતી છું. ત્યારે કેવળી પ્રભુએ જવાબમાં કહ્યું કે તમે ભવ્ય છો અને સમકિતી છો તથા મોક્ષનગરે જવામાં હવે તમને બહુ ભવ પણ બાકી નથી. II૪૪ ભવ પાંચમે બાવીસમો અરિહંત ભરતે તું થશે, તુજ મિત્ર આ ગણઘર થશે;” સુણી બેઉનાં ઉર ઉલ્લશે. તે નિકટના નગરે ગયા, જ્યાં સ્વયંવર રચના હતી, ત્યાં રત્નપતીનો જીવ જાણો નૃપસુતા પ્રીતિમતી. ૪૫ અર્થ - અપરાજીતને ઉદ્દેશી કેવળી ભગવંતે કહ્યું કે આજથી પાંચમે ભવે તું ભરતક્ષેત્રમાં બાવીસમો અરિહંત થઈશ અને આ તારો મિત્ર વિમળબોઘ તે ગણધર પદવીને પામશે. એમ સાંભળી બેઉના હૃદય ખૂબ ઉલ્લાસભાવને પામ્યા. હવે ત્યાંથી પાસે રહેલ નગરમાં જ્યાં સ્વયંવરની રચના થઈ હતી ત્યાં બેઉ જણ ગયા. પૂર્વભવમાં રનવતીનો જીવ જે સ્વર્ગમાંથી ઍવી રાજા જિતશત્રુની પુત્રી પ્રીતીમતિ નામે થયો હતો, તેનો જ આ સ્વયંવર હતો. ૪પા. તેણે પ્રતિજ્ઞા એ કરી છે : “વર વરું જીંતનાર જે; નહિ તો કુમારી હું રહું, કદી ના ચહું ભરતારને.” વરવા ઘણા સુકુમાર વિદ્યાવંત આવ્યા હોંસથી, પણ કુંવરીના પ્રશ્નનો ઉત્તર હજી મળતો નથી. ૪૬ અર્થ :- પ્રીતીમતિએ એવી પ્રતિજ્ઞા કરી કે મને જે જીતે તેને જ હું વરુ; નહીં તો જીવનભર કુમારી જ રહીશ, કદી ભરતારને ઇચ્છીશ નહીં. ત્યાં સ્વયંવરમાં ઘણા વિદ્યાવંત સુકુમારો હોંસથી તેને વરવા માટે આવ્યા પણ કુંવરીએ પૂછેલ પ્રશ્નનો ઉત્તર હજુ સુધી કોઈ આપી શક્યું નહીં ૪૬. અપરાજિત ઊઠીને હવે દે ઉત્તરો સૌ સહજમાં : પ્રશ્નોત્તરો સાથે કહ્યું, લ્યો એક શબ્દ સમજમાં; કર ઉપર “રક્ષા” બાંધતા તો બાળને મન ભાવતી, યોગી-શરીરે શોભતી “રક્ષા” વિરાગ બતાવતી.”૪૭ અર્થ :- અપરાજિત કુંવર જે ભગવાન નેમિનાથનો જીવ છે તે ઊઠીને સહજમાં સર્વના ઉત્તરો આપવા લાગ્યો. વળી કહ્યું કે સર્વ પ્રશ્નના ઉત્તરો એક શબ્દમાં સાથે કહું છું તે તમો સમજમાં લો. હાથ ઉપર “રક્ષા' એટલે રાખડી બાંઘતા તે બાળકને મન ભાવે છે અર્થાત ગમે છે અને “રક્ષા”નો Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ બીજો અર્થ રખ્યા અર્થાત્ રાખોડી થાય છે. તે યોગીપુરુષના શરીરે શોભા પામે છે તે તેમનો સંસારથી વિરક્તભાવ બતાવે છે. ૪૭થી ફર્ટી કુંવરી પૂછે વળી: “ચાલે નહીં, પ્રિય નારીને, યમુના નદી સમ શું? કહો ક્યાં? એક શબ્દ વિચારને.” કચવર', કહે કુંવર, “સુણો, તમ શિર પર શોભે અતિ.” સુણ કુંવરી પ્રીતિમતી વરમાળ ઝટ આરોપતી. ૪૮ અર્થ - ફરી કુંવરીએ બીજો પ્રશ્ન પૂછ્યો કે જે નારીને પ્રિય છે અને જેના વિના તેને ચાલે નહીં તે શું? વળી યમુના નદી સમાન શું છે? તથા તે ક્યાં રહે છે? તેનો ઉત્તર વિચારીને એક જ શબ્દમાં કહો. અપરાજીત કુંવરે એક જ શબ્દમાં જવાબ આપ્યો કે “કચવર.' કચવર એટલે માથાનો કેશપાશ અથવા ચોટલો. જે સ્ત્રીઓને પ્રિય છે. જેના વિના સ્ત્રીને ચાલે નહીં, તથા જે કેશપાશ કે ચોટલાનો વળાંક યમુનાનદી જેવો છે, તેમજ જે તમારા શિર ઉપર જ શોભી રહ્યો છે. આવો બરાબર ઉત્તર સાંભળીને કુંવરી પ્રીતીમતિએ અપરાજીત કુંવરના ગળામાં શીધ્ર વરમાળા આરોપી દીધી. ૪૮ના પરણ્યા પછી નિજ દેશ જાતાં સ્વજન સૌ રાજી થયાં, ને રાજ્ય અપરાજિતને દઈ તાત ત્યાગી થઈ ગયા; પટરાણીપદ કે પ્રીતિમતીને વિમલને મંત્રી કર્યો, સર્વે પ્રજા સુખી થવાથી યશ અતિ નૃપતિ વર્યો. ૪૯ અર્થ :- બન્ને પરણ્યા પછી પોતાના સ્વદેશ જતાં સૌ સ્વજન રાજી થયા તથા રાજ્ય અપરાજીત કુંવરને આપી દઈ પિતા શ્રી શ્રી રાજા દીક્ષા લઈને ત્યાગી થયા. હવે અપરાજિત રાજાએ પ્રીતિમતીને પટરાણીનું પદ આપ્યું તથા વિમલબોઘને મંત્રી પદે સ્થાપ્યો. સર્વ પ્રજાજનો સુખી થવાથી રાજાને ઘણો જશ પ્રાપ્ત થયો. I૪૯ાા નૃપ એકદા રસ્તે Èછે : “આ કોણ દેવ સમો સુખી?” મંત્રી કહે છે : “દેવ સમ એ વણિક-જનમાં છે મુખી.” બીજે દિને ત્યાંથી જતાં કકળાટ સુણી પૂછે ફરી, મંત્રી કહે : “એ કાલવાળો વણિક આજ ગયો મરી.” ૫૦. અર્થ – અનંગદેવનું દૃષ્ટાંત - એકવાર રાજા ઉદ્યાનમાં જતાં દ્રશ્ય જોઈને પૂછવા લાગ્યો કે આ દેવ સમાન કોણ સુખી જણાય છે?” ત્યારે મંત્રી કહેવા લાગ્યો કે આ તો આપણા નગરમાં સમુદ્રપાળ નામના ઘનાઢ્ય વ્યાપારીનો અનંગદેવ નામનો પુત્ર છે. તે અહીં પોતાની રમણીય સ્ત્રીઓ સહિત ક્રીડા કરે છે અને યાચકોને દાન આપે છે. તે સાંભળી અહો! મારા નગરમાં વ્યાપારી પણ આવા ઘનાઢ્ય અને ઉદાર છે તેથી હું ઘન્ય છું. એમ વિચારતો વિચારતો તે ઘેર આવ્યો. બીજે જ દિવસે નનામી ઉપાડીને જતા પુરુષોને તથા પાછળ છાતી ફાટ વિલાપ કરતી સ્ત્રીઓને જોઈ રાજાએ મંત્રીને પૂછ્યું કે આ શું છે? ત્યારે મંત્રીએ કહ્યું કે મહારાજ ! ગઈ કાલે ક્રીડા કરતો જોયેલ વ્યાપારીનો પુત્ર અનંગદેવ તે આજે મરી ગયો છે. તેથી આ છાતી ફાટ વિલાપ થાય છે. પિતા Page #361 -------------------------------------------------------------------------- ________________ (૨૯) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૧ ૩૩૭ ત્યાં રાય વૈરાગ્યે વદે : “રે! આમ સૌને ચાલવું માથે મરણ નૃપ-રાંકને નિરાંતથી શું હાલવું? ઉપચાર બીજા સૌ જૂઠા, નહિ જન્મ-મરણો તે હરે, સઘર્મ માત્ર ઉપાસતાં જીંવ, શિવપદ સહજે વરે.”૫૧ અર્થ - ત્યાં તો રાજા વૈરાગ્ય પામી બોલવા લાગ્યા કે –અરે! આમ આપણા બધાને એક દિવસ બધું મૂકીને ચાલ્યા જવાનું છે. રાજા હો કે રંક હો, સહુને માથે આ મરણ તાકીને જ ઊભું છે, ત્યાં નિરાંતથી ભોગોમાં શું હાલવું અર્થાત્ શું આનંદ માનવો. સુખ પ્રાપ્ત કરવાના બીજા બધાં ઉપાયો જૂઠા છે. તે જન્મજરામરણના દુઃખને નિવારવા સમર્થ નથી. માત્ર એક સઘર્મ જ શરણરૂપ છે કે જેની ઉપાસના કરતાં જીવ મોક્ષપદને સહેજે પામે છે. ૫૧| વળી કુડપુરથી કેવળી મુનિ સિંહપુર આવ્યા સુણી, યુવરાજને દઈ રાજ્ય નૃપ આદિ ઘરે દીક્ષા ગુણી. પછી આરણે સુર ઊપજે ચારિત્ર પાળી નિર્મળું, ને દેવભવ પૂરો કરી તે ભરત શોભાવે ભલું. પર અર્થ :- કુડપુરમાં રહેલ કેવળી ભગવંતને સિંહપુરમાં આવ્યા જાણી અપરાજીત રાજાએ પોતાની પટરાણી પ્રીતિમતિથી ઉત્પન્ન થયેલ પા નામના યુવરાજ પુત્રને રાજ્ય આપી પોતે દીક્ષા ગ્રહણ કરી. સાથે પ્રીતિમતિ તથા પૂર્વભવના ભાઈ જે અહીં સૂર અને સોમરૂપે અવતર્યા હતા તેણે તથા વિમળબોઘ મંત્રીએ પણ ભગવતી દીક્ષાને અંગીકાર કરી. બઘાએ તપસ્યા કરી નિર્મળ ચારિત્ર પાળીને આરણ નામના અગ્યારમાં દેવલોકમાં પરસ્પર પ્રીતિવાળા ઇન્દ્રના સામાનિક દેવતા થયા. પછી દેવલોકનું આયુષ્ય પૂરું થયે જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં જન્મી તેને શોભાવવા લાગ્યા. //પરા (૨૯) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ - ૨ (હરિગીત) વળ હસ્તિનાપુરે શ્રીષેણ નૃપાળ-કુળ અવતરે, | ઘરી નામ શંખકુમાર અપરાજિત-જીંવ જન-મન હરે, તે મંત્ર-પુત્ર મતિપ્રભ સહ ભર્ણ ગણી સુખ ભોગવે; શત્રુ-ઉપદ્રવ ટાળવા શૂર શંખ નૃપને વીનવે. ૧ અર્થ :- જંબદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામનું નગર છે. તેમના કુળમાં અગ્યારમા દેવલોકથી ચ્યવીને પૂર્વભવનો અપરાજિત નામનો જીવ અવતર્યો. તેનું અહીં શંખકુમાર નામ રાખવામાં આવ્યું. તે લોકોના મનને હરણ કરનાર થયો. તથા પૂર્વભવમાં વિમળબોઘ મંત્રીનો જીવ પણ અગ્યારમાં દેવલોકથી Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ચ્યવીને અહીં મંત્રીપુત્ર મતિપ્રભ નામે થયો. બેઉ જણા સાથે અભ્યાસ કરવા લાગ્યા. તથા સાથે જ સુખે ક્રિીડા કરતા બેઉ જણ યૌવન અવસ્થાને પામ્યા.. એક વખતે પ્રજાજનોએ આવીને રાજા શ્રીષેણને કહ્યું કે પર્વત ઉપરના દુર્ગ એટલે કિલ્લામાં એક સમરકેતુ નામનો પલ્લીપતી રહે છે. જે નિઃશંકપણે અમને લૂંટે છે. માટે હે મહારાજ તેનાથી અમારી રક્ષા કરો. તે સમયે શૂરવીર એવો શંખકુમાર આ શત્રુના ઉપદ્રવને ટાળવા માટે પોતાના પિતા રાજા શ્રીષણને વિનયપૂર્વક કહેવા લાગ્યો કે મહારાજ! મને આજ્ઞા આપો તો હું તેને બાંધીને આપની સમક્ષ લાવું. રાજાએ આજ્ઞા આપતાં સૈન્યસહિત તે કુમાર કાર્ય કરવા માટે રવાના થયો. ૧|| સુણ સમરકેતું તે, કરી દુર્ગ ખાલી ક્રૂર ગયો; તે કપટ સમજી, દુર્ગ કબજે રાખી, શંખ વને રહ્યો. જ્યાં સમરકેતું દુર્ગ ઘેરે કે કુમારે ઘેરિયો, બે સૈન્ય વચ્ચે પૂરીને કરી કેદ પાછો ચાલિયો. ૨ અર્થ :- શંખકુમારને આવતો જાણી ચાલાક એવો સમરકેતુ પલ્લીપતિ પોતાનો દુર્ગ ખાલી કરીને દૂર જઈ સંતાઈને તાકી રહ્યો. કુશાગ્ર બુદ્ધિવાળો શંખકુમાર પણ યુક્તિથી તેનું આ કપટ જાણીને એક સામંતને સારભૂત સૈન્ય સાથે દુર્ગમાં પ્રવેશ કરાવ્યો અને પોતે કેટલાક સૈનિકો સાથે વનના લતાગ્રહમાં સંતાઈને રહ્યો. હવે છળ કરનાર પલ્લીપતિ સમરકેતુએ બહારથી કિલ્લાને જેવો ઘેરી લીઘો કે શંખકુમારે પણ સૈન્ય સહિત આવીને બહારથી તેને ઘેરી લીધો. કિલ્લાની અંદર રહેલી સેના તથા બહારની સેના વચ્ચે તે પુરાઈ ગયો. પછી તેને કેદ કરીને રાજા પાસે લઈ આવ્યો. હવે તે રાજાનો દાસ થઈને રહ્યો. તેમજ જેનું જેનું ઘન લૂંટ્યું હતું તે બધું તેના પાસેથી પાછું અપાવ્યું. /રા રાત્રે વને સૂતા હતા ત્યાં રુદન કુંવર સાંભળે, ઝટ ખગ લઈ તે શબ્દ અનુસાર ગયો, નિર્ભય બળે; રોતી વનિતા દેખીને કુંવર કહે: “છાનાં રહો,” ઉત્તમ પુરુષ જાણી કહે “હું ભાગ્યહીન ઘણી, અહો! ૩ અર્થ :- પલ્લીપતિને રાજા પાસે લઈ જતાં રાત્રે માર્ગમાં પડાવ નાખ્યો. ત્યાં અર્ધ રાત્રિએ કુમાર વનમાં સૂતા હતા. ત્યાં કરુણ રુદનનો સ્વર તેના સાંભળવામાં આવ્યો. તેથી તુરંત હાથમાં ખડ્ઝ એટલે તરવાર લઈને શબ્દ અનુસાર નિર્ભયપણે તે ચાલ્યો. ત્યાં આધેડ વયની સ્ત્રીને રોતી જોઈને કુંવર કહેવા લાગ્યો કે છાના રહો અને દુઃખનું કારણ શું છે તે કહો. કુમારની ઉત્તમ આકૃતિ અને વાણીથી તેને ઉત્તમ પુરુષ જાણીને તે સ્ત્રી સર્વ હકીકત કહેવા લાગી કે અહો! “હું ઘણી ભાગ્યહીન છું.” ગાયા ચંપાપુરીમાં જિતઅરિ ગૃપની સુતા જસમર્તી ભલી, યૌવનવયે ગુણ-કીર્તિ શંખકુમારની બહુ સાંભળી, પતિ માની પૂજે પ્રગટ, તેથી જિતઅરિ સંમત થઈ, શ્રીષેણ નૃપને લગ્નસંબંઘી કહાવે ભેટ દઈ. ૪ અર્થ - અંગદેશના ચંપાપુરીમાં જિતઅરિ નામે રાજા છે. તેને ભલી એવી જસમતી નામની પુત્રી છે. તેણે યૌવનવયમાં શ્રીષેણ રાજાના પુત્ર શંખકુમારના ઘણા ગુણ અને કીર્તિને સાંભળતા તેને જ પતિ Page #363 -------------------------------------------------------------------------- ________________ (૨૯) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૨ ૩૩૯ માનીને તે પ્રગટપણે પૂજતી હતી. પિતા જિતઅરિએ પણ તે સ્નેહ યથાસ્થાને છે એમ જાણી સંમત થઈને શ્રીષેણ રાજા પાસે ભેટ સાથે પોતાના દૂતને મોકલીને લગ્નસંબંધી કહેવડાવ્યું છે. II૪. મણિશિખર વિદ્યાઘર હરે વિદ્યા વડે જ્યાં જસમતી, વિલાપ કરતી કુંવરીને વળગી હું બળથી અતિ, તે દુષ્ટ મુજને નાખી વનમાં, લઈ ગયો મુજ જસમતી, તેથી રડું હું ઘાયમાતા, દુઃખનો આરો નથી.”પ અર્થ - તેટલામાં વિદ્યાઘરપતિ મણિશિખર પોતાની વિદ્યાના બળે તે જસમતીને હરી જવા લાગ્યો. તે વખતે વિલાપ કરતી કુંવરીને હું અત્યંત બળથી વળગી પડી. પણ તે દુષ્ટ મને આ વનમાં નાખી દઈ મારી જસમતીને તે લઈ ગયો. હું ઘાયમાતા છું તેથી રડું છું કે મારા વિના તે કેવી રીતે જીવશે? માટે મારા દુ:ખનો હવે કોઈ આરો નથી. પા. કુંવર કહે : “માતા, કરીને શોઘ લાવું જસમતી, ત્યાં લગી રહો સ્થિરતા કરી આ સ્થાનકે હે!ભગવતી.” વનમાં નિશા વીતી ગઈ, ગિરિશિખર પર જઈ શોઘતો, નજરે ચઢે ત્યાં મણિશિખર જસમતી સતીને વીનવતો. ૬ અર્થ :- ઉપર પ્રમાણે હકીકત સાંભળીને શંખકુમાર હવે કહેવા લાગ્યો કે માતા! શાંત થાઓ, હું જસમતીને ગમે ત્યાંથી શોઘ કરીને લઈ આવું ત્યાં સુધી તમે આ સ્થાનમાં સ્થિરતા કરીને રહો. આમ રાત્રિ જંગલમાં જ વ્યતીત થઈ ગઈ. સવારે ગિરિના શિખર ઉપર જઈ શોઘ કરતાં એક ગુફાની અંદર મણિશિખર નજરે ચઢ્યો કે જે જસમતી સતીને વિવાહ કરવા માટે વીનવતો હતો. ફા દ્રઢતા ભરેલાં નેત્રથી આંસું વહે, જસમતી કહે : “પરભવ વિષે પણ શંખકુંવર વગર ના મન આ ચહે.” તે દુષ્ટ સાથે ખઞ-યુદ્ધ ખેલતાં ચતુરાઈથી મણિશિખર ખગ રહિત કરતો, બે લડે બાહુવતી. ૭ અર્થ :- દ્રઢતા ભરેલા નેત્રથી આંસુ વહેતા જસમતી તે સમયે કહેતી હતી કે પરભવમાં પણ શંખકુમાર વિના બીજા ભર્તારને મારું મન કદી ઇચ્છશે નહીં. આ દ્રશ્ય જોઈ શંખકુમાર બોલ્યો કે અરે પરનારીનું હરણ કરનાર પાપી! ઊભો થા આ તરવાર વડે તારું શિર હરી લઉં. એમ ચતુરાઈથી તરવાર વડે યુદ્ધ ખેલતાં મણિશિખર તરવાર રહિત થઈ ગયો. પછી બેઉ જણા બાહુબળ એટલે ભુજાના બળથી લડવા લાગ્યા. |ી. તે મલ્લવિદ્યામાં ન ફાવ્યો, વળી લડે વિદ્યાવડે નભથી શિલા વરસાવતો નહિ શંખ-શિર પુણ્ય પડે. મણિશિખર શરણે આવિયો, યાચી ક્ષમા સાથી થયો; સિદ્ધાયતન જઈ જિન પૂંજી ચંપાપુરીમાં લઈ ગયો. ૮ અર્થ :- મણિશિખર મલ્લવિદ્યામાં પણ ફાવ્યો નહીં. તેથી હવે વિદ્યાના બળે આકાશમાંથી પત્થરની શિલા વરસાવવા લાગ્યો. તો પણ શંખકુમારના શિર ઉપર પુણ્યના પ્રભાવે તે પડે નહીં. અંતે હારીને Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧ મણિશિખર શંખકુમારના શરણે આવ્યો અને ક્ષમા યાચીને મિત્ર બની ગયો. પછી પોતાની સાથે વૈતાગિરિ ઉપર આવેલ સિદ્ધાયતનમાં લઈ જઈ શાશ્વત જિનબિંબોની પૂજા કરાવીને જસમતીના પિતા જિતઅરિ રાજાની નગરી ચંપાપુરીએ લઈ ગયો. ।।૮।। જસમતી સહિત ઘણી ખેચરી વી શંખકુંવર ત્યાં રહ્યો; પિતા શ્રીષેણે પત્રથી બોલાવતાં નિજપુર ગયો. તે ભુક્તભોગી રાય શંખકુમારને નિજ ગાી દે, ગુણધર મુનિ ગુરુની કને શ્રીષેણ દીક્ષા-ભાર લે. ૯ અર્થ :– ત્યાં શંખકુમાર પ્રથમ જસમતી સાથે લગ્ન કરી પછી ઘણી ખેચરી એટલે વિદ્યાધરોની કન્યાઓને પણ પરણી ત્યાં રહ્યો. પછી પિતા શ્રીષેણનો પત્ર આવતાં તે પોતાના નગર હસ્તિનાપુરમાં ગયો. પિતા શ્રીષેણ ભુક્તભોગી થઈ હવે પોતાના પુત્ર શંખકુમારને પોતાની રાજગાદી આપી પોતે ગુણઘર નામના ગુરુ ભગવંત પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી. ।।૯।। પ્રગટાવી કેવળજ્ઞાન તો શ્રીષેણ જગજન બોથતા, જ્યાં હસ્તિનાપુર આવિયાં નરનારી-ચિત્ત પ્રમોદતા. સુણી દેશના કે શંખનૃપ, જસમતી મતિપ્રભ આદિ લે— દીક્ષા, પછી ભી શાસ્ત્ર, તપ સર્વે કરે પૂરા બળે. ૧૦ અર્થ :પુરુષાર્થવડે કેવળજ્ઞાન પ્રગટાવી જગતના જીવોને બોધ આપતા શ્રીષેણ મુનિ પોતાની નગરી હસ્તિનાપુરમાં પધાર્યા. જેથી નરનારીઓના મનને ઘણો જ આનંદ થયો. કેવળી ભગવંતની દેશના સાંભળીને રાજા શંખકુમાર, જસમતી, મંત્રી મતિપ્રભ તથા પૂર્વભવના ભાઈ સૂર અને સોમ જે અહીં પણ યશોધર અને ગુણઘર નામે ભાઈરૂપે હતા તેમણે પણ સાથે દીક્ષા લીઘી. પછી અનુક્રમે શાસ્ત્ર ભણી શંખમુનિ ગીતાર્થ થયા તથા સર્વે મુનિઓ મહાકઠીન તપને પૂરા બળપૂર્વક તપવા લાગ્યા. ।।૧૦।। તે શંખમુનિ વળી તીર્થપતિપદ-કારણો આરાથતા, શુભ પ્રકૃતિ તીર્થંકર મનોહર શુભભાવે બાંઘતા; આયુષ્ય થોડું જાણીને તે અંત અનશન આદરે, પાદોપગમના વિધિએ તરુ જેવી તે સ્થિરતા ઘરે. ૧૧ અર્થ :— શંખમુનિ વળી અર્હમ્ભક્તિ વગેરે તીર્થંકરપદ પ્રાપ્તિના શુભ સ્થાનકોની આરાઘના કરતા મનોહર એવું તીર્થંકર નામકર્મ બાંધ્યું. હવે આયુષ્ય થોડું બાકી રહ્યું જાણીને અંતમાં પાદોપગમન નામના અનશનને વિધિપૂર્વક આદરી વૃક્ષ જેવી અડોલ સ્થિરતાને ઘારણ કરી ઘ્યાનમાં ઊભા રહ્યાં. ।।૧૧।। અંતે સમાધિમરણ કરી ઊપજે જયંત વિમાનમાં, તેત્રીસ સાગર સુધી ૨હે અહમિન્દ્ર-સુખના તાનમાં; બી દેવ જસમતી આદિ જીવો તે જ વિમાને વસે, વ્રત-તપ-તરું-ફળ રૂપ વૈભવ-સુખમાં સૌ વિલસે. ૧૨ અર્થ :— અંતમાં સમાઘિમરણને સાઘી પાંચ અનુત્તર વિમાનમાંના જયંત વિમાનમાં ઉત્પન્ન થયા. Page #365 -------------------------------------------------------------------------- ________________ (૨૯) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૨ ૩૪૧ ત્યાં તેત્રીસ સાગરોપમ સુથી અહમિંદ્રસુખના તાનમાં મગ્ન રહ્યા. જસમતી, મતિપ્રભ વગેરે જીવો પણ દેવ બનીને તે જ વિમાનમાં વાસ કરીને રહ્યા. વ્રત, તપરૂપી વૃક્ષના ફળરૂપ સૌ આ વૈભવસુખના વિલાસને પામ્યા. ||૧૨ા. હરિવંશમાં યાદવ સમુદ્રવિજય ગણાતો નૃપ ભલો, વસુદેવ આદિ બાંઘવો દશ, પુણ્યપુરુષો સાંભળો; રાણી શિવાદેવી મનોહર, મતિ પતિવ્રતમાં અતિ, તે સ્વપ્ન સોળે દેખી રાત્રે, હરખ પતિ પાસે જતી. ૧૩ અર્થ :- હરિવંશમાં યાદવ સમુદ્રવિજય નામનો રાજા ઘણો ભલો ગણાતો હતો. તેમને વસુદેવ જે શ્રી કૃષ્ણના પિતા છે તે મળીને કુલ દસ ભાઈઓ હતા. તે બઘા પુણ્યશાળી પુરુષો હતા. તે સમુદ્રવિજયને મનોહર એવી શિવાદેવી રાણી હતી. તે સતીની મતિ પતિવ્રતમાં અતિ હતી. તે રાત્રે સોળ સ્વપ્નોને દેખવાથી હર્ષ પામીને પતિ પાસે ગઈ. ૧૩ાા તે સ્વપ્ન કહીં ફળ સુણવા દેખે પ્રૌતિથી પતિ પ્રતિ, રાજા કહે : “ષ માસથી રત્નો તણી વૃષ્ટિ થતી; વળી દિકકુમારી દેવીઓ સેવી રહી બહુ ભાવથી, તો સ્વપ્ન સૌ તે સૂચવે તુજ પુત્ર થાશે જગપતિ. ૧૪ અર્થ - રાજાને તે સ્વપ્નો કહી તેનું ફળ સાંભળવા માટે પ્રેમપૂર્વક પતિની સામે જોવા લાગી. ત્યારે રાજા કહે કે છ મહિનાથી આપણા આંગણામાં રત્નોની વૃષ્ટિ થઈ રહી છે તથા દિગુકુમારી દેવીઓ પણ બહ ભાવથી સેવા કરી રહી છે. તેમજ સર્વ સ્વપ્નો પણ આવું સૂચવે છે જેથી તમારો પુત્ર ત્રણ જગતનો નાથ થશે. ૧૪ રૈલોક્યગુરુ તુજ બાળ બનશે, ઘન્ય! તીર્થકર થશે.” સુણી રાણી હર્ષે ઊછળે જાણે પ્રભુ ખોળે વસે. કાર્તિક સુદિ છઠને દિને શુભ ગર્ભ-કલ્યાણક થતાં, બહુ દેવ દેવી ઊજવી હર્ષે મહોત્સવ સહુ જતાં. ૧૫ અર્થ – તમારો પુત્ર ત્રણ લોકના આરાધક જીવોનો ગુરુ બનશે, તથા ઘન્ય છે જીવન જેનું એવા તીર્થંકરપદને પામશે. જે અનેક જીવોને તારીને મોક્ષે જશે. આ વાત સાંભળીને રાણી ખૂબ હર્ષાયમાન થયા અને વિચારવા લાગ્યા કે અહો! ત્રણ લોકના નાથ મારા ખોળામાં વસે છે. કાર્તિક સુદ છઠના શુભ દિવસે પ્રભુનું ગર્ભકલ્યાણક થતાં ઘણા દેવ દેવીઓએ આવી તે દિવસને મહોત્સવરૂપે ઊજવી, સર્વ પોતપોતાના સ્થાને ગયા. ૧૫ા શ્રાવણ-સુદિ શુભ પાંચમે પ્રભુ નેમિ નરવર જનમિયા, ઇંદ્રાદિ સુરગણ ભક્તિભાવે પ્રભુસહિત મેરું ગયા. જન્માભિષેક મહોત્સવે બહુ સુર સમકિત પામિયા, ઇંદ્રાદિને પણ પૂજ્ય તેના ભક્ત ભક્તિથી થયા. ૧૬ Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - શ્રાવણ સુદી પાંચમના દિવસે નરોમાં શ્રેષ્ઠ એવા પ્રભુ નેમિનાથનો જન્મ થયો. ઇન્દ્રાદિ દેવના સમૂહો ભક્તિભાવ સહિત પ્રભુને લઈ મેરુશિખર ઉપર ગયા. ત્યાં જન્માભિષેક મહોત્સવ નિમિત્તે ઘણા દેવો સમ્યગ્દર્શનને પામ્યા. ભગવાન નેમિનાથને ઇન્દ્ર આદિ દેવો પણ પૂજે છે એમ જાણી તથા તેમની ભગવાન પ્રત્યેની સાચી ભક્તિ જોઈને બીજા દેવો પણ ભગવાનના ભક્ત બની ગયા. ૧૬ાા સુર-ભવ પૅરો કર શંખ મુનિનો જીવ નવમા ભવ વિષે, શુભનામ નેમિસ્વામી ઘારી શૌરિપુરીમાં વસે; વસુદેવ કાકાને હતા બે દીકરા પ્રખ્યાત જે બળરામ ને શ્રી કૃષ્ણ નામે, દ્વારિકાના નાથ તે. ૧૭ અર્થ - પાંચ અનુત્તરમાંના જયંત વિમાનમાં તેત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂરું કરી શંખમુનિનો જીવ હવે નવમા ભવમાં નેમિનાથ એવું શુભનામ ઘારણ કરીને શૌરિપુરીમાં રહેવા લાગ્યા. નેમિનાથ પ્રભુના કાકા વસુદેવને બે પ્રખ્યાત દીકરા હતા. એક બળરામ અને બીજા શ્રી કૃષ્ણ. જે દ્વારિકા નગરીના રાજા છે. |૧ળા શ્રી નેમિનિને દ્વારિકામાં રાખી સેવા સૌ કરે, યૌવન વયે પ્રભુ સહજ ફૂપ ને બળ અતુલ્ય તને ઘરે; ત્યાં એકદા યાદવ-સભામાં ચાલી ચર્ચા બળ તણી, શ્રી કૃષ્ણને સર્વોપરી લોકો ઠરાવે, તે સુણી- ૧૮ અર્થ - શ્રી નેમિનાથને દ્વારિકા નગરીમાં રાખી સૌ તેમની સેવા કરવા લાગ્યા. પ્રભુ યૌવનવય પામતા સહજે સ્વરૂપવાન થયા અને જેના બળની તુલના કોઈની સાથે કરી ન શકાય એવા અતુલ્ય શરીરબળના ઘારી થયા. એકદા યાદવસભામાં બળની ચર્ચા ચાલી કે હાલમાં કોણ વિશેષ બળવાન છે. ત્યારે લોકો કહેવા લાગ્યા કે શ્રી કૃષ્ણ મહારાજ બળમાં સર્વોપરી છે. તે વાત નેમિનાથે સાંભળી. ||૧૮ના શ્રી નેમિ પોતે કૃષ્ણને નિજ આંગળી વાળી કહે : “સીથી કરો તો સર્વસમ્મત વાત ચાલી તે રહે.” શ્રી કૃષ્ણ બળ કરી ખેંચતા પણ આંગળી વળી ના જરી, બે હાથથી લટક્યા હરિ કે આંગળી ઊંચી કરી. ૧૯ અર્થ - શ્રી નેમિનાથે પોતાની આંગળી વાળીને કૃષ્ણને કહ્યું કે આ આંગળી સીદી કરો તો લોકોમાં સર્વ સમ્મત તમારા બળની વાત ચાલી છે તે યથાર્થ ગણાય. શ્રી કૃષ્ણ બળ કરી તે આંગળીને સીદી કરવા ખૂબ ખેંચી પણ તે જરાય સીધી થઈ નહીં. પછી બે હાથથી તે આંગળીને પકડી હરિ એટલે શ્રી કૃષ્ણ તેને લટકી ગયા કે શ્રી નેમિનાથે પોતાની આંગળીને ઊંચી કરી. ૧૯ાા વાનર સમા વૃક્ષ, હરિ ત્યાં હીંચકા શું ખાય છે! તે જોઈ સર્વે નેમિજિનના બળવડે હરખાય છે. ગિરનાર પર જળ-કેલિ કરવા એક-દિન યાદવ ગયા, નિષ્કામ ક્રીડા નેમિજિનની નીરખી સૌ હર્ષિત થયાં. ૨૦ અર્થ - વૃક્ષની ડાળે લટકીને જેમ વાંદરા હીંચકા ખાય છે તેમ હરિ એટલે શ્રી કૃષ્ણ પણ દેખાવા Page #367 -------------------------------------------------------------------------- ________________ શ્રી વૈાિકુથારનું અનુપમબળા શ્રી નેમિકુમારની આંગળીએ લટકતા શ્રીકૃષ્ણ વાસુદેવ 3 % આ જ છે નાગશપ્યા ઉપર સુઈને શંખ વગાડતા શ્રી નેમિકુમાર Page #368 -------------------------------------------------------------------------- ________________ (૨૯) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૨ ૩૪૩ લાગ્યા. તે જોઈને સર્વે લોકો નેમિનાથના બળ વડે હર્ષિત થયા. ગિરનાર ઉપર જળક્રીડા કરવા એક દિવસ યાદવો ગયા. ત્યાં નિષ્કામ ભાવથી કરેલી શ્રી નેમિનાથની ક્રીડા જોઈને સર્વે રાજી થયા. ૨૦ાા નિજ ઘોતિયું ઘોવા પ્રભુ જાંબુવતીને સુચવે, કે તે કહે ગર્વે ભરી “મુજ પતિ ફણી-શયા સ્વે; વળી પંચમુખ શંખે ધ્વનિ ઘનગર્જના સમ જે કરે, જે શાર્ગ નામ ઘનુષ્ય દેવી એક હાથે ઉદ્ધરે, ૨૧ અર્થ :- શ્રી નેમિનાથે સ્નાન કર્યા પછી પોતાનું ધોતિયું ધોવા માટે શ્રી કૃષ્ણની સ્ત્રી જાંબુવતીને સૂચન કર્યું. તે સાંભળી ગર્વથી બોલી કે મારા પતિ શ્રી કૃષ્ણ નાગની શય્યા ઉપર સૂવે છે અને વળી પાંચ મુખવાળા શંખથી વાદળા જેવી ઘોર ગર્જનાનો ધ્વનિ પ્રસરાવી દે છે, તેમજ જે શાહુર્ગ નામના દૈવી ઘનુષ્યને એક હાથે ઉપાડી લે એવા છે, તે તમે જાણો છો. ૨૧ તોપણ કદી નથી તેમણે આજ્ઞા કરી આવી મને; દિયેર થઈ મુજને કહ્યું તે છાજતું નથી આપને.” ભગવાન કહે: “તારો પતિ અદ્ભુત પુરુષાર્થી લવે, આણી દયા, ના અન્ય નિજ બલ જ્યાં સુધી કેં દાખવે.” ૨૨ અર્થ - તો પણ મારા પતિ શ્રી કૃષ્ણ આવી આજ્ઞા ઘોતીયું ઘોવા જેવી મને કદી કરી નથી, અને તમે દિયર થઈને મને ઘોતીયું ઘોવા કહ્યું તે આપને છાજતું નથી. જવાબમાં શ્રી નેમિનાથે કહ્યું કે તારો પતિ બળવાન અદ્ભુત પુરુષાર્થી કહેવાય છે પણ તે તો જ્યાં સુધી દયા લાવીને બીજા પોતાનું બળ કોઈ બતાવતા નથી ત્યાં સુધી જ સમજવું. રરા કહીં એમ પ્રાસાદે જઈ લઈ શંખ શસ્ત્રાગારથી, તે નાગ શય્યા પર સેંતા ને શંખ ફૂંક્યો નાકથી કે કૃષ્ણ આદિક ક્ષોભ પામી શસ્ત્ર-શાળામાં ગયા; તેવું પરાક્રમ નેમિનિનું જોઈ સૌ હર્ષિત થયા. ૨૩ અર્થ - એમ કહીને શ્રી નેમિનાથ, પ્રાસાદ એટલે મહેલમાં જઈ શસ્ત્રાગાર એટલે આયુઘશાળામાંથી શંખ લઈને નાગ-શપ્યા ઉપર સૂતા, અને તે શંખને મોંઢેથી નહીં પણ નાકથી જ ફંક્યો. તેનો અવાજ સાંભળીને શ્રી કૃષ્ણ આદિ ક્ષોભ પામી ગયા અને તુરન્ત શસ્ત્રશાળામાં આવ્યા. ત્યાં આ શંખ ફૂંકવાનું પરાક્રમ શ્રી નેમિનાથનું જ છે એમ જાણીને સૌ હર્ષ પામ્યા. ર૩યા શંકા કરે શ્રી કૃષ્ણ કે “એ રાજ્ય મારું પડાવી લે?” બળરામ મન-સાંત્વન કરેઃ “જિન જન્મત્યાગી માની લે.” “પણ ત્રઋષભદેવાદિ જિનેશ્વર રાજ્ય-ભોગ કરી ગયા-” બળરામ દે ઉત્તર: “પ્રભુ દીક્ષિત થશે અણ-પરણિયા.” ૨૪ અર્થ:- પણ શ્રી કૃષ્ણ શંકા કરવા લાગ્યા કે આ નેમિનાથ મારાથી વિશેષ બળવાન છે માટે મારું રાજ્ય પડાવી લેશે. ત્યારે શ્રી બળરામ તેમના મનને સાંત્વના આપે છે કે શ્રી નેમિનાથ એ તો રાગદ્વેષને Page #369 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ ૩૪૪ જીતનાર જિન છે, તેથી જન્મથી જ તે ત્યાગી જેવા છે એમ તું માની છે, તેમને રાજ્ય કરવાની ઇચ્છા બિલકુલ છે નહીં. ત્યારે શ્રી કૃષ્ણ કહે કે શ્રી ઋષભદેવ આદિ જિનેશ્વરે પણ રાજ્યને ભોગવીને પછી દીક્ષા લીધી છે. ઉત્ત૨માં બળરામ કહે કે આ જિનેશ્વર તો પરણ્યા વગર જ દીક્ષા લેશે. ।।૨૪।। શ્રી કૃષ્ણ યાગે તોય કન્યા ઉગ્રસેનની રૂપવતી, જે જસમતીનો જીવ સુર થઈ પછી થયો રાજીમતી. પૂર્વભવના પ્રેમથી અતિ રાğમી રાજી થઈ, વરને વરાવા જાન પણ તૈયારી તુર્ત કરી ગઈ. ૨૫ અર્થ :— તો પણ શ્રી કૃષ્ણ શ્રી નેમિનાથને પરણાવવા માટે ઉગ્રસેન રાજાની રૂપવતી કન્યાની માગણી કરે છે. જે પૂર્વભવમાં જસમતીનો જીવ પાંચ અનુત્તર વિમાનમાંના જયંત વિમાનમાંથી ચ્યવીને હવે તે રાજીમતી નામે ઉગ્રસેનની પુત્રી રૂપે જન્મેલ છે. શ્રી નેમિનાથ સાથે લગ્નની વાત જાણીને પૂર્વભવના પ્રેમને કારણે રાજીમતિ અતિ આનંદ પામી. તથા શ્રી નેમિનાથને વર બનાવી વરાવા માટે જાનની તૈયારી પણ તુર્ત થઈ ગઈ. ।।૨૫।। ઘેરી પશુગણ માર્ગમાં બેઠા દીઠા રક્ષક-ગણો, તે દેખી પ્રભુ પૂછે : ‘“અરે ! શો વાંક આ પશુઓ તણો ?’’ ત્યાં વિનય કરી રક્ષક કહે : “યાદવ અભક્ષ્ય જમે નહીં; પણ જાનમાં ભીલરાજ આવ્યા, માંસભક્ષી તે સહી.' ૨૬ અર્થ :– જાન જાતાં રસ્તામાં પશુના સમૂહોને ઘેરીને તેના રક્ષકોને બેઠેલા દીઠા. તે જોઈને પ્રભુ પુછવા લાગ્યા કે અરે! આ પશુઓનો શો વાંક છે કે એને પકડીને લાવ્યા છો? ત્યાં વિનયપૂર્વક રક્ષકે જવાબ આપ્યો કે સાહેબ યાદવો તો અભક્ષ્ય ભોજન જમતા નથી પણ જાનમાં ભીલના રાજાઓ પણ આવ્યા છે, તે માંસભક્ષી છે. તેના ભોજન માટે આ પશુઓને આણ્યા છે. ।।૨૬ા કેવળ કરુણામૂર્તિ નેમિ-હ્રદય થરથર પિયું, છોડાવી મૂકી સર્વ પશુ, મન ભવ-દુખોમાં પ્રેરિયું ઃ “આશ્ચર્ય કે વિસ્તીર્ણ રાજ્યાદિ ચહે પ્રાણી છતાં, હિંસા કરી નિર્દોષ પશુની, દુર્ગતિ-પથ પર જતાં. ૨૭ અર્થ :– કેવળ કરુણામૂર્તિ એવા શ્રી નેમિનાથ પ્રભુનું હૃદય આ સાંભળીને થરથર કંપી ઊઠ્યું અને તુરંત તે સર્વ પશુઓને છોડાવી મૂક્યા, અને પોતાનું મન હવે આવા તિર્યંચાદિ ચાર ગતિરૂપ સંસારના દુઃખો વિચારવામાં પ્રેરાઈ ગયું. ભગવાન ચિંતવવા લાગ્યા કે અહો! આશ્ચર્ય છે કે પોતાની પાસે રાજ્યાદિ કે સંપત્તિ હોવા છતાં પણ જીવ તેને વિસ્તારવા ઇચ્છે છે. વળી તે રાજ્યવૃદ્ધિ માટે ભીલ રાજાઓને પણ રંજિત કરવા નિર્દોષ પ્રાણીની હિંસા કરતાં પણ તેને વિચાર આવતો નથી અને તેમ કરી પોતાના આત્માને પણ દુર્ગતિના માર્ગ ઉપર ચઢાવી દે છે. ।।૨૭।। વિષયો વિષે આસક્ત બીને ભવ વિષે બહુ હું ભમ્યો, નરભવ મળ્યો તોયે ન તેથી છૂટીને જૈવ વિરમ્યો; Page #370 -------------------------------------------------------------------------- ________________ RABI 700001 Brugg Boot 000 000 શ્રી નેમિકુમારના લગ્નનો વરઘોડો Cafecal ## Ri to Page #371 -------------------------------------------------------------------------- ________________ (૨૯) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૨ ૩૪ ૫. બૅલ કેટલી મારી કહું? ઈન્દ્રાદિ પદ નહિ તૃપ્તિ દે, તો અલ્પ આયું, તુચ્છ સુખ આડે ન મોક્ષે ચિત્ત છે. ૨૮ અર્થ - પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત બનીને આ સંસારમાં હું બહુ ભટક્યો. હવે મનુષ્ય ભવ મળ્યો તો પણ તેવા મલીન ભાવોને મૂકી દઈ જીવ વિરામ પામ્યો નહીં. મારી ભૂલ કેટલી થઈ છે તે હવે શું કહ્યું? ઇન્દ્રાદિની પદવી પ્રાપ્ત થઈ તોય હું તૃતિ પામ્યો નહીં, તો અલ્પ આયુષ્યમાં આવા તુચ્છ ઇન્દ્રિયોના સુખ મેળવવા આડે હું હજા મોક્ષ પ્રાપ્તિ માટે ચિત્ત આપતો નથી. એમ શ્રી નેમિનાથ વિચારવા લાગ્યા. ૨૮ાા પૂર્વે થયો વિદ્યાઘરોનો અધિપતિ, સુર-સુખ મળ્યાં, નરપતિ મહારાજા થયો, અહમિંદ્રના સુખ સૌ ટળ્યાં; સર્વોપરીપદ તીર્થપતિનું તે ય વિનાશી અહો! તો સ્વપ્ન સમ ઇંદ્રિય-સુખ, શાશ્વત રહે ક્યાંથી, કહો. ૨૯ અર્થ :- પૂર્વભવમાં હું વિદ્યાઘરોનો રાજા થયો, દેવતાઈ સુખ ભોગવ્યા. રાજા મહારાજા થયો, પાંચ અનુત્તર વિમાનમાં અહમિંદ્રના સુખ પણ ભોગવ્યા અને તે પણ ચાલ્યા ગયા. હવે સર્વથી શ્રેષ્ઠ એવા તીર્થકર પદની પ્રાપ્તિ થઈ છે, તે પદ પણ વિનાશી છે; આયુષ્ય પૂરું થયે ચાલ્યું જવાનું છે, તો પછી સ્વપ્ન સમાન આ ઇન્દ્રિયસુખો ક્યાંથી શાશ્વત રહેશે, એમ વિચારવા લાગ્યા. ૨૯ ઔષઘરૃપે સંસાર-સુખ ભવ-માર્ગમાં જિન સેવતા, ગંદી દવા શાને રહું? હું તો નીરોગી છું છતાં. છે આત્મહિત જેમાં સ્વ-પરનું તે વિવાહ જ આદરું, તર્જી આત્મઘાતી આ વિવાહ હવે મહાવ્રત હું ઘરું.” ૩૦ અર્થ - નિકાચિત કર્મનો ઉદય હોવાથી ઔષધરૂપે જિનેશ્વરો પણ સંસારમાં છે ત્યાં સુધી સંસારસુખ સેવન કરતા જણાય છે. પણ હું તો નિરોગી છું અર્થાત્ એવા કર્મરૂપ રોગનો મને ઉદય નથી તો હું શા માટે આ સંસારસુખરૂપ ગંદી દવાને ગ્રહણ કરું. જેમાં સ્વ કે પરનું આત્મહિત સમાયેલું છે તે સ્વરૂપ સાથે જ સંબંધ જોડું, તેમાં જ પ્રીતી કરું અને તેમાં જ રમણતા કરું. આત્માના ગુણોની ઘાત કરનાર અથવા રાગદ્વેષ કરાવનાર એવા આ લૌકિક વિવાહ પ્રસંગને ત્યાગી દઈ હવે હું પંચ મહાવ્રતને ઘારણ કરું. ૩૦ના વૈરાગ્યરંગે ઝીલતા ત્યાં દેવ લૌકાંતિક કળે, પ્રભુ-સમીપ આવી સ્તુતિ કરી, તપ-કાળ કહી પાછા વળે; ઇન્દ્રાદિ દેવો આવિયા નેમિ પ્રભુ પાછા વળ્યા, યાદવ બઘા સમજાવી થાક્યા, બોથી સૌને નીકળ્યા. ૩૧ અર્થ :- આમ ભગવાનનું મન વૈરાગ્યરંગમાં ઝીલતા, લોકાંતિક દેવો તે કળી ગયા. અને પ્રભુ પાસે આવી સ્તુતિ કરીને કહેવા લાગ્યા કે ભગવંત!તપ કરવાનો સમય આવી ગયો છે. એમ કહી તે પાછા વળી ગયા. ભગવંત પણ તોરણથી રથ ફેરવીને પાછા વળ્યા. તથા દીક્ષા કલ્યાણક મહોત્સવનો સમય જાણી ઇન્દ્રાદિ દેવો પણ ત્યાં આવી ગયા. તે સમયે પ્રભુને લગ્ન કરવા માટે યાદવોએ ઘણા સમજાવ્યા પણ Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અંતે થાક્યા. પ્રભુએ પણ બઘાને બોઘ આપી, સમજાવીને શાંત કરી દીક્ષા લેવા માટે નીકળી પડ્યા. /૩૧| પછી દેવસેના સહ પ્રભુ ગિરનાર પર પહોંચી ગયા, હરિ-હાથ ઝાલી, પાલખી તર્જી નગ્ન સાધુ પ્રભુ થયા; મસ્તક-પરિગ્રહ કેશ સમજીને ઉપાડે વીર તે, શ્રાવણ સુદિ છઠ શુભ ગણો દીક્ષા મહોત્સવ દિન તે. ૩૨ અર્થ - પછી હજારો દેવોની સેના સાથે પ્રભુ ગિરનાર પર્વતના સહસ્ત્રાપ્રવનમાં પહોંચી ગયા. ત્યાં હરિ એટલે ઇન્દ્રનો હાથ ઝાલીને પાલખીમાંથી નીચે ઊતર્યા. પછી સર્વ અલંકાર તથા વસ્ત્રાદિનો ત્યાગ કરી પ્રભુ યથાજાત નગ્ન સાધુ બની ગયા. માથામાં પરિગ્રહરૂપ કેશને જાણી, વીર બનીને પંચમૂઠી લોચ વડે તેને ઉખાડી લીધા. શ્રાવણ સુદી છઠના દિવસને શુભ માનો કે જે દિવસે પ્રભુએ દીક્ષા ગ્રહણ કરી. તેથી તે દિવસ પ્રભુનો દીક્ષા મહોત્સવ દિન ગણાવા લાગ્યો. [૩રા તે સ્વામી નેમિ સાથુ થઈ ગિરનાર જઈ તપ આદરે, સુણ રાજસુતા રાઓંમર્તી અતિ ખેદ પતિ-વિરહે ઘરે. આશ્વાસનો દે ગુરુજનો સતી ઝંખતી હૃદયે પતિ, પતિ-માર્ગ વૈરાગ્ય વિચારે, સ્ત્રી-દશા નિંદે અતિ - ૩૩ અર્થ :- શ્રી નેમિનાથ સ્વામી સાધુ થઈને ગિરનાર ઉપર જઈ તપ આદરે છે. એવું જાણીને રાજપુત્રી રાજીમતી પતિના વિરહમાં અત્યંદ ખેદ પામવા લાગી. તેથી ગુરુજનો એટલે વડીલો તેને આશ્વાસન આપવા લાગ્યા. છતાં પણ સતી એવી રાજીમતી તો હૃદયમાં શ્રી નેમિનાથને જ પતિ તરીકે માનવા લાગી. પતિએ વૈરાગ્યનો માર્ગ ગ્રહણ કર્યો એમ વિચારી પોતે પણ તે જ માર્ગે જવા માટે મનમાં દ્રઢ નિશ્ચય કર્યો. તેમજ સ્ત્રીની કેવી પરાધીન નિંદનીય દશા છે તે મનમાં વિચારવા લાગી. ||૩૩ના “નારી પરાથન છે સદા : વર ના મળે તોયે દુખી, દુઃખી પતિ તોયે દુઃખી : નારી કહો ક્યાંથી સુખી? વળી દુઃખ મોટું શોક્યનું, કે ગુહ્ય દુઃખ ગણાય ક્યાં? મેણું મહા વંધ્યાપણું, વળી ગર્ભવેઠ વિશેષ જ્યાં. ૩૪ અર્થ :- નારી સદા પરાધીન છે. બાળવયમાં માતાપિતાને આધીન છે. યુવાવયમાં પતિને આધીન છે. તથા વૃદ્ધાવસ્થામાં પુત્રને આધીન છે. જો પતિની પ્રાપ્તિ ન થાય તો કાયમ ભાઈઓ તથા ભાભીઓ સાથે રહેતા દુઃખ અનુભવે છે. જો પતિની પ્રાપ્તિ થાય તે દુર્ભાગ્યવશાત્ દુઃખી હોય તો પોતે પણ દુ:ખ પામે. તેથી કહો નારી ક્યાંથી સુખી હોય? વળી પોતાની શોક્ય હોય તો તેનું મોટું દુઃખ છે અથવા ગુપ્ત દુઃખો મનના હોય તો તે કોઈની આગળ કહેવાય નહીં. કોઈ વળી વંધ્યા એટલે જેને પુત્ર થતો ન હોય તો મેણું મારે કે તું તો વંધ્યા છું. તે પણ ખમાય નહીં; અથવા જ્યાં અનેક પુત્રોને જન્મ આપવાની ગર્ભની વેઠ વિશેષ કરવી પડતી હોય તો પણ તે દુઃખી જ છે. [૩૪ો. પતિના વિયોગે દુઃખ ને વિઘવા-દશા દુઃખે ભરી, ઑવતાં બળે છે ત્રિવિઘ તાપે; સુખ નથી નારી જરી. Page #373 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિકુમાર રથનેમિ વમનીની દ્વીતી થવધિની ઉણકે જાણિતી ચીલી સાતી Page #374 -------------------------------------------------------------------------- ________________ (૨૯) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૨ ૩૪૭ સમકિત પામી ના વમે તે સ્ત્રી-દશા પામે નહીં, મિથ્યાત્વનું ફળ નારી-ભવ, સમકિત શિવ-હેતું અહીં.” ૩૫ અર્થ - પતિ હોય પણ મરી જાય તો તેના વિયોગે દુઃખી થાય. તેમજ વિઘવાપણું તે તો દુઃખથી જ ભર્યું છે. એમ જીવતા સુઘી અજ્ઞાનના કારણે આધિ વ્યાધિ અને ઉપાથિના દુઃખે તે બળ્યા કરે છે. તેથી નારી જગતમાં કિંચિત્ માત્ર પણ સુખી નથી. સમકિતને પામીને જો વમે નહીં તો ફરી વાર તે સ્ત્રીપણું પામે નહીં. મિથ્યાત્વ હોય તો સ્ત્રીનો ભવ મળી શકે, પણ સમકિત તો મોક્ષપ્રાપ્તિનું જ કારણ છે. //૩પા રથનેમિ નેમિભ્રાત ઊંડી પ્રીતિ રાજુલ પર ઘરે, રાજીમતી સમજાવતી પણ પ્રીતિ તેની ના ફરે; કુંડી કનકની આપવા રથનેમિને કહે સુંદરી, લઈ ઓકી કાઢે જઈ પીઘેલું ને કહે: “પીવો જરી.” ૩૬ અર્થ - શ્રી નેમિનાથના ભાઈ રથનેમિ તે રાજાલ એટલે રાજીમતી ઉપર ઘણો પ્રેમ રાખે છે. રાજીમતી તેને સમજાવે છે છતાં તેનો પ્રેમ તેના ઉપરથી ખસતો નથી. એકવાર સુંદરી રાજીમતીએ રથનેમિને કનક એટલે સોનાની કુંડી આપવા કહ્યું. તેમાં પોતે પીઘેલું જળ ઓકી કાઢી રથનેમિને તેમાંથી થોડું પીવા કહ્યું. ૩૬ાા “રે! શ્વાન વામને રાચતાં, તેમાં નહીં મારી પ્રીતિ.” “તો નેમિનાથે જે વમી સ્ત્રી તે ચહો એ કયી નીતિ? સ્વર્ણ-કુંડી સમ ગણો આ દેહ દુર્ગધી ભર્યો.” રાજીમતીની યુક્તિથી રથનેમિ ઝટ પાછો ફર્યો. ૩૭ અર્થ - ત્યારે રથનેમિ કહે અરે ! ઊલટી કરેલાને ચાટવા માટે તો શ્વાન એટલે કૂતરાઓ મંડી પડે છે, મારી તેમાં પ્રીતિ કેમ હોય? ત્યારે રાજાલ કહે કે તો પછી નેમિનાથે મને વમી નાખી તે સ્ત્રીને તમે ઇચ્છો એ નીતિનો કયો પ્રકાર છે; તે પણ શ્વાનનો જ પ્રકાર થયો. સોનાની કુંડી સમાન આ દેહને મળમૂત્રાદિ દુર્ગધ પદાર્થોથી જ ભરેલો જાણો. રાજીમતીની આવી યુક્તિથી રથનેમિ વિકારી ભાવોથી શીધ્ર પાછો વળી ગયો. ૩ળા બે દિવસના ઉપવાસ ઘારી, નેમિમુનિ સમતા ઘરે; પ્રગટાવી ચોથું જ્ઞાન તે વરદત્ત-ઘર પાવન કરે. છપ્પન દિવસ રહીં ઘર્મધ્યાને ક્ષપક શ્રેણી આદરે, આસો સુદિ પડવે સવારે નેમિમુનિ કેવળ વરે. ૩૮ અર્થ :- દીક્ષા લઈને નેમિનાથ પ્રભુએ બે દિવસના ઉપવાસ ઘારણ કર્યા. સમતાભાવમાં સ્થિત રહીને ચોથું મન:પર્યવજ્ઞાન પ્રગટાવ્યું. પ્રથમ પારણું વરદત્તને ત્યાં કરી તેનું ઘર પવિત્ર કર્યું. પછી છપ્પન દિવસ સુધી ઘર્મધ્યાનમાં રહીને ક્ષપકશ્રેણી માંડી આસો સુદ એકમની સવારે શ્રી નેમિનાથ પ્રભુ કેવળજ્ઞાનને પામ્યા. [૩૮ Page #375 -------------------------------------------------------------------------- ________________ ३४८ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ઇન્દ્રાદિ આવી ભક્તિથી સમવસરણ વળી ત્યાં રચે, પ્રભુ બોઘ-ભોજન પીરસે, સુર નર પશુ સૌને પગે; જેવી રીતે ઘન-જળ મીઠું વિઘવિઘ તરું-મૅળયોગથી કડવું, ગળ્યું, તૂરું, તીખું, ખાટું બને જીંવ-કર્મથી. ૩૯ અર્થ - શીધ્ર ઇન્દ્રાદિ દેવોએ ત્યાં આવી ભગવાનની ભક્તિથી સમવસરણની રચના કરી. પ્રભુ પણ સમવસરણમાં અદ્ધર બિરાજમાન થઈને બોઘરૂપી ભોજન એવું પીરસવા લાગ્યા કે જે દેવતા, મનુષ્ય કે પશુઓ સર્વને પચવા લાગ્યું. અર્થાત્ સર્વ જીવો પોતપોતાની વાણીમાં તેનો ભાવ સમજવા લાગ્યા. જેવી રીતે વાદળાનું વરસેલું મીઠું જળ તે અનેક જુદા જુદા વૃક્ષમૂળના યોગને પામી જાદી જાદી રીતે પરિણમે છે. જેમકે તે જળ લીમડાના મૂળમાં જવાથી કડવું, શેરડીના મૂળમાં જવાથી ગળ્યું, આમળાંના વૃક્ષમાં જવાથી તૂરું, મરચાંના છોડમાં જવાથી તીખું અને લીંબુના ઝાડમાં જવાથી ખટાશરૂપે પરિણમે છે તેમ જીવોના કર્મોની યોગ્યતાનુસાર પ્રભુનો બોઘ જુદી જુદી રીતે પરિણમે છે. ૩૯ વરદત્ત ગણઘર વિનયથી પૂછે સ્વપરહિત ચિંતવી, તેથી ધ્વનિ નેમિપ્રભુની ત્યાં ખરી કો અવનવી - “આત્મા અને પરલોક છે; ને કર્મ પણ કરતા જીંવો; સુખદુઃખ તેનાં ફળ મળે, વિચાર સર્વે કરી જુઓ. ૪૦ અર્થ - વરદત્ત ગણઘર વિનયયુક્ત વાણીવડે સ્વપરનું હિત ચિંતવીને પ્રભુને પ્રશ્ન પૂછવા લાગ્યા. તેના ઉત્તરમાં શ્રી નેમિનાથ પ્રભુની અવનવી એટલે અનેક પ્રકારની નવી નવી દિવ્ય ધ્વનિ ખરવા લાગી. દિવ્યધ્વનિમાં પ્રભુએ ઉપદેર્યું કે આત્મા છે અને પરલોક છે. પરલોકમાં જીવ કર્મવશાત્ પુનઃ જન્મવાથી પુનર્જન્મ છે. તેથી આત્મા નિત્ય છે. વળી જીવો કર્મ કરતા હોવાથી ત્રીજા પદ આત્મા કર્તા છે. વિભાવ દશામાં જીવ કર્મનો કર્તા હોવાથી તેના ફળમાં સુખદુઃખનો ભોક્તા પણ છે. એ સર્વનો તમે વિચાર કરી જાઓ તો આ વાત સ્પષ્ટ જણાશે. ૪૦ના વળી મોહ, રાગ, વિરોઘ કારણ ક્લેશનાં જાણો, Šવો; તે સર્વ તર્જીને જ્ઞાન-વૈરાગ્યે લાહો સાચો દીવો. આત્માર્થી જીવો તો કરે પુરુષાર્થ સાચો સમજીને શિવ હેતુ, આતમ ધ્યાન ને સ્વાધ્યાય, જાણ્યો સૌ જિને. ૪૧ અર્થ - વળી આ સંસારમાં મોહ એટલે દર્શનમોહ એ જ મહામોહ છે, એનું બીજાં નામ અજ્ઞાન છે તથા રાગ અને વિરોઘ એટલે દ્વેષભાવ, એમ રાગ દ્વેષ અને અજ્ઞાનને જ સર્વ ક્લેશના કારણ જાણી તેનો સર્વથા ત્યાગ કરવા માટે જ્ઞાન વૈરાગ્ય પામીને અંતરમાં કેવળજ્ઞાનરૂપી દીપકને પ્રગટાવો જેથી શાશ્વત સુખશાંતિરૂપ મોક્ષને તમે પામો. જે આત્માર્થી જીવો હોય તે તો મોક્ષ પ્રાપ્ત કરવા માટે તેનો સાચો ઉપાય સમજીને પુરુષાર્થ કરે છે. મોક્ષ પ્રાપ્તિનો સાચો ઉપાય આત્મધ્યાન અને સ્વાધ્યાય છે એમ સર્વ જિનેશ્વરે અનુભવથી જાણ્યું છે. એમ છ પદના જ્ઞાન, શ્રદ્ધાન અને આચરણમાં જ સમ્યગ્દર્શન રહેલું છે. II૪૧ાા Page #376 -------------------------------------------------------------------------- ________________ લાલામાં શ્રી નેમિનાથ ભગવાન શ્રી પ્રતિમા Page #377 -------------------------------------------------------------------------- ________________ (૨૯) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૨ સુજ્ઞાન, સુદર્શન અને ચારિત્રની જે એકતા, તેથી જ આતમધ્યાન માની આદર્યું દે મુક્તતા; પાયો સુદર્શન ધર્મનો, તત્ત્વાર્થ-શ્રદ્ધારૂપ તે, સ્વાધ્યાય પણ તે તત્ત્વદર્શક વાર્ણી સુણી ઊપજે, ૪૨ અર્થ :- સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યપ્ચારિત્રની એકતા વડે જ આત્મધ્યાન થાય છે, એમ માનીને જે તેને આદરે તે મુક્તિને પામે છે. સત્ ધર્મનો પાયો પણ સમ્યગ્દર્શન છે. જે તત્ત્વોની શ્રદ્ધા કરવારૂપ છે. ‘તત્ત્વાર્થી શ્રદ્ધાનું સમ્યગ્દર્શનમ્' -મોક્ષશાસ્ત્ર શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવો તે પણ સાચા તત્ત્વનું દર્શન કરાવનાર છે. તથા ભગવાનની વાણી સાંભળીને પણ સત્ય તત્ત્વનું ભાન કરાય છે. ।।૪૨। છે જ્ઞાન-દર્શન જીવ-લક્ષણ, કર્મ કરીને ભોગવે, તે કર્મ તજતાં મોક્ષરૂપ નિજ ભાવે ક્ષણ ક્ષણ દાખવે; છે હોનુષ્ય પ્રદેશ તોયે દેહરૂપ અવગાહના, રૂપ, ગંધ, રસ, શબ્દાદિ જડના કોઈ પણ ગુણો વિના. ૪૩ અર્થ :— આત્માનું લક્ષણ જ્ઞાન, દર્શન છે. જીવ કર્મ કરે છે તેથી તેને ભોગવે છે. તે કર્મને સર્વધા ત્યાગવાથી જીવ મુક્તસ્વરૂપ એવા પોતાના આત્મસ્વભાવને જ ક્ષણે ક્ષણે ભોગવે છે, અર્થાત્ સ્વભાવનો જ પછી તે કર્તા બને છે. આ જીવના અસંખ્યાત પ્રદેશ છે. તે લોકાકાશના પ્રદેશ સમાન છે. તો પણ તે અસંખ્યાત પ્રદેશ હાલમાં તો દેહના આકારે જ અવગાહનાને ઘારણ કરીને રહેલા છે. તેમ રૂપ, રસ, ગંધ, શબ્દાદિ એ પુદ્ગલના ઘર્યું છે અને તે જડરૂપ છે, કોઈ પન્ન દ્રવ્ય, ગુણો વિના છોતું નથી. દરેક દ્રવ્ય પોતપોતાના ગુણોમાં જ સદા પરિણમન કર્યા કરે છે. ।।૪૩ એવા અનંતાનંત જીવો વિશ્વમાં સઘળે દીસે; સન્માર્ગ આરાથી સમાધિ-સુખમાં બહુયે વસે. વર્ષી અર્જીવ આ નામ, કાળ, ધર્મ, અથર્મ પુદ્દગલ દ્રવ્ય છે, પુદ્ગલ જ જીવનવિભાવથી બની કર્મ રૂપ બંધાય છે, ૪૪ ૩૪૯ અર્થ :– જ્ઞાન દર્શન લક્ષાથી યુક્ત એવા જીવો વિશ્વમાં અનંતાનંત છે. તે જગતના સર્વ સ્થાનોમાં રહેલા છે. તેમાંના ઘણાએ જીવો તો સભ્યજ્ઞાનદર્શન ચારિત્રરૂપ સત્માર્ગને આરાધી આત્માના નિર્મળ સમાધિસુખમાં નિવાસ કરે છે. તથા વિશ્વમાં અજીવ તત્ત્વ એવા આ આકાશ દ્રવ્ય, કાળ દ્રવ્ય, ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય છે. તેમાંનુ એક પુદ્ગલ દ્રવ્ય જ જીવના વિભાવભાવોને પામી, કર્મરૂપે બની, તેની સાથે જોડાઈ જાય છે. ૪૪॥ વિભાવ ભાવે કર્મ આવે, એ જ આસ્રવ જાણજો; મન-વચન-કાય-પ્રવૃત્તિ લાવે પ્રકૃતિ, અણુગણ માનજો, સ્થિતિ, રસ કપાય-નિમિત્તથી આઠેય કર્મ વિષે વસે; એ ચાર વિધિથી કર્મ-બંધન આત્મદેશ વિષે દીસે. ૪૫ અર્થ :– જીવના વિભાવભાવથી જ કર્મનું આવવાપણું થાય છે અને એને જ તમે આસ્રવ જાણજો, = તથા મન વચન અને કાયાના યોગની પ્રવૃત્તિ એ કર્મનો પ્રકૃતિબંધ અને અૠગણ એટલે પ્રદેશબંધ Page #378 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧ ૩૫૦ કરાવનાર છે એમ માનજો. તેમજ કર્મનો સ્થિતિબંધ અને રસ એટલે અનુભાગબંધ જીવના કષાયભાવોથી પડે છે, અને તે પડ્યા પછી આઠેય કર્મમાં વેંચાઈ જાય છે. એમ પ્રકૃતિબંઘ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને ૨સબંઘ અર્થાત્ અનુભાગ બંઘ એ ચારે પ્રકારથી જીવને કર્મનું બંધન, આત્મપ્રદેશમાં, જીવોના ભાવાનુસાર થયા કરે છે. ૪૫ા છે પ્રકૃતિ મુખ્ય આઠ ભેદે જ્ઞાન ઢાંકે એક જે, જે આવરે દર્શન બીજી, સુખ-દુઃખ હેતુ ત્રીજી દે, વર્તાવતી વિપરીત ચોથી, પાંચમી ભવ રૂપ ધરે; છઠ્ઠીય દે દેહાદિ, ઉચ્ચનીચ, વિદ્ઘ છેલ્લી બે કરે. ૪૬ અર્થ :– કર્મની મુખ્ય જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકૃતિઓ છે. તેમાં જ્ઞાનાવરણીયકર્મની પ્રકૃતિ આત્માના જ્ઞાનગુણને ઢાંકે છે, આવરણ કરે છે. બીજી દર્શનાવરણીયકર્મની પ્રકૃતિ આત્માના દર્શનગુણને ઢાંકે છે. ત્રીજી વેદનીયકર્મની પ્રકૃતિ જીવને સુખ દુઃખરૂપ શાતા અશાતા વેદનાનું કારણ બને છે. ચોથી મોહનીયકર્મની પ્રકૃતિ જીવને પરમાં સુખ બુદ્ઘિ કરાવી વિપરીતતા કરાવે છે. પાંચમી આયુષ્યકર્મની પ્રકૃતિ નવા નવા ભવ ધારણ કરાવે છે. છઠ્ઠી નામકર્મની પ્રકૃતિ સારા, ખોટા શરીરના રૂપરંગાદિને આપે છે. સાતમી ગોત્રકર્મની પ્રકૃતિ ઉંચનીચ ગોત્રમાં ઉત્પન્ન કરે છે તથા આઠમી અંતરાયકર્મની પ્રકૃતિ દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય ફોરવવામાં અંતરાય કરે છે. ।।૪૬।। ક્ષીર-નીર પેઠે કર્મ-અણુ જૈવના પ્રદેશે જે રહે, તેને પ્રદેશિક બંઘ જાણો, સ્થિતિ કાળ-મર્યાદા કહે, અનુભાવ મૂંઝાવે જૈવોને તીવ્રતર કે તીવ્ર જે ત્યાં મંદતર કે મંદ દુઃખે સુખ ગણે અજ્ઞાર્ની તે. ૪૭ અર્થ :– ક્ષીર એટલે દૂધ અને નીર એટલે પાણીની પેઠે કર્મના અણુઓ જીવના પ્રદેશ સાથે રહે છે તેને તમે પ્રદેશબંધ જાણો. તથા સ્થિતિ છે તે કાળની મર્યાદા બતાવે છે, તેને સ્થિતિબંધ જાણો. કર્મનો અનુભાવ એટલે અનુભાગ બંધ અર્થાત્ ૨સબંઘ છે તે જ્યારે તીવ્રતર કે તીવ્ર હોય ત્યારે જીવોને મૂંઝવે છે. તે કર્મોનો રસબંઘ જ્યારે મંદતર કે મંદ હોય ત્યારે સંસારી જીવોને દુઃખ ઓછું હોય છે અને તેને જ અજ્ઞાની એવા સંસારી જીવો સુખ માની બેસે છે. ઓછા દુઃખને સુખ માનવું એ અજ્ઞાનીની નિશાની છે. કારણ કે જ્ઞાનીઓ આ ઓછા દુઃખને અર્થાત્ શાતાવેદનીયને ખરું સુખ માનતા નથી પણ તેને દુઃખનું જ એક બીજું રૂપ ગણે છે. ।।૪૭ના જ્ઞાની ગણે સુખ દુઃખ પુત્રો કર્મ ચંડાલણ તણા, સત્સૌખ્ય માણે તેમને આનંદમાં શી છે મણા? તે સુખ સંવ૨માં વસે-આત્મા સ્વભાવે જ્યાં રહે, રોકાય આસવ-બંઘ ત્યાં, વળી કર્મ જૂનાં તે દહે. ૪૮ અર્થ :- · જ્ઞાનીપુરુષો તો આ સાંસારિક સુખ કે દુઃખને કર્મરૂપી ચંડાલણના જ પુત્રો ગણે છે. જે જ્ઞાનીપુરુષો સાચા આત્મિક સુખને માણે છે અર્થાત્ ભોગવે છે તેમને આનંદમાં શી ખામી હોય? કંઈ જ નહીં. સાચું આત્મિક સુખ તો આવતાં કર્મને જ્ઞાન ઘ્યાન વડે રોકવારૂપ સંવરમાં વસે છે. જ્યાં આત્મા Page #379 -------------------------------------------------------------------------- ________________ (૨૯)શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૨ ૩૫ ૧ પોતાના સ્વભાવમાં રહે છે, ત્યાં નવીન કર્મનો આસ્રવ તથા તેથી થતો બંઘ રોકાઈ જાય છે અને જુના બાંધેલા કર્મ પણ સમયે સમયે બળીને ભસ્મ થાય છે. ૪૮. શુદ્ધ સ્વભાવે બે ઘડી લગ ઑવ રહે તલ્લીન જો, ઘનઘાત ચારે કર્મ જાતાં, થાય કેવળજ્ઞાન તો; પછી યત્ન વિના સર્વ કર્મો જાય, મોક્ષ વરાય, રે! સુણતાં ય શિવ-સુખ-હર્ષ ઊપજે ઘન્ય ભાગ્ય ગણાય છે. ૪૯ અર્થ - પોતાના શુદ્ધ આત્મસ્વભાવમાં જો જીવ બે ઘડી એટલે અડતાલીસ મિનિટ સુઘી તલ્લીન રહે તો ચારે ઘનઘાતી એવા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયકર્મનો ક્ષય થઈ જીવને કેવળજ્ઞાન ઉપજે, અને પછી પ્રયત્ન કર્યા વિના જ આપોઆપ અઘાતી એવા નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય કર્મનો નાશ થઈ જીવને શાશ્વત સુખરૂપ એવા મોક્ષની પ્રાપ્તિ થાય છે. તે મોક્ષના પરમસુખને સાંભળતા જ મનમાં હર્ષ ઊપજે છે તો જેને એની પ્રાપ્તિ થાય તે તો ઘન્ય એવો ભાગ્યશાળી પુરુષ જ ગણવા યોગ્ય છે. ૪૯ો. જીવાદિ આ તત્ત્વો તણી શ્રદ્ધા કરો, સમકિત તે, ને જ્ઞાન સમ્યક તત્ત્વ સમયે, આ સનાતન રીત છે; તે સહિત તજતાં અશુભ વર્તન, રત્નફૅપ અનુભવ ગણ્યો; ભેદરૃપ આ રત્નત્રયી પણ મોક્ષમાર્ગ ભલો ભણ્યો. ૫૦ અર્થ:- જીવ, અજીવ, આસ્રવ, સંવર, બંધ, મોક્ષ, નિર્જરા આદિ આ તત્ત્વોની તમે શ્રદ્ધા કરો એ જ સમકિત છે. તથા ભગવાને કહેલા સમ્યક તત્ત્વને યથાર્થ સમજવું તેને ભગવંતે સમ્યજ્ઞાન કહ્યું છે. આજ સનાતન એટલે અનાદિકાળની ચાલી આવતી રીત છે. જે સમ્યજ્ઞાન સહિત અશુભ વર્તનને તજી દઈ શુદ્ધ ભાવના લક્ષે શુભ વર્તન આચરે છે, તેને સમ્યગ્યારિત્ર ભગવંતે કહ્યું છે. આ ત્રણેયને રત્નસમાન ગણીને રત્નત્રયની ઉપમા આપી છે. આ રત્નત્રયની એકતા સહિત આત્મ અનુભવને સાચો અનુભવ ગણ્યો છે. ભગવાનના ઉપદેશને જાણવો, શ્રદ્ધવો અને તે પ્રમાણે વર્તવું એવા ભેદરૂપ સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રને પણ મોક્ષમાર્ગ પામવા માટે ભલો અર્થાત્ કલ્યાણકારક ગણવામાં આવેલ છે. ૫૦ના રત્નત્રયી કહીં અભેદ ત્યાં છે શુદ્ધ ભાવની મુખ્યતા, આરાઘતાં ઉત્કૃષ્ટતાથી તે જ ભવમાં મુક્તતા; આરાઘના મધ્યમ કરી જીંવ મોક્ષ ત્રણ ભવમાં ય લે; પણ ભેદ રત્નત્રય વિષે શુભ ભાવ મુખે સ્વર્ગ દે; ૫૧ અર્થ - જ્યાં સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રની અભેદતા કહી છે ત્યાં તો આત્માના શુદ્ધભાવની જ મુખ્યતા છે, અર્થાત્ આત્માની શ્રદ્ધા, આત્માનું જ જ્ઞાન અને આત્મામાં જ જ્યાં રમણતા છે તે નિશ્ચય રત્નત્રયી છે. તેને ઉત્કૃષ્ટભાવે આરાઘવાથી તે જ ભવમાં જીવ મોક્ષને પામે છે. તેની મધ્યમ રીતે આરાધના કરે તો ત્રણ ભવમાં પણ જીવ મોક્ષને મેળવી શકે છે. પણ ભેદ રત્નત્રયમાં મુખ્ય શુભભાવ હોવાથી તે સ્વર્ગને આપનાર થાય છે. આપણા Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ પ્રાવધ-વિવેચન ભાગ-૧ તે પણ ગણી આરાધના અતિ મંદ ભાવે જો ટકે, તો સાત સુરના, આઠ નરના ભવ ક૨ી શિવ જઈ શકે.’’ પ્રભુવાર્ણીથી સમકિત પામ્યા સુર, નર, પશુ તે સ્થળે, વ્રત હો પશુ ને માનવી, મુનિમાર્ગમાં વીર નર ભળે. ૫૨ અર્થ :– ભેદ રત્નત્રયને પણ આરાધનાની કોટીમાં જ ગણેલ છે. જો મંદભાવે પણ તે આરાધના - ટકી રહે તો સાત ભવ દેવના અને આઠ ભવ મનુષ્યના કરીને તે જીવ મોક્ષને પામી શકે છે. શ્રી નેમિનાથ પ્રભુની આવી દિવ્ય વાણી સાંભળીને ઘણા દેવ, મનુષ્ય અને પશુઓ પણ તે સ્થળે સમકિતને પામ્યા. તેમાં પશુઓ અને માનવીઓએ શ્રાવકના વ્રત ગ્રહણ કર્યા અને જે મનુષ્યો શુરવીર હતા તેમણે તો મુનિધર્મ અંગીકાર કરીને પોતાનું જાવન ધન્ય બનાવી દીધું. પરા (૩૦) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ - ૩ (હરિગીત) * શ્રી કૃષ્ણ વાસુદેવ સુણી હર્ષ ઘરી મધુરી ધ્વનિ, પૂછે વિનય કરી પૂર્વ ભવ નિજ ત્યાં કહે કરુણા-ઘણી : “છે હસ્તિપુર આ ભરતમાં ને શ્વેતવાહન શેઠ જ્યાં, બંઘુમતી શેઠાણી-ખોળે શંખ પુત્ર સુાય ત્યાં. ૧ અર્થ :— શ્રી નેમિનાથ ભગવાનની મીઠી વાણી સાંભળીને શ્રી કૃષ્ણ વાસુદેવ ઘણા હર્ષિત થયા = અને વિનયપૂર્વક પોતાના પૂર્વભવનું વૃત્તાંત પૂછવા લાગ્યા. તે વિષે કરુણા ઘણી ભગવાન નેમિનાથ કહેવા લાગ્યા કે :— આ ભરતક્ષેત્રમાં હસ્તિપુર નગરમાં શ્વેતવાહન નામનો શેઠ તથા બંધુમતી નામની શેઠાણીના કુર્ખ શંખ નામનો પુત્ર થયો. (તે આ ભવમાં તમારો ભાઈ બળરામ થયેલ છે.) ।।૧।। નંદીયશા રાણી અને નૃપ ગંગ હસ્તિપુરમાં, કો પૂર્વભવનો વૈરી પીડે સાતમો શિશુ ગર્ભમાં; નૃપને થઈ અણમાનીતી તેથી તજે શિશુ જન્મતાં, ધાયમાતા રૈવતી ઉછેરતી એકાન્તમાં. ૨ પણ થાયમાતા અર્થ :— તે જ હસ્તિપુર નગરમાં ગેંગ નામે રાજા અને નંદીયશા નામે રાણી છે. કોઈ પૂર્વભવનો વૈરી સાતમા ગર્ભરૂપે તેમને કૂખે આવવાથી તે રાજાને અણમાનીતી થઈ. જેથી માતાએ બાળકનો જન્મ થતાં જ તેને તજી દીધો; પણ ધાવમાતા રેવતી એકાન્તમાં તેને ઉછેરવા લાગી. (તેનું નામ ન પાડવાથી તે નિનમિક કહેવાયો. તે આ તમારો જ જીવ છે એમ શ્રી કૃષ્ણને ભગવંતે કહ્યું.) IRI Page #381 -------------------------------------------------------------------------- ________________ (૩૦) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૩ મોટો થતાં તે શંખનો સ્નેહી થયો, ઉપવન ગયો; દેખે છયે નૃપ-પુત્ર જમતા તેથી બહુ રાજી થયો; શંખે કહ્યું : ‘આ આપનો છે ભાઈ, શું ના ઓળખ્યો?’ સાથે જમાડે ભાઈઓ, પણ રાી-ઉ૨માં એ દુખ્યો. ૩ અર્થ :— તે મોટો થતા શેઠપુત્ર શંખનો સ્નેહી થયો અને તેની સાથે એકવાર બગીચામાં ગયો. ત્યાં રાજાના છએ પુત્રોને જમતા જોઈ આ સાતમો ભાઈ પણ બહુ રાજી થયો. ત્યારે શંખે બઘાને કહ્યું કે આને તમે ઓળખ્યો? આ તમારો જ ભાઈ છે. તેથી તેને જમાડવા લાગ્યા. પણ માતા નંદીયશા રાણીના હૃદયમાં એ કાર્ય ગમ્યું નહીં. ।।૩।। તેથી ઉઠાડે લાત મારી, શંખ ખેદ ઘરે વળી, નિમિકે ભી નીર નેત્રે મિત્રની ગ્રહી આંગળી; ઉદ્યાનમાં દેખી મુનિ ક્રુમષણને બન્ને નમે, નિજ મિત્રના ભવ પૂછવાનું શંખના મનમાં ૨મે. ૪ ૩૫૩ અર્થ :— તેથી તેને લાત મારીને ઉઠાડી મૂક્યો. શંખને પણ ખેદ થયો. આમ ઉઠાડવાથી નિર્નામિકના આંખમાં આંસુ આવી ગયાં. તેથી શંખમિત્રનો હાથ પકડી બન્ને ચાલતા થયા. ત્યાં બગીચામાં શ્રી ક્રુમષેણ નામના મુનિને જોઈને બન્નેએ નમસ્કાર કર્યા. પછી શંખે પોતાના મિત્ર નિનમિકની માતાને તેના જ પુત્ર વિષે શા માટે આવો અણગમો થયો હશે? તેથી તેના પૂર્વભવ વિષે પૂછવાનું શંખના મનમાં ૨મવા લાગ્યું. ।।૪। કરુણા કરી મુનિ બોલિયા ઃ ‘શાને દુખી થાઓ વૃથા? દૂર ખેદ કરીને સાંભળો આ પૂર્વ-ભવ-ભાવિ-કથા - ગિર નગરમાં નૃપ ચિત્રરથ કુસંગથી વ્યસની થયો, અમૃતરસાયન નામનો સઁદ માંસ-પાકી મળી ગયો. ૫ અર્થ :– મુનિ જ્ઞાન વડે જાણી કરુણા કરીને બોલી ઊઠ્યા કે તમે શા માટે વૃથા દુઃખી થાઓ છો. તમારો ખેદ દૂર કરીને એમના પૂર્વભવ અને ભવિષ્યના ભવો વિષેની હું કથા કહું છું તે તમો સાંભળો. ગિર નામના નગ૨માં ચિત્રરથ નામે રાજા હતો. તે કુસંગથી વ્યસની બન્યો હતો. તેને અમૃતરસાયન સૂદ એટલે રસોયો જે રોજે માંસ પકાવીને આપનાર મળી ગયો. ।।૫।। નામનો રસરીઝથી રાજા રીંઝી દશ ગામની બક્ષિસ દે; સદ્ભાગ્યથી સુધર્મ મુનિ પાસે સુણી સદ્ધર્મ તે, ભૂંડું ગણીને માંસભક્ષણ, ખૂબ નિજ નિંદા કરે, ને મેઘરથ નિજ સુતને નૃપપદ દઈ દીક્ષા વરે. ૬ અર્થ :— માંસરસથી રાજી થઈને રાજાએ તેને દસ ગામ બક્ષિસમાં આપી દીધા. પછી સદ્ભાગ્યથી સુધર્મ નામના મુનિ પાસે સદ્ઘર્મ સાંભળીને માંસભક્ષણ કરવું તે અત્યંત ખરાબ છે એમ જાણી રાજાએ પોતાના આવા કુકૃત્યની ખૂબ નિંદા કરી. તેમજ પાપના પ્રાયશ્ચિત્તમાં પોતાના પુત્ર મેઘરથને રાજ્ય આપી પોતે દીક્ષા અંગીકાર કરી. ।।૬।। Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ બારે વ્રતો રહીં મેઘરથ નૃપ મન ઘરે સાચા શીલે, અમૃતરસાયનને મળેલાં ગામ નવ નૃપ લઈ લે, તેથી મુનિ પર વેર રાખી કપટથી શ્રાવક થયો, વિષરૂપ તુંબીદાનથી મુનિઘાત કરી નરકે ગયો. ૭ અર્થ - હવે મેઘરથ રાજા બાર વ્રતોને ગ્રહણ ગ્રહી સાચા હૃદયે શીલ પાળવા લાગ્યા. પિતાએ આપેલ અમૃતરસાયનને દસ ગામમાંથી નવ ગામ રાજા મેઘરથે પાછા લઈ લીઘા. તેથી જેણે પોતાને ગામ આપ્યા હતા એવા ચિત્રરથ રાજા કે જે હાલમાં મુનિ થયેલ હતા તેમના પ્રત્યે અમૃતરસાયન વેર રાખવા લાગ્યો. અને કપટથી શ્રાવક બની તે મુનિને વિષરૂપ કડવી તુંબડી દાનરૂપે વહોરાવી, મુનિઘાત કરીને તે ત્રીજી નરકમાં ગયો. શા. ત્રીજી નરકથી નીકળી તિર્યંચગતિ રૃપ વન વિષે ભમી, મલયદેશે કણબી કુળે યક્ષકિલ નામે દસે; ગાડું ભરી જાતાં લઘુ ભ્રાતા બહું વારે છતાં; ગાડા તળે સાપણ હણી; લે વેર નંદીયશા થતાં. ૮ અર્થ :- ત્રીજી નરકમાંથી નીકળી તે અમૃતરસાયનનો જીવ તિર્યંચ ગતિરૂપ વનમાં ખુબ ભટકીને પછી મલયદેશમાં વકિલ નામનો કણબી થયો. તે એકવાર ગાડું ભરીને જતાં રસ્તામાં નાના ભાઈએ ખૂબ વારવા છતાં પણ ગાડા તળે આવેલ સાપણને તેણે હણી નાખી. તે સાપણનો જીવ આ ભવમાં નંદીશા નામે માતારૂપે થયેલ છે. પૂર્વભવના વેરને લીધે આ ભવમાં તેને પોતાના પુત્ર પ્રત્યે અણગમો થયો અને તેને જન્મતાં જ ત્યજી દીધો. તેમજ બીજા પુત્રો સાથે જમતાં લાત મારીને કાઢી મૂક્યો. ૮ાા અમૃતરસાયન-જીવ નિમિક રૂપે જાણજો. સુણ સર્વ લેશો જિનદીક્ષા જગત ગણ દુખખાણ જો; સૌ સર્વ શક્તિ વાપરી તપ આકરાં કરી સુર બને, ત્યાંથી ચવી નંદીશા-જીંવ થાય દેવક શુભ મને. ૯ અર્થ – અમૃતરસાયન નામના રસોયાનો જીવ પૂર્વભવમાં રાણી નંદિશાનો સાતમો અણગમો પુત્ર નિર્નામિક હતો. આમ કરેલા કર્મ કોઈને છોડતા નથી, સર્વને ભોગવવા પડે છે, એમ સાંભળીને જગતને દુઃખની ખાણ માની સર્વે જિનદીક્ષા અંગીકાર કરશો. એમ મુનિ ભગવંતે જણાવ્યું. સર્વે સંપૂર્ણ શક્તિ વાપરીને ખૂબ આકરા તપ કરી દેવગતિને પામશો. ત્યાંથી ચ્યવીને નંદીયશાનો જીવ શુભ પરિણામ કરવાથી દેવકીરૂપે અવતરશે. લા. ને રેવતી-ઑવ થાય ભદ્રિલપુરમાં અલકા રમા, તેના મૃતક પુત્રો જશે ષ કંસ-કરમાં કારમા; ને દેવકીના ગર્ભ ષટુ સુર સંહરે અલકા-ઉરે તે પામી દીક્ષા તે ભવે સર્વે જશે શિવપુર ખરે!” ૧૦ અર્થ – ઘા માતાનો જીવ જે રેવતી નામે હતો તે હવે ભદ્રિલપુરમાં અલકા નામની સ્ત્રી થશે. તેને છ મરેલા પુત્રો જન્મશે. જે કારમાં એવા કંસના હાથમાં જશે. અને દેવકીના છ ગર્ભ તે હરણગમૈષી દેવ Page #383 -------------------------------------------------------------------------- ________________ (૩૦) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૩ ૩૫ ૫ માયાના બળે સંહરીને અલકાના ખોળામાં મૂકી દેશે. તે મોટા થઈ દીક્ષા લઈ સર્વે તે જ ભવે મોક્ષને પામશે. (૧૦ગા. આ શંખ-ઑવ બળરામ બનીને રાગ અતિ તુજ પર ઘરે, તે દ્વારિકાના દાહ પછી તુજ વિરહથી દીક્ષા વરે; ને પારણાને દિન વસ્તીમાં જતાં અવિકારી તે, ફૂપ-મૂઢ કામિની કૂપ પર ઘટ-સ્થાન શિશુ-Íશ બાંથી લે- ૧૧ અર્થ :- ભગવાન નેમિનાથે જણાવ્યું કે આ શંખ જીવ હવે બળરામ બનીને તારા ઉપર અત્યંત રાગ ઘરે છે. તે દ્વારિકાનો દાહ થયા પછી તારા વિરહથી દીક્ષાને ઘારણ કરશે. અવિકારી એવા તે મુનિ પારણાને દિવસે વસ્તીમાં જતાં તેમના રૂપમાં મૂઢ બનેલી એવી એક સ્ત્રી તે કુવામાંથી પાણી કાઢવાને માટે ઘડાને સ્થાને પોતાના પુત્રનું માથું જ બાંઘવા લાગશે. ૧૧ાા તે દેખી વનચર્યા ગ્રહી મૂનિ વસ્તીમાં કર્દી નહિ જશે, પરિષહ સહી મુનિભવ તજી બ્રહ્મન્દ્ર સુરલોકે થશે; ત્યાં અવઘિથી તુજ નરકગતિ-દુખ દેખીને નરકે જશે, સ્વર્ગે લઈ જાવા પ્રયત્નો દુખદ તુજને નીવડશે. ૧૨ અર્થ :- જોઈ બળરામ મુનિ વનમાં જ વિચારવાનું રાખશે, પણ વસ્તીમાં કદી જશે નહીં. ત્યાં જંગલમાં જ પરિષહ સહન કરીને મુનિનો ભવ પૂરો કરી પાંચમા બ્રહ્મદેવલોકમાં ઇન્દ્રરૂપે અવતરશે. ત્યાં અવધિજ્ઞાનથી તારી નરકગતિનું (શ્રીકૃષ્ણનું) દુઃખ જોઈને તે પણ નરકમાં આવશે. ત્યાંથી તને સ્વર્ગમાં લઈ જવાના પ્રયત્નો કરશે પણ તે તને દુ:ખરૂપ નીવડશે. /૧૨ા. આ પૂર્વકૃત-ફેલ ભોગવી છૂટીશ” એ વિનતિ સુણી, સુર યાચશે તવ સાંત્વનાથે કામ કો દિલગીર બની; તું કહીશ કે : “ભાવિ વિષે વીતરાગ ઘર્મ ઉપાસતાં, નરભવ ઘરી બની તીર્થપતિ, પામીશ શિવ, નિશ્ચય છતાં- ૧૩ અર્થ - ત્યારે તું કહીશ કે આ મારા પૂર્વે કરેલાં કર્મનાં ફળ ભોગવવાથી જ અહીંથી છૂટકારો થશે, એના પહેલાં હું નરકમાંથી નહીં નીકળી શકું. એવી તારી વિનંતીને સાંભળી તે દેવ દિલગીર થઈને તારી સાંત્વનાથે કહેશે કે, તો બીજા હું તારા માટે તું કહે તે કરું. ત્યારે તું કહીશ કે ભવિષ્યમાં વીતરાગધર્મની ઉપાસના કરતાં મનુષ્યભવ ઘારણ કરીને હું તીર્થકર બની મોક્ષને પામીશ; એ વાત તો ભગવાને કહી માટે તેનો નિશ્ચય છે પણ હાલમાં મારા વિષે થયેલ લોકાપવાદને તમે દૂર કરો. f/૧૩ી. તે દ્વારિકાના દાહથી લોકાપવાદ થયો ઘણો, સુણ સંત-ઉર દુભાય તે અટકાવ, કરી યશ આપણો. સું-ચક્રપાણિ મૂર્તિ મારી ભરતખંડે સૌ પૅજે, કર તેવી યુક્તિ મધ્ય લોકે કોઈ રીતે, જો રુચે.” ૧૪ અર્થ :- દ્વારિકા નગરી બળી જવાથી લોકોમાં મારી ઘણી નિંદા થઈ છે. તે સાંભળીને સજ્જન પુરુષોના હદય દુભાય છે. માટે તેને અટકાવી આપણો યશ વધે તેમ કરો. Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સુચક્રપાણિ એટલે હાથમાં ચક્ર સહિત મારી મૂર્તિને ભરતખંડમાં સર્વ પૂજે એવી કોઈ રીતે પણ યુક્તિ જો તમને રુચે તો મધ્ય લોકમાં કરો. ૧૪ તે દેવ જઈ ભરતે બતાવે કૃષ્ણરૃપ સુંદર ઘરી, મંદિર રચાવે ભવ્ય સર્વે, ભક્ત-ઇચ્છાઓ પૅરી, જોઈ ચમત્કારો નમસ્કારો કરે જન ભાવથી, લૌકિક જન-મન પોષતી રૂઢિ પ્રસરશે દેવથી. ૧૫ અર્થ - પછી તે બળરામનો જીવ જે દેવરૂપે હશે તે ભરતક્ષેત્રમાં જઈને કૃષ્ણનું સુંદર રૂપ લોકોને બતાવશે અને કૃષ્ણની ભક્તિ કરનાર ભક્તોની ઇચ્છાઓ પૂરી કરશે. તેથી ભક્ત લોકો શ્રી કૃષ્ણના ભવ્ય મંદિરો બનાવશે. આવા ચમત્કારો જોઈને લોકો ભાવથી શ્રી કૃષ્ણને નમસ્કાર કરશે. આ પ્રમાણે લોકોના મનને પોષતી શ્રી કૃષ્ણની ભક્તિરૂપ લૌકિક રૂઢિ આ દેવના કરવાથી પ્રસાર પામશે. ||૧પણા શ્રી કૃષ્ણ ને બળદેવ તીર્થકર થઈ શિવપુર જશે, તે સર્વનું કારણ ગણો શ્રદ્ધા અચળ આત્મા વિષે; જે મોક્ષ-રુચિ-બીજ વાવ પોષે મોક્ષફળ તે પામશે, સપુરુષ શોથી, શ્રદ્ધી ભક્તિ આદરી, હિત સૌ થશે.” ૧૬ અર્થ - કાળાંતરે શ્રી કૃષ્ણ અને બળદેવ તીર્થંકર થઈને મોક્ષનગરીએ જશે. ઉપરોક્ત પ્રમાણે વર્તવા છતાં પણ તેમનો મોક્ષ થશે તે સર્વનું કારણ એક આત્મા પ્રત્યેની તેમની દૃઢ અચળ શ્રદ્ધા એ છે. જે મોક્ષની રુચિરૂપ બીજને વાવી સત્સંગ ભક્તિવડે તેને પોષણ આપશે, તે જીવ મોક્ષરૂપ ફળને પામશે. માટે કોઈ સાચા આત્મજ્ઞાની પુરુષને શોઘી, તેના બોઘ વડે આત્માની શ્રદ્ધા કરી તેની ભક્તિને આદરો તો આત્માનું સર્વ પ્રકારે હિત થશે. ૧૬ અહમિંદ્ર લોકથી જેમ જગ-ઉદ્ધાર-હેતુ અવતર્યા, તેવી રીતે નેમિ પ્રભુ ગિરનાર ઊતરી વિચર્યા; સોરઠ, ભરૂચ પ્રદેશ બંગાદિ બહું દેશે ગયા, રાજા-પ્રજા સંબોથી જગહિત સાથી સોરઠ સંચર્યા. ૧૭ અર્થ - પાંચ અનુત્તરના જયંત વિમાનમાં અહમિન્દ્રરૂપે વસીને જગતના જીવોનો ઉદ્ધાર કરવા માટે નેમિનાથનો જીવ મનુષ્યલોકમાં અવતર્યો, તેવી રીતે હવે ગિરનાર પર્વત ઉપરથી ઊતરીને જગત જીવોના ઉદ્ધાર માટે પ્રભુ વિચરવા લાગ્યા. સોરઠ, ભરૂચના પ્રદેશ તેમજ બંગાદિ ઘણા દેશોમાં વિચરી રાજા પ્રજાને ઉપદેશ આપી જગતનું હિત સાથી પાછા સોરઠ દેશમાં પધાર્યા. ૧ળા ગિરનાર-શૃંગે સમવસરણ અમરકૃત અતિ શોભતું, સુર, નર, પશું ને મુખ્ય યાદવ વીરને આકર્ષતું; ત્યાં દેવકીનંદન લધુતમ ગજકુમાર કહે : “અહો! નર-નારી સુંદર વેશ ઘારી જાય સર્વે ક્યાં? કહો.” ૧૮ અર્થ - ગિરનારના શિખર ઉપર અમર એટલે દેવકૃત સમવસરણ અતિ શોભા પામતું હતું. દેવતા, મનુષ્ય, પશુ અને મનુષ્યરૂપે યાદવ વીરોને તે બહુ આકર્ષતું હતું. ત્યાં દેવકી માતાના સૌથી નાના પુત્ર Page #385 -------------------------------------------------------------------------- ________________ (૩૦) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૩ ૩ ૫૭ ગજસુકુમાર પૂછવા લાગ્યા કે “અહો! આ નર નારીઓ સુંદર વેશ પહેરીને કયાં જાય છે, તે કહો.' (૧૮ સેવક કહે: “શ્રી નેમિજિન યાદવ-શિરોમણિ કુલમણિ બન તીર્થપતિ ગિરનાર પર દે દેશના ભવ-તારિણી.” વસુદેવ સમ સુંદર સ્વયંવિવાહી હર્તી રમણી ઘણી, સોમલસુતાથી નવ-વિવાહિત તોય પ્રભુ-મહિમા સુણી- ૧૯ અર્થ :- ત્યારે સેવકે કહ્યું કે શ્રી નેમિનાથ ભગવાન જે યાદવોમાં શિરોમણિ અથવા કુલમણિ સમાન છે તે તીર્થકર બનીને ગિરનાર પર્વત ઉપર સંસાર સમુદ્રને તારનારી એવી દેશના આપી રહ્યા છે, ત્યાં લોકો જઈ રહ્યા છે. તે સાંભળીને વસુદેવ સમાન સુંદર એવો ગજસુકુમાર કે જેને અનેક રમણીઓ સ્વયં વરેલી હતી તથા સોમલ નામના બ્રાહ્મણની સુતા એટલે પુત્રી જે હમણાં નવ વિવાહિત થયેલી હતી, તો પણ પ્રભુ નેમિનાથનો મહિમા સાંભળીને તે ગજસુકુમાર, ભગવાન પાસે જવા રવાના થયા. ૧૯ ગિરનાર પર જઈ વંદ પ્રભુને, વાસુદેવ સમીપ તે બેસી સુણે ધ્વનિ દિવ્ય, ઉર વૈરાગ્ય સાચો ઊપજે; દીક્ષા ગ્રહી પ્રભુની નિકટ, સાંજે ગયા સ્મશાનમાં, એકાગ્ર ચિત્તે ચિંતવે આત્મા અલૌકિક ધ્યાનમાં. ૨૦ અર્થ - ગિરનાર પર્વત ઉપર જઈ પ્રભુને વંદન કરી, વાસુદેવ શ્રી કૃષ્ણ ત્યાં બેઠા હતા. તેમની સમીપે તે પણ બેસી ગયા. ત્યાં પ્રભુ નેમિનાથની દિવ્ય ધ્વનિ સાંભળીને ગજસુકુમારના હૃદયમાં સાચો વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી પ્રભુ પાસે ત્યાં જ દીક્ષા ગ્રહણ કરીને સાંજે સ્મશાનમાં જઈ ધ્યાનમાં ઊભા રહ્યા. ધ્યાનમાં એકાગ્ર ચિત્ત કરીને અલૌકિકપણે આત્માને ચિંતવવા લાગ્યા. ૨૦ બીજે દિને શ્રી કૃષ્ણ આવ્યા, ભક્તિભાવ ઉરે રમે, જિન નેમિને વંદી અઢાર હજાર મુનિવરને નમે; શ્રી કૃષ્ણ કહે: “ત્રણ ખંડ જીંતતાં થાક લાગ્યો નહિ મને; પણ આજ અતિ થાકી ગયો, શુ મંદતા વસી મુજ મને?” ૨૧ અર્થ :- બીજે દિવસે શ્રી કૃષ્ણ પ્રભુ પાસે આવ્યા કે જેના હૃદયમાં ભક્તિભાવ સર્વ મુનિઓ પ્રત્યે રમતો હતો. તેથી શ્રી નેમિનાથ ભગવાનને વંદન કરી આજે અઢાર હજાર મુનિઓની પણ ભાવપૂર્વક વંદના કરી. પછી શ્રી કૃષ્ણ શ્રી નેમિનાથને કહ્યું કે ભગવન્! ત્રણ ખંડને જીતતા મને એટલો થાક લાગ્યો નહોતો તેટલો થાક આજે મને લાગ્યો છે. તો મારા મનમાં એવી કંઈ મંદતા આવી હશે કે જેથી મને આજે આટલો થાક લાગ્યો. ૨૧ શ્રી નેમિ કહે કે “થાક ઊતર્યો, પ્રકૃતિ તીર્થકર લહી, ગતિ નરક સાતમ ટળી ગઈ ત્રીજી નરક સ્થિતિ રહી; સમ્યકત્વની દ્રઢતા થઈ, મુક્તિ-સમીપતા વળી વરી, વૈરાગ્યની વૃદ્ધિ થઈ, કેવી કમાણી એ કરી?” ૨૨ અર્થ - ત્યારે શ્રી નેમિનાથ પ્રભુએ કહ્યું કે હે કૃષ્ણ! આત્મદ્રષ્ટિએ જોતાં આજે તમને થાક લાગ્યો નથી પણ તમારો થાક ઊતરી ગયો છે. તીર્થંકર પ્રકૃતિનો આજે તમે બંઘ કર્યો છે તથા તમારી પૂર્વે Page #386 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ ૩૫૮ બંઘાયેલ સાતમી નરક ટળી જઈ ત્રીજી નરક સુધીની જ સ્થિતિ રહી છે. વળી સમ્યક્ત્વની પણ તમને દૃઢતા થઈ છે, જેથી મુક્તિ સમીપ આવી ગઈ છે. વૈરાગ્યની પણ તમારામાં વૃદ્ધિ થઈ છે. માટે આજે તો તમે કેવી ઉત્તમ કમાણી કરી લીધી. ।।૨૨। પછી કૃષ્ણ પૂછે : “ગજકુમાર મુનિ હજી નથી મંદિયા, નાના નવીન મુનિ ના દીઠા મેં, પ્રભુ કહો તે ક્યાં ગયા?’’ “નિજ આત્મકાજ કરી ગયા, કૈવલ્યપદ પામી મહા'' એવી પ્રભુની વાણી સુી આશ્ચર્ય પામે સૌ અહા!૨૩ અર્થ :— પછી શ્રી કૃષ્ણ પૂછવા લાગ્યા કે ભગવન્! ગજસુકુમાર મુનિને હજી મેં વાંદ્યા નથી. તે નાના નવીન દીક્ષિત મુનિને મેં જોયા નથી તો તે ક્યાં ગયા છે, તે પ્રભુ કહો. પ્રભુ કહે – તે તો પોતાના આત્માનું કામ કરીને મહાન એવા કેવળજ્ઞાનને પામી મોક્ષે પથાર્યા. એવી પ્રભુની વાણી સાંભળીને સર્વે આશ્ચર્ય પામી ગયા. રા શ્રી હરિ કહે : “કેવી રીતે એ અલ્પકાળે શિવ વરે?’’ ત્યાં પ્રભુ કહે : “મુનિ સાંજના પ્રતિમા સ્મશાને જઈ ઘરે; સોમલ શ્વસુર હિજ પુર્વા-દુખનું વેર થી શોધ્યા કરે, રાત્રે સ્મશાને દેખી, મુનિના શિરે અગ્નિ ભરે. ૨૪ અર્થ :— શ્રી હરિ એટલે શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે અલ્પકાળમાં જ કેવી રીતે તે મોક્ષને પામી ગયા. ત્યાં જવાબમાં પ્રભુએ કહ્યું કે ગજસુકુમાર મુનિ સાંજના સ્મશાનમાં પ્રતિમા ધારીને ઊભા રહ્યા હતા. ત્યાં કે ગજસુકુમારનો સસરો બ્રાહ્મણ સોમલ જે પોતાની પુત્રીને વરી, દીક્ષા લેવાથી પુત્રી દુઃખનું વેર મનમાં ઘારીને ગજસુકુમારને શોધતો હતો. તેણે રાત્રે સ્મશાનમાં ગજસુકુમારને ધ્યાનમાં ઊભા જોઈ ક્રોંઘાયમાન થઇને મુનિના શિર ઉપર માટીની પાળ કરી અંગારા ભરી દીઘા. ।।૨૪।। શ્રેણી ક્ષેપક માંડી મુનિ તો અંતકૃત કેવી થયા.’’ સર્વે સુણી વૈરાગ્ય પામ્યા; કોઈ તો મુનિ થઈ ગયા. હરિ બાર વર્ષે દ્વારિકાના દાહ પર્છાથી મરી ગયા; બળદેવ પછી બહુ શોક કરી દીક્ષા ઘરી મરી સુર થયા. ૨૫ અર્થ :– શ્રી ગજસુકુમાર મુનિ તે વખતે ક્ષપકશ્રેણિ માંડીને સર્વે કર્મોને ખપાવી અંતકૃત કેવળી = બની મોક્ષે પધાર્યા. આ વાત ભગવાનના મુખેથી સાંભળીને સર્વ વૈરાગ્ય પામ્યા, અને કોઈ તો વળી મુનિ બની ગયા. હરિ એટલે શ્રીકૃષ્ણ પણ બાર વર્ષે દ્વારિકા નગરી બળી ગયા બાદ જંગલમાં સૂતા હતા. ત્યાં જરાકુમારના બાણથી મરણ પામ્યા. તેથી બળદેવને ઘણો શોક થયો પણ અંતે દીક્ષા લઈ આરાધના કરીને દેશ છોડી તે દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ॥૨૫॥ * આ જીવન વાસુદેવનું વૈરાગ્ય દે, સદ્ભાવ જો : જો જન્મ કારાવાસમાં, ગાયો ચરાવી જીવતો, જીની સહજ ચાણુરમલને કંસવધ તે વીર કરે, શિશુપાલને પૂરો કરી, પ્રતિ-વાસુદેવ-જીવન હરે. ૨૬ Page #387 -------------------------------------------------------------------------- ________________ (૩૦) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૩ ૩ ૫૯ અર્થ - ઉપરોક્ત પ્રમાણે શ્રી કૃષ્ણ વાસુદેવનું જીવન, જો હૃદયમાં સભાવ એટલે સમ્યભાવ જાગૃત હોય તો વૈરાગ્ય આપે એવું છે. કેમકે પ્રથમ તેમનો જન્મ કારાવાસમાં થયો, પછી ગોકુલમાં ગાયો ચરાવી, ગુપ્તપણે તેમને મોટા થવું પડ્યું. મોટા થઈ ચાણુરમલને સહજમાત્રમાં જીતી લઈ વીર એવા શ્રી કણે કંસનો વઘ કર્યો. શિશુપાલને મારી તથા જરાસંઘ નામના પ્રતિવાસુદેવના જીવનનો અંત આણી તેનું રાજ્ય ગ્રહણ કર્યું. /૨કા ત્રણ ખંડ જીતી દ્વારિકામાં દેવ સમ સુખે વસે, નજરોનજર નિજવંશ સહ દ્વારાવતી બળતી દીસે; ત્રાસી ઘૂંટી પાંડવ કને જાતાં મરણ રસ્તે બને ના જળ મળે, તરસ્યા મરે, પ્રભુનું શરણ નિર્જન વને. ૨૭ અર્થ - પછી ત્રણ ખંડને જીતી દ્વારિકામાં જે દેવતા સમાન સુખપૂર્વક વસતા હતા. તેમણે પણ નજરોનજર પોતાના સર્વ કુટુંબીઓ સાથે દ્વારાવતી એટલે દ્વારિકા નગરીને બળતી જોઈ. આવો ત્રાસ જોઈને ત્યાંથી છૂટી પાંડવ પાસે જતાં રસ્તામાં શ્રી કૃષ્ણનું મરણ થયું. મરતી વખતે કોઈ પાણી પાનાર પણ નહોતું, ભાઈ બળદેવ પાણી લેવા ગયા હતા. તેટલામાં શ્રી કૃષ્ણના પગમાં હરણની આંખ જેવું ચળકતું ચિહ્ન જોઈ તેને હરણ માની જરાકુમારે બાણ માર્યું, અને પાણીના તરસ્યા ત્યાં જ દેહનો ત્યાગ કર્યો. શ્રી નેમિનાથ પ્રભુનું શરણ જ એકમાત્ર તે નિર્જન વનમાં હતું. /૨થા પાંડવ સુણી હરિ-મરણ કુંતા, દ્રૌપદી સહ આવિયા, નેમિ-પ્રભુની વાણી સુણી સંસારતાપ સમાવિયા; નિજ પૂર્વ-ભવ સુણવા, પ્રભુને વિનયથી વીનવે અતિ, સંસાર-સાગર શોષતી વાણી વદે કરુણાનિધિ : ૨૮ અર્થ :- શ્રી કૃષ્ણના મરણની વાત સાંભળીને પાંડવ તથા કુંતામાતા દ્રૌપદી સાથે ત્યાં આવ્યા. શ્રી નેમિનાથ પ્રભુની વાણી સાંભળીને સંસારતાપનું તેમના મનમાં શમન થયું. પાંડવો પોતાના પૂર્વભવની વાત સાંભળવા માટે વિનયપૂર્વક પ્રભુને ઘણી વિનંતી કરવા લાગ્યા. તેથી સંસારસમુદ્રના દુઃખરૂપ પાણીને સુકવનાર એવી વાણી કરુણાના ભંડાર એવા ભગવંત કહેવા લાગ્યા. ૨૮ “ચંપાપુરે આ ભરતમાં, દ્વિજ સોમદેવ વસે ભલો, ત્રણ પુત્ર તેના પરણિયા, માતંલપુત્રી, સાંભળો; વરી સોમદત્તે તો ઘનશ્રી, સોમિલે મિત્રશ્રીને; નાગશ્રી સોમભૂંતિ વરે કન્યા કુબુદ્ધિઘારી જે. ૨૯ અર્થ – હવે ભગવંત પાંડવોના પૂર્વભવનું વર્ણન કરે છે – આ ભરતક્ષેત્રના ચંપાપુરીમાં સોમદેવ નામનો દ્વિજ એટલે બ્રાહ્મણ વસે છે. તેના ત્રણ પુત્રો માલ એટલે મામાની પુત્રીઓને પરણ્યા. સોમદત્ત નામનો સૌથી મોટો ભાઈ ઘનશ્રી નામની કન્યાને વર્યો. (આ સોમદત્ત યુધિષ્ઠિરનો જીવ છે. અને ઘનશ્રી તે નકુલનો જીવ છે.) સોમિલ નામનો બીજો ભાઈ મિત્રશ્રીને વર્યો. (સોમિલ ભીમનો જીવ છે અને મિત્રશ્રી સહદેવનો જીવ છે.) ત્રીજો ભાઈ સોમભૂતિ તે કુબુદ્ધિને ઘારણ કરનારી નાગશ્રીને પરણ્યો. (સોમભૂતિ અર્જાનનો જીવ છે અને નાગશ્રી દ્રૌપદીનો જીવ છે.) રાા Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ જ્યાં એક દિન વૈરાગ્યવશ દ્વિજ સોમદેવ મુનિ બન્યા, નાગશ્રીના વિના સ્વજન સૌ વ્રત ગ્રહે શ્રાવક તણાં; નાગશ્રીને બહુ સોમિલા સાસુ કુમત તજવા કહે, પણ દુષ્ટ-બુદ્ધિ સર્વની નિંદા કરાવાને ચહે. ૩૦ અર્થ - જ્યારે એક દિવસે વૈરાગ્યવશ બ્રાહ્મણ પિતા સોમદેવ મુનિ બન્યા ત્યારે એક નાગશ્રી વિના બીજા બઘા સ્વજનોએ શ્રાવકના વ્રત અંગીકાર કર્યા. નાગશ્રીને સોમિલા નામની સાસુ, કુમત એટલે કુબુદ્ધિને છોડવા માટે ઘણું કહે છે. પણ તે દુષ્ટ બુદ્ધિ નાગશ્રી તો સર્વની નિંદા કરાવવાને જ ઇચ્છે છે. /૩૦ાા ધ્યાની મહામુનિ ઘર્મરુચિ નામે પથાર્યા પોળમાં, પડગાહીં મુનિને નાગિલા દે ભેળવી વિષ ગોળમાં; વ્યાપી ગયું તત્કાળ વિષ, આરાઘના મુનિ તો કરે, સવાર્થ-સિદ્ધિ-સુખ વરે; ભાઈ ત્રણે મુનિપદ ઘરે. ૩૧ અર્થ - ધ્યાનના અભ્યાસી શ્રી ઘર્મરુચિ નામના મહામુનિ આહાર અર્થે પોળમાં પઘાર્યા કે તે મુનિને પડગાહી એટલે આવકાર આપી નાગિલાએ (નાગશ્રીએ) ગોળમાં વિષ ભેળવીને આપ્યું. તે તત્કાળ મુનિના શરીરમાં વ્યાપી ગયું. મુનિ તો આરાધના કરી દેહત્યાગી સર્વાર્થસિદ્ધિ વિમાનના સુખને તત્કાળ પામ્યા. અને સંસારનું આવું ભયંકર સ્વરૂપ જાણી ત્રણે ભાઈઓએ દીક્ષા ગ્રહણ કરી. /૩૧/ સાસું સહિત બે પુત્રવધું બર્ની આર્થિકા વ્રત પાળતાં; સર્વે યથાશક્તિ કરી તપ દેવગતિ ઉપાર્જતાં; નાગશ્રીનું મુંડાવ શિર, ખર ઉપર રે! બેસાડીને પુર શેરીઓમાં ફેરવી; દુઃખ લોક દે રંજાડને. ૩૨ અર્થ - સોમિલા સાસુ સહિત બે પુત્રવધુ ઘનશ્રી અને મિત્રશ્રી પણ સાધ્વી બનીને વ્રત પાળી, યથાશક્તિ તપ કરી સર્વે દેવગતિને પામ્યા.સાધુ ભગવંતને વિષ આપવાથી નાગશ્રીનું માથું મુંડાવી, ખર એટલે ગધેડા ઉપર બેસાડી નગરની શેરીઓમાં ફેરવી, તેને લોકોએ રંજાડી ખૂબ દુઃખ આપ્યું. ૩રા મરી તીવ્ર પાપે કોઢ રોગે, પંચમી નરકે ગઈ, ત્યાં શસ્ત્રછેદન, અગ્નિ શલારોહથી દુઃખી થઈ; ને સમદશ સાગર રહી મારી દ્રષ્ટિવિષ સાપણ થઈ, બહુ પાપ કરી ગઈ બી નરકે, ત્યાં ત્રણ સાગર રહી. ૩૩ અર્થ :- આવા તીવ્ર પાપે કોઢના રોગથી વ્યાપ્ત થઈને મરી જઈ તે નાગશ્રી પાંચમી નરકમાં ગઈ, ત્યાં શસ્ત્ર વગેરે દ્વારા છેદન ભેદનને પામી, અગ્નિના અને શૈલી આરોહણના ઘણા દુઃખોને સંસદશ એટલે સત્તર સાગરોપમ સુધી ભોગવીને ત્યાંથી નીકળી દ્રષ્ટિવિષ સાપણ થઈ. ત્યાં પણ બહુ પાપ કરીને પાછી બીજી નરકે જઈ ત્રણ સાગરોપમ સુધી ત્યાં દુઃખો ભોગવ્યા. ૩૩ાા. સ્થાવર થઈ સાગર ભમી બે, પછી બની ચંડાલણી, વનમાં મુનિ મળતાં તજે મઘુ-માંસ શિખામણ સુણી; Page #389 -------------------------------------------------------------------------- ________________ (૩૦) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૩ ૩૬ ૧ તેથી મરી ચંપાપુરીમાં પુત્રી થઈ ઘનવંતની, ને નામ સુકુમારી ઘર્યું, પણ પાર નહિ દુર્ગઘની. ૩૪ અર્થ :- બીજી નરકથી નીકળી એકેન્દ્રિય પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયની સ્થાવર યોનિઓમાં બે સાગરોપમ સુધી ભમીને પછી તે ચંડાલણ થઈ. તે ભવમાં એકવાર વનમાં મુનિ મહાત્મા મળતાં તેની શિખામણ સાંભળીને દારૂ અને માંસનો ત્યાગ કર્યો. તેથી ત્યાંથી મરીને ચંપાપુરીમાં સુબન્ધ નામના ઘનવંત શેઠને ઘેર પુત્રીરૂપે અવતરી. ત્યાં તેનું નામ સુકુમારી રાખવામાં આવ્યું. (આ દ્રૌપદીનો જીવ છે.) તેના શરીરમાંથી નીકળતી દુર્ગઘનો પાર નથી. ૩૪ પિતા સ્વકારે જ્યાં સગાઈ, દુષ્ટ દુર્ગઘા ગણી જિનદેવ તો મુનિ પાસ જઈ વ્રત ઘારીને બનતો મુનિ; દીધું વચન ઘનવંતને લોપાય નહિ એવું લહે, જિનદત્ત લઘુ સુત કાજ આગ્રહવશ સુકુમારી ગ્રહે. ૩૫ અર્થ - પિતાએ જ્યારે સગાઈ સ્વીકારી કે આ દુર્ગઘાને દુષ્ટ જાણી જિનદેવ નામના મોટા પુત્રે તો મુનિ પાસે જઈ વ્રત ઘારણ કરી દીક્ષા લઈ લીધી. પછી પિતાએ નાના પુત્ર જિનદત્તને કહ્યું કે આપણે ઘનવાન એવા સુબન્ધ શેઠને વચન આપેલું છે તે લોપાય નહીં. તેથી પિતાના આગ્રહથી નાના ભાઈ જિનદત્તને તે સુકુમારી સાથે લગ્ન કરવા પડ્યા. રૂપા સાપણ સમી ગણ સમીપ પણ જિનદત્ત કદી જાતો નથી, દુર્ગધ પૂર્વિક પાપની જાણી નસીબ નિજ નિંદતી. ત્યાં એકદા આહાર અર્થે આર્થિકાગણ આવતાં, આહાર દઈ સુકુમારી પૂંછતી, “કેમ દીક્ષા ઘારતાં?” ૩૬ અર્થ :- સુકુમારીને સાપણ સમાન જાણીને જિનદત્ત કદી તેની સમીપ પણ જતો નથી. પૂર્વે કરેલા પાપના કારણે મારા શરીરમાં આવી દુર્ગધ વ્યાપેલ છે. એમ વિચારી સુકુમારી પોતાના નસીબનીજ નિંદા કરતી હતી. એકવાર આહારને માટે આર્થિકાગણ એટલે સાધ્વીઓનો સમૂહ આવતા તેમને આહાર દઈને સુકુમારી પૂછવા લાગી કે તમે દીક્ષા કેમ ઘારણ કરી? કપા કરી તેનું કારણ કહો. ૩૬ આર્યા કહેઃ “કલ્યાણી, સુણ પૂર્વે હતી ઇંદ્રાણી હું; સૌઘર્મ ઇન્દ્ર સહિત જઈ નંદીશ્વરે ભક્તિ કરું; વૈરાગ્ય વથતાં સત્ય મનથી મેં પ્રતિજ્ઞા એ કરી, કે મનુજ ભવ પામ્યા પછી દીક્ષા ગ્રહીશ હું આકરી. ૩૭ અર્થ :- તેના પ્રત્યુત્તરમાં સાધ્વી બોલી કે હે કલ્યાણી! તું સાંભળ. હું પૂર્વભવમાં ઇન્દ્રાણી હતી. સૌઘર્મેન્દ્ર સાથે નંદીશ્વર દ્વીપમાં જઈ હું ભક્તિ કરતી. એકવાર વૈરાગ્ય વધતાં મેં સત્ય મનથી એવી પ્રતિજ્ઞા કરી કે હું મનુષ્ય જન્મ પામ્યા પછી દીક્ષા ગ્રહણ કરીને આકરી ચર્યા પાળીશ. II૩૭ળા સાકેત નગરે નૃપઘરે જન્મી અને મોટી થઈ, જાતાં સ્વયંવર-મંડપે જાતિસ્મરણ પામી ગઈ; Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ મારી પ્રતિજ્ઞા સાંભરી, વૈરાગ્યથી આર્યા થઈ, સંસાર-સુખને છોડતાં, શાંતિ પરમ પામી ગઈ.” ૩૮ અર્થ - પછી દેવલોકથી ચ્યવી સાકેત નગરમાં રાજાને ઘેર હું જન્મી. મોટી થયા પછી મારો સ્વયંવર મંડપ રચાયો. તેમાં જતાં હું જાતિસ્મરણજ્ઞાનને પામી ગઈ. તેથી મારા પૂર્વ જન્મની પ્રતિજ્ઞા સાંભરી આવી અને વૈરાગ્ય પામીને મેં દીક્ષા ગ્રહણ કરી છે. કલ્પિત એવા સંસારસુખને છોડતાં હવે હું આત્માના પરમશાંતિ સુખને પામી છું. //૩૮ સુકમારી આજ્ઞા લઈ સગાંની એકદમ આર્યા થઈ, તપમાં બહુ મન જોડી વનમાં એક દિન પોતે ગઈ; વેશ્યા ફૂપાળી ત્યાં હતી, નર પાંચ તેને વીનવે, તે દેખી સુકુમારી કરે દુર્ગાન, તેથી આ ભવે- ૩૯ અર્થ - સુકુમારી જે દુર્ગઘથી યુક્ત હતી તેણે ઉપર પ્રમાણે સાંભળીને સગાંની આજ્ઞા લઈ પોતે પણ એકદમ સાધ્વી બની ગઈ. અને તપમાં મન ઘણું જોડી દીધું. પણ એકવાર પોતે વનમાં ગઈ ત્યાં રૂપાળી એવી વસન્તસેના નામની વેશ્યાને દીઠી. જેને પાંચ જણ મોહવશ વીનવી રહ્યા હતા. તે જોઈ સુકુમારી એવી સાથ્વીના મનમાં પણ દુધ્ધન વ્યાપ્યું કે મને દુર્ભાગ્યશાળીને કોઈએ ઈચ્છી નહીં પણ આને તો પાંચ પાંચ જણ વીનવી રહ્યા છે, એવી ભાવનાથી દ્રૌપદીના ભાવમાં સતી હોવા છતાં એના પાંચ પતિ છે એવી લોકવાયકા પ્રસરી. ૩૯ અતિ રૂપ પામી પુણ્યથી, પાળે પતિવ્રત આકરું, પ્રસરી છતાં જન-વાયકા કે પાંચ પતિએ મન હર્યું; વ્રતવંત સુકુમારી મરી થઈ દેવી સોમભૂંતિ તણી, સુર-આયુ પૂર્ણ થયે થઈ પુત્રી ભારતમાં દ્રુપદની. ૪૦ અર્થ :- ઘણું તપ કરવાથી હવે પુણ્યના પ્રભાવે આ ભવમાં તે અતિ રૂપવાન થઈને દ્રઢ પતિવ્રતને પાળતી હતી. છતાં લોકવાયકા એવી પ્રસરી કે એ તો પાંચ પતિના મનને હરણ કરનારી છે. વ્રતવંત એવી સુકુમારી જે દુર્ગઘવાળી હતી તે ત્યાંથી મરીને પ્રથમ તો દેવલોકમાં સોમભૂતિની દેવી થઈ. (સોમભૂતિ જે પૂર્વભવમાં એનો પતિ હતો અને ભાવિમાં પણ એ જ એનો પતિ અર્જુન નામે થશે) પછી તે દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને ભરતક્ષેત્રમાં દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદીરૂપે અવતરી. ૪૦ના જ્યાં ઉચ્ચ સ્તંભે ફરતી પેંતળી નાક પર મોતી હતું, તે અર્જુને ગાંડીવચાપે શરવડે વીંથી લીધું; તેથી સ્વયંવર-મંડપે ગઈ દ્રોપદી અર્જુન કને, મોતી તણી માળા ગળામાં અર્પવા અર્જુનને. ૪૧ અર્થ – ઊંચા થાંભલા ઉપર ફરતી પૂતળીના નાક ઉપર રહેલ મોતીને અને ગાંડીવ ચાપ એટલે ગાંડીવ ઘનુષ્ય ઉપર શર એટલે બાણ ચઢાવીને વીંઘી લીધું. તેથી સ્વયંવર મંડપમાં દ્રૌપદી અર્જુન પાસે તેના ગળામાં મોતીની માળા પહેરાવવા માટે ગઈ. ૪૧ાા Page #391 -------------------------------------------------------------------------- ________________ (૩૦) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૩ ૩૬૩ માળા અકસ્માતે તૂટી ત્યાં મોર્લી પાંચે પર પડ્યાં, લોકો અદેખા સૌ કહે, “વર પાંચને—ગપ્પાં ઘડ્યાં. તે પૂર્વના દુર્ગાનનું અપકીર્તિરૂપ ફળ તો ખરું; ભીમે મુનિસેવા કરેલી તો મળ્યું બળ આકરું. ૪૨ અર્થ - માળા પહેરાવતા અકસ્માત તે માળા તૂટી જઈ તેના મણકા વિખરાઈને અર્જુન આદિ પાંચેય ભાઈઓ પર પડ્યા. તેથી અદેખા લોકો કહેવા લાગ્યા કે અરે એ તો પાંચેયને વરી, એવા ગપ્પાં ઘડ્યાં. એણે પૂર્વે વેશ્યાને જોઈ દુર્ગાન કરેલું તેનું આ અપકીર્તિરૂપ ફળ આવ્યું. અને ભીમે પૂર્વભવમાં મુનિઓની સેવા કરેલી તેથી આ ભવમાં ઘણા આકરા બળનો તે ઘારક થયો. ૪રા તે સોમદત્ત યુધિષ્ઠિર થયા, સોમિલ તે છે ભીમ આ, અર્જુન જાણો સોમભૂતિ ને ઘનશ્રી નકુલ આ; ને મિત્રશ્રીનો જીવ પણ સહદેવરૂપે આ ભવે, પૂર્વે કરેલા પુણ્યથી પાંડવ થઈ સુખ અનુભવે. ૪૩ અર્થ - પૂર્વભવના સોમદત્ત બ્રાહ્મણ હવે આ ભવમાં યુધિષ્ઠિર થયા, સોમિલનો જીવ ભીમ થયો, સોમભૂતિ હવે અર્જન થયો અને ઘનશ્રી હતી તે નકુલ થયો અને મિત્રશ્રીનો જીવ આ ભવમાં સહદેવરૂપે અવતર્યો. પૂર્વે કરેલા પુણ્યથી આ ભવમાં પાંડવ થઈ સુખ ભોગવવા લાગ્યા. //૪૩ી. બ્રાહ્મણભવે સંચય કરેલાં પુણ્યથી સર્વે મળ્યું, કૌરવ હરાવ્યા હરિકૃપાથી પુણ્યન્તરુ તે તો ફળ્યું; વારિ વલોવ્ય નહિ મળે નવનીત એ વિચારજો, આ આત્મહિતનો દાવ આવ્યો, સાર આ ન વિસારશો.”૪૪ અર્થ - બ્રાહ્મણભવમાં સંચય કરેલા પુણ્યથી આ સર્વે પ્રાપ્ત થયું. પાંડવોની સામે થયેલા કૌરવ પણ હરિ એટલે શ્રી કૃષ્ણની કૃપાથી હારી ગયા. એમ પાંડવોનું પુણ્યરૂપી વૃક્ષ ફળવાન થયું. આ સંસારમાં ઇન્દ્રિય સુખરૂપ પાણી વલોવવાથી સાચું સુખરૂપ નવનીત એટલે માખણ નહીં મળે. આ વાતનો વિચાર કરજો. આ આત્મકલ્યાણ કરવાનો દાવ આવ્યો છે. તેને સારભૂત તક જાણી વિસારી દેશો નહીં; પણ આ અવસરનો અવશ્ય લાભ લેજો. ૪૪ પ્રભુ સમીપ દીક્ષા ત્યાં ગ્રહે પાંચે ય પાંડવ ભાઈઓ, રાજુલ કને દીક્ષા ગ્રહે દ્રોપદી વગેરે બાઈઓ; વિહાર કરી પાંડવ મુનિવર સિદ્ધગિરિ પર આવિયા, ત્યાં પ્રબળ પરિષહ જીતનારા ધ્યાનમાં લય લાવિયા. ૪૫ અર્થ:- પ્રભુ નેમિનાથ પાસે પાંચેય પાંડવોએ દીક્ષા ગ્રહણ કરી અને રાજાલ સાધ્વી પાસે દ્રૌપદી, શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા તથા પાંડવોની માતા કુંતા વગેરે બાઈઓએ પણ દીક્ષા ગ્રહણ કરી. વિહાર કરતા કરતા પાંચેય પાંડવ મુનિઓ સિદ્ધગિરિ એટલે પાલિતાણાના ગઢ ઉપર આવી પહોંચ્યા. ત્યાં પ્રબળ પરિષહને જીતનારા એવા આત્મધ્યાનમાં લયલીન થઈ ગયા. II૪પા Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ભાણેજ દુર્યોધન તણો ગિરિ પર જતાં ઓળખેં ગયો, મામા હણી ધ્યાને ઊભા ગણી, તે અતિ નિર્દય થયો; તેણે તપાવ્યાં લાલ લોઢાં વિવિઘ ભૂષણના ફૂપે, પાંચે ય પાંડવને શરીરે જડી કહે : “કેવાં દીપે?” ૪૬ અર્થ - દુર્યોઘનનો ભાણેજ પાલિતાણાના ગિરી ઉપર જતાં પાંડવોને જોઈ ઓળખી ગયો અને વિચારવા લાગ્યો કે મારા મામા દુર્યોધનને યુદ્ધમાં હણીને હવે અહીં ધ્યાનમાં ઊભા છે. પણ તે હવે દિક્ષિત હોવાથી કંઈ કરશે નહીં. માટે તેનો બદલો લઉં, એમ વિચારી તે અતિ નિર્દય પરિણામને પામ્યો. તેણે લોઢાના વિવિધ આભૂષણો બનાવી અગ્નિમાં ઘમીને લાલચોળ કરી પાંચેય પાંડવોના શરીર ઉપર પહેરાવી દીધા. અને કહેવા લાગ્યો કે જાઓ એ કેવાં દીપે છે અર્થાત્ શોભે છે. I૪૬ાા મુનિ ઘર્મ, અર્જુન ને ભીમે શ્રેણી ક્ષપકૉપ આગથી બાળી દીઘાં કમ બઘાં; પણ ભાઈ બે શુભ રાગથી શ્રેણિ ઉપશમ માંડી મારી ઉત્તમ વિમાને સુર થયા; નેમિ પ્રભુ, શૈલેશી પદમાં સ્થિર થઈ શોભી રહ્યા. ૪૭ અર્થ - મુનિ ઘર્મરાજા યુધિષ્ઠિર, અર્જુન અને ભીમ તો તે જ સમયે ક્ષપકશ્રેણીરૂપ આગથી અર્થાત્ શુક્લધ્યાનરૂપ હોળી વડે સર્વ કમોને બાળી ભસ્મીભૂત કરી મુક્તિપુરીએ પહોંચ્યા. પણ નકુલ અને સહદેવ એ બે નાના ભાઈઓને યુધિષ્ઠિર પ્રત્યે મનમાં શુભ રાગ પ્રગટ્યો કે ઘર્મરાજા કોમળ છે તે કેવી રીતે આ સહન કરી શકશે, તેથી તે બેય જણા ઉપશમ શ્રેણી માંડી ત્યાંથી દેહ ત્યજીને ઉત્તમ સર્વાર્થસિદ્ધિ વિમાનમાં દેવરૂપે અવતર્યા. ત્યારે શ્રી નેમિનાથ પ્રભુ શૈલેશીકરણ એટલે પર્વત જેવી અડોલ સ્થિરતા કિરીને ધ્યાનમાં શોભી રહ્યા હતા. //૪થી અંતિમ માસે યોગ તર્જી આષાઢ શુક્લા સાતમે, શુભ રાતની શરૅઆતમાં પ્રભુ શિવપુર જઈ વિરમે. મુનિ પંચશત તેત્રીસ પ્રભુ સાથે કરે આરાઘના, તે સર્વ મુનિવર મુક્તિ પામ્યા; ઘન્ય તે બુદ્ધિઘના!