SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨) નિર્દોષ નર – શ્રી રામ ભાગ-૧ હિત-ઉપદેશ કહે પુરોહિત નિપુણ પુરાણ, નિમિત્ત વિષે : “જનયજ્ઞમાં મદદ થતાં તો કુમાર-મહોદય જરૂર દીસે. સુછ્યા પુરાશે અમ કેશવ-રામકુમારો બેય થશે, રાવણ-વધ કરી ત્રણે ખંડનું અધિપતિપણું તે વરશે.” ૩૪ અર્થ :- • પુરોક્તિ જે પુરાણમાં કે નિમત્ત શાસ્ત્રમાં નિપુણ છે તે ઠિત ઉપદેશ કહેવા લાગ્યા કે ‘જનકરાજાના આ યજ્ઞમાં મદદ થતા આ રાજકુમારોના ભાગ્યનો મહાન ઉદય જરૂર જણાય છે. પુરાણમાં સાંભળ્યું છે કે આઠમા કેશવ એટલે વાસુદેવ અને બળદેવ શ્રીરામ નામે બે કુમારો થશે, તે રાવણનો વધ કરી ત્રણેય ખંડનું આધિપત્ય પામશે. ।।૩૪।। પ્રસન્ન થઈ નૃપ દશરથ બોલે : “ઇચ્છું સુણવા એ જ કથા.” કહે પુરોહિત ઃ “હું ક્ષિતિપતિ છે! સુણો, કોણ રાવણ સીતા : ઘાતકી ખંડે નાકપુરે નરદેવ નૃપ દીક્ષા ધારે, અનંત ગણઘર-બોઘ સુણીને તપશ્ચરણ કરતા ભારે. ૩૫ ર અર્થ :- પ્રસન્ન થઈ દશરથ રાજા બોલ્યા કે હું એ જ કથાને સાંભળવા માંગુ છું. ત્યારે પુરોહિત કહે કે ક્ષિતિપતિ એટલે કે પૃથ્વીપતિ! તે સાંભળો. રાવણ અને સીતા કોણ હતા તે પ્રથમ કહું છું. ઘાતકીખંડના નાકપુર નગરમાં નરદેવ નામના રાજાએ દીક્ષા લીધી. અને અનંત નામના ગણઘર ભગવંતનો બોધ સાંભળી તે ભારે તપશ્ચર્યા કરવા લાગ્યા. ।।૩૫।। ચપલવેગ વિદ્યાધર-નૃપને દેખી મુનિ નિદાન કરે, કરી સંન્યાસમરણ સૌથમેં સુરપદ મુનિનો જીવ વરે, લંકાપતિ વિદ્યાઘર-રાજા પુલસ્ત્ય-પુત્ર મુનિ-જીવ બને, બાળ જન્મતાં હેરે માળા નવરત્નોની, પડી કને. ૩૬ ૪૮૧ અર્થ :– નરદેવ રાજા પોર તપશ્ચર્યા કરવા છતાં ચપલવેગ નામના વિદ્યાધર રાજાને જોઈને નિદાન કર્યું કે હું પણ તપના પ્રભાવે એના જેવો થાઉં. આયુષ્યના અંતે સંન્યાસમ૨ણ કરીને તે સૌધર્મ નામના પહેલા સ્વર્ગમાં દેવરૂપે અવતર્યા. તે સૌધર્મ દેવલોકમાંથી ચ્યવીને તે મુનિનો જીવ લંકાપતિવિદ્યાધર રાજા પુલસ્ત્યના પુત્રરૂપે અવતર્યાં. તે બાળકે જન્મતાં જ પોતાની પાસે પડેલ નવરત્નોની માળા પોતાના ગળામાં પહેરી લીધી. ।।૩૬।। નવ મુખ તેમાં પ્રતિબિંધિત સૌ દેી દશાનન નામ ઘરે ચૌદસહસ વર્ષોંનું જીવન, પ્રતિનારાયણ-પુણ્ય કરે; વિદ્યા થી સાથી, વિદ્યાધરી મંદોદરી સુંદરૢ પરણે, એક દિવસ ક્રીડા કરવા તે જાય સતી સહ ગાન વર્ન. ૩૭ -- અર્થ :— તે નવરત્નોની માળામાં બીજા નવમુખનું પ્રતિબિંબ જોઈને અને દસમું અસલ મુખ; એમ કુલ દસ મુખ જોઈને તેમનું નામ દશાનન રાખવામાં આવ્યું. પણ ભવિષ્યમાં રાવણના નામે તે જગતમાં પ્રસિદ્ધિ પામ્યા. જેનું ચૌદ હજાર વર્ષનું આયુષ્ય હતું. તથા પૂર્વના નિદાનથી પ્રતિનારાયણ એટલે પ્રતિવાસુદેવનું પુણ્ય કમાવીને આવેલ હતા. ઘણી વિદ્યાઓને સાઘ્ય કરી સુંદર એવી મંદોદરી વિદ્યાઘરીને જે પરણ્યા હતા. એક દિવસ ક્રીડા કરવા માટે મંદોદરી સતી સાથે તે ગહન વનમાં ગયા. ।।૩૭ગા
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy