________________
(૧૧) મહાવીર દેવ ભાગ-૩
૧ ૧૫
અર્થ : - તેવી જ રીતે આ જીવ પણ રાગદ્વેષાદિ કર્મના સંયોગે ચાર ગતિરૂપ સંસારમાં ભમે છે. પણ ચારે ગતિરૂપ કર્મરંગની ભાત ટળતા ફરીથી આત્માની શ્વેતતા એટલે શુદ્ધતા પ્રગટ થાય છે અને આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં સર્વકાળને માટે રમણતા કરે છે.
હવે ખરેખર પાપ કોને કહેવાય તે વિષે ભગવાન સમજાવે છે :
જુગાર, દારૂ, માંસ, ચોરી, પરસ્ત્રીમાં આસક્તિ, શિકાર અને વેશ્યાગમન એ સાતેય વ્યસનમાં લીન રહેવું એ ખરેખર પાપ છે. ૩ાા
બહુ પાપના ઘંઘા અને બહુ ઘન વિષે મસ્તાનતા, ને જૂઠ, હિંસા, ચોરી, જારી લૂંટમાં ગુલતાનતા; કુકર્મમાં બહુ મોહ ને નિંદા અરે! ઘર્મી તણી,
વળી પાપની જે પ્રેરણા, નરકે પીડા આપે ઘણી. ૪૦ અર્થ - જે ઘંઘામાં બહુ હિંસા, જૂઠ, માયા આદિ સેવાતાં હોય તેવા પાપના ઘંઘા કરવા અને આત્માને ભૂલી ઘન કમાવવામાં મસ્ત રહેવું, તથા જૂઠ, હિંસા, ચોરી જારી એટલે વ્યભિચારપણું તથા પરિગ્રહમાં આસક્તિવશ લોકોને લૂંટવામાં ગુલતાન રહેવું એ સૌ પાપના કાર્યો છે.
ખોટા કામ કરવામાં ઘણો મોહ રાખવો અને અરે ! ઘર્મી પુરુષોની નિંદા કરવી, વળી કોઈને પાપ કરવાની પ્રેરણા કરવી, એ સૌ જીવને નરકમાં ઘણી પીડા આપનાર થાય છે. ૪૦ના.
કરીને કપટ પરથન હરે, દિનરાત વળી ખાયા કરે, મતિમૂઢ, મિથ્યાશાસ્ત્ર-પંડિત, પીંપળ ફેરા ફરે, બહુ વાર દિનમાં નાહ્ય ને શુદ્ધિ ગણે કુતીર્થથી,
રે! શીલ, વ્રત સેવ્યા વિના મરી જાય પશુ-કુકર્મથી. ૪૧ અર્થ - કપટ કરીને પરઘનને હરણ કરવું, રાતદિવસ ખાઘા કરવું, સમ્યકજ્ઞાનથી અજાણ એવા મતિમૂઢ રહેવું, ખોટા શાસ્ત્રોમાં પંડિત બની લોકોને મિથ્યા માર્ગે વાળવા, અથવા અજ્ઞાનવશ પીપળામાં દેવ માની પ્રતિદિન તેની પ્રદક્ષિણા કરવી, દિવસમાં અનેકવાર સ્નાન કરવું કે કુતીર્થમાં સ્નાન કરીને આત્માની શુદ્ધિ ગણવી, અથવા શીલ કે વ્રત સેવ્યા વિના માત્ર પશુકર્મ જેવા ભોગાદિમાં જ જીવન વ્યતીત કરી મરી જવું, એ સૌ જીવના પાપને પુષ્ટ કરનાર અને દુર્ગતિમાં લઈ જનાર કાર્યો છે. I૪૧TI.
જે તીર્થપતિ વા જ્ઞાર્ને ગુરુની ભક્તિ ભાવ વડે કરે, વળી તેમની આજ્ઞા ઉઠાવે, વ્રતતપાદિ આદરે, સમ્યકત્વ-હાર ઘરે ઉરે, ચારિત્રમોલિ મસ્તકે,
સુજ્ઞાન-કુંડલ કાનમાં, શુભ ભાવથી સ્વર્ગે ટકે. ૪૨ અર્થ - હવે જીવને પુણ્યનો બંઘ શાથી થાય છે? તે વિષે જણાવે છે :
જે જીવ તીર્થપતિ એટલે તીર્થકર ભગવાનની કે જ્ઞાની ગુરુની ભક્તિ ભાવવડે કરે છે, જે તેમની આજ્ઞા ઉઠાવે છે, જે શ્રાવકના વ્રતો કે બાર પ્રકારના તપ આદિને સેવે છે, જે તત્ત્વોના સમ્યક્ શ્રદ્ધાનરૂપ હારને હૃદયપટ પર ઘારણ કરે છે, જે સમ્યકારિત્રરૂપ મૌલિ એટલે મુકુટને મસ્તક પર ઘારણ કરે છે, જે સમ્યકજ્ઞાનરૂપ કંડલને કાનમાં પહેરે છે અર્થાત્ જે સમ્યકજ્ઞાનનું પ્રતિદિન શ્રવણ કરે છે, એવો જીવ