૪૮ અર્થ - અંતિમ મહિનામાં અષાઢ સુદી સાતમના દિવસે ભગવંત શ્રી નેમિનાથ મન વચન કાયાના સર્વ યોગને તજી દઈ, શુભ રાત્રિની શરૂઆતમાં મોક્ષનગરે જઈ, શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિરતા કરીને સર્વકાળને માટે પ્રભુ ત્યાં વિરામ પામી ગયા. પ્રભુની સાથે પંચશત એટલે પાંચસો અને તેત્રીસ મુનિઓએ પણ આરાધના કરેલ. તે સર્વ મુનિવરો મુક્તિને પામ્યા. સમ્યબુદ્ધિના ઘનરૂપ એવા સર્વ મુનિ મહાત્માઓ ઘન્યવાદને પાત્ર છે. ૪૮. અંતિમ કલ્યાણક કરે ઇન્દ્રાદિ દેવો ભાવથી; ગિરનાર ગિરિ મેરું થકી શોભે વિશેષ પ્રભાવથી. જો જન્મ-કલ્યાણક વડે મેરું ગિરિ મહા તીર્થ છે, તો જ્ઞાન, તપ, નિર્વાણ ત્રણ કલ્યાણકે ગિરનાર, રે!૪૯ અર્થ :- ભગવાનનું અંતિમ નિર્વાણ કલ્યાણક ઇન્દ્રાદિ દેવોએ ભાવપૂર્વક કર્યું. ગિરનાર ગિરી, Page #393 -------------------------------------------------------------------------- ________________ (૩૦) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૩ ૩૬૫ મેરૂપર્વત કરતાં પણ વિશેષ પ્રભાવથી શોભવા લાગ્યો. મેરુ ગિરિ પર પ્રભુનું જન્મકલ્યાણ ઊજવાય તેથી તે મહાતીર્થ ગણાય તો ગિરનાર ગિરી પર ભગવાનના જ્ઞાન કલ્યાણક, તપ કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક એમ ત્રણ કલ્યાણક થવાથી ગિરનાર ગિરી તેથી વિશેષ પ્રભાવશાળી ગણાય. ૪૯ાા નેમિ પ્રભુના સંઘનું સંક્ષિપ્ત વર્ણન સાંભળો, વરદત્ત આદિ ગણઘરો અગિયાર, શ્રુતકેવળી કળો; ને ચૌદપૂર્વી ચારસો, શત પંચદશ અવધિ-ઘરા, વળી પંચદશ શત કેવળી, નવસો મન:પર્યય-ઘરા. ૫૦ અર્થ :- શ્રી નેમિનાથ ભગવાનના ચતુર્વિઘ સંઘનું સંક્ષિપ્ત વર્ણન સાંભળો. જેમાં વરદત્ત આદિ અગ્યાર ગણધરો છે; જે સર્વ શાસ્ત્રના પારગામી એવા શ્રુતકેવળી છે. ચારસો ચૌદ પૂર્વધારી છે. પંદરસો અવધિજ્ઞાનને ઘારણ કરનારા છે. તથા પંદરસો કેવળી અને નવસો મન:પર્યવજ્ઞાની છે. પવા અગિયારસો વૈક્રિય-લબ્ધિવંત, વાદી તેટલા; સર્વે અઢાર હજાર મુનિ પુરુષાર્થ કરતા કેટલા? રાજીમતી આદિ હતી ચાળીસ હજાર સુ-આર્થિકા, ને પાંચ લાખ અધિક પાંચ હજાર શ્રાવક-શ્રાવિકા. ૫૧ અર્થ - વળી અગિયારસો વૈક્રિય-લબ્ધિવંત મુનિવરો છે. એ લબ્ધિ વડે જેવું રૂપ વગેરે કરવું હોય તે કરી શકાય તથા અગ્યારસો વાદી પ્રભાવક છે કે જે ગ્રંથોના બળે કે સિદ્ધાંતના બળથી મિથ્યા એવા પરમતનો ઉચ્છેદ કરી શકે. સર્વે મળીને અઢાર હજાર મુનિવરો છે. તેમાં કેટલાક તો ઘણો પુરુષાર્થ કરતા હતા. રાજુમતિ (રાજાલ) આદિ ચાલીશ હજાર સખ્યભાવને પામેલી એવી સાધ્વીઓ છે. તથા પાંચ લાખ અને પાંચ હજાર શ્રાવક શ્રાવિકાઓનો પરિવાર છે. ||૫૧૫ અતિ રાજ્યલક્ષ્મી રામર્તી સમ યુવતી સાથે તજી, મુનિવર બનીને જ્ઞાનલક્ષ્મી પૂર્ણ પામે નેમિજી; નિજ ઘર્મ-ચક્રર્ને નેમિ સમ નેમિ પ્રભુને ઉર ઘરો; એ નાવમાં બેસી સુદુસ્તર ભવ બઘા સહજે તરો. પર અર્થ - અત્યંત રાજરિદ્ધિને તથા રાજીમતિ જેવી યુવતીને ત્યાગી મુનિવર બનીને, કેવળજ્ઞાનરૂપ જ્ઞાન લક્ષ્મીને સંપૂર્ણપણે પામી શ્રી નેમિનાથ પ્રભુ થયા. તેથી પોતાના આત્મઘર્મરૂપી ચક્રને ગતિમાન કરવા માટે નેમિ એટલે ઘૂરી સમાન બની જગતમાં સત્ય ઘર્મનો પ્રચાર કર્યો. સમાન એવા શ્રી નેમિનાથ પ્રભુને તમે હૃદયમાં ઘારણ કરો. તથા શ્રી નેમિનાથ ભગવંતે બોઘેલા ઘર્મરૂપી નાવમાં બેસી સુદુસ્તર એટલે ઘણા જ દુ:ખે પાર કરી શકાય એવા ભવસમુદ્રને તમે સહજે તરી જાઓ અર્થાત્ પાર પામો. શ્રી નેમિનાથ ભગવંતના દ્રઢ શુદ્ધ ચારિત્રને અમારા કોટીશઃ પ્રણામ હો. શ્રી નેમિનાથ પ્રભુ ૩૦૦ વર્ષ કુમારકાળમાં રહ્યા, દીક્ષા લીધા પછી ૫૬ દિવસે કેવળજ્ઞાન પામ્યા અને ૭૦૦ વર્ષ કેવળપણે વિચર્યા. કુલ ૧૦૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રભુ મોક્ષે પધાર્યા. એવા શ્રી નેમિનાથ ભગવંતના દ્રઢ શુદ્ધ ચારિત્રને અમાર કોટીશઃ પ્રણામ હો. //પરા Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ભગવાન નેમિનાથે દીક્ષા લેતા પહેલા એક વર્ષ વર્ષીદાન આપ્યું. તથા કેવળજ્ઞાન પામ્યા પછી પણ સાતસો વર્ષ સુધી ભવ્યોને આત્મા સંબંધીનું જ્ઞાનદાન આપી, લાખો જીવોનો ઉદ્ધાર કર્યો. તેમ ગૃહસ્થને પણ સંસારના દુઃખોથી છૂટવા માટે દાન એ ઘર્મનો એક પ્રકાર છે. તે વિષેના અનેક પ્રકાર નીચેના પાઠમાં વિસ્તારથી જણાવવામાં આવે છે : (૩૧) દાન (મનમંદિર આવો રે કહ્યું એક વાતલડી–એ રાગ) * જ્ઞાની મહાદાની રે સદાવ્રત જેનું સદા, એવું સંતથી સુણી રે ગ્રહું રાજ-પાય મુદી. - જ્ઞાની મહાદાની રે સદાવ્રત એનું સદી. ૧ અર્થ - જ્ઞાની પુરુષો સદા જ્ઞાનદાન આપનાર હોવાથી મહાદાની છે. જ્ઞાનદાન સર્વોપરી છે. જ્ઞાનદાન વડે જ સઘળા દાનોના પ્રકારની જીવને ખબર પડે છે. એના વડે સાચી સમજ આવે છે, હિતાહિતનું ભાન થાય છે, તેમજ વિવેક પ્રગટાવી જીવોને સાચા સુખના માર્ગે વાળનાર એ જ્ઞાન જ છે. સદાવ્રત એટલે રોજ દીનદુઃખીયાઓને અન્નદાન આપવાનું વ્રત. અથવા જ્યાં રોજ અન્નદાન અપાય છે તે સ્થળ. તેની જેમ જ્ઞાની પુરુષનું જ્ઞાનદાનરૂપ સદાવ્રત હમેશાં ચાલું છે, તે કદી પણ બંધ થતું નથી. છઠ્ઠા આરામાં ભરત કે ઐરાવત ક્ષેત્રોમાં જ્ઞાની નહીં હોવાથી જ્ઞાનદાન આપનાર કોઈ નથી. છતાં તે સમયે પણ મહાવિદેહ ક્ષેત્રમાં તો સદા તીર્થકરોની હાજરી હોવાથી જ્ઞાનીઓના જ્ઞાનદાનનો પ્રવાહ સદા ચાલુ જ હોય છે. એવું પ.પૂ.પ્રભુશ્રીજી જેવા સંતથી સાંભળીને જ્ઞાનીપુરુષ શ્રી રાજપ્રભુના આનંદ આપનાર ચરણકમળનો સદા આશ્રય ગ્રહણ કરું. કેમકે જ્ઞાનદાન આપવાનું જેને સદાવ્રત હોવાથી તે જ મને જ્ઞાન પમાડવા સમર્થ છે. તેના વચનામૃત પાતા રે, પીતાં સહુ પોષ લહે, ભવ-દવમાં બળતાં રે બચી પ્રભુ પાસ રહે. જ્ઞાની૨ અર્થ - જ્ઞાની પુરુષ ભવ્યાત્માઓને સદા વચનરૂપ અમૃત પાવીને અમર બનાવે છે. એ જ્ઞાની પુરુષોનું જ્ઞાનદાન છે. તે પીને મુમુક્ષુ પુરુષો પરમ આત્મસંતોષને પામે છે. તે બોઘબળે જીવો સંસારરૂપી દાવાનલમાં ત્રિવિધ તાપથી બળતા બચી જાય છે અને ભાવથી તે હમેશાં પ્રભુની પાસે રહે છે. પ્રત્યેક કાર્યના પ્રારંભમાં તે પુરુષને સંભારવો, સમીપે જ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર રા પ્રેમ-પાયસ પરસે રે વળી ઉત્સાહ-પૅરી, સત્ત્વશીલની સુખડી રે જમાડતા પેટ ભરી. જ્ઞાની ૩ અર્થ – જ્ઞાની મહાદાની હોવાથી મુમુક્ષુ પુરુષો પ્રત્યે નિઃસ્વાર્થ પ્રેમરૂપ પાયસ એટલે ખીર-દૂઘપાક પીરસે છે. તથા આત્માર્થ સાધવામાં ઉત્સાહરૂપ પૂરીનું દાન કરે છે. તેમજ સતુ એટલે આત્મા અને શીલ એટલે સદાચારનો ઉપદેશ આપવારૂપ સુખડી ખવરાવે છે. એમ આત્મા સંબંધી પુષ્કળ બોઘ આપી ભવ્યોને પેટ ભરી જમાડે છે. “આશ્રમનો પાયો સત્ અને શીલ છે. સત્ એટલે આત્મા અને શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્ય.' -ઉપદેશામૃત વા Page #395 -------------------------------------------------------------------------- ________________ (૩૧) દાન ૩૬૭ સુવિચારની વાની રે અતિ ઉપયોગી ગણી, સાથ ભાથું બંઘાવે રે, વાળે શિવ-માર્ગ ભણી. જ્ઞાની ૪ અર્થ - અનેક સુવિચારરૂપ નવી નવી વાનગીઓને મોક્ષમાર્ગમાં અતિ ઉપયોગી જાણી સાથે પીરસે છે. તથા પરભવમાં જતાં છ પદની શ્રદ્ધારૂપ ભાથું પણ સાથે બંધાવે છે અને જીવને મોક્ષમાર્ગ ભણી વાળે છે. પાકા દુર્લભ નરભવ આ રે જીવન તો સ્વપ્ન સમું, લોભ-સાગરે ડૂળ્યા રે તેને દાન નાવ સમું. જ્ઞાની. ૫ અર્થ – દશ દ્રષ્ટાંતે દુર્લભ એવો આ નરભવ પામ્યા છીએ. છતાં આ જીવન તો અલ્પ સમયના સ્વપ્ન જેવું છે. આવા ટૂંકા અમૂલ્ય જીવનમાં જે જીવો ઘનાદિ પરિગ્રહને એકઠો કરવારૂપ લોભ સમુદ્રમાં ડૂબેલા છે. તેને આ દાનધર્મ તરવા માટે નાવ સમાન છે. //પા. ભક્તિસહ પાત્રને રે અપાય જો દાન, અહા! વડના બીજ જેવું રે વશે વિસ્તાર મહા. જ્ઞાની ૬ અર્થ - ભક્તિભાવપૂર્વક જો પાત્ર જીવોને દાન આપવામાં આવે તો અહા! આશ્ચર્ય છે કે તે વડના બીજની જેમ ઘણા વિસ્તારને પામે છે. હવે પાત્ર કોણ? તો કે આત્મજ્ઞાની મુનિ મહાત્માઓ ઉત્તમ પાત્ર છે, સમ્યદ્રષ્ટિ શ્રાવક મધ્યમ પાત્ર છે, અવિરત સમ્યવ્રુષ્ટિ જઘન્ય પાત્ર છે. દેવગુરુધર્મમાં સાચી શ્રદ્ધા રાખનાર વ્યવહાર સમકિતી પણ પાત્ર જીવો છે. શાલિભદ્ર પૂર્વભવમાં ભક્તિભાવથી ખીરનું ઉત્તમ પાત્રમાં દાન આપવાથી આ ભવમાં દેવતાઈ રિદ્ધિ ભોગવી ઉત્તમગતિને પામ્યા. કુંદકુંદાચાર્ય પણ પૂર્વભવમાં સાચાભાવથી મુનિ મહાત્માને શાસ્ત્રનું દાન કરવાથી અભુત શાસ્ત્રના મર્મને જાણનાર જ્ઞાની થયા. પરમકૃપાળુદેવે પણ પોતાના માતુશ્રી તથા ઘર્મપત્નીના હાથે પ.પૂ.પ્રભુશ્રીજી તથા પૂ.શ્રી દેવકરણજી મહારાજને શાસ્ત્રનું દાન અપાવ્યું હતું. કોઈ અતિ શ્રમ વેઠી રે જીંવ હૈં કમાણી કરે, સ્વજન-જીવનથી રે અધિક ત્યાં પ્રીતિ ઘરે. જ્ઞાની. ૭ અર્થ :- ખૂબ શ્રમ વેઠી, દુર દેશાંતર જઈ, અનેક પ્રકારે જીવ કમાણી કરે છે તથા સ્વજન કુટુંબીના જીવનથી પણ અધિક તે ઘનમાં પ્રીતિ રાખે છે. ઘન માટે સ્વજનને મારી નાખવા સુધીના વિચાર પણ તે કરી બેસે છે. તે ઉપર એક દ્રષ્ટાંત છે : બે ભાઈઓનું દ્રષ્ટાંત - અવન્તી નગરીમાં સોમ અને શિવદત્ત નામના બે ભાઈઓએ પરદેશ જઈ અનેક જાતના અઘર્મ અને આરંભના વ્યાપારો કરી દ્રવ્ય ઉપાર્જન કર્યું. તે દ્રવ્યને વાંસળીમાં નાખી કમરે બાંધી પોતાના નગર તરફ ચાલ્યા. વારાફરતી વાંસળી જેની પાસે આવે કે તેને એવો વિચાર થાય કે મારા ભાઈને મારી નાખું તો આ સર્વ દ્રવ્ય મારી પાસે જ રહે અને ભાઈને ભાગ આપવો ન પડે. આવા કુવિચારથી તે વાંસળીને મોટાભાઈએ ગંઘવતી નદીમાં નાખી દીધી. નાનાભાઈને વાત કરતાં તેણે પણ કહ્યું કે મને પણ આવો જ વિચાર આવ્યો હતો. અહો! આશ્ચર્ય છે કે ઘન કેવું અનર્થકારી છે. જેના કારણે ભાઈને પણ મારવા માટે પોતે તૈયાર થઈ જાય છે. શા Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સુપાત્રે ન ખરચે રે જરાય જો એ સંપદા, ગુણવાન ગણે તે રે અર્થરૂપી આપદા. જ્ઞાની. ૮ અર્થ - પણ એ સંપત્તિને જો સમ્યદ્રષ્ટિ આદિ ઉત્તમ સુપાત્ર જીવોના દાન માટે વાપરે નહીં અથવા શાસ્ત્રોમાં સાત પ્રકારના ઉત્તમ ક્ષેત્ર કહ્યાં છે તે જિનબિંબ, જિન આગમ, જિન મંદિર, સમ્યવૃષ્ટિ એવા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓના ઉપયોગમાં વાપરે નહીં તો ગુણવાન એવા જ્ઞાની પુરુષો તે અર્થને અર્થાત્ ઘનને માત્ર આપત્તિ જ જાણે છે. કેમકે તે જીવને મમત્વભાવ કરાવી, બુદ્ધિ બગાડી અંતે અધોગતિમાં લઈ જનાર સિદ્ધ થાય છે. તેના ઉપર એક દ્રષ્ટાંત છે : ચારમિત્રોનું દ્રષ્ટાંત – વસંતપુરમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વણિક અને સોની ચાર મિત્રો હતા. ચારે દ્રવ્ય મેળવવા દેશાંતર ચાલ્યા. માર્ગમાં રાત્રે એક ઉદ્યાનમાં વડવૃક્ષ નીચે વિશ્રામ કર્યો. તે વડવૃક્ષની શાખા સાથે એક સુવર્ણનો પુરુષ તેઓના જોવામાં આવ્યો. તે સુવર્ણપુરુષ બોલ્યો કે – “હું અર્થ છું પણ અનર્થને આપનાર છે. તે સાંભળી ભય પામી બઘાએ તેનો ત્યાગ કર્યો, પણ તે સોનીથી તેનો લોભ મૂકાયો નહીં. સોનીએ તે પુરુષને “પડ' એમ કહ્યું એટલે તે પડ્યો. સોનીએ બીજાઓથી છાનો એક ખાઈમાં તેને ગોપવ્યો, પણ સર્વની દ્રષ્ટિ તેના પર પડી. આગળ ચાલતા બે જણ કોઈ ગામની બહાર રહ્યા અને બે જણ ગામમાં ભોજન લેવા માટે ગયા. જે બે ગામ બહાર રહ્યા હતા તેમણે ચિંતવ્યું કે ગામમાં ગયેલા બેય આવે તેવા તેમને તરવાર વડે મારી નાખવા અને પેલું સુવર્ણ લઈ લેવું. જ્યારે બે જણા જે ગામમાં ગયા હતા તેમને એવો વિચાર આવ્યો કે આપણે અન્નમાં વિષ ભેળવીને લઈ જવું કે જે ખાઈને બહાર રહેલા બેય મૃત્યુ પામે અને તે બધું સુવર્ણ આપણને મળી જાય. હવે વિષવાળું અન્ન લઈ જેવા તે આવ્યા કે તેમને ગામ બહાર રહેલા બેય જણે મારી નાખ્યા અને પેલું વિષવાળું ભોજન તેઓ જમ્યા. તેથી તેઓ પણ મરી જઈ દુર્ગતિને પામ્યા. આમ અર્થ છે તે અનર્થનું જ મૂળ છે. મોહમુદ્ગરમાં પણ કહ્યું છે કે : “અર્થમનર્થ ભાવય નિત્ય નાસ્તિ તતઃ સુખ લેશઃ સત્ય; પુત્રાદપિ ઘનભાજાં ભીતિઃ સર્વત્રષા વિહિતા રીતિઃ'-મોહમુદ્ગર અર્થ - અર્થ એટલે ઘનને નિરંતર અનર્થરૂપ જાણો. તે અનર્થરૂપ ઘનથી લેશ પણ સુખ નથી, એ વાતને ખરી માનો. ઘનને ભોગવનારા એટલે અનેક દ્રવ્યની સંપત્તિથી સુખ ભોગવનારા પુરુષોને પુત્ર થકી પણ બીક રહે છે. આ રીતિ (એક ઠેકાણે નહીં પણ) સર્વ ઠેકાણે અવિચળ છે. -મોહમુદુગર ઘન પ્રાપ્ત કરતાં જીવ દુઃખ પામે, તેને સાચવતા પણ ચિંતાદિ દુઃખને અનુભવે તથા તે ઘનને ખર્ચતાં પણ જીવને સુખ ઊપજતું નથી. માટે ઘનની સર્વ અવસ્થા દુઃખરૂપ છે. પરમકૃપાળુદેવ પણ એ વિષે જણાવે છે કે : “જેઓ કેવળ લક્ષ્મીને ઊપાર્જન કરવામાં કપટ, લોભ અને માયામાં મૂંઝાયા પડ્યા છે તે બહુ દુઃખી છે. તેનો તે પૂરો ઉપયોગ કે અધૂરો ઉપયોગ કરી શકતા નથી, માત્ર ઉપાધિ જ ભોગવે છે. તે અસંખ્યાત પાપ કરે છે. તેને કાળ અચાનક લઈને ઉપાડી જાય છે. અઘોગતિ પામી તે જીવ અનંત સંસાર વધારે છે. મળેલો મનુષ્યદેહ એ નિર્મુલ્ય કરી નાખે છે જેથી તે નિરંતર દુઃખી જ છે.” (વ.પૃ.૧૦૬) પાટા વરા કરી વાપરે રે વિત્તની હોળી સમા, મોજ-શોખમાં વેરે રે ગઈ તે ગઈ જ રમા. જ્ઞાની ૯ Page #397 -------------------------------------------------------------------------- ________________ (૩૧) દાન ૩૬૯ અર્થ - જે પુણ્યથી મળેલા દ્રવ્યને માન મોટાઈ મેળવવા માટે વરા એટલે મોટું જમણ કરી નાતને જમાડવામાં, હોળીમાં જેમ લાકડા નાખીએ તેમ વાપરે, અથવા મોજશોખ માટે ગમે તેવા ફિનાલ ખર્ચા કરીને વાપરે તો તે રમા એટલે લક્ષ્મી ગઈ તે ગઈ જ સમજવી. તેની સાથે પુણ્ય પણ ખવાઈ ગયું. નવું પુણ્ય બાંધ્યું નહીં તેથી તે લક્ષ્મી પૂર્વ ભવે ફરી મળવાની નથી. II પણ ભક્તિથી પાત્રે રે વવાશે જો વિત્ત જરા, એક દાણાનાં ડંડા રે ઘણાં ઘરે જેમ ઘરા- જ્ઞાની. ૧૦ અર્થ - પણ ભક્તિપૂર્વક જો સત્પાત્રે દાન દેવામાં એ લક્ષ્મીનો ઉપયોગ કરવામાં આવશે તો જેમ એક દાણો વાવવાથી તેના ડંડા ઉપર સેંકડો દાણા આવે છે તથા તે બઘા દાણાઓને ફરી વાવવામાં આવે તો આ ઘરા એટલે પૃથ્વી તેના અનેક ડ્રડા બનાવી આપે છે, તેમ સત્પાત્રે દાન દેવાથી તે હજારો ગણું ફળ આપનાર નીવડે છે. તેના પર એક દ્રષ્ટાંત છે : ચાર વહુઓનું દ્રષ્ટાંત - એક શેઠને ચાર વહુઓ હતી. તે દરેકને શેઠે ચોખાના પાંચ પાંચ દાણા આપ્યા. તેમાંથી એક જણીએ તો ખાઈ લીઘા. બીજીએ તેને તુચ્છ જાણી ફેંકી દીધા. ત્રીજીએ તેમાં કોઈ રહસ્ય જાણી ડાબલીમાં મૂકી અંદર કબાટમાં રાખી મૂક્યા. જ્યારે ચોથી વહુએ પોતાના પિયરે તે દાણાઓ મોકલી વાવવા જણાવ્યું. તેનો જે પાક આવે તે પણ પ્રતિ વર્ષે બઘો વાવવો એમ ભલામણ કરી. - હવે પાંચ વર્ષ પછી શેઠે તે દાણાઓ માંગ્યા. પહેલી વહુએ જેણે તે દાણાઓ ખાઈ લીઘા હતા તેને રસોડાનું કામ સોંપ્યું, જેણે ફેંકી દીઘા હતા તેને ઘરનો કચરો કાઢી રોજ બહાર ફેંકવાનું કામ સોંપ્યું. ત્રીજી વહએ જેણે ડાબલીમાં મૂકી રાખ્યા હતા તેને ઘરમાં પૈસા વગેરે સંભાળવાનું કામ સોંપ્યું અને જેણે પિયર મોકલી તે દાણાઓ વવરાવ્યા હતા તેને શેઠે જ્યારે પૂછ્યું ત્યારે તે વહુએ કહ્યું કે બાપુજી, તે દાણાઓ મંગાવવા માટે તો ગાડા જોઈશે. પછી ગાડાઓ મોકલી પિયરથી પાંચ દાણાઓનું હજારો ગણું થયેલું અનાજ મંગાવી શેઠને આપ્યું. શેઠે ઘરનો બળો વહીવટ તે વહને સોંપી પોતે નિવૃત્ત થઈ ઘર્મધ્યાનમાં લાગી ગયા. તેમ સુપાત્રમાં વાવેલું ઘન અનેકગણું થાય છે. (૧૦ તેમ પામો પુણ્યો રે અચિંત્ય માહાસ્ય વડે, સુખ સંપદા સંપજે રે નહીં દુઃખ વિઘ નડે. જ્ઞાની૧૧ અર્થ - દાનના અચિંત્ય માહાસ્ય વડે પુણ્યની કમાણી કરો તો અનેક પ્રકારની સુખ સંપત્તિ આવી મળશે અને કોઈ દુ:ખ કે વિધ્ર જીવને નડશે નહીં. દ્રષ્ટાંત - જેમ શાલિભદ્ર પૂર્વભવમાં ભરવાડના ભાવમાં ભાવપૂર્વક મુનિને ખીર વહોરાવી, તેનું પરિણામ દેવતાઈ રિદ્ધિ મનુષ્યલોકમાં પામ્યા. જે ખીર રડીને બનાવડાવી હતી પણ આત્મજ્ઞાની મહાત્માને વહોરાવતા જરા પણ સંકોચ કર્યો નહીં, પણ આનંદ માન્યો તેનું આ પરિણામ છે. I/૧૧ના મુમક્ષ જનોને રે જે જન દાન કરે; દે મુક્તિનું સાધન રે શિવ-પથ-પ્રીતિ ઘરે. જ્ઞાની. ૧૨ અર્થ - જે ખરા મુમુક્ષુ છે તેને મુક્તિ પ્રાપ્ત કરવામાં સહાયક એવા જ્ઞાનદાન, અભયદાન, આહારદાન અને ઔષથદાનના સાધનો આપે તો તે આપનારને તથા લેનાર બન્નેને મોક્ષમાર્ગમાં પ્રીતિ Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ઉપજાવવાનું કારણ થાય છે. પહેલાના સમયમાં સાઘભાઈની નબળી સ્થિતિ હોય તો તેને દૂર કરવા શેઠીયાઓ ગુપ્ત રીતે તેના ઘરે પૈસાની થેલી પણ મૂકી આવતા. કેમકે ઉત્તમ શ્રાવક કદી માંગણી કરે નહીં. સર્વોત્કૃષ્ટ મુમુક્ષુ એવા મુનિ ભગવંતની ઋષભદેવ ભગવાનના જીવે પૂર્વભવમાં જીવાનંદ વૈદ્યરૂપે સેવા કરી હતી. તો તે મુક્તિને પામ્યા. તે સમયે જીવાનંદ વૈદ્ય જે શેઠ પાસેથી મુનિની ચિકિત્સા કરવા રત્નકંબળ, બાવનાચંદન અને લક્ષપાત તેલ વિના મૂલ્ય લાવેલા. તે શેઠ પણ સર્વોત્તમ પાત્રદાનના કારણે તે જ ભવે દીક્ષા ગ્રહણ કરીને મુક્તિને પામી ગયા. ૧૨ા. જેમ મંદિર ચણતો રે કારીગર ઊંચો ચઢે, તેમ દાન દેનારો રે ઉન્નતિ નિજ ઘડે. જ્ઞાની૧૩ અર્થ - જેમ મંદિરને ચણનાર કારીગર નીચે પાયામાંથી ચણતો ચણતો ઊંચે ચઢે છે તેમ દાન દેનારો શ્રાવક પણ દિનોદિન ભાવનિર્મળતાને લીધે આત્મોન્નતિને સાથે છે. ઘીના વેપારીનું દ્રષ્ટાંત – પાલિતાણામાં મંદિરના જિર્ણોદ્ધાર પ્રસંગે એક ગરીબ ઘીના વેપારી શ્રાવકે ઘી વેચી એક રૂપિયાની કમાણી કરી. તેને મન એ સર્વસ્વ હતું. તે મંદિરમાં જિર્ણોદ્ધારમાં આપી દીધું. મોટા શ્રાવકોએ તેનું નામ સૌથી પહેલા મોખરે લખ્યું. કારણ તેણે પોતાનું સર્વસ્વ આપ્યું છે. જ્યારે બીજાએ તો પોતાની મૂડીમાંથી અમુક ભાગ આપ્યો છે. હીરાલાલનું દ્રષ્ટાંત - તેવી જ રીતે સભામધ્યે એકવાર પરમકૃપાળુદેવ બિરાજમાન હતા. પરમકૃત પ્રભાવક મંડળની ટીપ ચાલતી હતી. તે ટીપાં કાગળ જોઈ એક મુમુક્ષુભાઈ હીરાલાલ વિચારવા લાગ્યા કે મારી પાસે ખાનગી રૂપિયા એકવીશ ડબ્બીમાં છે. તે બઘા જ્ઞાનદાનમાં આપી દઉં, પણ બીજાની આગળ તો મારી એ જાજ રકમ ગણાય ત્યારે પરમકૃપાળુદેવ જ્ઞાનબળે જાણીને બોલ્યા કે હીરાલાલ, કેમ વિચારમાં પડી ગયા? તમારી ડબ્બીમાં ખાનગી એકાવન રૂપિયા છે તથા તમારી સર્વસ્વ આપવાની ભાવના થવાથી તે જાજ રકમ નથી પણ વિશેષ છે. પછી તેમણે એકાવન રૂપિયા ટીપમાં લખાવ્યા. અને ઘેર જઈ જોયું તો ડબ્બીમાં પૂરા એકાવન રૂપિયા હતા. એમ દાન દેનારા જીવો આત્મોન્નતિના પથ પર દિનોદિન ચઢતા જાય છે. ૧૩ના શુદ્ધ તન મન વચને રે આહારનું દાન કરે, સુપાત્રના યોગે રે ભવોદવિ ભવ્ય તરે. જ્ઞાની. ૧૪ અર્થ - શુદ્ધ તન, મન અને મીઠા વચનવડે જે ભવ્યાત્મા સુપાત્ર જીવોનો યોગ પામી આહારનું દાન કરે છે તે ભવ્ય પુણિયા શ્રાવકની જેમ ભવરૂપી ઉદધિ એટલે સમુદ્રને તરી જાય છે. નંદીષેણના પૂર્વભવનું દ્રષ્ટાંત - એક શેઠ બ્રાહ્મણોને ભોજન આપવામાં ઘર્મ માની હજારો બ્રાહ્મણોને જમાડતો. ત્યાં એક વ્યક્તિ નોકર તરીકે રહ્યો. તેણે શરત કરેલ કે બઘાને જમાડતા જે શુદ્ધ ભોજન વધે તે મને આપવું. તે નોકર આ શુદ્ધ ભોજન લઈ ભાવપૂર્વક જ્ઞાની મુનિ મહાત્માઓને દાન આપતો. તેના ફળ સ્વરૂપ તે નોકર, શ્રેણિક મહારાજાનો પુત્ર નંદીષેણ થઈ દીક્ષા લઈ સ્વર્ગે ગયો. જ્યારે હજારો બ્રાહ્મણને જમાડનાર તે શેઠ શ્રેણિક મહારાજાનો સેચનક નામનો પટ્ટ હાથી થયો. તેમ બાહુબલિના પુત્ર શ્રેયાંસકુમાર તથા ચંદનબાળા જેવા અનેક જીવોએ ભગવાન જેવા સર્વોત્કૃષ્ટ પુરુષોને દાન આપી તે જ ભવે મુક્તિને મેળવી છે. ૧૪ Page #399 -------------------------------------------------------------------------- ________________ (૩૧) દાન ૩૭૧ ઇન્દ્રાદિક દેવો રે અતિ અભિલાષ ઘરે, મળે માનવભવ યદિ રે દાનાદિક ઘર્મ કરે. જ્ઞાની. ૧૫ અર્થ - ઇન્દ્રાદિક દેવો પણ એવી અતિ અભિલાષા ઘારણ કરે છે કે ક્યારે અમને માનવજન્મ મળે અને અમે પણ દાન, શીલ, તપ, ભાવઘર્મને આરાથી મુક્તિને પામીએ. ૧૫ના શિવ-હેતુ સુચારિત્ર રે ઘર મુનિ અંગ-બળે, બળ અન્નથી આવે રે તે તો ગૃહી-ઘેર મળે. જ્ઞાની૧૬ અર્થ - મોક્ષપ્રાપ્તિનું કારણ સમ્યકુચારિત્ર છે, અર્થાતુ સમ્યક આચાર છે. તે જ્ઞાનાચાર વગેરે પાંચ પ્રકારે મુનિ પાળે છે. તે આચાર પાળવામાં શરીરના અંગોપાંગનું બળ જરૂરી છે. તે શરીરબળ અન્નથી આવે છે. અને તે અન્ન તો ગૃહસ્થના ઘેરથી મળે છે. માટે ગૃહસ્થો દાન ઘર્મવડે મુનિઓને આહાર આપી ઘર્મ આરાધવામાં મદદરૂપ બની પોતાનું કલ્યાણ સાથે છે. છીતુભાઈનું દ્રષ્ટાંત :- શ્રી છીતુભાઈ પહેલીવાર આશ્રમમાં આવ્યા ત્યારે શ્રી રણછોડભાઈનો સમાગમ થયો. તેમણે છીતુભાઈને કહ્યું કે આ મહાત્મા પ.પૂ.પ્રભુશ્રીજીના પેટમાં આપણા અનાજનો એક કણ પણ જાય તો ચૌદ રાજલોકને જમાડવા જેટલું પુણ્ય થાય. કેમકે એ સાચા આત્મજ્ઞાની મુનિ ભગવંત છે માટે. ૧૬ાા આહારાદિ દાને રે ગૃહસ્થ જ ઘર્મ ઘરે, ગુરુભક્તિ જ તેથી રે સુઘર્મની ધુરા, ખરે! જ્ઞાની. ૧૭ અર્થ - આહાર, જ્ઞાન, ઔષધિ આદિના દાન વડે ગૃહસ્થો ઘર્મ પામી શકે છે. તેથી શ્રાવકે ગુરુભક્તિને આહારાદિ દાન વડે સાચવી રાખવી, એ સતઘર્મને શુરા એટલે ઘૂસરી સમાન ટકાવી રાખવા બરાબર છે. - બળદેવમુનિનું દ્રષ્ટાંત :- બળદેવમુનિ સદા જંગલમાં જ રહેતા હતા. ત્યાં એક હરણ તેમને કોઈ સ્થાને આહારનો જોગ હોય તો ઇશારાથી લઈ જતું. એકવાર ત્યાં કઠિયારો આવ્યો. ભોજન બનાવ્યું જાણી હરણ, મુનિને ત્યાં લઈ આવ્યું. કઠિયારો ભાવપૂર્વક ગુરુભક્તિ સહિત મુનિને આહારદાન આપવા લાગ્યો તથા હરણ તે બધું જોતો અનુમોદન કરવા લાગ્યો. બઘા ઝાડ નીચે ઊભા હતા. તે ઝાડની મોટી ડાળ તૂટીને નીચે પડી. તે વખતે ત્રણેયના એક સાથે મરણ થયા. પણ ભાવપૂર્વક આહારદાનના પ્રભાવે તથા હરણના પણ ગુરુભક્તિના સાચા અનુમોદનના કારણે મુનિ ભગવંત, રથકારક અને હરણ એમ ત્રણેય ત્યાંથી મરણ પામીને પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયા. એમ સુધર્મની ધુરા એટલે ઘુસરીને ઘારણ કરનાર એવા ગુરુભગવંતની આહારાદિ દાન વડે ભક્તિ કરી ગૃહસ્થ ઉત્તમ ગતિને પામી શકે છે તેમજ પશુ જેવા પણ દાનના ભાવ માત્રથી ઉચ્ચ ગતિને પામી શકે છે. /૧ળા. બોઘામૃત ભાગ :૩' માંથી :- “તમે દાનભાવના જણાવી તે વાંચી. એક પુસ્તક “જીવનકળા” ફરીથી છપાય છે તે હાલ મોંઘવારીને લીધે વિશેષ ખર્ચ થાય તોપણ છ આના કિંમત હાલ છે તે ચાલુ રાખવાનો વિચાર ટ્રસ્ટીઓનો છે; તેમાં મદદરૂપે તે રકમ આપવા વિચાર થાય તો પણ જ્ઞાન-દાનરૂપ હિતકારી છેજી... કષાયોમાં લોભની મુખ્યતા છે. જેને લોભ ઓછો, તૃષ્ણા ઓછી, તેના ભાવ પણ ઓછા. નવું મેળવવાનો લોભ ઓછો કરાય તથા એકઠું કરેલું દાન આદિ સન્માર્ગે વપરાય તે પણ લોભ ઘટાડવાનો Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ઉપાય છે. સંતોષી નર સદા સુખી ગણાય છે. સમજણ વગર સંતોષ આવવો દુર્લભ છે. સમજણ પ્રાપ્ત થવા સત્સંગની જરૂર છેજ.(પૃ.૪૬૭) પોતાની હયાતી બાદ પૈસા ખર્ચાય તેના કરતાં પોતાની હયાતીમાં ખર્ચાય તે પોતાના ભાવની વિશેષ વૃદ્ધિનું કારણ છે. જે વચનામૃતો આપણને અંત સુઘી મદદ કરનાર નીવડે છે તે વચનો બીજા જીવોને સુલભ થાય તે દરેક મુમુક્ષુની ભાવના સહજ હોય. જેની પાસે ઘનનું સાઘન હોય તે તે દ્વારા પોતાના ભાવ પ્રદર્શિત કરે. એક તો પડતર કિંમત કરતાં કંઈ ઓછી કિંમત રાખવાની શરતે ઘનની મદદ કરાય, અથવા તે પુસ્તકો પ્રસિદ્ધ થયે અમુક પ્રતો ખરીદી તે ઓછી કિંમતે મફત યોગ્યતા પ્રમાણે જીવોને વહેંચી શકાય.” (પૃ. ૬૮૯) બહુ પાપના પુંજે રે અશક્ત ગૃહસ્થ અતિ, વ્રત-સાઘન લૂલાં રે વળી ન વિશાળ મતિ. જ્ઞાની. ૧૮ અર્થ:- ઘણા પાપના ઢગલાથી જે ગૃહસ્થ ઘર્મ આરાઘવામાં અતિ અશક્ત છે. જે બાર વ્રત વગેરે પાળવામાં ભૂલો છે. વળી જેની વિશાળ બુદ્ધિ નથી તેવા જીવો પણ દાનધર્મથી તરી ગયા છે..૧૮ાા પણ એક સુપાત્રે રે દાન દે ભાવ કરી, મન શુદ્ધિ કરી જો રે મળી તેને નાવ ખરી. જ્ઞાની૧૯ અર્થ - એવા અશક્ત ગૃહસ્થો પણ જો સુપાત્ર જીવોને, મન શુદ્ધિ કરીને સાચાભાવવડે દાન આપે તો તેને ભવસમુદ્ર તરવાને માટે ખરેખર નાવ મળી ગઈ એમ માનવું. એના ઉપર ભગવાન મહાવીરના પૂર્વભવનું દ્રષ્ટાંત છે : નયસારનું દ્રષ્ટાંત - પૂર્વભવમાં ભગવાન મહાવીરનો જીવ નયસાર નામે રાજાનો સેવક હતો. તે લાકડા કપાવવા માટે રાજાની આજ્ઞાથી જંગલમાં ગયેલો. ત્યાં ભોજનનો સમય થયે રસોઈ બનાવરાવી મનમાં એવી ભાવના ભાવવા લાગ્યો કે કોઈ મુનિ મહાત્મા પઘારે તો તેમને વહોરાવી ભોજન કરું. તેના ઉત્તમભાવથી આકર્ષાઈને માર્ગથી ભૂલા પડેલા મુનિ ભગવંતો ત્યાં આવી ચઢ્યા. તેમને ભાવપૂર્વક ગોચરી વહોરાવી મુનિને રસ્તો બતાવવા તે વળાવા ગયો. ત્યાંથી છૂટા પડતાં મુનિ ભગવંતે કહ્યું કે જેમ મને તેં આ નગરનો માર્ગ બતાવ્યો તેમ તને હું મોક્ષરૂપી નગરમાં જવાનો મૂળ માર્ગ દર્શાવું છું તે તું સાંભળ. એમ કહી ઉપદેશ આપ્યો. તે સાંભળીને નયસાર સમકિતને પામ્યો. ત્યાંથી ભગવાન મહાવીરના મોટા સત્યાવીશ ભવની ગણત્રી કરવામાં આવે છે. ||૧૯ાા મૂળમાં પટ નાનો રે નદીનો વિશાળ થતો, જતાં સાગર પાસે રે વિસ્તીર્ણ ને વેગવતો,- જ્ઞાની. ૨૦ અર્થ:- નદીનો પટ મૂળમાં નાનો હોય છે પણ તે જેમ જેમ સાગર એટલે સમુદ્ર ભણી જાય છે તેમ તેમ તે વિશાળ અને વેગવાળો બનતો જાય છે. ૨૦ના તેમ દાન-નદી જો રે અતિથિ-કરે છે જરી, યશ સાથ વઘે તે રે શિવોદધિ સુંઘી ખરી. જ્ઞાની૨૧ અર્થ :- તેમ દાનરૂપી નદી અતિથિ એટલે આત્મજ્ઞાની મુનિના કર એટલે હાથમાં થઈ જો જરી પણ પસાર થાય તો તે યશ આપવાની સાથે સાથે ઠેઠ મોક્ષરૂપ ઉદધિ એટલે સમુદ્ર સુધી લઈ જાય છે. Page #401 -------------------------------------------------------------------------- ________________ (૩૧) દાન ૩૭૩ જીવને ખરેખર આત્મજ્ઞાની પુરુષોને ખરા અતિથિ કહ્યાં છે. તેને અલ્પ પણ દાન આપવાથી જીવને તે ઠેઠ મોક્ષ સુધી લઈ જાય છે. “જેમ અલ્પ એવું પણ વડનું બીજ પૃથ્વીમાં નાખવાથી જળના યોગવડે બહુ વથી પડે છે, તેમ સુપાત્રે દાન કરવાથી પુણ્યરૂપી વૃક્ષ અત્યંત વધે છે.” -ઉ.પ્રા.ભા. ભાગ-૩ (પૃ.૧૩૧) પુરુષાર્થ અલૌકિક રે કરી આત્મ-બોઘ વરે, તે મહાત્મા મુનિને રે ચતુર્વિધ દાન કરે - જ્ઞાની૨૨ અર્થ :- અલૌકિક પુરુષાર્થ કરીને જે આત્મજ્ઞાન અથવા કેવળજ્ઞાનને પામે છે એવા મહાત્મા મુનિ ભગવંતને જે આહારદાન, ઔષઘદાન, શાસ્ત્રદાન કે અભયદાન વડે એમની જે રક્ષા કરે તે ભવ્ય પ્રાણી કાળે કરી મુક્તિને પામે છે. તેના ઉપર દ્રષ્ટાંત. સૂઅરનું દ્રષ્ટાંત – એક મુનિ ભગવંત ગુફામાં ધ્યાન કરતાં બિરાજમાન હતા. બહાર એક સૂઅર તેમની રક્ષા કરતું હતું. ત્યાં એક વાઘ આવ્યો. તેને ગુફામાં પ્રવેશ કરતા તેણે અટકાવ્યો. તેથી બન્ને વચ્ચે લડાઈ થઈ. લડાઈમાં બન્ને મરી ગયા. સૂઅર મુનિ ભગવંતની રક્ષા કરવાના ભાવને કારણે અર્થાત્ અભય આપવાના કારણે મરીને સ્વર્ગે ગયું અને વાઘ મરીને નરકે ગયો. રાજાનું દ્રષ્ટાંત :- જંગલમાં એક મુનિ ધ્યાનમાં ઊભા હતા. ત્યાં ચોર લોકો આવ્યા. તે મુનિને મારવા જતા હતા, તેટલામાં મુનિ મહાત્માના પ્રભાવે ત્યાં રાજા આવી ચઢયો. તેણે ચોર લોકોને સમજાવ્યા પણ માન્યું નહીં. બન્ને વચ્ચે લડાઈ થઈ. ચોરો બઘા મૃત્યુ પામ્યા. તે મરીને નરકે ગયા. કાલાન્તરે રાજા મરી સ્વર્ગે ગયો. અને મુનિ ભગવંત રાગદ્વેષનો ત્યાગ કરી સમભાવમાં રહેવાથી આયુષ્ય પૂર્ણ થયે દેહનો ત્યાગ કરી મોક્ષે પથાર્યા. 1રરા ઘેર બેઠાં લહે તે રે સહજે બીજ જ્ઞાનતણું, એ જ આવી અનુપમ રે ગૃહે જ્ઞાન-ગંગા ગણું. જ્ઞાની ૨૩ અર્થ - આમ ઉત્તમ મહાત્મા પુરુષોને કોઈ પણ પ્રકારનું દાન આપવું તે ઘર બેઠાં સહજે સમ્યજ્ઞાનનું બીજ રોપવા બરાબર છે અથવા જ્ઞાનીપુરુષરૂપી જ્ઞાનગંગા ઘર બેઠા ઘરે આવી એમ માનવા યોગ્ય છે. ૨૩ મોક્ષમાર્ગ-મુનિનું રે સ્મરે કોઈ નામ ઘડી, નિષ્પાપ બને જો રે તો દાનની વાત બડી. જ્ઞાની. ૨૪ અર્થ :- મોક્ષમાર્ગમાં ગમન કરનારા આત્મજ્ઞાની મુનિનું ઘડી એક જો નામ સ્મરે તો તે પાપને હરે છે; તો પછી તેમને દાન આપવાની વાત તો ઘણી મોટી છે. તેનું ઘણું ઉત્કૃષ્ટ ફળ આવે છે. ર૪ો. ભવસાગર તારે રે ન સંશય ચિત્ત ઘરો, ભાવ-ભક્તિ અલૌકિક રે પમાય સુ-દાન કરો. જ્ઞાની. ૨૫ અર્થ - આત્માર્થ પોષક કાર્યો માટે કરેલ દાન જીવને ભવસાગરથી તારે છે. એમાં તમે મનમાં શંકા રાખશો નહીં. આવા ઉત્તમ દાનથી મોક્ષમાર્ગને આપે એવી અલૌકિક ભાવભક્તિ પ્રગટ થાય છે. માટે હે ભવ્યો! તમે ઉત્તમ કામોમાં જરૂર દાન કરો. બોધાકૃત ભાગ :૩' માંથી :- “પ્રશ્ન : પૈસા વાપરવા ભાવના હોય તો કેવા શુભ કાર્યમાં Page #402 -------------------------------------------------------------------------- ________________ 3७४ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ વાપરવા? તેના ઉત્તરમાં જણાવવાનું કે જે વડે ઘર્મપ્રાપ્તિ તથા ઘર્મ-આરાઘનામાં પોતાને અને પરને મદદ મળે તેવાં કામમાં વાપરવા ઘટે. વપરાયા પહેલાં તે સંબંઘી વિચાર કરતાં પણ ઘર્મધ્યાન થાય છેજી. જગતના જીવો પોતાની સ્વચ્છંદ પ્રવૃત્તિમાં પડ્યા છે, તે કેવી રીતે જ્ઞાનીના માર્ગને પામે, જ્ઞાનીની આજ્ઞાને પામે? તે વિચારતાં પ્રથમ કાર્ય એક સત્સંગ સમજાય છેજી. જ્ઞાનીની આજ્ઞાનું આરાઘન તે જ ઘર્મ છે. તેની પ્રાપ્તિ ઘણા જીવોને કેમ થાય? તેનો વિચાર કરી, જેને જેને ઘન આદિની ખામીને લઈને સત્સંગ આદિ સાઘનમાં વિઘ નડતાં હોય તેને તેવી અનુકૂળતા કરી આપવામાં ઘન વપરાય તે સારા માર્ગે વપરાયું ગણાય..... એક વિભાગ તો બ્રહ્મચારી ભાઈબહેનો જે આશ્રમમાં જીવન પર્યત રહેનાર છે અને જ્ઞાનીની આજ્ઞામાં જીવન ગાળનાર છે, તેમના ખોરાક, કપડાં, દવા વગેરે તેમ જ તેમને સ્વાધ્યાય માટે ગ્રંથ વગેરે તથા ભણવા-ભણાવવામાં ખર્ચ કરવો પડે તે અર્થે વાપરવાનું નક્કી કર્યું છે. બીજા વિભાગમાં જ્ઞાન ખાતે ખર્ચ કરવાની સૂચના કરી છે કે કોઈ સન્શાસ્ત્ર લખાવવાં હોય, છપાવવાં હોય, મુમુક્ષુ જીવોને વહેંચવા હોય, કે નવાં ખરીદીને પુસ્તક ભંડાર કરવો હોય તે ખાતે વાપરવા.” (પૃ.૩૪૮) “આશ્રમમાં રહી પરમપુરુષે બતાવેલ માર્ગે જીવન ગાળવાની ભાવના અંશે મૂર્તિમંત કરવા મકાન કરાવવાનો લક્ષ છે; તે ભાવના હવે વિશેષ કાર્યકારી બને તેવી બીજી અનુકૂળતાઓ તે જ અર્થે કરતા રહેવા ભલામણ છેજ.” (પૃ.૩૪૩) આરપા મુનિ-ચરણે ન પાવન રે જો મન, ઘર ગૃહીતણું, સ્મરણે કે દાને રે, તો પાપ-ભીનું ગણું. જ્ઞાની ૨૬ અર્થ :- આત્મજ્ઞાની મુનિ ભગવંતના ચરણકમળથી, દાનના નિમિત્તે જે ગૃહસ્થનું ઘર પાવન થયું નથી અથવા આવા જ્ઞાની ભગવંતે આપેલ સ્મરણમંત્રથી જેનું મન પવિત્ર થયું નથી, તો તેનું ઘર કે મન તે પાપથી જ ભીંજાયેલું છે એમ હું માનું છું. કહ્યું છે કે – “સગાઈ સાચી સૃષ્ટિમાં, છે સદ્ગુરુની એક; બીજી તેના ભક્તની, બાકી જુઠી અનેક.” પારકા ઘરે ભાવ વિકારી રે કહાય ન દેવ ખરા, જીવ-દયા ન મુખે રે ગણો નહિ ઘર્મ જરા. જ્ઞાની. ૨૭ અર્થ:- સાચા દેવ, ગુરુ, ઘર્મની પ્રભાવના નિમિત્તે, ઉત્તમ દાનનો પ્રવાહ વહાવા યોગ્ય છે, તે હવે જણાવે છે – જે રાગદ્વેષના ચિતરૂપી સ્ત્રી કે શસ્ત્રને ઘારણ કરી વિકારી ભાવોને પોષે છે તે સાચા દેવ કહેવાય નહીં. પણ જે રાગ દ્વેષ અજ્ઞાનથી રહિત વીતરાગ હોય તે જ સાચા દેવ માની શકાય. તથા જે ઘર્મમાં જીવોની રક્ષા કરવારૂપ દયાઘર્મની મુખ્યતા નથી તે જરા પણ સતઘર્મ નથી, કારણ કે ઘર્મનું મૂળ દયા છે. “અહિંસા પરમોઘમ' પારણા આત્મજ્ઞાન વિના જો રે ગણો નહિ સાઘુ, ગુરુ. જે સુપાત્રે ન દીધું રે ગણો ઘન તેહ બૂરું. જ્ઞાની ૨૮ અર્થ – જે આત્મજ્ઞાન રહિત છે તેને સાઘુ કે ગુરુ ગણો નહીં. આત્મજ્ઞાનથી યુક્ત એ જ સાચા મુનિ અથવા ગુરુ છે. “આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય.” શ્રીમદ્ રાજચંદ્ર Page #403 -------------------------------------------------------------------------- ________________ (૩૧) દાન ૩૭૫ આતમજ્ઞાની શ્રમણ કહાવે બીજા તો દ્રવ્ય લિંગી રે.” -શ્રી આનંદઘનજી આવા દેવ-ગુર્ઘર્મ નિમિત્તે સુપાત્રમાં જો ઘન વપરાયું નહીં, તો તે ઘન શા કામનું કે જે માત્ર પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં વપરાવાથી કર્મબંઘન કરાવી બૂરું ફળ આપનાર સિદ્ધ થાય છે. ૨૮ સુપાત્રને દાન રે વ્રતે વળી ઘર્મ થતો, મહા મંત્ર સમો તે રે ત્રણે જગને જીંતતો. જ્ઞાની. ૨૯ અર્થ - લોભ છોડવા અર્થે સુપાત્રે દાન કરવાથી જીવને શ્રાવકકર્મ કે મુનિઘર્મ પાળવાની ભાવના જાગે છે. પછી ક્રમાનુસાર જીવ સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષને પામે છે. જેથી ત્રણેય જગતને જીતનારો એવો લોભ ગણાય છે. માટે સુપાત્રમાં દાન કરવું તેને તમે મહામંત્ર સમાન જાણો. બોઘામૃત ભાગ : ૩'માંથી :- “ખરી રીતે તો લોભનો ત્યાગ કરવા અર્થે દાન કરવાનું છે. જન્મમરણનું કારણ મોહ છે અને તેમાં મુખ્ય લોભ છે. તે લોભને લઈને જીવ અનેક પ્રકારનાં પાપ કરીને ભવ ઊભા કરે છે. ભક્તિભાવના સહિત સત્સંગની ઇચ્છાની વમાનતા કર્તવ્ય છેજી.” (પૃ.૫૦૪) //ર૯મી એવા થર્મ-ઘનીને રે, કહો, કમી શાની રહે? સુખ-સાહ્યબી, ગુણો રે અનુપમ તેહ લહે. જ્ઞાની ૩૦ અર્થ - દાનધર્મને પાળનારા એવા ઘર્મ ઘનિકને કહો શાની કમી રહે. તે તો દેવ મનુષ્યની અનુપમ સુખ સાહ્યબીને પામી, ઉત્તમ ક્ષમા આદિ ગુણો પ્રગટ કરી અંતે કેવળજ્ઞાનને પામશે. /૩૦ાા એક દાન સુપાત્રે રે કરે, ભરે ભાથું ભલું; બીજો વૈભવ ભોગવે રે અરે! પૂર્વ પુણ્ય ઢળ્યું. જ્ઞાની૩૧ અર્થ - એક જીવ સુપાત્રે દાન કરવાથી ઘણું બધું પુણ્યનું ભાથું ભેગું કરે છે. જ્યારે બીજો તે ઘનને વૈભવ વિલાસમાં વાપરી પૂર્વે બાંધેલા પુણ્યને રાખમાં ઘી ઢોળે તેમ ઢોળી નાખે છે. ૩૧ાા. પહેલો પુણ્યકમાણી રે લઈ પરલોક જશે, બીજો ખાલી હાથે રે જશે, દુર્ભાગી થશે. જ્ઞાની૩૨ અર્થ - સુપાત્રમાં ઘનને વાપરનાર પુણ્યની કમાણી કરીને પરલોકમાં જશે. જ્યારે બીજો અહીં પુણ્યને ખાઈ જઈ ખાલી હાથે દુર્ગતિમાં જઈને દુઃખ ભોગવશે. “પુણ્ય ખીન જબ હોત હૈ, ઉદય હોત હૈ પાપ; દાઝે વનકી લાકરી, પ્રજળે આપોઆપ.” આલોચનાદિ પદ સંગ્રહ કરવા નર-જન્મ મળ્યો તો રે સુતપ ગણ ભવ-સેતુ, દાનપૂજા વિનાનું રે સ્વઘન બંઘન-હેતુ. જ્ઞાની ૩૩ અર્થ - મનુષ્ય જન્મ મળ્યો છે તો સમ્યક્તપને આદરો કે જે ભવસમુદ્ર ઓળંગવા માટે પુલ સમાન છે. “ઇચ્છા નિરોશસ્તપઃ” -મોક્ષશાસ્ત્ર મનુષ્યભવમાં ઇચ્છાઓનું સ્વરૂપ સમજી તેને ઘટાડવી એ જ ખરું તપ છે. તથા દાન કે ભગવાનની પૂજામાં વપરાયા વગરનું પોતાનું ઘન, તે માત્ર વિષયકષાયને અર્થે ખર્ચવાથી જીવને કર્મબંઘનનું જ કારણ થાય છે. ૩૩ાા. Page #404 -------------------------------------------------------------------------- ________________ 395 પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સતત દુઃખ દેતી રે દુર્ગતિ-દૂત વળી, દાન-હીન વિભૂતિ રે મળી જાય તોય, બળી!જ્ઞાની. ૩૪ અર્થ - દાન આપવાના ભાવથી હીન, મળેલ ઘન કે વૈભવ જીવને દુર્ગતિના દૂત સમાન છે, કે જે જીવને અધોગતિમાં લઈ જઈ સતત દુઃખ આપે છે. એવી વિભૂતિ મળી જાય તોયે બળ્યું. એના કરતાં તો ન મળે તે વધારે સારું છે. ૩૪ એથી ભલી ભિક્ષા રે નહીં પાપ-તાપ તહીં, ચિત્તવૃત્તિ ન ચોટે રે ભલા-બૂરા ભાવ મહીં. જ્ઞાની૩૫ અર્થ – ભલે માંડ માંડ પેટ ભરાય અથવા ભિક્ષા માગીને ગુજરાન ચલાવવું પડે તોય સારું છે કે જ્યાં ઘનના મદનું પાપ નથી અથવા તેને ભોગાદિમાં ખર્ચી ચિંતા કરવાનો તાપ નથી. ઘનાદિ વિશેષ પ્રાપ્ત નહીં હોવાથી, તે નિમિત્તે સારા ખોટા રાગદ્વેષના ભાવો કરી ચિત્તવૃત્તિને ચોટવાનો પણ જ્યાં અવકાશ નથી. રૂપા પ્રભુ-ચરણે ન પ્રીતિ રે, નહીં ભક્તિ દાન વિષે, ગૃહ-ઘર્મ રહ્યો ક્યાં રે? રહો ગૃહી શા મિષે? જ્ઞાની૩૬. અર્થ :- જો પ્રભુના ચરણમાં પ્રીતિ નથી કે દાન આપવાના ઉત્તમ ક્ષેત્રોમાં ભક્તિ નથી તો પછી ગૃહસ્થ તમારો ઘર્મ ક્યાં રહ્યો? તમે ઘરમાં કયા બહાને પોતાને શ્રાવક માનીને રહો છો? ૩૬ાા બહુ કાળે મળ્યો આ રે નરભવ ભવ ભમતાં, કરો કાર્ય અલૌકિક રે સદા મુનિ-પદ રમતાં. જ્ઞાની૩૭ અર્થ – સંસારમાં ભટકતાં ઘણો કાળ વીત્યા પછી આ મનુષ્યભવ મળ્યો છે. હવે તો આત્મજ્ઞાન સહિત મુનિપદને અંગીકાર કરી સ્વસ્વરૂપમાં રમણતા કરો તથા અલૌકિક એવા મોક્ષપદને મેળવવાનું જ કાર્ય કરો. II૩૭ના તેમ જો ન બને તો રે યથાશક્તિ વ્રતો ગ્રહો, મુનિભાવ ટકાવી રે સદા દાન દેતા રહો. જ્ઞાની ૩૮ અર્થ :- મુનિઘર્મ અંગીકાર કરવાની યોગ્યતા નહીં હોય તો યથાશક્તિ શ્રાવકના વ્રતો ગ્રહણ કરો. મનમાં સદા મુનિ બનવાના ભાવ ટકાવી રાખી સુપાત્રે દાન દેતા રહો. ૩૮. યશ-ભોગના યત્નો રે કદી પુણ્ય-યોગે ફળે, સુપાત્ર-પ્રમોદે રે વિના દાન પુણ્ય મળે. જ્ઞાની. ૩૯ અર્થ - કદી પુણ્યનો યોગ થાય તો યશ માટે કે ભોગ માટે કરેલા પ્રયત્નો ફળે છે. પણ સુપાત્રમાં કોઈ દાન આપે અને તે જોઈ પ્રમોદ પામે, તો દાન દીઘા વગર જ જીવ પુણ્યની કમાણી કરે છે. ૩૯ ભલે વેરી પઘારે રે સુજન-ઘેર કાર્યવશે, આસન-સ્વચને રે દઈ માન પ્રસન્ન થશે. જ્ઞાની ૪૦ અર્થ :- સજ્જનને ઘેર ભલે પોતાનો વેરી પણ કોઈ કાર્યવશાત્ આવી ચઢે તો તેને આસનનું દાન આપવાથી કે સારા વચન બોલી માન આપવાથી તે પણ પ્રસન્ન થાય છે. ૪૦ના Page #405 -------------------------------------------------------------------------- ________________ (૩૧) દાન 3७७ સમ્યક્ ગુણરત્ન રે પવિત્ર મુનિ નરખી, કોણ સજ્જન એવો રે નિમંત્રે ન જે હરખી? જ્ઞાની ૪૧ અર્થ :- તો સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ ગુણરત્નોથી પવિત્ર એવા મુનિને જોઈ કોણ સજ્જન પુરુષ એવો છે કે જે તેમને હર્ષ પામીને આમંત્રણ આપે નહી; અર્થાત જરૂર આપે. II૪૧ાા સુંજન એમ માને રે અકાળે સુપુત્ર મરે, નહિ તે દિન ભંડો રે થવાનું થયા જ કરે- જ્ઞાની અર અર્થ:- સજ્જન પુરુષ તો એમ માને છે કે ઉમ્ર પાક્યા પહેલા જ સુપુત્રનું મરણ થઈ જાય, તો પણ તે દિન ભૂંડો નથી. કેમકે જે થવાનું છે તે તો સદા થયા જ કરે છે. જરા પણ દાન ન દીધું રે તે દિન દિલે દુખે, પોતાથી બને તે રે ચૂકે નહિ સંત સુખે. જ્ઞાની. ૪૩ અર્થ :- પણ જે દિવસે દાન અપાયું નહીં તે દિવસ સજ્જનના દિલમાં દુઃખ આપે છે. પોતાથી બની શકે તેટલું તે સંતપુરુષોને સુખ પમાડવા માટે કરી છૂટે છે, પણ તે અવસરને ચૂકતા નથી. ૪૩ાા ઘર્મભાવ ઘનિકના રે દાને સાકાર થતા, શશ-કરે ઝરે જળ રે દીપે ચંદ્રકાન્ત-પ્રભા. જ્ઞાની ૪૪ અર્થ :- ઘનવાન પુરુષની ઘર્મભાવના તે દાન આપવા વડે સાકાર થાય છે. જેમ ચંદ્રકાન્ત મણિ સાચો ક્યારે સિદ્ધ થાય કે જ્યારે ચંદ્રમાના દર્શન થતાં તેમાંથી જળ ઝરે છે ત્યારે. માજા કોને ક્યારે ઇચ્છિત રે મળ્યા ઘનના ઢગલા? ક્યાંથી દાન દેવાના રે ભાવો ઊભરાય ભલા? જ્ઞાની. ૪૫ અર્થ :- જેમ પ્રાણી ઇચ્છે તેમ કોને ઘનના ઢગલા મળી ગયા? એવું ક્યારેય બનવાનું નથી. છતાં જીવ એમ માને છે કે દાન તો અમારેય ઘણું આપવું છે પણ ઘન મળે તો. એવા જીવોને દાન દેવાના સાચા ભલા ભાવો મનમાં ક્યાંથી ઊભરાય. ૪પા. તેથી એક કોળિયો રે નહીં તો અર્થો ભલો, વળી તેથી ય અર્થ રે સુપાત્રે દેવાનું મળો. જ્ઞાની૪૬ અર્થ - તેથી જે મળ્યું છે તેમાંથી એક કોળિયા જેટલું કે તેનાથી પણ અર્થે અથવા તેનાથી પણ અર્ધ સુપાત્રે દાન દેવાનું મને નિમિત્ત મળો તેમજ પૂજ્યભાવે આપવાના ભાવ પણ મને ઉપજો. પણિયા શ્રાવકન દ્રષ્ટાંત :- પૂણિયો શ્રાવક પોતે એક દિવસ ઉપવાસ કરીને પણ સાઘર્મીભાઈને જમાડે અને બીજે દિવસે તેની પત્ની ઉપવાસ કરે અને સાથÍભાઈને જમાડે. પછી આખો દિવસ ઘર્મધ્યાનમાં વ્યતીત કરે. એમ શુદ્ધ નિર્મળ જીવન ગાળી ઉત્તમ ગતિને પામ્યા. શાલિભદ્રના જીવે પૂર્વે ભરવાડના ભવમાં રડીને બનાવડાવેલી ખીર પણ મુનિને વહોરાવી દીધી. હે ભગવાન! તેવા ભાવ મને પણ આપજો. I૪૬ાા મિથ્યાત્વી પશુ પણ રે સુદાનના ભાવ કરે, તો ય કલ્પતરું-સુખ રે લહી સભાવ ઘરે- જ્ઞાની. ૪૭ Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ :- મિથ્યાત્વી પશુઓ પણ સુપાત્રે દાન આપવાના ભાવ માત્ર કરે તો પણ દેવલોકના સુખને પામે છે. તથા મુનિ મહાત્માનો યોગ થતા સભાવથી સમકિત પણ પામી જાય છે. ઋષભદેવ ભગવાનનો જીવ પૂર્વભવમાં વજજંઘ નામે રાજા હતો. તે મુનિ મહાત્માને આહારદાન આપતો હતો. તે સમયે ભરત, બાહુબલિ, બ્રાહ્મી અને સુંદરીનો જીવ વાનર, સિંહ, ભૂંડ, નોળિયો, પશુરૂપે ત્યાં જોતાં જોતાં ભાવ કરતા હતાં. તેના ફળસ્વરૂપ ક્રમે કરી આત્મોન્નતિને પામી મોક્ષે પઘાર્યા. હંસ હંસલીનું દ્રષ્ટાંત :- ચંપાપુરીના ચંપકવનમાં એક સરોવર પાસે વડના વૃક્ષ ઉપર હંસ અને હંસલી રહેતા હતા. એક દિવસે વેપારીએ તે સરોવર કિનારે પડાવ નાખી ભોજન બનાવ્યું. ભોજન સમયે કોઈ મુનિ પધારે તો આહારદાન દઈ ભોજન કરું. તેના એવા ભાવથી આકર્ષાઈને એક માસના ઉપવાસી મુનિ પારણા અર્થે આવી ચઢ્યા. હર્ષથી આહારદાન આપતા જોઈ હંસ અને હંસલીએ પણ દાનભાવની અનુમોદના કરી. તેથી પુણ્ય બાંઘી હંસલી પદ્મસ્થ રાજાની પુત્રી પદ્માવતી નામે અવતરી અને હંસનો જીવ વીરસેન રાજાના પુત્રરૂપે અવતર્યો. તે ભવમાં દીક્ષા લઈ સમ્યક પ્રકારે ચારિત્ર પાળી બારમા દેવલોકે સિધાવ્યા. પ્રવેશિકામાંથી //૪ના તો સુદ્રષ્ટિ અકામી રે સુપાત્રની ભક્તિ કરી દાન ઉત્તમ દે જો રે, રહે કાંઈ બાકી જરી? જ્ઞાની ૪૮ અર્થ - તો જે વ્યવહાર સમ્યવૃષ્ટિ કે અવિરત સમ્યવ્રુષ્ટિ કે દેશવિરતિ સમ્યવ્રુષ્ટિ છે, તે જીવો અકામી એટલે નિષ્કામભાવે સુપાત્ર એવા આત્મજ્ઞાની મુનિ મહાત્માઓને ભક્તિપૂર્વક ઉત્તમ દાન આપે તો તેમને કંઈ મેળવવાનું બાકી રહે? કંઈ નહીં. તે ભવ્યાત્માઓ સર્વ સિદ્ધિને પામી અંતે મોક્ષ સુખના ભોક્તા થાય છે. ૪૮ ખાણ ખોદતાં હીરો રે મળે પણ જે ન જુએ, ખોદ ખોદ કરે જે રે મજૂર તે, લાગ ખુએ. જ્ઞાની૪૯ અર્થ :- ખાણ ખોદતાં હીરો હાથ લાગે પણ તેને જોયા ન જોયા બરાબર કરી ફરી ખોદ ખોદ જ કરે તે તો ખરેખર મજૂર જ છે. તે મળેલા હીરાના લાગને પણ ખોઈ બેસે છે. તેમ અનંતભવ ભટકતાં સપુરુષનો યોગ મળ્યા છતાં તેને ઓળખી લાભ ન લે અને બીજા સપુરુષને શોધ્યા જ કરે તો આ મનુષ્યદેહરૂપ ચિંતામણિ તે હારી બેસે છે. I૪૯ાા તેમ સાધુ પધાર્યા રે, અનુકૂળતા ઘરમાં, દાન-ભાવ ન જાગે રે ગણાય તે વાનરમાં. જ્ઞાની ૫૦ અર્થ - ઘરે જ્ઞાની મુનિ પધાર્યા હોય, ઘરમાં આહારદાન વગેરે આપવાની બધી અનુકૂળતા હોય છતાં દાન આપવાના ભાવ ન જાગે તો તે જીવ નર નથી પણ વાનર જ છે. પૂરણ શેઠનું દ્રષ્ટાંત :- ભગવાન મહાવીર ચાર માસના ઉપવાસ કરી પારણા અર્થે ગોચરી લેવા પૂરણ શેઠને ત્યાં પઘાર્યા. પણ ભગવંતને સ્વહસ્તે પૂજ્યબુદ્ધિએ દાન દેવાની ભાવના પૂરણશેઠને થઈ નહીં. તેથી નોકર પાસે શેઠે આહારદાન અપાવ્યું. એવી વિવેકબુદ્ધિના અભાવવાળા જીવો નર નથી પણ વાનર કોટીના જ છે. /પા Page #407 -------------------------------------------------------------------------- ________________ (૩૧) દાન ૩૭૯ જેમ દરિયો ડોળતાં રે ગુમાવેલ રત્ન જડે, તેમ નરભવ, ઘન, ઘર્મ રે લહી હજીયે રખડે. જ્ઞાની. ૫૧ અર્થ :- જેમ દરિયો ડોળતા ગુમાવેલ રત્ન પણ જડી જાય છે; તેમ ઉત્તમ મનુષ્યભવમાં ઘન અને ઘર્મનો જોગ પામી પુરુષાર્થ વડે આત્મરત્ન મેળવી શકે છે. પણ જીવ હજી સંસારમાં જ રઝળ્યા કરે છે, એ જ જીવની મૂઢતા છે. દાન-બુદ્ધિ ન જાગી રે તે નર રત્ન ભરે કાણી નાવમાં મૂરખ રે, દરિયો કહો કેમ તરે? જ્ઞાની પર અર્થ – ઘનનો યોગ હોવા છતાં પણ જો દાન દેવાની બુદ્ધિ જાગૃત નહીં થઈ તો તે મૂરખ એવો મનુષ્ય કાણી નાવમાં રત્ન ભરવા સમાન કામ કરે છે; તો કહો તે દરિયાને પાર કેમ જઈ શકે, અધવચ્ચે જ બૂડી મરે. કહેવાનું તાત્પર્ય કે ઘનનો સદુઉપયોગ જીવ ન કરે તો તે ઘન બધું અહીં જ પડ્યું રહે; અને પોતે ઘનની મૂર્છાને કારણે સંસાર સમુદ્રમાં બૂડી મરી દુર્ગતિએ ચાલ્યો જાય. પરા યશ જે આ ભવે દે રે, સુખી પરલોકે કરે, એવું દાન સુપાત્રે રે કરે ન ઘનિક અરે!- જ્ઞાની પ૩ અર્થ :- દાન કરનાર જીવ આ ભવમાં યશ પામે, તેનો સંગ કરવા લોકો ઇચ્છે અને પરલોકમાં પણ પુણ્યના પ્રભાવે તે સુખી થાય, એવો એ દાનધર્મનો મહિમા છે. તો જે ઘનિક છે તે શું અરે! સુપાત્રે દાન ન કરે? માપવા ખરે! તે ઘન-રક્ષક રે ખર સમ ભાર ઘરે, પુત્રાદિનો નોકર રે મરી જશે ખાલી કરે. જ્ઞાની ૫૪ અર્થ - જો સુપાત્રે દાન ન કરે તો ખરેખર! તે ઘનનો માત્ર રક્ષક છે. જેમ પોલીસ બેંક તિજોરીની રક્ષા કરે તેવો છે. અથવા બેંકમાં લાખો રૂપિયાના નાણા ગણનાર ક્લાર્ક જેવો છે. જેમ ગઘેડો ભાર ઉપાડીને ફરે છે તેની જેમ માત્ર ઘનના ભારને ઉપાથિરૂપે તે વહન કરે છે. પોતે તો જાણે પુત્ર સ્ત્રી આદિનો નોકર છે. તેમના અર્થે ઘનની રખવાળી કરી અંતે મરી જઈ ખાલી હાથે અહીંથી દુર્ગતિમાં ચાલ્યો જશે. કંજૂસ વણિકનું દ્રષ્ટાંત - મહીસુર નામના નગરમાં મોહનદાસ નામનો વણિક ઘણો કંજૂસ હતો. તે દિવસમાં એકવાર જમતો અને આહાર પણ ઘી વિનાનો લૂખો લેતો હતો. તેણે ચોરીના ભયથી દ્રવ્યને જમીનમાં દાટી દીધું હતું. રાત્રે પોતે તે ઘનની ચોકી કરતો. જાડા અને મલિન વસ્ત્રો પહેરતો. ઘરમાં મહેમાન આવે તો તેને ગમે નહીં. આવી ઘનની મૂચ્છના કારણે મારું મારું કરતાં બધું અહીં જ પડી મૂકી મરીને એકેન્દ્રિય પૃથ્વીકાયમાં ઉત્પન્ન થયો. ત્યાંથી ઘણો કાળ સંસારમાં ભટકશે. એમ જ્ઞાની ભગવંતે ઉપદેશમાં જણાવ્યું. -ગૌતમપૃચ્છા (પૃ.૩૩૮) //પ૪ો. | જિનમંદિર અર્થે રે ગુરુ-દેવ-પૂજા વિષે, જ્ઞાન-દાને, દુખીને રે આહારાદિ દે હર્ષે- જ્ઞાની ૫૫ અર્થ - જિન મંદિર માટે કે સદૈવ, સદ્ગુરુની પૂજા પ્રભાવના અર્થે કે જ્ઞાનદાનમાં કે દુઃખી જીવોને આહારાદિ આપવામાં હર્ષપૂર્વક જે ઘન વપરાય તે જ કાર્યકારી છે; અન્યથા માત્ર ઉપાધિરૂપ છે. Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ બોઘામૃત ભાગ : ૩'માંથી :- “તમારી ઇચ્છા હોય તો શ્રી વવાણિયા પરમકૃપાળુદેવના જન્મસ્થાન ઉપર “જન્મભુવન” નામે મોટું ભવ્ય મંદિર બંઘાવ્યું છે ત્યાંથી પરમકૃપાળુદેવનાં પુત્રીએ પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના મોટી સાઈઝના ચિત્રપટની માગણી કરી છે તે અર્થે, જો તમો એકલા ઘારો છો તે રકમ મોકલો તો સારો ઍન્તાડ ફોટો ત્યાં મોકલી શકાય. તે હાર કરતાં વિશેષ લાભદાયક સમજાય છે. પછી જેવી આપની ભાવના. બીજું, ત્યાં મુમુક્ષુઓ બહારથી આવે તેને માટે એક ઘર્મશાળા પણ બાંઘનાર છે. તેમાં કંઈ રકમ મોકલવા વિચાર હોય તો મોકલવા યોગ્ય છે.” (પૃ.૫૬૨) //પપા. ઘન જે આત્માર્થે રે ઉદાર દિલે ખરચે, ઘન તેટલું તેનું રે બાકીનું બીજાને પચે. જ્ઞાની પ૬ અર્થ - જે ઘન આત્માના કલ્યાણાર્થે માન મોટાઈની ભાવનારહિત ઉદાર દિલે ખર્ચવામાં આવે તેટલું જ તેનું છે. ‘હાથે તે સાથે' એ કહેવત મુજબ તેજ ખરેખર પોતાનું છે. બાકી તો બધું પોતે મરી ગયા પછી તે ઘનને પુત્રાદિ વગેરે બીજાના હાથમાં આવવાથી તે ભોગવે છે, તેથી તે તેનું છે પણ પોતાનું નથી. છતાં તે ઘન મેળવવા નિમિત્તે કરેલ કષાય ભાવોના ફળનો તે ભોક્તા બને છે. પિકા પુણ્ય પૂરું થતાં તો રે જવાની જરૂર રમા, શાને દાને ન ખરચે રે નિરંતર તજી તમા? જ્ઞાની પ૭ અર્થ :- પુણ્ય પૂરું થયે રમા એટલે ઘનરૂપી લક્ષ્મી જરૂર જવાની છે. તો “પુણ્ય છતાં પુણ્ય હોત હૈ” એમ માની તે લક્ષ્મીને સંગ્રહ કરવાની તમા એટલે ઇચ્છાને તજી દઈ તેનો દાનમાં ઉપયોગ શા માટે ન કરવો અર્થાત જરૂર કરવો જોઈએ. એક શેઠનું દ્રષ્ટાંત - એક શેઠ સોનાની થાળીમાં જમવા બેઠા હતા. પુણ્ય પરવાર્યું એટલે ઘરમાંથી બધું ઊડી ઊડીને જવા લાગ્યું. શેઠે સોનાની થાળી ઊડીને જતાં પકડી લીધી. તેનો ટૂકડો તૂટીને હાથમાં રહી ગયો અને થાળી ચાલી ગઈ. પછી તેણે દીક્ષા લીધી. એકવાર બીજા શેઠને ઘેર વહોરવા જતાં તે જ થાળીમાં શેઠ જમતા હતા તે તૂટેલો ટૂકડો તે થાળીને અડાડી જોયો કે આ જ થાળી છે કે કેમ. તો તે ટુકડો પણ તે થાળીને ચોંટી ગયો. એમ પૂણ્ય હોય ત્યાં સુધી જ ઘન ઘરમાં રહે છે. માટે હોય ત્યાં સુધી નવું પુણ્ય ઉપાર્જન કરી લેવું. બોઘામૃત ભાગ : ૧' માંથી – ભોજરાજાનું દ્રષ્ટાંત - “ભોજરાજા બહુ ઉદાર હતો અને ગમે તેવી મોટી મોટી રકમો ઉદારતાથી દાનમાં આપતો. તેથી મંત્રીએ એને સમજાવવો એમ વિચારી સિંહાસન પર “આપત્તિનો વિચાર કરી દાન કરવું જોઈએ” એમ લખાવ્યું. રાજા સમજી ગયો કે દાન દેવાનો નિષેઘ કરે છે, તેથી ઉત્તરમાં રાજાએ વાક્ય લખાવ્યું કે “ભાગ્યશાળીઓની પાસે આપત્તિ ક્યાંથી આવે?’ તેના ઉત્તરમાં ફરી મંત્રીએ લખાવ્યું કે કદાચ દૈવ એવું હોય કે આપત્તિ આવી પણ જાય.” રાજાએ તેનો ઉત્તર એમ લખાવ્યો કે, “દુર્ભાગ્યનો ઉદય થશે તો તે વખતે લક્ષ્મી પણ રહેશે નહીં. માટે વહેતી ગંગામાં હાથ ઘોઈ લેવા.” પૂર્વપુણ્યને લઈને પ્રાપ્ત થયું છે, તેનો સદુપયોગ કરે તો સાથે જાય. જેને જરૂર હોય તેને વિવેકપૂર્વક દાન આપવાનું છે. તો દાન દેનારા સુખી થાય અને લેનારા પણ સુખી થાય. પૈસા એકઠા કર્યા હોય અને દાન ન કરે તો નીચ કહેવાય. દરિદ્રતાની પ્રાપ્તિ દાન ન કરવાથી થાય છે. તેથી પાપ સૂઝે અને પાપનું ફળ દુઃખ આવે.” (પૃ.૨૯૪) //પી Page #409 -------------------------------------------------------------------------- ________________ (૩૧) દાન ૩૮૧ કૂપ-પાણીથી ખેતી રે કર્યું નહિ ખાલી થશે, પાણી કાઢયા કરે તો રે નવું ઊભરાતું જશે. જ્ઞાની, ૫૮ અર્થ :- કુવાના પાણી વડે ખેતી કરવાથી તે પાણી ખાલી થશે નહીં. પણ તે પાણીને જેમ કાઢ્યા કરીએ તેમ તેમ તે કૂવામાં નવું પાણી સેરોમાંથી ઊભરાયા કરશે. તેમ લક્ષ્મીનો દાનમાં જેટલો સદુઉપયોગ થશે તેટલી તે વૃદ્ધિને પામશે. વિદ્યાપતિનું દ્રષ્ટાંત - એક વિદ્યાપતિ નામનો વ્યક્તિ હતો. તેને સ્વપ્ન આવ્યું કે સાત દિવસમાં ઘરમાંથી લક્ષ્મી ચાલી જશે. તેની પત્નીએ કહ્યું કે એ લક્ષ્મી ઘરમાંથી જાય તેના પહેલાં જ આપણે તેનું દાન કરી દેવું જોઈએ અને આપણે પરિગ્રહ પરિમાણ વ્રત લેવું જોઈએ. ખૂબ દાન કરવાથી તેનું પુણ્ય વધી ગયું અને લક્ષ્મી ઘરમાંથી ખૂટે જ નહીં. તે ઘર છોડી પરગામ ચાલ્યા ગયા. તે ગામનો રાજા મરણ પામ્યો હોવાથી પંચદિવ્ય થયા અને તેને ત્યાં પણ રાજા બનાવ્યો. પરિગ્રહ પરિમાણ જેટલું જ ઘન પોતાનું માની બાકી બધું તે પ્રજાને માટે ખર્ચ કરવા લાગ્યો. એમ જેમ જેમ જીવ દાનધર્મ આચરે તેમ તેમ નવું નવું પુણ્ય વૃદ્ધિ પામ્યા કરે છે. પ૮ાા. જેમ શંખ નકામો રે નિઃશબ્દ, શ્વેત છતાં, તેમ યશ નહિ પામે રે ઘનિક કંજૂસ થતાં. જ્ઞાની ૫૯ અર્થ - જેમ શંખ દેખાવે સુંદર શ્વેત હોવા છતાં જો નિઃશબ્દ છે. અર્થાત્ અવાજ કરતો નથી તો તે નકામો છે, તેમ ઘનિક પણ જો કંજૂસ છે તો તેનો યશ જગતમાં ગવાતો નથી. પો. જીવતાં શબ જેવો રે ઘનિક તે રંક અરે! ૐ કલંક વિનાનો રે છતાં નહિ કોઈ સ્મરે. જ્ઞાની ૬૦ અર્થ - જો ઘનિકનું રંક એટલે ગરીબ જેવું વર્તન હોય તો તે જીવતા છતાં પણ શબ એટલે મડદા જેવો છે. તેને બીજો કોઈ કલંક લાગ્યો ન હોય છતાં પણ તેનું નામ ઉચ્ચારવા કોઈ રાજી નથી. ૬૦ના સ્વ-પ્રારબ્ધ પ્રમાણે રે ભંગી, ભૂપ પેટ ભરે, નર ભવ, ઘન, સમજણ રે સફળ સત્-દાન કર્યું. જ્ઞાની ૬૧ અર્થ :- પોતાના પ્રારબ્ધ પ્રમાણે ભંગી હો કે રાજા હો સર્વે પેટ તો ભરે જ છે. પણ મનુષ્યભવમાં ઘન પામી સાચી સમજણ વડે સત્કાર્યમાં જો તે ઘનનો ઉપયોગ કરવામાં આવે તો તેનું જીવન કે ઘન કે સમજણ સફળ છે. વસ્તુપાળ-તેજપાળનું દ્રષ્ટાંત – વસ્તુપાળ-તેજપાળ બેય મંત્રીઓ હતા. તેઓ પોતાના થનને જમીનમાં દાટી સુરક્ષિત કરવા માટે જંગલમાં ખાડો ખોદવા લાગ્યા. તો તે ખાડામાંથી નવા ઘનના ઢગલા નીકળ્યા. તે જાણી માતાએ કહ્યું કે પુણ્ય પ્રબળ છે તેથી ઘનને સુરક્ષિત કરવા જતાં નવું ઘન પ્રાપ્ત થયું. માટે હવે તેનો ઉત્તમ ક્ષેત્રોમાં સદુઉપયોગ કરી દો. પછી તેમણે આબુ દેલવાડા વગેરેના શ્રેષ્ઠ મંદિરો બંઘાવી જૈનઘર્મની ખૂબ પ્રભાવના કરી. તેથી તેમનું જીવન, ઘન કે સમજણ સફળ થઈ. /ક૧ાા ઘન સાથે ન આવે રે, સ્વજન સ્મશાન સુઘી, પુણ્ય પરભવ-ભાથું રે કરી લે કૅ કરથી. જ્ઞાની ૬૨ અર્થ – ઘન કોઈની સાથે આવતું નથી. પોતાના સ્વજન કુટુંબીઓ પણ સ્મશાન સુધી વળાવા Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ આવે. જ્યારે પુણ્ય તો પરભવનું ભાથું છે. તે પુણ્ય હાથે દાન આપીને કંઈક ઉપાર્જન કરી લે, નહીં તો અંતે પસ્તાવું પડશે. બોઘામૃત ભાગ : ૧' માંથી : સિકંદરનું દ્રષ્ટાંત - “સિકંદરે ઘણી લડાઈઓ કરી, દેશો જીત્યા, અઢળક ઘન એકઠું કર્યું. છેવટે રોગ થયો. કેટલાય વૈદ્યો આવ્યા, કોઈ મટાડી ન શક્યા. પછી તેણે પશ્ચાત્તાપ કર્યો. આવું થવાનું જાયું નહોતું, નહીં તો હું આટલું બધું શા માટે કરત? સાથે આવે એવું કંઈ ન કર્યું! પછી ભંડારીને બોલાવી હીરા માણેક બધું કઢાવ્યું. સિકંદરની આંખોમાંથી આંસુ આવવા લાગ્યાં. પછી તેણે વિચાર્યું કે મારે તો એવું થયું, પણ હવે બીજા જીવો ન ભૂલે એવું કરવું. તે માટે તેણે રાજ્યના માણસોને કહ્યું કે હું મરું ત્યારે મને સ્મશાને લઈ જતી વખતે મારા હાથ બહાર રાખજો, જેથી લોકોને લાગે કે બાદશાહ ખાલી હાથે આવ્યો અને ખાલી હાથે ગયો. અને વળી કહ્યું કે હકીમો હોય તેનાં ખભા ઉપર મારી ઠાઠડી મૂકજો જેથી લોકોને લાગે કે આટલા બઘા હકીમો હોવા છતાં મરી ગયો, હકીમો કંઈ ન કરી શક્યા. એથી વૈરાગ્ય થશે. પણ અનાર્ય દેશ એટલે કોઈને એવું ન લાગ્યું. એવું આપણું ન થાય એ સાચવવું.” (પૃ.૧૯૫) “આ મનુષ્યભવ મળ્યો છે તે દુર્લભ છે, શ્રુતિ દુર્લભ છે, શ્રદ્ધા દુર્લભ છે અને ચારિત્ર એટલે સ્વરૂપમાં સ્થિર થવું એ તો બહુ દુર્લભ છે. પૂર્વે કંઈ દાનપુણ્ય કર્યું તેથી મનુષ્યભવ પામ્યો છે. હવે કરશે તો ફરી મનુષ્યભવ પામશે. જે અત્યારે કરતો નથી તેને ભવિષ્યમાં મળવાનું નથી. કરશે તો પામશે. મરી જાય ત્યારે બાળી મૂકે છે. ભાઈઓ તો સ્મશાનમાં મૂકી આવે છે, પણ ઘર્મ તો સાથે જ આવે છે.” (પૃ.૧૪૨) Iકરા. ઉત્તમ કુળ, ઘર, ઘન રે વિવેક, પ્રભાવ વળી, વિદ્યા, આરોગ્યાદિ રે સુખ-સામગ્રી મળી. જ્ઞાની૬૩ અર્થ :- ઉત્તમ કુળ, ઘર, ઘન, વિવેકની પ્રાપ્તિ, વળી પોતાનો બીજા ઉપર પ્રભાવ પડવો, કે વિદ્યા, આરોગ્ય આદિ સુખ સામગ્રી મળવી એ બઘો પૂર્વ પુણ્યનો પ્રભાવ છે. પૂર્વે કયા પ્રકારનું પુણ્ય ઉપાર્જન કર્યું કે જેથી આવી સામગ્રી મળી તે હવે જણાવે છે. ૧૬૩. તેનું કારણ જાણો રે પૂર્વે સુદાન દીધું, તે તરુને પોષો રે રહસ્ય આ ગુણ કીધું. જ્ઞાની૬૪ અર્થ – તેનું કારણ પૂર્વે તમે સત્પાત્રે દાન કર્યું છે એમ જાણો. તે દાનરૂપ કલ્પવૃક્ષને પોષણ આપતા રહો. આ ગુપ્ત રહસ્ય તમને આજે જણાવ્યું બોઘામૃત ભાગ : ૧' માંથી – “પ્રશ્ર–ગુપ્તદાન એટલે શું? પૂજ્યશ્રી-કોઈ જાણે નહીં એવી રીતે દાન દેવું કે જેથી પોતાનો લોભ છૂટે અને અભિમાન ન થાય. દાન લેનારને પણ પરાધીનતા, દીનતા ન થાય એ ગુપ્તદાન છે. લોભ છોડવા માટે દાન કરવાનું છે. દેવલોકની ઇચ્છા વગર દાન કરવું.” (પૃ.૧૪૮) જેમ આંબો સાચવી રે મધુર ફળ ખાયા કરો, તેમ દાનાદિ ઘર્મે રે ઘરી મન સુખ વરો. જ્ઞાની ૬૫ અર્થ :- જેમ આંબાની દેખભાળ કરીને તેના મીઠા ફળ પ્રતિવર્ષ ખાયા કરો. તેમ દાનાદિ ઘર્મમાં ઘનનો યથાશક્તિ વ્યય કરી સદૈવ સુખશાંતિને પામો. ૬૫ના Page #411 -------------------------------------------------------------------------- ________________ (૩૧) દાન ૩૮૩ મતિ મૂખની એવી રે બહુ ભંડાર ભરું, ઘર સુંદર બાંઘુ રે, પુત્ર-વિવાહ કરું. જ્ઞાની ૬૬ અર્થ - મૂર્ખ એવા માણસની મતિ એવી હોય છે કે ઘનના ઘણા ભંડાર ભરું. પછી સુંદર ઘર બાંધુ અને ખૂબ ઘામધૂમથી પુત્ર પુત્રી આદિનો વિવાહ કરી સમાજમાં માન મોટાઈ મેળવું. ૬૬ાા. પછી જો ઘન વઘશે રે કંઈ ઘર્મ-દાન થશે, કરે જૂઠા મનોરથ રે, અરે! યમ ઝડપી જશે. જ્ઞાની ૬૭ અર્થ :- પછી જો ઘન વઘશે તો કંઈ દાનપુણ્ય કરીશું. એમ જીવ જૂઠા મનોરથ કરે છે. પણ જ્ઞાની પુરુષો કહે છે કે જ્યારે તને જમ આવીને ઝડપી જશે તેની કંઈ ખબર પડશે નહીં. માટે દાનપુણ્ય કરવું હોય તો યથાશક્તિ વર્તમાનમાં જ કરી લે. ભવિષ્યની કલ્પના કરી તેને મૂકી દે નહીં. ૬થી દાન-શૂરા જનોને રે કરે ચઢ થાક ગઈ. લક્ષ્મી અતિ અથડાતાં રે જરા નવરી ન થઈ. જ્ઞાની. ૬૮ અર્થ :- લક્ષ્મી તો દાનમાં શુરવીર એવા લોકોના હાથમાં આવીને થાકી ગઈ. તે લક્ષ્મી અનેક જીવોના કામ કાઢતી જુદા જુદા હાથોમાં અથડાતાં જરા પણ નવરી થઈ નહીં, અર્થાત્ અનેક જીવોને તે ઉપયોગી થઈ પડી. જગતમાં દાનના બીજી રીતે પાંચ પ્રકાર ગણવામાં આવ્યા છે તે આ પ્રમાણે :–અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન. અભયદાન અને સુપાત્રદાને વિષે કહેવાઈ ગયું છે. હવે ત્રીજાં અનુકંપાદાન એટલે દીન અને દુઃખી લોકોને પાત્ર અપાત્રનો વિચાર કર્યા વિના માત્ર દયા વડે અન્નાદિક આપવું તે અનુકંપાદાન છે. જેમકે ભગવાન મહાવીરે કૃપા કરી અર્થે દેવદુષ્ય ગરીબ બ્રાહ્મણને આપ્યું હતું. જગડુશાહનું દ્રષ્ટાંત – જગડુશાહે દુષ્કાળના વખતમાં વિસલરાજાને આઠ હજાર મુંડા, હમીર રાજાને બાર હજાર મુંડા અને દિલ્લીના સુલ્તાનને એકવીશ હજાર મુંડા ઘાન્ય આપ્યું હતું. પોતે તે સમયે એકસો બાર દાનશાળાઓ સ્થાપી હતી. તથા પોતે પણ પરદો રાખીને લોકોને દાન આપતા હતા. એક દિવસ વિસલરાજાએ પોતાના ભાગ્યની પરીક્ષા કરવા સારું પરદા નીચેથી હાથ લંબાવ્યો. તે હાથ જોઈ કોઈ ઉત્તમ પુરુષનો આ હાથ છે એમ ઘારી જગડુશાહે પોતાની મણિજડિત વીંટી આપી. બીજો હાથ ઘર્યો તો તેમાં પણ બીજી એવી જ વીંટી મૂકી દીધી. રાજાએ જગડુશાને રાજમહેલમાં બોલાવી તેમને પ્રણામ કરવાનું નિષેધ કરી હાથી પર બેસાડી માનભેર ઘેર મોકલ્યા. આ ઉપરોક્ત દાન તે અનુકંપાદાન જાણવું. ચોથું ઉચિતદાન. તેમાં કોઈ દેવગુરુના આગમનની કે નવા કરેલા જિનમંદિરની કે જિનબિંબની વઘામણી આપે તેને જે દાન આપવામાં આવે છે, તે ઉચિતદાન તેમજ પાંચમું કીર્તિદાન. - કુમારપાળનું દ્રષ્ટાંત :- એકવાર કુમારપાળ રાજાએ દિવિજય મેળવવા ચઢાઈ કરી. બોતેર સામંત રાજાઓએ મશ્કરી કરી કે આ વાણિયા જેવો કુમારપાળ લડાઈમાં શું કરશે? તેમનો અભિપ્રાય જાણી કુમારપાળે સોળમણ સોપારીની ગુણી માર્ગમાં પડી હતી તેને ભાલાના અગ્રભાગ વડે ઊંચી કરી ઉછાળી દીધી. તેમનું આ પરાક્રમ જોઈ ચતુર એવા આમભટ્ટ કાવ્યમાં રાજાની ખૂબ પ્રશંસા કરી. તે સાંભળી રાજાએ જેટલા તે કાવ્યમાં અક્ષર હતા તેટલા ઘોડા તેને દાનમાં આપી દીઘા. તેને કીર્તિદાન માનવું. Page #412 -------------------------------------------------------------------------- ________________ उ८४ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સુપાત્રદાન અને અભયદાનથી જીવ મુક્તિને પામે છે. જ્યારે અનુકંપાદાનથી જીવ ભૌતિક સુખ પામે. ઉચિતદાનથી પ્રશંસા પામે અને કીર્તિદાનથી સર્વત્ર મોટાઈ પામે છે. -ઉ.પ્રા.ભા. ભાગ-૪ (પૃ.૩૬ના આધારે) ઘનપ્રાપ્તિ થયે સજ્જનોએ સારા માર્ગે તેનો ઉપયોગ કરતા રહેવું એવો જ્ઞાનીપુરુષોનો ઉપદેશ છે. ૬૮ાા કિંજૂસ-મંજૂષે રે કે વન-ભૂમિ ય વિષે, નિરંતર ઊંઘે રે ખરે! સિદ્ધ જેવી દીસે. જ્ઞાની. ૬૯ અર્થ - લક્ષ્મી જો કંજાસની મંજાષ એટલે પેટીમાં આવી ગઈ તો તેને તે તિજોરીમાં મૂકી દેશે. અથવા વનની ભૂમિમાં દાટી દેશે. ત્યાં તે સર્વકાળ પડી પછી ઊંધ્યા કરશે. ખરેખર જેમ સિદ્ધ ભગવંત સ્થિર થઈને બિરાજમાન છે તેમ લક્ષ્મી પણ સ્થિર થયેલી તેવી જ જણાશે. નંદરાજાનું દ્રષ્ટાંત - “દાનરૂપી અલંકાર વિનાની લક્ષ્મી પથ્થર અને મલરૂપ જ છે. જાઓ, નંદરાજાએ કૃપણતાદોષથી પાત્રદાન કર્યા વિના માત્ર પ્રજાને અત્યંત પીડા કરીને સુવર્ણની નવ ડુંગરીઓ કરી, તે દુર્ભાગ્યયોગે કાળે કરીને પત્થરમય થઈ ગઈ. હજા સુધી તે ડુંગરીઓ પાટલીપુર નગર પાસે ગંગાનદીને કાંઠે પીળા પત્થરમય દેખાય છે. રાજગૃહી નગરીમાં મમ્મણશ્રેષ્ઠીએ મણિજડિત બે બળદ કર્યા હતા. તેમાં એક બળદનું શીંગડું અધૂરું હતું. તે પૂરું કરવા માટે તે અનેક પ્રકારનાં કષ્ટ સહન કરતો હતો; પરંતુ પાત્રદાન નહીં કરવાથી તે બળદ પૃથ્વીમાં ને પૃથ્વીમાં જ વિનાશ પામી ગયા. તેથી મળેલા ઘનનું સુપાત્રમાં દાન કરવું જોઈએ.” -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪ (પૃ.૪૪) આત્મજ્ઞાની મુનિને રે ઉત્તમ પાત્ર ગણો, આત્મજ્ઞાની અણુવ્રતી રે મધ્યમ પાત્ર ભણ્યો. જ્ઞાની. ૭૦ અર્થ :- જેને આત્મજ્ઞાન છે તે જ સાચા મુનિ છે. “આતમજ્ઞાની શ્રમણ કહાવે બીજા તો દ્રવ્ય લીંગી રે..” -શ્રી આનંદધનજી એવા આત્મજ્ઞાની મુનિ મહાત્માઓ દાન આપવા માટે સૌથી શ્રેષ્ઠ ઉત્તમ પાત્ર ગણવા યોગ્ય છે. તથા આત્મજ્ઞાન સહિત અણુવ્રતને ઘારણ કરનારા ઉત્તમ શ્રાવકો દાન આપવા માટે મધ્યમ પાત્ર તરીકે શાસ્ત્રોમાં ગણાવ્યા છે. ૭૦ના સુદૃષ્ટિ અવિરતિ રે સુપાત્ર કનિષ્ઠ કહે, વ્રતવંત કુષ્ટિ રે કુપાત્ર, સુશાસ્ત્ર લહે. જ્ઞાની ૭૧ અર્થ – સમ્યવ્રુષ્ટિ એટલે જેમને આત્મજ્ઞાન છે પણ અવિરત અર્થાત્ જેમને હજુ શ્રાવકના વ્રત અંગીકાર કર્યા નથી તેમને પણ દાન અર્થે જઘન્ય સુપાત્ર જીવો ગણેલ છે. પણ જે વ્રતધારી હોવા છતાં કુદ્રષ્ટિ અર્થાત્ જેને સાચા દેવગુરુ ઘર્મમાં યથાર્થ શ્રદ્ધાન નથી તેને સતુશાસ્ત્રોમાં દાન અર્થે કુપાત્ર જીવો ગણવામાં આવેલ છે. I૭૧ વ્રતહીન કુદ્રષ્ટિ રે અપાત્ર સદાય ગણો, તે તે પાત્રના દાને રે મળે ફળ જેવા ગુણો. જ્ઞાની. ૭૨ અર્થ - જેને વ્રત નિયમ પણ નથી અને કુદ્રષ્ટિ એટલે મિથ્યાવૃષ્ટિ છે તે દાન માટે સદા અપાત્ર જીવો છે એમ માનો. જેવા જેવા પાત્રના ગુણો, તેવું તેવું તેને દાન આપવાનું ફળ મળે છે. “સમ્યગ્દર્શન સહિત મુનિપણું પાળનાર ઉત્તમ પાત્ર, સમ્યક્દર્શન સહિત શ્રાવકવ્રત પાળનાર Page #413 -------------------------------------------------------------------------- ________________ (૩૧) દાન ૩૮૫ મધ્યમ પાત્ર અને વ્રત વિનાના સમ્યકદર્શનવાળા જીવોને જઘન્ય પાત્ર ગણાવ્યા હતા. તેમને ભક્તિપૂર્વક દાન દેનાર મિથ્યાવૃષ્ટિ પણ ભોગભૂમિને યોગ્ય પુણ્ય પ્રાપ્ત કરે છે. સમ્યકષ્ટિ કે સમ્યકષ્ટિ વ્રતવંત શ્રાવક દાતાર મુનિપણું પામે તો મોક્ષે જાય, નહીં તો દેવગતિ પામે. વ્રતનિયમ પાળનાર પણ મિથ્યાદ્રષ્ટિ જીવને ભક્તિપૂર્વક દાન દેનાર કુભોગભૂમિ કે કુમનુષ્ય યોગ્ય પુણ્ય બાંઘે; અને વ્રત પણ ન હોય અને સમ્યક્રદર્શન પણ ન હોય તેને દાન ભક્તિસહિત દેનારનું દાન વ્યર્થ જાય છે, રાખમાં ઘી રેડ્યા સમાન છે એમ આવ્યું હતું.” –ોઘામૃત ભાગ-૩ (પૃ.૫૨૯) ઉત્તમ મુનિ-દાને રે મળે ફળ ઉત્તમ જે, કુપાત્રને દાને રે બૂરું ફળ રે! નીપજે. જ્ઞાની ૭૩ અર્થ - ઉત્તમ આત્મજ્ઞાની મુનિને દાન આપવાનું ફળ ઉત્તમ મળે છે. પણ કુપાત્ર જીવો કે જેને વ્રત પણ નથી અને સમ્યક્દર્શન પણ નથી તેના મિથ્યાત્વને દાન વડે પોષણ આપવાથી તેનું બુરું ફળ આવે છે. દાન આપનારને પણ તે સંસારમાં રઝળાવે છે. કઠિયારાનું દ્રષ્ટાંત – કોઈ મહાત્મા તપની મુદત પૂરી થયા પછી પારણા માટે વસ્તીમાં આવેલા. તે વખતે એક કઠિયારે બોલાવી તેમને બે રોટલા પોતાના ભાણામાંથી આપ્યા. તે ઊભા ઊભા જમીને ચાલ્યા ગયા. તેની સ્ત્રી જે રોટલા બનાવતી હતી, તેને થયું એ ક્યાંથી આવ્યો કે મારે બે રોટલા વઘારે ટીપવા પડશે. તેના ફળમાં કઠિયારો મરીને દેવનો ભવ લઈ પછી રાજા થયો અને કઠિયારાની સ્ત્રી મરીને ઢોર પશુના અનેક જન્મો કરી ચંડાળને ત્યાં જન્મી. એમ કરેલા ભાવોનું ફળ તે તે પ્રમાણે મળે છે. -ઉપદેશામૃત (પૃ.૩૧૫ના આધારે) II૭૩ દાન દેતાં અપાત્રને રે સવિધિ છતાં ન ફળે, ઘી જો રાખમાં રેડ્યું રે કહો ક્યાંથી પુષ્ટિ મળે? જ્ઞાની. ૭૪ અર્થ - અન્યદર્શની અપાત્ર જીવોને વિધિપૂર્વક એટલે ભાવભક્તિસહિત દાન દેવા છતાં પણ તે વ્યર્થ જાય છે. જેમકે ઘી રાખમાં રેડ્યું હોય તો તે શરીરને ક્યાંથી પુષ્ટિ આપે; તે તો વ્યર્થ જ જાય છે. ચંદનબાળાનું દ્રષ્ટાંત - “યોગ્ય સમયે સુપાત્રને થોડું પણ દાન આપ્યું હોય તો તે મોટું ફળ આપે છે. જેમ ચંદનબાળાએ વીર ભગવાનને અડદના બાકળા આપ્યા, તે તેના પાપનો નાશ કરનાર થયા.” શ્રી વીર ભગવાને કરેલો અભિગ્રહ છ માસે પૂરો થયો તે વખતે દેવોએ સાડા બાર કરોડ સુવર્ણની વૃષ્ટિ કરી. તેનાથી થનાવહ શ્રેષ્ઠીનું ઘર ભરાઈ ગયું. તે જોઈને પાડોશમાં રહેનારી એક ડોશીએ વિચાર્યું કે –“માત્ર અડદના બાકળા આપવાથી દુર્બલ તપસ્વી જો આટલી બધી સમૃદ્ધિ આપે છે, તો હું કોઈ પુષ્ટ અંગવાળા મુનિને ઘી તથા સાકર સહિત પરમાવડે સંતોષ પમાડીને અપાર લક્ષ્મી ગ્રહણ કરું.” પછી તે કોઈ હૃષ્ટપુષ્ટ શરીરવાળા મુનિવેશ ઘારીને બોલાવી ક્ષીરનું દાન દેતી સતી વારંવાર આકાશ સામું જોવા લાગી; તે જોઈને પેલા વેશધારી સાધુએ તે ડોશીનો અભિપ્રાય જાણી તેને કહ્યું કે - “હે મુગ્ધા! મારા તપ વડે અને તારા ભાવવડે તેમજ આઘાર્મિક (ઉદૈશિક) આહારના દાનવડે તારા ઘરમાં આકાશથી પથ્થરની વૃષ્ટિ થશે, રત્નની નહીં, કેમકે દાન આપનારની કે લેનારની તેવી શુદ્ધિ નથી.' ઇત્યાદિક કહીને તે ડોશીને પ્રતિબોઘ પમાડ્યો. -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪ (પૃ.૨૯) //૭૪ો પાત્ર આઘારે પાણી રે અનેક આકાર કરે, તેમ પાત્ર પ્રમાણે રે જીવ ઉલ્લાસ ઘરે. જ્ઞાની ૭૫ Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ :- જેવું પાત્ર એટલે વાસણ હોય તે પ્રમાણે તેમાં પાણી આકારને ધારણ કરે છે. તેમ જેવા પાત્ર જીવોને દાન આપવામાં આવ્યું હોય તે પ્રમાણે જીવને તે ઉલ્લાસનું કારણ થાય છે. દાન શત્રુને આપ્યું હોય તો વૈરનો નાશ કરે છે, સેવકને આપવાથી તે વિશેષ ભક્તિમાન થાય છે, રાજાને આપવાથી ઉત્કૃષ્ટ સન્માન પામી શકાય છે, અને ભાટ, કવિ કે ચારણ વિગેરેને આપવાથી સર્વત્ર યશ ફેલાય છે. દાન કોઈપણ સ્થાને નિષ્ફળ થતું નથી. તેમાં પણ સુપાત્રને દાન આપવાથી તે વિશેષ કલ્યાણકારી થાય છે.” -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪ (પૃ.૩૨) //૭પી. ઉલ્લાસ અનુસાર રે દાનની વેલ ફળે, ખરો અવસર આવ્યો રે!ખરો વીર કેમ બને? જ્ઞાની ૭૬ અર્થ - દાન આપી જેવો ઉલ્લાસભાવ જીવ રાખે તે પ્રમાણે દાનની વેલ ફળે છે. વર્તમાનમાં દાન આપવાનો અવસર આવ્યો છે તો ખરો દાનવીર તે તકનો લાભ લેવા શા માટે મળી રહે; ન જ મળી રહે, દાન આપી કૃતાર્થ થાય.. ઘન્નાનું દૃષ્ટાંત – એકદા ચાર જ્ઞાનને ઘારણ કરનારા ઘર્મઘોષ નામના સૂરિ પઘાર્યા. ઘડ્યો પોતાના ભાઈઓ સહિત સૂરિને વાંદવા ગયો. સૂરિને વાંદી દેશના સાંભળીને ઘન્નાએ નમ્રતાપૂર્વક પૂછ્યું કે - “હે ભગવાન! મારા ત્રણે ભાઈઓ કયા કર્મથી નિર્બન રહ્યા? તે સાંભળી ગુરુએ તેમનો પૂર્વભવ આ પ્રમાણે કહ્યો કે - “કોઈ એક ગામમાં ત્રણ ભાઈઓ કાષ્ટના ભારા વેચીને આજીવિકા ચલાવતા હતા. એક દિવસ લાકડાં લેવા માટે તેઓ સાથે ખાવાનું ભાતું લઈને વનમાં ગયા. મધ્યાહ્નકાલે ખાવા બેઠા, તે વખતે કોઈ સાધુ માસક્ષમણને પારણે ત્યાં આવ્યા. તેમને જોઈને દાન આપવાની ઇચ્છા થવાથી તેમણે પોતાના ભાતામાંથી દાન દીધું. મુનિ ગયા પછી તેઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે “આપણે ભૂલ કરી, આ સાધુ ફોગટનું લઈને જતો રહ્યો અને આપણે ભૂખ્યા રહ્યા. એ સાથુ કાંઈ ઉત્તમ કુલનો નહોતો; પણ એમાં તેનો દોષ નથી, આપણે જ મૂર્ખ કે ફોગટ ભૂખે મર્યા.” આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતા કરતા પોતાને ઘેર ગયા. અનુક્રમે આયુષ્યના ક્ષયે મરણ પામીને અલ્પરિદ્ધિવાન વ્યંતરપણું પામી ત્યાંથી ચ્યવીને અહીં ઉત્પન્ન થયા છે. પૂર્વે મુનિરાજને દાન આપીને પશ્ચાત્તાપ કરવાથી આ ભવમાં વારંવાર નિર્ધનપણું પામ્યા છે. કહ્યું છે કે – “દાન દઈને સુજ્ઞ પુરુષોએ પશ્ચાત્તાપ કરવો નહીં. પરંતુ ભાવરૂપી જળ વડે પુણ્યરૂપી વૃક્ષનું સિંચન કરવું.” -ઉ.પ્રા.ભા. ભા.-૪ (પૃ.૩૮) દાન ચાર પ્રકારે રે, અભય, ભોજન, ઔષથી, દાન શાસ્ત્રનું ચોથું રે, થેંકે ન શ્રીમંત સુ-થી. જ્ઞાની ૭૭ અર્થ :- દાનના ચાર પ્રકાર છે (૧) અભયદાન (૨) આહારદાન (૩) ઔષધદાન અને (૪) શાસ્ત્રદાન અથવા જ્ઞાનદાન. જે સમ્યબુદ્ધિવાળો શ્રીમંત હોય તે તો આ દાનોનો લાભ લેવાનો અવસર કદી ચૂકે નહીં. “જે દયાળુ મનુષ્ય સર્વ પ્રાણીઓને અભયદાન આપે છે તે મનુષ્ય દેહથી મુક્ત થાય અર્થાત્ મૃત્યુ પામે ત્યારે પણ તેને કોઈથી ભય રહેતો નથી.” –ઉ.મા. ભા. ભા.-૪ (પૃ.૩૩) ' ખેંગારરાજાનું દૃષ્ટાંત – “એકદા જૂનાગઢનો ખેંગાર નામનો રાજા શિકાર કરવા ગયો હતો. ત્યાં ઘણા સસલાઓનો વઘ કરી તેને ઘોડાના પૂંછડા સાથે બાંધીને પાછો આવતા તે માર્ગથી તેમજ પરિવારથી ભ્રષ્ટ થયો. અર્થાતુ એકલો ભૂલો પડ્યો. તેવામાં એક બાવળના વૃક્ષની શાખા ઉપર ચઢીને Page #415 -------------------------------------------------------------------------- ________________ (૩૧) દાન ૩૮૭ બેઠેલા ઢંઢલ નામના ચારણને જોઈને તેને પૂછ્યું કે - “અરે! તું માર્ગ જાણે છે? ત્યારે તે દયાળુ ચારણે કહ્યું કે - “જીવનો વઘ કરનાર નરકે જાય છે અને દયા પાળનારા સ્વર્ગે જાય છે; હું તો એ બે માર્ગ જાણું છું. તને જે ગમે તે માર્ગે જા. આ પ્રમાણે વેશ કરે તેવી દૂઘ જેવી તેની વાણી સાંભળીને તે રાજાને તત્કાળ વિવેક ઉત્પન્ન થયો; તેથી તેણે ત્યાં જ જીવનપર્યત પ્રાણીવઘ ન કરવાનો નિયમ ગ્રહણ કર્યો, અને તે ચારણને અશ્વો તથા ગામ વિગેરે આપીને ગુરુની જેમ તેનો સત્કાર કર્યો.” Iકશા -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪ (પૃ.૩૮) ભૂમિ-ગાય-સુવર્ણનું રે કહે દાન કન્યાતણું, નહિ ત્યાગીને કામનું રે, થાય અહિત ઘણું. જ્ઞાની. ૭૮ અર્થ:- ભૂમિદાન, ગાયનું દાન, સુવર્ણનું દાન કે કન્યાદાન એ ત્યાગી પુરુષને કામનું નથી. એથી તેનું ઘણું અહિત થાય છે. શુભચંદ્રાચાર્યનું દ્રષ્ટાંત – શ્રી શુભચંદ્રાચાર્ય અને રાજા ભર્તુહરિ બેય ભાઈ હતા. શુભચંદ્રાચાર્ય દિગંબર બની પહાડ ઉપર તપશ્ચર્યા કરતા હતા. જ્યારે કોઈ નિમિત્ત બન્યું ભર્તુહરિએ તાપસ દીક્ષા અંગીકાર કરી બાર વર્ષ પુરુષાર્થ કરીને સુવર્ણસિદ્ધિ મેળવી. તેથી સુવર્ણરસ બનાવી પોતાના ભાઈને તે આપવા માટે ગયા. ભાઈ શુભચંદ્રાચાર્યે તે સુવર્ણ પાત્ર ઢોળી નાખ્યું અને કહ્યું કે શું રાજ્યમાં સોનુ ઓછું હતું. આના માટે તમે ત્યાગ કર્યો. એમ કહી પોતાની સિદ્ધિ બળે ધૂળની ચપટી પત્થર ઉપર નાખી તેથી આખો પત્થર સોનાનો બની ગયો. એમ પ્રતિબોઘ પમાડી તેમનું પણ કલ્યાણ કર્યું. માટે સાધુપુરુષોને આવું દાન કામનું નથી. તેથી તેમનું ઘણું અહિત થાય છે. //૭૮ાા. જિનમંદિર કાજે રે ભૂમિ આદિ દાન કરો, જીર્ણોદ્ધાર સાથી રે ગ્રંથભંડાર ભરો. જ્ઞાની ૭૯ અર્થ - જિનમંદિર બનાવવા માટે ભૂમિ, ઘન કે પ્રતિમાજી આદિનું દાન કરો. અથવા મંદિરો વગેરેના જીર્ણોદ્ધાર કરો અથવા ઉત્તમ ગ્રંથોનો સંગ્રહ કરી ગ્રંથભંડાર ભરો. જ્ઞાની પુરુષો દ્વારા રચિત શાસ્ત્રો જ સંગ્રહ કરવા લાયક કે વાંચવા લાયક છે. આઘુનિક મુનિઓના સૂત્રાર્થ પણ શ્રવણને અનુકૂળ નથી.” -શ્રીમદ્ રાજચંદ્ર //૭૯ાા સદ્ઘર્મની વૃદ્ધિ રે પ્રગટ તે દાન કરે, ઘણા કાળ સુધી દે રે સુદાતાને લાભ ખરે! જ્ઞાની ૮૦ અર્થ - જિનમંદિર, વીતરાગ પ્રતિમા કે જ્ઞાની પુરુષો દ્વારા રચિત ગ્રંથો, તેથી સઘર્મની વૃદ્ધિ થાય છે. માટે એવા સન્શાસ્ત્રોની છપાઈ વગેરેમાં કે રક્ષણ કરવામાં દાન આપવાથી તે સુદાતાને ઘણા કાળ સુધી ખરેખર લાભના આપનાર થાય છે. શ્રી કુમારપાળ રાજાએ એવો અભિગ્રહ કર્યો હતો કે મારા ગુરુ શ્રી હેમચંદ્રાચાર્ય દ્વારા રચિત સર્વ શાસ્ત્રોને તાડપત્રીમાં લખાવું કે જેથી લાંબા કાળ સુધી તે ટકી શકે. તેના માટે સાતસો લહિયાને લખવા બેસાડ્યા હતા. એવી જ્ઞાન પ્રત્યેની ભક્તિ કે ગુરુ પ્રત્યેની ભક્તિ જો પ્રગટ થાય અને મળેલું ઘન કે જીવન દાનધર્મ વડે સાર્થક કરી લે તો જીવનું અવશ્ય કલ્યાણ થઈ જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. II૮૦ના Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ભગવાને દાનઘર્મ ઉપદેશ્યો, પણ તે સફળ ક્યારે થાય? તો કે જીવનમાં નિયમિતપણું આવે તો. નિયમિતપણું એટલે મર્યાદાપૂર્વકનું વર્તન. જે જે ભૂમિકામાં જીવ હોય તે તે ભૂમિકાને અનુરૂપ મર્યાદાપૂર્વક સદાચારમાં પ્રવૃત્તિ કરે કે આત્મસ્વભાવમાં વર્તી જે જીવન વ્યતીત કરે તે નિયમિતપણું છે. એ વિષયના પ્રકારો નીચેના પાઠમાં જણાવવામાં આવે છે : (૩૨) નિયમિતપણું (રાગ : ખમાજનાલ ઘુમાલી, “વૈષ્ણવ જન' જેવો) (શ્રી શ્રેયાંસજિન અંતરજામી આતમરામી નામી રે–એ રાગ) આત્મહિતાર્થે નિયમિત વૃત્તિ શીખવી સદગુરુ રાયે રે, નિયમસાર સ્વરૂપ સગુરુના ચરણ ઘરું ઉરમાંયે રે. આત્મઅર્થ - આત્માના કલ્યાણ અર્થે નિયમિતવૃત્તિ એટલે મર્યાદાપૂર્વક વર્તન કરવાનું તે શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્ર પ્રભુએ શીખવ્યું છે. માટે તે સગુરુ ભગવંતના ચરણકમળ જે નિયમસાર એટલે શુદ્ધઆત્મસ્વરૂપમય છે તેને સદા હું હૃદયમાં ઘારણ કરું છું. //ના. સહજ સ્વભાવે શુદ્ધ સ્વરૂપે સ્થિતિ, નિયમ કહાયે રે, સમ્યક્ દર્શન-જ્ઞાનચરણમાં સતત સ્થિર રહાયે રે. આત્મઅર્થ – આત્માનો સહજ સ્વભાવ તે શુદ્ધ સ્વરૂપ છે. તે શુદ્ધ સ્વરૂપમાં સ્થિતિ કરવી તેને શ્રી ભગવંતે નિયમ કહ્યો છે. પછી તેના અભ્યાસે સમ્યક્દર્શન જ્ઞાન ચારિત્રમાં સતત એટલે નિરંતર સ્થિર રહી શકાશે. રા. અનંત ચતુષ્ટય શુદ્ધ ચેતના નિશ્ચય કરવા યોગ્ય રે, એ જ પ્રયોજન રૂપ કાર્ય તે નિયમ સ્વરૂપ મનોજ્ઞ ૨. આત્મઅર્થ - આત્માની શુદ્ધદશા તે અનંત જ્ઞાન દર્શન સુખ વીર્યથી યુક્ત છે. એવો નિશ્ચય કરવા યોગ્ય છે. તે શુદ્ધ દશાને પ્રાપ્ત કરવી એ જ જીવનું પ્રયોજનભૂત કાર્ય છે. અને એ શુદ્ધદશા જ નિયમસ્વરૂપ એટલે સ્વભાવસ્વરૂપ છે. અને મનોજ્ઞ એટલે મનને સદા આનંદ પમાડનાર છે. Iકા. સ્વ-સ્વરૂપની સમ્યક્ ચિ, તેનું જ જ્ઞાન પ્રમાણ રે, અવિચલ તલ્લીનતા તેમાં તે નિયમથી નિર્વાણ રે. આત્મ અર્થ :- પોતાના આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવાની સાચી રુચિ જેને પ્રગટ થઈ તેનું જ જ્ઞાન પ્રમાણભૂત છે. તથા તે સહજ સ્વરૂપમાં અવિચલ એટલે અડોલ સ્થિરતા જે જીવ કરે તે નિયમથી નિર્વાણ એટલે મોક્ષને પામે છે. ૪. સ્વરૂપસ્થિરતા રૂપ નિયમનો કર અભ્યાસ સદાય રે, અનંત કાળ સુઘીની સ્થિરતા તે જ મોક્ષ મનાય રે. આત્મઅર્થ - માટે સ્વરૂપમાં સ્થિરતા કરવારૂપ નિયમનો અર્થાત્ સ્વભાવનો હે જીવ! તું સદા અભ્યાસ Page #417 -------------------------------------------------------------------------- ________________ (૩૨) નિયમિતપણું ૩૮૯ કર. અને અનંતકાળ સુધી તે સહજ સ્વરૂપમાં સ્થિરતા કરવી તેનું જ નામ મોક્ષ છે એમ તું માન. ॥૫॥ એક રીતે તો જગત-પ્રવર્તક નિયમ વિશ્વમાં દેખો રે, તે વિના અંઘાધૂંધીનો ખ્યાલ કરીને પેખો . આત્મ અર્થ :– એક રીતે જોતાં આ જગતનો પ્રવર્તક નિયમ એટલે વસ્તુનો સ્વભાવ જ છે. = ‘(૧) એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે - જગતનો પ્રવર્તક ઈશ્વર નથી એમ આગળ કહ્યું હતું તેમાં શંકા થાય, તે સર્વના ખુલાસારૂપ આ વાક્ય છે. એક ભેદ = એક અપેક્ષાએ દરેક પદાર્થમાં જે ધર્મો છે તે પ્રમાણે તે પ્રવર્તે છે. જેમ ગોળ ગળ્યો લાગે, લીમડો કડવો લાગે એમ જગતમાં નિયમ સર્વત્ર દેખાય છે. તેથી કોઈ જગતકર્તારૂપે ઈશ્વરની જરૂર નથી. નિયમને લઈને જગત પ્રવર્તે છે, ચાવી પ્રમાણે ઘડિયાળ ચાલે તેમ નિયમો પ્રમાણે જગત ચાલે છે. તેમ પુણ્ય પાપ કર્મ પણ તેના નિયમ પ્રમાણે ચાલે છે, “આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ, વિયોગ, સુખ, દુ:ખ, ખેદ, આનંદ, અણરાગ, અનુરાગ, ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણ (નિયમ)ને લઈને રહ્યા છે.” (૨૧-૧) અહીં મુખ્યપણે કર્મના નિયમો વિષે કહેવું છે. આખો કર્મગ્રંથ નિયમો જ બતાવે છે. અમુક ભાવ કરવાથી અમુક કર્મ બંધાય, તે ભોગવવાનાં અમુક સ્થાન હોય ઇત્યાદિ નિયમ છે. દરેક વસ્તુમાં જે ગુણો હોય તે નિયમથી પરિણમે છે, મોલા વિવેચન (પૃ.૨૩૮) “પૃથ્વીના કણો જેની કાયા છે એવા જીવો એવાં કર્મ બાંઘવાથી ત્યાં ઉત્પન્ન થાય છે, તે પૃથ્વીકાયરૂપ દેહ છોડી બીજે જન્મે છે ને વળી બીજા વનસ્પતિ આદિ જીવો જેમણે તેવાં જ કર્મ બાંધ્યાં હોય તે પાછા પૃથ્વીરૂપ શરી૨ ઘારણ કરે છે. આમ અનંત જીવો પૃથ્વી, અગ્નિ, પાણી, વાયુ આદિ શરીરો ઘારણ કરી રહ્યા છે, મરે છે, જન્મે છે છતાં પૃથ્વી તેની તે આપણને દેખાય છે. તેવી જ સ્થિતિ સૂર્ય, ચંદ્ર, તારા વગેરેની સમજવી.” બોંચામૃત ભાગ-૩ (પૃ.૨૮૨) એ નિયમ વિના સર્વત્ર અંધાધૂંધી ફેલાઈ જાય. તેનો વિચાર કરો તો સમજાય એવું છે. ।।૬।। દિનચર્યામાં સ્થૂલ રીતે જે નિયમિત આહાર-વિહારે રે, સ્વાસ્થ્ય સાચવી ગાળી શકાશે કાળ વિશેષ વિચારે રે. આત્મ અર્થ :– પોતાની દિનચર્યામાં સ્થૂળ રીતે નિયમિત એટલે સમયસર આહાર વિહાર રાખવામાં આવે તો સ્વાસ્થ્ય સાચવી શકાશે, અને સ્વાસ્થ્ય ઠીક હશે તો તે સમય વિશેષ આત્મવિચારમાં ગાળી શકાશે. ।।।। કાર્ય નિયમથી થાય ત્વરાથી, ઘારી સિદ્ધિ દેશે રે, પરિશ્રમ પણ ઝાઝો ન જણાશે, આનંદ ઉર પ્રવેશે રે. આત્મ અર્થ :— કાર્ય નિયમપૂર્વક એટલે સમયસર કરવામાં આવે તો તે ત્વરાથી એટલે જલ્દી પૂર્ણ થાય છે, અને ઘારેલી સિદ્ધિને આપે છે. તેમ કરવાથી કામ વેંચાઈ જશે અને મને ઝાઝો પરિશ્રમ કરવો પડ્યો એમ પણ જણાશે નહીં, તથા કાર્ય સમયસર પૂર્ણ થવાથી હૃદયમાં પણ આનંદનો અનુભવ થશે. “નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ઘારેલી સિદ્ધિ આપે છે; આનંદના કારણરૂપ થઈ પડે છે.’ (વ.પૃ.૧૫) કટો નિયમિત-મુખ હાસ્યાદિ કાર્યો, નિયમિત નેત્ર-વિકારે રે, શ્રવણ, સ્પર્શ, રસ, ગંધ ભણી પણ દોડ નહીં અવિચારે રે. આત્મ Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ :- મુખથી બોલવામાં કે હસવામાં કે હરવા ફરવા આદિ કાર્યોમાં સદા નિયમિત રહેવું. તથા વચન નયન યમ નાહી' એમ પરમકૃપાળુદેવે કહ્યું છે, તેથી નેત્ર વિકાર એટલે નેત્રવડે રૂપાદિ જોઈ રાગ વગેરે ઘટાડવામાં પ્રવર્તવું. તેમજ બીજી ઇન્દ્રિયોના વિષયો શ્રવણ, સ્પર્શ, રસ, ગંઘ છે, તે ભણી પણ વિચારરહિતપણે દોડ કરવી નહીં. અર્થાત્ તેમાં પણ ન છૂટકે જ પ્રવર્તવું. સદા સંયમિત રહેવું અને ભગવાને બોઘેલા નિયમપૂર્વક જ વર્તન કરવું એ જ આત્માને હિતકારી છે. છેલ્લા વચન મઘુર, મિત શબ્દો સહ પણ, શાંત, સત્ય ઉચ્ચારો રે, હિતકર, કોમળ, કષાય-ઘાતક, પ્રભુ-ગુણગ્રામે ઘારો ૨. આત્મઅર્થ - હવે વિચારસહિત ઇન્દ્રિયોને નિયમપૂર્વક શુભમાર્ગે પ્રવર્તાવવાની ભલામણ કરે છે : વચન મીઠા, મિત એટલે માપસર શબ્દોમાં, શાંત, સત્ય, હિતકાર, કોમળ અને કષાયના ઘાતક એવા ઉચ્ચારો તથા વચનયોગને પ્રભુના ગુણગ્રામ કરવામાં રોકી રાખો જેથી તે અશુભમાં પ્રવર્તે નહીં અને મન શાંત રહે. “વચન શાંત, મઘુર, કોમળ, સત્ય અને શૌચ બોલવાની સામાન્ય પ્રતિજ્ઞા લઈ આજના દિવસમાં પ્રવેશ કરજે.” (વ.પૃ.૫) I/૧૦ના નિયમિત વર્તન સદાચાર છે, દુરાચાર દુખદાયી રે, સુવિચારક નરનારી, સમજો સત્સલ અતિ સુખદાયી રે. આત્મઅર્થ :- નિયમિત વર્તન એટલે મર્યાદાપૂર્વક વર્તવું એ જ સદાચાર છે. દુરાચારે પ્રવર્તવું એ દુઃખદાયી છે. “સશીલવાન સુખી છે. દુરાચારી દુઃખી છે. એ વાત જો માન્ય ન હોય તો અત્યારથી તમે લક્ષ રાખી તે વાત વિચારી જુઓ.” (વ.પૃ.૭) “દુરાચારી હો તો તારી આરોગ્યતા, ભય, પરતંત્રતા, સ્થિતિ અને સુખ એને વિચારી આજના દિવસમાં પ્રવેશ કરજે.” (વ.પૃ. ૫) માટે સમ્યક્ રીતે વિચાર કરનાર નરનારીઓએ આ વાતને દૃઢપણે સમજી લેવી કે સદાચાર એ જ આ ભવ કે પરભવ બન્નેમાં સુખ આપનાર છે. II૧૧ાા રમો સદા નિર્દોષ સુખે સૌ, દોષ તજી આનંદો રે, શરીર ફેંપી કાદવમાં સુખ શું? દેહદ્રષ્ટિ નર ગંદો રે. આત્મઅર્થ – હે ભવ્યો! સદા આત્માના નિર્દોષ સુખમાં રમણતા કરો. જે વડે આત્મા દોષિત થાય એવા આનંદમાં લક્ષ રાખો નહીં. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે; એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નિકળે.” -શ્રીમદ્ રાજચંદ્ર દુર્ગઘમય સસ ઘાતુઓથી બનેલ શરીરરૂપી કાદવની કુંડીમાં રમવું તે શું સુખ છે. એવા મલિન દેહમાં પ્રીતિ ઘરનાર મનુષ્ય ગંદી દ્રષ્ટિવાળો છે. એ દ્રષ્ટિ જીવને કર્મ બંઘાવનાર છે અને નવા દેહ ઘારણ કરવાનું છે કારણ છે. ‘ખાણ મૂત્રને મળની, રોગ જરાને નિવાસનું ઘામ; કાયા એવી ગણીને, માન તજીને કર સાર્થક આમ.’ -શ્રીમદ્ રાજચંદ્ર /૧૨ા. ગંદા હાથે જ્યાં જ્યાં અડશો, થશે અશુભ પ્રચારો રે, તેથી ચોખ્ખો હાથ થતાં સુથી કર નિયમિત સંચારો રે. આત્મા Page #419 -------------------------------------------------------------------------- ________________ (૩૨) નિયમિતપણું ૩૯ ૧ અર્થ - ગંદા હાથે આપણે જ્યાં જ્યાં અડીશું, તે તે વસ્તુઓ પણ ગંદી થઈ જશે. તેમ ગંદા ભાવે દેહ આદિમાં પ્રીતિ કરીશું તો મોહ વધશે અને આત્મા મલિન થઈ નવા કર્મબંઘ કરશે. માટે ચોખ્ખા હાથ થતાં સુઘી જેમ શુદ્ધ પાણીનો ઉપયોગ કરીએ છીએ તેમ આત્માના શુદ્ધભાવ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી નિયમિત વર્તન કરવું અર્થાત્ ભગવાનની આજ્ઞા પ્રમાણે મર્યાદાપૂર્વક વર્તવું એ જ જીવને કલ્યાણકારક છે. ૧૩. સદગુરુ-બોઘ વિચારી વિરાગે, ઉપશમ રસમાં ઝીલો રે, તજી અનાદિ ગંદા ભાવો, આત્મદ્રષ્ટિ-રસ પી લો રે. આત્મક અર્થ - સદ્દગુરુનો બોઘ વિચારી, વૈરાગ્યભાવ લાવી કષાય શમાવી ઉપશમ રસમાં ઝીલો. તથા અનાદિકાળના વિષયકષાયથી લિસ અશુભરાગરૂપ ગંદા ભાવોને દૂર કરી, સર્વમાં આત્મા જોવાની દ્રવ્ય દ્રષ્ટિ કેળવી, આત્મશાંતિરૂપ અમૃત રસને પીઓ. ૧૪ રાજમાર્ગ સમ નિયમિત માનો મોક્ષમાર્ગ સંસ્કારી રે, કરી સત્સંગ સમજ સુઘારી બનો મોક્ષ-અધિકારી રે. આત્મક અર્થ - રાજમાર્ગ એટલે ઘોરીમાર્ગ સમાન મોક્ષમાર્ગ પણ નિશ્ચિતપણે સંસ્કારી જીવોને મોક્ષે પહોંચાડે છે. તે સંસ્કાર મેળવવા માટે સત્સંગ કરીને પોતાની સમજને સવળી કરી તમે પણ મોક્ષ પામવાના અધિકારી થાઓ. ૧૫ા. ઑવ અજ્ઞાન-પરિણામી જો નિયમિતપણે આરાશે રે, પણ આરાઘન ઊંધું તેથી કંઈ કલ્યાણ ની સાથે રે. આત્મઅર્થ:- અનાદિથી અજ્ઞાન ભાવોમાં જ પરિણમેલો જીવ ભલેને તે જપ તપ ભક્તિ આદિ નિયમિત એટલે મર્યાદાપૂર્વક કરે, પણ તે જો કુગુરુ આશ્રયે અથવા સ્વચ્છેદે જ કરતો હોય તો તેનું આરાઘન ઊંધુ હોવાથી આત્માના કલ્યાણને તે કંઈ પણ સાધી શકશે નહીં. ૧૬ાા. તેમ મોહમય લૌકિક માર્ગે સાધુ-ર્જીવન વિતાવે રે, વ્રત, તપ પુષ્પો મોહવૃક્ષનાં ભવરૃપ ફળ પ્રગટાવે રે. આત્મઅર્થ - તેમ આ લોક કે પરલોકના સુખની ઇચ્છારૂપ મોહમય લૌકિક માર્ગમાં પડી રહી ભલે ને સાથે જીવન વ્યતીત કરે, પણ તેના વ્રત, તપ મોહરૂપી વૃક્ષના જ પુષ્પો હોવાથી તે સંસારરૂપ ફળને જ આપનાર થાય છે. ૧થા. અસંસારગત વાણી સુણને અસ્વચ્છંદ પરિણામે રે, તે આઘારે જીવ ઑવે તે પવન ભવ-ઘન સામે રે. આત્મા અર્થ - પણ પુરુષની અસંસારગત એટલે સંસારભાવને નાશ કરનારી એવી વાણીને સાંભળી, પોતાનો સ્વચ્છેદ મૂકી, તેમની આજ્ઞાના આધારે જીવ જીવન જીવે તો તે વિઘન એટલે સંસારરૂપી વાદળાને ઉડાડવા માટે પવન જેવો સિદ્ધ થાય અર્થાત્ તેના સંસારનો આકાર નિરાકારતાને પામે છે. અસંસારગત વાણીનો અસ્વચ્છેદપરિણામે જ્યારે આઘાર પ્રાપ્ત થાય છે, ત્યારે તે સંસારનો આકાર નિરાકારતાને પ્રાપ્ત થતો જાય છે.” (વ.પૃ.૩૬૩) I/૧૮. સમ્યગ્દર્શન તે ધ્રુવતારો, દિશા સત્ય બતાવે રે, વ્રત, નિયમ સૌ તેથી સવળાં, વર્તાવે સમભાવે રે. આત્મા Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ – સમ્યગ્દર્શન તે ધ્રુવતારા સમાન છે. ધ્રુવતારો હમેશાં ઉત્તરદિશામાં રહે છે. તેને લઈને બીજી બધી દિશાઓનું પણ સત્યભાન થાય છે. તેમ સમ્યગ્દર્શન સાથે જે વ્રત, નિયમ કરવામાં આવે તે બઘા સવળા છે. તે જીવને વીતરાગતા પ્રગટાવી સમભાવે વર્તન કરાવે છે. ||૧૯ાા સમ્યક્ તપ નિયમિતપણું, જો, તેથી કર્મ કપાશે રે, સહનશીલતા ને સમભાવે, મોક્ષપુર ઑવ જાશે રે. આત્મઅર્થ :- સમ્યગ્દર્શનસહિત નિયમિતપણે એટલે ક્રમપૂર્વક જીવ જો ઇચ્છાઓને ઘટાડવારૂપ તપને કરતો જ રહેશે તો તેથી બળવાન નિર્જરા થઈ સર્વ કર્મ કપાઈ જશે તથા જીવનમાં સહનશીલતા અને સમભાવને પામી તે જીવ મોક્ષરૂપી નગરમાં પહોંચી જશે. ૨૦ાા મુમુક્ષુ કોઈ નામ-થાર તે પૂછે પ્રશ્ન વિચારી રે, ઘણા બંઘથી બંધાયો છું નિયમ-અંઘ અકારી રે. આત્મઅર્થ :- કોઈ નામઘારી મુમુક્ષુ વિચારીને પ્રશ્ન પૂછે છે કે પૂર્વના અનાદિકાળના ઘણા કર્મથી હું બંઘાયેલો જ છું, તો પછી કર્મોના નિયમથી એટલે કમના સિદ્ધાંતથી નવો થતો બંઘ તે તો અમારી એટલે કોઈ કાર્યકારી નથી અર્થાત્ ફોકટ છે. કેમકે હું તો અનાદિકાળથી કર્મો વડે બંઘાયેલો જ છું, તેમાં વળી નવીન બંઘ થવાથી શું ફરક પડશે. ૨૧ આ કળિકાળે બહુ જન એવા, મનમાન્યું કરનારા રે, આત્મહિતની સમજ વિનાના, સ્વતંત્ર મત ઘરનારા રે. આત્મક અર્થ – ઉપરોક્ત પ્રમાણે માત્ર વાતો કરી આ કળિકાળે ઘણા લોકો પોતાનું મનમાન્યું કરનારા છે. તેમને પોતાના આત્માનું હિત શામાં છે તેની સમજ નથી. તેથી તેઓ સ્વતંત્ર મત એટલે પોતાની સ્વચ્છંદી માન્યતાઓને ઘરનારા છે. “સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્તે સગુરુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.”-શ્રીમદ્ રાજચંદ્ર //રા પ્રથમ પદથી પૂર્ણ દશાના ભેદ ઉરે જો ઘારો રે, તો સંશય-શલ્યો નહિ સાલે; રોગ પ્રતિ ઉપચારો રે- આત્મા અર્થ – પ્રથમ પદ આત્મા છે. એ પદથી લગાવીને પૂર્ણદશારૂપ મોક્ષપદ છે તથા તે પદ પામવાને માટે છઠ્ઠ પદ તે મોક્ષનો ઉપાય છે. આ સર્વ નિયમોનું રહસ્ય ગુરુગમે જો હૃદયમાં ઘારી લઈએ તો શંકાઓ રૂપી કાંટાઓ દુઃખ આપશે નહીં. કેમકે અનેક પ્રકારની ભ્રાંતિરૂપી રોગોનો પ્રતિકાર કરવા માટે આ સાચા ઉપચારો છે. ૨૩ નીરોગીને દવા નકામી, રોગી-મન અણગમતી રે, દવા પીથાના દુખથી મહાદુખ જશે, ગણી પીવી પડતી રે. આત્મઅર્થ – સંપૂર્ણ નિરોગી એવા કેવળજ્ઞાનીઓને તો આત્મધ્યાનરૂપ ઔષઘની જરૂર નથી, કેમકે તે કૃતકૃત્યદશા છે. તથા આત્મભ્રાંતિરૂપ રોગવાળા સંસારી જીવને જિનવાણીરૂપ દવાની જરૂર હોવા છતાં તેને તે અણગમતી લાગે છે. તેને નિયમમાં રહેવું ગમતું નથી. પણ દુઃખરૂપ એવી કડવી દવા પીવાથી જ Page #421 -------------------------------------------------------------------------- ________________ (૩૨) નિયમિતપણું આત્મભ્રાંતિરૂપ મહારોગો જશે એમ માનીને તેને તે પીવી પડે છે. ર૪ના મનમાન્યું કરતાં તો ભટક્યો કાળ અનંત, વિચારો રે; પરાધીનતામાં પ્રેરે મન - એ અંતરમાં ઘારો રે. આત્મ અર્થ :— પોતાની મતિલ્પનાએ વર્તતાં, અનાદિકાળથી જીવ આ સંસારમાં ભટક્યો છે, તેનો વિચાર કરો. અને આ મન છે તે પરપદાર્થમાં સુખબુદ્ધિ કરાવી મને પરાથીનતામાં પ્રેરે છે, એ વાતને અંતરમાં ઘારણ કરો, અર્થાત્ ઊંડાણથી તેનો વિચાર કરો. ।।૨૫।। ચોરી જાી કાજે મન ભટકે, પરવસ્તુને તાકે રે, પરાધીન સુખ લેવા દોડે પરાધીનતા ચાખે ૨ે. આત્મ ૩૯૩ અર્થ :- વ્યવહારમાં પણ જે કલંકરૂપ છે એવી ચોરી કે જારી અર્થાત્ વ્યભિચારમાં મન ભટકી ૫૨વસ્તુને લેવા તાકે છે, પણ પરાધીન એવા ઇન્દ્રિયસુખને લેવા દોડતાં પોતે જ પરાધીન બની જઈ ત્રિવિધતાપના દુઃખોને ભોગવે છે. “સઘળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજવશ તે સુખ લહીએ.'' ।।૨૬। સ્વતંત્ર સુખ લૂંટે મનડું, જો નિયમ-દોરડે બાંધી રે; મન વશ વર્તે તે જ નીરોગી, પછી નહીં કંઈ વાંધો રે. આત્મ અ ઃ— પણ જો આ મનને જ્ઞાનીપુરુષની આજ્ઞારૂપ નિયમ દોરડાથી બાંધી રાખીએ તો આ આત્મા પોતાનાથી જ ઉત્પન્ન થતાં સ્વાધીન સ્વતંત્ર સુખનો ભોક્તા બને છે. જે સમ્યદૃષ્ટિને મનવશ વ છે તે જ ખરેખરો નિરોગી છે. તેને કાંઈ વાંધો આવતો નથી. કેમકે :– “મન સાધ્યું તેણે સઘળું સાંધ્યું, એહ વાત નહી ખોટી.’’ -શ્રીઆનંદઘનજી ||રા જ્ઞાનીને ની ગરજ જગતની, નિષ્કારણ ઉપકારી રે, ક્રમ મનોહર રચી ગયા તે, આચશે સુવિચારી રે. આત્મ અર્થ :– નિઃસ્પૃહ એવા જ્ઞાનીપુરુષોને આ જગતની કોઈ ગરજ નથી. એમને કાંઈ જોઈતું નથી. છતાં નિષ્કારણ કરુણાશીલ એવો એમનો સહજ સ્વભાવ હોવાથી ભવ્યોને ઉપદેશ આપી તિકારી થાય છે. પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી ભવ્યોના હિતને અર્થે દીર્ઘદૃષ્ટિ વાપરી આ ભક્તિનો મનોહર એટલે મનને આકર્ષનાર એવો ક્રમ રચી ગયા છે. તેને સમ્યક્ વિચારવાળા જીવો પ્રેમપૂર્વક આચરશે. “પ.પૂ.પ્રભુશ્રીજીએ જે કાર્યક્રમ આશ્રમ માટે ગોઠવ્યો છે તે બહુ દીર્ઘદૃષ્ટિ વાપરી ચોક્કસ કર્યો છે. તેમાં રસ ન આવે તેટલી જીવને મુમુક્ષુતાની ખામી છે. પોતાની કલ્પનાએ પ્રવર્તવામાં આવે તેમાં તેને કંઈક રસ જણાય, પણ સ્વચ્છંદ પોષાય છે અને તે સંસારનું કારણ છે એમ વિચારી જ્ઞાનીપુરુષને માર્ગે મનને વાળવું એ જ હિતકારી છે, ન માને તો મનને હઠ કરી ક્રમમાં જોડવું તિકર છે.” -ધો.ભા.૩ (પૃ.૭૯)||રા આરંભાદિક અશુભ વિકલ્પો, કાર્ય પ્રથમ તજવાનાં રે, અશુભ વિકલ્પ જવા વ્રત, નિયમો, શુભ ભાવે ઘરવાનાં રે, આત્મ અર્થ :– આરંભ અને પરિગ્રહના અશુભ વિકલ્પો સૌથી પ્રથમ ત્યાગવાના છે. કારણ કે વૈરાગ્ય, ઉપશમના એ કાળ છે. અને અવૈરાગ્ય અનઉપશમના મૂળ છે માટે. સંસાર સંબંધી રાગદ્વેષના અશુભ વિકલ્પો જવા અર્થે ભગવાનના કહેલાં સમ વ્યસન ત્યાગ આદિ Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ વ્રત નિયમોને શુભભાવપૂર્વક ઘારણ કરવાના છે. ર૯. સ્વપ્ન પણ ઇચ્છે ન અશુભ તે, વ્રત-નિષ્ઠા પૂરી પામી રે, શુભ સંકલ્પો નિયમ સંબંઘી ટળતાં, રહે નહિ ખામી રે. આત્મક અર્થ - વ્રતોના પાલનથી ઇચ્છાઓનો નિરોઘ થતાં આત્મામાં શાંતિ ઊપજે છે, તેથી વ્રતોમાં પૂરી નિષ્ઠા અર્થાત શ્રદ્ધા આવે છે કે એ જ કર્તવ્ય છે. પછી સ્વપ્ન પણ તે અશુભ વિકલ્પોને ઇચ્છતો નથી. એમ કરતાં દશા વચ્ચે નિયમ પાળવાના શુભ વિકલ્પો પણ મટી જઈ શુદ્ધ ભાવમાં રમતાં, આત્મિક સુખમાં તેને કોઈ ખામી રહેતી નથી. |૩૦ના જ્ઞાનદશાથી ટળે વિકલ્પો, જ્ઞાનરમણ હિતકારી રે; પાત્ર થવા વ્રત-નિયમો સેવો, મલિન મન સંથારી રે. આત્મઅર્થ - આત્માની જ્ઞાનદશા આવ્યે સર્વ વિકલ્પો ટળી જાય છે. આત્માના શુદ્ધ જ્ઞાનગુણમાં રમણતા કરવી એ જ જીવને હિતકારી છે. માટે તે જ્ઞાનદશાને પાત્ર થવા અર્થે વિષયકષાયથી મલિન એવા મનને સુધારી સદા વ્રત નિયમોનું પાલન કર્યા કરો. ૩૧ પરમપદ પરમાત્મદશામાં નથી નિયમ–પ્રયત્નો રે, સહજ દશા તે પરમ શાંત છે, પૂર્ણ ત્રણે ત્યાં રત્નો ૨. આત્મઅર્થ - સર્વોત્કૃષ્ટ એવી પરમાત્મદશા પામ્યા પછી ત્યાં કોઈ પણ પ્રકારનો નિયમ આરાઘવાનો પુરુષાર્થ કરવો પડતો નથી; કેમકે તે કતકૃત્ય દશા છે. તે સહજાત્મસ્વરૂપમય દશા પરમશાંત અવસ્થા છે, જ્યાં સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપે ત્રણેય રત્નોની પરિપૂર્ણ પ્રાપ્તિ છે. આત્માના કલ્યાણ અર્થે જ્ઞાનીની આજ્ઞાએ નિયમપૂર્વક વર્તન કરવું, એવું જેણે શીખવ્યું તે પરમકૃપાળુ પરમાત્માને અમારા સદા પ્રણામ હો. ૩૨ાા જીવનમાં નિયમિતપણું હોય તો કામ ત્વરાથી થાય છે અને ઘારેલી સિદ્ધિ આપે છે. પણ તે નિયમિતપણું જિનાગમના અભ્યાસીને યથાર્થ ધ્યાનમાં આવે છે કે સમયની કેટલી કિંમત છે. હવે આ પાઠમાં જિનાગમના માહાભ્ય વિષે વિસ્તારથી જણાવે છે : (૩૩) જિનાગમ-સ્તુતિ (સેવો ભવિયાં વિમલ જિનેસર દુલ્લાહા સજ્જન સંગાજી—એ રાગ) જિન-આગમ જયવંત જગતમાં, સત્ય સરસ્વતી દેવીજી, વિવેક-હંસનું વાહન સાચું, સવળી સમજ કરી લેવીજી. જિનરે અર્થ - જિન એટલે રાગદ્વેષ અને અજ્ઞાન જેના જિતાઈ ગયા છે એવા સર્વજ્ઞ જિનેશ્વરના સ્વમુખેથી નિકળેલ વાણીને જિનાગમ કહેવામાં આવે છે. તે ત્રણે કાળ જગતમાં જયવંત છે, અર્થાત્ ત્રણે Page #423 -------------------------------------------------------------------------- ________________ (૩૩) જિનાગમ – સ્તુતિ ૩૯૫ કાળ તે વાણીનું અસ્તિત્વ જગતમાં વિદ્યમાન છે. તથા તે જ સાચી સરસ્વતી એટલે વિદ્યાદેવી છે, કે જેના વડે સર્વ લોકાલોકનું જ્ઞાન થાય છે. જેમ સરસ્વતી દેવીને હંસનું વાહન છે તેમ જિનાગમરૂપ સાચી સરસ્વતી દેવીનું વિવેકરૂપી હંસનું સાચું વાહન છે. જેમ હંસ પોતાની ચાંચ વડે દૂધમાંથી દૂઘ દૂઘને ગ્રહણ કરે છે અને પાણીને છોડી દે છે તેમ જિનાગમ વડે સાચી સમજ પ્રાપ્ત કરી, શું ગ્રહણ કરવા યોગ્ય છે અને શું ત્યાગવા યોગ્ય છે એવા હિતાહિતના ભાનરૂપ વિવેક પ્રગટાવવો એ જ જીવને કલ્યાણકારક છે. |૧|| શ્રી ગુરુરાજ-કૃપાથી થાયે, અવળાનું સૌ સવળું જી, સદ્ગ-વાણી મોહ-કૃપાણી પરિણમતાં હિત સઘળું જી. જિન અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર ગુરુભગવંતની કૃપાથી આત્મબોધ મળે વિવેક પ્રગટે છે. તેથી દેહમાં પોતાપણાની અવળી માન્યતા ટળી જઈ આત્મામાં આત્મબુદ્ધિરૂપ સવળી માન્યતા થાય છે. સગુરુ પરમકૃપાળુદેવની વાણી છે તે મોહને મારવા માટે પાણી એટલે તલવાર સમાન છે. તે વાણી પ્રમાણે વર્તવાથી સમ્મદર્શનની પ્રાપ્તિ થઈ આત્માનું સર્વ પ્રકારે હિત સઘાય છે. “અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકળ જગત હિતકારિણી, હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે.”ારા. વિષ્ણુ-ચરણોદક તે ગંગા, એવું કોઈક કહે છેજી; પતિતપાવની માની, તેમાં સ્નાન કરી સુખ લહે છે'. જિન અર્થ - વૈષ્ણવ મતવાળા એવું કોઈક કહે છે કે ગંગાનું જળ છે તે વિષ્ણુ ભગવાનના ચરણનું જ ઉદક એટલે પાણી છે, અર્થાત્ ગંગા નદી વિષ્ણુ ભગવાનના ચરણકમળમાંથી પ્રગટેલ છે. તેથી તે ગંગાને પતિતપાવની એટલે પાપીઓને પણ પવિત્ર કરનારી માની તેમાં સ્નાન કરીને પોતાના પાપો જાણે ધોવાઈ ગયા એમ માનીને જીવો સુખી થાય છે. જેવા પાપ-પુણ્ય પાણીથી જાયે” કેમ સમજમાં બેસેજી? પણ પરમાર્થ વિચારી, સાચું સમજે તે ગ્રહી લેશેજી. જિન અર્થ :- પણ પાણી પાપ-પુણ્યને ઘોઈ નાખે, આ વાત કેમ સમજમાં બેસે. પાણી તો જડ છે તેનાથી જો પાપ ધોવાય તો પુણ્ય પણ ઘોવાઈ જાય; કેમકે નદીને ભાન નથી કે પાપ ધોવું અને પુણ્યને રાખી મૂકવું. તેના ઉપર એક દ્રષ્ટાંત છે – શ્રાવિકાપુત્રનું દ્રષ્ટાંત - એક શ્રાવિકાનો પુત્ર વૈષ્ણવધર્મી હતો. તે પવિત્ર થવા માટે ગંગાસ્નાન કરવા તૈયાર થયો. ત્યારે માતાએ કડવી તુંબડી આપીને કહ્યું તું ગંગાસ્નાન કરે ત્યારે આ તુંબડીને પણ કરાવજે. પછી ગંગાસ્નાન કરી ઘરે આવ્યો ત્યારે માતાએ તે કડવી તુંબડીનું શાક કર્યું. પુત્ર કહે આ શાક તો કડવું છે. માતા કહે ગંગાજલથી સ્નાન કરાવ્યા છતાં જો આ તુંબડીની કડવાશ ન ગઈ તો તારા મનના પાપો તે પાણી કેવી રીતે ઘોઈ શકે. એ બધી ખોટી કલ્પનાઓ છે. આ વાતનો પરમાર્થ વિચારી જે સાચી વાતને સમજશે તે તેને ગ્રહણ કરીને પોતાનું હિત સાધી લેશે. તેનો પરમાર્થ નીચે પ્રમાણે છે. II૪. પરમ પુરુષàપ હિમગિરિ-ઉરથી કરુણગંગા નીકળીજી, અલૌકિક અગમ્ય ગિરા બની, ગણઘર-ઘોઘે ઊછળીજી. જિન Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ :- પરમપુરુષ પરમાત્મા શ્રી તીર્થંકરભગવાનરૂપ હિમાલય પર્વતના અંદરથી એટલે એમના હૃદયમાંથી કરૂણાથી યુક્ત એવી વાણીરૂપી ગંગા નીકળી છે. તે ભગવાનની વાણી અલૌકિક એટલે અસાધારણ અને અગમ્ય એટલે સહજ રીતે ગમ પડે તેવી નહીં હોવાથી પ્રથમ બુદ્ધિશાળી એવા ગણધર પુરુષોના હૃદયમાં તે ઘોઘરૂપે ઉછાળા મારતી આવીને વસી. તેમણે તે વાણીની દ્વાદશઅંગરૂપે રચના કરી. //પાા રમ્ય નગરપૅપ આગમઘરને પોષી આગળ ચાલીજી, અમ જેવા અતિ રંક જનોની તૃષા ત્વરાથી ટાળીજી. જિનક અર્થ – હવે તે ભગવાનની વાણીનો જળરૂપ પ્રવાહ, રમ્ય એટલે સુંદર એવા નગરરૂપ આગમઘર પુરુષોને પોષણ આપતો આગળ વઘીને અમારા જેવા અતિ રંક એટલે પરમાર્થમાં સાવ અજ્ઞાની જનોની જ્ઞાન પિપાસાને પણ દ્રષ્ટાંત દલીલોથી સમજાવી અજ્ઞાનને જલ્દી ટાળવા તે સમર્થ બની ગયો. એવી ભગવાનની વાણીનો અદ્ભુત પ્રભાવ છે. Iકા શિવ-સાગરમાં મળી જતી તે અનેક નૌકા સાથેજી, શ્રદ્ધા નૌકામાં બહુ બેસી તર્યા, કહ્યું જગનાથજી. જિન અર્થ - પછી તે વાણીરૂપી ગંગા અનેક શ્રદ્ધારૂપી નાવડાઓ સાથે મોક્ષરૂપી સમુદ્રમાં મળી જાય છે. તે ભગવાન પ્રત્યેની શ્રદ્ધારૂપી નાવડાઓમાં બેસીને ઘણા ભવ્યો સંસાર સમુદ્રને તરી ગયા, એમ ત્રણ લોકનાનાથ શ્રી ભગવાને આ વાત જણાવી છે. ||ળા. દ્વાદશાંગરૅપ લબ્ધિઘારી શ્રુતકેવળી કહાયાજી, ત્રણે લોક-પ્રકાશક આગમ-નેત્રવંત સંહાયાજી. જિન અર્થ:- દ્વાદશઅંગરૂપ લબ્ધિના ઘારી ગણઘર પુરુષો તે શ્રુતકેવળી કહેવાયા છે. શ્રુતજ્ઞાન વડે તે ત્રણે લોકને પ્રકાશક એવા આગમરૂપ નેત્રના ઘારી હોવાથી જગતમાં શોભા પામે છે. ભગવાન મહાવીરે શ્રેણિક રાજાના પ્રશ્નોત્તરમાં કહ્યું કે–વિષ્ણુકુમાર, નંદિમિત્ર, અપરાજીત, ગોવર્ધન અને ભદ્રબાહુ સ્વામી પણ શ્રુતકેવળી થશે. એમ ભદ્રબાહુ ચરિત્રમાં જણાવેલ છે. તા. અબુઘ જનોના અંતરમાં જે સમ્યભાવ જગાડેજી, અનંત આગમ મંત્રે મૂકી, શિવ-સુખ-અંશ ચખાડેજી. જિન અર્થ - જ્ઞાની પુરુષોની વીતરાગ વાણી તે અબુઘ એટલે અજ્ઞાનીજનોના અંતરમાં સમ્યભાવ જગાડે છે. જ્ઞાની પુરુષોએ મંત્રમાં અનંત આગમનો સાર મૂકી દીધો છે. તેનું જે ભાગ્યશાળી આરાઘન કરશે તે સમ્યગ્દર્શન પામી મોક્ષસુખના આસ્વાદનો અંશ પામશે. “સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ સમાયાં છે, તેની સમજ સુવિચારણા જાગ્યે આવે છે. એક “મારુષ, માતુષ” બોલના અવલંબને શિવભૂતિ મુનિ કેવળજ્ઞાન પામ્યા હતા.” બોઘામૃત ભાગ-૩ (પૃ.૭૬૯) પ.પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું કે ચૌદપૂર્વના સારરૂપ “સહજાત્મસ્વરૂપ પરમગુરુ મંત્રનું જે શ્રદ્ધાપૂર્વક આરાઘન કરશે તે જીવ મોક્ષસુખને પામશે. લા. સાગર-સાર જુઓ બિંદુમાં, આગમ-સાર સુમંત્રેજી, આત્મજ્ઞાન ગુરુવરની આજ્ઞા ચાવી વિદ્યુ-યંત્રેજી. જિન Page #425 -------------------------------------------------------------------------- ________________ (૩૩) જિનાગમ – સ્તુતિ ૩૯૭ અર્થ - સમુદ્રનો સાર જેમ એક બિંદુમાં સમાય છે તેમ આગમનો સાર સદ્ગુરુ દ્વારા ઉપદિષ્ટ સમ્યકમંત્રમાં સમાય છે. તે મંત્રનું આરાધન કરવાની આત્મજ્ઞાની ગુરુદેવની આજ્ઞા છે, જે વિદ્યુત યંત્રને ચલાવવામાં ચાવી સમાન છે. પ.પૂ.પ્રભુશ્રી કહે – કીલી ગુરુકે હાથ, નહીં પાર્વેગે ભેદ વેદમેં.” -ઉપદેશામૃત /૧૦ના સર્વાગમની ઉત્પત્તિ જો, ત્રિપદી વીરે દીથીજી, યોગ્ય ભૂમિમાં ઊછરી, ફાલી, અંગ-પૂર્વ સુર્થી સીઘીજી. જિના અર્થ :- સર્વ આગમની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો કે ઉત્પાદ, વ્યય, દુવ્રરૂપ ત્રિપદી શ્રી મહાવીર ભગવાને ગણઘર પુરુષોને આપી. તે ગણઘર જેવા યોગ્ય પુરુષરૂપ ભૂમિમાં ઊછરી અને કાળી ફુલી તથા બાર અંગ, ચૌદપૂર્વ સુધી તેનો સીધો વિસ્તાર તે પુરુષોએ કરી લોકો ઉપર પરમોપકાર કર્યો. ./૧૧|| સો વિસ્તાર સમાય અસંગે એ અર્થે સો શાસ્ત્રોજી, સમજ્યા તે જ માયા તેમાં, સમજનાર સુપાત્રો'. જિન અર્થ :- બાર અંગ, ઉપાંગ, ચૌદપૂર્વો વગેરેનો વિસ્તાર અસંગતામાં સમાય છે, અર્થાત્ સૌ શાસ્ત્રો ભણીને અસંગતા પ્રાપ્ત કરવાની છે. એના અર્થે જ બધા શાસ્ત્રો રચાયા છે. “સર્વ જિનાગમમાં કહેલાં વચનો એક માત્ર અસંગપણામાં જ સમાય છે; કેમકે તે થવાને અર્થે જ તે સર્વે વચનો કહ્યાં છે. એક પરમાણુથી માંડી ચૌદ રાજલોકની અને મેષોન્મેષથી માંડી શૈલેશીઅવસ્થા પર્વતની સર્વ ક્રિયા વર્ણવી છે, તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે.” (વ.પૃ.૪૬૯) તે શાસ્ત્રોના ભાવોને જે સમજ્યા તે જ સ્વરૂપે સમાયા છે. તે ભાવોને સમજનાર સુપાત્ર જીવો છે. I/૧૨ા. પાત્ર થવા સમ્બોઘ ઉપાસો, જે સત્પરુષે દીઘોજી, સદાચારથી તે સમજાશે, આ જ માર્ગ મેં લીથોજી. જિનક અર્થ - તે અસંગતાને પ્રાપ્ત થવા માટે સત્પરુષે આપેલા સતબોઘની ઉપાસના કરો. સાત વ્યસન, સાત અભક્ષ્ય વગેરે સદાચારના પાલનથી તે બોઘનો મર્મ સમજાશે. પૂ.શ્રી બ્રહ્મચારીજી કહે છે કે આજ માર્ગ મેં પણ લીઘો છે. ૧૩ા. સાચી અગ્નિ કામ લાગશે, ગ્રંથ લખી નકામીજી; તેથી સદ્ગુરુ શોથી, શોઘજો સત્ય, બની નિષ્કામીજી. જિન અર્થ - સાચી અગ્નિનો તણખો કામ લાગશે. ગ્રંથમાં લખેલ “અગ્નિ” શબ્દ નકામો છે, તેથી કંઈ કાર્ય સરે નહીં. તેમ શ્રી સાચા સદગુરુ ભગવંતની શોઘ કરી, તેની પ્રાપ્તિ થયે આત્માના સત્ય સ્વરૂપને શોધવાનો પ્રયત્ન કરજો. અને તેમ કરતા કોઈ પણ પ્રકારની આકાંક્ષા સપુરુષ પ્રત્યે રાખશો નહીં, તો જ આત્માર્થની સિદ્ધિ થશે. ||૧૪. ઉર વિષે વસશે આગમ સો, પ્રેમ પરમ જો જાગેજી, અનુભવ ગુરુની ભક્તિ કરતાં “પ્રભુ પ્રભુ” લય લાગેજી. જિનઅર્થ :- પરમપ્રેમ જો સપુરુષ પ્રત્યે જાગશે તો તમારા હૃદયમાં સર્વ આગમોનું રહસ્ય આવીને વસશે. “પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસેં.” -શ્રીમદ્ રાજચંદ્ર પરમકૃપાળુદેવે જણાવ્યું કે “સોભાગ પ્રેમ સમાથિમાં વર્તે છે.” Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ આત્મ અનુભવી ગુરુની ભક્તિ કરતાં પ્રભુ પ્રભુની લાય લાગે છે. પરમકૃપાળુદેવની ભક્તિ કરતાં પ્રભુશ્રી કહે “અમારે તો પ્રભુ રોમે રોમે એક કૃપાળુદેવ છે.” I૧૫ના. પ્રભુ-ભક્તિરત ચિત્ત રમે જ્યાં, કેવળજ્ઞાન પ્રકાશજી, કોણ મૂર્ખ ઇંદ્રિયસુખ ઇચ્છે? જેથી નિજ સુખ નાશેજી. જિન અર્થ :- પ્રભુના શુદ્ધ આત્મસ્વરૂપમાં ભક્તિ પ્રગટીને જો ચિત્ત તેમાં જ રમે તો કાળે કરીને તેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. જેમ શ્રી નેમિનાથ ભગવાન પ્રત્યે રાજાલનો શુદ્ધ પ્રેમ પ્રગટ્યો તો તે કેવળજ્ઞાનનું કારણ થયું. અથવા શ્રી ગૌતમ સ્વામીને ભગવાન મહાવીર પ્રત્યે સાચી ભક્તિ ઊપજી તો તે પણ કેવળજ્ઞાનને આપનાર સિદ્ધ થઈ. માટે એવો કોણ મૂર્ખ હોય કે જે ઇન્દ્રિયના ક્ષણિક સુખોને ઇચ્છી પોતાના આત્માથી જ પ્રાપ્ત થતા શાશ્વત સુખનો નાશ કરે. ||૧૬ાા. ઇચ્છિત શિવસુખ સિદ્ધિ પામો, જો સબોથ ઉપાસોજી; જિનાગને દીસે, પણ તેનો આસમુખે નિવાસોજી. જિન અર્થ - તમે તમારી ઇચ્છા પ્રમાણે મોક્ષસુખની સિદ્ધિ પામો, પણ જો સપુરુષના આપેલા સદ્ગોઘને ઉપાસો તો. તે સદ્ગોઘ જિનાગમમાં દેખાય છે. પણ તેનો મર્મ આત્મજ્ઞાની પુરુષ પાસે છે. તે આસ એટલે વિશ્વાસ કરવાલાયક પુરુષ છે. તેમના મુખેથી આત્મધર્મનો મર્મ જાણી ઉપાસવા યોગ્ય છે; તો જ આત્મસિદ્ધિ પ્રાપ્ત થશે. ૧ળા દ્વાદશ ગુણસ્થાનક સુથ આશય આગમનો ઉપકારીજી, રાતદિવસ સાધુજન સેવે આત્મદાઝ ઉર ઘારીજી. જિન અર્થ :- બારમાં ગુણસ્થાનકના અંત સુધી આગમનો આશય ઉપકારી છે. તેથી રાતદિવસ સાધુપુરુષો આગમના આશય પ્રમાણે ચાલે છે. તેમ ચાલવામાં એમના હૃદયમાં પોતાના આત્મકલ્યાણની ઊંડી દાઝ રહેલી છે. ||૧૮. સત્સમાગમ ને સત્કૃત બે સત્સાઘન આરાઘેજી, તે દાવાનલ કળિકાળનો ટાળી શિવપથ સાથેજી. જિન અર્થ :- જે ભવ્યાત્મા સપુરુષનો સમાગમ તથા સન્શાસ્ત્રરૂપ ઉત્તમ બે સાઘનોની આરાઘના કરશે, તે આ કળિકાળના ભયંકર ત્રિવિઘ તાપમય દાવાનલથી બચી જઈ મોક્ષમાર્ગમાં નિર્વિને પ્રયાણ કરશે. ૧૯ાા સત્સાઘનહીંને સાથે લોકો અહંકારમાં પેઠાજી; મન આહાર, વિહાર, વિષયમાં; ટોળાં વાળી બેઠાજી. જિન. અર્થ :- મુનિઘર્મની આરાધનાના સત્યસાઘન તે સ્વાધ્યાય અને ધ્યાન છે. તે સાઘનોથી હીન વર્તનવાળા સાધુ લોકો પોતાને મોટા માની, રત્નત્રયના ઘારક માની માત્ર અહંકાર કરનારા છે. કેમકે તેમનું મન તો આહાર એટલે ખાવાપીવામાં સંલગ્ન અથવા વિહારના વિકલ્પોમાં આસક્ત, કે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત છે, તેમજ અનેક શ્રાવકોમાં પોતાપણું માની તેમના ટોળાવાળીને સમય પસાર કરનારા છે. એવા કહેવાતા સાધુપુરુષો શુદ્ધ આત્મધર્મને નહીં જાણવાથી પોતાનું કે પરનું આત્મકલ્યાણ Page #427 -------------------------------------------------------------------------- ________________ (૩૩) જિનાગમ – સ્તુતિ ૩૯૯ કરવા સમર્થ નથી. માટે જ શ્રી દેવચંદ્રજી મહારાજે સ્તવનમાં કહ્યું કે : ગચ્છ કદાગ્રહ સાચવે રે, માને ઘર્મ પ્રસિદ્ધ; આતમગુણ અકષાયતા રે, ઘર્મ ન જાણે શુદ્ધ રે. ચંદ્રાનન” નિત્યક્રમ સજ્જન શ્રત-ઉપકાર ન ભૂલે, આમવચન આરાઘેજી, વિષય-કષાયથી રહી વેગળા, વિનય વિદ્યા સાથેજી. જિન અર્થ - પણ સજ્જન પુરુષો તો સાચી આરાઘનાને બતાવનાર એવા ભગવાનના કરેલા ઉપકારને કદી ભૂલતા નથી. તથા મોક્ષમાર્ગમાં વિશ્વાસ કરવા લાયક એવા આ સત્પરુષના વચનના આધારે ચાલે છે. તેમજ તે સજ્જન પુરુષો વિષયકષાયના ભાવોથી દૂર રહીને સદા વિનયપૂર્વક આત્મવિદ્યાને સાથે છે. અર્થાત્ સપુરુષનો વિનય કરવાપૂર્વક પોતાના આત્માને ઓળખવા માટે સદા પ્રયત્નશીલ રહે છે. /ર૧ાા વિકથા વિષ્ટા સમી સાધુના મુખ સુથી ક્યાંથી આવેજી? સત્કૃત પાઠ વહે જો મુખે, સુખ-શાંતિ ફેલાવેજી. જિન અર્થ - દેશકથા, રાજકથા, સ્ત્રીકથા અને ભોજનકથા એ વિષ્ટા સમાન છે. તે સાધુપુરુષોના મુખ સુધી ક્યાંથી આવી શકે? તે મહાત્માઓના મુખે તો સદા સત્કૃતનો પાઠ રહે છે, અર્થાત્ ઉત્તમ જ્ઞાનપ્લાનની વાતો હોય છે. જે બીજાના હૃદયમાં પણ સુખશાંતિ જ ફેલાવે છે. ગારા શ્રી સર્વજ્ઞ-જિનેશ્વર-વાણી આગમરૂપ કહાણીજી, સર્વ કાળમાં સત્યરૂપ તે અવિસંવાદી જાણીજી. જિન અર્થ - શ્રી સર્વજ્ઞ જિનેશ્વર ભગવંતની વાણી તે જ આગમરૂપ કહેવાઈ છે. તે સર્વકાળમાં સત્યરૂપ છે. તે વાણી અવિસંવાદી છે અર્થાત્ તે વાણી સ્યાદ્વાદપૂર્વક હોવાથી તેમાં કોઈ વાદ-વિવાદને સ્થાન નથી. |૨૩ી. સર્વ જગ-જંતું-હિતકરણી ઋષિ-મુનિને મન ભાવીજી; દુર્લભ નરભવ સફળ કરે જો ગુરુગમ-ચાવી આવીજી. જિન અર્થ - ભગવાન જિનેશ્વરની વાણી તે જગતના સર્વ જીવોને હિતકારી છે તથા મોહ મંદ થવાથી થયું છે પવિત્ર મન જેનું એવા ઋષિ-મુનિઓને તો તે ઘણી જ ગમી ગઈ છે. જેની પાસે એ વાણીના મર્મને સમજવા માટે ગુરુગમરૂપી ચાવી હાથ આવી ગઈ તે પોતાના દુર્લભ નરભવને જરૂર સફળ કરશે. ૨૪ જિન-આગમ દુર્ગમ્ય ગણાય, ભલા ભલા ભેલ ખાતાજી; અવલંબન સદ્ગુરુનું લેતાં સહજ બનો સુજ્ઞાતાજી. જિન અર્થ - જિનેશ્વરની આગમવાણીનો સ્યાદ્વાદપૂર્વક મર્મ સમજવો અતિ દુર્ગમ્ય છે. તેમાં ભલભલા હોશિયાર પણ ભૂલ ખાઈ જાય છે. પણ પરમકૃપાળુ સદ્ગુરુ ભગવંતનું અવલંબન લેતાં તે આગમના રહસ્યોનો સહેજ સુગમરીતે જ્ઞાતા બની જાય છે “જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ.” -શ્રીમદ્ રાજચંદ્ર //રપી. Page #428 -------------------------------------------------------------------------- ________________ ૪ ૦ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ગમ પડ્યા વણ આગમ દુર્ઘટ રત્ન વીંઘવા જેવુંજી, વીંધેલા રત્ન દે દોરો, ગુરુગમથી ગણ તેવુંજી. જિન અર્થ - ગમ પડ્યા વિના આગમનો મર્મ જાણવો તે રત્ન વીંધવા જેવું દુર્ઘટ છે. પણ વીંધેલા રત્નમાં દોરો પરોવવો જેમ સુલભ છે તેમ ગુરુગમથી આગમનો મર્મ સમજવો સુલભ છે. “ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી.' (વ.પૃ.૨૨૨) ૨૬ાા જિન-આગમરૃપ અક્ષરતની અનુંયોગકૅપ શાખાજી, સંસ્કૃત, પ્રાકૃત, પ્રાંતિક ભાષા-ગ્રંથ પુષ્પ-પ્રશાખાજી. જિન. અર્થ - જિનાગમના અક્ષરરૂપ વૃક્ષની પ્રથમાનુયોગ, ચરણાનુયોગ, કરણાનુયોગ અને દ્રવ્યાનુયોગરૂપ ચાર શાખાઓ છે. તથા સંસ્કૃત પ્રાકૃત ભાષારૂપ ગ્રંથો તેની પ્રશાખાઓ છે. તેમજ હિન્દી, ગુજરાતી વગેરે પ્રાંતિય ભાષાઓના ગ્રંથો તે તેના પુષ્પો સમાન છે. રશી શાંત રસાદિક હિતકર ફળ ઝહીં, મન-મર્કટ આનંદજી, મહા-મોહ-ચંચળતા ભૂલી, લીન ધ્યાન-સુખકંદજી. જિન અર્થ - જિનાગમરૂપ વૃક્ષના શાંતરસ આદિથી ભરપૂર તથા આત્માને હિતકારક એવા ફળોને ગ્રહણ કરી મનરૂપી મર્કટ એટલે વાંદરો આનંદને પામે છે. તથા મહામોહથી ઉત્પન્ન થતી ચંચળતાને ભૂલી જઈ, કાળાન્તરે આત્મધ્યાનના સુખાનંદમાં તે લીન થાય છે. ૨૮ હણે મોહ નહિ, સાસ્ત્રો ભણી, લાભપૂંજાદિક ઇચ્છજી, તે જિન-આગમતનાં પુષ્પો તોડી, તુચ્છમતિ રીઝેજી. જિન અર્થ - જે સન્શાસ્ત્રો ભણીને મોહને હણતા નથી પણ પોતાની આજીવિકાના લાભ અર્થે કે માનપૂજાદિના અર્થે એ જ્ઞાનનો ઉપયોગ કરે છે. તે તુચ્છમતિ જાણે કે જિનાગમરૂપી વૃક્ષના પુષ્પો તોડીને રાજી થાય છે; પણ પુષ્પો તૂટી જવાથી હવે તેને મોક્ષરૂપ ફળ આવશે નહીં, તેનું તેને ભાન નથી. રાા સુરસુખ કે શિવસુખ-ફળ ક્યાંથી સરસ પક્વ તે પામેજી? થઈ સુથાતુર ચૅલો ઓલવ્ય, નહિ ભૂંખ-દુઃખ વિરામેજી. જિન અર્થ :- જે શાસ્ત્રો ભણીને પણ માનપૂજાદિકને જ ઇચ્છે છે એવા જીવો દેવલોકના સુખ કે મોક્ષના સુખરૂપ સરસ પાકેલા ફળ ક્યાંથી પામી શકે? જેમ કોઈ ભૂખના દુઃખથી પીડિત જીવ ચૂલાને ઓળવી નાખે તો તેના મુખનું દુઃખ વિરામ પામતું નથી, તેમ મોહવશ જીવ આત્મજ્ઞાનના પુરુષાર્થને મૂકી દે તો તે કદી પણ મુક્તિના સુખને પામતો નથી. IT૩૦ગા. લૌકિક લાભ તજી, શાશ્વત સુખ ચહી, સુદ્રષ્ટિ વિચારોજી, સદ્ગુરુ-યોગે સત્કૃત શીખી, સત્સલ શાંતિ ઘારોજી. જિનઅર્થ - હવે સદ્ભુતવડે આ લોકના લૌકિક લાભને તજી દઈ શાશ્વત સુખશાંતિને ઇચ્છી, સમ્યકદ્રષ્ટિથી આત્માની વિચારણા કરો. તેના માટે સદગુરુના યોગે સત્કૃતનો મર્મ જાણી, સલ્શીલ અને આત્મશાંતિને હૃદયમાં ઘારણ કરો. ૩૧ Page #429 -------------------------------------------------------------------------- ________________ (૩૪) નવ તત્ત્વનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ ૪ ૦ ૧ અગમ, અપાર જિનાગમ-ગૌરવ, ગાવાનું મુજ ગજાં શું ? સમજ વિના બડબડ બોલ્યો છું, ક્ષમા સુજનની ચહું છું જી. જિન અર્થ :- અગમ એટલે સહજ રીતે જેની ગમ પડે નહીં તથા અપાર એટલે અપરંપાર છે માહાભ્ય જેનું એવા જિનાગમનું ગૌરવ ગાવાનું મારું શું ગજવું છે? છતાં ભક્તિ વિશે સમજ વગર બડબડ બોલી ગયો છું. તે માટે સજ્જન પુરુષોની ક્ષમા ચાહું છું.જિનાગમનો જગતમાં સદા જયજયકાર હો. ૩રા જિનાગમમાં નય, નિક્ષેપ, પ્રમાણ તથા દ્રષ્ટાંત દલીલોથી નવ તત્ત્વોને વિસ્તારથી સમજાવવાનો ભગવાને ઉપદેશ કર્યો છે. તે નવેય તત્ત્વો પ્રત્યેક પ્રાણીને જાણવા અત્યંત આવશ્યક છે. તે નવ તત્ત્વો કયા કયા છે તેનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ આ પાઠમાં સમજાવવામાં આવે છે - (૩૪) નવ તત્ત્વનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ (દોહરા) વંદું ગુરુપદ-પંકજે જે ત્રણ જગનું તત્ત્વ, નિજ પરમપદ પામવા, જવા અનાદિ મમત્વ. ૧ અર્થ - પરમકૃપાળુ સગુરુ ભગવંતના ચરણકમળ જે ત્રણેય લોકમાં તત્ત્વરૂપ એટલે સારરૂપ પદાર્થ છે, તેને મારું પરમપદ અર્થાત્ પરમાત્મપદ પામવા માટે તથા અનાદિથી પરપદાર્થમાં થયેલ મમત્વબુદ્ધિને ટાળવા અર્થે પ્રણામ કરું છું. “દેવ અરિહંત, ગુરુ નિગ્રંથ અને ઘર્મ કેવળીનો પ્રરૂપેલો, એ ત્રણેની શ્રદ્ધાને જૈનમાં સમ્યકત્વ કહ્યું છે. માત્ર ગુરુ અસત્ હોવાથી દેવ અને ઘર્મનું ભાન નહોતું. સદ્ગુરુ મળવાથી તે દેવ અને ઘર્મનું ભાન થયું. તેથી સદ્ગુરુ પ્રત્યે આસ્થા એ જ સમ્યકત્વ.” (વ.પૃ.૬૮૬) //લા રાજચંદ્ર રત્નાકરું પરમકૃપાળુ દેવ, અબુઘ, અઘમ આ રંકને દે તુજ તાત્ત્વિક સેવ. ૨ અર્થ :- શ્રી રાજચંદ્ર પ્રભુ રત્નાકર એટલે ગુણરૂપી રત્નોની ખાણ છે. તે જગતના જીવો ઉપર પરમકૃપા કરનાર હોવાથી પરમકૃપાળુદેવ છે. હે પ્રભુ! હવે આ અબુઘ એટલે અજ્ઞાની અને પાપથી પતિત થયેલા મારા જેવા અઘમ આ રંક જીવને તું તાત્વિક સેવ આપ, અર્થાત્ એવી આજ્ઞા કર કે જેથી મને આત્મતત્ત્વની પ્રાપ્તિ થાય. રા નવઘા ભક્તિ, નાથ, તુજ નવે ય તત્ત્વસ્વરૂપ, સમજાવી સંશય હરો, કરો શુદ્ધ ચિતૂપ. ૩ અર્થ :- નવધા ભક્તિ એટલે ભક્તિના નવ પ્રકાર છે. તે નીચે પ્રમાણે કહેવામાં આવ્યા છે. “શ્રવણ, કીરતન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન; લઘુતા, સમતા, એકતા, નવઘા ભક્તિ પ્રમાણ.” -પ્રવેશિકા (પૃ.૪૦) Page #430 -------------------------------------------------------------------------- ________________ ૪ ૦ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ હે નાથ! આ તારી ભક્તિના નવેય પ્રકાર તત્ત્વસ્વરૂપ છે. અર્થાત્ આત્મતત્ત્વને જ પ્રાપ્ત કરાવનારા છે. તેનો મર્મ સમજાવી મારી સર્વ શંકાઓ અર્થાત મિથ્યા માન્યતાઓનો નાશ કરો અને આપના જેવો મને ચિદ્રુપ અર્થાત્ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ બનાવો. /૩ણા જીવ-અર્જીવ ડ્રેપ વિશ્વ આ, સમજાવે જિનભૂપ; મૂળ દ્રવ્ય ષટું જાણવાં, શાશ્વત્ નિજ નિજ રૂપ.૪ હવે શ્રી ગુરુ ઘર્મનો મર્મ સમજાવવા માટે જગતમાં રહેલ તત્ત્વોનું સ્વરૂપ વર્ણવે છે : અર્થ:- આ વિશ્વ, જીવ અને અજીવરૂપ બે તત્ત્વોનું બનેલું છે. એમ શ્રી જિનેશ્વર ભગવંત જણાવે છે. તેમાં મૂળ દ્રવ્ય જીવ, અજીવ, ઘર્મ, અધર્મ, આકાશ અને કાળ એ છ છે. તે સર્વ પોતપોતાની શાશ્વત સત્તામાં રહેલ છે એમ જાણવું. (૪ જીવ-જાતિ તો એક છે, જીવ પ્રત્યેક અનંત; લક્ષણ છૅવનું જ્ઞાન જો, શુદ્ધ જીવ ભગવંત. ૫ હવે જીવદ્રવ્યના સ્વરૂપનું વર્ણન કરે છે : અર્થ - છ દ્રવ્યમાં જીવ દ્રવ્ય તે ચૈતન્ય જાતિનું છે. જગતમાં રહેલ સર્વ જીવો એ જ પ્રકારે ચૈતન્ય જાતિના છે. છતાં પ્રત્યેક જીવનું અસ્તિત્વ, સત્તા અપેક્ષાએ જોતાં ભિન્ન ભિન્ન છે. તથા સંખ્યા અપેક્ષાએ જોતાં તે જીવો અનંત છે. તે જીવોનું મુખ્ય લક્ષણ જ્ઞાન છે. જ્ઞાન લક્ષણ દ્વારા અરૂપી એવા જીવની ઓળખાણ થાય છે. ભગવાન છે તે સર્વકર્મમળથી રહિત શુદ્ધ જીવનો પ્રકાર છે. પાા શુદ્ધ અશુદ્ધ જીંવો વિષે જ્ઞાન નિરંતર દેખ; જીવ વિના જડશે નહીં જ્ઞાન-કિરણની રેખ. ૬ અર્થ - શુદ્ધ એટલે મુક્ત જીવ અને અશુદ્ધ એટલે સંસારી જીવોમાં જ્ઞાનગુણ નિરંતર વિદ્યમાન દેખાય છે તથા જીવ વિના એ જ્ઞાનગુણના કિરણની રેખા બીજા કોઈ દ્રવ્યમાં શોઘતાં પણ મળી શકશે નહીં. કેમકે જ્ઞાન એ જીવનો વિશેષ ગુણ અથવા અસાધારણ ગુણ છે. કા. કર્મતણા સંબંઘથી જીવ અશુદ્ધ જણાય, તત્ત્વોની શ્રદ્ધા થયે કર્મ-કલંક હણાય. ૭ અર્થ - કર્મોના સંબંધને કારણે જ જીવ અશુદ્ધ જણાય છે. કર્મ સંગ જીવ મૂઢ છે, પાવે નાના રૂપ; કર્મ રૂપ મલકે ટલે, ચેતન સિદ્ધ સરૂપ” –આલોચનાદિ પદસંગ્રહ જીવાદિ નવેય તત્ત્વોને શ્રદ્ધાન થવાથી પોતાના કર્મકલંક પણ નાશ પામવા લાગે છે. “જીવ જૂદા પુદ્ગલ જાદા, યહી તત્ત્વકા સાર; અન્ય સભી વ્યાખ્યાન ભી, યાહી કા વિસ્તાર.” ||૭ની અજીવ પાંચ પ્રકારનાં : પુગલ પરિચિત નિત્ય, સ્પર્શ, રૂપ, રસ, ગંઘ ગુણ; શબ્દો ઢંઘ અનિત્ય. ૮ હવે અજીવ દ્રવ્યના પાંચ ભેદ સમજાવે છે. અર્થ - વિશ્વમાં રહેલ અજીવ તત્ત્વો પાંચ પ્રકારના છે. તેમાં પહેલું અજીવ તત્ત્વ પુદગલ છે. તે Page #431 -------------------------------------------------------------------------- ________________ (૩૪) નવ તત્ત્વનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ ૪ ૦ ૩ તો જીવને નિત્ય પરિચિત છે. સ્પર્શ, રૂપ, રસ, ગંઘ એ તેના અસાધારણ ગુણો છે. તથા શબ્દ છે તે પુદુ ગલ પરમાણુના અંઘથી બને છે અને વિનાશ પામે છે. આટા પુદ્ગલના પરમાણુ મૂળ ઇન્દ્રિયથી ન ગ્રહાય; સ્નિગ્ધ રુક્ષ ગુણ પરિણયે અણગણ બહુવિઘ થાય. ૯ અર્થ :- પુદ્ગલ દ્રવ્યના પરમાણુ અત્યંત સૂક્ષ્મ છે. તે રૂપી હોવા છતાં પણ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરી શકાય એમ નથી. તે પુદ્ગલ પરમાણુમાં સ્નિગ્ધ એટલે ચીકણાપણાનો તથા રુક્ષ એટલે લુખાપણાનો ગુણ હોવાથી તે એક બીજામાં પરિણમી અનેક પ્રકારના અણગણ એટલે રૂંઘ બને છે. અનંત પુદગલ પરમાણુનો અંઘ બને ત્યારે જ તે દ્રષ્ટિગોચર થાય છે ત્યાં સુધી તે થતો નથી. જીંવ પુદ્ગલ ગતિ કરી શકે, ઘર્મ-દ્રવ્ય જો હોય; જેમ જળ મલ્યો ફરે મદદ ઉદાસીન જોય. ૧૦ અર્થ – હવે અજીવ દ્રવ્યનો બીજો ભેદ ઘર્માસ્તિકાય છે. તેનું કાર્ય વર્ણવે છે – જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યો જ ગતિ કરી શકે, બીજા દ્રવ્યો નહીં. વિશ્વમાં ઘર્માસ્તિકાય નામનું દ્રવ્ય વિદ્યમાન છે. તેથી આ બે દ્રવ્યો ગતિ કરી શકે છે. જેમ જળમાં મસ્યો એટલે માછલાઓ ફરે છે તેમાં તેમને ચાલવામાં ઉદાસીન સહાયક તે જળ છે. જળ ન હોય તો તે માછલાઓ ગતિ કરી શકે નહીં. તેમ જીવ અને પુદગલ દ્રવ્યને વિશ્વમાં ગતિ કરવામાં ઘર્માસ્તિકાય દ્રવ્ય ઉદાસીન સહાયક છે. ||૧૦ના જીંવ પુદ્ગલ સ્થિર થાય છે અથર્મ-દ્રવ્યન માંય, મદદ ઉદાસીન પામી તે; જેમ પથિક લહીં છાંય. ૧૧ હવે અજીવ દ્રવ્યનો ત્રીજો પ્રકાર અધર્માસ્તિકાય છે તે જણાવે છે – અર્થ - જીવ અને પુદ્ગલ દ્રવ્ય જ્યાં સ્થિર થાય છે તેમાં પણ અઘર્માસ્તિકાય દ્રવ્ય ઉદાસીન સહાયક છે. જેમ પથિક એટલે મુસાફર પણ ચાલતા ચાલતા ઝાડની છાયા જોઈને વિશ્રામ કરે છે, તેમાં પણ અધર્માસ્તિકાય દ્રવ્યની ઉદાસીનપણે સહાયતા છે. ||૧૧|| દ્રવ્યો ક્ષણ ક્ષણ પરિણમે, તેમાં કારણ કાળ; કાળ-અણુ ત્રણ લોકમાં પ્રતિ પ્રદેશ નિહાળ. ૧૨ હવે અજીવ દ્રવ્યનો ચોથો ભેદ તે કાળ દ્રવ્ય છે તેનું સ્વરૂપ જણાવે છે – અર્થ - છએ દ્રવ્યો સમયે સમયે પરિણમન કરે છે તેમાં પણ કાળ કારણરૂપ છે. કાળદ્રવ્ય વિશ્વમાં ન હોય તો બીજા દ્રવ્યોનું પરિણમન થઈ શકે નહીં. ઉર્ધ્વ, અઘો અને મધ્ય એમ ત્રણે લોકના લોકાકાશના પ્રતિ પ્રદેશે એક એક કાળાણું રહેલ છે એમ તું જાણ. તેને નિશ્ચયકાળ કહેવામાં આવે છે. વ્યવહારકાળના પ્રવર્તનમાં નિશ્ચયકાળદ્રવ્ય ઉદાસીન સહાયક છે. I/૧૨ાા. સૌને જે અવકાશ દે, તે “આકાશ અનંત; પાંચ અર્જીવ સહ જીવ એ દ્રવ્ય છ સત્તાવંત. ૧૩ હવે અજીવ દ્રવ્યનો પાંચમો ભેદ તે આકાશાસ્તિકાય છે. તેનું સ્વરૂપ સમજાવે છે :અર્થ :- જે બીજા સર્વ દ્રવ્યોને રહેવા માટે અવકાશ આપે છે તે આકાશાસ્તિકાય કહેવાય છે. તે Page #432 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ આકાશ અનંત પ્રદેશી છે. ઉપરોક્ત પાંચ અજીવ દ્રવ્યો સાથે જીવ દ્રવ્યને જોડતા કુલ છ દ્રવ્યો વિશ્વમાં વિદ્યમાન છે. એ છએ પોતપોતાની સત્તા ધરાવે છે. છએનું અસ્તિત્વ ભિન્ન ભિન્ન છે. કોઈ દ્રવ્ય પોતાની સત્તા ખોઈને બીજા સાથે કદી પણ મળી શકે નહીં; એ દ્રવ્યોનો સ્વાભાવિક ગુણ છે. ।।૧૩।। શિવપદ જૅવ ભૂલી ગયો, રહ્યો કર્મને સંગ, સંગ અનાદિ કાળનો, ટળ્યે થવાય અસંગ. ૧૪ ૪૦૪ = અર્થ :– જીવ પોતાના શિવપદ એટલે મુક્તપદને અર્થાત્ પોતે સર્વ કર્મોથી મુક્ત થઈ શકે છે એવા શુદ્ધ આત્મપદને ભૂલી ગયો છે. કારણ કે અનાદિથી જીવને કર્મનો સંગ સદા રહેલ છે. તે અનાદિકાળના કર્મસંગને ટાળવાથી જ જીવ પોતાના અસંગ શુદ્ધ આત્મસ્વરૂપને પામી શકે છે. ।।૧૪।। કર્મ-સંતતિ હેતુને સમજી કરો ઉપાય; બીજ બાળ્યે તરુ-સંતતિ તુર્ત જ અટકી જાય. ૧૫ અર્થ :- કર્મ-સંતતિ એટલે કર્મોની પરંપરા જે અનાદિથી ચાલી આવે છે તેનું કારણ શું છે? તે સમજીને તે કારણોને દૂર કરવાનો ઉપાય કરવો જોઈએ. જેમ ઝાડનું બીજ બાળી નાખવાથી તે ઝાડ દ્વારા નવા બીજવડે થતી અનંત ઝાડની સંતતિ તુર્ત જ અટકી જાય છે. તેમજ કર્મોના મૂળને બાળી નાખવાથી તે કર્મોની સંતતિ અર્થાત્ પરંપરા તે પણ સહજે અટકી જાય છે. “જીવને બંઘનના મુખ્ય હેતુ બે : રાગ અને દ્વેષ. રાગને અભાવે દ્વેષનો અભાવ થાય. રાગનું મુખ્યપણું છે. રાગને લીઘે જ સંયોગમાં આત્મા તન્મયવૃત્તિમાન છે. તે જ કર્મ મુખ્યપણે છે. જેમ જેમ રાગદ્વેષ મંદ, તેમ તેમ ક્ર્મબંધ મંદ અને જેમ જેમ રાગદ્વેષ તીવ્ર, તેમ તેમ મંબંધ તીવ્ર. રાગદ્વેષનો અભાવ ત્યાં કર્મબંઘનો સાંપરાયિક અભાવ. રાગદ્વેષ થવાનું મુખ્ય કારણ મિથ્યાત્વ એટલે અસમ્યક્દર્શન છે. સમ્યજ્ઞાનથી સમ્યક્દર્શન થાય છે. તેથી અસમ્યક્દર્શન નિવૃત્તિ પામે છે. તે જીવને સમ્યચારિત્ર પ્રગટે છે, જે વીતરાગદશા છે. સંપૂર્ણ વીતરાગદશા જેને વર્તે છે તે ચરમશરીરી જાણીએ છીએ." (વ.પૃ.૮૧૯) ॥૧૫॥ કર્મપ્રવાહ વહી રહ્યો નદીજળ પામી ઢાળ, સમુદ્ર-સપાટી પાર્ટીને પછી નહિ વહે નિહાળ, ૧૬ અર્થ :— નદીનું જળ ઢાળ પામીને તે તરફ વહે છે. તેમ શુભાશુભભાવને કારણે કર્મનો પ્રવાહ પણ -- વહી રહ્યો છે. સમુદ્રની સપાટી પામી પછી નદીનું જળ વહેતું નથી. તેમ જીવમાં શુદ્ધભાવ ઊપજ્યે કર્મનો પ્રવાહ પણ વર્તતો નથી. ।।૧૬। તેમ જ શુભ-અશુભ બે જીવ-ભાવો ગણ ઢાળ, પુણ્ય-પાપરૂપ કર્મનો વચ્ચે પ્રવાહ, નિહાળ, ૧૭ અર્થ :– જીવના શુભ અશુભ બે ભાવોને તું ઢાળ સમાન જાણ. તેથી પુણ્ય અને પાપરૂપ કર્મનો પ્રવાહ તે તરફ વહે છે. ૧૭૬ા પુદ્ગલ-અણુ મી વર્ગણા બને અનેક પ્રકાર; જીવ-વિભાવ નિમિત્તથી વહે જીવ ભણી, વિચાર. ૧૮ Page #433 -------------------------------------------------------------------------- ________________ (૩૪) નવ તત્ત્વનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ ૪ ૦ ૫ અર્થ:- પુદગલ પરમાણુ ભેગા મળીને અનેક પ્રકારની વર્ગણાઓ બને છે. જેમકે આહારકવર્ગણા, તૈજસવર્ગણા, ભાષાવર્ગણા, મનોવર્ગણા, કામણવર્ગણા આદિ અનેક છે. તે જીવના રાગદ્વેષરૂપ વિભાવ ભાવોના નિમિત્તને પામી જીવ ભણી વહેવા લાગે છે. ||૧૮ો. આવે જે જે વર્ગણા આસ્રવ અર્જીવ ગણાય; જીવ-આસ્રવ વિભાવરૅપ ત્રીજું તત્ત્વ ભણાય. ૧૯ અર્થ - જે જે વર્ગણાઓ જીવ ભણી ખેંચાઈને આવે છે તેને અજીવ આસ્રવ તત્ત્વ ગણવામાં આવે છે. તથા જીવના રાગદ્વેષરૂપ વિભાવ પરિણામ જે આ વર્ગણાઓને જીવ ભણી લાવવામાં નિમિત્તરૂપ છે. તેને જીવ-આસ્રવ નામનું ત્રીજાં તત્ત્વ કહેવામાં આવે છે. ૧૯ના વિભાવ પાંચ પ્રકારનો : કર્મ-કમળથી વાવ; યોગ, કષાય, પ્રમાદ ને અવિરતિ”, “મિથ્યા ભાવ. ૨૦ અર્થ - કર્મ આવવામાં કારણરૂપ જીવના રાગદ્વેષમય વિભાવના પાંચ પ્રકાર છે. તે કર્મરૂપી કમળને વિકસાવવામાં પાણીની વાવ સમાન છે. તે નીચે પ્રમાણે છે : (૧) યોગ, (૨) કષાય, (૩) પ્રમાદ, (૪) અવિરતિ અને (૫) મિથ્યાત્વ છે. સૌથી મોટું પાપ મિથ્યાત્વ છે. સમકિત પ્રગટ્ય મિથ્યાત્વનો નાશ હોય છે. પછી અવિરતિ જાય છે, પછી પ્રમાદ અને કષાયનો નાશ થાય છે. અંતમાં મનવચનકાયાના યોગ પણ છૂટી જઈ આત્મા પોતાની સિદ્ધદશાને પામે છે. ગરવા અજીવ આમ્રવના ઘણા ભેદ ભણે જિનભૂપ; મુખ્ય આઠે ય કર્મને યોગ્ય વર્ગણારૂપ. ૨૧ અર્થ - કર્મોની વર્ગણાઓને આવવારૂપ અજીવ આમ્રવના ઘણા ભેદ છે, એમ જિનભૂપ એટલે જિનોમાં રાજા સમાન જિનેશ્વર ભગવાન કહે છે. જ્ઞાનાવરણીયાદિ મુખ્ય આઠ કર્મ છે. તેમાં કર્મને યોગ્ય બથી વર્ગણાઓ આવી સમાઈ જાય છે. મારા પાંચ વિભાવે જીંવ રમે, જીવ-બંઘ ગણ એ જ; આઠે કર્મ અજીવ-બંઘ, ચાર ચાર ભેદે જ. ૨૨ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ આ પાંચ વિભાવભાવોમાં જીવની રમણતા હોવાથી જીવને કર્મનો બંઘ થાય છે. તેને જીવ બંઘ નામનું ચોથું તત્ત્વ ગણવામાં આવે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય એ આઠ કર્મના મુખ્ય પ્રકાર છે. જીવના વિભાવભાવોનું નિમિત્ત પામી આઠેય કર્મોને યોગ્ય વર્ગણાઓનું જીવ સાથે ચોંટી જવું તેને અજીવ-બંઘ કહેવામાં આવે છે. તે આઠેય કર્મોનો બંઘ ચાર ચાર પ્રકારે થાય છે. તે ચાર પ્રકાર (૧) પ્રકૃતિબંધ, (૨) સ્થિતિબંઘ, (૩) અનુભાગ બંઘ તથા (૪) પ્રદેશબંધ છે. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ ને પ્રદેશ-બંઘ વિચાર: પ્રકૃતિ, પ્રદેશ યોગથી, શેષ કષાયે ઘાર. ૨૩ અર્થ:- (૧) પ્રકૃતિબંઘ, (૨) સ્થિતિબંઘ, (૩) અનુભાગ અને (૪) પ્રદેશબંઘ તેનો વિચાર કરો. Page #434 -------------------------------------------------------------------------- ________________ ४०५ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ (૧) પ્રકૃતિબંઘ = કર્મરૂપે પરિણમવા યોગ્ય કાર્મણ વર્ગણાઓ, જે કર્મની પ્રકૃતિરૂપે પરિણમે છે તેને પ્રકૃતિબંઘ કહેવામાં આવે છે. (૨) પ્રદેશબંઘ - પ્રત્યેક સમયે જીવ જેટલા પુદ્ગલ પરમાણુઓને કર્મરૂપે ગ્રહણ કરે છે તેટલા પ્રમાણને પ્રદેશબંઘ કહેવામાં આવે છે. (૩) સ્થિતિબંઘ - કર્મરૂપે પરિણમેલા પુદ્ગલ પરમાણુઓના ઝંઘો કેટલા કાળ સુધી આત્મા સાથે જોડાયેલા રહેશે તે પ્રમાણને સ્થિતિબંઘ કહે છે. (૪) અનભાગબંઘ - રાગાદિના નિમિત્તથી જે પુદગલ વર્ગણાઓ કર્મરૂપે બનેલ છે, તેમાં એવી શક્તિ હોય છે કે તે કર્મોનો ઉદયકાળ આવ્યું જીવના જ્ઞાનાદિ ગુણોનો થોડો ઘણો પણ ઘાત કરે. કર્મ બંઘાતી વખતે જીવના તીવ્ર કે મંદ કષાયભાવ અનુસાર કર્મોમાં એવી શક્તિનું રોપાવું તેને અનુભાગબંઘ કહેવામાં આવે છે. ઉપરોક્ત પ્રકૃતિબંઘ અને પ્રદેશબંઘ તે મન વચન કાયાના યોગથી પડે છે તથા બાકીનો સ્થિતિબંઘ અને અનુભાગબંઘ તે જીવના કષાયભાવોથી પડે છે. રા. તજી અનાદિ વિભાવ ઑવ નિજભાવે સ્થિર થાય, જીંવ-સંવર રૃપ તત્ત્વ તે; ત્યાં આસ્રવ રોકાય. ૨૪ અર્થ – જીવ પોતાનો અનાદિ વિભાવ તજી દઈ આત્મસ્વભાવે સ્થિર થાય તેને પાંચમું જીવ સંવર નામનું તત્ત્વ કહેવામાં આવે છે. તેથી આવતા કર્મોનો આસ્રવ રોકાઈ જાય છે. ૨૪ કર્મ-વર્ગણા ઑવ ભણી હવે વહે નહિ, તે જ – અજીવ-સંવર જાણજો, સમતા ભાવ વડે જ. ૨૫ અર્થ - આત્માના સમતાભાવવડે જીવ-સંવર થવાથી કર્મોની વર્ગણાઓ પણ જીવ ભણી હવે વહેતી નથી. તેને જ અજીવ સંવર જાણવો. ૨પા. વ્રત, સમિતિ, ગુણિ, યતિ-ઘર્મ, ભાવના બાર, પરિષહ-જય, ચારિત્ર એ જીંવ-સંવર વિચાર. ૨૬ હવે જીવ-સંવર શાથી થાય છે તેના કારણો જણાવે છે : અર્થ – સમ્યગ્દર્શન સહિત પાંચ મહાવ્રત કે અણુવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુતિ, ઉત્તમ ક્ષમાદિ દશ યતિધર્મ, અનિત્યાદિ બાર ભાવનાઓ, બાવીસ પરિષહ જય, તથા દેશ સંયમ કે સર્વ સંયમરૂપ ચારિત્ર એ સર્વ સાઘનો, આવતા કર્મોને રોકે છે. તેથી જીવ-સંવર થાય છે. એમ વિચારી તે પ્રમાણે વર્તવા પુરુષાર્થ કરવો. ર૬ના ઑવ ભાવેઃ “હું એકલો, શુદ્ધ ચેતના રૂપ, નિર્મમ, કેવળજ્ઞાનકૂંપ, દ્રષ્ટા, પૂર્ણ સ્વરૂપ;” ૨૭ હવે જીવ નિર્જરા પ્રાપ્ત કરવા માટેની ભાવના દર્શાવે છે : અર્થ :- જીવ પોતાના શુદ્ધ સ્વભાવને પામવા માટે એવી ભાવના ભાવે છે કે હું એકલો છું, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, નિર્મમ શું અર્થાત્ મારું આ જગતમાં કંઈ નથી, કેવળજ્ઞાન સ્વરૂપ છું, જ્ઞાતાદ્રેષ્ટા સ્વભાવવાળો છું અને પૂર્ણ સ્વરૂપ છું. અનંત જ્ઞાનદર્શન સુખવીર્યનો સ્વામી છું. Page #435 -------------------------------------------------------------------------- ________________ (૩૪) નવ તત્ત્વનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ ४०७ મારા સ્વરૂપમાં કોઈ પ્રકારની ખામી નથી. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય છે. ભારણા તન્મય શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા જીંવની થાય, જીવનિર્જરા જાણ ત્યાં પૂર્વ-કર્મ ઝરી જાય. ૨૮ અર્થ - એમ આત્મભાવના કરતાં જ્યારે શુદ્ધસ્વભાવમાં તન્મય થઈને જીવની સ્વરૂપમાં સ્થિરતા થાય, તેને છઠ્ઠ તત્ત્વ જીવ-નિર્જરા કહેવામાં આવે છે. ત્યાં પૂર્વે કરેલા કર્મો પણ ઝરવા માંડે છે. /૨૮ાા ઝરે કર્મ એવા ક્રમે, અર્જીવ-નિર્જરા એ જ; સર્વ કર્મ ક્ષય થાય તે અજીંવ-મોક્ષ ગણી લે જ. ૨૯ અર્થ - ઉપર પ્રમાણે આત્મભાવના ભાવતાં કમ ઝરવાનો અર્થાતુ પુગલના બનેલા કર્મોની નિર્જરાનો ક્રમ શરૂ થાય છે, તેને અજીવ-નિર્જરા કહેવામાં આવે છે. જ્યારે ઉપરોક્ત ક્રમવડે સર્વ કર્મોનો સર્વથા ક્ષય થાય છે, તેને અજીવ-મોક્ષ ગણવામાં આવે છે. રા. શુદ્ધ સ્વરૂપે સ્થિરતા ટકતી કાળ અનંત, જીવ મોક્ષ સમજો, જનો; ભજે સિદ્ધ ભગવંત. ૩૦ અર્થ :- સર્વ કર્મોના સંપૂર્ણ ક્ષય વડે પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં અનંતકાળ સુધી જે સ્થિરતા ટકી રહે છે તેને સાતમું જીવ-મોક્ષ નામનું તત્ત્વ કહેવામાં આવે છે. તે સંપૂર્ણ શુદ્ધ આત્મસ્વભાવની સ્થિરતાને સિદ્ધ ભગવંતો સદા ભજી રહ્યા છે અર્થાત અનુભવી રહ્યા છે. ૩૦ના શુભભાવક જીંવ, પુણ્ય જો; અશુભભાવ જીંવ પાપ, દ્રવ્યકર્મરૂપ અર્જીવ છે; ફળ ગણ સુખ-સંતાપ. ૩૧ અર્થ:- જીવના શુભભાવને આઠમું તત્ત્વ જીવ-પુણ્ય નામે અને જીવના અશુભભાવને નવમું તત્ત્વ જીવ-પાપ નામે ઓળખવામાં આવે છે. શુભ અશુભ ભાવોના કારણે દ્રવ્યકર્મનું આવવું, તે બેયને અજીવપુણ્ય અને અજીવ-પાપ કહેવામાં આવે છે. એ પુણ્ય પાપના ફળો ક્રમશઃ શાતા સુખરૂપે અને અશાતાના સંતાપરૂપે આવે છે. ૩૧ નવે તત્ત્વની વાત આ કહી સંક્ષેપે સાવ, વિચારજો વિસ્તારથી કરવા સમ્યક ભાવ. ૩૨ અર્થ - પ્રયોજનભૂત આ નવેય તત્ત્વની વાત અહીં સાવ સંક્ષેપમાં કહેવામાં આવી છે. તેને જ્ઞાનીપુરુષોના બીજા ઉપદેશવડે કે સન્શાસ્ત્રો દ્વારા વિસ્તારથી વિચારજો. જેથી જીવની, મિથ્યા માન્યતાઓ ટળી જશે અને સમ્યભાવો ઉત્પન્ન થઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થશે. સર્વ ફ્લેશથી અને સર્વદુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે.' (વ.પૃ.૪૫૧) જે જીવ, નવ તત્ત્વના સ્વરૂપને યથાર્થ જાણે છે, તે જીવ સાર્વજનિક એટલે જગત જનતાનું વાસ્તવિક શ્રેય અર્થાત હિત કરી શકે. આ પાઠમાં સંસારી જીવોનું હિત શામાં રહેલું છે તે શ્રેય અને પ્રેયના સંવાદરૂપે સમજાવે છે, કે જેથી જીવ સંસારના રંગબેરંગી ભૌતિક સુખમાં ભૂલો નહીં પડીને, પોતાના આત્માનું કલ્યાણ કરે. Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ (૩૫) સાર્વજનિક શ્રેય (રાગ-હાંરે મારે ધર્મ જિણંદશુ લાગી પૂરણ પ્રીત જો, જીવલડો લલચાણો જિનજીની ઓળગે રે લો) * હાંરે વ્હાલા રાજચંદ્ર ગુરુ જ્ઞાનીમાં મન જાય જો, ત્રિભુવન-જનનું શ્રેય ઉરે જે થારના રે લો. હાંરે તેને ચરણે નમતાં કળિમળ પાપ કપાય જો, શરણાગતનાં કારજ સઘળાં સારતા રે લો. હાંરે વાલા = અર્થ :— હાંરે વ્હાલા રાજચંદ્ર ગુરુ જ્ઞાની ભગવંત પ્રત્યે મારું મન આકર્ષાય છે, કેમકે ત્રણેય લોકના જીવોનું શ્રેય એટલે કલ્યાણ કરવાનો ભાવ જેના હૃદયમાં સદાય વિદ્યમાન છે. એ વિષે એક પત્રમાં તેઓશ્રી જણાવે છે કે– ‘જૈનમાર્ગમાં પ્રજા પણ ઘણી થોડી રહી છે, અને તેમાં સેંકડો ભેદ વર્તે છે, એટલુ જ નહીં પણ ‘મૂળમાર્ગ'ની સન્મુખની વાત પણ તેમને કાને નથી પડતી, અને ઉપદેશકના લક્ષમાં નથી, એવી સ્થિતિ વર્તે છે. તેથી ચિત્તમાં એમ આવ્યા કરે છે કે જો તે માર્ગ વધારે પ્રચાર પામે તો તેમ કરવું, નહીં તો તેમાં વર્તતી પ્રજાને મૂળલક્ષપણે દોરવી. આ કામ ઘણું વિકટ છે. વળી જૈનમાર્ગ પોતે જ સમજવો તથા સમજાવવો ઠારા છે. સમજાવતાં આડાં કારણો આવીને ઘણા ઊભા રહે તેવી સ્થિતિ છે. એટલે તેવી પ્રવૃત્તિ કરતાં ડર લાગે છે. તેની સાથે એમ પણ રહે છે કે જો આ કાર્ય આ કાળમાં અમારાથી કંઈ પણ બને તો બની શકે; નહીં તો હાલ તો મૂળમાર્ગ સન્મુખ થવા માટે બીજાનું પ્રયત્ન કામ આવે તેવું દેખાતું નથી. ઘણું કરીને મૂળમાર્ગ બીજાના લક્ષમાં નથી, તેમ તે હેતુ દૃષ્ટાંતે ઉપદેશવામાં પરમશ્રુત આદિ ગુણો જોઈએ છે, તેમ જ અંતરંગ કેટલાક ગુણો જોઈએ છે, તે અત્ર છે એવું દૃઢ ભાસે છે.” (વ.પૂ.૫૧૭) પરમકૃપાળુદેવના ચરણકમળમાં ભાવપૂર્વક પ્રણામ કરતા અર્થાત્ તેમની આજ્ઞાને ઉપાસતાં કળિમળ એટલે વિષયકષાયરૂપ મળ જે પાપરૂપ છે તેને ધોઈ શકાય છે. તથા જેણે એમનું શરણ ગ્રહણ કર્યું છે તેના સઘળા કાર્ય ભક્તિના બળે સિદ્ધ થાય છે. “જ્ઞાનીપુરુષના વચનનો દૃઢ આશ્રય જેને થાય તેને સર્વ સાધન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સત્પુરુષોએ કર્યો છે.'' (વ.પૃ.૪૪૭) ||૧|| હાંરે સુણો : શ્રેય, પ્રેય બે હોર્ડ ચઢ્યાં સંભળાય જો, તુમ વિણ ન્યાય કરે કો, કોણ એ બેયનો રે લો. હાંરે જાઓ રાજસભામાં સૌ સજ્જન સન્મુખ જો શ્રેય, પ્રેય નિજ પક્ષ–ગુણો કહી દેય, જો રે લો. હાંરે વ્હાલા અર્થ :— શ્રેય એટલે આત્મક્લ્યાણને ઇચ્છવાવાળો આત્માર્થી જીવ અને પ્રેય એટલે સંસારસુખને ઇચ્છવાવાળો મિથ્યાવૃષ્ટિ જીવ, આ બેય હોડે ચઢયા છે એમ વાયકા સંભળાય છે. પણ હે નાથ! તમારા વિના એ બેયનો ન્યાય કોણ કરી શકે. હવે રાજસભામાં આવી સર્વ સજ્જનોની સન્મુખ શ્રેય અને પ્રેય બન્ને પોતાના પક્ષના ગુણો કહેવા લાગ્યા. ।।૨।। Page #437 -------------------------------------------------------------------------- ________________ (૩૫) સાર્વજનિક શ્રેય વ્હાલા હાંરે ત્યાં પ્રેય પ્રથમ કહે : “મુજ વિસ્તાર વિશેષ જો; જગનાયક પ્રભુ, જોજો સૌના ભાવને રે લો. હાંરે જુઓ, કર્ણ ચઢે છે પ્રિય વચન, સંગીત જો; નેત્ર ચહે પ્રિય ચકમકતા દેખાવને રેલો. હાંરે અર્થ :– સંસારના ભૌતિક સુખની પ્રીતિવાળો પ્રેય પ્રથમ કહેવા લાગ્યો કે આ જગતમાં મારો ફેલાવ વિશેષ છે. હે જગનાયક પ્રભુ! આપ સૌના ભાવને જાઓ, સૌ મને જ ઇચ્છે છે. કાન છે તે પ્રિય વચન કે સંગીત સાંભળવાને ઇચ્છે છે, નેત્રન્દ્રિય છે તે જગતમાં રહેલા ભૌતિક જડ પદાર્થોના ચકમકતા દેખાવને ઇચ્છે છે, અર્થાત્ વસ્તુઓના રૂપ, રંગ, કપડાં, અલંકાર, ઘર આદિને જોઈ બધા મોહ પામે છે. ।।૩।। હાંરે કોણ સુગંધ સુંધી નહિ થાતા પ્રસન્ન જો? રસોઈના રસ રસિક જનો સૌ જાણતા રે લો; હાંરે ગુહ્ય સ્પર્શ-સુખોને હેતાં આવે લાજ જો, એ જ મનોહર ભાવ જગત-જીવ માણતા રે લો. હાંરે વ્હાલા રે = અર્થ :– નાસિકા સુગંધીને ચાહે છે. અત્તર, ફુલ વગેરેની સુગંધને સૂંધી કોણ પ્રસન્ન થતા નથી? સ્વાદિષ્ટ રસોઈના રસ ભોજન રસિકો સૌ જાણે છે અને તે વાનગીઓને આરોગી આનંદ માણે છે. ૪૦૯ “શાંતરસમય થર્મ—કષાયરહિત આત્માની પરિણતિ એ ખરો અમૃત જેવો રસ છે. બીજા રસથી ઉદાસ થાય તો એ રસ મળે.' મોલમાા, વિવેચન (પૃ.૨૩) તથા ગુપ્ત સ્પર્શેન્દ્રિયના કહેવાતા સુખોને તો ઉચ્ચારતાં પણ લાજ આવે છે, એમ પાંચ ઇન્દ્રિયોના વિષયભાવોને જ મનોહર માની જગતના જીવો આનંદમાં ગરકાવ થઈને રહે છે. ।।૪।। હાંરે જુઓ, વન ઉપવનને રાજવિલાસ અનેક જો; પુર પાટણ કે દેવ-દેવી-દરબારમાં રે લો; હાંરે જુઓ, ખુણેખાંચરે વર્તે મારી આણ જો, મારે માટે મથતાં સૌ સંસારમાં રે લો."હાંરે વ્હાલા = અર્થ :— વનમાં રહેલા પ્રાણીઓની પણ એ જ ઇચ્છા છે. ઉપવન એટલે બગીચાઓમાં નેત્રન્દ્રિય આદિ વિષયોને પોષવા માટે લોકો જાય છે. તેમજ સર્વ સંસારી જીવો રાજા જેવા વિલાસને ઇચ્છે છે. અથવા સર્વ રાજા મહારાજાઓ પણ તેમાં મશગુલ છે. નગરમાં જુઓ કે ગામમાં જુઓ, કે વળી દેવદેવીઓના દરબારમાં જાઓ ત્યાં પણ લોકો ઇન્દ્રિયસુખની ઇચ્છાથી ઘન, સ્ત્રી, પુત્રાદિ મેળવવાની કામના બુદ્ધિથી આવે છે. અથવા દેવ દેવીઓના વિમાનમાં પણ ઇન્દ્રિયસુખની જ ભરમાર છે, એમ જગતમાં સર્વત્ર ખુણે ખાંચરે મારી જ આજ્ઞા વર્તે છે. તથા પાંચ ઇન્દ્રિયોના સુખો મેળવવા માટે જગતમાં સર્વ જીવો મહેનત મારી કરી રહ્યા છે. એમ ભૌતિક સુખના રસિક એવા પ્રેયે પોતાની વાત રાજસભા સમક્ષ પ્રગટ કરી. ।।૫।। હાંરે હવે શ્રેય કહે : “બહુ લોક ગરીબ જગમાંહિ જો, તેથી શું ગરીબાઈ વિશેષ વધી જતી રે લો? Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ હાંરે ભલે અંઘારી રાતે બહુ તારા હોય જો, તેથી શું તા૨ા-તેજ રવિથી ચઢે અતિ રે લો? હાંરે વ્હાલા અર્થ :– હવે આત્મકલ્યાણનો ઇચ્છુક એવો શ્રેય પોતાની વાત રાજસભામાં રજુ કરે છે ઃ— જગતમાં ગરીબ લોકો ઘણા છે. તેથી શું ગરીબાઈની વિશેષતા ગણાય છે? અર્થાત્ તે આઠરવા યોગ્ય મનાય છે? જેમ જગતમાં મુસલમાન કે ખ્રિસ્તી કે સ્વામીનારાયણ ધર્મને માનનારા લોકો ઘણા હોય તેથી તે જ ધર્મ સાચો અને બીજા ખોટા એક કેમ કહી શકાય. અંધારી રાત્રિએ ઘણા તારા દેખાય તેથી શું તેનું તેજ સૂર્ય કરતાં વથી જાય છે? નહીં. તેમ ભલે થોડા હોય પણ સત્ય તે સત્ય જ છે. જ્ઞા હાંરે પ્રભુ. પ્રેય સમો ઠગ જગમાં નહિ દેખાય જો, મૃગજળ સમ તે હરણ-મરણને સાધતો રે લો; હાંરે જુઓ, સંગીતની પ્રિયતાથી મૃગ લોભાય જો, શિકારીના શથી પ્રાણ ગુમાવતો રેલો. હાંરે વ્હાલા = અર્થ :— હે નાથ ! આ સંસારમાં સુખ છે એમ ઉપરથી બતાવનાર આ પ્રેય સમાન બીજો કોઈ ઠગ આ જગતમાં દેખાતો નથી. જેમ મૃગજળને લેવા દોડી હરણ મરણને શરણ થાય છે. તેમ ઇન્દ્રિયોના ભોગોમાં બહુ સુખ છે એમ માનીને સંસારી પ્રાણી પણ તેમાં જ ફસાઈ જઈ આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ત્રિવિધ તાપાગ્નિને જ ભોગવે છે. જેમકે કાનને સંગીત પ્રિય છે. પણ હરણ સંગીતની પ્રિયતાને કારણે લોભાય છે અને શિકારીના સર એટલે બાળથી પોતાના પ્રાણ પણ ગુમાવી દે છે. ।।૭।। હાંરે કેવું દીપક દેખી પતંગ-મન ખેંચાય જો, ઝગમગતી જ્યોતિમાં પડી બળી મરે, અરે! રે લો; હાંરે કોરે કાષ્ઠ ભ્રમર પણ કમળ-સુગંધે લીન જો, કમળ બિડાતાં કૈદ સહી ગજમુખે મરે રે લો. હાંરે વ્હાલા અર્થ :– દીપકને જોઈ પતંગીયાનું મન પણ તે તરફ આકર્ષાય છે અને આશ્ચર્ય છે કે તેની ઝગમગતી જ્યોતમાં વારંવાર પડી તે મરી જાય છે. વળી ભમરો જે કાષ્ઠ એટલે લાકડાને પણ કોતરી શકે તેવો હોવા છતાં, કમળપુષ્પની સુગંધીમાં લીન થઈ જવાથી કમળ બિડાતા તેમાં જ કેદી સમાન બની બીડાઈને રહે છે. પછી હાથી આવીને કમળને તોડી ખાય ત્યારે હાથીના મુખમાં મરણ પામે છે. “પતંગિયું, માછલી આદિ એક એક વિષયને આઘીન તીવ્રતાને લીઘે મરણને પામે છે, તો આપણે પાંચ ઇન્દ્રિયો છે તેનો તીવ્રપણે ઉપયોગ થાય તો શી દશા થાય? માટે ઇન્દ્રિયોના પ્રવર્તન વખતે વિચારપૂર્વક રહેવું. આ જીવનું ભૂંડુ કરનાર ઇન્દ્રિયો છે.' બોઘામૃત ભાગ-૧ (પૃ.૩) IIII હાંરે . ભલા એકલશૃંગી મુનિ રસવશ લપટાય જો, તપસી લપસી રામબનેવી બની ગયા રે લો; હાંરે સ્ત્રી-રત્નની લટ સ્પર્શી સંસ્મૃતિ-પાય જો, મોક્ષમાર્ગ ભૂલી નરકગાર્મી ચક્રી થયા રે લો. હાંરે વ્હાલા અર્થ :– એક્લેશૃંગી મુનિ રસને વશ થવાથી વાસનામાં લપટાઈ ગયા. તપશ્ચર્યા કરનારા તપસી પણ જિલ્લો ઇન્દ્રિયને વશ થવાથી લપસી જઈને રામના બનેવી બની ગયા. Page #439 -------------------------------------------------------------------------- ________________ (૩૫) સાર્વજનિક શ્રેય ૪૧ ૧ મંગુસૂરિ પણ રસનાની લંપટતાના કારણે મરીને ગામના ગટરની પાસેના મંદિરમાં યક્ષ બન્યા. અષાડાભૂતિ મુનિ પણ સુગંધી મોદકના રસમાં આસક્ત થવાથી નટડીના મોહમાં ફસાઈ ગયા અને ગામે ગામ નાટક કરવા લાગ્યા. સંભૂતિમુનિનું દ્રષ્ટાંત - ચક્રવર્તીની પટરાણી જે સ્ત્રીરત્ન કહેવાય છે. તેણે સંભૂતિ વિજય મુનિના ચરણમાં નમસ્કાર કર્યા. તે વખતે તેના કોમળ ચોટલાના વાળનો સ્પર્શ થતાં મોક્ષમાર્ગને ભૂલી જઈ મુનિએ ચક્રવર્તીપદનું નિયાણું કરી લીધું. તેથી બ્રહ્મદત્ત ચક્રવર્તી બનીને સાત સો વર્ષનું આયુષ્ય ભોગવી અંતકાળે કુરુમતિ જે તેની પટરાણી હતી, તેના નામનું રટણ કરતો કરતો મરીને સાતમી નરકે ગયો. ત્યાં ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળો તે નારકી થયો. બ્રહ્મદત્ત ચક્રવર્તીને પોતાના મનુષ્યજન્મના સાતસો વર્ષનું વિષયસુખ શું ભાવ પડ્યું તેનો હિસાબ જણાવે છે. તે સ્થિર ચિત્તથી વિચારી ઇન્દ્રિયસુખોથી વૈરાગ્ય પામી આ સંસારથી શીધ્ર નિવર્તવા યોગ્ય છે. એક અંતર્મહર્તિના ૩૭૦૦ થી કંઈક અધિક શ્વાસોચ્છવાસ થાય છે. તેવા એક શ્વાસોચ્છવાસમાં જેટલું ઇન્દ્રિયસુખ ભોગવ્યું તેના બદલામાં ૧૧ લાખ ૫૮ હજાર પલ્યોપમનું લગભગ દુઃખ તેને ભોગવવાનું આવ્યું. તે પણ સાતમી નરકનું. હવે એક પલ્યોપમનો કાળ કેટલો? તો કે ચાર ગાઉ પહોળો, તેટલો જ લાંબો અને ઊંડો એવા ખાડામાં જાગલીઆના વાળના કટકા કરીને નાખે કે જે વાળનો બીજો કટકો થઈ શકે નહીં. એવા વાળથી ઠાંસી ઠાંસીને તે કુઆને ભરે. પછી દર સો સો વર્ષે તેમાંનો એક એક વાળ બહાર કાઢે. એમ કરતાં જ્યારે એ ખાડો ખાલી થાય તેટલા સમયને એક પલ્યોપમ કહેવામાં આવે છે. એવા દશ કોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ કહેવાય. એવા તેત્રીશ સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય બ્રહ્મદત્ત ચક્રવર્તીને સાતમી નરકમાં ભોગવવાનું આવ્યું. આ બધા દુઃખનું કારણ પ્રેયની જ ઠગાઈ છે એમ શ્રેયે રાજસભામાં જણાવ્યું. “સપરસ રસના ગ્રાનનકો, ચખ કાન વિષય સેવનકો; બહુ કરમ કિયે મન માને, કછુ ન્યાય અન્યાય ન જાને.” સ્પર્શન, રસના (જિલ્લા), ધ્રાણ (નાસિકા), ચક્ષુ અને કાન એ પાંચ ઇન્દ્રિયોના વિષયોને મથુરા માની મેં સેવ્યા, તેમ કરતાં મનમાન્યાં એટલે અત્યંત અનંત કર્મો મેં બાંધ્યા, ને ન્યાય કે અન્યાય, ખરું કે ખોટું કંઈ મેં જાણ્યું નહીં, કશાયની મેં પરવા કરી નહીં. નિત્યનિયમાદિ પાઠ (પૃ. ૨૮૨) ||લા હાંરે કોઈ સદાચરણથી જીવ કમાયો હોય જો, તેને પ્રેમ ઠગ ભોળવી લૂંટી લે, ખરે! રે લો. હાંરે વધુ જરૂરિયાતે થાય કમાણ વિશેષ” જો, જગને જૂઠાં સત્યો શીખવી છેતરે રે લો. હાંરે વ્હાલા અર્થ - કોઈ જીવે સદાચરણ સેવીને ઉત્તમ આત્મહિતની કમાણી કરી હોય તેને પણ આ પ્રેય ઠગ ભોળવીને તેનું જીવન બરબાદ કરી દે છે. ઘમિલ નામે શેઠ પુત્ર સદાચારી હતો, વૈરાગી હતો પણ વેશ્યાના સંગમાં આવવાથી ઘર્મ, કર્મ, ઘરબાર બધું ભૂલી ગયો. “પાંચ ઇન્દ્રિયોને પોષવી નથી. આંખ મળી છે તે ભગવાનના દર્શન માટે છે. કાન મળ્યા છે તે ભગવાનનાં વચન શ્રવણ કરવા માટે. એમ દરેક ઇન્દ્રિયોને સવળી કરી નાખવી. ઇન્દ્રિયો છે તે જ્ઞાનદશાને રોકનારી છે. જ્ઞાનદશા થયા પછી એ જ ઇન્દ્રિયો મોક્ષના કામમાં આવે છે.” બઘામૃત ભાગ-૧ (પૃ.૨૧૪) Page #440 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧ જીવનમાં વધુ જરૂરિયાતો ઊભી કરીએ તો તે મેળવવા માટે જીવ વધારે પુરુષાર્થ કરે અને તેથી તેને વધારે કમાણી થાય છે. એવી જૂઠી દલીલોને સત્ય ઠરાવવા મથી જગતના જીવોને આ પ્રેય ઠગ છેતરી જાય છે. ।।૧૦।। ૪૧૨ હાંરે દઈ ઇન્દ્રિય-સુખની સામગ્રી સ–વિશેષ જો, મોહરાયના જુલમની જડ પોષતો રે લો; હાંરે ભલા લોક અજાણ્યા મોહ-મદિરા-મત્ત જો, ઉંદર ફૂંકી ğવન-રુધિર તે ચૂસતો રે લો.” હાંરે વ્હાલા અર્થ :— સંસારી જીવોને પાંચેય ઇન્દ્રિયસુખની વિશેષ વિશેષ સામગ્રી આપીને આ પ્રેય મોહરાજાના જુલમની જડને પોષી રહ્યો છે. બિચારા ભલા લોકો તો સાચા સુખના માર્ગથી અજાણ છે તથા મોહરૂપી દારૂના નશાથી ઉન્મત્ત થયેલા છે, તેથી તેમના જીવનરૂપી રુધિરને, વિષય લાલસારૂપી ઉંદર વડે ફૂંકી ફૂંકીને એ ચૂસી રહ્યો છે. ।।૧૧।। “હાંરે મારી નિંદા મૂકી, ગણાવ તારા ગુણ જો,” પ્રેય કહે, “નિર્ગુણ નિંદા વિણ શું બકે રે લો? હાંરે તારી નજરે જો જરી સાર્વજનિક સુખ મુજ જો, ધ્રુવડ સમ નહિ રવિ-કિરણો તું ગણી શકે ૨ લો. હાંરે વ્હાલા અર્થ :– હવે પ્રેય ગુસ્સે થઈ પોતાની ફરી દલીલો મૂકી શ્રેયને સભા સમક્ષ જવાબ આપે છે કે ઃ— હવે મારી નિંદા મૂકીને તારા જે ગુણ હોય તે ગણાવ. તું પોતે નિર્ગુણ હોવાથી પારકી નિંદા કર્યા વગર બીજું શું બકવાનો હતો? હું જે સર્વ લોકોને સુખ આપું છું તે જરા સ્થિર નજર કરીને નિહાળી જો. પણ તું તો ઘુવડ જેવો છું. તેથી સૂર્યના કિરણો કેટલા છે તે તું શું ગણી શકે? ।।૧૨। હાંરે કેવી સુખ-સગવડ હું દિન દિન દઉં છું, દેખ જો; સુંદર કપડાં મયૂરકળા સમ દીપતાં રે લો. હાંરે મારાં યંત્રો જાણે આણે સુરતરુ-યુગ જો, રાય, રંક સૌને સરખાં સુખ આપતાં રે લો. હાંરે વ્હાલા અર્થ :— હું બધાને કેવી કેવી સુખ સગવડો દિન પ્રતિદિન આપતો જાઉં છું. સુંદર રંગબેરંગી કપડાં જે હાલમાં હું આપું છું તે તો જાણે મયૂર-કળા સમાન શોભા પામે છે, અર્થાત્ મોરના પીંછાની જેમ લોકોને આકર્ષક નીવડે છે. વર્તમાનમાં મારા યંત્રોના આવિષ્કારોએ તો જાણે કલ્પવૃક્ષનો યુગ અર્થાત્ દેવતાઈ યુગ આણી દીધો છે. લોકો જે વસ્તુ માગે તે હું અનેક વિવિધ પ્રકારમાં તેમના સમક્ષ ઘરું છું. રાજા હો કે શંક હો, મારી સર્વ વસ્તુઓ બધાને એક સરખું સુખ આપે છે. ।।૧૩।। હાંરે મારી વીજળી કરતી ઊજળી દુનિયા સર્વ જો, રાજવી વૈભવ દર્દીન જન પામે રેડિયે રે લો; હાંરે મારી દવા વિવિધ શોઘોથી, દેતી સુખ જો, મોટર, રેલી પશુનાં દુખ પણ ફેડિયે રે લો. હાંરે વ્હાલા અર્થ :– મારી વિજળીના આવિષ્કારે તો આખી દુનિયાને રાત્રે પણ ઊજળી કરી દીધી છે. જે Page #441 -------------------------------------------------------------------------- ________________ (૩૫) સાર્વજનિક શ્રેય ૪૧ ૩ રાજવી એટલે રાજાશાહી વૈભવ હતો તે આજે ગરીબ લોકો પણ રેડીઓ અને ટેલીવિઝન ઘરમાં રાખીને કર્ણેન્દ્રિય અને નેગેન્દ્રિયનું સુખ માણી શકે છે. દવાઓની વિવિથ શોઘોથી કે ઈજેકશન કે લૂકોઝના બાટલાઓ વગેરેથી જનતાનું દુઃખ મટાડીને શીધ્ર સુખ આપું છું. મોટર અને રેલગાડીના આવિષ્કાર વડે તો મેં પશુના દુઃખ પણ ફેડી નાખ્યા છે. ૧૪ll હાંરે ઊડી વિમાને માનવ સુર સમ જાય જો; તાર કે તાર વિના સંદેશા સાંભળે રે લો; હાંરે વળી નભ, જળ, સ્થળના અકસ્મા–ઉપાય જો, શોથી જગ-જનતાને સાચવું કળે કળે રે લો. હાંરે વ્હાલા અર્થ - વિમાનમાં બેસીને આ કાળમાં દેવતાઓની સમાન ઊડીને મનુષ્યો એક સ્થળેથી બીજે સ્થળે જાય છે. તાર કે તારના જોડાણ વિના જ દેશ વિદેશના સમાચારો ઘર બેઠા લોકો સાંભળી શકે છે, હવે તો ચલચિત્રો પણ ઘરબેઠાં ટેલીવિઝન વડે જોઈ શકાય છે. વિમાનોને ઊડવા માટે આકાશનું હવામાન કેવું છે તે પહેલેથી યંત્રોવડે જાણી શકાય છે, કે જળના ઉપદ્રવોને ટાળવા બાંઘ બાંધીને કે ઘરતીકંપ કે વાવાઝોડાંના અકસ્માતથી નુકશાન થવાનું છે તો તેના ઉપાય શોધી જગતની જનતાને જણાવી સમયે સમયે તેમને કળપૂર્વક સાચવું છું. ૧૫ હાંરે મારી છાપકળા આદિથી તું પણ પુષ્ટ જો, તુજ મંદિર પણ શોભે મારી સહાયથી રે લો; હાંરે ભલા, કંઈક વિચાર કરેલા મુજ ઉપકાર જો, સુખ ઇચ્છે તો સેવ મને ઉપાયથી રે લો.” હાંરે વ્હાલા અર્થ - મારી છાપકળાના આવિષ્કારે તો તને પણ પુષ્ટિ આપી છે. તારું ઘાર્મિક સાહિત્ય પણ મારા વડે જ છપાઈને વિશેષ પ્રચાર પામ્યું છે. તારા મંદિરો પણ મારી છાપકળાની સહાયથી દીપી ઊઠે છે. અનેક પ્રકારના છપાયેલા ચિત્રો મંદિરોમાં કે ઘરમાં લગાડવાથી તે પણ શોભાને પામે છે. પ્રેય શ્રેયને કહે છે કે ભલા કંઈક તો મારા કરેલા ઉપકારનો વિચાર કર; અને જો તું પણ સુખ ઇચ્છતો હોય તો અનેક ઉપાય કરીને મારી આપેલી ભૌતિક સામગ્રીને સેવ. જેમકે સુંદર ભોજનોથી તૃપ્ત રહેવું હોય તો જાતજાતની અનેક સામગ્રી લાવીને રસોઈ બનાવ. હવે તો ચૂલા ફેંકવાને બદલે ગેસના ચૂલા વિદ્યમાન છે. તથા નેગેન્દ્રિયનું અને કર્મેન્દ્રિયનું સુખ માણવું હોય તો ટેલીવિઝન વગેરે ઘરમાં વસાવી સુખી થા. /૧૬ાા. હાંરે હવે શ્રેય કહે: “તુજ સમય વિષે મહાદોષ જો, તાત્કાલિક પરિણામ વિષે તું રાચતો રે લો; હાંરે જેમ ચોર ચોરીંથી બને બહું ઘનવાન જો, વળી વખાણે ચોર-કળા, યશ યાચતો રે લો. હાંરે વ્હાલા અર્થ :- હવે શ્રેય પ્રત્યુત્તરમાં જણાવે છે કે હે પ્રેય! તારી સમજમાં મહાદોષ છે. તું માત્ર તાત્કાલિક લાભ જોઈને તેમાં જ રાચી રહે છે. જેમ કિંપાકનું ફળ દેખાવે સુંદર હોય, ખાવામાં પણ મીઠું હોય પણ ખાઘા પછી તે આંતરડાને તોડી નાખશે એ તું જાણતો નથી. જેમ કોઈ ચોર ચોરી કરીને ઘણો ઘનવાન બની જાય અને પોતાની ચોર કળાને વખાણી યશ ઇચ્છે તે યોગ્ય નથી; તેમ તું પણ કરે છે. ૧૭થા Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧ હાંરે તેમ કરી કમાણી પૂર્વ ભવે આ જીવ જો, ધર્મ-માર્ગ આરાથી આ ભવ પામીઓ રે લો; હાંરે તે ઘર્મનું ફળ ભોગવતાં ભૂલે ધર્મ જો, જાણે નહિ જીવ વિષય-ચો૨ની ખામીઓ રે લો. હાંરે વ્હાલા અર્થ :— પૂર્વભવે ધર્મ-માર્ગ આરાધી શુભકર્મની કમાણી કરી આ જીવ મનુષ્યભવને પામ્યો છે. તથા ઘર્મનું ફળ શાતા સુખ પામ્યો છે. પણ તેને ભોગવતાં સુખના મૂળ કારણ એવા ધર્મને તે ભૂલી જાય છે. એની બુદ્ધિને બગાડનાર આ પાંચ ઇન્દ્રિયના વિષયરૂપી ચોરો છે. પણ તે પોતાની ખામીઓને મોહવશ જાણી શકતો નથી. “મોહ નીંદકે જો૨, જગવાસી ઘૂમે સદા; કર્મ ચો૨ ચીઠું ઓ૨, સર્વસ્વ લૂંટે સુઘ નહીં.’” ।।૧૮।। હાંરે આ ઇન્દ્રજાળ સમ ક્ષણિક સુખોનું મૂળ જો, પુણ્ય ખવાતું ક્ષણ ક્ષણ તે નહિ દેખતો રે લો; હાંરે જીવ સુંદર વિષયો ભોગવી વાવે પાપ જો, ફળ તેનું દુ:ખ મળવાનું ઉવેખતો ૨ેલો. હાંરે વ્હાલા અર્થ ઃ– પાંચ ઇન્દ્રિયના વિષયો ઇન્દ્રજાળ જેવા છે. ક્ષણિક સુખોનું મૂળ છે. તેમાં લીન થવાથી ક્ષણે ક્ષણે જીવનું પુણ્ય ખવાતું જાય છે. પણ તેને તે જોતો નથી. આ અનાદિનો અજ્ઞાની જીવ સુંદર આકર્ષક વિષયોને ભોગવી, તે નિમિત્તે રાગદ્વેષ કરી પાપના બીજ વાવે છે. તેનું ફળ દુઃખ આવવાનું છે છતાં તેની ઉપેક્ષા કરે છે; અર્થાત્ તેને ગણતો નથી, તેના ઉપર પગ દઈ ચાલ્યો જાય છે. ।।૧૯।। હાંરે જો, ઝાડ મૂળથી કાપી ફળ કોઈ ખાય જો, સજ્જન બીજો મૅળ પોષી ફળ મેળવે રે લો; હાંરે એક તાત્કાલિક-સુખ-દૃષ્ટિ દુઃખની ખાણ જો, દીર્ઘદૃષ્ટિ સજ્જન ઉપકાર ન ઓળવે રે લો. હાંરે વ્હાલા અર્થ :– જેમ કોઈ આંબા વગેરેના ઝાડને ફળ ખાવા માટે, તેને મૂળથી જ ઉખેડી નાખે તો બીજા વર્ષે તે ફળને પામે નહીં. માટે સજ્જન પુરુષો તો મૂળને પોષણ આપી પ્રતિ વર્ષ તેના ફળ મેળવે છે. એમ તાત્કાલિક સુખ મેળવવાની દૃષ્ટિ એ દુઃખની ખાણ છે. જ્યારે સજ્જન પુરુષોની દીર્ઘદૃષ્ટિ એ સુખની ખાણ છે. તાત્પર્ય કે જે ધર્મવડે જીવને લાભ થયો છે તે ધર્મને સદા પોષણ આપી સજ્જન પુરુષો તેના પુણ્યરૂપ ફળોને ભવોભવ મેળવે છે અને જેણે તે ધર્મ બતાવ્યો એવા સત્પુરુષોને તે કદી ભૂલતા નથી. ।।૨૦।। હાંરે અતિ વાદ-વિવાદે પાર ન પામે કોય જો, સર્વ જીવોને હિતકર શું તે યાચીએ રે લો; હાંરે પ્રભુ, આપ કહો તે સર્વમાન્ય જ હોય જો, તેથી ન્યાય સુણાવો, સમજી રાચીએ રે લો.’’ હાંરે વ્હાલા અર્થ :— આમ અતિ વાદવિવાદ કરવાથી કોઈ પાર પામે એમ નથી. માટે સર્વ જીવોને કલ્યાણકારક શું છે? એ જ ભગવન્ પાસે આપણે યાચીએ. હે પ્રભુ! આપ સર્વજ્ઞ છો માટે આપ જે કહો તે સર્વને માન્ય Page #443 -------------------------------------------------------------------------- ________________ (૩૫) સાર્વજનિક શ્રેય ૪૧ ૫ જ હોય. અમારી આ દલીલો બધી આપે સાંભળી છે. હવે તેનો ન્યાયપૂર્વક જે નિર્ણય હોય તે અમને સંભળાવો. તે જાણીને અમે પણ તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કરીએ. ૨૧| “હાંરે બહુ રીતે જીવો ચહે લોકકલ્યાણ જો, હિતકર ને કર્તવ્ય ભલા તે ભાવ હો રે લો, હાંરે ભવી સર્વે ઉરમાં ઊંડો લેજો લક્ષ જો, કરી બેસો અપકાર ન લેતાં લ્હાવ, જો રે લો. હાંરે વ્હાલા હવે ભગવાન ન્યાય કરે છે તે નીચે પ્રમાણે છે – અર્થ - જીવો ઘણી રીતે લોકોના કલ્યાણને ઇચ્છે છે. પણ તે કલ્યાણની ભાવના ખરેખર સહુને હિતકારક હોવી જોઈએ અને ભલા કર્તવ્યને કરાવનારી હોવી જોઈએ. માટે હે ભવ્યો! સૌથી પ્રથમ હૃદયમાં ઊંડો આ લક્ષ રાખજો કે જીવનું કલ્યાણ શામાં છે? અને તે કેમ પ્રાપ્ત કરી શકાય? તેનો પૂરો વિચાર કરીને પછી પગલું ભરજો. નહીં તો ઉપકાર કરવાનો લ્હાવો લેવા જતાં અપકાર કરી ન બેસીએ તેનો પૂરેપૂરો ખ્યાલ રાખજો. ૨૨ા. હાંરે જો નિજ યોગ્યતાની ખામી રહીં જાય જો, જોખમદારી જો જીવ ના સમજી શકે રે લો; હાંરે તો તે જીવ નિજ મતમાં બની ઉન્મત્ત જો, કરે જપૅર અપકાર, ભલે હિત મુખે બકે રે લો. હાંરે વ્હાલા અર્થ :- જીવોનું કલ્યાણ કરવામાં જો પોતાની યોગ્યતાની ખામી હોય તેમજ બીજા જીવોનું કલ્યાણ કરવાની જવાબદારી ઉઠાવવામાં કેટલું ભારે જોખમ રહેલું છે તે પણ તે જાણતો નહીં હોય; તો તે જીવ પોતાના માનેલા મતમાં કે પક્ષના આગ્રહમાં ઉન્મત્ત બનીને બીજા જીવોનું જરૂર અહિત કરે છે. પછી ભલે તે મુખથી બક્યા કરે કે હું તો જીવોનું કલ્યાણ કરું છું. પણ માનવા માત્રથી જીવોનું કલ્યાણ થતું નથી. પણ પોતાનું કે પરનું અકલ્યાણ થાય છે. ૨૩ હાંરે જન સર્વે મૂકી મારો તારો પક્ષ જો, નિર્મળ દ્રષ્ટિ કરવા સગુણ સેવજો રે લો; હાંરે સ્વાર્થ હશે ત્યાં સત્ય નહીં પોષાય જો, સત્ય નહીં તે હોય ન સૌનું શ્રેય જો રે લો. હાંરે વ્હાલા અર્થ - ભગવંતે ન્યાયમાં કહ્યું કે હે ભવ્યો!હવે સર્વેએ મારો તારો પક્ષ મૂકી દઈ અર્થાત્ મારું તે સારું નહીં પણ સારું તે મારું એમ કરી પોતાની દ્રષ્ટિને નિર્મળ કરવા સદા સણની ઉપાસના કરજો. જ્યાં સ્વાર્થ હશે અર્થાત હું કહું તે જ સાચું એમ જ્યાં સુધી હશે ત્યાં સુધી સત્ય વાતને પોષણ મળશે નહીં; અને જ્યાં સત્ય જ ન હોય ત્યાં સર્વ જીવનું શ્રેય એટલે કલ્યાણ થવું સંભવીત નથી. ૨૪ll હાંરે શરીર-સુખ-દુખ પૂર્વકૃત-આશીન જો, પૂર્વ-કૃત-બીજ સહજ પુરુષાર્થે ફળે રે લો, હાંરે જેમ વાવેલું ખેતર માગે સંભાળ જો, પણ બહુ ફિકર કર્યો નહિ ફળ ઝાઝું મળે રે લો. હાંરે વ્હાલા Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - વળી ભગવંતે કહ્યું કે શરીરના સુખ દુઃખ તો પૂર્વકૃત કર્મને આધીન છે. પૂર્વકૃત કર્મરૂપ બીજ તો સહજ પુરુષાર્થે ફળે છે. જેમ વાવેલું ખેતર હોય તે માત્ર સંભાળ માગે છે પણ તેના માટે કંઈ બહુ ફિકર કરવાથી કંઈ ઝાઝું ફળ મળતું નથી, અર્થાત્ ખેતરનો પાક કંઈ વધી જતો નથી. રિપી. હાંરે તોયે કાળ જીંવનનો તેવી ફિકરમાં જાય જો, કેમ ચતુર નર કરી વિચાર ન ચેતતા રે લો? હાંરે શું સુખ પરવસ્તુઓનો સંગ્રહ દેય જો, સ્વરૃપ-વિચાર વિના નહિ જન સુખ સમજતા રે લો. હાંરે વ્હાલા અર્થ - તો પણ અજ્ઞાની જીવનો સર્વ સમય શરીરની સુખાકારી માટે, ભૌતિક સુખની સામગ્રી મેળવવાની ફિકરમાં જ વહ્યો જાય છે. હે ચતુર પુરુષો! કેમ હવે તેનો વિચાર કરીને ચેતતા નથી. પરવસ્તુઓનો સંગ્રહ હે ભવ્યો! તમારા આત્માને શું સુખ આપશે. માત્ર ઉપાધિ જ વધારશે. આત્મસ્વરૂપના વિચાર વિના લોકો સાચા સુખના સ્વરૂપને સમજી શકતા નથી. “સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે; મોટો ચક્રવર્તી રાજા તે પણ વઘતા વૈભવ, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે; અને મેળવવામાં સુખ માને છે; પણ અહો! જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણત કર્યો કે કિંચિત્માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે.” (વ.પૃ.૬૨૦) Il૨કા હાંરે જો હવા, અજવાળું, પાણી ને ખોરાક જો, સર્વ જનોને શરીર ટકાવા જોઈએ રે લો; હાંરે તેમ જ સર્વ જનોનું સાચું શ્રેય જો, ઇચ્છો તો વિપરીત બુદ્ધિને ઘોઈએ રે લો. હાંરે વ્હાલા અર્થ :- સર્વ લોકોને શરીર ટકાવવા માટે તો માત્ર હવા, અજવાળું, પાણી અને ખોરાકની જરૂર છે. કેમકે એના વિના એ જીવી શકતો નથી. માટે સર્વ લોકોના સાચા શ્રેયને એટલે કલ્યાણને ઇચ્છતા હો તો સંસારમાં સુખ છે, ઇન્દ્રિયોના વિષયો ભોગવવામાં સુખ છે એવી વિપરીત બુદ્ધિને સૌથી પહેલા ઘોઈ નાખવી જોઈએ. રા. હાંરે “મારું-તારું' તો અવળી ખેંચાતાણ જો સાચું તે મારું નક્કી કર્યું, આદરો રે લો; હાંરે મતાર્થ મૂકી વિચારવો આત્માર્થ જો, સપુરુષોની સેવા, વચન ઉરે ઘરો રે લો. હાંરે વ્હાલા અર્થ :- “મારું-તારું' કરવું એ અવળી ખેંચતાણ છે. “સાચું તે મારું' એમ મનમાં પહેલાં નક્કી કરી પછી તેને આદરવું જોઈએ; અર્થાત્ તે પ્રમાણે વર્તવું જોઈએ. મારી માન્યતા છે એ જ સાચી છે એમ માનવું તે મતાર્થ છે. તેને હવે મૂકી દઈ આપણા આત્માનું હિત શામાં છે તે વિચારવું જોઈએ. પછી તેને અમલમાં મૂકવા સપુરુષોની સેવા એટલે આજ્ઞા ઉઠાવવી જોઈએ. આ વચનને સદા હૃદયમાં ઘારી રાખવું એવો ભગવંતનો આપણા માટે ઉપદેશ છે. ૨૮ હાંરે અભણ ન વાંચી શકે, નહિ તે મહા દોષ જો, દોષિત અતિ જે વાંચી વિપરીત આચરે રે લો; Page #445 -------------------------------------------------------------------------- ________________ (૩૫) સાર્વજનિક શ્રેય ૪૧ ૭. હાંરે તેમ કીડી-મકોડી કરી શકે ન વિચાર જો, નરભવમાં જીંવ હિત-અહિત ચિત્તે ઘરે રે લો. હાંરે વ્હાલા અર્થ - કોઈ અભણ હોય, વાંચી શકતો ન હોય, તે કંઈ મહાદોષ કહેવાય નહીં. પણ મહાદોષી તો તે એ છે કે જે વાંચીને પણ વિપરીત આચરણ કરે છે. જેમ મનહીન એવા કીડી મકોડા કંઈ વિચાર કરવાને સમર્થ નથી, પણ મનુષ્યભવ પામીને જીવ હિત અહિતનો વિચાર કરી શકે છે; છતાં જે જીવ પોતાના હિતાહિતનો વિચાર કરતો નથી તે મહાદોષી છે. રા. હાંરે મોક્ષમાર્ગ આરાધો તો લહો સુખ જો, મનુષ્યમાત્રની પ્રથમ ફરજ એ માનવી રે લો; હાંરે તે ચૂકીને કરી શરીર-સુખની શોઘ જો, ભૂલ ઘણા ભવની આ ભવમાં ટાળવી રે લો. હાંરે વ્હાલા અર્થ - મનુષ્યભવ પામીને મોક્ષમાર્ગની આરાઘના કરી તમે શાશ્વત સુખશાંતિને પામો. મનુષ્યમાત્રની આ પ્રાથમિક ફરજ છે. એમ પ્રત્યેકે માનવું જોઈએ. પણ આ ભવમાં આત્મકલ્યાણ કરવાનું મૂકી દઈ માત્ર આ નાશવંત શરીરને શાતા પહોંચાડવાના અનેક સાઘનોની શોધ કરી તે મેળવવામાં જ જીવ રચ્યો પચ્યો રહેશે તો આત્માનું અહિત થશે; કેમકે જેટલી દેહને સગવડ તેટલી આત્માને અગવડ છે. જેમ જેમ દેહાધ્યાસ વધે છે તેમ તેમ આત્માર્થ નાશ પામે છે. જ્ઞાનીઓ કહે છે કે – દેહ દુઃખ મહા ફલ' દેહને શાતા પહોંચાડવા કરતાં તેને અશાતાનો અભ્યાસ કરાવવાથી સમાધિમરણમાં તે પરમ સહાયરૂપ નિવડશે. આ દેહાધ્યાસની ભૂલ ઘણા ભવથી ચાલી આવે છે. માટે હવે તેને આ ભવમાં અવશ્ય ટાળવી છે એવો નિર્ણય થવો જોઈએ. ૩૦ના હાંરે સાચા દિલે સત્ય ગ્રહણ જો થાય જો, સર્વ કોઈનું આત્મશ્રેય આ ભવે થશે રે લો; હાંરે સત્સંગ જેવું હિતકર નહિ કોઈ કાજ જો, તેથી જ સર્વે સારી વાતો ઊગશે રે લો. હાંરે વ્હાલા અર્થ - આ ભવમાં સાચા હૃદયે “આત્મા સત્ જગત્ મિથ્યા' એ સત્ય વાત જો ગ્રહણ થાય તો કોઈ પણ જાતિમાં ઉત્પન્ન થયેલા જીવોનું આત્મકલ્યાણ આ ભવમાં થવા સંભવ છે. હવે સત્યવસ્તુને જેમ છે તેમ સમજવા માટે સત્સંગ જેવું ઉત્તમ બીજાં કોઈ સાઘન નથી. સત્સંગથી જ બધી સારી વાતોનો ઉદય થશે, અર્થાતુ આત્માનું હિત શામાં છે? જન્મ જરા મરણના દુઃખોથી કેમ છૂટી શકાય અથવા આત્મા પોતાની શાશ્વત સુખ શાંતિને કેમ પામી શકે વગેરે સર્વ વાતો સત્સંગમાં જ સુલભ હોય છે. માટે આત્માર્થે સદા સત્સંગ કર્તવ્ય છે. ૩૧ાાં હાંરે આ કળિકાળે તો ભક્તિ-માર્ગ જ શ્રેષ્ઠ જો, સર્વ સંતની શિખામણ આ ઉરે ઘરો રે લો; હાંરે સદાચરણ પણ સેવા કરી વિચાર જો, એક લક્ષથી અકામ ભક્તિ આદરો રે લો.” હાંરે વહાલા અર્થ :- આ ભયંકર કળિયુગમાં એક ભક્તિમાર્ગ જ શ્રેષ્ઠ છે. સાચી સમજ સાથે પ્રભુ પ્રત્યે ભક્તિ Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ હોવી જોઈએ, તો જ તે જ્ઞાન સફળ છે. પરમપ્રેમરૂપ ભક્તિ વિનાનું જ્ઞાન શૂન્યવત્ છે. આ સર્વ સંતપુરુષોની શિખામણ છે. તેને હૃદયમાં કોતરી રાખવી. તથા પોતપોતાની ભૂમિકા અનુસાર વિચાર કરીને હમેશાં સદાચરણને જ સેવવા. તેમજ માત્ર એક આત્માર્થના જ લક્ષપૂર્વક નિષ્કામભાવે પ્રભુ ભક્તિમાં તન્મય રહેવું. એ આત્મકલ્યાણનો સુગમ ઉપાય છે. જગતના સર્વ જીવોનું હિત પણ આમાં જ સમાયેલું છે. “મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી, તેમ છતાં તે નિઃસ્પૃહા હતી.” (વ.પૃ.૨૭૯) “પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષનો એ દુરંદર માર્ગ મને લાગ્યો છે.” (વ.પૃ.૩૩૫) ભક્તિપ્રથાન દશાએ વર્તવાથી જીવના સ્વચ્છંદાદિ દોષ સુગમપણે વિલય થાય છે; એવો પ્રઘાન આશય જ્ઞાની પુરુષોનો છે.” (વ.પૃ.૩૪૦) જે સત્પરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છેદ મટે, અને સહેજે આત્મબોઘ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સપુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો!” (વ.પૃ.૩૯૫) જે ભવ્યાત્મા પોતાના આત્માનું શ્રેય અર્થાત્ કલ્યાણ શામાં છે, એ જે જાણે છે તે જરૂર પોતાના આત્માને વિષયકષાયના ભાવોથી નિવારવા માટેનો પ્રયત્ન કરે છે. તેના ફળસ્વરૂપ પોતામાંજ રહેલા અનંત સદગુણોને ક્રમે કરી તે પામે છે. તે સદગુણો કેવી રીતે પ્રાપ્ત કરવા અને તેથી વિપરીત જે દુર્ગુણો છે તેને કેમ નિવારવા વગેરેનો બોઘ આ “સદ્ગુણ' નામના પાઠમાં આપવામાં આવે છે. તે નીચે પ્રમાણે છે : | (૩૬) સદ્ગુણ (વિમલ નિણંદશું જ્ઞાનવિનોદી મુખ છબી શશી અવહેલેજી—એ રાગ) વિનય સહિત વંદું સદગુરુ શ્રી રાજચંદ્ર સગુણીજી, દુર્લભ આત્મગુણો પ્રગટાવ્યા, શક્તિ કોઈ ન ઊણીજી. વિનય અર્થ – વિનયપૂર્વક શ્રીમદ્ રાજચંદ્ર સદ્દગુરુ ભગવંતને હું પ્રણામ કરું છું, કે જે સગુણોથી યુક્ત છે. જેણે શુદ્ધ સમકિત પ્રાપ્ત કરી દુર્લભ એવા આત્મગુણોને પ્રગટ કર્યા છે. તેથી કોઈ પ્રકારે આત્મશક્તિની જેમાં ઊણપ નથી. “મુજ અવગુણ ગુરુરાજ ગુણ માનું અનંત અમાપ; બાળક કર પહોળા કરી દે દરિયાનું માપ.” |૧|| આત્માના પ્રત્યેક પ્રદેશે સગુણ સર્વ વિરાજેજી, કર્મ-કલંક ટળે તો સર્વે આપોઆપ પ્રકાશજી. વિનય અર્થ :- આત્માના પ્રત્યેક પ્રદેશમાં સર્વ સદગુણો બિરાજમાન છે. તે કર્મોથી ઢંકાયેલા છે. તે Page #447 -------------------------------------------------------------------------- ________________ (૩૬) સદ્ગુણ કર્મરૂપી કલંક દૂર કરવામાં આવે તો સર્વ સદ્ગુણો આપોઆપ પ્રકાશ પામે તેમ છે. ।।૨।। પૌષ્ટિક દૂઘ પણ પ્રાણ તજાવે કડવી તુંબડી સંગેજી, તેમ શમાદિક ગુણ રઝળાવે મિથ્યાત્વ-વિષ જો અંગેજી. વિનય૦ અર્થ = - પૌષ્ટિક દૂધ પણ કડવી તુંબડીના સંગથી ઝેરમય બની જાય છે. તેને જે પીએ તે મરી જાય છે. તેમ શમદમાદિ ગુણ હોવા છતાં પણ મિથ્યાત્વરૂપી વિષ જો આત્મામાં છે, તો તે જીવને ચારગતિમાં જ રઝળાવે છે, અર્થાત્ કષાયોનું શમન અને ઇન્દ્રિયોનું દમન કરવા છતાં પણ જો આત્માર્થનો લક્ષ નથી અને દેવલોકાદિ સુખની જ કામના અંત૨માં છે તો તે મિથ્યા માન્યતારૂપ ઝેર તેને સંસારમાં જ રઝળાવશે પણ જન્મ મરણથી મુક્ત થવા દેશે નહીં. ।।૩।। દાન, શીલ, તપ સુંદર ગુણ પણ પથ્થરતુલ્ય પ્રમાણોજી, જો મિથ્યાત્વ વસે ઉરમાં તો, કહે જિનવર, જન જાણોજી. વિનય૦ ૪૧૯ અર્થ :— દાન, શીલ અને તપ એ સુંદર ગુણો હોવા છતાં, હૃદયમાં જો મિથ્યાત્વનો જ વાસ છે તો તે ગુણોને પણ પત્થર સમાન જાણો એમ જિનવર કહે છે. કેમકે દાન, શીલ અને તપની આરાઘના કરીને પણ જો આલોક કે પરલોકમાં દેવાદિકના ઇન્દ્રિય સુખ મેળવવાની જ ઇચ્છા છે તો તે ગુણો તેને દેવલોકમાં લઈ જઈ મોહમાં ફસાવી ફરી હલકી ગતિમાં લઈ જનાર હોવાથી તે મિથ્યાત્વ સહિત ગુણોને પણ પત્થર સમાન ભવસાગરમાં ડૂબાડનાર જ માનવા યોગ્ય છે. ।।૪। સમ્યક્દર્શન સાથે તે ગુણ રત્નતુલ્ય અમૂલ્યજી, અવગુણ પણ સઘળા સવળા ત્યાં મહિમા કોઈ અતુલ્યજી, વિનય॰ અર્થ :— દાન, શીલ, તપાદિ ગુણો જો સમ્યક્દર્શન સાથે હોય તો તે રત્નતુલ્ય અમૂલ્ય ગણવા યોગ્ય છે. સમ્યક્દર્શનની હાજરીમાં તો અવગુણો પણ સઘળા સવળા થઈ જાય છે. એવો સમ્યક્દર્શનનો અતુલ્ય મહિમા છે. તેનું કારણ એ છે કે સમ્યદૃષ્ટિ જીવને સંસારમાં ઉદયાથીન કાર્ય કરતા છતાં પણ હૃદયમાં કર્તાભાવ હોતો નથી. તે બાહ્યથી કર્તા દેખાય છે પણ અંતરથી માત્ર સાક્ષીરૂપે રહે છે. તેથી જ્ઞાનીપુરુષો ખાતા છતાં ખાતા નથી, પીતા છતાં પીતા નથી, ભોગવતા છતાં ભોગવતા નથી; એવો સમ્યક્દર્શનનો મહિમા અપરંપાર છે. ।૫।। અલંકાર લોઢાના સર્વે લોહરૂપ મન આણોજી, સુવર્ણના સૌ આભૂષણ પણ સોનારૂપ પ્રમાણોજી,- વિનય અર્થ :— લોઢાના બનેલા સર્વ આભૂષણો લોઢારૂપ હોય છે. તેમ મિથ્યાત્વસહિતની બધી ક્રિયા મિથ્યાત્વીની લોઢાના આભૂષણરૂપ માનવા યોગ્ય છે. તથા સોનાના બનેલા આભૂષણો સોનારૂપ હોય છે. તેમ સમ્યક્દ્રુષ્ટિની સર્વ ક્રિયા મિથ્યાત્વથી રહિત હોવાથી સોનારૂપ છે. આ વાતને પ્રમાણભૂત માનવી એ જ હિતકર છે. ।।૬। તેમ ક્રિયા જ્ઞાનીની સર્વે જ્ઞાનગુણ ઝળકાવેજી, અજ્ઞાનીની શુભ ક્રિયા પણ વિપરીત સ્વાદ ચખાવેજી. વિનય અર્થ :— તેમ જ્ઞાનીપુરુષોની શુભ કે અશુભ સર્વ ક્રિયાઓ માત્ર ઉદયાઘીન હોવાથી જ્ઞાનગુણને Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ વઘારનારી છે. જ્યારે અજ્ઞાનીની શુભ ક્રિયા પણ આત્માર્થના લક્ષ વગરની હોય તો તે સંસારના દુઃખરૂપ વિપરીત સ્વાદને ચખાવનારી છે, અર્થાત્ સંસારવૃદ્ધિનું જ તે કારણ થાય છે. IIી કોઈ ઉપાયે પ્રથમ જ ટાળો મિથ્થામતિ દુઃખવેલીજી, સત વ્યસન ત્યાગી કરી લેવી સત્સંગતિ સૌ પહેલીજી. વિનય અર્થ - કોઈ પણ સમ્યક ઉપાય કરીને દુઃખની વેલરૂપ મિથ્યાત્વવાળી મતિને અર્થાત્ જે બુદ્ધિમાં મિથ્યા માન્યતાઓ રહેલી છે તેને તમે પ્રથમ દૂર કરો. તે મિથ્યા માન્યતાઓને ટાળવા માટે સાત વ્યસનોનો ત્યાગ કરીને સૌથી પહેલા સત્સંગ કરી લેવા યોગ્ય છે. “ચૂત ચ માસ ચ સુરા ચ વેશ્યા, પાપદ્ધિ ચોર્ય પરદાર સેવા; એતાનિ સમ વ્યસનાનિ લોકે, ઘોરાતિ ઘોર નરકં નત્તિ.” અર્થ :- જાગાર (સટ્ટો), માંસ, મદિરા, વેશ્યાગમન, શિકાર, ચોરી, પરદારસેવન આ સાત કુટેવો જીવને ઘોરથી પણ ઘોર નરકમાં લઈ જાય છે. દા. “જુગાર કુસંગતિનું કારણ, સર્વ વ્યસનમાં પહેલુંજી, દુઃખ-અપકીર્તિ-પાપમૂળ એ, કરે સદા મન મેલુંજી. વિનય અર્થ - સાત વ્યસનમાં પહેલું વ્યસન જુગાર છે. તે હલ્કી વૃત્તિવાળા જાગારીઓ સાથે કુસંગતિનું કારણ છે. આ વ્યસનથી નલરાજા કે ઘર્મરાજાની જેમ સર્વ ખોઈ બેસી જીવનમાં દુઃખ ઊભું કરે છે. અને અપકીર્તિ પામે છે તથા તે પાપનું મૂળ હોવાથી મનને સદા મેલું રાખે છે. એક વ્યસન સેવવાથી સાતે વ્યસન કેવી રીતે વળગે છે તેના ઉપર એક દ્રષ્ટાંત છે : વ્યસનોનો રાજા જુગાર – કોઈ એક દેશનો રાજા દુષ્ટ પુરુષોની સંગત થવાથી જુગારના વ્યસનમાં લાગી ગયો. તે રાજાના બે ડાહ્યા મંત્રી હતા તે ઘણા વખતથી રાજાની સેવા કરતા હતા. તે મંત્રીઓએ રાજો જાગટુ ન રમવા ઘણો સમજાવ્યો પણ તેણે માન્યું નહીં તેથી તે મંત્રીઓ તેનો દેશ છોડી ગયા. અન્ય દેશમાં જઈને તે મંત્રીઓએ દાઢી મૂછ, જટા વઘારીને વેશ પલટો કર્યો, અને તેમાંનો એક મહંત બન્યો ને બીજો તેનો શિષ્ય બન્યો. કેટલોક સમય વીત્યા બાદ તે બન્ને પોતાના દેશના શહેરોમાં ફરવા લાગ્યા. ત્યાં પ્રથમ તેઓ જુદે જુદે સ્થળે ઘન દાટતાને પછી તેમની પાસે લોકો આવે તેમાં કોઈ કોઈને ગુસઘન બતાવતા. વળી ગામના નામાંકિત તેમજ પોતાને અગાઉ પરિચિત લોકોના નામ તથા બીજી હકીકત જણાવી સર્વને વિસ્મય કરતા. વળી તેઓ આસન માંડી યોગસાધના કરવાનો ડોળ કરતા હતા; આથી તેમને ઘણા શિષ્યો થયા. લોકોમાં તેમની બહુ પ્રસિદ્ધિ થવા લાગી. યોગસાઘન કરવા માટે તેઓ માછલાં પકડવાની જાળ ઓઢીને દરરોજ અમુક વખતે ધ્યાનમાં બેસતા. ઘીરે ઘીરે તેમની મહત્તા ખૂબ વધી ગઈ. એમ કરતાં તેઓ જે શહેરમાં રાજા હતો ત્યાં આવ્યા. આટલા વખતમાં રાજા જાગારમાં ઘણું ઘન હારી ગયો હતો. પરંતુ તેનાથી તે વ્યસન મૂકી શકાતું ન હતું. મહંતની ખ્યાતિ સાંભળીને તે પણ તેમની પાસે આવ્યો. થોડી પ્રાસંગિક વાત કર્યા પછી તે રાજાની નજર મહંતે ઓઢેલી જાળ પર પડી. તેથી તેણે સાશ્ચર્યથી પૂછ્યું–મહારાજ આ જાળ જેવું શું છે? આપ તે કેમ ઓઢો છો? મહંત–આ માછલાં પકડવાની જાળ છે. કોઈ કોઈ વખતે માછલાં પકડવા કામ આવે છે. રાજા-શું મહારાજ આપ માછલીઓનો શિકાર કરો છો? મહંત–નારે ભાઈ! અમારા જેવા તે કંઈ હંમેશ શિકાર Page #449 -------------------------------------------------------------------------- ________________ (૩૬) સગુણ ૪૨ ૧ કરે? પરંતુ ક્યારેક માંસ ખાવાની તીવ્ર ઇચ્છા થાય છે ને કોઈ શિષ્ય તે લાવી શકતા નથી ત્યારે માછલાંઓનો શિકાર કરવો પડે છે. રાજા–(આશ્ચર્ય સાથે) શું મહાશય આપ માંસ પણ ખાઓ છો? મહંત–અરે રાજા તું બહુ ભોળો છે. ક્યાંય અમારા જેવા યોગી માંસ ખાતા હોય? પરંતુ જ્યારે દારૂનો નશો વઘારે ચઢે છે ત્યારે માંસ ખાવાની તીવ્ર લાલસા આપોઆપ થઈ આવે છે, તેને વશ થઈને અમારે માંસ ખાવું પડે છે. રાજા-મહારાજ હું શું સાંભળું છું? આપ મદ્ય પણ પીઓ છો? મહંતે-અરે અમારા જેવા યોગી દારૂ પીએ? દારૂથી તો સર્વ યોગસાધન નાશ પામે. પરંતુ જ્યારે કોઈ વખત કોઈ વેશ્યાને ત્યાં ચાલ્યા જઈએ તો ત્યાં તેને વશ થવાથી મદ્ય પીવો પડે છે. રાજા–મહારાજ તો શું આપ વેશ્યા સેવન પણ કરો છો? મહંત–ના ના વેશ્યાસેવન માટે દરરોજ જવાનો અને અભ્યાસ નથી પણ ક્યારેક પરસ્ત્રીની પ્રાપ્તિ ન થાય ત્યારે જવું પડે છે. - રાજા-મહારાજ તો શું આપ પરસ્ત્રીનું પણ સેવન કરો છો? મહંત–અરે ના ના. પરસ્ત્રીસેવન કરવાનો અને અભ્યાસ નથી પરંતુ કોઈ વખત જ્યારે ચોરીમાં ઘણું વઘારે ઘન હાથ લાગે ત્યારે તેને એવા જ કાર્યમાં ખર્ચવાની ભાવના થાય છે. રાજા–મોટા આશ્ચર્યપૂર્વક) મહારાજ, આપ ચોરી કરો છો? મહંત–અરે મૂર્ખ, અમારા જેવા યોગી તે વળી ચોરી કરતા હશે? પરંતુ ક્યારેક જાગારમાં બધું વન હારી જવાય અને જાગારની લત છૂટે નહિ ત્યારે લાચાર બનીને ચોરી કરવી પડે છે. રાજા–આપ જાગાર પણ રમો છો? મહંત-હા, એમાં શું વાંધો છે? યથા રાજા તથા પ્રજા. એ સાંભળી રાજા ચોંકી ઉઠ્યો. પછી તે મસ્તક નમાવીને બોલ્યો કે–મહારાજ હું જુગાર રમું છું, પણ આ બધાં વ્યસનો એક જુગારમાંથી ઉદ્ભવે છે એમ હું જાણતો નહોતો. માટે હવે હું આજથી એ જાગારનો ત્યાગ કરું છું. પછી રાજાએ મહંતને કહ્યું કે–હે મહારાજ ! આપ ભવિષ્યવેત્તા છો અને સર્વ કંઈ જાણો છો તો કૃપા કરીને એટલું બતાવો કે મારા જાના બે મંત્રી દેશ છોડીને ક્યાં ચાલ્યા ગયા છે? તેઓ અત્યારે ક્યાં છે? તેમના વગર મારા રાજ્યની દુર્દશા થઈ ગઈ છે. ત્યારે મહંતે કહ્યું કે આવતી કાલે તે તને મળશે. પછી મળ્યાથી રાજાએ તેમને તેઓના પદ પર ફરી નિયુક્ત કર્યા. અને દુષ્ટ જજુગારી મિત્રોની સંગત છોડી દીધી. પછી રાજ્યની વ્યવસ્થા ઉત્તમ રીતે થવા લાગી. આથી સિદ્ધ થાય છે કે જાગાર સર્વ વ્યસનોનો રાજા છે તેથી સાત વ્યસનમાં તેનું સ્થાન પ્રથમ છે. લા. નિરંતર જંતુ જ્યાં ઊપજે પ્રાણી હર્ની જન લાવેજી, જોતાં, અડતાં ચઢે ચીતરી, કોણ માંસ મુખ ચાવેજી? વિનય અર્થ :- બીજાં વ્યસન માંસ છે. જેમાં નિરંતર જંતુઓની ઉત્પત્તિ થયા કરે છે. પ્રાણીઓને મારી જે લાવે છે. એવા માંસને જોતાં કે અડતાં જ ચીતરી ચઢે, તો એવો કોણ મૂર્ખ હોય કે જે એને મુખવડે ચાવે. નિર્દયી માણસો આવા કામ કરી દુર્ગતિને પામે છે../૧૦ના દારૂડિયો માતાને કાન્તા ગણી, કુચેષ્ટા કરતોજી, શેરીમાં મુખ ફાડી સૂવે, શ્વાન-મૂત્ર પણ પીતોજી. વિનય અર્થ - ત્રીજો વ્યસન દારૂ છે. દારૂડીયો ભાન ભૂલી પોતાની માતાને, પોતાની સ્ત્રી ગણીને કુચેષ્ટા Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ કરવા લાગી જાય છે. દારૂના નશામાં ગરકાવ થઈ શેરીમાં મુખ ફાડીને સૂઈ જાય છે. તેના મોઢાંમાં કૂતરા પણ મૂતરી જાય છે. એવી દુર્દશામાં ત્યાં પડ્યો રહે છે. /૧૧ાા ઘર્મ, અર્થ ને કામ ગુમાવે આ ભવમાં પણ દારૂજી, પરભવમાં બહુ દુઃખો દેશે; કામ કરે શું સારુંજી? વિનય અર્થ - દારૂના વ્યસનને લઈ પ્રાણી આ ભવમાં ઘર્મ, અર્થ અને કામ પુરુષાર્થને ખોવે છે, અર્થાત્ કોઈ પણ કાર્યમાં એનું ચિત્ત ચોંટતું નથી. તથા દારૂમાં રહેલ અસંખ્યાત જીવોની તે હિંસા કરે છે તેથી આવા વ્યસન પરભવમાં પણ તેને બહુ દુઃખ આપનાર થાય છે. આવા વ્યસનો સેવી મનુષ્યભવ પામીને તે પ્રાણી શું સારું કામ કરે છે; કંઈ જ નહીં. માત્ર સંસાર વઘારીને અહીંથી જાય છે. [૧૨ાા માંસ-મદિરાથી ગંથાતી, નરકભૂમિ સમ વેશ્યાજી, ઘન કાજે નીચ સંગ કરે છે, ખોટી નિશદિન લેશ્યાજી. વિનય અર્થ – જેના ઘરમાં માંસ મદીરાનો વ્યવહાર છે, એવી માંસ મદિરાથી ગંઘાતી નરકભૂમિ સમાન વેશ્યા છે. જે ઘનને માટે નીચ પુરુષોનો પણ સંગ કરે છે. કામ વાસનાની તીવ્રતાને લીધે જેની હમેશાં ખરાબ લેશ્યા છે એવી આ વેશ્યા તે પાપના ઘર સમાન છે. I/૧૩ મલિન વસ્ત્ર ઘોવાની શિલા, શ્વાન હાડકાં ચાવેજી, તેવી વેશ્યા-સંગતિ ગંદી ભુલભુલામણી લાવેજી. વિનય અર્થ - વાસનારૂપ મેલા વસ્ત્ર ધોવા માટે વેશ્યા તે પત્થર સમાન છે. કૂતરો હાડકાં ચાવે ત્યારે પોતાનું તાળવું છોલાઈ જતાં તેમાંથી લોહી નીકળે છે ત્યારે કૂતરો એમ માને છે કે આ લોહી હાડકામાંથી નીકળે છે, તેમ વેશ્યાની ગંદી સંગતિ પણ એવી ભુલભુલામણી લાવે છે કે હું આ વેશ્યાથી સુખ પામું છું; પણ ખરેખર તો પોતાની જ વીર્યશક્તિનો વ્યય કરી જીવ સુખ કલ્પી લે છે. ૧૪ મુખમાં નૃણ સહ નિરપરાથી હરણ અશરણ ભય-મૂર્તિજી, હણે શિકારી ગણી બહાદુરી કરે પાપમાં પૂર્તિજી. વિનય અર્થ – મોઢામાં તૃણ ગ્રહણ કરે તેને રાજા પણ છોડી મૂકે છે. એવા તૃણ એટલે ઘાસના ખાનારા બિચારા નિરપરાધી હરણો જેને કોઈ જંગલમાં શરણ આપનાર નથી એવા ભયની મૂર્તિ સમાન અર્થાત્ ઘણા જ ભયભીત સ્વભાવવાળા હરણોને દુષ્ટ એવો શિકારી હણી નાખે છે. તેને હણીને વળી બહાદુરી માની હિંસાનંદી રૌદ્રધ્યાન સેવી પાપમાં પૂર્તિ કરીને નરકગતિને સાથે છે. શ્રેણિક રાજાનું દ્રષ્ટાંત -શ્રેણિક મહારાજાએ શિકાર વખતે હરણીના પેટને વિંઘીને મારેલ બાણ તાકેલ નિશાન પર બરાબર લાગી જવાથી ખૂબ રાજી થયો કે હું કેવો બહાદુર અને હોશિયાર કે હરણીના પેટને વિંધીને પણ ઘારેલ નિશાન તાકી શક્યો. એમ હિંસાનંદી રૌદ્રધ્યાન કરવાથી મરીને નરકે ગયો. II૧પાા કીડી ડંખે તોપણ કૂદે તેવા જન શિકારેજી, તીણ તીરે નિર્દોષી મૃગને હણી કેમ સુખ ઘારેજી! વિનય અર્થ - કીડી ચટકો મારે તોપણ કૂદે તેવા શિકારીઓ તીક્ષ્ણ બાણવડે નિર્દોષી મૃગને હણીને કેમ સુખ માનતા હશે? એવાઓને સુખ પણ કેમ મળશે કેમકે Page #451 -------------------------------------------------------------------------- ________________ (૩૬) સગુણ ૪ ૨૩ “સુખ દીઘા સુખ હોત હૈ, દુઃખ દીઘા દુઃખ હોત; આપ હણે નહીં અવરકું, તો અપને હણે ન કોય.” બૃહદ્ આલોચના /૧૬ાા જે તુજ સ્વજન હતાં પરભવમાં, તુજ મુખ જોવા ક્રૂરતાંજી, વગર ઓળખે હણે તેમને; ધિક્ક! શિકારી-ક્રૂરતાજી. વિનય અર્થ - જે પૂર્વભવમાં તારા જ સ્વજનો હતા. તારું મુખ જોવાને માટે જે ઝૂરતા હતા. તેને જ તું વગર ઓળખે હણી નાખે છે. માટે હે શિકારી! તારી એવી દુષ્ટ ક્રૂરતાને સદા ધિક્કાર છે. વૃષ્ટાંત - એક પુત્રની માતા મરીને કૂતરી થઈ. પિતાના શ્રાદ્ધના દિવસે પુત્રે ખાવા માટે ખીરની રસોઈ બનાવરાવી. તેમાં તે જ કૂતરીએ આવીને મોટું ઘાલ્યું તો માથે લાકડીઓના માર પડ્યા. એમ પૂર્વભવના પોતાના જ સ્વજનોને જીવ અજ્ઞાનવશ હણે છે. II૧ળા એક વાર હણે જે ઑવ તું, વેર ઘરી તે મરશેજી, પરભવમાં બહુ વાર મારશે; વેર વઘારી ફરશે. વિનય અર્થ - એકવાર તું જે જીવને હણે છે, તે જીવ તારા પ્રત્યે વેર ઘારણ કરીને મરશે. તેથી પરભવમાં તે તને બહુ વાર મારશે. તારા પ્રત્યે વેર રાખી તને મારવા માટે તે ફર્યા કરશે, એમ ભવોભવ તે વેરના સંસ્કારો ચાલ્યા કરશે. ૧૮ાા એક વાર ઠગનારો ર્જીવ પણ વારંવાર ઠગાશેજી, દાન સમાન સહસ્ત્રગણું ફળ ચોરીનું ય ચખાશેજી. વિનય હવે છઠ્ઠું વ્યસન ચોરી છે તે વિષે જણાવે છે : અર્થ :- એકવાર કોઈ જીવને ઠગશે તેના ફળમાં વારંવાર તે પોતે ઠગાશે. કોઈને દાન આપવાનું હજાર ગણું ફળ મળે તેમ ચોરી કરવાના ફળમાં તેને હજારગણું દુઃખ ભોગવવું પડશે. ચોરનું દ્રષ્ટાંત - એક છોકરાને ચોરીના અપરાઘમાં ફાંસીની શિક્ષા કરવામાં આવી, ત્યારે તેણે માને મળવાની ઇચ્છા દર્શાવી. મા મળવા આવી ત્યારે તેના કાન કરડી ખાઘા. તે વખતે લોકોએ પૂછ્યું કે કેમ આમ કર્યું. ત્યારે તેણે કહ્યું કે નાનપણમાં હું નાહીને ભીને શરીરે બીજાના તલના ઢગલા પાસે જઈ ત્યાં આળોટીને તલ શરીરે ચોટાડી લઈ આવતો, ત્યારે મારી આ મા રાજી થતી હતી. તેના પરિણામે હું આટલો મોટો ચોર થયો. તેનું કારણ મારી આ મા છે, માટે મેં એમ કર્યું. ૧૯ “વાવે તેવું લણે” ભણે જન, શાસ્ત્ર વળી પોકારેજી ચતુર બની ચોરી કરતાં જીવ, પર-ભવડર વિસારેજી. વિનય અર્થ - “જેવું વાવે તેવું લણે' એવી લોક કહેવત છે તથા શાસ્ત્રો પણ આ વાતને પોકાર કરીને જણાવે છે કે ચોરી કરવી તે દુઃખનું કારણ છે. છતાં ચતુર બનીને ચોરી કરતાં જીવ આ ભવ પરભવના ડરને ભૂલી જાય છે. /૨ા જે મૂડીથી બહુ જન જીવે તે જ ચોર પણ ચોરેજી, દુઃખ કેટલું ઘરે કુટુંબી? મરણદુઃખ એક કોરેજી. વિનય અર્થ – જે ઘનની મૂડી વડે ઘણા જન જીવે તેને ચોર ચોરી જાય છે. તેથી તેના કુટુંબીઓ કેટલું Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ દુઃખ પામે કે તેના આગળ મરણનું દુઃખ પણ એક કોરે મૂકાઈ જાય છે. કેમકે મરણનું દુઃખ તો એકવાર ભોગવાય પણ નિર્ધનતાનું દુઃખ તો પ્રતિદિન ભોગવવું પડે છે. દશ પ્રાણથી માણસ જીવે છે. તેને ઘન પણ એક અગ્યારમા પ્રાણ સમાન છે. પર ઘન લેતાં જાણે તેના પ્રાણ જ લીધા. કારણ નિર્ધન બનીને તે બહુ દુઃખ પામે છે. ર૧ાા. ચિંતા, વ્યાકુળતા, દુર્બુદ્ધિ, રોગ, દુઃખ, વઘ આપેજી, નરકે બાળે લોહપૂતળી, પરનારી-રતિ-પાપજી. વિનય હવે સાતમું વ્યસન પરસ્ત્રીગમન છે. તે વિષે સ્પષ્ટતા કરે છે : અર્થ :- પરનારીનો સંગ કરવાથી તેને ચિંતા ઊપજે કે જાણે કોઈ મને દેખી ન લે તથા વિષયની તીવ્ર ઇચ્છાને લીધે મનમાં ઘણી વ્યાકુળતા થાય છે. પરસ્ત્રીઓ પ્રત્યે નજર રહેવાથી તેની બુદ્ધિ દુર્બદ્ધિ બની જાય છે. ભોગો તેના શરીરને ભોગવી જઈ રોગ ઉપજાવે છે. હમેશાં તેની સ્મૃતિ રહેવાથી મનમાં સદા દુઃખ રહ્યાં કરે છે. તથા પરસ્ત્રી સંગ કરતાં પકડાઈ જાય તો વઘને પણ પાત્ર બની જાય છે, અર્થાત્ લોકો તેને મારી પણ નાખે છે. આ બધા દુઃખ તો આ ભવના છે. તેમજ પરભવમાં પણ પરસ્ત્રીગમનના પાપે તેને નરકમાં ગરમાગરમ લાલચોળ લોખંડની પૂતળીને આલિંગન કરાવીને બાળે છે. “જૈસી પ્રીતિ હરામકી, તૈસી હર પર હોય; ચલ્યો જાય વૈકુઠમેં, પલ્લો ન પકડે કોય.” ૨૨ાા ધિક્ક! પરાક્રમ, શિક ગુણ, બુદ્ધિ, સત્તા, વગ,સંપત્તિજી, વૃથા જીંવન, જો સ્વપ્ન પણ છે, પર-સ્ત્રી-ઘન-આસક્તિજી. વિનય અર્થ - તારા પરાક્રમને ધિક્કાર છે, તારા ગુણને ધિક્કાર છે, તારી બુદ્ધિ, સત્તા કે વગ એટલે લાગવગ કે સંપત્તિને પણ ધિક્કાર છે તથા તારું જીવન પણ વ્યર્થ છે કે જો તને સ્વપ્ન પણ પરસ્ત્રી કે પરઘન પ્રત્યે આસકિત છે. ઘવળશેઠનું દ્રષ્ટાંત - ઘવળશેઠને શ્રીપાળ રાજાની સ્ત્રીઓ પ્રત્યે તેમજ તેના ઘન પ્રત્યે આસક્તિ હોવાથી મરીને સાતમી નરકે ગયો. શ્રીપાળ પોતાના મહેલમાં સૂતા હતા. તેને મારવા માટે કટાર લઈ ઉપર ચઢતાં પડી ગયો અને તેજ કટાર વડે મરીને તે ઘવલશેઠ નરકગતિને દુર્ગતિને પામ્યો. /૨૩મા સત વ્યસન સદ્ઘર્મ ભુલાવેઃ યુધિષ્ઠિર ઘર્માત્માજી, જુગાર શરતે દ્રૌપદી મૂકી! કેવા થયા મહાત્માજી? વિનય અર્થ :- સાતેય વ્યસન આત્મધર્મને ભુલાવે છે. યુધિષ્ઠિર જે ઘર્મરાજા નામે પ્રખ્યાત હતા, તેમણે જાગાર રમતાં શરતમાં પોતાની સ્ત્રી દ્રૌપદીને પણ મૂકી દીધી. અહો! મહાત્મા હોવા છતાં વ્યસનને આથી તેમની પણ કેવી મતિ થઈ ગઈ. ર૪. કૃષ્ણ કુળના કુલીન પુત્રો મદિરાથી મદમાતાજી, દાહ દ્વારિકાનો વિચારો; વ્યસન બઘાં દુખદાતાજી. વિનય અર્થ :– પ્રદ્યુમ્ર અને સાંબનું દ્રષ્ટાંત - ઉત્તમ કુળમાં જન્મેલા કુલીન એવા શ્રીકૃષ્ણના મોક્ષગામી સાંબ અને પ્રદ્યુમ્ર પુત્રો દારૂ પીને મદમાતા થઈ ગયા. ભગવાન નેમિનાથે જણાવેલ કે દ્વારિકાનો દાહ દ્વીપાયન દ્વારા થશે. તેથી આ બેય જણા દારૂના નશામાં કપાયન ઋષિ પાસે જઈ તેમને ખૂબ હેરાન કર્યા. Page #453 -------------------------------------------------------------------------- ________________ (૩૬) સગુણ ૪૨ ૫ તે વખતે તેણે નિયાણું કર્યું કે મારા તપનો પ્રભાવ હોય તો હું આખી દ્વારિકાનો દાહ કરનાર થાઉં. એવા નિયાણાથી તે મરીને અગ્નિકુમાર દેવ થયો. અને આખી દ્વારિકા નગરીને બાળી નાખી. આમ દારૂના વ્યસનથી કેટલું મોટું અનર્થ થયું. વ્યસનો બઘાં જ આવી રીતે દુઃખના જ આપનાર છે. ર૫ાા વિદ્યાઘર મહારાજા રાવણ પરસ્ત્રીવશ શશ ખોવેજી, એક વ્યસન પણ પ્રાણ હરે તો સત સેવી શું દો'વેજી? વિનય અર્થ :- વિદ્યાઘરોના મહારાજા હોવા છતાં સતી સીતા જેવી પરસ્ત્રીને વશ થતાં રાવણે પોતાનું મસ્તક ખોયું. એક વ્યસન પણ તેના પ્રાણ હરણનું કારણ થયું તો સાતે વ્યસન સેવનારની કેવી ભયંકર સ્થિતિ થશે? “એક પાઈની ચાર બીડી આવે. હજાર રૂપિયા રોજ કમાતા બૅરિસ્ટરને બીડીનું વ્યસન હોય અને તેની તલપ થતાં, બીડી ના હોય તો એક ચતુથાશ પાઈની કિંમતની નજીવી વસ્તુ માટે વલખાં મારે. હજાર રૂપિયા રોજ કમાનાર, અનંત શક્તિવંત આત્મા છે જેનો એવો બૅરિસ્ટર મૂછયોગે નજીવી ચીજ માટે વલખાં મારે! જીવને, આત્માની અને એની શક્તિની વિભાવ આડે ખબર નથી.” (વ.પૃ.૬૬૨) એક પાઈની ચાર બીડી મળે છે; અર્થાત્ પા પાઈની એક બીડી છે. તેવી બીડીનું જો તને વ્યસન હોય તો તું અપૂર્વ જ્ઞાનીના વચનો સાંભળતો હોય તોપણ જો ત્યાં ક્યાંયથી બીડીનો ઘુમાડો આવ્યો કે તારા આત્મામાંથી વૃત્તિનો ધુમાડો નીકળે છે, અને જ્ઞાનીનાં વચનો ઉપરથી પ્રેમ જતો રહે છે. બીડી જેવા પદાર્થમાં, તેની ક્રિયામાં વૃત્તિ ખેંચાવાથી વૃત્તિક્ષોભ નિવૃત્ત થતો નથી! પા પાઈની બીડીથી જો એમ થઈ જાય છે, તો વ્યસનીની કિંમત તેથી પણ તુચ્છ થઈ; એક પાઈના ચાર આત્મા થયા, માટે દરેક પદાર્થમાં તુચ્છપણું વિચારી વૃત્તિ બહાર જતી અટકાવવી; અને ક્ષય કરવી.” (વ.પૃ.૬૮૯) //રા વ્યસન-ત્યાગ ફૅપ નીક કરી લે સગુણ-જળને કાજેજી, ચારે પુરુષાર્થો સાથે જો સદગુણ અંગ વિરાજે જી. વિનય અર્થ :- વ્યસનોને ત્યાગવારૂપ નીક એટલે પાણી જવાનો રસ્તો કરી લે જેથી સગુણરૂપી પાણી તારા અંદર પ્રવેશ પામે. જો સદગુણ તારા હૃદયમાં બિરાજમાન થાય તો તું ઘર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થને સાધી શકીશ. ઘર્મ, અર્થ, કામ અને મોક્ષ એવા ચાર પુરુષાર્થ પ્રાપ્ત કરવાનો સપુરુષોનો ઉપદેશ છે. એ ચાર પુરુષાર્થ નીચેના બે પ્રકારથી સમજવામાં આવ્યા છે. (૧) વસ્તુના સ્વભાવને ઘર્મ કહેવામાં આવ્યો છે. (૨) જડચૈતન્ય સંબંઘીના વિચારોને અર્થ કહ્યો છે. (૩) ચિત્તનિરોઘને કામ. (૪) સર્વ બંઘનથી મુક્ત થવું તે મોક્ષ. એ પ્રકારે સર્વસંગપરિત્યાગીની અપેક્ષાથી ઠરી શકે છે. સામાન્ય રીતે નીચે પ્રમાણે : ઘર્મ–સંસારમાં અઘોગતિમાં પડતો અટકાવી ઘરી રાખનાર તે “ઘર્મ”. અર્થ—વૈભવ, લક્ષ્મી, ઉપજીવનમાં સાંસારિક સાઘન. કામ–નિયમિત રીતે સ્ત્રી પરિચય. મોક્ષ–સર્વ બંધનથી મુક્તિ તે મોક્ષ.” (વ.પૃ.૨૦૭) //રથી "દાનગુણે પુરુષ નોતરે, શીલ યોગ્યતા આપેજી, તપોબળે નિષ્કામ બને જો ભાવ સ્વરૂપે સ્થાપેજી. વિનય અર્થ - હવે પ્રથમ ઘર્મ પુરુષાર્થ વિષે જણાવે છે :દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારે ઘર્મ કહ્યો છે. દાનગુણથી યુક્ત થઈને સપુરુષને Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧ આહાર અર્થે ઘરે નોતરું આપે. આપણી કૃપણતા હશે તો તે સાંભળીને મુનિ પણ ઘરે આવશે નહીં. શીલ એટલે સદાચાર, તેમાં મુખ્યત્વે બ્રહ્મચર્ય એ આત્મજ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા આપશે. સદાચાર એ ધર્મનું પહેલું પગથીયું છે. ‘યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે અને અસત્સંગ એ મોટું વિઘ્ન છે.’ શ્રીમદ્ રાજચંદ્ર ઇચ્છાઓને રોકવારૂપ અંતરંગ તપ છે. જો ભાવ સ્વરૂપ પ્રાપ્તિ કરવાના હશે તો તે જરૂર ઇચ્છાઓને રોકી બાહ્ય તપાદિને આદરી નિષ્કામ બનશે. ।।૨૮।। એમ ઘર્મ-પુરુષાર્થ જગાડી, અર્થ-પ્રયોજન દેખેજી, સ્વાર્થ અને પરમાર્થ સાંકળી નરભવ આણે લેખેજી. વિનય અર્થ ઃ– એમ ધર્મ-પુરુષાર્થને જગાડી આજીવિકા અર્થે કેટલા ઘનનું પ્રયોજન છે તેટલું ઘન કમાવાનો પુરુષાર્થ કરે છે. એમ સ્વાર્થ સાથે પરમાર્થને જોડી નરભવ લેખે લગાડે છે, અર્થાત્ શરીર કુટુંબાદિ પૂરતો ઘનાદિનો સ્વાર્થ સાધી આત્માર્થ કરવાનું જે ચૂકતા નથી; તે જ સાચા સદ્ગુણી છે. ।।૨૯।। પ્રમાણિકતા, વચન-અચલતા, પરોપકાર ને મૈત્રીજી, વિનય, દયાને સહનશીલતા, સાર્વજનિક સુખ-તંત્રીજી. વિનય૦ અર્થ અર્થ પુરુષાર્થને સાધતા નીચેના ગુણોને ધ્યાનમાં રાખે છે ઃ— જે પ્રામાણિકપણાને છોડતા નથી, આપેલ વચનથી ફરી જતા નથી, પરોપકાર કરવાનું જે ભૂલતા નથી. તથા સહુથી મૈત્રીભાવ રાખવાનું કે વિનય, દયા અને સહનશીલતાને ઘારણ કરવાનું ચૂકતા નથી. આ બધા ગુણો સાર્વજનિક એટલે સર્વ જીવોના સુખનું તંત્ર ચલાવવામાં તંત્રી સમાન છે. તંત્રી એટલે સારી રીતે સુખની વ્યવસ્થા કરનાર છે. ।।૩૦ના ક્ષમા, સંપ ને કર-કસર ગુણ, દીર્ઘદૃષ્ટિ ગુણગ્રાહીજી, નિયમિતપણું, ઉદ્યોગ, સરળતા પ્રજ્ઞા સહ, ઉત્સાહીજી. વિનય અર્થ :– નીચેના સદ્ગુણો પણ અર્થ પુરુષાર્થ સાધવામાં જીવને મદદરૂપ છે. ક્ષમા રાખવી, સંપ જાળવવો, કરકસર કરવી, અર્થાત્ કારણ વિના પૈસાનો દુર્વ્યય ન કરવો. દીર્ઘદૃષ્ટિથી વિચારીને કામ કરવું, બીજાના ગુણો જોઈને ગ્રહણ કરવાનો ભાવ રાખવો. સમયસર કામ કરી નિયમિતપણું જાળવવું, ઉદ્યોગ એટલે પુરુષાર્થી થવું-પ્રમાદી ન થવું, પ્રજ્ઞા સહિત સરળતા રાખવી તથા પ્રત્યેક કામમાં ઉત્સાહવાળા થવું; એ ગુણો મેળવવાથી આત્માર્થના લક્ષ સાથે અર્થ પુરુષાર્થની પણ સિદ્ધિ થાય છે. ।।૩૧।। કામપ્રયોજન પૂરતા ગુણ સૌ સંસારી જન શીખેજી કળા-કુશળતા, પ્રેમ-પ્રતિજ્ઞા-પાલનથી તે દીપેજી. વિનય અર્થ :— કામ પુરુષાર્થને સંસારમાં રહેનારા આત્માર્થી જીવો માત્ર પ્રયોજન પૂરતા જ ન છૂટકે સાથે છે. તેમાં કળા કુશળતા વાપરીને મનને અલિપ્ત રાખવાનો પુરુષાર્થ કરે છે. જેની સાથે લૌકિક પ્રેમની પ્રતિજ્ઞા કરી છે, તેની સાથે સ્વદારા સંતોષવ્રતના પાલનથી તેનું જીવન જગતમાં દીપે છે અર્થાત્ શોભા પામે છે. ।૩૨।। આહાર, જળ કાયાને કાજે ભૂખ-તૃષા-દુઃખ ખોવાજી, અર્થ, કામ, પુરુષાર્થો તેવા પૂર્વકૃત સમ જોવાજી. વિનય૦ Page #455 -------------------------------------------------------------------------- ________________ (૩૬) સગુણ ૪૨૭ અર્થ :- આહાર અને જળનો પ્રયોગ માત્ર કાયાના ભૂખ અને તરસના દુઃખો ખોવા માટે છે તેમ અર્થ અને કામનો પ્રયોગ પણ માત્ર સંસાર તંત્ર ચલાવવા કે મનની તાત્કાલિક વાસનાઓના શમન અર્થે છે. પૂર્વે જેવાં ક ઉપાર્જન કર્યા હોય તે પ્રમાણે તેની પ્રાપ્તિ થાય છે. ૩૩ાા. “મોક્ષ-પુરુષાર્થ જ ગણ સાચો, જન્મ કૃતાર્થ ગણાશેજી, સમ્યક્ દ્રષ્ટિ સહ સૌ સૃષ્ટિ મોક્ષાર્થે જ જણાશેજી. વિનય અર્થ – આ ચારે પુરુષાર્થોમાં મોક્ષ પુરુષાર્થને જ સાચો જાણો. તે આદરવાથી આ મનુષ્ય જન્મ કૃતાર્થ અર્થાત્ સફળ થયો ગણાશે. “આ પુરુષાર્થમાં પ્રથમના ત્રણ પુરુષાર્થ નાશસહિત અને સંસારરોગથી દૂષિત છે એમ જાણીને તત્ત્વોના જાણનાર જ્ઞાનીપુરુષ અંતનો પરમપુરુષાર્થ અર્થાત્ મોક્ષનાં સાઘન કરવામાં જ યત્ન કરે છે. કારણ કે મોક્ષ નાશરહિત અવિનાશી છે.” (વ.પૃ.૨૦૯) આત્માની દ્રષ્ટિ જો સમ્યક્ થાય તો તેને સર્વ સૃષ્ટિ મોક્ષ મેળવવામાં મદદરૂપ થશે. કેમકે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ છે. જેની દ્રષ્ટિ નિર્મળ છે તેને સર્વ પદાર્થમાંથી ઉત્તમ બોઘ મળી રહેશે. IT૩૪ના સસ વ્યસન પણ એ દ્રષ્ટિથી બોથ અપૂર્વ જણાવેજી, શુંભ-અશુભ કર્મોદય યુત સમ જીત-હાર સમજાવેજી. વિનય હવે સાતે ભાવ વ્યસન સમજાવે છે – અર્થ - સાતે ભાવ વ્યસન પણ ઉપરોક્ત સમ્યકુદ્રષ્ટિ થયે અપૂર્વબોઘના આપનાર થાય છે. જેમ શુભ અશુભ કર્મના ઉદયો એ જ વૃત એટલે જાગાર સમાન છે કે જે જીવને જીત હાર સમજાવે છે. શુભ કર્મના ઉદયમાં રાજા આદિની પદવી મળવાથી હર્ષ પામવો તે જીત સમાન છે અને અશુભ કર્મના ઉદયમાં નિર્ધનતાની પ્રાપ્તિ થયે ખેદ માનવો તે હાર સમાન છે. રૂપા જુગાર સમ જે હર્ષ-શોકનો ઘંઘો ઍવ લઈ બેઠાજી, તે ત્યાગ્યા વિણ અનંતકાળે કોઈ ન શિવપુર પેઠાજી. વિનય અર્થ:- જાગાર સમાન શુભના ઉદયમાં હર્ષ માનવો કે અશુભના ઉદયમાં શોક કરવો એ જ હર્ષ શોકનો ઘંઘો જીવ અનાદિથી લઈ બેઠો છે. તે શુભાશુભભાવને ત્યાખ્યા વિના તો અનંતકાળમાં કોઈ પણ જીવ શિવપુર એટલે મોક્ષનગરમાં પ્રવેશ પામ્યા નથી. //૩૬ “તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.” -શ્રીમદ્ રાજચંદ્ર સ્વ-પર દેહમાં મગ્ન બને મન માંસ-રુચિ જ પ્રમાણોજી, ચામડી સુંદર દેખે મોહે, ચામડિયા તે જાણોજી. વિનય અર્થ - સ્વ કે પરના દેહમાં જે મન મોહ કરી મગ્ન બને તે માંસની રૂચિ રૂપ બીજું ભાવ વ્યસન છે, એમ પ્રમાણભૂત માનો. તથા સુંદર ચામડીને દેખી જે મોહ પામે તેને ચામડીયા એટલે ચમાર જાણો. કેમ કે ચમારની દ્રષ્ટિ ચામડા ઉપર હોય છે. - અષ્ટાવક્રનું દ્રષ્ટાંત - અષ્ટાવક્ર કે જેના આઠેય અંગ વાંકા છે તેણે જનકરાજાની સભામાં પ્રવેશ કરતાં જ સભામાં બેઠેલા પંડિતો વગેરે તેમને જોઈ હસી પડ્યા. ત્યારે જ્ઞાની એવા અષ્ટાવક્ર બોલી ઊઠ્યા કે હું આ ચમારોની સભામાં ક્યાં આવી ચઢ્યો. આ તો બઘા શરીરનું ચામડું જોનાર છે, આત્માના ગુણો નહીં. જે આત્માના ગુણો ન જોતાં ચામડું જ જાએ તેને ચમાર જાણવા. Page #456 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧ “શુદ્ધ ચૈતન્ય જ્ઞાનમૂર્તિને મૂકીને બહાર દૃષ્ટિએ એટલે ચર્મચક્ષુવડે ચામડાને નહીં જોઉં, તે તો ચમારની દૃષ્ટિ ગણાય. જે ચમાર હોય તે જ ચામડાને વિષે રંજન થાય. હું તો દિવ્ય નેત્રવાળો દેવ છું. એટલે જ્ઞાનમૂર્તિ શુદ્ધ ચૈતન્યને જોઈશ-ગુરુગમે.” -૫.પૂ.પ્રભુશ્રીજી દ્વારા લખાવેલ પત્રમાંથી ।।૩૭।। દેહાધ્યાસ અનાદિ પોષે માંસ-વ્યસન ભયકારીજી, માંસ વધે તેવા આહારે રુચિ પણ માંસાહારીજી. વિનય અર્થ :— અનાદિકાળથી જીવ દેહાધ્યાસને પોષે છે. તે ભાવથી ભયંકર એવા માંસ-વ્યસનને સેવનાર જાણવો. શરીરનું માંસ વધે તેવા ભાવથી આહારમાં જે રુચિ છે તે પણ માંસાહાર જાણવો. “જો દેહાર્થમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું તો તો એક ફૂટી બદામની કિંમતનું નથી.” (વ.પૃ.૫૬૧) સ્વરૂપ-ભેદ-વિજ્ઞાન વિનાનો મદિરાપાની માનોજી, મોહમદિરા-વ્યસન તજે તે લહે શિવ-સુખ-ખજાનોજી. વિનય અર્થ ઃ— જેને સ્વ-૫૨નો ભેદ પડ્યો નથી અર્થાત્ જેને સ્વ એટલે પોતે કોણ છે? અને પોતાથી પર એવા પદાર્થો કયા કયા છે? એમ જે યથાર્થ જાણતો નથી તેને મોહરૂપી મદિરાને પીનાર ભાન ભૂલેલો જાણવો. જે મોહરૂપી દારૂના વ્યસનને તજશે તે જ પ્રાણી મોક્ષસુખના અનંત ખજાનાને પામશે; બીજો નહીં. કહ્યું છે કે —મોદ નીવ નવ ઉપશમે, તવ છુ વને છપાય, વર્લ્ડ વોર બાવત રુ.’ ।।૩૯।। ૪૨૮ વિપરીત બુદ્ધિ વેશ્યા જાણો, સંગ અનાદિ તેનોજી, કુમતિ કલ્પના-નાચ નચાવે લૌકિક હેતુ જેનોજી. વિનય૰ અર્થ = ઇન્દ્રિયોમાં સુખ છે એવી વિપરીત બુદ્ધિને ભાવથી વેશ્યાના વ્યસન સમાન જાણો. અનાદિકાળથી જીવને આવી વિપરીત બુદ્ધિરૂપી વેશ્યાનો સંગ ચાલ્યો આવે છે. આવી પરમાં સુખબુદ્ધિની કલ્પનારૂપ કુબુદ્ધિ જીવને ચારે ગતિઓમાં અનેક પ્રકારનાં દુઃખો આપી નાચ નચાવે છે. એવી કુમતિ માત્ર તાત્કાલિક ક્ષણિક એવા આ લોકના ભૌતિક સુખોમાં જ જીવને ગરકાવ કરાવે છે. ૪૦ના સદ્ગુરુ-શરણે બુદ્ધિ રાખે, કર્દી ૫રમાર્થ ન ભૂલેજી, તે વેશ્યા-વ્યસને નહિ રાચે એક લક્ષ શિવ-મૂલેજી. વિનય અ – જે ભવ્ય પ્રાણી સદ્ગુરુના શરણમાં બુદ્ધિ રાખીને જીવે છે તે કદી પરમાર્થ અર્થાત્ આત્માર્થને ભૂલશે નહીં. તે ૫૨૫દાર્થમાં સુખ માનવારૂપ વેશ્યાના વ્યસનમાં રાચશે નહીં. પણ એક માત્ર શિવમૂલ એટલે મોક્ષનું મૂલ ગુરુકૃપા છે એમ જાણીને તેને મેળવવાના જ પુરુષાર્થમાં રહેશે. ॥૪૧।। દયા ન હૃદયે ઘરતા તે જન ભાવ-શિકારી જાણોજી, કામ, ક્રોથ રૂપ વનમાં મ્હાલે, પરભવ-ભય-ભુલાણોજી. વિનય૰ અર્થ ઃ— જેના હૃદયમાં સ્વઆત્મા પ્રત્યે દયાભાવ નથી અને રાગદ્વેષ કર્યા કરે છે. તે જીવોને ભાવથી શિકારી જાણો. જે નિશદિન કામ, ક્રોધાદિ ભાવરૂપ વનમાં વિચરણ કરીને આનંદ માણી રહ્યા છે, તેમને પરભવનો ભય ભુલાઈ ગયો છે. પરભવમાં તે કેટલું દુઃખ પામશે તેનું તેમને ભાન નથી. ‘ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો.’ -શ્રીમદ્ રાજચંદ્ર ।।૪૨।। દયા, ક્ષમા, સંતોષ હણે તે ક્રૂર જીવો અવિચારીજી, આત્મઘાત-શિકાર તજે તે મોક્ષ-માર્ગ–અનુસારીજી. વિનય૦ Page #457 -------------------------------------------------------------------------- ________________ (૩૬) સદ્ગુણ ૪૨૯ અર્થ :— આત્માના ગુણો જે દયા, ક્ષમા, સંતોષ વગેરે છે તેને જે હણે તે જીવો ક્રુર અને અવિચારી છે. કેમકે આત્મઘાતી મહાપાપી કહેવાય છે. પણ આત્માના ગુણોને ઘાતવારૂપ શિકારનો જે ત્યાગ કરશે તે જ મોક્ષમાર્ગને અનુસરનાર થશે. II૪૩।। આત્મબુદ્ધિ દેહાર્દિકમાં જે તે પરસ્ત્રી-રતિ જાણોજી, એ જ અનાદિ ભૂલે ભમિયો, કાયા ઘરી ન ઘરાણોજી. વિનય અર્થ :— દેશમાં આત્મબુદ્ધિ અને આત્મામાં દે બુદ્ધિ આદિ છે તે પરસ્ત્રીમાં રમાતા સમાન જાણો. એ જ અનાદિકાળની ભૂલથી જીવ સંસારમાં ભમ્યા કરે છે. આ દેહમાં આત્મબુદ્ધિના કારણે અનંતકાળથી જીવ નવા નવા ઠેઠ ધારણ કરીને હજી સુધી ધરાયો નથી. “બીજા દેહો તણું બીજ, આ ઠેકે આત્મભાવના; વિદેહ મુક્તિનું બીજ, આત્મામાં આત્મભાવના.’ સમાધિશતક।।૪૪॥ કાયા-પરનારીમાં માયા ક્રેમે કરી નહિ છૂટેજી, બળવંતા શાનીનો આશ્રય મળતાં તાંતો તૂટે. વિનય અર્થ :— કાયારૂપી પરસ્ત્રી પ્રત્યેનો માથામો કેમે કરીને હજી સુધી છૂટતો નથી. પણ બળવાન એવા જ્ઞાનીનો આશ્રય મળતાં જરૂર તે સ્નેહનો તાંતણો તૂટી જાય છે, અર્થાત્ કાયા પ્રત્યેનો માયામોહ હટી જાય છે. આર્દ્રકુમાર પોતાના અનુભવથી કહે છે કે હાથીની સાંકળ તોડવી સહેલી છે પણ સ્નેહના કાચા તાંતણા તોડવા દુષ્કર છે. ।।૪૫।। ઘન-વૈભવમાં અતિ પ્રીતિ તે ભાવ ચોરી, મન આણોજી અધિક અધિક ગ્રહવાની આશા, પાપતણું મૅળ જાણોજી. વિનય અર્થ :– ધન એ પરવસ્તુ છે, ધન વૈભવમાં અત્યંત આસક્તિ છે તેને ભાવથી ચોરી જાણો, ઘનાદિને અધિક અધિક ગ્રહણ કરવાની જે આશા-તૃષ્ણા છે તેને તમે સર્વ પાપનું મૂળ જાણો. “ઘનવૃત્તિમાં કાળ જાય, નરભવે આયુ ખપાય; ઇચ્છે છે ધનવાન ઘન, ભલે મરણ પણ થાય. દાનાદિ પુણ્ય હેતુથી, ઘન ઉપાર્જતો દીન; કાદવ ખરડી ન્હાઈશું, કહે તે બુદ્ધિહીન, નોપદેશ ||૪|| સર્વ મૂકતાં મોક્ષ મળે તો સંગ્રહભાવ જ ઊંઘોજી, દ્રવ્ય-ભાવથી સર્વ પ્રકારે છૂટવા યોજ પ્રબંધોજી. વિનય અર્થ :— સર્વ પરિગ્રહને મૂકતા જો મોક્ષ મળે અર્થાત્ સર્વ દુઃખથી મુક્ત થવાય તો પરિગ્રહને સંગ્રહ કરવાનો ભાવ તે જરૂર ઊંચો છે, અર્થાત્ સંસાર વધારનાર છે. માટે દ્રવ્ય અને ભાવ સર્વ પ્રકારે બધા વ્યસનોથી છૂટવા માટેના જ પ્રબંધોની યોજના કરો. ।।૪૭ાા દયા, ક્ષમા, ધીરજ, સમતા ને મરણ-સમાધિ વિચારીજી, અપ્રતિબંઘ, અસંગ, પ્રશાંતિ; સદ્ગુણ લે ઉર ઘારીજી. વિનય દ્રવ્ય અને ભાવ વ્યસનોથી છૂટવા કેમ કરવું તેનો ઉપાય આ અંતિમ ગાથામાં જણાવે છે ઃ— Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - દયા એ ઘર્મનું મૂળ છે. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ધીરજનાં ફળ મીઠા છે, સમભાવ એ આત્માનું ઘર છે. અને સમાધિમરણ એ જ આ મનુષ્યભવનું કર્તવ્ય છે. એમ જાણી સર્વ પ્રકારના લોકસંબંધી કે સ્વજન કુટુંબ આદિ બંઘનો તોડી અપ્રતિબંઘ વિહારી બની, બાહ્ય અને અત્યંતર સર્વસંગનો પરિત્યાગ કરી, આત્માની પ્રકૃષ્ટ શાશ્વત સુખશાંતિને મેળવવા કટિબદ્ધ થા. આ જ ઉત્તમ સગુણોને હૃદયમાં ધારણ કરવાનો પુરુષાર્થ તે જીવન સફળ કરવાનો સાચો ઉપાય છે. ૪૮ જેને આત્માના સદગુણો પ્રત્યે આકર્ષણ થયું છે તે ભવ્યાત્મા જરૂર દેશધર્મ એટલે અંશે આચરી શકાય એવા શ્રાવક ઘર્મનો વિચાર કરીને પોતાના આત્મકલ્યાણનો માર્ગ શોધે છે. તે દેશ ઘર્મ કોને કહેવો? અને તે કેવી રીતે પાળી શકાય? વગેરેનો વિચાર નીચેના પાઠમાં સવિસ્તર આપવામાં આવે છે. (૩૭) દેશ ઘર્મ વિષે વિચાર (દોહરા) જેના જ્ઞાને ન્યૂનતા દેશે પણ નહિ હોય; રાજચંદ્ર ગુરુ તે નમું સંશય સર્વે ખોય. ૧ અર્થ:- જેના જ્ઞાનમાં દેશે એટલે અંશે પણ ન્યૂનતા અર્થાત્ ઉણપ હોય નહીં એવા શ્રીમદ્ રાજચંદ્ર સદ્ગુરુદેવના ચરણકમળમાં સર્વ પ્રકારના સંશયનો નાશ કરીને હું પ્રણામ કરું છું. ૧૫ા. કળિયુગમાં આયુષ્ય તો અલ્ય, બુદ્ધિ પણ અલ્પ, મૃતવારિધિ તરવા નથી સામગ્રી, સંકલ્પ. ૨ અર્થ – આ હુંડા અવસર્પિણી કળિયુગમાં જીવોના આયુષ્ય અલ્પ છે, બુદ્ધિ પણ અલ્પ છે, એવા સમયમાં ભગવાનની કહેલી સ્યાદ્વાદવાણીરૂપ શ્રુતવારિધિ એટલે શાસ્ત્ર સમુદ્રને તરવા અર્થાત્ સમજવા માટે જોઈતી બુદ્ધિરૂપ સામગ્રી મારી પાસે નથી તથા એવું સંકલ્પબળ પણ નથી કે મારે ભગવાનનું કહેલું તત્ત્વ આ ભવે સમજવું જ છે. “આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ, અસીમ બળવાન અસત્સંગ, પૂર્વનું ઘણું કરીને અનારાઘકપણું, બળવીર્યની હીનતા, એવા કારણોથી રહિત કોઈક જ જીવ હશે, એવા આ કાળને વિષે પૂર્વે ક્યારે પણ નહીં જાણેલો, નહીં પ્રતીત કરેલો, નહીં આરાઘલો તથા નહીં સ્વભાવસિદ્ધ થયેલો એવો “માર્ગ” પ્રાપ્ત કરવો દુષ્કર હોય એમાં આશ્ચર્ય નથી; તથાપિ જેણે તે પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ લક્ષ રાખ્યો જ નથી તે આ કાળને વિષે પણ અવશ્ય તે માર્ગને પામે છે.” (વ.પૃ.૫૬૧) “શાસ્ત્ર ઘણાં મતિ થોડલી મનમોહન મેરે, શિષ્ટ કહે તે પ્રમાણ રે મનમોહન મેરે.” પારા મુક્તિદાયક બીજઑપ આત્મહિતનું ઘામ; તુજ આજ્ઞા ઉઠાવતાં, સરશે મારાં કામ. ૩ અર્થ - પણ મુક્તિ આપવામાં સમર્થ એવા સમકિતના બીજરૂપ તથા આત્મકલ્યાણના ઘરરૂપ Page #459 -------------------------------------------------------------------------- ________________ (૩૭) દેશ ઘર્મ વિષે વિચાર ૪૩૧ એવી તારી આજ્ઞા ઉપાસતાં મારા સઘળા કાર્ય સિદ્ધ થશે એવી મને પૂર્ણ ખાત્રી છે. સંસા સર્વજ્ઞ પ્રભુએ કહ્યો ઘર્મ વસ્તુસ્વભાવ, તે ‘સહજાત્મસ્વરૂપ” મૂળ, બીજો સર્વ વિભાવ.૪ અર્થ - હવે ભગવાનની મુખ્ય આજ્ઞા ‘વિભાવથી મુકાવું અને સ્વભાવમાં આવવું” એ છે. તે સ્વભાવ પ્રાપ્તિને અર્થે જ્ઞાનીઓએ ઘર્મ બે પ્રકારે કહ્યો છે. એક નિશ્ચય ઘર્મ અને બીજો વ્યવહાર ઘર્મ. નિશ્ચયથર્મમાં સર્વજ્ઞ પ્રભુએ વસ્તુના સ્વભાવને ઘર્મ કહ્યો છે. “આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થકર ઘર્મ કહે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર આત્મારૂપ વસ્તુનો મૂળ સ્વભાવ “સહજાત્મસ્વરૂપ” છે. તે સિવાય આત્મા માટે બીજી બધી વસ્તુઓના ઘર્મો વિભાવરૂપ છે. રાજા કહો અહિંસા, જીંવ-દયા, શાંતિ, પૂર્ણ સ્વરૂપ; સહજાનંદ, સમાધિ કે “આત્મા આત્મારૂપ.” ૫ અર્થ – બીજા વ્યવહાર ઘર્મની અનેક વ્યાખ્યા છે. જેમકે અહિંસા પરમોધર્મ, દયામૂળ ઘર્મ, આત્માની પરમશાંતિ પામવારૂપ ઘર્મ, આત્માનું પૂર્ણ સ્વરૂપ પામવું તે ઘર્મ, આત્માનો સહજ આનંદ પામવો તે ઘર્મ, આત્મામાં સ્થિરતા કરવારૂપ સમાધિ કે આત્મા આત્મસ્વરૂપને પામે એ રૂપ ઘર્મ જ્ઞાનીપુરુષોએ કહ્યો છે. //પાા આરાઘકના ભેદથી દેશવિરતિ, યતિ ઘર્મ, ગૃહસ્થ કે મુનિયોગ્ય તે સમ્યકત્વ-મૅળ મર્મ. ૬ અર્થ :- આરાધના કરનારના ભેદથી તે વ્યવહાર ઘર્મ બે પ્રકારે છે. એક દેશવિરતિ એટલે ગૃહસ્થઘર્મ અને બીજો યતિઘર્મ અર્થાત્ મુનિઘર્મ. તે ગૃહસ્થ ઘર્મ અને મુનિઘર્મ સમકિત સહિત હોય તો જ કલ્યાણકારક છે; આ એનું રહસ્ય છે. Iકા સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્રે ત્રણ રૂપ, ક્ષમાદિ દશ યતિ-ઘર્મ છે; એમ અનેક સ્વરૂપ. ૭ અર્થ :- સમ્યક્દર્શન શાન ચારિત્રમય રત્નત્રયથર્મ એ મોક્ષ પ્રાપ્તિનો સાચો ઉપાય છે. તેમજ ઉત્તમ ક્ષમા, આર્જવ, માર્દવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન અને બ્રહ્મચર્ય એ દશ પ્રકારનો યતિધર્મ એટલે મુનિઘર્મ જગત પ્રસિદ્ધ છે. એમ ઘર્મના અનેક સ્વરૂપ ભગવંતે વર્ણવેલ છે. શા ઘર્મ-તરું-મૅળ જીંવ-દયા મોક્ષમાર્ગ-સોપાન, વ્રત-સુખ-સંપત્તિ તણી જનની દયા પ્રમાણ. ૮ અર્થ - ઘર્મરૂપી વૃક્ષનું મૂળ જીવદયા છે. એ મોક્ષમાર્ગે જવા માટે સોપાન એટલે પગથિયાં સમાન છે. તથા વ્રતને, સુખને કે સંપત્તિને પણ જન્મ આપનારી માતા દયા જ છે, અને દયાવડે જ ઘર્મ સથાય છે. “આ સંસારમાં ઇન્દ્રપણું, અહમિન્દ્રપણું, તીર્થંકરપણું, ચક્રવર્તીપણું તથા બળભદ્રપણું કે નારાયણપણું પ્રાપ્ત થાય છે તે સર્વ ઘર્મના પ્રતાપે થાય છે. ઉત્તમ કુળ, રૂપ, બળ, ઐશ્વર્ય, રાજ્ય, સંપદા, આજ્ઞા, સુપુત્ર, સુભાગ્યવંતી સ્ત્રી, હિતકારી મિત્ર, વાંછિત કાર્યસિદ્ધિ, કાર્યકુશળ સેવક, નીરોગતા, ઉત્તમ ભોગ ઉપભોગ, રહેવાને દેવવિમાન સમાન મહેલો, સુંદર સંગતિમાં પ્રવૃત્તિ, ક્ષમા, વિનયાદિક, મંદકષાયીપણું, પંડિતપણું, Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨. પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ કવિપણું, ચતુરાઈ, હસ્તકળા, પૂજ્યપણું, લોકમાન્યતા, પ્રખ્યાતિ, દાતારપણું, ભોગીપણું, ઉદારતા, શૂરવીરતા ઇત્યાદિ ઉત્તમ સામગ્રી, ઉત્તમ ગુણ, ઉત્તમ સંગતિ, ઉત્તમ બુદ્ધિ, ઉત્તમ પ્રવૃત્તિ જે કંઈ દેખવામાં, સાંભળવામાં આવે છે તે બથો ઘર્મનો પ્રભાવ છે.” -સમાધિસોપાન (પૃ.૧૨૬) ૮ાા પ્રથમ પ્રાણી-દયા ઘરે આત્માર્થી ઉરમાં ય; દયા વિના ઘાર્મિક ક્રિયા જળમાં વાદળછાંય. ૯ અર્થ – ઘર્મ પાળનાર આત્માર્થી, પ્રથમ પ્રાણીદયાને હૃદયમાં ઘારણ કરે. કેમકે દયા વિનાની ઘાર્મિક ક્રિયા જળમાં પડેલ વાદળની છાયા સમાન નિરર્થક છે. જળમાં પડેલ વાદળની છાયા કોઈને સુખનું કારણ થતી નથી તેમ દયા વગરનો ઘર્મ કોઈને સુખ આપનાર થતો નથી. lલા પૂર્વ ભવે પિતાદિ જે સગાં થયાં બહુ વાર, તે પ્રાણી હણતાં અરે! કરે ને કેમ વિચાર? ૧૦ અર્થ :- પૂર્વભવમાં જે પિતા. માતા વગેરે ઘણીવાર થયા છે. એક એક જીવ સાથે અનતી સગાઈ થઈ ચૂકી છે. એવા પ્રાણીઓને હણતાં અરે ! હવે તું કેમ કંઈ વિચારતો નથી. /૧૦ના કરુણાવંત મુનિવરો તર્જીને તન-દરકાર, નિશદિન નિજહિત સાઘતાં, કરતા પરોપકાર. ૧૧ અર્થ :- હવે પ્રથમ મુનિઘર્મનું વર્ણન કરે છે : કરુણાના ભંડાર એવા મુનિવરો પોતાના શરીરની દરકાર અર્થાત સાર સંભાળ તજી દઈને નિશદિન પોતાના આત્માનું હિત સાધતા બીજા જીવોની રક્ષા કરવારૂપ પરોપકાર કરતા રહે છે. “પરોપરાય સતાં વિમૂતયઃ' પરોપકાર કરવો એ જ મહાત્માઓની વિભૂતિ છે. [૧૧ાા સર્વ જીવનું હિત કરે, દૂભવે ઑવ નહિ કોય, સર્વવિરતિઘર યોગ તે; દેશ-વિરતિ ગૃહીં હોય. ૧૨ અર્થ:- એવા આત્મજ્ઞાની મુનિ મહાત્માઓ છકાય જીવની રક્ષા કરીને સર્વ જીવોનું હિત કરે છે. કોઈ પણ જીવને દુભવતા નથી. “સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય.” -શ્રીમદ્ રાજચંદ્ર તે સર્વ વિરતિને ઘારણ કરનાર યોગી પુરુષો છે. તે બાર પ્રકારે, તે પ્રકારે અથવા સત્તર પ્રકારે સંયમના પાળનાર હોય છે. પાંચ ઇન્દ્રિયો તથા છઠું મન તથા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તથા ત્રસકાય એમ છ કાયની રક્ષા મળીને બાર પ્રકારે સંયમ થાય છે. અથવા પાંચ મહાવ્રત, પાંચ સમિતિ તથા ત્રણ ગતિ મળીને તે પ્રકારે સંયમ કહેવાય છે. અથવા પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુતિ તથા ચાર કષાયનો નિગ્રહ મળીને સત્તર પ્રકારનો સંયમ જગતમાં પ્રસિદ્ધ છે. તે સંયમને પાલનહાર સર્વ વિરતિઘર યોગીપુરુષો છે, તથા દેશ-વિરતિ એટલે જેને અંશે ત્યાગ કરેલો છે એવા ગૃહસ્થ તે દેશવ્રતને ઘારણ કરનાર શ્રાવક કહેવાય છે. ૧૨ાા ત્રસ જીંવને ગૃહીં ના હણે વિના પ્રયોજન ક્યાંય; સંકલ્પી હિંસા તજે, દેશે સંયમ ત્યાંય. ૧૩ હવે બીજા ગૃહસ્થઘર્મ વિષે જણાવે છે - અર્થ :- ત્રસ એટલે હાલતાચાલતા જીવોને જે ગ્રહી એટલે ગૃહસ્થ વિના પ્રયોજન કદી હણે નહીં. Page #461 -------------------------------------------------------------------------- ________________ (૩૭) દેશ ઘર્મ વિષે વિચાર ૪૩૩ સંકલ્પ કરીને કોઈને મારે નહીં. કારણ શ્રાવક ઘર્મ અંગીકાર કરનારને સંકલ્પી હિંસાનો ત્યાગ હોય છે, વિરોધી હિંસાનો નહીં. કોઈ તેને મારવા આવે તો સામનો કરે; તે વખતે તે મરી જાય તો શ્રાવકવ્રતનો ભંગ થતો નથી. કેમકે તેણે દેશે અર્થાત્ અંશે સંયમ એટલે ત્યાગને અંગીકાર કર્યો છે, સર્વથા નહીં. ૧૩ના શોભારૃપ સંસારમાં વર્તન શુંભ સદાય; મુનિ બનવાના ભાવને ભૂલે નહીં જરાય. ૧૪ અર્થ :- દેશ સંયમી શ્રાવકનું વર્તન સંસારમાં સદા શુભ છે, તેથી શોભારૂપ છે. તે મુનિ બનવાના ભાવને કદી ભૂલતા નથી. “જેણે પોતાનાં ઉપજીવિકા જેટલાં સાઘનમાત્ર અભ્યારંભથી રાખ્યાં છે, શુદ્ધ એકપત્નીવ્રત, સંતોષ, પરાત્માની રક્ષા, યમ, નિયમ, પરોપકાર, અલ્પરાગ, અલ્પદ્રવ્યમાયા અને સત્ય તેમજ શાસ્ત્રાધ્યયન રાખ્યું છે, જે પુરુષોને સેવે છે, જેણે નિગ્રંથતાનો મનોરથ રાખ્યો છે, બહુ પ્રકારે કરીને સંસારથી જે ત્યાગી જેવો છે, જેના વૈરાગ્ય અને વિવેક ઉત્કૃષ્ટ છે તે પવિત્રતામાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે.” (વ.પૃ.૧૦૬) ૧૪. વીર્ય પ્રગટ તેવું નથી, તેથી રહે ઘરમાંય, ઉપાસના મુનિ તણ કરે દેવ-ભક્તિ સહ ત્યાંય. ૧૫ અર્થ:- મુનિપણું અંગીકાર કરવાનું વીર્ય હજુ પ્રગટ થયું નથી તેથી તે હજા ઘરમાં રહે છે. ત્યાં ઘરમાં રહ્યા છતાં પણ દેવ-ગુરુની ભક્તિ કરતા સાથે મુનિ બનવા માટેની યોગ્યતા મેળવવાની ઉપાસના સદા કરતો રહે છે. ૧પ. ઘાર્મિક બંધુ પ્રતિ પ્રીતિ, પાત્રે દેતા દાન, દયા લાવી દીન દુઃખીને મદદ કરે, તર્જી માન. ૧૬ અર્થ - સાઘર્મિક ભાઈઓ પ્રત્યે વાત્સલ્યભાવના રાખે છે. પાત્ર જીવોને આહારદાન, ઔષઘદાન, જ્ઞાનદાન, અભયદાન વગેરે આપે છે. તથા દયા લાવીને દીન દુઃખી જીવો ઉપર પણ અનુકંપાદાનવડે પોતાનું માન મૂકીને મદદ કરે છે. “આ જીવ કોને ભજે છે? એ જોવું. કૃપાળુદેવને ભજે છે, તો એના ઉપર વાત્સલ્યભાવ રાખવો. જે જીવનું કલ્યાણ થવાનું હોય તે જ જીવ કૃપાળુદેવને શરણે આવે છે. વાત્સલ્યભાવ રાખે તોય તીર્થકર ગોત્ર બાંધે.”-બો. ભા.-૧ (પૃ.૩૩૧) શ્રી સંભવનાથ ભગવાને વાત્સલ્યભાવથી તીર્થંકરનામ કર્મ બાંધ્યું હતું. ૧૬ાા તત્ત્વ-વિચાર સદા કરે, દેશવ્રતે ઉલ્લાસ; પ્રસિદ્ધ નીતિમાર્ગ સહ સમ્યગ્દર્શન-વાસ. ૧૭ અર્થ :- જે હમેશાં છ દ્રવ્ય, છ પદ કે સાત તત્ત્વનો વિચાર કરે છે. જેને દેશવ્રત એટલે શ્રાવકના વ્રત પાળવામાં ઉલ્લાસ વર્તે છે. જગત પ્રસિદ્ધ નીતિમાર્ગમાં જે પ્રયાણ કરે છે તથા જેનો સમ્યગ્દર્શનમાં વાસ છે, અર્થાતુ જેને વ્યવહાર કે નિશ્ચય સમકિત પ્રાપ્ત છે. તે જ ખરા શ્રાવક ગણવા યોગ્ય છે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન્ન રહેવું તેનું નામ નીતિ છે.” (વ.પૃ.૩૯૮) ||૧ણા પૂજ્ય ગૃહસ્થપણું ગયું, આવું ભક્તિ-ઘામ, સગુણ-ગણ વિના નહીં શોભે શ્રાવક નામ. ૧૮ Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - જેને સપુરુષ પ્રત્યે ભક્તિ જાગી છે, જેના ઘરના બધા ભક્તિ કરતા હોવાથી ઘર પણ ભક્તિનું ઘામ બન્યું છે, તેનું ગૃહસ્થપણું વખણાય છે, પૂજ્ય ગણાય છે. પણ સગુણના સમૂહ વગર ગૃહસ્થનું શ્રાવક એવું નામ શોભા પામતું નથી. “શ્રાવક કોને કહેવા? જેને સંતોષ આવ્યો હોય; કષાય પાતળા પડ્યા હોય; માંહીથી ગુણ આવ્યો હોય; સાચો સંગ મળ્યો હોય તેને શ્રાવક કહેવા.” (વ.પૃ.૭૨૯) કળિકાળે તો કોઈક જ સાચા સાધુ ભાળ; નિર્દય, ક્ષુદ્ર જનો પડે, ટકે કેટલો કાળ? ૧૯ અર્થ :- આ કળિકાળમાં તો કોઈક જ સાચા સાધુ દેખાય છે. પ.પૂ.પ્રભુશ્રીજી તથા પૂ.શ્રી દેવકરણજી મહારાજ વિષે પરમકૃપાળુદેવે જણાવેલું કે આ ચોથા આરાની વાનગી છે. આ પાપના યુગમાં નિર્દય અને શુદ્ર એટલે હલકી વૃત્તિના લોકો આવા મહાત્માઓને પણ પીડા આપે, તો તે કેટલો કાળ તેમની પાસે ટકી શકે? જેમકે પ.પૂ.પ્રભુશ્રીજી, લોકોની કનડગતને લઈને જુનાગઢ જેવા એકાંત સ્થાનોમાં રહેવા લાગ્યા. તેમજ પૂ.શ્રી આનંદઘનજી મહારાજ પણ લોકોના અયુક્ત દબાણને લઈને જન સહવાસ છોડી વનવાસ સ્વીકાર્યો. અથવા શ્રી યશોવિજયજી મહારાજનું પણ ઉદયાથીન વર્તન થવાથી બાહ્ય ક્રિયાનો આગ્રહ મૂકી વિશેષ સ્વરૂપ ધ્યાનમાં સ્થિર રહેવા લાગ્યા. તેથી લોકો તેમને ઓળખી શક્યા નહીં. એવું ભયંકર કળિકાળનું સ્વરૂપ છે. ૧૯ાા જેમ સુકાતા સર વિષે માછલીઓ ગભરાય, ફેરવતા બક ચંચુ બહુ; ક્યાં નાસી સંતાય? ૨૦. અર્થ :- જેમ સર એટલે તળાવ સુકાતા માછલીઓ બિચારી ગભરાવા લાગે છે. કેમ કે ત્યાં બક એટલે બગલાઓ લાંબી ચાંચ ફેરવતા ઘણા ઊભા હોય છે. ત્યાંથી બિચારી માછલીઓ નાસીને ક્યાં સંતાય. તેમ આ કળિયુગમાં મોક્ષમાર્ગના જિજ્ઞાસુ જીવોને કુગુરુરૂપી બગલાઓ પોતાના મતરૂપી ચાંચમાં પકડી લે તો તે બિચારા ત્યાંથી છૂટીને કોને શરણે જાય? એ જોઈને કપાળુદેવને બહુ દયા આવે છે. ૨૦થા માત-પિતા સમ સાઘુની શ્રાવક લે સંભાળ, સાધુ-સમાધિ સાથતાં અને ઘર્મ-રખવાળ. ૨૧ અર્થ - માતા પિતા સમાન શ્રાવકો આત્મજ્ઞાની સાધુ પુરુષોની સંભાળ લે છે. સાધુ પુરુષો આત્માની સ્વસ્થતાને સાથી ઘર્મની રક્ષા કરે છે. “આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર સમાધિ કહે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર ર૧ાા સાધુ સાથે આત્મહિત, ચંદનતરુ સમ માન, સમીપ-વાસીને વાસથી કરતા આપ સમાન. ૨૨ અર્થ - આત્મજ્ઞાની સાધુપુરુષો આત્મહિતને સાધે છે, તેમને ચંદનના વૃક્ષ સમાન જાણો. જે પુરુષો તે સાધુ મહાત્માઓનો સંગ કરે તેને પણ સદાચારથી સુવાસિત કરીને પોતા સમાન બનાવે છે. ઋષભદેવ ભગવાનને તેમના અઠ્ઠાણું પુત્રો ભરત મહારાજાની શિકાયત કરવા ગયા હતા. તેમને પણ ઉપદેશ આપી પોતા સમાન બનાવી દીધા. Page #463 -------------------------------------------------------------------------- ________________ (૩૭) દેશ ઘર્મ વિષે વિચાર ૪૩૫ શ્રી ગૌતમસ્વામી ભગવાન મહાવીર પાસે ગયા તો તેમને હે ગૌતમ! તને આત્મા વિષેની શંકા છે. એમ અંતરની વાત જણાવી, ઉપદેશ આપી મોક્ષમાર્ગે ચઢાવી દીઘા. 1રરા ગૃહ-જંજાળી જીવની ઘર્મ-ક્રિયા ગજ-સ્નાન, પ્રવૃત્તિ અતિ પાપની સંત-કૃપા સુખ-સ્થાન. ૨૩ અર્થ :- હવે ગૃહસ્થની ઘર્મક્રિયા વિષે જણાવે છે : ગૃહ જંજાલમાં વસનારા જીવની ઘર્મક્રિયા ગજ-સ્નાન જેવી છે. જેમ હાથી સ્નાન કરીને પાછી ધૂળ નાખે. તેમ ગૃહસ્થની પાપની પ્રવૃત્તિ વિશેષ છે અને ઘર્મક્રિયાનો અવસર અલ્પ માત્ર મળે છે. છતાં ત્યાં પણ સંતપુરુષોની કૃપા થયે આત્મજાગૃતિનો ઉપાય મળી જાય તો તે ગૃહસ્થ અવસ્થા પણ સુખપૂર્વક નિર્ગમન કરે છે. જેમ ભગવાન મહાવીરના ઉપદેશથી કે કૃપાથી ગૃહસ્થ હોવા છતાં આનંદ શ્રાવક કે કામદેવ શ્રાવક કે પુણિયા શ્રાવકની દશા વૃદ્ધિ પામી તેમ આપણે પણ પરમકૃપાળુદેવ, ૫.પૂ.પ્રભુશ્રીજી તથા પ.પૂ.બ્રહ્મચારીજીની કૃપાથી આત્મસુખ મેળવવાનું સ્થાન પામ્યા તથા આરાઘનાનો ક્રમ પણ પામ્યા; એ સંતપુરુષોની કૃપાનું જ ફળ છે. ૨૩ાા. કુટુંબ કાજળ-કોટડી, ક્યાંય જરી અડી જાય, ડાઘ પડે તે ભૂંસતાં, કાળે કાળું થાય. ૨૪ અર્થ :- કુટુંબરૂપી કાજળની કોટડી છે. તેમાં જરીક વાસ કરે તો પણ કાળો ડાઘ લાગે. તે ડાઘને ભૂંસતા કષાયરૂપી કાળાશથી આત્માની કાળાશ વધે છે, પણ સ્વચ્છતા થતી નથી. કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તોપણ એકાંતથી જેટલો સંસારક્ષય થવાનો છે, તેનો સોમો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કષાયનું તે નિમિત્ત છે; મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે. પ્રત્યેક અંતરગુફામાં તે જાજ્વલ્યમાન છે.” (વ.પૃ.૨૧૦) ૨૪. ગણ સેવા પુરુષની સાબુ, બોઘ જળ જાણ; સદાચાર પથ્થર ઉપર, આત્મા વસ્ત્ર વખાણ. ૨૫ અર્થ :- સપુરુષની સેવાને સાબુ સમાન જાણ, તથા તેમના વૈરાગ્યમય બોઘને જળ સમાન જાણીને સદાચારરૂપી પત્થર ઉપર આત્મારૂપી વસ્ત્રને ધોઈ અનાદિનો વિષયાદિક કર્મમેલ હવે દૂર કરો. રપા જેમ નોળિયો, સાપની સાથે લડવા જાય, સર્પમુખમાં વિષ પણ નકુલ નહીં ગભરાય. ૨૬ અર્થ - જેમ નોળિયો સાપની સાથે લડવા જાય ત્યારે સાપના મુખમાં વિષ હોવા છતાં પણ નકુલ એટલે નોળિયો પોતાના દરમાં નોરવેલ નામની જડીબુટ્ટી હોવાથી ગભરાતો નથી. પારકા સર્પ ડરે, નાસે વળી કરડે જોઈ લાગ, નકુલ દોડી જડીબુંટી સુંઘી પકડે નાગ. ૨૭ અર્થ :- સાપ નોળિયાને જોઈ ડરે છે, નાસે છે, તથા લાગ જોઈને વળી નોળિયાને કરડે પણ છે. Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ત્યારે નોળિયો તરત દોડીને પોતાના દરમાં રહેલ જડીબુટ્ટીને સૂંઘી ઝેરને ઉતારી ફરી પાછો નાગને પકડે છે. રા . એમ અનેક પ્રસંગમાં ચૂકે નહીં ઉપાય, અંતે જીતે નોળિયો, મરણ સાપનું થાય. ૨૮ અર્થ :- એમ અનેકવાર કરડવાના પ્રસંગ થતાં જડીબુટ્ટી સુંઘવાના ઉપાયને તે ચૂકતો નથી. તેથી જેના અંગમાં ઝેર નથી છતાં પણ તે નોળિયો લડાઈમાં અંતે જીતી જાય છે અને ઝેરવાળા સાપને મારી નાખે છે. ૨૮. તેમ મુમુક્ષુ પણ ગણે વિષમય આ સંસાર, સદ્ગુરુ આજ્ઞા જડીબુટી ગણે પરમ આઘાર. ૨૯ અર્થ - તેમ મુમુક્ષુ પણ આ સંસારને ઝેરમય જાણી ગુરુ આજ્ઞારૂપી જડીબુટ્ટીને પરમ આધાર ગણી વારંવાર સુંધ્યા કરે છે. વારંવાર સંસારનું ઝેર ચઢે કે સત્સંગની ઉપાસના કરી કે “સહજાત્મસ્વરૂપ”નું ધ્યાન ઘરી સંસારના ઝેરને વમી નાખે છે. રા. નિર્વિષ રહીં ગભરાય નહિ, વિકટ કરે પુરુષાર્થ, વિષમ ઉદયમાં ચેતતો રહીં સાથે આત્માર્થ. ૩૦ અર્થ :- એમ સંસારમાં રહેવા છતાં સત્સંગ ભક્તિ સ્વાધ્યાયના બળે કરી વિષયકષાયભાવોના ઝેરથી રહિત રહીને તે મુમુક્ષુ ગભરાતો નથી; પણ સપુરુષની આજ્ઞા આરાઘવાનો વિકટ પુરુષાર્થ કર્યા કરે છે. વિષમ એવા કર્મના ઉદયમાં પણ તે ચેતતો રહે છે અને આત્માર્થને સાથે છે. II૩૦ સદગુરુ-આજ્ઞા, જિનદશા” ભૂલે નહીં લગાર, તો અંતે તે તરી જશે વિષમય આ સંસાર. ૩૧ અર્થ :- એમ જે મુમુક્ષ, સદગુરુની આજ્ઞા ઉઠાવવાનો કે જિનદશા પ્રાપ્ત કરવાનો લક્ષ લગાર માત્ર પણ ભુલતો નથી તે અંતે ભયંકર એવા વિષમય સંસારને જરૂર તરી જશે, એમાં શંકાને સ્થાન નથી. ૩૧ સાંસારિક સુખ વિષ સમ, સમજે વિચારવાન; સત્સંગે સુવિચારણા પોષ્ય આતમજ્ઞાન. ૩૨ અર્થ :- સંસારનું સુખ ઝેર સમાન છે. એમ જે વિચારવાની જાણે છે તે તો સત્સંગમાં આત્મા સંબંઘીની સુવિચારણાને પોષણ આપી આત્મજ્ઞાનને પામે છે. આત્મજ્ઞાનને પામી ક્રમે કરી તે ભવ્યાત્મા સર્વદુઃખથી મુક્ત થાય છે. “સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે.” (વ.પૃ.૪૫૧) ૩રા જે દેશઘર્મ એટલે શ્રાવકઘર્મ આરાઘતાં, મુનિપણાની ભાવના ભાવતા હતા, તે હવે મૌનપણું આરાઘે છે. કેમકે મૌનપણું એ જ મુનિપણું છે. મુનિઓ પ્રયોજન વિના બોલે નહીં. એ મૌનપણાની મહાનતાને સમજાવવા નીચેના પાઠમાં તેનો વિસ્તાર કરવામાં આવે છે : Page #465 -------------------------------------------------------------------------- ________________ (૩૮) મૌન (૩૮) મૌન (ચંદ્રબાહુ જિન સેવના ભવનાશિની તે—એ રાગ) * રાજચંદ્ર ગુરુ-વંદના, વંધ-વંદક-ભાવ; ૫રમાર્થે પરમાત્મમાં એકતા, મૌન સાવ. રાજ૦ ૧ અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ ભગવંતને હું વંધ-વંદભાવે વંદના કરું છું. પરમકૃપાળુદેવ તે વંથ એટલે વંદન કરવા લાયક છે. અને હું તેમને વંદન કરવા લાયક છું. માટે ભાવપૂર્વક તેમના ચરણકમળમાં મારા આત્માના હિતને અર્થે પ્રણામ કરું છું. પરમાર્થે એટલે નિશ્ચયનયથી જોતાં પરમકૃપાળુદેવની પરમાત્મસ્વરૂપમાં એકતા થઈ છે. જેથી સાવ મૌનપણાને ભજે છે, અર્થાત્ જેને બોલવાની ઇચ્છા નથી. માત્ર ઉદયાધીન વચન પ્રવૃત્તિ થાય છે. બોલવા માત્રની જેને ઇચ્છા નથી માટે તે મૌનપણું છે. ।।૧।। જાણે જે જગતત્ત્વને, મુનિ તે જ મહાન, મુનિપણું તે મૌન છે, કહે શ્રી ભગવાન. રાજુ ૨ ૪૩૭ અર્થ :— જે જગતમાં રહેલા છ દ્રવ્ય કે સાત તત્ત્વને યથાર્થ જાણે છે તે જ મહાન મુનિ છે. જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું' એ નિગ્રંથ પ્રવચન અનુસાર ત્રણે લોક જેનો વિષય છે એવા આત્માને જેણે જાણ્યો તે જ સાચા મુનિ છે. મુનિપણું એ મૌનપણું છે, અર્થાત્ મુનિઓ સ્વભાવમાં રમનારા હોવાથી વિભાવભાવથી મૌન છે. આત્માર્થના પ્રયોજન વગર બોલતા નથી, એમ શ્રી તીર્થંકર ભગવંત કહે છે. ।।૨। “સમક્તિ તે મુર્તિપણું, મૌન તે સમકિત,' આચારાંગ વિષે કહ્યું; વીરવચન પ્રસિદ્ધ. રાજ૦ ૩ અર્થ :– જ્યાં સમકિત છે ત્યાં મુનિપણું છે, અથવા જ્યાં સમકિત છે ત્યાં જ ખરું મૌનપણું છે, કેમકે અંતરથી તેને કંઈ પણ બોલવાનો ભાવ નથી. આચારાંગ સૂત્રમાં આ વાત શ્રી મહાવીર ભગવાને જણાવી છે; જે જગત પ્રસિદ્ધ છે. "जं सम्मति पासहा तं मोणंति पासहा નં મોળંતિ પાસહા તું સમ્મતિ પાસહા.'' આચારાંગ સૂત્ર અર્થ :— જે સમતિને ઉપાસે છે તે મુનિપણાને ઉપાસે છે અને જે મુનિપણાની ઉપાસના કરે છે તે સમતિને ઉપાસે છે. ગા શિથિલ, ધૈર્યરતિ જે નિર્બળ મનવાળા, વિષયાસક્ત, પ્રમાદી ને ઘર-મમતાવાળા. રાજ ૪ - અર્થ :— જે શિથિલાચારી છે, જેનામાં ધૈર્યતા ગુણ નથી પણ ઉતાવળે વિચાર વગર કામ કરનારા છે, જેનું મનોબળ નિર્બળ છે, જે વિષયાસક્ત, પ્રમાદી અને ઘરમાં ઘણી મમતા રાખવાવાળા છે તે જીવો કેવી રીતે મૌનવ્રત પાળી શકે? ।।૪।। Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ માયાવી જગ-ઠગ સમા સમ્યકત્વ ન ઘારે, મૌન મહા તેવા વડે પળે કેવા પ્રકારે? રાજ. ૫ અર્થ - જે માયાવી લોકો જગતમાં ઠગ સમાન છે, તેની મતિ વિપરીત હોવાથી સમ્યત્વ એટલે સાચી સમજણને ઘારણ કરી શકે નહીં. તેવા લોકો મહાન એવા મૌનપણાને કેવી રીતે પાળી શકે? આપણા સમ્યગ્દર્શની મુનિ તે શુરવીર જ સાચા, લૂખુંસૂકું ખાઈને વશ રાખે વાચા. રાજ૦ ૬ અર્થ - આત્મજ્ઞાનને પામેલા એવા મુનિ જ સાચા શૂરવીર છે કે જે સંયમને માટે લૂખું સૂકું ખાઈને પોતાની વાચા એટલે વચનને વશ રાખે છે, અર્થાત્ વાણીનું પણ સંયમન કરે છે. ‘મુનિ તો આત્મવિચાર કરી નિરંતર જાગૃત રહે. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી.” -શ્રીમદ્ રાજચંદ્ર ભારવાહકનું દ્રષ્ટાંત - એક જણ દીક્ષા લીઘા છતાં મુનિપણાનો ભાર નહીં ઉપાડવાથી તેને છોડી મજૂર બન્યો. તે પાંચ કલશી ઘાન ઉપાડી શકતો. એક કલશી એટલે ૧૬ કાચા મણ. ૨૦ કિલોનો એક કાચો મણ થાય. રાજાએ તેનું બળ જોઈ પોતે આવે તો પણ તારે માલની હેરાફેરી કરતાં ખસવું નહીં એવી આજ્ઞા કરી. છતાં એકવાર મુનિ મહાત્માને રસ્તામાં આવતા જોઈ તે ખસી ગયો. રાજા પાસે તે વાત પહોંચી. રાજાએ પૂછ્યું કે મુનિને જોઈ તું કેમ ખસી ગયો. ત્યારે તેણે કહ્યું કે મહારાજ! હું પણ પહેલાં મુનિ હતો પણ મુનિપણાનો ભાર મારાથી સહન નહીં થઈ શકવાથી હું આ અનાજનો ભાર ઉપાડતો થયો છું. ખરેખર શૂરવીર તો આ મુનિ મહારાજ છે. માટે તેમની મહાનતાને જોઈ આદરભાવ આવવાથી તેમને મેં માર્ગ આપ્યો હતો. કાા છોડી દેહાધ્યાસને કૃશ કાયા કસે છે, દેહ–દુઃખ એ ફળ મહા” જેને ઉર વસે છે. રાજ૦ ૭. અર્થ :- મહાત્માઓ દેહાધ્યાસને છોડી કાયાને ક્રશ કરી પોતાની કસોટી કરે છે. “દેહને દુઃખ આપવું એ મહાન ફળ છે” એમ જેના હૃદયમાં સદા વસેલું છે. ઘન્ના અણગારનું દ્રષ્ટાંત – કાકંદીપુરીમાં ઘન્ના નામે શેઠનો ઘન્ય નામે પુત્ર હતો. તેની માતા ભદ્રાએ બત્રીસ મહેલ કરાવીને બત્રીસ શેઠની કન્યાઓ તેને પરણાવી હતી. તે દોગંદુકદેવની સમાન તેમની સાથે રહેતો હતો. એકવાર ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લેવા તત્પર થયો. માતાએ દીક્ષાની ભયંકર કઠીનતાઓ સમજાવી. તો પણ વિષ્ટાની જેમ વિષયભોગનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી, નિરંતર ભગવાનની આજ્ઞાથી છઠ્ઠ તપ કરવા લાગ્યા. એ પ્રમાણે તપ કરતા મુનિનું શરીર અતિ કૃશ થઈ ગયું. માંસરહિત શરીર ચાલે ત્યારે હાડકાં ખડખડ શબ્દ કરે. છતાં મનમાં તેનો કોઈ ખેદ નથી પણ આનંદ છે. અંતે ભગવાનની આજ્ઞા લઈ વિપુલગિરી પર્વત ઉપર જઈ એક માસની સંલેખનાવડે શરીરનું શોષણ કરી સમભાવે સમાધિમરણ સાથી સર્વાર્થસિદ્ધિ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં ઉચ્ચકૂળમાં જન્મી દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી મોક્ષે પધારશે. એમ દેહને દુઃખ આપવું એ મહાફળ છે. એમ જે મહાત્માઓના હૃદયમાં વસેલ છે તે શીધ્ર આત્મસિદ્ધિને પામશે. IIળા મરણાંતિક કષ્ટો સહે મહા ઘીરજ ઘારી, એ જ મહોત્સવ માણતા, લેતા મૃત્યુ સુથારી. રાજ૦ ૮ Page #467 -------------------------------------------------------------------------- ________________ (૩૮) મૌન ૪૩૯ અર્થ - મહાન એવા ઘેર્યને ઘારણ કરી જે મરણની છેલ્લી ઘડી સુધી કષ્ટોને સહન કરે છે. જે મૃત્યુને મહોત્સવ માની ઉત્તમ ભાવ રાખી મરણને સુધારી લે છે તે જ સાચા મુનિ છે. IIટા. ક્રોદાદિ દોષો શમે બને માર્ગાનુસારી, તત્ત્વજિજ્ઞાસા જાગતાં સગુરુ ઉપકારી. રાજ૦ ૯ હવે ખરું અંતરંગ મૌન પ્રાપ્ત કરવા આપણે શું કરવું જોઈએ તેનો ક્રમ જણાવે છે : અર્થ - પ્રથમ જીવે ક્રોધ, માન, માયા, લોભાદિક દોષોનું શમન કરવું જોઈએ. તે થતાં જીવ માર્ગાનુસારી બને છે. તે યોગ્યતા આવ્ય આત્માદિ તત્ત્વોને જાણવાની જીવને જિજ્ઞાસા પ્રગટે છે. પછી સ ગુરુ ભગવંતનો બોઘ તેને ઉપકારી થાય છે. લો સદ્દગુરુ-સેવાથી બને સદ્ભુતરસ-ઘારી, જીવ-અજીવના ભેદ બે, ગુરુ-ગમે વિચારી. રાજ. ૧૦ અર્થ :- સદગુરુ ભગવંતના બોઘવડે માર્ગનું ભાન થતાં તેમની આજ્ઞા ઉપાસવાનો જીવને ભાવ ઊપજે છે. પછી ક્રમે કરી સત્કૃતમાં તે રસ લેતો થાય છે. તેના ફળ સ્વરૂપ, ગુરુગમે અર્થાત્ ગુરુની સમજ પ્રમાણે તે જીવ અને અજીવ બેય જાદા દ્રવ્ય છે એમ વિચારતો થાય છે. ૧૦ગા. ભેદજ્ઞાની બની જાણતો જીવ, પુગલ ભિ; પરભાવો સૌ ત્યાગીને રહે સ્વરૃપે લીન. રાજ. ૧૧ અર્થ - જડ ચેતનનો વિચાર કરતાં તે ભેદજ્ઞાની બને છે. જેથી જીવ અને શરીરાદિ પુદ્ગલને ભિન્ન જાણી, સર્વ પરભાવોને ત્યાગી સ્વસ્વરૂપમાં લીન રહે છે, તે જ ખરું મૌનપણું છે. II૧૧ાા નિત્ય ગણે તે જીવને પુગલ-પિંડ અનિત્ય, જીવ અમૂર્તિક જાણતો, મૂર્તિક પુગલ-કૃત્ય. રાજ૦ ૧૨ અર્થ :- જીવ દ્રવ્યને નિત્ય ગણે છે તથા પુદ્ગલના પિંડ એવા શરીરાદિને અનિત્ય એટલે નાશવંત માને છે તથા જીવ દ્રવ્યને અમૂર્તિક એટલે અરૂપી માને છે તથા પુદ્ગલ એવા શરીર, ઘર, કુટુંબાદિકને તે મૂર્તિક એટલે રૂપી જાણે છે. [૧૨ના અચળ જીવ-સ્વરૂપ ને પુગલ-પિંડ ફરતાં, ચેતન-લક્ષણ જીવ છે, જડ પુગલ તરતાં. રાજ. ૧૩ અર્થ :- મૂળ સ્વરૂપે જોતાં જીવનું સ્વરૂપ અચળ અર્થાત્ સ્થિર સ્વભાવી છે, જ્યારે પુગલના પરમાણુઓ ફરતા રહે છે. જીવનું લક્ષણ ચૈતન્યપણું છે જ્યારે જડ એવા કર્મ પુદ્ગલો અચેતન હોવાથી જીવદ્રવ્યની ઉપર જ તરતા રહે છે, અર્થાત્ આત્મા સાથે તે એકમેક થઈ શકતા નથી. II૧૩ સ્વભાવનો કર્તા બને, વળી ભોક્તા જીવ; કિર્તા-ભોક્તા ભાવનાં બને નહીં અજીવ. રાજ. ૧૪ અર્થ - કર્મ ક્ષય થયે આત્મા સ્વભાવનો કર્તા બને છે અને તેનો જ તે ભોક્તા થાય છે. પણ આત્મભાવનાના કર્તા ભોક્તા અજીવ એવા પુદગલો થતાં નથી. II૧૪ Page #468 -------------------------------------------------------------------------- ________________ ४४० પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ દેહાદિ સંયોગમાં ભેદજ્ઞાની ઉદાસી, ઉર વૈરાગ્ય જળે ઝીલે સદા આત્મ-ઉપાસી. રાજ. ૧૫ અર્થ - જેને ભેદજ્ઞાન થયું છે એવા જ્ઞાનીપુરુષો દેહ, ઘન, કુટુંબાદિના સંયોગમાં સદા ઉદાસ રહે છે. તેમનું હૃદય વૈરાગ્ય જળમાં ઝીલે છે અને જે સદા આત્માની ઉપાસનામાં સંલગ્ન રહે છે. ઉપરા સ્વ-પર-આત્મહિતાર્થનું આત્મ-લક્ષ્ય જ બોલે, શબ્દોચ્ચાર થયા છતાં ગણ મૌનને તોલે. રાજ. ૧૬ અર્થ :- જ્ઞાની પુરુષો સ્વ-પરના આત્મહિતને અર્થે આત્માના લક્ષપૂર્વક જ બોલે. તેથી તેમના શબ્દોચ્ચાર થયા છતાં તેઓ મૌનને તોલે આવે છે અર્થાત્ તેમને મૌન જ છે એમ તું જાણ. II૧૬ાા. વર્ષો સાડા બાર જે વીર મૌન રહ્યા તે શબ્દ વૃથા નહિ ઉચ્ચરે, કર્મભાવ ગયા છે. રાજ. ૧૭ અર્થ :- સાડા બાર વર્ષો સુધી પ્રભુ મહાવીર મૌન રહ્યા. પરમાર્થ પ્રયોજન સિવાય વૃથા શબ્દ જેઓ ઉચ્ચારતા નથી. કારણ કે જેના રાગદ્વેષ અજ્ઞાનરૂપ કર્મ ભાવ નાશ પામ્યા છે. ||૧ળા અહંભાવ નહિ ઉદયે રહ્યા સાક્ષી-ભાવે, પુદગલમય શબ્દો વિષે નહિ મમતા લાવે. રાજ. ૧૮ અર્થ - જેને અહંભાવ મમત્વભાવ નથી. જે માત્ર ઉદયને આધીન સાક્ષીભાવે રહેલા છે તથા પુદગલમય શબ્દો બોલવામાં જેને મોહ નથી, એવા ભગવાન તો માત્ર મૌનને જ આરાઘે છે. ૧૮. બોલે પણ નહિ બોલતા કેમે ન બંઘાતા, આહાર અર્થે જાય તે ખાય તોય ન ખાતા. રાજ. ૧૯ અર્થ – પ્રભુ બોલે તો પણ બોલતા નથી. કેમકે બોલવાનો ભાવ નથી તેથી તે કર્મોથી કેમ બંધાતા નથી. પ.પૂ.પ્રભુશ્રીજીએ એકવાર કલાક સુધી બોઘ આપ્યો અને વાતમાં કહ્યું કે અમે આજે બોલ્યા નથી. મુમુક્ષુ કહે પ્રભુ આપ બોલ્યા છો. તો પ્રભુશ્રી કહે અમે નથી બોલ્યા. ફરી મુમુક્ષુ કહે પ્રભુ આપ બોલ્યા છો. ત્યારે જવાબમાં ફરી પ્રભુશ્રીજીએ કહ્યું : શું અમે જૂઠું બોલતા હોઈશું? “બોલે પણ નહીં બોલતા, ચાલે તોય આચાલ; સ્થિર આત્મસ્થિતપ્રજ્ઞ તે, જુએ ન રાખે ખ્યાલ.” -ઇબ્દોપદેશ મુનિ આહાર માટે ગોચરી લેવા જાય, આહાર લાવી ખાય તો પણ તે ખાતા નથી. કેમકે તેમને ખાવાનો ભાવ નથી. માત્ર કર્માધીન શરીરને ટકાવવા પૂરતી તેમની પ્રવૃત્તિ થઈ રહી છે. તે તો માત્ર તેના સાક્ષી છે. સોમ અને સુરનું દ્રષ્ટાંત – સોમ અને સુર બેય રાજ પુત્રો હતા. સોમે દીક્ષા લીધી. સુર રાજા થયો. એકવાર સોમ મુનિ વિહાર કરતા તે જ ગામમાં પધાર્યા. નદીની પેલી પાર નિવાસ હતો. રાજા વગેરે સર્વ દર્શન કરી આવ્યા. રાત્રે નદીમાં પૂર આવી ગયું. બીજે દિવસે રાણીઓને ફરી દર્શન કરવાના ભાવ થતાં સૂર રાજાએ કહ્યું કે જાઓ નદીદેવીને કહેજો કે સૂર રાજા બ્રહ્મચારી હોય તો નદી દેવી માર્ગ આપો. તેમ કહેવાથી નદીએ માર્ગ આપ્યો. પછી ત્યાં બગીચામાં રસોઈ બનાવી મુનિને આહારદાન આપી જમાડ્યા. પછી મુનિને પૂછ્યું રાજાની અમે આટલી રાણીઓ છતાં રાજા બ્રહ્મચારી કેવી રીતે? મુનિ કહે: Page #469 -------------------------------------------------------------------------- ________________ (૩૮) મૌન ૪૪૧ તેને રાજ્ય કરવામાં કે સંસાર ભોગવવામાં આસક્તિ નથી માટે. નદીનું પૂર પાછું ફરી વળ્યું. મુનિને જવાનો માર્ગ પૂછતાં કહ્યું કે નદીને કહેજો કે આ મુનિ અશાહરી હોય તો નદીદેવી માર્ગ આપો. તેમ થયું. રાજમહેલમાં આવી રાણીઓએ પૂછતાં રાજાએ કહ્યું કે મહાત્માને ભોજન કરવાનો ભાવ નથી માટે ખાતા છતાં પણ તે ખાતાં નથી. ૧૯ાા. એ આશ્ચર્યકારી કલા વિરલા કોઈ જાણે; વીર સમાન એ મૌનથી અહીં શિવસુખ માણે. રાજ. ૨૦ અર્થ - ખાતા છતાં કે બોલતા છતાં પણ બોલતા નથી એવી આશ્ચર્યકારી મહાપુરુષોની કલાને કોઈ વિરલા પુરુષ જ જાણી શકે છે. મહાવીર ભગવાનની જેમ આત્માર્થે અંતરંગ મૌન ઘારણ કરવાથી અહીં જ મોક્ષસુખને અનુભવી શકાય છે. ૨૦ના આગમ-આઘારે કહ્યું; હવે જો વ્યવહારઃ હલકા જન બહુ બોલતા, મૌન મોટા ઘારે. રાજ. ૨૧ ઉપરોક્ત વાતો આગમના આઘારે જણાવી. હવે વ્યવહારમાં પણ મૌનથી શું શું ફાયદા થાય છે તે જણાવે છે : અર્થ - હલકા પ્રકારના લોકો બહુ બોલ બોલ કરે છે; જ્યારે મોટા પુરુષો મૌનને ઘારણ કરી માત્ર પ્રયોજન પૂરતું જ બોલે છે. “વાણીનું સંયમન શ્રેયરૂપ છે, તથાપિ વ્યવહારનો સંબંઘ એવા પ્રકારનો વર્તે છે કે, કેવળ તેવું સંયમન રાખે પ્રસંગમાં આવતા જીવોને ક્લેશનો હેતુ થાય; માટે બહુ કરી સપ્રયોજન સિવાયમાં સંયમન રાખવું થાય, તો તેનું પરિણામ કોઈ પ્રકારે શ્રેયરૂપ થવું સંભવે છે.” (વ.પૃ.૩૮૯) રપા નન્નો નવ દુઃખો હણે” ટળે સહજ ઉપાધિ, જન જન સાથે બોલતાં વઘે મનની આધિ. રાજ૦ ૨૨ અર્થ :- “નહિ બોલવામાં નવ ગુણ” એમ કહેવાય છે. વિશેષ નહીં બોલવાથી સહજે ઘણી ઉપાધિઓ ટળી જાય છે. સમજીને અલ્પભાષી થનારને પશ્ચાત્તાપ કરવાનો થોડો જ અવસર સંભવે છે.” (વ.પૃ.૨૦૧) નહીં બોલવામાં નવ ગુણ નીચે પ્રમાણે છે : (૧) કોઈને ખોટું લાગવાનો વખત ન આવે, (૨) કોઈથી વેર વધે નહીં, (૩) કર્મનો આશ્રવ અલ્પ થાય, (૪) વિકલ્પો વધે નહીં, (૫) મન શાંત રહે, (૬) વિચારને અવકાશ મળે (૭) સ્મરણ કરવાની ટેવ પાડી શકાય, (૮) શક્તિનો દુર્વ્યય અટકે, (૯) ગંભીરતાનો અભ્યાસ થાય. અનેક લોકો સાથે વાર્તાલાપ કરતાં મનની આધિ એટલે ચિંતાઓ વધે છે; પણ ઘટતી નથી. રા. વઘે પ્રતિબંઘ, વેર ને ટળે ચિત્તની શાંતિ; જન-સંસર્ગ તજી ચહે યોગ ભાગવા ભ્રાંતિ. રાજ. ૨૩ અર્થ - લોકોના સંગ પ્રસંગથી પ્રતિબંઘ વધે, વેર પણ બંધાઈ જાય અથવા ચિત્તની શાંતિનો ભંગ થાય છે. માટે યોગી પુરુષો લોકોનો સંગ તજી, આત્માની અનાદિની ભ્રાંતિને ભાંગવા માટે પુરુષાર્થ કરે છે. “લોક યોગે વહે વાણી, તેથી ચિત્ત ચળે ભ્રમે; લોક સંસર્ગને આવો જાણી, યોગી ભલે વમે.” -સમાધિશતક //ર૩ી Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ વળી વિચારે યોગીઓ : ધ્યેય મુખ્ય અયોગી, વચન યોગથી બંઘ છે, મૌન બહુ ઉપયોગી. રાજ૦ ૨૪ અર્થ :- વળી યોગીપુરુષો વિચારે છે કે મુખ્ય તો મન વચન કાયાથી રહિત અયોગી એવી સિદ્ધ દશા પ્રાપ્ત કરવી છે. તો પછી વચનયોગની પ્રવૃત્તિ બંધ કરવી એ જ યોગ્ય છે. કેમકે તેથી જીવને માત્ર કર્મનો બંધ થાય છે. જ્યારે મૌન રહેવું એ જીવને બહુ ઉપયોગી છે. પ.પૂ.પ્રભુશ્રીજીને પરમકૃપાળુદેવે સમાધિશતક નામનો ગ્રંથ વાંચન વિચાર કરવા માટે મુંબઈમાં આપ્યો. સુરત આવ્યા પછી ત્રણ વર્ષ સુધી મૌન રહી એ ગ્રંથનું પ.પૂ.પ્રભુશ્રીજીએ અવગાહન કરી આત્મભાવને દ્રઢ કર્યો. ૨૪ો. સજ્જન સંસારે રહ્યા મૌન સારું માને, મૈથુન-મુંડન-ભોજને, મળ-મૂત્રને સ્થાને. રાજ૦ ૨૫ અર્થ :- સજ્જન પુરુષો સંસારમાં રહેલા હોવા છતાં પણ મૌનને સારું માને છે. મૈથુન સમયે, કે મુંડન કરાવતી વખતે કે ભોજન જમતાં કે મળમૂત્ર ત્યાગતાં મૌન રહે છે. “ભોગમાં યોગ સાંભરે એ હલુ કર્મીનું લક્ષણ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર ||રપા દીપક પરમાત્મા રૂપી પ્રગટે ઝટ પોતે, બાહ્ય-અત્યંતર વાણ જો તજી, અંતર ગોતે. રાજ. ૨૬ અર્થ :- પરમાત્મસ્વરૂપ દીપકની જ્યોત ઝટ પ્રગટે. પણ ક્યારે? તો કે જીવ જો બાહ્ય અને અત્યંતર વાણીના વ્યાપારને મૂકી દઈ અંતરમાં આત્માની શોઘમાં લાગી જાય તો. રજા ક્ષોભ ટળે મન-વાણીનો નિજ રૂપ જણાયે, સ્થિર જળ મુખ દેખિયે, દૃષ્ટાંતે ભણાય. રાજ૦ ૨૭ અર્થ - મન અને વાણીનો ક્ષોભ મટવાથી પોતાના આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. જેમકે સ્થિર જળમાં જોવાથી પોતાનું મોટું જોઈ શકાય છે તેમ સ્થિર ચિત્તમાં આત્માના દર્શન થાય છે. રા. સમજાવે યોગીજનો નિજ મનને નિત્યેઃ ઇંદ્રિયના વિષયો વિષે ભટકે કેમ પ્રીતે? રાજ ૨૮ અર્થ - માટે યોગીપુરુષો હમેશાં પોતાના મનને સમજાવે છે કે હે જીવ ઇન્દ્રિયના વિષયોમાં પ્રેમપૂર્વક હજુ કેમ ભટકે છે? સારા કહે, કદી હિતકાર જો નિજ આત્માને અલ્પ, શ્રમ વૃથા શાને કરે?(તજ)ભેલ સંકલ્પ-વિકલ્પ. રાજ૦ ૨૯ અર્થ - હે જીવ! તું કહે કે આ પાંચ ઇન્દ્રિયના વિષયો તને કદી અલ્પ પણ આત્માને હિતકારી થયા છે? તો કે ના. તો પછી ઇન્દ્રિયોને પોષણ આપવા માટેનો શ્રમ તું શા કામ વૃથા કરે છે? માટે શીધ્ર તેને તજ. અને હૃદયમાં ઊઠતા સંકલ્પ વિકલ્પને પણ ભૂલી જઈ ગુરુ આજ્ઞાએ સ્વરૂપને ભજ. કેમકે : “જહાં કલ્પના જલ્પના, તહાં માનું દુઃખ છાંહી; મિટે કલ્પના જલ્પના, તબ વસ્તુ તિન પાઈ.” -શ્રીમદ્ રાજચંદ્ર /૨૯માં Page #471 -------------------------------------------------------------------------- ________________ (૩૯) શરીર ૪૪૩ રોષ, તોષ, સંકલ્પ સૌ મૂકવાથી મુક્તિ, શી બાઘા તજતાં તને?” એવી યોજે યુક્તિ. રાજ. ૩૦ અર્થ :- રોષ એટલે દ્વેષ અને તોષ એટલે રાગ તથા મનના સંકલ્પ વિકલ્પ મૂકવાથી જીવનો મોક્ષ થાય છે. તો મનને પૂછવું કે તારા આ બધા દુઃખના કારણોને મૂકતા તને કંઈ બાઘા આવે છે ? એવી યુક્તિ યોજીને મનને સમજાવતા તે સમજી જાય છે. “આત્માને આટલું જ પૂછવાની જરૂર છે, કે જો મુક્તિને ઇચ્છે છે તો સંકલ્પ-વિકલ્પ, રાગ-દ્વેષને મૂક અને તે મૂકવામાં તને કંઈ બાથા હોય તો તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે.” (વ.પૃ.૧૭૦) //૩૦ની ‘ઉપદેશું હું અન્યને” “મને કોઈક બોથે, બાહ્ય વિકલ્પો એ તજી, કેમ શાંતિ ન શોધે? રાજ. ૩૧ અર્થ - હું બીજાને ઉપદેશ આપી તેનું અજ્ઞાન દૂર કરું અથવા મને કોઈ બોઘ કરે આવા બાહ્ય વિકલ્પો મૂકીને આત્માની નિર્વિકલ્પ શાંતિને કેમ શોઘતો નથી? ‘સ્વરૂપ સમજાવું હું', “મને હો ઉપદેશક', ઉન્મત્ત મત એ મારો, આત્મા તો નિર્વિકલ્પ સમાધિશતક /૩૧. અસંગ ભાવ ન ઊપજે, કરો કલ્પના કોટિ, સત્સંગથી જ પમાય છે, બીજે થશો ન ખોટી. રાજ૦ ૩૨ અર્થ - મૌનવ્રત ઘારણ કરીને પણ કોટિ કલ્પનાઓ મનવડે કરીએ, તો અસંગ ભાવ ક્યાંથી ઉત્પન્ન થશે? તે તો સત્સંગથી જ પ્રાપ્ત થાય છે. માટે બીજે ક્યાંય ખોટી થશો નહીં. પણ સત્સંગમાં મૌન ઘારણ કરીને માત્ર આત્મભાવને જ પોષજો, જેથી આત્માની અસંગદશા પ્રગટ થશે. “સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવન ઉત્પન્ન થાય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર “સત્સંગતિ ગંગાજળ, સ્નાન કરે જે ભવ્ય; તેને તીર્થ તપાદિનું, રહે નહીં કર્તવ્ય.” મૌનપણું એટલે મુનિપણું ઘારણ કરીને સદેવ આત્મવિચાર કરી મુનિ તો જાગૃત રહે છે, અને શરીર જે સપ્ત દુર્ગઘમય ઘાતુનું બનેલ છે તેવો ભાવ સદા જાગૃત રાખી તે તરફ લક્ષ આપતા નથી. તે શરીરનું ખરેખર સ્વરૂપ કેવું છે તે આ શરીર નામના પાઠમાં સ્પષ્ટ જણાવે છે : (૩૯) શરીર /E ) . (રાગ-જગત દિવાકર શ્રી નમીશ્વર સ્વામ જો, તુજ મુખ દીઠે નાઠી ભૂલ અનાદિની રે લો.) . જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો, અશરીર ભાવે દુષમ આ કળિકાળમાં રે લો; રહે ન જેને દેહઘાર રૂપ ભાન જો, અવિષમ ઉપયોગી એ ગુરુ રહો ખ્યાલમાં રે લો. ૧ અર્થ - પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ આ ભયંકર દુષમ કળિકાળમાં પણ અશરીરીભાવે Page #472 -------------------------------------------------------------------------- ________________ ४४४ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ જીવન જીવ્યા. તે વિષે એક પત્રમાં પોતાની દશા જણાવે છે : “ચરમશરીરીપણું જાણીએ કે આ કાળમાં નથી, તથાપિ અશરીરીભાવપણે આત્મસ્થિતિ છે તો તે ભાવન ચરમશરીરીપણું નહીં, પણ સિદ્ધપણું છે; અને તે અશરીરીભાવ આ કાળને વિષે નથી એમ અત્રે કહીએ, તો આ કાળમાં અમે પોતે નથી, એમ કહેવા તુલ્ય છે. વિશેષ શું કહીએ?” (વ.પૃ.૩૫૪) પરમકૃપાળુદેવને આ દેહ ઘારણ કરેલ હોવા છતાં તેનું પણ ભાન નથી. પોતા વિષે લખે છે કે – “અમે દેહઘારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.” (વ.પૃ.૨૯૦) તથા હમેશાં અવિષમ ઉપયોગે આત્મસ્વભાવમાં રહેનારા એવા આ ગુરુ છે. જેના આત્માનો ઉપયોગ સદા સમ રહે છે પણ વિષમ થતો નથી. એ વિષે એક પત્રમાં સ્વયં જણાવે છે કે – “અવિષમભાવ વિના અમને પણ અબંઘપણા માટે બીજો કોઈ અધિકાર નથી. મૌનપણું ભજવા યોગ્ય માર્ગ છે.” (વ.પૃ.૬૧૭) એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે ગુરુ કરવા હોય તો આવા સમભાવમાં રમનારા મહાત્માને જ ગુરુ કરવા જોઈએ; કે જેથી આપણો આત્મા પણ સમભાવને પામી સર્વકર્મથી મુક્ત થાય. લા. શરીર શું? તે શી શી ચીજનું સ્થાન, જો, મૂળ તપાસીને નિર્ણય કરવો ઘટે રે લો; કાયા-માયામાં ઑવ તો ગુલતાન જો, કાયાની ચિંતા શાને હજું ના મટે રે લો? ૨ અર્થ – આ શરીર શું છે? તે કયા પ્રકારની વસ્તુઓનું બનેલું છે? તેની મૂળથી તપાસ કરીને નિર્ણય કરવો યોગ્ય છે. “ખાણ મૂત્રને મળની, રોગ જરાને નિવાસનું ઘામ; કાયા એવી ગણીને, માન તજીને કર સાર્થક આમ.” -શ્રીમદ્ રાજચંદ્ર ‘ભાવનાબોથ’ કાયાની મોહમાયામાં જ જીવ હમેશાં ગુલતાન એટલે મસ્તાન થઈને ફરે છે. આ કાયાને કંઈ પણ દુઃખ ન ઊપજે તેની ચિંતામાં રહ્યા કરે છે; પણ તે દુ:ખ કેમ મટતું નથી. મરણ ભય, અકસ્માત ભય, વેદના ભય, અરક્ષા ભય, અગુતિ ભય કે આલોક, પરલોકનો ભય સદા રહે છે તેનું શું કારણ હશે? તે જાણવું જોઈએ. રાા જનન-રુધિર સહ વીર્ય પિતાનું બીજ જો, ગર્ભ વિષે આહાર પ્રથમ આ જીવનો રે લો; ગંદા સ્થાને શરીર રચે એ ચીજ જો, પ્રવાહી પરપોટો પહેલો ત્યાં બન્યો રે લો. ૩ હવે આ કાયાને સુખી રાખવાની ચિંતા કે ભય કેમ મટે તેનો ઉપાય બતાવવા પહેલા આ કાયા કેવી રીતે બને છે તેના સ્વરૂપનું વર્ણન કરે છે : અર્થ - આ કાયાની રચના ગર્ભમાં પ્રથમ માતાના રૂદિર સાથે પિતાનું વીર્યરૂપ બીજ મળવાથી થાય છે. માતાના ગર્ભમાં જીવનો પ્રથમ આહાર પણ એ જ છે. ગર્ભ જેવા ગંદા સ્થાનમાં આ જીવ પ્રથમ વીર્ય અને રૂધિર જેવી ચીજોથી શરીરની રચના કરે છે. ત્યાં પ્રથમ પ્રવાહીરૂપે પરપોટાનો આકાર બને છે. “હે આત્મા! આ દેહના સ્વરૂપનું ચિંતવન કર. મહા મલિન માતાના લોહીથી અને પિતાના વીર્યથી આ તારું શરીર ઊપસ્યું છે. મહા મલિન ગર્ભમાં, લોહી અને માંસથી ભરેલી ઓરના પરપોટામાં નવ માસ પૂરા કરીને મહા દુર્ગઘવાળી મલિન યોનિમાં થઈને નીકળતાં તેં ઘોર સંકટ સહન કર્યા છે. લોહી, માંસ, હાડકાં, ચામડી, વીર્ય, ચરબી અને નસો એ સાત ઘાતુની જાલરૂપ દેહ તેં ઘર્યો છે તે મળ-મૂત્ર, કીડા-કરમિયાથી ભરેલો મહા અશુચિ છે. શરીરના નવે દ્વારમાંથી નિરંતર દુર્ગઘ, મળ ઝરે છે. મળનો Page #473 -------------------------------------------------------------------------- ________________ (૩૯) શરીર ૪૪૫ બનાવેલો ઘડો મળથી ભરેલો હોય, કાણાંવાળો હોય, ચારે તરફથી મળ ઝરતો હોય, તેને પાણીથી ઘોઈએ તો પણ પવિત્ર શી રીતે થાય ?'' અમાધિસોપાન (પૃ. ૧૧૩) કાળ જતાં તે માંસ-પેશી રૂપ થાય જો, શિર, કર, ચરણ તણા અંકુર ત્યાં છૂટતા રે લો; ઇન્દ્રિય-રચના આપોઆપ રચાય જો, આંખ, કાન, નાકાર્દિ અવયવ ઊગતા રે લો, ૪ અર્થ :– સમય જતાં તે ગર્ભમાં પરપોટો માંસના લોચારૂપ થાય છે. પછી માયું, હાથ, પગનો અંકુર ફૂટે છે. ત્યારબાદ ઇન્દ્રિયની રચના આપોઆપ રચાઈ આંખ, કાન, નાક, આદિના અવયવ ઊગવા લાગે છે. એક અંતર્મુહૂર્તની અંદર જેટલી પર્યાપ્તિઓ પ્રાપ્ત થવાની હોય તે પૂર્ણ થઈ જાય છે. તે પર્યાસિઓ આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન એમ કુલ છ પ્રકારની છે. ।।૪।। જનની-જઠરે રસ ઝરતો પિવાય જો, કૃમિગણ સહ એ કેદ-દશા લ્યો ચિંતવી રે લો; અતિ અંધારે જીવ ઘણો પીડાય જો, દશા પરાર્ધીન નવ મહિના સુધી ભોગવી રે લો. ૫ અર્થ :— માતાના પેટમાં જે રસ ઝરે છે તે ફૂટી દ્વારા લઈને તે જીવ પોષણ પામે છે. પેટમાં ચારે બાજી કૃમિઓના સમૂહ સાથે રહેલા આ જીવની કેદ સમાન દુર્દશાની સ્થિતિનો જરા વિચાર કરીએ તો તે ભયંકર ભાસરશે. ત્યાં અત્યંત અંઘારી કોટડી સમાન જઠરમાં જીવ ઘણી પીડા પામે છે. તથા દુઃખમય એવી પરાધીનદશાને જીવ નવ મહિના સુધી ત્યાં નિરંતર ભોગવે છે. “पुनरपि जननम् पुनरपि मरणं, पुनरपि जननी जठरे शयनम्; રૂતિ સંસારે દતર વોષ:, મિહ માનવ તવ સંતોષઃ'' -મોહમુદ્ગુર અર્થ – આ સંસારમાં વારંવાર જન્મવું તથા મરવું તેમજ માતાના ઉદરમાં વારંવાર સૂવું એ દેખીતો પ્રગટ દોષ છે, તો છે માનવ!તું તેમાં કેમ સંતોષ માને છે. પ 11411 પ્રસવ-કાલ પણ નિજ-પર-પીડા રૂપ જો, માતાની પણ ઘાત ગઈ જન માનતા રે લો; સંકુચિત દ્વારે નીકળતાં દુઃખ જો, ગર્ભ-કેદથી અનંતગુણું બુઘ જાણતા રે લો. ૬ અર્થ :– લગભગ નવ મહિના પુરા થતાં જ્યારે પ્રસવ-કાલ એટલે જન્મવાનો સમય આવે છે ત્યારે પોતાને અને પોતાની માતાને પણ તે પીડારૂપ થાય છે. બાળકનો જન્મ સુખે થતાં માતાની ઘાત ગઈ એમ લોકો માને છે. તેમજ જન્મ થતાં સમયે સંકુચિત દ્વારથી બહાર નીકળતાં બાળકને અને માતાને ઘણું દુઃખ થાય છે. જન્મ થતી વેળાએ બાળક, ગર્ભની કૈદ કરતાં પણ અનંતગણું દુઃખ પામે છે એમ બુધ એટલે જ્ઞાનીપુરુષો કેવળજ્ઞાન વડે જોઈને જણાવે છે. “એક તરુણ સુકુમારને રોમે રોમે લાલચોળ સોયા ઘોંચવાથી જે અસહ્ય વેદના ઊપજે છે તે કરતાં આઠગુણી વેદના ગર્ભસ્થાનમાં જીવ જ્યારે રહે છે ત્યારે પામે છે. મળ, મૂત્ર, લોહી, પરુમાં લગભગ નવ મહિના અહોરાત્ર મૂર્છાગત સ્થિતિમાં વેદના ભોગવી ભોગવીને જન્મ પામે છે, જન્મ સમયે ગર્ભસ્થાનની વેદનાથી અનંતગુણી વેદના ઉત્પન્ન થાય છે.'' (વ.પૂ.૭૦) ||૬|| બાળ-અવસ્થાનાં દુઃખ તો પ્રત્યક્ષ જો, ભૂખ, તરસ કે દરદ કંઈ કહી ના શકે રે લો; રોવું, જોવું, રમવું ઘૂળમાં, લક્ષ જો, વિવેક વિના એ બાળવયે શુભ શું ટકે રે લો? ૭ અર્થ :– બાલ્યાવસ્થાના દુઃખ તો આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. બાળકને ભૂખ કે તરસ લાગી હોય Page #474 -------------------------------------------------------------------------- ________________ ४४६ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ કે શરીરમાં કંઈ પીડા થતી હોય તો પણ તે બોલીને જણાવી શકે નહીં. માત્ર રડે કે જોયા કરે અથવા ધૂળમાં રમ્યા કરે એ જ તેનો લક્ષ છે. કેમકે વિવેકબુદ્ધિ હજા ઉદય પામી નથી, તેથી તે બાળવયમાં શુભભાવ કેવી રીતે ટકી શકે? “ત્યારપછી બાલાવસ્થા પમાય છે. મળ, મૂત્ર, શૂળ અને નગ્નાવસ્થામાં અણસમજણથી રઝળી, રડીને તે બાલાવસ્થા પૂર્ણ થાય છે.” (વ.પૃ.૭૦) //શા રોગ જવા, ન થવાની દવા દરરોજ જો, પાય પરાણે બાળકને કકળાવીને રે લો; મોત તણી અણી જાણી ઘણી કરી ખોજ જો, દેતા ડામ; ઊંઘાડે અફીણ ગળાવીને રે લો. ૮ અર્થ - બાળકને થયેલ રોગ જવા માટે કે નવા રોગ ન થવા માટે બાલઘૂટી કે હરડે જેવી દવા દરરોજ પરાણે કકળાવીને માતાને પાવી પડે છે. વળી વિશેષ બિમારી આવી જાય તો બાળકને મોતની નજીક આવેલો જાણી અનેક ઉપાયો કરીને પણ ન ફાવતાં અંતે કોઈના કહેવાથી સળીયો તપાવીને ડામ પણ આપે છે કે જેથી તેને સારું થાય. તથા બાળકને દુઃખમાં શાંતિ પમાડવા અફીણ જેવી નશાની ગોળીઓ આપીને પણ ઊંઘાડે છે. દા. શિક્ષક, વડીલ, સગાં, સરખાંનો તાપ જો, સહન કરી યુવાવસ્થાએ પહોંચતો રે લો; ઘન-ઉપાર્જન, વિષય, વ્યસનનાં પાપ જો, નિંદ્ય દૃષ્ટિ, ઉન્માદ, ફિકરમાં ખૂંચતો રે લો. ૯ અર્થ :- બાળવયમાં ભણતા સમયે શિક્ષક, વડીલ, સગાં કે પોતાની સરખી ઉંમરના બળવાન સાથીદારોનો તાપ એટલે દાબ સહન કરીને તે યુવાવસ્થાએ પહોંચે છે. તે સમયમાં ઘન ઉપાર્જન કરવામાં, વિષયની વૃત્તિઓમાં કે વ્યસનના પાપોમાં ભરાઈ જવાથી તેની દ્રષ્ટિ નિંદવા લાયક મલીન થઈ જાય છે. તથા ઉન્માદ એટલે મોહના ગાંડપણને લઈને તે ઇન્દ્રિયોમાં સુખ શોધવા જતાં ત્રિવિઘ તાપની બળતરામાં પડી જઈ અનેક પ્રકારની ઘંઘાની, વ્યવહારની કે કુટુંબની ફિકરમાં ખેંચી જઈ દુઃખી થયા કરે છે. એમ સુખ લેવા જતાં દુઃખ આવી પડે છે. પછી “યુવાવસ્થા આવે છે. ઘન ઉપાર્જન કરવા માટે નાના પ્રકારના પાપમાં પડવું પડે છે. જ્યાંથી ઉત્પન્ન થયો છે ત્યાં એટલે વિષયવિકારમાં વૃત્તિ જાય છે. ઉન્માદ, આળસ, અભિમાન, નિંદ્યદૃષ્ટિ, સંયોગ, વિયોગ એમ ઘટમાળમાં યુવાવય ચાલી જાય છે.” (વ.પૃ.૭૦) આલા સફળ, અફળ ગડમથલ તણી ઘટમાળ જો, ફેરવતાં જુવાન અચાનક વહી ગઈ રે લો; જરા મરણની દૂતી સરખી ભાળ જો, શ્વેત કેશ ફૅપ મરણ-ધ્વજા, રોપી રહી રે લો. ૧૦ અર્થ - કર્મને આધીન વ્યાપારમાં કે વ્યવહારમાં સફળતા મળતા રાજી થાય છે. અસફળતા મળતાં દુઃખી થયા કરે છે. એ રૂપ ગડમથલની આ ઘટમાળામાં આ યુવાન અવસ્થા અચાનક પૂરી થઈ જાય છે. અને પછી મરણની દૂતી સમાન વૃદ્ધાવસ્થા આવે છે. ત્યારે વાળ સફેદ થઈ જાય છે. તે સફેદવાળ જાણે મરણરૂપી યમરાજાને આવવાની જાણ માટે ઘજાઓ રોપી રહ્યા હોય એમ જણાય છે. ૧૦ કર્ણ સહે નહિ થાતું તુજ અપમાન જો, દુષ્ટ દશા તુજ નયન નહીં દેખી ખમે રે લો; કિંપે કાયા મરણ-ભય અનુમાની જો, લથડિયાં ખાતો દુઃખમાં દિન નિગમે રે લો. ૧૧ અર્થ :- વૃદ્ધાવસ્થામાં કહેવામાં આવતા અપમાનના શબ્દોને નહીં સહન કરવાથી જાણે કાન પણ બહેરા થઈ જાય છે. તે સમયની દુષ્ટ દશાને આંખ પણ જોઈને ખમી નહીં શકવાથી તેની દ્રષ્ટિ મંદ પડી જાય છે. Page #475 -------------------------------------------------------------------------- ________________ (૩૯) શરીર ४४७ "यावत् वित्तोपार्जन सक्तः, तावत् निज परिवारो रक्तः, તનુ ગરીગા નરનર હે, વાર્તા પૃચ્છત કોડપિ ન દે.” -મોહમુદ્દ્ગર અર્થ :- જ્યાં સુધી પ્રાણી ઘર માટે ઘન ઉપાર્જન કરવામાં શક્તિશાળી હોય ત્યાં સુધી પોતાનો પરિવાર તેના ઉપર આસક્ત હોય છે. પણ જ્યારે તેનો દેહ જર્જરિત થઈ જાય છે, ત્યારે ઘરમાં તેને કોઈ વાત પણ પૂછતું નથી. વૃદ્ધાવસ્થામાં કાયા પણ પોતાની શક્તિ ઘટી જવાથી મરણનો ભય નજીક જાણી કંપવા લાગે છે. અને લડથડિયા ખાતા હવે તે દુઃખમાં દિવસો નિર્ગમન કરે છે. ઊઠવા જતાં લાકડીનો ટેકો લેવો પડે છે. એવી સ્થિતિ થઈ જાય છે. 'अंगम् गलितं पलितं मूडम् दशविहिनम् जातम् तुंडम्, શરડૂત પિત શોભિત દંડમ્ તપિ મુદ્યત સાશા પિંડમ્' -મોહમુદ્ગર “ત્યાં વૃદ્ધાવસ્થા આવે છે. શરીર કંપે છે, મુખે લાળ ઝરે છે; ત્વચા પર કરોચળી પડી જાય છે; સુંઘવું, સાંભળવું અને દેખવું એ શક્તિઓ કેવળ મંદ થઈ જાય છે; કેશ ઘવળ થઈ ખરવા મંડે છે. ચાલવાની આય રહેતી નથી. હાથમાં લાકડી લઈ લડથડિયાં ખાતાં ચાલવું પડે છે.” (વ.પૃ.૭૦) ૧૧ાા ઘણા રોગનો દુર્બળ દેહે વાસ જો, પછી પથારીવશ પણ પડી રહેવું પડે રે લો; નાનાં મોટાં સૌને દેતો ત્રાસ જો, દિન દિન દેહે દુઃખ અતિશય સાંપડે રે લો. ૧૨ અર્થ - વૃદ્ધાવસ્થામાં દેહ દુર્બળ થઈ જવાથી ઘણા રોગનો તેમાં વાસ થઈ જાય છે. પછી દુર્બળતાના કારણે પથારીવશ પણ પડી રહેવું પડે છે. તે સમયે ઘરના સૌ નાના મોટાને તે ત્રાસરૂપ જણાય છે. તેમજ દિવસે દિવસે શક્તિઓ ઘટતાં દેહમાં તે અતિશય પીડાને પામે છે. કાં તો જીવનપર્યત ખાટલે પડ્યા રહેવું પડે છે. શ્વાસ, ખાંસી ઇત્યાદિક રોગ આવીને વળગે છે, અને થોડા કાળમાં કાળ આવીને કોળિયો કરી જાય છે. આ દેહમાંથી જીવ ચાલી નીકળે છે. કાયા હતી ન હતી થઈ જાય છે.” (વ.પૃ.૭૧) ૧૨ાા. જન્મ થકી પણ મરણ વખતનાં દુઃખ જો, કહે અનંતગુણાં જ્ઞાની જન જોઈને રે લો; ભલભલા બૅલી ભાન બને ય વિમુખ જો, શુદ્ધ સ્વરૂપે ટકતી સ્થિરતા કોઈને રે લો. ૧૩ અર્થ - હવે જન્મ કરતાં પણ મરણ વખતનું દુઃખ અનંતગણું છે. એમ જ્ઞાની પુરુષો કેવળજ્ઞાનવડે જોઈને કહે છે. મરણ વખતની વેદનામાં ભલભલા જીવો આત્માનું ભાન ભૂલી જાય છે. તે સમયે શરીરને શાતા ઉપજાવવાના વિચારમાં કે ઘનાદિ પરિગ્રહના વિચારમાં પડી જઈ ઘર્મ વિમુખ પણ બની જાય છે. કોઈક આરાઘક જીવની જે તે સમયે શુદ્ધ આત્મસ્વરૂપ પ્રત્યે કે સહજાત્મસ્વરૂપના મંત્રમાં સ્થિરતા ટકી રહે છે; બાકી બધા વિચલિત થઈ જાય છે. "बाळस्तावत् क्रिडा सक्तः तरुणस्तावत् तरुणी रक्तः, વૃદ્ધતાવત્ વિંતા મન: પરે ગ્રહણ લોકપિ ન જના:” -મોહમુદ્ગર અર્થ :- બાળક હોય ત્યાં સુધી રમવામાં આસક્ત હોય. યુવાન થતાં સ્ત્રીમાં આસક્ત હોય અને વૃદ્ધાવસ્થા આધ્યે ચિંતામાં મગ્ન રહે છે પણ આત્માને ઓળખવાની કોઈને લગની લાગતી નથી. ||૧૩ના શેરડીના રાડા સમ જીવન જાણ જો, થડિયું ભોગ-અયોગ્ય કઠણ ગાંઠો ઘણી રે લો; ટોચ તરફનો સાંઠો મોળો છાણ જો, વચમાં રાતો રોગે જો છિદ્રો ભણી રે લો. ૧૪ Page #476 -------------------------------------------------------------------------- ________________ ४४८ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ :- શેરડીના રાડા એટલે સડેલા સાંઠા સમાન આ આપણું જીવન છે. જેમકે શેરડીનું થડીયું એટલે મૂળિયું સખત હોવાથી તેમાંથી રસ નીકળે નહીં; તેમ બાળવય ભોગને અયોગ્ય છે. વળી સાંઠામાં ગાંઠો ઘણી હોય છે, તેમ જીવનમાં અનેક પ્રકારની ઉપરાઉપર આપત્તિઓ આવે છે, તથા સાંઠાનો ટોચ ઉપરનો ભાગ મોળો છાણ એટલે ફિક્કો સાર વગરનો હોય છે, તેમ જીવનનો અંતિમ વૃદ્ધાવસ્થાનો ભાગ તે પણ અનેક પ્રકારની વ્યાથિઓને લઈને સાવ નીરસ ફીક્કો હોય છે. તથા સાંઠાના વચલા ભાગના છિદ્રોમાં જે રતાશ એટલે લાલાશ દેખાય છે તે તેનો સડેલો ભાગ છે. તેથી તે વચલો ભાગ પણ ખાવા યોગ્ય નથી. તેમ જીવનની વચલી યૌવન અવસ્થા પણ અનેક પ્રકારની આધિ, વ્યાધિ, ઉપાધિઓની ચિંતાથી ગ્રસિત છે. તેમજ ‘ભોગે રોગ ભયં...” તે અનુસાર યૌવન અવસ્થાના ભોગ પણ રોગાદિથી વણેલા છે. માટે તે પણ ભોગવવા યોગ્ય નથી. ૧૪ તે પણ બાળ ચીરીને ચૂસી ખાય જો, મીઠાશની આશાથી દાંત દુખાડતો રે લો; મોળા રસથી મુખ પણ બગડી જાય જો, તેમ વિષય-શ્રમ જીંવને દુખમાં પાડતો રેલો. ૧૫ અર્થ - તેવી સડેલી શેરડીને પણ બાળક ચીરીને ચૂસી ખાય છે કે તેની મિઠાસથી સુખ મળશે. પણ એવી આશાથી તે માત્ર દાંત જ દુઃખાડે છે. વળી તે શેરડીના મોળા ફિક્કા રસથી તેનું મુખ પણ બગડી જાય છે. તેમ સંસારી જીવ સુખ મેળવવાની આશામાં પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં અનેક પ્રકારે શ્રમ કરીને માત્ર જીવને દુઃખમાં જ પાડે છે. જેમ કૂતરું હાડકાં ચાવી પોતાનું જ તાળવું વિંધીને રૂધિરનો સ્વાદ ચાખી આનંદ માને છે તેમ અજ્ઞાની જીવ પણ કરે છે. “સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષ લહો; ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહો.” -શ્રીમદ્ રાજચંદ્ર // ૧પણી અસાર એવી શેરડી સમ આ દેહ જો, બાળ વયે આપદ ઉપરાઉપરી ઘણી રે લો; જરા અવસ્થા નીરસ નિઃસંદેહ જો, યૌવન વય ચિંતા રોગાદિથી વણી રે લો. ૧૬ અર્થ :- સડેલી શેરડી સમાન આ દેહ પણ અસાર છે. બાલ્યવસ્થા રઝળી રડીને પૂર્ણ થાય છે. તેમજ કિશોર અવસ્થામાં પણ વડીલ, શિક્ષક વગેરેના દાબમાં તેમજ ભણવામાં અનેક પ્રકારના કષ્ટ સહન કરી પૂરી કરે છે. તથા વૃદ્ધાવસ્થા તો નિઃસંદેહ નીરસ જ છે. હવે એક યુવાવય રહી. તે પણ અનેક પ્રકારના વ્યાપાર કે વ્યવહારની ઉપાધિના કારણે જીવને દુઃખ જ આપે છે. તે અવસ્થામાં ચિંતાઓના કારણે કે ભોગાદિના કારણે શરીર રોગાદિનું ઘર પણ થઈ જાય છે. [૧૬ાા. એ સાંઠાની ગાંઠો જો રોપાય તો, નવી શેરડી સળા વગરની ઊપજે રે લો, તેમ ર્જીવન જો પરમાર્થે વપરાય તો, સ્વર્ગ-મોક્ષ-સુખ સુંદર ફળ પણ સંપજે રે લો. ૧૭ અર્થ :- હવે એ સડેલા સાંઠાની ગાંઠોની પણ જો રોપણી થઈ જાય તો બીજા વર્ષે નવી શેરડી સળા વગરની ઉત્પન્ન થાય. તેમ આ જીવન જો આત્માના અર્થે ગળાય તો પરભવમાં સ્વર્ગના સુખ પામી અંતે મોક્ષના શાશ્વત સુખરૂપ સુંદર ફળની પ્રાપ્તિ થાય. /૧૭ના ઊંડા ઊતરી સૂક્ષ્મ કરો સુવિચાર જો, સ્વ-પર-દેહ વિષે વસ્તુ કેવી ભરી રે લો; નવે દ્વારમાં મલિનતા-સંચાર જો, કફ, મળ, મૂત્ર, રુધિર ને લીંટ રહીં સંઘરી રે લો. ૧૮ અર્થ :- તમે ઊંડા ઊતરીને સૂક્ષ્મપણે સુવિચાર કરો કે પોતાના અને પરના શરીરમાં કેવી કેવી Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૪૯ (૩૯) શરીર વસ્તુઓ ભરેલી છે. આંખના બે હાર, કાનના બે દ્વાર, નાકના બે દ્વાર, મોઢું અને મળમૂત્રના બે બે હાર મળી શરીરના નવે દ્વારમાંથી માત્ર મેલ જ નીકળ્યા કરે છે. તેમાં કફ, મળ, મૂત્ર, રૂધિર, લીંટ વગેરે દુર્ગંઘમય વસ્તુઓ ભરેલી છે. ।।૧૮।। ચમાર કુંડનાં કોણ કરે ય વખાણ જો? ગંદકી કેવી અણગમતી નજરે ચડે રે લો; માંસ, રુધિર ને હાડ, ચામડાં, છાણ જો, આંતરડાં ને વાળ વગેરે ત્યાં સડે રે લો. ૧૯ અર્થ :– શરીરની અંદર શું શું ભરેલું છે તેનું પ્રત્યક્ષ દર્શન ચમારને ત્યાં થાય છે તે જણાવે છે :— = ચમારને ત્યાં શરીરના જુદા જુદા ભાગો કાઢીને રાખેલ કુંડને જોઈ તેના વખાણ કોણ કરે? ત્યાં ચીતરી ચઢે એવી અણગમતી ગંદકી નજરે પડે છે. તે કુંડીમાં માંસ, લોહી, હાડકાં, ચામડાં, છાણ, આંતરડા અને વાળ વગેરે પડયા પડયા ત્યાં સડ્યા કરે છે. ‘‘એક ભાજનમાં લોઠી, માંસ, હાડકાં, ચામડું, વીર્ય, મળ, મૂત્ર એ સાત ધાતુ પડી હોય; અને તેના પ્રત્યે કોઈ જોવાનું કહે તો તેના ઉપર અરુચિ થાય, ને થૂંકવા પણ જાય નહીં. તેવી જ રીતે સ્ત્રી પુરુષનાં શરીરની રચના છે, પણ ઉપરની રમણીયતા જોઈ જીવ મોહ પામે છે અને તેમાં તૃષ્ણાપૂર્વક દોરાય છે. અજ્ઞાનથી જીવ ભૂલે છે એમ વિચારી, તુચ્છ જાણીને પદાર્થ ઉપર અરુચિભાવ લાવવો. આ રીતે દરેક વસ્તુનું તુચ્છપનું જાણવું. આ રીતે જાણીને મનનો નિરોધ કરવો.” (વ.પૂ.૭૦૦૯ ||૧૯|| તેવી જ વસ્તુ સુંદર ચામડી હેઠ જો, દરેક દેહ વિષે છે; જો વિચારીએ રે લો, તો કાયા સમજાય જગતની એંઠ જો; દેહ-મોહ એવા વિચારે વારીએ રે લો. ૨૦ અર્થ = તેવી જ વસ્તુઓ માંસ, હાડકાં આદિ દરેક શરીરની સુંદર દેખાતી ચામડીની નીચે રહેલ છે. આ વાતને સ્થિર ચિત્તથી જો વિચારીએ તો આ કાયા જગતના એંઠવાડા સમાન ભાસશે. કારણ કે જે અન્ન લઈએ છીએ તેની વિષ્ટા થાય છે, વિષ્ટા ખાતરરૂપે પરિણમી ફરી અન્નરૂપે બની જાય છે. તેથી એંઠવાડા સમાન છે. એ અન્ન વડે શરીર પોષણ પામે છે. તે જોતાં આ કાયા જગતનો એંઠવાડો છે. એવા વાસ્તવિક દેહના સ્વરૂપને વિચારી દેહ પર રહેલા મોહ, મમત્વને નિવારવો જોઈએ. : શ્રી મલ્લિનાથ ભગવાનનું દૃષ્ટાંત – શ્રી મલ્લિનાધ ભગવાન જ્યારે ઘરમાં હતા ત્યારે પૂર્વભવના પોતાના છ મિત્રોને બોઘ પમાડવા માટે, પોતાના શરીરાકારે સોનાની પુતળી બનાવી, તેમાં રાંધેલ અન્નનો એક કોળિયો છ મહિના સુધી રોજ નાખતા હતા. તે અન્ન સડી જઈ ભયંકર દુર્ગંધમય બની ગયું; ત્યારે છ મિત્રોને બતાવી જણાવ્યું કે પ્રત્યેક શરીરમાં આમ જ દુર્ગંધમય સસ ઘાતુ ભરેલ છે. તેથી આ શરીર મોહ કરવા યોગ્ય નથી. એવા ઉપદેશથી તેઓ વૈરાગ્ય પામ્યા હતા. IIરહ્યા વળી વદનમાં દાંત તણાં છે હાડ જો, વમન, વિષ્ટા, વાળ જરી જુદાં જુઓ રે લો; રોગ-ભરી વી રોમ-કંટકની વાડ જો, દેહ વેદનામૂર્તિ ત્યાં શું સુખે સૂઓ રે લો?૨૧ અર્થ :— વળી વદન એટલે મુખમાં દાંતના હાડકાં છે. આ શરીરમાં જઈ બહાર આવેલ પદાર્થો વમન એટલે ઊલટી કે વિષ્ટા કેવા દુર્ગંધમય છે. તથા વાળ પણ શરીરમાંથી છૂટા પડ્યે તેને કોઈ સંઘરતું નથી. શરીરમાં રોમરૂપી કાંટાઓની જાણે વાડ કરેલી છે. તે રોમ સાડા ત્રણ કરોડ છે. પ્રત્યેક રોમમાં પોણા બબ્બે રોગનો નિવાસ છે. એમ આ દેહ છ કરોડ સાડા બાર લાખ રોગોને રહેવાનું ઘર છે. એવી વેદનાની મૂર્તિ સમા આ દેહમાં રહીને તમે શું સુખે સૂઈ રહો છો? Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારાએ વેદના જ વેદે છે. ક્વચિત્ શાતા અને પ્રાયે અશાતા જ વેદે છે.” (વ.પૃ.૬૫૦) //ર૧ાા એક શ્વાસ લેતાં લાગે છે કાળ જો, તેમાં સત્તર વાર જનમ-મરણો કરે રે લો, થર્ટી ઘર્ગી દેહ તજે, દુઃખની ઘટમાળ જો, એમ અનંત સહ્યાં દુખ તે જીંવ ના સ્મરે રે લો. ૨૨ અર્થ :- એક શ્વાસ લેતાં આપણને જે સમય લાગે છે તેટલા સમયમાં નિગોદના જીવો સત્તાવાર જન્મ મરણ કરે છે. દેહ ઘારણ કરી કરીને મરણ પામે છે. ત્યાં દુઃખની જ ઘટમાળ છે. એવા અનંત દુઃખો આપણા જીવે અનેકવાર સહન કર્યા છે પણ તે ભૂલી ગયો છે. હવે જ્ઞાનીપુરુષના વચન દ્વારા તે દુઃખોને સ્મૃતિમાં લઈ તેને નિવારવાનો ઉપાય કરવો જોઈએ. “નિગોદમાં જીવ એક શ્વાસોચ્છવાસમાં સાડ સત્તર ભવ કરે છે. એક સોયની અણી જેટલી જગ્યામાં અસંખ્યાત ગોળા છે. એક એક ગોળામાં અસંખ્યાત નિગોદ છે. નિગોદ એટલે અનંત જીવોના પિંડનું એક શરીર. એક એક નિગોદમાં અનંત અનંત જીવ છે. જેટલા સિદ્ધ થયા તેના કરતાં અનંત ગુણા જીવ એક નિગોદમાં છે..... શરીરમાં સાડા ત્રણ કરોડ રોમ છે. તેમાં રોમે રોમે સોય તપાવીને કોઈ જીવને ઘોંચવામાં આવે તેથી જેટલું દુઃખ થાય છે, તે કરતાં અનંતગણું દુઃખ નિગોદના જીવને એક સમયમાં થાય છે. આ જીવે અનંતકાળ સુધી નિગોદમાં રહીને આ દુઃખ ભોગવ્યું છે. અને હવે આત્મસ્વરૂપને ન ઓળખ્યું તો પાછું તે દુઃખ ભોગવશે. માટે આ મનુષ્યદેહ કોઈ મહતું પુણ્ય યોગે મળ્યો છે. તેનો એક સમય પણ વ્યર્થ જવા દેવા યોગ્ય નથી. એક સમય રત્નચિંતામણિ જેવો છે. માટે જેમ બને તેમ આત્મહિત કરી લેવું, જેથી પાછું નિગોદમાં ન જવું પડે. જ્ઞાનીપુરુષ કૃપાળુદેવે જે કહ્યું છે, તે પ્રકારે વર્તવાથી આ નિગોદ ટળશે.” -પૂ.શ્રી બ્રહ્મચારીજી જન્મ શતાબ્દી સ્મારક ગ્રંથ (પૃ.૧૨૬) //રરા દેવ, નરક કે પશુ, નર ગતિની કાય જો, અપરાથી જીંવને પૅરવાની કેદ છે રે લો; નજરકેદ સમ દેવગતિ સમજાય જો, નૃપ આદિના મનમાં બેહદ દુઃખ છે રે લો. ૨૩ અર્થ - દેવ, નરક, પશુ કે મનુષ્યગતિની કાયા છે તે અપરાથી જીવને પૂરવાની કેદ સમાન છે. તેમાં દેવગતિ છે તે નજરકેદ સમાન સમજાય છે. જેમ રાજા આદિને નજરકેદ કરવામાં આવ્યો હોય તો મનમાં તે બેહદ દુ:ખ પામે છે. તેમ મિથ્યાવૃષ્ટિ દેવો વિશેષ મેળવવાની તૃષ્ણાને લઈને દેવલોકમાં રહ્યા છતાં પણ દુઃખ પામે છે. તેમજ સમ્યવ્રુષ્ટિ દેવો પણ દેવલોકમાં વ્રતો અંગીકાર કરીને સંસારરૂપી કેદથી છૂટી શકતા નથી. દેવોનું આયુષ્ય નિકાચિત હોય છે. તેમજ ગતિઆશ્રિત ત્યાં કોઈ પણ દેવ વ્રત અંગીકાર કરી શકતા નથી. તે નજરકેદ સમાન છે. ૨૩ શાહુકારની કેદ સમી નર-કાય જો, સરખે-સરખા ઘણા મળે, મન ત્યાં ઠરે રે લો; લાગ મળે તો છુટકારો પણ થાય જો, હૂંટવાનો ઉદ્યમ કરતાં કારજ સરે રે લો. ૨૪ અર્થ - મનુષ્યોની કાયા તે શાહુકારની કેદ સમાન છે. ત્યાં સરખે સરખા ઘણા અપરાધીઓ મળવાથી મન ઠરે છે. આ મનુષ્ય જન્મમાં સદ્ગુરુના યોગનો લાગ મળી આવે તો જન્મમરણથી સર્વથા છૂટી શકાય છે. પણ તે માટે સગુરુ દ્વારા ઉપદિષ્ટ મોક્ષમાર્ગ પ્રમાણે જ છૂટવાનો પુરુષાર્થ કરતાં આત્મકલ્યાણનું કાર્ય સિદ્ધ થઈ શકે છે, બીજી રીતે નહીં. ૨૪ Page #479 -------------------------------------------------------------------------- ________________ (૩૯) શરીર ૪૫ ૧ ગાંડા જનની જેલ સમી પશુ-કાય જો, કોઈક સમજું દવા વડે થઈ જાય છે રે લો; ઘણાં બિચારાં દુઃખ વિષે રિબાય જો, નિર્દય જનનાં શસ્ત્ર વડે છેદાય છે રે લો. ૨૫ અર્થ - પશુ જીવોની કાયા તે ગાંડા માણસની જેલ સમાન છે. જેમ કોઈ ગાંડો માણસ દવા વડે સમજા બની જાય, તેમ કોઈક પશુ સદ્ગુરુના બોઘરૂપી ઔષઘ વડે સમ્યવ્રુષ્ટિ થઈ જાય છે. ઘણા બિચારા પશુઓ તો દુઃખમાં જ રિબાય છે. તે જીવો નિર્દય લોકોના હાથમાં આવતા શસ્ત્ર વડે છેદાઈ જાય છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનો જીવ પૂર્વભવમાં હાથીના ભવમાંથી તેમજ શ્રી મહાવીર ભગવાનનો જીવ સિંહના ભવમાંથી સદગુરુના બોઘવડે સમ્યગ્દર્શન પામેલ છે. ૨૫ નરક ગતિ તો દુખદ સખત અતિ કેદ જો, પે'રો જબરો તેના ઉપર રાખતા રે લો; મહા અપરાથી કરે કાયનો છેદ જો, રાત-દિવસ ક્રુરતા કરતાં નહિ થાકતા રે લો. ૨૬ અર્થ - નરકગતિ તે તો અતિ દુઃખ દેવાવાળી સખત કેદ સમાન છે. ત્યાં જબરા પહેરા સમાન અસુરકુમાર દેવો પણ છે. તે નારકીઓને મહા અપરાધી જાણી તેની કાયાનો વારંવાર છેદ કરે છે તથા નારકી જીવો પણ નરકમાં પરસ્પર એક બીજાને દુઃખ દઈ રાતદિવસ ક્રૂરતા કરતાં થાકતાં નથી. રા બહ પુણ્ય પંજથી માનવ-કાય પમાય જો, દુખ-દરિયો તરવાની નૌકા તે ગણો રે લો; અનિયત કાળે અચાનક તૂટી જાય જો, તે પહેલાં ચેતી લ્યો કાળ હજી ઘણો રે લો. ૨૭ અર્થ - ઘણા પુણ્યના ઢગલાવડે આ મનુષ્યજન્મની પ્રાપ્તિ થાય છે. આ માનવદેહને હવે સંસારના દુઃખરૂપી દરિયાને તરવાની નૌકા સમાન જાણો. અનિશ્ચિત કાળે અચાનક આ મનુષ્ય જીવનની આયુષ્યદોરી તૂટી જાય છે. તે તૂટી ન જાય તેના પહેલાં ચેતી લઈ આત્મહિતનું કાર્ય કરી લો, કેમકે ભવિષ્યકાળ હજા ઘણો પડ્યો છે. નહીં ચેતે તો અનંત એવા ભવિષ્યકાળમાં ચાર ગતિઓમાં જીવને ઘણું દુઃખ ભોગવવું પડશે. મારા શરીર રચના પાંચ પ્રકારે મૂળ જો, સ્થલ-શરીર ઔદારિક પશુ, નર ઘારતા રે લો; દેવ, નારકીને વૈક્રિય અનુકુળ જો, અનેક આકારે કાયા પલટાવતા રે લો. ૨૮ અર્થ :- આ શરીર રચનાના મૂળ પાંચ પ્રકાર છે. તેમાં– (૧) ઔદારિક શરીર - તે મનુષ્ય અને પશુઓને હોય છે. તે સ્થૂળ શરીરરૂપે હોય છે. (૨) વૈક્રિય શરીર - તે દેવો અને નારકી જીવોને હોય છે. તે જીવો અનેક આકારે પોતાની કાયાને પલટાવી શકે છે. ll૨૮ાા સર્વ શરીરમાં તેજસ ને કાર્માણ જો, સૂક્ષ્મરૃપે બે શરીર સદા સંસારીને રે લો; તૈજસથી કાંતિ કાયામાં જાણ જો, કર્મ-સમૂંહ કાર્માણ શરીર છે, ઘારી લે રે લો. ૨૯ અર્થ - (૩) તેજસ શરીર અને (૪) કાર્માણ શરીર - આ બે સૂક્ષ્મ શરીર છે. તે સંસારી જીવોને સદા વિદ્યમાન હોય છે. તૈજસ શરીરથી શરીરમાં કાંતિ એટલે તેજ તેમજ જઠરાગ્નિ વગેરેની ગરમી રહે છે. તથા કર્મોનો સમૂહ તે કાર્મણ શરીર છે. તે કાર્મણ વર્ગણારૂપી સૂક્ષ્મ જીંઘોનું બનેલું છે. એ પાંચ શરીરોમાં સૌથી વધારે પરમ બળવાન શક્તિ આ કાર્પણ શરીરમાં છે. આત્માના પ્રદેશો સાથે દૂધ અને પાણીની જેમ રહેલ કર્મોનો સમૂહ તે કાર્માણ શરીરથી બનેલ છે. ૨૯ “તેજસ અને કાર્મણ શરીર સ્કૂલદેહપ્રમાણ છે. તેજસ શરીર ગરમી કરે છે, તથા આહાર પચાવવાનું કામ કરે છે. શરીરના અમુક અમુક અંગ ઘસવાથી ગરમ જણાય છે, તે તેજસના કારણથી જણાય છે. Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ માથા ઉપર વૃતાદિ મૂકી તે શરીરની પરીક્ષા કરવાની રૂઢિ છે. તેનો અર્થ એ કે તે શરીર સ્કૂલ શરીરમાં છે કે શી રીતે? અર્થાત્ સ્કૂલ શરીરમાં જીવની માફક તે આખા શરીરમાં રહે છે. તેમ જ કાર્મણ શરીર પણ છે; જે તેજસ કરતાં સૂક્ષ્મ છે, તે પણ તેજસની માફક રહે છે. સ્કૂલ શરીરની અંદર પીડા થાય છે, અથવા ક્રોધાદિ થાય છે તે જ કાર્પણ શરીર છે. કાર્મણથી ક્રોધાદિ થઈ તેજોલેશ્યાદિ ઉત્પન્ન થાય છે. વેદનાનો અનુભવ જીવ કરે છે, પરંતુ વેદના થવી તે કામણ શરીરને લઈને થાય છે. કાર્પણ શરીર એ જીવનું અવલંબન છે.” (વ.પૃ.૭૫૫) //ર૯ll મુનિ મહાત્મા લબ્ધિઘારી હોય જો, સંશય પડતાં શરીર મનોહર મોકલે રે લો, તીર્થકર કે કેવળી પાસે કોય જ, આહારક કાયા તેને જ્ઞાની કળે રે લો. ૩૦ અર્થ :- (૫) આહારક શરીર - જે મહામુનિ મહાત્મા તપસ્વી, લબ્ધિઘારી હોય છે, તેમને કોઈ તત્ત્વમાં સૂક્ષ્મ શંકા ઉત્પન્ન થતાં, તેના સમાધાન માટે એક પુરુષાકારનું મનોહર શરીર, તેમના મસ્તક દ્વારથી નીકળી; તીર્થકર, કેવળી કે શ્રુતકેવળીના દર્શને જાય છે. તેમના દર્શન માત્રથી તેમની શંકાનું સમાધાન થઈ જાય છે. પછી તે શરીર પાછું આવે છે. તેને આહારક શરીર કહે છે. તે સૂક્ષ્મ હોય છે. તે આહારક શરીર એક અંતર્મુહૂર્ત સુધી બનેલું રહે છે. અંતે તે વિલય પામે છે. ૩૦ના. પંચ પ્રકારે બંઘન સર્વ શરીર જો, તેથી જુદો જીવ સદાય વિચારવો રે લો; અનિત્ય કાયા, જીંવ ટકનારો સ્થિર જો, ગુરુગમથી તે શુદ્ધ, નિરંજન ઘારવો રે લો. ૩૧ અર્થ - આ પાંચ પ્રકારના શરીર જીવને બંઘનરૂપ છે. તે સર્વ શરીરથી જીવ સદાય જુદો જ છે એમ વિચારવું. આ કાયા તો સદા અનિત્ય છે પણ તેમાં રહેનારો જીવ સદા સ્થિરપણે ટકનારો છે. તે જીવનું મૂળ શુદ્ધ નિરંજન સ્વરૂપ છે. તેને ગુરુગમથી જાણી અવશ્ય અવઘારવું જોઈએ. /૩૧ પુગલ પરમાણુનાં પાંચ શરીર જો, ક્ષણે ક્ષણે પલટાતાં પરફૅપ લેખવે રે લો; સૌ સંયોગો ગણી તજે તે વીર જો, જ્ઞાન-શરીર છે નિજનું નિજ રૂપ દેખવે રે લો. ૩૨ અર્થ - પાંચેય ઉપરોક્ત શરીર પુદ્ગલ પરમાણુના બનેલ છે. તે પુગલ પરમાણુના પર્યાય સમયે સમયે પલટાય છે. તથા તે પર્યાય આત્માથી સાવ જુદા હોવાથી તેને પરરૂપ ગણવામાં આવે છે. એ પાંચેય પ્રકારના શરીરોને આત્મા સાથે સંયોગ માત્ર ગણી તેના પ્રત્યેનો મોહ જે જીવ છોડે તે જ ખરો શૂરવીર છે. અને તે જીવ આત્માના મુખ્ય જ્ઞાનગુણને પોતાનું શરીર માની તેને જ પોતાનું વાસ્તવિક સ્વરૂપ જાણે છે. પરમાણુમાં રહેલા ગુણ સ્વભાવાદિ કાયમ રહે છે, અને પર્યાય તે ફરે છે. દ્રષ્ટાંત તરીકે :પાણીમાં રહેલો શીતગુણ એ ફરતો નથી, પણ પાણીમાં જે તરંગો ઊઠે છે તે ફરે છે, અર્થાત્ તે એક પછી એક ઊઠી તેમાં સમાઈ જાય છે. આ પ્રમાણે પર્યાય, અવસ્થા અવસ્થાંતર થયા કરે છે, તેથી કરી પાણીને વિષે રહેલ જે શીતલતા અથવા પાણીપણું તે ફરી જતાં નથી, પણ કાયમ રહે છે; અને પર્યાયરૂપ તરંગ તે ફર્યા કરે છે. તેમજ તે ગુણની હાનિવૃદ્ધિરૂપ ફેરફાર તે પણ પર્યાય છે. તેના વિચારથી પ્રતીતિ અને પ્રતીતિથી ત્યાગ અને ત્યાગથી જ્ઞાન થાય છે.” (વ.પૃ.૭૫૫) //૩૨ાાં Page #481 -------------------------------------------------------------------------- ________________ (૪૦) પુનર્જન્મ શરીર પ્રત્યે જીવને રાગ વિશેષ હોવાથી ફરી ફરી નવા જન્મ ઘારણ કરવા પડે છે. જેટલી શરીર પ્રત્યે આસક્તિ વિશેષ તેટલા જન્મ મરણ પણ વધારે કરવા પડે. જો પુનર્જન્મ નહીં લેવો હોય તો શરીરાદિ પ્રત્યેની મોહ મમતા ઘટાડવી જરૂરની છે. હવે પુનર્જન્મ વિષેની વિસ્તારથી હકીકત નીચેના પાઠમાં જણાવવામાં આવે છે. (૪૦) પુનર્જન્મ (અનુષ્ટુપ) * લેવો નથી પુનર્જન્મ એવી જે દૃઢતા ઘરે; રાજચંદ્ર ગુરુ એવા સેવવા મન આદરે. ૧ “પુનર્જન્મ છે—જરૂર છે. એ માટે ‘હું’ અનુભવથી હા કહેવામાં અચળ છું' એ વાક્ય પૂર્વભવના કોઈ જોગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે.' (વ.પૃ.૩૬૧) ૪૫૩ અર્થ :— જેને પુનર્જન્મ લેવો નથી એવી જે હૃદયમાં દૃઢતાને ઘારણ કરેલ છે એવા શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ ભગવંતની સેવા એટલે આજ્ઞા ઉઠાવવા મારું મન ઉત્સુક થઈ રહ્યું છે; એમ પૂજ્યશ્રી બ્રહ્મચારીજી જણાવે છે. ।।૧।। જાણ્યા પૂર્વ ભવો જેણે જાતિ-સ્મરણ જ્ઞાનથી તેની કૃપા વડે બોલું, સંત-દર્શિત સાનથી. ૨ અર્થ :– જેણે જાતિસ્મરણજ્ઞાનથી પૂર્વ ભવો જાણ્યા છે એવા પરમકૃપાળુદેવની કૃપાવડે તથા સંત એવા પ.પૂ. પ્રભુશ્રીજી દ્વારા દર્શાવેલ આત્મા ઓળખવાની સાનવડે અર્થાત્ સમજવડે હું આ પુનર્જન્મ વિષે હવે જણાવું છું તે આ પ્રમાણે છે. પરમકૃપાળુદેવને સાત વર્ષની વયે જાતિસ્મરણજ્ઞાન થયેલ. આગળ જતાં જુનાગઢનો ગઢ જોતાં તે જ્ઞાનમાં વૃદ્ધિ થઈ. મુંબઈમાં પદમશીભાઈએ પૂછેલ કે આપને નવ સો ભવનું જ્ઞાન છે તે વાત સાચી છે? ત્યારે પરમકૃપાળુદેવે જણાવેલ કે તેના આધારે કહેવાણું છું. પછી તે વિષે વિશેષ ખુલાસો કર્યો નહોતો. ।।૨।। સંત શ્રી લઘુરાજે ય જાણી પૂર્વ ભવો કહ્યું : વર્તે આનંદ, આનંદ; સત્પ્રદ્ઘા થકી એ લહ્યું.’૩ અર્થ :– સંત એવા લઘુરાજસ્વામીએ પણ પોતાના પૂર્વભવો જાણીને જુનાગઢથી લખેલ પત્રમાં જણાવ્યું કે—પૂર્વભવ જણાય છે, આનંદ આનંદ વર્તે છે. એ બધું થવાનું કારણ પરમકૃપાળુદેવ પ્રત્યેની દૃઢ શ્રદ્ધા છે. એમ પ.પૂ.પ્રભુશ્રીજીએ જે પત્રમાં જણાવેલ તે નીચે મુજબ છે = “અત્રે કોઈ અદ્ભુત વિચારો અને આત્મિક સુખ અનુભવમાં આવે છે તે કહી શકાતું નથી. અનંત શક્તિ છે, સિદ્ધિઓ છે, પૂર્વ ભવ પણ જણાય છે, આનંદ આનંદ વર્તે છે, એક જ શ્રદ્ધાથી ! કહ્યું-લખ્યું જતું નથી. આપના ચિત્તને શાંતિ થવાનો હેતુ જાણી જણાવ્યું છે. કોઈને જણાવવાની જરૂર નથી. (ઉ.પૃ.૧૬) ૩।। Page #482 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧ ઘરે ઉત્કૃષ્ટ સંવેગ તેને તે જ્ઞાન સંભવે, પ્રત્યક્ષ જ્ઞાન યોગે તે જાતિ-સ્મૃતિ અનુભવે. ૪ અર્થ ઃ— જેના હૃદયમાં ઉત્કૃષ્ટ સંવેગ એટલે તીવ્ર વૈરાગ્ય હોય તેને તે જાતિસ્મૃતિજ્ઞાન હોઈ શકે છે. “મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઇચ્છા નહીં, અભિલાષા નહીં તે સંવેગ.’ (વ.પૃ.૨૨૬) અથવા પ્રત્યક્ષ આત્મજ્ઞાન થયું હોય તે પણ જાતિસ્મૃતિજ્ઞાનને પામી શકે છે. ૪૫ ૪૫૪ સત્સંગે સત્ય સુણી કો ભૂત ભવાદિ ભાળતાં, પૂર્વ પરિચયાદિથી ઓળખી લે નિહાળતાં. પ અર્થ :— સત્સંગમાં પણ સત્પુરુષો દ્વારા પોતાના પૂર્વભવની સત્યવાત જાણીને ભૂતકાળના ભવનું જાતિસ્મરણજ્ઞાન વરદત્ત અને ગુણમંજરીની જેમ થઈ શકે છે. “પુનર્જન્મ સંબંધી મારા વિચાર દર્શાવવા આપે સૂચવ્યું તે માટે અહીં પ્રસંગ પૂરતું સંક્ષેપમાત્ર દર્શાવું છું. (અ) મારું કેટલાક નિર્ણય પરથી આમ માનવું થયું છે કે, આ કાળમાં પણ કોઈ કોઈ મહાત્માઓ ગતભવને જાતિસ્મરણજ્ઞાન વડે જાણી શકે છે; જે જાણવું કલ્પિત નહીં પણ સમ્યક્ હોય છે. ઉત્કૃષ્ટ સંવેગ—જ્ઞાનયોગ–અને સત્સંગથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે શું કે ભૂતભવ પ્રત્યક્ષાનુભવરૂપ થાય છે.’’ (વ.પૃ.૧૯૦) ઉપરોક્ત પ્રમાણે જાતિસ્મરણજ્ઞાન થયે પૂર્વભવોમાં થયેલ પરિચય આદિના કારણે તે તે વ્યક્તિને જોતાં જ તે ઓળખી લે છે. જેમકે– સંપ્રતિરાજાનું દૃષ્ટાંત :– સંપ્રતિ રાજા પૂર્વભવમાં ભિખારી હતો. ખાવાને ભોજન પણ મળતું નહીં, તેથી મુનિ બન્યો. પણ મરણાંતે સમાધિમરણ સાઘી સંપ્રતિ રાજા થયો. તે રાજા ગોખમાં બેઠો હતો. ત્યારે પૂર્વભવના ગુરુ તે રોડ ઉપરથી પસાર થયા. તેને જોઈ રાજાના મનમાં પૂર્વ પરિચયથી થયું કે એમને ક્યાંય મેં જોયા છે, એમ ઉહાપોહ કરતાં જાતિસ્મરણજ્ઞાન થઈ ગયું. મૃગાપુત્રનું દૃષ્ટાંત :– મૃગાપુત્ર રાજકુમારને પણ ચાર રસ્તા પર ઊભેલા મુનિને જોઈ પૂર્વે પાળેલ દીક્ષાના કારણે જાતિસ્મરણજ્ઞાન થયું. આમ અનેક દૃષ્ટાંતો જાતિસ્મરણજ્ઞાનના મળી આવે છે. ।।૫।। વર્તમાને વળી વાંચ્યું પત્રોમાં, કો કુમારિકા જાતિ-સ્મૃતિવતી જીવે, દિલ્લીની એ કથનિકા. ૬ અર્થ :– વર્તમાન પત્રોમાં પણ વળી વાંચ્યું છે કે દિલ્લીમાં એક કુમારીને જાતિસ્મૃતિજ્ઞાન થયેલ છે. તે હાલ જીવિત છે. આ કથનિકા એટલે આ વાત પ્રત્યક્ષ સત્ય જણાય છે. કા મથુરામાં પતિ તેનો પૂર્વનો દેખી ઓળખે, ગુપ્ત વાતો સુણી સાચી; પુનર્જન્મ જનો લખે. ૭ અર્થ :— મથુરામાં તેનો પૂર્વભવનો પતિ છે. તેને દેખીને તેણે ઓળખી લીધો. તેની પૂર્વભવની ગુપ્ત વાતો સાંભળીને તે સાચી નીકળવાથી લોકો પણ પુનર્જન્મ છે એમ માનવા લાગ્યા. ।।૭।। અવધિજ્ઞાની જાણે છે ભાવિ ભવો બીજા તણા, મન:પર્યયવંતો ય ભવ-ભાવો ભણે ઘણા. ૮ બીજા પણ કયા કયા પ્રકારે પૂર્વ ભવ જાણી શકાય તે હવે કહે છે :— Page #483 -------------------------------------------------------------------------- ________________ (૪૦) પુનર્જન્મ ૪૫૫ = અર્થ – અવધિજ્ઞાનના ધારક બીજાના ભવિષ્યમાં કયા કયા ભવ થવાના છે તે જાણી શકે છે તથા મન:પર્યવજ્ઞાની પણ બીજા જીવોના ભવ તેમજ તેના વર્તતા ભાવોને પણ જાણી શકે છે. ૮ા કેવલજ્ઞાની તો સર્વ વિશ્વ ત્રિકાળ દેખતા, ભો જાણે અનંતા તે વિશ્વ નાટક લેખતા. ૯ અર્થ :— જ્યારે કેવળજ્ઞાની તો વિશ્વમાં રહેલા સર્વ પદાર્થોના ત્રિકાળ સ્વરૂપને એક સાથે જાએ છે, અર્થાત્ જીવોના સર્વ ભૂત ભાવી અનંતાભવોને તે એક સાથે જુએ છે અને જાણે છે. વિશ્વમાં રહેલ સર્વ જીવોના કર્મનું તે નાટક માને છે. ।।૯।। પુર્વે જીવ હતો તે છે, ભવિષ્યે પણ જીવશે, પ્રતીતિ જ્યાં સુધી આ’વી આવી ના ત્યાં સુધી થશે- ૧૦ અર્થ :— પૂર્વભવમાં જે જીવ હતો તે જ આ છે અને હવે ભવિષ્યમાં પણ જીવતો જ રહેશે. એવી પ્રતીતિ જ્યાં સુધી આવી નથી ત્યાં સુધી તે જીવ શંકામાં જ ગળકા ખાતો રહેશે. ।।૧૦।। પ્રયત્નો થર્મ માટે તે, લૂલા, શંકાભર્યા સદા, કર્યા કરે છતાં જીવો પામે ના સિદ્ધિસંપદા. ૧૧ અર્થ :— તેના ધર્મ માટેના પ્રયત્નો સદા ભૂલા તથા શંકાભર્યા થયા કરશે. તેથી પુરુષાર્થ કરવા *= છતાં પણ આત્મસિદ્ધિની સંપત્તિને તે પામી શકશે નહીં. “જ્યાં સુધી ભૂતભવ અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી ભવિષ્યકાળનું થર્મપ્રયત્ન શંકાસહ આત્મા કર્યા કરે છે; અને શંકાસહ પ્રયત્ન તે યોગ્ય સિદ્ધિ આપતું નથી.’’ (વ.પૃ.૧૯૦) ||૧૧|| છે પુનર્જન્મ નિઃશંક, એવું જેણે નથી લહ્યું, પ્રત્યક્ષ કે પરોક્ષે તો આત્મજ્ઞાન નથી થયું. ૧૨ અર્થ :— • ‘પુનર્જન્મ છે' એવું નિઃશંકપણું જેને પ્રત્યક્ષ કે પરોક્ષે પણ નથી થયું તેને આત્મજ્ઞાન થયું નથી એમ સત્પુરુષો કરે છે. ‘(આ) ‘પુનર્જન્મ છે'; આટલું પરોક્ષ - પ્રત્યક્ષે નિઃશંકત્વ જે પુરુષને પ્રાપ્ત થયું નથી, તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એમ શાસ્ત્રશૈલી કહેતી નથી.’” (વ.પૃ.૧૯૦૯ ।।૧૨। પૂર્વની સ્મૃતિ પામીને જેને પ્રત્યક્ષ આ થયું, તે શ્રીમદ્ રાજચંદ્રે આ શ્રુત-જ્ઞાનાશ્રિત કર્યું. ૧૩ અર્થ :– પૂર્વભવોની સ્મૃતિ આવવાથી જેને અમે ભગવાન મહાવીરના શિષ્ય હતા કે ભગવાન મહાવીર એમ કહેતા હતા એ બધું જેને પ્રત્યક્ષ થયું છે એવા શ્રીમદ્ રાજચંદ્રે આપણને શ્રુતજ્ઞાનને આધારે આ બધું જણાવ્યું છે. “પુનર્જન્મને માટે શ્રુતજ્ઞાનથી મેળવેલો આશય મને જે અનુભવગમ્ય થયો છે તે કંઈક અહીં દર્શાવી જઉં છું.'' (૧.પૃ.૧૯૦) ||૧૩।। પરોક્ષે પણ માને જે પુરુષ-પ્રીતિ-બો, પ્રત્યક્ષ જ્ઞાન પામે તે, સત્સાયનની સાંકળે. ૧૪ અર્થ :— જે પરમકૃપાળુદેવે કહ્યું છે તેને પરોક્ષ પણ જે જીવ માનશે, તે જીવ સત્પુરુષની શ્રદ્ધાના બળે એક પછી એક સાંકળની જેમ સત્સાધનને આરાધવાથી પ્રત્યક્ષ આત્માના અનુભવને પામશે. પ.પૂ.પ્રભુશ્રીજીએ પણ કહ્યું છે કે પરોક્ષમાંથી પ્રત્યક્ષ થશે. ।।૧૪। Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ દીઠો નથી ય સન્માર્ગ, તેને જો દેખતો મળે, સુણી, શ્રદ્ધા કરી, ચાલે, તેની દુર્ગમતા ટળે. ૧૫ અર્થ :- જેણે આત્મપ્રાપ્તિનો સન્માર્ગ દીઠો નથી, તેને જો માર્ગના જાણકાર એવા પુરુષની પ્રાપ્તિ થઈ જાય અને તેની વાત સાંભળીને શ્રદ્ધા રાખી, તે પ્રમાણે ચાલવા લાગે તો મોક્ષમાર્ગની બધી મુશ્કેલીઓ તેની દૂર થઈ જાય. ૧પો. તેમ જ તે મહાત્માનાં વચનામૃતથી થશે પુનર્જન્મ-પ્રતીતિ, તો અનાદિ અંઘતા જશે. ૧૬ અર્થ :- તેમજ જ્ઞાનીપુરુષના વચનામતથી જેને પુનર્જન્મની પ્રતીતિ થઈ જશે કે મારો આત્મા જે પહેલા હતો તે જ આ છે અને ભવિષ્યમાં પણ તે જ રહેશે; તો પણ તેનું અનાદિકાળનું અજ્ઞાનરૂપી અંઘપણું નાશ પામશે. ||૧૬ના કહે કોઈઃ “હતો પૂર્વે, તો તેને યાદ તો નથી; હતો એવું ય ના જાણે, મનાયે કેવી રીતથી?” ૧૭ અર્થ - કોઈ એમ કહે કે તું પૂર્વભવમાં હતો, તો તેની મને યાદી કેમ નથી? પૂર્વે હું હતો એવું ય જો હું ના જાણું તો પુનર્જન્મની વાત મારાથી કેવી રીતે મનાય? II૧૭ના કહે જ્ઞાની “હતો ગર્ભે, જન્મ્યો તે કેવી રીતથી, બાળક્રીડા વિના-વાચા કરી તેની સ્મૃતિ થતી?” ૧૮ હવે જ્ઞાની પુરુષો ઉપરની વાતનો ખુલાસો કરે છે : અર્થ :- તું આ ભવમાં જ ગર્ભમાં હતો, પછી કેવી રીતે જભ્યો તેમજ વાચા વગર તેં અનેક બાળક્રીડાઓ કરી તેની તને સ્મૃતિ આવે છે? I૧૮. કોઈને અલ્પ છે યાદ, કોઈને જરીયે નથી, તેમ પૂર્વ ભવો યાદ રહે કે વિસ્મૃતિ થતી. ૧૯ અર્થ – કોઈકને તે અલ્પ માત્ર યાદ આવે છે અને વળી કોઈને તો જરીક પણ યાદ આવતું નથી. તેમ પૂર્વભવો પણ કોઈકને યાદ રહે છે, અને મોટે ભાગે તો તેની વિસ્મૃતિ થઈ જાય છે. ૧૯ છોડતાં પૂર્વનો દેહ આસક્તિ બાહ્ય વાતમાં, અંત સુધી રહે જેને વળી નૂતન ગાત્રમાં- ૨૦ પૂર્વભવનું યાદ કેમ રહેતું નથી, તેના મુખ્ય શું શું કારણો છે તે હવે જણાવે છે : અર્થ - પૂર્વભવમાં દેહ છોડતાં બાહ્ય પદાર્થમાં જીવને અંત સુધી આસક્તિ રહે છે. તથા વળી નૂતન ગાત્ર એટલે નવું શરીર ઘારણ કરે તેમાં પણ જીવને ઘણો મોહ રહે છે. ૨૦ા આસક્તિ ગાઢ છે તેથી વિસ્મૃતિ પણ તેવ છે; મૃત્યુની વેદના ભારે, સૌને ભાન ભુલાવી દે. ૨૧ અર્થ :- નવીન શરીર ઘારણ કરીને તેના પર ગાઢ આસક્તિના કારણે તેને પૂર્વભવની વિસ્મૃતિ પણ ગાઢ છે. તેમજ સૌને ભાન ભુલાવી દે તેવી પૂર્વે મૃત્યુની વેદના ભોગવીને આ ભવમાં આવ્યો છે, તેથી પણ પૂર્વભવની સ્મૃતિ રહેતી નથી. Page #485 -------------------------------------------------------------------------- ________________ (૪૦) પુનર્જન્મ ૪૫ ૭ “ “જાતિસ્મરણજ્ઞાન” વિષે જે શંકા રહે છે તેનું સમાઘાન આ ઉપરથી થશે -જેમ બાલ્યાવસ્થાને વિષે જે કાંઈ જોયું હોય અથવા અનુભવ્યું હોય તેનું સ્મરણ વૃદ્ધાવસ્થામાં કેટલાકને થાય ને કેટલાકને ન થાય, તેમ પૂર્વભવનું ભાન કેટલાકને રહે, ને કેટલાકને ન રહે. ન રહેવાનું કારણ એ છે કે પૂર્વદેહ છોડતાં બાહ્ય પદાર્થોને વિષે જીવ વળગી રહી મરણ કરે છે અને નવો દેહ પામી તેમાં જ આસક્ત રહે છે, તેને પૂર્વપર્યાયનું ભાન રહે નહીં; આથી ઊલટી રીતે પ્રવર્તનારને એટલે અવકાશ રાખ્યો હોય તેને પૂર્વનો ભવ અનુભવવામાં આવે છે.” (વ.પૃ.૭૬૭) ૨૧૧ ગર્ભાવાસ વળી તેવો દુઃખદાયક જાણવો, મૂઢતા વય નાનીમાં, સ્નેહ દેહ વિષે નવો. ૨૨ અર્થ - વળી ગર્ભાવાસની સ્થિતિ પણ તેવી જ દુઃખદાયક જાણવી કે જ્યાં પૂર્વમૃતિને અવકાશ નથી. તથા જન્મ્યા પછી નાની બાળવય પણ મૂઢતાથી જ યુક્ત છે. તથા નવો દેહ ધારણ કર્યો તેમાં પણ જીવને ઘણો સ્નેહ રહે છે. ગારરાા પૂર્વ પર્યાયની સ્મૃતિ કરવા અવકાશ ક્યાં? તેથી પૂર્વ ભવો ભૂલ્યો, રહ્યો રાચી વિનાશ જ્યાં. ૨૩ અર્થ - એમ પૂર્વ પર્યાય એટલે પૂર્વજન્મોમાં થયેલ દુઃખદ અવસ્થાઓ યાદ રહેવાનો તેને અવકાશ ક્યાં રહ્યો? જેથી પૂર્વભવની સ્મૃતિને સાવ ભૂલી જઈ નાશવંત એવા નવીન દેહમાં રાચી માચીને આ જીવ અજ્ઞાનવશ માનવદેહના અમૂલ્ય સમયને નકામા કર્મ બંધનના કારણોમાં જ વ્યતીત કરે છે. એક માણસ વીશ વર્ષનો અને બીજો માણસ સો વર્ષનો થઈ મરી જાય તે બેઉ જણે પાંચ વર્ષની ઉંમરે જે જોયું અથવા અનુભવ્યું હોય તે જો અમુક વર્ષ સુઘી સ્મૃતિમાં રહે, એવી સ્થિતિ હોય તો વીશ વર્ષે મરી જાય તેને એકવીસમે વર્ષે ફરીથી જમ્યા પછી સ્મૃતિ થાય, પણ તેમ થતું નથી. કારણ કે પૂર્વપર્યાયમાં તેને પૂરતા સ્મૃતિનાં સાઘનો નહીં હોવાથી પૂર્વપર્યાય છોડતાં મૃત્યુ આદિ વેદનાના કારણને લઈને, નવો દેહ ઘારણ કરતાં ગર્ભાવાસને લઈને, બાલપણામાં મૂઢપણાને લઈને, અને વર્તમાન દેહમાં અતિ લીનતાને લઈને પૂર્વપર્યાયની સ્મૃતિ કરવાનો અવકાશ જ મળતો નથી; તથાપિ જેમ ગર્ભાવાસ તથા બાલપણું સ્મૃતિમાં રહે નહીં તેથી કરી તે નહોતાં એમ નથી, તેમ ઉપરનાં કારણોને લઈને પૂર્વપર્યાય સ્મૃતિમાં રહે નહીં તેથી કરી તે નહોતા એમ કહેવાય નહીં.” (વ.પૃ.૭૬૭) /૨૩ણા. યોગથી, શાસ્ત્રથી કોઈ, કોઈ સે'જ સ્વભાવથી, છે પુનર્જન્મ” એ સિદ્ધિ પામે આત્મપ્રભાવથી. ૨૪ અર્થ – પુનર્જન્મ' ની સિદ્ધિ કોઈકને યોગસાધનાથી થાય છે. કોઈકને વળી શાસ્ત્રના વચનો સાંભળવાથી પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવે છે. જેમકે અવંતિસુકુમારને નલીનીગુલ્મ વિમાનનું વર્ણન શાસ્ત્ર દ્વારા સાંભળતા પૂર્વભવમાં પોતે તે વિમાનમાં હતો તે સાંભરી આવ્યું અને જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું. અથવા કોઈકને પૂર્વભવમાં કરેલ આરાઘનથી સહજ સ્વભાવે જ પૂર્વભવની સ્મૃતિ થઈ આવે છે. જેમકે વજકુમારને જન્મતા જ જાતિસ્મરણ જ્ઞાન ઊપસ્યું. એમ પૂર્વે આત્મામાં આવા સંસ્કાર પડેલા હોય તો તેના પ્રભાવથી આમ બને છે એમ જાણી પુનર્જન્મની સિદ્ધિ થાય છે. “પુનર્જન્મ છે' તે યોગથી, શાસ્ત્રથી અને સહજરૂપે અનેક પુરુષોને સિદ્ધ થયેલ છે. આ કાળમાં એ વિષે અનેક પુરુષોને નિઃશંકતા નથી થતી તેનાં કારણો માત્ર સાત્ત્વિકતાની ન્યૂનતા, ત્રિવિઘતાપની Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ મૂઈના, “શ્રી ગોકુળચરિત્ર'માં આપે દર્શાવેલી નિર્જનાવસ્થા તેની ખામી, સત્સંગ વિનાનો વાસ, સ્વમાન અને અયથાર્થ દ્રષ્ટિ એ છે.” (વ.પૃ.૧૯૧) જ્યાં સુધી આત્મા કાર્મણ શરીર સાથે સંબંધ ઘરાવે છે ત્યાં સુધી તેને ફરી ફરી ઔદારિક કે વૈક્રિયક શરીર ઘારણ કરવારૂપ પુનર્જન્મ લેવા પડે છે. પૂર્વ આયુના પૂર્ણ થવાને મરણ કહે છે અને પુનઃ એટલે ફરીથી નવીન આયુના ઉદયને જન્મ કહે છે. જ્યાં સુધી જીવની સકર્મ અવસ્થા છે ત્યાં સુધી જીવ જાનું વસ્ત્ર બદલાવી કોઈ નવું વસ્ત્ર પહેરે તેમ આ જીવ જુનું ખોળિયું બદલાવી નવું ખોળિયું ઘારણ કરીને પુનર્જન્મ પામે છે; અને નાટકના પાત્રની જેમ નવા નવા વેષમાં તે દેખાવ દે છે. આ પુનર્જન્મનો સિદ્ધાંત આગમથી, અનુમાનથી કે અનુભવથી જાણી શકાય છે. [૨૪] જડ, ચૈતન્ય બે જુદાં; ચૈતન્ય ઉપયોગી છે, જડ જાણે નહીં કાંઈ; દ્રવ્યો સૌ અવિનાશ છે. ૨૫ અર્થ - પુનર્જન્મની શ્રદ્ધા થવાથી આ આત્મા આ દેહથી ભિન્ન છે એમ અનુમાની શકાય છે; કેમકે તે આ દેહ છોડી બીજા દેહને ઘારણ કરે છે માટે. તેથી આ બેય દ્રવ્યના જાદાપણા વિષે હવે વિશેષ સ્પષ્ટતા કરે છે - જડ અને ચૈતન્ય એ બેય દ્રવ્ય જાદા છે. ચૈતન્ય એવો આત્મા તેનું લક્ષણ ‘ઉપયોગ” છે. જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ એ આત્માના મુખ્ય ગુણ છે. જ્યારે જડ દ્રવ્ય કંઈ જાણતું નથી. છતાં જગતમાં રહેલા જીવ, અજીવ, થર્મ, અધર્મ, આકાશ અને કાળ એ સર્વ દ્રવ્યો અવિનાશી છે, અર્થાત્ ત્રણેય કાળમાં તેનો વિનાશ નથી. તેના પર્યાયો સમયે સમયે પલટાય છે. પણ મૂળ દ્રવ્ય સદા અવિનાશી સ્વભાવવાળું છે. જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહીં, ત્રણે કાળ દયભાવ.” -શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર “છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ, એમ જાણો સગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ મારગ સાંભળો જિનનો રે.” -શ્રીમદ્ રાજચંદ્ર “ચૈતન્ય” અને “જડ” એ બે ઓળખવાને માટે તે બન્ને વચ્ચે જે ભિન્ન ઘર્મ છે તે પ્રથમ ઓળખાવો જોઈએ; અને તે ભિન્ન થર્મમાં પણ મુખ્ય ભિન્ન ઘર્મ જે ઓળખવાનો છે તે આ છે કે, “ચૈતન્ય’માં ‘ઉપયોગ” (કોઈ પણ વસ્તુનો જે વડે બોથ થાય તે વસ્તુ) રહ્યો છે અને “જડ'માં તે નથી.” (વ.પૃ.૧૯૦) //રપાઈ અશુદ્ધ ઉપયોગી જે જીવ કર્મ ગ્રહી રહ્યો, અપૂર્ણ પદમાં તે છે, છદ્મસ્થ પણ તે કહ્યો. ૨૬ અર્થ :- આત્માના વિભાવમય અશુદ્ધ ઉપયોગથી જીવ નવીન કર્મને ગ્રહણ કરી રહ્યો છે. અને તેથી જ જીવનો પુનર્જન્મ છે. જ્યાં સુધી જીવ પોતાના સ્વરૂપને યથાર્થ સમજતો નથી ત્યાં સુધી તે અશુદ્ધ અથવા અપૂર્ણ પદમાં સ્થિતિ કરેલ કહેવાય છે અર્થાત્ પોતાનું શુદ્ધ ઉપયોગમય સ્વરૂપ હોવા છતાં વ્યવહારનયે તે અશુદ્ધ, અપૂર્ણ અથવા છદ્મસ્થ કહેવાય છે. જીવનો મુખ્ય ગુણ ના લક્ષણ છે તે “ઉપયોગ” (કોઈ પણ વસ્તુસંબંઘી લાગણી, બોઘ, જ્ઞાન) અશુદ્ધ અને અપૂર્ણ ઉપયોગ જેને રહ્યો છે તે જીવ– “વ્યવહારની અપેક્ષાએ–આત્મા સ્વસ્વરૂપે પરમાત્મા Page #487 -------------------------------------------------------------------------- ________________ (૪૦) પુનર્જન્મ જ છે, પણ જ્યાં સુધી સ્વસ્વરૂપ યથાર્થ સમજ્યો નથી ત્યાં સુઘી (આત્મા) છદ્મસ્થ જીવ છે—૫૨માત્મદશામાં આવ્યો નથી.’’ (વ.પૃ.૧૯૦) I॥૨૬॥ શુદ્ધ, પૂર્ણ ઉપયોગી, ૫રમાત્મા સ્વભોગ્ય છે; કલ્પનાયુક્ત અજ્ઞાની અશુદ્ધ ઉપયોગી તે. ૨૭ ૪૫૯ = અર્થ :— જે આત્મા પોતાની શુદ્ધ અવસ્થાને પામી સંપૂર્ણ યથાર્થ આત્મઉપયોગમાં સ્થિત છે તે પરમાત્મા કહેવાય છે. તે પોતાના અનંતસુખના સદૈવ ભોગી છે. પર પદાર્થમાં કદી રમણતા કરતા નથી. જ્યારે અનેક વિપરીત કલ્પનાથી યુક્ત અજ્ઞાની જીવ પરમાં સુખબુદ્ધિ કરીને પોતાના આત્માને અશુદ્ધ ઉપયોગમય બનાવી મલિન કરી રહ્યો છે. ‘શુદ્ધ અને સંપૂર્ણ યથાર્થ ઉપયોગ જેને રહ્યો છે તે પરમાત્મદશાને પ્રાપ્ત થયેલો આત્મા ગણાય.” (૨.પૃ.૧૯૦) ||૨|| અશુ ઉપયોગીનાં પરિણામ વિપર્યય; સમ્યક્ જ્ઞાન વિના ક્યાંથી પુનર્જન્મ-સુનિશ્ચય? ૨૮ અર્થ :— અશુદ્ધ ઉપયોગમય આત્માના કલ્પિતભાવ તે વિપર્યય એટલે સમ્યજ્ઞાનથી વિપરીત પરિણામ છે. તેથી સમ્યક્ત્તાનની પ્રાપ્તિ વિના પુનર્જન્મનો સભ્યપ્રકારે નિશ્ચય ક્યાંથી હોઈ શકે? “અશુદ્ધ ઉપયોગી હોવાથી જ આત્મા કલ્પિતજ્ઞાન (અજ્ઞાન)ને સમ્યજ્ઞાન માની રહ્યો છે; અને સભ્યજ્ઞાન વિના પુનર્જન્મનો નિશ્ચય કોઈ અંશે પણ યથાર્થ થતો નથી.'' (વ.૧-૧૯૦) “જ્ઞાનીએ નિરૂપણ કરેલાં તત્ત્વોનો યથાર્થ બોધ થવો તે ‘સમ્યાન.'' (વ.પૂ.૭૬૭) ।।૨૮।। વિપર્યયપણું શાથી? વિચારી ભૂત કાળ જો— પળે પળ હઠી પાછો, મૂળ કારણ ભાળતો. ૨૯ અર્થ :– હવે આત્માના ભાવોનું વિપર્યયપણું અર્થાત્ વિપરીતતા હોવાનું શું કારણ હશે? તે વિચારી ભૂતકાળમાં અશુદ્ઘ ઉપયોગવર્ડ કરેલા કર્મો જણાશે. તે કર્મો થવાનું મૂળ કારણ જીવના વિભાવભાવે થયેલા રાગદ્વેષ પરિણામ છે. તેથી હવે પળે પળ પાછો હઠીને અનુપૂર્વીએ એટલે અનુક્રમબંધે અર્થાત્ દ્રવ્યકર્મથી ભાવકર્મ અને ભાવકર્મથી ફરી દ્વવ્યકર્મ થતાં જાણી, તે હવે મૂળ કર્મબંધનના કારણોને શોધે છે. “અશુદ્ઘ ઉપયોગ થવાનું કંઈ પણ નિમિત્ત હોવું જોઈએ. તે નિમિત્ત અનુપૂર્વીએ ચાલ્યાં આવતાં બાભાવે ગ્રહેલા કર્મપુદ્ગલ છે.'' (પૃ.૧૯૧) IIરહ્યા દૃઢ સંકલ્પ કીથો કે સ્ત્રી ચિંતવવી આજ ના; પળો પાંચ ğરી થાતાં ઊઠી સ્ત્રીની જ કલ્પના. ૩૦ અર્થ :— એવો · સંકલ્પ કર્યો કે આજે મારે સ્ત્રીનું ચિંતવન પણ કરવું નહીં. છતાં પાંચ પળો પૂરી થઈ કે સ્ત્રીની જ ક્લ્પના ઊઠી. તો તેનું કંઈ કારણ હોવું જોઈએ. “એક માણસે એવો દૃઢ સંકલ્પ કર્યો કે, ચાવજીવનકાળ સ્ત્રીનું ચિંતવન પણ મારે ન કરવું; છતાં પાંચ પળ ન જાય, અને ચિંતવન થયું તો પછી તેનું કારણ જોઈએ.” (વ.પૃ.૧૯૧) ||૩૦|| પૂર્વ કર્મો તણું જોર, પુરુષ વેઠ તે ગણો; ભૂતકાળે કર્યું કર્મ, ગણો વિપાક તે તણો. ૩૧ Page #488 -------------------------------------------------------------------------- ________________ ४६० પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - તે પૂર્વ જન્મમાં કરેલા કર્મોનું જ જોર હોવું જોઈએ. તે કયા કર્મનું? તો કે મોહનીય કર્મનું, અને તે પણ પુરુષવેદ પ્રકૃતિનું. ભૂતકાળમાં પૂર્વ જન્મમાં એવા કર્મો એટલે કાર્યો કરેલા, તેથી પુરુષવેદ પ્રકૃતિનો બંધ પડ્યો હતો. તે પ્રકૃતિનું આ ભવમાં વિપાક એટલે ફળ આવ્યું. તેથી આવા ભાવો રોકવા છતાં પણ રોકી શકાયા નહીં. “મને જે શાસ્ત્ર સંબંથી અલ્પ બોઘ થયો છે તેથી એમ કહી શકું છું કે, તે પૂર્વકર્મનો કોઈ પણ અંશે ઉદય જોઈએ. કેવા કર્મનો? તો કહી શકીશ કે, મોહનીય કર્મનો; કઈ તેની પ્રકૃતિનો? તો કહી શકીશ કે, પુરુષવેદનો. (પુરુષવેદની પંદર પ્રકૃતિ છે.) પુરુષવેદનો ઉદય દ્રઢ સંકલ્પ રોક્યો છતાં થયો તેનું કારણ હવે કહી શકાશે કે, કંઈ ભૂતકાળનું હોવું જોઈએ; અને અનુપૂર્વીએ તેનું સ્વરૂપ વિચારતાં પુનર્જન્મ સિદ્ધ થશે.” (૧,પૃ.૧૯૧) ||૩૧. કર્મને અનુપૂર્વીએ વિચાર્યું ભૂલ નાસશે; પુનર્જન્મ અનુંમાને સત્ય સિદ્ધાન્ત ભાસશે. ૩૨ અર્થ :- આ કર્મના સ્વરૂપને અનુપૂર્વીએ વિચારતા આ અનાદિની ભૂલ નાશ પામશે. અનુપૂર્વીએ એટલે અનુક્રમપૂર્વક કર્મોના બંઘન થયા જ કરે છે. જેમકે રાગદ્વેષ એ ભાવકર્મ છે. તે કરવાથી જીવને જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મનો બંઘ થાય છે. તે કર્મો અબાઘાકાળ પૂરો થયે ઉદયમાં આવે છે, ત્યારે શરીર, ઘનાદિ, નોકર્મરૂપ ફળ આપે છે. આમ ભાવકર્મથી દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મથી નોકર્મરૂપ ઘટમાળ અનાદિથી ચાલ્યા જ કરે છે. આ ભાવોને સ્થિર ચિત્તથી વિચારતાં અનુમાનજ્ઞાનથી પુનર્જન્મનો સિદ્ધાંત જીવને સત્ય દ્રષ્ટિગોચર થશે. કેમકે એક ભવમાં કરેલા કર્મોને ભોગવવા જીવે બીજો જન્મ ઘારણ કર્યો. વળી બીજા જન્મમાં ફરી નવા કર્મો બાંધી ફરી પુનર્જન્મ ઘારણ કર્યો. એમ અનાદિકાળથી ચાલ્યા કરે છે. [૩૨ાા ભૂખે, દુઃખે રડે બાળ, ઘાવતાં પણ આવડે, પૂર્વના સર્વ સંસ્કારો, શીખવું તેથી ના પડે. ૩૩ અર્થ - બાળક જન્મતાં જ ભૂખના દુઃખથી રડવા લાગે છે. તેમજ જન્મતાં જ તેને ઘાવતાં આવડે છે. એ બઘી પૂર્વ જન્મની સંજ્ઞા એટલે સંસ્કાર છે. પૂર્વજન્મનો તે અભ્યાસ છે. તેથી તેને કંઈ તે શીખવવું પડતું નથી. “બાલકને ઘાવતાં ખટખટાવવાનું કોઈ શીખવે છે? તે પૂર્વાભ્યાસ છે.” (વ.પૃ.૭૬૮) “ક્રોઘાદિ પ્રવૃતિઓનું વિશેષપણું સર્પ વગેરે પ્રાણીમાં જન્મથી જ જોવામાં આવે છે, વર્તમાન દેહે તો તે અભ્યાસ કર્યો નથી; જન્મની સાથે જ તે છે; એટલે એ પૂર્વજન્મનો જ સંસ્કાર છે, જે પૂર્વજન્મ જીવની નિત્યતા સિદ્ધ કરે છે. સર્પમાં જન્મથી ક્રોથનું વિશેષપણું જોવામાં આવે છે, પારેવાને વિષે જન્મથી જ નિહિંસકપણું જોવામાં આવે છે. માંકડ આદિ જંતુઓને પકડતાં તેને પકડવાથી દુઃખ થાય છે એવી ભયસંજ્ઞા પ્રથમથી તેના અનુભવમાં રહી છે, તેથી તે નાસી જવાનું પ્રયત્ન કરે છે, કંઈક પ્રાણીમાં જન્મથી પ્રીતિનું, કંઈકમાં સમતાનું, કંઈકમાં વિશેષ નિર્ભયતાનું, કંઈકમાં ગંભીરતાનું, કંઈકમાં વિશેષ ભયસંજ્ઞાનું, કંઈકમાં કામાદિ પ્રત્યે અસંગતાનું, અને કંઈકને આહારાદિ વિષે અધિક અધિક ઉથ્થપણાનું વિશેષપણું જોવામાં આવે છે; એ આદિ ભેદ એટલે ક્રોથાદિ સંજ્ઞાના ન્યૂનાવિકપણા આદિથી તેમ જ તે તે પ્રકૃતિઓ જન્મથી સહચારીપણે રહી જોવામાં આવે છે તેથી તેનું કારણ પૂર્વના સંસ્કારો જ સંભવે છે.” (વ.પૃ.૫૪૨) //૩૩ણી Page #489 -------------------------------------------------------------------------- ________________ (૪૦) પુનર્જન્મ ૪૬૧ સર્પને મોર મારે છે, કેસરી હસ્તિને હરે, બિલાડી ઉંદરો મારે; જાતિ-વૈર ન વિસરે. ૩૪ અર્થ - મોરને સર્પ પ્રત્યે જન્મથી જ વેર હોવાથી તેને જ્યાં જાએ ત્યાં મારે છે. તેમજ કેસરી સિંહ પણ હાથીને જોઈ હણે છે કે બિલાડી જન્મતાં જ ઉંદરોને મારવા લાગે છે. તે પ્રાણીઓ જાતિવેરને કદી ભૂલતા નથી. કારણ કે તે તે જીવો પ્રત્યે વૈરભાવના સંસ્કારો તે પૂર્વભવથી જ સાથે લઈને આવ્યા છે. “સર્પ અને મોરને; હાથી અને સિંહને; ઉંદર અને બિલાડીને સ્વાભાવિક વૈર છે. તે કોઈ શિખવાડતું નથી. પૂર્વભવના વૈરની સ્વાભાવિક સંજ્ઞા છે, પૂર્વજ્ઞાન છે.” (વ.પૃ.૭૬૮) ૩૪ વિદ્યા શીખે વિના ગોખે, સંસ્કારી પૂર્વના સહુ; પુનર્જન્મ પ્રતીતિનાં દ્રષ્ટાંતો મળતાં બહુ. ૩૫ અર્થ - કેટલાકને ગોખ્યા વિના પણ વિદ્યા આવડી જાય છે. તે સર્વ પૂર્વના સંસ્કારી જીવો છે. પૂર્વ જન્મમાં જેણે જે વિદ્યાનો ઘણો અભ્યાસ કરેલ છે તેમને અહીં વગર શીખે પણ આવડી જાય છે. જેથી પૂર્વ જન્મ છે એમ સિદ્ધ થાય છે. પુનર્જન્મ છે એવી પ્રતીતિના બીજા પણ અનેક દ્રષ્ટાંતો અહીં મળી આવે છે. જેમકે પરમકૃપાળુદેવ લખે છે કે – “લઘુ વયથી અદ્ભુત થયો, તત્ત્વજ્ઞાનનો બોઘ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોઘ? જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય?” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૯૫) શ્રી યશોવિજયજી મહારાજને પાંચ વર્ષની ઉંમરમાં ભક્તામર શ્રવણ માત્રથી આવડી ગયું હતું. શ્રી હેમચંદ્રાચાર્ય પણ નવ વર્ષની નાની વયમાં જ દીક્ષા લઈને પ્રખર વિદ્વાન બની “કલિકાલ સર્વજ્ઞ'ના બિરુદને પામ્યા હતા. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પણ સોળ વર્ષ સુધીમાં સર્વ ઘર્મના શાસ્ત્રોનો અભ્યાસ કરી જૈનદર્શનના સારરૂપ મોક્ષમાળાની રચના કરી. તેઓ શાસ્ત્રો ભણવા માટે ક્યાંય ગયા નહોતા. આ બધો ક્ષયોપશમ પૂર્વભવની સાધનાના આઘારે ઊગી નીકળ્યો હતો. રૂપા પુનર્જન્મ તણી શ્રદ્ધા કરે નિર્ભય જીવને; મૃત્યુથી યે ડરે ના તે, ઇચ્છે શિવ સદૈવ તે. ૩૬ હવે પુનર્જન્મની શ્રદ્ધાથી જીવને શો લાભ થાય છે તે જણાવે છે – અર્થ – પુનર્જન્મની શ્રદ્ધા જીવને મરણના ભયથી મુક્ત કરે છે. શ્રી આનંદઘનજીએ કહ્યું તેમ –“અબ હમ અમર ભય ન મરેંગે, યા કારણ મિથ્યાત્વ દીયો તજ, ક્યું કર દેહ ઘરેંગે; અબ હમ અમર ભયે ન મરેંગે.” -શ્રી આનંદધનજી પુનર્જન્મ નિશ્ચિત છે એવો દ્રઢ નિર્ણય થયે તે પ્રાણી મૃત્યુથી ડરતો નથી પણ સદૈવ શિવ એટલે મુક્તિને ઇચ્છે છે. કહ્યું છે કે : “ર ને મૃત્યુ : તો મિત:, નમે વ્યાધ તો વ્યથા; ना हं बालो ना वृद्धोहं, न युवैतानि पुद्गलेः" । અર્થ - મારું મરણ જ નથી તો મને ભય શાનો? મને વ્યાધિ નથી તો પીડા શાની? નથી હું Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ બાળક કે વૃદ્ધ કે નથી યુવાન. એ બઘી પુદ્ગલની અવસ્થાઓ છે, એમાં મારું કંઈ જ નથી. ૩૬ ઘર્યા દેહો ઘણા, છોડ્યા તોયે જીવ નથી માર્યો તો આ દેહ ફ્રુટે ત્યારે મરે ના, નિશ્ચય કર્યો. ૩૭ અર્થ – એવા દેહો તો પૂર્વે મેં ઘણા ઘારણ કર્યા અને છોડ્યા, તો પણ આ જીવ મર્યો નથી. માટે આ દેહ છૂટે ત્યારે પણ તે મરવાનો નથી એમ મેં નિશ્ચય કર્યો છે. ૩૭ જીવ નિત્યસ્વભાવી છે, જન્મ-મૃત્યુ ન તેહને, જરા, વ્યાધિ, પીડા, પાક, છેદ-ભેદાદિ દેહને. ૩૮ અર્થ - જીવ તો સદા જીવવાના જ સ્વભાવવાળો છે. તે નિત્ય છે. તે કદી મરતો નથી. જન્મવું કે મરવું તે આત્માને સંભવતું નથી. કેમકે તે મૂળ દ્રવ્ય છે. દ્રવ્યનો ત્રિકાળમાં નાશ નથી. વૃદ્ધાવસ્થા, રોગ, પીડા કે ગૂમડાં વગેરેનું પાકવું કે છેદન, ભેદન થવું એ બઘા દેહના ઘર્મો છે, આત્માના નહીં; એમ જાણીને મુનિ સુકૌશલ કે ગજસુકુમાર કે અવંતિસુકુમાર કે ભગવાન મહાવીર સ્વામી વગેરે ધ્યાનમાં ઊભા રહી અનેક પ્રકારના ઉપસર્ગોને સમતાથી સહન કરી કમને નિર્જરાવી મુક્તિને પામ્યા છે. તેમાં મૂળભૂત કારણ આત્મા સદૈવ નિત્ય સ્વભાવી છે એવો તેમનો દ્રઢ નિશ્ચય છે. ૩૮ પુણ્ય-પાપ કરેલાં જે પૂર્વનાં આજ ભોગવે; આ ભવે જે કરે તેનાં ફળો ભોગવશે હવે. ૩૯ અર્થ :- પૂર્વભવોમાં કરેલા પુણ્ય કે પાપના ફળો આ જીવ આ ભવમાં ભોગવે છે, અને આ ભવમાં જેવા કર્મો કરશે તેના ફળ આગળ ભોગવશે. તીર્થંકરની પદવી કે ચક્રવર્તી અથવા બળભદ્ર, નારાયણ કે પ્રતિનારાયણની પદવીઓ પુણ્યકર્મથી જીવ પામે છે. જ્યારે પાપથી આ ભવમાં કે પરભવમાં પણ જીવ રોગી કે નિર્ધન વગેરે બનીને દુઃખી થયા કરે છે. ૩૯ાા પાયો સદ્વર્તન કેરો પુનર્જન્મ-પ્રતીતિ છે, દાન, ઘર્મ ટકે તેથી દીર્ઘદ્રષ્ટિ, સુનીતિ તે. ૪૦ અર્થ – પુનર્જન્મની જીવને શ્રદ્ધા થાય તો સદ્વર્તનનો પાયો મજબૂત બને છે. કરેલા કર્મોનું ફળ બીજા જન્મમાં કે આ જન્મમાં અવશ્ય ભોગવવું પડે છે, એવો નિર્ણય થવાથી તે જીવ અસદાચારમાં પ્રવૃતિ કરતો નથી. પુનર્જન્મની શ્રદ્ધા વડે જીવ અભયદાન, જ્ઞાનદાન, આહારદાન, ઔષઘદાનમાં પ્રવૃત્ત છે. તેમજ ઘર્મધ્યાન કરવાથી આત્મા શાશ્વત મુક્તિના સુખને પામશે, એવો વિશ્વાસ હોવાથી તે દીર્ઘદ્રષ્ટિએ વર્તન કરે છે, અને તે જ વર્તન સમ્ય-નીતિપૂર્વકનું હોવાથી તેના જીવનને ઘન્ય બનાવી સર્વકાળને માટે સુખી કરે છે. ૪૦ાા. જેને પુનર્જન્મની શ્રદ્ધા છે તે ભવ્ય પ્રાણી, આત્મજ્ઞાન પામી સદ્ગુરુ આશ્રયે પંચ મહાવ્રત ઘારણ કરીને સર્વ કર્મોનો શીધ્ર નાશ કરી શકે છે. તે પંચ મહાવ્રત વિષે વિસ્તારથી અત્રે આ પાઠમાં જણાવવામાં આવે છે : Page #491 -------------------------------------------------------------------------- ________________ (૪૧) પંચ મહાવ્રત વિષે વિચાર ૪૬૩ (૪૧) પંચ મહાવત વિષે વિચાર (હરિગીત) વિનય સહિત મુજ શીર્ષ શ્રી ગુરુ રાજના ચરણે નમે, સૌ કર્મ કાપે જે મહાવ્રત ત્યાં સદા વૃત્તિ રમે; એ સફળ દિનને દેખવા પરમેષ્ઠીપદને સ્પર્શવા, | સદગુરુ-ચરણ ઉપાસવા ભાવો ઊંડે ઉર અવનવા. ૧ અર્થ - પૂ.શ્રી બ્રહ્મચારીજી કહે છે કે વિનયપૂર્વક મારું મસ્તક શ્રી ગુરુરાજના ચરણકમળમાં નમસ્કાર કરે છે. તથા સર્વ કર્મને કાપવામાં સમર્થ એવા જે પંચ મહાવ્રત છે ત્યાં મારી વૃત્તિ સદા રમ્યા કરે છે. એ પંચ મહાવ્રતને ઘારણ કરી જીવન સફળ થયેલ એવા દિવસોને જોવા તથા પરમેષ્ઠીપદ અર્થાત શુદ્ધ આત્મપદને સ્પર્શવા માટે સદગુરુ ભગવંતની આજ્ઞા ઉપાસવા મારા હૃદયમાં સદા નવા નવા ભાવોની ઉર્મિઓ ઊડ્યા કરે છે. કેમકે ગુરુથી જ્ઞાન થાય અને જ્ઞાનથી જ જિનદશાની પ્રાપ્તિ થાય છે માટે. “સદગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય.” -શ્રીમદ્ રાજચંદ્ર // નિશદિન સહજાન્મસ્વરૂ૫-વિચારના વ્યાપારમાં; સુજ્ઞાન-સુધ્યાને રમે મુનિવર પરમ આચારમાં; જે દેહદૃષ્ટિ દૂર કરીને પરમ તત્ત્વ લીન છે, વળી શુદ્ધ ભાવે સિદ્ધ સમ ગણી સર્વને, રહે દીન તે. ૨ હવે આ પાંચ મહાવ્રતને ઘારણ કરનાર મુનિવર કેવા વિચારમાં રહે છે, તે જણાવે છે : અર્થ - જે નિશદિન સહજાત્મસ્વરૂપના વિચાર કરવાના વ્યાપારમાં જોડાયેલા છે. જે સમ્યક જ્ઞાનરૂપ સ્વાધ્યાયમાં કે ઉપદેશ આપવામાં કે શાસ્ત્ર લખવામાં પ્રવર્તે છે અથવા સમ્યક આત્મધ્યાનમાં જે રમે છે અથવા મુનિવરોના પરમ પ્રસિદ્ધ પંચ આચાર જે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર છે તેમાં પ્રવર્તે છે. જે સદા દેહદ્રષ્ટિ દૂર કરીને પરમ આત્મતત્ત્વમાં લયલીન છે. વળી નિશ્ચયનયથી સર્વ જીવોને સિદ્ધ સમાન ગણી પોતે લઘુતા ઘારણ કરીને રહે છે કે સર્વ જીવો મારા જેવા જ છે; મારામાં તેમનાથી કંઈ વિશેષતા નથી. એવા પ.પૂ.પ્રભુશ્રીજી હતા કે જે સર્વમાં પ્રભુ જોતા હતા. તેવા સર્વ મહાત્માઓને હું ભાવપૂર્વક વિનયસહિત પ્રણામ કરું છું. પુરા શ્રદ્ધા છ પદ, નવ તત્ત્વની વા સર્વ દ્રવ્ય સ્વભાવની, ને જ્ઞાન નિજ-પર-રૂપનું સત્કૃત-પ્રાપ્તિ પાવની; યમરૂપ પાંચ મહાવ્રતો, આચારàપ ચારિત્ર જ્યાં, વ્યવહાર-રત્નત્રય ગણો ભેદોપચારે વાત ત્યાં. ૩ હવે પંચ મહાવ્રતધારી મુનિવરોમાં શું શું વિશેષતાઓ છે તે જણાવે છે : અર્થ : જેને છ પદની કે જીવાદિ નવ તત્ત્વની અથવા છએ દ્રવ્યના સર્વ ગુણધર્મની શ્રદ્ધા છે. તથા જેને નિજ શું અને પર શું? તેના સ્વરૂપની સમજ છે. તેમજ પવિત્ર એવા સન્શાસ્ત્રો સબંઘીનું જેને જ્ઞાન Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ પ્રાપ્ત છે. જે થમરૂપે પાંચ મહાવ્રતોના આચારરૂપ સમ્યચારિત્રના ધારક છે. જીવન પર્યંત લેવામાં આવતી પ્રતિજ્ઞાને યમ કહેવાય છે. આ બધા વ્યવહાર રત્નત્રયના ભેદ જાણો, જે નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ માટે ઉપચારરૂપ અર્થાત્ ઉપાયરૂપ સાધન છે. ।।૩।। સ્વસ્વરૂપ-શ્રદ્ધા-જ્ઞાન-ચરણે ભાવના શુભકારિણી, નિરુચારે રમણતા નિજ ભાવમાં હિતકારિણી; કારણ વડે જ્યાં કાર્ય સાધ્યું સ્વ-સ્વરૂપનું સહજ જ્યાં, ચારિત્ર ઉત્તમ, આત્મરૂપની એકતા ને સમજ ત્યાં, ૪ હવે નિશ્ચય રત્નત્રય વિષે જણાવે છે :– અર્થ :— પોતાના શુદ્ધ આત્મસ્વરૂપની શ્રદ્ધા, તેનું જ જ્ઞાન, તેમાં જ ૨મણતા ક૨વાની ભાવના કરવી તે આત્માનું શુભ કરનારી અર્થાત્ ભલું કરનારી ભાવના છે. તથા ઉપચાર રહિતપણે અર્થાત્ ખરેખર પોતાના આત્મામાં રમણતા કરવી તે જ આત્માને પરમ કલ્યાણકારી છે. વ્યવહારભેદ રત્નત્રયના કારણવડે જ્યાં નિશ્ચય રત્નત્રયરૂપ પોતાના સહજાત્મસ્વરૂપનું કાર્ય સાધ્યું અર્થાત્ સહજાત્મસ્વરૂપમાં રમણતા કરી તે જ ઉત્તમ ચારિત્ર છે, તે જ આત્મસ્વરૂપની અભેદતા છે; અને ખરી સમજ પણ તેને જ ગણવામાં આવી છે. ।।૪। વ્યવહારથી પાંચે. મહાવ્રત આત્મ-ઉપકારી કહ્યાં, સમકિત સહ આાથતાં શિવ-સૌખ્ય-હેતું તે લહ્યાં; કુલ, યોનિ, જીવ-સમાસ આદિ સ્થાન જાણી તાવ લે, આદિ-મહાવ્રત આઠરે, આરંભ ત્યાગી સર્વ તે. ૫ અર્થ :- જ્ઞાનીપુરુષના આશ્રયમાં ભગવાને જેમ કહ્યું તેમ પંચ મહાવ્રતરૂપ બાહ્ય ચારિત્ર નિશ્ચય ચારિત્રના લક્ષપૂર્વક પાળવામાં આવે તો તેને પણ આત્મહિતકારી કહ્યું છે. તથા આત્મજ્ઞાન સાથે તે પંચ મહાવ્રતને આરાઘતા તો તે સાક્ષાત્ મોક્ષસુખના કારણ ગણવામાં આવ્યા છે. “બુદ્ધિ ક્રિયા ભવલ દિયેજી, શાનક્રિયા શિવઅંગ; અસંમોહ કિરિયા દિયેજી, શીઘ્ર મુક્લિક્ષ ચેંગ. મનમોહન જિનજી' આપણો આત્મા, કુલ, યોનિ, જીવ-સમાસ આદિ સ્થાનોમાં ક્યાં ક્યાં કેવી રીતે ભટક્યો છે તે જાણવાથી-તેથી ત્રાસ પામી, સર્વ પ્રકારનાં આરંભને ત્યાગી અહિંસા આદિ પંચ મહાવ્રતને આઠરી જીવ પોતાનું કલ્યાણ સાથે છે, તે કુલ, યોનિ વગેરે કેવા પ્રકારે છે તે નીચે જણાવે છે – કુલ :- શરીરના ભેદોના કારણરૂપ નોકર્મ વણાઓના ભેદને કુલ કહે છે, યોનિ ઃ• યોનિ એટલે જન્મવાનું સ્થાન. કંદમૂળ, ઠંડા, ગર્ભ, રસ, સ્વેદ એટલે પરસેવો આદિ ઉત્પત્તિના આધારને યોનિ કહે છે. તે જીવયોનિ ચોરાશી લાખ પ્રકારની છે. જીવ-સમાસ :- ચૌદ જીવ-સમાસ છે. સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, દ્વિ ઇન્દ્રિય, ત્રિ ઇન્દ્રિય, ચતુરેન્દ્રિય, પંચેન્દ્રિય, અસંન્ની અને સંન્ની પંચેન્દ્રિય, એ સાત સમૂહ કે સમાસના પર્યાસ અને અપર્યાપ્ત મળીને કુલ ચૌદ ભેદ થાય છે. Page #493 -------------------------------------------------------------------------- ________________ (૪૧) પંચ મહાવ્રત વિષે વિચાર ૪૬૫ સ્થાન :- સ્થાન એટલે અવગાહના, નિગોદીયા જીવ વગેરે કેટલી જગા રોકે તેને અવગાહના કહે છે. સ્વયંભૂરમા સમુદ્રમાં રહેલ મહામત્સ્યની અવગાહના સૌથી મોટી છે. તે ઇજાર યોજન લાંબો, પાંચસો યોજન પહોળો અને અઢીસો યોજન જાડો છે. ઉપરોક્ત પ્રકાર જાણીને વૈરાગ્ય પામી પંચ મહાવ્રતને આદરી જીવ સર્વ દુઃખોથી મુક્ત થાય છે. પા ત્યાં પૂર્ણરૂપે છે અહિંસા પરમ ધર્મ બઘા ગણે, આરંભ અણુ પણ ત્યાં નહીં, આશ્રમ પરમજ્ઞાની ભશે; નિગ્રંથતા ધરતા મુનિવર પરમ કરુણારસ ભર્યા, ના ધર્મસાધનમાં ય મમતા, મૃગસમી ચર્ચા વર્યા. ૬ અર્થ :— પંચ મહાવ્રતમાં પૂર્ણરૂપે અહિંસાનું પાલન છે. અહિંસાને સર્વોત્કૃષ્ટ પરમ ધર્મ બધા ગણે છે. કેમકે ત્યાં અણુમાત્ર પાપનો આરંભ નથી. તેને સંન્યસ્થ આશ્રમ પરમજ્ઞાની એવા ભગવાન કહે છે, એ પંચમહાવ્રતને ઘરનાર મુનિવર નિર્ગંથતાને ઘારણ કરેલ છે, અર્થાત્ રાગદ્વેષ અજ્ઞાનની ગાંઠ જેની ગળી ગઈ છે એવા મુનિવર પરમ કરુણાના સાગર છે, જેને ધર્મના સાધન એવા પુસ્તકો કે ઉપકરણમાં પણ મમતાભાવ નથી. પુસ્તકનું પ્રયોજન પૂરું થયે ઝાડના બખોલમાં પણ મૂકી દે. તથા મૃગ એટલે હરણની જેમ જેની ચર્ચા છે, અર્થાત્ જેને રહેવા કરવાનું કોઈ નિશ્ચિત સ્થાન નથી; તેઓ અપ્રતિબદ્ધ વિહારી છે. ।।૬।। સ્થાવર અને ત્રસ જીવને ત્રણ લોકમાં જીવતા સુધી, હણવા પ્રમાદે ના કદી ત્રિકરણ-યોગ-પ્રયોગથી; આવું મહાવ્રત છે અહિંસા; મુખ્ય એ મતિ લાવવી, આદિ-મહાવ્રત સ્થિર કરવા ભાવના આ ભાવવી ઃ ૭ અર્થ -- • પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ કે વનસ્પતિકાય એ પંચ સ્થાવર અને બે, ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિયોવાળા ત્રસકાય એવા ત્રણે લોકમાં રહેલા સર્વ છ કાય જીવોને જીવતા સુધી પ્રમાઠવર્ડ, મન વચન કાયાના યોગનો પ્રયોગ કરીને કદી હણવા નહીં, આવો અહિંસા મહાવ્રતનો મુખ્ય ઉદ્દેશ્ય છે. મુખ્ય આદિ મહાવ્રત એટલે પ્રથમ અહિંસા મહાવ્રતને હૃદયમાં સ્થિર કરવા નીચે પ્રમાણે ભાવના ભાવવી. નાગા વાણી અને મન-ગુપ્તિ, સમિતિ ચાલવે, લેવ-મૂક્યું, "આહાર-પાન વિલોકી લે - એ પાંચ રીતિ ના ચૂંકે. જીવતાં સુધી નવ લેશ જહું કદી પ્રમાદે બોલવું, મૃષા-વિરતિ બીજું મહાવ્રત પૂર્ણતાથી પાઢવું. ૮ હવે અહિંસા મહાવ્રતને સહાયકારી એવી પાંચ ભાવનાઓ જણાવે છે : અર્થ :- (૧) વાણી એટલે વચનગુપ્તિ અર્થાત્ મૌન રહેવું, અથવા શાસ્ત્રોક્ત વચન કહેવું (૨) મનગુપ્તિ (૩) ર્યા સમિતિ (૪) આદાન નિક્ષેપણ સમિતિ અર્થાત્ લેવું મૂકવું. અને (૫) આહાર-પાન વિલોકી એટલે દેખી તપાસીને બેંતાલીસ દોષરહિત આહાર લેવો. એ પાંચ સમિતિની રીતને અહિંસા મહાવ્રતવાળા કદી ચૂકે નહીં. જીવતા સુધી પ્રમાદવશ પણ લેશ માત્ર હું કદી બોલવું નહીં. એ મૃષાવિતિ એટલે સત્ય મહાવ્રત નામનું બીજું મહાવ્રત છે. તેનું પૂર્ણરૂપે પાલન કરવું. ઉપયોગ શૂન્ય ક્રિયા એ બધો પ્રમાદ છે. ।।૮।। Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ “અવિરુદ્ધ વચનો વદ વિચાર, વિવેક ના સહસા વદે, જીંત તું ક્ષમાથી ક્રોથ, નહિ તો સત્ય હણશે સાવ તે; વળી લોભવશ વેચાઈ જાશે સત્ય, સંતોષી થજે, ગણ *હાસ્ય-ભય" કય સત્ય-શત્રે જીત શાંતિ-ઘીરજે. ૯ હવે બીજા સત્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ જણાવે છે – અર્થ - (૧) શાસ્ત્રોક્ત અનુસાર અવિરુદ્ધ વચનો વિચારીને બોલવા. વિવેકી પુરુષો વિચાર્યા વગર ગમે તેમ બોલે નહીં. (૨) ક્ષમા વડે તું ક્રોઘને જીત, નહીં તો ક્રોથ વડે જૂઠું બોલીને સત્યને તું સાવ હણી નાખીશ. (૩) વળી લોભને વશ થઈ તું સત્યને જૂઠ બોલીને વેચી નાખીશ. માટે સંતોષી થવાનો પ્રયત્ન કરજે. તથા હાસ્ય અને ભય એ પણ સત્યના શત્રુ છે. માટે શાંતિ અને ધીરજ રાખી, હાસ્યને ગંભીરતાથી તથા ભયને નિર્ભયતા કેળવી જીતી લેજે, તો સત્ય મહાવ્રતની રક્ષા થશે. III બીજું મહાવ્રત સત્ય પોષે પાંચ આવી ભાવના! પરમાર્થ સત્ય ચકાય ના, વા પામવાની કામના; વ્યવહાર સત્ય સદાય વદ, વ્યવહાર વિણ પરમાર્થ ક્યાં? નિઃશલ્ય ને નિશ્ચિંત ચિત્તે વર્તી, વસ આત્માર્થમાં. ૧૦ અર્થ :- બીજા સત્ય મહાવ્રતને પોષણ આપે એવી ઉપરોક્ત આ પાંચ ભાવનાઓ જાણવી. હવે પરમાર્થ સત્ય ચૂકાય નહીં અથવા તે પામવાની કામના રાખી વ્યવહાર સત્યને સદાય વદ અર્થાત્ બોલ. કેમકે વ્યવહાર સત્ય વગર પરમાર્થ સત્ય વચન બોલાય તેમ નથી. નિઃશલ્ય એટલે માયા, મિથ્યાત્વ અને નિદાન શલ્યથી રહિત થઈ મનને નિશ્ચિત કરી હવે માત્ર આત્માર્થમાં જ નિવાસ કરીને રહે જેથી પરમાર્થ સત્યની તને પ્રાપ્તિ થાય. “પરમાર્થસત્ય” એટલે આત્મા સિવાય બીજો કોઈ પદાર્થ આત્માનો થઈ શકતો નથી, એમ નિશ્ચય જાણી, ભાષા બોલવામાં વ્યવહારથી દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ઘન, ઘાન્ય, ગૃહ આદિ વસ્તુઓના પ્રસંગમાં બોલતાં પહેલાં એક આત્મા સિવાય બીજું કાંઈ મારું નથી. એ ઉપયોગ રહેવો જોઈએ. વૃષ્ટાંત – જેમ કોઈ ગ્રંથકાર શ્રેણિકરાજા અને ચલણારાણીનું વર્ણન કરતા હોય; તો તેઓ બન્ને આત્મા હતા અને માત્ર શ્રેણિકના ભવ આશ્રયી તેમનો સંબંઘ, અગર સ્ત્રી, પુત્ર, ઘન, રાજ્ય વગેરેનો સંબંઘ હતો; તે વાત લક્ષમાં રાખ્યા પછી બોલવાની પ્રવૃત્તિ કરે એ જ પરમાર્થસત્ય. જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જોવાથી, અનુભવવાથી, શ્રવણથી અથવા વાંચવાથી આપણને અનુભવવામાં આવ્યું હોય તેવા જ પ્રકારે યથાતથ્યપણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસંગે વચન બોલવું તેનું નામ વ્યવહારસત્ય. દ્રષ્ટાંત - જેમ કે અમુક માણસનો લાલ અશ્વ જંગલમાં દિવસે બાર વાગ્યે દીઠો હોય, અને કોઈના પૂછવાથી તે જ પ્રમાણે યથાતથ્ય વચન બોલવું તે વ્યવહારસત્ય.” (વ.પૃ.૭૫) I/૧૦ના પરમાર્થ સમ્યક્ દર્શને પરમાર્થ સત્ય વદાય છે, આત્માર્થી અન્ય પદાર્થ વદતાં ભિન્ન ભાન રખાય છે; ઉપયોગ નિશ્ચય સત્ય પર ઘરીને વદે મુનિ વચન જે પ્રિયકાર ને હિતકાર, વૃત્તિ-શમન-પૅરતું નૅચન તે. ૧૧ Page #495 -------------------------------------------------------------------------- ________________ (૪૧) પંચ મહાવ્રત વિષે વિચાર ૪૬૭ અર્થ - પરમાર્થ સમ્યદર્શન એટલે નિશ્ચય આત્મઅનુભવાત્મક સમકિત પ્રાપ્ત થયે પરમાર્થ સત્ય ભાષા બોલાય છે. ત્યારે આત્માથી સર્વ અન્ય પદાર્થ સંબંઘી બોલતાં તે બઘા પદાર્થો મારા આત્મસ્વરૂપથી સાવ ભિન્ન છે એમ ભિન્નભાવ જાગૃત રાખી શકાય છે. આત્માનો ઉપયોગ પરમાર્થ સત્ય ઉપર રાખીને સાચા આત્મજ્ઞાની મુનિઓ વચન બોલે છે. તે વચન પણ પ્રિય લાગે તેવું તથા આત્માને હિતકારી હોય તે જ બોલે છે. તે પણ પોતાની દયાની વૃત્તિ ઊઠવાથી, તેના શમન પૂરતું બીજાને સૂચન માત્ર કરે છે. અથવા કોઈ આત્માર્થે પ્રશ્ન પૂછે તો તેનું સમાધાન કરે છે. બાકી તો મુનિઓ મૌન રહે છે. I/૧૧ બોલે પ્રયોજન વગર ના તે મૌન અથવા મુનિપણું, વસ્તુસ્વરૂપ વદે મુનિ, તર્જી રાગ-રોષાદિ ઘણુંતો યે ગણો તે મૌન; તીર્થકર સમાએ આદર્યું, જો વર્ષ સાડા બાર સુધી વીરનાથે પણ થયું. ૧૨ અર્થ - જેને સાચું મુનિપણું છે તે પ્રયોજન વગર એક અક્ષર પણ બોલતા નથી. તે જ ખરું મૌન છે. રાગદ્વેષ રહિતપણે મુનિઓ વસ્તુના સ્વરૂપનું ઘણું વર્ણન કરે છતાં તેને મૌન જાણો. તીર્થકર જેવાએ પણ એવું મૌનપણું આદર્યું છે. સાડા બાર વર્ષ સુધી વીરનાથ એટલે ભગવાન મહાવીરે પણ આવું મૌનવ્રત ઘારણ કરેલ હતું. ૧૨ાા. તૃણ, માટ સરખી કોઈ ચીજ આપ્યા વિના લેવી નહીં, ના લેવરાવર્તી અન્ય પાસે, લીથી ઠીંક ગણવી નહીં; જીંવતા લગી ત્રણ લોકમાં, ઉપયોગથી ત્રિયોગથી, ત્રીજું મહાવ્રત આ અદત્તાદાન કેરા ત્યાગથી. ૧૩ હવે ત્રીજા અચૌર્ય મહાવ્રત વિષે જણાવે છે : અર્થ - જેમાં તૃણ કે માટી સરખી પણ કોઈ ચીજ જે આપ્યા વિના લેવી નહીં, બીજા પાસે લેવરાવવી નહીં કે કોઈ આપ્યા વિના મુનિ લે તો તેને પણ મનથી ઠીક ગણવી નહીં; એમ જીવતા સુધી ત્રણે લોકમાં રહેલ સર્વ પદાર્થોને મન, વચન, કાયાના ઉપયોગપૂર્વક લેવા નહીં તે ત્રીજાં અદત્તાદાન. જે આપેલ નથી એવા પદાર્થોનો ત્યાગ કરવો, તે અચૌર્ય નામનું ત્રીજો મહાવ્રત કહેવાય છે. ૧૩ના કલ્પ ન સ્થાન અદત્ત તેથી શૂન્ય ઘર શોથી રહે, ૨ઉજ્જડ જગા કે તૃણ પણ આપ્યા વિનાનું ના ગ્રહે; યાચેલ ઘરમાં અન્ય મુનિને આવતાં ના રોકવો, કે કાઢી મુકે કોઈ તો માલિકીભાવ ન રાખવો. ૧૪ અર્થ - હવે અચૌર્ય મહાવ્રતને સહાયકારી એવી પાંચ ભાવનાઓ જણાવે છે : (૧) મુનિને અદત્ત એટલે નહીં આપેલ સ્થાન રહેવા માટે કહ્યું નહીં, તેથી શૂન્ય ઘર કે એકાન્ત જગ્યા શોથી પૂછીને તેમાં રહે. (૨) ઉજ્જડ જગ્યા હોય તો પણ અથવા તૃણ પણ આપ્યા વિના મુનિ ગ્રહણ કરે નહીં. પુણિયો શ્રાવક હતો છતાં તેની ઘર્મપત્નીએ બાજાના ઘરમાંથી દેવતા લાવતા પૂછ્યા વગર છાણનો ભૂકો નાખી દીધો તેથી સામાયિકમાં સ્થિરતા આવી નહીં. માટે મુનિને તો પૂછ્યા વગર કંઈ પણ Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ લેવાનો સર્વથા નિષેઘ છે. (૩) પોતે માંગીને રહેલ ઘરમાં બીજા મુનિ આવે તો તેમને રોકવા નહીં કે કોઈ પોતાને રહેલ ઘરમાંથી કાઢી મૂકે તો તેમાં માલિકીભાવ રાખવો નહીં. મહાવીર ભગવાનનું દ્રષ્ટાંત - ભગવાન મહાવીર છદ્મસ્થ અવસ્થામાં તપ અર્થે મોરાક પ્રદેશમાં તાપસીના આશ્રમમાં રહ્યા હતા. આશ્રમના સર્વોપરી તાપસ ભગવાન મહાવીરના પિતાશ્રી સિદ્ધાર્થ રાજાના મિત્ર હતા. તેમના કહેવાથી એક ઝૂંપડીમાં તેમણે વાસ કર્યો. તેમાં પોતે ધ્યાનસ્થ રહેતા. તે સમયે દુકાળ પડવાથી ઢોરો ઘાસની ઝૂંપડી પણ ખાવા લાગ્યા. બીજા તાપસોએ આવી સર્વોપરી તાપસને ફરીયાદ કરી કે આ મહાવીર પોતાની ઝુંપડીની પણ સંભાળ રાખતા નથી. એ જાણી સર્વોપરી તાપસે આવી ભગવાન મહાવીરને કંઈક ઠપકારૂપે કહ્યું. તેથી તાપસોના મનને પોતે કંઈપણ દુઃખનું નિમિત્ત બન્યું એમ જાણવાથી ત્યાંથી વિહાર કરી ગયા. ll૧૪ો. *દોષિત ભિક્ષા ચોરી ગણ, દોષો તજી આહાર લે, પસી ક્લેશ તર્જી સાઘર્મી સાથે સંપ સેવા-ઘન રળે; ત્રીજા મહાવ્રત કેરી પાંચે ભાવના શુભ ભાવતા, સૌ સંતપુરુષો તો સદા નિઃસંગતા રેલાવતા. ૧૫ અર્થ :- દોષવાળી ભિક્ષાને પણ ચોરી ગણી મુનિ બેંતાલીસ દોષ રહિત આહાર ગ્રહણ કરે છે. તેમજ મનમાં સૌ ક્લેશ કે કંકાસનો ત્યાગ કરી સહઘર્મી મુનિ સાથે સંપીને રહે છે અને પરસ્પર એક બીજાની સેવા કરી તે રૂ૫ ઘનને રળે છે. જેમ કે નંદીષેણ મુનિ બે-બે ઉપવાસ કરી પારણાના દિવસે પણ સર્વ મુનિઓની સેવા કરી પછી પારણું કરતા હતા. તે દેહત્યાગ કરી શ્રી કૃષ્ણના પિતા વસુદેવરૂપે અવતર્યા. ત્રીજા અચૌર્ય મહાવ્રતની આ પાંચેય શુભભાવના ભાવતા સૌ સંતપુરુષો સદા અસંગદશામાં મગ્ન રહે છે. ||૧પ. જે કર્મ બાંઘે એ જ પર ચીજ વગર આયે સર્વ લે, એવા વિચારે બંઘને અટકાવતા સંવરબળે; ઉપયોગથી જીંવતા લગી મૈથુન કયાંય ન સેવવું, ને કામભાવ હઠાવી મૈથુનત્યાગ-પરિણામી થવું. ૧૬ અર્થ – જે મુનિ વગર આપ્ટે પરવસ્તુ સર્વ લે તે મુનિ કર્મ બાંધે છે, એમ વિચારી કર્મબંધને સંવરના બળે અટકાવે છે અર્થાત્ આપ્યા વગર કંઈ પણ લેતા નથી. હવે બ્રહ્મચર્ય મહાવ્રત સંબંધી જણાવે છે : ઉપયોગ જાગૃત રાખી જીવતાં સુધી મૈથુન ક્યાંય પણ એટલે સ્ત્રી, પશુ કે દેવ સાથે સેવવું નહીં તથા કામભાવને દૂર કરી સદા મૈથુનત્યાગભાવવાળા થવું; એ મુનિનો ચારિત્રધર્મ છે. ૧૬ ચોથું મહાવ્રત બ્રહ્મચર્ય બ્રહ્મજ્ઞાની મુનિ ઘરે, ત્રિકરણ યોગે પાળતાં તે સિંહવૃત્તિ આદરે; તેમાં થવા સ્થિર ભાવના પાંચે ય ભાવે આદરે; "સ્ત્રી-પશુ-નપુંસક-વાસવાળા સ્થાનમાં ના ઊતરે. ૧૭ અર્થ :- આ ચોથા મહાવ્રત બ્રહ્મચર્યને બ્રહ્મજ્ઞાની એટલે આત્મજ્ઞાની મુનિવરો ખરી રીતે ઘારણ કરે છે. તે મન વચન કાયાના યોગથી પાળતાં સિંહવૃત્તિને આદરે છે અર્થાત સિંહવૃત્તિથી વ્રત લે છે અને Page #497 -------------------------------------------------------------------------- ________________ (૪૧) પંચ મહાવ્રત વિષે વિચાર ૪૬૯ સિંહવૃત્તિથી તેને પાળે છે. તેમાં સ્થિર થવા માટે બ્રહ્મચર્યને સહાયકારી એવી પાંચેય ભાવનાને ભાવે છે અને તેને આદરે છે અર્થાત્ તે પ્રમાણે વર્તે છે. તે પાંચ ભાવનાઓમાંની પહેલી ભાવના (૧) સ્ત્રી, પશુ કે નપુંસક જ્યાં રહેતા હોય તેવા સ્થાનમાં તે ઊતરતા નથી. /૧ણા સ્વ-શરીર-સંસ્કારે ન રાચે, નાર -અંગ ન નીરખે, ના પૂર્વ રતિ -સુખને સ્મરે, વિષ વિષયનું વ્યાપે, રખે! “કામોદ્દીપક ને ઇષ્ટપુષ્ટ રસો તજે વૈરાગ્યથી, ત્રી-રાગ -વર્થક વાત કદી ભાખે-સુણે ના રાગથી. ૧૮ અર્થ :- (૨) મુનિઓ સ્નાન કરતા નથી તેમજ પોતાના શરીરનો શણગાર કરવામાં રાચતા નથી. સ્ત્રીના અંગોપાંગને જે નીરખતા નથી અર્થાત્ ઘારીને જોતા નથી. (૩) પૂર્વ રતિ ક્રીડાની સ્મૃતિ પણ જે કરતા નથી કે જેથી રખેને વિષયનું વિષ ફરી વ્યાપી જાય. (૪) જે કામને ઉત્તેજિત કરવાવાળા એવા ઇષ્ટ એટલે ગમતા અને પુષ્ટ એટલે પૌષ્ટિક રસોને વૈરાગ્યથી ત્યાગી દે છે. જેમકે પ.પૂ.પ્રભુશ્રીજીએ ભાવથી બ્રહ્મચર્યનું પાલન કરવા માટે પરમકૃપાળુદેવને પૂછતાં નીરસ આહાર લેવાની આજ્ઞા થતાં પૌષ્ટિક આહાર છોડી દીધો હતો. (૫) સ્ત્રી પ્રત્યે રાગ વૃદ્ધિ પામે એવી કોઈ પણ વાત રાગથી જેઓ કદી કરતા નથી કે સાંભળતા પણ નથી. ૧૮ સુંદર સ્વપર વધુ નિરખતાં વૃત્તિ કુતુહલવશ ઠરે, કે કામપીડા તીવ્ર ઉદયે જન્મતી ઝટ સંહરે; સંભાર મુનિ નિજ સહજ આત્મા ના નિમિત્તાથન બને, ને ઊગરે જ્ઞાની ગુરુંનાં વચનના આલંબને. ૧૯ અર્થ :- સુંદર પોતાના કે પરના વપુ એટલે શરીરને નીરખતાં જો વૃત્તિ કુતુહલવશ ત્યાં સ્થિર થાય કે તીવ્ર કર્મના ઉદયે કામપીડા જો જન્મ પામે, તો મુનિ પોતાના આત્માના સહજ શુદ્ધ સ્વરૂપને સંભારી તે રાગદ્વેષનો ઝટ સંહાર કરે છે; પણ નિમિત્તને આધીન થતા નથી. “તપસ્વીને કદી મોહે રાગદ્વેષ જણાય જો; ભાવજો સ્વસ્થ આત્મા તો, ક્ષણમાં શાંતિ પામશો.' -સમાધિશતક તેમજ જ્ઞાની ગુરુ ભગવંતના વચનનું આલંબન લઈને પોતાનો ઉદ્ધાર કરે છે. ૧૯ બન્ને પરિગ્રહને તજી હું નવીન સંગ્રહ ના કરું, કે ના કરાવું, ના અનુંમોટું; સદા એ અનુસરુંઉપયોગથી ત્રિયોગ-શુદ્ધિ નિર્મમત્વે આદરું, પંચમ મહાવ્રત આ પરિગ્રહ -ત્યાગનું અતિ આકરું. ૨૦ હવે પરિગ્રહત્યાગ મહાવ્રત વિષે જણાવે છે – અર્થ :- બાહ્ય તેમજ અત્યંતર બન્ને પ્રકારના પરિગ્રહને તજીને હું નવીન સંગ્રહ કરું નહીં, કરાવું નહીં કે સંગ્રહ કરનારની અનુમોદના કરું નહીં. સદા એ ભાવને અનુસરું. એમ મુનિ ભગવંત વિચારે છે. ઉપયોગ રાખીને નિર્મમત્વભાવ ટકાવવા મન વચન કાયાના ત્રણેય યોગથી શુદ્ધિને આદરું. આ પંચમ Page #498 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧ ૪૭૦ પરિગ્રહત્યાગ મહાવ્રત પાળવું અતિ આકરું છે. કેમકે અનાદિકાળથી જીવને પરિગ્રહના ગ્રહણમાં સુખબુદ્ધિ રહેલ છે માટે. II૨૦ના તે વ્રત ટકાવે ભાવના પાંચે વિષય-વિરાગતા : ના દ્વેષ કર કુશબ્દ ૫૨, સુશબ્દ પર કર રાગ ના; સૌન્દર્ય પર કર રાગ ના, ના દ્વેષ ઘર માઠા રૂપે; દુર્ગંધથી કંટાળ ના, ના થા પ્રસન્ન સુગંધ પે. ૨૧ હવે પરિગ્રહત્યાગવ્રતને સહાયકારી પાંચ ભાવનાઓ જણાવે છે :— અર્થ :— પાંચમા પરિગ્રહ ત્યાગ વ્રતને ટકાવવા માટે પાંચે ઇન્દ્રિયોના વિષય પ્રત્યેની વૈરાગ્યભાવના હિતકારી છે. કેમકે પાંચે ઇન્દ્રિયના વિષયો માટે જીવ પરિગ્રહને એકઠો કરે છે તેથી (૧) કોઈ કુશબ્દ બોલે તો પણ દ્વેષ કરવો નહીં. જેમકે ગૌતમ બુદ્ધને કોઈએ ગાળો આપી ત્યારે તેમણે કહ્યું કે મેં તો આમાંથી કંઈ લીધું નથી તો તે કોને રહ્યું ? તો કે કહેનાર પાસે જ રહ્યું. એમ કુશબ્દથી ખેદ પામવો નહીં. તેમજ સુશબ્દ એટલે મીઠી વાણીથી પણ મોહ પામવો નહીં. જંબુકુમાર પોતાની સ્ત્રીઓના ગમે તેવા મીઠા વચનોથી પણ રાગ કે મોહ પામ્યા નહીં. એમ રાગદ્વેષના નિમિત્તોમાં પણ જે ચલાયમાન થાય નહીં તે ખરો પરિગ્રહ ત્યાગ કરી શકે. (૨) રૂપ અથવા સૌંદર્ય ૫૨ રાગ કરવો નહીં. જેમકે કોશા વેશ્યાના સૌંદર્ય ૫૨ શ્રી સ્થૂલિભદ્રે રાગ કર્યો નહીં. કોઈનું માઠું રૂપ જોઈને પણ તેના પ્રત્યે દ્વેષ કરવો નહીં. કેમકે એ બધું કર્મનું સ્વરૂપ છે. (૩) નાકનો વિષય સુગંધ, દુર્ગંધ છે. સુગંધથી રાજી થવું નહીં, તેમજ દુર્ગંધથી કંટાળવું નહીં. નંદિષણનું દૃષ્ટાંત :– નંદિષેણ મુનિ એ રોગી મુનિઓની સેવા કર્યા પછી જ છઠ્ઠનું પારણું કરવું એવો અભિગ્રહ લીધો હતો. તેમની પરીક્ષા કરવા દેવ, મુનિનું રૂપ ધારણ કરી નંદિષેણ મુનિ પાસે આવી કહેવા લાગ્યો કે તમે પારણું કરવા બેઠા છો પણ બગીચામાં મુનિ તો પીડા પામે છે. તે સાંભળી તુરંત ત્યાં જઈ મુનિને ખભા ઉપર બેસાડી ઉપાશ્રયમાં લઈને આવે છે. ત્યાં રસ્તામાં તેમના ઉપર ભયંકર દુર્ગંધમય મળ ત્યાગ કર્યો. છતાં તેમણે દુગંછા કરી નહીં. પણ મુનિનો ગુણ જ જોયો કે અહો! એમને હજી કેટલી વ્યાધિ ભોગવવી પડે છે. નંદિષેણ મુનિના આવા ભાવ જાણી દેવ પ્રગટ થઈ સ્તુતિ કરી દેવલોકે ગયો. તેમજ ફુલોની સુગંધથી પણ રાજી થવા જેવું નથી. કેમકે તે પણ અંતે નાશ પામવાની છે. ।।૨૧।। ૪ઘર ના રતિ રસમાં અતિ, અતિ ન નીરસતા પ્રતિ, ૫ને રાગ ક૨ ના મધુર સ્પર્શે, ખીજ નહિ માટે અતિ; સમભાવ સર્વે સ્થિતિમાં સાચા મુનિ તો સાચવે, પ્રતિકૂળ ને અનુકૂળ પરિષહમાં ઘીરજ ખરી દાખવે. ૨૨ અર્થ :– (૪) કોઈપણ સ્વાદના રસમાં અતિ રાગ કરવો ઉચિત નથી. મંગૂ નામના આચાર્ય રસમાં લુબ્ધ થવાથી મરીને યક્ષ બન્યા. તેમજ નીરસ ભોજનમાં પણ અતિ એટલે અણગમો કરવો નહીં. શુદ્ધ ભોજન મળી આવે તેમાં સંતોષ માનવો. (૫) સ્પર્શ ઇન્દ્રિયનો વિષય કોમળતા છે. શરીરના સુવાળાપણામાં મોહ કરવો નહીં. તેમજ કઠણ સ્પર્શ, ભૂમિ કે ચટાઈ વગેરેથી અણગમો લાવવો નહીં. સાચા મુનિ આવી સર્વે સ્થિતિમાં સમભાવને Page #499 -------------------------------------------------------------------------- ________________ (૪૨) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૧ ૪૭૧ સાચવે છે. શારીરિક પ્રતિકૂળ ઉપસર્ગ કે સ્ત્રી આદિના અનુકૂળ પરિષહમાં પણ તેઓ ઘીરજને ઘરી રાખે છે. પ.પૂ.પ્રભુશ્રીજીને સાદડીમાં આહારપાણી માટે ત્રણ દિવસ સુધી પ્રતિકૂળ ઉપસર્ગ આવ્યો, પણ કાયર થયા નહીં; ઘીરજને આવા પ્રસંગે તેઓશ્રીએ ઘારણ કરી રાખી હતી. સારા ના ભવ્ય ભવ-ભીરુ પરિગ્રહ-વ્યંતરીને પોષશે, સદ્ગર-બોઘ-સુમંત્રયોગે વાસના વિનાશશે; જે અચલ નિરુપમ મુક્તિ-સુખમાં લક્ષ સાચો જોડશે, ભવચક્રના આંટા અનાદિ સહજમાં તે તોડશે. ૨૩ અર્થ :- જે સંસારથી ભય પામેલ છે એવો ભવ-ભીરુ ભવ્ય જીવ પરિગ્રહરૂપી વ્યંતરી એટલે ડાકણને પોષણ આપશે નહીં, પણ સદ્ગુરુના બોઘવડે કે સુમંત્રના બળથી પાંચ ઇન્દ્રિયોની વાસનાનો કે તેને લઈને થતી પરિગ્રહની કામનાનો જ વિનાશ કરશે. જે સ્થિર, શાશ્વત તથા જેને ઉપમા ન આપી શકાય એવા મોક્ષ સુખની પ્રાપ્તિમાં પોતાનો સાચો લક્ષ જોડશે, તે ભવ્યાત્મા અનાદિ સંસાર ચક્રના આંટાને સહજમાં તોડી નાખશે. ll૧૩. તે ગાત્ર-માત્ર-પરિગ્રહી કર્દી રાત્રિ-ભુક્તિ ન પોષશે, પ્રારબ્ધ-આર્થીન શુદ્ધ ભોજન નીરસ લઈ તન શોષશે; તનયંત્રને ઊંજણ સમો આહાર એક જ વાર લે, એવા નીરાગી જૈન યોગીઓ મહાવ્રત-ભાર લે. ૨૪ અર્થ - જેને ગાત્ર એટલે શરીર માત્ર જ પરિગ્રહ છે એવા મુનિઓ કદી પણ રાત્રિભોજનને પોષણ આપશે નહીં. તથા પ્રારબ્ધને આધીન શુદ્ધ ભોજન તે પણ નીરસ લઈને શરીરનું શોષણ કરશે. જેમ યંત્રને ઊંજણ એટલે તેલ અથવા ગ્રીજ આપવાથી તે યંત્ર સારી રીતે ચાલી શકે તેમ આ શરીરરૂપી યંત્ર સારી રીતે આરાઘનામાં કામ આપી શકે તે માટે ઊંજણ સમાન માત્ર એક જ વાર આહાર લેશે; એવા વીતરાગી જૈન યોગી પુરુષો જ આ મહાવ્રતના ભારને સારી રીતે અંગીકાર કરવા સમર્થ છે. મારા પંચ મહાવ્રતના પાઠ પછી નિર્દોષ નર શ્રી રામના પાઠો મૂકી આપણને જાણે બોધ આપી જ્ઞાની પુરુષો જણાવે છે કે સર્વસંગપરિત્યાગ કરવાની તમારી યોગ્યતા ન હોય અને પ્રારબ્ધોદયે તમારે સંસારમાં રહેવું પડે તો શ્રી રામની જેમ ઉદાસીનપણે વૈરાગ્યભાવ સંયુક્ત નિર્લેપપણે રહેવું કે જેથી પ્રારબ્ધકર્મ પૂરું થયે પંચ મહાવ્રત ઘારણ કરીને શાશ્વત સુખરૂપ મુક્તિ મેળવી શકાય. (૪૨) નિર્દોષ નર - શ્રી રામા ભાગ-૧ (રાગ–સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ-પદ-સેવાથી શુદ્ધ જ્ઞાન થશે.) Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ fe 5 જે જગમાં લેપાયા નહિ, શૂરવીર બીજા શ્રી રામ સમા, ધૃતિ અચલ ઘરી રાજચંદ્ર ગુરુ નિશદિન સેવે સ્વરૃપ રમા; મુજ મન તે શ્રી રાજચંદ્રના ચરણકમળમાં લીન રહો, 3 વારંવાર કરું હું વંદન ગુરુ-ભક્તિ મુજ માંહિ વહો. ૧ , અર્થ :- જે જગતની મોહમાયામાં કે વિષયકષાયમાં લેપાયા નહીં એવા શૂરવીર બીજા શ્રી રામ સમાન શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ ભગવંત, અચળ શૈર્ય ઘારણ કરીને નિશદિન પોતાની જ આત્મસ્વરૂપમય રમા એટલે સ્ત્રીમાં રમણતા કરી રહ્યાં છે. તેમ શ્રી રામ પણ જ્યારે રાજ્યકર્તા હતા ત્યારે મોહમાયાથી નિર્લેપ રહ્યા હતા. તેમજ ધ્યાનમાં તન્મય સમયે બારમા અય્યત દેવલોકમાં ઉત્પન્ન થયેલ સીતાના જીવ સીતેન્દ્ર આવી અનેક અનુકૂળ ઉપસર્ગ શ્રી રામને ચલિત કરવા માટે કર્યા, છતાં પોતે આત્મસ્વરૂપના ધ્યાનમાં જ અચળ શૈર્ય ઘારણ કરીને સ્થિર રહ્યા હતા. એવા શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં મારું મન સદાય લીન રહો એમ વારંવાર વંદન કરીને આપની પાસે એ જ યાચના કરું છું કે શ્રી ગુરુ પ્રત્યે ભક્તિનો પ્રવાહ સદૈવ મારા મનમાં વહ્યા કરો. એમ પૂ.શ્રી બ્રહ્મચારીજી પોતાની અંતરંગ ઉર્મિઓ ભાવસહિત અત્રે પ્રદર્શિત કરે છે. જેના શ્રી રામ-લક્ષ્મીઘરની સુંદર કથા કહું સંક્ષેપ કરી, મહા પુરુષોએ વિસ્તારે કહી રામાયણ ગ્રંથ ભરી. ભરત ક્ષેત્રમાં મલય દેશના રત્નનગરમાં રાજ્ય કરે, પ્રજાપતિ નામે નૃપતિ; નૃપપુત્ર ચંદ્રચૂલ નામ ઘરે. ૨ અર્થ - હવે શ્રી રામ કે જે આત્મલક્ષ્મીને ઘારણ કરનાર છે અને જેનો અવતાર ભગવાન મુનિસુવ્રતના સમયમાં થયેલ છે, એવા મહાપુરુષની સુંદર કથાને અત્રે સંક્ષેપમાં વર્ણવું છું; કે જે કથાને રામાયણ ગ્રંથમાં મહાપુરુષોએ બહુ વિસ્તારથી કહેલ છે. ભરત ક્ષેત્રમાં મલય દેશના રત્નપુર નગરમાં શ્રી પ્રજાપતિ નામે રાજા રાજ્ય કરે છે. તે રાજાને ગુણકાંતા રાણીથી જન્મેલ એક જ પુત્ર છે. જેનું નામ ચંદ્રચૂલ છે. રા. મંત્રી-પુત્રનું નામ વિજય, યુવરાજ ઉપર બહુ પ્રેમ ઘરે, લાડકવાયા બન્ને ઉદ્ધત, સ્વચ્છંદી થઈ ફર્યા કરે. નગરશેઠ કુબેરની કન્યા દત્ત શેઠને વરવાની, રાજકુમારે રૂપ-પ્રશંસા સુણી કરી મતિ હરવાની. ૩ અર્થ - રાજાના મંત્રીના પુત્રનું નામ વિજય છે. જે યુવરાજ ચંદ્રચૂલ ઉપર બહુ પ્રેમ રાખે છે. બન્ને પુત્રો પોતપોતાના પિતાઓને અત્યંત પ્રિય છે. તેથી લાડકોડથી તેમનું લાલન-પાલન થાય છે. તે લાડકવાયા હોવાથી બન્ને પુત્રો ઉદ્ધત અને સ્વચ્છંદી થઈ જ્યાં ત્યાં ફર્યા કરે છે. તે જ નગરમાં નગરશેઠ કુબેરની પુત્રી કુબેરદત્તા નામે હતી. તેના લગ્ન વૈશ્રવણ શેઠના પુત્ર દત્ત સાથે થવાના હતા. કુબેરદત્તાના રૂપની પ્રશંસા પાપી એવા અનુચરથી સાંભળી રાજકુમાર ચંદ્રચૂલને તેને હરણ કરવાની કુબુદ્ધિ ઊપજી. //૩ તૈયારી જાણી કુબેરે પ્રજાપતિને અરજ કરી; કુમારને ફાંસીની આજ્ઞા નૃપે કરી નિજ ફરજ સ્મરી. Page #501 -------------------------------------------------------------------------- ________________ (૪૨) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૧ ૪૭૩ નગરજનો સાથે મંત્રી નૃપ પાસે જઈ નમી વાત કરે : “બાળપણાથી કત્યાકૃત્ય-વિવેક બાળકો કેમ વરે?૪ અર્થ - પોતાની પુત્રીને હરણ કરવાની તૈયારી જાણી કુબેરશેઠે પ્રજાપતિ રાજાને અરજ કરી. રાજાએ ન્યાયમાર્ગને અનુસરી પોતાની ફરજ જાણી કુમારને ફાંસીની શિક્ષા આપવાની આજ્ઞા કરી દીઘી. હવે નગરવાસીઓને આગળ કરી મંત્રી રાજા પાસે આવી નમીને વાત કરે છે કે હે દેવ! બાળ અવસ્થામાં શું કરવા યોગ્ય છે? અને શું કરવા યોગ્ય નથી એવો વિવેક આ બાળકોને ક્યાંથી હોય? II૪ વિનય, સુનીતિ સુત શીખ્યો ના, વાંક આપણો પણ જાણો, કુમાર નથી દુર્બુદ્ધિ તેમજ બુદ્ધિમાન હજી શાણો; વઘ શિક્ષાને યોગ્ય નથી તે, હજી શિખામણ યોગ્ય ગણો, ન્યાયમાર્ગો ચલાવા ઘારો, કાપી કોપ નીતિ-માર્ગ તણો. ૫ અર્થ - આપણા પુત્રો વિનય, સુનીતિ શીખ્યા નહીં તેમાં વાંક આપણો પણ છે. બાળકને સુશિક્ષિત કે સદાચારી બનાવવાની ફરજ માતાપિતાની છે. આ કુમાર દુર્બુદ્ધિ નથી પણ પાપી એવા અનુચરની શિખામણથી આમ થયું છે, પુત્ર તો હજી બુદ્ધિમાન અને શાણો છે. તે વઘ કરવાની શિક્ષાને યોગ્ય નથી પણ હજી શિખામણ આપવાને યોગ્ય છે. એની દુર્બુદ્ધિને બદલી શકાય છે. મહારાજ! ન્યાયમાર્ગ ચલાવવા ઘારતા હો તો આ નીતિમાર્ગના નિમિત્તે થયેલ કોપ એટલે ક્રોઘને ત્યાગી શાંતિથી વિચાર કરો. આપણા વળી વંશમાં એક જ એ સંતાન હણો નહિ, એ અરજી, પ્રજા સર્વ મળી યાચે છે: “અમ ભાવિ ભૂપ દ્યો, કરી મરજી.” વળી કલંક સદાને માટે શિર પર એવું ઘરો નહીં કે લોકોની ઘણી વિનતિ છતાં ક્રૂરતા ટકી રહી.”૬ અર્થ :- વળી આપના વંશમાં આ એક જ પુત્ર છે. તેને હણો નહીં એ અમારી અરજ છે. પ્રજાજનો પણ બઘા મળીને અમારા આ ભાવિ ભૂપ એટલે ભવિષ્યમાં થનાર રાજાને જીવતદાન આપો એ જ અમારી આપને પ્રાર્થના છે. વળી મહારાજ! એવું કલંક સદાને માટે શિર પર ઘારણ કરો નહીં કે પ્રજાજનોની ઘણી વિનંતી છતાં પણ મહારાજે ક્રૂરતા મૂકી નહીં. કા. વાત સુણી મંત્રીની નૃપતિ નિજ-ઉર-નિશ્ચય પ્રગટ કરે : અનુચિત અરજ સ્વીકારી શકું નહિ, રાજફરજ મુજ શિર પરે; સ્નેહ, મોહ, આસક્તિ, ભય વશ ન્યાય-માર્ગ જો નૃપ ચૅકે, રાજ-સેવકો, પ્રજાજનો સૌ સગવડ શોથી, નીતિ મૅકે. ૭ મંત્રીની વાત સાંભળી રાજા પોતાના હૃદયમાં રહેલ દ્રઢ નિશ્ચયને પ્રગટ કરે છે. કે હે મહાજનો! હું તમારી અનુચિત અરજ સ્વીકારી શકું એમ નથી. કારણ કે મારા ઉપર રાજ્યની ફરજ છે. ન્યાયનીતિને અનુસરવી એ મારો ધર્મ છે. સ્નેહ, મોહ, આસક્તિ કે ભયને વશ બની જો રાજા ન્યાયમાર્ગનું ઉલ્લંઘન કરશે તો પછી રાજાના સેવકો કે પ્રજાજનો સૌ પોતાની સગવડતા શોધી ન્યાયમાર્ગને ઊંચો મૂકી દેશે. //શા Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ દક્ષિણ કર પણ કુષ્ટ હોય નિજ, નૃપ કાપી ફેંકી દેતા, મૃત્યાકૃત્ય-વિવેકરહિત નૃપને સૌ મૂર્ખ ગણી લેતા; સજ્જન-પાલન, દુમન એ નીતિ નૃપની નિત્ય ટો, મંત્રી, મહાજન, સમજું છો તો હવે દુરાગ્રહથી અટકો'' ૮ અર્થ :— આપણો ડાબો હાથ પણ કદિ દુષ્ટ દોષ કરે તો રાજાએ તેને કાપીને ફેંકી દેવો જોઈએ. કરવા યોગ્ય કે નહીં કરવા યોગ્ય એવા વિવેક રહિત રાજાને સૌ પ્રજાજનો પણ મૂર્ખ ગણશે. સજ્જન પુરુષોનું પાલન કરવું અને દુષ્ટ પુરુષોનું દમન કરવું એ નીતિ રાજાની નીતિશાસ્ત્રમાં વર્ણવેલ તે હમેશાં ટકી રહો. માટે મંત્રી કે મહાજન ! તમે બધા સમજુ છો તેથી આવા દુરાગ્રહથી વિરામ પામો. ।।૮।। પુત્ર-પ્રેમ નહિ પ્રબળ ભૂપમાં સમજી મંત્રી અરજ કરે : “મહારાજા જો હુકમ કરે તો હું શિક્ષા દઉં મુજ કરે.” નૃપતિની સંમતિ લઈ મંત્રી વિજય-ચંદ્ર સહ પરવરતા, વનગિરિ ૫૨ જઈ મંત્રી બોલે : “મરણ સમીપ છે, નહિ બીતા.’’ ૯ = અર્થ :— પુત્ર ઉપર રાજાનો પ્રબળ પ્રેમ નથી એમ સમજીને મંત્રીએ રાજાને કહ્યું કે મહારાજ જો હુકમ કરે તો હું મારા હાથે બન્નેને સ્વયં શિક્ષા આપું. રાજાની સંમતિ લઈને મંત્રી, વિજય અને ચંદ્રચૂલને સાથે લઈ વનગર નામના પવિત્ર પર્વત ઉપર જઈને કહેવા લાગ્યો કે હૈં કુમાર! હવે મરણ નજીક છે, કરશો મા. ।।૯।। રાજકુમાર કહે : “નહિ ડરીએ; કરે કામ તે કેમ ડરે? તરસ્યાને શીતળ જળ જેવું મરણ સુણી મુજ ઉર ઠરે.” આ ભવ પરભવ સુધરે તેવા રસ્તા માટે શિખર પરે મંત્રી ચાલ્યો ત્યાં ગણધર શ્રી મહાબલ નીરખી નયન ઠરે. ૧૦ અર્થ :– પ્રત્યુત્તરમાં રાજકુમાર કહે અમે ડરીએ એવા નથી. મૃત્યુથી ડરતા હોઈએ તો એવા કામ - કોણ કરે. તરસ્યા માણસને શીતળ જળ સમાન આ મરણની વાત સાંભળીને મારું હૃદય ઠરે છે. શૂરવીરોને વર્ષો ભય શાનો? કુમારની આવી વાત સાંભળી એમનો આ ભવ અને પરભવ બન્ને સુધરે તેવો ઉપાય વિચારી મંત્રી પર્વતના શિખર ઉપર ચાલતા ગયા. ત્યાં મહાબલ નામના ગણધર મુનિવરના દર્શન કરી તેમના નેત્ર પાવન થઈ ગયા. ॥૧૦॥ વંદન કરી કહે મંત્રી આગમ-કારણે ગણધર મુનિવરને, જ્ઞાની ગણધર કહે : “ડરો ના, બન્ને બનશે નવર તે, ભવ ત્રીજે બનશે બન્ને એ કેશવ, રામ સુધર્મ ધરી.” બોલાવી લાવ્યો બન્નેને મંત્રી ઉ ઉલ્લાસ ભરી. ૧૧ અર્થ :— ગણઘર મુનિવરને વંદન કરી મંત્રીવર પોતાનું આગમન કારણ જણાવે છે, ત્યારે મન:પર્યવજ્ઞાનના ધારક એવા ગણધર ભગવંત બોલી ઊઠ્યા : મંત્રીશ્વર! ડરો નહીં, આ બન્ને કુમાર નરોમાં શ્રેષ્ઠ બનશે. બન્ને કુમારો આ ભવમાં સમ્યક્ ઘર્મ ઘારણ કરીને ત્રીજા ભવે એક કેશવ એટલે લક્ષ્મણ નામે વાસુદેવ થશે અને બીજા શ્રી રામ નામથી બળભદ્ર બનશે. એમ સાંભળી મંત્રી ઉલ્લાસભાવ Page #503 -------------------------------------------------------------------------- ________________ (૪૨) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૧ ૪૭૫ સહિત તે બન્ને કુમારોને ગણધર ભગવંત પાસે બોલાવી લાવ્યો. ||૧૧ાા ઘર્મ શ્રવણ કરી સંયમ ઘારે બન્ને વીર, ગણી જન્મ નવો, જ્ઞાન-ધ્યાનમાં લક્ષ એક લે–ગણઘરગુણ ના વીસરવો. નૃપ પાસે જઈ મંત્રી વિનવે : “આજ્ઞા આપની પૂર્ણ કરી, ગિરિ ગુફામાં લઈ જઈ સોંપ્યા બાળ, અશ્રુજળ નયન ભરી. ૧૨ અર્થ – બન્ને શૂરવીર કુમારોએ ગણઘર ભગવંત પાસે ઘર્મ શ્રવણ કરીને જાણે અમારો નવો જન્મ થયો એમ માની, ભાવપૂર્વક સંયમ ઘારણ કર્યો અને ગુરુ આજ્ઞાએ જ્ઞાન-ધ્યાનમાં એક આત્મશુદ્ધિના લક્ષપૂર્વક પ્રવર્તવા લાગ્યા. આવા પરમોપકારી ગણથર ગુરુગુણના ઉપકારને કદી વિસરવો નહીં એવું મનમાં દ્રઢ કરવા લાગ્યા. હવે મંત્રી રાજા પાસે જઈને વિનયપૂર્વક કહેવા લાગ્યો કે મહારાજ ! આપની આજ્ઞા પૂર્ણ કરી, પર્વતની ગુફામાં બાળકુમારોને લઈ જઈ આંખમાં અશ્રુજળ સહિત બન્નેને સોંપી દીધા. /૧૨ા ઉગ્ર સિંવૃત્તિ મેં નીંરખી અતિ તીવ્ર નિજ કાર્ય વિષે, ઘાર્યું કાર્ય થશે આ સ્થળમાં, ઊગ આશા મનગગન દિશે; પછી કહ્યું મેં: ‘તજી સુખેચ્છા, ઉર કરો તમ વજ-કઠિન, ઇષ્ટદેવનું સ્મરણ કરી લ્યો, પરભવ કાજે બની તલ્લીન.” ૧૩ અર્થ - ત્યાં પર્વતની ગુફામાં પોતાના કાર્ય વિષે ઉગ્ર સિંહવૃત્તિ જોઈને મનમાં થયું કે આ સ્થળમાં ઘાર્યું કાર્ય જરૂર થશે, એવા આશાના કિરણ મનરૂપી આકાશમાં ઊગી નીકળ્યા. પછી મંત્રીએ રાજાને જણાવ્યું કે મેં કુમારોને એમ કહ્યું કે હવે તમે સંસાર સુખની ઇચ્છાને તજી દઈ તમારા હૃદયને વજ સમાન કઠિન કરો; અને પરભવમાં જવા માટે ઇષ્ટદેવમાં તલ્લીન થઈ તેનું સ્મરણ કરી લો. I૧૩ના બન્નેએ ત્યાં ઉત્તર દીઘા : “ફિકર અમારી જર ન કરો. દંડ કષ્ટ ભણી ના જોશો, કર્યા કર્મનો નહિ ખરખરો?” પરલોક જવા તૈયાર થયા તે, કામ એમ મુજ પૂર્ણ થયું, મહારાજ, હું પછી અહીં આવ્યો, થનાર હતું તે થઈ ગયું.” ૧૪ અર્થ - ત્યારે બન્ને કુમારોએ જવાબમાં કહ્યું કે “અમારી ફિકર તમે જરી પણ કરશો નહીં. દંડના કષ્ટ ભણી જોશો મા, કેમકે કરેલા કર્મના ફળ ભોગવવામાં અમને કોઈ ખેદ નથી, અફસોસ નથી. એમ સંસારસુખની વાસનાને મારી પરલોક જવા માટે તે તૈયાર થયા, જેથી આપનું સોંપેલું કામ મારા હાથે પૂર્ણ થયું જાણી મહારાજ ! હું પછી અહીં આવ્યો છું. જે થનાર હતું તે થઈ ગયું. I૧૪ll વચન સુણી મંત્રીનાં નૃપ-મન અતિ આકુલિત વ્યથિત થયું, પવન વિનાના સ્થળમાં તરુસમ નિશ્ચળ નૃપતન સ્તબ્ધ થયું; પછી શોક સહ કહે: “કર્યું તેં કામ કારમું કાળ સમું, પુષ્પ મનોહર કરમાવી દે તેમ મને એ નથી ગમ્યું.” ૧૫ અર્થ :- આવા મંત્રીના વચન સાંભળીને રાજાનું મન અત્યંત આકુળતાથી દુઃખિત થઈ ગયું. જેમ Page #504 -------------------------------------------------------------------------- ________________ ४७६ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ કોઈ હવા વગરના સ્થાનમાં વૃક્ષના પાન હાલ્યાચાલ્યા વિના સ્થિર રહે તેમ રાજાનું શરીર સ્તબ્ધ એટલે દિમૂઢ બની ગયું. પછી શોકસહિત રાજા કહેવા લાગ્યા કે તેં આ કામ કાળ સમાન ભયંકર કર્યું છે. મનોહર પુષ્પને કોઈ કરમાવી દે તેમ આ કામ મને નથી ગમ્યું. ૧પના અભિપ્રાય રાજાનો જાણી મંત્રી વાત યથાર્થ કહે, “વનગિરિ પર્વત પર મુનિ-કેસરી નિર્ભય બની વનમાંહિ રહે; તપચેષ્ટામાં ઉગ્રપણે તે વર્તે ગુરુનાં વચન સુણી, દીક્ષિત બન્ને બાળ બનીને સાથે પરભવ-કાર્ય ગુણી.” ૧૬ અર્થ :- હવે રાજાનો અભિપ્રાય સ્પષ્ટ જાણીને મંત્રીશ્વર યથાર્થ વાત કહેવા લાગ્યા કે મહારાજ ! વનગિરી નામના પર્વત ઉપર સિંહ સમાન ગણઘર-મુનિવર નિર્ભયપણે ત્યાં રહેલા છે. તે ઉગ્રપણે તપની ચેષ્ટામાં પ્રયત્નવાન છે. એવા ગણઘર ગુરુના વચન સાંભળીને બન્ને બાળકુમાર દીક્ષિત બની જઈ પોતાના પરભવના ઉત્તમ ગુણરૂપ કાર્યને સાધવામાં તત્પર બની ગયા છે. ૧૬ાા. પ્રજાપતિ સંતુષ્ટ થયો બહુ, સુણી સ્પષ્ટ વચનો બોલે “બેય-લોક-હિત-સાઘક મંત્રી, મિત્ર ન કોઈ તુજ તોલે. કુપુત્ર સમાન જ વિષય-ભોગ હું ગણું પાપ-નિંદા-દાતા; રાજ્યભાર કોઈ વારસને દઈ, શોધું હું ભવ-ભયત્રાતા.” ૧૭ અર્થ - મંત્રીના આવા વચન સાંભળી પ્રજાપતિ રાજા બહુ સંતુષ્ટ થયા અને સ્પષ્ટ વચન કહેવા લાગ્યા કે હે મંત્રી ! આ લોક અને પરલોક બન્ને લોકનું હિત કરનાર તારા સમાન આ જગતમાં કોઈ મિત્ર નથી. કુપુત્ર સમાન જ અનેક પ્રકારે દુઃખ આપનાર એવા આ વિષયભોગને હવે હું ગણું છું, તથા પાપને દેવાવાળા અને માત્ર નિંદા ન કરાવનારા તેમને જાણી હવે હું આ રાજ્યનો ભાર કોઈ વારસદારને સોંપી દઈ, સંસારભયથી બચાવનાર એવા જ્ઞાની ગુરુની શોધ કરવા માગું છું. ||૧ળા. વનગિરિ જઈ ગણઘરપદ પૂજી નૃપ નવદીક્ષિત પ્રતિ કહે : “ક્ષમા કરો અપરાશ મહા મુજ, રાજકાજ મુજ ચિત્ત દહે.” કુંવર કહે : “ગુરુ આપ અમારા, આ ભવ-પરભવ-હિતકારી સંયમ ઘારણ કરાવનારા, લીંઘા પાપથી ઉગારી.” ૧૮ અર્થ - રાજા હવે વનગિરી નામના એ જ પર્વત પર જઈ ગણઘર મુનિવરના ચરણકમળની પૂજના કરી નવીન દીક્ષા ઘારણ કરેલ એવા કુમારો પ્રતિ કહેવા લાગ્યા : હે કુમારો! મારો અપરાશ ક્ષમા કરો. આ રાજનીતિના કારણે મારે તમને દંડ દેવો પડ્યો. આવા રાજકાર્ય હવે મારા ચિત્તમાં બળતરા ઉપજાવે છે. રાજાના વચન સાંભળી કુમારો કહેવા લાગ્યા : “આપ તો અમારા આ ભવ અને પરભવ બન્ને સુઘારનાર હોવાથી અમારા ગુરુ છો. આ સંયમ ઘારણ કરાવવામાં નિમિત્તરૂપ પણ આપ છો, અને વળી અમારા દુષ્કૃત્યથી થનાર પાપથી ઉગારનાર પણ આપ જ છો. |૧૮ાા. પ્રજાપતિ સંયમ ઘર પામ્યા સિદ્ધિ-પદ સૌ કર્મ હણી; કુમારમુનિ બન્ને વિચરતા ગયા ખગપુર-બાગ ભણી. Page #505 -------------------------------------------------------------------------- ________________ (૪૨) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૧ ४७७ આતાપન યોગે ઊભા છે તર્જી કાયા-મમતા બૂરી, પુરુષોત્તમ નામે નારાયણ, અરિ હણી આવ્યો નિજ પુરી. ૧૯ અર્થ :- આવા પ્રકારના કુમારના વચન સાંભળી પ્રજાપતિ રાજાએ સર્વ પરિગ્રહનો ત્યાગ કરી અનેક રાજાઓ સાથે સંયમ ગ્રહણ કર્યો અને આ જ ભવમાં સર્વ કર્મને હણી લઈ સિદ્ધિપદને પામ્યા. બન્ને કુમાર મુનિઓ વિચરતા વિચરતા ખપુર નામના નગરના બાગ ભણી ચાલતા ગયા. ત્યાં કાયાની મમતા મૂકી દઈ આતાપન યોગ કરતા ઊભા રહ્યાં. ત્યાં જ તે નગરનો પુરુષોત્તમ નામનો નારાયણ દિવિજય કરી શત્રુઓને હણી પોતાની નગરીમાં પ્રવેશ કરતો તેમના જોવામાં આવ્યો. ૧૯ અનેક નૃપ, વિદ્યાઘર, સુર, નર આયુઘ દિવ્ય પ્રભાવભર્યા નીરખી વૈભવ વાસુદેવનો ચંદ્રચુલમુનિ-નેત્ર ઠર્યા; નિદાન કરે તે : “તપ-ફળથી નારાયણ-પદ મુજને મળજો,” બોર મનોહર લેવા બાળક તજે રત્ન અતિ નિર્મળ, જો. ૨૦ અર્થ - તે નારાયણ અર્થાત્ વાસુદેવ સાથે અનેક રાજાઓ, વિદ્યાઘર, દેવતાઓ, મનુષ્યો તથા દિવ્ય પ્રભાવશાળી આઘનો વૈભવ જોઈ ચંદ્રચૂલમુનિના નેત્ર ઠર્યા. જેથી મનમાં આવું નિદાન કર્યું કે મારા તપના ફળમાં મને આવો નારાયણ પદનો વૈભવ મળજો. જેમ બાળક મનોહર બોરને લેવા પોતા પાસે અતિ નિર્મળ રત્ન હોય તો પણ તજી દે છે, તેમ ચંદ્રચૂલમુનિએ પોતાનું ઘોર તપ વેચી અઘટિત કાર્ય વહોરી લીધું. ૨૦. આયું-અંતે આરાઘક બની સનત્કુમાર-સુર બેય થયા, સસ સાગર સ્વર્ગ-સુખો લઈ દશરથનંદન બની ગયા; મંત્ર-પુત્ર-જ્જૈવ રામ નામ ઘારી, સૂર્યવંશ-શણગાર થયા, રાજ-પુત્ર-જીંવ લક્ષ્મણ નામે બત્રીસ લક્ષ્મ-યુક્ત કહ્યા. ૨૧ અર્થ - આયુષ્યના અંતે બન્ને મુનિઓએ ચાર પ્રકારની આરાધના કરી, ત્યારે પ્રકારના આહારનો ત્યાગ કર્યો અને સનત્કુમાર નામના ત્રીજા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં સાત સાગરોપમ સુધી સ્વર્ગના સુખો ભોગવી આજ ભરતક્ષેત્રમાં દશરથ રાજાના પુત્રરૂપે અવતર્યા. મંત્રી પુત્રનો જીવ વિજય, અહીં રામ નામ ઘારણ કરીને સૂર્યવંશના શણગાર થયા અને રાજાના પુત્રનો જીવ ચંદ્રચૂલ તે લક્ષ્મણ નામ ઘારણ કરી બત્રીસ લક્ષણયુક્ત થયા. ૨૧ આયુષ તેર હજાર વર્ષનું રામ ઘરે એ યુગ વિષે, બાર હજાર વર્ષોનું લાંબુ લક્ષ્મણનું આયુષ્ય દીસે; રામ કુમાર રહ્યા પંચાવન વર્ષ લગી વિદ્યા ભણતા, વય પચ્ચાસે લક્ષ્મણને અતિ શક્તિશાળી સૌ ગણતા. ૨૨ અર્થ :- યુગમાં શ્રી રામ તેર હજાર વર્ષના આયુષ્યવાળા થયા અને શ્રી લક્ષ્મણ બાર હજાર વર્ષના આયુષ્યવાળા થયા. શ્રી રામ પંચાવન વર્ષ સુધી વિદ્યા ભણતા રહ્યા અને પચાસ વર્ષની વયમાં લક્ષ્મણને લોકો અતિશક્તિશાળી માનવા લાગ્યા. રરા. Page #506 -------------------------------------------------------------------------- ________________ ४७८ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ મિથિલાપુરીમાં જનક નૃપ હરિવંશ-શિરોમણિરૂપ હતા, આયુર્વેદિક યજ્ઞોત્સવ-અભિલાષા એક દિવસ કરતા; પૂંછે મંત્રીને, “સગર આદિએ યજ્ઞ કર્યા પૂર્વે તેવા આ યુગમાં પણ કરવા ઘારું, ઉપાય તો કેવા કેવા?” ૨૩ અર્થ - મિથિલાપુરી નગરીમાં હરિવંશમાં શિરોમણિરૂપ શ્રી જનકરાજા હતા. તેમને એક દિવસ આયુર્વેદિક યજ્ઞોત્સવ કરવાની અભિલાષા થઈ. તેથી મંત્રીને કહ્યું કે પૂર્વે સગર આદિ રાજાઓએ યજ્ઞ કર્યા છે તેવો યજ્ઞ હું પણ કરવા ઘારું છું. તો તેના માટે કેવા ઉપાય લેવા? પારકા કહે મંત્ર : “એ યજ્ઞોમાં વિધ્રો વિદ્યાઘર લોક કરે, પરાક્રમી દશરથનંદન બે તેડો તો સો વિઘ હરે.” જનક કહે: “મુજ મિત્ર-પુત્રને મળવા પણ મુજ મન તલસે, પત્ર લખીને દૂત મોકલો; મિત્ર પુત્ર બે મોકલશે.” ૨૪ અર્થ :- મંત્રીએ જવાબમાં કહ્યું કે એવા યજ્ઞોમાં વિદ્યાઘર લોકો વિદ્ધ કરે છે. પણ પરાક્રમી એવા દશરથ રાજાના બે પુત્રોને તેડો તો તે સહુ વિદ્ગોને હરવા સમર્થ છે. જનક રાજા કહે : દશરથ રાજા તો મારા મિત્ર છે. એમના પુત્રોને મળવા મારું મન પણ ઉત્સુક છે. માટે પત્ર લખીને દૂત મોકલો. જેથી મિત્ર પોતાના બેય પુત્રોને જરૂર મોકલશે. ૨૪. દશરથરાય કને દંત આવ્યો જનકરાયનો પત્ર લઈ, પત્ર વાંચી નૃપ પૂછે મંત્રી અતિશયમતિને નામ દઈ; સમજું જનનો માર્ગ કહે છે : પશુન્યજ્ઞો હિંસાકારી, દાન-પૂંજાફૅપ યજ્ઞ ઘર્મમય; હિંસા દુર્ગતિ દેનારી. ૨૫ અર્થ:- દશરથ રાજા પાસે જનકરાજાનો પત્ર લઈને દૂત આવ્યો. પત્ર વાંચીને રાજાએ અતિશયમતિ નામના મંત્રીને તે વિષે પૂછ્યું. ત્યારે મંત્રી સમજુ પુરુષોનો માર્ગ કહે છે, કે પશુને યજ્ઞોમાં હોમવા એ તો હિંસાકારી યજ્ઞ છે. પણ યજ્ઞ નિમિત્તે દાન પૂજા કરવારૂપ યજ્ઞ કરવો તે ઘર્મમય છે. હિંસા તો સદૈવ દુર્ગતિને જ આપનારી છે. ૨પા. પશુ-હિંસા કરી, માંસ-પ્રસાદી દે તે નહિ કર્દી દાન ગણો. ક્રૂર દેવદેવીની પૂજા કદી ય નહિ હિતકારી ભણો. અનાર્યજન જેવી કરણી નૃપ આર્ય-શિરોમણિ કેમ કરે? લૌકિક વેદ નહીં અવિરોધી પ્રમાણરૂપ, ન માન્ય ઠરે. ૨૬ અર્થ - પશુઓની હિંસા કરી માંસની પ્રસાદી આપવી તેને કદી દાન ગણી શકાય નહીં. ક્રૂર દેવ દેવીની પૂજા કરવી તે કદી પણ આત્માને હિતકારી હોય નહીં. અનાર્ય લોકો જેવી કરણીને આર્યોમાં શિરોમણિ એવા રાજાઓ કેમ કરે ? લૌકિક વેદ અવિરોધી નથી અને પ્રમાણરૂપ પણ નથી. માટે તે માનવા યોગ્ય ઠરતા નથી. [૨ાા કર્મભૂમિ-પ્રવર્તક બ્રહ્મા-ઋષભદેવના વેદ વિષે, ષ દ્રવ્યોનું વર્ણન છે; ત્યાં ત્રિવિથ હુતાશન આમ દીસેઃ Page #507 -------------------------------------------------------------------------- ________________ (૪૨) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૧ ૪૭૯ ક્રોથ, કામ ને ઉદર-અગ્નિ ત્રણ આહુતિ તેમાં દેતા પરમ દ્વિજ, મુનિ, યતિ વનવાસી આત્મશાંતિ તેથી લેતા. ૨૭ હવે ખરેખર યજ્ઞ કેવો હોવો જોઈએ તે જણાવે છે - અર્થ - કર્મભૂમિ પ્રવર્તાવનાર બ્રહ્મારૂપ શ્રી ઋષભદેવના વેદ એટલે આગમ વિષે જીવાસ્તિકાય, અજીવાસ્તિકાય, ઘર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એવા છ દ્રવ્યોનું વર્ણન છે. ત્યાં ત્રણ પ્રકારે હુતાશન એટલે અગ્નિનું સ્વરૂપ દર્શાવેલ છે. ક્રોઘાગ્નિ, કામાગ્નિ અને ઉદરાગ્નિ. તે ત્રણે પ્રકારની અગ્નિમાં પરમ દ્વિજ એટલે બ્રહ્મમાં ચર્યા કરનારા સાચા બ્રાહ્મણ, મુનિ, યતિ અને વનવાસી યોગીઓ ત્રણ પ્રકારની આહુતિ આપીને આત્મશાંતિ પ્રાપ્ત કરતા હતા. |૨૭થા. ક્રોથાગ્નિમાં ક્ષમા-આહુતિ, વિરાગ-બલિ કામાગ્નિમાં; ઉપવાસ આહુતિ હોમે મહામુનિ ઉદરાગ્નિમાં; શરીર વેર્દી સમ, તપ અગ્નિરૂપ, ક્રોથાદિક પશુઓ ભાળો, જ્ઞાનવ્રત આત્મા યજમાન જ, સત્ય યજ્ઞ-હૅપ રૂપાળો. ૨૮ અર્થ :- હવે તે મહાપુરુષો કેવા પ્રકારની આહુતિ આપતા હતા તે જણાવે છે : ક્રોધાગ્નિમાં ક્ષમાની આહુતિ, કામાગ્નિમાં બળવાન વૈરાગ્યની આહુતિ તથા ઉદરાગ્નિમાં તે મહામુનિઓ ઉપવાસની આહુતિ હોમતા હતા. શરીરને યજ્ઞની વેદીકા સમાન જાણો. તપને અગ્નિરૂપ જાણો, ક્રોધાદિકને યજ્ઞમાં હોમવારૂપ પશુઓ જાણો. આત્મા સંબંધી જ્ઞાન મેળવવું તે વ્રત અને યજ્ઞ કરાવનાર યજમાન તે આત્મા જાણો. આ સત્યસ્વરૂપે યજ્ઞ છે અને તેને જ યજ્ઞના રૂપાળા સ્તંભ સમાન માનો. ૨૮ાા. જૅવરણારૂપ દ્વિજ-દક્ષિણા, કર્મ કાષ્ઠ, ઘી યોગ ગણો, સંયમ-વૃદ્ધિ જ્વાળા ભજૅકે, આવા યજ્ઞથી પાપ હણો. ઘર્મ-ગંગ પર પવિત્ર તીરથ બ્રહ્મચર્ય કાશી સમજો, આવા યજ્ઞ કરે ત્યાં યોગી, મનાય સત્ય સમાગમ જો. ૨૯ અર્થ :- યજ્ઞમાં જીવોની રક્ષા કરવી એ જ દ્વિજ એટલે બ્રાહ્મણની દક્ષિણા જાણો. તથા કર્મરૂપ લાકડા અને મન વચન કાયારૂપ યોગથી થતા પાપોને ઘી રૂપ જાણી યજ્ઞમાં હોમવાથી આત્મસંયમની વૃદ્ધિરૂપ જ્વાળા ભભૂકશે. આવા કર્મને કાપવારૂપ યજ્ઞ કરીને સર્વ પાપોને હણી નાખો. ઘર્મરૂપી ગંગા નદીના કિનારે પવિત્ર તીર્થ બ્રહ્મચર્યરૂપ કાશી જાણો. આવા યજ્ઞ કરે તે જ સાચા યોગી પુરુષો કહેવાય અને તેમનો સમાગમ કરવો એ જ સાચો સત્સંગ છે. ll૧૯ો. ઋષિ-આશ્રય કહીં યજ્ઞવિધિ આ, ગૃહસ્થયોગ્ય પણ વર્ણવી છે, ઉપાસકઅધ્યયને વેદે; અગ્નિ આમ જણાવી છે : તીર્થંકર-ગણઘર-કેવલઘર-તનના અંતિમ સંસ્કરણે દેવમુકુટથી પ્રદીપ્ત પૂજ્ય જે અગ્નિ ત્રિવિધ તે સુર યશે. ૩૦ અર્થ :- ઋષિમુનિઓને અનુલક્ષીને આ યજ્ઞની વિધિ જણાવી છે. ગૃહસ્થઘર્મને યોગ્ય પણ યજ્ઞવિધિ વર્ણવી છે. ભગવાને સાતમા અંગ ઉપાસક દશાંગમાં આ પ્રકારે અગ્નિ વિષે કહ્યું છે. તીર્થકર, ગણઘર અને કેવળી ભગવંતના શરીરનો અંતિમ અગ્નિ સંસ્કાર કરવા માટે દેવ ઉપરોક્ત Page #508 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧ ૪૮૦ આ ત્રણેયના દેહને દેવનું મુકુટ અડતાં તેમાંથી પ્રદીપ થતો જે અગ્નિ તે આમ ત્રણ પ્રકારે સુર-યજ્ઞ અર્થાત્ દેવતાઓનો યજ્ઞ કહેવાય છે. ।।૩૦।। યજ્ઞ-કુંડ ત્રણ કરી આહુતિ રૂપ અક્ષત, ફળ, પુષ્પાદિ ભક્તિથી હોમી દાન દેવું તે ગૃહસ્થયન્ને વિધિ સાદી, પિતા, પિતામહ સિદ્ધિ પામ્યા, સ્મૃતિ તેની કરવા કરતા, મંત્રાક્ષર સહ વેદવિધિ, નિર્દોષ આત્મપદ અનુસરતા. ૩૧ અર્થ :— હવે ગૃહસ્થયજ્ઞ વિષે જણાવે છે :– ભગવાનની પ્રતિમા સમક્ષ યજ્ઞ એટલે પૂજા અર્થે ત્રણ કુંડ અર્થાત્ કુંડાળા કરી તેમાં અક્ષત એટલે ત્રણ વર્ષ જૂના ચોખા અને ફળ તથા પુષ્પાદિકને ભક્તિપૂર્વક પ્રભુને ભાવથી ચઢાવવા અને શુભક્ષેત્રમાં દાન આપવું તે ગૃહસ્થયજ્ઞની સાદી વિધિ છે. પોતાના પિતા કે પિતામહ અર્થાત્ દાદા સમાધિમરણરૂપ સિદ્ધિને પામ્યા હોય, તેમની સ્મૃતિ નિમિત્તે મંત્રાક્ષર સાથે આગમ અનુસાર પૂજા વગેરેની વિધિ, આપણે નિર્દોષ આત્મપદને પામવા માટે કરીએ છીએ. તે પણ ગૃહસ્થ યજ્ઞ અર્થાત્ ગૃહસ્થની ભગવત પૂજાનો એક પ્રકાર છે. ।।૩૧।। દેવયજ્ઞની વળી વિધિ છે દ્રવ્ય, ક્ષેત્ર આદિક ભેદે, તીર્થંકર-કલ્યાણક પાંચે પુનિત વિધિ વર્ણિત વેદે; એમ મુનિવર-ગૃહસ્થ-આશ્રિત-યજ્ઞ-વિધિ-ફળ આમ કહે : સાક્ષાત્ મુક્તિ પ્રથમ વિધિથી, પરંપરાએ અન્ય લહે.” ૩૨ અર્થ :— દેવયજ્ઞ એટલે દેવોની પૂજા વિધિ. તે વળી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ભેદે જુદી છે. તીર્થંકર ભગવાનના પાંચે પવિત્ર કલ્યાણકોની વિધિ દેવો કરે છે. તેમાં ઉત્તમ દ્રવ્ય, ક્ષીર સમુદ્રનું જળ વગેરે લાવી, મેરુપર્વત જેવા ક્ષેત્રમાં કે નંદીશ્વર દ્વીપ ક્ષેત્રે અઠ્ઠાઈ મહોત્સવ કરી, ભગવાનના ગર્ભ અવતરણ કે જન્મ સમય વગેરેનો કાળ જાણી, ભાવભક્તિ સહિત ભગવત્ પૂજા-યજ્ઞ કરીને પોતાના સમકિતને દૃઢ કરે છે; તે સમયે કોઈ નવા દેવો પણ સમકિતને પામે છે. એમ આગમમાં મુનિવરને કરવાયોગ્ય યજ્ઞ કે ગૃહસ્થને કે દેવોને ક૨વા યોગ્ય યજ્ઞની વિધિનું ફળ આ પ્રમાણે જણાવે છે. ઉપર જણાવેલ મુનિવરને કરવા યોગ્ય પ્રથમ યજ્ઞવિધિથી તો સાક્ષાત્ મોક્ષની પ્રાપ્ત થાય છે અને ગૃહસ્થને કરવા યોગ્ય કે દેવોને કરવા યોગ્ય યજ્ઞ વડે પરંપરાએ તે મુક્તિનું કારણ બને છે. ।।૩૨।। મહાબલ સેનાપતિ બોલે ત્યાં : ‘પ્રસ્તુત વિષય ૐક ભણું, પાપ-પુણ્ય ગમે તે હો પણ કુંવર-કસોટી-પ્રસંગ ગણું.” સેનાપતિની વાત સુણી નૃપ વદે ઃ “વિચાર કરવા જેવી– ઘણી અગત્યની વાત ગણું છું, પુરોહિત-સંમતિ લેવી.” ૩૩ અર્થ :– રાજા દશરથના સેનાપતિ મહાબલ ત્યાં રાજસભામાં બોલી ઊઠ્યા કે પ્રસ્તુત વિષયમાં હું પણ કંઈક કહેવા ઇચ્છું છું. પાપ કે પુણ્યનો ગમે તે આ પ્રસંગ છે પણ હું તો આ રાજકુમારોની કસોટીનો પ્રસંગ ગણું છું. સેનાપતિની વાત સાંભળીને રાજા બોલ્યા : આ વાતને હું ઘણી વિચાર કરવા જેવી અગત્યની ગણું છું. એમાં રાજપુરોહિતની પણ સંમતિ લેવી જોઈએ. ।।૩૩।। Page #509 -------------------------------------------------------------------------- ________________ (૪૨) નિર્દોષ નર – શ્રી રામ ભાગ-૧ હિત-ઉપદેશ કહે પુરોહિત નિપુણ પુરાણ, નિમિત્ત વિષે : “જનયજ્ઞમાં મદદ થતાં તો કુમાર-મહોદય જરૂર દીસે. સુછ્યા પુરાશે અમ કેશવ-રામકુમારો બેય થશે, રાવણ-વધ કરી ત્રણે ખંડનું અધિપતિપણું તે વરશે.” ૩૪ અર્થ :- • પુરોક્તિ જે પુરાણમાં કે નિમત્ત શાસ્ત્રમાં નિપુણ છે તે ઠિત ઉપદેશ કહેવા લાગ્યા કે ‘જનકરાજાના આ યજ્ઞમાં મદદ થતા આ રાજકુમારોના ભાગ્યનો મહાન ઉદય જરૂર જણાય છે. પુરાણમાં સાંભળ્યું છે કે આઠમા કેશવ એટલે વાસુદેવ અને બળદેવ શ્રીરામ નામે બે કુમારો થશે, તે રાવણનો વધ કરી ત્રણેય ખંડનું આધિપત્ય પામશે. ।।૩૪।। પ્રસન્ન થઈ નૃપ દશરથ બોલે : “ઇચ્છું સુણવા એ જ કથા.” કહે પુરોહિત ઃ “હું ક્ષિતિપતિ છે! સુણો, કોણ રાવણ સીતા : ઘાતકી ખંડે નાકપુરે નરદેવ નૃપ દીક્ષા ધારે, અનંત ગણઘર-બોઘ સુણીને તપશ્ચરણ કરતા ભારે. ૩૫ ર અર્થ :- પ્રસન્ન થઈ દશરથ રાજા બોલ્યા કે હું એ જ કથાને સાંભળવા માંગુ છું. ત્યારે પુરોહિત કહે કે ક્ષિતિપતિ એટલે કે પૃથ્વીપતિ! તે સાંભળો. રાવણ અને સીતા કોણ હતા તે પ્રથમ કહું છું. ઘાતકીખંડના નાકપુર નગરમાં નરદેવ નામના રાજાએ દીક્ષા લીધી. અને અનંત નામના ગણઘર ભગવંતનો બોધ સાંભળી તે ભારે તપશ્ચર્યા કરવા લાગ્યા. ।।૩૫।। ચપલવેગ વિદ્યાધર-નૃપને દેખી મુનિ નિદાન કરે, કરી સંન્યાસમરણ સૌથમેં સુરપદ મુનિનો જીવ વરે, લંકાપતિ વિદ્યાઘર-રાજા પુલસ્ત્ય-પુત્ર મુનિ-જીવ બને, બાળ જન્મતાં હેરે માળા નવરત્નોની, પડી કને. ૩૬ ૪૮૧ અર્થ :– નરદેવ રાજા પોર તપશ્ચર્યા કરવા છતાં ચપલવેગ નામના વિદ્યાધર રાજાને જોઈને નિદાન કર્યું કે હું પણ તપના પ્રભાવે એના જેવો થાઉં. આયુષ્યના અંતે સંન્યાસમ૨ણ કરીને તે સૌધર્મ નામના પહેલા સ્વર્ગમાં દેવરૂપે અવતર્યા. તે સૌધર્મ દેવલોકમાંથી ચ્યવીને તે મુનિનો જીવ લંકાપતિવિદ્યાધર રાજા પુલસ્ત્યના પુત્રરૂપે અવતર્યાં. તે બાળકે જન્મતાં જ પોતાની પાસે પડેલ નવરત્નોની માળા પોતાના ગળામાં પહેરી લીધી. ।।૩૬।। નવ મુખ તેમાં પ્રતિબિંધિત સૌ દેી દશાનન નામ ઘરે ચૌદસહસ વર્ષોંનું જીવન, પ્રતિનારાયણ-પુણ્ય કરે; વિદ્યા થી સાથી, વિદ્યાધરી મંદોદરી સુંદરૢ પરણે, એક દિવસ ક્રીડા કરવા તે જાય સતી સહ ગાન વર્ન. ૩૭ -- અર્થ :— તે નવરત્નોની માળામાં બીજા નવમુખનું પ્રતિબિંબ જોઈને અને દસમું અસલ મુખ; એમ કુલ દસ મુખ જોઈને તેમનું નામ દશાનન રાખવામાં આવ્યું. પણ ભવિષ્યમાં રાવણના નામે તે જગતમાં પ્રસિદ્ધિ પામ્યા. જેનું ચૌદ હજાર વર્ષનું આયુષ્ય હતું. તથા પૂર્વના નિદાનથી પ્રતિનારાયણ એટલે પ્રતિવાસુદેવનું પુણ્ય કમાવીને આવેલ હતા. ઘણી વિદ્યાઓને સાઘ્ય કરી સુંદર એવી મંદોદરી વિદ્યાઘરીને જે પરણ્યા હતા. એક દિવસ ક્રીડા કરવા માટે મંદોદરી સતી સાથે તે ગહન વનમાં ગયા. ।।૩૭ગા Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ મણિમતિ કન્યા ચપલવેગની તપ કરતી હતી તે જ વને, વિદ્યા સિદ્ધ થયેલી તેની હરી મોહવશ દશાનને; બાર વર્ષ ઉપવાસ કર્યા તેનું ફળ મળતાં વિધ્ર કરે તે નરની પુત્રી થઈ તેને મારીશ” એમ નિદાન ઘરે. ૩૮ અર્થ :- જ વનમાં રાજા ચપલવેગની કન્યા મણિમતિ વિદ્યા સિદ્ધ કરવા તપ કરતી હતી. તેને જોઈ રાવણ મોહવશ બની ગયો. તેને પોતાને આધીન કરવા મણિમતિની સિદ્ધ થયેલ વિદ્યાને હરી લીધ બાર વર્ષ સુધી ઉપવાસના ક્લેશ ઉઠાવતાં પ્રાપ્ત થયેલ વિદ્યાના ફળમાં વિઘૂ કરનાર આ નરની જ પુત્રી થઈને હું તેને મારીશ એવું મણિમતિએ નિદાન કરી લીધું. ૩૮ાા મરણ કરી મંદોદર-ઉદરે એ જ જીવ આવી ઊપજે, જન્મ થતાં ભૂકંપન આદિ અતિ ઉપદ્રવ નગરે નીપજે; નિમિત્ત-નિપુણ જનને પૂંછતાં કહેઃ “કન્યા રાવણકાળ ગણો,” ભય પામી નૃપ હુકમ કરે: “કન્યા દાટી, મુજ મોત હણો.’ ૩૯ અર્થ :- નિદાન કરવાથી મણિમતિનો જીવ મરણ પછી મંદોદરીના ઉદરે આવી ઉત્પન્ન થયો. તેનો જન્મ થતાં ભૂકંપ આદિ અતિ ઉપદ્રવ નગરમાં થયો. તે જોઈને નિમિત્ત જ્ઞાનમાં નિપુણ જનને પૂછતાં તેમણે કહ્યું કે આ કન્યાને રાવણના કાળ સમાન જાણો. આથી ભય પામી રાજા રાવણે હુકમ કર્યો કે આ કન્યાને દાટી દઈ મારા મોતને દૂર કરો. ૩૯ાા મારીંચને આજ્ઞા મળતાં તે મંદોદરી સતી સમીપ વદે: “મહારાણ, હું ધૃણારહિત છું, ક્રૂર-કર્મ-આજ્ઞા નૃપ દે– કન્યાને દૂર કરી લઈ જઈ દાટો.' સતી પતિ-આજ્ઞા અનુસરે, પુત્રીને પેટીમાં મૂકી, પત્ર લખી બહુ દ્રવ્ય ઘરે. ૪૦ અર્થ - મારિચ મંત્રીને આજ્ઞા મળતાં તે મંદોદરી સતી સમીપ જઈને કહેવા લાગ્યો : મહારાણી! હું ધૃણારહિત એટલે દયારહિત નિર્દય છું કે રાજા મને આવા ક્રૂર કર્મ કરવાની આજ્ઞા આપે છે. રાજા રાવણ કહે છે કે જન્મેલ કન્યાને દૂર લઈ જઈ દાટી આવો. સતી એવી મંદોદરીએ પતિની આજ્ઞાને અનુસરી પુત્રીને પેટીમાં મૂકી સાથે ઘણું દ્રવ્ય મૂક્યું અને સાથે એક કાગળ પણ લખીને મૂકી દીધો. ૪૦ના મારીંચને સોંપી પેટી મંદોદરી નયને નીર ભરે, કહે: “કરુણાળુ ઉર તમારું; પણ મુજ મન નહિ શૈર્ય ઘરે. તેથી ફરી ફરી વનવી કહું છું, કન્યાનું રક્ષણ કરજો; બાઘારહિત જગા જોઈને યોગ્ય ભૂમિ વિષે ઘરજો.’ ૪૧ અર્થ :- મારિચને તે પેટી સોંપી આંખમાંથી આંસુ ઝરતા તે બોલી ઃ તમારું હૃદય દયાળુ છે, છતાં મારું હૃદય ધૈર્ય ઘારણ કરતું નથી. તેથી ફરી ફરી વિનવીને કહું છું કે આ કન્યાનું રક્ષણ કરજો અને કોઈ બાઘા રહિત જગા જોઈને યોગ્ય ભૂમિમાં ઘરજો. In૪૧ના મિથિલા નગરી સમીપ જઈ તે ખેડૂતના ઘરની પાસે, પેટી દાટી શોકસહિત, ક્રૂર કમેં નિર્દય પણ ત્રાસે. Page #511 -------------------------------------------------------------------------- ________________ (૪૨) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૧ ૪૮૩ દૈવયોગથી તે જ દિને ઘર કરવા હળથી હદ કરતાં, ખેડૂતની નજરે પડી પેટી; જનક કને જઈ તે ઘરતાં. ૪૨ અર્થ - મિથિલા નગરી પાસે જઈ એક ખેડૂતના ઘરની પાસે શોકસહિત તે પેટીને દાટી. આવા ક્રૂર કર્મથી નિર્દય પણ ત્રાસ પામી જાય. ભાગ્યોદયે તે જ દિવસે ઘર કરવા માટે હળ ખેડીને તે ઘરની હદ નક્કી કરતાં તે ખેડૂતની નજરે આવી ચઢી. ખેડૂતે આશ્ચર્ય પામી તે પેટીને રાજા જનક પાસે જઈને મૂકી દીધી. II૪રા જનક ઉઘાડે પેટી ત્યાં તો ઘન સહ કન્યા-રત્ન રમે, પત્ર વાંચી વત્સલતા જાગી, રાણી-મન પણ ત્યાં જ નમે; સીતા નામ ઘરી ઉછેરી, નિજ પુત્રી સમ પ્રેમ ઘરે, મિથિલા નગરે રામ પઘારે તો તે જનક-સુતાને વરે.”૪૩ અર્થ - જનકરાજાએ પેટી ઉઘાડી ત્યાં તો ઘન સાથે કન્યારત્નને રમતું જોયું. તેમાં રહેલ પત્ર વાંચતા રાજાને પૂર્વાપર બધી હકીકતની જાણ થઈ ગઈ તેથી વાત્સલ્યભાવ જાગ્યો તેમજ રાણીનું મન પણ ત્યાં જ રમવા લાગ્યું. તેનું નામ સીતા રાખી પોતાની પુત્રી સમાન પ્રેમ ઘરી તેને ઉછેરી. મિથિલા નગરીમાં જ્યારે રામ પધારશે ત્યારે તે જનકરાજાની પુત્રીને વરશે. II૪૩ા. એમ પુરોહિત-સંમતિ મળતાં, રામ અને લક્ષ્મણ સામે દેખે દશરથ નૃપ પ્રીતિથી, બાળ ગણી સંશય પામેઃ રખે! રાય રાવણ ત્યાં આવે, અકસ્માત્ બહુ મ્લેચ્છ મળે, કુમારની હિમ્મત શી ચાલે?” રામ કળે તે તર્ક બળે. ૪૪ અર્થ - એમ રાજપુરોહિતની સંમતિ મળતાં રામ અને લક્ષ્મણ સામે રાજા દશરથે પ્રેમથી જોયું. ત્યારે મનમાં તેમને બાળ ગણીને શંકા કરવા લાગ્યા. રખેને ત્યાં રાજા રાવણ આવી જાય અને અકસ્માત ઘણા મ્લેચ્છ મળીને સામા થાય તો આ કુમારોની શી હિંમત ચાલે? એમ વિચારતા હતા ત્યારે શ્રી રામ તર્કબળે પિતા દશરથનો ભાવ કળી ગયા. //૪૪ રામ કહે : “મહારાજ, કરો નહિ બાળ ગણી ફિકર કોઈ, સિંહશિશુ પણ ગજપતિ જીતે, તેમ પુત્ર-જય લ્યો જોઈ.” ઝાડ ઉપર જે ફળ પાકે તે ડીંટાથી દૂર જેમ થતું, તેમ પરાક્રમ કાજે નાચે ઉર બન્નેનું થનગનતું. ૪૫ અર્થ :- શ્રી રામ કહે : મહારાજ! અમને બાળક ગણીને ફિકર કરો મા. સિંહનું બાળક પણ ગજપતિ એવા હાથીને જીતી લે છે. તેમ પુત્રનો જય જોઈ લેજો. ઝાડ ઉપર જે ફળ પાકે તે એક દિવસ તેના ડીંટાથી દૂર થાય છે તેમ પરાક્રમ બતાવવા ખાતર અમારા બન્નેનું હૃદય થનગનાટ કરી રહ્યું છે. ૪પા નૃપ લશ્કર સહ બન્ને વરને વિદાય કે મન કઠણ કરી ને સંદેશો દેતા દૂતને મિત્ર જનકનો સ્નેહ સ્મરી : Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ “શૂરવીર છતાં સ્મરી મૈત્રી તમે, અમ સુત-રમત જોજો નીરખી; વિદ્મ ભયંકર આવી પડ્યે લખજો, તો આર્વીશ હું હરખી.” ૪૬ અર્થ :— રાજા દશરથ હવે મનને કઠણ કરીને લશ્કર સાથે બન્ને વીરને વિદાય આપતાં મિત્ર રાજા જનકના સ્નેહને સ્મરી દૂતને સંદેશો આપે છે. જનકરાજાને દૂત મારફત કહેવરાવે છે. તમે શૂરવીર છતાં અમારી મિત્રતાનું સ્મરણ કર્યું તો અમારા પુત્રોની રમત તમે નીરખી જોજો. અને કોઈ ભયંકર વિા આવી પડે તો લખજો, તો હું પણ હર્ષભેર તમારી પડખે આવી ઊભો રહીશ. ।।૪૬।। મિથિલાપુર પહોંચ્યા કે સામે આવી નૃપ સત્કાર કરે; નગરજનો બહુ કરે પ્રશંસા : “સીતાયોગ્ય શ્રી રામ ખરે! પૂર્વ પુણ્યથી વીર નર બન્ને રૂપ-ગુણના ભંડાર લછો, ઉત્તમ વર-કન્યાના યોગે યાગ યથાર્થ થનાર, અહો!'' ૪૭ અર્થ :– મિથિલાપુરીમાં પહોંચ્યા કે સામે રાજા જનક આવીને સત્કાર કરવા લાગ્યા. નગરજનો પણ બહુ પ્રશંસા કરવા લાગ્યા કે ખરેખર આ શ્રી રામ સીતા સતીને માટે યોગ્ય વર છે. અહો! આશ્ચર્ય છે કે પૂર્વ પુણ્યના બળે બન્ને વીર નર, રૂપ અને ગુણના ભંડાર છે. ઉત્તમ વર અને કન્યાના યોગે આ યાગ એટલે યજ્ઞ પણ યથાર્થ ધનાર જણાય છે. જશા થોડા દિનમાં યજ્ઞવિધિ સૌ નિર્વિઘ્ને સંપૂર્ણ થઈ, લગ્ન કરે શ્રી રામી સાથે સીતા તર્ણી સંમતિ લઈ; સમાચાર દશરથને મળતાં તેડે વર-વહૂઁ નિજ પુરમાં, ઇન્દ્રસમા શ્રી રામ વાજે, સ્નેહસહિત સહોદ૨માં. ૪૮ અર્થ :— થોડા જ દિવસોમાં યશની સર્વ વિધિ નિર્વિઘ્ને સંપૂર્ણ થતાં સીતાના લગ્ન તેની સમ્મતિ લઈને રાજા જનકે શ્રીરામ સાથે કર્યા. આ સમાચાર દશરથ રાજાને મળતાં વર-વધૂને પોતાના નગરમાં આવવા તેડું મોકલ્યું, ઘેર આવ્યા પછી ઇન્દ્ર સમાન શ્રી રામ પોતાના સર્વ ભાઈઓ સાથે પ્રેમસહિત અયોધ્યા નગરીમાં બિરાજે છે. ૫૪૮૫ (૪૩) નિર્દોષ ન૨ - શ્રી રામ ભાગ-૨ * માતપિતાને અતિ સંતોષી રામસીતા નિજ નગર વસે; ભ્રમર-કોયલ સ્વરવાયો લઈને વસંત ઋતુ આવી વિલસે; નવીન અંકુરો ઘરે વનસ્પતિ, પર્ણ નૂતન રૂપ રંગ ઘરે, લતા મુકુલિત સ્મિત કરે, કોઈ પ્રફુલ્લ ફૂલે હાસ્ય કરે. ૧ Page #513 -------------------------------------------------------------------------- ________________ (૪૩) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૨ ૪૮૫ અર્થ - માતપિતાને અતિ સંતોષ આપતા શ્રી રામ અને સીતા સતી પોતાના નગરમાં જ નિવાસ કરીને રહ્યાં છે. તેટલામાં ચૈત્ર વૈશાખ મહિનાની વસંતઋતુ આવી પહોંચી. ભમરાઓ અને કોયલો પોતાના સ્વરરૂપ વાદ્યો વડે મનોહર અવાજ કરવા લાગ્યા. વનસ્પતિઓએ પણ નવા અંકુરો ઘારણ કર્યા. પર્ણ એટલે પાંદડાઓ પણ જૂના ખરી જઈ નવા આવીને નવીનરૂપ રંગને ઘારણ કરવા લાગ્યા. મુકુલિત એટલે અર્થ ઊઘડેલી કળીવાળી લતા પણ સ્મિત એટલે મનમાં આનંદિત થવા લાગી અને કોઈ લતા ઉપર ફલ આવી જવાથી તે જાણે પ્રફુલ્લિત થઈને હાસ્ય કરવા લાગી. ||૧૫. નિર્મળ નભથી ચંદ્ર-ચાંદની નયનાનંદ-જનક વર્ષે, દક્ષિણ વાયુ પુષ્પપરાગે સરવર-શૈત્યે ઉર સ્પર્શે; ઋતુરાજ-સુખ દેવા દશરથ લક્ષ્મણ-લગ્ન-વિધિ રચતા, પૃથ્વીદેવી સહ શત કન્યા પરણાવી ઉત્સવ કરતા. ૨ અર્થ:- આવી વસંતઋતુમાં નિર્મળ નભ એટલે આકાશમાંથી ચંદ્રમાની ચાંદની આંખોને આનંદજનક વર્ષવા લાગી. દક્ષિણ દિશાનો પવન પુષ્પપરાગની શ્રેષ્ઠ સુગંઘને સ્પર્શી સરોવરના ઠંડા જળની સાથે વહેતો હૃદયને સ્પર્શવા લાગ્યો. આવા ઋતુરાજ એટલે વસંતઋતુના સુખ આપવા રાજા દશરથ લક્ષ્મણના લગ્નવિધિની યોજના કરવા લાગ્યા અને પૃથ્વીદેવીની સાથે એકસો કન્યાઓ શ્રી લક્ષ્મણને પરણાવી ઉત્સવ કરવા લાગ્યા. ||રા) અવસર દેખી એક દિવસ બન્ને વર દશરથને વીનવે “કાશ-દેશમાં નગર બનારસ કુલક્રમગત અવનતિ સુંચવે, સ્વામી વગર સમૃદ્ધિ ન ઘરતું, હોય હુકમ તો ત્યાં વર્સીએ, ઘનસંપન્ન સુશોભિત કરીએ, ભુજબળને પણ કંઈ કસીએ.” ૩ અર્થ - અવસર દેખીને એક દિવસ બન્ને વીર શ્રી રામ અને શ્રી લક્ષ્મણ પોતાના પિતાશ્રી દશરથ પ્રત્યે વિનયસહિત કહેવા લાગ્યા કે કાશી દેશમાં આવેલ નગર બનારસ તે કુલ ક્રમાગત એટલે આપણા પૂર્વજોની પરંપરાથી આપણા જ આધીન વર્તે છે, પણ હાલમાં તે દેશ અવનતિ સૂચવે છે. સ્વામી વગર તે દેશ સમૃદ્ધિને પામતો નથી. માટે આપનો હુકમ હોય તો અમે ત્યાં જઈને વસીએ. તેને ઘનસંપત્તિ વડે સુશોભિત કરી તથા અમારા ભુજબળને પણ કંઈક કસી જોઈએ કે તે કેવું છે? ગાયા નૃપ દશરથ કહે: “સહી શકું નહિ વિયોગ બન્ને વીર તણો, ભરતાદિક પૂર્વજ અહીં વસિયા, આ જ અયોધ્યા પ્રથમ ગણો. એક જ નભમાં સૂર્ય-ચંદ્ર વસી વિસ્તારે નિજ તેજ બથે, તેમ પ્રતાપ તમારો વઘશે; અહીં રહેવાથી સર્વ સશે.”૪ અર્થ - દશરથ રાજા કહે : તમે જવાથી તમારા બન્ને વીરોનો વિયોગ હું સહી શકું એમ નથી. આપણા પૂર્વજો શ્રી ઋષભદેવના પુત્ર ભરત વગેરે રાજાઓ પણ પ્રથમ આ અયોધ્યામાં જ વસ્યા હતા. એક જ આકાશમાં જેમ સૂર્ય કે ચંદ્ર વસીને પોતાનું તેજ આખી પૃથ્વી ઉપર વિસ્તારે છે તેમ તમારો પ્રતાપ પણ અહીં રહેવા માત્રથી આખી પૃથ્વી પર વૃદ્ધિ પામશે અને સર્વ કાર્યની સિદ્ધિ થશે. [૪ Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ પ્રાવોધ-વિવેચન ભાગ-૧ દશરથ વારે તોપણ બન્ને કહે : “નિષેધો સ્નેહવશે, તોપણ ઉન્નતિના ઉત્સુક નર નહિ ઉત્સાહ કદી તજશે. શૂરવીરતાનો સંભવ જ્યાં સુધી, પુણ્યસ્થિતિ જ્યાં સુધી દીસે, ત્યાં સુધી શત્રુ પર જય કરવા રાજપુત્રનું મન તલસે. પ અર્થ :– પિત્તાશ્રી દશરથ વારતા છતાં બન્ને પુત્રો કહેવા લાગ્યા, આપ સ્નેહવશ અમને ત્યાં જવાનો નિષેધ કરો છો, તો પણ ઉન્નતિ સાઘવાના ઉત્સુક એવા નરો પોતાના ઉત્સાહને કદી છોડતા નથી. જ્યાં સુધી શૂરવીરતાનો સંભવ છે તેમજ પુણ્યની સ્થિતિ પણ જ્યાં સુધી અનુકૂળ દેખાય છે ત્યાં સુઘી શત્રુઓ ઉપર વિજય મેળવવાની કામના રાજપુત્રના અંતરમાં રહ્યા કરે છે. IINI નિષ્ફળ તરુ પક્ષીગણ તજતાં, તેમ નિરુધર્મીને તજશે – સર્વ સંપદા એકી સાથે, કોઈ કામ નઠિ કરી શકશે.” શૂરવીર સંતાનોને ઘટતાં વચન સુણી નૃપ હર્ષ ઘરે, રાજમુગટ ઘી રામ-શિરે, નૃપ લક્ષ્મણને યુવરાજ કરે. ૬ અર્થ :– ફળ વગરના વૃક્ષને જેમ પક્ષીગણ તજી દે છે તેમ ઉદ્યમ વગરના પુરુષને સર્વ સંપત્તિ એક સાથે તજી દેશે પછી તે કોઈ કામ કરી શકશે નહીં. શૂરવીર સંતાનોને ઘટતાં એવા વચન સાંભળી રાજા દશરથે હર્ષિત થઈ શ્રી રામના શિર પર રાજમુગુટ થયું, અને શ્રી લક્ષ્મણને યુવરાજની પદવી પ્રદાન કરી. ।।૬।। ભૂપતિ-વિભૂતિ પ્રગટે તેવી આશિષ દે નૃપ ખરા ઉરે, દશરથ રાય વિદાય દઈ કહે : “વસો બનારસ શુભ નગરે.” નગર પ્રવેશ કરે બે ભાઈ, નગરજનો ઉત્સવ કરતા, દાન-માનથી સંતોષી પુરજનનું હિત વીર ઉર થતા. ૭ અર્થ :– રાજવૈભવ પ્રગટે એવી અંતરની ખરી આશિષ આપતાં રાજા દશરથ તેમને વિદાયની આજ્ઞા સહ કહેવા લાગ્યા કે ભલે તમે શમનગર એવા બનારસમાં વાસ કરો અને સ્વપરહિતમાં સદૈવ તત્પર રહી મનુષ્યભવને સફળ કરો. શ્રી રામ અને શ્રી લક્ષ્મણ બન્ને ભાઈઓએ નગર બનારસમાં પ્રવેશ કર્યો ત્યારે નગરજનોએ મોટો ઉત્સવ કર્યો. ત્યાં રહી પ્રજાજનોને સદા દાન તથા માન આપી સંતુષ્ટ કરવા લાગ્યા. નગરજનોનું હિત સા હૃદયમાં ધારણ કરીને તે વીરનો રાજ્ય કરતા ત્યાં રહેવા લાગ્યા. ગાગો પૂર્વ મર્યાદા મોઢે નહિ, નીતિ-પુરઃસર રાજ્ય કરે, જન-કલ્યાણક કાર્યો તત્પર નવીન રૃપ બહુ હોંશ ધરે; ‘રામરાજ્ય' જગમાં પંકાયું, દુષ્ટ ડરે નૃપદંડ થકી, શિષ્ટ તણું સન્માન થતાં તે પંડિતપુર બન્યું નક્કી. ૮ અર્થ :— પૂર્વજોએ નિશ્ચિત કરેલ મર્યાદાનું તે કદી ઉલ્લંઘન કરતા નથી તેમજ પૂરેપૂરી નીતિ સહ રાજ્ય કરવા લાગ્યા. લોકોનું કલ્યાણ અર્થાત્ કેમ ભલું થાય એવા જ સર્વ કાર્યોમાં નવીન રાજાના હ્રદયમાં બહુ હોંશ હોવાથી તેમાં જ તે તત્પર રહેવા લાગ્યા. Page #515 -------------------------------------------------------------------------- ________________ (૪૩) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૨ ४८७ જેથી “રામરાજ્ય' જગતમાં બહુ પ્રસિદ્ધિ પામ્યું. દુષ્ટ લોકો શ્રી રામના રાજ્યદંડથી ડરવા લાગ્યા અને શિષ્ટ એટલે સજ્જન પુરુષોનું સન્માન થતાં તે બનારસ પંડિત પુરુષોનું નગર બની ગયું. દુષ્ટોનું દમન કરવું અને સજ્જનોનું પાલન કરવું એ “રામરાજ્ય'ની અટલ નીતિ બની ગઈ. રાજ્ય કરે લંકામાં રાવણ પ્રતિનારાયણ-પદ પામી, એક દિવસ આવે ત્યાં નારદ નભચારી, કુતૂહલકામી; રાવણ દઈ સન્માન કહે : “કંઈ વાત કરો કૌતુકકારી.” નારદ વણવિચાર્યું વદતા : “વાત કહું હું હિતકારી- ૯ અર્થ :- હવે રાવણ વિષેની વાત કરે છે - લંકા દેશમાં શ્રી રાવણ પ્રતિનારાયણની પદવી પામી રાજ્ય કરે છે. એક દિવસ આકાશમાં ગમન કરનાર અને કુતૂહલ કરવામાં જેને રસ છે એવા નારદ ત્યાં આવી ચઢ્યા. રાવણે સન્માન આપી કહ્યું કે તમે બધે ફરો છો તો કોઈ કૌતુકકારી વાત કહો. ત્યારે નારદે વગર વિચારે કહ્યું કે એક વાત તમારા હિતની છે તે સાંભળો. લા. નગર બનારસથી હું આવું, રામ નૃપતિ બહુ ગર્વ ઘરે. યજ્ઞનિમિત્તે તેડી રામને જનક કન્યાદાન કરે. આમ અનાદર કરી આપનો સર્વોપરી સુંદર વરતા, રામ મહારાજા બની બેઠા, લક્ષ્મણ પણ યુવરાજ થતા. ૧૦ અર્થ :- હું નગર બનારસથી આવું છું. ત્યાં રામ રાજા બહુ ગર્વ ઘરીને રહે છે. યજ્ઞના નિમિત્તે જનક રાજાએ રામને બોલાવી પોતાની પુત્રીનું કન્યાદાન કરી દીધું. આમ આપનો અનાદર કરી તે સર્વોપરી સુંદરી સાથે લગ્ન કરીને રામ મહારાજા બની બેઠા અને લક્ષ્મણ પણ યુવરાજ પદવીને પામે ગયા. ||૧૦|ી. સહી શકું નહિ ભાગ્યહીનને ઘેર સીતા ગંગા જેવી. રાવણરાય-મહોદધિ શોથી શોભાસ્પદ પામે તેવી. યુદ્ધ વિષે નહિ ફાવી શકશો લક્ષ્મણ બહુ બળવંત ગણો; વિચાર કર કો કળ વાપરજો, મત લઈ કોઈ મંત્રી તણો.” ૧૧ અર્થ :- ભાગ્યહીનને ઘેર ગંગા જેવી સીતા હોય એ હું સહી શકતો નથી. તે ગંગા જેવી સીતા તો ત્રણ ખંડના અઘિપતિ રાવણરાજારૂપ મહાસમુદ્રમાં આવીને ભળે તો જ તે શોભાસ્પદ ગણી શકાય. પણ તેમની સાથે યુદ્ધ કરીને તમે ફાવી શકશો નહીં. કારણકે લક્ષ્મણ બહુ બળવાન પુરુષ છે. વિચાર કરીને કોઈ મંત્રીનો મત લઈ કળ વાપરજો તો જ ફાવી શકશો. ૧૧. વાત સુણી કહે રાવણ : “સુણશો શીધ્ર પ્રતાપ દશાનનનો.” વિદાય દઈ નારદને, ચિંતેઃ “લેવો મત મંત્રી-જનનો.” મંત્રીમંડળમાં કહે રાવણ : “દશરથના બે બાળ તણોમુજ પદ લેવા યત્ન છૂપો છે, તે બન્નેને શીધ્ર હણો. ૧૨ Page #516 -------------------------------------------------------------------------- ________________ ४८८ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ :- આ વાત સાંભળીને રાવણે ગર્વથી નારદને કહ્યું કે આ દશાનનનો કેવો પ્રતાપ છે તે શીધ્ર તમારા જાણવામાં આવશે. નારદને વિદાય આપી રાવણે ચિંતવ્યું કે મંત્રી જનનો પણ મત આમાં લેવો જોઈએ. મંત્રી મંડળ વચ્ચે રાવણ કહે : દશરથના બે બાળકો રામ અને લક્ષ્મણ નામે છે, તેમનો છૂપો પ્રયત્ન મારું આ રાજ્યપદ લેવાનો છે, માટે તે બન્નેને શીધ્ર હણી નાખો. ૧૨ા. રામ નામના દુષ્ટ પુરુષની સીતા નામનેં સ્ત્રી હરવી, બન્નેને હણવા માટે કહો યુક્તિ સફળ શી આદરવી?” મારીચ મંત્રી કહે: “પરસ્ત્રી-હરણ મરણ સમ સજ્જનને, અપયશકારી, સત્યુલલંછન, અઘટિત કામ દીસે અમને. ૧૩ અર્થ - રામ નામના આ દુષ્ટ પુરુષની સીતા નામની સ્ત્રી છે તેને હરવી છે અને રામ લક્ષ્મણ બન્નેને હણવા માટે સફળ યુક્તિ કંઈ આદરવી તે કહો? મારીચ નામનો મંત્રી કહે : પરસ્ત્રીનું હરણ કરવું એ તો સજ્જનના મનને મરણ સમાન છે. અપયશકારી, સત્કલમાં લંછન લગાડનાર એવું અઘટિત કામ અમને તો તે લાગે છે. /૧૩ાા. અન્ય ઉપાયો અરિ હણવાના શૂરવીરને ઘટતા લેવા; કલ્પકાળ સુથી જન નિંદે તે દુષ્ટ વિચારો તર્જી દેવા.” રાવણ કહે: બસ રાખ હવે; બહુ ડહાપણમાં નહિ લાભ દીસે, સુગમ ઉપાય સેંઝી આવે તો ભણ સીતા હરવા વિષે.” ૧૪ અર્થ - કોઈ બીજા ઘટતા ઉપાય શત્રુને હણવાના શુરવીરને લેવા જોઈએ. પણ કલ્પકાળ સુધી લોકો જેને નિંદે એવા દુષ્ટ વિચારો પણ તજી દેવા જોઈએ. તે સાંભળી રાવણ કહે : બસ હવે તારા ડહાપણને મૂકી દે, આમાં કંઈ લાભ નથી. સુગમ કોઈ ઉપાય સીતાને હરી લાવવાનો સૂઝી આવે તો કહે. ૧૪ મારીચ કહે : જો આપે એવું કરવા નિશ્ચય કરી લીથો, દક્ષ દંતીથી સીતા રીઝવો, માર્ગ બીજો નથી કો સીઘો. આપ પ્રતિ અનુરાગ ઘરે તો સહજ ઉપાયે તે હરવી, બને નહીં અનુરાગી તો પછી હઠ કે બળજબરી કરવી.” ૧૫ અર્થ - મારીચ કહે જો આપે એવું કરવાનો નિશ્ચય કરી લીધો છે તો દક્ષ દૂતીને મોકલી સીતાને રીઝવો. એના જેવો બીજો કોઈ સીધો માર્ગ તેને મેળવવાનો નથી. આપના પ્રત્યે તે અનુરાગ ઘારણ કરે તો સહજ ઉપાયે તે હરી શકાય અને જો અનુરાગી નહીં બને તો જ હઠ કે બળજબરીનો ઉપાય છે. ૧૫ના સમજાવી સુર્પણખાને નભ-રસ્તે તુર્ત વિદાય કરી; ચિત્રકૂટ પર વસંતલીલા રામ રમે ત્યાં તે ઊતરી. પ્રેમકલહ સીતાનો પતવી રામ ફરે ગિરિ ચૌપાસે; વૃદ્ધ વનિતા-વેષ ઘરી સુર્પણખા ગઈ સીતા પાસે. ૧૬ અર્થ – સૂર્પણખાને રાવણે સમજાવી આકાશમાર્ગે તુર્ત તેને વિદાય કરી. ચિત્રકૂટવન જે નંદનવનથી પણ શ્રેષ્ઠ છે. ત્યાં શ્રી રામ વસંતલીલા કરતા હતા ત્યાં જઈ તે ઊતરી. Page #517 -------------------------------------------------------------------------- ________________ (૪૩) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૨ ४८८ સીતા સાથે પ્રેમકલહ પતાવીને શ્રી રામ પર્વતની ચારે બાજુ ફરતા હતા; ત્યારે વૃદ્ધ સ્ત્રીનો વેષ ઘરી સુર્પણખા સીતા જ્યાં બધી સખીઓ સાથે વૃક્ષ નીચે બેઠેલ છે ત્યાં આવી પહોંચી. ||૧૬ાા ડોસ કહે : “કહો કેવા પુણ્ય તમે રમો નૃપતિ સંગે, હું પણ તેમ કરી આ નૃપની રાણી બની રમું નવરંગે.” લક્ષ્મણપત્નીવર્ગ હસી કહેઃ “ચિત્ત તરુણ આ ડોસી તણું.” ડોસી કહે “મુજ હાંસી કરો નહિ, ઑવન તમારું સફળ ગણું.”૧૭ અર્થ - ડોસીમાનું રૂપ બનાવી સુર્પણખા કહેવા લાગી : અહો કેવા પુણ્યવડે તમે આ રાજા સાથે રમો છો. હું પણ તેનું પુણ્ય કરીને આ રાજાની રાણી બની તેમની સાથે નવરંગે રમું. ત્યારે લક્ષ્મણના પત્નીવર્ગે હસીને કહ્યું કે આ ડોસીમા થઈ ગયા છતાં હજુ તેમનું મન તો જવાન છે. ત્યારે ડોશીમા કહે : મારી હાંસી કરો નહીં. હું તો તમારું જીવન સફળ ગણું છું. I/૧૭થા કરુણા આણી કહે સતાઃ “રે! સ્ત્રીભવમાં શું સુખ માને? જણાય અજાણી આત્મહિતથી, સફળ ર્જીવન માને આને? સ્ત્રીભવ અનુભવતી આ સર્વે અનિષ્ટ ફળ પામી પાપે, વિષય-સુંખની ઇચ્છા પાછી પરભવમાં દુર્ગતિ આપે. ૧૮ અર્થ – તે સમયે દયા લાવીને સતી સીતાએ કહ્યું : માજી! તું આ સ્ત્રીભવમાં શું સુખ માને છે ? તું આત્માનું હિત શામાં છે, એથી અજાણ જણાય છે, તેથી આવા સ્ત્રી અવતારને તું સફળ જીવન માને છે. સ્ત્રીભવમાં અનેક દુઃખ અનુભવતી આ સર્વે પાપના અનિષ્ટ ફળને પામી છે. આ સ્ત્રી પર્યાય મહાપાપનું ફળ છે વળી વિષય સુખની વાંછા રાખવાથી ફરી તે પરભવમાં દુર્ગતિ જ આપશે. //૧૮ અનિષ્ટ-લક્ષણવંતી કન્યા કોઈ ન પરણે, દુખી રહે; કુટુંબ-કેદ કુલ-રક્ષા કાજે મરણ સુધી સ્ત્રી માત્ર સહે. પિયર સાસરે શોકરૂપ જો વંધ્યા રહે દુર્ભાગ્ય વડે; અપંગ, રોગ થયે પતિ તજતા; કલહકારી પતિ નિત્ય નડે. ૧૯ અર્થ :- સ્ત્રીભવમાં કેવા કેવા દુઃખ છે, તે સીતા સતી હવે સુર્પણખાને સમજાવે છે – અનિષ્ટ લક્ષણવાળી કે કુરૂપવાન કન્યા હોય તો તેને કોઈ પરણે નહીં. તેથી શોક સહિત તેને ઘરમાં જ રહેવું પડે છે. કુટુંબમાં કેદ સમાન મરણ પર્યત રહીને તેને કુલની રક્ષા કરવી પડે છે. જો દુર્ભાગ્યવશ લગ્ન કરીને વંધ્યા એટલે પુત્ર વગરની રહે તો પિયરમાં અને સાસરે બન્ને ઘરમાં તે શોકનું કારણ થાય છે. અપંગ કે રોગી થઈ જાય તો તેનો પતિ પણ તેને છોડી દે છે. અથવા પતિ કલહ કરનાર મળ્યો તો તેને તે નિત્ય પીડે છે. II૧૯ાા. દુખદાવાનલના સંતાપે બળે જેમ વેલી વનની, માસે માસે કોઈ અડે નહિ, સદાય શંકા સ્ત્રીજનની. ચક્રવર્તીની પુત્રીનું પણ પરાધીન જીવન જાણો, શોક્ય તણા સંતાપ સહે બહુ માનભંગ-ભય મન આણો. ૨૦ Page #518 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - આમ અનેક પ્રકારની પીડા પામતી સ્ત્રી દુઃખરૂપી દાવાનલના સંતાપે વનમાં રહેલી વેલ સમાન બળ્યા કરે છે. પ્રતિમાસે ઋતુઘર્મ સમયે તેને કોઈ અડતું પણ નથી, એવી અસ્પૃશ્ય બની જાય છે. સ્ત્રીના સ્વભાવમાં સહેજે માયાવીપણું હોવાથી તેના ચારિત્ર્યને વિષે સદા શંકા જ રહ્યા કરે છે. ચક્રવર્તીની પુત્રી હોય તો પણ તેને બીજાના ચરણોની સેવા કરવી પડે છે. એવું પરાધીન જીવન સ્ત્રીનું હોય છે. પોતાની બીજી શોક્ય હોય તેના સંતાપ સહન કરવા પડે છે. અથવા બીજી શોક્યમાં પતિનો અનુરાગ વિશેષ હોય તો પોતાના માનભંગનો ભય સદા મનમાં રહે છે અને માનભંગ થયે તેને દુ:ખ વેઠવું પડે છે. ૨૦ગા. ગર્ભ-પ્રસવ-રોગાદિ દુઃખો, પુત્ર-પ્રસવથી શોક ગણો, સંતાન-દુખે કે મરણ-વિયોગે ચિત્ત-ચિતા-સંતાપ ઘણો. વિઘવાનાં દુખનો નહિ આરો, ઘર્મ-ક્રિયા નહિ સબળ બને. સલાહ-યોગ્ય ગણાય ન નારી મહાકાર્યમાં ચપળ મને. ૨૧ અર્થ - ગર્ભ ઘારણ કરી નવ માસ પુત્રભાર વહન તથા પ્રસવના સમયે અનેક રોગાદિના દુઃખો વેઠવા પડે છે. તેમાં વળી પુત્રીનો જન્મ થયો તો ઘરમાં શોકની છાયા પ્રસરી જાય છે. સંતાન થયા પછી તે દુઃખી થતું હોય કે મરી જાય તો તેના વિયોગથી મનમાં ઘણી ચિંતાનો સંતાપ ચિતાની સમાન બાળે છે. જો તે દુર્ભાગ્યવશ વિધવા બની ગઈ તો તેના દુઃખનો કંઈ પાર નથી. સ્ત્રીના પર્યાયમાં ઘર્મની ક્રિયા બળવાન થઈ શકતી નથી. સ્ત્રીનું મન ચપળ હોવાથી મહાકાર્ય કરવામાં તેની સલાહ પણ યોગ્ય ગણાતી નથી. ૨૧ આવી નિંદ્ય અવસ્થામાં સુખ માન ચહે, વિપરીત-મતિ, રે! નિર્લજ્જ, જરાવયમાં પણ આત્મવિચાર નથી કરતી. સ્ત્રીપદ પામ સતીત્વ દીપાવે તો જગવંદ્ય કૃતાર્થ સતી, રૂપરહિત, નિર્ધન, રોગી કે દુષ્ટ પતિ પણ નહિ તજતી. ૨૨ અર્થ :- એ સિવાય બીજા પણ અનેક દોષો સાઘારણરૂપથી બીજી સ્ત્રીઓમાં જોવા મળે છે. માટે આવા નિંદ્ય સ્ત્રી પર્યાયમાં સુખ માની તેને તું ઇચ્છે છે તેથી તારી બુદ્ધિજ વિપરીત થઈ ગઈ છે એમ જણાય છે. જે નિર્લજ્જ! વૃદ્ધાવસ્થામાં પણ તું આત્મવિચાર કરતી નથી તેથી તું દુર્ભાગ્યશાળી છે. સ્ત્રી અવતાર પામીને સતીત્વપણાને દીપાવે તો તે જગતના જીવોને વંદન કરવા લાયક થાય છે. અને તેનું સતીત્વપણું પણ ત્યારે જ કૃતાર્થ ગણાય કે જો તેનો પતિ રૂપરહિત હોય, નિર્બન હોય, રોગી હોય કે દુષ્ટ હોય તો પણ તે તેને કદી છોડે નહીં તો. “બાઈ, રાજપત્ની હો કે દીનજનપત્ની હો, પરંતુ મને તેની કંઈ દરકાર નથી. મર્યાદાથી વર્તતી મેં તો શું પણ પવિત્ર જ્ઞાનીઓએ પ્રશંસી છે. સગુણથી કરીને જો તમારા ઉપર જગતનો પ્રશસ્ત મોહ હશે તો હે બાઈ, તમને હું વંદન કરું છું.” (વ.પૃ.૭) ચક્રવર્તી કર્દી કરે યાચના તોય ચહે નહિ પર પતિ જે, કુષ્ટિ કે ચંડાળ સમો ગણી દૂર રહે સુમતિ સત તે. બલાત્કારથી કોઈ સતાવે તો સત બાળી ભસ્મ કરે, પતિવ્રતા સતી સ્ત્રીની સામે મરવા ડગલું કોણ ભરે?” ૨૩ Page #519 -------------------------------------------------------------------------- ________________ (૪૩) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૨ ૪ ૯૧ અર્થ :- બીજા પુરુષની વાત જવા દઈએ પણ કોઈ ચક્રવર્તી તેની ઇચ્છા કરે તો તેને પરપતિ માની કદી ઇછે નહીં, પણ તેને કોઢી કે ચંડાળ સમાન ગણી તેથી દૂર રહે. તે જ સમ્યક મતિવાળી સતી છે એમ હું માનું છું. બલાત્કારથી કોઈ સતાવે તો તેને પણ સતી સ્ત્રી પોતાના સતીત્વના બળથી બાળીને ભસ્મ કરી દે. આવી પતિવ્રતા સતી સ્ત્રીની સામે કોણ મરદ મરવા માટે ડગલું ભરે. ૨૩ સીતા-વચન સુણી સુર્પણખા ચિત્ત વિષે ચિંતવતી કે : ચળે અચળ મેરું, પણ કદી ના ચિત્ત સીતાનું ચળી શકે. “ઘેર કામ છે, વાર ઘણી થઈ”, કહીં સતીને નમી દૂતી ગઈ રાવણ પાસે પહોંચી વિનય સહ દૂતી વદે દિલગીર થઈ ૨૪ અર્થ - સીતા સતીના આવા વચન સાંભળી સુર્પણખા મનમાં વિચારવા લાગી કે કદાચ અચળ મેરુપર્વત ચલાયમાન થઈ જાય પણ આ સતી સીતાનું મન કદી પણ ચલાયમાન થઈ શકે એમ નથી. એમ વિચારી સુર્પણખા સતી સીતાને નમીને કહેવા લાગી કે મારે ઘરે કામ છે અને ઘણીવાર થઈ ગઈ છે માટે હું જાઉં છું એમ કહીને દૂતી બનીને આવેલી તે સુર્પણખા રાવણ પાસે જઈ પહોંચી અને વિનયપૂર્વક દિલગીર થઈને રાવણને બધી હકીકત કહેવા લાગી. ૨૪ “ઇદ્રવજ પણ ભેર્દી શકે નહિ દૃઢ શીલ-નિશ્ચય-સીતા તણો, આપ તણો અભિપ્રાય જણાવી શકી ન, ડર પામી જ ઘણો.” ક્રોઘ કરી કહે રાવણ : “જૂઠી વાત ન માનું જરી ખરી; બાહ્ય ડોળથી ભડકી ભોળી, ચતુર હૂંતીપદ ગઈ વીસરી. ૨૫ અર્થ - સીતા શીલવતી છે. સીતાના શીલ પાળવાના દ્રઢ નિશ્ચયને ઇન્દ્રવજ પણ ભેદી શકે એમ નથી. હું શીલવતી સીતાના સતીત્વબળથી ભય પામીને આપનો અભિપ્રાય પણ જણાવી શકી નહીં. ત્યારે ક્રોઘ કરીને રાવણ કરે તારી બધી વાત જાઢી છે, તેમાંથી જરાપણ વાત હું ખરી માની શકું નહીં. સીતાના બાહ્ય ડોળથી તું ભોળી ભડકી ગઈ અને ચતુર એવી તું દૂતી હોવા છતાં, દુતીપદને જ વિસરી ગઈ. રપા નાગણફેણ તણા ફુત્કારે ડરી વાર્દી શું નહિ ઝાલે? નારીની ચંચળ વૃત્તિને કરી-કર્ણ ઉપમા આલે.” બચાવ કરવા કહે સુર્પણખાઃ “લલના તે લલચાતી નથી, વૈભવ-ભોગની નહિ ત્યાં ખામી, સુર-સુખ તુચ્છ જણાય અતિ. ૨૬ અર્થ - કોઈ નાગણ ફેણ કરીને ઉત્કાર કરે તો શું મંત્રવાદી ડરીને એને ઝાલતો નથી? નારીની ચંચળવૃત્તિને શાસ્ત્રોમાં કરી-કર્ણ એટલે હાથીના કાન સાથે ઉપમા અપાય છે; જે હંમેશાં ચલિત થયા કરે છે. ત્યારે બચાવ કરવા સુર્પણખા કહેવા લાગી કે સીતા જેવી લલના તે કોઈ ભોગોપભોગની વસ્તુઓથી લલચાય એવી નથી. કારણ સીતાને ત્યાં વૈભવ ભોગ સામગ્રીની કોઈ ખામી નથી. તે સામગ્રીની સામે મને તો દેવતાઈ સુખ પણ અતિ તુચ્છ જણાય છે. [૨૬ાા. શૂરવીરતાદિક ગુણ-વર્ણન તો રામ સમાન ન કોઈ તણું; સ્વયં કલામૂર્તિ સીતા ત્યાં સર્વ કલાઘર હીન ગણું.” Page #520 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ મારી મંત્રી સહ રાવણ પણ વિમાન લઈ નભમાં ચાલે, ચિત્રકૂટ વનમાં જઈ પહોંચે જ્યાં સીતા સુખમાં હાલે. ૨૭ અર્થ :- વળી સુર્પણખા કહે જો હું તમારા શૂરવીરતાદિક ગુણનું વર્ણન કરી તેને પ્રસન્ન કરું પણ રામ સમાન કોઈ શૂરવીર જણાતો નથી. બીજી કોઈ કળા બતાવીને રંજીત કરું પણ સ્વયં સીતા જ કલાની મૂર્તિ છે; ત્યાં બીજા સર્વ કલાધરને હું હીન ગણું છું. આવા સુર્પણખાના વચન સાંભળી રાવણ પણ મારિચ મંત્રીની સાથે વિમાનમાં બેસી આકાશમાં ચાલવા લાગ્યો. અને જ્યાં સીતા સતી સુખમાં હાલી રહી છે એવા ચિત્રકૂટ નામના વનમાં તે આવી પહોંચ્યો. //ર૭ળી રાવણની આજ્ઞાથી મારીચ મણિમય મૃગ-બચ્ચું બનતો, તે દેખી સીતા કહે: “સ્વામી, બહુરંગી મૃગ મન-ગમતો!” સીતાના મનોરંજન અર્થે હરણ પકડવા રામ જતા, ઘડી નિકટ, ઘડી વિકટ પથે દૂર દેખી રામ ચકિત થતા. ૨૮ અર્થ - રાવણની આજ્ઞાથી મારિચ મંત્રી મણિરત્નોથી યુક્ત હરણનું બચ્ચું બન્યો. તે દેખીને સીતા શ્રી રામને કહે સ્વામી! આ બહુરંગી હરણ મારા મનને રંજિત કરે છે. સીતાના મનરંજન માટે તે હરણને પકડવા શ્રીરામ ચાલતા થયા. તે હરણ ઘડીકમાં નિકટ લાગે અને ઘડીકમાં વિકટમાર્ગમાં જતું જોઈને શ્રીરામ ચકિત થતા હતા. ૨૮ાા. વિપરીત વિધિથી માયામય મૃગ દૂર દૂર લઈ જાય, અરે! શબ્દ કરે ને ઘાસ ચરે, નિર્ભય થઈ હાથ લગોય ફરે; વળી ઊછળી ય છલંગ લગાવી દોડે, હાંફે દૂર રહ્યો, ગર્દન વાળી પાછળ ભાળ; આખર ગગન અલોપ થયો. ૨૯ અર્થ - વિપરીત ભાગ્યનો ઉદય થવાથી અરે! એ માયામય મૃગ શ્રી રામને દૂર દૂર લઈ જાય છે. ક્યારેક શબ્દ કરે, ક્યારેક નિર્ભય થઈને ઘાસ ચરવા લાગી જાય, ક્યારેક હાથ માત્ર જ દૂર જણાય કે જાણે પકડી લઈએ. વળી ક્યારેક છલંગ મારી ઊછળીને દોડે, વળી દૂર રહ્યો રહ્યો હાંફે અને ક્યારેક ગરદન વાળીને પાછળ જુવે, એમ કરતાં કરતાં આખરે તે મૃગ આકાશમાં અલોપ થઈ ગયું. રા. જેમ ઘડામાં સાપ પુરાયો રહે નિશ્ચષ્ટ અશક્તિ લહી, તેમ જ રામ ચકિત મને નભમાં નીરખે નિશ્ચષ્ટ રહી, સ્ત્રીવશ-ચિત્ત થયેલા નર નિજ કાર્ય-વિચાર-વિહીન બને, તેમ મનોહર હરણ-સ્મરણમાં રામ ઊભા અતિ દૂર વને. ૩૦ અર્થ :- જેમ ઘડામાં પુરાયેલો સાપ અશક્તિના કારણે ચેષ્ટા વગરનો જણાય, તેમ શ્રીરામ પણ ચેષ્ટા વગરના થઈને આશ્ચર્યચકિત બની જઈ આકાશમાં જ જોતા રહી ગયા. કહ્યું છે કે સ્ત્રીને વશ બનેલ નરનું ચિત્ત, તે પોતાને કરવા યોગ્ય કાર્યના વિચારથી વિહિન બની જાય છે. તેમ સીતાના મનોરંજન માટે મનોહર હરણના સ્મરણમાં શ્રીરામ અતિ દૂર વનમાં જ નિશ્ચષ્ટ ઊભા રહી ગયા. ૩૦ાા તેવામાં તો રામવેષ ઘરી રાવણ જાનકી પાસે ગયો, કહે: “હરણને નગર મોકલ્યું; નગર જવાનો વખત થયો. Page #521 -------------------------------------------------------------------------- ________________ (૪૩) નિર્દોષ ન૨ - શ્રી રામ ભાગ-૨ પ્રિયા, પાલખીમાં બેસો, આ અશ્વ ઉપર હું આવું છું.” જાનકી પાલીરૂપ વિમાને બેઠાં કે ચઢી જાય ઊંચું. ૩૧ અર્થ :— તેટલા સમયમાં તો રાવણ માથાવડે શ્રી૨ામનો વેષ ધારણ કરીને જાનકી અર્થાત્ સીતાજી પાસે જઈને કહેવા લાગ્યો કે હરણને તો નગરમાં આગળ મોકલી દીધું છે, અને હવે સંધ્યાકાળ થવાથી આપણને પણ નગરમાં જવાનો વખત થઈ ગયો છે. પિયા! તમે પાલખીમાં બેસો. હું આ અશ્વ ઉપર સવાર થઈને આવું છું. જાનકી-સીતા માયાવડે બનાવેલ પાલીરૂપ વિમાનમાં બેઠા કે તે ઊંચુ આકાશમાં ચઢી ગયું, ॥૩૧॥ સતીશરોમિણ નાગણ સાથે રાવણ રમવા યત્ન કરે, પ્રગટ થઈ પુષ્કર વિમાને દુષ્ટ વચન આવાં ઊંચરે : “ભય, લજ્જા ને રામ-પ્રેમ તō, બન રાવણની પટરાણી, સુખ ભોગવ ત્રણ ખંડ ઘરાનું, વરી મુજને કરુણા આણી.” ૩૨ ૪૯૩ અર્થ :– સતીઓમાં શિરોમણિ સીતા સાથે રાવળ રમવા યત્ન કરે તે તો નાગ સાથે રમવા જેવું છે. સીતારૂપ નાગણને પોતાના મૃત્યુ માટે જ તે લંકામાં લઈ આવ્યો. પછી પોતાનું વાસ્તવિક સ્વરૂપ પુષ્કર જ વિમાનમાં પ્રગટ કરીને આવા દુષ્ટ વચન સીતા પ્રત્યે કહેવા લાગ્યો – : ભય, લજ્જા અને રામનો પ્રેમ તજી રાવણની પટરાણી બન. મારા પર કરુણા લાવીને મને વરી ત્રણ ખંડની પૃથ્વીનું સુખ ભોગવ. ।।૩૨।। કર્ણ-શૂલ સમ શબ્દો સુણતાં સતી સીતા મૂર્છિત થાતી; ગગન-ગામિની વિદ્યા વિનશે, શીલવતી-સ્પર્શે ઠી જાતી; તેથી વિદ્યાથીઓ દ્વારા શીત ઉપચારો શીઘ્ર કર્યાં, થતાં સચેત સીતા ધીરજ ધરી બોલે બોલો રોષભર્યા : ૩૩ અર્થ – આવા રાવણના કાનને ફૂલ સમાન શબ્દો સાંભળી સતી સીતા મૂર્છિત થઈ ગઈ. રાવણે વિચાર કર્યો કે જો આ શીલવતીનો સ્પર્શ થયો તો મારી આકાશગામિની વિદ્યા શીઘ્ર નષ્ટ થઈ જશે અને વળી તે રૂઠી જશે. તેથી વિદ્યાધરીઓ દ્વારા તેના શીઘ્ર શીત ઉપચારો કર્યો, જેથી તે સચેત થઈને ધીરજ ધારણ કરી, રોષભર્યા શબ્દો રાવણ પ્રત્યે બોલવા લાગી. ।।૩૩।। “અથમાંથમ અડતો નહિ મુજને, બોલ ન કોઈ બોલ હવે, પતિવ્રતાનો પ્રાણ શીલગુણ તૃણ સમ રામ વિના સૌ ભવે. તુચ્છ ગણી આ પ્રાણ તજું પણ શીલખંડન નહિ કદીય થશે, શાશ્વત મેરું સમ મુજ નિશ્ચય, સમજ, નહીં તો મરી જશે.'' ૩૪ અર્થ :— રે અધમાધમ! મુજને અડતો નહીં. બોલવાનું બંધ કર. એક પણ બોલ હવે બોલ મા, પતિવ્રતાનો પ્રાણ તે શીલગુણ છે. આ ભવમાં રામ વિના મારે મન સૌ તૃણ સમાન છે. આ પ્રાણોને પણ તુચ્છ ગણીને તજી દઈશ પણ શીલખંડન કોઈકાળે નહીં કરું. શાશ્વત મેરુ સમાન આ મારો નિશ્ચય છે. તેને સમજ; નહીં તો તું મરી જઈશ. ।।૩૪। Page #522 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સમયોચિત ઉત્તર દઈ સીતા વ્રત ઘારણ એવું કરતી, “રામચંદ્રના ક્ષેમકુશળની વાત સુણું નહિ સત્યવતી ત્યાં સુધી મૌન નિરંતર ઘારું, ભોજનનો પણ ત્યાગ કરું.” તપસ્વિની સમ ભૈષણ-અશન તર્જી પાળે વ્રત એવું કપરું. ૩૫ અર્થ - સમયને ઉચિત રાવણને ઉત્તર દઈ સતી સીતાએ એવું વ્રત ઘારણ કર્યું કે શ્રીરામચંદ્રના કુશળક્ષેમની વાત સત્યસ્વરૂપે મારા સાંભળવામાં આવે નહીં ત્યાં સુધી નિરંતર મૌન ઘારણ કરીને રહીશ અને ભોજનનો પણ ત્યાગ કરું છું. આમ તપસ્વિની સમાન બની આભૂષણ અને ભોજનનો પણ ત્યાગ કરી તે કપરું વ્રત પાળવા લાગી. રૂપા રાવણને પણ લાગ્યું કે નહિ કોઈ રીતે હમણાં પલળે, કાલક્રમે એ રામ વીસરશે, ટૂંકું ઉદ્યાન અશોક તળે; તર્જી ઉદ્યાન ગયો લંકા ત્યાં ચક્ર પ્રગટિયું શસ્ત્ર-ગૃહે, લંકામાં ઉત્પાત થયા તે મરણ-સૅચક ગણી, મંત્રી કહે : ૩૬ અર્થ :- રાવણને પણ લાગ્યું કે હમણાં આ કોઈ રીતે પલળે એમ નથી. સમય વીતતાં એ રામને વીસરી જશે. માટે હાલમાં એને બગીચામાં અશોક વૃક્ષ નીચે મૂકી દઉં. સીતા સતીને બાગમાં મૂકી રાવણ લંકાપુરીમાં ગયો. ત્યાં શસ્ત્રાગારમાં કાલચક્ર સમાન ચક્રરત્ન પ્રગટ થયું અને લંકામાં અનેક મરણ સૂચક ઉત્પાત થવા લાગ્યા તેને જોઈને મંત્રી કહેવા લાગ્યા. /૩૬ રામચંદ્ર બળભદ્ર થવાના. લક્ષ્મણ નારાયણ સમજો અભ્યદય બન્નેનો દીસે, સતી સીતાની આશ તજો; અશુભ-ગૂંચક ઉત્પાદો પુરના સમજી દૂર કલંક કરો, યુગ યુગ નામ વગોવે તેવું કામ નહીં મનથી ય સ્મરો.”૩૭ અર્થ - મંત્રીઓએ રાવણને જણાવ્યું કે રામચંદ્ર, બળભદ્ર થવાના છે અને તેમના નાનાભાઈ લક્ષ્મણને નારાયણ સમજો. આ બન્નેનો વર્તમાનમાં અભ્યદય એટલે ચઢતો પુણ્યનો ઉદય છે. માટે તમે સતી સીતાની આશા મૂકી દો. નગરમાં થતા અનેક અશુભ-સૂચક ઉત્પાદોને સમજી આ સીતા સતી પ્રત્યેનો મોહ મૂકી, કલંકને દૂર કરો. યુગ યુગ સુધી તમારું નામ વગોવે એવા કામની તમે મનથી પણ સ્મૃતિ ન કરો. ૩શા મંત્રીને ઉત્તર દે રાવણ : “વગર વિચાર્યું કેમ કહો? યુક્તિ-વિરુદ્ધ વચન બોલો છો, સીતા હરણ શુભ શુકન કહોઃ સીતારૂપી સ્ત્રી-રત્ન મળ્યું કે ચક્રરત્ન ઉત્પન્ન થયું, હવે અઘિપતિ છયે ખંડનો બનવાનો, દુઃખ સર્વ ગયું.” ૩૮ અર્થ - મંત્રીઓને ઉત્તરમાં રાવણ જણાવે છે કે તમે વિચાર્યા વગર કેમ બોલો છો? યુક્તિ વિરુદ્ધ વચન બોલો છો. સીતાનું હરણ કરવું એ તો શુભ શુકનનું ચિહ્ન છે. સીતારૂપી સ્ત્રીરત્ન મળ્યું કે શસ્ત્રાગારમાં ચક્રરત્ન પણ ઉત્પન્ન થયું. હવે તો હું છએ ખંડનો અઘિપતિ બનીશ. સર્વ દુઃખ હવે નાશ પામી ગયા. ૩૮ Page #523 -------------------------------------------------------------------------- ________________ (૪૩) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૨ ૪૯૫ ચિત્રકૂટ પર પરિજન સાંજે રામ-સીતાની શોઘ કરે, ખેદભિન્ન ચિત્તે ફરતાં દૂર રામ મળ્યાથી હર્ષ ઘરે; વ્યાકુળ બની પરિજનને પૂછેઃ “સાથે સીતા કેમ નથી?” કહે સેવકો, “છાયા સમ સીતાજી દૂર હશે ન અતિ.” ૩૯ સીતાને રાવણ હરી ગયા પછી શ્રીરામ લક્ષ્મણ વગેરેને કેમ જાણ થાય છે તે જણાવે છે : અર્થ - ચિત્રકૂટ વનમાં સાંજે કુટુંબીજનો રામ-સીતાની શોઘ કરે છે પણ તે મળતા નથી. ખેદ ખિન્ન ચિત્તે ફરતા જ્યારે શ્રીરામ વનમાં દૂર પણ મળી ગયા ત્યારે સર્વેને હર્ષ થયો. તે સમયે શ્રી રામે વ્યાકુળ બનીને કુટુંબીજનોને પૂછ્યું કે તમારી સાથે સીતા કેમ નથી? ત્યારે સેવકો કહેવા લાગ્યા : છાયાની સમાન આપની સાથે રહેનારાં સીતાજી અતિ દૂર નહીં હોય, અહીં જ હશે. ૩૯ સર્વે શોધે ત્વરા કરી ત્યાં વાંસ ઉપરથી વસ્ત્ર જડે, રામ સમીપ આપ્યું, તે દેખી સર્વ અશુભ-શંકાએ ચડે; રામ કહે લક્ષ્મણને માયા-મૃગની વાત કપટકારી, ત્યાં તો દૂત ઉતાવળથી આવી દે પત્ર વિનય ઘારી. ૪૦ અર્થ - હવે સર્વે સીતાજીને શોઘવા માટે ઉતાવળ કરી ત્યારે વાંસ ઉપરથી એક વસ્ત્ર મળી આવ્યું. તેને શ્રીરામ પાસે આપ્યું. તે દેખીને સર્વ અશુભ શંકાઓ કરવા લાગ્યા. શ્રીરામ હવે લક્ષ્મણને માયામય મૃગની બઘી કપટભરી વાત કહેવા લાગ્યા. ત્યાં તો ઉતાવળથી એક દૂતે આવીને વિનયપૂર્વક એક પત્ર હાથમાં આપ્યો. ૪૦ના વળી કહે : હે! દેવ, પિતાએ દીઠું સ્વપ્ન અશુભ આજેરાહુ રોહિણી હરણ કરીને ગગનાંતર જઈને ગાજે; ચંદ્ર ભમે નભ વિષે એકલો શોકાતુર બની અહીંતહીં', જાગી પુરોહિતને પૂછે : ફળ સ્વપ્ન તણું શું શાસ્ત્ર મહીં? ૪૧ અર્થ - વળી તે દૂત કહેવા લાગ્યો : હે દેવ આપના પિતાશ્રી દશરથ મહારાજે આજે એક અશુભ સ્વપ્ન જોયું. તેમાં રાહ, રોહિણીને હરણ કરીને દુર આકાશમાં લઈ જઈ ત્યાં ગાજવા લાગ્યો. અને ચંદ્ર એકલો શોકાતુર બનીને અહીં તહીં આકાશમાં ભમવા લાગ્યો. મહારાજે જાગી ગયા પછી તુરંત પુરોહિતને પૂછ્યું કે આ સ્વપ્નનું શાસ્ત્રમાં ફળ શું કહ્યું છે તે કહો. ||૪૧ાા કહે પુરોહિત : “માયાચારી રાવણ સીતા હરી ગયો, સીતા-વિરહ વને એકલા ભમે રામ’ સુણી શોક થયો. દશરથરાયે કર્યો રવાના તુર્ત મને આ પત્ર દઈ,” માહિતી આ મળતાં ચિંતા સીતાની વળી વળી ગઈ. ૪૨ અર્થ :- પુરોહિત કહેવા લાગ્યા કે રાહુ જેવો માયાચારી રાવણ રોહિણી જેવી સીતાને હરી ગયો છે. અને સીતાના વિરહે ચંદ્ર જેવા રામચંદ્ર એકલા વનમાં ભમી રહ્યાં છે. આ વૃત્તાંત સાંભળીને મહારાજ શોકિત થઈ ગયા. જેથી મહારાજ દશરથે આ પત્ર દઈને મને અહીં તર્ત રવાના કર્યો છે. આ માહિતી Page #524 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ ૪૯૬ મળતાં સીતાની ચિંતા હવે વળી વધી ગઈ. ॥૪૨॥ પ્રેમ પિતાનો સ્મરી, પત્ર તે ખોલી વાંચે રામ હવે ઃ “શ્રી અયોધ્યા પુર્રીપતિ દશરથ પ્રેમાલિંગન સહ સૂચવે. કુમારયુગલની કુશલતા ચહ્ન સમાચાર વિદિત કરે : દક્ષિણમાં લંકાપતિ રાવણ અન્યાયે મમત્ત ફરે. ૪૩ : અર્થ – પિતાના પ્રેમને સ્મરી, શ્રીરામ પત્ર ખોલીને વાંચે છે. તેમાં લખેલ છે કે અયોધ્યાપુરીપતિ દશરથ, પુત્રોને પ્રેમ આલિંગન સાથે બેયકુમારોની કુશળતા ચાહીને સમાચાર વિદિત કરે છે કે દક્ષિણ દિશામાં લંકાપતિ રાવણ અન્યાયપૂર્વક પ્રવર્તીને મદમત્ત એટલે મારા જેવો કોણ છે એવા અભિમાનથી ઉન્મત્ત થઈને ફરે છે. ।।૪૩૫૫ કલહ-પ્રિય નારદ સીતાની રૂપ-પ્રશંસા ખૂબ કરે, સ્ત્રીલંપટ રાવણ તે સુણતાં સતી સીતા પ્રતિ મોઠ ઘરે; ઘરી રામ રૂપ હરી સીતા સર્ટી, લંકામાં લંકેશ ગયો, દુષ્ટ દુષ્ટતા સાથી મરવા માટે તે તૈયાર થયો. ૪૪ અર્થ :— કલહપ્રિય નારદે સીતાના રૂપની પ્રશંસા રાવણ સમક્ષ ખૂબ કરી. તે સાંભળીને સ્ત્રીઓમાં આસક્ત એવો રાવણ સતી સીતા પ્રત્યે મોહિત થઈ ગયો. જેથી રામનું રૂપ ધારણ કરીને તે લંકાપતિ રાવણ સીતા સતીને લંકામાં લઈ ગયો છે. દુષ્ટ એવો તે પોતાની દુષ્ટતા સાધીને હવે મરવા માટે તૈયાર થયો છે. ૫૪૪૫ રાવણ હણવાની તૈયારી થતાં સુધી ધીરજ ઘારી તન-રક્ષા કરી નિર્ભય રહેવા શિક્ષા ઉર હૈ ઉતારી એવો દૂત મુદ્રા લઈ સીતા કને રવાના શીઘ્ર કરો, બન્ને બંધુ દીર્થવૃષ્ટિથી શો, ઉતાવળ પરિહરો.’૪૫ અર્થ :– રાવણને હણવાની તૈયારી થતાં સુધી સતી સીતા ધીરજને ઘારણ કરીને પોતાના શરીરની રક્ષા કરે તથા નિર્ભય રહે એવી શિક્ષા તેના હૃદયમાં ઉતારી શકે એવા કોઈ દૂતને શ્રી રામચંદ્રની મુદ્રા લઈને શીઘ્ર રવાના કરો. તેમજ બન્ને ભાઈઓ પન્ન દીર્ઘદૃષ્ટિ રાખીને શોક અને ઉતાવળને પરિહરજો. અને ખૂબ વિચારીને તેનો ઉપાય કરજો. ૪૫।। શિરછત્રનો પત્ર સુણીને લક્ષ્મણ ક્રોધ ઘરી ઘડૂંકે - “સિંહશિશુ સાથે સસલું શું વિરોધ કરી રહેશે ખડું કે? ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ' પાપીને સુઝે પાપે, સતી સીતારૂપ દાવાનલથી લંકાવન બળશે આપે.” ૪૬ અર્થ :– શિરછત્ર એવા પિતાશ્રીના પત્રનો ભાવ સાંભળીને લક્ષ્મણ ક્રોધ કરીને ઘડુકી ઊઠ્યા કે સિંહના બચ્ચા સાથે વિરોધ કરીને સસલુ ક્યારેય ઊભું રહી શકશે ખરું ? જેમ વિનાશકાળે પાપીને વિપરીત બુદ્ધિ સૂઝે છે, તેમ સતી સીતારૂપ દાવાનલના તેજ પ્રતાપે લંકાનું વન આપોઆપ બળી જશે. ।।૪૬।। Page #525 -------------------------------------------------------------------------- ________________ (૪૩) નિર્દોષ નર - શ્રી રામ-૨ સમાચાર સુર્ગા ભાઈ ભરત-શત્રુઘ્રાદિક એકત્ર થયા, જનકરાય પણ આવી મળિયા, વીર રસમાં સૌ ભળી ગયા. સીતા-પ્રાપ્તિના વિવિધ ઉપાયો સર્વે મળી વિચારે જ્યાં, બે વિદ્યાઘર રામ સમીપે આર્વી અનુજ્ઞા યાચે ત્યાં. ૪૭ અર્થ :— સીતા સતીના સમાચાર સાંભળીને ભાઈ ભરત અને શત્રુઘ્ન આદિ બધા એકત્ર થઈ ગયા. જનકરાજા પણ ત્યાં આવી મળ્યા. અને સૌમાં શુરવીરતા આવી ગઈ. સતી સીતાની પ્રાપ્તિના ઉપાયો બધા મળીને વિચારતા ના તેટલામાં બે વિદ્યાધર શ્રીરામ સમીપે આવીને આજ્ઞા મેળવવાની યાચના કરવા લાગ્યા. ૪િ૭।। રામ કહે : “ઠે! વીર કુમારો, કોણ આપ? ક્યાંથી આવો ? સુગ્રીવકુમાર કહે : “બળ-રામ તણાં દર્શનનો આ લ્હાવોપૂર્વ પુણ્યથી આજે પામ્યો; હવે વાત કહું મુજ મનની; દક્ષિણ શ્રેણીની કિષ્કિંથા જન્મભૂમિ છે આ તનની. ૪૮ અર્થ :— શ્રીરામ કહેવા લાગ્યા કે હે વીર કુમારો, આપ કોણ છો? ક્યાંથી આવો છો? ત્યારે સુગ્રીવકુમાર કહે પૂર્વ પુણ્યના પ્રતાપે મને આજે શ્રી બળરામના દર્શન કરવાનો લ્હાવો મળ્યો. હવે હું મારા મનની વાત કહું છું. દક્ષિણ શ્રેણિમાં આવેલ ક્રિષ્કિંધા નામની નગરી છે, તે મારી જન્મભૂમિ છે. ।।૪૮।। વિદ્યાથ૨૫તિ બલીન્દ્રને બે પુત્ર વાલિ-સુગ્રીવ થયા, પિતા વાલીને રાજ્ય દઈ યુવરાજ મને કરી, ચાલી ગયા, લોભવશે મુજ પદ છીનવી લઈ દેશ-નિકાલ મને દીઘો, ‘મુજ પદ પાછું મળશે ક્યારે?' નારદને મેં પ્રશ્ન કીધો. ૪૯ ૪૯૭ અર્થ :– વિદ્યાધરના પતિ બલિન્દને વાલિ અને સુગ્રીવ નામે બે પુત્રો થયા હતા. પિતાએ વાલીને રાજ્ય દઈ, મને યુવરાજ પદે સ્થાપી પોતે પરલોક સિધાવ્યા. લોભવશ બનીને મારું યુવરાજ પદ છીનવી લઈ વાલિએ મને દેશ-નિકાલ આપ્યો. મેં એકવાર નારદમુનિને પ્રશ્ન કર્યો કે મારું છીનવી લીધેલ પદ ક્યારે મળશે? ।।૪૯।। કૂંઠે નારદજી : 'અર્થ ભરતના નાથ રામ-લક્ષ્મણ બનશે, ચિત્રકૂટ ગિરિ પર જઈ યાચે મૈત્રી તો તુજ કામ થશે.’ સુણી વાત મુજ મિત્ર અમિતગતિ સહિત અહીં આવ્યો આશે, સીતા-પ્રાપ્તિમાં સહાય કરીશું; હવે સીતા જાણો પાસે. ૫૦ અર્થ – ત્યારે નારદજી કહે : અર્ધ ભારતના નાથ રામ અને લક્ષ્મણ બનશે. તે ચિત્રકૂટ ગિરી પર - હાલમાં છે. ત્યાં જઈને તેમની મિત્રતાની યાચના કરે તો તારું કામ થઈ જશે. આ વાત સાંભળીને મારા મિત્ર અમિતગતિ સાથે હું આશા સહ અહીં આવ્યો છું. સતી સીતાને મેળવવામાં અમે સહાય કરીશું. હવે સીતા આપણી પાસે જ છે એમ જાણો. પા અણુસમ રૂપ અનેક ઘરી તે મુજ મિત્ર અમિતગતિ દૂત ભલો, અર્જુમાન સર્વે છે તેને જશે ગમે ત્યાં, વીર કળો.' Page #526 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ રામ કહે : “મુજ મુદ્રા તું લઈ, તુર્ત સતાની પાસ જઈ, આવ કુશળતા કહી લંકા જઈ, આશ્વાસન સીતાને દઈ.” ૫૧ અર્થ - આ મારો મિત્ર અમિતગતિ અણુસમાન અનેકરૂપ ઘારણ કરી શકે છે. ભલા દૂત જેવો છે. એને સર્વ અણુમાન (હનુમાન) કહે છે. આ ગમે ત્યાં જઈ શકે છે અને મહાનવીર જાણો. આ સાંભળી શ્રીરામ કહે : મારી મુદ્રા એટલે વીંટી લઈને તું તુર્ત સીતાની પાસે લંકામાં જા. અને સીતાને અમારી કુશળતા જણાવી આશ્વાસન આપીને પાછો આવ. //૫૧|| નમન કરીને દંત થઈ ચાલ્યો ચિહ્ન સતાના સર્વ સુણી, અણુમાન નભમાં ઊડી આવ્યો, લંકા નીરખે આત્મ-ગુણી; ભ્રમર બનીને શોધે સીતા, રાજસભા નીરખી લીઘી, અંતઃપુરમાં ભમી વળ્યો પણ ભાળ ન ક્યાંય મળી સીથી. ૫૨ અર્થ - શ્રીરામને નમન કરી હનુમાન દૂત થઈને લંકા માટે રવાના થયા. શ્રીરામે સીતાના સર્વ ચિહ્નો બતાવી દીધા કે તે કેવી છે. હનુમાન આકાશમાં ઊડીને લંકામાં આવ્યા. જેનો આત્મા ગુણવાન છે એવા હનુમાન હવે લંકાને સીતાની ભાળ માટે નીરખી નીરખીને જુએ છે. તે ભમરાનું રૂપ લઈને સીતા સતીને શોધે છે. રાજસભા નીરખીને જોઈ લીધી. રાજાના અંતઃપુરમાં પણ ભમી વળ્યો પણ ક્યાંય સીતાની ભાળ મળી નહીં. પરા ભ્રમર-કોકિલા કૂજિત ઉપવન નંદન નામે જ્યાં નીરખે, અશોકતરુ નીચે સીતા સતી શોક સહિત દેખી હરખે; કલ્પલતા સમ સીતાને ચિંતા-દાવાનલમાં દેખી, રાવણ પ્રતિ અતિ ક્રોઘ ઘરે દૂત પણ અવસર લે છે પરખી. ૫૩ અર્થ :- ભમરા અને કોકિલના સ્વરથી ગુંજાયમાન એવા નંદન નામના બગીચાને જ્યાં જોયો કે અશોકવૃક્ષ નીચે સીતા સતીને શોકસહિત બેઠેલા જોઈને હનુમાનનું મન હર્ષિત થઈ ગયું. કલ્પવેલી સમાન સીતાને ચિંતારૂપી દાવાનલમાં બળતી દેખીને રાવણ પ્રત્યે હનુમાન દૂતને અત્યંત ક્રોઘ આવ્યો પણ અવસરનો જાણ હોવાથી, હવે લડાઈનો સમય નથી પણ સોંપેલ કામની સિદ્ધિ કેમ થાય, તેનો જ ઉપાય હવે તો લેવો જોઈએ. પલા સાત દિવસમાં સીતાની શી દશા થઈ તે નીરખવા, જાતે રાવણ મંદોદરી સહ આવ્યો સીતા રીઝવવા. સુણીશ ક્યારે રામકુશળતા?’ એમ શોચતી સતી દેખી, રાવણ ચકિત થઈ ચિંતવતો, “પતિવ્રતા તો આ પેખી.” ૫૪ અર્થ :- સાત દિવસમાં સીતાની શી દશા થઈ છે તેને જોવા અને રીઝવવા માટે જાતે રાવણ મંદોદરી સાથે ત્યાં આવ્યો. પણ સતી સીતા તો રામની કુશળતાના સમાચાર મને ક્યારે મળશે? એમ વિચારતી તેને જોઈને રાવણ તો ચકિત થઈ ગયો અને વિચારવા લાગ્યો કે પતિવ્રતા સ્ત્રી તો જગતમાં આજ જોઈ છે, કે જે સાત દિવસથી મૌન પાળીને જમતી પણ નથી. I૫૪ * Page #527 -------------------------------------------------------------------------- ________________ (૪૪) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૩ ૪૯૯ અભિપ્રાય નિજ જણાવવાને મોકલી મંજરિકા દૂતી, દૂત વિનય સહ કહે સતા પ્રતિઃ “હે દેવી, તું બુદ્ધિમતી. પટરાણી પદ અર્પી તુજને અતિ સુખ દેશે લંકપતિ. તો યૌવન શાને કરમાવે? તર્જી દે જૂની રામ-સ્મૃતિ. ૫૫ અર્થ - રાવણે પોતાનો અભિપ્રાય જણાવવા મંજરિકા નામની દૂતીને સીતા પાસે મોકલી. તેણે આવીને વિનયપૂર્વક સીતા પ્રતિ કહ્યું કે હે દેવી! તું બુદ્ધિમાન છે. તને લંકાપતિ રાવણ પટરાણીનું પદ આપીને અતિ સુખ દેશે તો તારી આ યૌવન અવસ્થાને શા માટે કરમાવે છે? રામની સ્મૃતિ હવે જુની થઈ એમ માનીને તેને તજી દે. પપા રામચંદ્ર રાવણને જીતી, લઈ જાશે મુજને એવી, આશા રાખે નિષ્ફળ શાને, મઘુર શેરડી-ફળ જેવી? ભૂખ્યા મૃગપતિના મુખથી મૃગ કોઈ મુકાવી નહિ શકશે, જન્માંતર જાણી પટરાણી રાવણની બન ભાગ્યવશે.” ૫૬ અર્થ - રામચંદ્ર રાવણને જીતી મને લઈ જશે એવી શેરડીના ફળ જેવી મીઠી આશા રાખવી તે હવે નિષ્ફળ છે. જેમ ભૂખ્યા મૃગપતિ એટલે સિંહના મુખમાં પ્રવેશેલ હરણને કોઈ મુકાવી શકે નહીં તેમ રાવણના હાથમાં આવેલ હરણી જેવી તને કોણ છોડાવવા સમર્થ છે? માટે તારો નવો જન્મ થયો એમ જાણીને તું રાવણની પટરાણી બની જા; અને તારા ભાગ્યનો ઉદય થયો એમ જાણ. //પકા (૪૪) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૩ * અચળ હૃદય સીતાનું સમજી રાવણ કામાથીન કહે : “કુળ-રક્ષા કરવાનું થારે તે સૌ વ્યર્થ વિચાર લહે; લજ્જા રાખ નહીં કંઈ મનમાં હીન સંબંઘ ન મુજ સાથે, નર્થી ચિરપરિચિત પ્રેમ તજાતો, રામ રહ્યા મારે માથે - ૧ અર્થ - અનેક પ્રયત્નો કરવા છતાં સીતા સતીનું મન અચળ જાણીને કામાથીન રાવણ સીતાને કહેવા લાગ્યો કે ઉચ્ચકુળમાં ઉત્પન્ન થઈને આવું કામ મારાથી કેમ થાય. મારે શીલ પાળીને કુળની રક્ષા કરવી જોઈએ એ બઘા વ્યર્થ વિચાર છે. મારી સાથેનો તારો સંબંધ એ કોઈ નીચ કુળનો નથી. તેથી મનમાં લજ્જા રાખવી એ પણ યોગ્ય નથી. રામ મારે માથે ઘણી છે, એનો ચિરપરિચિત પ્રેમ તજાતો નથી એ બધું ભૂલવા જેવું છે. [૧] Page #528 -------------------------------------------------------------------------- ________________ ૫ ૦ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ એ કુમતિ તર્જી સમજી જા કે સંસારે સૌ સ્વજન થયાં, દેશકાળ બદલાતાં સર્વે પરિચિત જન ભુલાઈ ગયાં. રામ મને આવી લઈ જાશે” એવી વ્યર્થ ન ઘર આશા; ત્રિફેંટાચલ પર્વત પર લંકા, રક્ષક વિદ્યાઘર ખાસા. ૨ અર્થ - રામનો લાંબા કાળનો પ્રેમ તજાતો નથી એ કુમતિને તજીને એમ સમજ કે આ સંસારમાં સર્વ જીવો સાથે સ્વજનના સંબંઘ થયેલા છે. તેમાં દેશકાળ બદલાતાં સર્વે પૂર્વના પરિચિત લોકો ભુલાઈ ગયા છે અને નવા સંબંધો થયા છે. રામ આવીને મને લઈ જશે એવી વ્યર્થ આશાને ઘારણ કરીશ નહીં. કારણ કે આ લંકા ત્રિકૂટાચલ પર્વત પર આવેલી છે અને અનેક વિદ્યાઘરો આ લંકાના રક્ષક છે. 'રા ખાઈ રૃપે દરિયો વીંટાયો ભેમિ-ગોચરી નર શું કરશે? વન-ઉપવન સૌ ત્યાંના શોથી, આખર રામ ઝૂરી મરશે; દૈવાથીન આવી ચઢશે અહીં તો કચરાશે ચક્ર તળે, વ્યર્થ મનોરથ સર્વ તજે તો સાર્વભૌમ સુખ સદ્ય મળે. ૩ અર્થ:- આ લંકાની ચારે બાજુ ખાઈરૂપે દરિયો વીંટાયેલો છે. તો ભૂમિ ઉપર ચાલનારા મનુષ્યો અહીં કેવી રીતે આવી શકશે? તારા માટે વન ઉપવન વગેરે બધાં શોથી આખરે રામ ઝૂરીને મરી જશે. ભાગ્યને આધીન કદાચ અહીં આવી ચઢશે તો આ ચક્ર તળે કચરાઈને મરશે. આ બઘા વ્યર્થ મનોરથ તું સર્વ ત્યજી દે તો સાર્વભૌમ એટલે આખી પૃથ્વીનું - ચક્રવર્તીનું સુખ તને સદ્ય એટલે હમણાં જ પ્રાપ્ત થાય. /૩ણા મુજ આશા પૂરી કર, પ્રિયા, કાળ ગુમાવે શા માટે? વહેલું મોડું વળવું પડશે હસતાં, રડતાં આ વાટે. સ્ત્રી-હઠથી તવ અભ્યાગતની આશા નહિ પૂરી કરશે, તો પટરાણી-પદ ચૂકી તું ઘટદાસી થઈ જળ ભરશે.”૪ અર્થ – હે પ્રિયા! હવે મારી આશાને પૂરી કર. એમાં તું શા માટે કાળ ગુમાવે છે. વહેલું કે મોડું, હસતાં કે રડતાં આજ વાટે તારે વળવું પડશે. - સ્ત્રીહઠ પકડીને અભ્યાગત એટલે પાસે આવેલાની જો તું આશા પૂરી નહીં કરશે, તો તું પટરાણીનું પદ ચૂકી જઈ ઘટદાસી એટલે પાણીના ઘડા ભરનારી દાસી સમાન થઈને તારે જળ ભરવું પડશે. //૪ પુણ્યહીન નર લક્ષ્મી માટે વ્યર્થ મળે તેવી રીતે, રાવણ બહુ બકવાદ કરે પણ સતી સીતાને ના જીતે; ઘર્મધ્યાન સમ નિર્મળ, નિશ્ચલ સમતા સતી સીતા ઘારે, તે નીરખી નિરાશ થવાથી રાવણ મનમાં વિચારે – ૫ અર્થ :- પુણ્યહીન પુરુષ જેમ લક્ષ્મી મેળવવા વ્યર્થ મથે છે, તેવી રીતે રાવણ પણ બહુ બકવાદ કરતાં છતાં સતી એવી સીતાને તે જીતી શકતો નથી અર્થાતુ લલચાવી શકતો નથી. સીતા સતીતો ઘર્મધ્યાન સમાન નિર્મળ અને નિશ્ચલ સમતાને જ ઘારણ કરીને અડોલ રહી. તે જોઈને રાવણ નિરાશ થવાથી મનમાં એમ વિચારવા લાગ્યો. પાા Page #529 -------------------------------------------------------------------------- ________________ (૪૪) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૩ ૫ ૦ ૧ બહુ બળવંતા નૃપ મેં જીત્યા ભુજબળથી બહુ યુદ્ધ કરી, રૂપ-શિરોમણિ રમણીઓ પણ મુજ અંતઃપુર દેતી ભરી, જીતી મેં સ્ત્રી-સૃષ્ટિ સઘળી; શું સીતા મુજને જીતે?” એમ વિચારી ક્રોઘ ઘરે ત્યાં મંદોદરી વદતી પ્રીતે - ૬ અર્થ - રાવણ વિચારે છે કે બહુ બળવાન રાજાઓને મારા ભુજબળથી ઘણા યુદ્ધ કરીને મેં જીતી લીધા. અનેકરૂપમાં શિરોમણિ જેવી રમણીઓ વડે મારું અંતઃપુર ભરી દીધું. મેં સઘળી સ્ત્રી-સૃષ્ટિને જીતી લીધી અને શું આ સીતા મને જીતી જાય? એમ વિચારી રાવણને ક્રોઘ ઉપજ્યો કે ત્યાં મંદોદરી પ્રેમપૂર્વક અમૃતરૂપ વચન જળવડે તેને શાંત કરવા લાગી. ફાા “શાળીનાં પુષ્પોની માળા જ્વાળા પર નવ સુજ્ઞ ઘરે, તેમ મનોહર અબળા ઉપર ક્રોથ નહીં નરનાથ કરે. ગગનગામિની આદિ વિદ્યા ગુમાવશો સત સંતાપી; વિદ્યાઘર બહુ દુઃખી થયા છે કરી બલાત્કારો પાપી. ૭ અર્થ :- મંદોદરી રાવણને કહેવા લાગી કે શાળાના (ડાંગરના) પુષ્પોની માળાને કોઈપણ સમજુ જન અગ્નિની વાળા પર મૂકે નહીં. તેમ મનોહર એવી આ અબળા ઉપર નરોના નાથ એવા તમને ક્રોઘ ઘટે નહીં. જો સતીને આમ સંતાપ આપશો તો આકાશગામિની વગેરે તમારી વિદ્યાઓ નાશ પામી જશે. પૂર્વે પણ અનેક વિદ્યાઘરો બલાત્કારના પાપો કરીને દુ:ખી થયા છે. જેમકે સ્વયંપ્રભા માટે અશ્વગ્રીવ વિદ્યાઘર, પદ્માવતીના કારણે રાજા મધુસુદન અને સુતારામાં આસક્ત નિબુદ્ધિ અશનિઘોષ વગેરે દુઃખને પામ્યા છે. ||શા સપત્ની-શલ્ય આ બોલે છે એમ ગણો નહિ, કહું સાચું; સતી સતાનો મોહ તજો એ આપ કને આજે યાચું.” રાવણ રીસે બળતો ત્યાંથી આમ કહી ચાલી નીકળે : “પ્રાણસહિત સીતા તજવાનો, કહ્યું કોઈનું નહીં વળે.”૮ અર્થ - આ સીતા મારી સપત્ની શોક્ય બની જશે માટે આમ બોલું છું એમ માનશો નહીં. પણ સાચું કહું છું કે તમે આ સતી એવી સીતાનો મોહ મૂકી ઘો. તમારી પાસે મારી આ આજે વિનયભરી માગણી છે. તે સાંભળી રાવણ ક્રોધાગ્નિમાં સળગતો આમ કહેતો ત્યાંથી ચાલી નીકળ્યો કે સીતાને તો મારા પ્રાણ સાથે જ છોડીશ; અર્થાત્ મારા પ્રાણ છે ત્યાં સુધી તો એને હું નહીં જ છોડું; અને આમાં કોઈનું કહેલું કાંઈ વળવાનું નથી. દા. તજી દીઘેલી નિજ પુત્રી સમ માની મંદોદરી ઊંચરે ઃ “આ ભવ કે પરભવના યોગે મુજ ઉર સીતા, સ્નેહ સ્કુરે. જાણે મળી મુજ તનુજા આજે, સુણ શિખામણ માતતણી, માનશ ના લંકાપતિ-વિનતિ, સહનશીલતા રાખ ઘણી.”૯ અર્થ :- રાવણના કહેવાથી જન્મતાં જ તજી દીઘેલી પોતાની પુત્રી સમાન સીતાને માની મંદોદરી મનમાં વિચારવા લાગી કે આ ભવના કે કોઈ પરભવના સંબંઘથી આ સીતા પ્રત્યે મને સહેજે સ્નેહ Page #530 -------------------------------------------------------------------------- ________________ ૫ ૦ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સ્કુરાયમાન થાય છે. જાણે આજે મને મારી તનુજા એટલે પુત્રી જ મળી ગઈ હોય એમ માનીને તે સીતા પ્રત્યે કહેવા લાગી કે બેટી! તું આજે તારી માતાની શિખામણને માન આપી, લંકાપતિ રાવણની વિનતિને કદી પણ માનીશ નહીં. શીલની રક્ષા કરવા માટે ઘણી જ સહનશીલતા રાખજે. ગાલા ગગદ કંઠે વદતાં નેત્રે નીર વહે, સ્તન દૂઘ ઝરે; સહજ સ્નેહ મંદોદરીનો સીતાનાં નયને નીર ભરે. શત્રુદળમાં માતા સમ શીતળ શિખામણ સ્નેહ ભરી સુણી, ઘડીભર લહે સીતા સુખ, વિયોગની ચિંતા વીસરી. ૧૦ અર્થ - આમ ગદ્ગદ્ કંઠે બોલતાં મંદોદરીના નેત્રમાંથી આંસુ વહેવા લાગ્યા, અને સ્તનમાંથી દૂઘ ઝરવા લાગ્યું. આવો સહજ સ્નેહ મંદોદરીનો જોઈને સીતાના નેત્રો પણ જળથી ભરાઈ ગયાં. શત્રુઓના સમૂહમાં માતા સમાન શીતળતાદાયક પ્રેમભરી શિખામણ સાંભળીને સીતાને મન ઘડીભર સુખ થયું અને શ્રીરામના વિયોગની ચિંતાને તે વિસરી ગઈ. ||૧૦ના સીતા-સ્નેહ નિહાળી નયને મંદોદરી કહે : “હું યાચું, અંબા-વિનતિ માની આજે ભોજન કર, કહું છું સાચું. તુજ પતિને તું નીરખી શકશે, ટકશે જો તુજ દેહ અહીં, શરીર નભે આહારે, માટે લંઘન તું લંબાવ નહીં. ૧૧ અર્થ - સીતાની આંખોમાં પોતા પ્રત્યે સ્નેહ નિહાળીને મંદોદરી કહેવા લાગી : તારા પ્રત્યે મારી આ યાચના છે કે અંબા એટલે માતાની વિનતિને માનીને તું આજે ભોજન કર. હું આ તને સાચું કહું છું. જો તારો આ દેહ ટકશે તો તારા પતિને પણ તું જોઈ શકીશ. આ શરીર આહારથી નભે છે. માટે હવે તું આ લંઘન એટલે ઉપવાસને લંબાવ નહીં, પારણું કરી લે. ||૧૧|| પતિદર્શનનો સંભવ કર્દીયે હોય ન તો પછ તપ તપવાં, મુજ વિનતિ નહિ માને તું તો ભોજન માટે સૌ તજવા.” સુણી સીતા વિચારે, “માતા નથી પણ મા સમ પ્રેમ ઘરે.' સ્નેહસહિત મંદોદરી-ચરણે દ્રષ્ટિ દઈ તે નમન કરે. ૧૨ અર્થ - પતિના દર્શનનો કોઈ દિવસે સંભવ ન જ હોય તો પછી તમને તપવા જોઈએ. મારી આ વિનતીને તું નહીં માને તો હું પણ સર્વ પ્રકારના ભોજનનો ત્યાગ કરીશ. આવી વાત સાંભળીને સીતા વિચારવા લાગી કે માતા નથી પણ માતાની સમાન જ મારા ઉપર પ્રેમ ઘરે છે. તેથી સ્નેહપૂર્વક મંદોદરીના ચરણમાં દ્રષ્ટિ દઈને તે તેમના ચરણમાં નમી પડી. ૧૨ા. આસ-દુખે દુખ ઘરોં મંદોદરી લંકા નગર ભણી ચાલી; અણુમાને વિદ્યાબળથી રક્ષકને નિદ્રા અતિ આલી. કપિરૂપે તે સીતા સામે વિનય સહિત આવી બોલે : “રામચંદ્રનો સેવક છું, લ્યો પત્ર;” લઈ સીતા ખોલે. ૧૩ અર્થ :- આત એટલે સ્વજન. સીતાને પોતાનું સ્વજન માનીને તેના દુઃખે મનમાં દુઃખ ઘરતી. Page #531 -------------------------------------------------------------------------- ________________ (૪૪) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૩ ૫ ૦૩ મંદોદરી લંકા નગર ભણી ચાલી. ત્યારબાદ હનુમાને પોતાના વિદ્યાબળથી વનના રક્ષકોને અત્યંત નિદ્રા આપી. પછી હનુમાને પણ પ્લવગ નામની વિદ્યાર્થી પોતાનું બંદર જેવું રૂપ બનાવી તે સીતા સામે આવી વિનયપૂર્વક કહેવા લાગ્યો : હું શ્રી રામચંદ્રજીનો સેવક છું. આ તેમનો પત્ર છે તે લ્યો. તે લઈને સીતાએ તે ખોલી જોયો. ૧૩ સર્વ શોક વિસરી ગઈ સીતા પત્ર વાંચી હર્ષિત થતી સ્નેહનજર કરી કહે દૂતને: પિતા તુલ્ય ઉપકારમતિ, ઑવિતદાન દીધું સંકટમાં, નથી બદલો કંઈ દઈ શકતી.” કપિ કર્થે કર ઘરી દઈ વદતો : “રામચંદ્ર મુજ અધિપતિ- ૧૪ અર્થ - તે પત્ર વાંચીને સીતા સર્વે શોકને વિસરી ગઈ; અને હર્ષિત થતી સ્નેહભરી નજરે તે દૂતને કહેવા લાગી કે તમે તો મારા પિતા તુલ્ય ઉપકારબુદ્ધિવાળા છો. તમે મને આવા સંકટમાં જીવિતદાન આપ્યું છે. તેનો હું કંઈ બદલો આપી શકતી નથી. એવું સાંભળવાનું બંધ કરવા માટે પવનપુત્ર હનુમાન કાનો ઉપર હાથ ઘરીને કહેવા લાગ્યા કે શ્રી રામચંદ્રજી તો મારા અધિપતિ છે, અર્થાત્ મારા રાજા છે, સર્વોપરિ છે. II૧૪ના તેથી મુજ માતા સમ માનું, અન્ય કલ્પના અણઘટતી, આજે માતાજી, લઈ ચાલું એવી છે મુજમાં શક્તિ; પણ આજ્ઞા નથી રામચંદ્રની, પોતે લડવા નીકળશે, રાવણ હણી લંકાની લક્ષ્મી લઈ માતાજીને મળશે. ૧૫ અર્થ :- તેથી સીતાજી તમને હું મારા માતા સમાન માનું છું, બીજી કલ્પનાઓ આ વિષે કરવી તે અઘટિત છે. આજે માતાજી, હું તમને અહીંથી લઈને જઈ શકું છું એવી શક્તિ મારામાં છે. પણ શ્રીરામચંદ્રજીની મને એવી આજ્ઞા નથી. પોતે સ્વયં લડવા માટે આવશે. અને દુષ્ટ એવા રાવણને હણી, લંકાની લક્ષ્મી મેળવી, પછી માતાજી તમને મળશે. ૧૫ કરી પરાક્રમ વરી કીર્તિને ત્રણ ખંડના પતિ બનશે, માટે શોક તજી માતાજી, ભોજન લ્યો, સૌ શુંભ થશે.” ઉદાસીનતા તજીં ભોજન કરી સીતા દૂત વિદાય કરે, હનુમાન ઉતાવળથી ઊડી રામચરણમાં શિર ઘરે. ૧૬ અર્થ :- શ્રીરામ પરાક્રમ કરીને ત્રણે લોકમાં કીર્તિને વરી ત્રણે ખંડના અધિપતિ બનશે. માટે માતાજી શોક તજીને તમે આ ભોજન લ્યો. પ્રભુ કૃપાએ બધુ સારું થશે. હવે ઉદાસીનતાને તજી ભોજન કરીને સીતાજીએ દૂતને વિદાય કર્યો. હનુમાને પણ ઉતાવળથી ઊડી આવી શ્રીરામના ચરણમાં પોતાનું વિનયપૂર્વક મસ્તક મૂકીને પ્રણામ કર્યા. ૧૬ાા. પ્રસન્ન વદન નરખી હનુમાનનું રામ પ્રમોદ સહિત પૂછે - “સતી સીતા મુજ પ્રાણપ્રિયા તેં દીઠી? ક્ષેમકુશળ તે છે?” ઉત્તર દંત દે અતિ વિસ્તાર, રઘુપતિ-મન રંજન કરતો : “સ્વભાવથી અભિમાની રાવણ ચક્રરત્નનો મદ ઘરતો. ૧૭ Page #532 -------------------------------------------------------------------------- ________________ ૫ ૦૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - હનુમાનનું પ્રસન્ન વદન એટલે મુખ જોઈને શ્રીરામ પ્રમોદસહિત પૂછવા લાગ્યા કે મુજ પ્રાણપ્રિયા સતી સીતાને જોઈ? તે ક્ષેમકુશળ છે? તેનો ઉત્તર હનુમાને અતિ વિસ્તારથી આપ્યો. તેથી રઘુકુળના પતિ શ્રીરામનું મન રંજિત થયું. ફરી કહેવા લાગ્યા કે રાવણ સ્વભાવથી તો અભિમાની છે જ. તેમાં વળી ચક્રરત્ન પ્રગટ થવાથી તે અભિમાનના મદમાં વૃદ્ધિ થવા લાગી છે. છેલ્લા અપશુકન-સૂચક ઉત્પાતો લંકામાં ઉત્પન્ન થતા, રામવિજયનાં ચિહ્ન ગણું તે રાવણ-મૃત્યું સૂચવતા. વિદ્યાઘર સેવક તેના સૌ નિપુણ બહું, વિચાર કરો, તમે ગમે તે રીતે સીતાને તુર્ત લાવવા ચિત્ત ઘરો.” ૧૮ અર્થ - અપશુકનને સૂચવનારા અનેક ઉત્પાતો લંકામાં થયા છે, તેને હું રાવણની મૃત્યુના સૂચક ગણું છું. અને શ્રી રામની વિજયના તે ચિહ્ન માનું છું. રાવણના સર્વ વિદ્યાઘર સેવકો બહુ કુશળ છે. માટે સર્વ વાતનો મંત્રીઓ સાથે સારી રીતે વિચાર કરી જેવી રીતે શક્ય હોય તેમ, ગમે તે રીતે સીતાજીને શીધ્ર લાવવાનો નિશ્ચય કરવો જોઈએ. /૧૮ના સુણી વાત તે હનુમાનને સેનાનાયક રામ કરે, સુગ્રવને યુવરાજપટ્ટ દે, અંગદ કહે તે ચિત્ત ઘરે; અંગદ કહે: હે! દેવ, ત્રિવિઘ નૃપ: ઘર્મજયી ને લોભજયી અસુરજયી; રાવણ સમ માગે દંડ-ભેદ ઉપાય-જયી. ૧૯ - હનુમાનની બધી વાત સાંભળી યોગ્ય વિચાર કરીને હનુમાનને શ્રીરામે સેનાપતિ બનાવ્યા. અને સુગ્રીવને યુવરાજપદ આપ્યું. અને અંગદમંત્રી જે કહેવા લાગ્યા તે તરફ શ્રીરામે પોતાનું ચિત્ત કર્યું. અંગદ કહે : હે દેવ! રાજા ત્રણ પ્રકારના હોય છે. ઘર્મજયી, લોભજયી અને અસુરજયી. તેમાં રાવણ તો ત્રીજો અસુરજયી રાજા હોવાથી ભેદ અને દંડની આ બે નીતિને જ લાયક છે, તો પણ ક્રમનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. ||૧૯યા. લોભજયી દાને રીઝે છે, ઘર્મજયી સહ સામ ઘટે; તોપણ સામ પ્રથમ ક્રમ સૌમાં, સમજ ફરે તો કલહ મટે. સેનાપતિ જઈને સમજાવે તો તે કાર્ય તુરત પતશે, શાસ્ત્રજ્ઞો વિદ્યાબળવાળા વિરલા તેવા નર જડશે.” ૨૦ અર્થ - લોભજયી રાજા દાન આપવાથી રીઝે છે. ઘર્મજયી રાજાની સાથે સામ એટલે શાંતિનો વ્યવહાર કરવો જોઈએ. તો પણ સામ-દામ-દંડ-ભેદ-નીતિના ક્રમમાં સૌથી પ્રથમ સામ એટલે શાંતિપૂર્વક સામાપક્ષને સમજાવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે સમજી જાય તો ક્લેશના કારણો પણ મટી જાય છે. સેનાપતિ જઈને રાવણને સમજાવે તો સીતાને મેળવવાનું કાર્ય તુરત પતી જશે. આપણા સેનાપતિ હનુમાન જેવા શાસ્ત્રને જાણવાવાળા કે વિદ્યાબળવાળા ચતુર નર બીજા કોઈ વિરલા જ મળશે. ||૨૦ના રામચંદ્ર કહેઃ “કાર્યકુશળ હનુમાન સમાન ન કોઈ દીસે, પ્રભાવશાળી માર્ગ, નહિ તણાય તે પરતેજ વિષે, શત્ર પ્રતિ વર્તનની નીતિ યથાર્થ રીતે તે સમજે; માટે વિર હનુમાન, પ્રથમ તું શીધ્ર વિભીષણ પાસ જજે. ૨૧ Page #533 -------------------------------------------------------------------------- ________________ (૪૪) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૩ ૫ ૦ ૫ અર્થ :- શ્રીરામચંદ્રજી કહેવા લાગ્યા : આ કાર્યમાં કુશળ હનુમાન સમાન બીજો કોઈ દેખાતો નથી. તે પ્રભાવશાળી, લંકાનો માર્ગ જાણનાર અને બીજાના પ્રભાવમાં તણાય એમ નથી. શત્ર પ્રત્યે કેવું વર્તન કરવું જોઈએ તેની યથાર્થ નીતિ પણ એ જાણે છે, માટે વીર હનુમાન લંકામાં જઈને પહેલા વિભીષણને મળજે, મારા કહેજેઃ “અહીં આપ જ ઘર્મજ્ઞ, સુજ્ઞ, વિવેકી, Èરદર્શી, કુલ-કીર્તિ-રક્ષક, હિતચિંતક, વાત વિચારો તલસ્પર્શી : રાવણ સીતા-હરણ કરી અન્યાય અને અપકીર્તિ વરે, કલ્પકાળ તક કલંક કુળને લાગે તેવું કામ કરે. ૨૨ અર્થ :- વિભીષણને કહેજે કે આ લંકામાં તમે જ ઘર્મશ, સજ્જન પુરુષ. વિવેકી અને દરદર્શી હોવાથી અન્યાયપૂર્ણ કાર્યનું ભવિષ્યમાં શું ફળ આવશે તેના જાણનાર છો. કુળની કીર્તિ બનાવી રાખવાના તમે રક્ષક સમાન છો, બઘાના હિતચિંતક છો, માટે હું કહું તે વાતને જાણીને તેનો તલસ્પર્શી ઊંડો વિચાર કરો. તમારા મોટાભાઈ રાવણ સીતાનું હરણ કરીને અન્યાય અને અપકીર્તિને પોષણ આપે છે તથા કલ્પાન્તકાળ સુધી કુળને કલંક લાગે તેવું કામ કરે છે. /૨૨ાા રતિમોહિત રાવણ સમજાવી, સલાહ દ્યો સીતા તજવા, પાપ-કલંક-કલહનું કારણ તુર્ત ચહો નિર્મૂળ કરવા;' આમ વિભીષણ સામ વચનથી સત્ય વાત લે સ્વીકારી, તો સૌ શત્રુ શરણે આવ્યા, સીતા-મિલન પણ લે ઘારી.” ૨૩ અર્થ - વળી વિભીષણને કહેજે કે રતિમોહિત એટલે કામાસક્ત રાવણને સમજાવી સીતાને પાછી આપી દેવાની તમે સલાહ આપો. પાપનું કલંક વહોરવું તે ક્લેશનું કારણ છે માટે તેને નિર્મળ કરવાનો ઉપાય શીધ્ર ઇચ્છો. આમ શાંતિના વચનથી વિભીષણ જો સત્યવાતને સ્વીકારી લે તો સૌ શત્રુ શરણે આવ્યા અને સીતાનું મિલન પણ થઈ ગયું એમ સમજી લેવું. ૨૩ લઈ સંદેશો દૂત બની હનુમાન વિભીષણને મળિયા, સવિનય સંદેશો દઈ વદતા : “રામ અને લક્ષ્મણ બળિયા; કરોડ સાડા ત્રણ વિદ્યાઘર, અપાર ભૂમિગોચરી સેના, સજ્જ થઈને સાગરતીરે આવે ખબર સુણો તેના. ૨૪ અર્થ - શ્રીરામનો આવો સંદેશો લઈ દૂત બનીને હનુમાન લંકા જઈ વિભીષણને મળ્યા. વિનયપૂર્વક ઉપરોક્ત સંદેશો આપીને હનુમાન કહેવા લાગ્યા કે શ્રીરામ અને લક્ષ્મણ વર્તમાનમાં બળવાન પુરુષો છે. સાડા ત્રણ કરોડ વિદ્યાઘર અને અપાર ભૂમિગોચરોની સેના સજ્જ થઈને સમુદ્રના તીરે આવી રહી છે તેના ખબર સાંભળો. રજા સમજીને સીતા નહિ સોંપે તો કુલક્ષય કરનાર થશે, લંકાની લક્ષ્મી સહ સીતા, રાવણને હણી તે હરશે. સુજ્ઞ ગણીને રામચંદ્રજી આપ પ્રતિ અતિ પ્રેમ ઘરે;” સુણી વિભીષણ રાવણ પાસે દૂત સાથે જઈ વાત કરે : ૨૫ Page #534 -------------------------------------------------------------------------- ________________ ૫ ૦ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - રાવણ સમજી સીતાને પાછી નહીં સોંપી દે તો આવા કામથી તે કુલનો ક્ષય કરનાર થશે અને શ્રીરામ રાવણને હણી લંકાની લક્ષ્મી સાથે સીતાને લઈ જશે. વિભીષણને હનુમાને કહ્યું કે શ્રીરામ તમને સુજ્ઞ એટલે સારી રીતે નીતિના જાણકાર માનીને આપ પ્રત્યે અત્યંત પ્રેમ રાખે છે. આ વાત સાંભળીને વિભીષણ હનુમાન સાથે રાવણ પાસે જઈને વાત કરવા લાગ્યા. //પાના “પ્રિય ભાઈ, દૂત રામચંદ્રનો આવ્યો છે વિનતિ કરવા,” ભેટ ઘરી હનુમાન વદે ત્યાં: “કૃપા કરો વિનતિ ફળવા; દિન દિન વઘતા પુણ્યપ્રભાવે રામ અયોધ્યામાં વસતા, આપ અખંડ ત્રિખંડપતિને કુશળ સમાચારો પૂંછતા. ૨૬ અર્થ - વિભીષણે રાવણને કહ્યું : પ્રિય ભાઈ, આ રાજા રામચંદ્રનો દૂત તમને વિનંતી કરવા માટે આવ્યો છે. ત્યારે હનુમાન પણ ભેટ ઘરીને રાવણ પ્રત્યે બોલ્યા કે મારી વિનતિને ફળીભૂત કરવા કૃપા કરશો. પ્રતિદિન પુણ્યપ્રભાવે વઘતા શ્રીરામ અયોધ્યામાં રાજ્ય કરતા વિરાજે છે. તેમણે મને અહીં દૂતરૂપે મોકલ્યો છે. તે આપ જેવા અખંડ ત્રણ ખંડના પતિને પ્રથમ કુશળ સમાચાર પૂછે છે. IFરકા. વિદિત કરે : “બીજાની જાણી આપે સીતા છે આણી, પણ તે તો છે મુજ પટરાણી; પાછી મોકલો, નહિ હાણી.” નહિ તો વિનમિ-વંશ-શિરોમણિ મહાપુરુષને અણઘટતું, કર્મ ઘર્મ ને શર્મ વિઘાતક, પાપ પ્રગટ આ હડહડતું. ૨૭ અર્થ :- વળી શ્રીરામચંદ્ર રાજા આપને જણાવે છે કે આપે ભૂલથી સીતાને બીજા કોઈની જાણીને આણી છે, પણ તે તો મારી પટરાણી છે. માટે તેને પાછી મોકલી આપો, તો એમાં કંઈ હાનિ થઈ ગઈ એમ માનીશું નહીં. જો સીતાને પાછી નહીં મોકલો તો વિનમિ વંશના શિરોમણિ અને મહાપુરુષ જેવા આપનું આ અઘટિત કાર્ય, ઘર્મ અને શર્મ એટલે સુખનું વિઘાતક એટલે વિશેષ પ્રકારે ઘાત કરનાર બનશે; અને આ હડહડતું પ્રગટ પાપ જગતમાં સર્વત્ર પ્રસિદ્ધિ પામશે. ||રા સાગરનાં મોજાં મળ ત્યાગે, તેમ સીતા તજવા જેવી.” રાવણ કહે: “નથી આણી અજાયે આશ સીતાની તર્જી દેવી; માગ્યાથી તે નથી મળવાની ચક્રરત્ન સહ ર્જીતી લેવી.” મનમાંહીં હનુમાન હસેઃ “તક “તથાસ્તુ' ઝટ વદવા જેવી.” ૨૮ અર્થ – જેમ સાગરના મોજાં સમુદ્રના મળને કિનારા ઉપર ફેંકી દે છે તેમ સીતા પણ પરસ્ત્રી હોવાથી તજવા જેવી છે. ત્યારે રાવણ કહે હું એને અજાણપૂર્વક નથી લાવ્યો, જાણીને લાવ્યો છું; માટે સીતાની આશાને સર્વથા તજી દેવી. માગ્યાથી તે મળવાની નથી. સીતાને મેળવવી હોય તો અહીં આવી મને જીતી ચક્રરત્ન સાથે લઈ જાય. રાવણના નાશસૂચક આવા શબ્દો સાંભળીને હનુમાન મનમાં હસવા લાગ્યા કે આ તક ‘તથાસ્તુ' એટલે એમ જ હો એમ કહીને ઝડપી લેવા જેવી છે. ૨૮ પણ દંત-કાર્ય સ્મરી કહે મીઠા વચનેઃ “સીતા સોંપી દ્યો, પરસ્ત્રી-હરણ વિષે શી શોભા? કપટ પ્રગટ સુંઘારી લ્યો.” Page #535 -------------------------------------------------------------------------- ________________ (૪૪) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૩ ૫ ૦ ૭ રાવણ કહે, “એ ભૂલ જનકની, કેમ રામને પરણાવી? ત્રણે ખંડની મિલકત મારી, મને યોગ્ય તે અહીં આવી. ૨૯ અર્થ - પણ હનુમાન પોતાના દૂતકાર્યનું સ્મરણ કરીને મીઠા વચને કહેવા લાગ્યા : સીતા સતીને સોંપી દ્યો. પરસ્ત્રીનું હરણ કરવું એ કંઈ શુરવીરની શોભા નથી. સીતાને માયાવડે છેતરીને તમે લાવ્યા છો. આ કપટ પ્રગટ જગજાહેર છે. માટે આ થયેલ ભૂલને સીતાને પાછી સોંપી સુઘારી લો. ત્યારે રાવણ કહે આ ભૂલ જનકરાજાની છે. તેણે સીતા રામને કેમ પરણાવી? ત્રણે ખંડની મિલકત મારી છે. તે મને યોગ્ય છે; માટે હું તેને અહીં લાવ્યો છું. ૨૯ યોગ્યગ્રહણમાં અપકીર્તિ શી? સર્પ-ફણા પર મણિ ગણી, સીતા લેવા સાહસ કરતો, બુદ્ધિ બગડી રામ તણી.” કહે વિભીષણ : “વાદ નિરર્થક કરવાથી નહિ કાંઈ વળે, આર્ય અકાર્ય કરી ન સુઘારે તો પસ્તાવે વ્યર્થ બળે.” ૩૦ અર્થ :- ફરી રાવણ કહેવા લાગ્યો : મારા યોગ્ય વસ્તુને ગ્રહણ કરવામાં અપકીર્તિ શું? દ્રષ્ટિ વિષ સર્પની ફણા ઉપર રહેલ મણિને કોઈ લેવા ઇચ્છે તો તેનું મરણ જ થાય તેમ સીતાને લેવા રામ સાહસ કરે છે તે તેની બુદ્ધિ બગડી ગઈ જણાય છે. ત્યારે વિભીષણ હનુમાનને કહેવા લાગ્યા : હવે નિરર્થક વાદ કરવાથી કાંઈ વળે તેમ નથી. આર્ય થઈ અકાર્ય કરીને પણ તેને સુધારે નહીં તો અંતે પોતાના અકાર્યમાં કરેલ વ્યર્થ બળથી તેને પસ્તાવું જ પડશે. ૩૦ના “હે! હનુમાન, જતો રહે પાછો, નહિ તો વાત વધી જાશે, લંકાપતિના ક્રોઘાનલથી રાખ રખે તું ઝટ થાશે.” હનુમાન કહે : “કામાંઘ ન દેખે પુણ્યપુંજ નિજ પ્રજ્વલતો, સતી સીતાના નિઃસાસાથી સળગ્યું આ રાક્ષસકુળ, જો.” ૩૧ અર્થ :- વળી વિભીષણ કહે : હે હનુમાન, તું પાછો પોતાના ઘરે જતો રહે. નહીં તો વાત નિરર્થક વધી જશે અને આ લંકાપતિ રાવણની ક્રોધાગ્નિથી રખે ને તું શીધ્ર રાખ બની જશે. ઉત્તરમાં વિભીષણને હનુમાને કહ્યું : કામથી અંધ થયેલો પ્રાણી પોતાના પ્રજ્વલિત થતાં પુણ્યપુંજને નથી જોઈ શકતો, તેમજ સતી સીતાના નિઃસાસાથી પોતાનું રાક્ષસકુળ પણ સળગી ગયું છે તેનું પણ તેને ભાન આવતું નથી. ૩૧ાા એમ કહી ઊડ્યો ગગને તે શીધ્ર સીતા પાસે આવી, સમાચાર સીતાના લઈ જઈ, કહે રામને સમજાવીઃ “દુરાગ્રહી રાવણ નહિ કોઈ રીતે સીતાજી તજશે, તેથી યુદ્ધ ત્વરાથી કરવા તૈયારી કરવી પડશે.” ૩ર અર્થ - એમ કહીને હનુમાન ત્યાંથી આકાશમાં ઊડીને શીધ્ર સીતા પાસે આવ્યો. તેમના સમાચાર લઈ જઈ રામને બધી હકીકત સમજાવીને કહેવા લાગ્યા કે દુરાગ્રહી રાવણ કોઈ રીતે પણ સીતાજીને તજશે નહીં. માટે તેની સાથે યુદ્ધ કરવાની તૈયારી શીધ્ર કરવી પડશે. ૩રાા Page #536 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પ્રાવોધ વિવેચન ભાગ-૧ રઘુકુળ-કેસરી રામ હવે ચતુરંગી સેના સજ્જ કરે; વર્ષાકાળ વીતે ત્યાં લી તે ચિત્રકૂટે વનવાસ ઘરે. ગ્રીષ્મઋતુ વિરહાગ્નિ સમ સંતાપ કઈ સંતાઈ ગઈ, ગાજવીજે વર્ષાં ચઢી આવી ઘન-ગજસૈન્ય-સમૂહ લઈ. ૩૩ અર્થ = • રઘુકુળમાં સિંહ સમાન શ્રીરામ હવે ચતુરંગી સેના સજ્જ કરે છે. વર્ષાકાળ વ્યતીત થાય ત્યાં સુધી ચિત્રકૂટ વનમાં જ નિવાસ કરે છે. ગરમીની ઋતુ તો સીતાની વિરહાનિ સમાન સંતાપ દઈને સંતાઈ ગઈ. અને હવે ગાજવીજ સાથે વાદળારૂપી હાથીઓની સેનાનો સમૂહ લઈને વરસાદ ચઢી આવ્યો. ।।૩૪। મુશળધાર વૃષ્ટિ થઈ, વહેવા લાગ્યા વારિ-પ્રવાહ બધે, તાપશત્રુને વેગસહિત હાકલ દઈ જાણે તે શોધે! સત્પુરુષો નિંદા-સ્ક્રુતિનાં વચન સુણૅ છે સમભાવે, તેમ ટેકરા-ખાડા ઢાંકી સહિત સપાટી દર્શાવે. ૩૪ અર્થ :– મુશળધાર વરસાદ થયો. પાણીના પ્રવાહ બધે વહેવા લાગ્યા. તે પાણી વેગ સાથે વહીને જાણે તાપરૂપી શત્રુને હાકલ દઈને શોધતો હોય તેમ જન્નાયું, પણ શ્રીરામ જેવા સત્પુરુષો તો નિંદા કે સ્તુતિના શબ્દોને સમભાવે સાંભળે છે, તેમ સલિલ એટલે પાણી પણ ટેકરા હો કે ખાડા હો, બન્નેને સરખી રીતે ઢાંકી ઉપરથી સપાટરૂપે જ નજરે પડે છે. ।।૩૪।। સ્વર્ગીય પુલ સમ સુંદર રંગે ઇન્દ્રધનુ યુતિ રમ્ય ઘરે, રામસૈન્યને કાજે જાણે ગગનમાર્ગ તૈયાર કરે. એવામાં વાલી પાસેથી દૂત આવી નર્મી વાત કહે : “પૂજ્યપાદ નૃપ ૨૫કુળદીપક મુજ સેવા-સ્વીકા૨ ૨હે, ૩૫ અર્થ :– વર્ષાઋતુમાં ઇન્દ્રધનુષ જાણે સ્વર્ગમાં જવાનો પુલ હોય નહીં તેમ સુંદર રંગથી વિભૂષિત થઈને તેની શ્રુતિ એટલે તે જ કાંતિની રમ્ય એટલે ૨મણીયતાને પ્રદર્શિત કરે છે. તે જાણે શ્રીરામની સેનાને આકાશમાં જવા માટેનો માર્ગ તૈયાર કરતો હોય એમ જણાય છે. એવામાં વાલી નામના વિદ્યાઘર રાજા પાસેથી દૂત આવી શ્રીરામને નમીને વાત કહેવા લાગ્યો કે રઘુકુળના દીપક પૂજ્યપાદ શ્રીરામચંદ્ર મહારાજ મારી સેવાનો સ્વીકાર કરે ।।૩૫।। 39 તો સુગ્રીવ-હનુમાન તજી દે, મુજ મૈત્રીથી કાજ સરે આજ જ મુજ ભુજબળ ને વિદ્યા રામ સમીપ સીતાજી ઘરે દૂત વિસર્જન કરી અંગદની સલાહ લેવા રામ પૂછે; અંગદ તેનો ઉત્તર કે તે સંશય મનના સૌ લૂછે : ૩૬ અર્થ :— વળી મારી સેવાને સ્વીકારવા ઇચ્છતા હોય તો સુગ્રીવ અને હનુમાનની સેવાને ત્યજી દે. મારી સાથે મિત્રતા કરવાથી શ્રીરામના કાર્યની સિદ્ધિ થઈ જશે. આજે જ મારા મુજબળ અને વિદ્યાના બળે લંકા જઈ રાવણનું માન ભંગ કરી સીતાજીને રામ પાસે લાવીને મૂકી દઉં. વાલીના દૂતને દૂર રાખી શ્રીરામ આ વિષયમાં અંગદને પોતાનો અભિપ્રાય જણાવવા પૂછવા Page #537 -------------------------------------------------------------------------- ________________ (૪૪) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૩ ૫ ૦૯ લાગ્યા. ત્યારે અંગદે તેનો ઉત્તર આપ્યો તે મનના સર્વ સંશયને નષ્ટ કરે એવો હતો. [૩૬ાા રાવણ તો શત્રુ થઈ ચૂક્યો; મિત્ર-શત્રુ વાલી જાણો, રાવણને મળી જાય પછી તો દુર્જય ઉભય બને માનો; વાલીને પહેલો વશ કરવો દૂત મોકલી છંછેડો, હાથી દઈ લંકામાં લડવા અહીં આવવાને તેડો. ૩૭ અર્થ - અંગદ કહે : રાવણ તો સીતાને હરવાથી આપણો શત્રુ થઈ ગયો, અને આ વાલીને આપણા મિત્ર થયેલા સુગ્રીવ અને હનુમાનનો શત્રુ જાણો. હવે આ વાલીનું કહેલું નહીં માનીએ તો તે રાવણ સાથે મળી જશે અને શત્રની શક્તિ વધી જવાથી ઉભય એટલે બેયને જીતવામાં આપણને વિશેષ મુશ્કેલી પડશે. માટે પહેલા વાલીને વશ કરવાથી રાવણનો પરાજય સરળતાથી કરી શકાશે. પ્રથમ આપણો દૂત મોકલી વાલીને છંછેડો કે તમારો મહામેઘ નામનો શ્રેષ્ઠ હાથી છે તે અમને સમર્પિત કરી લંકામાં લડવા જવા માટે અહીં આવીને રહો. ૩ળા. પછી શક્તિ સંપત્તિ વઘશે રાવણ-નાશ થશે હેલો.” રામચંદ્રની સંમતિ મળતાં વાલિદૂત તેડ્યો હેલો; રામ કહે : “હે! દૂત, અમારો દૂત વાલિનૃપ સમીપ જશે, ‘ગજ નિજ દઈ સુસજ્જ થવા સંદેશો દઈ ઘટતું કરશે.” ૩૮ અર્થ - આમ કરવાથી આપણી સૈન્ય શક્તિ અને સંપત્તિ પણ વધશે અને રાવણનો નાશ કરવો સહેલો થઈ પડશે. આ કાર્યમાં શ્રીરામચંદ્રની સંમતિ મળતાં, આવેલ વાલીના દૂતને પહેલાં બોલાવ્યો. તેને શ્રીરામે કહ્યું : હે દૂત, અમારો દૂત વાલી રાજા પાસે જશે. તે વાલીરાજાને પોતાનો મહામેઘ હાથી અમને આપીને રાવણ સામે લડાઈમાં જવા માટે સુસજ્જ થવા જણાવશે. અને તમારી ઇષ્ટ વાતની ચર્ચા ત્યાર પછી થશે એવો સંદેશો તમારા રાજાને દઈ તે દૂત ઘટતું કરશે. ૩૮ બને દૂતની વાત સુણી વાલી વિચાર કહે આવો :“રાવણ આગળ વિનય-વચન કહે, મુજને કહે હાથી લાવો.” રામ-દૂત કહે: “પરસ્ત્રીલંપટ રાવણ મરણ-શરણ લેશે, પણ જો આપ ચાહો જીવન તો રામ-શરણ શાંતિ દેશે.” ૩૯ અર્થ :- બન્ને દૂતની વાત સાંભળીને વાલી કહેવા લાગ્યો કે રામ રાવણ આગળ તો સીતાને મેળવવા વિનયપૂર્વક વચન કહેવડાવે છે અને મને કહે છે કે હાથી લઈને રાવણ સાથે લડવા આવો. રામના દૂતે તેના ઉત્તરમાં કહ્યું કે પરસ્ત્રીમાં લંપટ રાવણ તો મરણને શરણ લેશે, પણ આપ જો જીવવા ઇચ્છતા હો તો રામનું શરણ આપને શાંતિનું કારણ થશે. II૩૯ા. ક્રોઘ કરી વાલી બોલેઃ “જા દૂત, કહે તુજ સ્વામીને, જીંવવાની ઇચ્છા રાખે તો આશા ગજની ત્યાગી દે. નહિ તો યુદ્ધ કરે મુજ સાથે, હવે નથી બીજો આરો; બચે, બનારસ પાછો જઈ જો રહે બની સેવક મારો.”૪૦ અર્થ :- હવે ક્રોઘ કરીને વાલી બોલ્યો : જા દૂત ચાલ્યો જા. તારા સ્વામીને એમ કહેજે કે તું Page #538 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ જીવવાની ઇચ્છા રાખતો હોય તો મહામેઘ હાથીની આશા ત્યાગી દે. નહીં તો મારી સાથે યુદ્ધ કર. હવે તો બનારસ પાછો જઈ મારો સેવક બનીને રહે તો જ બચી શકે. નહીં તો બચવાનો એના માટે બીજો કોઈ આરો નથી. II૪૦ાા. દૂતે આવી, વાત કહી સૌ; રામ સજાવે લક્ષ્મણને, વાલિ-બૃહ છે ક્રિીડાંગણ સમ સુગ્રીવ ને હનુમાન-મને.” વાલી-સેનાને વન પેઠે લક્ષ્મણ કાપે ક્રોઘ કરી, જાતે વાલી સામે આવ્યો કે શિર ફળ સમ જાય ગરી. ૪૧ અર્થ - વાલીને ત્યાંથી દૂતે આવીને બધી વાત કરી ત્યારે શ્રીરામે લક્ષ્મણને સેનાનાયક બનાવી વાલીને જીતવા માટે સજ્જ કર્યો. વાલીની કરેલી વ્યુહરચનાને તોડવી તે સુગ્રીવ અને હનુમાનને મન રમત સમાન હતી. વાલીની સેનાને લક્ષ્મણ ક્રોઘ કરીને જાણે વજ વડે વનને કાપતા હોય તેમ કાપવા લાગ્યા. સેના નષ્ટ થઈ ત્યારે વાલી પોતે સામે આવ્યો કે લક્ષ્મણે કાન સુધી ખેંચીને તીક્ષ્ણ સફેદ બાણ મારવાથી વાલીનું શિર તાડના ફળની જેમ કપાઈને ઘડ પરથી નીચે પડી ગયું. [૪૧]. સુગ્રીવ પામ્યો અધિપતિપદ કે રામચંદ્ર પાસે આવ્યો, ભક્તિભાવ સહિત સર્વેને કિષ્ક્રિઘા તેડી લાવ્યો. ચૌદ અક્ષૌહિણી સેનાબળ સહ રામ શશી સમ શોભી રહે, શરદ ઋતુનું નિર્મળ નભ પણ “યુદ્ધ-યોગ્ય આ કાળ” કહે. ૪૨ અર્થ:- હવે સુગ્રીવ શ્રીરામ લક્ષ્મણની કૃપાથી પોતાના ગયેલ યુવરાજપદને બદલે પિતાનું સંપૂર્ણ રાજ્ય પામી રાજા થયો. તેથી શ્રી રામચંદ્ર પાસે આવીને ભક્તિભાવ સહિત બઘાને કિષ્ક્રિઘા નગરીમાં તેડી લાવ્યો. ત્યાં ચૌદ અક્ષૌહિણી સેનાબળ સાથે શ્રીરામ ચંદ્રમા સમાન શોભી રહ્યાં છે. એક અક્ષૌહિણી સેનાદળમાં ૨૧૮૭૦ રથ, ૨૧૮૭૦ હાથી, ૬૫૬૧૦ ઘોડા અને ૧,૦૯,૩૫૦ પાયદળનો સમૂહ હોય છે. એનાથી ચૌદ ગણી સેનાના શ્રીરામ નાયક થયા. હવે વર્ષાઋતુ પૂરી થઈને શરદઋતુ જે આસો માસથી કાર્તિક માસ સુધી હોય છે, તે આવી ગઈ. તે સમયે નિર્મળ આકાશ પણ જાણે આ કહેતું હતું કે હવે યુદ્ધ કરવાને માટે આ યોગ્ય સમય છે. ૪રા જગતુપાદ પર્વત પર લક્ષ્મણ સસ દિવસ ઉપવાસ કરે, પ્રજ્ઞસ્વાદિક વિદ્યા સાથી; સુગ્રીવ પણ તે ચિત્ત ઘરે. રામચંદ્ર, લક્ષ્મણ, સુગ્રીવ, હનુમાન વગેરે વીર ઘણા, પ્રલયકાળ સમ સેના સાથે પંથ વટાવે લંક તણા. ૪૩ અર્થ :- જે જગત્પાદ નામના પર્વત ઉપર શિવઘોષ મુનિ મોક્ષે પઘાર્યા તે જ પર્વત ઉપર જઈને લક્ષ્મણે સાત દિવસ સુધી ઉપવાસ કરીને પ્રજ્ઞપ્તિઆદિ વિદ્યાઓ સિદ્ધ કરી. સુગ્રીવે પણ તે પ્રમાણે કરીને વિદ્યા સાધ્ય કરી. હવે શ્રીરામચંદ્ર, લક્ષ્મણ, સુગ્રીવ, હનુમાન વગેરે ઘણા વીરો જેમાં છે એવી પ્રલયકાળ સમાન સેનાએ લંકા જવા માટે પંથ કાપવા માંડ્યો. ૪૩ાા Page #539 -------------------------------------------------------------------------- ________________ (૪૪) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૩ ૫ ૧ ૧ કહે કુંભકર્ણાદિ સ્વજનો, રાવણને લંકાઢીપે - “ઉચ્ચ આપણા વંશ વિષે સૂરજ સમ આપ-પ્રતાપ દીપે; એંઠ સમી પર-સ્ત્રી સંઘરવી લજ્જાસ્પદ સૌને લાગે, નિર્મળ કુળ કલંકિત કરતી સીતા તજવા સૌ માગે.” ૪૪ અર્થ - હનુમાન જ્યારે લંકાથી પાછા ફર્યા કે કુંભકર્ણાદિ ભાઈઓ લંકાદ્વીપમાં રાવણને કહેવા લાગ્યા કે આપણા ઉચ્ચ વંશમાં આપનો સૂરજ સમાન પ્રતાપ દેદિપ્યમાન છે. તેમાં એંઠ સમાન પરસ્ત્રીને ઘરમાં સંઘરવી તે અમ સૌને લજ્જાસ્પદ લાગે છે. આપણા નિર્મળ કુળને કલંકિત કરતી સીતા સતીને સૌ જન તજવા ઇચ્છે છે. ૪૪ો મલિનમતિ રાવણ કહે : “આવે રામ લઈ લશ્કર લડવા, ભયથી સીતા સોંપી” એવું કલંક કેમ દઉં ચડવા? તૃણસમ તુચ્છ ગણો ભૂમિગોચરી, યોદ્ધા આપ સમાન નહીં, ચક્રરત્નના ચાકર દેવો; કરી શકે શું રામ અહીં?” ૪૫ અર્થ :- સીતા સતીમાં આસક્ત મલિનમતિ રાવણ કહેવા લાગ્યો. રામ લશ્કર લઈને લડવા આવે છે એમ જાણીને ભયથી સીતાને સોંપી દઉં? એવું કલંક મારા પર કેમ ચડવા દઉં. આ ભૂમિ ઉપર ચાલનારાઓને તૃણની સમાન તુચ્છ ગણો. આપના સમાન જગતમાં બીજા કોઈ યોદ્ધા નથી. અને વળી ચક્રરત્નની સેવા કરનારા તો દેવો છે. તો રામ અહીં આવીને શું કરી શકે? I૪પા સાંખી શક્યો નહિ કથન અન્યાયી તેથી વિભીષણ પ્રગટ કહે : “સૂર્યવંશના રામચંદ્રની શૂરવીરતા નહિ કોણ લહે? વાલી વિદ્યાઘર બળવંતો, રમત માત્રમાં જેહ હણે, તે શત્રુને તુચ્છ કહો તે કામઘેલછા સર્વ ગણે. ૪૬ અર્થ :- આવા રાવણના અન્યાયી વચનને વિભીષણ સાંખી શક્યો નહીં. તેથી પ્રગટપણે કહેવા લાગ્યો કે સૂર્યવંશના રામચંદ્રની શૂરવીરતાને કોણ નથી જાણતું. બળવાન વાલી વિદ્યાઘરને તો જેણે રમતમાત્રમાં હણી નાખ્યો. તે શત્રુને તમે તુચ્છ કહો છો. એ તો તમે કામની ઘેલછા વડે બોલો છો એમ સર્વ માને છે. II૪૬ાા. પરસ્ત્રી પાછી સોંપી દેતાં દોષ ગણો એ ન્યાય નહીં; પરસ્ત્રી-ગ્રહણ ગણાશે શૂરતા, આપ તણું દ્રષ્ટાંત લહી. ઘર્મપત્ની સહ વિષયભોગ પણ તજવા જેવી વય આવી; તોપણ પરસ્ત્રી-લંપટતા, ના છૂટે એ ભૂંડું ભાવિ. ૪૭ અર્થ - તમે પરસ્ત્રીને પાછી સોંપવામાં દોષ ગણો છો એ ન્યાયપૂર્ણ વચન નથી. જગતમાં આપનું દ્રષ્ટાંત લઈને પરસ્ત્રી ગ્રહણ કરવામાં શૂરવીરતા છે એમ ગણાશે. હવે તો ઘર્મપત્ની સાથે પણ વિષયભોગ તજવા જેવી વય આવી છે. તો પણ પરસ્ત્રી પ્રત્યેની લંપટતા ન છૂટે તો ભાવિ ઘણું ભૂંડું છે એમ માની લેવું. ૪શા Page #540 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ગુણ જ પુણ્ય ગણાયે જગમાં, પુણ્ય વડે સુખ સર્વ મળે; પરસ્ત્રી-હરણ મહા દુર્ગુણના પાપે લક્ષ્મી સર્વ ટળે. નારી નરકનું દ્વાર કહે છે” જ્ઞાની, હું શું અધિક કહું? વ્રત લીઘેલું-મને ચહે નહિ તે સ્ત્રીને હું નહીં ચહું.”૪૮ અર્થ :- જગતમાં ગુણ જ પુણ્ય ગણાય છે. પુણ્યથી સર્વ સુખ મળે છે. પરસ્ત્રી હરણ એ મહા દુર્ગણ છે. એના પાપથી સર્વ પ્રકારની લક્ષ્મી નાશ પામે છે. જ્ઞાની પુરુષો નારી પ્રત્યેના રાગને નરકનું દ્વાર કહે છે. તેથી વિશેષ હું પામર શું કહી શકું? તમે વ્રત લીઘેલું છે કે મને જે ઇચ્છે નહીં તે સ્ત્રીને હું પણ ઇચ્છીશ નહીં, તેને યાદ કરો. ૪૮ તે તોડો નહિ, ભવજળ તરવા વહાણ સમું વ્રત વિચારો; સતી સીતાનો શાપ ગ્રહી નિજ કુળ સકળ કાં સંહારો? સજ્જન પ્રાણ તજી વ્રત પાળે, આપ પાપ કરી પ્રાણ તજો, કલ્પકાળ તક ટકનારું અપ-કીર્તિ-કારણ હજું સમજો. ૪૯ અર્થ :- વ્રતને તોડો નહીં. કેમકે તે એક જ વ્રત તમને સંસારરૂપી સમુદ્રથી પાર ઉતારવા માટે જહાજ સમાન છે. તેનો વિચાર કરો. સતી સીતાના શાપને ગ્રહણ કરીને પોતાના સકળ કુળનો નાશ શા માટે કરો છો? સજ્જન પુરુષો પોતાના પ્રાણ તજીને પણ વ્રત પાળે છે અને આપ પાપ કરીને પ્રાણ તજવા તૈયાર થયા છો. આ પાપ કલ્પકાળ સુધી તમારી અપકીર્તિનું કારણ બનશે, માટે આ વાતને હજી સમજો. ૪૯ાા સીતા દુહિતા કોની? એ અનુમાન કરો, સ્મરી નિજ કથા, ‘ભાન ભૂલે કામાંથ જનો’ એ સજ્જન વદતા સત્ય તથા. ગર્વ ઘટે નહિ ચક્ર તણો રે!પ્રતિનારાયણ-પ્રાણ હરે. સતી સીતાને સોંપી દેતા ઘર્મ, નીતિ, કુલ સૌ ઊગરે.”૫૦ અર્થ :- આ સીતા કોની દુહિતા એટલે પુત્રી છે? એ તમારી પોતાની જ કથાને યાદ કરીને અનુમાન કરો. પણ કામથી અંધ થયેલા લોકો પોતાનું પણ ભાન ભૂલી જાય છે, અને જાણેલી વાતને પણ નહીં જાણ્યા સમાન ગણીને મૂકી દે છે; એમ સજ્જન પુરુષો કહે છે તે સત્ય છે. તેમજ આ ચક્રનો પણ તમને ગર્વ ઘટે નહીં. કેમકે આ ચક્ર જ પ્રતિનારાયણના પ્રાણને હરનાર છે. જો તમે સતી સીતાને સોંપી દો તો ઘર્મ, નીતિ અને કુલ સૌનો ઉદ્ધાર થશે. આ૫વા હિતવચનો સુણતાં કહે રાવણ કુદ્ધ થઈ, “હે! મૂઢમતિ, આગળ પણ તે ભરી સભામાં રામદૂત સહ કહ્યું અતિ; રાજદ્રોહ હર્નો કર્યા કરે છે; ભાઈ અવધ્ય ગણી ન હણું, દેશનિકાલ દઉં છું તુજને, કહ્યું કોઈનું નહીં સુણું.”૫૧ અર્થ - આવા હિતકારી વચનોને સાંભળી રાવણ ક્રોધિત થઈ કહેવા લાગ્યો : હે મૂઢમતિ! આગળ પણ તે રામના દૂત સાથે મળીને સભામધ્યે નહીં કહેવા યોગ્ય મને ઘણું કહ્યું હતું. અને હજી પણ રાજદ્રોહ કર્યા કરે છે. તું મારો ભાઈ હોવાથી અવધ્ય એટલે વઘ કરવા લાયક નથી Page #541 -------------------------------------------------------------------------- ________________ (૪૪) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૩ ૫ ૧૩ એમ ગણીને તને હું હણતો નથી પણ જા મારા દેશમાંથી નીકળી જા. હું તને દેશનિકાલ આપું છું. હવે હું કોઈનું કહ્યું સાંભળવાનો નથી. //૫૧|| વિભીષણ વિચારે : “રાવણનો નાશ સમીપ જણાય ખરે! દેશનિકાલ સજા કરી સારી; રામ-શરણ ઉદ્ધાર કરે.” સૌજન્યસમાં વિભીષણ રાવણ તડેં ઝટ સાગર પાર ગયા, લક્ષ્મણ આદિ કરે પરીક્ષા, નિપુણ વિભીષણ પાસ થયા. પર અર્થ :- આવા રાવણના કઠોર વચનો સાંભળીને વિભીષણ વિચારવા લાગ્યા કે રાવણનો નાશ હવે ખરેખર સમીપ જણાય છે. મને દેશનિકાલની સજા કરી તે સારું થયું. નહીં તો રાવણ સાથે મારો પણ વિનાશ થાત અને આવા અપયશકારી કલંકના છાંટા મને પણ ઉડત. શ્રીરામનું શરણ જ મારો ઉદ્ધાર કરી શકે એમ છે. એમ વિચારી સૌજન્યસમા એટલે ભલાઈનો ભાવ જેના હૃદયમાં છે એવા સજ્જન વિભીષણ, દુષ્ટ એવા રાવણને તજી દઈ શીધ્ર સમુદ્ર પાર જઈને શ્રી રામને મળ્યા. શ્રીરામે લક્ષ્મણ આદિને વિભીષણની પરીક્ષા કરવા કહ્યું કે ખરેખર તે આપણા પ્રત્યે સભાવવાળા છે કે નહીં તે પરીક્ષામાં નિપુણ એટલે હોશિયાર એવા વિભીષણ પાસ થયા. //પરા ત્યાં હનુમાન કરે નિવેદન : “લંકા જઈ રાવણ પજવું, તો અભિમાની અહીં આવશે; સ્થાનભ્રષ્ટનું નહિ ટકવું.” રામચંદ્રની સંમતિ મળતાં, વિદ્યાઘર શૂરવીર લઈ કપિવિદ્યાથી વાનર બની રંજાડે લંકા ત્રાસ દઈ. ૫૩ અર્થ - ત્યાં હનુમાને શ્રીરામને એમ કહ્યું કે હે દેવ! આપની આજ્ઞા હોય તો હું લંકામાં જઈને બગીચા વગેરેનો વિનાશ કરી રાવણને પજવું. જેથી તે રાવણ અભિમાની હોવાથી અહીં આવશે. અને પોતાના સ્થાનથી ભ્રષ્ટ થયેલાને જીતવાનું કામ સહેલું બનશે. શ્રી રામચંદ્રજીની સંમતિ મળતાં વિદ્યાધર હનુમાન બીજા પણ શૂરવીર અનેક વિદ્યાઘરોને સાથે લઈ લંકામાં ગયો. ત્યાં કપિવિદ્યાના બળે બઘા વાનર બની લંકાને રંજાડીને ત્રાસમય બનાવી દીધી. //પ૩ણા રામ પૂંછે વિભીષણને કે “હજીં રાવણ કેમ જણાય નહીં?” કહે વિભીષણ, “વિદ્યા સાથે રાવણ આવે ક્યાંથી અહીં? લાગ ખરો લંકા લેવાનો સેના સહ ચાલો જઈએ, પ્રજ્ઞપ્તિ વિદ્યાબળથી બહુ વિમાન-રચના કરી લઈએ.” ૫૪ અર્થ - હવે રામ વિભીષણને પૂછવા લાગ્યા કે હજી રાવણ કેમ દેખાતો નથી? ત્યારે વિભીષણ કહે તે તો લંકામાં નથી પણ આદિત્યપાદ નામના પર્વત ઉપર વિદ્યા સાથે છે તેથી અહીં ક્યાંથી આવે? હવે લંકા લેવાનો ખરો લાગે છે. માટે સેનાની સાથે ચાલો જઈએ. પ્રજ્ઞપ્તિ વિદ્યાના બળે બધી સેનાને લઈ જવા માટે ઘણા વિમાનોની રચના કરી લઈએ. //૫૪ રામ કહે : “શુભ નભ રસ્તે તે સાગર પાર જર્ફેર જઈએ, આજુબાજુથી વિદ્યાઘર સૌ, પ્રથમ બળે જીતી લઈએ.” Page #542 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સમુદ્ર વિદ્યાઘર ચઢી આવ્યો, નીલે ઝટ બાંઘી લીથો; રામે મુક્ત કરી નિજ રાજ્ય ડાંગર સમ રોપી દીઘો. ૧૫ અર્થ - ત્યારે શ્રીરામ કહે: તમારા કહેવા પ્રમાણે શુભ આકાશ માર્ગે તે સાગર પાર આપણે જરૂર જઈએ અને આજુબાજુમાં રહેનારા સૌ વિદ્યાઘરોને પ્રથમ બળવડે જીતી લઈએ. તેમ કરતાં સમુદ્ર નામનો વિદ્યાઘર ચઢી આવ્યો. તેને નીલ નામના વિદ્યાઘરે ઝટ બાંધી લીઘો. તેને શ્રીરામે મુક્ત કરાવીને પોતાના રાજ્યમાં ડાંગર સમાન રોપી દીઘો, અર્થાતુ પોતાની આજ્ઞા માન્ય કરાવી દીધી. પપાયા પ્રાન્ત ભાગના વિદ્યાઘર સૌ રામ-શાસને આવી ગયા, રણજંગે રાવણને હણવા સૌ એકત્ર સુ-સજ્જ થયા. ઈન્દ્રજિત રાવણસુત લંકા-રક્ષક કહે : “દેવો, આવો, લડવા ચાલો રામ-સૈન્ય સહ, શૂરવીર વણી બાંથી લાવો.” ૫૬ અર્થ -પ્રાન્ત ભાગના એટલે લંકાની સીમામાં છેડાના ભાગમાં રહેતા બધા વિદ્યાઘરો શ્રીરામના શાસનમાં આવી ગયા. રણજંગ એટલે મોટા યુદ્ધ મેદાનમાં રાવણને હણવા માટે બધા વિદ્યાઘરો સુસજ્જ થઈને એકત્ર થયા. આદિત્યપાદ પર વિદ્યા સાધ્ય કરવા જ્યારે રાવણ ગયો ત્યારે લંકાનું રાજ્ય પોતાના પુત્ર ઇન્દ્રજિતને સોંપી ગયો. જેથી હવે લંકાના રક્ષક જેવો ઇન્દ્રજિત કહેવા લાગ્યો કે હે દેવો! આવો આવો. રામની સેના સાથે લડવા ચાલો અને તેમની સેનામાંથી શૂરવીરને વીણી વીણીને બાંધી લાવો. //પકા (૪૫) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૪ િળ રાવણ પણ ઝટ આવી પહોંચે કટોકટીનો કાળ ગણી, સિદ્ધ કરેલા બઘા દેવતા કહે સ્પષ્ટ, “લ્યો આપ સુણીઃ પ્રબળ પુણ્યના ઉદયે કરતા અમે આપનું સર્વ કહ્યું, હવે કરી શકીએ નહિ કાંઈ પૂર્વ પુણ્ય પરવારી ગયું.” ૧ અર્થ - રાવણ પણ આવી કટોકટીનો કાળ જાણી ઝટ લંકામાં આવી પહોંચ્યો. ત્યાં સિદ્ધ કરેલા બધા દેવતાઓ સ્પષ્ટપણે કહેવા લાગ્યા કે આપ અમારી વાત સાંભળી લ્યો. આપના પ્રબળ પુણ્યના ઉદયે અમે આપને આજ દિવસ સુધી સર્વ કહ્યું કરતા હતા. પણ હવે અમે આપનું કંઈ પણ કાર્ય કરી શકીએ એમ નથી. કારણ કે આપનું પૂર્વનું પુણ્ય પરવારી ગયું છે અર્થાત્ પૂરું થઈ ગયું છે. /૧ાા. અભિમાનીને ઊંધું સૂઝ, સત્ય શિખામણ ગણે નહીં, ક્રોથ કરી રાવણ કહે : “જાઓ, નથી કોઈનું કામ અહીં. Page #543 -------------------------------------------------------------------------- ________________ (૪૫) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૪ ૫ ૧૫ નીચ દેવતા નહીં હોય તો યુદ્ધ નહીં તેથી અટકે, સિંહ સમા મુજ ભુજબળ આગળ શિયાળ સમ શું રામ ટકે?” ૨ અર્થ :- અભિમાની જીવને ઊંધુ જ સૂઝે અને સત્ય શિખામણને ગણે નહીં. તેમ રાવણ પણ ક્રોઘ કરીને કહેવા લાગ્યો : જાઓ, તમારા કોઈનું મારે કામ નથી. નીચ એવા દેવતા નહીં હોય તો મારું યુદ્ધ અટકી શકે નહીં. સિંહ સમાન મારા ભુજબળ આગળ આ રામ જેવા શિયાળ શું ટકી શકે? ારા સિંહનાદ કરી સેનાપતિ રવિ-કીર્તિને આ હુકમ કર્યો - “રણભેરી વગડાવો, ચાલો, સેના સૌ તૈયાર કરો; સિંહગુફા હરણો ઘેરી લે, લંકા તેમ દીસે આજે, શિયાળ, સસલાં જેવા આવ્યા રામાદિક મરવા કાજે.” ૩ અર્થ - સિંહ જેવો અવાજ કરીને રવિ-કીર્તિ સેનાપતિને રાવણે હુકમ કર્યો કે રણભેરી વગડાવો, બઘા ચાલો, સર્વ સેનાને તૈયાર કરો. સિંહ ગુફાને જેમ હરણો ઘેરી લે, તેમ આ રામના હરણ જેવા સૈનિકોએ આજે લંકાને ઘેરી હોય એમ જણાય છે. તથા શિયાળ અને સસલાં જેવાં આ રામ-લક્ષ્મણાદિ આજે મરવા માટે જ અહીં આવ્યા છે. સંસા થોલ મારી મુખ રાતું રાખે, તેમ બઘો દેખાવ કરે, પણ અંતરમાં સંશય સાલે ઉર અમંગલ તર્ક ભરે : “રાવણ વણ જગ આજ બનો, પણ રામસહિત નહિ રાજ્ય કરું.” એમ વિચારી કરી તૈયારી, ચક્રરત્નને અગ્ર કર્યું. ૪ અર્થ - જેમ અસમર્થ પ્રાણી ઘોલ મારીને મુખ રાતું રાખે તેમ રાવણ બધો દેખાવ કરે છે. પણ અંતરમાં શંકા દુઃખ આપી રહી છે કે રામ મને જીતી જશે તો? એવા અમંગળ અશુભ તકથી તેનું હૃદય હવે ભરાવા લાગ્યું. રાવણ વગરનું આ જગત ભલે બની જાય અર્થાતુ ભલે મરી જાઉં, પણ રામની આણ સ્વીકારીને તો હું રાજ્ય નહીં જ કરું. એમ વિચારીને રાવણે યુદ્ધની તૈયારી કરી અને ચક્રરત્નને આગળ કર્યું. ૪ હય, હાથી, રથ, વિમાન પર સૌ શૂરવીર શોભે શૌર્યભર્યા. વાગે નોબત વિવિઘ વાજાં લડવા લંકાથી નીસર્યા. રાવણના લશ્કરને દેખી, રામસૈન્ય પણ સજ્જ થયું, વંદન કરી વિતરાગ પ્રભુને રામ-હૃદય તે જોઈ રહ્યું. ૫ અર્થ :- હય એટલે ઘોડા, હાથી, રથ, વિમાન ઉપર સૌ શૂરવીરો પોતાના શૌર્ય વડે શોભવા લાગ્યા. અનેક પ્રકારના જુદા જુદા વાજાં અને નોબત વાગતાં લંકાથી રાવણ વગેરે બધા લડવા માટે નીકળી પડ્યા. રાવણના લશ્કરને દેખી શ્રીરામની સેના પણ સજ્જ બની ગઈ. પ્રથમ વીતરાગ પ્રભુના દર્શન હૃદયથી શ્રીરામે કરીને જે થાય તે જોવા માંડ્યું. પા. અંજન-પર્વત નામે ગજ પર આરૂંઢ રામ થઈ ચાલે, વિજય-પર્વત નામે ગજ પર ચઢીં લક્ષ્મણ રિપુગણ ભાળે. Page #544 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સુગ્રીવ ને હનુમાન વિમાને સૂર્ય-ચંદ્ર સમ મન હરતા, દુશ્મન-દર્પ તિમિર ઓસરતું, ઊલસે વિદ્યાઘર વરતા. ૬ અર્થ - અંજન-પર્વત નામના હાથી ઉપર આરૂઢ થઈને રામ ચાલવા લાગ્યા. વિજય-પર્વત નામના હાથી ઉપર ચઢીને લક્ષ્મણ શત્રુઓના સમૂહને જોવા લાગ્યા. સુગ્રીવ અને હનુમાન વિમાન ઉપર ચઢી સૂર્ય અને ચંદ્ર સમાન બની મનુષ્યોનું મન હરવા લાગ્યા. આવી વિદ્યાઘરોની ઉલ્લાસ પામતી વીરતા અને તેજના પ્રભાવે દુશ્મનોનો દર્પ એટલે ગર્વરૂપી અંધકાર નાશ પામવા લાગ્યો. કા. નાદ નગારાંના નિષ્ફર તાડનથી ઘોર કરે ત્યારે, તિરસ્કાર શગુનો કરતા ભરતા હીપ-દિશા ચારે; હયહેષારવ, ગજગર્જન ને ઘનુષ્યના ટંકાર થતા, શસ્ત્ર, અસ્ત્ર ઊછળે ચળકે બહુ, સુભટ નીડર બની ત્યાં ફરતા. ૭ અર્થ :- નગારાં પર પડતા નિષ્ફર તાડન એટલે નિર્દય પ્રહાર વડે તે ઘોર નાદ કરતા હતા. તે અવાજો જાણે શત્રુઓના તિરસ્કાર કરતા હોય તેમ ચારે દ્વીપોની દિશાઓને ભરી દેતા હતા. તે યુદ્ધ મેદાનમાં ઘોડાઓ હેષારવ કરતા, હાથીઓ ગર્જના કરતા અને ઘનુષ્યના ટંકાર થતા સંભળાતા હતા. સુભટોના હાથમાં રહેલ મારવાનું હથિયાર તે તલવાર આદિ શાસ્ત્ર અને બાણ વગેરે ફેંકવાના હથિયાર તે અસ્ત્ર બહુ ચળકતા ઊછળતા જણાતા હતા. અને ત્યાં સુભટો નીડર બનીને ફરતા હતા. ||ળી તિરસ્કાર રાવણનો કરતા મહારથી વ્યંગે વદતા, “એક ચક્રથી પરાક્રમી તે, અમે વૃથા બબ્બે ઘરતા.” મહાસાગર સમ સેનામાં મોજાં સમ અશ્વગ્રીવા ભાળો, ધ્વજા દંડ સહ ગજ, રથ, રૂડા વહાણ સમા બહુ નિહાળો. ૮ અર્થ :- રાવણનો તિરસ્કાર કરતા મહારથી લંગમાં એમ બોલતા હતા કે આ રાવણ તો એક ચક્રથી પરાક્રમી કહેવાય છે તો આપણે રથને વૃથા બે ચક્ર રાખ્યા છે. મહાસાગર સમાન આ સેનામાં મોજાં સમાન અશ્વગ્રીવા એટલે ઘોડાઓની ગર્દન દેખાય છે અને ધ્વજાના દંડ સાથે હાથી કે વહાણ જેવા રૂડા રથ ઘણા જ દ્રષ્ટિગોચર થાય છે. દા. પવન વહે પાછળથી તેથી ધ્વજા બથી અરિભણી ઊંડે, દિંડ લગામ ખમાય ન જાણે હય સમ, તેથી બહુ ફફડે; ઘૂળ વંટોળ, તિમિર-પછેડે હણવા જાણે સૌ મથતી, અથવા વૃદ્ધ જનોની જાણે દંડ ગ્રહી મશ્કરી કરતી. ૯ અર્થ :- પવન પાછળથી વહેતો હતો. તેથી બઘી ઘજાઓ શત્રુઓ ભણી ઊડતી હતી. તે ઘજાઓ, પોતાની લાકડીરૂપ લગામને, જાણે કે ઘોડાની લગામ સમાન ખમાતી ન હોય તેમ તે બહુ ફફડાટ કરતી હતી. વળી તે ઘજાઓ ધૂળના વંટોળિયાથી વ્યાપેલ અંધકારમાં ઢંકાઈને જાણે સૌને હણવા મથતી હોય તેમ જણાતું હતું. અથવા તે ઘજાઓ જાણે વૃદ્ધ પુરુષોની લાકડીને પકડી તેને હલાવીને તેમની મશ્કરી Page #545 -------------------------------------------------------------------------- ________________ (૪૫) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૪ કરતી હોય એમ જન્નાતું હતું, ચાલ્યા સ્થુળ શમી કે સેનાપતિની આજ્ઞાથી સૌ યુદ્ધ કરે, વાદળથી જળ-ઝડીઓ જેવી વૌંકરથી શર-વૃષ્ટિ સરે; નિમકહલાલી નૃપની કરવા, મરવા સૈનિક-ગણ તલસે, વેતન-ઋણને ફેડવવા તે જીવનદાન દેવા ઊલસે. ૧૦ ૫૧૭ અર્થ :- · જ્યારે સ્થૂળ શમી ગઈ કે સેનાપતિની આજ્ઞાથી સૌ યુદ્ધ કરવા લાગ્યા. વાદળમાંથી જેમ જળની ઝડીઓ વર્ષે તેમ વીરપુરુષોના હાથથી શ૨ એટલે બાણોની વૃષ્ટિ થવા લાગી. જેનું નમક ખાધું છે એવા રાજાની ફરજ બજાવવા માટે સૈનિક ગણ ઉત્સુક હતા અને પગારરૂપી ઋણને પતાવવા માટે પોતાનું જીવનદાન દેવોને પણ ઉલ્લાસપૂર્વક તૈયાર હતા. ।।૧૦।। નથી જોવું નિજ સેનાનું હા! મરતું કે ડરતું કોઈ, એમ ગણીને પ્રથમ લડીને વીર મરે જાણી જોઈ; બાણાદિક વીર તદ્દન છોડે, પણ બરછી આદિ અર્ધી, પણ અસિ આદિ આપ ન છોડે; જામી અતિ સ્પર્ધાસ્પર્ધી. ૧૧ અર્થ :— પોતાની સેનામાં હા! કોઈ મરતું હોય કે કોઈ ડરતું હોય તેને અમારે જોવું નથી; એમ માનીને તે વીર પ્રથમ જ જાણી જોઈને લડી મરતા હતા, જમણા અને ડાબા બેયહાથમાં છોડવા યોગ્ય, અરઘા છોડવા યોગ્ય, કે નહીં છોડવા યોગ્ય એવા બઘા પ્રકારના શસ્ત્રો ઘારણ કરીને લડી રહ્યાં હતા. બાણાદિક અસ્ત્રોને તદ્દન છોડતા હતા. પણ બરછી આદિ શસ્ત્રોનો અર્ધો ઉપયોગ કરતા હતા. પણ અસિ એટલે તલવાર આદિનો ઉપયોગ અલ્પ પણ કરતા ન હતા. છતાં પરસ્પર યુદ્ધમાં અતિ સ્પર્ધાસ્પર્ધી જામી હતી. ।।૧૧।। મર્મભેદક એક જ બાણે પ્રાણ હરે મોટા ગજના, અસ્ત્રા સમ શરથી શત્રુના વાળ હરે અર્ધી મૂછના; ઘણાં બાણ કોઈ ગજને વાગ્યાં લોહી વહે જાણે ઝરણાં,ગેશિખરથી ઝરતાં, તેમાં નેતરનાં ઊગ્યાં તણાં. ૧૨ અર્થ :- મર્મભેદક એવા એક જ બાણથી મોટા હાથીઓના પ્રાણ હરી લેતા હતા. દાઢી કરવાના અસ્ત્ર સમા બાણ વડે કોઈ શત્રુના મૂછના અર્ધા વાળ પણ હરી લેતા હતા. ઘણા બાણ કોઈ હાથીને વાગવાથી એવુ લોહી વહેવા લાગ્યું કે જાણે કોઈ લોહીનું ઝરણું હોય અને વળી તે લાલ ગેરુના પહાડના શિખર ઉપરથી ઝરતું હોય, અને તેમાં વળી બાણ છે તે તો નેતર એટલે સોટીના જાણે તરણા ઊગ્યા હોય તેમ ભાસતું હતું. ।।૧૨। રાવણ દેખે નિજ સેનાને છિન્નભિન્ન થઈ જી જ્યારે, નાખે માયામય સીતાનું મસ્તક રામ નğક ત્યારે, રામદય મોહે મૂંઝાયું, કહે વિભીષણ, “કપટ ગણો, સતી સીતાને સ્પર્શી શકે ના આપ વિના કો માત જાણ્યો. ૧૩ અર્થ :– રાવણ જ્યારે પોતાની સેનાને છિન્નભિન્ન થતી જુએ છે ત્યારે માયાવડે સીતાનું મસ્તક Page #546 -------------------------------------------------------------------------- ________________ પ્રાવોધ-વિવેચન ભાગ-૧ ૫૧૮ રામની પાસે લાવીને નાખે છે. કે તે જોઈને રામનું હૃદય મોહથી મૂંઝાવા લાગ્યું ત્યારે વિભીષણે તુરત કહ્યું કે આ બધું રાવણનું માયા કપટ છે. સતી સીતાને આપ વિના બીજો કોઈ માતાનો જણ્યો નથી કે તેને સ્પર્શી શકે. ।।૧૩। રામ સચેત થઈ સંહારે રાવણ-સેના રહી-સહી, યુદ્ધ તજી નાઠો રાવણ પણ માયાયુદ્ધે બુદ્ધિ લડ઼ી; સિંહવાહિની-વિદ્યારથ લઈ રામ પડ્યા રાવણ કેડે, ઇન્દ્રજિત પ્રતિ લડવા લક્ષ્મણ વિદ્યાબળથી ગગન ઊડે. ૧૪ અર્થ :— વિભીષણની વાત સાંભળી શ્રીરામ ફરીથી સચેત થઈને રહી-સહી રાવણની સેનાનો સંહાર કરવા લાગ્યા. ત્યારે રાવણ યુદ્ધ તજીને નાઠો. પણ હવે તેની બુદ્ધિમાં માયામય યુદ્ધ કરવાની ઇચ્છા થવાથી આકાશમાં જઈ પહોંચ્યો, ત્યારે સિંહવાહિની વિદ્યાવડે આકાશગામી સિંહરૂપ રથ ઉપર ચઢીને શ્રીરામ રાવણની પાછળ પડ્યા અને ઇન્દ્રજિત પ્રત્યે લડવા માટે લક્ષ્મણ ગરૂડવાહિની વિદ્યાના બળે ગરૂડ ઉપર ચડીને આકાશમાં ઉડવા લાગ્યા. ||૧૪|| કુંભકર્ણ સહ સુગ્રીવ ને હનુમાન લડે રવિકીર્તિ પ્રતિ, ઇન્દ્રકેતુ સાથે અંગદ, ખર-દૂષણ નીલને જામે અતિ, રામપ્રતાપે રાવણ હતો. નીરખી ઇન્દ્રજિત ઝટ આવે, રામચંદ્ર ઝટ શક્તિ-પ્રહારે ઇન્દ્રજિતને પટકાવે. ૧૫ અર્થ : • કુંભકર્ણ સાથે સુગ્રીવ, હનુમાન લડે સેનાપતિ રવિકીર્તિ સાથે, ઇન્દ્રકેતુ સાથે અંગદ અને ખર-દૂષણ સાથે નીલ વિદ્યાઘરને લડાઈ અતિ જાની. રામના પ્રતાપે રાવણને પાછો હઠતો જોઈ ઇન્દ્રજિત ઝટ ત્યાં આવ્યો કે શ્રી રામચંદ્રે શક્તિવડે પ્રહાર કરીને ઇન્દ્રજિતને ઝટ પાડી દીઘો. ૧૫ શસ્ત્ર લઈ રાવણ દોડ્યો ત્યાં વચમા લક્ષ્મણ ઘૂસી ગયા, શરપિંજરમાં પૂરે રાવળ, વિદ્યાબળથી મુક્ત થયા. તેથી રાવણ લક્ષ્મણ હણવા ચક્ર ચલાવે ક્રોથ કરી, પ્રદક્ષિણા દઈ લક્ષ્મણના દક્ષિણ કર પર તે રહ્યું ઠરી. ૧૬ અર્થ :— :– ત્યાં શસ્ત્ર લઈને રાવણ શ્રીરામને હાવા દોડ્યો કે વચમા શીઘ્ર લક્ષ્મણ ઘૂસી ગયા. તે સમયે માયામય હાથી ઉપર ચઢીને ઉપરાઉપરી બાણવર્ષા કરીને રાવણે લક્ષ્મણને શરપિંજરમાં પૂરી દીધા. પણ બંધવિમોચની નામની વિદ્યાના બળે તે શપિંજનરને તોડી લક્ષ્મણ બહાર નીકળી ગયા. આ જોઈ રાવણ ઘણો ક્રોધિત થયો અને લક્ષ્મણને હણવા માટે ચક્રને આદેશ આપ્યો. તે ચક્ર લક્ષ્મણની પ્રદક્ષિણા દઈને તેમના જમણા હાથ ઉપર આવીને ઊભું રહી ગયું. ।।૧૬।। રાવણ-મસ્તક ચક્ર વડે, તેથી મરી નરકે જ પડે. વિજયશંખ પૂરી શત્રુને અભયદાન લક્ષ્મણ દેતા, ભ્રમર સમા રાવણના મંત્રી રામચરણજસુખ લેતા. ૧૭ અર્થ :— પરાક્રમની મૂર્તિ એવા લક્ષ્મણે તે જ ચક્રવડે ત્રણ ખંડના અધિપતિ રાવણનું મસ્તક છેદી પરાક્રમમૂર્તિ લક્ષ્મણ છેદે પાપે નરક ગતિ બાંધેલી Page #547 -------------------------------------------------------------------------- ________________ (૪૫) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૪ ૫ ૧૯ નાખ્યું. પાપવડે નરકગતિ બાંધેલી હોવાથી મરીને તે રાવણ નરકમાં જ પડ્યો. વિજય નામનો શંખ વગાડીને શત્રુઓને અભયદાન લક્ષ્મણ આપવા લાગ્યા. જેથી રાવણના જીવીત રહેલ મંત્રીઓએ આવી ભ્રમર સમાન બની રામના ચરણકમળનો આશ્રય લીધો અને સુખ પામ્યા. ||૧ળા આશ્વાસન દે મંદોદરીને, કરે વિભીષણ દ્વીપપતિ; રામ થયા બળભદ્ર અને લક્ષ્મણ પણ થાય ત્રિખંડ-પતિ. સુગ્રીવ, હનુમાનાદિકે જઈને વિજયોત્સવની ખબર કરે, રામ-વિજયથી અશોકવનમાં શીલવર્તી સીતા હર્ષ ઘરે. ૧૮ અર્થ - રાવણની રાણી મંદોદરી આદિને દુઃખમાં શ્રીરામે આશ્વાસન આપી વિભીષણને લંકાદ્વીપના પતિ બનાવ્યા. શ્રીરામ બળભદ્ર થયા અને લક્ષ્મણ પણ ત્રણેય ખંડના પતિ બની નારાયણ પદવીને પામ્યા. સુગ્રીવ અને હનુમાનાદિએ અશોકવનમાં જઈ સીતાજીને વિજયોત્સવની ખબર આપી. ત્યારે અશોકવનમાં રહેલ શીલવતી સીતા રામનો વિજય જાણીને અતિ હર્ષિત થઈ. /૧૮ના જેમ મહામણિ હાર વિષે યોજાતાં યોગ્ય પ્રભા પ્રગટે, કે કુશલ કવિવાણી સાથે અનુપમ અર્થ-સુયોગ ઘટે, અથવા સંત મતિ નિજ યોજે ઘર્મ સ્વરૂપે પ્રેમ ઘરી, તેમ જ શોભે રામ-યોગથી શ્રીસમ સીતા મોદ ભરી. ૧૯ અર્થ - જેમ કુશળ કારીગર મહામણિને યોગ્ય હાર સાથે જોડતાં તેની પ્રભામાં વિશેષ વૃદ્ધિ થાય છે, કે કોઈ કુશળ કવિ કાવ્યમાં અનુપમ-મનોહર અર્થને જોડતાં તેનો સુંદર ભાવ પ્રગટ થાય છે. અથવા સંતપુરુષો પોતાની બુદ્ધિને પ્રેમપૂર્વક ઘર્મના સ્વરૂપમાં જોડે છે. તેમજ શ્રીરામના યોગથી લક્ષ્મી સમાન સીતાજી પણ શોભા પામવા લાગ્યા. તે જોઈને વિભીષણ, સુગ્રીવ, હનુમાન આદિ સર્વ અતિ આનંદ પામ્યા. ૧૯ પ્રાણપ્રિય પતિ-વિરહે ઝૂરણા હતી અતિ જાનકી-ઉરે, રામહૃદય શોકાકુલ રહેતું, પુણ્યોદય-સુખ કરી Èરે. પ્રિય-મિલનની પુણ્યપળે ઘડકે ઉર એક થવા જાણે, સખત તાપ પૃથ્વી સહીં રહીં ત્યાં મેઘ-મિલન શાંતિ આણે. ૨૦ અર્થ - જ્યાં સુધી શ્રીરામના દર્શન થયા નહીં ત્યાં સુધી જાનકી અર્થાત્ જનકરાજાની પુત્રી સીતાના હૃદયમાં પ્રાણપ્રિય પતિવિરહની ઝૂરણા હતી. પુણ્યના ઉદયથી બીજું બધું સુખ હોવા છતાં તેને દૂર કરીને, સીતાના વિરહથી શ્રીરામનું હૃદય પણ શોકાકુલ રહેતું હતું. આજે પુણ્યબળે બન્નેના પ્રિય મિલનથી એકબીજાના હૃદય જાણે સુખદુઃખની વાતો કરીને એક થવા માટે ઘડકતા ન હોય એમ જણાતું હતું. જેમ સખત તાપથી પૃથ્વી તસાયમાન થયેલી હોય, તેમાં વરસાદ પડવાથી પૃથ્વીને કેવી શાંતિ થાય તેમ થયું હતું. ૨૦ વિરહ સમયની વીતી વાતો વિનિમયથી સ્મૃતિમાં આણે, પરસ્પરે સુખ-દુઃખની વાતો સ્મરી સ્નેહીંજન સુખ માણે. Page #548 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સદોષ રાવણ ગણી હણી, નિર્દોષ સીતા-સ્વીકાર કીઘો, સપુરુષો સુવિચારે વર્તે એ જ મહાજન-પંથ સીધો. ૨૧ અર્થ – વિરહ સમયની વીતી વાતોને, વિનિમયથી એટલે પરસ્પર વાતચીતની આપ-લે કરીને સ્મૃતિમાં આણી સ્નેહીજન સુખને અનુભવે છે. તેમ રાવણને દોષવાળો ગણી, તેને હણીને નિર્દોષ એવી સીતાનો શ્રીરામે સ્વીકાર કર્યો. સપુરુષો આમ સુવિચારથી વર્તે છે અને એ જ મહાપુરુષોનો સમ્યક્ માર્ગ છે. ૨૧ ગયા પછી પીઠ-ગિરિ ઉપર સૌ સર્વ તીર્થ-જળ આણીને, રામ અને લક્ષ્મણ બનેનો અભિષેક-વિધિ જાણીને, એક સહસ ને અષ્ટ કળશથી સુર-વિદ્યાઘર-રાય ઘણા ઉત્સવ સહ અભિષેક કરે ત્યાં હર્ષ વર્ષતો, નહીં મણા. ૨૨ અર્થ - હવે શ્રીરામ અને લક્ષ્મણ આદિ જનોએ લંકાપુરીમાંથી રવાના થઈને અતિ સુંદર એવા પીઠ નામના પર્વત ઉપર જઈને નિવાસ કર્યો. ત્યાં દેવ અને વિદ્યાઘરોએ મળી સર્વ તીર્થનું જળ આપ્યું તથા શ્રીરામ અને લક્ષ્મણનો, અભિષેક વિધિનો પ્રકાર જાણી એક હજાર અને આઠ કળશાઓથી દેવ. વિદ્યાઘર અને ઘણા રાજાઓએ મળી ઉત્સવ સહિત તેમનો અભિષેક કર્યો. ત્યાં અત્યંત આનંદ વર્ષતો હતો. તેમાં કોઈ પ્રકારની મણા એટલે ખામી રહી ન હતી. પરરા કોટિ-શિલા લક્ષ્મણ ઉઠાવે, રામ અતિ સંતુષ્ટ થયા, દેશો જીંતતા ગંગા-કાંઠે કાંઠે જલધિ સમીપ ગયા. પુણ્ય-ઉદયથી દેવાદિકને વશ કરી થાય ત્રિખંડપતિ, આર્વી અયોધ્યામાં ર્વીર બને રાજ્ય કરે લઈ લોકમતિ. ૨૩ અર્થ - ત્યાં કોટિ-શિલાને લક્ષ્મણે ઉઠાવી. તે જોઈ શ્રીરામ અતિ સંતુષ્ટ થયા. હવે ગંગાના કાંઠે આવેલ બધા દેશોને જીતતાં દિગ્વિજય કરતાં, તે સમુદ્રની સમીપ પહોંચ્યા. ત્યાં પુણ્યોદયથી માગધ આદિ દેવોને વશ કરીને લક્ષ્મણ હવે ત્રણ ખંડના અધિપતિની પદવીને પામ્યા. જ્યારે અયોધ્યા આવ્યા ત્યારે દેવ, વિદ્યાઘર અને મનુષ્યોએ મળી તેમનો રાજ્યાભિષેક કર્યો. હવે બન્ને વીરો સુખપૂર્વક અયોધ્યામાં લોકમતને માન આપી રાજ્ય કરવા લાગ્યા. ૨૩ એક દિને પુર-ઉપવનમાં ગુરુ શિવગુપ્ત જ્ઞાની જાણી, લક્ષ્મણ સહ જઈ રામચંદ્રજી વંદન કરી સુણતા વાણી. તે ઉપદેશ સુણી, જાગ્રત થઈ શ્રાવકનાં વ્રત રામ ઘરે, | નિદાનદોષે ભોગાસક્તિ લક્ષ્મણની ના જરી ફરે. ૨૪ અર્થ :- એક દિવસે પુર નામના ઉપવનમાં શિવગુપ્ત નામક ગુરુ પધાર્યા જાણી લક્ષ્મણ સાથે રામચંદ્રજીએ જઈને ભાવભક્તિથી તેમને વંદન કર્યા અને તેમની પાસેથી મોહહારિણી એવી વાણી સાંભળી. તે ઉપદેશ સાંભળીને રામચંદ્રજીમાં જાગૃતિ આવી ગઈ અને શ્રાવકનાં વ્રત ગ્રહણ કર્યા. પણ નિદાનદોષના કારણે લક્ષ્મણની ભોગાસક્તિમાં જરા પણ ફેરફાર થયો નહીં. રજા Page #549 -------------------------------------------------------------------------- ________________ (૪૫) નિર્દોષ ન૨ - શ્રી રામ ભાગ-૪ બાંધેલું આયુષ્ય નરકનું તેથી ના વ્રત-વીર્ય સ્ફુરે, ધારી શક્યા ના લક્ષ્મણ કંઈયે, સ્પષ્ટ શિખામણ નિજ રે. એક દિને દેખે લક્ષ્મણ ત્રણ સ્વપ્ન, જઈ કહે રામ કને; રામપુરોહિતને એકાન્તે મળી, સુણે ઉદાસ મને. ૨૫ અર્થઃ– નિદાનદોષથી નરકનું આયુષ્ય બાંઘેલું હોવાથી લક્ષ્મણમાં વ્રત ધારણ કરવાનું વીર્ય સ્કુરાયમાન થયું નહીં. જેથી કેવલી ભગવંતે આપેલી સ્પષ્ટ શિખામણોને પણ તે પોતાના હૃદયમાં ઘારી શક્યા નહીં. એક દિવસ લક્ષ્મણે ત્રણ સ્વપ્નો દીઠાં. તે શ્રીરામ પાસે જઈને વિદિત કર્યાં. શ્રીરામે પુરોહિતને બોલાવી એકાન્તમાં તેના ફળ ઉદાસીન મને સાંભળ્યાં. ।।૨૫।। કહે પુરોહિત : “મસ્ત હી વડ ઉખેડતો દીઠો તેથી, અસાધ્ય રોગ થશે લક્ષ્મણને, કેશવ-દેહ છૂટે એથી; રાહુગ્રા રવિ રસાતલે પડતો બીજે સ્વપ્ન દેખે, ફળ તેનું ક્ષય ભોગજીવનનો, દુર્ગતિદાયક સૌ લેખે. ૨૬ ૫૨૧ અર્થ :– પુરોહિત કહે સ્વપ્નમાં મસ્ત હાથીને વડ ઉખેડતો જોયો તેના ફળમાં લક્ષ્મણને અસાધ્ય રોગ થશે અને તેથી આ કેશવ વાસુદેવનો દેહ છૂટી જશે. બીજા સ્વપ્નમાં રાહુ વડે ગ્રસાયેલ સૂર્યને રસાતલ એટલે પૃથ્વીમાં પ્રવેશતો જોયો તેનું ફળ આમ છે કે લક્ષ્માના ભોગ જીવનનો ક્ષય અને દુર્ગતિરૂપ પૃથ્વીમાં આવેલ નરકાવાસમાં ગમન જાણવું. ૨૬ના ઊંચુ રાજભવન ઘોળેલું તૂંટતું સ્વપ્ર વિષે ભાળે, તેનું ફળ આ આપ તપોવન જઈ તપ તપશો તે કાર્યો ' ઘીર વીર ગંભીર રામ કરે નહિ ખેદ, ઉરે અતિ શાંતિ ઘરે, કરી ઘોષણા : ‘રાજ્ય વિષે હણવા નહિ જીવો કોઈ, અરે !' ૨૭ અર્થ :— ત્રીજા સ્વપ્નમાં ઘોળેલું ઊંચુ રાજભુવન તુટતું જોયું, તેનું ફળ આ છે કે તે સમયે આપ ઘરબાર છોડી તપોવનમાં જઈને તપ તપશો. ઉપરોક્ત ફળ સાંભળીને યથાર્થ સ્વરૂપના જાણવાવાળા શ્રીરામ ઘીર, વીર અને ગંભીર રહ્યા પણ ખેદ કર્યો નહીં, હૃદયમાં અતિ શાંતિને જ ઘારણ કરીને રહ્યાં. અને બેય લોકમાં હિત કરનાર એવી ઘોષણા કરી કે કોઈ પણ મનુષ્ય કોઈ પણ પ્રાણીની હિંસા કરે નહીં. અરે ! એ હિંસા એ જ જગતમાં સર્વ દુઃખનું મૂળ છે. ।।૨૭।। ઇચ્છિત દાન દીધા દીન જનને, શાંતિ-પૂંજન કરી જન જમતા; પણ લક્ષ્મણજી પુણ્યક્ષયે જો અસાધ્ય રોગે દુખ ખમતા. માથ અમાવસ્યાએ લક્ષ્મણ પ્રાણ તજી ચોથી નરકે ગયા, થયા સંતપ્ત રામ; પણ શોક ન સમજું-ચિત્ત ટકે. ૨૮ અર્થ :— વળી શ્રીરામચંદ્રજીએ ભગવાન સમક્ષ શાંતિપૂજન પાઠ કરાવી બધાને જમાડી, ગરીબ લોકોને ઇચ્છિત દાન આપ્યું, પણ લક્ષ્મણનું પુણ્ય ક્ષય થઈ જવાથી અસાધ્ય રોગ ઉત્પન્ન થયો અને તે અશાતા વેદનીયનું દુઃખ ખમવા લાગ્યા. મા મહિનાની અમાવસના દિવસે લક્ષ્મણ પ્રાણ તજીને ચૌધી શંકપ્રભા નામની નરક પૃથ્વીમાં જઈને પડ્યા. લક્ષ્મણના વિયોગથી શ્રીરામનું હૃદય ઘણું સંતત થયું. પણ Page #550 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સમજુ પુરુષોના ચિત્તમાં તે શોક ઘણીવાર સુધી ટકી શકતો નથી. ૨૮ાા ઉત્તર-ક્રિયા કરી, શુભ વચને સ્ત્રીજનનું મન શાંત કરે, લક્ષ્મણ-સુત પૃથ્વીસુંદર-શિર રામ મુકુટ પોતે જ ઘરે. સીતાના સુત સાત ચહે નહિ રાજ્યશ્રી વૈરાગ્ય થરી, તેથી અજિતંજય નામે નાનાને દે યુવરાજ કરી. ૨૯ અર્થ - હવે નાનાભાઈ લક્ષ્મણની વિધિપૂર્વક ઉત્તરક્રિયા એટલે સંસ્કાર ક્રિયા કરીને, શુભ વચનવડે સમસ્ત સ્ત્રીજનોનું મન શાંત કર્યું. પછી પ્રજા સમક્ષ લક્ષ્મણની પૃથ્વી સુંદરી નામની પ્રઘાન રાણીથી જન્મેલ મોટા પુત્ર પૃથ્વીસંદરના શિર ઉપર શ્રીરામે પોતાના હાથે જ મુકુટ ઘરીને તેને રાજ્ય અર્પણ કર્યું. સાત્વિકવૃત્તિના ઘારક સીતાજીને વિજયરામ આદિ આઠ પુત્રો હતા. તેમાંથી સાત મોટા પુત્રોએ વૈરાગ્ય પામી રાજ્યલક્ષ્મીને ઇચ્છી નહીં તેથી સૌથી નાના પુત્ર અજિતંજયને યુવરાજ પદવી આપી. રા. મિથિલા દેશ સમર્પે તેને રામ અતિ વૈરાગ્ય ઘરે, કેવલી શ્રી શિવગુણ તણી શ્રવણાદિક બહુવિઘ ભક્તિ કરે; નિદાનદોષે લક્ષ્મણ ચોથી નરકે છે, સુણી સ્નેહ તજે, હનુમાન, વિભીષણ, સુગ્રીવ આદિ નૃપગણ સહ શિવસાજ સજે. ૩૦ અર્થ - યુવરાજ અજિતંજયને મિથિલા દેશ આપીને શ્રીરામ અતિ વૈરાગ્ય પામી સંસાર, શરીર અને ભોગોથી વિરક્ત થયા અને શ્રી શિવગુણ કેવળી ભગવંત પાસે જઈ તેમના ઉપદેશને સાંભળી અનેક પ્રકારે ભક્તિ કરી તેમની પાસે સંસાર અને મોક્ષના કારણ તથા કમોંના ફળનું સ્વરૂપ વગેરે સારી રીતે સમજ્યા. તે કેવળી ભગવંત પાસેથી લક્ષ્મણ નિદાનદોષના શલ્યથી ચોથી નરકમાં ઉપજ્યા છે. એમ જાણી, તેમના પ્રત્યેના સ્નેહનો ત્યાગ કર્યો અને જેને સંસાર પ્રત્યે અત્યંત વૈરાગ્યભાવ પ્રગટ્યો છે એવા શ્રી રામચંદ્રજીએ હનુમાન, વિભીષણ, સુગ્રીવ આદિ પાંચ સૌ રાજાઓ સાથે શિવસાજ સજ્યો અર્થાત્ મોક્ષપ્રાપ્તિનું સાધન એવો સંયમ અંગીકાર કર્યો. [૩૦ ઘણી રાણીઓ સીતા સાથે કૃતવર્તી સાથ્વી સમીપ ગઈ, તપ, સંયમ સમજી મોક્ષાર્થે સર્વે સાધ્વીરૂપ થઈ. અજિતંજય ને પૃથ્વી સુંદર આદિ બહુ ગૃહીવ્રત ઘારી, શ્રી જિનરાજ-ચરણકજ વંદી, ગયાં અયોધ્યા નરનારી. ૩૧ અર્થ :- એવી જ રીતે સીતાજી સાથે પૃથ્વી સુંદરી આદિ ઘણી રાણીઓએ પણ કૃતવતી નામની સાધ્વી પાસે જઈને તપ, સંયમને મોક્ષનું કારણ જાણી દીક્ષા ગ્રહણ કરીને સર્વે સાધ્વી બની ગઈ. તેમાંથી કેટલીક રાણીઓ બારમા અય્યત દેવલોકમાં ગઈ અને બાકીની પહેલા સૌઘર્મ નામના દેવલોકમાં જઈને ઊપજી. અજિતંજય અને પૃથ્વી સુંદર આદિ ઘણા રાજાઓ પણ ગૃહીવ્રત એટલે શ્રાવકના વ્રત ઘારણ કરીને શ્રી જિનરાજના ચરણકમળની સારી રીતે વંદના કરી, સર્વે નરનારીઓ સાથે અયોધ્યાનગરીમાં પાછા ફર્યા. ૩૧ાા Page #551 -------------------------------------------------------------------------- ________________ (૪૬) સ્વ-દેશ-બોઘ ૫ ૨ ૩ હનુમાન અને શ્રી રામ થયા ગ્રુતકેવળી શિવપંથે વિચરી. મુનિપણે ત્રણસો પંચાણું વર્ષ રહી શરૂં શ્રેણિ કરી; વર્ષ છ સો સુથી દીથી દેશના કેવળજ્ઞાની ફૂપે વિચરી, ફાગણ સુદ ચૌદસ દિન, ચઢતાં સમેતશિખરે શિવ-સ્ત્રી વરી. ૩૨ અર્થ :- શ્રી રામ અને હનુમાન વિધિપૂર્વક મોક્ષમાર્ગનું અનુષ્ઠાન કરીને શ્રુતકેવળી થયા. પછી ત્રણસોને પંચાણું વર્ષ સુધી છદ્મસ્થ મુનિપણામાં રહી ક્ષપકશ્રેણિ માંડીને સર્વ ઘાતીયા કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા. કેવળજ્ઞાનીરૂપે છસો વર્ષ સુધી વિચારીને દેશના આપી ભવ્યજીવોનો ઉદ્ધાર કર્યો. પછી ફાગણ સુદ ચૌદશના દિવસે સવારમાં સમેત શિખર ઉપર ત્રીજું સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી નામનું શુક્લધ્યાન ઘારણ કરીને મનવચનકાયાના ત્રણેય યોગોનો નિરોઘ કર્યો. પછી ચોથા ભુપતક્રિયાનિવૃત્તિ નામના શુક્લધ્યાનવડે સર્વ અઘાતી કર્મનો ક્ષય કર્યો, જેથી ઔદારિક, તૈજસ અને કાર્પણ આ ત્રણેય પ્રકારના શરીરોનો નાશ થઈ જવાથી શ્રીરામ મોક્ષરૂપી સ્ત્રીને વરી અનંતસુખ સ્વરૂપ એવી સિદ્ધગતિને પામ્યા. ૩રા શ્રીરામ સમ્યક્ આરાઘના કરી સ્વદેશરૂપ મોક્ષમાં પઘાર્યા, તેમ તમે પણ આ સંસારમાં અનંતકાળથી રઝળતા થાક્યા હો તો તમારો પણ સ્વદેશ આ મોક્ષ જ છે. તેને આરાઘનાવડે પામી ત્યાંજ નિવાસ કરીને રહો કે જેથી ફરી આ ચારગતિરૂપ દુઃખમય સંસારમાં તમારે કદી આવવું ન પડે. એ વિષે પરમકૃપાળુદેવ લખે છે કે:-“અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે; તેથી દેહ એક જ ઘારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. ઘન્ય” ૮ -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૮૦૧) એક કાવ્યમાં ભક્ત પણ કહ્યું કે – “મનજી મુસાફિર રે ચાલો નિજ દેશ ભણી; મુલક ઘણા જોયા રે મુસાફિર થઈ છે ઘણી.” મનજીક સ્વ એટલે પોતાનો, ખરો દેશ કયો કે જ્યાં આત્મા સર્વકાળ સુખશાંતિમાં રહી શકે? તો કે તે મોક્ષ છે. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા' પોતાના આત્માની શુદ્ધ અવસ્થાને પામવી એ જ ખરી રીતે મોક્ષ છે. હવે આ પાઠમાં તે આત્માની શુદ્ધિ કેવા પ્રકારથી કરી શકાય તે વિષેનો બોઘ જણાવે છે. તેથી આ પાઠનું નામ પણ “સ્વદેશ-બોઘ’ એમ રાખવામાં આવેલ છે. પહેલી બે ગાથાઓ વડે પરમકૃપાળુદેવની દશાની સ્તુતિ કરીને તેમના બોઘને શાંતચિત્તે વિચારતાં સ્વદેશ એટલે સ્વઘામરૂપ મોક્ષને મેળવી શકાય એમ છે, તે જણાવે છે : (૪૬) સ્વ-દેશ-બોઘા (બાહુ નિણંદ દયામયી, વર્તમાન ભગવાન, પ્રભુજી–એ રાગ) * ૧T 9, રાજચંદ્ર પ્રભુને નમું, ના ગણું લૌકિક કાજ, પ્રભુજી; નિર્મોહી નર આદર્યા, યાચકતા તર્જી આજ, પ્રભુજી. રાજવે છે Page #552 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર પરમકૃપાળુદેવને હું ભાવભક્તિસહિત પ્રણામ કરું છું. તેમના ઉપદેશને અનુસરવામાં વિઘ્ન કરનાર એવા લૌકિક ઘરના કે સમાજના કામોને હે પ્રભુ! હવે હું મુખ્યતા આપું નહીં. કેમકે પરમકૃપાળુદેવે પત્રોમાં જણાવ્યું છે કે : લોક દ્રષ્ટિમાં જે જે વાતો કે વસ્તુઓ મોટાઈવાળી મનાય છે, તે તે વાતો અને વસ્તુઓ, શોભાયમાન ગૃહાદિ આરંભ, અલંકારાદિ પરિગ્રહ, લોકવૃષ્ટિનું વિચક્ષણપણું, લોકમાન્ય ઘર્મશ્રદ્ધાવાનપણું પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે, એમ યથાર્થ જણાયા વિના ઘારો છો તે વૃત્તિનો લક્ષ ન થાય. પ્રથમ તે વાતો અને વસ્તુઓ પ્રત્યે ઝેરદૃષ્ટિ આવવી કઠણ દેખી કાયર ન થતાં પુરુષાર્થ કરવો યોગ્ય છે.” (વ.પૃ.૫૬૨) “લોકની દ્રષ્ટિને જ્યાં સુધી આ જીવ વમે નહીં તથા તેમાંથી અંતવૃત્તિ છૂટી ન જાય ત્યાં સુધી જ્ઞાનીની દ્રષ્ટિનું વાસ્તવિક માહાભ્ય લક્ષગત ન થઈ શકે એમાં સંશય નથી.” (વ.પૃ.૫૬૦) “લોક દ્રષ્ટિ અને જ્ઞાનીની દ્રષ્ટિને પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત છે.” (૨.૫.૯૧૩). “લૌકિક અને અલૌકિક એવા બે ભાવ છે. લૌકિકથી સંસાર, અને અલૌકિકથી મોક્ષ.” (વ.પૃ.૭૦૦) “લૌકિકદ્રષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું તો પછી અલૌકિકદ્રષ્ટિએ કોણ પ્રવર્તશે?” (વ.પૃ.૩૧૪) હે પ્રભુ! હવે તો મેં નામ માત્ર કહેવાતા જગતસુખની આપ પ્રત્યે યાચના કરવાનું મૂકી દઈ આપની કપાથી નિર્મોહી એવા પરમકૃપાળુદેવને જ મારા નાથ તરીકે સ્વીકાર્યા છે. મારા આત્માના હિત અર્થે તેમનું શરણ ગ્રહણ કર્યું છે. એમ પૂ.શ્રી બ્રહ્મચારીજી પોતાના અંતરનો ભક્તિભાવ પ્રગટ કરે છે. જેના સગુરુ-બોઘ વિચારતાં, ટળે દેહ-અહંકાર, પ્રભુજી; દશા વિદેહી તે વર્યા, ભાવ-દયા-ભંડાર, પ્રભુજી. રાજ, અર્થ - હે પ્રભુ! સદ્ગુરુ પરમકૃપાળુદેવના બોઘને વિચારતાં મારા દેહ પ્રત્યેનું અભિમાન ટળવા માંડે છે અને દેહ પ્રત્યેનો અહંભાવ ગળવા માંડે છે. કેમ કે મારા ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ વિદેહદશાને પામેલા છે અને ભાવદયાના ભંડાર હોવાથી ઉપદેશ પણ એવો જ આપે છે. //રા ચારે ગતિ દુઃખથી ભરી, કર્મતણો બહુ ભાર, પ્રભુજી; માનવદેહ વિષે બને સપુરુષાર્થ પ્રકાર, પ્રભુજી. રાજ અર્થ :- હવે સ્વદેશ જવા માટે પરમકૃપાળુદેવે શો ઉપદેશ આપ્યો છે તે જણાવે છે : હે ભવ્યો! નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ એ ચારેય ગતિ બહુ દુઃખથી ભરેલી છે. તમારા આત્મા ઉપર જ્ઞાનાવરણિયાદિ આઠેય કર્મનો ઘણો ભાર હોવાથી આ ચારેય ગતિમાં તે કર્મના ફળમાં જીવને ઘણા જ દુઃખ ભોગવવા પડે છે. એક મનુષ્ય દેહ જ એવો છે કે જેમાં સ્વદેશ એટલે મોક્ષ જવાનો સંપૂર્ણ સત્પરુષાર્થ બની શકવા યોગ્ય છે. “શાતા વેદનીય અશાતાવેદનીય વેદતાં શુભાશુભ કર્મનાં ફળ ભોગવવા આ સંસારવનમાં જીવ ચાર ગતિમાં ભમ્યા કરે છે.” એ ચાર ગતિ ખચીત જાણવી જોઈએ. ૧. નરકગતિ- મહારંભ, મદિરાપાન, માંસભક્ષણ ઇત્યાદિક તીવ્ર હિંસાના કરનાર જીવો અઘોર નરકમાં પડે છે. ત્યાં લેશ પણ શાતા, વિશ્રામ કે સુખ નથી. મહા અંઘકાર વ્યાપ્ત છે. અંગછેદન સહન કરવું પડે છે, અગ્નિમાં બળવું પડે છે અને છર૫લાની ઘાર જેવું જળ પીવું પડે છે. અનંત દુઃખથી કરીને જ્યાં પ્રાણીભૂતે સાંકડ, અશાતા અને વિવિલાટ સહન કરવો પડે છે, જે દુઃખને કેવળજ્ઞાનીઓ પણ કહી Page #553 -------------------------------------------------------------------------- ________________ (૪૬) સ્વ-દેશ-બોઘ ૫ ૨ ૫ શકતા નથી. અહોહો! તે દુઃખ અનંતી વાર આ આત્માએ ભોગવ્યાં છે. ૨. તિર્યંચગતિ- છલ, જૂઠ, પ્રપંચ ઇત્યાદિક કરીને જીવ સિંહ, વાઘ, હાથી, મૃગ, ગાય, ભેંસ, બળદ ઇત્યાદિક શરીર ઘારણ કરે છે. તે તિર્યંચગતિમાં ભૂખ, તરસ, તાપ, વઘબંઘન, તાડન, ભારવહન કરવા ઇત્યાદિકનાં દુઃખને સહન કરે છે. ૩. મનુષ્યગતિ- ખાદ્ય, અખાદ્ય વિષે વિવેકરહિત છે; લજ્જાહીન, માતા-પુત્રી સાથે કામગમન કરવામાં જેને પાપાપાપનું ભાન નથી; નિરંતર માંસભક્ષણ, ચોરી, પરસ્ત્રીગમન વગેરે મહાપાતક કર્યા કરે છે; એ તો જાણે અનાર્ય દેશનાં અનાર્ય મનુષ્ય છે. આર્યદેશમાં પણ ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય પ્રમુખ મતિહીન, દરિદ્રી, અજ્ઞાન અને રોગથી પીડિત મનુષ્યો છે. માન-અપમાન ઇત્યાદિક અનેક પ્રકારનાં દુઃખ તેઓ ભોગવી રહ્યાં છે. ૪. દેવગતિ- પરસ્પર વેર, ઝેર, ક્લેશ, શોક, મત્સર, કામ, મદ, સુઘા ઇત્યાદિકથી દેવતાઓ પણ આયુષ્ય વ્યતીત કરી રહ્યાં છે; એ દેવગતિ. - એમ ચાર ગતિ સામાન્યરૂપે કહી. આ ચારે ગતિમાં મનુષ્યગતિ સૌથી શ્રેષ્ઠ અને દુર્લભ છે. આત્માનું પરમહિત મોક્ષ એ ગતિથી પમાય છે.” (વ.પૃ.૭૦) મનુષ્યભવ દુર્લભ છે–ભલે રોગી, ગરીબ, અશક્ત, ઘરડો ગમે તેવો હોય પણ મનુષ્યભવ અને તેમાં સાચા અનુભવી પુરુષનો કોઈ સંતની કૃપાથી મળેલો મંત્રનો લાભ તે અપૂર્વ છે. તો ‘સહજાત્મસ્વરૂપ પરમગુનો જાપ અને તે જ ભાવના રાખવી ઉત્તમ છે.” (ઉ.પૃ.૧૧૮) Ilal એવો યોગ લહ્યા છતાં, લાગ્યો ન બોઘ લગાર, પ્રભુજી; જાગ્યો ન જો મોહનીંદથી, ઢોર સમો અવતાર, પ્રભુજી. રાજ અર્થ - આવા આર્યક્ષેત્રમાં ઉત્તમકુળ, જાતિ, નિરોગી કાયા, સપુરુષના યોગસહિત દેવદુર્લભ માનવજન્મ પામીને સ્વઘામરૂપ મોક્ષને માટે પુરુષના બોઘની લગાર માત્ર પણ અસર ન થઈ તો આ દેહમાં સ્થિત આત્માને અનંતવાર ધિક્કાર છે. “ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો!” (વ.પૃ.૬૫૨) આવા ઉત્તમયોગમાં પણ આ જીવ મોહનીંદ્રામાંથી જાગૃત ન થયો તો ઢોરના અવતાર અને આ મનુષ્ય અવતારમાં કોઈ ફરક નથી, અર્થાત્ તે “નર નથી પણ વાનર જ છે.” ‘વિઘા વિહિના પશુમ: સમાના’ આત્મવિદ્યાથી રહિત નર પશુ સમાન છે.” I/૪ ઘન્ય! મુનિ જેહ જાગિયા, રહ્યા સદાય અસંગ, પ્રભુજી; મોહ ફંદે ન ફસાય તે, ત્યાગી સંગ-પ્રસંગ, પ્રભુજી. રાજ અર્થ - તે મુનિ મહાત્માઓને ઘન્ય છે કે જે આ અનાદિની મોહનીંદ્રામાંથી જાગૃત થઈને સદાય આત્માના અસંગ અપ્રતિબદ્ધ સ્વરૂપમાં લીન રહે છે. અને જે સદાય સંસારના સંગ પ્રસંગનો ત્યાગ કરી ફરીથી સ્ત્રી પુત્રાદિરૂપ મોહની જાળમાં કદી ફસાતા નથી. //પા. એવી દશા નથી ત્યાં સુથી ઉપાસવો સત્સંગ, પ્રભુજી; અલ્પ આરંભ-પરિગ્રહે ટળે અસત્સંગ-રંગ, પ્રભુજી. રાજ Page #554 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ :- એવી મુનિદશા જ્યાં સુધી આવી નથી ત્યાં સુધી આત્માદિ વસ્તુના વાસ્તવિક સ્વરૂપને સમજવા માટે સત્સંગની ઉપાસના કરવી યોગ્ય છે. સત્સંગની ઉપાસના કરવા માટે અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ રાખવા જોઈએ તેથી અસત્સંગનો પ્રસંગ ટળે છે અને સત્સંગ કરવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. “આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્યસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે.” (પૃ.૪૫૧) કા ચિત્ત વિત્ત ને પાત્રના યોગ અલભ્યની શોથ, પ્રભુજી; યોગાનુયોગે મળી જતાં સહજે આતમબોથ, પ્રભુજી. રાજઅર્થ - ચિત્ત એટલે મન તેને મોક્ષ પ્રાપ્ત કરવાની અભિલાષા, વિત્ત એટલે ન્યાયપૂર્ણ ઘનઘાન્યાદિનો યોગ અને પાત્ર એટલે ઉત્તમ એવા જ્ઞાનીપુરુષનો યોગ મળવો ઘણો દુર્લભ છે. તેની શોધ કરવી જોઈએ. યોગાનુયોગે પૂર્વ પુણ્યના બળે આ ત્રણેય કારણો ભેગા મળી જાય તો સહજે આત્મા સંબંધીનું જ્ઞાન થવા યોગ્ય છે. ચિત્ત, વિત્ત અને પાત્ર વિષે શ્રી ઋષભદેવ ભગવાનનું દૃષ્ટાંત ઘનશેઠનું દ્રષ્ટાંત - ઋષભદેવ ભગવાનનો જીવ પૂર્વભવમાં ઘનશેઠ નામનો સાર્થવાહ હતો. એ એકવાર વસંતપુર જવા માટે લોકો સાથે નગર બહાર નીકળ્યો. ત્યાં ઘર્મઘોષ આચાર્ય, સાર્થવાહ પાસે આવ્યા અને કહ્યું કે અમે પણ વસંતપુર જવા માટે તમારી સાથે આવીએ. એ સાંભળીને ઘનશેઠ સાર્થવાહ કહે—હે ભગવાન, આજે હું ઘન્ય બની ગયો કે આપ મારી સાથે પધારો છો. આચાર્ય ભગવંતને સાથે લીધા પછી કામના કારણે ઘનશેઠ તેમને ભૂલી ગયા. આચાર્ય પાસે જઈ શેઠે પોતાના પ્રમાદાચરણની ક્ષમા માગી કહ્યું : મેં આપને સાથે લીધા પણ અન્નવસ્ત્રાદિવડે આપનો સત્કાર કર્યો નહીં. હવે આપ મારે ત્યાં વહોરવા પઘારો. તેથી સૂરિએ પોતાના શિષ્યોને આહાર લેવા સાથે મોકલ્યા. શેઠ ઘરમાં જઈને જુવે છે તો વહોરવા લાયક અન્નપાનાદિ કાંઈ હતું નહીં. પણ ત્યાં તાજુ ઘી આવેલ પડ્યું હતું તે લઈને પોતાને કૃતાર્થ અને ઘન્ય માનતો જેનું શરીર રોમાંચિત્ત થયું છે, અને ચિત્ત ઉલ્લાસિત થયું છે એવા સાર્થપતિએ સાધુને સ્વહસ્તે ઉત્તમ વિત્તરૂપ ઘી વહોરાવ્યું અને ભાવપૂર્વક વંદના કરી. ઉત્તમ પાત્ર એવા મુનિએ ઘર્મલાભ આપ્યો. સાર્થવાહને એ દાનના પ્રભાવથી મોક્ષવૃક્ષના બીજરૂપ દુર્લભ એવું બોઘબીજ પ્રાપ્ત થયું. એ બોઘ બીજ વૃદ્ધિ પામતું બારમા ભવે ઋષભદેવ ભગવાન તીર્થંકરરૂપે થઈ કેવળજ્ઞાન પામી ઘણા જીવોને પ્રતિબોઘ પમાડીને મોક્ષે પધાર્યા. આમ ચિત્ત. વિત્તને પાત્ર ત્રણેયનો યોગ મળતાં આત્મબોધને પામી કાળાંતરે મોક્ષમાં જઈ તે બિરાજમાન થયા. શા. અસાર આ સંસારના ક્ષણિક ભોગ-વિલાસ, પ્રભુજી; ઊંડો વિચાર કરી તજું માયિક સર્વ મીઠાશ, પ્રભુજી. રાજ, અર્થ :- આ સંસારના સર્વ ભોગવિલાસ ક્ષણિક અને અસાર છે. તે સર્વે માયિક એટલે સંસારિક સુખમાં રહેલ મારી મીઠાશ એટલે સુખબુદ્ધિનો ઊંડો વિચાર કરીને તેને તજું, તો જ મારું આત્મહિત Page #555 -------------------------------------------------------------------------- ________________ (૪૬) સ્વ-દેશ-બોઘ ૫ ૨૭ સઘાય એમ છે. Iટા તો સગુરુના સંગથી પ્રગટે બોઘ-પ્રકાશ, પ્રભુજી; નિર્મળ વિચાર-થારથી ઘોવાય મિથ્યાભાસ, પ્રભુજી. રાજ અર્થ :- ઇન્દ્રિયોના વિષયોને મૂકી દઈ સદગુરુનો સંગ કરવાથી તેમના બોઘે મારા આત્મામાં કારણરૂપ સમ્યકજ્ઞાનનો પ્રકાશ પ્રગટવા યોગ્ય છે. તેથી આત્માની વિચારધારા નિર્મળ બને છે. અને તેના ફળસ્વરૂપ પરપદાર્થમાં સુખ છે એવો મિથ્યાભાસ ધોવાઈ જાય છે. વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્યપરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે.” (વ.પૃ.૪૫૧) આલા લોક-સ્વજન-તન-કલ્પના બંઘનરૂપ સંબંઘ, પ્રભુજી; સત્રદ્ધા દ્રઢ આદરી, ટાળું બઘા પ્રતિબંઘ, પ્રભુજી. રાજ હવે સ્વઘામરૂપ મોક્ષપ્રાપ્તિમાં બાઘક એવા જે ચાર પ્રકારના બંઘન છે તેને ટાળવા જણાવે છે : અર્થ - લોકસંબંધી બંઘન, સ્વજન કુટુંબ બંઘન, દેહાભિમાનરૂપ બંઘન અને સંકલ્પવિકલ્પરૂપ બંઘન. આ ચારેય બંઘનો સાથે મારે સંબંધ રહેલો છે. પણ સત્પરુષ ઉપર દ્રઢ સશ્રદ્ધા કરીને તેમની આજ્ઞા પ્રમાણે વર્તી આ બધા પ્રતિબંઘને હવે દૂર કરું, “જીવને બે મોટા બંઘન છે : એક સ્વચ્છેદ અને બીજું પ્રતિબંઘ. સ્વચ્છેદ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાઘવી જોઈએ; અને પ્રતિબંઘ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે સર્વસંગથી ત્યાગી થવું જોઈએ. આમ ન થાય તો બંઘનનો નાશ થતો નથી. સ્વચ્છંદ જેનો છેદાયો છે તેને જે પ્રતિબંઘ છે, તે અવસર પ્રાપ્ત થયે નાશ પામે છે. આટલી શિક્ષા સ્મરણ કરવારૂપ છે.” (વ.પૃ.૨૬૧) /૧૦ કર્મકલંકિત આતમા જેથી થાય વિશુદ્ધ, પ્રભુજી; તે જ સ્વઘામ, સ્વહિત તે, સમજાવે સૌ બુદ્ધ, પ્રભુજી. રાજ અર્થ :- અનાદિકાળથી કર્મથી કલંકિત થયેલ આત્મા જે વડે વિશુદ્ધ થાય તે જ પોતાનું સ્વઘામ છે, અર્થાત્ સહજ આત્મ સ્વરૂપમાં સ્થિતિ એ જ પોતાનું શાશ્વત ઘર છે અને તે સ્થિતિને પ્રાપ્ત કરવી એમાં જ પોતાનું અનંત હિત રહેલું છે. એમ સર્વ બુદ્ધ એટલે જ્ઞાની પુરુષોનું જણાવવું છે. પરમકૃપાળુદેવ આ વિષે આત્મસિદ્ધિમાં જણાવે છે – “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ.” (વ.પૃ.૫૫૫) “રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ.” -શ્રીમદ્ રાજચંદ્ર (૧૧ાા ઇન્દ્રિય-રાક્ષસ જ્યાં ભમે, રમે રતિરૂપ સિંહ, પ્રભુજી; દુઃખ અટવી-સંસારને તજે મુનિ નર-સિંહ, પ્રભુજી. રાજ, અર્થ - જ્યાં ઇન્દ્રિયોરૂપી રાક્ષસો ભમી રહ્યાં છે અને જ્યાં કામદેવરૂપ સિંહ રમણતા કરી રહ્યો છે એવા દુઃખમય સંસારરૂપી જંગલને, જે નરોમાં સિંહ સમાન છે એવા આત્મજ્ઞાની મુનિઓ તો તજી દે છે. ૧૨ાા દુઃખદાવાનળથી બળે જગમાં જીવ અનંત, પ્રભુજી; જ્ઞાન-સમુદ્ર તટે જતા તેથી સઘળા સંત, પ્રભુજી. રાજ Page #556 -------------------------------------------------------------------------- ________________ પ્રાવધ-વિવેચન ભાગ-૧ અર્થ :– જન્મ જરા ને મૃત્યુ, આધિ વ્યાધિ ને ઉપાધિરૂપ દુઃખદાવાનળથી જગતમાં રહેલા અનંત - જીવો બળી રહ્યાં છે. તેથી સઘળા સંતપુરુષો આત્મશાંતિ અર્થે આત્મજ્ઞાનરૂપી સમુદ્રના કિનારે જઈને વાસ કરે છે. ‘સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે.” (વ.પૃ.૪૫૧) ||૧૩|| સમજુ જન તે જાણવા, હો મોહ અરિ જે, પ્રભુજી; અનંતકાળથી દુઃખ દે, દુર્જય જગમાં તેહ, પ્રભુજી. રાજ॰ ૫૨૮ અર્થ :– સ્વદેશ એટલે સ્વધામરૂપ મોક્ષપ્રાપ્તિનાં અનેક સત્ય ઉપાય જ્ઞાનીઓ જણાવે છે :—સમજુ - પુરુષો તેને જાણવા કે જે મોહનીય કર્મના બે ભેદ દર્શનમોહ અને ચારિત્રમોહને પોતાના શત્રુ સમાન જાણીને હણે છે, અનંતકાળથી આ મોઠ જ જીવને દુઃખ આપે છે. અને જગતમાં સર્વ કરતાં દુર્જેય એ જ છે. “મોહ બહુ બળવાન સર્વે કર્મોમાં, મૃત્યુભય એના પ્રભાવે; ચંચળતા મનની પણ તેથી, દોદશ ભટકે વિભાવે;” -આલોચનાદિપદસંગ્રહ ||૧૪|| ક્ષણ પણ સજ્જન-સંગતિ જાણું ભવ-જળ-નાવ, પ્રભુજી; પ્રમાદ ત” તે આશરે પામું નિજ સ્વભાવ, પ્રભુજી. રાજ અર્થ :— ક્ષણ માત્ર પણ સજ્જન એટલે જ્ઞાનીપુરુષોના સમાગમને સંસારરૂપી સમુદ્રજળને તરવા માટે હું નાવ સમાન માનું. “ક્ષળપિ સન્નન સંગતિરેજા, મતિ મવાળેવ તરણે નૌજા.” (વ.પૃ.૨૨૪) માટે પ્રમાદ તજી જ્ઞાનીપુરુષોના આશ્રયે રહી હું મારા નિજ આત્મસ્વભાવની પ્રાપ્તિ કરી લઉં. કારણ કે એ જ મારું સ્વઘામ છે. ‘સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે.' (વ.પૃ.૪૯) ।।૧૫। વિભાવ મૂળ સંસારનું સુવિચારે બળી જાય, પ્રભુજી; ઇન્દ્રિય-સુખની લાલસા ગયે આત્મસુખ થાય, પ્રભુજી. રાજ અર્થ :– સંસારનું મૂળ વિભાવ છે, અર્થાત્ રાગદ્વેષના ભાવ છે. અને તે દેહમાં આત્મબુદ્ધિના કારણે ટકી રહેલા છે. તે ભાવો સત્પુરુષના બોઘે સુવિચારણા કરવાથી બળતા જાય છે. દેહમાં રહેલી ઇન્દ્રિયોના સુખની લાલસા જ્યારે જશે ત્યારે જ ખરા આત્મસુખની પ્રાપ્તિ થશે. “મૂળ સંસાર ્:ખોનું, દેહમાં આત્મબુદ્ધિ તે; તજી ઇન્દ્રિયવ્યાપાર, બાહ્ય - અંતર પૈસ જે.' ઇન્દ્રિયહારથી ચૂકી, પડ્યો હું વિષયો વિષે; ભોગો પામી ન મેં પૂર્વે – જાણ્યું રૂપ યથાર્થ જે.” -સમાધિશતક ન ‘છ બારીઓવાળા એક મકાનમાં ઊભા એ આખો દિવસ એક મૂકી બીજી, બીજી મૂકી ત્રીજી, એમ બારીઓમાંથી બહાર જ જોયા કરે તો અંદર શું છે તે દેખાય નહીં. તેમ પાંચ ઇન્દ્રિયો અને મનથી આત્મા બાહ્ય વિષયમાં જ રત રહે છે ત્યાં અંદર શું છે તે શી રીતે જણાય? ઊભો છે અંદ૨, પણ દૃષ્ટિ છે બહાર. તે દૃષ્ટિ અંદર કરવી. આત્મા જોવો. તો પોતાની વિભૂતિ સર્વ જણાય.’” (પૃ.૩૬૨) ||૧૬|| પ્રમાદ તō તે કામને ભાવ ઘરી ઘરું હાથ, પ્રભુજી; વિવેક્શન્ય રહ્યું નહીં ગ્રહી સજ્જનનો સાથ, પ્રભુજી. રાજ Page #557 -------------------------------------------------------------------------- ________________ (૪૬) સ્વ-દેશ-બોઘ ૫ ૨૯ અર્થ - હવે પ્રમાદને તજી ઇન્દ્રિયસુખની લાલસાને દૂર કરવાનું કામ અંતરના ભાવસહિત હાથમાં લઉં. હવે વિવેકશૂન્ય એટલે આત્માના હિત અહિતના ભાન વગર રહું નહીં. એ ભગીરથ કામ કરવા માટે સજ્જન એવા સપુરુષ કે તેના બોઘનો સાથ ગ્રહણ કરું. [૧ળા. પરાથીન ઇન્દ્રિયસુખો, ક્ષણિક ને દુઃખમૂળ, પ્રભુજી; જીવન ઝબકારા સમું મોક્ષયત્ન અનુકૂળ, પ્રભુજી. રાજ, અર્થ - આ પાંચેય ઇન્દ્રિયના સુખો પરાધીન છે, ક્ષણિક છે અને દુઃખના જ મૂળ છે. “सपरं बाधासहीयं विछिन्नं बंधकारणं विषमं । जं इन्दियेही लद्धं तं सोक्खं दुःखमेव तहा ॥" અર્થ - ઇન્દ્રિયસુખ પરાધીન, બાઘાથી યુક્ત, વિનાશકારી, કર્મબંધનું કારણ અને વિષમભાવને કરાવે એવું છે. જેથી ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું સુખ તે ખરેખર દુઃખનું જ બીજું રૂપ છે. આપણું આ જીવન પણ વિજળીના ઝબકારા જેવું ક્ષણિક છે. માટે આ જીવનમાં સ્વદેશરૂપ મોક્ષ મેળવવાનો યત્ન કરવો એ જ આત્માને અનુકૂળ અર્થાત્ કલ્યાણકારી છે. “વીજળી ઝબકારા જેવાં, મોતી પરોવી લેવાં, ફરી ફરી નહિ મળે એવાં સત્સંગ કીજીયે; હાંરે મારે સજની ટાણું આવ્યું છે ભવજળ તરવાનું.” -આલોચનાદિ પદસંગ્રહ /૧૮ના મેઘકુમાર થયા મુનિ લહી વૈરાગ્ય અપાર, પ્રભુજી; રાત્રે ઊંઘ ન આવતાં ઘેર જવા તૈયાર, પ્રભુજી. રાજ અર્થ - શ્રેણિક રાજાના પુત્ર મેઘકુમારને ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળવાથી અપાર વૈરાગ્ય થયો અને દીક્ષા ગ્રહણ કરી લીધી. રાત્રે સૂતા પછી અંધારામાં મુનિઓના પગ અફળાવાથી ઊંઘ આવી નહીં. તેથી સવારમાં પોતાના ઘરે જવા માટે તૈયાર થયા. ૧૯ પ્રભુદર્શન ને બોઘથી થયું પૂર્વ-ભવ-જ્ઞાન, પ્રભુજી; હાથી-ભવનાં દુઃખ-દયા દીઠે આવ્યું ભાન, પ્રભુજી. રાજ અર્થ - પ્રભુ દર્શન માટે જતાં ભગવાન મહાવીરનો સ્વદેશરૂપ મોક્ષગમન માટેનો એવો બોઘ થયો કે જેથી મેઘકુમારને પોતાના પૂર્વભવનું જ્ઞાન થઈ ગયું. મેઘકુમારનું દૃષ્ટાંત –મેઘકુમાર પૂર્વભવમાં હાથી રૂપે હતા. જંગલમાં દવ લાગ્યો તેથી આ હાથી દ્વારા ઝાડપાન વગરની બનાવેલી મોટી જગ્યામાં બધા પશુઓ આવીને ભરાઈ ગયા. આ હાથીને ખંજવાળ આવવાથી એક પગ ઊંચો કર્યો કે ત્યાં જગ્યા થવાથી એક સસલું આવીને ત્યાં ભરાઈ ગયું. પગ નીચે મૂકવા જતાં સસલાને જોઈ દયા આવવાથી અઢી દિવસ સુધી હાથીએ પોતાનો પગ અથ્થર ઘરી રાખ્યો. દવ શાંત થતાં બઘા પશુઓ ચાલ્યા ગયા. તેથી હવે પગ નીચે મૂકવા જતાં, પગની રગો બંઘાઈ જવાથી તે હાથી નીચે પડી ગયો. ત્રણ દિવસ સુધી ભુખ તરસની પીડા ભોગવી સો વર્ષના આયુષ્યના અંતે મરીને તે હાથી શ્રેણિક રાજાના ઘરે દયાના પરિણામે તેના પુત્રરૂપે અવતર્યો. ભગવાન કહે તે તું જ છો. જગતવંદ્ય સાઘુઓના ચરણની રજ તે કોઈ પુણ્યવાન પુરુષના ભાગ્યમાં જ હોય છે. Page #558 -------------------------------------------------------------------------- ________________ ૫ ૩ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ જાતિસ્મરણજ્ઞાન વડે પોતાના હાથીના ભવના આવા દુઃખ અને તે ભવમાં આવી દયા પાળવાથી થયેલ વર્તમાન સ્થિતિને વિચારવાથી મેઘકુમારને હવે ભાન આવી ગયું. ૨૦ના નરભવમાં હારું નહીં, હવે કરું કલ્યાણ, પ્રભુજી; એવો નિર્ણય કરી કહે: “નિયમ કરું, ભગવાન. પ્રભુજી. રાજ અર્થ :- ભાનસહિત મેઘકુમાર મુનિ મનમાં વિચારવા લાગ્યા કે હવે આ મનુષ્યભવમાં ગમે તેવા દુઃખ આવે તો પણ હારીશ નહીં. પણ સ્વઘામ જવા માટેનો પુરુષાર્થ કરીને મારા આત્માનું કલ્યાણ જ કરીશ. એવો મનમાં નિર્ણય કરી ભગવાન મહાવીરને કહેવા લાગ્યા કે ભગવન! હવે હું વિશેષ પ્રકારનો આપની આજ્ઞાએ નિયમ ગ્રહણ કરવા ઇચ્છું છું. ૨૧ દેહ તણી સંભાળ હું કરીશ નહિ કર્દી અલ્પ, પ્રભુજી; સદ્ગશરણે હું તાજું દેહ વિષે વિકલ્પ,” પ્રભુજી. રાજ અર્થ - હે પ્રભુ! આપની કૃપાએ હવે હું આ દેહની બે આંખો સિવાય બીજા અંગની કદી અલ્પ પણ સંભાળ કરીશ નહીં. સરુ એવા આપને શરણે રહીને આ દેહના સર્વ વિકલ્પ આજથી હું તજું છું. ૨૨ાા સર્વ સંગ આસ્રવ મહા, લાય સમા ન મનાય, પ્રભુજી; સ્ત્રી-ઘનચશની વાસના કેમ હજી ન તજાય, પ્રભુજી. રાજ, અર્થ - મેઘકુમારની જેમ સ્વઘામ જવા માટે “સર્વ સંગ મહા આસ્રવરૂપ છે, બળતરા આપનાર જ છે એમ હે પ્રભુ! મારાથી કેમ મનાતું નથી. સ્ત્રી પ્રત્યેની વાસના, ઘન પ્રત્યેની લાલસા કે યશ મેળવવાની આશા તે હે પ્રભુ! હજુ સુધી મારાથી કેમ તજાતી નથી? પારકા કાયા મળમૂત્રે ભરી, માત્ર રોગની ખાણ, પ્રભુજી; કેમ અયોગ્ય પ્રયોજને રાચે હજું મુજ પ્રાણ, પ્રભુજી? રાજ અર્થ :- કાયા મળમૂત્રથી ભરેલી છે, માત્ર રોગને રહેવાની ખાણ છે. છતાં આ કાયાવડે નહીં કરવા યોગ્ય એવા અયોગ્ય કામમાં મારા પ્રાણ હજુ કેમ રાચે છે. પાંચ ઇન્દ્રિયો તથા મન, વચન, કાયાના યોગ અને આયુષ્ય તેમજ શ્વાસોચ્છવાસ મળીને આ દસ પ્રાણ કહેવાય છે. “ખાણ મૂત્રને મળની, રોગ જરાનું નિવાસનું ઘામ; કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ.” (વ.પૃ.૪૭) ૨૪. કાળરૂપી અજગર ગળે જન્મ થકી નિર્ધાર, પ્રભુજી; ભોગ-ભુજંગ-પ્રસંગમાં રાચું હજી ય અપાર, પ્રભુજી. રાજ અર્થ – હે પ્રભુ! જન્મથી જ કાળરૂપી અજગરે પોતાના મોઢામાં મને અવશ્ય લઈ લીઘેલ છે. છતાં ભુજંગ એટલે સર્પની સાથે રમવા જેવા આ ભોગના પ્રસંગોમાં હજી હું કેમ અત્યંતપણે રાચી રહ્યો છું. ખરી રીતે એ પાંચ ઇંદ્રિયો તે જન્મમરણ કરાવનારાં કર્મબંઘ પાડવામાં આગેવાન છે તેથી મહાપુરુષોએ તેમને વિષઘર સાપની ઉપમા આપી છે. ઘરમાં સાપ હોય ત્યાં સુઘી ઘરઘણી નિશ્ચિંતે ઊંઘતો નથી, તેને મરણનો ડર રહ્યા કરે છે; તો આ તો પાંચે સાપને સોડમાં રાખી આપણે સુખી થવા ઇચ્છીએ છીએ તે કેમ બને? જ્યાં સુઘી ઇંદ્રિયો વશ ન થાય ત્યાં સુધી સુખે સૂવા યોગ્ય નથી.” (બો.૩ પૃ. ૪૪) //રપાઈ Page #559 -------------------------------------------------------------------------- ________________ (૪૬) સ્વ-દેશ-બોઘ ૫૩ ૧ ઉપરાઉપરી આપદા પ્રેરે પાપ-પ્રકાર પ્રભુજી; નરક ભયંકર નોતરે; ટકે ન હિત-વિચાર, પ્રભુજી. રાજ અર્થ:- હે પ્રભુ! આ સંસારમાં ઉપરાઉપરી અનેક પ્રકારની આધિ વ્યાધિ કે ઉપાથિની આપદાઓ આવતાં છતાં પણ મથુબિંદુના દ્રષ્ટાંત સમાન ત્યાં જ વળગી રહી પાપના પ્રકારોમાં જ મારો જીવ પ્રેરાય છે. પણ તેને છોડવા ઇચ્છતો નથી. તો તે પાપના વિચારો મારા માટે નરકને નોતરું આપશે. કેમકે આત્મહિતના વિચારો મારા મનમાં ટકવા જોઈએ તે ટકતા નથી. તો મારે હવે તે માટે શું કરવું? તે આપ જણાવો. રવા નથી નિર્ણય નિજ રૂપનો ક્યાંથી થશે કલ્યાણ, પ્રભુજી? ભાન વિના ભમતો ફરું ભૂત-ભ્રમિત સમાન, પ્રભુજી. રાજ અર્થ :- હે પ્રભુ! હજી મને મારા પોતાના સ્વરૂપનો નિર્ણય નથી કે હું કોણ છું? તે આત્મસ્વરૂપને જાણ્યા વિના હે પ્રભુ! મારું કલ્યાણ કેમ થશે? મોહરૂપી ભૂત લાગવાથી ભ્રમિત થયેલો એવા હું સ્વભાવને ભૂલી ચારગતિરૂપ ઘોરવનમાં ભમ્યા જ કરું છું. If૨૭ળા કુશાસ્ત્રાદિ વિનોદમાં ગાળું હું દુર્લભ કાળ, પ્રભુજી; કરવા યોગ્ય કરું નહીં, લીથી ન નિજ સંભાળ, પ્રભુજી. રાજ અર્થ - હે પ્રભુ! આત્માર્થ પોષક શાસ્ત્રોને મૂકી દઈ; મિથ્યાત્વ પોષક કુશાસ્ત્રો કે છાપાઓ કે મોહપોષક નવલકથાઓના વિનોદમાં મારો આ દુર્લભ મનુષ્યભવનો સમય ગાળું છું. આ માનવદેહમાં અચૂક કરવા યોગ્ય આત્મકાર્યને હું કરતો નથી. જેથી મારા આત્માની નિજ સંભાળ લેવાનું કાર્ય આવા પ્રાપ્ત અમૂલ્ય અવસરમાં પણ પડ્યું રહે છે. તો મારું સ્વદેશરૂપ મોક્ષગમન કેવી રીતે થશે? ૨૮ સમભાવે પગ ના ટકે, મમતા નહીં મુકાય, પ્રભુજી; વેષ ઘરું ભવ-નાટકે, સ્વભાવ નિત્ય ચકાય, પ્રભુજી. રાજ અર્થ - સમભાવ જે આત્માનું ઘર છે – સ્વઘામ છે, ત્યાં મારો પગ ટકતો નથી, અર્થાત્ સ્વભાવમાં મન સ્થિર રહેતું નથી. અને સર્વ દુઃખનું મૂળ મમતા છે. તે પરમાં મારાપણું કરવાનો ભાવ હજુ સુઘી મારા મનમાંથી મૂકાતો નથી. તેના કારણે આ સંસારમાં હું અનેક પ્રકારના નવા નવા દેહ ઘારણ કરીને નાટક કર્યા કરું છું. અને જે મારો નિત્ય આત્મ સ્વભાવ છે તેને ચૂકી જાઉં છું. એક ભવમાં પણ જ્ઞાની પુરુષની આજ્ઞાએ ઘર્મ આરાધું તો મારો અનંત સુખરૂપ આત્મસ્વભાવ પ્રાપ્ત થઈ મારું આ ભવનાટક અટકી જાય; પણ હજી હું તેમ કરતો નથી. /૨૯ો. કૃત-કારિત-અનુમોદને ઘર્મ ત્રિવિઘ સઘાય, પ્રભુજી; મન, વાણી, તન યોજતાં નવઘા ઘર્મ-ઉપાય, પ્રભુજી. રાજ અર્થ - કરવું, કરાવવું અને અનુમોદવું એમ ઘર્મ ત્રણ પ્રકારે સાથી શકાય છે. તેમાં પણ મન, વાણી અને શરીર સાથે તેની યોજના કરતાં તે ઘર્મ નવ પ્રકારે આરાધી શકાય છે. જેમકે મનથી કરવું, કરાવવું, અનુમોદવું, વચનથી કરવું, કરાવવું, અનુમોદવું કે કાયાથી કરવું, કરાવવું અનુમોદવું. એમ નવ પ્રકારે ઘર્મ આરાઘનાના ઉપાય ભગવંતે જણાવ્યા છે. [૩૦ Page #560 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ શ્રવણ, કીર્તન, ચિંતના, વંદન, સેવન, ધ્યાન, પ્રભુજી; લઘુતા, સમતા, એકતા-નવધા ભક્તિ-નિદાન, પ્રભુજી. રાજ, અર્થ :- ભક્તિ કરવાના પણ નવ પ્રકાર જ્ઞાની પુરુષોએ આ પ્રમાણે જણાવેલ છે : ભગવાનના બોઘનું શ્રવણ કરવું, તેમના ગુણોનું કીર્તન એટલે ગુણગાન કરવું, તેમના વચનોનું ચિંતન-મનન કરવું, વિનયપૂર્વક તેમને નમસ્કાર કરવા, પૂજ્ય પુરુષોની સેવાચાકરી કરવી, ઘર્મધ્યાન કરીને વૃત્તિને સ્થિર કરવી, ગુણ પ્રગટતાં પણ લઘુતા ઘારણ કરવી, રાગદ્વેષ રહિત સમભાવમાં આવવું અને પરમગુરુના સ્વરૂપમાં ઐક્યપણાનો ભાવ ઊપજવો તે એકતા ભક્તિ છે. આ નવઘાભક્તિ પણ સ્વદેશરૂપ મોક્ષ પ્રાપ્તિનું બળવાન નિદાન એટલે કારણ છે. ભક્તિ એ મોક્ષનો ઘુરંથર માર્ગ મને લાગ્યો છે.” શ્રીમદ્ રાજચંદ્ર /૩૧. ઘોઘ સમાં સબોઘથી ટળતાં પૂર્વિક પાપ, પ્રભુજી; આત્મિક બળ ઉજ્જવળ બને, એ સત્સંગ-પ્રતાપ, પ્રભુજી. રાજ અર્થ – સત્પરુષના સદ્ગોઘરૂપ ઘોઘવડે જીવોના પૂર્વે કરેલા સંચિત પાપરૂપ મળ ધોવાઈ જાય છે, અને તેમના આત્માનું બળ ઉજ્વળતાને પામે છે અર્થાત નિર્મળ બને છે. નિર્મળ આત્માઓની ક્રમપૂર્વક સંપૂર્ણ શુદ્ધિ થયે તે મોક્ષરૂપ સ્વઘામમાં જઈ, સર્વકાળ અનંતસુખમાં બિરાજમાન થાય છે. આ સ્વઘામ મોક્ષમાં લઈ જવાનો બધો પ્રતાપ સત્સંગરૂપી કલ્પવૃક્ષનો છે; એમ પરમકૃપાળુદેવ જણાવે છે. આજે અહીં આવ્યા છો તો કમાણીના ઢગલા થાય છે. દર્શન કરવા મળશે, આત્મહિત માટે સત્સંગમાં આત્માની વાત સાંભળવા મળશે, એવા ભાવથી સમાગમ માટે અહીં આવવા ભાવ કર્યા ત્યાં ડગલે ડગલે જગનનું ફળ કહ્યું છે. તીર્થયાત્રા ઘણી કરી, પણ સાચો દેવ કયો? આત્મા. તે જાણ્યો છે જેણે એવા સપુરુષની વાણી સાંભળતા કોટિ કર્મ ખપી જાય છે, પુણ્યના ઢગલા બંઘાય છે.” (ઉપદેશામૃત) //૩રા. સ્વદેશરૂપ મોક્ષમાં શાશ્વત નિવાસ કરવો હોય તો મન, વચન, કાયાના યોગને પ્રથમ શુભમાં પ્રવર્તાવવા પડશે, તો જ શુદ્ધ ભાવની પ્રાપ્તિ થશે. પ્રશસ્ત એટલે શુભ. યોગ એટલે મન,વચન, કાયાના યોગ. એ ત્રણેય યોગને શુભમાં પ્રવર્તાવવા તે પ્રશસ્ત યોગ. (૪૭) પ્રશસ્ત યોગ (રાગ ખમાજનાલ ઘુમાળી) (વાસુપૂજ્ય જિન ત્રિભુવનસ્વામી, ઘનનામી, પનામી રે–એ રાગ) વંદું પદ ગુરુ રાજચંદ્રના યોગ અવંચકકારી રે; પરમ યોગ પ્રગટાવે હૃદયે, શાંત-સુથારસ ઘારી રે. વંદું. અર્થ – હું પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં વંદન કરું છું કે જેના મન વચન કાયાના યોગ અવંચકકારી છે અર્થાત્ જેના યોગ કોઈને ઠગનાર નથી. Page #561 -------------------------------------------------------------------------- ________________ (૪૭) પ્રશસ્ત યોગ ૫ ૩૩ જેના યોગબળે આપણા હૃદયમાં પણ મોક્ષને સાથે એવા પરમ યોગની સાધના પ્રગટ થાય એમ છે, એવા પરમકૃપાળુદેવનું હૃદય શાંત સુઘારસથી ભરપુર છે, તેમને મારા ભક્તિભાવે નમસ્કાર હો. ||૧|| યોગ થયો જે પરવસ્તુનો બાહ્ય, અત્યંતર ભેળે રે; દેહાદિકનો બાહ્ય ગણાય, કર્મ અત્યંતર વેદે રે. વંદું અર્થ :- સર્વ જીવોને પરવસ્તુનો બે પ્રકારે યોગ થયેલો છે. તે એક બાહ્ય અને બીજો અંતરનો છે. તેમાં દેહ, કુટુંબ, સોનું, રૂપું, મણિ, પત્થર આદિનો યોગ તે બાહ્યયોગ છે, અને જ્ઞાનાવરણીયાદિ આઠેય કર્મનો યોગ એટલે સંબંઘ તે અંતરમાં રહેલ આત્મા સાથે છે. તે આત્મા એ આઠેય કર્મના ફળનું વેદન કરનાર છે. રા. કર્મ-હેતુ ત્રણ યોગ કહ્યા જ્યાં મન, વાણી, તન વર્તે રે; શુભ, અશુભ જીંવ-ભાવ વડે તે પ્રશસ્ત ને અપ્રશસ્ત રે. વંદું અર્થ :- હવે અંતરંગ કર્મનો યોગ કેવી રીતે થાય છે તે જણાવે છે : જ્ઞાનાવરણિયાદિ આઠેય કર્મ આવવાના કારણ ત્રણ યોગ છે. તે મન, વચન, કાયાના યોગ પ્રવર્તનથી કર્મનું આગમન થાય છે. શુભ કે અશુભભાવ જીવ કરે તે પ્રમાણે, મન વચન કાયાના યોગ પ્રશસ્ત યોગ કે અપ્રશસ્તયોગ કહેવાય છે. ગાયા પાપ-કર્મમાં કરે પ્રવૃત્તિ વિષયાદિકને માટે રે; અશુભ યોગથી દુર્ગતિ બાંથી વહે અનાદિ વાટે રે. વંદુંઅર્થ - અશુભ યોગમાં જીવો શા માટે પ્રવૃત્તિ કરે છે અને તેનું ફળ શું આવે છે તે જણાવે છે – પાંચ ઇન્દ્રિયના વિષયો પોષવા માટે જીવો અઢાર પાપસ્થાનકમાં પ્રવૃત્તિ કરે છે. તે અશુભયોગમાં પ્રવૃત્તિ કરીને દુર્ગતિનો બંઘ કરી, અનાદિની ચતુર્ગતિરૂપ ભ્રમણની વાટમાં જીવો ફર્યા કરે છે. [૪] સદ્ભાગ્યે સગુરુને યોગે વંદન આદિક કરતાં રે, યોગ-ક્રિયા-ફળ હોય અવંચક ભાવ સત્ય પ્રતિ ઘરતાં રે. વંદુંઅર્થ - સદ્ભાગ્યના ઉદયે કોઈક ભવમાં શુભકર્મના ફળમાં તેમને સગુરુનો યોગ મળતાં, તેમને વંદન, પૂજન, સેવન કે ઉપદેશ શ્રવણ આદિ કરવાનો જોગ પ્રાપ્ત થાય છે. ત્યારે તેમના મન વચન કાયાના યોગ કે તેમની પ્રવૃત્તિરૂપ ક્રિયા કે તેના ફળ અવંચક બને છે અને તેમના ભાવ જેમ છે તેમ આત્માદિ વસ્તુના સત્ય સ્વરૂપ પ્રત્યે વળતા જાય છે. હવે યોગ, ક્રિયા કે તેના ફળ ક્યારે અવંચક કહેવાય તે જણાવે છે : “સદગુરુનો યોગ થયા પછી તેની આજ્ઞામાં મનોયોગ પ્રવર્તાવે તે યોગાવંચક છે, જ્ઞાનીની આજ્ઞાએ વચન અને કાયા પ્રવર્તાવે, વંદના આદિ ક્રિયા વિનયપૂર્વક કરે તે ક્રિયા અવંચક છે. અને સદગુરુ સાચા હોવાથી જે પુણ્યરૂપ ફળ બંઘાય તે પણ મોક્ષમાર્ગને અવિરોઘક એવું હોય તે ફ્લાવંચક છે. એમ યોગ, ક્રિયા ને ફળ એ ત્રિવિઘ અવંચક યોગ થાય ત્યારે પ્રથમ દ્રષ્ટિમાં જીવ આવ્યો લેખાય.” (આ..સક્ઝાય, અર્થ., .૧૨) હવે વંચક યોગ કે વંચના બુદ્ધિ કોને કહેવાય તે જણાવે છે :“વંચનાબુદ્ધિ એટલે સત્સંગ, સગુરુ આદિને વિષે ખરા આત્મભાવે માહાત્મબુદ્ધિ ઘટે તે Page #562 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ પ્રાવધ-વિવેચન ભાગ-૧ માહાત્મ્યબુદ્ધિ નહીં, અને પોતાના આત્માને અજ્ઞાનપણું જ વર્ત્યા કર્યું છે, માટે તેની અલ્પજ્ઞતા, લઘુતા વિચારી અમાહાત્મ્યબુદ્ધિ નહીં; તે સત્સંગ, સદ્ગુરુ આદિને વિષે આરાઘવાં નહીં એ પણ વંચનાબુદ્ધિ છે ત્યાં પણ જો જીવ લઘુતા ઘારણ ન કરે તો પ્રત્યક્ષપણે જીવ ભવપરિભ્રમણથી ભય નથી પામતો એમ જ વિચારવા યોગ્ય છે. વધારે લક્ષ તો પ્રથમ જીવને જો આ થાય તો સર્વ શાસ્ત્રાર્થ અને આત્મા સહેજે સિદ્ધ થવા સંભવે છે. એ જ વિજ્ઞાપન.' (પૃ.૪૨૨૨ ||૫|| એક શેઠને ત્રણ દુકાનો રત્ન, કનક, કાપડની રે; નફો-ખોટ ત્યાં ભાવ પ્રમાણે, વળી ક્રિયા આવડની રે. વંદું અર્થ :— મન, વચન, કાયાના ત્રણેય યોગમાં, કયા યોગની પ્રવૃત્તિથી વિશેષ નુકસાન છે તે કહે છે ઃ એક શેઠનું દૃષ્ટાંત :– એક શેઠને ત્રણ દુકાનો છે. એક રત્ન હીરા માણેક મોતીની, બીજી સોના ચાંદીની અને ત્રીજી કાપડની. તેમાં નફો કે ખોટ ભાવ પ્રમાણે થાય છે. વળી તેમાં પોતામાં ઘંઘાની કેવી આવડત છે અને કેવો એનો પુરુષાર્થ છે તેના ઉપર પણ નફા તોટાનો આધાર રહે છે. ।।૬।। કાપડમાં જે ખોટ જણાતી, કનકલાભથી ટળતી રે; કનકદુકાને ખોટ આવતાં રત્નનફામાં ભળતી રે. વંદું અર્થ :— કાપડની દુકાનમાં જે કોઈ ખોટ જણાય તો તે સોનાચાંદીની દુકાનના નફામાંથી પુરાઈ જાય. સોના ચાંદીની દુકાને ખોટ આવે તો તે રત્ન કે હીરા માણેકની દુકાનમાંથી ભરપાઈ થઈ જાય. ।।૭।। પ્રશસ્ત પ્રવૃત્તિ યોગ તણી તે પુણ્યલાભ સમ સમજો રે, અશુભ યોગ-જ પાપ ખોટ સમ, પુરાય હજી જો ચેતો રે. વંદું અર્થ :— મન વચન કાય યોગની શુભ પ્રવૃત્તિ થાય તેને પુણ્યના લાભ સમાન જાણો, અને તે યોગોવર્ડ અશુભ પ્રવૃત્તિ થાય તો પાપ કર્મનો આસ્રવ થાય છે, તેને દુકાનમાં થતી ખોટ સમાન જાણો. તે ખોટને પૂરી શકાય છે, જો તમે નીચેની ગાથામાં જણાવ્યા પ્રમાણે ચેતી જાવ તો. IIII કાયાએ દૂભવ્યા જન તેની ક્ષમા યાર્થી જન છૂટે રે, વચન-વિરોઘે વેર વેર વધેલું મૈત્રીભાવે તૂટે રે. વંદું અર્થ :— કાયાવડે કોઈને આપણે દુભવ્યા હોય તો તેની માફી માંગીને છૂટી શકાય છે. કોઈની સાથે નહીં કહેવા યોગ્ય વચન બોલવાથી વધેલું વેર, તેની સાથે ફરીથી મૈત્રીભાવ એટલે પ્રેમભાવ રાખવાથી મેટી શકાય છે. લ્હા એથી ઊલટો ક્રમ સેવ્યાથી ખોટ નહીં પુરાશે રે, મનમાં વેર ઘરી હિતવચનો વાં, વેર ન જાશે રે. વંદું અર્થ : એથી ઊલટો ક્રમ જેમ કે પેલા બે ઘોલ મારે તો હું ચાર મારીશ, કે પેલો બે વચન કહે તો હું ચાર કહીશ એમ કરવાથી થયેલ પાપની ખોટ કદી પુરાશે નહીં પણ વૃદ્ધિ પામશે. મનમાં વે૨ના ભાવો રાખી ઉપરથી મીઠું બોલવાથી પણ તે વેર નાશ પામશે નહીં. ।।૧૦।। વચન-વિરોઘ કરી કાયાથી સેવા કરો તન તોડી રે, તોપણ હિત નહિ સાધી શકશો, સમજી લ્યો મન જોડી રે. વંદું Page #563 -------------------------------------------------------------------------- ________________ (૪૭) પ્રશસ્ત યોગ ૫ ૩૫ અર્થ - ગમે તેમ બોલી વચનરૂપ તીર છોડીને વિરોઘ મોલ લીધા પછી, કાયાથી તનતોડીને તેની સેવા કરો તો પણ તમે તમારું હિત સાધી શકશો નહીં. આ વાત તમે મનને સ્થિર કરીને બરાબર સમજી લેજો. ૧૧ાા. રત્નખોટ નહિ પૂરી થાશે સુવર્ણની દુકાને રે, સોનાની નહિ ખોટ પુરાશે કાપડની દુકાને રે. વંદું અર્થ :- રત્નની દુકાનમાં આવેલ ખોટ સોનાચાંદીની દુકાનના નફાવડે પૂરી શકાશે નહીં. અને સોના ચાંદીની દુકાને આવેલ ખોટ કાપડની દુકાનના નફાવડે પૂરી શકાશે નહીં. ૧૨ાા. મનને આઘારે તરવાનું કે ડૂબવાનું, સમજો રે, તેથી મનની શુદ્ધિ કરવા સપુષને ભજો રે. વંદું અર્થ :- હવે મનોયોગને પ્રશસ્ત કરવા કેવા ભાવોમાં રમવું જોઈએ તે જણાવે છે : રત્નોની દુકાન સમાન મનને જાણો. તેની ખોટ કોઈથી પૂરી શકાય એમ નથી. મનને આધારે જ તરવાનું છે કે બૂડવાનું છે, મન જો સત્પરુષના આધારે ચાલે તો સંસાર સમુદ્રથી તરી શકાય છે. અને મન જો તેથી વિપરીત ચાલે તો સંસાર સમુદ્રમાં બુડાવી દે એમ છે. બંઘ અને મોક્ષનું કારણ મનુષ્યોનું મન જ છે. “મન શેવ મનુષ્યામ્ વંઘ મોક્ષયોઃ” તેથી મનની શુદ્ધિ કરવા માટે સપુરુષના વચનોને સાચા ભાવથી ભજજો, અર્થાત્ તે પ્રમાણે જ વર્તન કરવાનું રાખજો. “રાગ-દ્વેષાદિ મોજાંથી, હાલે જો ના મનોજળ; તો આત્મતત્ત્વ તે દેખે, તે તત્ત્વ અન્ય નિષ્ફળ.” -ગ્રંથયુગલ /૧૩ સત્પષની સ્તુતિ કરવા વચનયોગ વાપરજો રે, જીવનભર તેની સેવામાં માનવ કાયા ઘરજો રે. વંદું અર્થ - પોતાનો વચનયોગ પણ સપુરુષની સ્તુતિ એટલે ગુણગાન કરવામાં વાપરજો. તથા મનુષ્યભવનો કાય યોગ પણ જીવનભર તેની સેવા એટલે આજ્ઞા ઉઠાવવાના ઉપયોગમાં લેજો. ૧૪ વિષયકષાય તજી અંતરથી, શામ-દમ તત્ત્વ વિચારો રે, દયા, ક્ષમા, નિર્મમતા, મૈત્રી ઉદાસીનતા ઘારો રે. વંદુંઅર્થ :- મનમાંથી વિષયકષાયને તજવા માટે ક્રોધાદિ કષાયનું શમન કેમ થાય કે વિષયોનું દમન કેમ થાય એ તત્ત્વનો વિચાર કરજો. વળી દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ કે ઉદાસીનતા એટલે વૈરાગ્ય જીવનમાં કેમ આવે તેનો વિચાર કરજો. પરમાં મારાપણાનો ભાવ મૂકી, જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ભાવો જેથી આપણા આત્માનું કલ્યાણ થાય. આ બધા શુભ ભાવો વડે મનવચનકાયાના યોગ પ્રશસ્ત બને છે. અને પ્રશસ્ત યોગવડે શુદ્ધભાવની પ્રાપ્તિ થાય છે અને શુદ્ધભાવ વડે સમકિત કે કેવળજ્ઞાન ઊપજે છે. ૧૫ા. દ્વાદશ, સોળ અનેક પ્રકારે ભાવ ભાવના સારી રે, સદગુરુ-બોઘે કરો રમણતા, ભવના ભાવ વિસારી રે. વંદું Page #564 -------------------------------------------------------------------------- ________________ ૫ ૩૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - સમાધિસોપાનમાં વિસ્તારથી વર્ણવેલ દ્વાદશ એટલે બાર ભાવના, સોળ કારણ ભાવના અને બીજી અનેક પ્રકારની મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને મધ્યસ્થતાદિ ભાવનાઓ જે સમ્યક્દર્શનની યોગ્યતા આપનાર છે; તે ભાવનાઓને સારી રીતે ભાવી સદગુરુના બોઘમાં રમણતા કરો; અને સંસાર સંબંઘી સર્વ વિષયકષાયના ભાવોને વિસારી ઘો, અર્થાત ભૂલી જાઓ. સમાધિસોપાનમાં વર્ણવેલ બાર ભાવનાઓના નામો આ પ્રમાણે છે : (૧) અનિત્ય, (૨) અશરણ, (૩) સંસાર, (૪) એકત્વ, (૫) અન્યત્વ (૬) અશુચિ, (૭) આસ્રવ, (૮) સંવર, (૯) નિર્જરા, (૧૦) લોક, (૧૧) બોધિ દુર્લભ અને (૧૨) ઘર્મ દુર્લભ ભાવના છે. તીર્થંકર પદ પ્રાપ્તિના કારણરૂપ સોળ કારણ ભાવનાઓના નામો નીચે પ્રમાણે છે – (૧) દર્શનવિશુદ્ધિ, (૨) વિનય સંપન્નતા, (૩) શીલવ્રતધ્વતિચાર, (૪) અભીસ્મ જ્ઞાનોપયોગ, (૫) સંવેગ, (૬) શક્તિતઃ ત્યાગ, (૭) શક્તિતઃ તપ, (૮) સાધુ સમાધિ, (૯) વૈયાવૃત્તિ, (૧૦) અરિહંત ભક્તિ, (૧૧) આચાર્ય ભક્તિ, (૧૨) બહુશ્રુત ભક્તિ, (૧૩) પ્રવચન ભક્તિ, (૧૪) આવશ્યક અપરિહાણી (૧૫) સન્માર્ગ પ્રભાવના અને (૧૬) પ્રવચન વાત્સલ્ય ભાવના છે. તેનો વિસ્તાર સમાધિસોપાનમાંથી વાંચવા યોગ્ય છે. ૧૬ાા. મનડે મોહ-અભ્યાસ કર્યો છે, તેથી મોહે ભમતું રે; જ્ઞાન અને વૈરાગ્ય-અભ્યાસે રહે સ્વરૂપે રમતું રે. વંદું અર્થ - અનાદિકાળથી આ મનડે મોહ કરવાનો જ અભ્યાસ કર્યો છે. તેથી અજ્ઞાનવડે રાગદ્વેષ કરી મોહરૂપી વનમાં તે ભટક્યા કરે છે. કદાચ વચનથી મૌન રાખે, કાયાને પણ આસનો વડે સ્થિર કરી દે, છતાં મન તો અનેક પ્રકારના ઘાટ ઘડ્યા જ કરે છે. પણ સપુરુષોના બોઘરૂપ સમ્યકજ્ઞાનવડે અને વૈરાગ્યભાવનાના અભ્યાસ વડે તે મન સ્વરૂપમાં રમણતા કરી શકે છે. “અવિદ્યા બહુ અભ્યાસી, તે સંસ્કારે મન ચળે; જ્ઞાનસંસ્કારથી ચિત્ત, આત્મ-તત્ત્વ સ્વયં વળે.”-ગ્રંથયુગલી/૧૭થી જેને હિતકારી મન માને તેની રુચિ નિત ઘરતું રે, વગર પ્રયત્ન ત્યાં જ ફરે મન, તલ્લીન બની ત્યાં ઠરતું રે. વંદુંઅર્થ :- મન જે પદાર્થને હિતકારી માને તેમાં હમેશાં રુચિ ઘરાવે છે. વગર પ્રયત્ન પણ મન ત્યાં ફર્યા કરે છે અને તેમાં જ તલ્લીન બની સ્થિર રહે છે. “બુદ્ધિને હિત જ્યાં લાગે, શ્રદ્ધા તેમાં જ ચોટતી; શ્રદ્ધા જ્યાં ચોટતી ત્યાં જ, ચિત્તની લીનતા થતી.” -ગ્રંથયુગલ ||૧૮il. સર્વોપર હિતકારી ઑવને સંત-સમાગમ માનો રે, તેમાં ચિત્ત પરોવાયું તો રંગ રહે નહિ છાનો રે. વંદું અર્થ - જીવને સર્વોપરી કલ્યાણકર્તા સપુરુષનો સમાગમ છે. તેમાં ચિત્ત પરોવાઈ ગયું તો તે સત્સંગના રંગની ખુમારી છાની રહે તેમ નથી. તેના જીવનમાં જરૂર પલટો લાવશે. ||૧લા Page #565 -------------------------------------------------------------------------- ________________ (૪૭) પ્રશસ્ત યોગ ૫ ૩૭ જ્ઞાનીની વાણી વસી હૃદયે તો વૈરાગ્ય ઝળકશે રે, તત્ત્વ-વિચાર-સુથારસ-ચારા પીતાં તપ-પ્રતિ વઘશે રે. વંદું અર્થ :- જ્ઞાનીની વાણી જો હૃદયમાં વસી ગઈ તો વૈરાગ્ય ઝળકી ઊઠશે. દ્રષ્ટાંતરૂપે શ્રી અંબાલાલભાઈ અને શ્રી ત્રિભોવનભાઈએ અમદાવાદમાં શ્રી જુઠાભાઈને લગ્નના વરઘોડામાં આવવા જણાવ્યું ત્યારે શ્રી જુઠાભાઈ કહે – “કોણ પ્રતિબંઘ કરે.' આવો વૈરાગ્યપૂર્ણભાવ શ્રી જુઠાભાઈમાં ઝળકી ઊઠ્યો. તેનું કારણ પરમકૃપાળુદેવની વાણી તેમના હૃદયમાં વસેલી હતી. આત્માદિ મૂળ તત્ત્વોનો વિચાર જે સુથારસની ઘારા સમાન છે; તે પીતાં તપ પ્રત્યે પ્રેમ વધશે અને જગત સુખની ઇચ્છા ઘટવા માંડશે. “ઇચ્છા નિરોશસ્તપઃ” -મોક્ષશાસ્ત્ર ઇચ્છાઓનો નિરોઘ કરવો એ જ ખરું તપ છે. ૨૦ાા સપુરુષોના ગુણગ્રામે જે રસના પાવન કરતા રે, તે જન કુંવિદ્યા-રસ તર્જીને સહજ ભવજળ તરતા રે. વંદું અર્થ - હવે વચનયોગને પ્રશસ્ત કરવા વિષેનો ઉપાય જણાવે છે : સપુરુષોના ગુણગ્રામ કરીને જે પોતાની રસના એટલે જીભને પાવન કરે છે, તે ભવ્યાત્મા કુવિદ્યા એટલે મિથ્યાત્વના રસને મૂકી દઈ સહજે સંસારરૂપી સમુદ્રને તરી જાય છે. પૂજવાયોગ્ય, સ્તુતિ કરવાયોગ્ય, નમસ્કાર કરવાયોગ્ય કોણ છે? તે કહે છે. જે વસ્તુ આપણે જોઈએ છે તે વસ્તુ જેનામાં હોય તેને નમસ્કાર કરવાના હોય છે. ભગવાન એવા છે. કીર્તન કરવાયોગ્ય છે. વાતો કરવી તોય એમના ગુણોની કરવી, એ ગુણગ્રામ છે.” ઓ.૨ (પૃ.૧૦૩) “જિનગુણ રાગ પરાગથી રે, મનમોહના રે લાલ, વાસિત મુજ પરિણામ રે, ભવિ બોહના રે લાલ; તજશે દુષ્ટ વિભાવતા રે, મનમોહના રે લાલ, સરશે આતમ કામ રે ભવિ બોહના રે લાલ.”-નિત્યક્રમ ૨૧ સત્ય પ્રમાણિક વચન વદે જે સતુશ્રુતને આધારે રે, વિશ્વ તણા વ્યાપાર વિષે નહિ વ્યર્થ વચન ઉચ્ચારે રે. વંદું અર્થ :- જે સતશ્રત એટલે સન્શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે કરુણામય સત્ય પ્રામાણિક વચન બોલે છે; તે વિશ્વમાં અનેક પ્રકારની વ્યાપાર કે વ્યવહાર આદિની ક્રિયા કરતાં પણ અાયોજનભૂત એવા વ્યર્થ વચનને ઉચ્ચારતા નથી. સત્ય બોલવાની ટેવ પાડવી. સત્ય બોલવું હોય તેણે કામ સિવાય બોલ બોલ કરવું નહીં, મૌન સેવવું. (ચારેય પ્રકારની) વિકથાનો ત્યાગ કરવો અથવા તેવી વાતોમાં અનુમોદન આપવું નહીં. તેમ કરવાથી જૂઠું બોલવાનો પ્રસંગ આવે છે.” -.૧ (પૃ.૧૦) //રા પરનિંદા, કુમાર્ગ-પ્રશંસા, મર્મભેદી તર્જી વાચા રે, શાંતિ-પ્રેરક વચનયોગને વર્તાવે જન સાચા રે. વંદું અર્થ :- પરનિંદા કરવી નહીં. “પર નિંદા એ સબળ પાપ માનવું.” નવ.પૃ.૧૪) “પરનિંદા વિષ્ટાવડે, ખરડાયું મુખ પૂર્ણ; પરનારી નિરખી નયન, અંજાયા વિષ ચૂર્ણ.” -સ્વદોષદર્શન Page #566 -------------------------------------------------------------------------- ________________ ૫ ૩૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ - ઘર્મના નામે ચાલતા કુમાર્ગોની પ્રશંસા કરવી નહીં તેથી મિથ્યાત્વને પોષણ મળે છે. તેમજ વચનયોગવડે કોઈના મનને ભેદી નાખે એવી મર્મભેદક વાણી ઉચ્ચારવી નહીં. જેમ બ્રાહ્મણે વાઘને કૂતરો કહી દીઘો, તે ઘા પન્દર દિવસે પણ રુઝાયો નહીં, જ્યારે કુહાડાનો ઘા પંદર દિવસે પણ રુઝાઈ ગયો. માટે સજ્જન પુરુષો શાંતિપ્રેરક વચન બોલી પોતાના વચનયોગનો ઉપયોગ કરે છે. રહા જન-મન દૂભવે બૂરું બોલી તે જન હિંસક જાણો રે, તે જનને સન્માર્ગે વાળે, વાણી પ્રશસ્ત વખાણો રે. વંદું અર્થ :- જે ખરાબ વચન બોલીને લોકોના મનને દુભવે છે તેને હિંસક જાણો. એવા વ્યક્તિને પણ જે હિત, મિત અને પ્રિય વચન બોલી, સન્માર્ગમાં વાળે છે તે પુરુષની વાણી પ્રશસ્ત છે એમ જાણો અને તેના વખાણ કરો. ૨૪ કષાય શમાવે, ભક્તિ જગાવે, ઘીરજ દે દુખ આવ્યું રે, મોહનીંદમાં ઘોરે જગજન તેને બોથી જગાવે રે. વંદુંઅર્થ :- જે વાણી કષાયભાવોને શમાવે, સપુરુષ પ્રત્યે ભક્તિને જાગૃત કરે, દુઃખના અવસરમાં ધીરજ આપે અને મોહનીંદમાં જે જગતવાસી જીવો ઘોરી રહ્યા છે તેને પણ બોથ આપીને જગાડે તે વાણી જીવને કલ્યાણકારી છે. તેની જ ઉપાસના કરવા યોગ્ય છે. ૨૫ સહજ સ્વભાવે સ્કુરતી વાણી પરમગુરુંની જાણો રે, શબ્દબ્રહ્મફૅપ વચનચોગ તે પરમ પ્રશસ્ત પ્રમાણો રે. વંદું અર્થ - એવી કલ્યાણકારી વાણી કોની છે? તો કે એવી વાણી પરમગુરુની છે કે જે સહજ સ્વભાવે તેમના આત્મામાંથી ફુરાયમાન થઈને નીકળે છે. આત્માને સ્પર્શીને નીકળતી વાણી તે શબ્દબ્રહ્મરૂપ છે. સપુરુષનો એવો વચન-ચોગ પરમ પ્રશસ્ત છે અને પ્રમાણભૂત છે એમ જાણો. ||રા કર-ચરણાદિક અનેક અંગે પાપ થતાં જે રોકી રે, સ્વપરહિતમાં કાયા યોજે તે શુભ કાયા-ચોળી રે. વંદું અર્થ - હવે કાયયોગ પ્રશસ્ત થયો જ્યારે ગણાય? તે જણાવે છે : હાથ, પગ, આંખ, કાન આદિ અંગો દ્વારા થતા પાપોને જે રોકી, તે જ કાયાને વંદન, સેવન, પૂજન આદિ અનેક સ્વ-પર હિતના કામોમાં યોજે તેનો કાયયોગ શુભ છે એમ કહી શકાય. રશી શાસ્ત્રાજ્ઞા-અનુસરતું વર્તન કાયાથી જે રાખે રે, પાપ ઘણાં અટકાવી તે જન પરમ પુણ્યફળ ચાખે રે. વંદું અર્થ – શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે જ્ઞાની પુરુષની આજ્ઞા અનુસાર મુનિ હોય તો સમિતિપૂર્વક અને ગૃહસ્થ હોય તો યત્નાપૂર્વક કાયાથી વર્તન જો રાખે, તો મન, વચન, કાયાથી થતા ઘણા પાપોને અટકાવી તે ભવ્યાત્મા કાળાન્તરે પરમ પુણ્યના ફળમાં શાશ્વત્ આત્મસિદ્ધિને પામે છે. સારા ક્રિયાકુશળતા યોગ ગણ્યો છે, અક્રિયતા નિજ જાણો રે, કર્મરહિત નિજ શુદ્ધ સ્વભાવે સ્થિરતા, યોગ વખાણો રે. વંદું Page #567 -------------------------------------------------------------------------- ________________ (૪૩) પ્રશન યોગ અર્થ – મન વચન કાયાથી થતી ક્રિયા જ્ઞાનીપુરુષની આજ્ઞાનુસાર કરવામાં આવે તો તે ક્રિયા જીવને મોક્ષ સાથે જોડાણ કરાવે છે, તેથી તે ક્રિયા કુશળતાને પણ યોગ ગણ્યો છે. જ્યારે નિષ્ક્રિયપણું એ પોતાના આત્માનો સ્વભાવ છે. ૫૩૯ જ્યારે મન વચન કાયાના યોગ આત્માને કર્મથી રહિત કરાવીને પોતાના શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા કરાવશે તે ખરા પ્રશસ્ત યોગ છે અને તે વખાણવા લાયક છે. ।।૨૯।। ગ્રંથિભેદ કરી, બાહ્યદશા તğ અંતરાત્મતા પામી રે, પરમાત્માના યોગે યોગી થાય ત્રિભુવન-સ્વામી રે. વંદું અર્થ :— મોક્ષને સાઘનાર યોગી પ્રથમ જીવની મિથ્યાત્વમય બહિરાત્મદશાને તજી, અંતરઆત્મદશાને પામી, પછી પરમાત્મદશાના યોગે તે ત્રિભુવનનો સ્વામી અર્થાત્ ત્રણેય લોકનો નાથ થાય છે, “બહિરાત્મા તજી આમ, અંતરાત્મા બની અહો! સર્વ સંકલ્પથી મુક્ત, પરમાત્માપણું લહો. ૨૭ -ગ્રંથયુગલ ||૩૦॥ પરમાત્મા ય સોર્ગીપણું તજી થાય અયોગી અંતે રે, એમ પરમપદ પામી શોભે સિદ્ધરૂપે લોકાંતે રે. વંદું - અર્થ :– દેહધારી પરમાત્મા પણ આયુષ્યના અંતે પોતાના મન વચન કાયાના યોગોને તજી દઈ, અયોગી બની પોતાના સ્વાભાવિક પરમપદ સ્વરૂપ સિદ્ધ અવસ્થાને પામી, લોકાન્તે જઈ સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થાય છે. ત્યાં અનંત ગુણોવડે તે શોભા પામે છે. ।।૩૧।। પ્રશસ્તયોગ-પ્રભાવે યોગી શુભ ભાવો આરાથે રે, શુદ્ધ ભાવની શ્રેણી ચઢતાં અંતિમ સિદ્ધિ સાથે રે. વંદું અર્થ :— મન વચન કાયાના પ્રશસ્ત યોગના પ્રભાવે યોગી એવા જ્ઞાનીપુરુષ, શુદ્ધ ભાવના લક્ષે શુભ ભાવમાં પ્રવર્તે છે, પણ અવસર પામ્યું આઠમા ગુન્નસ્થાનકથી શ્રેણિએ ચઢી કેવળજ્ઞાન પામી અંતિમ સિદ્ધિરૂપ મોક્ષપદને પ્રાપ્ત કરે છે. મન, વચન, કાયાના યોગને નીચે પ્રમાણે પ્રશસ્ત કરે છે ઃ— “જે પ્રસન્ન પ્રભુ મુખ ગ્રહે, તેજિ નયન પ્રપાન; જિ જિનચરણે જે નામીએ, મસ્તક તેહ પ્રમાણ જિ શ્રી૨ અરિાપદજ અરચીએ, સ ક્ષતિજે તે હાવ્ય; જિ પ્રભુગુણ ચિંતનમેં રમે, તેહ જ મન સુકયથ્થ. જિ॰ શ્રી૦૩ શ્રી ઋષભાનન વંદિયે, અચલ અનંત ગુણવાસ, જિનવર;” નિત્યક્રમ ॥૩૨॥ મન વચન કાયાના યોગ પ્રશસ્ત કરવા માટે જીવનમાં સરળતા ગુણ જોઈએ. સરળતા હોય તો જીવનમાં ધર્મ પરિણમી શકે. મન વચન કાયાની કુટિલતા એ ધર્મના દ્રોહરૂપ છે; જ્યારે ‘સરળતા એ ધર્મનું બીજું સ્વરૂપ છે.' શ્રીમદ્ રાજચંદ્ર (વ,પૃ.૭) Page #568 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ (૪૮) સરળપણું (દુઃખ દોહગ દૂરે ટળ્યાં રે સુખ-સંપદશું ભેટ–એ રાગ) વક્રપણું વિભાવતણું રે સગુરુમાં નહિ લેશ, શુદ્ધ સ્વભાવે શોભતા રે સરળપણે પરમેશ. પરમગુરુ રાજચંદ્ર ભગવંત. હું વંદુ વાર અનંત, પરમગુરુ રાજચંદ્ર ભગવંત. અર્થ - સરળપણું એ આત્માનો ગુણ છે, આત્માનો સ્વભાવ છે; જ્યારે વક્રપણું એ સરળપણાનો પ્રતિપક્ષી દોષ છે. જે આત્માનો સ્વભાવ નથી પણ વિભાવ ભાવ છે. તે વક્રપણું મારા સગુરુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુમાં લેશ માત્ર નથી. પરમકૃપાળુદેવ તો સરળતા આદિ ગુણો વડે પરમેશ્વર બની જઈ આત્માના શુદ્ધ સ્વભાવમાં બિરાજમાન થઈ સદા શોભી રહ્યાં છે. એવા પરમગુરુ રાજચંદ્ર ભગવંતને હું અનંતવાર પ્રણામ કરું છું. /૧| સહજ સ્વરૂપને પામવા રે સરળપણાની જરૂર, મનહરતા પણ ત્યાં વસે રે વિશ્વાસે ભરપૂર. પરમગુરુ અર્થ :- સહજ આત્મસ્વરૂપને પામવા માટે આત્મામાં સરળપણું લાવવું જરૂરી છે. “આ કાળને વિષે અને તેમાં પણ હમણાં લગભગના સેંકડાથી મનુષ્યની પરમાર્થવૃત્તિ બહુ ક્ષીણપણાને પામી છે, અને એ વાત પ્રત્યક્ષ છે. સહજાનંદસ્વામીના વખત સુઘી મનુષ્યોમાં જે સરળવૃત્તિ હતી, તે અને આજની સરળવૃત્તિ એમાં મોટો તફાવત થઈ ગયો છે.” (વ.પૃ.૩૪૬) સરળતા ગુણ જેનામાં છે તે આત્મા બીજાના મનને પણ હરણ કરનાર છે. તેવા વ્યક્તિ ઉપર ભરપૂર વિશ્વાસ મૂકી શકાય. રા સરળ સિદ્ધ-ગતિ કહી રે, સરળ અતિ શિવપંથ; વક્રગતિ કહી સર્પની રે, માયાનું દ્રષ્ટાંત. પરમગુરુ અર્થ - લોકાંતે રહેલ સિદ્ધગતિમાં આત્માને જવાનો માર્ગ સરળ અર્થાતુ એકદમ સીધો છે. જે સ્થાને આત્મા દેહરહિત થાય તે જ સ્થાનથી ઉપર ઊઠી એક જ સમયમાં સીઘી ગતિ વડે લોકાંતે જઈ સિદ્ધ ગતિને પામે છે. મોક્ષ પામવાનો માર્ગ સરળ છે. “અમને લાગે છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે.” (વ.પૃ.૨૫૯) સાપની ગતિ વક્ર છે. સાપ ચાલે ત્યારે વાંકો ચાલે છે. તેમ માયાવી જીવોનું વર્તન વક્ર હોય છે; સરળ હોતું નથી. કા દરમાં પેસે સાપ તો રે સીઘો ત્યાં થઈ જાય, તેમ માયા મૂક્યા વિના રે ઘર્મ ન સત્ય સથાય. પરમગુરુ અર્થ - સાપ જ્યારે દરમાં પ્રવેશ કરે ત્યારે તેને સીધા થઈ જવું પડે છે. તેમ સંસારમાં રહેલ જીવોને માયા મોહ મૂક્યા વિના સત્ય ઘર્મની આરાધના થઈ શકે એમ નથી. Page #569 -------------------------------------------------------------------------- ________________ (૪૮) સરળપણું ૫૪૧ “માયાની પ્રવૃત્તિનો પ્રસંગ ફરી ફરી જીવો કર્યા કરે છે. એક વખતે જે વચનોની પ્રાપ્તિ થતાં જીવ બંઘનમુક્ત હોય અને તારા સ્વરૂપને પામે, તેવાં વચનો ઘણા વખત કહેવાયાનું પણ કાંઈ જ ફળ થતું નથી. એવી જીવોમાં અજોગ્યતા આવી ગઈ છે. નિષ્કપટપણું હાનિને પામ્યું છે.” (૨..૨૪૪) . મનમાં હોય તેવું જ કહે રે વચન વડે જન જેહ, વચનથી કરવા કહે રે કરે કાયાથી તેહ. પરમગુરુ અર્થ - સરળ જીવ, મનમાં જેવું હોય તેવું કહે છે. વચનવડે પણ તેમજ બોલે છે. વચન વડે જે કરવા કહે તે પ્રમાણે જ કાયાવડે કરે છે. શ્રી અંબાલાલભાઈએ ખંભાતમાં શ્રી છોટાભાઈને સમાધિમરણમાં સહાય કરવાના ભાવથી વચન આપ્યું. પછી શ્રી છોટાભાઈને પ્લેગ લાગુ પડ્યો, છતાં શ્રી અંબાલાલભાઈએ અંત સુધી તેમની કાયાવડે સંભાળ લઈ સમાધિમરણ કરાવ્યું. તેમને પણ પ્લેગ લાગુ પડ્યો, છતાં “પ્રાણ જાઈ પર વચન ન જાઈ એવું સજ્જન પુરુષોનું વચન સિદ્ધ કરી બતાવ્યું. પણ એમ ત્રિયોગની એકતા રે ઘરે સરળ સુજાણ, પ્રજ્ઞાવંત પુરુષની રે સરળતા સુખ-ખાણ. પરમગુરુ અર્થ - એમ સરળતા ગુણના લાભને જાણનાર સજ્જન પુરુષો મનવચનકાયાના ત્રણે યોગની એકતા વડે વર્તન કરે છે. જે પ્રજ્ઞાવંત પુરુષ છે તેની આચરેલી સરળતા તો આત્મિક સુખની પ્રાણ સમાન છે. “સરળતા એ ઘર્મનું બીજસ્વરૂપ છે. પ્રજ્ઞાએ કરી સરળતા સેવાઈ હોય તો આજનો દિવસ સર્વોત્તમ છે.” (વ.પૃ.૭) IIકા. સરળ જનનું ચિત્તપટ રે ચિંતા-કરચલી હીન, નથી તેને કાંઈ ઢાંકવું રે નથી ગરજ-આઘીન. પરમગુરુ અર્થ - જે સરળ જીવાત્મા છે તેનું ચિત્તપટ એટલે માનસરૂપી પટ ઉપર ચિંતાની કરચલીઓ જોવા મળે નહીં. કારણકે તેને કંઈ ઢાંકવાપણું નથી. જે કંઈ છે તે બધું ખુલ્યું છે. એવા જીવોમાં માયા કપટ ન હોવાથી તે કોઈની ગરજ કરતા નથી કે કોઈને આધીન પણ રહેતા નથી. શા. લોકરંજન કે ભય તણો રે ભાર ઘરે નહિ જેહ, લાભહાનિને ગણે નહિ રે સરળ-શૂરવીર તેહ. પરમગુરુવ અર્થ :- લોકોને રંજન કરવાનો ભય કે ભાર સરળ જીવો મનમાં રાખતા નથી. જે પ્રજ્ઞા સહિત સરળ જીવો છે તે ખરા શુરવીર છે. તે પોતાની સરળતા વડે કંઈ લાભ થાય કે હાનિ થાય તેને ગણતા નથી. દા. માયા-કપટ ના કેળવે રે, મૂરખ પણ નહિ તેહ, સરળતા ફળ વીર્યનું રે ઘરે બુદ્ધિઘન જેહ. પરમગુરુ અર્થ – સજ્જન પુરુષો જીવનમાં માયા કપટ કેળવતા નથી. તે કંઈ મૂરખ નથી. પણ માયાકપટથી થતા ભયંકર દોષો જોઈને તેથી દૂર રહે છે. સરળતા એ આત્મામાં રહેલ વીર્યગુણનું ફળ છે. તેને જે બુદ્ધિ ઘન એટલે પ્રજ્ઞાસહિત સજ્જન પુરુષો છે તે જ ઘારણ કરી શકે છે. ગાલા Page #570 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ સરળતા બીજ ધર્મનું રે, સરળતા સુખ-મિત્ર, માયિક સુખની વાંછના રે કાણી નાવ સચિત્ર, પરમગુરુ અર્થ :— જે જીવમાં સરળતા ગુણ છે, તેમાં ધર્મનું બીજ રોપી શકાય છે. સરળ પ્રાણી સાથે સુખને મિત્રતા છે. તે શાંતિનું સુખ અનુભવી શકે છે. જ્યારે માયા કરીને માયિક એટલે સાંસારિક સુખ મેળવવાની જેની કામના છે, તે સચિત્ર એટલે પ્રત્યક્ષ કાણી નાવ સમાન છે, તે તેને ભવસાગરમાં ડૂબાડનાર છે. ।।૧૦।। ભવજળ તરવા જો ચહો રે ગ્રહો સરળતા-જહાજ, સંતોષાશે સજ્જનો રે શ્રદ્ધે શત્રુસમાજ, પરમગુરુ અર્થ :— હે ભવ્ય પ્રાણીઓ જો તમે સંસારરૂપી સમુદ્રને તરવા ઇચ્છતા હો તો સરળતારૂપ જહાજને ગ્રહણ કરો. જેથી સજ્જન પુરુષો તમારાથી સંતોષ પામશે અને તમારા પ્રત્યે કોઈને કદાચ શત્રુપણાનો ભાવ હશે; તેને પણ તમારા પ્રત્યે એવી શ્રદ્ધા રહેશે કે આનાથી માયા પ્રપંચ થઈ શકે એમ નથી. ।।૧૧।। સરળભાવે દોષ થતાં રે ભૂલ તે ઠપકાપાત્ર; રે સરળ ને સન્માર્ગને રે અંતર અંગુલ માત્ર. પરમગુરુ અર્થ :– સરળ ભાવથી કોઈ દોષ થઈ જાય તો તે જીવની ભુલ ઠપકા માત્રથી સુધારી શકાય છે. ભગવાન શ્રી ઋષભદેવના શિષ્યો સરળ અને જડ હતા. અને શ્રી અજીતનાય ભગવાનથી લગાવીને શ્રી પાર્શ્વનાથ ભગવાન સુધીના શિષ્યો સરળ અને પ્રાજ્ઞ હોવાથી ઠપકા માત્રથી સુધરી જતા હતા. જ્યારે મહાવીર ભગવાનના શિષ્યો વાંકા અને જડ હોવાથી શીઘ્ર સુધરી શકતા નથી. સરળ જીવ અને સમાર્ગ વચ્ચે અંગુલ માત્રનું જ અંતર છે; અર્થાત્ સરળ જીવ તત્ત્વ પામવા માટે ઉત્તમ પાત્ર છે. “વિશાળબુદ્ઘિ, મઘ્યસ્થતા, સરળતા, અને જિતેંદ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય, તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.” [વ.પૃ.૧૭૧) ||૧|| સરળ જીવનું ધ્યેય તો રેહોય જ શુદ્ધ સ્વરૂપ; માનાદિને તૈય ગણે છેૢ જાણે એ અધરૂપ, પરમગુરુ = અર્થ :- આત્માર્થી એવા પ્રજ્ઞાસહિત સરળ જાવનું ધ્યેય તો શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાનું જ હોય છે. સરળ જીવ માનાદિ, કષાયભાવોને ત્યાગવા યોગ્ય ગણે છે. કેમકે ચારે કષાયોને તે અઘ એટલે પાપરૂપ માને છે. ૧૩ા ત્યાગ પ્રપંચોનો કરે રે, ચૂકે ન નિજ સ્વરૂપ; સ્વરૂપમાં સંતોષ ઘરે ૨ે ઓળખી માયારૂપ. પરમગુરુ અર્થ :— એવા સરળ ઉત્તમ આત્માર્થી જીવો માયા પ્રપંચનો ત્યાગ કરે છે. અને નિજ આત્મસ્વરૂપ પ્રાપ્તિના ધ્યેયને કદી ચૂકતા નથી. તથા માયાકપટના ભયંકર ફળ જાણી તે પોતાના આત્મસ્વરૂપમાં રહેવામાં સંતોષ માને છે. ।।૧૪।। ઘન, સ્વજન નિજ માનતાં રે કરે મમત્વ પ્રવેશ, જીવ જુદો જાણ્યે જશે રે માયાશલ્ય અશેષ, પરમગુરુ Page #571 -------------------------------------------------------------------------- ________________ (૪૮) સરળપણું ૫૪૩ અર્થ – ઘન, કુટુંબીજનો આદિને પોતાના માનતા મનમાં મમત્વભાવનો પ્રવેશ થાય છે. પણ આ બઘાથી મારો આત્મા જુદો છે. એકલો આવ્યો, એકલો જશે; એમ માનવાથી શલ્ય એટલે કાંટારૂપ દુઃખ આપતી એવી મોહમાયા મનમાંથી કાળાંતરે સંપૂર્ણ નાશ પામશે. ૧૫ના. માયાથી પશુભવ ઘરી રે પરવશ પડી રિબાય, માયાથી અબળા બની રે માયામાં લપટાય. પરમગુરુ અર્થ - માયા કપટ કરવાથી જીવ પશુનો ભવ પામી જીવનભર પરવશ પડી રિબાય છે. નાગદત્તનું દૃષ્ટાંત - એક શેઠ દુકાન પર બધાને ઠગે. માયા કપટથી મરીને તે બોકડો થયો. એક દિવસે કસાઈ તેને લઈ જતાં પોતાની દુકાન આવી. તે જોઈ જાતિસ્મરણશાન થવાથી તે દુકાનમાં પેસવા લાગ્યો. તેના પુત્ર નાગદત્તે તેને મારી ઘકેલીને બહાર કાઢ્યો. ત્યાંથી મુનિ ભગવંત પસાર થતાં, આ જોઈ તેમને સહજ હાસ્ય આવ્યું. નાગદત્તે સાંજે અપાસરે જઈને મુનિ ભગવંતને તેનું કારણ પૂછ્યું. ત્યારે તેમણે જણાવ્યું કે એ બોકડો તારો પિતાનો જીવ હતો. કસાઈના પૈસા લઈ તેને ઠગતો હતો. તે માયા કપટના ફળમાં બોકડો બનીને ઋણ ચૂકવવા તે કસાઈના હાથમાં આવ્યો. માટે આવું માયા કષાયનું સ્વરૂપ જાણી તે સદૈવ તજવા યોગ્ય છે. અને તેનો પ્રતિપક્ષી ગુણ સરળતા છે, તે જ ભજવા યોગ્ય છે. માયા કરવાથી જીવ અબળા એટલે સ્ત્રીનો અવતાર પણ પામે છે. તે સ્ત્રી અવતારમાં ફરી માયા કરી તે જીવ કર્મ બાંધી લપટાય છે. ભગવાન શ્રી મલ્લિનાથ શ્વેતાંબર મત પ્રમાણે સ્ત્રી અવતાર પામ્યા. તેનું કારણ પૂર્વભવમાં કરેલ માયા સહિત તપ હતું. તેમજ ભગવાન શ્રી ત્રઋષભદેવના બે પુત્રી બ્રાહ્મી અને સુંદરીએ પણ પૂર્વભવમાં માયા કરેલ તેથી સ્ત્રી અવતારને પામ્યા હતા. |૧૬ના બાળે પ્રતીતિ-પ્રીતિને રે માયા છૂપી આગ, માયા તર્જી થાતાં સરળ રે છૂટે રાગ અથાગ. પરમગુરુ અર્થ - આપણા ઉપર કોઈને પ્રતીતિ એટલે વિશ્વાસ આવ્યો હોય કે પ્રીતિ ઉત્પન્ન થઈ હોય, પણ આપણા હૃદયમાં માયાકપટ હશે તો તે પ્રીતિ કે પ્રતીતિને બાળી નાખશે. કેમકે માયાકપટ એ છૂપી આગ સમાન છે. માયા કપટને મૂકી દઈ સરળ પરિણામી થતાં, હૃદયમાં રહેલ અથાગ એટલે અત્યંત રાગ પણ છૂટવા લાગે છે. /૧ળા કપટી સુતનો ના કરે રે માતા પણ વિશ્વાસ, મોડો-વહેલો કપટનો રે થાય સ્વયં પ્રકાશ. પરમગુરુ અર્થ - પોતાનો પુત્ર કપટી હોય તો તે પુત્રનો માતા પણ વિશ્વાસ કરતી નથી. મોડું કે વહેલું કપટ સ્વયં બહાર આવે છે. ૧૮ માયા તજવા ભાવના રે સજ્જન કરતા એમ : માયા કરી દેખાડું છું રે તેવો બનું નહિ કેમ? પરમગુરુ અર્થ - માયા કપટને ત્યાગવા માટે સજ્જન પુરુષો એવી ભાવના ભાવે છે કે હું માયા કરી જેવું લોકોને દેખાડવા ઇચ્છું છું તેવો જ કેમ ન બની જાઉં? કે જેથી કોઈ વાતને છુપાવવી રહે નહીં II૧૯ાા Page #572 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ દોષ થયેલો ઢાંકવા રે દોષ કરું ન નવીન, પ્રાયશ્ચિત્તથી ટાળવો રૅનિશ્ચય એ સમીચીન. પરમગુરુ અર્થ :— માયા કપટથી થયેલા દોષોને ઢાંકવા માટે નવા દોષો કરું નહીં. પણ થયેલા દોષોને પ્રાયશ્ચિત્ત કરી હવે ટાળું. એવો મનમાં નિશ્ચય કરવો એ સમીચીન એટલે યોગ્ય નિર્ણય છે. ૨૦ દોષ કરી તે ઢાંકતા રે ઢાંક્યો ન રહે નિત, પ્રગટ થતાં લજ્જા પીડે રે, ખોઈશ હું પ્રતીત. ૫૨મગુરુ અર્થ :– દોષો કરીને હું ઢાંક ઢાંક કરીશ પણ તે સદા ઢાંક્યા રહેવાના નથી. તે દોષો પ્રગટ થતાં હું લજ્જા વડે પીડિત થઈશ અને મારા પ્રત્યે લોકોને જે વિશ્વાસ છે તેને પણ હું ખોઈ બેસીશ. ।।૨૧।। ભલે મને સૌ છેતરે રે, નિર્ભય નિત્ય રહીશ; કોઈ સમર્થ નથી જગે રે હરવા કર્મ, ગણીશ. પરમગુરુ અર્થ :– ભલે મને માયા કરીને સૌ છેતરે, તો પણ હું તો નિત્ય નિર્ભય રહીશ. કારણ કે ભગવાનના સિદ્ધાંત પ્રમાણે મારા શુભ કે અશુભ કર્મને હ૨વા જગતમાં કોઈ સમર્થ નથી; તે તો મારા કર્મ પ્રમાણે થવાનું છે, એમ માનીશ. ।।૨૨। ઠગ પોતે જ ઠગાય છે રે, છૂટે મારાં કર્મ, સત્સાઘન હું ના ચૂકું રે એ જ સમજનો મર્મ, પરમગુરુ અર્થ : :– મને ઠગનાર પોતાના માયાકપટના ભાવોથી પોતે ઠગાય છે. હું સમતાએ તે કર્મોને ભોગવી લઉં તો મારા કર્મો છૂટી જાય. મને જે આત્મસાધન મળ્યું છે, તે હું ચૂકું નહીં, એ જ મારે તો સાચવવું છે. અને એ જ પ્રાપ્ત થયેલ સાચી સમજણનું રહસ્ય છે. ।।૨૩।। લોક કહે ‘ભોળો’ મને રે, ‘નામર્દ', ‘બુદ્ધિહીન’, માયામાં મતિ ના ઘરું રે, સહી લઉં સ્વાધીન. પરમગુરુ : અર્થ :— લોકો ભલે મને ‘ભોળો', ‘નામર્દ', કે 'બુદ્ધિહીન' કહે પણ હું માયા કપટ કરવામાં બુદ્ધિને લગાવું નહીં. પણ જે વચનો મારા માટે લોકો કહેશે તેને હું સ્વાધીનપણે સહન કરી લઈશ એમાં જ મારું કલ્યાણ છે. સુંદરશેઠનું દૃષ્ટાંત :– એક ગામમાં સુંદર નામનો શેઠ ઘણો દાતાર હતો. જેમ વરસાદને લોકો ઇચ્છે પણ જળને ભેગું કરનાર એવા સમુદ્રને નહીં. તેમ તે દાતાર શેઠ પ્રજાને પ્રિય હતા. છતાં એક બ્રાહ્મણી તેની નિંદા કરતી ફરે કે જે પરદેશીઓ આવે તે આ શેઠને ધર્મો જાણી તેને ઘે૨ દ્રવ્ય છે; અને પરદેશમાં જઈ મૃત્યુ પામે ત્યારે આ શેઠ તે દ્રવ્યને પચાવી પાડી તેનાથી દાન આપે છે. આવી નિંદા કરતાં છતાં ભદ્રિક પરિણામી એવા તે શેઠે, એ વાતને ગણકાર્યા વિના દાન આપવાનું બંધ કર્યું નહીં. ।।૨૪। બાળપણે પરવશ સહ્યા રે ‘નાદાન’ આદિ બોલ, પશુપો ગાળો સુન્ની રે માર સહ્યા અણતોલ, પરમગુરુ અર્થ :– બાળવયમાં, તું તો નાદાન છે એટલે સમજ વગરનો છે, મૂર્ખ છે એવા અનેક બોલો પરવશપણે સહન કર્યા છે. જ્યારે હું પશુના ભવમાં હતો ત્યારે પણ અનેક ગાળો સાંભળી છે અને Page #573 -------------------------------------------------------------------------- ________________ (૪૮) સરળપણું ૫૪ ૫ અણતોલ એટલે માપ વગરના માર સહન કર્યા છે જ્યારે હવે તો હું મનુષ્ય થયો છું. રપાા નરભવમાં સમજી સહું રે સરળતાનાં આળ, ખટકો મનમાં ના ઘરું રે જવા દઉં જંજાળ. પરમગુરુ, અર્થ :- આ મનુષ્યભવમાં હવે સરળપણાના કારણે કોઈ આળ આપે તો તેને સમજણપૂર્વક સહન કરું; પણ મનમાં તેનો ખટકો રાખું નહીં અને એવી માયાકપટવાળી જંજાળને હવે જવા દઉં; કેમકે મારે હવે સંસાર વઘારનાર રાગદ્વેષના ભાવોથી છૂટવું છે. રાા શૂરવીરને શોભે નહીં રે માયારૃપ હથિયાર, કર્મ અરિને જીતવા રે થયો હવે તૈયાર. પરમગુરુ, અર્થ :- મુક્તિ મેળવવા માટે શૂરવીર થનારને એવું માયાકપટરૂપ હથિયાર શોભે નહીં. હું તો હવે કર્મરૂપી શત્રુઓને જીતવા માટે તૈયાર થયો છું. સાગરચંદ્રનું દ્રષ્ટાંત - શેઠપુત્ર સાગરચંદ્ર અને અશોકદત્તને મિત્રતા હતી. સાગરચંદ્ર સરળ પરિણામી ભદ્રિક હતો, જ્યારે અશોકદત્ત માયા કપટયુક્ત હતો. એકવાર સાગરદત્ત શેઠની પત્ની પ્રિયદર્શનાને એકાંતમાં અશોકદરે માયાકપટવડે પોતાનો મલિન અભિપ્રાય જણાવ્યો. તે સાંભળી સતી એવી પ્રિયદર્શનાએ તેને ધિક્કાર આપી દૂર કર્યો. કાળાંતરે સાગરચંદ્ર અને પ્રિયદર્શના આયુષ્ય પૂરું કરી યુગલિક થયા. અને માયાકપટરૂપ હથિયારવાળો એવો અશોકદત્ત મરીને હાથી થયો. તે માયાકપટના ફળમાં પશુ અવતાર પામ્યો. રશા. નિર્દોષ મુજને સો ગણે રે બકરી જેવો હાલ, મરણ સુઘી તેવો જ રહું રે; લડવામાં શો માલ? પરમગુરુ, અર્થ :- સૌ મને સરળ સ્વભાવના કારણે બકરી જેવો નિર્દોષ ગણે છે. તો મરણ સુધી તેવો જ રહું. માયાકપટ કરીને કોઈની સાથે લડવામાં શો માલ છે? પારા . કોઈ કહેઃ “ડસવું નહીં રે, ફૂંફાડે શો દોષ? ભડકીને ભાગી જશે રે કરો ઉપરથી રોષ.”પરમગુરુવ અર્થ - કોઈ એમ કહે છે કે સાપની જેમ ડસવું નહીં. પણ ફૂંફાડો કરવામાં શો દોષ છે? ઉપર ઉપરથી પણ રોષ કરીને માયાવડે પોતાનો પરચો બતાવવો જોઈએ, તો ભડકીને બથા ભાગી જશે, અને તને બાઘા પહોંચાડી શકશે નહીં. રા. મારું ઘન મારી કને રે ઠગી શકે નહિ કોય; તે ચૂકી પરમાં પડું રે ત્યારે ડૉળ જ હોય. પરમગુરુ, અર્થ - મારું પુણ્યરૂપી ઘન મારી પાસે છે. તે કોઈ મને ઠગીને લઈ શકે એમ નથી. તે પુણ્ય વઘારવાના ભગવદ્ભક્તિ આદિ શુભકામોને ચૂકી, જો હું માયાકપટ વડે પરવસ્તુ મેળવવામાં પડું, તો બધું મારું જીવન ડહોળાઈ જાય અને સત્યને પામી શકે નહીં. ૩૦ગા. પરને મારું માનતાં રે ચિંતાનો નહિ પાર, તેમ છતાં સંયોગનો રે નક્કી વિયોગ થનાર. પરમગુરુ Page #574 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - જગતમાં રહેલા અનેક પરપદાર્થને ભાવથી મારા માનીને માયાવડે તેને મેળવવા મથું, તો મારી ચિંતાનો પાર રહે નહીં. અનેક ચિંતાઓ કરી પર પદાર્થનો સંયોગ કરું અર્થાત્ તેને મેળવું, છતાં પણ તે પદાર્થોનો વિયોગ નિશ્ચિત છે. પુણ્ય પૂરું થાય તો તે પદાર્થો ચાલ્યા જાય અથવા હું દેહ છોડી બીજી ગતિમાં ચાલ્યો જાઉં. માટે માયાકપટ કરી આવા કોઈ કૃત્ય કરું નહીં. [૩૧ાા કર્મ જ માયારૂપ છે રે આત્માને ભૂલવનાર, ગુણો પ્રગટ જે જે થતા રે સહજ સરળફેપ સાર. પરમગુરુ અર્થ - ખરેખર તો પૂર્વે બાંધેલા કર્મો જ માયાસ્વરૂપ છે કે જે પોતાના આત્મસ્વરૂપને ભુલાવી દેહાદિ જગતના પૌદ્ગલિક પદાર્થોમાં મારાપણું કરાવે છે. આ બધું કામ દર્શન મોહનીય કર્મનું છે કે જે પરપદાર્થોમાં રાગદ્વેષ કરાવી તેને મેળવવા માટે માયાકપટ કરાવે છે. આત્મામાં જે જે ગુણો પ્રગટ થાય છે તેનું કારણ સરળ પરિણામ છે. તે જ સારરૂપ છે અને તે સરળતા આત્માનો સહજ ગુણ છે. માટે સરળપણું જ સદા ગ્રાહ્ય છે અને વક્રપણું એટલે માયાકપટપણું સદાય ત્યાગવા યોગ્ય છે; જેથી મોક્ષના દ્વારમાં સરળતાથી પ્રવેશ પામી શકાય. /૩૨ાા મોક્ષ પ્રાપ્તિ અર્થે સરળતા ગુણની સાથે નિરભિમાનપણું અર્થાત્ વિનયગુણની પણ તેટલી જ આવશ્યક્તા છે. કેમકે ઘર્મનું મૂળ વિનય છે. પરમકૃપાળુદેવ કહે છે : “વિનય વડે તત્ત્વની સિદ્ધિ છે.” વળી કહ્યું છે કે : “વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમકિત પાવે રે; રે જીવ માન ને કિજીએ.” (૪૯) નિરભિમાનપણું (અનુષ્ટ્રપ) જગમાં સર્વના શિષ્ય થવા સગુરુ ઇચ્છતા, રાજચંદ્ર પ્રભુ એવા તેમને પ્રણમું સદા. ૧ અર્થ – જગતમાં જે સર્વના શિષ્ય થવા ઇચ્છે છે એવા સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને હું ભક્તિભાવે સદા પ્રણામ કરું છું. “આખા જગતના શિષ્ય થવારૂપ દ્રષ્ટિ જેણે વેદી નથી તે સદગુરુ થવાને યોગ્ય નથી.” (વ.પૃ.૧૫૮) I/૧૫ દાસત્વ સર્વનું ઇચ્છે મુમુક્ષુનું વિશેષ જે, તેનામાં માનને સ્થાન ક્યાંથી? જ્યાં ન પ્રવેશ છે. ૨ અર્થ - પરમકૃપાળુદેવમાં લઘુતા ગુણની કેટલી બધી પરાકાષ્ટા છે કે જે જગતના સર્વ જીવોને સિદ્ધ સમાન ગણી તેમનું દાસત્વ ઇચ્છે છે. તેમાં પણ મુમુક્ષુ આરાધક જીવોનું તો વિશેષપણે દાસત્વ ઇચ્છે છે. એવા મહાત્મા પુરુષોમાં માન કષાયને રહેવાનું સ્થાન ક્યાંથી હોય? કે જ્યાં તેનો પ્રવેશ પણ નથી. “અમને પ્રત્યેક મુમુક્ષુઓનું દાસત્વ પ્રિય છે.” (વ.પૃ.૨૫૯) Page #575 -------------------------------------------------------------------------- ________________ (૪૯) નિરભિમાનપજ્યું “અમારા ઉપર તમારી ગમે તેવી ભક્તિ હો, બાકી સર્વ જીવોના અને વિશેષે કરી ધર્મજીવના તો અમે ત્રણે કાળને માટે દાસ જ છીએ.’’ (વ.પૃ.૨૬૭) “કોઈ પણ જીવને કંઈ પણ પરિશ્રમ દેવો, એ અપરાઘ છે. અને તેમાં મુમુક્ષુજીવને તેના અર્થ સિવાય પરિશ્રમ દેવો એ જરૂર અપરાધ છે, એવો અમારા ચિત્તનો સ્વભાવ રહે છે.’” (વ.પૃ.૩૮૯) ॥૨॥ ‘પાપમૂલ અભિમાન’ પ્રસિદ્ધ જગમાં અતિ, નિષ્પાપી નિરભિમાની વિનયાન્વિત સન્મતિ. ૩ અર્થ - . “પાપનું મૂળ અભિમાન છે' એમ જગતમાં અતિ પ્રસિદ્ધ વાત છે, પ્રશ્ન—અભિમાન થવાનું કારણ શું? બધું છે તો પારકું. પૂજ્યશ્રી—પારકું નથી માન્યું. મારું નથી એમ જેને હોય તે અભિમાન ન કરે. પોતાનું માન્યુ હોય તો અભિમાન થાય. સૌ૧ (પૃ.૧૫૧) પણ જે નિરભિમાની, વિનયવાન અને સત્બુદ્ધિવાળા છે તે નિષ્પાપી જીવો છે. તે તત્ત્વને પામી શકે છે. “અધમાધમ અધિકો પતીત સા જગતમાં હુ' એવું રોજ બોલીએ છીએ, પણ અંદરથી લાગવું જોઈએ. કૃપાળુદેવે કહ્યું છે કે “જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત.' માનને કાઢવા માટે ખરો ઉપાય વિનયગુણ છે.' મો.૧ (૧૯૬૫) ||૩|| જાતિ, કુળ, બળ, વિદ્યા, ઐશ્વર્ય, શ્રી, તપે, રૂપે અભિમાન કુબુદ્ધિને પડે ના સુજ્ઞ તો કૂપે. ૪ ૫૪૭ અર્થ ઃ— શાસ્ત્રોમાં મુખ્યત્વે આઠ પ્રકારના મદ એટલે અહંકાર ઊપજવાના પ્રકાર છે તે આ પ્રમાણે—જાતિમદ, કુળમદ, બળમદ, વિદ્યામદ, ઐશ્વર્ય એટલે સત્તામદ, શ્રી એટલે લક્ષ્મી-ધનમદ, તપમદ અને રૂપમદ. કુબુદ્ધિવાન જીવને એથી અભિમાન ઊપજે છે. જ્યારે સુજ્ઞ એટલે વસ્તુને સમ્યક્ પ્રકારે જાણનાર એવો આત્માર્થી જીવ, તે આ અભિમાનરૂપી કૂવામાં પડતો નથી. મેતારજ મુનિ અને હરિકેશી મુનિએ પૂર્વભવમાં બ્રાહ્મણ જાતિનું અભિમાન કરેલું તેથી તેમને આ ભવમાં ચંડાલ કુળમાં ઉત્પન્ન થવું પડ્યું. ।।૪। જાતિવૃંત ઘણા જીવો કુકર્મો નરકે ગયા, નો કુલીન ભિખારી અભિમાન વર્શ થયા. ૫ = અર્થ – ઉત્તમજાતિમાં ઉત્પન્ન થવા છતાં જીવનમાં જાતિમદ આદિ કુકર્મો કરી ઘણા જીવો નરકમાં જઈને પડ્યા. તેમજ ઉત્તમ કુલમાં જન્મ લેવા છતાં તેનું અભિમાન કરવાથી આવતા ભવમાં ભિખારી બની ગયા. મરિચિનું દૃષ્ટાંત – ભગવાન ઋષભદેવના સમયમાં ભરત મહારાજાએ મરિચિને ભાવી તીર્થંકર જાણી નમસ્કાર કર્યાં ત્યારે ભગવાન મહાવીરના જીવ મરિચિએ કુલમદના અભિમાનમાં આવીને કહ્યું કે મારા દાદા કોણ છે? પ્રથમ તીર્થંકર ઋષભદેવ, મારા પિતા કોણ છે? છ ખંડના અધિપતિ ચક્રવર્તી તો હું આવતા ભવોમાં વાસુદેવ, ચક્રવર્તી અને તીર્થંકર થાઉં તો એમાં શું નવાઈ? તેના ફળમાં લગભગ એક કોડાકોડી સાગરોપમ સુધી તેમને સંસારમાં ભ્રમણ કરવું પડ્યું. ॥૫॥ બળવંતા ઘણા મતો નિઃશસ્ત્ર સિંહને હળું, વ્યાધિગ્રસ્ત બિચારા તે મુઝાયા મક્ષિકા ગણે. ૬ Page #576 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - ઘણા બળવાન મલ્લો શસ્ત્ર વગર પણ સિંહને હણી નાખે, પણ જ્યારે પોતે વ્યાધિગ્રસ્ત થાય ત્યારે મક્ષિકા એટલે માખીઓના સમૂહને ઉડાડવાની તાકાત પણ બિચારા ઘરાવતા નથી. એવા ક્ષણિક બળનું શું અભિમાન કરવું. “જે બળ વડે કર્મરૂપી શત્રુ જિતાય તથા કામ, ક્રોઘ, લોભ જીતાય તે બળ પ્રશંસાને પાત્ર છે.” -સમાધિસોપાન (પૃ.૧૬૫) IIકા વિદ્વાનો જગમાં પૂજ્ય સભા-ભૂષણ રૂપ જે, કામ, ઉન્મત્તતા વ્યાપ્ય બને પાગલ-ભૂપ તે. ૭ અર્થ - વિદ્વાનો જગતમાં પૂજ્ય તેમજ સભાના ભૂષણરૂપ ગણાય છે. પણ કામની ઉન્મત્તતા વ્યાપે ત્યારે તેઓ મૂર્ખ શિરોમણિ બની જાય છે. એવી વિદ્યાનો શો મદ કરવો? શ્રી સ્થૂલભદ્ર જેવા દશ પૂર્વના પાઠીને પણ વિદ્યામદ ઊપજવાથી, પોતાની સાથ્વી થયેલી બહેનો મળવા આવી ત્યારે પોતે સિંહનું રૂપ લઈ બેસી ગયા. /શા સત્તામત્ત બન્યો સમ્રાટ બોનાપાર્ટ સિપાઈ જે, યુક્તિબાજ ઘણો તોયે મૂઓ ક્યાંય રિબાઈ તે. ૮ અર્થ :- નેપોલિયનનું દ્રષ્ટાંત :- નેપોલિયન બોનાપાર્ટ પ્રથમ સિપાઈ હતો. તે ઘણો યુક્તિબાજ અને શૂરવીર હોવાથી લગભગ આખા યુરોપનું રાજ્ય જીતી સમ્રાટ બની ગયો. પણ અંતિમ યુદ્ધમાં તે હાર્યો. તેને એક નિર્જન બેટ ઉપર છોડી દીધો. ત્યાં રિબાઈ રિબાઈને ક્યારે મરી ગયો તેનો પત્તો નથી. એમ સત્તા મળવા છતાં તે ક્યારે નાશ પામી જાય તેનું કંઈ ઠેકાણું નથી. માટે તેનો મદ કરવો યોગ્ય નથી. સુભમ ચક્રવર્તીએ છ ખંડની સત્તા મેળવી પણ બાર ખંડની સત્તા મેળવું તો ચિરકાળ નામાંકિત થાઉં એમ વિચારી તે મેળવવા જતાં સમુદ્રમાં ડૂબી મૂઓ. માટે સત્તામદ પણ કર્તવ્યરૂપ નથી. કેટલા લક્ષ્મીવંતો ઘણા દીઠા ભિક્ષુ પાસે ય યાચતા, તપસ્વી લપસી જાતાં નારી આગળ નાચતા. ૯ અર્થ - લક્ષ્મીવંતો પણ પાપના ઉદયથી ગરીબ બની જતાં વાર લાગતી નથી. એવી સ્થિતિ પણ આવી પડે છે કે પેટ ભરવા માટે બીજું કંઈ સાધન ન હોવાથી ભિક્ષુ એટલે ભિખારી પાસે પણ માંગવું પડે. આ બઘા કર્મના ચમત્કાર છે. માટે ઘનનો મદ કદી કર્તવ્ય નથી. તપસ્વી હોય તે પણ લપસી જઈ સ્ત્રીના ફિંદમાં ફસાઈ જાય છે. માટે તપનો પણ ગર્વ કરવા યોગ્ય નથી. બ્રહાનું દ્રષ્ટાંત - તપ કરતાં બ્રહ્માએ તિલોત્તમા નામની અપ્સરામાં આસક્ત થઈ તેનું નૃત્ય જોવા માટે ચારેય દિશાઓમાં મોઢાં કર્યા. પછી તે આકાશમાં નાચવા લાગી. તે જોવા માટે માથા ઉપર પાંચમું મોટું ખોલવા પ્રયત્ન કર્યો, પણ પુણ્ય પરવારી જવાથી ત્યાં ગઘેડાનું મોટું કુટું એમ તપ કરતાં મહાત્માઓ સ્ત્રીમાં આસક્ત થઈ પડી ગયા. માટે તપમદ પણ કર્તવ્ય નથી. સાલા રૂપરાશિ શશી પૂર્ણ ક્ષીણતા રોજ જો ભજે; સંયોગોના વિયોગોને દેખે તે મદને તજે. ૧૦ અર્થ - પુણ્ય ઉદયે શરીર ઘણું રૂપવાન હોય છતાં પૂર્ણિમાના ચંદ્રની કલાઓની જેમ પ્રતિદિન તે ક્ષીણ થતું જાય છે. કારણ કે તે રૂપનો સંયોગ પ્રતિદિન વિયોગ તરફ જતો જોવામાં આવે છે. વૃદ્ધાવસ્થામાં તે સંપૂર્ણ નાશ પામે છે. માટે ક્ષણિક એવા રૂપનો મદ કરવા યોગ્ય નથી. Page #577 -------------------------------------------------------------------------- ________________ (૪૯) નિરભિમાનપણું ૫૪૯ સનતકુમાર ચક્રવર્તીએ તે રૂપનો મદ કર્યો તો કાયા ઝેરમય બની ગઈ. “દ્રષ્ટિ ફેરવવી છે. જ્યાં ઘર્મનું માહાભ્ય લાગે ત્યાં શરીરનું માહાભ્ય ન લાગે. શરીર તો નાશ પામવાનું છે. અભિમાન કરીશું તોય નાશ પામશે. ગમે તેટલું અભિમાન કરે તો પણ રહે નહીં. અભિમાન કરવા જેવી તો કોઈ વસ્તુ જગતમાં નથી.” ઓ.૧ (પૃ.૬૫) ૧૦ના વળી વિશેષતા પ્રત્યે દ્રષ્ટિ દેતાં મદ ગળે, શેર માથે સવા શેર” લોકોક્તિ વિનયી કળે. ૧૧ અર્થ - જગતમાં એક એકથી વિશેષ વસ્તુ વિદ્યમાન છે. તે તરફ દ્રષ્ટિ દેતાં પોતાનો મદ એટલે અહંકાર ગળી જાય છે. “શેર ઉપર સવાશેર', હોય છે એમ લોકોમાં કહેવત છે. તેને વિનયવાન જીવો જાણે છે, જેથી ઉપર કહ્યા તે આઠ પ્રકારના મદ તેઓ કરતા નથી. II૧૧ાા મોટી લીટી બને નાની જો દોરો મોટ ઉપરે. ' તેમ પૂર્વ મહાત્માની સ્મૃતિથી મદ ઊતરે. ૧૨ અર્થ :- ગમે તેવી મોટી લીટી હોય, તેના ઉપર તેના કરતાં મોટી લીટી દોરે, તો પહેલાની લીટી નાની બની જાય. તેમ પૂર્વે થઈ ગયેલા અનેક મહાત્મા પુરુષોની સ્મૃતિ કરવાથી પોતાને થતો અહંકાર ઓગળી જાય છે. ૧૨ા. લાંબા આયુષ્યના ઘારી ચક્રવર્તી નરેન્દ્ર કો, પુણ્ય પૂરું થયે નર્કે સાતમે જાય, જો દગો. ૧૩ અર્થ :- લાંબા આયુષ્યના ઘરનાર એવા નરોમાં ઇન્દ્ર સમાન સુભમ કે બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તીઓ પણ પુણ્ય પરવારી જવાથી સાતમી નરકે જઈને પડ્યા. અહો! આ વિશ્વની મોહક સામગ્રીઓ કેટલો બધો ભયંકર દગો આપનાર છે, તેનો વિચાર કરો. ૧૩ના સર્વ શાસ્ત્ર-સમુદ્રોના પારગામી મુનિ મહા, અભિમાન નહીં ઘારે, બાળ જેવા રહે, અહા! ૧૪ અર્થ - સર્વ શાસ્ત્રરૂપી સમુદ્રોના પારને પામેલા એવા મુનિ મહાત્માઓ કદી અભિમાનને ઘારણ કરતા નથી; પણ અહો! બાળક જેવા સદા નિર્દોષ બનીને રહે છે. એવી નિર્દોષતા જ ઉપાસવા યોગ્ય છે. ૧૪મા નિરભિમાનીની વાણી સૌ કોઈ સુણવા ચહે; સ્વપ્રશંસા અભિમાની તણી વાણી વિષે વહે– ૧૫ અર્થ :- નિરભિમાની જીવની વાણી સૌ કોઈ સાંભળવા ઇચ્છે. જ્યારે અભિમાની જીવની વાણીમાં સ્વપ્રશંસાનો પ્રવાહ વહ્યા કરે છે. તે આપવડાઈ કર્યા કરે છે. ૧૫ પકવાને કાંકરી જેવી દૂભવે મન આપણાં; વિના વાંકે બને વૈરી અભિમાની તણાં ઘણાં. ૧૬ અર્થ - અભિમાની જીવની આપવડાઈ, પકવાન જમતાં વચ્ચે કાંકરી આવી જાય તો કેવો રંગમાં ભંગ પડે, તેમ તે વાણી આપણા મનને દૂભવે છે. અભિમાની જીવના, વિના વાંકે ઘણા વૈરી બની જાય અર્થાત્ તે કોઈનું બૂરું ન કરે તો પણ તેના અભિમાનથી તેના પ્રત્યે ઘણાને અણગમો રહે છે. ૧૬ાા Page #578 -------------------------------------------------------------------------- ________________ ૫ ૫ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અભિમાન જતાં ગુણો વિનયાદિ વઘુ વળી, સપુરુષોની સેવાથી મિથ્યા ભાવો જશે ટળી. ૧૭ અર્થ - જો અભિમાન નાશ પામે તો વિનય, લઘુતા, નમ્રતા આદિ અનેક ગુણો વૃદ્ધિ પામે છે. તે ગુણો વડે પુરુષોની સેવા કરતાં અનેક પ્રકારની મિથ્યા માન્યાતાઓ ટળી જાય અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેના આત્મજ્ઞાની થયે સાચી નિરભિમાન-શીલતા, સદ્ગુરુબોઘથી વૃદ્ધિ પામે જ્ઞાન-દયા-લતા. ૧૮ અર્થ - આત્મજ્ઞાનની પ્રાપ્તિ થવાથી સાચું નિરભિમાનપણું કે જે પોતાનો શીલ અર્થાત સ્વભાવ છે તે પ્રગટ થાય છે. સગુરુના બોઘથી તે વિનયાદિ ગુણો, સમ્યકજ્ઞાન અને સમ્યક્ દયારૂપ ઘર્મની લતાને પોષણ આપી વૃદ્ધિ પમાડશે. ૧૮ાા સન્શાસ્ત્ર-વારિ સિંચાયે સદાચાર-સુપુષ્પથી યશ-સુગંધી ફેલાશે, આત્મધ્યાન-પ્રતાપથી– ૧૯ અર્થ - સન્શાસ્ત્રરૂપી જળનું સિંચન થવાથી તે લતા ઉપર સદાચારરૂપી પુષ્પો ખીલી ઊઠશે. જેથી સુયશરૂપી સુગંઘ ફેલાશે. પછી આત્મધ્યાનના પ્રતાપે આગળ આગળની દશા પ્રાપ્ત થશે. ૧૯ાા કેવલજ્ઞાનની જ્યોતિ મોક્ષસુખો બતાવશે; એમ નિરભિમાનીને શિવ-નારી વઘાવશે. ૨૦ અર્થ :- આત્મધ્યાનવડે શ્રેણિ માંડવાથી કેવળજ્ઞાનરૂપ જ્યોતિ પ્રગટ થશે, અને તે મોક્ષના સુખોનો અનુભવ કરાવશે. એમ નિરભિમાની જીવને મોક્ષરૂપી સ્ત્રી વઘાવશે અર્થાત્ તે વિનયવાન મુમુક્ષુ ઉપરોક્ત ક્રમ પ્રમાણે આગળ વઘીને મુક્તિના શાશ્વત સુખને પામશે. ||૨૦ના ભાગ્યશાળી હશે તેને સદગુરુ-યોગ ગોઠશે, સત્રદ્ધા પામી, આજ્ઞાએ વર્તતાં માન છૂટશે. ૨૧ અર્થ :- જે ભાગ્યશાળી હશે તેને સાચા સદ્ગુરુનો યોગ પ્રાપ્ત થશે; અને તે તેને ગોઠશે અર્થાત્ ગમશે. તે સદગુરુ પ્રત્યે શ્રદ્ધા આવવાથી તેમની આજ્ઞા ઉપાસતાં તેના માનાદિ કષાયો છૂટી જશે. માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.” (૨.૫.૭૧૮) //ર૧ાા આખરે પરવસ્તુ તો મૂકવી પડશે બથી, પસ્તાવું ના પડે છેલ્લે, વાસના જો મેંકી દીથી. ૨૨ અર્થ:- આખરે મરણ સમયે, જે પરવસ્તુમાં મેં મારાપણું કર્યું છે તે બધી વસ્તુઓ મૂકવી પડશે. પણ જો તે વસ્તુઓમાં રહેલી વાસના એટલે અંતરની મૂર્છા મૂકી દીધી તો છેલ્લે મરણકાળે પસ્તાવું પડશે નહીં. પરરાા મહત્તા, વાસના જેમાં તેનું માન જ ઉદ્ભવે, માન જેનું કરે જીવો તે પામે ના પરભવે. ૨૩ Page #579 -------------------------------------------------------------------------- ________________ (૪૯) નિરભિમાનપણું ૫૫૧ અર્થ :— જે જે વસ્તુનું જીવને માહાત્મ્ય છે કે જે વસ્તુની વાસના એટલે મોહમૂર્છા હૃદયમાં રહેલ છે, તે તે વસ્તુવડે જીવને માન ઊપજે છે. જેમકે ઘન, રૂપ, બળ, ઐશ્વર્ય, જ્ઞાન, સત્તા, જાતિ કે કુળ આદિ કોઈ પણ વસ્તુનું જીવને માહાત્મ્ય હોય તો તે પ્રત્યે અભિમાન ઉદ્ભવે છે. તે અભિમાનના કારણે પરભવમાં તે તે વસ્તુની પ્રાપ્તિ થતી નથી. ।।૨૬। અપૂર્વ માન-પર્વતે ચઢી અડૈ મસ્તકે, પામે અઘોગતિ પ્રાણી; રક્ષા કોણ કરી શકે? ૨૪ અર્થ :— અપૂર્વ એટલે વિશેષ માનરૂપી પર્વત ઉપર ચઢીને અક્કડ મસ્તક રાખી જો સત્પુરુષના - ચરણમાં નમે નહીં તો તે જીવ અધોગતિ પામે છે. એવા અભિમાની જીવની રક્ષા કોણ કરી શકે? ।।૨૪।। * નિરભિમાનીમાં વાસો સર્વે ગુણો તણો ગણો, કલાઓ ચંદ્રમાં જેમ; તે પામે પ્રેમ સૌ તણો. ૨૫ અર્થ ઃ— જે નિરભિમાની કે વિનયવાન છે તેમાં સર્વ ગુણો આવીને વસે છે. જેમ પૂર્ણિમાના ચંદ્રની કલાઓ સૌને પ્રેમ ઉપજાવે છે, તેમ લઘુતા ધારણ કરનાર એવો નિરભિમાની સજ્જન પુરુષ સૌનો પ્રેમ પાત્ર થાય છે. ૨૫ા પ્રીતિપાત્ર બને સૌનું પશુ વિનીત હોય જો; શોભા સર્વોપરી પામો વિનયે ઉર જો સજો. ૨૬ અર્થ :— હાથી, ઘોડા આદિ પશુઓ પણ જો વિનયવાળા હોય તો તે પણ સૌના પ્રીતિપાત્ર બને છે. તેમ વિનયવડે જો તમારા હૃદયમાં લઘુતા કે નમ્રતાને ઘારણ કરશો તો તમે પણ સર્વોપરી શોભાને પામશો. પુષ્પચૂલા સાધ્વીનું દૃષ્ટાંત :– દુષ્કાળ પડવાથી બીજા સાધુઓ દક્ષિણ તરફ ગયા અને અહીં પુષ્પચૂલા સાધ્વીને કેવળજ્ઞાન પ્રગટ્યું. તો પણ પોતાના છદ્મસ્થ રહેલા ગુરુ એવા અ૨ણીકાપુત્ર આચાર્યને આહારપાણી લાવી આપવાનું બંધ કર્યું નહીં. “ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન.’’ (વ.પૃ.૫૩૫) એમ ભગવાન પણ શ્રી ગુરુનો વિનય કરે છે. એવો વિનયમાર્ગ ભગવાને પ્રરુપ્યો છે. ।।૨૬।। નિરભિમાનીની ચાલ, વાણી, વેશ અનુન્દ્રત; સ્વગુણોને ન દર્શાવે અન્ય-ગુણે રહે ૨ત. ૨૭ અર્થ ઃ— નિરભિમાની જીવની ચાલ ધીમી અને ગંભીર હોય, વાણી હિત, મિત અને પ્રિય હોય અને વેષ ઉદ્ધૃત ન હોય, પણ સાદો હોય. તે પોતાના ગુણોને દર્શાવે નહીં, પણ બીજાના ગુણો જોઈને કે ગાઈને આનંદ માને. ।।૨૭।। ગુરુ જો ગુણ દર્શાવે તોયે ફુલાય ના જરી; કઠોર વચને શિક્ષા દે તો લાભ ચહે ફરી. ૨૮ અર્થ – આવા નિરભિમાની જીવના ગુણોની શ્રીગુરુ પણ પ્રશંસા કરે તો પણ જરાય ફુલાય નહીં. Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫ ૫૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અઢાર દેશમાં અમારી પડતું વગડાવ્યો એવા કુમારપાળરાજાની શ્રી હેમચંદ્રાચાર્યે પ્રશંસા કરી તો પણ નીચું મોઢું રાખી શ્રવણ કર્યું પણ કાંઈ બોલ્યા નહીં. “પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં.” (વ.પૃ.૩૦૭) તેમ શ્રી ગુરુ કઠોર વચને શિક્ષા દે તો પણ બોલે નહીં પણ તેવો લાભ ફરી ફરી ઇચ્છે કે જેથી દોષો દૂર થઈ આત્મા શુદ્ધ થાય. આરતા બાલ-ગોપાલની હાંસી સહે નિરભિમાન જે, પ્રસન્ન વદને સૌને સંતોષે રહી શાંત તે. ૨૯ અર્થ - બાલ-ગોપાલ અજ્ઞાનતા વડે એવા નિરભિમાની સજ્જન પુરુષની હાંસી કરે તો પણ સહન કરે. અને વળી પ્રસન્ન મુખ રાખી પોતે શાંત રહી, બીજાને પણ સંતોષ પમાડે. રિલા સમ્યકત્વની નિશાની એ : ઉરે નિર્મદતા રહે આત્મલાભ સદા દેખે, માનપૂજા નહીં ચહે. ૩૦ અર્થ :- સમ્યકત્વની નિશાની છે કે જેના હૃદયમાં અહંકાર હોય નહીં, તથા જે હમેશાં આત્મલાભ માટે પ્રયત્નશીલ હોય, તેમજ માનપૂજાને પણ હૃદયથી ઇચ્છ નહીં; તે જ સાચા આરાધક જાણવા. //૩૦ના વિના વાંકે વસે વાંક કોઈના ઉરમાં જરી, તોય માઠું લગાડે ના, વિનયે વશ લે કરી. ૩૧ અર્થ - કોઈના હૃદયમાં વિના વાંકે નિરભિમાની જીવનો વાંક વસી જાય, તો પણ તે મોટું બગાડે નહીં. પણ વિનયવડે તેમના અંતઃકરણને વશ કરી શાંતિ પમાડે; એવો વિનયગુણ મહાન છે. ‘વનો (વિનય) વેરીને પણ વશ કરે” એમ પ.પૂ.પ્રભુશ્રીજી ઉપદેશામૃતમાં જણાવે છે. ૩૧ાા માઠા બોલો ગણો મીઠા “ગાળ ઘીની જ નાળ” જો, સ્વાર્થ કે હાલ જાણીને આત્માથે એ જ પાળજો. ૩૨ અર્થ – કોઈ માઠા એટલે કડવા વચન કહે તેને પણ મીઠા ગણો અને કોઈ ગાળ આપે તો તેને ઘીની નાળ સમાન જાણો. તેમાં આત્માનો સ્વાર્થ એટલે સ્વ-અર્થ અર્થાત્ સ્વ એટલે પોતાના આત્માનું અર્થ એટલે પ્રયોજન સિદ્ધ થતું જાણીને, કે હાલ એટલે પોતાના આત્માનું હિત જાણીને, આત્માર્થે નિર્ભિમાનતાને કે વિનયગુણને અથવા નમ્રતાને કે લઘુતાને જ પાળજો કે જેથી તમારા આત્માની સિદ્ધદશા તમને પ્રાપ્ત થાય. ૩રા મોક્ષપ્રાપ્તિ અર્થે જેમ સરળપણું કે નિર્ભિમાની ગુણની જરૂર છે, તેમ બ્રહ્મચર્યના સર્વોત્કૃષ્ટપણાની પણ તેટલી જ આવશ્યકતા છે. એ વડે શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણતા કરી શકાય છે. કૃપાળુદેવ કહે : “યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાઘન છે, અસત્સંગએ મોટું વિઘ્ન છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૯૨) Page #581 -------------------------------------------------------------------------- ________________ (૫૦) બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું ૫ ૫૩ (૫૦) બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું (પામશું, પામશું, પામશું રે કેવળજ્ઞાન હવે પામશું એ રાગ) લાગશે, લાગશે, લાગશે રે પરબ્રહ્મપદે લય લાગશે-ટેક બ્રહ્મનિષ્ટ ગુરુ રાજ-પ્રતાપે અનાદિનો ભ્રમ ભાગશે રે, પરબ્રહ્મક આત્મજ્ઞાની લઘુરાજે જણાવ્યા રાજગુણે જીંવ જાગશે રે. પરબ્રહ્મ અર્થ - પરમકૃપાળુદેવની કૃપાથી પરબ્રહ્મપદે એટલે પરમાત્માપદમાં જરૂર લય લાગશે, લાગશે અને લાગશે, એવો દ્રઢ નિશ્ચય પૂ.શ્રી બ્રહ્મચારીજીના હૃદયમાં સ્કુરાયમાન જણાય છે. બ્રહ્મ એટલે આત્મા, એવા આત્માની નિષ્ઠા એટલે દ્રઢ શ્રદ્ધા છે જેને એવા ક્ષાયિક સમ્યદ્રષ્ટિ રાજચંદ્ર પ્રભુના પ્રતાપે, સંસારી જીવોનો અનાદિકાળનો આત્મભ્રાંતિરૂપ ભ્રમ અથવા ઇન્દ્રિયોમાં સુખ છે એવો ભ્રમ નાશ પામશે. તથા આત્મજ્ઞાનને પામેલા એવા શ્રી લઘુરાજસ્વામીએ જણાવેલ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ગુણે અથવા બોઘવડે આ જીવ જરૂર મોહનદ્રામાંથી જાગૃત થશે. /૧ બ્રહ્મજ્ઞાનીની ભક્તિ કર્યાથી બ્રહ્મચર્ય-રુચિ વાઘશે રે, પરબ્રહ્મ આત્મા જ બ્રહ્મસ્વરૂપે ગવાયો, ઇન્દ્રિયજયથી લાઘશે રે. પરબ્રહ્મ અર્થ - બ્રહ્મ એટલે આત્મા જેને પ્રગટ છે એવા બ્રહ્મસ્વરૂપ પરમકૃપાળુદેવની ભક્તિ કર્યાથી જીવોમાં બ્રહ્મચર્ય એટલે આત્મામાં રમણતા કરવાની રુચિ વઘશે. મૂળ સ્વરૂપે જોતાં શુદ્ધ આત્મા જ બ્રહ્મ સ્વરૂપે ગવાયો છે. તેની પ્રાપ્તિ પાંચ ઇન્દ્રિયોનો જય કરવાથી થશે. રા. અનાદિકાળથી સ્પર્શ-ઇન્દ્રિયનો અભ્યાસ આડો આવશે રે, પરબ્રહ્મ ક્રમે ક્રમે પુરુષાર્થ કરે તે પરાક્રમી જન ફાવશે રે. પરબ્રહ્મ અર્થ – અનાદિકાળથી જીવની સાથે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ લાગેલી છે. તેથી સ્પર્શ ઇન્દ્રિયનો અનાદિકાળનો અભ્યાસ જીવને ઇન્દ્રિય જય કરવામાં આડો આવશે. પણ ક્રમપૂર્વક જે અભ્યાસ કરશે તે પરાક્રમી પુરુષ ઇન્દ્રિય જય કરવામાં ફાવી જશે. સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. સર્વ જ્ઞાની પુરુષે કામનું જીતવું તે અત્યંત દુષ્કર કહ્યું છે, તે સાવ સિદ્ધ છે; અને જેમ જેમ જ્ઞાનીના વચનનું અવગાહન થાય છે, તેમ તેમ કંઈક કંઈક કરી પાછો હઠતાં અનુક્રમે જીવનું વીર્ય બળવાન થઈ કામનું સામર્થ્ય જીવથી નાશ કરાય છે; કામનું સ્વરૂપ જ જ્ઞાનીપુરુષનાં વચન સાંભળી જીવે જાણ્યું નથી; અને જો જાણ્યું હોત તો તેને વિષે સાવ નીરસતા થઈ હોત.” (વ.પૃ.૪૧૩) માયા સગુરુ-સેવાથી જાગે જિજ્ઞાસા, સદ્ગુરુ બોઘ રેલાવશે રે, પરબ્રહ્મ સાચી મુમુક્ષતા સદ્ગુરુ-બોઘે જીવ જ્યારે પ્રગટાવશે રે. પરબ્રહ્મ અર્થ - પરમકૃપાળુ સરુ ભગવંતની આજ્ઞા ઉઠાવવાથી બ્રહ્મચર્ય પાળવાની સાચી જિજ્ઞાસા જાગૃત થશે. પછી સદગુરુનો બોધ તેના હૃદયમાં રેલાશે અર્થાત પરિણામ પામવા લાગશે. Page #582 -------------------------------------------------------------------------- ________________ ૫ ૫૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સગુરુના બોઘથી જન્મમરણથી મુક્ત થવા માટે સાચી મુમુક્ષુદશા જ્યારે જીવ પ્રગટાવશે ત્યારે કાર્યસિદ્ધિ ભણી તે પગલું માંડશે. જો સગુરુ-આજ્ઞાથી સસ્તુરુષારથ જો કરવા ઑવ માગશે રે, પરબ્રહ્મ ભાગ્યશાળી તે નર વીર જાણો; વિઘ્ર-પવન ડોલાવશે રે. પરબ્રહ્મ અર્થ - સાચી મુમુક્ષતા પ્રગટ્ય સદ્ગુરુ આજ્ઞાવડે જો સપુરુષાર્થ કરવા જીવ માંડશે તો તે ભાગ્યશાળીને નરોમાં વીર સમાન જાણો. તેને અંતરંગ કે બાહ્ય બ્રહ્મચર્ય પાળવામાં સંકલ્પ-વિકલ્પ કે કામ ક્રોઘાદિ વિહ્નરૂપ પવન ડોલાયમાન કરશે તો પણ તેને સહન કરી તે આગળ વધી જશે, અર્થાતુ મોહના ભાવોને તે સદ્ગુરુબળે હૃદયમાં ઘર કરવા દેશે નહીં. “જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ.” -શ્રી આત્મસિદ્ધિ પા શીલરક્ષણ ને યશ ઇચ્છે તે આ શિક્ષા ઉર ઘારશે રે - પરબ્રહ્મ વાતો વિકારી જનોની કરો ના, સૂતા વિકારો જાગશે રે. પરબ્રહ્મ અર્થ – જે પુણ્યાત્મા પોતાના શીલનું રક્ષણ કે સુયશને ઇચ્છશે તે આ નીચે જણાવેલ શિક્ષાને હૃદયમાં ઘારણ કરશે. મનની શુદ્ધિ માટે વિકારી લોકોની વાતો કદી કરવી નહીં. તેમ કરવાથી સૂતેલા વિકારો પણ જાગૃત થઈ જાય છે. દા. નીરખશો ના નર-નારી-અંગો મલિન ભાવ લલચાવશે રે; પરબ્રહ્મ દુરાચારીની સોબત તજજો, “સંગ તેવો રંગ'લાગશે રે. પરબ્રહ્મ અર્થ :- નર કે નારીના અંગોને મોહદ્રષ્ટિએ તાકીને નીરખશો નહીં. નહીં તો મલિન ભાવો મનમાં ઉત્પન્ન થઈ આત્માને તે તે વસ્તુની પ્રાપ્તિ માટે લલચાવશે. અશુભ કર્મનો બંધ કરાવી દુર્ગતિના કારણ બનશે. તેમજ દુરાચારી લોકોની સંગતિનો ત્યાગ કરજો. કેમકે જેવો સંગ તેવો રંગ લાગી જશે. ઘમ્મિલકુમારનું દૃષ્ટાંત – ઘમિલકુમાર બાળવયથી અત્યંત વૈરાગ્યવાન હોવા છતાં પણ દુરાચારી લોકોના સંગથી વેશ્યાના વિલાસમાં પડી ગયો. પિતાનું બધું ઘન નાશ પામી ગયું. ત્યારે વેશ્યાની અક્કાએ તેને દારૂ પાવી દૂર મુકાવી દીધો. પછી સાન ઠેકાણે આવી. માટે મરી જવું સારું પણ દુરાચારીની તો સંગતિ ને જ કરવી. કેમકે એ સંસ્કાર ભવોભવ જીવને દુ:ખ આપે છે. //શી. ભાંગ, તંબાકુ, કેફી ચીજો સૌ બુદ્ધિ-વિકારો લાવશે રે પરબ્રહ્મ પાન-બીડી, ફૂલ, અત્તર આદિ શીલનો ભંગ કરાવશે રે. પરબ્રહ્મ અર્થ :- ભાંગ, તંબાકુ અને બીજી કેફી એટલે જેથી નશો ચઢે એવા અમલ, દારૂ વિગેરે પીવાથી કે ખાવાથી બુદ્ધિમાં વિકારો ઉત્પન્ન થશે. પાન, બીડી, પાન પરાગ, બ્રાઉન સુગર, ફુલ, અત્તર આદિ વસ્તુઓ પણ વ્યસનની જેમ વળગી જઈ શીલનો ભંગ કરાવશે. માટે એવી વસ્તુઓનું કદાપિ સેવન કરવું નહીં. પાટા. Page #583 -------------------------------------------------------------------------- ________________ (૫૦) બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું ૫ ૫ ૫ ગીત, નૃત્ય, નાટક, ચિત્રો વિકારી કામ-વિકાર ઊભરાવશે રે; પરબ્રહ્મ રાત્રિભોજન ને ભારે ભોજન પણ ઉન્મત્તતા ઉગાડશે રે. પરબ્રહ્મ અર્થ - રેડિયો વગેરેમાં ગવાતા ગીતો કે લગ્નના ગીતો, અથવા ટી.વી., સિનેમામાં દેખાતા નૃત્યો, નાટકો તેમજ વિકાર ઉત્પન્ન કરે એવા ચિત્રોને જોતાં કામ વિકાર ઉભરાઈ આવશે. રાત્રિભોજન કે ભારે ભોજન કરવાથી પણ ઉન્મત્તતા એટલે મોહના ગાંડપણને જ પોષણ મળશે. “રાત્રિભોજન કરવાથી આળસ, પ્રમાદ થાય; જાગૃતિ થાય નહીં ; વિચાર આવે નહીં; એ આદિ દોષના ઘણા પ્રકાર રાત્રિભોજનથી થાય છે, મૈથુન ઉપરાંત પણ બીજા ઘણા દોષ થાય છે.” (વ.પૃ. ૬૯૯) રાત અને દિવસ લૌકિક કામ કરવામાં કે ખાવાપીવામાં જ વખત જતો રહે તો સ્વાધ્યાય ભક્તિ આદિ ઉત્તમ કાર્ય ક્યારે થાય? દિવસ ગમાયા ખાય કે, રાત ગવાઈ સોય; હીરા જનમ અમોલ થા, કોડિ બદલે જાય.” ગાલા ચિત્ત-આકર્ષક વસ્ત્ર-આભૂષણ અને એકાન્ત ભુલાવશે રે; પરબ્રહ્મ સ્વાદ-લંપટતા સાથે હજારો દોષો આવી મુઝાવશે રે. પરબ્રહ્મ અર્થ :- ચિત્તને આકર્ષિત કરે એવા વસ્ત્ર કે આભૂષણ પહેરવા નહીં. અને સ્ત્રી સાથે એકાંતમાં રહેવું નહીં. એમ કરવાથી જીવ મોહવશ બની કત અકત્યનો વિવેક ભૂલી જાય છે. જ્ઞાનીની આજ્ઞાએ વર્તતા એવા ભદ્રિક મુમુક્ષુ જીવને “બ્રહ્મચર્ય પાળવું એટલે સ્ત્રીઆદિકના પ્રસંગમાં ન જવું” એવી આજ્ઞા ગુરુએ કરી હોય તો તે વચન પર દ્રઢ વિશ્વાસ કરી તે તે સ્થાનકે ન જાય; ત્યારે જેને માત્ર આધ્યાત્મિક શાસ્ત્રાદિક વાંચી મુમુક્ષતા થઈ હોય, તેને એમ અહંકાર રહ્યા કરે કે, “એમાં તે શું જીતવું છે?” આવી ઘેલછાના કારણથી તે તેવા સ્ત્રીઆદિકના પ્રસંગમાં જાય. કદાચ તે પ્રસંગથી એક વાર, બે વાર બચે પણ પછી તે પદાર્થ પ્રત્યે દ્રષ્ટિ દેતાં “આ ઠીક છે” એમ કરતાં કરતાં તેને તેમાં આનંદ થાય, અને તેથી સ્ત્રીઓ સેવે. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે બાળોભોળો જીવ તો વર્તે; એટલે તે બીજા વિકલ્પો નહીં કરતાં તેવા પ્રસંગમાં ન જ જાય.” -ઉપદેશછાયા (પૃ.૬૮૫) ભોજનમાં સ્વાદની લંપટતા હશે તો બીજા હજારો દોષો આવીને મનને મલિન કરી મૂંઝવણમાં નાખી દેશે. સર્વ ઇન્દ્રિયોને પોષણ આપનાર આ જીભ છે. મંગૂ આચાર્યનું દ્રષ્ટાંત – મંગૂ આચાર્ય હતા પણ આહારના સ્વાદમાં પડવાથી આચાર પાળવામાં પ્રમાદી થઈ યક્ષનો અવતાર પામ્યા. અષાઢાભૂતિ મુનિનું દ્રષ્ટાંત :- અષાઢાભૂતિ મુનિ હોવા છતાં નટને ત્યાંથી કેસરીયા મોદક, ફરી ફરી વહોરવા માટે નવું નવું રૂપ બદલીને પણ લીધા. તેથી નટની કન્યાઓએ તેને સ્વાદમાં આસક્ત જાણી બીજી વાર લલચાવી ચારિત્રથી ભ્રષ્ટ કર્યા. માટે શીલ રક્ષણના ઇચ્છકે જિલ્લા ઇન્દ્રિયના સ્વાદને પોષણ આપવું નહીં. ૧૦ સુણ્યા, દીઠા, અનુભવ્યા ભોગોની સ્મૃતિ અતિ લલચાવશે રે. પરબ્રહ્મ તેવા વિકારી સંગો તજો તો સત્સંગનો રંગ લાગશે રે પરબ્રહ્મ અર્થ :- સાંભળેલ, જોયેલ કે અનુભવેલ ભોગોની સ્મૃતિ કરવી નહીં. તેમ કરવાથી મન ફરીથી તે Page #584 -------------------------------------------------------------------------- ________________ ૫ ૫૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ભોગોની લાલસામાં આવી જાય છે. આર્દ્રકુમારનું દૃષ્ટાંત – આર્દ્રકુમારે પૂર્વભવમાં પોતે તથા તેની સ્ત્રીએ દીક્ષા લીધેલ. એકવાર દીક્ષિત પોતાની પત્નીને જોતાં અનુભવેલ ભોગોની સ્મૃતિ ફરીથી થઈ આવી; અને દીક્ષિત પત્નીને પાછું ઘરે જવાનું જણાવ્યું. પત્નીએ તે સાંભળીને અનશન લઈ લીધું. આદ્રકુમારના જીવે પણ ફરીથી જાગૃત થઈ ઉત્તમ આરાધના કરી દેવગતિ સાધ્ય કરી. વિકાર ઉત્પન્ન થાય એવા સંગોનો જીવ ત્યાગ કરે તો જ સત્સંગનો રંગ લાગશે. બે ભમરાઓનું દ્રષ્ટાંત - બે ભમરાઓ હતા. એક સુગંધીદાર બગીચામાં રહે. બીજો વિષ્ટામાં રમે. એકવાર વિષ્ટાનો ભમરો બગીચામાં આવ્યો છતાં ફુલોની સુગંઘનો સ્વાદ તેને આવ્યો નહીં. કેમકે સાથે વિષ્ટાની ગોળી લેતો આવ્યો હતો. તેમ વિકારી જીવોનો સંગ હશે ત્યાં સુધી સત્સંગતિની સુગંધ તેને આવી શકશે નહીં. “સત્સંગનો રંગ ચાખ રે પ્રાણી સત્સંગનો રંગ ચાખ, પ્રથમ લાગે તીખોને કડવો, પછી આંબા કેરી સાખ; રે પ્રાણી સત્સંગનો રંગ ચાખ.” ||૧૧ાા નાક, કાન કાપેલી વૃદ્ધ વનિતા પણ સાઘુનું ચિત્ત ચળાવશે રે પરબ્રહ્મ વિષવેલ સ્પર્શી વાયુ વહે તે મરણ-કારણ ઉપજાવશે રે; પરબ્રહ્મ અર્થ - નાક, કાન કાપેલી વૃદ્ધ સ્ત્રી પણ સાધુનું ચિત્ત ચલિત કરવા સમર્થ છે. જેમ વિષ વેલને સ્પર્શી વહેતો વાયુ મરણનું કારણ બની શકે છે, તેમ સ્ત્રી પણ ભલભલાને ભુલભુલામણિમાં નાખવા સમર્થ છે. માટે તેવા સંગથી હમેશાં દૂર રહેવું. રથનેમિનું દ્રષ્ટાંત – ગિરનારની ગુફામાં ધ્યાન કરતાં રથનેમિને, વરસાદના કારણે કપડાં ભીંજાઈ જવાથી તે ગુફામાં જઈ સતી રાજીમતિને કપડાં સુકાવા જતાં, તેના અંગના દર્શનથી રથનેમિ ધ્યાન કરતાં ચલિત થઈ ગયા. પછી રાજીમતિએ બોઘ આપી તેને સ્થિર કર્યા. માટે વૃત્તિઓનો કદી વિશ્વાસ કરવો નહીં. સ્ત્રીએ હાડમાંસનું પૂતળું છે. એમ સ્પષ્ટ જાણ્યું છે તેથી વિચારવાનની વૃત્તિ ત્યાં ક્ષોભ પામતી નથી; તો પણ સાધુને એવી આજ્ઞા કરી છે કે હજારો દેવાંગનાથી ન ચળી શકે તેવા મુનિએ પણ નાક કાન છેદેલી એવી જે સો વરસની વૃદ્ધ સ્ત્રી તેની સમીપ પણ રહેવું નહીં, કારણ કે તે વૃત્તિને ક્ષોભ પમાડે જ એવું જ્ઞાનીએ જાણ્યું છે. સાઘુને તેટલું જ્ઞાન નથી કે તેનાથી ન જ ચળી શકે, એમ ઘારી તેની સમીપ રહેવાની આજ્ઞા કરી નથી. એ વચન ઉપર જ્ઞાનીએ પોતે વિશેષ ભાર મૂક્યો છે; એટલા માટે જો વૃત્તિઓ પદાર્થોમાં ક્ષોભ પામે તો તરત ખેંચી લઈ તેવી બાહ્યવૃત્તિઓ ક્ષય કરવી.” (વ.પૃ.૬૮૯) I/૧૨ા તેમ જ કામીને કામિનીવૃત્તિ ચંચળ ચિત્ત કરાવશે રે, પરબ્રહ્મ હૃદય-સિંહાસને નારી રહી તો પ્રભુ-ભક્તિ નહિ જાગશે રે. પરબ્રહ્મ અર્થ - વિષવેલ સમાન કામી પુરુષને કામિની વૃત્તિ એટલે સ્ત્રીની ઇચ્છા હોવાથી તે વૃત્તિ તેનું ચિત્ત ચંચળ કરશે. અને હૃદયરૂપી સિંહાસન ઉપર જો સ્ત્રી બેઠેલી હશે તો પ્રભુ પ્રત્યેની ભક્તિ જાગૃત Page #585 -------------------------------------------------------------------------- ________________ થશે નહીં. ૧૩/ (૫૦) બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું નારી-કટાક્ષે ઉર વીંધાતા પ્રભુ-પ્રીતિ પણ ભાગશે રે, પરબ્રમ સ્ત્રી-સ્નેહનો ઉરે ડાઘ પડ્યો તો કોણ પછી ધોઈ નાખશે રે? પ૨ાહા અર્થ :— સ્ત્રીના કટાક્ષથી જો હૃદય ભેદાઈ ગયું તો પ્રભુ પ્રત્યેનો પ્રેમ નાશ પામશે. સ્ત્રી પ્રત્યેના = સ્નેહનો ડાઘ જો હૃદયમાં પડી ગયો તો પછી તેને કોણ ધોવા સમર્થ છે? “વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મદિરાપાનથી, છળકે જ્યમ અજ્ઞાન.” -શ્રીમદ્ રાજચંદ્ર ૫૫૭ કુલવાલકમુનિનું દૃષ્ટાંત :- કુલવાલક મુનિ હતા. નદી કિનારે તપ કરતા હતા. તેને ચલાયમાન કરવા વૈશ્યા શ્રાવિકાનું રૂપ લઈ ત્યાં આવી. મુનિને ભોજનમાં નેપાળો આપ્યો. તેથી ખૂબ ઝાડા થવા લાગ્યા. ત્યાં બીજું કોઈ નહીં હોવાથી એકલી વેશ્યાએ તેમની સેવા સુશ્રુષા કરી. તેના કટાક્ષથી મુનિનું હૃદય ભેદાઈ ગયું અને ચારિત્રથી ભ્રષ્ટ થયા. માટે સ્ત્રીઓ દ્વારા થતી સેવા સુશ્રુષાનો લાભ લેવો નહીં કે જેથી તેમના પ્રત્યે રાગ ઉત્પન્ન થાય. ।।૧૪। શાસ્ત્રસમુદ્રે ઘોતાં ન જાશે, આત્મવિચાર કામ લાગશે રે, પરબ્રહ્મ બગડેલું ઉર હવે લેવું સુધારી, વૈરાગ્ય-સાબુ સુધારશે રે. પરબ્રહ્મ અર્થ ઃ– સ્ત્રીનેહનો હૃદયમાં પડેલો ડાઘ, શાસ્ત્રરૂપી સમુદ્રમાં ધોવા માટે મથતા છતાં જશે નહીં. - પણ સદ્ગુરુબોધ દ્વારા કરેલ આત્મવિચાર તે ડાઘને દૂર કરવા સમર્થ છે. મોહથી બગડેલું હૃદય જરૂર સુધારી લેવું જોઈએ. તેના માટે વૈરાગ્યરૂપી સાબુ કામ લાગશે. રોગ અને મોહને ઊગતા જ દાબવા. “તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ આત્મા સંસારમાં વિષયાદિક મલિનતાથી પર્યટન કરે છે. તે મલિનતાનો ાય વિશુદ્ધ ભાવ જળથી હોવો જોઈએ. અદ્વૈતના કહેલા તત્ત્વરૂપ સાબુ અને વૈરાગ્યરૂપી જળથી ઉત્તમ આચારરૂપ પથ્થર પર રાખીને આત્મવસ્ત્રને ઘોનાર નિગ્રંથ ગુરુ છે. આમાં જો વૈરાગ્યજળ ન હોય તો બાં સાહિત્યો કંઈ કરી શકતા નથી; માટે વૈરાગ્યને ધર્મનું સ્વરૂપ કહી શકાય. ચદિ અત્યંત પ્રણીત તત્ત્વ વૈરાગ્ય જ બોધે છે, તો તે જ ધર્મનું સ્વરૂપ એમ ગાયું,'' ।।૧૫। જીતી બાજી હવે હારી ન જાશો, નરભવ કોણ બગાડશે રે, પરબ્રહ મૂર્ખ-શિરોમણિ તે નર માનું જે કામ-વૃત્તિ ન ત્યાગશે રે, પરબ્રહ્મ અર્થ :– મનુષ્યભવ, સત્પુરુષનો જોગ વગેરે મળ્યો છે તો હવે જીતી બાજી હારી જઈને નરભવને કોણ બગાડશે. આવી જોગવાઈ મળ્યા છતાં પન્ન જો કામવૃત્તિને નહીં ત્યાગશે તે નરને હું મૂર્ખ શિરોમણિ માનું છું. “એક ભવના થોડા સુખ માટે અનંતભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે.” (૨.પૃ.૧૭૯) ||૧|| વીર્ય-સંચયથી ભીષ્મ બને જન, સ્ત્રીભોગ ક્ષય રોગ લાવશે રે, પરબ્રહ્મ ક્ષય રોગથી બચવા બ્રહ્મચર્ય, શુ આહાર-પાન સેવશે રે. પરબ્રહ્મ અર્થ :– બ્રહ્મચર્ય પાલનથી વીર્યનો સંચય થાય છે. તે બાળ બ્રહ્મચારી ભીષ્મ પિતામહની જેમ બળવાન બને છે, જ્યારે શ્રીભોગથી વીર્યનો નાશ થઈ ક્ષય રોગ આવે છે. ક્ષય રોગથી બચવા માટે બ્રહ્મચર્યનું પાલન અને શુદ્ધ આહારપાનનું સેવન છે. Page #586 -------------------------------------------------------------------------- ________________ ૫ ૫૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ “વર્તમાનકાળમાં ક્ષયરોગ વિશેષ વૃદ્ધિ પામ્યો છે, અને પામતો જાય છે. એનું મુખ્ય કારણ બ્રહ્મચર્યની ખામી, આળસ અને વિષયાદિની આસક્તિ છે. ક્ષયરોગનો મુખ્ય ઉપાય બ્રહ્મચર્યસેવન, શુદ્ધ સાત્ત્વિક આહાર-પાન અને નિયમિત વર્તન છે.” (વ.પૃ.૯૭૦) /૧૭ના નિયમિત જીવને રામ સમા સૌ, સલ્તાન-પાત્રતા પામશે રે, પરબ્રહ્મ પરનારી પ્રતિ પ્રેમ ઘરે તે રાવણ સમ દુઃખ દેખશે રે. પરબ્રહ્મ અર્થ - નિયમિત જીવન જીવનાર સૌ ભવ્યાત્માઓ સ્વપત્ની સંતોષી આદર્શ ગૃહસ્થ બની શ્રીરામ સમાન સમ્યજ્ઞાનની પાત્રતાને પામશે. પણ પરનારી પ્રત્યે જે પ્રેમ રાખશે તે રાવણ સમાન આ ભવમાં કે પરભવમાં નરકાદિ દુઃખોને પામશે. ||૧૮. સર્વ ચારિત્ર વશ કરવાને બ્રહ્મચર્ય જીવ ઘારશે રે, પરબ્રહ્મ સર્વ પ્રમાદને દૂર કરવાનું બ્રહ્મચર્ય બળ આપશે રે. પરબ્રહ્મ અર્થ :- સર્વ પ્રકારના ચારિત્ર એટલે સંયમને વશ કરવા માટે બ્રહ્મચર્યને જીવ ઘારણ કરશે તો સર્વ પ્રમાદને દૂર કરવા માટે, બ્રહ્મચર્ય તેને બળ આપશે. ૧૯ો. આત્મવૃત્તિ અખંડ ચહે તે બ્રહ્મચર્ય વ્રત ઘારશે રે, પરબ્રહ્મ મોક્ષ તણાં સૌ સાઘનમાં તે સહાય અલૌકિક આપશે રે. પરબ્રહ્મ અર્થ - આત્મવૃત્તિમાં અખંડ રહેવા જે ઇચ્છે, તે બ્રહ્મચર્ય વ્રતને ઘારણ કરશે. તે બ્રહ્મચર્ય વ્રત તેને મોક્ષના સર્વ પ્રકારના સાધનમાં અલૌકિક એટલે દિવ્ય સહાય આપનાર સિદ્ધ થશે. “સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મોક્ષસંબંથી સર્વ પ્રકારનાં સાઘનના જયને અર્થે “બ્રહ્મચર્ય અદ્ભુત અનુપમ સહાયકારી છે, અથવા મૂળભૂત છે.” (હા.૩ પૃ.૮૩૦) /૨૦ાા આ કાળના મૂંઢ, માયાર્થી જીવો વર-વચન જો માનશે રે, પરબ્રહ્મ બ્રહ્મચર્ય-વ્રત સ્પષ્ટ જણાવ્યું પ્રાણ જતાં પણ પાળશે રે. પરબ્રહ્મ અર્થ - આ કાળમાં મૂઢ એટલે જડ જેવા અને માયાવી એટલે વક્ર જીવો જો વર્તમાન વિદ્યમાન વીર પ્રભુના વચનને માનશે તો ભગવાને પાંચમું મહાવ્રત અલગ સ્થાપી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવા માટે સ્પષ્ટ જણાવ્યું છે, તેને તે પ્રાણ જતાં પણ પાળશે. મણિબેનનું દ્રષ્ટાંત - મણિબેન કાવિઠાવાળાને પરમકૃપાળુદેવે પ્રાણ જતાં પણ એ વ્રત પાળવું એમ જણાવેલ. તે તેમણે તેમજ કરી બતાવ્યું હતું, મલયાગિરીનું દ્રષ્ટાંત - ચંદનરાજાને સ્વપ્ન આવ્યું. ભારે દુઃખો આવશે જાણી રાણી મલયાગિરી તથા બે પુત્રો સાયર અને નીરને લઈ બીજા સ્થાને ચાલ્યો ગયો. ત્યાં એક સાર્થવાહ મલયાગિરીને કપટથી લઈ જઈ પોતાની સ્ત્રી થવા કહ્યું. તેણે કોઈ રીતે પણ માન્યું નહીં. ચંદનરાજા પણ પછી બે પુત્રોને નદી પાર કરતા એકને પેલે કિનારે મૂકી બીજાને લેવા આવતા પોતે નદીમાં તણાઈ ગયો. ને જ્યાં બહાર નીકળ્યો ત્યાંનો રાજા મરણ પામવાથી પુણ્ય પ્રભાવે ત્યાંનો રાજા બન્યો. બેય પુત્રો પણ ફરતા ફરતા તે જ રાજ્યમાં આવી કોટવાલ બન્યા. સાર્થવાહ પણ મલયાગિરીને લઈ તે જ નગરમાં સહજે આવી પહોંચ્યો. રાજાને ભેટ Page #587 -------------------------------------------------------------------------- ________________ (૫૦) બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું ૫ ૫૯ આપી સામાન સાચવવા બે કોટવાલ માંગ્યા. ત્યાં તેના પુત્રો જ આવ્યા. તેઓ રાતના એક બીજાને પોતાની વિતક વાર્તા કરતા હતા. તે સાંભળી મલયાગિરીને લાગ્યું કે આ મારા જ પુત્રો છે, એમ મલયાગિરીનું પુત્ર સાથે મિલન થયું. વાતચીતમાં પોતાના જ પુત્ર છે એમ જાણવાથી રાજા પાસે ન્યાય કરવા ગયા. ત્યાં શીલના પ્રભાવે ચંદનરાજાનું પણ મિલન થઈ ગયું. એમ પ્રાણ જતા કરવા તૈયાર થાય પણ શીલ ખંડિત ન કરે તે જીવો સર્વ સુખ સામગ્રીને પામે છે. ૨૧ાા તો જગતારક વીર પ્રભુની આજ્ઞા ઉઠાવ શિવ સાથશે રે, પરબ્રહ્મ પાશવવૃત્તિ જ કામ-વિકારો સાચો મુમુક્ષ ત્યાગશે રે. પરબ્રહ્મ અર્થ - પ્રાણ છોડવા તૈયાર થાય પણ વ્રત નહીં, એવા જીવો જગતારક વીર પ્રભુની આજ્ઞા ઉઠાવીને મોક્ષપ્રાપ્તિની સાધના કરશે. કામવિકારો છે તે પશવૃત્તિ જ છે. સાચો મુમુક્ષ હશે તે મોહાસક્તિથી મુંઝાઈને એવા પશુકર્મનો ત્યાગ કરશે. અરરા. ચારે વ્રતોના અપવાદમાર્ગે વ દોષો ન લાગશે રે, પરબ્રહ્મ બ્રહ્મચર્યવ્રત ઢીલું થયું તો આત્મઘાતકતા વધારશે રે. પરબ્રહ્મ અર્થ - અહિંસા, સત્ય, અચૌર્ય અને પરિગ્રહ ત્યાગ એ ચારે વ્રતોમાં અપવાદ અર્થાતુ છૂટ આપી છે. તે અપવાદને માર્ગે વર્તવાથી દોષો લાગતા નથી. પણ બ્રહ્મચર્યવ્રત જો ઢીલું થયું તો રાગ વગર જેની પ્રવર્તી નથી એવું તે અબ્રહ્મચર્ય, આત્માના ગુણોની ઘાત કરશે. “મૈથુનત્યાગ'માં જે અપવાદ નથી તેનો હેતુ એવો છે કે રાગદ્વેષ વિના તેનો ભંગ થઈ શકે નહીં; અને રાગદ્વેષ છે તે આત્માને અહિતકારી છે; જેથી તેમાં કોઈ અપવાદ ભગવાને કહ્યો નથી. નદીનું ઊતરવું રાગદ્વેષ વિના પણ થઈ શકે; પુસ્તકાદિનું ગ્રહણ પણ તેમ થઈ શકે; પણ મૈથુનસેવન તેમ ન થઈ શકે; માટે ભગવાને અનપવાદ એ વ્રત કહ્યું છે; અને બીજામાં અપવાદ આત્મહિતાર્થે કહ્યા છે; આમ હોવાથી જિનાગમ જેમ જીવનું, સંયમનું રક્ષણ થાય તેમ કહેવાને અર્થે છે.” (વ.પૃ.૪૦૧) “બહારથી બ્રહ્મચર્ય વ્રત પાળતો હોય અને મન ભટકતું હોય! “શેઠ ક્યાં ગયા છે? તો કહે, ઢેડવાડે’ એવું ન થવું જોઈએ. બહારથી મોટો બ્રહ્મચારી થઈને ફરતો હોય તો પણ શું થયું? પણ જો અંતરમાં દયા ન હોય તો તે શા કામનું છે? બ્રહ્મચર્યનું વ્રત લેનારે બહુ જાળવવાનું છે. સ્વાદ કરવા ન જોઈએ; ટાપટીપ શરીરની ન કરવી જોઈએ; સ્નિગ્ધ, ભારે ખોરાક ન ખાવા જોઈએ; ખરાબ વાતો ન સાંભળવી જોઈએ. નવ વાડો સાચવવી જોઈએ; નહીં તો, ખેતરની વાડ કરીને સંભાળ ન કરે તો ભેલાઈ જાય તેમ, વ્રત ભંગ થાય. નહોતો જાણતો ત્યાં સુથી જે થયું તે થયું; પણ હવે તો વ્રત ભંગ કરે તેવી બાબતો ઉપર ઝેર વરસવું જોઈએ. કોળિયામાં માખ આવે તો ઊલટી કરી કાઢી નાખવું પડે છે, તેમ આત્માની ઘાત થાય તેવા માઠાં પરિણામ વમી નાખવા જોઈએ.” -ઉપદેશામૃત (પૃ.૩૩૧) //ર૩ી. સમુદ્ર જો મર્યાદા મૂકે જળપ્રલય પ્રગટાવશે રે, પરબ્રહ્મ તેમ ચોથું વ્રત તોડી પ્રવર્તે, નિઃશંક ડૂબી, ડુબાડશે રે. પરબ્રહ્મ અર્થ - સમુદ્ર જો મર્યાદા મૂકે તો સમુદ્રનું અગાધ જળ પ્રલયકાળ પ્રગટાવશે. તેમ ચોથું બ્રહ્મચર્ય વ્રત તોડીને કોઈ પ્રવર્તશે તો પોતે ભવસાગરમાં ડૂબી, બીજા જીવોને પણ સાથે ડૂબાડશે એ વાત નિઃશંક છે. પારકા Page #588 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ નિરતિચારપણે બ્રહ્મચર્ય (સર્વથા) પોતે પાળીને પળાવશે રે, પરબ્રહ્મ નવ વાડથી સુરક્ષિત તે નર જ્ઞાનીને મન ભાવશે રે. પરબ્રહ્મ અર્થ :- પોતે નિરતિચારપણે નવવાડ સહિત બ્રહ્મચર્યવ્રતને સર્વથા પાળી, બીજાને પણ પળાવશે તે નરનું બ્રહ્મચર્ય વ્રત, નવાવાડથી સુરક્ષિત રહેશે અને તે પુણ્યાત્મા જ્ઞાનીને પણ આનંદ ઉપજાવનાર થશે. ૫.પૂ.પ્રભુશ્રીજીએ એકવાર મુમુક્ષુ સમુદાયમાં જણાવેલું કે – જમનામૈયા ભાગ આપે એવો એક બ્રહ્મચારી અમે મૂક્તા જઈશું. પૂ.શ્રી બ્રહ્મચારીજીએ અગિયાર વર્ષ સુધી રાતદિવસ પ.પૂ.પ્રભુશ્રીજીના સાનિધ્યમાં રહી તેવી દશા પ્રાપ્ત કરી હતી. તેથી જ પ.પૂ.પ્રભુશ્રીજીએ દેહોત્સર્ગ પહેલાં પૂ.શ્રી બ્રહ્મચારીજીને જણાવ્યું કે તને “ઘર્મ સોંપુ છું.” યોગ્યતા વગર ઘર્મની સોંપણી કદી મહાપુરુષો કરે નહીં. પ.પૂ.પ્રભુશ્રીજી તેમને “બ્રહ્મચારી' એવા નામથી બોલાવતા. તેથી તેમનું નામ બ્રહ્મચારીજી એવું પડી ગયું. તેઓ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. હવે નવવાડ વિષે જણાવે છે : મોક્ષમાળા શિક્ષાપાઠ ૬૯ બ્રહ્મચર્યની નવ વાડ “જ્ઞાનીઓએ થોડા શબ્દોમાં કેવા ભેદ અને કેવું સ્વરૂપ બતાવ્યું છે? એ વડે કેટલી બધી આત્મોન્નતિ થાય છે? બ્રહ્મચર્ય જેવા ગંભીર વિષયનું સ્વરૂપ સંક્ષેપમાં અતિ ચમત્કારિક રીતે આપ્યું છે. બ્રહ્મચર્યરૂપી એક સુંદર ઝાડ અને તેને રક્ષા કરનારી જે નવ વિધિઓ તેને વાડનું રૂપ આપી આચાર પાળવામાં વિશેષ સ્મૃતિ રહી શકે એવી સરળતા કરી છે. એ નવ વાડ જેમ છે તેમ અહીં કહી જઉં છું. ૧. વસતિ- જે બ્રહ્મચારી સાથુ છે તેમણે જ્યાં સ્ત્રી, પશુ કે પડંગ એથી કરીને જે સંયુક્ત વસતિ હોય ત્યાં રહેવું નહીં. સ્ત્રી બે પ્રકારની છે. મનુષિણી અને દેવાંગના. એ પ્રત્યેકના પાછા બે બે ભેદ છે. એક તો મૂળ અને બીજી સ્ત્રીની મૂર્તિ કે ચિત્ર. એ પ્રકારનો જ્યાં વાસ હોય ત્યાં બ્રહ્મચારી સાઘુએ ન રહેવું; પશુ એટલે તિયચિણી ગાય, ભેંસ, ઇત્યાદિક જે સ્થળે હોય તે સ્થળે ન રહેવું અને પડંગ એટલે નપુંસક એનો વાસ હોય ત્યાં પણ ન રહેવું. એવા પ્રકારનો વાસ બ્રહ્મચર્યની હાનિ કરે છે. તેઓની કામચેષ્ટા, હાવભાવ ઇત્યાદિક વિકારો મનને ભ્રષ્ટ કરે છે. ૨. કથા- કેવળ એકલી સ્ત્રીઓને જ કે એક જ સ્ત્રીને ઘર્મોપદેશ બ્રહ્મચારીએ ન કરવો. કથા એ મોહની ઉત્પત્તિરૂપ છે. સ્ત્રીના રૂપ સંબંઘી ગ્રંથો, કામવિલાસ સંબંઘી ગ્રંથો, કે જેથી ચિત્ત ચળે એવા પ્રકારની ગમે તે શૃંગાર સંબંઘી કથા બ્રહ્મચારીએ ન કરવી. ૩. આસન- સ્ત્રીઓની સાથે એક આસને ન બેસવું. જ્યાં સ્ત્રી બેઠી હોય ત્યાં બે ઘડી સુઘીમાં બ્રહ્મચારીએ ન બેસવું. એ સ્ત્રીઓની સ્મૃતિનું કારણ છે; એથી વિકારની ઉત્પત્તિ થાય છે; એમ ભગવાને કહ્યું છે. ૪. ઇન્દ્રિયનિરીક્ષણ- સ્ત્રીઓના અંગોપાંગ બ્રહ્મચારી સાઘુએ ન જોવાં; એના અમુક અંગ પર દ્રષ્ટિ એકાગ્ર થવાથી વિકારની ઉત્પત્તિ થાય છે. ૫. કુંડચાતર- ભીંત, કનાત કે ત્રાટાનું અંતર વચમાં હોય તે સ્ત્રીપુરુષ જ્યાં મૈથુન સેવે ત્યાં બ્રહ્મચારીએ રહેવું નહીં. કારણ શબ્દ, ચેષ્ટાદિક વિકારનાં કારણ છે. ૬. પૂર્વક્રીડા- પોતે ગૃહસ્થાવાસમાં ગમે તેવી જાતના શૃંગારથી વિષયક્રીડા કરી હોય તેની સ્મૃતિ કરવી નહીં; તેમ કરવાથી બ્રહ્મચર્ય ભંગ થાય છે. ૭. પ્રણીત- દૂઘ, દહીં, વૃતાદિ મથુરા અને ચીકાશવાળા પદાર્થોનો બહુઘા આહાર ન કરવો. એથી વીર્યની વૃદ્ધિ અને ઉન્માદ થાય છે અને તેથી કામની ઉત્પત્તિ થાય છે; માટે બ્રહ્મચારીએ તેમ કરવું નહીં. ૮. અતિમાત્રાહાર- પેટ ભરીને આહાર કરવો નહીં; તેમ અતિ માત્રાની ઉત્પત્તિ થાય તેમ કરવું Page #589 -------------------------------------------------------------------------- ________________ (૫૦) બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું ૫ ૬૧ નહીં. એથી પણ વિકાર વધે છે. ૯. વિભૂષણ- સ્નાન, વિલેપન, પુષ્પાદિક બ્રહ્મચારીએ ગ્રહણ કરવું નહીં. એથી બ્રહ્મચર્યને હાનિ ઉત્પન્ન થાય છે. એમ ભગવંતે નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યને માટે કહી છે. બહુઘા એ તમારા સાંભળવામાં આવી હશે. પરંતુ ગૃહસ્થાવાસમાં અમુક અમુક દિવસ બ્રહ્મચર્ય ઘારણ કરવામાં અભ્યાસીઓને લક્ષમાં રહેવા અહીં આગળ કંઈક સમજણપૂર્વક કહી છે.” -શ્રીમદ્ રાજચંદ્ર //રપી. જ્ઞાની ગુરુની અલ્પ કૃપા પણ આત્મશક્તિ વિકસાવશે રે, પરબ્રહ્મ રવિ-કિરણ એક આંખે ચડ્યું તો સૂર્ય-સ્વરૂપ સમજાવશે રે. પરબ્રહ્મ અર્થ - જ્ઞાની ગુરુની આજ્ઞા ઉપાસનાર વિનયવાન શિષ્ય ઉપર ગુરુની અલ્પ પણ કૃપા થશે તો તે આત્માની અનંત શક્તિઓને વિકસિત કરશે. કેમકે મોક્ષમૂલં ગુરુકૃપા છે. પ.પૂ.પ્રભુશ્રીજી ઉપર પ.ક.દેવની કૃપા થઈ અને પૂ.શ્રી બ્રહ્મચારીજી ઉપર પ.પૂ.પ્રભુશ્રીજીની કૃપા થઈ, કેમકે બન્ને યોગ્ય શિષ્યો હતા. સૂર્યનું એક કિરણ પણ આંખે દેખાઈ ગયું તો તે સંપૂર્ણ સૂર્યનું સ્વરૂપ સમજાવશે. તેમ ગુરુ કૃપાથી આત્મજ્ઞાન થઈ ગયું તો તે કેવળજ્ઞાનના સ્વરૂપને પણ સમજાવશે. ૨૬ાા. તેમ અડગ બ્રહ્મવ્રતે રહો તો આત્મ-અનુભવ આવશે રે, પરબ્રહ્મ લૌકિક સુખનો મોહ મચ્યો તો સ્વરૂપ-સુખ મન ભાવશે રે. પરબ્રહ્મ અર્થ - બ્રહ્મચર્યમાં જો અડગ રહેશો તો આત્માનો અનુભવ પ્રાપ્ત થશે. સપુરુષના વચનોવડે સાંસારિક સુખનો મોહ જો મટી ગયો તો આત્મિક સુખનો આસ્વાદ મનને ભાવશે. “બ્રહ્મચર્ય વ્રત આવ્યું તો મનુષ્યપણાનું સફળપણું છે. તે વ્રત લઈને કોઈની સાથે પ્રતિબંઘ, દ્રષ્ટિરાગ કે પ્રસંગ કરવા નહીં; જાગ્રત રહેવું. કદી એ વ્રત લઈ ભાંગવાનો પ્રસંગ આવે ત્યારે પેટમાં કટાર મારી કે ઝેરનું પવાલું પીને મરી જવું, પણ વ્રત ભાંગવું નહીં–આટલો ટેક રાખવો. વ્રત લઈને ભાંગે તો નરકની ગતિ થાય.” (ઉ.પૃ.૪૯૬) “સત અને શીલ એ જ કર્તવ્ય છે. શીલવ્રત મહાવ્રત છે. સંસારને કાંઠે આવી પહોંચેલાને જ તે પ્રાપ્ત થાય છે. દેહ પડી જાય તો ભલે, દેહ જતો હોય તો જવા દેવો પણ બ્રહ્મચર્ય પાળવું. વૃદ્ધાવસ્થામાં પણ એ વ્રત આવે તો મહાભાગ્ય સમજવું. તેની દેવની ગતિ નિશ્ચયે થાય છે.” (ઉ.પૃ.૩૯૧) (૨થા. બ્રહ્મચર્ય વ્રતે ટેક ટકી તો બાહ્ય વૃત્તિ ઑવ ત્યાગશે રે, પરબ્રહ્મ જગ-જન રીઝવવા જે નહિ ઇચ્છે તે નિજ હિતમાં લાગશે રે. પરબ્રહ્મ અર્થ - બ્રહ્મચર્યવ્રતમાં ટેક ટકી રહી તો બાહ્યવૃત્તિ એટલે ઇન્દ્રિયોમાં સુખ છે એવી બુદ્ધિનો જીવ ત્યાગ કરશે. જે જગતવાસી જીવોને રીઝવવા ઇચ્છશે નહીં તે જ પોતાના આત્મહિતના કાર્યમાં લાગશે. બ્રહ્મચર્યવ્રત લેવું તે ઘણું ઉત્તમ છે. તે લેતા અગાઉ વરસ બે વરસ અખતરો કરવો અને પૂર્ણ ભરોસો પડે કે હવે પાળી શકાશે તો લેવું. વ્રત લઈને ભાંગવું નહીં, તે ભાંગે તો મહાદોષ લાગે. વ્રત લઈને ભાંગવામાં તે ન લીધું હોય તેના કરતાં વધુ દોષ છે. લીઘા પછી સાધુના જીવન મુજબ જિંદગી સુઘી વખત પસાર કરવો.” ઓ.૧ (પૃ.૯) ૨૮. બ્રહ્મચારી ભગવંત ગણાયા, તુચ્છ ભાવો તે ત્યાગશે રે, પરબ્રહ્મ ઉજ્વળ કપડે ડાઘો દેખાયે સજ્જન ઝટ ઘોઈ નાખશે રે. પરબ્રહ્મ અર્થ - બ્રહ્મચર્ય દીક્ષાથી યુક્ત તે બ્રહ્મચારી છે. બ્રહ્મમાં ચર્ચા કરવાનો જેનો ભાવ છે તે બ્રહ્મચારી તો ભગવાન તુલ્ય છે. તે તુચ્છ વિકારી ભાવોને ત્યાગી દેશે. Page #590 -------------------------------------------------------------------------- ________________ 5 62 પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ “બ્રહ્મચર્યને તમે કેવું જાણો છો? બ્રહ્મચારી તો ભગવાન તુલ્ય છે! “બ્રહ્મ એ આત્મા છે. આટલો ભવ લક્ષ રાખીને ખમીબુંદે અને બ્રહ્મચર્ય સંપૂર્ણ પાળે તો બેડો પાર થાય. એ વ્રત જેવું તેવું નથી. સપુરુષને આશ્રયે આવેલું વ્રત જેવું તેવું ન જાણવું. બીજા બઘા કામ માટે અનંત ભવ ગાળ્યા તો આને માટે આટલો ભવ તો જોઈ લઉં, જોઈએ શું થાય છે?—એમ કરીને ત્યાગ અને વૈરાગ્યમાં વર્તવું જોઈએ. દિવસે દિવસે ત્યાગ વર્ધમાન થવો જોઈએ.” (ઉ.પૃ.૩૩૧) ઉજ્વળ કપડામાં ડાઘ દેખાતાં શીધ્ર તેને ધોઈ નાખીએ છીએ, તેમ ઉજ્વળ મનવાળા સજ્જનો પોતાના મનમાં અલ્પ પણ દોષ દેખાતાં તેને શીધ્ર દૂર કરે છે. અહંક્સકનું દ્રષ્ટાંત :- પિતા દત્ત, પુત્ર અહંન્નક અને માતા ભદ્રાએ ત્રણે જણે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. અહંન્નક નાનો હોવાથી પિતા તેને આહાર પાણી લાવીને આપતા. કાળ જતાં પિતા મરણ પામ્યા. પછી આહાર લેવા માટે અહંન્નકને જવું પડ્યું. તડકો સહન ન થવાથી તે એક મકાનના નીચે ઊભા રહ્યા. ત્યાં તે ઘરની શેઠાણીએ તે મુનિને આહાર માટે અંદર બોલાવ્યા. મોહના વચનો બોલીને તેને મોહમાં ફસાવ્યો. તેથી તે અહંન્નક તેના ઘરમાં રહેવા લાગ્યો. માતાને ખબર પડવાથી તે અહંન્નક અહંન્નક કરતી ફરે છે. પોતાની માતાની આવી હાલત જોઈને અહંન્નક તરત જ મહેલ ઉપરથી ઊતરી માતાના પગમાં પડીને બોલ્યો કે હે માતા! કુલને લજવનાર, સંયમને ભ્રષ્ટ કરનાર પાપી અર્ધન્નક આ રહ્યો. પછી માતાના કહેવાથી ગુરુ પાસે જઈને પાછો સંયમ લઈ, દોષોનું પ્રાયશ્ચિત્ત કરી, અનશન લઈને ભયંકર કષ્ટ સહન કરી તે દેવલોકે ગયો. તેમ પોતાના દોષ દેખાતાં તેને શીધ્ર દૂર કરવાં જોઈએ. રા મસોતાં મેલાં થયા કરે તે ઘેલાં ભેળાં કરી રાખશે રે, પરબ્રહ્મ બ્રહ્મચારી નર નિઃસ્પૃહ રહેશે પરવશતા નહિ પામશે રે. પરબ્રહ્મ અર્થ - મનના દોષોરૂપી મસોતા એટલે મેલા કપડાઓને મોહમાં ઘેલા બનેલા લોકો ભેગા કરી રાખશે. જ્યારે નિર્મળ મનવાળા બ્રહ્મચારી પુરુષ તો હમેશાં નિઃસ્પૃહ રહેશે. જેને કંઈ જોઈતું નથી એવા નિઃસ્પૃહ બ્રહ્મચારી કદી પરવશતા એટલે પરને આધીન રહેશે નહીં. ||૩૦ગા. બ્રહ્મચારી નર નિર્મોહીં જાણો નિર્ભયતા પ્રસરાવશે રે; પરબ્રહ્મ બ્રહ્માનંદ બથે અનુભવશે પ્રેમ-અમી રેલાવશે રે. પરબ્રહ્મ અર્થ :- બ્રહ્મ એટલે આત્મા. તેમાં રમનારા તે બ્રહ્મચારી. એવા આત્મજ્ઞાની પુરુષોને તમે નિર્મોહી જાણો. તે પોતે નિર્ભય બની જવાથી બીજાને પણ નિર્ભય થવાનો માર્ગ બતાવશે. તે હમેશાં પોતાના આત્માનંદનો અનુભવ કરશે અને જગતવાસી જીવોને પણ તે આત્મઅનુભવ રસનો આસ્વાદ આપવા ભગવત્ પ્રત્યે પ્રેમભક્તિરૂપ અમૃતરસ કેમ પ્રગટે એવો ઉપદેશ આપશે. ૩૧ના નિશદિન મસ્ત રહી નિજરૂપે ભવના ભાવ ભુલાવશે રે, પરબ્રહ્મ સાક્ષાત્ મોક્ષની મૂર્તિ સમા એ, મુક્તિને પંથ ચઢાવશે રે. પરબ્રહ્મ અર્થ - તે આત્મજ્ઞાની મહાત્માપુરુષો નિશદિન પોતાના આત્મસ્વરૂપમાં મસ્ત રહી સંસારનારાગદ્વેષના ભાવોને ભૂલી જશે. એવા સાક્ષાત્ મોક્ષની મૂર્તિ સમા જ્ઞાની પુરુષો બીજા અનેક ભવ્યાત્માઓને મુક્તિના માર્ગે ચઢાવશે, કેમકે પરોપકાર કરવો એ જ મહાપુરુષોનો વૈભવ છે. ૩રા